________________ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગ પરમાત્માના સ્વરૂપની અનુભૂતિ વીતરાગ પરમાત્માના ધ્યાન વગેરેના માધ્યમથી કર્યા બાદ એ પરમાત્માના બાહ્યાભ્યતર વૈભવનું સ્વરૂપ જે હૃદયમાં ઊડ્યું તેને ભક્તિસભર હૈયે અને સાહિત્યસભર વાણીમાં વીતરાગસ્તવ નામના ગ્રંથરત્નમાં વર્ણવ્યું છે, તેમાં પરમાત્માના કલ્યાણકનો મહિમા વર્ણવતાં એ મહાપુરુષ કહે છે કે “ભગવાન શ્રી તીર્થકર દેવોની વન-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ એ પાંચ ઘટનાઓ વિશિષ્ટ કોટિની છે. તે વખતે નારકીના સતત દુઃખમાં સબડતા જીવોને પણ ક્ષણમાત્ર પરમસુખની અનુભૂતિ થતી હોય છે.' નારકીના જીવોને આ સમયે યાદ કરવાનું કારણ એ કે એમનો જીવનકાળ અશાતાથી જ ભરેલો હોય છે. એ જીવો ભયંકર પાપકર્મનો બંધ કરીને નરકમાં ગયેલા હોય છે. તેમને માટે શાતા, શાંતિ કે સુખ એ કલ્પનાનો પણ વિષય ન બની શકે એટલી ત્યાં કારમી રીબામણ હોય છે; છતાં એવા પણ એ નરકમાં એ તીર્થકરોના કલ્યાણક પ્રસંગે અજવાળાં પથરાય છે અને એ નારકીઓને ક્ષણમાત્ર શાતાનો અનુભવ પણ થાય છે. એ પ્રભાવ તીર્થંકર પરમાત્માઓનો છે. તેમણે નિકાચિત કરેલા તીર્થંકર નામકર્મનો છે અને એ તીર્થકર નામકર્મને નિકાચિત કરાવનાર એ તીર્થકરોની મહાકરૂણા ભાવનાનો છે. જેના પ્રભાવે નારકીના જીવોને પણ સુખની સંવેદના થતી હોય તો બીજા બધા જીવો સુખ પામે તેમાં કોઈ આશ્ચર્ય નથી. તીર્થકરના જીવનની એ એક એવી ક્ષણ હોય છે કે જેમાં સમસ્ત બ્રહ્માંડ ચૌદ રાજલોકમાં સુખની લહેર ફેલાઈ જાય છે. દેવતાઓનાં અચળ કહેવાતાં સિંહાસનો પણ ચલાયમાન થઈ જતા હોય છે. પ્રચૂર ભોગસુખોમાં-પ્રમાદમાં ગળાડૂબ રહેલા એ દેવોને પણ પ્રમાદમાંથી જગાડવાનું કામ તીર્થકરોની એ નામકર્મની પુણ્ય પ્રકૃતિ કરે છે. દેવોના સમસ્ત આવાસોમાં આનંદની પરિસીમાં રહેતી નથી. એમની દોડાદોડી ચાલુ થઈ જાય છે. તમને હજી આવા ઉજવણીના પ્રસંગે તૈયાર થઈ આવતાં વિલંબ થઈ જાય છે, પણ એ દેવો ક્ષણનો પણ વિલંબ કર્યા વિના દોડી આવે છે. જે પણ સમ્યગ્દષ્ટિ દેવો હોય તે તેમના શાશ્વત આચાર મુજબ પરમાત્માની ભક્તિમાં દોડાદોડી કરે છે. પરમાત્માનું દેવલોકમાંથી હજી તો ચ્યવન થયું છે. હજુ તો માતાના ગર્ભમાં આવ્યા છે. દેહ પણ બંધાયો નથી. છતાં દેવોને-ઈદ્રોને જે આનંદ છે; તેનું કારણ તીર્થકરોના વાસ્તવિક ગુણોનો એમને ખ્યાલ છે એ છે. એ માને છે કે પોતાના આત્માનો ઉદ્ધાર એ પરમતારકોની ભક્તિમાં જ રહેલો છે. પાંચે ઈન્દ્રિયોના - - - - - - - - - - - - - - અંજનશલાકાનાં રહસ્યો