Page #1
--------------------------------------------------------------------------
________________
- વિશ્વવંદ્યવિચારરત્નાકર
ડિપ્રથમ રાશિ
કરી છોટાલાલ જીવનલાલ
પ્રસિદ્ધ કરનાર છે. ઉપેન્દ્રભગવરસારક પ્રવૃત્તિ પ્રવત' ક
શ્રેયસાધુ કે
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ ઉપેન્દ્રભગવર્મારક ગ્રંથાવલિ, ગ્રંથાંકઃ ૪૫
શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
પ્રથમ રાશિ
રચનાર :
શ્રી વિશ્વ વંઘ . (શ્રી છોટાલાલ જીવનલાલ)
પ્રસિદ્ધ કરનાર શ્રી ઉપેન્દ્રભગવસ્મારક પ્રવૃત્તિપ્રવર્તક
શ્રેયસાધકે
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રથમ આવૃત્તિ : મૂલ્ય રૂા. ૨–૧૨–૦ સર્વાધિકાર સ્વાધીન
[: પ્રકાશક : ચીમનલાલ રાધેકૃષ્ણ ત્રિવેદી
મુદ્રણસ્થાન: અરુણ પ્રિન્ટરી. નવાબજાર,
વડે દ રા. તા. ૫-૩–૧૯૪૮
Page #4
--------------------------------------------------------------------------
________________
प्रास्ताविक उल्लेख શ્રી મહાકાલ માસિકના તંત્રી શ્રી છોટાલાલ જીવનલાલ એક તરવવિદ્ મહાપુરુષ હતા, અને યોગિનીકુમારીની અદ્ભુત રસભરી વાર્તા અને તેમના વિવિધ બોધપ્રદ લેખાપ્રતિ સમગ્ર ગુજરાતની જનતાનું પ્રબલ આકર્ષણ હતું એ સર્વવિદિત છે. માત્ર તત્વવિદ્યાના જ નહિ પરંતુ મનુય જીવનને ઉન્નત કરવામાં અત્યંત ઉપયોગી થાય તેવી સર્વ વિદ્યાકલાના વિષયો મહાકાલ માસિકમાં પ્રતિમાસ તેમની રસભરી લેખિનીથી લખાતા, અને ગુજરાતની જનતા તેમના લેખ માટે શ્રીમથી તપેલા જેમ વર્ષાની રાહ જુએ તેમ એક માસ વીતતાં તે અત્યંત આતુરતાપૂર્વક રાહ જોતી. ગુજરાતી ભાષાને સુંદર, સરળ, અર્થઘન અને રસમય શૈલીથી અલંકૃત કરવાનું કાર્ય આરંભમાં તેમણે જ કરેલું છે, એ સાક્ષરવર શ્રીયુત ૨. વ. દેશાઈ જ નહિ પરંતુ અનેક વિદ્વાને આજે સ્વીકારતા થયા છે. તેઓશ્રીની લેખિનીને આ પ્રભાવ પ્રધાનપણે સંવત્ ૧૯૬૦ પછી વધારે અનુભવમાં આવ્યો છે. શ્રી મહાકાલ માસિપ્રતિ તે પછી સંસ્કારી જનતાનું અત્યંત પ્રબલ આકર્ષણ થયું છે.
ગિનીકુમારીની કથાનો આરંભ ત્યારથી જ થયો છે અને તદુપરાંત અનેક ચમત્કૃતિપૂર્ણ લેખ લખાયા છે. આ રીતે આરોગ્યશાસ્ત્ર, વિજ્ઞાન, રસશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને વિદ્યાકલાની અનેક શાખાઓમાં વિવિધ લેખોથી ગુજરાતી સાહિત્યને તેમણે એટલું સમૃદ્ધ કર્યું છે કે આવી અનેક શાખાઓમાં ઉન્નતિ કરનાર સાહિત્ય-સર્જક તરીકે તેમનું સ્થાન અદ્વિતીય છે. પ્રત્યેક વિષયને ચર્ચવાની તેમની સરળ શૈલી અને વિષયનું સર્વદેશી સ્પષ્ટીકરણ, ગરદન વિષયોમાં પણ સામાન્ય મતિને પ્રબુદ્ધ કરવા સમર્થ છે.
તેઓશ્રીની લેખિનીને પ્રભાવ ચમત્કારિક છે ! એમના શબ્દો ચિતન્યથી ભરેલા છે. તે જડમાં પણ પ્રાણ પૂરવા સમર્થ છે. દુઃખીને સુખાનુભવમાં રમતમાં મૂકી દે છે. શોકાતુરને ક્ષણમાં હસતે કરે છે, માંદાને આરોગ્યના માર્ગે ચઢાવી દે છે ! આવી અસાધારણ શક્તિશાળી તેમની લેખિની ! એમના લેખે વાંચવા કોણ આતુર ન હોય? જેણે મહાકાલ માસિક વાંચ્યાં છે, તે તે નિત્ય ઝંખી રહ્યા છે. શ્રીમદ્ માસ્તર સાહેબ (શ્રીમાન છો. જી.) નું સર્વ સાહિત્ય એકત્રિત ગદ્યરૂપે પ્રકટ થવું જ જોઈએ. સંવત ૧૯૬૮ના માર્ગશીર્ષ કૃષ્ણ પમીએ તેઓશ્રીના દેહવિલય પછી, શ્રીમદ્ ઉપેન્દ્ર ભગવાન પ્રતિ, અનેક સજજને, સંભવિત, પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ તે માટે વિજ્ઞપ્તિ કરી છે. સંયોગ
Page #5
--------------------------------------------------------------------------
________________
વશાત અદ્યાપિ તે કાર્ય થઈ શક્યું નહિ! આજે થાય છે, તેમાં કઈ વિલક્ષણ સંકેત દષ્ટિએ આવે છે! શ્રેયસ્સાધકઅધિકારિવર્ગની સંયમના માર્ગે બહુ ત્વરિત પ્રગતિ થાય અને નિઃશ્રેયસૂની સત્વર સિદ્ધિ સધાય, તેમાટે સંવત ૧૯૫૬ (ઈ.સ. ૧૯૦૦)થી એમની પ્રેરણાથી શ્રેયસાધકવર્ગ શ્રી સાધનસમારંભ નામને ઉત્સવ પ્રતિવર્ષ ફાલ્ગન શુક્લ પૂર્ણિમા (હેલિકા)થી આરંભી સાત દિવસપર્યત પાલન કરે છે. આ ઉત્સવના એ આઘદ્રષ્ટા છે! એ ઉત્સવ તેઓશ્રીના સ્મારકરૂપે પણ શ્રી વિશ્વવંદ્ય-ઉદ્યાનમાં સંવત ૧૯૬૮ના વૈશાખ માસમાં વિશેષઉત્સવરૂપે ઊજવવામાં આવ્યા હતા. આ ઉત્સવને આ વર્ષે ૫૦ વર્ષ થાય છે. સાધનસમારંભને વસ્તુતઃ આ સુવર્ણ મહોત્સવ છે. પૂ. શ્રીમતી જયંતીદેવીના ભગવટવરૂપમાં શમનના કારણથી તેમ જ અન્ય પરિસ્થિતિ પણ અનુકૂળ ન જણાવાથી આ વર્ષે તે ઉત્સવ વિશેષરૂપે ઊજવવા વિચાર છતાં તે કાર્ય બંધ રાખવું પડે છે તેથી થતા અસતિષમાં પણ એક સપનું કારણ મળે છે કે એ ઉત્સવના આઘદ્રષ્ટા શ્રીમાન વિશ્વવંદ્ય-શ્રીમન માસ્તર સાહેબના લેખોના સંગ્રહનું પ્રથમ પુસ્તક આ પ્રસંગે પ્રકટ કરવાનો સુયોગ પ્રાપ્ત થાય છે !
તેમના લેખને સંગ્રહ “વિશ્વવંદ્યવિચારરત્નાકર' એ નામથી પ્રસિદ્ધ કરવાનું ઉચિત લાગ્યું છે. વિશ્વવંદ્ય સંજ્ઞાકાર શ્રેયસાધકઅધિકારિવર્ગને સંસ્થાપક શ્રીમન નૃસિંહાચાર્યજીએ તેમના ભૌતિક તનુના સંકેતને સ્પષ્ટ કરેલે છે અને સાથે સાથે તેમના આધ્યાત્મિક જીવનની ઉચ્ચ કક્ષાની લક્ષણા કરાવી છે. મનુષ્યનું અંતઃકરણ ભક્તિજ્ઞાનના સંસ્કારોથી પલટાઈ નવીન રૂપ ધારણ કરે છે. આ તેને નૂતન જન્મ છે. પાશ્ચાત્ય તત્વચિંતકે પણ આ આધ્યાત્મિક પુનર્જનમ (Spiritual rebirth)ને સ્વીકારે છે. અને એ નવીન દેહની લક્ષણ કરાવવા કેટલાંક ગૂઢવિદ્યાની ઉપાસના અર્થે સ્થપાયેલ મંડળોમાં દીક્ષા સમયે નવીન નામની સંજ્ઞા આપે છે. જર્મન લેખક કેરેલ વેનકટર (Karel weinfarter) “Man's Highest Purpose' (મનુષ્યનું સર્વોત્તમ ધ્યેય) એ નામના પુસ્તકમાં જણાવે છે કે આવાં નામમાં વિશેષ મહત્વ નથી; પરંતુ એ નામ જ્યારે અંતરાત્મારૂપ ગુરુ ધુરાવે છે ત્યારે તે વિશેષ મહત્ત્વપૂર્ણ હોય છે, અને તે મનુષ્યની ઉચ્ચ કક્ષાનું દ્યોતક થઈ રહે છે. કૅથલિક ધર્મ વગેરેમાં દીક્ષા વખતે અપાતાં નામસંબંધમાં સ્પષ્ટતા કરતાં તે જણાવે છે:
These names are meaningless, while the name given by God contains that sacred magical power, which at
Page #6
--------------------------------------------------------------------------
________________
૩
the same time expresses the inner individuality of the mystical student. ભાવાર્થ-આ જે નામ આપવામાં આવે છે તેના ક અર્થ નથી. પર ંતુ અંતર્યાંની શ્વિર જે નામ તેનામાં સ્પુરાવે છે તેમાં ચમત્કારિક સામર્થ્ય રહેલુ હાય અને તે નામ તે અધ્યાત્મવિદ્યાના ઉપાસકના આંતરજીવનને સ્પષ્ટ કરે છે. આગળ જણાવે છે: The imparting of a new name means the transformation of the mystic into a new This name is impressed upon the mystic with the divine stamp and remains fixed for ever on his soul. નવા નામની સંજ્ઞા ઉપાસકના જીવનના પરિવર્તનની સૂચક છે. આ સંજ્ઞા એના ઉપર દૈવી મુદ્રારૂપે અંકિત થાય છે અને તેના આત્માઉપર સ્થાયી સ્થપાઈ રહે છે.
man.
શ્રીમન નૃસિ ંહાચાર્યજીની રચેલી સ્તુતિ જે પુષ્પાંજલિ રૂપે ગાવામાં આવે તેમાં ‘મુદ્રા તપાવી અતિ સદ્ય નૃસિંહુ ચાંપો' એ પંક્તિ છે, તેમાં આ દેવી મુદ્રાનુ' જ સૂચન સ્પષ્ટ થાય છે.
આ નુતન દેહના જન્મ શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષયોગદૃષ્ટિથી જોઈ શકે છે. શું આ આંખે ઈશ્વરનું દન થઈ શકે છે ?” એવા એક શિષ્યને ઉત્તર આપતાં એ મહાપુરુષ જણાવે છેઃ “ઘલ નેત્રાવડે તેને જોઇ શકાતા નથી. સાધનભજન કરતાં કરતાં એક પ્રકારના પ્રેમના દેહ ઘડાય છે. તેનાં નેત્ર, તેના કાન, સપ્રેમનાં બનેલાં હાય છે. એ નેત્રવડે ઈશ્વરને જોઇ શકાય છે–એ કાનવડે તેની વાણી સભળાય છે..."
દિવ્યદૃષ્ટિથી શ્રીમન્નસિંહાચાર્યજીએ શ્રીમન માસ્તર સાહેબને અપેલી સંજ્ઞા આ પ્રમાણે અત્યંત અસૂચક છે અને તે સપૂર્ણ ચરિતાર્થ થયેલી અનુભવમાં આવેલી હાવાથી શ્રેયસાધકા શ્રી વિશ્વવંદ્યના નામથી જ તેમના વિષેના સવ વ્યવહાર કરે છે અને તેમના લેખોના સંગ્રહ એ નામસ ંજ્ઞાથી યુક્ત કરી ઉપર જણાવ્યું તે નામથી પ્રસિદ્ધ કરવાની યોજના વિચારી છે. શ્રેયસ્સાધાને તો આ વસ્તુ સ્પષ્ટ છે પરંતુ તટસ્થ જનતાને માટે આ સ્પષ્ટીકરણની અગત્ય સ્વીકારી છે.
તેઓશ્રીના સવ લેખે એક જ ગ્રંથરૂપે પ્રસિદ્ધ કરવાનુ અનેક રીતે અનુકૂલ પડે તેમ નથી અને તેથી વિભાગરૂપે પ્રકટ કરવામાં આવશે. આ પ્રથમ વિભાગ એ રત્નાકર–નની ખાણમાં પ્રથમ રાશિ-સમૂહ છે. આ પ્રથમ રાશિમાં મુખ્ય બે લેખ પ્રસિદ્ધ થાય છે. સુખનાં સરળ સાધના અને વિચારરત્નરાશિ.
Page #7
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધનો સુખ એ પ્રાણીમાત્રની ઈચ્છાને વિષય છે. એ સુખની પ્રાપ્તિ માટે જ જીવનભર તે પ્રયત્ન કરતે રહે છે, છતાં સુખ તેનાથી દૂર ને દૂર જતું તેને ભાસે છે. સુખરૂપ એક સુંદર ફલ છે. પરંતુ જે તરઉપર તે રહેલું છે તે તરુ બહુ જ ચમત્કારિક છે. સુખની પ્રાપ્તિ માટે–તે સુંદર મેહક ફલને લેવાને માટે તે જયાં હાથ લંબાવે છે ત્યાં તે તરુવર પણ ઊંચું જતું જાય છે. પરિણામે તે ફલ તેને પ્રાપ્ત થતું નથી. અંતે નિરાશામાં તેનું આયુષ્ય પૂર્ણ થાય છે. આમ થવામાં તે ફલની પ્રાપ્તિ માટે કેઈ અપૂર્વ શક્તિ-સામર્થ્યની તેને જરૂર છે. એ સામર્થ્ય પ્રાપ્ત થતાં તે સુંદર ફલ તેને સહજમાં હસ્તગત થાય છે. આ શકિત–સામર્થ્ય તે અધ્યાત્મશક્તિ છે. તે સામર્થ્યનું મૂલ પરમતત્ત્વ પરમાત્મા છે. તેમાંથી એ સામર્થ્ય પ્રાપ્ત થતાં મનુષ્ય સુખરૂપ થઈ રહે છે. આ પરમતત્વમાંથી એ સામર્થ્ય પ્રાપ્ત કરવાના સરળ સાધન જે મનુષ્યને પ્રાપ્ત થાય તે તે બહુ સરળતાથી આ અદ્ભુત ફલને પ્રાપ્ત કરી શકે. આવાં સરળ સાધને દર્શાવવાને શ્રીમાન વિશ્વવંદ્યને પ્રયત્ન છે. તેમના અંતઃકરણમાં એક જ ઊર્મિ પ્રબળપણે ઉછાળા મારતીઃ “મનુષ્ય પોતાની આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને આર્થિક ઉન્નતિના શિખરે ચઢી અત્યંત ઉત્કૃષ્ટ સુખાનુભવમાં અખંડ સ્થિતિ કરે, તે માટે તેને બહુ સરળ રાજમાર્ગ ઉપર ચઢાવી દેવું જોઈએ.” આવા રાજમાર્ગની શોધ માટે નિરંતર તેમની જિજ્ઞાસા રહેતી અને એના પરિણામે
એમના અંતર્યામી ઈશ્વરને પ્રાર્થતાં–જે ઈશ્વર એમના પ્રેમદેહની કે જ્ઞાનદેહની દિવ્યદૃષ્ટિને પ્રત્યક્ષ હતા તેમને પ્રાર્થતાં જે સુંદર વિચારશ્રેણી તેમને અંતરમાં સ્જરેલી છે તે જ આલેખવાને પ્રયત્ન કર્યો છે એ પુસ્તકના આરંભમાં જ વાચકને જણાશે.
આપણું શાસ્ત્રો તે ડિડિમ વગાડીને કહે છે: પરમાત્મા આનંદધન-સુખઘન છે. તેમાં તન્મયતા થતાં મનુષ્ય અવર્ણનીય આનંદપભોગ કરવા સુભાગી થાય છે. તે જ પ્રમાણે બાઈબલ પણ કહે છે:-Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. પ્રથમ પરમેશ્વરનું પદ પ્રાપ્ત કરે અને પછી ઈહ પરલોકનાં સર્વસુખ તમારા માટે જ છે! બંધુઓ, આ અચલ સિદ્ધાંત છે. શ્રીમાન વિશ્વવંદ્યની લેખિની તમને એ અદ્ભુત સુખના સિંધુમાં નિમજજન કરવાની અનેક સરળ યુક્તિઓ આપવા સમર્થ હતી. પરંતુ આ ગ્રંથ શ્રી મહાકાલ માસિકના છએક અંકમાં જ પ્રકટ થઈ પછી અપૂર્ણ રહ્યો છે તેથી નિરાશ
Page #8
--------------------------------------------------------------------------
________________
થવાની અગત્ય નથી. જે ચાળીશેક પૃષ્ઠ પ્રસિદ્ધ થયેલાં છે તેમાં પણ પરમાત્માના સ્વરૂપને એવું સુંદર અને સરળપણે તેમણે સ્પષ્ટ દર્શાવવા પ્રયત્ન કર્યાં છે કે તમે જે બુદ્ધિપૂર્ણાંક સ્થિરતાથી તેને અવલાકશે તે પરમાત્મા જે તમને અત્યારે અત્યંત દૂર દૂર ભાસે છે, તે પરમાત્મા તમને નિકટમાં નિકટ, તમારા હૃદયમાં, પ્રત્યક્ષ દેખાવા માંડશે !
આ ઉપરાંત એ પરમાત્માના અનુભવ માટે એક સુંદર ભાવના તેમાં બતાવેલી છે. એ ભાવના જેમ જેમ તમે શાંતિથી, ધૈયથી, એકાગ્રતાથી, અન્ય ચિંતના ત્યાગીને કરતા જશે તેમ તેમ તમે એ પરમાત્માના સ્વરૂપમાં તન્મયતા અનુભવતા જશેા, અને જેમ જેમ એ અનુભવની કલા વૃદ્ધિંગત થતી જશે તેમ તેમ તમે સુખની ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટતર કલાને અનુભવતા જશે.
સુખને—અવિચલ સુખને પામવાનો આ જ રાજમા છે. એ રાજયોગ છે. એક જ ચાવી સુખના અમૂલ્ય રત્નના ભંડારને ખોલી દેશે. વાંચા-વિચારો, અભ્યાસમાં જોડાઓ–ખૈર તયપૂર્વક અભ્યાસ કરો. ફલ ઈશ્વર આપ્યા વિના રહેનાર નથી.
વિચારરત્નરાશિ
પ્રિય સુહદ્ ! સુહૃદ્ શબ્દનો અર્થ જાણેા છે? મિત્ર ખરા, પણુ મિત્ર એટલે? જેનું હૃદય સું અર્થાત્ શોભન છે, સુંદર છે તે. તમે શુદ્ધ સસ્કારી, વિશુદ્ધ પ્રેમાત્મા છે। જાણી તમને સમેધી આ સુંદર, મૂલ્યવાન નહિ પણ અમૂલ્ય, રત્નરાશિ માટે કહેવા વૃત્તિ પ્રેરાય છે. જગત્ આખું ઐશ્વર્યાં, વિભૂતિને ઇચ્છે છે. પૃથ્વીપટઉપરની ખાણાનાં રત્ને-વાસ્તવ દષ્ટિએ પથ્થર-સંગ્રહવા યત્ન કરે છે ! હીરા, માણેક, નીલમ,પન્ના વગેરેનો સંગ્રહ જેમ વિશેષ તેમ પોતાને મનુષ્ય સુખી માને છે. પરંતુ આવા મૂલ્યવાન રત્નાના ભડારભરેલા ધરમાં મનુષ્યા પરમ સુખાનુભવી છે, એમ શું તમારી વૃત્તિ સ્વીકારે છે? દુઃખ, વ્યાધિ, મૃત્યુ, હષઁ, ભય, શાકના પ્રસંગોએ તેમને આ રત્ન–ભડારાની મધ્યમાં પારાવાર દુઃખમાં ડૂબેલા નથી જોતા ? શાથી? આ રત્ના સાચાં રત્ના નથી-પથ્થર છે ! પરંતું વિચારની જે અમૂલ્ય રત્ના આ સુંદર ગ્રંથમાં ભરેલાં છે, તેમાથી એકએક રત્ન પણ જો તમે ધારણ કરશો તો તમારા ઐશ્વય ના પ્રકાશ એવા વિસ્તરશે કે તમને તેનાથી આશ્રય ઉત્પન્ન થયા વિના નહિ રહે ! આ એકએક વિચાર રત્ન નથી– ચિંતામણિ છે. તેના વડે તમે રત્નાના ભડારના ભંડાર તમારે સ્વાધીન કરી શકા છે. જગત્ત્યુ સામ્રાજ્ય નહિ. વિશ્વનુ સામ્રાજ્ય ખરીદ કરી શકે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
જુએ શ્રીમાન ગાંધીજીએ એક જ અહિંસા-અથવા વિશુદ્ધ પ્રેમના એ ચમત્કારિક બલવડે મહાભયંકર શસ્ત્રાઉપર પણ વિજય મેળવ્યો છે એ તે તમે પ્રત્યક્ષ જોયું ને? સત્ય, પ્રેમ, શ્રદ્ધા, અને આત્મવિચારનાં અણુમૂલાં આવાં અનેક રત્ન આ રત્નરાશિમાં ભરેલાં છે. તે રત્ન ધારણ કરતાં તમે જગતના મહાન પુરુષના પદને પ્રાપ્ત કરવા સમર્થ થશે એ નિર્વિવાદ છે. એ ધારણ કરવાની કલા છે. તે કલા આ સુંદર ગ્રંથ તમને સ્વાધીને કરશે.
ધારણ કરવાને અર્થ જાણો છો? તમારા જીવનમય બનાવવાં. એ એક વિચાર તમારા જીવનના તારેતારમાં વણાઈ જાય એ જ તેને ધારણ કર્યો કહી શકાય. શ્રી ગાંધીજીના જીવનના એકેએક પ્રસંગમાં અહિંસાત્મક નહિ એવું વર્તન કદી તમે જોયું છે? એનું નામ એ વિચારરત્ન ધારણ કર્યું કહી શકાય!
આ ગ્રંથ આ રીતે છૂટાં અમૂલ્ય રત્નોનો સમૂહ છે. એક સળંગ શાસ્ત્રીય પ્રક્રિયાને આ ગ્રંથ નથી. પરંતુ શાસ્ત્રીય વિચારશ્રેણીથી ભરેલા ગ્રંથો તે વાચકને શબ્દજાલમાં એવા ગૂંચવી નાંખે છે કે તેમાથી મુક્ત થઈ મનુષ્ય પિતાના કર્તવ્યની દિશામાં પ્રયાણ કરી શકતું જ નથી. એટલા જ માટે ભગવાન શંકરાચાર્ય જેવાએ પણ કહ્યું છેઃ
शब्दजालं महारण्यम् चित्तविभ्रमकारकम् ।
अतः प्रयत्नात् ज्ञातव्यं तत्त्वज्ञात् तत्त्वमात्मनः ॥ શબ્દજાલ મહા અરણ્ય જેવી છે. ચિત્તને ભ્રમિત કરનારી છે. આત્મતત્વનું જ્ઞાન તેથી આત્મદશ તત્ત્વજ્ઞ પુરુ પાસેથી જ પ્રયત્નવડે જાણી લેવું જોઈએ.
પ્રિયાબંધુ! આ સુંદર વિચારે અધ્યાત્મવિદ્યાના બ્રહ્મવિદ્યાની સિદ્ધિના માર્ગમાં લઈ જનારા પરમ શ્રેયસ્કર વિચારે છે. શ્રીમાન વિશ્વવંદ્ય જેવા તત્વદશ મહાપુરુષ અદ્દભુત સરળતાથી તમારા જીવનમાં ઉતારવાની અપૂર્વ કલા તમને હસ્તગત કરે છે ! હાથ લંબાવે. વિચાર લઈ લે. તમારા જીવનમાં વણી લે. ધારણ કરે. તમારા જીવનને તેથી અલંકૃત કરે. તમે જગતમાં કઈ અદ્ભુત કાર્યો કરી શકશે. જોયું ને ગાંધીજીના સિદ્ધાંતનું પ્રાબલ્ય ? એમને વિજય એ અધ્યાત્મવિદ્યાને જ વિજય છે. ભારતવર્ષને તે એ યુગયુગ જાન મહામંત્ર છે. અધ્યાત્મશક્તિ એ જગતમાં સર્વોપરી શક્તિ છે. એ ઈશ્વરી શક્તિ છે. એનું સામર્થ્ય અમાપ છે.એ અધ્યાત્મશક્તિ પ્રાપ્ત કરાવનાર આ “વિચારરત્નાશિનાં સુંદર ચમત્કૃતિપૂર્ણ વિચારેને વાંચી ધારણ કરે. વિજય, શ્રી, યશ, ઐશ્વર્ય તમારા ચરણમાં છે!
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री विश्ववंद्यविचाररत्नाकर
( प्रथम राशि )
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
તત્ સત્ | છે શ્રી રાજુ vમાત્મને નમઃ II
सुखनां सरल साधनो
સુખસ્વરૂપ અને જ્ઞાનસ્વરૂપ પરમાત્મન ! આપને હૃદયમાં અદભાવે યજું છું. સર્વશક્ત તથા અનાદ્યનંત પ્રભો ! આ કલ્યાણકારક ગ્રંથ લખવામાં આપ આ મતિમાં એવો પ્રકાશ નાંખવા કૃપા કરજે કે જેથી આ સ્થળે સત્ય વચને જ લખવા તે સમર્થ થાય. આપને અનંત જ્ઞાનપ્રકાશ આ અંતઃકરણમાં આવવામાં જે જે અંતરાયે નડે તેને દૂર કરવા આપ કૃપાળું થજે. જગતનાં મનુષ્ય જે આપનાં જ સ્વરૂપ છે, તેમને આપનું યથાર્થ જ્ઞાન પ્રકટે, તથા જે અર્થે તેમને આ જગતમાં ઉદય છે, તે અર્થ સિદ્ધ કરી તેઓ આપના સ્વરૂપને અખંડ અભેદ અનુભવ કરી અખંડ સુખમય થઈ રહે, એવાં વચને લખવા આ મતિમાં બળ આપવા આપ જ સમર્થ છે. આ શરીર, મતિ તથા વાણી આપનાં યંત્રો છે. આપ ચાલક પરમાત્મા તેમને જનસમુદાયનું હિત સધાય, તે માર્ગે પ્રવર્તાવજે. આ સતપ્રયત્ન આપના જ યશને વિસ્તાર કરનાર છે.
પ્રિય વાંચનાર! પરમાત્માની પ્રેરક સત્તાથી આ સ્થળે સુખનાં સરલ સાધને લખવાને ઉપક્રમ કરવામાં આવે છે. આજ સુધીમાં અસંખ્ય પરોપકારી મહાપુરુષોએ જનસમુદાય કેમ સુખી થાય, તે ઉપાયને અસંખ્ય ગ્રંથ લખી વર્ણવ્યા છે. આજે પણ અનેક સત્પષો પિતાનું પરોપકારી જીવન એ અર્થે ગાળે છે. તે સર્વેએ સુખના જે ઉપાય વર્યા છે, તેથી આ ઉપાય કંઈ જુદા પ્રકારના છે, એમ નથી જ. જેમ ભૂખને હરનાર અને પોષણ આપનાર આહારના પદાર્થો અસંખ્ય પ્રકારના હોય છે, પરંતુ તેમાં પિષણને આપનાર તો તે એક જ પ્રકારનાં હોય છે, તેમ દુઃખને ટાળનાર અને સુખને આપનાર અસંખ્ય ગ્રંથ લખાયા છે, પરંતુ તેમાં સુખને આપનાર ઉપાયોનું તત્ત્વ તે એક જ પ્રકારનું હોય છે. ઉપાયોને વર્ણવવાની રીતમાં જ ભેદ હોય છે. કોઈ ઘઉને એવા પ્રકારને ખાવાને પદાર્થ બનાવે છે કે તે કઈને ભાવે છે, અને કેઈને નથી ભાવતે. તેમ કોઈ પરેપકારી પુરુષો સુખનાં સાધનેને એવા પ્રકારે વણે છે, કે તે કેટલાકને રુચિકર થાય છે, ત્યારે કેટલાકને તે અણગમો અથવા
Page #13
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
ત્રાસ ઉપજાવનાર થઈ પડે છે. જે પદાર્થો દાંતવાળા હસે હસે ખાય છે, તે જ પદાર્થો દાંત વિનાનાં બાળકે તથા વૃદ્ધોને પ્રિય લાગતા નથી, તેમ સાધનનું પણ હોય છે. કેટલાંક સાધને કેટલાકને બહુ પ્રિય લાગે છે, ત્યારે બીજા કેટલાકને તેને અભાવ હોય છે; પરંતુ જેમ દાંતવિનાના મનને સેપારી કે એલચી કે એવી જ વસ્તુઓ ખાંડણીમાં ઝીણી ફૂટીને આપવામાં આવે છે, તે તે જ પદાથૈને તે પ્રીતિથી ગ્રહણ કરે છે, તેમ અપ્રિય ભાસતાં સાધને પણ જ્યારે મનુષ્યોને સરળ કરીને આપવામાં આવે છે, ત્યારે તેઓ તેનું પ્રીતિથી સેવન કરે છે. આમ હેવાથી અત્ર પૂર્વ મહાપુરૂષોએ સુખનાં જે સાધન વિવિધ ગ્રંથોમાં લખ્યાં છે, તેને જુદા પ્રકારથી સરળ રૂપમાં વર્ણવવા પ્રયત્ન કરવા ધાયું છે.
આ પ્રયત્ન પૂર્વે કેઈએ નહિ કર્યો હોય તથા આજે કોઈ નથી કરતું એમ કહેવાનું તાત્પર્ય નથી. સર્વકાળે મહાપુ આવો પ્રયત્ન કરે જ છે, અને જે સમયે તે પ્રયત્ન થયો હોય છે, તે સમયે તે તે સમયના મનુષ્યને રચિકર થઈ પડે
એવા પ્રકારે જ બહુધા તે પ્રયત્ન થયો હોય છે. પરંતુ તે સમય બદલાતાં, અને - ભિન્ન પ્રકૃતિનાં મનુષ્ય ઉત્પન્ન થતાં પછી તે પ્રયત્ન તે નવીન મનુને બહુ ઉપયોગી થઈ પડતું નથી. આ પ્રમાણે સમયે સમયે વિવિધ પ્રકૃતિનાં મનુષ્યો ઉત્પન્ન થતાં રહેતાં હોવાથી જ એકની એક વાતને વર્ણવનાર અસંખ્ય પ્રકારના ગ્રંથ લખાયા છે, અને લખાય છે.
સુખનાં સરલ સાધન આ ગ્રંથમાં જે રીતે લખવા પ્રયત્ન આદર્યો છે, તે જ પ્રકારે અન્ય કોઈએ લખ્યું હશે અથવા આજે લખે છે તેથી આ ગ્રંથ ન લખવો, એમ કંઈ નીકળતું નથી, કારણ કે એક ગામમાં જેમ એક જ જાતને માલ તૈયાર કરનાર અનેક મનુષ્યો દેવા, એ કઈ અયોગ્ય ગણાતું નથી, અથવા એક જ જાતના માલને વેચનાર વ્યાપારીઓની દશવિશ દુકાને હોવાથી કોઈને તેમાં દોષ કાઢવા જેવું જણાતું નથી, તેમ આ પ્રકારના પ્રયત્ન બીજા કેઈએ કરેલ હોય તે પણ તેથી આ પ્રયત્ન દોષવાળો ગણવાનું, અથવા નિરર્થક ગણવાનું કશું જ પ્રયોજન નથી.
સુખને મેળવવાને ઉપાય જ્ઞાન છે, એમ સર્વ સંપુરષો તથા શાસ્ત્રો એકે અવાજે કહે છે, અને જનસમુદાય તે વાર્તાને સ્વીકારે પણ છે, કારણ કે મનુષ્ય જ્યાંત્યાં સુખને મેળવવા માટે કંઈ પણ જાણવાના પ્રયત્નને જ કરતા જોવામાં આવે છે. પરંતુ અખંડ સુખને આપનારું જ્ઞાન કયે ઉપાય, શું કર્યું, ક્યાં ગમે
Page #14
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ] મળતું હશે, એ વિષે અસંખ્ય મનુષ્યોને ભારે મુઝવણ થાય છે. તેઓ આ જ્ઞાન મેળવવાને ઘડીકમાં એક ગ્રંથ વાંચે છે, તે ઘડીકમાં બીજે વાંચે છે, ઘડીકમાં એક વિદ્વાનને પૂછે છે, તે ઘડીકમાં બીજાને પૂછે છે, ઘડીકમાં એક સપુરુષને આશ્રય ગ્રહણ કરે છે, તે ઘડીકમાં બીજાને ત્યાં જાય છે, ઘડીકમાં શાસ્ત્રો વાંચે છે, તો ઘડીકમાં કથાઓ સાંભળવા જાય છે, ઘડીકમાં એક મંડળમાં દાખલ થાય છે, તે ઘડીકમાં બીજા સમાજમાં જાય છે, ઘડીકમાં આ વક્તાનાં વ્યાખ્યાને સાંભળે છે, તે ઘડીકમાં બીજા વક્તાનાં વ્યાખ્યાને સાંભળે છે, ઘડીકમાં જપ કરે છે, તે ઘડીકમાં કીર્તન કરે છે, ઘડીકમાં ધારણ ધ્યાનને સેવે છે, તે ઘડીકમાં પ્રાણાયામ પાછળ પડે છે, ઘડીકમાં મૂર્તિને સેવે છે, તે ઘડીકમાં ઈશ્વર નિરાકાર હશે એમ માની નિરાકારનું ધ્યાન ધરવા પ્રયત્ન આરંભે છે. આજે આ તે કાલે બીજું, પરમ દહાડે ફલાણું તે ચોથે દહાડે અમુક, એમ અસ્થિર ચિત્તથી જુદા જુદા ઉપાયો કરે છે. શું કરવું તે અસંખ્ય મનુષ્યોને સૂઝતું નથી. શાસ્ત્રોમાં જ્ઞાનના ઉપાયો વર્યા છતાં તેમાંથી બુદ્ધિની અપકવતાથી તેમને સીધે સરળ માર્ગ જણાતું નથી. જ્ઞાનની ઈચ્છા તે નિરંતર થયા કરે છે, પરંતુ કઈ દિશા લેવી તેનું સ્પષ્ટ ભાન થતું નથી. ચકલીના બચ્ચા પાસે ખાવાને પદાર્થ પડ્યો છે, પણ ચાંચમાં ચાવી ઝીણો કરી તેના મુખમાં મૂકી આપનાર માતા નથી; અને બચ્ચે ક્ષુધાથી કોમળ સ્વરે ચીંચીં કરે છે.
