________________ ઔદયિક ભાવના ગુણો, ક્ષયોપશમ ભાવના ગુણો અને ક્ષાયિક ભાવના ગુણોનું પણ ધ્યાન કરવાનું છે. જે ધ્યાન આત્માને તે તે ગુણોથી સમૃદ્ધ બનાવે છે. પરમાત્મા બાળક હતા, હું પણ બાળક હતો. પરમાત્મા યુવાન બન્યા, હું પણ યુવાન બન્યો. પરમાત્મા પ્રૌઢ થયા, હું પણ પ્રૌઢ થયો કે થઈશ. તેમનામાં અને મારામાં કેટલો બધો ફરક છે. તેમનામાં કેવો ગુણવૈભવ છે, તે ગુણવૈભવ મેળવવા એમણે કેવો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કરીને કેવી રીતે આગળ વધી ગયા. હું પણ આવો ગુણવૈભવ કેવી રીતે મેળવું, એના માટે કેવો પ્રયત્ન કરું, એ પ્રયત્ન કરીને હું પણ કેવી રીતે આગળ વધી શકું, વગેરે વિચારવાનું છે, વિચારીને એમાં ભાવિત થવાનું છે અને એમાં એકાકાર બનવાનું છે. પરમાત્મા મહાવીરદેવે ગર્ભકાળમાં ય માતાને દુઃખ ન થાય તે માટે હલનચલન બંધ કર્યું. આપણે જમ્યા પછી પણ આપણા માતા-પિતા માટે શું કર્યું ? સભા : આ માતા પ્રત્યેનો રાગ ન કહેવાય ? તમે જે દૃષ્ટિકોણથી પૂછી રહ્યા છો તે દૃષ્ટિકોણથી જણાવીશ કે ના, આ રાગ નથી, આ તો “મા”ની ભક્તિ છે. કદાચ એમાં રાગ છે એમ માનો તો પણ મને આટલું કહો કે “મા” ઉપરનો રાગ સારો કે માની ઉપેક્ષા કરીને તમે જે તમારી પત્ની ઉપર રાગ કરો છો તે સારો ? પરમાત્મા તો ઔચિત્યના ભંડાર હતા, આપણામાં ક્યાં કાંઈ છે ? બાળ વયે પણ પરમાત્મા નિર્મળ ત્રણ જ્ઞાનના ધારક હોય છે, પરમ જ્ઞાની હોય છે; છતાં ધીર, ગંભીર હોય છે, વિનયી હોય છે, વિવેકી હોય છે, નમ્ર હોય છે અને આપણને તો ખાબોચીયા જેટલું જ્ઞાન હોય તો ય ઉછાછળાપણું હોય. પરમાત્મા નિર્મળ મતિ-શ્રુત અને અવધિજ્ઞાનને ધરનારા છે. નિર્મળ અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા હું તીર્થકર થવાનો છું એમ જાણે છે, અંદરથી પુરા વિરક્ત છે છતાં સાથેના બાળકોને તો જ આનંદ આવશે કે જો હું તેમની સાથે ખેલ-કૂદ કરીશ તો એમના આનંદ ખાતર પરમાત્માએ ખેલકૂદ પણ કરી. વીતરાગ જેવા વિરાગી પરમાત્માએ મા-બાપને ખેદ ન થાય તે માટે કાલીકાલી ભાષામાં એમની સાથે વાત પણ કરી. આ દરેક પ્રસંગોમાં પરમાત્માની માત્ર કાયા અને વાણી જ પ્રવર્તે છે. પ્રભુનું મન જરા પણ પ્રવર્તતું નથી. - - - - પાઠશાળાગમન અને રાજ્યાભિષેક " 25