________________ રઘવાટનો અભાવ અને ધીરતા-ગંભીરતાનાં દર્શન થાય છે, તેમની ચાલ પણ ગજગામિની, હંસગામિની હોય છે. આથી જ પ્રભુના માતા સ્વપ્ન જોઈને ઉક્યાં બાદ એકદમ રાજા પાસે દોડી નથી જતાં, પણ સ્વપ્ન જોઈને જાગૃત થયા બાદ પોતાને આવેલ સ્વપ્નને સ્વસ્થતાપૂર્વક બરાબર યાદ કરે છે. મનમાં પાકો નિર્ધાર કરે છે અને તે પછી મહારાજા જે શયનખંડમાં સૂતા છે, તે ખંડમાં ગજગામિની ગતિથી આવે છે. આવીને ઢંઢોળીને “ઊઠો' એમ ન કહેતાં બે હાથ જોડી, ત્રણ વાર આવર્ત કરીને, “સ્વામિનાથ ! આપનો જય થાવ, વિજય થાવ,' એમ મંગળવચનો ઉચ્ચારીને રાજાને જાગૃત કરે છે, પતિને નિદ્રામાંથી ઉઠાડવા માટેનો ઉત્તમ કુળોનો આ પણ એક ઉત્તમ વ્યવહાર હતો. રાજા અવાજ સાંભળીને ઊઠેલા છે, પણ કેમ આવ્યાં ?" તેમ નથી પૂછતાં, રાણીને કહે છે કે “તમે આસન ગ્રહણ કરો.' આજ્ઞા મળ્યા પછી આસન ગ્રહણ કરે છે, એમને એમ બોલતા નથી, આ પણ મર્યાદા છે. તે પછી વાર્તાલાપ શરૂ થાય છે. વાર્તાલાપમાં “સ્વામિનાથ', “મહાદેવી' વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે. રાજા વાત સાંભળ્યા પછી તરત તેનો જવાબ નથી આપતા, શાંતિથી સાંભળીને તેનો વિચાર કરે છે. મધ્યરાત્રિએ જ્યારે મહારાણી સ્વપ્ન કહેવા આવે છે, ત્યારે તેને યોગ્ય જવાબ આપવાની પણ જવાબદારી છે. પોતાની પ્રજ્ઞા મુજબ વિચારીને “મહાદેવી ! તમને ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે એમ જવાબ આપે છે અને આટલું કહ્યા પછી પણ સ્વપ્ન ફળના જ્ઞાતાઓને બોલાવીને તેનો ફળાદેશ જાણવાનું પણ કહે છે. મહારાજાનો જવાબ સાંભળીને પ્રભુની માતા ‘તહત્તિ,’ કહીને તેનો સ્વીકાર કરે છે અને પોતાના ખંડમાં આવીને શયા ઉપર બેસે છે. પંચપરમેષ્ઠિનું સ્મરણ કરી જાગરણ કરે છે. કારણ કે ઉત્તમ સ્વપ્ન આવ્યા પછી સુવાય નહિ. આ બાજુ અચિંત્ય શક્તિશાળી, સમૃદ્ધ સત્તાશાળી ઈંદ્રનું અચળ એવું સિંહાસન પણ ડોલાયમાન થાય છે. ઈંદ્ર મહારાજા કોપાયમાન થાય છે. “કોણ એવો મોટો શત્રુ છે કે જેણે મારું સિંહાસન ડોલાવ્યું.” સમ્યગ્દર્શન છે માટે નિર્મળ અવધિજ્ઞાન છે. તે જ્ઞાન દ્વારા જાણે છે કે પરમાત્માનું ચ્યવન થયું છે, તે જાણીને પોતાનાથી થયેલો પરમાત્માનો અપરાધ ખમાવે છે. જે દિશામાં પરમાત્મા છે તે દિશામાં નમ્રતાપૂર્વક સાત, આઠ ડગલાં આગળ વધીને શક્રસ્તવ દ્વારા પ્રભુની સ્તવના કરે છે અને ક્યારે જગતનો ઉદ્ધાર કરનારા પ્રભુનો જન્મ થાય તેવી ભાવના ભાવે છે. ત્યાર પછી નંદીશ્વર દ્વીપમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરવા જાય છે. સવાર પડે છે, રાજા મંત્રીને કહે છે કે સ્વપ્ન પાઠકને બોલાવો અને મંત્રી દ્વારપાળને કહે છે. આ પણ એક મર્યાદા હતી, દ્વારપાળ આઠ સ્વપ્ન પાઠકોને ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન -- -- -- -- -- -- -- -- -- --