પૂર્વે જે પિશાકને લેકે શોભા આપનાર માનતા હતા, તેને પહેરતાં આજે ઘણાને અત્યંત શરમ ઊપજે છે. એક અંગ્રેજી ભણેલા મનુષ્યને આજે પુષ્કળ ઘેરવાળે જામે પહેરવા કહ્યું હોય, અથવા લાંબી ચાંચવાળા જોડા પહેરવા આપ્યા હોય, તે તેથી તેને ભારે અપ્રસન્નતા થાય છે. શરીર ઢાંકવાનું તથા પગનું રક્ષણ કરવાનું કાર્ય જેટલું કેટ તથા બૂટ કરે છે, તેટલું જ જામે તથા જેડા કરે છે, પરંતુ જામે તથા જોડા આજના કેળવાયેલા સમયમાં લેકેને પ્રિય નથી. આથી કાળને અનુસરીને, તથા લેકેની રુચિને જોઈને જેમ દરજી તથા મોચી વસ્ત્રો રસીવવાની તથા જેડા કરવાની પિતાની રીત બદલે છે, તેમ પ્રત્યેક યુગમાં સુખના સાધને વર્ણવનાર પુરુષો પણ તે સાધનને લેકેની રુચિને પ્રિય લાગે એવા રૂપમાં ગોઠવવા પ્રયત્ન આદરે છે. જેમ ગામડિયા ઘાટના ગણાતા ડાનું તથા જમાનું, તથા કેટનું તથા બૂટનું પ્રયોજન સરખું જ હોય છે, તથા જેમ બમાં વસ્ત્ર તથા ચામડું જ વપરાય છે, તેમ એક સમયે લેકની સચિઅનુસાર વયલાં સાધનનું તથા બીજે સમયે તે સમયના લોકોની રુચિ અનુસાર
Page #15
--------------------------------------------------------------------------
________________
| શ્રી વિશ્વવંધવિચારરત્નાકર
વર્તાયલાં સાધનોનું પ્રયોજન સરખું હોય છે, તથા સ્વરૂપે ભિન્ન જેવાં ભાસતાં છતાં રહસ્યમાં તથા ક્રિયામાં ભેદવાળાં હતાં નથી.
આ લેખમાં આજની પ્રજાને અનુકૂળ થઈ પડે, તેવી રીતે સાધનને વર્ણવવા પ્રયત્ન કરવા ઉદ્દેશ રાખ્યો છે. આથી એમ કહેવું નથી કે પૂર્વ પુએ વર્ણવેલાં સાધનનાં સ્વરૂપે પ્રજાને અનુકૂળ પડતાં નથી. જેમને તે
અનુકૂળ ભાસતાં હોય તેમણે સુખેથી તેને સ્વીકાર કરવો. તેમને માટે આ ગ્રંથ નથી. પણ જેમને તે અનુકૂળ ન ભાસતાં હોય તેમને કર્તવ્યની કંઈક દિશા દર્શાવવા માટે આ ગ્રંથને ઉદ્દેશ છે.
પૂર્વે કહ્યું તેમ સુચછક મનુષ્યમાંથી ઘણાને સુખ મેળવવા શું કરવું તે આજે સૂઝતું નથી. સુખના માર્ગમાં શરૂઆત ક્યાંથી કરવી, એકેક પગલું આગળ કેવી રીતે ભરવું, અને પરિણામે પહોંચવાના સ્થળે શી રીતે પહોંચવું, એની ઘણાને ગમ પડતી નથી. ગીતા વાંચે છે તે તેમાં તેમને વિરોધ જણાય છે, ભાગવત કંઈક જુદું જ કહેતું હોય એમ તેમને ભાસે છે, વેદાંતના જુદા જુદા ગ્રંથેમાંથી વળી ત્રીજે જ સિદ્ધાંત નીકળતું હોય એમ તેમને લાગે છે. કેઈ યોગની જરૂર કહે છે, કઈ કર્મોની જરૂર કહે છે, કેઈ ભક્તિવિના સઘળું નિષ્ફળ છે એમ કહે છે, કઈ કેવળ જ્ઞાનથી જ સુખને સંભવ સૂચવે છે, અને આ ડખામાં તેમનું ચિત્ત ડહોળાઈ જાય છે. વાયુપ્રકૃતિવાળા મનુષ્યને જેમ ચગડોળમાં બેસવાથી ફેર આવે છે, તેમ શાસ્ત્રોમાંથી સત્ય નિશ્ચયોને તથા કર્તવ્યને તારવી કાઢવામાં અસમર્થ મનુષ્યોને આ શાસ્ત્રો જોઈને તથા હજારે મનુષ્યની હજારે વાત સાંભળીને ભારે ભ્રાંતિ થાય છે. અને ઘણી વખતે તેઓની અભ્રષ્ટ તથા તતભ્રષ્ટ જેવી સ્થિતિ થાય છે.
આવી કરણુજનક સ્થિતિમાંથી સુખને ઇચ્છનાર સરળ મનના મનુષ્યોને કાઢવાને અર્થે, તથા તેઓને સુખ મેળવવા માટે શું કરવું, તે દર્શાવવા માટે યુવનાં સરઢ સાધનો એ નામના કલ્યાણકારક તથા અપૂર્વ ફળને આપનારા ગ્રંથને આરંભ કરીએ છીએ. એમાં વર્ણવવામાં આવનાર સાધનને સમજણમાં આવેલાં બાળકે, યુવાન, વૃદ્ધો તથા સ્ત્રીઓ સર્વ એકસરખી રીતે ઉપયોગ કરી શકે એમ છે. એ સાધન એવાં નથી કે જેમાં શરીરનું બળ જોઈએ, કે લાંબી વિદ્યા જોઈએ કે પૈસા જોઈએ. સહેજ કેળવાયેલી બુદ્ધિ તથા સરળ અંતઃકરણએ બંને હોય તે બહુ છે. સરળ અંતઃકરણને અર્થ એવો નથી કે
Page #16
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ]
શુદ્ધ, દોષવિનાનું નિષ્પાપ અંતઃકરણ; પણ સરળ અંતઃકરણનો અર્થ એટલે જ છે કે ખોટી હઠ ધારણ કર્યાં વિના જે કાંઈ કહેવામાં આવે તે વિચારવડે સમજવાને પ્રીતિપૂર્ણાંક તત્પર રહેવુ. બુદ્ધિ જે વાતનો સ્વીકાર ન કરે તે વાત માનવી એવું કહેવાનું તાત્પ નથી. યથા ઉપદેષ્ટા પુરુષો એવું મનાવવાનો આગ્રહ કરતા જ નથી, પરન્તુ ધણાના એવા નારા સ્વભાવ પડી ગયા હોય છે કે કહેનાર શું કહે છે તે સાંભળવું જ નહિ, અને પોતાના પ્રથમથી ખાંધી બેઠેલા નિશ્ચયને અનુકૂળ કાર્બનું કહેવું ન જણાયું કે તત્કાલ તે ખાટ્ટુ છે, તે ગપ છે, એવા દુરાગ્રહ ધરી રાખવા. આવુ અતઃકરણ કલ્યાણને સાધી આપનાર થતું નથી તેથી સુખને ઈચ્છનાર વિવેકી સજ્જતાને સરળ અંતઃકરણ બહુ જરૂરનુ છે, એમ જે વિદ્વાનો માને છે તે ચોગ્ય છે.
શાસ્ત્રોના રહસ્યને જ ને ! આ ગ્રંથમાં પ્રતિપાદન કરવાનુ છે, તાપણ તેના સર્વાં સામાન્ય વિદ્યાવાળા મનુષ્યો પણ લાભ લઈ શકે એટલા માટે તેની ભાષા બહુ સરળ રાખવા ધાર્યું છે. કહિન પ્રક્રિયાએ અને પરિભાષાનો બનતા સુધી ત્યાગ કરવામાં આવશે; એમ છતાં શાસ્ત્રની પરિભાષાનો ઉપયોગ કરવાનુ પ્રયાજન જણારો તો તે સ્થળે તેને બનતા સુધી સ્પષ્ટ અર્થ કરવાના પ્રયત્ન થશે.
અત્ર જે વિચારા વણવવા ધાર્યું છે, તે વિચારાને અંતઃકરણમાં ઉતારતાં, અને શરીરના રામેરોમમાં તે વિચારેને પ્રવેશાવતાં, સુખ જે પ્રાણીમાત્રની ઈચ્છાનો વિષય છે, તે અવશ્ય પ્રાપ્ત થાય છે. નિવૃત્તિથી મળનારાં ઊંચામાં ઊંચાં સુખો તે આપે છે, એટલું જ નહિ, પણ એ વિચારાના પ્રવૃત્તિમાં પણ ઉપયોગ કરતાં તે પ્રવૃત્તિનાં સુખાને પણ અવશ્ય પ્રગટાવે છે. પોતાનું તથા પોતાનાં કુટુંબીજનોનું શરીર નીરાગ રહે તથા બળવાન્ રહે, એમ કાણુ નથી ઈચ્છતુ ? પોતાના વ્યવહાર નિધિ સારી રીતે ચાલે, અને જીવનને નિભાવનારી વસ્તુઓ તથા વિષયનાં ન્યાયમાગે મળનારાં સુખો કાણુ નથી ઇચ્છતું ? વ્યવહારમાં રહેનાર સને તેની ઈચ્છા હાય છે, અને વ્યવહારનાં સુખો કે પરમાનાં સુખા મળવામાં મનુષ્યોના મનની સારી અથવા ઊંચી સ્થિતિ એ જ મુખ્ય કારણ છે, એ વિદ્વાનાના તથા સત્શાસ્ત્રોને નિશ્ચય હાવાથી વિચારવર્ડ મનની ઊંચી સ્થિતિ કરવાનાં સાધનાને જણાવનાર આ ગ્રંધ . સને પ્રેમથી આદર આપવા યોગ્ય હાય એ સ્વાભાવિક છે.
આ શ્રધ વાંચ્યું કે બીજા જ દિવસથી ધરમાં સેાનાના ઢગલા થશે કે રાગમાત્ર જતા રહેશે, કે ભીમસેનના જેવુ દશ હજાર સ`નું બળ આવશે, કે દોષ
Page #17
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર માત્રનો લય થઈ નિર્દોષતા આવશે, કે બીજાઓના વ્યાધિઓ ટાળી મેટા ચમત્કારિક પુરુષ ગણુઈશું, કે જેને તેને વશ વર્તાવીશું, કે મોટા મોટા રાજાઓ આપણે પગે પડે, એવા વિશ્વામિત્ર કે વસિષ્ઠ બની જઈશું, કે આકાશમાં ઊડીશું, કે દેવલોકમાં જઈને દેવકન્યાઓને વરીશું કે અણિમા મહિમા વગેરે સિદ્ધિઓ મેળવીશું, કે સિદ્ધેશ્વર બની જઈશું, કે ધારેલું સઘળું સિદ્ધ કરી શકવાનું બળ મેળવીશું, એવું જે અનુમાન કર્યું હોય, તે પ્રિય વાંચનાર ! પ્રથમથી જ કહી દેવા દો કે એ તમારી આશા તમે ધારતા હશો તેટલી સત્વર સિદ્ધ થાય તેમ નથી. સદ્વિચારનું, શુદ્ધ અંતઃકરણનું, ઉપર કહ્યું તેટલું અને તેથી પણ અનંતગુણ વધારે બળ છે, તે વાતની ના નથી પણ તે શુદ્ધ વિચારનું સ્વરૂપ, મેઢે સારા વિચાર બબડવો કે મનમાં દશવિશ વાર કે વધારે વાર રમાડે, એટલામાં જ આવીને અટકતું નથી. જે શુદ્ધ વિચાર મનુષ્યોને પરમેશ્વરજેવા કરી મૂકે છે, તેનું સ્વરૂપ બહુ ઊંચું છે. આપણુ જેવા મનુષ્યો-આપણું કરતાં પણ વધારે દેષવાળા રાક્ષસ જેવા સ્વભાવના મનુષ્યો પણ–પરમેશ્વર જેવા કરી મૂકનાર તે શુદ્ધ વિચારને સાધી શકે છે, અને પરમેશ્વર જેવા થાય છે એમાં કશે જ શક નથી, પણ તે એકે દહાડે નહિ. સાધન જાણ્યું કે બીજે જ દહાડે કેઈસિદ્ધ થતું નથી, થયું નથી અને થવાનું નથી. રાયણનું બીજ વાવીને બીજે જ દહાડે રાયણું ખવાતી નથી. શુદ્ધ વિચારને નિરંતર સેવ્યા વિના, આપણું શરીરમાં રૂરૂવામાંથી તેની વરાળ નીકળતી અનુભવ્યાવિના શુદ્ધ વિચારનાં સર્વોત્તમ ફળ જણાતાં નથી. માટે આ ગ્રંથ એ વાંચવાથી જ કે તેના વિચારે, જેમ વૃદ્ધ મનુષ્ય મુખમાં કઈ કઠણ પદાર્થ નાખી મળમળાવ્યા કરે છે તેમ ચારપાંચ દહાડા કે ચારપાંચ મહિના અંતઃકરણમાં મળમળાવ્યા કરવાથી ઘણું મોટા ફળની આશા જેમને બાંધવી હોય તેમણે તેને વાંચવાને પરિશ્રમ કરવા અગત્ય નથી. પરસે ઉતાર્યાવિના ઊંચું ફળ મળતું નથી, અને પરસે ઉતાર્યાવિના મળેલા ફળમાં માલ કે સ્વાદ હેતે નથી; તેથી પ્રિય વાંચનાર ! સ્પષ્ટપણે ફરીને કહીએ છીએ કે આ ગ્રંથમાં વર્ણવવામાં આવનાર વિચારોનું અખંડ સેવન કરવાથી જ અને પરિણામે તે વિચારોનું અને આપણું, જેમ દૂધમાં સાકર મળી જાય છે તેમ, એકરૂપ કરી નાંખવાથી જ ફળને પ્રકટવાનો સંભવ છે.
ઘણા આકળા સ્વભાવના અધીરા માણસો કોઈ વાતને સારી તથા ઉત્તમ ફળને આપનારી જાણે છે કે તરત તેમાં કૂદાની પેઠે ઝંપલાવે છે, અને તેને સર્વ
Page #18
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ] પ્રકારે રૂડી રીતે અભ્યાસ કર્યા વિના ઉપલક ઉપલક તેને આ છેડેથી તે પેલે છેડે જોઈ નાંખે છે. તેમાં જે કરવાનું કહ્યું હોય છે તે કરતા નથી, અને કરે છે તે જેવી રીતે અને જેટલે કાળ કરવાનું કહ્યું હોય છે તે રીતે કરતા નથી. અને પછી આવા લપલપાટથી અને ચપચપાટથી સેવેલી ક્રિયાઉપર, હાઈ કોર્ટના વડા ન્યાયાધીશની પેઠે સાફ (Judgment) આપવા બેસી જાય છે!
પ્રિય વાચક! તમે સવિવેકી છે, સુખ મેળવવું હોય તે તેને માટે ઘટત પરિશ્રમ કરવો જ જોઈએ, એવા વિચારવાન પુરુષોએ સેવેલા નિશ્ચયવાળા છે, ધર્મ અને ધૈર્યવાળા છો, સુખનાં સાધનો સાધવામાં આગ્રહવાળા તથા ઉત્સાહવાળા છે, ન્યાયથી મળનારાં સુખોને જ સેવનારા છો, સદ્દગુણને જ્યાંત્યાંથી સંગ્રહીને તમારા હૃદયરૂપી ભંડારમાં ભરવાને પ્રીતિવાળા છો, પરમેશ્વરને માનનારા, તથા પરમેશ્વરમાં સર્વોત્કટ ભક્તિ પ્રકટાવવાની અભિલાષાવાળા છો, તથા સરળ અંતઃકરણના છે, એમ જાણી તમારે માટે આ ગ્રંથ પરમાત્માના બળથી લખવાનો આરંભ કર્યો છે. પરમાત્મા તેનું રહસ્ય તમારા હૃદયમાં યથાર્થ દઢ કરે, તથા તે પ્રમાણે તમને વર્તવા શક્તિમાન કરી, તમને પ્રવૃત્તિનાં તથા નિવૃત્તિનાં સર્વોત્કૃષ્ટ શુદ્ધ સુખો આપે.
પુનઃ બુદ્ધિમાં સત્વનો અલેકિક પ્રકાશનાંખનાર પરમાત્માનું મરણચિંતનયજન કરી આ ગ્રંથ લખવાના કર્તવ્યમાં જોડાઈએ છીએ.
પ્રકરણ ૧
પરમેશ્વરનું સ્વરૂપ મનુષ્યનું સ્વરૂપ
[ોગ્યતાવાળું અનુકૂળ મન હોય છે, તે મનુષ્યને સુખનું ભાન થાય છે, અને અયોગ્યતાવાળું પ્રતિકૂળ મન હોય છે, તે મનુષ્યને દુઃખનું ભાન થાય છે, એવો સર્વને અનુભવ હોવાથી સુખદુઃખને ખરે હેતુ મનુષ્યનું મન જ છે, એ સિદ્ધ થાય છે. પ્રિય વાંચનાર ! તમને જે દુઃખનું અર્થાત ઓછા સુખનું ભાન થતું હોય તો તેનું કારણ એ જ છે કે સુખને અનુભવવા માટે તમારા મનની જેવી સ્થિતિ હોવી જોઈએ તેવી નથી. અને મનના અમુક પ્રકારના નિશ્ચય
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦
[ શ્રી વિશ્વવવિચારરત્નાકર
અથવા વિચારા, એ જ મનની અનુકૂળ અથવા પ્રતિકૂળ સ્થિતિનું સ્વરૂપ છે, તેથી જો તમને દુઃખનું ભાન થતું હોય તો તમારા નિશ્ચયેા અથવા વિચારો દોષવાળા છે, એ જ સિદ્ધ થાય છે. આથી કરીને તમારી દુઃખવાળી સ્થિતિ ટાળવા માટે તમારે તમારા મનની પ્રાપ્ત સ્થિતિને અર્થાત્ તમારા વિચાર અને નિશ્ચયાને ફેરવવાની જરૂર છે, અને સુખવાળી સ્થિતિ મેળવવા માટે સુખને આપનાર વિચારા અને નિશ્ચયા તમારા મનમાં દૃઢપણે સ્થાપવાની જરૂર છે. પરંતુ જ્યાંસુધી એક વાસણમાં કચરા ભર્યાં હાય છે, ત્યાંસુધી તેમાં નવી વસ્તુ ભરી શકાતી નથી, તેમ મનમાં જ્યાંસુધી એક પ્રકારના નિયેા દૃઢપણે મૂળ ધાલીને રહ્યા હોય છે, ત્યાંસુધી તેમાં નવા નિશ્ચયે પ્રવેશી શકતા નથી, અને મૂળ ધાલી શકતા નથી. આમ હોવાથી સુખની ઈચ્છાવાળા તમારે આ લેખ વાંચતી વખતે, અને તેના અભ્યાસ કરતી વખતે તમારા જૂના નિશ્ચયોને ભૂલી જવાની અને બાળકજેવા અંતઃકરણવાળા થવાની પ્રથમ અગત્ય છે. લખેલા કાગળ ઉપર નેવુ" લખવામાં આવે છે તે જૂનું તથા નવું લખેલું બંને બગડે છે, તેમ એક પ્રકારના કરેલા અયોગ્ય નિશ્રયાને ભૂલ્યાવિના નવા નિશ્ચયો મનમાં સ્થાપવામાં આવે છે તે મનમાં ભારે અવ્યવસ્થા થાય છે. તેથી આ લેખમાં લખવામાં આવનાર સુખદ નિશ્રયા અંતઃકરણમાં દઢપણે સ્થપાય એટલા માટે તમારા અંતઃકરણને કારા કાગળ જેવું કરવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. આ લેખમાંના કાઈ કાઈ વિચારો કે નિશ્ચયે તમારા વિચારથી તમને જુદા જણાય, અથવા દોષવાળા જણાય, અથવા તમને યથાર્થ રૂપમાં ન સમજાય તા વ્યાકુળતા સેવવા પ્રયોજન નથી. આ લેખની સમાપ્તિ થતાં સુધી ધૈય ધરજો અને આજે જે દોષવાળું જાતું હશે તે આગળ ચાલતાં તમને નિર્દોષ જણાશે, જે જે વિચારામાં તમને વિરાધ જેવુ ભાસશે, તે જ વિચારો લેખની સમાપ્તિપ તમાં અવિરોધી ભાસશે, તેથી મનની, યોગ્યતાવાળી અનુકૂળ સ્થિતિ કરવાની ઈચ્છા હોય તો બાળકના જેવું અંતઃકરણ રાખીને જે જે લખવામાં આવે તેને વિરોધી તર્ક કર્યાં વિના સ્વીકારવાને તથા આચારમાં મૂકવાને પ્રયત્નવાન્ થવું એ જ યોગ્ય છે. લેખ સમાપ્ત થયે, તમને આ આ નિશ્ચયા ન રુચે તે સ્વત ંત્રપણે તમારા પૂર્વાંના નિશ્ચયોને અનુસરો.]
પરમાત્મા કેવા છે તથા ક્યાં રહે છે . એ વગેરે પ્રશ્નનો ખુલાસો કરતાં આપણુ વેદની શ્રુતિ કહે છે કે
एको देवः सर्वभूतेषु गूढः सर्वव्यापी सर्वभूतांतरात्मा ।
Page #20
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને]
૧૧ પરમાત્મા એક છે, તે સર્વ ભૂતમાં એટલે ઉત્પન્ન થયેલી વસ્તુઓમાં ગુપ્ત રહે છે, તે સર્વ સ્થળે વ્યાપી રહેલા છે, તથા તે ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુઓના અંતરાત્મારૂપ છે.
આમ છે તે પછી આજે જેમ ઘણાં અપવ મતિનાં મનુ પરમેશ્વરને કલાસમાં કે વિષ્ણુલોકમાં કે મંદિરમાં કે કોઈ તીર્થમાં કે આકાશમાં કે એવે કોઈ એક જ ઠેકાણે રહેલા માને છે, તેવા તે નથી; અથવા તેમનાં સબસે રૂપ કે હજાર રૂપ કે તેત્રીશ કોડ રૂ૫ માને છે, તેવા પણ તે નથી; પણ તે એક છે, અને આ સષ્ટિમાં નજરે પડતી સર્વ વસ્તુઓમાં–જીવવાળી અને જડ એવી સર્વ વસ્તુઓમાં-તે છે.
વળી પરમાત્માને શ્રુતિ સાક્ષર રેતા જેવો નિશ્ચા
સાતી, ચૈતન્યસ્વરૂપ, કેવલ તથા નિર્ગુણ કહી વણે છે. આમ હોવાથી ઘણા જેમ તેમને બે હાથવાળા, ચાર હાથવાળા, આઠ હાથવાળા, કે ગમે તેવા આકારવાળા જ માત્ર માને છે, તેવા પણ તે નથી. તે ચૈતન્યસ્વરૂપ અર્થાત પ્રાણીમાત્રને ચેતના આપનાર બળરૂપ છે. તે ઉત્પન્ન થયેલી સઘળી વસ્તુઓના મૂળ કારણરૂપ છે; અને તેથી કરીને માટીરૂપ કારણમાંથી ઉત્પન્ન થયેલે ઘડો જેમ પિતાનું કારણ જે માટી તેનાથી જુદો નથી, તેમ પરમાત્મારૂપ કારણમાંથી ઉત્પન્ન થયેલું આ આખું જગત્ પરમાત્માથી જુદું નથી. પરમાત્મા પ્રત્યેક વસ્તુના અંતરાત્મારૂપ રહીને તેની ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશને કરે છે. જીવતી અથવા જડ જે જે વસ્તુઓ આ જગતમાં જણાય છે તે સર્વ તેમના અણુઅણુમાં ગૂઢ તથા અંતરાત્મારૂપે રહેલા આ પરમાત્માવડે જ જણાય છે.
પરમેશ્વર એ કોઈ એક જ સ્થાનમાં આકાર ધરીને રહેલી ચૈતન્યમય, જ્ઞાનમય, સુખમય કે સામર્થ્યમય વ્યકિત નથી. પરમેશ્વર એ આપણાં ચર્મચક્ષુએ ન જણાય એવી, તથા સ્પર્શ ન કરી શકાય એવી સર્વવ્યાપી ચિતન્યમય કંઈક સત્ય વસ્તુ છે. તે પૂર્ણ પ્રેમમય, પૂર્ણ જ્ઞાનમય તથા અનંત સામર્થ્યમય છે. સંપૂર્ણ સુખ, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ સામર્થ્ય, અને સંપૂર્ણ સત્ય જે એકમાં એકત્ર થઈને રહેલાં છે તે પરમાત્મા, પરમતત્વ અથવા પરમેશ્વર છે.
આ સર્વ જેમાં એકત્ર થઈને રહે છે, એવી એક જ વસ્તુ છે, અને તે પરમાત્મા છે. તે સર્વત્ર વ્યાપી રહેલા છે. એવી એક પણ વસ્તુ નથી, એવું એક પણ સ્થાન નથી, એવો એક પણ સમય નથી જ્યાં તે ન હોય. કારણ કે
Page #21
--------------------------------------------------------------------------
________________
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર સર્વ વસ્તુ. સર્વ સ્થાન અને સમયના વિભાગો તેમના વડે જ છે. તે જ સર્વના મૂળ કારણ છે.
પરમાત્મા ચૈતન્યસ્વરૂપ છે. ચૈતન્યને આપણે આપણાં આ ચર્મચક્ષુવડે જોઈ શકતા નથી, પરંતુ જ્યારે તે માયાના એટલે જડ વસ્તુના સંબંધમાં આવે છે, ત્યારે આપણે તેમને જોઈ શકીએ છીએ. જેમ અગ્નિને અર્થાત ઉષ્ણતાને આપણે છૂટી જોઈ શકતા નથી, પરંતુ જ્યારે તે લાકડાના સંબંધમાં આવે છે ત્યારે આપણે તેને જોઈ શકીએ છીએ, તેમ ચૈતન્ય માયાના સંબંધમાં આવે છે ત્યારે આપણી ઈદિવડે તેને આપણે અનુભવ કરી શકીએ છીએ. જેમ અગ્નિ કોઈ પણ દ્વારવડે પ્રકટ થઈ શકે છે, તેમ ચૈતન્યને, કોઈ દ્વાર હોય છે તે જ અનુભવ થાય છે. જ્યારે આપણે કઈ મનુષ્યને જોઈએ છીએ ત્યારે આપણે તે મનુષ્યમાં હું પણું ધારનાર અને વિચાર વગેરે કરનારને જોતા નથી, પણ તેના શરીરને જ માત્ર જોઈએ છીએ. શરીરરૂપ દ્વારવડે જ ચૈતન્ય અનુભવમાં આવે છે. જેમ વરાળ કેઈ યંત્રમાં પ્રવેશે છે ત્યારે જ આપણને તેના અસાધારણ અદ્દભુત સામર્થ્યને અનુભવ થાય છે, તેમ શરીરરૂપ ઠારવડે જ પરમાત્માના અસાધારણ અભુત સામર્થ્યને અનુભવ થાય છે.
વરાળમાં ગમે તેટલું બળ છતાં પણ જે યંત્ર દોષવાળું અથવા સાધારણ હોય છે તે આપણને વરાળના સામર્થ્યને અનુભવ થતું નથી, તેમ પરમાત્મા અનંત બળ તથા ઐશ્વર્યવાળા છતાં પણ, જે શરીરરૂપ જડ પદાર્થના સંબંધમાં તે હોય છે, તે શરીરરૂપ જડ પદાર્થ જોઈએ તેવી યોગ્યતાવાળો નથી હતે તે તેમાં પરમાત્માનું અનંત બળ તથા એશ્વર્ય વગેરે આપણને અનુભવમાં આવતાં નથી. આમ હવાથી પરમાત્મા એક માટીના ઢેફામાં હોવા છતાં પણ એ માટીના ટેકારૂપ શરીર પરમાત્માના અનંત બળને પ્રક્ટ થવા યોગ્ય ન હોવાથી આપણને એ માટીના ઢેફામાં માટીપણવિના વિશેષ કંઈ જણાતું નથી. એ જ પ્રમાણે વૃક્ષમાં પરમાત્મા હોવા છતાં, એક કીડામાં પરમાત્મા હોવા છતાં અને એક પશુમાં પરમાત્મા હોવા છતાં તે તે શરીરે પરમાત્માના સામર્થ્યને પ્રકટ થવા 5 દ્વારરૂપ ન હોવાથી તેમાં પરમાત્માના બહુ જ મર્યાદવાળા સામર્થ્યને આપણને અનુભવ થાય છે. મનુષ્યશરીર અધિક યોગ્યતાવાળું હોવાથી તે શરીરમાં પરમાત્માને આપણને વિશેષ અનુભવ થાય છે, અને કેઈ મહાપુરુષનું શરીર સર્વ પ્રકારની યોગ્યતાવાળું હોવાથી પરમાત્માના અસંખ્ય કળાવાળા સામર્થ્યને આપણને તેમાં અનુભવ થાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધના ]
૧૩
કૃષ્ણ, રામ, બુદ્ધ, ચૈતન્ય, જરથુષ્ટ્ર, મહમદ, ખ્રિસ્ત વગેરે ઈશ્વરાવતાર શાથી મનાયા હતા, અને લાખા મનુષ્યો આજે તેમને શાથી પૂજે છે, તેનુ કારણ સાધારણ મુદ્ધિવાળા મનુષ્યને પશુ હવે સ્પષ્ટ થયા વિના રહે તેમ નથી. કૃષ્ણ, રામ વગેરેનાં શરીર પરમાત્માના અનુભવ થાય એવી યાગ્યતાવાળાં હોવાથી, તેમના શરીરમાં પરમાત્માનું સામર્થ્ય વગેરે, જોનારાને અનુભવમાં આવ્યું હતું, અને તેથી, જેમ વરાળમાં બળને જાણનાર કાઈ યંત્રને ખરીદનાર, ઊના પાણીના ઊકળતા ઉનામણામાંથી વરાળ નીકળતાં છતાં, ઉનામણાને હજારો રૂપૈયા આપીને ખરીદતો નથી, પણ વરાળનું બળ જેમાં એકત્ર થઈ કાર્યંને સાધી શકતુ હાય તેવા યત્રને જ ખરીદે છે, તેમ પથ્થર, ઝાડ, ધૃતરાં, બિલાડાં સર્વાંમાં પરમાત્મા છતાં, તેમાં પરમાત્માનો અનુભવ થવા જેવી ચે!ગ્યતા ન હેાવાથી બુદ્ધિમાન મનુષ્યોએ તેમને પૂજવા યોગ્ય ગણ્યાં નથી, પણ રામકૃષ્ણ વગેરેને જ પૂજવા તથા સેવવા યાગ્ય ગણ્યા છે.
પરમેશ્વર પ્રેમસ્વરૂપ છે. સાસ્ત્ર બ્રહ્મનાં ‘ અસ્તિ ’ (ૐ), ‘ભાતિ’ (પ્રકાશે છે ), તથા ‘ પ્રિય ' એવાં જે ત્રણ લક્ષણે વણે છે, તેમાંનું ‘ પ્રિય ’ લક્ષણ તે આ પ્રેમ છે. આ પ્રેમનું ‘ આનંદ' અથવા ‘સુખ’ એ શબ્દોવડે પણ ઘણે સ્થળે વર્ણન કરેલું છે. એ જ પ્રમાણે ‘ અસ્તિ'નું ‘સત્ ' શબ્દવડે તથા ‘ભાતિ’તું ‘ચિત્’ એટલે જ્ઞાન શબ્દવડે વર્ણન કરેલું છે. પ્રેમને અથવા આનદને નેવવડે આપણે જોઈ શકતા નથી, અથવા તે કેવા હશે, એ વિષે આપણે કલ્પના કરી શકતા નથી. જ્યારે તે કૈાઈ શરીરમાં પ્રકટ થાય છે ત્યારે જ આપણે તે શું છે, અથવા કા છે, તે સમજી શકીએ છીએ. વિશ્વમાં
જ્યાં જ્યાં પ્રેમ અથવા સુખ જણાય છે, તે સપરમેશ્વરના જ ધમ છે. પતિ-પત્નીને પ્રેમ, માતા-પિતા તથા પુત્ર વચ્ચે પ્રેમ, મિત્રોના પરસ્પરના પ્રેમ, એ સર્વ પૂર્ણ પ્રેમસ્વરૂપ પરમેશ્વરના અંશ છે, તે પ્રેમના અશે તે તે મનુષ્યના શરીરદ્વારા પ્રત્યક્ષ થયા છે. માતાના હૃદયમાં પોતાના બાળકપ્રતિ પ્રકાશને પામતે અસાધારણ પ્રેમ, એ પ્રેમસ્વરૂપ પરમાત્મા જ છે, પરંતુ માતામાં, તે પ્રેમ માતાના હૃદયદ્રારા વધારે ચઢતી કળામાં પ્રકટ થયો હાય છે. ભક્તિના હૃદયમાં પોતાના ઉપાસ્ય દેવપ્રતિની નિમ`ળ ભક્તિ, એ તે પ્રેમની તેથી પણ વધારે ચઢતી કળા છે; અને ચરઅચર સČમાં જેમને અસાધારણ વિશુદ્ધ પ્રેમ પ્રકટ થયા છે, એવા સર્વાત્મદર્શી બ્રહ્મીભૂત મહાત્મા પુરુષોનાં હૃદયમાં વિરાજતો પ્રેમ, એ પ્રેમની શ્મા વિશ્વમાં સર્વેîત્કૃષ્ટ કળા છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
[શ્રી વિશ્વવંધવિચારરત્નાકર જેમ દીપક મેલી હાંડીમાં પણ પ્રકાશે છે, અને નિર્મળ હાંડીમાં પણ પ્રકાશે છે, પરંતુ પાત્રના ભેદવડે પ્રકાશમાં ભેદ પડે છે, તેમ પરમાત્મરૂપ આ પ્રેમ [ણી કામીજનનાં હૃદયમાં પણ પ્રકાશે છે, અને સર્વાત્મદશી મહાજનનાં હૃદયમાં પણ પ્રકાશે છે, પરંતુ અંતઃકરણના ભેદવડે એક પ્રેમ અયોગ્ય ગણાય છે, અને બીજો યોગ્ય તથા સર્વેએ પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે. પ્રેમ ઈશ્વરને અંશ હોવાથી જેના જેના હૃદયમાં તે પ્રકટે છે–પછી તે મનુષ્ય વિદ્યાભત હોય, દેશભક્ત હોય, માતૃભક્ત હોય, પત્નીભક્ત હોય, કલાભક્ત હાય, ઈશ્વરભક્ત હોય, કે પછી પરસ્ત્રીભક્ત હોય તો પણ–ત્યાં સુખને જ પ્રકટાવે છે; અને પ્રેમના આ સુખદ સ્વભાવને લીધે જ મનુ અયોગ્ય પ્રેમને ત્યજી શક્તા નથી.
