________________
પ્રસ્તાવના
૨૯
રાજગૃહ નગરમાં ધન નામના અત્યંત ધનાઢ્ય સાર્થવાહ હતા. તેમને પાંચ પુત્રો અને છઠ્ઠી સુસુમા નામે પુત્રી હતી. ધન સાર્થવાહને બાળકોને રમાડવામાં કુશલ ચિલાત નામનો નોકર હતો. તે સુસુમાને રમાડવા જ્યારે લઈ જતો હતો ત્યારે બીજાં ઘણાં બાળકોને મારતો-ફૂટતો હતો તથા અનેક રીતે ત્રાસ આપતો હતો. એટલે તે બાળકોનાં મા-બાપો ધન સાર્થવાહ પાસે આવીને ખૂબ ફરિયાદો કરવા લાગ્યા. એટલે ધન સાર્થવાહે તેને ઘરથી બહાર કાઢી મૂક્યો. અનેક વ્યસનોથી ભરેલો તે રખડતો રખડતો રાજગૃહ પાસેની સિંહગુફા નામની એક અતિ અતિ ભયંકર ચોરપલ્લીમાં પહોંચ્યો. - તે ચોર પલ્લીમાં પાંચસો ચોરોનો અધિપતિ વિજ્ય નામે ભયંકર ચોર વસતો હતો. તેણે ચિલાતને અનેક ચોરવિદ્યાઓ અને ચોરકળાઓ શીખવી. વિજયના મૃત્યુ પછી ચિલાતને ચોરસેનાપતિ બનાવવામાં આવ્યો. એકવાર તે પાંચસો ચોરોને લઈને ધન સાર્થવાહને ત્યાં લૂંટ કરવા માટે નીકળ્યો. નીકળતા પહેલાં તેણે બધા ચોરોને કહ્યું કે લૂંટનો માલ તમે લેજો અને સુસુમાં હું લઈશ. ભયંકર શસ્ત્રો લઈને ધન સાર્થવાહના ઘેર પહોંચ્યો. આ ભયંકર ચોરોની ટોળીને જોઈને ધન સાર્થવાહ એકાંતમાં ખસી ગયા. ચિલાત ખૂબ ખૂબ માલ-મિલકત તથા સુસુમાને લઈને ગુફા તર, જવા નીકળ્યો. આ બાજુ ધન સાર્થવાહ કિંમતી ભેટછું લઈને આરક્ષકો પાસે પહોંચ્યા અને તેમને કહ્યું કે “તમે ગમે તે રીતે ચિલાત પાસેથી બધું લાવી આપે. બધી માલ-મિલકત તમે લેજેફ સંસમાં મને આપજો..
એટલે આરક્ષકો બરાબર શસ્ત્રસજ્જ થઈને ચિલાતની પાછળ પડ્યા. ચિલાત સાથે લડાઈ થઈ. તેમાં ચિલાતનો પરાભવ થયો. બધા ચોરો માલમિલકત ફેંકી ફંકીને ચાલવા લાગ્યા. તે લઈને આરક્ષકો રાજગૃહ તરફ પાછા ફરવા લાગ્યા.
આ બાજુ ચિલાત ચોરસેનાને વેર-વિખેર થયેલી જોઈને એક મોટી ભયંકર અટવીમાં નાસી ગયો. તેની પાછળ પાછળ ધન સાર્થવાહ પણ પોતાના પુત્રોને લઈને પહોંચ્યા. ધન સાર્થવાહને જોઈને ચિલાતે વિચાર્યું કે મારાથી પહોંચી શકાશે નહિ એટલે તેણે સુસુમાનું મસ્તક કાપી નાખ્યું અને મસ્તકને હાથમાં લઈને નાસવા લાગ્યો. ત્યાં પણ દિશા ભૂલી જવાથી ભૂખ-તરસથી પીડાતો પીડાતો તે સિંહગુફા ચોર પલ્લી સુધી પહોંચતાં પહેલાં જ વચમાં કાળ કરી ગયો.
આ બાજુ ચિલાતે મારી નાખેલી સુંસુમાને જોઈને અત્યંત ઉદ્વિગ્ન થયેલા ધન સાર્થવાહ પાછા કરવા લાગ્યા. પરંતુ પોતાનું સ્થાન ઘણું દૂર હોવાથી ખાધા–પીધા વિના પહોંચવાનું અશકય હોવાથી માત્ર પ્રાણ બચાવવા તથા વસ્થાને પહોંચવા માટે જ સુસુમાના જ મૃત શરીરનો આહાર કરીને તથા તેનું રક્ત પીને સ્વસ્થાને પહોંચ્યા.
તેવામાં રાજગૃહ નગરમાં ભગવાન પધાર્યા. પ્રભુની ધર્મદેશના સાંભળીને ધન સાર્થવાહે પુત્રો સાથે દીક્ષા લીધી. કાળ કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી અવીને મહાવિદેહમાં મોક્ષમાં જશે.
આનો ઉપાય ભગવાન સુધમાં સ્વામીએ એ રીતે જણાવેલ છે કે જે સાધુ કે સાધ્વી દીક્ષા લીધા પછી આ વિનશ્વર અશુચિ શરીરની શોભા આદિ માટે આહાર લે છે તે જગતમાં નિંદ્ય બને છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જે સાધુ કે સાધ્વી ધન સાર્થવાહની જેમ માત્ર શરીરને નિભાવવા માટે તથા મોક્ષ સુધી પહોંચવા માટે જ આહાર કરે છે તે જગતમાં વંદનીય-પૂજનીય બનીને છેવટે સંસાર સમુદ્રને તરી જાય છે.
૧૯. jતી. આ અધ્યયનમાં પુંડરીક રાજાની કથા છે. મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીગિણી રાજધાનીમાં મહાપ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને પદ્માવતી નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org