________________ એ અભિષેકનો પ્રારંભ થતાં જ દેવો હર્ષાવેશમાં આવી પ્રભુની ભક્તિમાં તલ્લીન બની જાય છે. કેટલાક દેવો વાદ્યો વગાડવા લાગે છે. કેટલાક દેવો ગીતો ગાવા લાગે છે. કેટલાક દેવો નૃત્ય કરવા લાગે છે. કેટલાક તો હર્ષમાં આળોટવા લાગે છે. શ્રી સુમતિનાથ ચરિત્ર' નામના ગ્રંથમાં આ પ્રસંગનું વર્ણન અદ્ભુત શબ્દાવલીમાં કર્યું છે. તે શબ્દો ભક્તિભાવપૂર્વક વાંચીએ-ગાઈએ ત્યારે પણ હૃદયમાં એક અનોખી ઝનઝનાટીનો અનુભવ થાય છે. ભગવંતના શિર પર કળશમાંથી પડતી જલધારા ઉપર પણ મહાકવિઓએ કઈ કાવ્યો રચ્યાં છે. સ્નાત્રજળ પ્રભુના અંગેઅંગમાં દિવ્ય વસ્ત્ર-અલંકારની શોભા ધારણ કરે છે. દેવો એ જળને પૃથ્વી તલ પર પડતાંવેંત ગ્રહણ કરે છે. પોતાના મસ્તક પર એનું સિંચન કરે છે, ગ્રીષ્મ ઋતુમાં પીડિત થયેલા હાથીઓની જેમ સર્વાગે એ સ્નાત્ર જળ લગાવે છે. સમગ્ર ઉદ્યાનોમાં નીકની જેમ એ જળ પ્રસરવા લાગે છે. રીક્ત થતાં કુંભોને દેવો તરત ભરી દે છે. અહટ્ટની ઘટમાળા જેવો અનુપમ દેખાવ ત્યાં થાય છે. 'અચ્યતેન્દ્ર ત્યાર બાદ પ્રભુના શરીરને ગંધકાષાયી વસ્ત્રથી લુછે છે; ગોશીર્ષ ચંદનના રસથી પ્રભુના અંગે વિલેપન કરે છે, દેવો ધૂપધાણાં લઈ ઊભા રહે છે, એમાં શ્રેષ્ઠ અગરુ, કાકતુંડ વગેરે ધૂપો નાંખે છે, પ્રભુ ઉપર ઊંચાં શ્વેત છત્રો ધારણ કરે છે, ચામરો વીંઝે છે, પ્રભુની આસપાસ સર્વ પ્રકારના આયુધો લઈને સેવક ભાવે ઊભા રહે છે, મણિ-સુવર્ણના પંખાથી પ્રભુને પવન નાંખે છે, દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે, સુવાસી ચૂર્ણનો ચારે બાજુ પ્રક્ષેપ કરે છે, સુવર્ણ-રત્નની વૃષ્ટિ કરે છે, અપૂર્વ રાગ-રાગિણીઓમાં પ્રભુના ગીતગાન ગાય છે, સર્વ પ્રકારના વાજિંત્રો વગાડે છે, નૃત્ય અને નાટક કરે છે, પશુ-પક્ષીની જેમ ઉડવા-ઉછળવા-કૂદવા અને આળોટવાની ક્રિયા કરે છે, સિંહગર્જના, હષારવ, હાથીની જેમ ઊંચા આવાજો કરે છે, હાસ્ય, વીર વગેરે રસોના હાવભાવ કરી પ્રભુની શાંત-પ્રશાંતવાહિતામાં ખોવાઈ જાય છે. કેટલાક દેવોને હૈયામાં આનંદ સમાતો નહિ હોવાથી એ આનંદને વ્યક્ત કરવા પોતાના બંને ગાલ ફૂલાવી વાજિંત્રોની જેમ વગાડે છે, કેટલાક રાસાઓ લે છે. આ રીતે દેવો દ્વારા ભક્તિ-શ્રેણી ચાલતી રહે છે તે દરમ્યાન જ અય્યતેન્દ્ર પુષ્પ પૂજા કરી પ્રભુને વંદના કરી પાછો હઠે છે. ત્યાર બાદ બાકીના ઈન્દ્રો પણ એની જેમ જ વિવિધ સ્નાત્ર-અભિષેકો અને પૂજા વિધિને કરે છે. અંજનશલાકાનાં રહસ્યો