પ્રેમ છે કે અયોગ્ય નથી પણ પ્રેમને પ્રકટ થવાનું દ્વાર જ યોગ્ય કે અયોગ્ય હોય છે, એ વાર્તાનું આપણે વિસ્મરણ ન કરવું જોઈએ. - પરમેશ્વર જ્ઞાનસ્વરૂપ છે. સતશાસ્ત્રો તેમને “ચિત ' સ્વરૂપ અથવા ચિતિશક્તિ” અથવા “ભાતિ' એવા એવા ભિન્ન શબ્દોથી વણે છે. વિશ્વમાં
જ્યાં જ્યાં જ્ઞાન અથવા બુદ્ધિનો અનુભવ થાય છે, તે સર્વ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ પરમેશ્વરના ન્યૂનાધિક અંશમાં આપણને પ્રતીત થતા અંશ જ છે. અંતઃકરણરૂપ દ્વારવડે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા જ્ઞાનરૂપે પ્રકટ થાય છે. દ્વાર ભેદ એ જ જ્ઞાનની ઓછી વધતી કળામાં કારણ હોય છે. જેમ ઘરમાં મેટું દ્વાર હોય છે, તો ઘણે પ્રકાશ આવે છે, બારી હોય છે તે શેડો આવે છે, અને નાનું જાળિયું હોય તે તેથી પણ ઓછો આવે છે, તેમ મલિન અંતઃકરણમાં જ્ઞાનસ્વરૂપ પરમાત્મા ઘણી જ ન્યૂન કળાથી પ્રકાશે છે, રાજસ અંતઃકરણમાં તેથી ચઢતી કળાથી પ્રકાશે છે, સાત્વિક અંતઃકરણમાં તેથી પણ વધારે ચઢતી કળામાં પ્રકાશે છે, અને શુદ્ધ સાત્ત્વિક અંતઃકરણમાં અસાધારણ જ્ઞાનવિભવવડે પ્રકાશે છે. જ્ઞાન પ્રાપ્ત કરવાને અર્થે બહારથી નવું નવું જાણવું એ નથી, પણ હૃદયમાં જે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા છે, તેમને પ્રકાશવાની અનુકૂળતા કરી આપવી એ છે. ભીતરમાં જે છે, તેને બહાર યથેચ્છ પ્રકાશ પડી શકે એમ કરવું એ જ શિક્ષણને હેતુ છે. આથી જે શિક્ષણમાં, ભીતરમાં રહેલા જ્ઞાનસ્વરૂપ પરમાત્માને બહાર પ્રકટ થવાની અનુકૂળતા રચી આપવામાં આવતી નથી, પણ અસંખ્ય બાબતેને બહારથી અંદર ભરવામાં આવે છે, તે ખરું શિક્ષણ નથી. એથી શિક્ષણને અર્થ સરતો નથી. જ્ઞાનસ્વરૂપ પરમાત્મા પ્રત્યેક
Page #24
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને]
૧૫
મનુષ્યના અંતરમાં છે, અને બહાર જ્ઞાનસ્વરૂપે પ્રકટ થવા સર્વદા તત્પર છે. તેમને પ્રકટ થવા યોગ્ય અંતઃકરણ થતાં તે તત્કાળ પ્રકટ થાય છે.
બહારના દ્વારેથી અર્થાત્ સાધનોથી વિશેષ કરીને જ્યાંત્યાં જ્ઞાન પ્રાપ્ત કરવાને પ્રયત્ન થતે જોવામાં આવે છે, કારણ કે જ્ઞાનનું આદિ કારણે ભીતર છે, એવું સર્વ મનુષ્યો જાણતા નથી. બહારનું શિક્ષણ એ અંતઃકરણને કંઈક અંશે યોગ્યતાવાળું કરનાર છે, પરંતુ તે યથાર્થ જ્ઞાન પ્રકટાવનાર નથી. યથાર્થ જ્ઞાન, જ્ઞાનસ્વરૂપ પરમાત્મામાંથી જ થાય છે. અંતર ઊતરી મનુષ્યએ તેમની પાસેથી જ તે પ્રાપ્ત કરવું જોઈએ. પરમાત્મા એ સર્વ ગુરુઓમાં અત્યંત આશ્ચર્યકારક ગુરુ છે, તે સર્વ સ્થળે અને સર્વકાળ સર્વને પ્રાપ્ત છે, અને તેમનું શિક્ષણ પ્રાપ્ત કરતાં દ્રવ્ય ખરચવું પડતું નથી.
પરમાત્મા સામર્થ્ય છે. પરમાત્મા સર્વશક્ત છે, એટલું જ નહિ, પરંતુ તે સર્વશક્તિવઃ૫ છે. અન્ય શબ્દોમાં કહીએ તે જ્યાં જ્યાં બળ છે, જ્યાં જ્યાં સામર્થ્ય અથવા શક્તિ છે, તે સર્વ આ સામર્થ્યસ્વરૂપ પરમાત્માના જ અંશે છે. આપણા અસ્તિત્વનું નિત્ય કારણ પરમાત્મા કેવળ સશક્ત છે, એટલું જ નહિ, પણ સર્વ સામર્થ્યસ્વરૂપ છે. પરમાત્મા સર્વજ્ઞ છે, એટલું જ નહિ, પરંતુ સર્વ જ્ઞાનસ્વરૂપ છે. તે સર્વવ્યાપક છે, એટલું જ નહિ પણ તેઓ સર્વવ્યાપકતા છે. અમુક ગુણવાળા પરમેશ્વર છે, એવું નથી, પણ તે ગુણસ્વરૂપ જ પરમેશ્વર છે. ગુણ અને ગુણ એવો પરમાત્મામાં ભેદ નથી. શક્તિ અને શકિતમાન એવા બે ભેદ તેમનામાં નથી. ગુણ અને ગુણી ઉભય, શક્તિ અને શક્તિમાન ઉભયને પરમાત્મામાં અભેદ છે. જેમાં સમગ્ર શુભ ગુણો એકત્ર થયા હોય, એવી કઈ વ્યક્તિવિશેષ પરમાત્મા નથી, પણ કેવળકલ્યાણ સ્વરૂપ જ, કેવળ સુખસ્વરૂપ જ, કેવળ જ્ઞાનસ્વરૂપ જ, અને કેવળ શુભગુણસ્વરૂપ જ પરમાત્મા છે.
પરમાત્મા અથવા પરમતત્વ ત્યારે સત્ય વસ્તુરૂપ છે. ચર અને અચરમાં પ્રતીત થતા જીવનનું, પ્રેમનું, જ્ઞાનનું અને સામર્થ્યનું તે મૂળ કારણ છે. સ્થાવર અને જંગમ પ્રાણી પદાર્થોદ્વારા એ પરમાત્માનું સ્વરૂપ, ચિસ્વરૂપ, આનંદસ્વરૂપ, અને સામર્થ્ય આપણને અનુભવમાં આવે છે. સ્થાવર અને જંગમ પ્રાણી પદાર્થો એ પરમતત્વને પ્રકટ થવાનાં દ્વાર છે. જેમ લાકડું અથવા સળગી ઉઠે એ કઈ પદાર્થ ન હોય તે અગ્નિ પ્રકટ થતું નથી, તેમ સ્થાવર અને
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
[વિશ્વવ’ઘવિચારરત્નાકર
જંગમ પ્રાણીપદાર્થોં ન હેાય તો એ પરમાત્મા પ્રકટ થતા નથી. જડ અથવા માયાના સબધવડે જ પરમાત્માનું આપણે ભાન કરી શકીએ છીએ. જેમ લાકડું એ વસ્તુતઃ અગ્નિ જ છે, તેમ સ્થાવરજંગમ પદાર્થોં પશુ વસ્તુતઃ પરમતત્ત્વ જ છે. લાકડામાં જેમ અગ્નિની શાંત કળા છે, અને સળગાવેલા લાકડામાં તેની જાગ્રત કળા છે, તેમ સ્થાવરજંગમ પ્રાણીપદાર્થાંમાં કેાઈમાં પરમાત્મા શાંત કળાથી સ્થિત છે, અને કાઈમાં જાગ્રત કળાથી વિલસે છે. પ્રત્યેક પત, પ્રત્યેક નદી, પ્રત્યેક વૃક્ષ, પ્રત્યેક પશુ, પ્રત્યેક મનુષ્ય, સ્વલ્પમાં જે જે દૃષ્ટિએ પડે છે અને જે જે દૃષ્ટિએ નથી પડતુ, તે સ` એક પરમાત્માનો જ વિલાસ છે. પરમાત્માની જ ચઢતીઊતરતી કળાનાં એ સર્વ સ્વરૂપો છે. કીડી ગમે તેટલી તુચ્છ છે, અને હાથી ગમે તેટલા મોટા છે, કાઈ અતિ રક મનુષ્ય ગમે તેટલા ક્ષુદ્ર છે, અને એક નૃપતિ ગમે તેટલા મહાન છે, તોપણ તે સવ એક પરમતત્ત્વની જ ચઢતીઊતરતી કળા છે. કડીમાં રહેલું તુચ્છ ખળ અને હાથીમાં રહેલું અસાધારણ બળ સામર્થ્યસ્વરૂપ પરમતત્ત્વના જ ચઢતાઊતરતા પ્રકાર છે. મૂખની મૂર્ખતા અને વિદ્રાની વિદ્વત્તા, પૂર્ણ જ્ઞાનના ચઢતાઊતરતા ભેદ છે. ઐશ્વર્ય વાનનું ઐશ્વર્ય અને દરિદ્રની દરિદ્રતા પૂર્ણ ઐશ્ર્વર્યસ્વરૂપ પરમાત્માના જ નાનામોટા વિભાગ છે. આવા ચઢતાઊતરતા ભેદ છતાં, તુચ્છ ઉચ્ચ પ્રકાર છતાં, તે પ્રકારાની પાછળ ઉચ્ચનીચ ભેદરહિત પૂર્ણ એકરસ પરમતત્ત્વ વિલસી રહ્યું છે. નૃપતિના ઐશ્વર્યની પાછળ અને ભિક્ષુકની ભિક્ષુકતા પાછળ પ્રકાશતા પરમતત્ત્વમાં કશા જ ભેદ નથી.
મહાસાગરમાંથી લીધેલું એક ખદુજળ અપાર પ્રદેશપત વિસ્તરેલા મહાસાગરના જળના જેવું જ છે. તેના એક બિંદુ જેટલા જળમાં, કે એક લેટા જેટલા જળમાં કે એક મોટા પીપ જેટલા જળમાં, આખા મહાસાગરના જળમાં જે તત્ત્વા છે, તે જ તત્ત્વા રહેલાં છે. જે પ્રમાણથી મહાસાગરના જળમાં તત્ત્વના સંચાગ થયા છે, તે જ પ્રમાણથી એક બિંદુ જેટલા જળમાં પણ તત્ત્વોના સંચાગ થયા છે. જળસ્વરૂપે મહાસાગર જેટલા પૂર્ણતાવાળા છે તેટલું જ બિંદુ પણ પોતાના જળસ્વરૂપમાં પૂર્ણ તાવાળુ છે. તેમાં જે ભેદ છે તે માત્ર જથામાં અથવા વિસ્તારમાં છે. એક બિંદુ જળમાં અને મહાસાગરમાં જળત્વ પૂર્ણપણે છે. એક બિંદુ આખા મહાસાગર છે, એમ કહેવાનું તાપ નથી, પણ બિંદુ અને મહાસાગર સ્વરૂપે એક છે, એ જ કહેવાનું તાત્પર્યં છે. બિંદુ જળમાં જળત્વ પૂર્ણ પણે રહેલું છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ]
૧૭
તે જ પ્રમાણે સ્થાવરજંગમ પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મત્વ પૂર્ણપણે રહેલું છે. સમગ્ર બ્રહ્મ, મર્યાદાવાળો એક પદાર્થ અથવા પ્રાણી છે, એમ નહિ પરંતુ પ્રત્યેક પ્રાણી પદાર્થ બ્રહ્મસ્વરૂપ છે, અર્થાત પ્રત્યેક પ્રાણી પદાર્થ એક પરમાત્માનાં જ પ્રતીત થતાં ભિન્ન ભિન્ન રૂપે છે.
પરમતત્વ પથરામાં પથરારૂપે લેહમાં લેહરૂપે, વૃક્ષમાં વૃક્ષરૂપે પ્રાણીમાં પ્રાણીરૂપે અને મનમાં મનુષ્યરૂપે થઈ રહ્યું છે. જેમ દિવેલ એ દીપકને પિતાને પ્રકાશ પ્રકટ કરવાનું ઊતરતા પ્રકારનું દ્વાર છે, તેલ એ તેથી ચઢતા પ્રકારનું દ્વાર છે, અને ઘી એ તેથી પણ ચઢતા પ્રકારનું દ્વાર છે, તેમ પથરે એ પરમતત્વને પિતાનું સામર્થ્ય પ્રકટ કરવાનું બહુ ઊતરતા પ્રકારનું દ્વાર છે, વૃક્ષ એ તેથી ચઢતા પ્રકારનું દ્વાર છે, પશુ એ તેથી પણ ચઢતા પ્રકારનું દ્વાર છે, અને મનું શરીર એ આ ભૂલકમાં સર્વથી ચઢતા પ્રકારનું દ્વાર છે. મનુષ્યશરીરમાં આ પરમાત્મા પૂર્ણપણે પિતાના સર્વ ઐશ્વર્યથી પ્રકાશે છે; અને તેથી જ મનુષ્ય શરીર સર્વ શરીરમાં શ્રેષ્ઠ શરીર ગણાયું છે.
દીપકને પ્રકટ થવાની સામગ્રી—જેવી કે દિવેલ, દિવેટ વગેરે-તે જેમ જેમ શુદ્ધ અને ઊંચા પ્રકારની હોય છે તેમ તેમ દીપક અધિક અધિક પ્રકાશથી પ્રકાશે છે, તેમ પરમાત્માને પ્રકાશ પામવાનું દ્વાર જે મનુષ્ય શરીર તે જેમ જેમ શુદ્ધ અને ઊંચા પ્રકારનું હોય છે તેમ તેમ તે શરીરમાં પરમાત્મા અધિક અધિક પ્રકાશથી પ્રકાશે છે; તે એટલે સુધી કે બ્રહ્મવિદ્યૌવ મવતિ એ શ્રતિવચન પ્રમાણે મનુષ્ય પરમાત્મારૂપ જ થઈ રહે છે, અર્થાત પરમાત્માનું સર્વત્તપણું, સર્વશકતપણું, સર્વ ઐશ્વર્ય વગેરે મનુષ્યમાં પ્રકટ થઈ રહે છે.
પ્રત્યેક ચરાચર પ્રાણી પદાર્થોના અસ્તિત્વ હેવાપણું)માં પરમાત્મા કારણ છે, એટલું જ નહિ, પરંતુ પ્રત્યેક ક્ષણે જયાં સુધી તે પદાર્થ અસ્તિત્વમાં રહે છે, ત્યાંસુધી પરમાત્મા તે પદાર્થના અણુઅણુમાં વ્યાપી રહેલા હોય છે. આ પ્રમાણે પ્રાણી પદાર્થના અણુઅણુમાં પરમાત્મા વ્યાપી રહીને તે પ્રાણીપદાર્થનું સંરક્ષણ પિષણ તથા સંહાર કરે છે. સંહાર એ આપણી દષ્ટિએ જ માત્ર છે; વસ્તુતઃ સંહાર એ તે પદાર્થની વધારે ઊંચી સ્થિતિ કરવા અર્થે જ હોય છે, કારણ કે એક વસ્તુની વધારે ઊંચી સ્થિતિ કરવી હોય તે તેની જે સ્થિતિ હોય તેને નાશ કર્યા વિના થતી નથી. આથી પરમાત્માની સંહારક સત્તા, ઘણું જેમ ધારે છે તેમ નિમ્બર નથી, પણ કરણાળુ અને
Page #27
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
સંરક્ષક છે. પરમાત્માની ઉત્પાદક (ઉત્પન્ન કરનાર), સંરક્ષક અને સંહારક સત્તા પ્રત્યેક દશ્ય પદાર્થોમાં પ્રત્યેક ક્ષણે ક્રિયા કર્યા જ કરે છે. શરીરમાં પ્રત્યેક ક્ષણે અસંખ્ય અણુઓને સંહાર થાય છે, અસંખ્ય નવા ઊપજે છે, અને અસંખ્યનું પિષણ થાય છે. અસંખ્ય જૂના અણુઓને સંહાર થતો રહે ન હોય અને તેમને સ્થાને નવા રચાતા રહેતા હોય તે બાળકના શરીરની વૃદ્ધિ કદી થાય નહિ, અર્થાત પરમાત્માની સંહારક સત્તા, એ તે પદાર્થની વૃદ્ધિ અને ઊંચી કળા કરવા અર્થે જ છે. જેમ શરીરમાં થતે નિત્ય સંહાર, વિનાશને માટે નથી, પણ ઉન્નતિને માટે છે, તે જ પ્રમાણે મૃત્યુકાળે થતે માટે સંહાર પણ વિનાશને માટે નથી, પણ ઊર્ધ્વગતિ કરવાને અર્થે જ હોય છે. પરંતુ આ વાર્તા અદષ્ટને જેવાના સામર્થ્યવાળા જ જાણે છે. ઈશ્વરી નિયમે સર્વત્ર સરખા હોય છે. જે ઊંચે હોય છે તે નીચે હોય છે, અને જે નીચે હોય છે તે ઊંચે હોય છે, જે અત્ર હોય છે તે તત્ર હોય છે, અને જે તત્ર હોય છે તે અત્ર હોય છે, જે પૂર્વે હતું કે વર્તમાનમાં છે, અને જે વર્તમાનમાં છે તે ભવિષ્યમાં હશે, તેથી કરીને હમણાં જેમ શરીરમાં નિત્ય થતે સંહાર શરીરની ઉન્નતિ અને વૃદ્ધિને અર્થે છે, તેમ મૃત્યરૂપ સામયિક સંહારકાળે તે શરીરને વિનાશ નવા રૂપમાં તેની ઉન્નતિ અને વૃદ્ધિ અર્થે છે, એ સિદ્ધ થાય છે. પરમાત્માની આ ઉત્પાદક, સંરક્ષક અને સંહારક સત્તાને આપણાં શાસ્ત્રો બ્રહ્મા, વિષ્ણુ અને સ્ત્ર કહે છે, અને તે ત્રણે સત્તાઓ પ્રત્યેક અણુમાં વ્યાપેલી હોવાથી બ્રહ્મા, વિષ્ણુ અને દ્ધને પ્રત્યેક શરીરમાં નિરંતર વાસ હોય છે. પરમાત્મા આ દશ્ય જગતથી કદી જુદા નથી અને એક ક્ષણ પણ જુદા કદી થઈ શકે તેમ નથી. જગતમાંથી પરમાત્માને લઈ લેવામાં આવે તે જગત જેવી કોઈ વસ્તુ રહે તેમ નથી. પરમાત્માવડે જ આ જગતની સ્થિતિ છે. પરમાત્મા જ જગતને આધાર છે. જગતની પ્રતીતિ પરમાત્માવડે જ છે, તેથી શાસ્ત્રીય શબ્દોમાં બોલીએ તે પરમાત્મા જ આ જગતરૂપ થયા છે. પરમાત્માના બળવિના એક પાનડું પણ હાલી શકતું નથી, એવું જે કથન લેકમાં ચાલે છે, તે કેટલું સત્ય છે, તે આ વિચારથી સહજ સમજી શકાય તેમ છે.
આ સર્વ વિચારેવડે આપણે જે ગ્રહણ કરવાનું છે, અને હૃદયમાં નિરંતર આરૂઢ રાખવાનું છે તે એ છે કે આપણે અર્થાત્ મનુષ્યને આધાર પરમાત્મા છે. આપણું અસ્તિત્વનું, આપણી ક્રિયાનું, આપણું જ્ઞાનનું, સ્વલ્પમાં આપણું સર્વસ્વનું મૂળ કારણ પરમાત્મા છે. તે આપણામાં નિરંતર
Page #28
--------------------------------------------------------------------------
________________
સુખના સરળ સાધને ]
છે. તે એક ક્ષણ પણ આપણુથી જુદા નથી. તે આપણામાં રહીને નિરંતર આપણી ઉન્નતિને જ સાધે છે. અને આ જ્ઞાન યથાર્થ સમજાતાં આપણું ભયમાત્ર ટળી જાય છે.
પરમાત્મા સર્વદા વિદ્યમાન છે. તેમની વિદ્યમાનતાવડે મનુષ્યનું જીવન છે. પરમાત્માવડે મનુષ્ય મનુષ્યરૂપે જીવે છે.
સ્થત રીતે મનુષ્યને જોઈએ તે તે ત્રણને બનેલું હોય એમ જણાય છે. આત્મા અથવા ચૈતન્ય, મન અને શરીર. આત્મા અથવા ચેતન્ય એ શરીરના અંતસ્તમ પ્રદેશમાં રહેલું છે. આપણા જીવનને વાસ્તવિક આધાર એ છે. આપણું ખરું “હું' એ છે. એ આપણું વાસ્તવ “હું 'અવિક્રિય, અજર, અમર અને અવિનાશી છે. આપણું શરીર બદલાય છે, આપણું મન બદલાય છે, પણ એ આપણું વાસ્તવ “હું' આપણને અનુભવ છે કે બાલ્યાવસ્થામાં જે હતું તે જ આજે યુવાવસ્થામાં છે, અને વૃદ્ધાવસ્થામાં રહેશે. આપણું વિચારે, આપણી સ્થિતિ, આપણા સંબંધનું સર્વ, સેંકડે અને હજારે વખત બદલાયું હશે, પણ એ આપણું વાસ્તવ “હું' આજે પૂર્વે જે હતું તેનું તે છે. એ આપણું વાસ્તવ “હું' આપણામાં રહેલા પરમાત્મા છે. એ શાશ્વત છે, એ પુરાણ પુરુષ છે. એ અજ, નિત્ય, સાક્ષી, ચેતા, કેવલ, અને નિર્ગુણ છે. એ આપણું વાસ્તવ “હું' આપણો આધાર છે, એ ઈશ્વર છે, એ પરમાત્મા છે, એ આપણા પિતા છે. ત્વમેવ માતા = પિતા ત્વમેવ એ શ્લોકમાં કહ્યા પ્રમાણે એ આપણી માતા છે, એ આપણા પિતા છે, એ આપણા બંધુ છે, એ આપણે સખા છે, એ આપણી વિદ્યા છે, એ આપણું દ્રવ્ય છે, સ્વલ્પમાં એ આપણું સર્વસ્વ છે. આ અંતસ્તમ પ્રદેશમાં રહેલા આપણા વાસ્તવ “' માં સ્થિત થઈને પ્રત્યેક મનુષ્ય, હું અને તમે નિઃશંમ્પણે કહી શકીએ કે “ બ્રહ્મ છું,' મારામાં અને પરમાત્મામાં કશે જ ભેદ નથી. રહેલ ના: જીવ અને બ્રહ્મમાં કશે જ ભેદ નથી.
મન એ મનુચનું બીજું અંગ છે. એ અજ્ઞાન અને અજ્ઞાનનાં કાર્યોથી રંગાયેલું છે. એ બુદ્ધિને અથવા વિચારને પ્રદેશ છે. આ સ્થળે આપણે વિચાર વગેરે કરીએ છીએ. આપણું વાસ્તવિક “હું' જ્યારે શુદ્ધ છે, ત્યારે આ અશુદ્ધ છે. આપણા વાસ્તવિક “હું” માં જ્યારે કશો જ ફેરફાર થતું નથી, ત્યારે આમાં દિવસમાં અસંખ્ય ફેરફાર થાય છે. આપણું વાસ્તવ ''
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
'
જ્યારે અવિનાશી છે ત્યારે આ વિનાશી છે. આપઝુ' વાસ્તવ ‘હું ' જ્યારે સ્વપ્રકાશ છે ત્યારે આ પરપ્રકાશ એટલે જડ છે, અને આપણા વાસ્તવ ‘ હું’ થી પ્રકાશે છે. આપણા વાસ્તવ ‘હું ’ ના ઉપર એ એક આવરણ અથવા પડદો છે એમ કહીએ તે ચાલે. તે મલિન હોય છે તે આપણા વાસ્તવિક ‘ હું ' મા પ્રકાશ બહાર નીકળી શકતા નથી. તે જેમ અધિક સ્વચ્છ અને તેજસ્વી હોય છે, તેમ આપણું વાસ્તવિક ‘હુ’ અધિક શુદ્ધ અને તેજસ્વીપણે પ્રકાશે છે. રજોગુણ અને તમેગુણવડે તે રંગાયતું હોય છે, ત્યારે આપણા વાસ્તવિક ‘ હું ’ નો પ્રકાશ રંગાયલા જણાય છે; જ્યારે તે સાત્ત્વિક અને શુદ્ધસાવિક હોય છે, ત્યારે જ આપણુ` વાસ્તવિક ‘હું ’શુભ્ર, ઉજ્જવલ અને પ્રશાંત સુખમય પ્રકાશથી પ્રકારો છે. મનુષ્યોને મોટા ભાગ, પોતાના વાસ્તવિક ‘હું માં પોતાનુ પોતાપણું માનતા નથી,——તેના અસ્તિત્વનું તેમને ભાન કે જ્ઞાન પણ નથી—પણ આ મનને જ પોતે ‘હું છું' એમ માને છે, અને તેની મલિનતાથી પોતાને મલિન માને છે, તેની જડતાથી પોતાને જડ માને છે, તેન! વિનાશીપણાથી પોતાને વિનાશી માને છે, તેના અપશક્તપણાથી પોતાને અલ્પશક્ત માને છે, સ્વપમાં પોતાનું ખરું ભાન ભૂલી પોતે તે જ છે એમ માને છે.
શરીર એ મનુષ્યનું ત્રીજું અંગ છે. એ ખાદ્ય દૃષ્ટિએ દેખવામાં આવે એવું, તથા સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરી શકાય એવું સ્થૂલ છે. આ શરીર વિષે આગળ ઉપર વિસ્તારથી વણુ ન કરવાનો પ્રસંગ આવનાર છે, તેથી આ સ્થળે, વિસ્તાર કર્યાં નથી. અસંખ્ય જડમતિ મનુષ્યો આ શરીરને જ ‘હું' રૂપે માને છે. શરીરના ભીતર તથા મનના પણુ અંતસ્તમ પ્રદેશમાં રહેલા પોતાના વાસ્તવિક ‘હું ’ ને તેમને સ્વપ્ને પણ વિચાર હોતા નથી.
જે મહાનથી મહાન અને અપાર વિસ્તારવાળા પરમાત્મામાંથી આપણે સવ' આ પ્રમાણે, શરીર મન તથા આત્મારૂપે પ્રતીતિમાં આવ્યા છીએ, જે પરમાત્મામાં આપણે સવ` રહીએ છીએ, અને હરીએ કરીએ છીએ, તથા જે પરમાત્મામાંથી આપણે નિરંતર આપણું જીવન પ્રાપ્ત કરીએ છીએ તે પરમાત્માથી એક ક્ષણ પણ આપણે જુદા નથી. એ પરમાત્મા પ્રાણીપદામાત્રના પિતા છે, અને આપણે સ,-જડ વસ્તુ, વૃક્ષા, પશુઓ તથા મનુષ્યા–પરસ્પર બંધુ છીએ. કારણ આપણે સર્વે એક જ પરમાત્માનાં શરીર, મન, તથા આત્મારૂપે પ્રતીત થયેલાં રૂપો છીએ. જોકે જડ વસ્તુએમાં,
Page #30
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધના ]
૨૧
તથા વૃક્ષામાં ધણા મનુષ્યો, શરીર, મન તથા આત્મા એવાં ત્રણ અંગા છે, એમ સ્વીકારતા નથી, તોપણ એક પથરામાં કે એક વૃક્ષમાં એ ત્રણે છે. અણુમાત્રમાં શરીર, મન તથા આત્મા છે. માત્ર જડ પદાર્થામાં મનની કળા, આપણુને પ્રત્યક્ષ થાય એ પ્રકારે પ્રકટેલી હતી નથી, એટલા જ ભેદ છે. પરતુ તે સમાં મન છે, એવા યોગવિત પુષોના અનુભવપૂર્ણાંક નિશ્ચય છે. વનસ્પતિમાં મન હાવાનાં અનેક ઉદાહરણે કુદરતનું અવલોકન કરનારને જડી આવે એમ છે. વેલા, ઊંચે ચઢવા માટે જ્યાં આધાર હાય છે, તે દિશા તરફ પોતાની શાખાઓ નાંખે છે, અને અધારી જગામાં ઊગેલા છેડ પ્રકાશમાં જવાને સતત પ્રયત્ન કરે છે. આ પ્રમાણે વૃક્ષ, પશુ, મનુષ્યો સ, કારણરૂપે તથા કારૂપે સમાન હોવાથી, સંમાં સમાન પ્રેમ રાખવા, તથા સર્વાંના હિતમાં પ્રવૃત્તિ કરવી, એ મનુષ્યનો સ્વધર્મ છે.
જ
પરમેશ્વર તત્ત્વસ્વરૂપ છે, સર્વવ્યાપક છે, સામર્થ્ય છે, પ્રેમ છે, આનદ છે, એવાં એવાં વચનાથી બાળકષુદ્ધિના અશિક્ષિત મનુષ્યો ગભરાઈ જાય છે. તેઓએ પરમેશ્વરને બે હાથ અથવા ચાર હાથવાળા, પોતાના જેવા શરીરવાળા, અને પોતાની પેઠે જ કાઈ સ્થળમાં રહેતા માન્યા હોય છે, અને તેથી પરમેશ્વ રનું આવું સ્વરૂપ જ્યારે તે જાણે છે ત્યારે તેઓને, જાણે તે અધકારમાં બાથેાડિયાં મારતા હોય એમ ભાન થાય છે. તત્ત્વસ્વરૂપ પરમેશ્વરને સમજવામાં તેમની મતિ પહેાંચતી નથી. પરમેશ્વર મર્યાદાવાળી વ્યક્તિ છે, એવું તેમને સમજાવવામાં આવે છે, તે જ તેમને શાંતિ થાય છે.
એથી ઊલટુ; ધણા બુદ્ધિમાન મનુષ્યોને પરમેશ્વર સવ્યાપક, તત્ત્વસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ, વગેરે લક્ષણાવાળા છે, એમ કહેવું એ છે ત્યારે, તે એક વ્યક્તિરૂપ તથા મર્યાદાવાળા છે, એમ કહેવુ ચતુ નથી. પરમેશ્વરનું મર્યાદાવાળું તથા વ્યક્તિવાળું સ્વરૂપ છે, એમ સાંભળી તેઓ ભડકી ઊઠે છે, અને આવું કહેનારને તેઓ અજ્ઞાન ગણી કાઢે છે.
વસ્તુતઃ પરમેશ્વર જેમ તત્ત્વસ્વરૂપ છે, તેમ વ્યક્તિસ્વરૂપ પણ છે. તે જેમ સર્વ વ્યાપક છે તેમ મર્યાદાવાળા સ્થળમાં પણ છે. તે જેમ તત્ત્વરૂપે આકારવિનાના છે તેમ ગમે તે આકારને ધરવાના સામર્થ્યવાળા હોવાથી અસખ્ય રૂપોવાળા છે. પ્રાણીપદાર્થ માત્રની ઉત્પત્તિના કારણરૂપે તે તત્ત્વસ્વરૂપ છે, નિરાકાર છે, અમર્યાદ છે, સવ્યાપક છે. વ્યક્તિમાં પ્રકટ થતાં, વ્યક્તિરૂપ
Page #31
--------------------------------------------------------------------------
________________
૧
[શ્રી વિધવ'વિચારરત્નાકર
આકાર ધરતાં તે સાકાર થાય છે, અને મર્યાદાવાળા જણાય છે. તમારામાં અને મારામાં પ્રતીત થયેલા પરમેશ્વર સાકાર છે. પ્રાણીમાત્ર પરમેશ્વરનાં સાકાર સ્વરૂપ છે. એ દ્વારાએ પરમેશ્વરનું નિરાકાર સ્વરૂપ સાકાર થયું છે. તમે અને મેં પોતાનાં શરીરદ્વારા એ નિરાકાર તત્ત્વસ્વરૂપ પરમાત્માને પ્રકટ થવાની યથેચ્છ અનુકૂલતા કરી આપી નથી માટે તમે અને હું મનુષ્યજેવા અને જીવજેવા રહ્યા છીએ. વિષ્ણુ, સ્ત્ર, અને બ્રહ્માનાં શરીર એ નિરાકાર તત્ત્વસ્વરૂપ પરમાત્માને પ્રકટ થવાને યથેચ્છ અનુકૂલતાવાળાં હેવાથી તે ઈશ્વર છે, અને ઈશ્વર મનાય છે. તમે અને હું, આપણા મૂલ કારણુસ્વરૂપ પરમાત્માને પ્રકટ થવાની યથેચ્છ અનુકૂલતા આપણાં શરીરદ્વારા રચી આપીએ તે તમે અને હું પણ ઈશ્વર જ છીએ. મહાપુરુષોએ વિવિધ સાધનોવર્ડ પોતાનુ સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર તથા કારણુ શરીર અત્યંત વિશુદ્ધ કરી પરમાત્માને પ્રકટ થવા માટે યથેચ્છ અનુકૂલતાવાળું રચી આપેલું હાવાથી તે પરમેશ્વરજેવા ગણાયા છે. અર્થાત્ તત્ત્વસ્વરૂપે પરમેશ્વર નિરાકાર છતાં, આ પ્રકારના વિચારથી સાકાર છે. પરમેશ્વરની પ્રતીતિ, પરમેશ્વરનું જ્ઞાન એ સ` સાકારવડે જ થાય છે. સાકાર એ નિરાકારને પ્રકટ થવાનું, અને આપણને જણાવાનું દ્વાર છે, માટે જે સાકારના નિષેધ કરે છે, તે પરમેશ્વરના વાસ્તવ સ્વરૂપને ન સમજીને જ નિષેધ કરે છે. નિરાકાર તત્ત્વસ્વરૂપ પરમાત્મા એ સવ સાકારાના મૂળ કારણ છે. એ સર્વ સામર્થ્યના મહાસાગર છે. એમાંથી સ સાકાર પોતપોતાને જોઈતું સામર્થ્ય પોતપોતાની શક્તિપ્રમાણે ખેચી લે છે. એ આપણા મૂળ કારણસાથે આપણા નિરંતર સબધ છે. તમે અને હુ એ પરમાત્માનાં જ સાકારરૂપેા છીએ. એ આપણા મૂળ કારણમાંથી જેટલું આપણે લઈએ, તેટલા આપણે બહાર પ્રતીતિમાં આવીએ છીએ. એછું લેનાર ઓછા સામર્થ્યવાળા થાય છે, વધારે લેનાર વધારે સામર્થ્યવાળા થાય છે. કૃષ્ણ અને રામ પોતાના આ મૂલ કારણને નિરંતર જાણતા હાવાથી તે યથેચ્છ ખી તેમાંથી પ્રાપ્ત કરતા, અને ઈશ્વરી સામર્થ્ય દર્શાવતા. આપણે, આપણા આ મૂલ કારણથી જાણે જુદા છીએ એમ માની બેઠા છીએ. આપણા સંશયથી, આપણી અશ્રદ્ધાથી, આપણા અજ્ઞાનથી, આપણા મૂલ કારણરૂપ મહાસાગરમાંથી આવતા પ્રવાહને આપણે રાખ્યો છે. અજ્ઞાનની આડી ભાથી સામર્થ્ય ના પ્રવાહ આપણા તરફ આવતો નથી. જ્ઞાનથી મુક્તિ થવાનું જે સત્શાસ્ત્ર કહે છે તે કેવળ સાચું છે. આપણું મૂળ કારણ અનંત, અપાર તથા સ` સામર્થ્યવાળું છે, એવું યધા જ્ઞાન થતાં આપણી મર્યાદાવાળી શક્તિનો
મૂલ
Page #32
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ] નાશ થઈ આપણે અમર્યાદ સામર્થ્યવાળા થઈ રહીએ છીએ. કચ્છમાં અને આપણામાં જે ભેદ છે તે આ જ છે. તેઓ પિતાના મૂળ કારણથી પિતાને અભેદ જાણતા હતા, અને આપણે તેથી ભેટવાળા છીએ એમ માનીએ છીએ. આપણું મૂળ કારણથી જુદા પડી આપણે વૃથા દુઃખને સહન કર્યા કરીએ છીએ. એ આપણું મૂળ કારણ અનંત શુભને મહેદધિ છે. એમાંથી કેઈ કાળે કાંઈ પણ ખૂટતું નથી. તેમ એ આપણું મૂળ કારણ આપણામાં પિતાના અનત સામર્થ્યને પ્રવાહ આવવા દેવા અતત્પર છે, એમ પણ નથી. જેમ દીપકને પ્રકાશ આપવો કે ન આપ, એવું હતું જ નથી,–તેના ઉપરનું આછાદન લઈ લેતાં તે તરત જ પ્રકાશ આપે છે–તેમ પરમાત્માને કેઈન ઉપર કૃપા કે અકૃપા એવું છે જ નહિ. અશ્રદ્ધા, સંશય, અને અજ્ઞાનની આડી ભીતે તોડી નાંખે, અને તરત જ તમે પરમતત્વની સાથે અભેદભાવને પામશે. તમારામાં પરમતત્વનું સામર્થ્ય તમારી ઈચ્છાનુસાર પ્રટશે. હાલ નહિ પ્રકટવામાં અજ્ઞાન જ કારણ છે.
