________________ દિવ્ય જ્યોતિનું દર્શન ક્યારે ? * ઘટાદાર વૃક્ષ ચોમેર વિકસીત છે. ફળો લચી પડ્યા છે. પાંદડાઓ લીલાછમ છે. પુષ્પ અને મંજરીઓ ખીલી ઉઠી છે. પક્ષીઓના કલરવથી વાતાવરણમાં દિવ્યતા વ્યાયી છે. ટાય ડિત મુસાફર છટામાં બેસી હશકારો અનુભવે છે. મનોમન વૃક્ષની પ્રશંસા કરે છે. કેવું ઘટાદાર વૃક્ષ ! કેવી ઠંડક ! કેવી છાયા ! પણ તેને ખબર નથી આ બધો જ પ્રભાવ છે ધરતીમાં ઊંડે ઊંડે ધરબાએલા બીજનો.. બીજ અદશ્ય છે છતાં તેનો પ્રભાવ દૃશ્ય છે. બીજ નાનું છે છતાં તેનું પરિણામ વિરાટ છે. વૃક્ષના અપ્રતિમ સૌંદર્યની સાચી કદર ત્યારે જ કહેવાય જ્યારે ધરતીના પેટાળમાં છુપાએલા એ નિસ્પૃહબીજનું દર્શન થાય. તે માટે ધરાના એક એક પડલોને ભેદવા પડે, પરસેવો પાડવો પડે, અખૂટ ધીરજ રાખવી પડે, પછી દર્શન થાય, જરૂર દર્શન થાય. કારણ બીજ ત્યાં હયાત છે જ... શોધો એટલે મળે જ. * વિશ્વના ખૂણે ખૂણે પ્રકાશનો મહાસાગર ફેલાય છે. ઉંધતા જનો જાગૃત બને છે. વનરાજી વિકસિત થાય છે. ચોરો અદશ્ય થાય છે. નર્તચરો ભાગી જાય છે. આ બધો પ્રભાવ છે ગગનના સમ્રાટ સૂરજનો. ભલે તે વાદળોની ઘટાઓથી હાલ ઘેરાયેલો છે, માટે અદશ્ય છે. તેના દર્શન માટે વાદળોના પટલ ભેદવા પડે. * ઘુઘવતા મહાસાગરમાં શું નથી ? આખી દુનિયાના મળ મૂત્ર ત્યાં ઠલવાય છે. કચરા અને ઉકરડા ત્યાં ઠલવાય છે. મડદાઓ પણ ઠલવાય છે. શંખો છે, છીપલાઓ છે, કોડાઓ છે, વડવાનલ છે. જાતજાતના અને ભાતભાતના અગણિત નાના મોટા જીવજંતુ છે. અસંખ્ય નદીઓનું શુભગ મિલન છે. ખારાશ તો સ્વભાવગત વણાયેલી છે. - આ બધું હોવા છતાં તેને કહેવાય છે “રત્નાકર”. કારણ તેમાં બહુમૂલ્ય રત્નોનો અખૂટ ખજાનો છે. તેને મેળવવા તમામ નેગેટીવ પાસાઓ પરત્વે *..11...