________________ ભોગસુખોમાં નિરંતર લીન રહેનારા પણ ઈન્દ્ર ક્ષણાર્ધમાં એ તમામ ભોગસુખોને ફગાવી પરમાત્માની ભક્તિમાં લીન બની જાય છે. શાસ્ત્રોમાં દેવી સમૃદ્ધિ-સાહ્યબી ઈન્દ્રસભા-વિમાન વગેરેનું જે વર્ણન કર્યું છે, તે જોતાં તેની સામે સમગ્ર મનુષ્ય લોકની તમામ સમૃદ્ધિ, અરે, ચક્રવર્તીની સભા પણ સળગતા અંગારાની સામે કાળા કોલસા જેવી નિસ્તેજ લાગે. દેવવિમાનોની રચના તેનાં એક એક તોરણ, સિંહાસન, એની ભંજિકાઓ વગેરેનું એવું તો અદ્ભુત વર્ણન શાસ્ત્રોમાં-આગમોનાં પાનાંઓમાં કરવામાં આવ્યું છે કે, મોહાધીન ભોગભૂખ્યા લોકોના હાથમાં આવે તો કદાચ પાગલ જ થઈ જાય. ત્યાંની સંગીતનૃત્યની વાતો પણ અલૌકિક હોય છે. એની સામે મનુષ્ય લોકનાં સંગીત-નૃત્યો તો નરી વિટંબના છે. ત્યાંના ભોગો - પાંચે ઈન્દ્રિયોને તરબતર કરી દે એવા. કાળ ક્યાં વીતી જાય એ ખબર ન પડે. અહીંના 500/1000 વર્ષ તો ત્યાંના પલકારામાં વીતી જાય. આ બધું કહેવાનું કારણ એક જ કે આવા પ્રચૂર ભોગમાં રહેલા દેવો-ઈન્દ્રોને પણ પરમાત્માના ચ્યવનનો ખ્યાલ આવે, તે બધા ભોગ મૂકી આનંદિત થવું અને પ્રભુની ભક્તિ માટે સજ્જ થવું એ કેવું હૈયું હોય તો શક્ય બને ? એમાં પણ ઈન્દ્ર મહારાજા પોતાનું સિંહાસન છોડી, પ્રભુ સન્મુખ પાંચ-સાત ડગલાં આગળ વધી ચૈત્યવંદનની મુદ્રામાં શક્રસ્તવ બોલી પરમાત્માની સ્તવના કરે છે. એ બોલવાની રીત, એનો ધ્વનિ, લય, પદ સંપદા - અર્થ ગૌરવાદિનું સંવેદન, તેનો પડઘો એવો પડે કે, સાંભળનાર ભક્તિરસમાં તરબતર બની જાય. દેવો તો નંદીશ્વર દ્વીપ જઈ પરમાત્માની ભક્તિ નિમિત્તે અષ્ટાહ્નિકા મહોત્સવ કરે. તેનો જ તેમને આનંદ હોય છે. ભક્તિના આનંદ સામે એમને ભોગ સુખોનો આનંદ સાવ તુચ્છ લાગે છે. ચ્યવન કલ્યાણક ઉજવ્યા બાદ યોગ્ય સમયમાં જન્મકલ્યાણક ઉજવવાનો અવસર આવશે એ વાત તેઓ સુપેરે જાણતા હોય છે, છતાં પ્રચૂર ભોગમાં ફરી એ વાતને ભૂલી જાય છે. પરંતુ એમાં ય એમનો પુણ્યોદય હોય છે કે સિંહાસન કંપ દ્વારા એ વાત એમના જાણમાં આવી જાય છે. એ પૂર્વે પ્રભુનો જન્મ થતાં જ છપ્પન દિકકુમારિકાઓનાં આસનો પણ કંપિત થાય છે. એ પણ વિવિધ દિશાઓમાંથી દોડીને આવે છે, વિવિધ દિશાઓની રહેનારી હોવાથી તેમને દિકકુમારી કે દિશાકુમારી કહે છે. એ બધી પ્રભુ માતા પાસે આવી માતા અને પ્રભુને નમન કરે છે. માતાને કહે માતાજી ! આપ ભય ન પામો. અમે દિશાની અધિષ્ઠાત્રી દેવીઓ છીએ, ----- -- - ---- - છપ્પન દિકકુમારી મહોત્સવ-જન્મકલ્યાણક