________________ સાચા ભાવે પરમાત્માની પૂજા કરનારની ચિત્તપ્રસન્નત્તા ન નંદવાય તેવી હોય છે. ગમે તેવા નિમિત્તો મળે પણ તેની ચિત્તપ્રસન્નતા નંદવાય નહિં, પછી લાખો મળે કે જાય. પાંચમહાવ્રતોનું પાલન, ગુરુભક્તિ, તપસાધના અને જ્ઞાનારાધના : આ આઠ પુષ્પોથી નિરવેદ્ય એવી અષ્ટપુષ્પી પૂજા સાધુએ કરવાની હોય છે. અહિંસા-૧, ઇંદ્રિયોનું નિયંત્રણ-૨, સર્વ જીવોની દયા-3, ક્ષમા-૪, ધ્યાન-૫, તપ-૬, જ્ઞાન-૭ અને સત્ય-૮ આ રીતે પણ દેવાધિદેવને તુષ્ટ કરનારી અષ્ટપુષ્પી પૂજા જણાવેલી છે. ------------- 14 અંજનશલાકાનાં રહસ્યો