આજ સુધી આપણે આપણું આ મૂલ કારણની ઉપેક્ષા અને અનાદર કરી, બહારથી જ સુખને અને સામર્થ્યને શેપ્યું છે, અને તેમાં આપણે નિષ્ફળ થયા છીએ. આપણે પૂર્ણ તૃપ્તિને પામ્યા નથી. પૂર્ણ સુખને અને પૂર્ણ તૃપ્તિને પામવા આપણાં અંતઃકરણમાં અખંડ વેગ ઉડ્યા કરે છે. આ વેગ અન્ય કઈ નથી, પણ આપણા આત્માની પિતાના મૂળ કારણ પરમાત્મામાં અભેદ થવાની ઈચ્છા છે. એ વેગને અનુસરી જ્યાં સુધી આપણે પરમાત્મામાં એકતાને નહિ પ્રાપ્ત થઈએ ત્યાં સુધી એ વેગ શમવાને નથી. ત્યાંસુધી ગમે તેટલાં બાહ્ય સુખો આપણે સંપાદન કરીશું, તે પણ આપણને પૂર્ણ શાંતિ અને પૂર્ણ તૃપ્તિ પ્રાપ્ત થવાની નથી.
આપણે આત્માદ્વારા, આપણું વાસ્તવ દ્વારા, આપણું મૂળ કારણ પરમાત્મામાં આપણે અભેદ થઈ શકીએ છીએ, અને તે દ્વારા પૂર્ણ જીવન, પૂર્ણ પ્રેમ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ સામર્થ્ય, પૂર્ણ સુખ, અને પૂર્ણ એશ્વર્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. કેવાં સાધવડે, કેવા ઉપાયથી આ આપણું મૂળ કારણમાં આપણે અભેદ થવું, એ જાણવું માત્ર હવે આપણે બાકી રહે છે. સર્વ શાસ્ત્રો આ વાતનો જ બંધ કરે છે. સાધને આ દિશામાં જ આપણને દોરે છે. એ આપણું મૂળ કારણમાંથી મળતા સામર્થ્યવડે, હવે પછીનાં પ્રકરણમાં આપણે આ સાધનને વિચાર કરીશું. તત્કાળ આપણે નિરંતર સ્મરણમાં રાખવાનું આ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
२४
[શ્રી વિધવ ઘવિચારરત્નાકર
આપણા અસ્તિત્વનું, આપણા જીવનનું મૂળ કારણ એક છે, અને તે સંવ્યાપક છે. એ મૂળ કારણમાં સર્વ શુભ, સર્વસામર્થ્ય, સર્વ જ્ઞાન રહેલું છે. એ મૂળ કારણ આપણામાં રહેલું છે, આપણા દ્વારા પ્રતીત થાય છે, અને આપણા તેનાથી સદા અભેદ છે, અને તેથી કરીને એ મૂળ કારણમાંથી જે જે આપણે જોઈએ તે જ્ઞાનવડે આપણે લઈ શકીએ છીએ.
પ્રકરણ ૨ વિચારરૂપ ક્રિયા
પ્રથમ પ્રકરણમાં આપણે વિચાર કરી ગયા કે પ્રત્યેક પ્રાણીપદાના અંતરમાં રહેલું, તે પ્રાણીપદાર્થનું જે મૂળ કારણ છે, તે ઈશ્વર અથવા પરમતત્ત્વ છે; વિશ્વમાં જે અસંખ્ય પ્રાણીપદાર્થોં દષ્ટિએ આવે છે, તે સવ પરમેશ્વરથી અભિન્ન છે, અને જેમ એક જ જળ, વરાળ, પાણી અને બરફરૂપે જણાય છે, તેમ એક જ પરમેશ્વર વિવિધ જડચેતન પ્રાણીપદાર્થાંરૂપે પ્રતીત થાય છે; અર્થાત્ જે જે દૃષ્ટિએ પડે છે, તે નિરાકાર પરમાત્મા જ સાકાર રૂપે પ્રતીત થાય છે. પરમેશ્વરવિના આ જગતમાં અન્ય કશું છે જ નહિ. પરમેશ્વર જ જગતારૂપ પરિણામને પામેલા છે. જડ પદાર્થાનું જડત્વ અને જીવતા પદાર્થોનુ જીવત્વ એ ઉભય એક પરમેશ્વરની જ ભિન્ન ભિન્ન કળા છે. વિવિધ પ્રાણીઓમાં પ્રતીત થતું જ્ઞાન અને પ્રેમ એ સ` પરમાત્માનાં અનંત જ્ઞાન અને પ્રેમની કળાઓ છે.
સમગ્ર વિશ્વ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માના જ વિલાસ છે. જગત્પ કા પોતાનું કારણ જે પરમાત્મા તેથી જુદું નથી, અને તેથી જ વિ નાત્ જ્ઞ ઃિ। પરમેશ્વર એ જ જગત્ છે, અને જગત એ જ પરમેશ્વર છે, સર્વ વિદ્ બ્રહ્મ, નેહ નાનત્તિ વિન। આ બધુ બ્રહ્મ જ છે, બ્રહ્મથી ભિન્ન એવી કશી વસ્તુ અહી' છે જ નહિ, એવાં એવાં અનેક વચનો સત્શાસ્ત્રોમાં સ્થળે સ્થળે દષ્ટિએ પડે છે.
તમારું અને મારું મન જે સત્તાવર્ડ ક્રિયા કરે છે, તે સત્તા પરમાત્મસત્તા છે. પ્રત્યેક મનુષ્યનું મન પરમાત્મસત્તાવડે જ વિચાર કરે છે. પરમાત્મ સત્તા ન
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૫
સુખનાં સરળ સાધને] હોય તે કેળનું મન કશી જ ક્રિયા કરી શકે નહિ. આમ હોવાથી પરમાત્મસત્તારૂપ એક સર્વસામાન્ય મન જ સર્વ પ્રાણીઓનાં મનનું પ્રેરક હોવાથી એક મન જ વિશ્વમાં વ્યાપી રહ્યું છે, એમ કહીએ તે ખોટું નથી. પ્રાણીમાત્રનાં ભિન્ન ભિન્ન ભેદવાળાં જણાતાં અસંખ્ય મનનાં પરમાત્મસત્તારૂપ એક સર્વસામાન્ય મન સાથે, કદી છૂટો ન પડી શકે એવો અખંડ સંબંધ છે; અને આ સંબંધનું જ્ઞાન એ જ આપણને સર્વ દુઃખથી મુક્ત કરનાર અને અખંડ સુખને આપનાર છે.
પરમાત્માને આપણી સાથે અખંડ સંબંધ છતાં, અને આપણું મનના તેઓ જ પ્રેરક અથવા પ્રકાશક છતાં, આપણે કેવળ પૂતળા જેવા નથી. જેમ સૂત્રધાર પૂતળાને સૂત્રના તાંતણાથી નચાવે છે, તેવા આપણે કેવળ પરાધીન નથી. પરમાત્મા સાથે અખંડ સંબંધથી જોડાયેલા છતાં આપણે સ્વતંત્ર વ્યક્તિરૂ૫ છીએઅને તેથી જ આપણે ગાયોગ્ય કૃતિ માટે જવાબદાર છીએ. . - રઘલ રીતે કહીએ તે મનુષ્ય ત્રણ વસ્તુનો બને છે. શરીર, મન, અને આત્મા. આત્મા એ મનુષ્યનું વાસ્તવિક “હું” છે. મનુષ્ય જે “હું” શબ્દથી પિતાને ઓળખે છે, તે “હું” વસ્તુતઃ શરીર અથવા મન નથી પણ આ આત્મા છે.એ અવિક્રિય, તત્વસ્વરૂપ છે. તે અનાદિ અને અનંત છે. મનુષ્યનું એ વાસ્તવિક હું” પૂર્વે નહોતું, એમ નથી, તેમ ભવિષ્યમાં એ નહિ હોય એમ પણ નથી. આપણાં લાખો અને કરડે શરીર થાય છે, એક શરીર મૂકીને બીજું શરીર બદલીએ છીએ, પણ એ આપણું વાસ્તવિક “હું” કદી બદલાતું નથી. હજાર વર્ષ ઉપર કઈ શરીરમાં આપણે હતા, તે સમયનું આપણું વાસ્તવિક “હું” જે હતું તે જ આજે છે. તે જ પ્રમાણે આપણા મનમાં ક્ષણે ક્ષણે અનેક ફેરફારે થાય છે. બાલ્યાવસ્થામાં મન જે સ્થિતિમાં હતું, તે જ સ્થિતિમાં આજે નથી, અને આજે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં હવે પછી નહિ હોય. પરંતુ આપણું વાસ્તવિક “હું” તે સદા સર્વ એક જ સ્થિતિમાં રહે છે. કારણ કે તે પરમામસ્વરૂપ છે; અને પરમાત્મસ્વરૂપ હોવાથી તે પૂર્ણ અને અવિક્રિય છે. - આપણા વાસ્તવિક “હું” ને પરમાત્મા સાથે અખંડ સંબંધ છે, અને આપણું વાસ્તવિક “હું'ના જ્ઞાનપૂર્વક સંબંધથી આપણે પરમાત્માના જ્ઞાનપૂર્વક સંબંધને પ્રાપ્ત કરીએ છીએ.
આપણે જે વિવિધ વિચાર કરીએ છીએ, તે આપણે આપણા મનના પ્રદેશમાં કરીએ છીએ. મનના પ્રદેશને આપણે અજ્ઞાનથી આપણું પિતાનું
Page #35
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર સ્વરૂપ સમજી બેઠા છીએ; અને તેથી મનની વિવિધ હર્ષશેકની સ્થિતિએ, આપણે આપણને સુખી તથા દુઃખી માનીએ છીએ.
આપણું વાસ્તવિક “હું” જેને પરમતત્વ સાથે અખંડ સંબંધ છે, તે છેક અંતરમાં છે. જેમ તરવાર ઉપર મ્યાન હોય છે, તેમ આપણું મન એ આપણા વાસ્તવિક “હું ને આછાદન કરીને રહ્યું છે, અર્થાત મન એ આત્માને ઢાંકનાર કેશ છે. શરીર એ મન તથા આભા ઉભયને આછાદન કરે છે, અને તેથી શરીર બહારને કેશ અથવા ઢાંકણ છે. અને એમ છતાં આ ત્રણે મળીને મન થાય છે. ત્રણે એક જ ચૈતન્યની સૂક્ષ્મતર, સૂક્ષ્મ અને સ્થલ કળાઓ છે.
મન, પાંચ જ્ઞાનેન્દ્રિયો વડે બાહ્ય જગતના વિવિધ પદાર્થોનું જ્ઞાન મેળવે છે. જ્ઞાનેન્દ્રિયવિના અન્ય કોઈ પણ ધારવડે મનને જ્ઞાન થતું નથી, એમ ધણા લોકેનું માનવું છે, પણ તે યથાર્થ નથી. જ્ઞાનેન્દ્રિયદ્વારા મન ને નાન પ્રાપ્ત કરે છે, તે સર્વદા યથાર્થ હોતું નથી. ઘણે પ્રસંગે તે તે અસત્યમિશ્ર અથવા કેવલ બ્રાંતિમય જ હોય છે. નેત્રવડે મનને સ્ત્રીષ્ઠાદિ પના વિષયનું જ્ઞાન થાય છે, અને તે યથાર્થ સુખના હેતુ છે, એમ મન માને છે, પરંતુ વસ્તુતઃ તેમ હોતું નથી. સ્વાદેન્દ્રિયવડે તે વિવિધ સ્વાદવાળા આહારના પદાર્થોને સુખના હેતુ માને છે, પણ વસ્તુતઃ તે પદાર્થો આરોગ્યની વૃદ્ધિ કરનાર હોતા નથી, પણ રેગની વૃદ્ધિ કરનાર હોય છે. કેવળ જ્ઞાનેન્દ્રિયવડે મન, અમુક વસ્તુ સુખનો હેતુ છે કે દુઃખ હેતુ છે, તેને નિર્ણય કરી શકતું નથી, અને તેથી કરીને ઘણે પ્રસંગે દુ:ખને આપનાર પદાર્થોને તે સુખને આપનાર માને છે, નાશવાન પદાર્થોને તે અવિનાશી માને છે, કુરૂપ પદાર્થોને તે ઉત્તમ રૂપવાળા ગણે છે, અને અપવિત્ર પદાર્થોને તે શુચિ અર્થાત પવિત્ર ગણે છે. ઇનિવડે પ્રાપ્ત થતું જ્ઞાન સાચું છે, એ પ્રકારનું ઘણું મનોનું માનવું હોવાથી તેઓ ઈન્દ્રિયવિના અન્ય કેઈ ઠારવડે યથાર્થ જ્ઞાન થવાની સંભાવને સ્વીકારતા નથી, પણ સલ્ફાસ્ત્રો તથા સભ્યો ડિડિમ વગાડીને કહે છે કે ઈજિદ્વારા થતું જ્ઞાન ભ્રાંતિમય છે, અને અતીન્દ્રિય જ્ઞાન અર્થાત ઈન્દ્રિયવિના થતું જ્ઞાન સત્ય છે, અને દેવી છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન જયારે ત્રિવિધ દુઃખને આપે છે, ત્યારે અતીન્દ્રિય જ્ઞાન ત્રિવિધ દુઃખથી મુક્ત કરે છે. ઇન્દ્રિયજન્ય જ્ઞાન મનુષ્યને માયામય કરી મૂકે છે, ત્યારે અતીન્દ્રિય જ્ઞાન મનુષ્યને ચૈતન્યમય અર્થાત્ પરમામામય કરી મૂકે છે.
ઇન્દ્રિય સધી પિતતાના વિષયમાં વેગથી ધાવન કરે છે, અને તે તે
Page #36
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધના ]
૨૭
વિષયામાં તેમને આસક્તિ હાય છે, ત્યાંસુધી અતીન્દ્રિય જ્ઞાન થતું નથી. ઇન્દ્રિયા વિષયોના સબંધ છોડે છે, અને જે ખળવડે તેમને વિયા સાથે સબંધ કરવાનું સામર્થ્ય મળ્યું છે, તે ખળને જાણવા માટે પાછી વળી અંતરમાં એકાગ્ર થાય છે, ત્યારે તે અતીન્દ્રિય જ્ઞાનને મનમાં પ્રકટ થવાની અનુકૂળતા રચી આપે છે. ઇન્દ્રિયાના વ્યાપારના નિરોધ, એ અતીન્દ્રિય જ્ઞાનનું સાધન છે.
જેઆ વિષયોને જ રાત્રિઢિવસ સેવવાવાળા હાય છે, તેમાં જ્ઞાનની કળા ઘણી જ ઝાંખી હોય છે. વ્યાવહારિક ઊંચું જ્ઞાન પણ વિષયામાં અત્યંત આસક્તિવાળા મનુષ્યોને પ્રાપ્ત થયેલુ. જોવામાં આવતુ નથી. નવી નવી શેાધા તથા કળાઓ, વિષયામાં ગુલતાન રહેનાર મનુષ્યો શોધી કાઢતા નથી. ઇન્દ્રિયોના વિષ્યાથી જે, જેટલે અંશે ઉપરામ થાય છે, અને વિષયોથી ઉપરામ કરેલી ઇન્દ્રિયો તથા મનને જેટલે અંશે, જ્ઞાન જ્યાંથી ઉદ્ભવે છે, તે મૂળ કારણમાં જોડે છે, તેટલે અ ંશે તે ઊંચા ઊંચા જ્ઞાને પ્રાપ્ત કરે છે.
પરમેશ્વર જ્ઞાનસ્વરૂપ છે, અને પરમેશ્વરના અને આપણા આત્માના અખંડ સબંધ છે, તેથી યથા જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છનારે ઇન્દ્રિયદ્રારા મનના અને વિષયાના સંબંધ ન સેવતાં, મન અને આત્માના સંબધ સેવા, એ જ ચેાગ્ય છે; અને ઇન્દ્રિયા જ્યાંસુધી વિષયામાં આસક્તિવાળી હોય છે ત્યાંસુધી મન આત્માના સંબંધને સેવતું નથી માટે, યથાર્થ જ્ઞાન થવામાં, વિષયાપ્રતિ વિરાગ, એ પ્રથમ અને અનિવાર્ય સાધન છે.
આત્મામાંથી જ સર્વ જ્ઞાન ઉદ્ભવે છે, તેથી મનુષ્યોએ યથા જ્ઞાનમાટે મન તથા ઇન્દ્રિયો ઉપર આધાર રાખનાર ન થવું જોઈએ, પણ આત્માઉપર આધાર રાખનારા થતાં શીખવું જોઈ એ. મન તથા ઇન્દ્રિયાઉપર આધાર રાખનાર થવાથી આત્મામાંથી ઊઠતાં જ્ઞાનનાં સ્ફુરણા તેનામાં ખાઈ ગયાં છે, અથવા ઉઠે છે, તો તેને તે જાણી શકતા નથી. વિષયાની આસક્તિ જેમણે ત્યજી હોય છે, તેવા દૈવી પ્રતિભાવાળા પુરુષોનાં અંતઃકરણમાં જ અંતરાત્મામાંથી ઊઠતાં જ્ઞાનનાં સ્ફુરણાનું સામ્રાજ્ય વતુ હાય છે.
જેમ વસ્તુ ઉઠાવી લેતાં તેની છાયા રહેતી નથી, તેમ અંતરાત્માના પ્રકાશવડે જ મન પ્રકાશે છે. અંતરાત્માના પ્રકાશવિના મન કેવળ જડ છે, અર્થાત્ મનુષ્યનું સર્વાંસ્વ અંતરાત્મા જ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
[વિશ્વવંદવિચારરત્નાકર વિચારથી આ વિષય તમને ન સમજાય તે વ્યાકુળ થવાનું પ્રજન નથી. તર્ક કરીને અથવા ચર્ચા કરીને આ વિષય સમજવા પ્રયત્ન કરવો પણ નિરર્થક છે. આ વિષય આમ જ છે, એમ શ્રદ્ધાથી માનીને કર્તવ્યમાં જોડાવું, એ જ અધિક યોગ્ય છે. માનતાં અને કર્તવ્ય સાધતાં, આજે જે અગમ્ય છે, તે તમારા આત્માને કઈ ક્ષણે અનુગ્રહ થતાં, વિદ્યુતના ચમકારાની પેઠે તમારી બુદ્ધિમાં સ્પષ્ટ થશે.
જ્ઞાન મેળવવા પ્રયત્ન કરનાર પુના બે ભેદ જોવામાં આવે છે. કેટલાક મનુષ્ય, પિતાની બુદ્ધિ જે વાતને સ્વીકાર કરે નહિ, તે વાતને ગમે તે આત પુરુષ કહે તે પણ કદી માનતા નથી. પ્રમાણેથી બુદ્ધિ સ્વીકારે તેટલું જ તેઓ ગ્રહણ કરે છે. બીજા પ્રકારના મનુષ્ય, બાળકના જેવા અંતઃકરણવાળા હોય છે. જેમ બાળક માબાપ જે કહે તે સર્વ ખરું જ માને છે, તેમ આ બીજા પ્રકારના મનુષ્યો આપ્ત જનનાં વચનને સર્વ પ્રકારે ખરાં માને છે, અને તદનુસાર વર્તન કરે છે. વર્તન કરતાં ખરું શું છે તે તેમને સમય જતાં આપઆપ જણાય છે. બંને પ્રકારના મનુષ્ય જ્ઞાનના અધિકારી છે. બંનેને પરિણામે જ્ઞાન થયા વિના રહેતું નથી. બંનેમાંથી કઈ પણ નિંદવા યોગ્ય નથી.
આધ્યાત્મિક વિષયોમાં ખાતરી થયા પછી જ જો તમે પ્રયત્ન કરવાને વિચાર રાખ્યો હોય, તે સ્પષ્ટ કહીએ છીએ કે આધ્યાત્મિક વિષયો સ્વસંવેદ્ય એટલે પ્રત્યેક મનુષ્યને પિતાના પ્રયત્નથી પિતાને જ સમજાય એવા હોય છે. ખાતરી થયા પછી પ્રયત્ન કરવાનો હોતો નથી. પ્રયત્ન કરીને જ ખાતરી કરવાની હોય છે. આથી ખાતરી પછી પ્રયત્ન કરવા ઉપર મુલતવી રાખવું એ ઊંટને લબડતે હઠ થોડી વાર પછી પડશે, અને તે ખાઈને હું મારી સુધા નિવૃત્ત કરીશ એવી આશાથી ઊંટની પાછળ પાછળ ભટકનાર શિયાળના વર્તન જેવું છે. ઊંટને હઠ પડતું નથી, અને શિયાળને ભક્ષ મળતું નથી, પ્રયત્નવિના કેવળ વાતથી ખાતરી થતી નથી, અને ખાતરી થયા વિના પ્રયત્ન થતું નથી. તમારી નિત્યની નિષ્ફળતા, એક જન્મે નહિ તે બે જન્મ, બે નહિ તે ચાર જન્મે પણ તમારી ભૂલ તમને દર્શાવે છે, અને પછી તમે શ્રદ્ધાથી પ્રયત્ન આરંભે છે.
સશાસ્ત્રો કહે છે કે અધ્યાત્મવિદ્યાને પ્રમેય અર્થાત વિવિધ પ્રમાણે વડે જેની સિદ્ધિ કરવાની છે તે વસ્તુ અર્થાત બ્રહ્મતત્ત્વ મનને કે બુદ્ધિને વિષય નથી. આમ છે તે પછી તમારા મનબુદ્ધિ, જેને જાણવાનું તેમનામાં સામર્થ્ય નથી તેને વિવિધ તર્કોવડે શી રીતે નિશ્ચય કરી શકશે?
Page #38
--------------------------------------------------------------------------
________________
સુખના સરળ સાધને ]
૨૯
યુતિ કહે છે કે આ આત્મા તર્કથી કે વાદવિવાદથી કે કશાથી સમજાતે નથી, પણ એ આત્માને જેના ઉપર અનુગ્રહ થાય છે, તેના જ અંતઃકરણમાં તે પિતાને પ્રકાશ પ્રકટ કરે છે.
આત્માને અનુગ્રહ પ્રાપ્ત કરવા, આત્માવલંબી થાઓ. આત્મામાં જ શ્રદ્ધા રાખો. આત્માને જ આશ્રય લો. વિષયોની આસક્તિ ત્યજી, વિષયનાં ચિંતન ત્યજી આત્મામાં જ આસક્તિ ધરે; આત્માનું જ ચિંતન કરે. તમારી યથાર્થ ભક્તિ થતાં, આત્મા પિતાના યથાર્થ સ્વરૂપને પ્રકાશ તમારા મનમાં પ્રકટાવશે.
પર્વતના શિખર ઉપર પહોંચવાનું કે રસ્તા પ્રાપ્ત થતું હોય તે લાંબે રસ્તો લેવાનું કયો બુદ્ધિમાન પુરૂ પસંદ કરશે? અને એમ છતાં જ્ઞાનગિરિના શિખરે પહોંચવા માટે મનુ કે માર્ગ લેવાને બદલે લાંબો માર્ગ જ લે છે. તેમનું આત્મસ્વરૂપ જ્ઞાનને અખૂટ ઝરે છતાં, તેઓ તેને અલક્ષ કરી જ્ઞાનને માટે બહાર વલખાં મારે છે. ફલાણ પુરતમાંથી જ્ઞાન થઈ જશે અને ઢીંકણું પુસ્તકમાંથી જ્ઞાન થઈ જશે, એમ માની તેઓ સેંકડો અને હજારે પુસ્તક વાંચે છે. આથી જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન પ્રાપ્ત કરવાને લાંબે માર્ગ છે. પુસ્તકે એ જ્ઞાન સંબંધમાં અન્યના અભિપ્રાય છે, અથવા સત્ય શોધવામાં અન્યને જે જે અનુભવ થયા હોય છે, તેને એક પ્રકારને વૃત્તાંત છે. તમારે જે જ્ઞાન જોઈએ છે, તે તમારા આત્મામાંથી પ્રકાશ પામતું અનુભવજ્ઞાન જોઈએ છે, અને તે ઘણાં પુસ્તક વાંચવાથી કદી મળતું નથી. પિતાના આત્મા સાથે સંબંધવાળા થવું, એ જ જ્ઞાન પ્રાપ્ત કરવાને ટૂંક માર્ગ છે. તેથી ઘણું પુસ્તક વાંચવાં છોડી દે. સારભૂત ડાં પુસ્તકે વાંચે, અધિક મનન કરે, અને એકાંતમાં પિતાના આત્મા સાથે સંબંધવાળા થઈને સત્યના પ્રકાશને જુઓ.
બહાર દોડવાના અભ્યાસવાળી તમારી વૃત્તિ એકાંતમાં સ્થિર થઈ આત્માના સંબંધને તત્કાળ ન સેવે, અને પ્રકાશને અનુભવ ન કરે, એ સ્વાભાવિક છે. ઉત્સાહપૂર્વક પ્રયત્ન કર્તવ્ય છે. સવર જ્ઞાન થવાની આશાથી, આત્મામાં એકાગ્ર થવાના સફળ પ્રયત્નને પરિત્યજી તમે બહારથી જ્ઞાન મેળવવાના પ્રયત્ન કરશે તે તેમાં તમે નિરાશ જ થવાના; કારણ કે બહારથી જે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે ઇન્દ્રિયોના સંબંધથી થાય છે; અને ઇન્દ્રિયોના સંબંધથી થયેલું જ્ઞાન, અતીન્દ્રિય અર્થાત દિવ્ય જ્ઞાન હેતું નથી.
Page #39
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવદ્યવિચારરત્નાકર
ઇન્દ્રિયોના શમનમાં જ સત્ય જ્ઞાન રહેલું છે. ઇન્દ્રિયાના વેગને રોકી, તમારી અત્યંત સમીપ રહેલા સત્ય જ્ઞાનને શોધેા. ધૈયથી શેાધે. ઉતાવળા ન થા.. જેમ જેમ ઇન્દ્રિયાના વેગની શાંતિ થશે, તેમ તેમ તમારા પ્રયત્ન સફળ થયેલા તમે જોશો. મનબુદ્ધિ વગેરે અંતઃકરણના વેગને થોડો સમય સ્થિર કરો, પ્રત્યેક ક્ષણે ઊઠતાં મનનાં અસંખ્ય સ્ફુરણાનાં નગારખાનામાં તમારા આત્માનું સત્યજ્ઞાનમય શાંત સ્ફુરણુ ખાઈ ગયું છે. નગારખાનાના વ્યાપારને થોડીવાર બિલકુલ અટકાવે, અને આત્માના મધુર શાંત સ્વરને શ્રવણ કરા. તમને સમજાશે કે અંતર તથા બાહ્ય ઇન્દ્રિયોની ધમપછાડ બંધ પડે છે, અને તમે એકાગ્રતાવાળી શાંત સ્થિતિમાં આવા છે ત્યારે આત્મામાંથી જે સ્ફુરણ થાય છે, તે કેવળ સત્યથી પૂર્ણ હોય છે.
૩૦
આત્મામાંથી થતુ અંતર્ સ્ફુરણ ઓળખવાની શુ કાઈ નિશાની છે? આકાશમાં ઊગેલા સૂને એળખવામાં જેમ કશી મુશ્કેલી નડતી નથી, તેમ અંતર્ સ્ફુરણને ઓળખવામાં કશી ભ્રાંતિ થતી નથી. આત્મામાંથી પ્રકાશ પામતા સાક્ષાત્ જ્ઞાનમાં શંકાના ઉદયને અસંભવ છે, તમે જીવતા છતાં, તમે મરી ગયેલાં છે, એમ આખુ જગત્ એકત્ર થઈ તમને કહે પણ જેમ તમારા જીવનમાં તમને સ ંશય થતા નથી, તેમ આત્મામાંથી પ્રકાશતા સાક્ષાત્ જ્ઞાનમાં કશા સંશય થતો નથી, એટલું જ નહિ પણ એ સાક્ષાત્ જ્ઞાન જેવા જેના આગળ તમે વર્ષા છે, તેના હૃદયને તે આરપાર ભેદી નાંખે છે.
બુદ્ધિવડે જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવ્યું હોય છે, તે જ્ઞાનના જેને તમે ઉપદેશ કરેા છે, તેની બુદ્ધિના પ્રદેશસુધી જ તે ઉપદેશ પહેાંચે છે. હૃદય તે ઉપદેશથી રંગાતું નથી. આત્મામાંથી પ્રકટતું સત્ય જ્ઞાન જ હૃદયને અસર કરવા સમ હોય છે.
બુદ્ધિ અથવા મનનો આત્મા પ્રેરક છે, અને તેમ હોવાથી તે સ્વામી છે, અને મન સેવક છે. સેવકના પોતાના પદમાં તે શેાભે છે; સ્વામીના પદમાં નહિ. કારણેા આપીને કાઈ વિષય ખરા છે કે ખોટા છે, તે સિદ્ધ કરવાનું તેને ચે છે, પરંતુ સ્થલ શરીરની ઇંદ્રિયવડે મેળવેલું જ્ઞાન એ જ વસ્તુનિ ય કરવા માટે તેની પાસે પ્રમાણ હોય છે. આત્મામાંથી સ્ફુરતું દૈવી જ્ઞાનરૂપ પ્રમાણ તેની પાસે હાતું નથી, અને તેથી કરીને તેના નિશ્ચયેા ઘણે પ્રસ ંગે ભૂલ ભરેલા અને બહુ અવિશ્વાસ કરવા યાગ્ય હેાય છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને]
બુદ્ધિ દાખલા દલીલથી નિર્ણય કરે છે. આત્મા પરમાત્મામાં ડૂબકી મારે છે, અને સત્ય જ્ઞાનરૂપી મોતી બહાર આણે છે. બુદ્ધિએ નિર્ણય કરેલું જ્ઞાન 'પ્રસંગે ખરું હોય છે; આત્મામાંથી છુરતું જ્ઞાન સર્વદા જ ખરું હોય છે. આત્મામાંથી જે સત્ય જ્ઞાન સૂરે છે, તેને દાખલા દલીલેવડે સિદ્ધ કરવાની અગત્ય રહેતી જ નથી. તે સત્ય સ્વરૂપ જ હોય છે, અને સ્વપ્રકાશવડે સ્વતઃ પિતાની સત્યતા દર્શાવી આપે છે. આકાશમાં પ્રકટ થઈને સૂર્યને, હું સૂર્ય છું, એવું દર્શાવવાને શું અન્ય પ્રકાશની અગત્ય રહે છે?
શાસ્ત્રના પારને પામેલા પંડિતમાં જે અનુભવજ્ઞાન નથી હતું, તે શાસ્ત્રનું મુખ પણ ન જોયેલા એક સાચા ભક્તમાં હોય છે, તેનું કારણ આ જ છે. મીરાં અથવા નરસિંહ અથવા કબીરનું, અંતરઆત્મામાંથી નીકળેલું એક પદ્ય જ્યારે હૃદયની આરપાર નીકળી જાય છે ત્યારે કાવ્યશાસ્ત્રને ઊંડો અભ્યાસ કરનાર વિદ્વાનોની કવિતા, કાનને અથડાઈને અસર કરવામાં નિષ્ફળ નીવડે છે. સત્ય જ્ઞાનના પ્રદેશમાં એકલી બુદ્ધિ, આંધળી હેવાથી, પ્રવાસ કરવાને અસમર્થ છે, આત્મામાં બૂડેલી બુદ્ધિ જ નેકવાળી છે, અને તે જ સત્ય જ્ઞાનના પ્રદેશમાં પ્રવાસ કરી શકે છે.
ઇંદ્રિયો વડે બુદ્ધિ પ્રાપ્ત કરેલા જ્ઞાનમાં વિશ્વાસ રાખવાથી, અને આત્મામાંથી અરેલા જ્ઞાનમાં અવિશ્વાસ રાખવાથી મનુષ્ય સર્વ પ્રકારનાં દુઃખો સહન કરે છે. આપણે તન્યસ્વરૂપ છીએ, તેનું કઈ પ્રમાણ બુદ્ધિને જણાતું નથી. ચત રવરૂપ હોવાથી આપણને વ્યાધિ થવાને, કશો જ સંભવ નથી, એ વાત બુદ્ધિને ગળે ઉતરતી નથી, અને તેથી તે તેને દઢ થતું નથી. ઇંદ્રિયો વડે “હું સ્થલ દેહ છું” એ તેને સિદ્ધ થયેલું છે, અને તેથી તે નિશ્ચયને તે માની બેઠી છે. ઇંદ્રિયથી થયેલા ખોટા જ્ઞાનથી બંધાયેલા ખોટા નિશ્ચયથી પરિણામ એ આવ્યો છે કે આપણે સુખરવરૂપ હોવા છતાં આપણને દુઃખી માની બેઠા છીએ, અને પ્રસંગોપાત્ત તે આપણું દુઃખને એટલું મહાભારત માની બેસીએ છીએ કે તેને ટાળવાને ઉપાય આપણા જ હાથમાં છતાં, તેને ટાળવાને ત્રિભુવનમાં ઉપાય નથી એમ નિશ્ચય કરી સંતાપના અગ્નિમાં પ્રજળ્યા કરીએ છીએ
હું ઇંદ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી, પણ ચેતન્યરવરૂપ આત્મા છું, એવું જ્ઞાન, મેળવવાનું સાધન ઇંદ્રિયો નથી, મન નથી, કે બુદ્ધિ નથી.
