________________ તાકાત ક્યાંથી ? પણ પ્રભો ! મારી શક્તિ-સંયોગ પ્રમાણે બધી મહેનત કરીને આ એક પુષ્પ જ લાવ્યો છું. મારા માટે તો આ જ નંદનવનનું પુષ્પ છે. આપ મારી પૂજા સ્વીકારો' એને પૂરું ફળ મળે. પણ લાખ પુષ્પો લાવવાની જેની તાકાત હોય પણ પ્રમાદ વશ, લોભ-કૃપણતા વશ જો 99,999 જ લાવે અને એ રીતે શક્તિ ગોપવે તો જ્ઞાનીઓ કહે છે કે એને પૂર્ણ ફળ ન મળે. કારણ કે ભાવનાનું ફળ છે - મહત્ત્વ છે. એ રીતે એક એક અનુષ્ઠાનોમાં કરવાનું છે. પૂર્વના મહાપુરુષોએ જે રીતે જિનેશ્વર દેવોની ભક્તિ કરી છે, જે રીતે કલ્યાણકોની ઉજવણી કરી છે, તે ભક્તિ કે તે ઉજવણી કરવાની તમારી શક્તિ, ભાવના કે ઔદાર્ય નથી. છતાં પણ જે શક્તિ, ભાવના કે ઔદાર્ય છે, તેનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાથી આ પ્રસંગો તમારા માટે પરમ કલ્યાણકર બની શકે. જે જે પ્રભુની પ્રતિમા ઉપર અંજનવિધિ કરવામાં આવે તેમને એમના માતા-પિતા મોહવશ નિશાળે ભણવા માટે મૂકે છે, આ પ્રસંગ તો મહાવીર પરમાત્માના જ જીવનમાં બન્યો હતો. છતાં અન્ય પ્રભુ પ્રતિમા ઉપર પણ આ વ્યવહાર કરાય છે. કારણ કે, અંજન વિધિમાં મહાવીર પરમાત્માનાં બિંબો પણ અંજન માટે આવેલા હોઈ આ વિધિ કરવામાં આવે છે. એની જેમ જ રાજ્યોત્સવની વિધિ પણ પ્રભુ પાર્શ્વનાથ, મહાવીર સ્વામીજી વગેરે કેટલાક તીર્થકર ભગવંતોના જીવનમાં બની નથી એ પણ છે જે તીર્થકરોના જીવનમાં રાજ્યગ્રહણનો પ્રસંગ બનેલો અને તે તે પરમાત્માના બિંબો પણ અંજન માટે આવેલા હોઈ એમના જીવનમાં થયેલ આ ઘટનાની પણ ઉજવણી કરવામાં આવે છે. કલ્યાણક ઉજવણીમાં પરમાત્મા રાજત્યાગ કરી - સમસ્ત ભોગ ત્યાગ કરી, દીક્ષાના પંથે સંચરવાના. ભગવાન શ્રી આદિનાથ 83 લાખ પૂર્વ વર્ષ સુધીનો કાળ સંસારમાં રહ્યા. (એક પૂર્વ = 70,560 અબજ) એટલો કાળ જે ભોગ ભોગવ્યા તેનો ત્યાગ કર્યો - જે રાજ્ય કર્યું તેનો ય ત્યાગ કર્યો. તે દિવસથી જ 400-100 દિવસ સુધી ભગવાનને પ્રાસુક-નિર્દોષ આહાર, પાણી ન મળ્યાં. ભગવાનને 400 દિવસના ચોવિહારા ઉપવાસ થયો. દિવસના આઠ પ્રહર પૈકી 7-7 પ્રહર સુધી ધ્યાન કર્યું. સમતામાં લીન રહ્યા. ઠંડી-ગરમી-ઉપસર્ગ કોઈની પણ પરવા ન કરી. તમારાં ઘરમાં કોઈ એક વર્ષીતપ કરે તો તેમાં આગળ પાછળ બેસણાં કરવાનાં, અહીં સળંગ ઉપવાસ, કોઈ બેસણાં-એકાસણાં નહીં. છેક ફાગણ વદ-૭ થી વૈશાખ સુદી૩ સુધી 13 મહિના અપ્રમત્ત રીતે આ તપ કર્યો. વૈશાખ સુદ-૩ એ પરમાત્મા શ્રી આદિનાથના પારણાનો દિવસ છે. પરમાત્મા યાદ આવે ત્યારે એમના આ ઘોર પરમાત્માનું દાન 21