Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આન્તરિક અનુભવની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં ઊપયુકત પણ થાય છે, ભય સંજ્ઞામાં ઉપયુકત પણ થાય છે, પરિગ્રહ સંજ્ઞામાં પણ ઉપયુકત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! આહાર ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞાઓમાં ઉપયુકત મનુષ્યમાં કેણ કેની અપેક્ષાએ અલ૫, ઘણ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ભય સંજ્ઞામાં ઉપયુકત મનુષ્ય બધાથી ઓછા હોય છે. કેમકે થેડા મનુષ્યમાં થોડા સમય સુધી જ ભય સંજ્ઞાને સદૂભાવ રહે છે. એની અપેક્ષાએ આહાર સંજ્ઞામાં ઉપયુક્ત મનુષ્ય સંખ્યાત ગણું અધિક છે, કેમકે આહાર સંજ્ઞા અધિકાળ સુધી રહે છે. પરિગ્રહ સંજ્ઞાવાળા મનુષ્ય આહર સંજ્ઞાવાળાઓની અપેક્ષાએ પણ સંખ્યાત ગણ અધિક હોય છે અને મિથુન સંજ્ઞામાં ઉપયુકત મનુષ્ય પરિગ્રહ સંજ્ઞાવાળાએથી પણ સંખ્યાત ગણું અધિક છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! દેવ શું આહાર સંજ્ઞામાં ઉપયુકત થાય છે ? શું ભય સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે? શું મૈથુન સંજ્ઞામાં ઉપયુકત થાય છે? અથવા શું પરિગ્રહ સંજ્ઞામાં ઉપયુક્ત થાય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! બહલતાએ દેવ પરિગ્રહ સંગ્રામાં ઉપયુક્ત હોય છે. કેમકે પરિગ્રહ સંજ્ઞાને જનક, રૂચક, મણિ, રત્ન આદિ તેઓને સદા પ્રાપ્ત રહે છે. પરંતુ આન્તરિક અનુભવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ આહાર સંજ્ઞામાં ઉપ.
ગ વાળા પણ થાય છે. ભયસંજ્ઞામાં ઉપયોગવાળા પણ થાય છે, મિથુન સંજ્ઞામાં ઉપગવાળા થાય છે, અને પરિગ્રહ સંગ્રામાં ઉપગ વાળા પણ થાય છે.
શ્રી ગૌતમસ્વામી -ભગવદ્ ! આહારસંજ્ઞામાં ઉપયોગવાળા, ભયસંજ્ઞામાં ઉપગવાળા મૈથુનસંજ્ઞામાં ઉપગ વાળા, અને પરિગ્રહ સંજ્ઞામાં ઉપયોગ વાળા આ દેવામાં કે કેની અપેક્ષાએ અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન :- હે ગૌતમ! બધાથી ઓછા દેવ આહાર સંજ્ઞામાં ઉપયોગવાળા હોય છે, કેમકે દેવેની આહારની ઈચ્છાને વિરહકાલ ઘણો લાંબે હોય છે અને આહાર સંજ્ઞાના ઉપગને કાળ ઘણે શેડ હોય છે. આહાર સંજ્ઞામાં ઉપયુકત દેવેની અપેક્ષાએ ભયસંજ્ઞામાં ઉપયુકત દેવ સંખ્યાત ગણું અધિક હોય છે. કેમકે ભય સંજ્ઞા ઘણાને હોય છે અને ઘણા સમય સુધી રહે છે. ભય સંજ્ઞાના ઉપયોગ વાળાની અપેક્ષાએ મૈથુન સંજ્ઞા વાળા દેવ અનન્ત ગણા અધિક હોય છે અને પરિગ્રહ સંજ્ઞા વાળા દેવ તેમનાથી પણ સંખ્યાત ગણું અધિક હોય છે.
આઠમું સંજ્ઞા પદ સમાસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