Page #41
--------------------------------------------------------------------------
________________
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
જેમ નેત્ર વૃક્ષને જુએ છે, અને આ વૃક્ષ છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમ ઇંદ્રિ આત્માના સંબંધમાં આવીને આ આત્મા છે, એવું જ્ઞાન પ્રાપ્ત કરવા અસમર્થ છે. તે જ પ્રમાણે બુદ્ધિ, વિવિધ તર્કથી તથા ઇંદ્રિયોએ મેળવી આપેલાં પ્રમાણથી, જેમ જગતના વિવિધ વિષયોનું જ્ઞાન મેળવે છે, તેમ વિવિધ તર્કથી તથા પ્રમાણથી આત્માને જાણવા અસમર્થ છે. આત્માને જાણવા માટે તે બુદ્ધિએ ઇંદ્રિયોને ત્યજીને તથા પિતાના વ્યાપારને છોડીને પિતાને પ્રેરક અને પિતાને સ્વામી જે આત્મા તેમાં બૂડી જવું જોઈએસ્થિર થવું જોઈએ. તેમ કરવાથી હું ચૈતન્યસ્વરૂ૫ આત્મા છું, એવો અનુભવ તેને થવાને સંભવ આવે છે.
ઈદ્રિયના અને બુદ્ધિના વ્યાપારને અટકાવી આત્મામાં જેમણે બુદ્ધિને ડુબાડી છે, તેમના અનુભવને બુદ્ધિએ શ્રદ્ધાથી માની, તેમને પગલે પગલે ચાલવું, એ જ તેને માટે સુખને ઉપાય છે. તે વિના, તર્કથી અને પ્રમાણથી આત્માને અનુભવ થયે પિતાના અસત્ય નિશ્ચય ફેરવવા તેણે ઘણે પ્રસંગે જે નિર્ણય કર્યો હોય છે, તે તેની દુઃખી સ્થિતિને લંબાવનાર જ થઈ પડે છે.
બુદ્ધિએ બાંધેલા ખોટા નિશ્ચયથી જ આપણે ખોટા વિચારે સેવીએ છીએ, અને એ આપણા ખોટા વિચારેએ જ આપણું આ દુર્દશા કરી મૂકી છે.
ખોટા વિચારોથી દુખ થાય છે, તેને સર્વને નિત્ય અનુભવ થવા છતાં મનોને ખોટા વિચારે દુઃખના કારણરૂપ છે, એ વાત માનવામાં આવતી નથી. કેટલાક મનુષ્યો ખોટા વિચારોથી શરીરઉપર અસર થાય છે, એ વાત સ્વીકારે છે, પણ તેથી નિર્ધનતા પ્રાપ્ત થાય છે, અથવા આપણું સંબંધમાં આવનાર બીજા મનુષ્યો દુઃખી થાય છે, એ વાર્તા સ્વીકારી શકતા નથી.
હવે આ વિષયના ખરાપણાને અથવા ખોટાપણાને નિર્ણય પ્રયોગ કરી જેવાથી તત્કાળ થઈ શકે એવે છે તે પછી તેની ચર્ચામાં ઊતરી પ્રમાણોની ફેંકાફેકી કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ વિચાર સેવવા પ્રયોગ અફીણ ખાવાજે કે સેમલ ખાવાજે ભયભરેલ નથી. ભયભરેલ હોય તે તેની અજમાયશ કાઢતાં મનુયોએ ખચકવું યોગ્ય છે. પણ ભય ન છતાં, અને પરિણામે લાભ થવાનું વચન આપવામાં આવતાં છતાં, વાત માનવાજેવી જ નથી, એવો દુરાગ્રહ ધરો, એ કેટલું અયોગ્ય છે? આવો દુરાગ્રહ સુખ આપનાર પ્રગે. સેવવામાં આળસ, પ્રમાદ અને કાયરતાવિના બીજું કશું જ સૂચવત નથી.
Page #42
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધના ]
૩૩
વિચારના સામર્થ્યને જોવાની ઈચ્છા હાય તો નીચેના શુદ્ધ વિચારને ત્રણ માસસુધી સેવ્યા કરો. અશુભ વિચારનું ફળ માસમાં કે તેથી ઓછા સમયમાં પણ જણાય છે, કારણ તે સેવવા બહુ સહેલા પડે છે, તથા સારી રીતે સેવાય છે. તમારી ખાતરીને માટે આ સ્થળે તેવા કાઈ અશુભ વિચાર સેવવાના પ્રયોગ હું લખત, પણ પ્રિય ભાઈ ! તમારી ખાતરી નહિ થાય તો ચિંતા નથી, પણ તમને દુઃખી કરવા હું ઈચ્છતા નથી. સામલ ખાવાથી મૃત્યુ થાય છે, એવું કાઈ ન માને, તેની તે ખવડાવી ખાતરી કરી આપવી, એ મારુ’કામ નથી. તમારો દુરાગ્રહ જ તમારો સાચો શિક્ષક થઈને તમને સમય જતાં સુધારશે, હાલ તો જો યોગ્ય ભાસે તે નીચેના શુદ્ધ વિચાર સેવજો.
‘ ગગનમાં ઊડતા પક્ષીની દોદિશાએ જેમ હવા છે, તથા સમુદ્રમાં ફરતા મત્સ્યની બધી બાજુએ જેમ જળ છે, તેમ પરમેશ્વર સર્વ વ્યાપક હાવાથી મારી સ` દિશામાં તે જ છે. હું પરમેશ્વરમાં જ હરું શ્રુ, ક્રૂરુ છું, અને મારા સ વ્યવહાર કરુ છું. પરમેશ્વર સુખસ્વરૂપ છે, અને તે મારી દૃશેદિશાએ વ્યાપી રહેલા હેાવાથી હું સુખના જ મહાસાગરમાં અખંડ રહું છું. પરમેશ્વર ચૈતન્યરવરૂપ છે, અને તેમનામાં જ હું રાત્રિદિવસ હરતાફરતા હાવાથી હું આરેાગ્યમાં જ નિરંતર રહું છું. પરમેશ્વર અનત ઐશ્વર્ય મય છે, અને તેથી મારી આજુબાજુ અનંત અશ્વ જ વ્યાપી રહ્યું છે. સુખથી, આરોગ્યથી, ઐશ્વય થી, જ્ઞાનથી, સામર્થ્યથી મારે એક તસુના લાખમા ભાગજેટલું પણ અંતર નથી, કારણ કે પરમેશ્વર એ સમય છે, અને તે મારા અંતર્બાહ્ય વ્યાપી રહ્યા છે.’ આ વિચારાનું થાડા દિવસ અખંડ ચિંતન કર્યાં કરો. એ વિચારામાં જે ભાવ રહેલા છે, તે ભાવતી સત્યતાને હૃદયમાં આરૂઢ કરવાના પ્રયત્ન કરો. એ વિચારામાં રહેલા ભાવથી વિરુદ્ધ પ્રકારના ભાવને હૃદયમાં પ્રવેશવા ન દે, અને તમારી શારીરિક, માનસિક, વ્યાવહારિક, અને પારમાર્થિક સ્થિતિઉપર તેની શી અસર થાય છે, તે અવલકા, અને પછી કહો કે વિચાર કરશું જ કરવા સમર્થ નથી.
એ વિચારાને ખરા માની, તેના ભાવમાં તમે સ્થિર થવા માંડા છો કે તત્કાલ તમને વિલક્ષણ નિર્ભયતા ભાસે છે. બધે જ આરાગ્ય વ્યાપી રહેલુ છે, એવું તમારી વૃત્તિમાં આરૂઢ થતાં તમને વ્યાધિના ભય રહેતો નથી. તમારા પાડોશમાં જ પ્લેગના કેસ થયા હોય છે, તોપણ તમારા વિચારનું સ્વરૂપ બદલાવાથી તમારું હૃદય કડક ડક થતું નથી. બધે જ આનં↑ વ્યાપી રહેલા
૫
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪.
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
છે, એ ભાવ તમારી વૃત્તિમાં તમે સ્થાપતા હોવાથી તમારી વૃત્તિમાંથી બહારના સઘળા પ્રાણી પદાર્થોમાંથી પ્રતિકૂલ બુદ્ધિ છૂટી જાય છે. તમારા અભુત વિચારના પ્રભાવથી તમે જેમાં તેમાં આનંદને જેવા પ્રયત્ન કરે છે, અને તેથી તમારાં ઉગ, ચિંતા વગેરે નાશ થવા માંડે છે. સઘળે જ ઐશ્વર્ય ભરેલું છે, એ ભાવ તમારા અંતરમાં સ્થિર થતાં, શું ખાઈશું, શું પીશું, વગેરે ચિંતાજનક વિચારથી તમારા મુખઉપર ઉદાસી છવાઈ વળવા સંભવ આવતું નથી. તમારું અંતઃકરણ નિર્ભય, પ્રસન્ન અને પ્રશાંત રહે છે. આથી તમારા શરીરમાં રુધિરની ગતિ ઉત્તમ પ્રકારે થાય છે, અને તેમ થતાં તમારી પાચનક્રિયા સુધરે છે. નિર્ભયતા અને પ્રસન્નતા સર્વોત્તમ આરોગ્ય આપે છે, એ કોણ નથી જાણતું ? સામાન્ય મનુ પણ કઈ અલમસ્ત મનુષ્યને જોઈને કહે છે કે કશી જ ચિંતા ન હોવાથી આ માણસ પાડા જેવો વધ્યો છે. સ્વલ્પમાં નિર્ભયપણું-નિશ્ચિતપણું-પ્રસન્નતા-શરીરના ઉત્તમ આરોગ્યમાં પ્રધાન કારણ છે; અને સમજીને, શ્રદ્ધાપૂર્વક સેવવામાં આવેલું શુદ્ધ વિચાર નિર્ભયતા પ્રકટાવ્યા વિના રહે જ નથી, એ અનુભવસિદ્ધ છે. આ પ્રમાણે તમારા શુદ્ધ વિચારથી તમને આરોગ્યની પ્રાપ્તિ થાય છે એટલું જ નહિ, પણ પછી તે જ વિચારના પ્રભાવથી તમારા રાગદ્વેષ છૂટતા જાય છે. સર્વત્ર પરમાત્મા વ્યાપી રહેલા છે, એ નિશ્ચયને વારંવાર તમે સ્પરાવતા હોવાથી તમારે કોઈપ્રતિ હેપને કરવાનું કારણ રહેતું નથી. પરમેશ્વરપ્રતિ તમને દ્વેષ હોતો નથી, અને તે તે સર્વત્ર વ્યાપી રહેલા છે, એવા વિચારેને તમારા અંતઃકરણમાં પ્રવાહ ચાલત હોવાથી તમે સર્વપ્રતિ પ્રેમને જ કરે છે; અને સર્વપ્રતિ તમારે પ્રેમ થતાં સર્વ પણ તમારા પ્રતિ પ્રેમ કરે છે. આમ વિશ્વને તમારા પ્રતિ પ્રેમ થતાં સમગ્ર વિશ્વ તમને અનુકુળ થાય છે. તમારા જીવનમાંથી દુઃખઅશાંતિવગેરે નીકળી જાય છે. તમારા વ્યવહાર અને પરમાર્થ સરળ થાય છે, એટલું જ નહિ પણ તેમાં અદ્ભુત ઉન્નતિ થયાને તમને અનુભવ થાય છે. | શુભ વિચારનું આ પ્રકારનું સામર્થ્ય પ્રયત્ન કરનારને અનુભવમાં આવ્યાવિના રહેતું જ નથી. પૂર્વે થઈ ગયેલા અસંખ્ય મહાત્માઓ તથા વર્તમાન સમયના મહાપુ શુભ વિચારના શુભ ફળને પ્રકટાવવાના સામર્થ્યને દર્શાવી આપનાર સમર્થ ઉદાહરણ છે, અને આપણે અશુભ વિચારથી પ્રકટતા ખોટા પરિણામથી અશુભ વિચારના સામર્થ્યને દર્શાવી આપનાર સમર્થ ઉદાહરણે છીએ. આપણામાંથી કેટલા અસંખ્ય મનુના, ચિંતા અને ભયથી, વૃદ્ધાવસ્થા આવ્યા પહેલાં જ, યુવાવસ્થામાં કેશ ત થઈ ગયા છે ! કેટલા અસંખ્ય મનુષ્ય
Page #44
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને]
મંદાગ્નિથી, જ્ઞાનતંતુના વ્યાધિઓથી, નબળાઈધી અને એવા જ બીજા સેંકડે રેગથી એ જ અયોગ્ય વિચારના સામર્થ્યથી પીડાય છે! પરીક્ષા સમયે પરીક્ષકના આગળ જતાં અને ઉત્તર આપતાં હજારો વિદ્યાર્થીઓનાં હૃદય બમણા વેગથી ધડકે છે, અને ઊછળીને જાણે હમણું મુખમાંથી બહાર નીકળી પડશે, એવું જે તેમને ભાન થાય છે, તે કયા કારણથી તે કોઈ કહેશે? કડક ઉપરીની પાસે જતાં, સાક્ષીના પાંજરામાં ઊભા રહેતાં, અને વકીલેથી ઊલટપાલટ પ્રશ્નો થતાં, શરીરે હષ્ટપુષ્ટ અને બળવાન ભલભલાના હોશકેશ ઊડી જાય છે અને પરસેવાના બેઝેબ છૂટી જાય છે, તે કયા કારણથી તેને કોઈ ઉત્તર આપશે? ભય અને ચિંતાના વિચારવિના આ સર્વ પરિણામ પ્રકટવામાં બીજું કયું કારણ છે?
અશુભ વિચારનાં કેટલાં ખાટાં ફળ થાય છે, એ મનુષ્યો ન જાણતા હોવાથી જ મનની તેઓ અત્યંત બેકાળજી રાખે છે. તમારી આંખમાં એક કસ્તર પડ્યું હોય છે તે તે કઢાવ્યાવિના તમે બીજું કશું કામ કરતા નથી. તમે
જ્યાં સુધી તે નથી નીકળતું ત્યાંસુધી સેંકડે ઉપાયો કરી વળે છે. તમારા પેટમાં જરા દુઃખતું હોય છે તે તમે ડોક્ટરને કે વૈદ્યને ઘેર તરત દોડે છે, અને તે દુ:ખ મટાડવાને હજાર તરફડિયાં મારે છો; પરંતુ અશુભ વિચાર એ સર્વ દુઃખનું કારણ છે, અને મનને થયેલે ટામાં મેટે રેગ છે, એવું સાસ્ત્રો અને પુરુષો મેઘનાદ કરીને તમને કહે છે, તે પણ અશુભ વિચારને તમારા મનમાંથી કાઢવાની તમને જરા મરજીસરખી પણ થતી નથી. તમે એ કામ નિરાંતે કરવાઉપર મુલતવી રાખો છો. આંખમાંથી કસ્તર કઢાવવાનું કામ બે દિવસ મુલતવી રાખવાની તમને કેાઈ સલાહ આપે છે તે તમે તેને બબૂચક કહે છે, અને લાંબું ગંભીર મુખ કરી દે છે કે આવા કામમાં ગફલત કરીને શું આંખમાં ફૂલું પાડવું છે કે શું આંધળાબાંધળા થવું છે? પણ મનમાંથી કસ્તર નહિ, પણ ગંધાતા કચરાને ઉકરડે કાઢવાની વાત તમને દશ વર્ષે વીશ વર્ષ કે ઘડપણમાં કરવી ઠીક લાગે છે!
આંખમાં પડેલું કરતા નથી કાઢવામાં આવતું તે તે માત્ર નેત્રને જ બગડે છે, એટલું જ દુઃખ આપે છે, પણ આ મનમાં પડેલ કચરે નથી ટાળવામાં આવતે તે તે આ જન્મમાં અસંખ્ય દુઃખ આપે છે, એટલું જ નહિ, પણ અસંખ્ય જન્મમાં અનંત વર્ષો સુધી દુઃખ આપે છે. આમ હોવાથી વિચારેને
Page #45
--------------------------------------------------------------------------
________________
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર સુધારવામાં આળસ કરવી, એ પોતાના મસ્તકને પોતાને જ હાથે કરવતથી વહેરવા બરાબર છે.
દુઃખમાત્રનું પ્રથમ એટલે મૂળ કારણ અયોગ્ય વિચારે જ છે. તમે ગમે તેવા દુઃખથી પીડાતા હશે-શરીરના, ધનના કે વ્યવહારમાં કોઈપણ વિષયના– અને તેનાં કારણે ઉપરથી જોતાં ભલે બીજાનું જણાતાં હોય તે પણ નિશ્ચય માનજો કે તે સર્વનું મૂળ કારણ તમારા અગ્ય વિચારે જ છે. પરંતુ આની ખાતરી બુદ્ધિથી જો તમે કરવા ધારતા હશે તે તેમાં તમે નિષ્ફળ જ થવાના. અનુભવ જ એકલે આવા વિષયમાં પ્રમાણરૂપ છે. એ જ પ્રમાણે સુખમાત્રનું મૂળ કારણ શુભ વિચારો જ છે–પછી તે સુખ શરીરનું, ધનનું, કે વ્યવહારનું ગમે તે વિષયનું હોય, અને તેનું કારણ ઉપરથી જોતાં ભલે બીજું જણતું હેય. પરંતુ આ વિષયમાં પણ અનુભવ કર્યા વિના એકલી બુદ્ધિથી ખાતરી થઈ શકે તેમ નથી.
ખાતરી કરી જેવા પ્રયત્ન કરવા પહેલાં જ બુદ્ધિ, હમેશાં આ વિષયમાં એવી શંકા ઉઠાવે છે કે જે બધે આરોગ્ય, અને ઐશ્વર્ય, અને સુખ, અને કલ્યાણ જ વ્યાપી રહ્યું છે, અને એ વિના બીજે દુઃખજેવો જણ તે કશે પદાર્થ છે જ નહિ. તે પછી આ અસખ્ય પ્રકારના રોગો, અને નિર્ધનતા, અને દુઃખ, અને અકલ્યાણ અને એવી ને એવી સેંકડો અપ્રિય સ્થિતિમાં આવી ક્યાંથી ? સૂર્યમાં જેમ એકલે પ્રકાશ જ હેવાથી અંધકાર આવતું નથી તેમ સર્વત્ર સુખ જ છે, તે પછી દુઃખ આવ્યું ક્યાંથી?
આ શંકાનું સમાધાન બુદ્ધિને, અનુભવવિના બીજા કશાથી થઈ શકે તેમ છે જ નહિ. દેરડીમાં જેને સાપ જણાત હોય તેને જ્યાં સુધી દીવો આણી દેરડી દેખાડ્વામાં ન આવે ત્યાં સુધી, તે સાપ નથી પણ દેરડી છે, તેની ખાતરી શી રીતે થાય ?
વસ્તુતઃ બધે સુખ ભર્યું છે, એ ખરું છે, અને તે પણ એ સુખમાં દુ:ખની ભ્રાંતિ થવાથી સુખ જ દુઃખરૂપ જણાય છે. જ્યાં જે નથી હોતું ત્યાં શ્રાંતિ થવાથી તે જાય છે, તેને કેને અનુભવ નથી? મિત્રમાં શત્રુની બ્રાંતિ થવાથી મિત્ર શરૂપે, અને શત્રુમાં મિત્રની ભ્રાંતિ થવાથી શત્રુ મિત્રરૂપે જણાવાનાં દષ્ટાંતે વ્યવહારમાં નિત્ય શું નથી બનતાં? આમ છે તે પછી સઘળે વ્યાપી રહેલું સુખ દુઃખરૂપે બ્રાંતિથી જણાય એમાં આશ્ચર્યજેવું શું છે?
Page #46
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ]
૩૭. પણ પાછો બુદ્ધિ પ્રશ્ન કરે છે કે ભ્રાંતિ ક્યાંથી આવી? અનુભવ ઉત્તર આપે છે કે જેમ જળમાં જળને ઢાંકનાર લીલ રહેલી છે, અને દીપકમાં કાજળ રહેલું છે, તેમ સર્વત્ર વ્યાપી રહેલા શુભમાં જ ભ્રાંતિ રહેલી છે. અને તે પણ એ ભ્રાંતિ શુભથી જદી નથી; ભરવરૂપ જ છે, અને અનુભવથી શુભસ્વરૂપે જ ભાસે છે.
દીપકમાંથી નીકળતું કાજળ, કાળું કોયલા જેવું છે, અને પ્રકાશનામાં અને તેનામાં પૂર્વ પશ્ચિમ જેટલે ભેદ સામાન્ય મનુષ્યને જણાય છે તે પણ જ્ઞાતા પુરુષ જાણે છે કે એ જ કાજળ, અગ્નિસ્વરૂપ છે, અને યુતિવડે દીપકમાં ને દીપકમાં જ તેને બાળી તેનું પ્રકાશ સ્વરૂપ પ્રકટ કરી શકાય છે. એ જ પ્રમાણે સર્વત્ર વ્યાપી રહેલા સુખમાં જણાતું દુઃખ અનુભવને પ્રકટાવવાની કળાવડે, સુખરૂપે જ અનુભવ કરી શકાય છે અને ત્યારે ભાસે છે કે સર્વત્ર એક સુખ જ વ્યાપી રહ્યું છે; દુઃખજેવું પૂર્વે જે જણાતું હતું, તેવું કંઈ હતું જ નહિ; અને જે જણાતું હતું, તે કેવળ બ્રાંતિ હતી.
અનુભવથી સિદ્ધ થનારી આ વાર્તા, બુદ્ધિને તમે આ રીતે ભલે સેંકડે વર્ષ હજારે યુક્તિથી સમજાવ્યું જાઓ, તે તર્ક નહિ પહોંચતાં હા હા કર્યો જશે, પણ તેના અંતરના ઊંડાણમાં રહેલ સંશય ટળતું નથી. આ વિષય બુદ્ધિને સમજાવા સત્યુએ હજારે ગ્રંથ લખ્યા છે, પરંતુ હજી તેની ભ્રાંતિ ટળી નથી. તેનામાં પાંડિત્ય પારવિનાનું આવ્યું છે, તે શ્રુતિનાં અને શાસ્ત્રોનાં પ્રમાણેના લોખંડના ગોળા સામાપિર ફેંકવામાં પારવિનાની પાવરધી થઈ છે, પરંતુ તેનું પોતાનું, ભ્રાંતિરૂપી માટીનું કોટડું તેડી પાડવામાં તે નિષ્ફળ નીવડી છે.
બહાર ભટકવાથી આમ જ થાય છે. એમ થવું જ જોઈએ. જ્યાં ભ્રાંતિને અભાવ છે, એવા પ્રદેશમાં ભ્રાંતિથી છૂટવા અને સત્યને અનુભવ કરવા મનુષ્ય પ્રવેશવું જ જોઈએ.
ભ્રાંતિરહિત કે પ્રદેશ છે? હા. પિતાને અંતરાત્મા. ત્યાં પ્રવેશતાં ભ્રાંતિરહિત સ્થાનને અનુભવ થાય છે, એટલું જ નહિ, પણ બહાર પણ ભ્રાંતિવાળું કેાઈ સ્થાન જ નથી, એવું ભાન થાય છે.
ભ્રાંતિવાળા વિચારેને છેડી દેઈ, શુદ્ધ વિચાર કરવા, અને તેમાં જ પ્રયત્ન પૂર્વક રમ્યા કરવું, એ અંતરાત્મામાં પ્રવેશવાનું પ્રથમ પગથિયું છે. પિતાનામાં
Page #47
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
પણ અશુભ ન જેવું, અને બાહ્ય પણ અશુભ ન જવું, પણ અંતર અને બાહ્ય સુખ, શાંતિ, ઐશ્વર્યને અને આરોગ્યને અખંડ જેવાને અભ્યાસ પાડતાં, અસંખ્ય બ્રાંતિઓના વિક્ષેપ શમી જાય છે, અને શીતળતા પ્રકટાવનારી સમાધાન વૃત્તિ ઉદય થાય છે. એ વૃત્તિ જ એકાગ્રતાનું બીજ હોવાથી પરિણામે એકાગ્રતા વધતાં, મન તથા બુદ્ધિ પિતાના આત્મસ્વરૂપમાં લીન થાય છે.
ખોટાને, અશુભને અથવા દુઃખને મન ચિંતવવા માંડે, કે તરત જ સાવધ થઈ સારાને, શુભને અથવા સુખને ચિંતવવા માંડવું. બીજાઓની સાથે વાણીવડે પણ અશુભની વાત ન કરવી, અને તેમની અશુભની વાત ન સાંભળવી. આનું જ નામ તત્વવિચાર, તત્વચિંતન, અને તત્વવસ્તુનું કથન છે. શાસ્ત્રનાં પાનાં હાથમાં લઈ પ્રક્રિયાઓ વિચારવી, એટલામાં જ તત્ત્વચિંતનને સમાવેશ થતો નથી, પણ જાગ્રજવરથાના પ્રત્યેક વ્યવહારમાં મનના પ્રત્યેક વિચારને, વાણુના પ્રત્યેક વ્યાપારને, અને શરીરની પ્રત્યેક ક્રિયાને તરવમય કરી દેવી, તેનું નામ તવાભ્યાસ છે.
નિરંતર અતત્વનું એટલે વિષયનું ચિંતન કરનારા અવિદ્યામય મનને, આ પ્રકારનું તત્વચિંતન કરવાનું કામ મહાસાગર તરવાજેવું કઠિન ભાસે છે, પણ ખરું જોતાં તે તેવું નથી. પરમાત્મા સર્વત્ર વ્યાપી રહ્યા છે, અને હું તેમનામાં જ હફરું છું, એટલે એક જ વિચાર જો સુવર્ણ અક્ષરે સ્મૃતિપટઉપર લખી રાખવામાં આવે છે, અને તેને પુનઃ પુનઃ જેવાને અભ્યાસ સેવવામાં આવે છે તે સહુએ વખાણેલું, અજ્ઞાનને નાશ કરનાર તત્વચિંતન નામનું અપૂર્વ સાધન અનાયાસ સ્વતઃ સધાતું જાય છે.
પરમેશ્વરસાથે આપણે અભેદ્ય સંબંધ છે. જે પરમાત્માનું છે તે સર્વ આપણું છે. આપણું અભેદ્ય સંબંધના અજ્ઞાનથી આપણે મર્યાદાવાળા થઈ રહ્યા છીએ. મર્યાદાવાળા ભાવની ભીંત જ, અમર્યાદનાં મોજાંને આપણા તરફ આવતાં અટકાવે છે. તે ભીંતને તેડી નાંખતાં અમર્યાદનાં મોજા જે એવર્ય, સુખ, જ્ઞાન, પ્રેમ, શાંતિ વગેરે સર્વ શુભમય છે, તેમાં આપણે ડૂબી જવાના.
મર્યાદાવાળા ભાવને લીધે જ આજે દીન થઈને મનુષ્યોને વધવું પડે છે કે હે પ્રભુ! મારું આટલું દુઃખ ટાળે, મારે રેગ નિવારે, મને ધન આપે, મારી સ્ત્રીની બુદ્ધિ સુધારે, મને પુત્રનું સુખ દર્શા, વગેરે વગેરે. મર્યાદાને ભાવ તેડી નાંખતાં, જેમ છાપરું તેડી નાંખતાં, ઘરમાં પ્રકાશને અને ઉણતાને
Page #48
--------------------------------------------------------------------------
________________
સુખનાં સરળ સાધને ]
નાંખવાને સૂર્યને પ્રાર્થના કરવી પડતી નથી, તે વગર પ્રાર્થનાએ જ પ્રકાશને ઘરમાં નાંખે જ છે, નાંખ્યા વિના તેનાથી રહેવાતું જ નથી, તેમ આરોગ્ય, સુખ, ઐશ્વર્ય સ્વભાવથી જ ઈશ્વર આપણું પ્રતિ પ્રવર્તાવે છે. તેમને માટે દીન થઈ આપણે પ્રાર્થના કરવી પડતી નથી. પરમેશ્વરને આપણને સુખ આપવાની ઈચ્છા નથી માટે આપણને સુખ મળતું નથી, એવું કશું છે જ નહિ. પરમેશ્વર તે પરમ પ્રેમસ્વરૂપ છે, કૃપાના સમુદ્ર છે, સુખમાં આપણને ઝબોળી દેવા નિરંતર તત્પર છે, પણ આપણે પરમેશ્વર જે સુખ આપે છે, તે લેવા તત્પર નથી. અમર્યાદ ઈશ્વરમાં એક થઈને આપણે સર્વત્ર સુખને જોતા નથી, સુખનું ચિંતન કરતા નથી, પણ દુઃખનું ચિંતન કર્યા કરીએ છીએ. ઈશ્વરને દુઃખરૂપે આપણે ચિંતવીએ છીએ, અને દુઃખરૂપે તેમને ગ્રહણ કરવા આપણે તત્પર રહીએ છીએ, અને સર્વત્ર વ્યાપી રહેલા સુખરૂપ ઈશ્વર આપણું માગ્યા પ્રમાણે આપણને દુઃખરૂપે જણાય છે.
મન ઉદાસ મુખ કરી ઘણીવાર બબડે છે કે પૂર્વે ઈશ્વરની મારાપર કૃપા હતી, પણ હાલ અકૃપા થઈ છે. ભાઈ ! ઈશ્વરની કૃપા કદી થતી જ નથી. સૂર્ય આજે પ્રકાશ આપે અને અને કાલે કાજળ જેવો અંધકાર નાંખે, બે દહાડા તડકે આપે, અને બે દહાડા તડકે નાખો બંધ કરે, એવું કદી સાંભળ્યું છે? અત્રે પ્રહર, અને બારેમાસ સૂર્ય જેમ તડકે નાંખ્યા જ કરે છે, એક પળના લાખમાં ભાગ જેટલો સમય પણ અંધકાર કદી નાંખતે જ નથી, તેમ પરમાત્મા અનાદિ કાળથી કૃપાને વર્ષાવ્યા જ કરે છે, એક ક્ષણના કરેડમા ભાગ જેટલું સમય પણ કદી કોઈને ઉપર અકૃપાળુ થતા જ નથી. તે અકૃપાળું થાય તે પછી તેમને પરમાત્મા કહે કોણ? કૃપાના મહાસાગરૂપે તેમની સ્તુતિ થાય શી રીતે ? ભાઈ! તમારી પિતાની જ તમારા ઉપર અકૃપા થઈ છે, અને તેથી જેમ કાળાં ચશ્માં પહેરનારને બધું કાળું દેખાય છે, તેમ તમારો પિતાને દોષ તમને પરમાત્મામાં દેખાય છે.
પરમાત્મા નિરંતર કૃપાળુ છે, નિરંતર પ્રેમસ્વરૂપ છે, નિરંતર સર્વ કલ્યાણોના કદી નહિ ખૂટે એવા ભંડાર છે. તમે તેમને ગાળો દે, હજારે વર્ષ સુધી ગાળો દે, તે પણ તેમને આ કૃપાળુ સ્વભાવ કદી બદલાતું નથી. સાકર કડવી થાય જ શી રીતે? પિતાની કૃપાવૃષ્ટિ તે નિરંતર આપણા ઉપર કરે જ છે, તેથી જ આજે આપણે મનુષ્યરૂપમાં આવ્યા છીએ તેમની નિરંતર
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
[શ્રી વિશ્વવંદવિચારરત્નાકર વર્ષની કૃપાને જે મનુષ્ય જે પ્રમાણમાં પિતાના હૃદયપાત્રમાં ઝીલે છે, તે પ્રમાણમાં તે પિતાની ઉન્નતિ સાધે છે. જેમને કૃપા ન જણાતી હોય તેમણે ઈશ્વરને દોષ દીધા કરતાં, પિતાનાં હૃદયપાત્રને ઊંધાં રાખવાના પિતાના દેશને જોઈ તે ટાળવા પ્રયત્ન કર, એ જ યોગ્ય છે.
મનુષ્ય પરમેશ્વરપ્રતિ એક વહેત ધરે છે, તે પરમેશ્વર તેના પ્રતિ એક હાથ ધસે છે.
(અપૂર્ણ)
Page #50
--------------------------------------------------------------------------
________________
।। ૐૐ શ્રી |
વિચારરત્નરાશિ
૧. પ્રા:તકાલે તમે જાગ્રુત્ થા છે કે તરત જ શુ` તમે હૃદયમાં 'તર્યામીશ્વિરપ્રતિ દૃષ્ટિ નાંખા છે ? તમારા આત્મારૂપ આ પરમેશ્વર પાસે શું તમે ખરા મનથી દીનપણે થાડી ક્ષણે એકાગ્ર થઈ યાચા છે કે આજે પુનઃ નિદ્રાવશ થતા સુધી સ` ક્રિયાઓમાં મને શુદ્ધ મતિ તથા શુદ્ધ જ્ઞાન આપો? શું તમે નથી જાણતા કે આ પ્રમાણે પ્રા:તકાલમાં નિત્ય હૃદયસ્થ શ્વરનું સાહાચ્ય યાચવાથી પ્રત્યેક શુભ ક્રિયામાં આપણને દેવી સાહાય્ય પ્રાપ્ત થાય છે? શું તમે નથી જાણતા કે હૃદયમાં રહેલા આપણા આત્મસ્વરૂપપ્રતિ અભિમુખ થઈ નિત્ય પુનઃ પુનઃ આ પ્રમાણે યાચના કરતાં શાંતિ, સુખ, આનંદ, ખળ, સામર્થ્ય અને દૈવી શક્તિ મનુષ્યને પ્રાપ્ત થાય છે? શું તમને એ વાર્તા અજ્ઞાત છે કે મનુષ્યો આ પ્રમાણે હૃદયમાં નિત્ય ઊંડા ઊતરી ખરી ભક્તિથી પોતાના સ્વસ્વરૂપશ્વિર પાસે શુદ્ધ જ્ઞાન તથા શુદ્ઘ મતિની યાચના નથી કરતા, તેથી જ તેમને સ પ્રકારનાં દુઃખો, સર્વ પ્રકારના ક્લેશો, અને સર્વ પ્રકારની વિપત્તિઓ પ્રાપ્ત થાય છે ? નિત્ય પ્રાતઃકાલમાં જાગ્રત્ થતાંની સાથે જ હૃદયમાં ઊતરો અને શાંતિથી પૂર્ણ પ્રેમથી પરમેશ્વરના સબંધને સેવા.
૨. ભાવિની ચિંતા અને ભય યથા શ્રેયસ્સાધકને નથી જ. અવિહિત માગે વનારને જ ભય, ચિંતા, અને થથરાટ હાય છે. શ્રેયસ્સાધક પોતાના હૃદયમાં રહેલા શ્વરથી શુદ્ધ મતિ તથા જ્ઞાનને પ્રાપ્ત કરી સદા શુદ્ધ માર્ગે જ વહન કરતા હાય છે, અને તેથી તેને ભય કે ચિ ંતાના સંભવ જ ક્યાં છે? પુનઃ પુનઃ હૃદયમાં વળી ઈશ્વરના અભિમુખ થઈ શુદ્ધ મતિને પ્રાપ્ત કરો. શુદ્ધ મતિ પ્રાપ્ત થતાં સદા શુભ ક્રિયા જ સેવાય છે. અને શુભ ક્રિયાનું ફળ સદા સુખ જ છે. ભય અને દુઃખથી તરવાના, ભાવિની ચિતાથી ઊગરવાના એ જ સરળ ઉપાય છે.
