________________ રહેલા દેવો પોતાના મસ્તકની પાછળ “નેત્રો હોય તો કેવું સારું !' એમ અભિલાષા કરતા હોય છે. ઈન્દ્ર પ્રભુને પોતાના હૃદય પાસે રાખે છે. મેરુપર્વત પર આવ્યા બાદ ત્યાં રહેલા પાંડુકવનમાં ટોચના શિખરે અતિપાંડુકબલા નામની શિલા પર પ્રભુને લઈને સિંહાસન પર બેસે છે. સૌધર્મેન્દ્રની જેમ જ અન્ય અન્ય ઈન્દ્રો પણ સ્વયોગ્ય વિમાનો બનાવીને ત્યાં આવે છે. વૈમાનિકના દશ, ભવનપતિના વીશ, વ્યંતરોના બત્રીશ અને જ્યોતિષના બે એમ ચોસઠ ઈન્દ્રો પોતાના પરિવાર સાથે ત્યાં આવે છે. ત્યાં બારમા દેવલોકનો અધિપતિ અય્યતેન્દ્ર દેવોને સ્નાનનાં ઉપકરણો અને સામગ્રી લાવવાની આજ્ઞા આપે છે. આંખના પલકારા જેટલા સમયમાં જ દેવો આઠ પ્રકારના કળશો બનાવે છે. એ કળશો : 1. સુવર્ણના 2. રૂપાના 3. રત્નના 4. સુવર્ણ અને રૂપાના મિશ્ર 5. સુવર્ણના રત્નો જડેલા 6. સુવર્ણ અને રૂપાના રત્નો જડેલા 7. રૂપાના રત્નો જડેલા અને 8. શ્રેષ્ઠ કોટિની માટીમાંથી બનેલા હોય છે. દરેક પ્રકારના 1008 કળશો હોય છે. એ સિવાય ઝારીઓ, દર્પણ, કરંડકો, ડાબલા, થાળ, પાત્રો, પુષ્પના ચંગેરકો વગેરે ઉપકરણો લઈ આવે છે. ત્યાર બાદ ક્ષીરોદધિ, વગેરે સમુદ્રોના મધુરાં જળ, પુંડરીક વગેરે શ્રેષ્ઠ કમળો, માગધ-વરદામ વગેરે તીર્થોનાં જળ અને મંગલમૃત્તિકા, સરસવ, પુષ્પો, સુવાસી ચૂર્ણો, સર્વોષધિને લઈ આવે છે. પદ્મદ્રહ વગેરે સ્થાનોનાં પવિત્ર પાણી લઈ આવે છે. આ રીતે સામગ્રી એકત્ર થયા બાદ ઈન્દ્ર પવિત્ર થઈને ભગવંતના સ્નાત્રઅભિષેકનો પ્રારંભ કરે છે. પ્રથમ અચ્યતેન્દ્ર કુસુમાંજલી કરે છે અને પોતાનું મસ્તક નમાવતા હોય એ રીતે કળશોને પ્રભુના મસ્તક પર નમાવી અભિષેક કરે છે. પ્રભુનો સ્નાત્રોત્સવ 11