________________
પ્રતાવના
પાર ઊતરે છે તે કૃષ્ણની શક્તિ જાણવા માટે તેમણે હોડી પાછી મોકલી નહિ. કૃષ્ણ મહામુશીબતે ગંગા પાર કરી. અને જ્યારે પાંડવોની વિચારસરણી તેમણે જાણી ત્યારે કૃષ્ણને એવો ગુસ્સો આવ્યો કે પાંચે ય પાંડવોને કૃણે દેશનિકાલ કર્યા. છેવટે કુંતીની વિનવણીથી દક્ષિણ દેશમાં વસવાટ કરવાની કૃષ્ણ રજા આપી એટલે પાંડવોએ પાંડુ મથુરા નગરી વસાવી અને ત્યાં રહેવા લાગ્યા. ત્યાં તેમને પાંડુસેન નામનો પુત્ર થયો. તેને રાજ્ય સોંપીને પાંચે પાંડવો તથા દ્રૌપદીએ દીક્ષા લીધી. પછી તેઓ નેમિનાથ ભગવાનને વંદન કરવા માટે નીકળ્યા. માસખમણના પારણે ભાસખમણ કરતા તે હસ્તકલ્પ [નગરની બહાર સુધી આવી પહોંચ્યા. હસ્તક૯૫ નગરમાં ભિક્ષા વહોરવા માટે ગયેલા ત્યારે સાધુઓએ સમાચાર સાંભળ્યા કે “શ્રી નેમિનાથ ભગવાન ઉજ્જયંતશૈલ ઉપર મોક્ષમાં પધાર્યા છે. એટલે તરત પાછા ફર્યા અને યુધિષ્ઠિર અણુગારને બધી વાત કરી. તેમણે બધાએ તરત જ નિર્ણય કર્યો અને આહાર પરઠવી દઈને શત્રુંજય પર્વત ઉપર આવીને બે મહિનાનું અણસણ કરીને બધા મોક્ષમાં પધાર્યા.
સાધ્વીજી પાસે રહેલાં દ્રૌપદી છેવટે મહિનાનું અણુસણ કરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયાં અને ત્યાંથી ચવીને મહાવિદેહમાં મોક્ષમાં જશે.
૧૭. મારૂા. આ સત્તરમા અધ્યયનમાં આવી = જાતિવંત અશ્વોની વાત આવે છે.
હતિશીર્ષનગરથી વ્યાપાર માટે સમુદ્રની યાત્રા-પ્રવાસ ખેડનારા ઘણા ધનાઢ્ય વ્યાપારીઓ લવણ સમુદ્રમાં વહાણું લઈને નીકળ્યા હતા. માર્ગમાં પવનના તોફાનથી તેમનાં વહાણ ખેંચાઈને તદ્દન અજાણ્યા કાલિક દ્વીપે પહોંચી ગયાં. ત્યાં તેમણે સુવર્ણ રત્ન વગેરેની અનેક ખાણ તથા જાતિવેત અશ્વોને જોયા. અશ્વો આ વણિકોને જઈને નાસી ગયા અને અત્યંત સુખશાંતિપૂર્વક જંગલનાં ઘાસને ખાવા લાગ્યા. વણિકોએ સુવર્ણ–રત્ન આદિથી પોતાનાં વહાણું ભરી લીધાં અને સ્વદેશ પાછા આવ્યા. કનકકેતુ રાજા પાસે મોટું ભેટછું લઈને ગયા.
' રાજાએ પૂછ્યું કે “તમે ઘણું દેશ-દેશાવરમાં ફરો છો, કંઈ આશ્ચર્ય જોયું હોય તો કહો.” તેમણે કાલિક દ્વીપની સુવર્ણ આદિની ખાણું તથા અશ્વની વાતો કહી. રાજાએ કહ્યું કે “તમે મને ઘોડા લાવી આપો. એટલે તે વણિકો જાત જાતની પાંચે દિયોને મોહિત કરનારી વસ્તુઓ લઈને કાલિક દ્વીપમાં પહોંચ્યા. બધી ચીજો ઘોડાઓ પાસે ધરી, અને બાંધવાના પાશ પણ આજુબાજુ ગોઠવી દીધા. પરંતુ તેમાં જે જાતિવંત અશ્વો હતા તે તો તે વસ્તુઓથી દૂર જ ચાલ્યા ગયા. બીજા જે અશ્વો હતા તે આ વસ્તુઓમાં મોહિત થયા અને પાશમાં બંધાઈ ગયા. જે ઘોડાઓ મોહિત કરનારી વસ્તુઓથી દૂર ચાલ્યા ગયા તે બચી ગયા અને જે ઘોડાઓ આ વસ્તુઓમાં આકર્ષાયા તે બંધાઈ ગયા. આ બાંધેલા અશ્વોને હતિશીર્ષનગરમાં લાવવામાં આવ્યા. અને ત્યાં રાજાને સોંપી દેવાયા. રાજાએ અશ્વમદકોને સોંપ્યા. અશ્વમર્દોથી તે અશ્વો અનેક પ્રકારનાં બંધનો તથા કશપ્રહારો આદિ દ્વારા અનેક પ્રકારનાં દુઃખો પામ્યા.
આનો ઉપનય ભગવાન સુધર્માસ્વામિજી આ રીતે જણાવે છે કે જે સાધુ કે સાધ્વી દીક્ષા લીધા પછી ઇષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ—ગંધમાં આસક્ત થાય છે તે આ અશ્વોની જેમ જગતમાં હીલનાપાત્ર, નિંદનીય, ગોંણીય બનીને પરલોકમાં ઘણાં દુખો પામે છે તથા સંસારમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ કરે છે. પરંતુ જે સાધુ કે સાધ્વી દીક્ષા લીધા પછી ઇષ્ટ શબ્દ-સ્પર્શ-રસ-રૂપ—ગંધથી દૂર દૂર રહે છે તે આકીર્ણ = જાતિમંત અશ્વોની જેમ આ જગતમાં પૂજનીય બનીને પરલોકમાં પણ સુખી થઈને સંસારસમુદ્રથી પાર ઊતરી જાય છે.
૧૮ સુંથમાં. આ અઢારમા અધ્યયનમાં સુસુમા નામે શ્રેષિપુત્રી સાથે સંકળાયેલી કથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org