________________ કાર્ય કરવા માટે સકલ દેવલોકમાં આદેશ કરાય વગેરે ઘટનાઓનું અનુકરણ અંજનશલાકા દરમ્યાન પણ કરાય છે. પ્રભુભક્તિના તે તે પ્રકારોમાં આત્માને ઝકબોળ કરી ભાવિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઈન્દ્રનો આદેશ થતાં જ બધાં દેવ-દેવીઓ ઊતાવળે પગલે ઈન્દ્ર પાસે આવે છે. ઈન્દ્ર આભિયોગિક દેવતાઓ પાસે પાલક વિમાન રચાવે છે. પાંચસો યોજન ઊંચા અને એક લાખ યોજન વિસ્તારવાળાં એ વિમાનનું ય નખશીખ વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. ઈન્દ્ર સમગ્ર પરિવાર સાથે એ વિમાન પર આરૂઢ થાય છે. નાટક અને સંગીતથી વિમાન ઘોષવાન બને છે. બીજા દેવોના વિમાનો પાલક વિમાનને ફરતાં ગોઠવાઈ જાય છે. બાવન જિનાલયમાં જેમ મુખ્ય જિનાલયને ફરતી દેરીઓ ગોઠવાય છે તેવી શોભા એ વિમાનોની શ્રેણીની થાય છે. આકાશમાં તીવ્ર ગતિ કરતું વિમાન નીચે ઊતરી અસંખ્ય દ્વીપ-સમુદ્રને ઓળંગી નંદીશ્વર દ્વીપે આવે છે. ત્યાં એનો સંક્ષેપ કરી વચલા દ્વીપસમુદ્રોમાં ક્રમશ: સંક્ષેપ કરતાં કરતાં ભરત ક્ષેત્રના, દક્ષિણાર્ધ ભરતના, મધ્યખંડના, ભારત દેશના તે તે તીર્થંકર પરમાત્માના જન્મ સ્થળે આવે છે. વિમાન એ મહેલને પ્રદક્ષિણા આપે છે. ત્યાર બાદ ઈશાન ખૂણામાં વિશ્રામ કરે છે. ઈન્દ્ર વિમાનમાંથી ઊતરીને પ્રભુની માતા પાસે આવે છે. માતાને જોતાં પ્રણામ કરી મધુર વચનોથી સ્તવના કરે છે. માતા સહિત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી નમે છે. પોતાની ઓળખ આપી, પોતાનું મેરુ અભિષેકનું કર્તવ્ય નિવેદન કરી, પ્રભુને લઈ જવાની અનુજ્ઞા માગે છે. માતાને અવસ્થાપિની નિદ્રા આપે છે. તો પ્રભુના આબેહૂબ બિંબને બનાવી માતાની પડખે સ્થાપે છે. હવે ઈન્દ્ર પાંચ-પાંચ રૂપો કરી પ્રભુના ભક્તિનાં વિવિધ કાર્યો એકલો જ કરી લેવા માંગે છે. જ પોતાના બંને હાથને ગોશીષ ચંદનથી ચર્ચિત કરી, આજ્ઞા મેળવી પ્રભુને ગ્રહણ કરે છે. આ એક રૂપથી કરે છે. પ્રભુના મસ્તક ઉપર શ્રેષ્ઠ છત્ર ધારણ કરી પોતાનું સેવકપણું જાહેર કરે છે. આ બીજા રૂપથી કરે છે. જ પ્રભુના બંને પડખે બે સુંદર ચામરો વીંઝે છે. આ ત્રીજા અને ચોથા રૂપથી કરે છે અને * પ્રભુની આગળ પાયલોટકારની જેમ રહી હાથમાં વજ ધારણ કરી ચાલે છે. આ પાંચમા રૂપથી કરે છે. જન્મોત્સવ યાત્રામાં જોડાયેલા દેવો પ્રભુનું રૂપ જોવા એવા તલસે છે કે આગળ 10 અંજનશલાકાનાં રહસ્યો