________________ તપ-ત્યાગ-વૈરાગ્યાદિ ગુણો આંખ સામે આવવા જોઈએ. શ્રેયાંસકુમારે ઈશુરસથી પ્રભુને પારણું કરાવ્યું. આપણે એ બધી વાતો યાદ રાખવાની છે, તેમ આ બધું કરીને મારે પરમાત્મભાવ પામવો છે, એ ખાસ યાદ રાખવાનું છે. શ્રેયાંસકુમારનું દાન આ અવસર્પિણીનું પ્રથમ દાન બની ગયું. દાન એ શીલ, તપ અને ભાવને પણ ખેંચી લાવે છે. માટે જ કહ્યું છે કે, ધર્મર્યાદ્રિ પર્વ તાનમ્ | એના યોગે શીલ, તપ, ભાવ, ધર્મને પામી શકાય છે. દાનથી જ બધા ધર્મોની શરૂઆત થાય છે. માટે જ કહ્યું છે કે “જે કરે તે તરે, જે કરાવે તે પણ તરે અને કરનાર-કરાવનારની અનુમોદના કરનાર પણ તરે.” બોલી બોલવામાં ટાઈમ ઘણો ચાલ્યો જાય છે” એમ જો તમને આવા પ્રસંગોમાં થાય તો તે યોગ્ય ન કહેવાય. એ પણ ધનનો લોભ હજી સતાવે છે, એનો પુરાવો છે. “બોલીઓમાં ટાઈમ જાય” એમ બોલો છો તો “આંકડા બોલતાં મને વાર કેમ થાય છે” એમ ક્યારે ય થયું ? સભા. પરિગ્રહ ધીરે ધીરે છૂટે ! શરીર પર સાપ કે વાંદો ચડે તો તેને તમે કઈ રીતે કાઢો? ધીરે ધીરે કાઢો કે એક ઝાટકે કાઢી નાંખો ? તેમ પરિગ્રહને કાઢવો હોય તો ધીરે ધીરે નહિ જાય. એક ઝાટકે જ એને કાઢવો પડે. મારા પરમતારક ગુરુદેવ પાસે એક ભાઈ આવ્યા. એમણે કહ્યું, “સાહેબ મને અમુક ગ્રહ નડે છે, કોઈ ઉપાય હોય તો બતાવો.' મારા પરમતારક ગુરુદેવે એમને કહ્યું, ‘આ પરિગ્રહ નામના દસમા ગ્રહને કાઢી નાંખો, બાકીના નવે ગ્રહો તમારું કાંઈ પણ કરી શકશે નહિ. જુઓ અમારી પાસે દસમો ગ્રહ નથી. અમને નવે ગ્રહ કાંઈ કરી શકતા નથી.' કોઈ સાધુની આંગળીમાં વીંટી જોઈ છે ? ગ્રહની ? મંગળ કે શનિની ? કેમ નહિ ? એમની પાસે પરિગ્રહ નથી માટે એમને કોઈ ગ્રહ નડતો નથી. તમને પરિગ્રહ નડે છે માટે જ બધા ગ્રહ નડે છે.માટે બધા જ ગ્રહોની પીડાથી મુક્ત થવા દસમાં પરિગ્રહથી મુક્ત થવાની ખૂબ જરૂર છે. આવા સુંદર અંજનશલાકા પ્રતિષ્ઠાના પુણ્ય પ્રસંગને પામી લોભ-વિજય કરી પરિગ્રહ નામના દસમા ગ્રહને જીતી તમે એવા ત્યાગી બની જાઓ કે એના પરિણામે આ જ ભવમાં દાન-ધર્મના ફળ સ્વરૂપે શીલ ધર્મ, તપ ધર્મ ને ભાવ ધર્મની તમને પ્રાપ્તિ થઈ જાય. તેની સંપૂર્ણ આરાધનારૂપ સાધુપણું મળી જાય, તેની નિરતિચાર આરાધના થાય અને પરિણામે સર્વકર્મનો ક્ષય કરી શાશ્વત સુખના ધામસ્વરૂપ મુક્તિ સુખના તમે ભોક્તા બનો એ જ એક શુભાભિલાષા. 22 અંજનશલાકાનાં રહસ્યો - -