૩. બ્રહ્મસદન અથવા બ્રહ્મલોક ક્યાં છે? વધુ ક્યાં છે ? સ્વ ક્યાં છે? જો તમને અનુભવતાં આવડે, તે તમારા હૃદયમાં છે, જો તમને પ્રાપ્ત
Page #51
--------------------------------------------------------------------------
________________
[શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
કરતાં આવડે તે આ ભૈતિક શરીરમાં જ, બ્રહ્મસદનના સુખને તમને અનુભવ થવાના સર્વ સંભવ છે. સ્વર્ગનાં કે વૈકુંઠનાં દર્શન કરવા, મરણ પામવાની અગત્ય નથી. તમારા જીવનની પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક ઘટિકાઓ, પ્રત્યેક પ્રહરે તમે સ્વર્ગસુખને અનુભવ કરવા સમર્થ છો. અંતઃકરણની સ્થિતિ ફેરવે, અને તમારું શરીર, તમારું ઘર, તમારું નગર, તમારે દેશ, બ્રહ્મલોક થઈ રહેશે. તમે પિત દેવ થશે, અને મનુષ્યમાત્ર તમને દેવરૂપે દષ્ટિએ આવશે. મનુષ્યો ખરાબ નથી, તમારું ગામ ખરાબ નથી, દેશ ખરાબ નથી, કાળ ખરાબ નથી. તમારું અંતઃકરણ વિકારી છે. અંતઃકરણને ફેર, સર્વત્ર કલ્યાણ વિના અન્ય કંઈ દૃષ્ટિએ આવશે નહિ. વૃત્તિઓને જગદાકાર, પદાર્થાકાર, વિષયાકાર કરે; બ્રહ્મસદન તમારાથી કરોડે યોજન દૂર છે. વૃત્તિઓને ઈશ્વરાકાર કરે, હૃદયમાં રહેલા તમારા આત્માકાર કરે, ચિન્મય કરે, બ્રહ્મસદન તમારા આંગણામાં, તમારા ઘરમાં પ્રકટેલું જણાશે. હૃદયમાં વર્તતા વિષયોનાં ચિંતન ત્યજી, ચિતિશક્તિનું ચિંતન કરે, તમે તત્કાળ દેવ થશે. તમે દેવ છો જ. શા માટે તમારું દેવત્વ, ઈશ્વરત્વ જોતાં, તેનું ચિંતન કરતાં સંકેચાઓ છો, ભય પામે છો ? નેત્રને જગત ભાસે ત્યાં ત્યાં તેને બ્રહ્મ જેવાને અભ્યાસ પાડે. અન્ય ઈદ્રિયોને જ્યાં જ્યાં જા, દુઃખ અને અસતનું ભાન થાય ત્યાં ત્યાં તેમને બળાત્કારથી ચિત સુખ અને સત્ જેવા અભ્યાસ પાડે. બ્રહ્મસદન તમારી સમીપ છે. અંતર અને બાહ્ય, ઉચે તથા નીચે, ચતુર્દિશામાં અને ચતુષ્કોણમાં તમારા આત્મસ્વરૂપ વિના અન્ય શું છે જે બ્રમમાં અને ભયમાં પડી વૃથા છળી મરે છે? સત્વરે ચેતે. સર્વત્ર બ્રહ્મ છે. તમે બ્રહ્મ છે, અમે બ્રહ્મ છીએ. પ્રાણી પદાર્થ સર્વ બ્રહ્મ છે. આ જ વિચારને અખંડ જાગ્રત રાખો. અન્ય વિચારને સુરવા ન દે. તમે બ્રહ્મસદનમાં સ્થિત છે. તમે બ્રહ્મસદનના અધિપતિ છે.
૪. પિતાના દેષ જેવા, એ લાભકારક છે; પરંતુ વારંવાર પિતાના દોષનું ચિંતન કરવું, અને તેમ કરીને પિતાને વારંવાર તિરસ્કાર કરે એ લાભકારક નથી. પિતાના દેશે અને દુર્ગુણને વારંવાર વિચાર કરવાથી લાભ થવાને બદલે હાનિ થાય છે, કારણ કે જે સમય ઉત્તમ પ્રકારના શુદ્ધ વિચારમાં અથવા તત્ત્વવિચારમાં જવો જોઈએ, તે સમય ચિંતનમાં જાય છે. દોષનું ચિંતન કઈલાભ કરતું નથી, પણ તેનું જ ચિંતન લાભ કરે છે, તેથી દેનાં ચિંતનમાં વૃથા કાળ ન ગાળતાં બુદ્ધિમાન મનુ તત્વવિચારમાં
Page #52
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરશિ]
૪૩
જ કાળ ગાળવા ચોગ્ય છે. પોતાના દોષોને વારવાર વિચાર કરવાથી ગ્લાનિ, અ મધિક્કાર વગેરે પ્રકટે છે, તેથી હૃદય સ કાચાય છે; અને તેના પરિણામમાં જો તત્ત્વવિચાર કરવામાં ઉત્સાહ પ્રકટતો નથી, અને પ્રયત્ન થતા નથી, તે મનુષ્યની ક્રમે ક્રમે ઉન્નતિ થવાને બદલે અવનતિ જ થાય છે. દોષો ત્યજવા માટે કચિત્ કવચિત્ પોતાના દોષો જોવા, એ ઠીક છે. પરંતુ વારંવાર તેમાં નિમ રહેવુ, એ દુળતા આણનાર છે, અને પુરુષાર્થમાં જોડનાર જે ઉત્સાહ તેના
લય કરનાર છે.
૫. તમારા મ્હેલા અર્થ તમે ધારા છે તે કરતાં વધારે સત્વર તમને મળવાનો સંભવ હોય છે. પૂર્ણ શ્રદ્ધાને રાખી, તમારા હૃદયમાં રહેલા તમારા આત્મસ્વરૂપપ્રતિ પ્રેમને વધારતા જાઓ, અને નિષ્ફળતાના કાઈ ક્ષણે પણ વિચાર કરશેા નહિ. અલ્પ સમયમાં સિદ્ધિ મળેલી તમે અનુભવશે.
૬. પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એથી શ્રેષ્ઠ કવ્ય આ વિશ્વમાં મનુષ્યાનુ... અન્ય કાઈ નથી. એવા એક પણ અર્થ નથી કે જે આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં પ્રાપ્ત ન થાય. આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો રાજમા એક જ છે, અને તે એ જ છે કે સવ ખાદ્ય પદાર્થાનું ચિંતન પરિત્યજી પોતાના હૃદયમાં નૃત્તિઓને એકાગ્ર કરવી, હૃદયના મધ્યબિંદુમાં ભૃત્તિની સ્થિતિ, એ સર્વાં ભયથી મુક્ત કરનાર છે. હૃદયના મધ્યબિંદુમાં નૃત્તિની સ્થિતિ, એ અજ્ઞાનમાત્રનો ઉચ્છેદ કરનાર છે. હૃદયના મધ્યબિંદુમાં ભૃત્તિની સ્થિતિ, એ જ્ઞાનમાત્રનું ઉત્પત્તિસ્થાન છે. હૃદયના મધ્યબિંદુમાં વ્રુત્તિની સ્થિતિ, એ ઐશ્વયંમાત્રને અનાર્ છે.
છે. જેમ જેમ મનુષ્ય પોતાના હૃદયના મધ્યમાં રહેલા પોતાના આત્મ સ્વરૂપની અધિક અધિક સમીપ આવતા જાય છે, તેમ તેમ તે અધિક અધિક નિર્ભય થતા જાય છે, અને જેમ જેમ તે હૃદયના મધ્યબિંદુથી દૂર, આ દૃશ્ય વિષયપ્રતિ જતા જાય છે, તેમ તેમ તે અધિક ભયને પ્રાપ્ત થતા જાય છે. જેમ જેમ મનુષ્ય પોતાના હૃદયના મધ્યબિંદુની નિકટ આવતા જાય છે, તેમ તેમ તે વ્યાધિ અને મૃત્યુથી દૂર જતા જાય છે; અને જેમ જેમ તે પોતાના હૃદયના મધ્યબિંદુથી દૂર જતા જાય છે, તેમ તેમ તે વ્યાધિ અને મૃત્યુની સમીપ આવતા જાય છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
૮. કેટલાક મનુષ્ય દુઃખથી ખીએ છે, કેટલાક રાગથી ખીએ છે, કેટલાક વૃદ્ધાવસ્થાથી ખીએ છે, કેટલાક મૃત્યુથી ખીએ છે, કેટલાક નિર્ધનતાથી ખીએ છે, કેટલાક ચોર, શત્રુ, સાપ, વીછી વગેરેથી ખીએ છે, કેટલાક દુર્ગુણ, દોષ અને પાપથી ખીએ છે. કેટલાક પોતાની ઓછી આવડતથી ખીએ છે, કેટલાક ભવિષ્યમાં આવનારી અણધારી વિપત્તિથી ખીએ છે. ભયનાં આવાં આવાં અસખ્ય નિમિત્તોની ગણતરી કરવાનુ શું પ્રયોજન છે ? મનુષ્ય જેમ જેમ પોતાના હૃદયના મધ્ય બિંદુની નિકટ આવતા જાય છે, તેમ તેમ બ્રહ્માંડની અ ંદરના તથા બ્રહ્માંડની બહારના સર્વ પ્રકારના ભયથી મુક્ત થાય છે. કારણ હૃદયનુ મધ્યબિંદુ–મનુષ્યનું આત્મસ્વરૂપ-નિર્ભયતાનો મહાદધિ છે, ભયરૂપ અધકારને મધ્યાહ્ન સમયના સૂર્ય છે.
૪૪
૯. હૃદયના મધ્યબિંદુની પ્રાપ્તિ શી રીતે થાય ? તેની સમીપ શી રીતે જવાય ? વિષયનાં ચિંતન પરિત્યજી હૃદયમાં વૃત્તિ એકાગ્ર કરવાથી. એકાગ્રતા એ જ હૃદયના મધ્યબિંદુને અનુભવવાના એક જ ઉપાય છે.
૧૦. એકાંત સ્થળમાં સર્વ વિષયના વિચારો છોડી દેઈ શાંતપણું પ્રેસી હૃદયમાં વૃત્તિ સ્થિર કરવાથી ક્રમે ક્રમે એકાગ્રતા સાધી શકાય છે; વૈખરી અને મધ્યમાનાં તોફાનાની પેલી પાર હૃદયનું મધ્યબિંદુ છે. વિચારાના ત્યાં અભાવ છે. અપૂર્વ શાંતિ ત્યાં પ્રવર્તે છે. તેને પ્રાપ્ત કરવાને તમે પણ તેના જેવા જ શાંત થા. ધાંધાને છેડી એકાંત સેવા. અંદર ઊતરી. અંદર પણ વિચારાના સૂક્ષ્મ ધ્વનિને બંધ કરો. સર્વ પ્રકારના ધ્વનિ બંધ થતાં, મધ્યબિંદુ કયું છે, તે ઓળખાવવાની અગત્ય રહેશે નહિ.
૧૧. હૃદયના મધ્યબિંદુ સમીપ જતાં કેવાં વિદ્મો આવે છે તે તમે જાણા છે ? બહારના દેશમાં તમારી વૃત્તિ ફરતી હાય છે, ત્યારે જે અવાજો તમને જરા પણ નડતા નથી, તેવા અવાજે હૃદયમાં ઊતરતાં તમને ક્ષણે ક્ષણે વિશ્ર્વ કરે છે. ઝાડનું, હાલવું, કાગડાનુ ખેલવું, કે મચ્છરનું ગણગણવું, ખીઝ વખતે તમને કશા પણ વિક્ષેપ કરતું નથી. પણ આવા ક્ષુદ્ર અવાજો, હૃદયમાં ઊતરતાં તમને જાણે તોપના ભડાકા જેવા લાગે છે. કાઈ ધીરે વાત કરતું હોય તાપણ તે તમને તત્કાળ સંભળાય છે, અને તમને તત્કાળ વિક્ષેપ થાય છે. આથી આકળા સ્વભાવવાળા મનુષ્યા ગભરાઈ જાય છે, ચિડાઈ જાય છે, જાગ્રત થઈ અવાજ કરનાર ઉપર ક્રોધ કરે છે. આવા સ્વભાવ એકાગ્રતાને સાધી શકતો નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ]
૧૨. ધર્યને, વૈર્યને સેવો. પ્રસન્નતાને, વૃત્તિના સાત્વિક ભાવને પરિત્યાગ કરે નહિ. બળ વાપર્યાથી એકાગ્રતા થતી નથી. આકુળતા ધરવાથી સંયમ સધાતું નથી. સંયમમાં શાંતિની અગત્ય છે. એકાગ્રતા એ પ્રયત્નનું પરિણામ નથી, પણ શાંતિનું પરિણામ છે. પ્રયત્નથી તમે વૃત્તિને વધારે વિકળ કરે છે. પ્રયત્નની અગત્ય નથી. શાંત રહે. ચૈતન્યસ્વરૂપ પ્રતિ માત્ર પ્રેમન જ કરે. શીખવ્ય એકાગ્રતા આવડતી નથી. ચૈતન્યપ્રતિની નિષ્ઠા, ભક્તિ, પ્રેમવડે જ આપ આપ ચેતન્ય જ તે કેમ સાધવી તે શીખવે છે.
૧૩. જગતનું દુઃખ ઓછું કરવાને પોતાના સંબંધમાં આવેલાં અને સંબંધમાં ન આવેલાં મનુષ્યનું દુઃખ ઓછું કરવાને ઉત્તમ માર્ગ કયો છે ? શું સભાઓ સ્થાપી લેકેને સુમાર્ગે ચઢવા વ્યાખ્યાને આપવાં એ છે ? અથવા વિવિધ જ્ઞાનના કે નીતિના ગ્રંથો લખવા અને તે દ્વારા લેકને ઉપદેશવા એ છે? અથવા શું તેમને ધનનું દાન કરવું એ છે? અથવા શું તેમને ધનપ્રાપ્તિના ઉપાય દર્શાવવા એ છે? અથવા શું તેમનાં વ્યાધિનાં દુઃખે નિવારવાં એ છે? અને આ વિનાનાં અસંખ્ય ઉપાય જે પરોપકારી પુરુષ સેવે છે, તે છે? આ સર્વ ઉપાયો કંઈક અંશે દુઃખ ટાળનાર હોય છે, પરંતુ જગતનું દુઃખ ઓછું કરવાને સફળ ઉપાય એથી જુદો જ છે. આ સફળ ઉપાયનું પાલન કર્યા વિના, ઉપરના વિવિધ ઉપાયોનું પાલન યથેચ્છ ફળને પ્રકટાવી શકતું નથી. પરંતુ આ સફળ ઉપાયનું પાલન તે ઉપરના ઉપાયો ન સેવ્યા હોય તે પણ ફળને પ્રકટાવે છે જ. અને આવો સર્વોત્તમ ઉપાય કર્યો છે? આ ઉપાય તે અન્ય કઈ નથી પણ મનુષ્ય પોતે નિરતર શુદ્ધ વિચાર સેવવા એ છે.
૧૪. દુઃખની અને સુખની સર્વ પ્રકારની સ્થિતિઓમાં શુદ્ધ વિચારનું સેવન પિતાનાં અને પરનાં દુઃખ ટાળવા જેટલું સમર્થ હોય છે, તેટલું અન્ય કોઈ નથી. નિરંતર પ્રસન્નતાનું રક્ષણ કરવું, ગમે તેવા કલેશના પ્રસંગે આવે છતાં પોતાની સ્વભાવસિદ્ધ પ્રસન્નતાનો ત્યાગ ન કરે, પ્રાણીમાત્ર ઉપર પ્રેમથી જેવું, અને તેમનું સર્વદા હિત ઇચ્છવું, ‘ષના, ઈર્ષાના, ક્રોધના અને એવા જ બીજા મલિન વિકારને અંતરમાં પ્રવેશવા ન દેવા–આ પ્રકારનું વર્તન, એક ગુહામાં, અથવા બંધ કરેલી ઓરડીમાં પણ મનુષ્ય જે કરે છે, તે તે આ જગતનાં દુઃખને સર્વદા ઓછાં કરે છે. આવા શુદ્ધ વિચાર અને વર્તનવાળા મનુષ્યો જ પિતાના વર્તનની મધુર સુવાસથી આ જગતમાં વ્યાપેલી દુખની દુર્ગધને ન્યૂન કરે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
[વિશ્વવંદવિચારરત્નાકર
૧૫. જેમનાં અંતઃકરણ અયોગ્ય વિચારરૂપી પિશાચને નૃત્ય કરવાની મશાનભૂમિ હોય છે, જેમાં પ્રાણીમાત્ર ઉપર પ્રેમ રાખતા નથી, જેમનાં મન ક્રોધથી તપેલાં હોય છે, જેમની વાણી કુહાડાને ઘાની પેઠે શ્રવણ કરનારના હૃદયને ભેદે છે, જેઓ ચિંતા અને શેકથી વ્યાકુલ હોય છે, જેઓનાં મુખ નિરતર ચઢેલાં રહે છે, જેઓ અયોગ્ય વર્તન કરનાર ઉપર પણ સૌમ્ય તથા અમૃતથી ભરેલી પ્રેમવાળી દષ્ટિ નાંખી શકતા નથી, તેઓ જગતનું દુઃખ ટાળવાને માટે ગમે તેવા જ્ઞાનના ઉપદેશ આપે, નીતિનાં મોટાં મોટાં વ્યાખ્યાને કરે, તે પણ તે સફળ થતા નથી. તેમના અગ્ય વિચાર તથા વર્તનનું એવું તે દુઃખદ વાતાવરણ તેમની આજુબાજુ બંધાય છે કે તેમાં પ્રવેશનારને શાંતિ કે સંખનું ભાન થતું નથી. સાકરથી મિશ્ર કરેલા દૂધને ઝેરી સાપ, પિતાના મુખમાં લેઈ અન્યને પીવા આપે છે તેથી શું પીનારને લાભ થવાને સંભવ હોય છે? નિરંતર અયોગ્ય વિચાર સેવનાર મનુષ્ય પિતાનું અને જગતનું દુઃખ વધારે જ છે. મળનું ગાડું જયાં જયાં જાય છે ત્યાં ત્યાં દુર્ગધને પ્રસારી સર્વને ત્રાસ ઉપજાવે છે. અયોગ્ય વિચારવર્તનવાળી મનુષ્ય સવર્ગ હાનિને જ ઉપજાવે છે. સુવાસિત પુષ્પની વાટિકા, પિતાના સ્થાનમાં રહ્યા છતાં ચારે બાજુએ સુવાસને પ્રસારી મનુને પ્રસન્નતા પ્રકટાવે છે. શુદ્ધ વિચારવર્તનવાળો મનુષ્ય પણ પિતાના સ્થાનમાં રહ્યો છતાં જગતનાં દુઃખે ન્યૂન કરે છે, અને મનને સુખશાંતિના સંભ આણે છે.
૧૬. મનુષ્ય ગમે તે ધર્મ પાળતો હોય અને ગમે તે દેવની ઉપાસના કરતે હોય તે પણ જે તે શુદ્ધ વિચારને સેવ હોય છે તે તે જગતના સુખને વધારે છે. એથી ઉલટું ઉત્તમ બ્રાહ્મણના બાહ્યાચાર પાળતાં છતાં, અને પરમાત્માની ઉપાસના કરતાં છતાં પણ જે તે પ્રાણીઓને દંષ કરતે હોય, ક્રોધના વિચારને હૃદયમાં અવકાશ આપતા હોય, દુષ્ટ વર્તન કરનાર મનુષ્યો ઉપર કરણે ધરવાને બદલે તેમને તિરસ્કાર અથવા ધિક્કાર કરતા હોય અને વાણી વડે પ્રિય અને હિતકર વચને વદવાને બદલે અપ્રિય કઠોર વચનો વદ હોય તે તે જગતમાં દુઃખને વધારે કરે છે.
૧૭. મનુષ્ય ગમે તેવા વિદ્વાન હોય, સર્વ શાસ્ત્રમાં પારંગત હોય, સભાએમાં પિતાના વક્નત્વથી શ્રોતાઓને આંજી નાંખતે હેય, ઉત્તમ વિદ્વત્તાવાળા
થે લખી શકતે હૈય, અને રાજદ્વારમાં તથા વ્યવહારમાં કોઈ નિમિત્તથી સન્માનને પામતે હોય તે પણ અગ્ય વર્તન થતાં ક્ષમા આપવાનું તથા
Page #56
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
ભ્રકુટી ચઢાવી ક્રોધનાં વચને ન વધવાનું જે શીખ્યો ન હોય, અપ્રિય પ્રસંગમાં પણ પિતાના અંતઃકરણની પ્રસન્નતા ન ત્યજવાનું જે શીખ્યો ન હોય, પ્રાણીમાત્ર ઉપર પ્રેમ રાખવાનું તથા તેમને પિતાના આત્માસમાને જાણવાનું જે શીખ્યો ન હોય, તે તે કશું જ શીખ્યો નથી. તેની વિદ્વત્તા અને તેનું વન્દ્રવ બકરીના ગળાના આંચળની પેઠે નિષ્ફળ છે. કારણ કે અંતઃકરણમાં નિર્મળ અને નિર્વિકાર રહેવામાં જ સર્વ વિદ્વત્તાનો સમાવેશ થાય છે. પ્રતિકૂળ પ્રસંગમાં પણ વાયુવિનાના સ્થાનમાં બળતા દીપકની શિખા પઠે વૃત્તિની નિશ્ચલ પ્રકાશમય સ્થિતિ રાખી રહેવાનું આવડવું, એ જ ખરી વિદ્વત્તા છે. પ્રસન્નતાનું સર્વદા રક્ષણ કરી રહેવામાં જ જ્ઞાનની કે વિદ્વત્તાની કે શાસ્ત્રાભ્યાસની કસોટી છે.
૧૮. વૃક્ષનું મૂલ્ય તેના ઉપર આવતાં ફળથી અંકાય છે. આ દશે દિશાએ ફાલ્યો હોય, છતાં તેના ઉપર આવેલી કેરી ખાટી ચિચોડા જેવી હોય તે તે આ મનહર દીસતે હોય તે પણ તેથી શું? શાસ્ત્રાભ્યાસ અને વિદ્વત્તાનું ફળ જે મધુર ન પ્રકટ, તે તે શાસ્ત્રાભ્યાસને પરિશ્રમ શા અર્થને? શુદ્ધ વિચારવાનું નિર્મળ પ્રસને અંતઃકરણ તથા તેવું જ વર્તન એ જ શાસ્ત્રાભ્યાસનું ફળ છે. શાસ્ત્રાભ્યાસના વૃક્ષ ઉપર સુવાસવાળું પુષ્પ આવવાને બદલે કંટક ઊગ્યા તે તે શાસ્ત્રાભ્યાસ નિષ્ફળ છે.
૧૯. શું તમે એમ કહે છે કે “નિરંતર પ્રસન્ન સ્વભાવ રાખવાને ઉપદેશ કરવો સહેલો છે, પણ તે પ્રમાણે વર્તન રાખવું કઠિન છે? ઘરમાં કર્કશા સ્ત્રી જેને પ્રાપ્ત થઈ હોય, તે પ્રસન્ન સ્વભાવ શી રીતે રાખી શકે ? સર્વ પ્રકારની અનુકૂળતા હોય ત્યાં પ્રસન્ન સ્વભાવ રાખી શકાય અને પ્રિય વાણી પણ ઉચ્ચરી શકાય. પણ દિવસમાં હજારવાર જ્યાં પ્રતિકૂલ વર્તન જોવામાં આવે ત્યાં પ્રસન્ન સ્વભાવ તે શી રીતે રહી શકે ? શું અમે તે કંઈ લાકડાનાં ઢીંગલાં છીએ કે જે ઘરમાં થાય તે આંખે મીચી જોયા કરીએ! ” હા, જે સુખ જોઈતું હોય તે લાક્કાના ઢગલાના જેવું પ્રતિકૂળ પ્રસંગોથી જરા પણ સેંભ ન થાય એવું જ અંતઃકરણ રાખે. પ્રતિકૂળ પ્રસંગે માં, તમે પ્રસન્ન સ્વભાવ રાખી શકતા નથી, પણ એ પ્રતિકૂળ પ્રસંગ તમને શાથી પ્રાપ્ત થયો તેને કઈ દિવસ તમે વિચાર કર્યો છે? તમને તમારું માથું ખાઈ જાય એવી કર્કશા સ્ત્રી શાથી મળી છે ? શું બ્રહ્માને તમે કેઈ અપરાધ કર્યો હતો કે તેમણે તેની સાથે તમારું પાનું પાડયું ? કર્કશા સ્ત્રી અથવા જેટલા જેટલા આપણને જણાતા પ્રતિકૂળ પ્રસંગે આપણને પ્રાપ્ત થાય છે એ આપણે પિતે જ આપણાં પિતાનાં કૃત્યોથી આપણી મેળે
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
પ્રાપ્ત કરી લીધા છે. આપણે તેને પાત્ર હતા માટે જ તે આપણને મળ્યા છે. તે આપણને ઈશ્વરે કે કાએ, આપણી તે પ્રસંગાને માટે પાત્રતા ન છતાં, જુલમથી આપણી કાઢે બાંધી દીધા નથી. પરંતુ તે પ્રસંગેા માટે આપણા અધિકાર હોવાથી તેમાં આપણે સ્થપાયા છીએ. જેમ પહેલી ચોપડીને લાયક વિદ્યાર્થી ને શિક્ષક પહેલી ચોપડીમાં એસાડે છે, અને સાતમી ચોપડીને લાયક વિદ્યાર્થી ને સાતમીમાં બેસાડે છે, તેમ આ જગમાં વિશ્વવ્યવસ્થાપક સત્તા આપણી ચાગ્યતાના પ્રમાણમાં અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગામાં આપણને મૂકે છે. પહેલી ચાપડીના વિદ્યાથી પ્રસન્નતાથી પહેલી ચોપડીના અભ્યાસ ન કરી, પેતાની ચાપડી તથા પાટી પછાડે, અને અસ ંતોષ બતાવી આખા દિવસ પોતાને પ્રાપ્ત થયેલા અભ્યાસ વિરુદ્ધ ટકટકારા કર્યાં કરે, તે તેને આગળ વધવાના અને સાતમી ચોપડીમાં જવાનો કદી પણ સંભવ આવતા નથી; તેમ કર્કશા સ્ત્રી અથવા એવા જ પ્રતિકૂળ પ્રસ ંગા, વિશ્વવ્યવસ્થાપક સત્તાએ જેમને તેમની યોગ્યતા પ્રમાણે આપ્યા હાય છે, તે પ્રસન્નતાથી તે પ્રસંગોથી નિર્વાદુ ન કરતાં આખું આયુષ્ય ધમપછાડા કરે છે, તથા નિરતર ચીડિયાં કરી પોતાને સીતા કે દમયંતી જેવી અનુકૂળ સ્ત્રી ન મળવા માટે પરિતાપ કર્યાં કરે છે, તેના ઊંચી વસ્તુ મેળવવાનો અધિકાર કિંચિત્ પણ વધતા નથી. તે હાય છે ત્યાંના ત્યાં જ રહે છે, અથવા ક્વચિત્ નીચા પણ પડે છે.
૨૦. સર્વ પ્રકારના અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગોમાં પ્રસન્નતાવાળા સ્વભાવ રક્ષી રહેવાથી સદા અધિકારની વૃદ્ધિ થાય છે, અને પ્રસન્ન સ્વભાવનાં પ્રકાશમય કિરણાથી પ્રતિકૃળ પ્રસંગાનો અધકાર નષ્ટ થવાના સંભવ આવે છે.
૨૧. ચિંતા, ભય, નિરાશા, શાક, ક્રોધ, ચીડિયાપણું, અસતોષ, જેનાં તેનાં છિદ્રો જેવાના સ્વભાવ, પ્રાણીઓનો દ્વેષ, વગેરે વિકારો અપ્રસન્નતાને ઉત્પન્ન કરનાર છે. આ સર્વાં અશુદ્ધ વિચાર ગણાય છે. જે હૃદ્યમાં એ હાય છે ત્યાં સુખ નથી હાતુ, અને જે હૃદયમાં એ નથી હોતા, અર્થાત્ જ્યાં પ્રાણીમાત્ર ઉપર પ્રેમ હોય છે, જ્યાં ઇશ્વર ઉપરની દ શ્રદ્ધાથી ચિંતા તથા ભયના અભાવ હાઈ નિશ્ચિતપણુ તથા નિર્ભયતા હોય છે, જ્યાં પરમેશ્વરનો આશ્રય ગ્રહણ કરવાથી ભવિષ્યમાં સર્વાંદા સુખ થવાના દૃઢ સંભવના અનુમાનથી આશા તથા ઉત્સાહ વતાં હોય છે, જ્યાં શ્વિરરૂપ મહાસ'પત્તિને સદા હૃદયમાં પોતાની અતિનિકટ માનવાથી તથા અનુભવવાથી કાઈ પણ તુચ્છ પદાની હાનિથી શાકના અભાવ હોય છે, જ્યાં સર્વત્ર બ્રહ્મભાવના સ્વીકારાયલી હાવાથી જ ક્રાધ
Page #58
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૪૯
કરવા યોગ્ય પ્રાણીપદાર્થ દષ્ટિએ ન પડવાથી સદા અક્રોધવાળી શાંત સ્થિતિ હોય છે, જ્યાં વિભવાનું મૂળ શ્વરતત્ત્વ એ જ પોતાનું આત્મસ્વરૂપ છે, એવેા નિશ્ચય થયેલા હેાવાથી અમુક પદા મને અપ્રાપ્ત છે, એવું ભાન થવાના અસંભવ હોવાથી સદા સ ંતોષ વતા હોય છે, જ્યાં દોષ એ પણ પરમાત્મસત્તાનો વિવત હોવાથી અધિષ્ઠાનથી ભિન્ન ન જોવાના અભ્યાસ સિદ્ધ થયેલા. હાવાથી દોષ જોવાના પ્રયત્ન થતા નથી, અને આ પ્રમાણે જ્યાં નિરંતર શુદ્ધ વિચાર જ વતા હોય છે, ત્યાં સર્વાંદા સુખ–કલ્પનામાં પણ ન આવે એવું નિરતિશય સુખ–જ હાય છે.
૨૨. આવા શુદ્ધ વિચાર સેવવાનુ` કા` તમને અત્યંત કઠિન જણાય છે.? તે સુખને પ્રાપ્ત કરવાની અને દુઃખને ટાળવાની આતુર ઈચ્છા તમને પ્રકટી નથી. તમને દુઃખ અને સંતાપ જ પ્રિય છે. ભલે તમારા પ્રિય પદાર્થાંના અનુભવ કર્યાં કરેા. તેથી ત્રાસ આવે, સુખને શોધવા ખરી આતુરતા પ્રકટે—જેને સત્સાશ્ત્ર મુમુક્ષુતા કહે છે, તે તમારામાં ઉદય થાય-ત્યારે આ શુદ્ધ વિચારને સેવો. ત્યારે આ શુદ્ધ વિચાર સેવવાનુ` કા` જેને આજે તમે કહિન કહેા છે, તે તેવું નહિ ભાસે. કારણ એક મરિણયા જેમ હજારને ભારે હોય છે, તેમ તમારી આતુર ઈચ્છા, સમગ્ર વિધો, સમગ્ર કહિનતા પગતળે રાળી નાખવા સમર્થ છે. આજે પણ છે, પણ તમે તે જાણતા નથી. પોતાના સામર્થ્ય'માં અચલ શ્રદ્ઘાથી, ઉચ્ચ અભિલાષાથી, દૃઢ નિશ્ચયથી અને તદનુકૂલ પ્રયત્નથી મનુષ્યને કાઈ પણ કાર્ય કિર્તન નથી. અને આતુર ા જે હૃદયમાં પ્રકટે છે ત્યાં આ સવ` આપેઆપ આવી મળે છે. આતુર ઈચ્છા પ્રકટતાં જે સ્થિતિને તમે અનેક જન્મવડે પણ પ્રાપ્ત કરવી દુĆભ માને છે, તે સ્થિતિ આ જ જન્મમાં, વ છ માસમાં
તમને પ્રાપ્ત થવાનો સંભવ આવે છે.
૨૩. ઈચ્છાને મારવાની નથી પણ કેળવવાની છે. જેએ ચ્છાને મારવાનો ઉપદેશ કરે છે તે જીવનના નાશ કરવા ઉપદેશ કરે છે. ઇચ્છા મારવાનો પ્રયત્ન સફળ થતા નથી, કારણ ઈચ્છા ચૈતન્યમય છે. મનુષ્યમાંથી ઈચ્છા ઉપાડી લેતાં તેની ઉન્નતિનાં સર્વ' દ્વાર ખંધ થઈ જાય છે. ઉન્નતિના અગ્નિરથને મહાવેગથી ચલાવનાર પૃચ્છા, એ વરાળ છે. ઈચ્છાના વેગના પ્રમાણમાં જ ઉન્નતિ હોય છે. જ્યાં ઈચ્છા મ ંદ હોય છે ત્યાં ઉન્નતિનો વેગ રગશિયા ગાડા જેવા હોય છે. જ્યાં ઈચ્છા તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હાય છે ત્યાં ઉર્જાતિનો વેગ વિદ્યુતના વેગજેવા હોય છે. વ્યવહારમાં પણ મદ ઈચ્છાવાળા
૭
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
મનુષ્યો વ્યવહારના ઉત્તમ સુખોથી ભ્રષ્ટ રહે છે, અને તીવ્ર ઇચ્છાવાળા મનુષ્ય જ ઉન્નતિના શિખરે સ્થપાય છે.
૨૪. ઈચ્છા દુઃખદ નથી, પણ ઈચ્છાને અયોગ્ય માર્ગે વહેતે પ્રવાહ દુઃખદ છે. ઈચ્છાને મારવાની નથી, ઈચ્છાને રોધ કરવાનો નથી, પણ ઈચ્છા અયોગ્ય માર્ગે વહેતો પ્રવાહ રોકવાને છે. આ શાસ્ત્રના રહસ્યને ન સમજી, ઇચ્છાને કેળવવાને બદલે, ઈછાના અયોગ્ય માર્ગે વહેતા પ્રવાહને રોકીને તેને શુદ્ધ માર્ગે વાળવા પ્રયત્ન કરવાને બદલે, જેઓ ઈચ્છા ઉપર જ ધારું ખગ્ર વાપરે છે, જેઓ પ્રત્યેક પ્રસંગે ઈચ્છાને શિરચ્છેદ કરવા તત્પર થાય છે, તેઓ ઉન્નતિનાં સર્વ દ્વારા પિતાને હાથે જ પૂરી દે છે. તેઓ હોય છે ત્યાંના ત્યાં જ રહે છે. અગ્નિ એલાઈ ગયેલા એંજિનની પેઠે તેઓના મનુષ્ય શરીરના સર્વ સાંચાઓ સાજા છતાં તેઓ ઉન્નતિના માર્ગમાં એક તસુ પણ ચાલવા સમર્થ થઈ શકતા નથી અને આ પ્રમાણે વરાળ વિનાનું વરાળયંત્ર, ન ચાલવાથી જેમ કાટ ખાઈ પરિણામે વિનાશને પામે છે તેમ ઇચ્છા વિનાનું મનુષ્યનું શરીર પણ પુરુષાર્થના અભાવે મરણવશ થાય છે.
