________________
પ્રસ્તાવના
કથાની રજુઆત આ પદ્ધતિથી છે–પહેલાં તે તે પટરાણીનાં નામ હોય છે. પછી રાજગૃહ નગરમાં ગુણશિલ ચૈત્યમાં ભગવાન મહાવીર પરમાત્મા પધાર્યા છે, ત્યાં પર્ષદા પ્રભુની ઉપાસના કરે છે, તે સમયે તે પટરાણી પ્રભુ પાસે આવીને સુંદર રીતે વિવિધ પ્રકારે નાટક કરીને ચાલી જાય છે, એટલે પછી ભગવાન મહાવીર પરમાત્માને ગૌતમસ્વામી પૂછે છે કે આવી ઋદ્ધિ આ દેવીએ ધી રીતે મેળવી. એટલે ભગવાન તે તે દેવીની પૂર્વભવ કહે છે. પૂર્વભવની વાતમાં પણ ખાસ કરીને નગરી, માતા-પિતાનાં નામ, શ્રી પાર્શ્વનાથ ભગવાનની દેશનાનું શ્રવણ, દીક્ષાની ભાવના, દીક્ષા, દીક્ષા લીધા પછી આચારમાં શિથિલતા, અંત સમયે અણસણ, દેવલોકમાં દેવી તરીકે ઉત્પત્તિ, ત્યાંથી ચવીને મહાવિદેહમાં મુક્તિની પ્રાપ્તિ આ રીતે બધી જ પટરાણીઓની કથા છે. તેમાં પણ પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનમાં કાલી રાણીની કથા જ આ બધા વિસ્તારથી વર્ણવી છે. બીજી બધી જ કથાઓમાં લગભગ નામોલ્લેખ જ મુખ્યતાએ કરેલા છે. આ રીતે બીજે શ્રુતસ્કંધ ધર્મકથા સંક્ષેપમાં પરિપૂર્ણ થાય છે.
જ્ઞાતાધર્મસ્થામાં આવતી કેટલીક ઐતિહાસિક આદિ વિશિષ્ટ માહિતી વિષે શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાલા-૩ માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી ઈસ્વીસન ૧૯૩૧ માં પ્રકાશિત થયેલા ભગવાન મહાવીરની ધાર્મિકથાઓ (નાયધર્મા ) નામના પુસ્તકમાં સ્વ. પં. બેચરભાઈ જીવરાજ દોશીએ કેટલાક મહત્વનાં ટિપણે આપેલાં છે, તથા શ્રી મારામારાનવનિતિ, વ્યા, (રાજસ્થાન) તરફથી વિક્રમ સં. ૨૦૩૭ (ઈરવીસન ૧૯૮૧)માં નિનામા મારા પ્રથા ૪માં પ્રકાશિત થયેલા જ્ઞાતાધર્મકથાકૂની પ્રસ્તાવનામાં સ્થાનકવાસી સંઘના ઉપાચાર્ય શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રીએ પણ ઘણી જાણવા યોગ્ય ઐતિહાસિક માહિતી હિંદી ભાષામાં આપેલી છે. આમાંથી જરૂરી અંશ ઉદ્ધત કરીને, આ પ્રસ્તાવના પૂર્ણ થયા પછી અમે અહીં આપેલો છે. તટસ્થ રીતે તે જોઈ લેવા વાચકોને વિનંતિ છે.
શૈલી-આ સૂત્રની રચના મુખ્યતયા ગદ્યશૈલીમાં છે. વચમાં કોઈક કોઈક સ્થળે પદ્ય આવે છે. એકંદરે આવાં પડ્યો આમાં ૫૭ જેટલાં છે. નવમા માદી અધ્યયનમાં ટીકાકારના જણાવ્યા પ્રમાણે છ ગીતિ તથા આઠ રૂપકો આવેલાં છે. આ રૂપકો પદ્યનો જ એક પ્રકાર જણાય છે.
વાચના--આ ગ્રંથની નાની તથા મોટી એમ બે વાચનાઓ ટીકાકાર આ. શ્રી અભયદેવસરિજી મહારાજના સમયમાં પ્રચલિત હતી, તેમાં મોટી વાચનાને આધારે તેમણે ટીકા રચી છે, એમ ટીકાકારના કથનથી સ્પષ્ટ જણાય છે. જુઓ પૃ. ૩ ટિ૧, પૃ. ૧૦ ટિ. ૨, પૃ. ૧૫ ટિ ૪.
વાવનાત્તાના ઉલ્લેખપૂર્વક તેમણે અનેક રથળે પાઠભેદો આપેલા છે. આવા પાઠભેદો અમે ટિપ્પણમાં ઠામ ઠામ નોંધ્યા છે.
અત્યારે જ્ઞાતાધર્મકથાસૂત્રની તાડપત્ર તથા કાગળ ઉપર લખેલી છે જે હસ્તલિખિત પ્રતિઓ મળે છે તે આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજે રવીકારેલી બૃહત્તર વચનાને મુખ્યતયા અનુસરતી પ્રતિઓ છે. છતાં તેમાં પણ વાચનાંતરના પાઠ જેવા મળે છે, જેમ કે પૃ. ૩૨૯, ૩૩૦માં જે વીસ આય છે તે વાચનાન્તરમાં અધિક મળે છે એમ ટી કારે જણાવ્યું છે. આ વીસ આર્યા અમારા પાસેની બે તાડપત્ર પ્રતિ દે? તથા માં તથા પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં રહેલા મોદીના ભંડારની કાગળ ઉપર લખેલી ૧૦૨૮૯ નંબરની એક પ્રતિ સિવાય બીજી બધી પ્રતિઓમાં મળે છે. દે? તથા માં તથા ઉપર જણાવેલી કાગળની પ્રતિમાં આ વીસ આર્યાઓ નથી. જુઓ પૃ. ૩૨૯ ટિ૦ ૧૩.
વાચના ભેદથી કેટલીક મુશ્કેલી પણ સર્જાય છે, એવો અમને અનુભવ થયો છે. ઉદાહરણ તરીકે, પૃ૦ ૧૧ ૫૦ ૪માં રિહિં સંસ્ટવાળી પાઠ છે, અહીં ટીકાકાર આ. શ્રી અભયદેવસૂરિજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org