૨૫. ઈચ્છાને મારવા પ્રયત્ન સ્વાભાવિક નથી, પણ અસ્વાભાવિક છે. અને તેથી જ જેઓ, શાસ્ત્રના રહસ્યને ન સમજી ઈચ્છાને મારવાના અયોગ્ય પ્રયત્નને સેવે છે, તેઓ ઇચછાને મારવાને નિત્ય પ્રયત્ન કરતા છતાં તેમાં જરા પણ સફળ થતા નથી. ઇચ્છાને મારવાની તેઓ વાત કરતા છતાં, તેઓનાં અંતઃકરણમાં તેઓ હજારો અને લાખ ઈચ્છાના ફણગા ફૂટતા જુએ છે. સહદેવનું માથું કાપવાને પ્રયત્ન કરતાં જેમ બળરામે જ્યાં જ્યાં સહેદવનું ધિર પડ્યું ત્યાં ત્યાં બીજા સેંકડો અને હજારે સહદેવ પ્રકટ થયેલા જોયા હતા, તેમ ઇચ્છાને નાશ કરવા જતાં, આ મનુષ્યો અન્ય સેંકડે અને હજારો ઇચ્છાઓ પિતાના અંતઃકરણમાં પ્રકટ થયેલી અનુભવે છે. જે ઇચ્છાને તેઓ મરેલી જાણે છે તે ઇચ્છાઓ પુનઃ પ્રસંગે પ્રાપ્ત થતાં જેમ દમયંતીના હસ્તને સ્પર્શ થતાં મરેલાં મત્સ્ય સજીવન થયાં હતાં, તેમ તેઓ સજીવન થયેલી અનુભવે છે. કારણ ઈચ્છા મારવી એ અસ્વાભાવિક છે. અને આવા અસ્વાભાવિક પ્રયત્નમાં ઈચ્છા ન મરતાં મનુષ્ય પોતે જ મરે છે.
૨૬. ઇચ્છાને મારવાની અગત્ય નથી, પણ તેને યોગ્ય માર્ગમાં વાળવાની અગત્ય છે. બાળક બહુ રમતિયાળ હોય તે તેની રમવાની ઇચ્છાને રોકવાની અગત્ય નથી, પણ તેની ઈચ્છાને રમત કરતાં અન્ય વધારે સુંદર વિષય આપીને
Page #60
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નાશિ ]
૫૧
તેમાં તેને જોવાની અગત્ય છે. જેઓ બાળકની ઈચ્છાને વધારે સુંદર વિષયો આપીને, તે રમતની ઈચ્છાના પ્રવાહને અન્ય માર્ગે વાળવાનો પ્રયત્ન ન કરતાં, તેને ધાકથી કે મારથી રોકવાનો પ્રયત્ન કરે છે, તેઓ બાળકને, રમત ખોટી છે એવું કદી સમજાવી શકતા નથી. આ માર અને ધાથી રોકેલી બાળકની રમવાની ઈચ્છા, પ્રસંગ પ્રાપ્ત થતાં પુનઃ વેગથી ઊઠે છે, અથવા ચોરીછૂપીથી તે રમે છે. બાળકની રમવાની ઈચ્છાને રોકવાને આ ઉપાય નથી જ. રમતથી અધિક સુંદર વિષય આપવા એ જ બાળકનું રમતિયાળપણું ભુલાવવાને સફળ અને યથાર્થ ઉપાય છે. ઇચ્છાને રેધ કરવાની ઈચ્છાવાળા મનુષ્ય પણ આમ જ કરવાનું છે. ક્રમે ક્રમે તેને અયોગ્ય વિષયોમાંથી છોડવી ઉચ્ચ વિષયોમાં જોડવી એટલું જ કરવાનું છે.
૨૭. કઈ પણ અમુક વિષય સારો છે, એવો નિશ્ચય થતાં તેની ઈચ્છા અંતરમાં પ્રકટે છે અને તે પ્રાપ્ત કરવા યોગ્ય છે, એમ જે વૃત્તિમાં દઢ થાય છે, તે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન સેવાય જ છે. વિષયની પ્રિયતા અથવા યોગ્યતા
જ્યાંસુધી દૃઢ સમજાઈ નથી હોતી ત્યાં સુધી જ તેની આતુર ઈચ્છા પ્રકટતી નથી. તમને શુદ્ધ વિચાર સેવવાની આતુર ઈચ્છા ન પ્રકટતી હોય તે તે ઈચ્છા પ્રકટ્યા વિના, તમને શુદ્ધ વિચાર સેવવાનું કામ મહાસાગર તરવા જેવું કઠિન ભાસે એમાં આશ્ચર્ય જેવું કંઈ જ નથી. શુદ્ધ વિચાર સેવવાનું કાર્ય તમને અત્યંત કઠિન જણાવનાર અન્ય કોઈ નથી, પણ તમારી દુર્બળ ઈચ્છા છે.
૨૮. આતુર ઇચછા પ્રકટાવો, અને આ શુદ્ધ વિચાર સેવવાનું કાર્ય તમને સરળ જણાશે. પુનઃ પુનઃ વિચારવડે નિશ્ચય કરે કે શુદ્ધ વિચાર સેવવાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. અને જેમ કૂવામાં જળ હોય છે તે જ હવાડામાં જળ આવે છે, તે જ પ્રમાણે શુદ્ધ વિચાર સેવીને તમે સુખની પ્રાપ્તિ કરી હશે તે જ તમે અન્યને તે સુખ આપી શકશે. તમારા અને જગતનાં દુઃખ ટાળવાને આ જ ઉપાય છે. અન્ય ઉપાય સેવતા હશે તે તે સર્વ ફાફા છે. તમે સુખી નથી તે તમે અન્યને શું સુખી કરી શકશે? તમારે જ ખાવાને અને દાણ નથી ત્યાં તમે આખું ગામ જમાડવાને શું જોઈને કમર બાંધે છે? શુદ્ધ વિચાર સે, સુખનો તમારા પિતાનામાં આવિર્ભાવ કરે, અને આ પ્રમાણે પ્રથમ શ્રીમાન થઈ સર્વત્ર સુખની લહાણી કરે.
૨૯. ઘણા મનુ એમ માનતા હોય છે કે અમારાથી પુરુષાર્થ નહિ કરી શકાવાનું અને તે દ્વારા સુખ નહિ મેળવી શકાવાનું કારણ અન્ય કેઈ નથી,
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
પણ અમે જે સ્થિતિમાં મુકાયા છીએ તે એવી ખરાબ છે કે તેમાં પુરુષાર્થ કરી શકાવાને અને તે દ્વારા સુખ થવાનો સંભવ નથી. અમે જે ઘરમાં રહીએ છીએ તે એવું ખરાબ છે કે તેમાં કરવા ધારેલું કશું થઈ શકે એમ નથી. જે ઘર સારી અનુકૂળતાવાળું હોય તે તેમાં અમે ધાર્યું કરી સુખી થઈએ. કેટલાક માને છે કે અમારી પાસે પૈસા હોય તે અમે પુરુષાર્થ કરી મોટા સિદ્ધ થઈએ. કેટલાક કહે છે કે આ સ્ત્રીપુત્રની અમારે જંજાળ ન હોય, અને તેમનું પિષણ કરવાની ચિંતા ન હોય તે ઈચછેલે પુરુષાર્થ કરી અમે તત્કાળ સિદ્ધ થઈએ. આ ઘરની જંજાળમાં અમે પુરુષાર્થ અથવા સાધન તે શું અમારુ કરમ કરીએ! કેટલાક સાધન ન સાધવામાં પિતાના રોગી અથવા અશક્ત શરીરનાં બહાના બતાવે છે. આમ વિવિધ મનુષ્યો પિતાને ઈચ્છેલું પ્રાપ્ત ન થવામાં વિવિધ કારણોને દર્શાવે છે. શું આ સર્વ કારણે ખરાં છે? વિચાર કરનારને સ્પષ્ટ થશે કે તે સર્વ જ ખોટાં છે. પુરુષાર્થ ન થવામાં, અને તે દ્વારા સુખ પ્રાપ્ત ન થવામાં મનુષ્યને પિતાને જ દોષ છે. મનુષ્યને જે જે પ્રતિબંધક સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તે મનુષ્ય પોતે જ પિતાના કર્મવડે પ્રાપ્ત કરેલી છે. તે કેઈએ તેને બળાત્કારથી આપેલી નથી; અને આમ હોવાથી પિતાનાં કર્મવડે પ્રાપ્ત કરેલી અયોગ્ય સ્થિતિને મનુષ્ય પિતાના જ કર્મવડે ટાળવા સમર્થ છે. જેમ અયોગ્ય કમેં તેને અયોગ્ય સ્થિતિમાં મૂકયો છે, તેમ શુભ કર્મ તેને શુભ સ્થિતિમાં મૂકશે જ. આથી કરીને, આટલું જ ઠીક થાય તે હું આટલું કરું, આટલી ઉપાધિ મટે તે હું નિરાંતે પ્રયત્નમાં જોડાઉં, એમ બેલવું, એ મિથ્યા આળસ, પ્રમાદ અને કર્મના નિયમનું અજ્ઞાન સૂચવે છે. પ્રતિબંધક સ્થિતિ પ્રયત્ન કર્યા વિના એમને એમ તે શી રીતે ટળે? શું આકાશમાં આપણે માટે દેવો ફરતા રાખી મૂક્યા છે, જે આપણી દયા લાવી આપણી આ પ્રતિબંધક સ્થિતિ છેદી આપણને મુક્ત કરશે, અને તેથી આપણે મુક્ત થયે નિરાંતે પુરુષાર્થ કરીશું ?
૩૦. આવું કંઈ જ નથી. આપણે તે પ્રયત્ન નહિ કરીએ ત્યાં સુધી આપણું દુઃખ કોઈથી જ ટળી શકવાનું નથી. આપણે પ્રયત્ન કરીશું તે જ આપણું દુખ ટળે એમ છે. શા માટે ત્યારે અનુકૂળ સ્થિતિ આવવાની વાટ જોયા કરવી? શા માટે આ ક્ષણથી જ આપણે યત્ન ન આરંભવો? આ પ્રકારની વસ્તુસ્થિતિ જાણીને જેઓ અનુકૂળતા આવવાની મિથ્યા વાટ ન જોતાં આ ક્ષણથી જ પ્રયત્નને આરંભ કરે છે, તેઓ જ ખરા બુદ્ધિમાન છે, તેઓ જ
Page #62
--------------------------------------------------------------------------
________________
વિચારરત્ન રાશિ ]
૫૩
ખરા સાધક છે, તેઓને જ સુખની ખરી આતુર ઇચ્છા છે. આ વિનાના બીજા ભલે પિતાને બુદ્ધિમાન માનતા હોય તે પણ બુદ્ધિહીન છે. પરમાર્થના પિતાને સાધક માનતા હોય તે પણ તેઓ પરમાર્થના બાધક છે. તેઓને સુખની ખરી આતુરતા નથી, પણ દુઃખની જ ખરી આતુરતા છે. પ્રયત્ન જ યોગ્ય અથવા અયોગ્ય સ્થિતિને આપનાર હોવાથી, સુકે સુખને અર્થે શુભ પ્રયત્નને અનુકુળતા ઉપર મુલતવી ન રાખતાં, પ્રાપ્ત અનુકૂળતા પ્રમાણે, આ ક્ષણથી જ સેવવો, એ જ ઘટે છે.
૩૧. “પ્રયત્ન કરવામાં શું અનુકુળતા નથી જોઈતી? હાથપગ બાંધી લીધા હોય એવી પરાધીન દશામાં હાથપગ હલાવવાનો ઉપદેશ શું યોગ્ય છે? પથારીમાંથી ઊઠીએ ત્યાંથી રાત્રે અગિયાર વાગતાં સૂતાં સુધી પેટ ભરવાના પ્રયત્નની લાહ્યમાં બળતા હોઈએ, તે ઓલિવ યા વિના, પ્રયત્ન ક્યારે કરીએ? અમારે નસીબે આવાં તરીલાં તાણવામાં આવ્યાં છે, માટે જ કહીએ છીએ કે આ પીડામાંથી પરમેશ્વર કંઈ સારો દહાડો દેખાડે તે કહો એટલે શુભ પ્રયત્ન હમણ કરીએ!” આવાં વચનો અનેક મનુ શુભ પ્રયત્ન સેવવાનું કહેતાં બોલે છે, અને પ્રયત્ન કરવાને પિતાને સમય જ નથી, એમ જણાવી પોતાનું દુ:ખનું ધૂંસરું તાણ્યા કરે છે. આવા મનુચોએ સ્પષ્ટ જાણવું જોઈએ કે આવા વિચાર કરી ઉદાસ બેસી રહ્ય પ્રયત્ન સમય કલ્પાંત મળવાને નથી જ, પણ જે સ્થિતિ પ્રાપ્ત છે, તે સ્થિતિમાંથી જ થોડી થોડી અનુકૂળતા કાઢી તે અનુકૂળતામાં શુભ પ્રયત્ન સેવતાં અધિક અનુકૂળ તાને સંભવ આવે છે. મહિને દશ રૂપિયાની આવકવાળો અને તેટલા જ રૂપિયાના ખરચવાળો મનુષ્ય, ધનવાન થવા ઇચ્છતા હોય તે તેણે શું કરવું? મહિને ચાર ચાર આના બચાવવા, એ જ એને ઉપાય છે. અને આમ થોડું થોડું દ્રવ્ય બચતાં, અધિક સંગ્રહ થવા સંભવ આવે છે. પ્રયત્ન કરવાની અનુકૂળતા વિનાના સાધકે પણ એમ જ કરવાનું છે. શૌચન સમય, સ્નાનનો સમય, ભેજનો સમય, અને એવા એવા અનેક પ્રસંગમાં મળતી થોડી થોડી ક્ષણોને સદુપયોગ કરવાનું છે. કાલે નહિ, પણ આજથી જ કરવાનું છે. એ સમયમાં અંતઃકરણને શુદ્ધ વિચારમાં જોડવાનું છે. અને આ અલ્પ સમયની થોડી ક્ષણનો સદુપયોગ થતાં, પ્રયત્નમાટે અધિક અનુકુળતા મળવાને સંભવ આવે છે. પ્રતિકૂળ સ્થિતિવાળાએ અનુકૂળ સ્થિતિ આણવાનો આ જ ઉપાય છે. લમણે હાથ દેઈ, પિતાને પ્રાપ્ત થયેલી પ્રતિકૂળ સ્થિતિમાટે દણાં રડવાં, એ ઉપાય નથી. આશ્ચર્યજેવું એ છે કે આવા મનુને આવાં રોદણાં રડવા માટે પાર વિનાની અનુકૂળતા મળે છે, પરંતુ શુદ્ધ પ્રયત્ન કરવાનો સમય મળતો નથી!
Page #63
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
ΟΥ
૩ર. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરવા, એ એક એવું રસાયણ છે કે જે મનના અને પરિણામે તનના સર્વ વ્યાધિને મટાડે છે. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ ન હાવાથી જ મનના વિવિધ વિકારા ઉત્પન્ન થાય છે. અમુક મનુષ્ય આપણા અપરાધ કરે છે, ત્યારે ક્રોધ થવાનું કારણ તેના ઉપર આપણા સાચા પ્રેમ નથી હાતા એ જ હોય છે. શુદ્ધ પ્રેમથી ગૂંથાયેલા મનુષ્યને પરસ્પરના દોષો જોતાં પણ ક્રોધ ઊપજતો નથી. દ્વેષ, ઈષાં, ભય વગેરે સવ` વિકારા પણ પ્રાણીમાત્ર ઉપર પ્રેમ ન હોવાનો પરિણામ છે. અને યાગ્ય વિકારોનું મનમાં વારંવાર પોષણ થવાથી જ સર્વ વ્યાધિ ઉત્પન્ન થતા હેાવાથી, પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરવાથી અયાગ્ય વિકારા શમતાં વ્યાધિમાત્ર મટવા સંભવ આવે છે, એ સહજ સ્પષ્ટ થાય છે. એવા કાઈ પણ મનોવિકાર નથી, જે શુદ્ધ પ્રેમથી ન શમે. એવા કાઈ પણ વ્યાધિ નથી કે જે શુદ્ધ પ્રેમથી ન મટે. કારણ કે શુદ્ધ પ્રેમ એ ઈશ્વરનું જ બીજું નામ છે. અને જેના અંતઃકરણમાં શ્વિર પ્રકટે છે, તેને મનના અને તનના વ્યાધિ રહેવા સંભવતા નથી.
૫૪
૩૩. તમે મનના કે તનના કાઈ વ્યાધિથી પીડાતા હૈ। તે તેનુ કારણ શોધવા વૈદ્ય કે ડોક્ટરને શોધવા જવાની અગત્ય નથી; અથવા તેનું કારણ શોધવા પુસ્તકનાં પાનાં ઉથલાવવાની અગત્ય નથી. તમારા અંતઃકરણમાં પ્રાણીમાત્ર ઉપર પ્રેમ નથી, એ જ તેનું કારણ છે. તમારામાં સર્વાત્મભાવના પ્રકટી નથી એ જ તેનું કારણ છે. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ પ્રકટાવે અને તમારા તનના તથા મનના વ્યાધિ શમી જશે.
૩૪. પ્રાણીમાત્ર ઉપર પ્રેમ સર્વાત્મભાવના પ્રકટ્યાવિના, પ્રકટતા નથી. મારા જેવા આત્મા છે તેવા જ સ`ના આત્મા છે, મારામાં જે ચૈતન્ય વિસે છે તે જ સંમાં વિલસે છે, હું જે રૂપ હ્યું તે જ રૂપ સ છે, આવેા નિશ્ચય જેના અંતઃકરણમાં અનેક વિચારથી દૃઢ થયા હોય છે તે જ મનુષ્યમાં સર્વાત્મભાવના પ્રકટે છે. અને તે જ મનુષ્ય પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરી શકે છે. જે પ્રાણીમાત્ર ઉપર પ્રેમ કરી શકતા નથી, તેને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન નથી. તેઓને પોતાના આત્મસ્વરૂપ ઉપર પ્રેમ નથી. તે આત્માની, ચૈતન્યની, બ્રહ્મની વાતો માત્ર કરનારા હાય છે. ચૈતન્યને જ જો તેઓ પરમ પ્રેમના વિષય માનતા હોય, તે જે ચૈતન્ય પ્રાણીમાત્રમાં વિલસી રહ્યું છે, જે ચૈતન્યના જ આ પ્રાણીમાત્ર ચમત્કાર છે, તે ચૈતન્યના ચમત્કારરૂપ આ પ્રાણીમાત્રના તે દ્વેષ કરે? એકને મોટા અને ખીજાને નાના ગણે? બીજામાં તેઓએ એવુ શું
Page #64
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
પપ
જોયું કે જેને તેઓ તિરસ્કાર અથવા તૂષ કરે છે? જેઓ બીજામાં પણ પિતાનું ચૈતન્યસ્વરૂપ વ્યાપી રહેલું જોઈ શક્તા નથી, તેઓને પિતાના ચૈતન્યસ્વરૂપને જેવાને અધિકાર નથી. પોતાના ચેતન્યસ્વરૂપને જેવા પ્રયત્ન કરી, તેના ઉપર નિરતિશય ભક્તિ અથવા પ્રેમ કરવાનો પ્રયત્ન કરી, જેઓ અન્યના ચૈતન્યસ્વરૂપને તિરસ્કાર અથવા ૫ કરે છે, તેઓ પિતાના ડાબા હાથને જમણા હાથથી કાપે છે, તેઓ પિતાને જ ચૈતન્યસ્વરૂપનું હનન કરે છે. તેઓ પોતાના ચેતન્યસ્વરૂપ ઉપર પ્રેમ કરવાનો પ્રયત્ન કરી અને અન્યના ચૈતન્યને દેષ કરવાને પ્રયત્ન કરી તન્યના અનધિ સ્વરૂપને પરિચિછન્ન કરે છે. તેઓ અમર્યાદને મર્યાદાવાળું કરે છે. અને આ મર્યાદાવાળા ચૈતન્યનું, આ હણાયેલા ચૈતન્યનું જ્ઞાન, અમર્યાદ બ્રહ્મસ્વરૂપના જ્ઞાનનું નિઃસીમ સુખ તેમને આપી શકતું નથી.
૩૫. ચેતન્ય એક સ્થળે ઓછું, અને એક સ્થળે વધારે, એમ છે જ નહિ. રાજામાં કે રંકમાં, સાધુમાં કે પાપીમાં, બાળકમાં કે વૃદ્ધમાં, સ્ત્રીમાં કે પુરુષમાં, એક જ ચૈતન્ય પ્રવર્તે છે. કાળી હાંડીમાં કે ધોળી હાંડીમાં, રાતી હાંડીમાં કે પીળી હાંડીમાં, કાચના ફાનસમાં કે માટીના આચ્છાદનમાં એક જ દિવો પ્રકાશે છે. દીપક ઉપર જેને પ્રેમ છે તેને કાળી હાંડીના કે રાતી હાંડીના પ્રકાશ ઉપર દ્વેષ કરવાનું શું પ્રયોજન છે ? કાળો પ્રકાશ કે રાતે પ્રકાશ શું દીપકને નથી ? અને કાળા પ્રકાશને કે રાતા પ્રકાશને દ્વેષ કરતાં શું દીપકને દ્વેષ નથી થતો ? દીપક ઉપર શુદ્ધ પ્રેમને ધરનાર પતંગિયું કાળી હાંડીમાં દીપકને પ્રકટેલે જોઈને તેના ઉપર ઓછો પ્રેમ કરતું અથવા તેને દ્વેષ કરતું, અને ધોળી હાંડીમાં દીપકને પ્રકટેલે જોઈ ને તેના ઉપર અધિક પ્રેમ કરતું કદી અનુભવમાં આવ્યું છે? ચેતન્યના ઉપર પ્રેમવાળા, સર્વાત્મભાવનાવાળા મહાપુરુષો પણ પાપી કે પુણ્યવાન, સાધુ કે અસાધુ સર્વમાં પ્રેમને ધરે છે. કોઈને દેષ કે તિરસ્કાર કરતા નથી.
૩૬. ભ્રમર જેમ પુપમાંથી સુવાસને જ ગ્રહણ કરે છે, તેમ સર્વાત્મભાવનાવાળા પુરુષે દુર્જનના સંબંધમાં આવતાં છતાં તેના ચૈતન્યસ્વરૂપને જ જુએ છે. કાદવમાં ખરડાયેલા અથવા કાટથી કટાઈ ગયેલા સુવર્ણના અલંકારમાં બાળક કાદવ કે કાટ જ જુએ છે, પણ સુવર્ણના જ્ઞાનવાળા પુરુષો તેમાં સેનું જ જુએ છે, તેમ ન્યૂન બુદ્ધિવાળા મનુષ્યો દુર્જને પ્રસંગ પડતાં તેમાં દુર્જનતાને જ જુએ છે, પણ ચિતન્યમાં પ્રેમવાળા પુષે તેઓમાં પિતાના પરમ પ્રેમને વિષય જે ચૈતન્ય તે જ જુએ છે. સારગ્રાહી દૃષ્ટિ સર્વદ જયાં
Page #65
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
ત્યાં સારને જ જુએ છે, અસારગ્રાહી દૃષ્ટિ યાંત્યાં સર્વદા અસારને જ જુએ છે. અસાર પદાર્થો પણ સારગ્રાહી પુરુષોની દષ્ટિતળે આવતાં સારવાળા થઈ જાય છે, અને સારવાળા પદાર્થો છતાં પણ અસારગ્રાહી પુરુષોની દષ્ટિતળે આવતાં અસારવાળા થઈ જાય છે. અસાર સરખા જણાતા કોલસાના કચરા જેવા ઉકરડે ફેંકી દેવા જેવા પદાર્થો, સારદષ્ટિવાળા જર્મન વિદ્યાભિ પુ (Scientists)ને કરડે રૂપિયા ઉત્પન્ન કરનાર વિવિધ રંગોથી ભરેલા જણાય છે, રસ્તામાં અથડાતાં ચીંથરાં ખાંડથી ભરેલાં જણાય છે અને દુર્ગધમય મળ, ઉત્તમ સુગંધથી ભરેલું જણાય છે, અને અસારદષ્ટિવાળા અનભિજ્ઞ મનુષ્યોને સમગ્ર સુખને આપનાર આર્યતત્ત્વવિદ્યાના ગ્રંથે તથા શાસ્ત્રો સ્વાર્થી બ્રાહ્મણોએ પિટ ભરવા માટે રચેલાં કારસ્થાને જણાય છે. સારદૃષ્ટિવાળાને અસારજેવું કંઈ જ નથી. અસારદષ્ટિવાળાને સાજેવું કંઈ જ નથી. સમભાવનાવાળાને દેશવાળ કઈ જ પ્રાણી પદાર્થ જણાતું નથી. દેહભાવનાવાળાને સર્વ પ્રાણી પદાર્થ દોષથી પરિપૂર્ણ જણાય છે. સર્વાત્મદર્શી સર્વમાં પિતાના આત્માને જોઈને સર્વપ્રતિ પ્રેમ કરે છે, દેહદ સર્વને દેષ કરે છે. સર્વ ઉપર પ્રેમ કરવો, એ ચૈતન્યનું લક્ષણ છે. સર્વને દેવ કરે એ પિતાનામાં જડ ધર્મને સ્વીકારી બેઠેલા જડમતિ જીવનું લક્ષણ છે.
૩૭. વ્યવહારમાં વ્યવહાર કરતી વખતે દેશવાળા મનુષ્યોના દોષ જોવાના પ્રસંગ આવે છે તેવા પ્રસંગેએ દષન જેવા એમ કહેવાનું તાત્પર્ય નથી. ખાવાની થાળીમાં આહારના પદાર્થોજોડે કાંકરે આવ્યો હોય તે તેને કાઢી ન નાખતાં ચાવી જ છે, એવું કહેવાને આથી ભાવ ગ્રહણ કરવાનો નથી. જે ગ્રહણ કરવાનું અત્ર કહેવાનો પ્રયત્ન થયો છે તે એ જ છે કે દોષને જોઈ સવાભદપિટ કરવાનો પ્રયત્ન કરનારે અંતઃકરણમાં તપાયમાન થવાનું નથી. કાંકરો આવેલા આહારના પદાર્થની થાળીને, કાંકરે માત્ર જેવાથી, ક્રોધ કરી પછાડી ઊઠવાનું નથી. કાંકરા સાથે અન્ય ખાવા યોગ્ય આહારના પદાર્થો પર પણ ઠેષ કરી તેમને લાત મારી ઉડાડી દેવાના નથી. કાંકરાને કાઢવાને માત્ર પ્રયત્ન કરવાનો છે. અને તે પ્રયત્ન પણ ધમપછાડા કરીને કરવાનું નથી. ઘણાં ક્રોધી મનુ, ભોજનમાં કાંકરે આવવાથી, રસોઈ કરનારને ગાળો દઈને, તેને તિરસ્કાર કરીને, જેમ કાંકરે કાઢી નાંખવાનો પ્રયત્ન કરે છે, તેમ દોષવાળા મનુોને ભારે તિરસ્કાર કરીને, દેષ કાઢવાનો પ્રયત્ન કરવાને નથી. પણ જેમ સદ્વિવેકી ભજન કરનાર બોજનમાં કાંકરો આવ્યો હોય, છતાં રસોઈ કરનારને અપમાન ન પહોંચે, તેનું અંતઃકરણ દુખાય નહિ તેમ વિવેકથી કાઢી નાંખે છે, અને પરોક્ષ રીતે તેને તેની
Page #66
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નશિ]
પ૭
ગફલતનું ભાન થાય તેમ કરે છે, તેવી રીતે કરવાનું છે. દેશવાનમાં ગુણનું ભાન કરીને, ગુણને જોઈને, દોષને એવી રીતે ગુણથી આચ્છાદિત કરવાને છે કે દેષ, દેષ મટીને ગુણ થઈ જાય. વસ્તુતઃ દોષવાનમાં દોષ આવેલ જણાય છે, તે હેતુપુર:સર આવેલ હેત નથી. કોઈ જાણી જોઈને રસોઈમાં કાંકરા નાંખતું નથી; અસાવધાનતાથી જ-અજ્ઞાનથી જ આવે છે. અને અજ્ઞાન ક્રોધને, શિક્ષાને, દેષને કે તિરસ્કારને કશાને પાત્ર નથી. અજ્ઞાન બહુ બહુ તે કરુણાને પાત્ર છે. અજ્ઞાન જ્ઞાનવડે જીતવાનું છે; શિક્ષા કે ક્રોધથી નહિ જ. શિક્ષા અથવા ક્રોધ એ અજ્ઞાનરૂપી દેવતામાં ઘત હોમવા તુલ્ય છે. એથી અજ્ઞાન દ્વિગુણિત થાય છે. દેષ કરનારમાં અજ્ઞાન હતું જ, તેમાં ક્રોધ કરનાર નવું અજ્ઞાનનું કાર્ય કરી, અજ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. સર્વાત્મદષ્ટિ, પ્રાણીમાત્ર ઉપર પ્રેમદષ્ટિ, અજ્ઞાનરૂપી દેવતાને હેલવનાર જળ છે. અને આમ હોવાથી જ જ્યારે શિક્ષા કરનાર અથવા દંડ દેનાર નૃપતિના સમક્ષ દેશવાનના દેષ દબાતા નથી, તેના અંતઃકરણનું અજ્ઞાન નિવૃત્ત થતું નથી, ત્યારે સમદષ્ટિવાળા, પ્રાણીમાત્ર ઉપર પ્રેમને ધરનારા મહાપુના સમીપ દેલવાન મનુષ્યના દેષ દબાય છે, તેના અંતઃકરણનું અજ્ઞાન નિવૃત્ત થાય છે. સર્વાત્મદષ્ટિને, પ્રાણીમાત્ર ઉપર પ્રેમદષ્ટિને પ્રભાવ એવો અલોકિક છે. સર્વાત્મદષ્ટિના અગ્નિની મર્યાદામાં દેષવાન મનુષ્યોના દેષરૂપી ઘાસનાં તણખલાં તત્કાળ ભસ્મ થઈ જાય છે.
૩૮. સર્વાભદષ્ટિવાળાને, પ્રાણીઉપર પ્રેમને સેવનારા મનુષ્યને વ્યવહાર બગડતું નથી. અને બગડે છે, એમ કદાચ સ્વીકારીએ તે પણ વ્યવહાર બગડવા દઈને પણ સમદષ્ટિ સાધવી, પ્રાણીમાત્ર ઉપર પ્રેમને ધરે, એ જ સદિકીને કર્તવ્ય છે. ધુમાડે ખાવો પડશે એવી ધાસ્તીથી શું કઈ રઈ કરવા માટે ચૂલે નથી સળગાવતું? શરીરમાંથી ગંધાતે પરસેવો નીકળશે, એવા ભયથી આરોગ્યને આપનાર અને સુદઢ શરીરને કરનાર કસરત શું કઈ નથી કરતું? પરમ સુખની સિદ્ધિ સર્વાત્મદષ્ટિથી જ થાય છે, અને તે સિદ્ધ થવામાં વ્યવહાર જેવા લક્ષાવધિ તુચ્છ પ્રસંગેનું બળિદાન આપવું પડે છે તેથી શું થયું ? અનુપમ સુખની પ્રાપિઅર્થે પ્રાપ્ત કુછ સુખને ભોગ આપતાં, અંતઃકરણના બળવિનાના કાયર મનુષ્ય જ કંપે છે. ધીરવીર પુ તે હું જાતરામ ના અર્થ સાધામ એવા અડગ નિશ્ચયથી મેમ્ના જેવા અચલ હોય છે.
૩૯. સર્વને પિતાના આત્માસમાન જાણવાથી, સર્વના ઉપર નિઃસીમ પ્રેમ રાખવાથી, વ્યવહાર બગડવાની જે વાત કરે છે, તેઓને વ્યવહાર
Page #67
--------------------------------------------------------------------------
________________
[શ્રીવિધવાવિચારરત્નાકર
સર્વના ઉપર નિઃસીમ પ્રેમ ન રાખવાના વર્તનથી તેઓ ધારે છે તેટલો સુધરેલો હોતો નથી. તેઓ વ્યવહારની સર્વોત્તમ ઉન્નતિને ઇચ્છનારા હોય છે, તે પણ તે ઉન્નતિમાં તેઓ પિતાની ધારણુપ્રમાણે આગળ વધ્યા હોતા નથી. આમ ન થવામાં તેઓ કારણ, કેઈ અન્ય જ કલ્પતા હોય છે, પરંતુ તત્વવિત પુષે જાણે છે કે તેમની ઉન્નતિ ન થવામાં અન્ય કારણે જેટલાં બળવાન પ્રતિબંધ કરનારાં હોય છે તેનાં કરતાં, પ્રાણીમાત્રમાં પ્રેમ ન પ્રકટવાનું કારણ અત્યંત બળવાન પ્રતિબંધ કરનારું હોય છે. સર્વાભદષ્ટિ વ્યવહાર તથા પરમાર્થ ઉભયને સુધારે છે. પ્રાણીમાત્રને સર્વાત્મદષ્ટિવાળો પુરષ પિતાના આત્માસમાને જાણ હોવાથી તથા તદનુસાર તેમના ઉપર પ્રેમ રાખતા હેવાથી સર્વ મનુષ્યો પણ તેના ઉપર તે જ પ્રેમ રાખે છે, અને તેથી કરીને તેના વ્યવહારમાં તેઓ સર્વદા સાહાસ્ય કરે છે. નિર્વેર વૃત્તિવાળા તે પુરુષના સર્વ જ મિત્ર હોય છે, અને પ્રાણીમાત્ર જેના મિત્રરૂપ હોય છે, તેને વ્યવહાર બગડવાની શંકા કશા પણ આધાર વિનાની છે.
૪૦. ઘણુ મનુ પિતાને બીજા સર્વ પ્રાણી કરતાં ઊંચા અધિકાર વાળા વધારે વિદ્વાન તથા વધારે સમજણવાળા માને છે, અને આમ માની તેઓ સર્વને તુણવત્ લેખે છે. અમે જેવું સમજીએ છીએ તેવું કઈ જ સમજતું નથી, એવા અભિમાનથી, તેઓ જે જે મનુષ્ય તેમના સંબંધમાં આવે છે, તેમને પિતાનાથી ઓછી સમજણવાળા જણાવવા પ્રયત્ન કરે છે. જે સિદ્ધાંતે પોતે નિશ્ચય કરેલા હોય છે, તે સિદ્ધાંત સમજવાની જાણે જગતમાં કેઈની શક્તિ હોય જ નહિ, એવું તેઓ માને છે. આવા મનુષ્યો પણ સમદષ્ટિવાળા થઈ શકતા નથી. આત્મા અણુ અણુમાં વ્યાપક હોવાથી ગમે તે અંતઃકરણમાં યથાર્થ પ્રજ્ઞા પ્રકટ થવાને પૂર્ણ સંભવ છે. સમદષ્ટિ આત્મા અમુક વ્યક્તિ ઉપર અનુગ્રહ કરે અને અમુક ઉપર ન જ કરે, એમ છે જ નહિ. આત્મા અથવા પરમતત્વને સર્વ સમાન છે. જેમ સૂર્ય કસાઈના ઘરમાં પણ પ્રકાશ નાંખે છે, અને ત્રિકાળ સંધ્યા કરનાર પવિત્ર બ્રાહ્મણના ઘરમાં પણ પ્રકાશ નાંખે છે, તેમ પરમતત્વ ગમે તે પ્રાણીના અંતઃકરણમાં વિલસી રહ્યું છે, અને તેથી ગમે તે અંતઃકરણમાં ગમે તે સ્થળે, અને ગમે તે કાળે, સામગ્રી મળી આવતાં જ્ઞાન પ્રકટ વાને પૂર્ણ સંભવ છે. શ્રીકૃષ્ણના નિત્ય સંબંધમાં આવનાર અર્જુનને જ્ઞાન થવાને પૂર્ણ સંભવ હતું, અને આજે શ્રીકૃષ્ણના લીલાતનુને જેને સંબંધ નથી એવી અન્ય વ્યક્તિઓને જ્ઞાન થવાનો સંભવ નથી, એવું કંઈ જ નથી. અંતઃકરણને અધિકાર વધવાના સંભો પરમકૃપાળુ પરમાત્મા સર્વને જ સર્વકાળ આપે છે,
Page #68
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૫૯
અને જેઓ તે સંભવોને સ્વીકાર કરી અંતઃકરણને અધિકાર વધારે છે, તેઓને જ્ઞાન ગમે તે સ્થળે, ગમે તે કાળે, અને ગમે તે દ્વારે હૃદયસ્થ અંતર્યામી ઈશ્વર આપે જ છે. યથાર્થ વિચારથી જોતાં તે પરમેશ્વરની દૃષ્ટિમાં સર્વ જ સમાન છે, અને તેથી જ્ઞાન થવાના સાધનો સર્વને જ તેમણે સમાન રીતે આપ્યાં છે. આ સાધનેને જે ઉપયોગ કરે છે, તેમને જ્ઞાનને પ્રબોધ કરનાર શ્રીકૃષ્ણરૂપ મહાપુરુષ, તે મારવાડના રેતીના રણજેવા ઊજડ પ્રદેશમાં રહેતું હોય તે પણ પ્રાપ્ત થાય છે, અને જેઓ ઉપયોગ નથી કરતા, તેમને જ્ઞાનને પ્રબોધ કરનાર શ્રીકૃષ્ણરૂપ મહાપુરુષ પ્રાપ્ત થયા હોય છે, તે પણ તેઓ જડમતિ જ રહે છે, અને પરિણામે સમયનો સદુપયોગ ન સાધી લેનાર આ મનુષ્યો પાસેથી તે પ્રાપ્ત મહાપુરુષ પણ અદશ્ય થઈ જાય છે.
૪૧. તમે જ્ઞાનમાં આગળ વધેલા છે, એમ માની, બીજા જેઓ નથી વધ્યા તેમને તિરસ્કાર કરવા, તેમને તુણવત લેખવા તમને શો અધિકાર છે? આંબા ઉપર આવેલી સેંકડે કેરીઓમાંથી થોડી પાકેલી કેરીઓને બીજી કાચી કેરીઓને તિરસ્કાર કરવા શું અધિકાર છે? હું પાકી અમૃત જેવી ગળી છું, અને તું ખાટી ચિડા જેવી છું, એમ તેનું બેસવું શું કઈ ઊંચી બુદ્ધિને સૂચવે છે? શું પાકી કેરી થે દિવસ પહેલાં ખાટી ચિચેડા જેવી નહોતી ? અને પિલી ખાટી ચિચેડા જેવી કરી શું થોડા દિવસ પછી પાકી અમૃત જેવી મધુર નથી થનાર ? ઉત્તમ અધિકારવાળા ઉત્તમ પુરુષો ! તમે આજે ઉત્તમ અધિકારમાં આવ્યા છે. પણ એક સમય એવો હતો કે જ્યારે તમે અજ્ઞાનના કાદવમાં લેટતા હતા; અને જેમને આજે તમે તૃણવત પામર જીવડાં જેવા માનીને તિરસ્કાર કરે છે, તેઓ કેટલાક સમય પછી આજે તમે જે સ્થિતિમાં છે તેવી જ અથવા તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં આવશે જ. તમારું ઊંચી સ્થિતિમાં કે ઊંચા અધિકારમાં આવવું ત્યારે જ સાર્થક છે, કે તે ઊંચા અધિકાર ઉપરથી તમે તમારા પૂર્વના નીચા અધિકારનું સ્મરણ કરી નીચા અધિકારવાળાને તિરસ્કાર કે દ્વેષ ન કરે ત્યારે ઊંચા અધિકારમાં આવી તમે નીચા અધિકારવાળાને તુચ્છકારી કાઢી તમારા ઊંચા અધિકારને વધારે ઉચે થતું અટકા છે. પ્રાણીમાત્ર ઉપર સ્નેહ કરે. જેને તમે પાપી ગણે છે, તે પાપી નથી. તેના ઉપર માત્ર અજ્ઞાનનું આવરણ છે. અજ્ઞાનનું આવરણ દૂર થતાં તે અને તમે ભિન્ન નથી. વાદળાની તળે તેજસ્વી ભાનું પ્રકાશે છે. રાખની તળે પ્રકાશિત અગ્નિ ઝગઝગે છે. વાદળાંને જોઈ, વાદળામાં ઢંકાઈ રહેલા સૂર્યને, રાખને જોઈ
Page #69
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવધવિચારરત્નાકર રાખમાં છુપાઈ રહેલા અગ્નિને તિરસ્કાર ન કરે. એક જ વસ્તુની આ ચઢતીઉતરતી કળા છે. એક જ પરમતત્વને આ ચઢઊતરતે વિવર્ત છે. વિવર્તને બાધ કરી પરમતત્ત્વ જુઓ, અને સર્વાત્મભાવના કરી યથાર્થ તત્વદશ થાઓ.
૪૨. તમે આજે પૂર્ણ છે. ભવિષ્યમાં તમે ગમે તેવી ઉત્કૃષ્ટ સ્થિતિને પ્રાપ્ત થવાના હો, ઈદ્ર થવાના હે, બ્રહ્મા થવાના છે, વિષ્ણુ થવાના છે, દ્ર થવાના હો કે સાક્ષાત મહેશ્વર થવાના હે-પણ તે સ્થિતિમાં આજે તમે છો જ. વસ્તુતઃ જેવા તમે હો નહિ, તેવા થવાને તમને ત્રિકાલ સંભવ નથી. જે તમે છે, તેવા જ તમને થવાનો સંભવ છે. આજે તમે પૂર્ણ છે, જે તમારામાં સર્વ પ્રકારનાં સામર્થ્ય રહેલાં છે, આજે તમે સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ ઈશ્વર રવરૂપ છે, તેથી જ ભવિષ્યમાં તે તે સર્વ સામર્થ્ય તમારામાં પ્રકટ થયેલાં અનુભવવાનો તમને પૂર્ણ સંભવ છે. અસતમાંથી સત પદાર્થ ઉત્પન્ન થવો સંભવતો નથી, અને સતમાંથી અસત પદાર્થ પ્રકટતું નથી. તમે પૂર્ણ ન હો તો તમને પિતાને પૂર્ણ અનુભવવાનો પ્રસંગ આવવાને સંભવ જ નથી. તમે વસ્તુતઃ અપૂર્ણ હો તે એવું કોઈ પણું સામર્થ્ય નથી કે જે તમને પૂર્ણ કરી શકે. પાંચ અને ચારને સરવાળે નવ જ થાય. પાંચ અને ચારને સરવાળે દશ કરે, એવી કઈ સત્તા વિશ્વમાં છે જ નહિ. વસ્તુતઃ અપૂર્ણ વસ્તુ પૂર્ણ થઈ શકતી જ નથી. પૂર્ણ જ પિતાની પૂર્ણતાને અનુભવ કરે છે. તમે પૂર્ણ છે, આ ક્ષણે છે, પૂર્વે હતા, અને હવે પછી પણ છે, માટે જ તમે પિતાના પૂર્ણપણને અનુભવી શકવા યોગ્ય છે. આજ તમે તમારામાં જેટલા સામર્થ્યની, જેટલા જ્ઞાનની, જેટલા ઐશ્વર્યની પ્રતીતિ કરે છે, તે સર્વ પૂર્વે તમારામાં હતું અને હવે પછી પણ જેટલા જેટલા સામર્થ્યજ્ઞાનાદિની તમારામાં પ્રતીતિ કરશે, તે પણ પૂર્વે હતું અને આજે પણ છે. તમે સર્વદા પૂર્ણ છે.
૪૩. ત્યારે શું આપણું જ્ઞાનમાં, આપણું બળમાં, આપણું અનુભવમાં પ્રતિદિન આપણે વૃદ્ધિ થતી જઈએ છીએ, એ ખોટું છે? બે વર્ષનું આપણું વય હતું ત્યારે આપણે જેટલું જાણતા હતા તેના કરતાં પચીસ વર્ષની વયે વધારે જાણતા થયા હતા, અને પચીસ વર્ષની વયે જેટલું જાણતા હતા, તેનાં કરતાં આજે ૪૦ વર્ષના વયે વધારે જાણીએ છીએ, એ શું ખોટું છે? જે વૃદ્ધિ ન થતી હોય તે આ પ્રકારનો અનુભવ શી રીતે સંભવે? આ પ્રકારની શંકા તમને ઉદય થાય છે. નીચેના દષ્ટાંતથી તેનું સમાધાન તમને સહજ થશે.
Page #70
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
આપણા ઘરમાં અનર્ગળ દ્રવ્ય દાટેલું હોય, પણ તેમાંથી આપણે જ ચાર આના કાઢીએ તે ચાર આના જેટલે જ આપણે ઉપભોગ કરી શકીએ છીએ. નિત્ય દશ રૂપૈયા કાઢીએ તો તેટલા પ્રવ્યવડે પ્રાપ્ત થતાં વ્યાવહારિક સુખે આપણે ભોગવી શકીએ છીએ. નિત્ય હજાર કાઢીએ, લક્ષ કાઢીએ, કે કોટી કાઢીએ તે આપણે મહાનૃપતિથી પણ અધિક વૈભવોને અનુભવ કરી શકીએ છીએ. નિત્ય ચાર આના કાઢતા હતા ત્યારે પણ આપણી પાસે અનર્ગળ દિવ્ય હતું, અને નિત્યના કેટી પેયા કાઢવા લાગ્યા ત્યારે પણ તેટલું જ હતું. આપણુ દ્રવ્યના ભંડારમાં, પૂર્વે કે પછી કોઈ પણ સમયે ન્યૂનતા અથવા વૃદ્ધિ હતી જ નહિ. તે દ્રવ્યકોશ તે અનર્ગળ અને અનર્ગળરૂપે સર્વદા આપણુ પાસે સ્થિત હતા જ. પણ તેને ભંડારમાંથી કાઢવાની આપણા પ્રયત્નની ન્યૂનતા એ જ આપણી, બહાર અનુભવમાં આવતી નિર્ધનતાને હેતુ હતું. જે પ્રમાણમાં આપણે ભંડારમાંથી દ્રવ્ય બહાર કાઢતા ગયા તે પ્રમાણમાં આપણે આપણું શ્રીમાનપણાનો અનુભવ કરતા ગયા. આ જ પ્રમાણે જ્યારે આપણે જડ પદાર્થોમાં હતા ત્યારે પણ સ્વરૂપતઃ આપણે પૂર્ણ હતા, જે સમયે વનસ્પતિમાં આપણે હતા ત્યારે પણ વસ્તુતઃ આપણે પૂર્ણ હતા, જે સમયે પોનિમાં આપણે પશુત્વને અનુભવ કરતા હતા ત્યારે પણ આપણે પૂર્ણ જ હતા, અને આજે આ મનુષ્ય શરીરમાં મનુષ્યરૂપે શોભીએ છીએ ત્યારે પણ, ભવિષ્યમાં દેવશરીરમાં દેવરૂપે શોભીશું ત્યારે પણ, પરિણામમાં સબલ બ્રહ્મમાં સબલ બ્રહ્મસ્વરૂપે સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન સ્વરૂપે વિરાજીશું ત્યારે પણ, અને સર્વની પરાવધિએ દશે દિશાએ અવધિપણે સ્થિત પરમતત્વમાં અભેદરૂપે સ્થિત થઈશું ત્યારે પણ આપણે પૂર્ણ જ હોઈશું. આપણું પૂર્ણ કઈ કાલે જૂનાધિકપણાને પ્રાપ્ત થતું નથી.
૪૪. વસ્તુતઃ મનુષ્ય પૂર્ણ થતાં પોતાનું માપ જેટલા પ્રમાણમાં તે કરે છે, તેટલા પ્રમાણમાં જ તે પિતાને થયેલે અનુભવે છે. પાતાળ કૂવામાંથી લેરી ફાંસનારને લેટી જેટલું જ પાણી મળે છે, ઘડો ફાંસનારને ઘડા જેટલું મળે છે, કેશ જોડનારને કોશ જેટલું મળે છે, અને વરાળયંત્રના જબરા પંપ તેમાં મૂકી દેનારને હજારે વીંઘાં જમીનને પાવા જેટલું જળ મળે છે. પાણુને અમુકને વધારે આપવું કે અમુકને ઓછું આપવું એવું છે જ નહિ. પાણી કાઢનાર પિતાના પ્રયત્નના પ્રમાણમાં જ ન્યૂનાધિક જળ મેળવે છે. પિતાના સ્વરૂપને પૂર્ણ જાણી જેઓ તેની પૂર્ણતા અનુભવવાનો પ્રયત્ન સેવે છે, તેઓ પૂર્ણતાને જ અનુભવે
Page #71
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર છે, અને જેઓ પોતાના સ્વરૂપને અપૂર્ણ જાણે છે, તેઓને પ્રયત્ન પણ અપૂર્ણ સ્થિતિને અર્થે જ થતું હોવાથી તેઓ અપૂર્ણ રહે છે. આમ હોવાથી જેઓ પિતાને દેખવાળા જાણું વૃથા પરિતાપને સેવે છે, તેઓ દેલવાળા રહીને તેમને પિતાના દેષ ટાળવાને સંભવ આવતું નથી, અને જેઓ પિતાના નિર્દોષ
સ્વરૂપના ચિંતનવડે, પિતાનું અહં તે નિર્દોષ સ્વરૂપમાં જ નિરંતર જોડતા રહે છે, તેઓ અલ્પ સમયમાં પિતાને શુદ્ધ નિર્દોષ સ્વરૂપે અનુભવે છે; અને આથી જ સલ્લા સ્ત્રમાં કહ્યું છે કે એક ક્ષણવાર પોતાના શુદ્ધ નિર્દોષ બ્રહ્મવરૂપની ભાવના, એ પાતાના ડુંગરના ડુંગરને પણ ઘાસની ગંજીની પેઠે એક ક્ષણમાં ભસ્મીભૂત કરે છે. કોડે યજ્ઞથી, કરેડે કર્મથી, કરડે દાનથી શાસ્ત્ર મુક્તિ સ્વીકારતું નથી, પણ પિતાના પૂર્ણ સ્વરૂપના યથાર્થ જ્ઞાનથી જ મુક્તિ સ્વીકારે છે.
૪૫. જેમ કૃવામાં ઘડે નાંખ્યા વિના તેમાંથી જળ મળવાને સંભવ આવતું નથી, તેમ આપણું પૂર્ણ સ્વરૂપમાં વૃત્તિને વારંવાર જોડીને, તેની પૂર્ણતાને આપણું અંતર્બાહ્ય પ્રકટ રાખવાનો પ્રયત્ન સેવ્યા વિના પૂર્ણ થવાને સંભવ આવતું નથી. ઘડાને કૂવામાં નાંખી તેને જળમાં ડુબાડે તે જ તેમાં જળ આવે છે, પણ તેને પાણીઉપર હલાવ્યા કરે, અથવા તેને કૂવામાં નાંખે જ નહિ તે તેમાં જળ ભરાતું નથી, તેમ આપણું પૂર્ણ સ્વરૂપમાં આપણું અહં અભિમાનને ડુબાડ્યા વિના, તેમાં તન્મય થયા વિના, તરૂપ જ આપણે છીએ, એ અભ્યાસ સેવ્યા વિના, ઉપર ઉપરથી સ્વરૂપની વાત કરવાથી, સ્વરૂપાકાર થવાતું નથી. જીવત્વના કાંઠા ઉપરથી સ્વરૂપામૃતના કૃપમાં પડ્યા વિના, સ્વરૂપામૃતનો સ્વાદ શી રીતે આવે ? પરંતુ અસંખ્ય મનુષ્યો, આ જીવના કાંઠા ઉપર ઉભા રહી, સ્વરૂપમૃતના રૂપમાં માત્ર દૃષ્ટિ નાંખી, સ્વરૂપામૃતનું પાન કરવા ઈચછે છે. તેઓ પિતાના જીવત્વનું એક ક્ષણવાર વિસ્મરણ કરતા નથી. તેઓ પિતાને નિરંતર દોષવાળા તથા અપૂર્ણ જોયા કરે છે. તૃષાથી અત્યંત પડાયેલા તેઓ ફૂપમાં દષ્ટિ નાંખે છે, પરંતુ તેમાં યાહેમ કરી ઝંપલાવતા નથી. પિતાના પૂર્ણ સ્વરૂપને, પિતાના બ્રહ્મસ્વરૂપને અધિકારવિના જેવું, અધિકારવિના તેમાં અભિન્ન થવા પ્રયત્ન સેવ, એને તેઓ પાપ માને છે. એમ કરવાથી તેઓ, છે તે સ્થિતિમાંથી પણ અધમ સ્થિતિમાં આવશે, એવી ભીતિ ધરે છે. “હું પૂર્ણ શુદ્ધ બ્રહ્મસ્વરૂપ છું, એમ બેલતાં અને માનતાં તેમનું સર્વાગ ભયથી ધ્રુજે છે. આમ બોલવાથી, અને આવી ભાવના કરવાથી ઈશ્વરને મહ અપરાધ થતું હોય એમ તેઓ લેખે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૬૩
૪૬. કાઈ મહાપવ્રુતિના બાળકને દુષ્ટ લોકા વનમાં પકડી જઈ ચારાના બાળક ભેગા ઉછેરી ચાર બનાવે, અને પછી કેટલેક કાળે ચાર થયેલે તે બાળક, કાઈ યાળુ મહાત્માના ઉપદેશથી પોતાના નૃપતિપણાના જ્ઞાનને પામી પોતાના નૃપતિપણાનું સ્મરણ કરે, અથવા હું નૃપતિ છું એમ ખેલે, તો શું તેના પિતા નૃપતિના તેણે મહા અપરાધ કર્યાં, એમ લેખાશે? અને દુષ્ટ લેાકેાના ભેગા રહેતાં છતાં પણ, શરીરે લૂટારાનાં વસ્ત્ર ધારણ કરવા છતાં પણ અને નૃપતિના એકવના અંશ પણ પ્રાપ્ત ન હતાં પણ નિરંતર પોતાના મૂળસ્વરૂપનું ચિંતન કરી ‘હું નૃપતિ છું,’ એમ વદ્યા કરે તો તે વાત જાણી તેના પિતા શું તેને શિક્ષા કરશે? જ્યારે મનુષ્યનાં લક્ષણવાળા નૃપતિ પણ પોતાના બાળકને આવા વ્યવહારથી શિક્ષા કરતા નથી, પણ ઊલટા પ્રસન્ન થઈ, તેને આ પ્રકારના ચિંતનથી લાગ આવ્યે દુટામાંથી ભાગી આવવાના સંભવને સ્વીકારે છે તે પરમકૃપાળુ ધિર પોતાના અશભૂત અને સ્વરૂપભૂત મનુષ્યને જીવત્વમાં રહ્યા છતાં પણ પોતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરતા જોઈ શિક્ષાપાત્ર ગણે એ કેવળ અસંભવિત છે. વસ્તુતઃ ‘હું જીવ છું, હું અપૂર્ણ છું, હું પાપી છું, હું દોષવાળા છું,' એમ વદવુ, અને તે તે દોષોમાં પોતાના આતપ્રોત અનુભવ કરવા, એ ઇશ્વરનો મોટામાં મોટો અપરાધ છે, અને હું. બ્રહ્મ હુ, હું પૂર્ણ છું, હું પુણ્ય સ્વરૂપ છું, હું નિર્દોષ શુદ્ધ નિર્વિકાર છું,' એમ વજ્જુ, અને બ્રહ્મત્વનાં તે તે લક્ષણામાં પોતાના ઓતપ્રોત અનુભવ કરવા, એશ્વિરની મોટામાં મોટી સ્તુતિ છે. અરું ત્રાસ્મિ એ વેદના મહાવાક્યના અર્થમાં તન્મય થઈ જવુ, એથી ઈશ્વરની મોટામાં મોટી સ્તુતિ કાઈ છે જ નહિ.
૪૭. જ્યારે મનુષ્ય પોતાના પૂર્ણ સ્વરૂપની વારંવાર ભાવના કરે છે, અને તેમાં તન્મય થવાનો પ્રયત્ન સેવે છે, ત્યારે તે ક્રમે ક્રમે પોતાના પૂર્ણ પાના અનુભવ કરે છે. પોતાના અપૂણ પણાને વારવાર જોવું, અને તેનુ જ ચિંતન કર્યાં કરતું, એ જીવત્વનાં સંસ્કારને દૃઢ કરવાનું સાધન છે; અને જીવત્વના પોતાને અનુભવ થવા છતાં પણ તે અનુભવની ઉપેક્ષા કરી પોતાના પૂણ પણાનુ જ વારંવાર ચિંતન કરવું, અને તેનું ભાન હૃદયમાં નિરંતર જામ્રત રાખવાના પ્રયત્ન સેવવા, એ પોતાના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થવાનું સાધન છે. સાધનની અવસ્થા જ દર્શાવે છે કે સાધકને સાધ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ નથી. સાધ્ય વસ્તુની પ્રાપ્તિ થયા પછી સાધન કરવું રહેતું નથી. સાધ્ય વસ્તુની અપ્રાપ્તિ હોય છે, ત્યાંસુધી જ સાધન કરવાનુ હોય છે. અને આમ હોવાથી
Page #73
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવંધવિચારરત્નાકર
વત્વ ધર્મનું પિતાનામાં ભાન કરનાર અભિમાનીને જ પોતાના પૂર્ણત્વની ભાવના કરવાની હોય છે. જીવધર્મને ઓળંગનારને “હું પૂર્ણ બ્રહ્મસ્વરૂપ છું, એમ બેસવાનું રહેતું જ નથી. આથી છેવત્વ ધર્મવાળા સર્વને પિતાના છવધર્મની ઉપેક્ષા કરવા અને પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરવાને પૂર્ણ અધિકાર છે. પૂર્ણ સ્વરૂપની ભાવના કરવાને અનધિકાર કોઈને છે એમ નથી.
૪૮. તમે સાધનસંપન્ન થયા નથી, તમારા મળવિક્ષેપ નિવૃત્ત થયા નથી, એમ કહી કેઈ તમને તમારા પૂર્ણ સ્વરૂપની ભાવના કરતા કે તે તેથી ભય પામી રકાતા નહિ. પૂર્ણ સ્વરૂપથી ભડકીને વેગળા નાસવાથી અધિકાર આવતે નથી; પણ પૂર્ણ સ્વરૂપ પ્રતિ ડગલાં ભરવાથી અધિકાર આવે છે. સાધનમાત્રનું મૂળ જે સ્વરૂપચિંતન તેને ર્યા વિના અધિકાર શી રીતે આવે ? હજારે પાપ કરનાર મનુષ્ય સત્સમાગમ ન કરે, તે તેની મતિ શુદ્ધ થવાને શી રીતે સંભવ આવે ? “તે હજારો પાપ કર્યા છે, માટે તેને સત્યરુષપાસે આવવાને અધિકાર નથી,' એમ કહી પાપી મનુષ્યને સત્વરપાસે આવત જેઓ ખાળે છે, તેઓ તે પાપી મનુષ્યની મતિને નિર્મળ થવાના સર્વ સંભવ નષ્ટ કરી નાખે છે. સ્વસ્વરૂપના પ્રતિ વળવું, સ્વસ્વરૂપનું ચિંતન કરવું, એ મેટામાં મેટ સત્સમાગમ છે. એ સત્સમાગમમાં જવાને ઇચ્છનાર મનુષ્યની વચમાં જે અનધિકારના ભયની મોટી ભીંતે ચણી દે છે, તેઓ તે મનને અધિકારી થવાના સંભો પર જ ચોધારું ખડ્ઝ વાપરે છે,
૪૯. મળ અને વિક્ષેપની અધિકતાએ કરીને અનધિકારીમાં ગણાઈ ગયેલા મનને મળ અને વિક્ષેપને ટાળનાર સર્વોત્તમ કર્મ તથા સર્વોત્તમ ભક્તિ, પિતાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન, એ વિના અન્ય કોઈ નથી. શાસ્ત્રપ્રતિપાદિત નિત્ય કર્મો પણ જે સ્વસ્વરૂપની લક્ષણ કરાવનાર નથી હોતાં, અને તે તે કર્મ કરનારની વૃત્તિ કર્મ કરતાં સ્વસ્વરૂપસાથે અલ્પ અંશે પણ સંબંધવાળી નથી થતી તે તે કર્મો, જેમ આધુનિક બ્રાહ્મણના મોટા ભાગને સંધ્યાદિ કર્મો જળ ઉછાળવા તથા નાક પકડવારૂપ થઈ રહ્યાં છે, તેવાં થઈ રહે છે. તે જ પ્રમાણે વિક્ષેપને ટાળનારી ભક્તિ પણ, ભક્તિના રહસ્યપૂર્વક અંતર્યામી ઈશ્વરતત્વના સંબંધવાળી નથી હોતી, તે હાલ જેમ કેર વગેરે તીર્થોમાં એકઠાં થતાં ભગતનાં મેટાં ઝુંડમાં માળા વગેરે બાહ્ય વેષ ધારણ કરવામાં તથા ભજનને નામે નકામા બરાડા પાડવામાં જ આવીને અટકી છે, તે પ્રમાણે મિથ્યા
Page #74
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
આડંબરરૂપ થઈ રહે છે. યથાર્થ કર્મ અને યથાર્થ ભક્તિ, એ સ્વસ્વરૂપના ચિંતનથી ભિન્ન નથી. એ સ્વસ્વરૂપનું ચિંતન જ છે. જેઓ સ્વસ્વરૂપના ચિંતનમાં, સ્વસ્વરૂપની ભાવનામાં નિમગ્ન રહે છે, તેઓને, કર્મ ઉપાસના અને જ્ઞાન એ ત્રિપુટીને એક કાળે સાથે અભ્યાસ સધાય છે.
૫૦. સ્વસ્વરૂપનું, પિતાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરતાં, ભય ધરવાનું પ્રયોજન નથી. અધિકાર નથી, એવું માનવાનું પણ પ્રયોજન નથી. મલ અને વિક્ષેપથી ભરેલા તમારા અંતઃકરણમાં સ્વસ્વરૂપને સ્થિતિ કરવાનો અધિકાર છે અને તેનું ચિંતન કરવાને તમને અધિકાર નથી, એ કેટલું હાસ્યજનક છે! કાગડાના શરીરમાં, પશુઓનાં શરીરમાં, સ્વસ્વરૂપનું ચિંતન કરવાના અધિકાર આવી ચૂક્યા છે. અને તમારા, દેવને પણ દુર્લભ મનુષ્ય શરીરમાં અધિકાર નથી, એ વાત કેવલ અસંભવિત છે. તમે મહા પાપી હશે, પણ જો તમને સ્વરૂપચિંતન કરવાની ઈચ્છા પ્રકટે તે પ્રિયતમ ! તમે સ્વરૂપચિંતનના અધિકારી છે. સ્વરૂપચિંતનની ઈચ્છા પ્રકટ, અધિકારની વાટ જોશો નહિ, અને ઇચ્છા ન પ્રકટે, તે પણ ઇચ્છા પ્રકટવાની વાટ જોશો નહિ. સુખની ઇચ્છા તે તમને પ્રકટ છે કેની? એ જ ઈછા તમને સ્વરૂપચિંતનના અધિકારી કરે છે. તમે પૂર્ણ છે. તમારા પૂર્ણ સ્વરૂપને ચિતિ, અને પૂર્ણતાને અનુભવે.
૫૧. જેમ તડકાની ઇચ્છાથી મનુષ્ય, તડકામાં જઈને ઊભા રહે છે કે તત્કાળ તેના પ્રતિ જીવનને આપનારાં સૂર્યનાં કિરણો વહેવા માંડે છે, તે જ પ્રમાણે પૂર્ણતાને અનુભવ કરવાની ઈચ્છાથી મનુષ્ય જ્યારે પિતાના પૂર્ણ રવરૂપનું ચિંતન કરે છે કે તત્કાળ પૂર્ણતાના ધર્મો તેનામાં છુટ થવાને પ્રારંભ થાય છે. પરંતુ જેમ ટાઢથી કરી ગયેલ મનુષ્ય ટાઢને ઉડાડવા માટે સૂર્યના તડકામાં એક ક્ષણ ઊભો રહે છે તે તેની ટાઢ ઊડતી નથી, પણ દીર્ઘ સમય ઉભા રહેવાથી જ ટાઢ ક્રમે ક્રમે જાય છે, તેમ પૂર્ણતાના ધર્મોનું પિતાનામાં પૂર્ણ પણે ભાન થવાને માટે મનુષ્ય અલ્પ સમય પે તાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરવાનું નથી, પણ નિરંતરપણાથી દીર્ઘ સમય તેનું ચિંતન કરવાનું છે. વળી જેમ ટાઢથી કરી ગયેલો મનુષ્ય પા કલાક તડકે ઊભા રહે, અને પા કલાક ઠંડા જળમાં સ્નાન કરી આવે, વળી પાછો તડકે ઊભા રહે અને પાછો વળી ઠંડા જળમાં ડૂબકી મારી આવે, તે તેની ટાઢ ઊડવાનો સંભવ આવતું નથી, તેમ પ્રાતઃકાળે સ્નાન કરીને થોડો સમય મનુષ્ય પોતાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરે અને પછી આખો દિવસ પિતાને અપૂર્ણ અને દુઃખી માન્યા કરે છે તેથી તેને પિતાની પૂર્ણતા
Page #75
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
અનુભવવાને સત્વર સંભવ આવતું નથી. જે સત્વર પૂર્ણતાને અનુભવ તમારે કરવો હોય તે જાગ્રતમાં કે સ્વમમાં, વ્યવહાર કરતાં કે નિવૃત્તિ સેવતાં, સર્વ સમયમાં તમારા પૂર્ણ સ્વરૂપનું વિસ્મરણ કરશે નહિ. સ્વસ્વરૂપનું અખંડ ચિંતન, ગમે તે મનુષ્યને પણ અલ્પ સમયમાં સ્વસ્વરૂપાકાર કરે છે.
પર. વિવિધ વ્યાવહારિક ક્રિયાઓમાં તમારા પૂર્ણ સ્વરૂપની ભાવના તમારા અંતઃકરણમાં જાગ્રત નથી રહેતી માટે કંઈ જ ફળ નહિ મળે, એવી શંકાથી આ સર્વોપરિ સાધનથી નિવૃત્ત થશો નહિ, દિવસના અષ્ટ પ્રહરમાં એક ક્ષણ પણ આ ભાવના સેવાય તે અવશ્ય સેવજે. સ્વસ્વરૂપની ભાવના એ સિંહનું બાળક છે. તે એક ક્ષણનું નાનું બાળક હશે તે પણ એકએક ક્ષણવડ મોટું થતાં, કાળે કરીને બકરીઓના મોટા સૈન્ય જેવી તમારી અસંખ્ય અયોગ્ય ભાવનાઓને તે લય કરી નાંખશે. તેથી એકાંત સ્થલમાં જાઓ, અથવા જયાં બેઠા હે ત્યાં નેત્ર મીંચે, હૃદયમાં ઊંડા ઊતરે, બાહ્ય દશ્ય વિચાર પરિત્યજો, સ્થિર થાઓ, અને હું હું' એવું ભાન જ્યાં થાય છે, તે સ્થળે, તમારા અપૂર્ણપણાના ભાનને બાધ કરી, “હું પૂર્ણ ચિતિસ્વરૂપ છું', “હું સતચિતઆનંદસ્વરૂપ છું” એ ભાનને, અર્થમાં તન્મય થઈ સ્પષ્ટ અનુભવે.
૫૩. તમારા બારણામાં અથવા અગાશીમાં કેઈસમયે થેડા દાણા વેરાયા હોય છે, તે શું તમે નથી અનુભવ કર્યો કે તેના તરફ કીડીઓ, ખિસકેલીઓ, ચકલીઓ વગેરે આકર્ષાઈ આવે છે? દાણાને બદલે સાકર, ગોળકે એવી કઈ ગળપણવાળી વસ્તુ વેરાઈ હોય છે, ત્યારે સેંકડે માખીઓ તે સ્થળે આઈઆવી બણબણ કરતી શું તમારા જોવામાં નથી આવી? તે જ પ્રમાણે, તમારા બારણ આગળ કઈ જ્ઞાતિજન થયું હોય છે, તે કાગડા અને સમડીઓ તેના તરફ આકર્ષાઈ આવેલી તમારા અનુભવમાં નથી આવી ? વળી જયાં મરેલું કૂતરું, બિલાડું કે ગધેડું પડ્યું હોય છે ત્યાં ગીધનાં ટોળેટોળાં એકઠાં થયેલાં શું તમારા જોવામાં નથી આવ્યાં? બહાર જગતમાં જે પ્રકારે બને છે, તે જ પ્રકારે આપણા આ આંતર જગતમાં અર્થાત્ હૃદયમાં બને છે. તમારા હૃદયરૂપી આંગણામાં જેવા જેવા વિચારને તમે પ્રસારે છે, તે વિચારને અનુકૂળ જ વિચારે આ બહારના વાતાવરણમાંથી આકર્ષાઈ આવી ત્યાં એકઠા થાય છે. સમગ્ર વાતાવરણ વિચારનાં આદેશનેથી સભર ભરેલું છે. જેમ તેમાં અસંખ્ય શુદ્ધ વિચારનાં આંદેલને પ્રવર્તે છે, તેમ તેમાં અસંખ્ય અશુદ્ધ વિચારેનાં આદેલને પણ પ્રવર્તે છે; અને આ આંદલને, આપણે જ્યારે આપણું અંતઃકરણમાંથી
Page #76
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
કોઈ વિચાર પ્રવર્તાવીએ છીએ ત્યારે આપણા તરફ આકર્ષાઈ આવે છે. જે સમયે આપણે શુદ્ધ વિચારને સેવતા હોઈએ છીએ તે સમયે આપણા વિચારના બલના પ્રમાણમાં, વાતાવરણમાં રહેલા શુદ્ધ વિચારે આપણું પ્રતિ આકર્ષાઈ આવે છે. જે સમયે આપણે અશુદ્ધ વિચાર કરતા હોઈએ છીએ તે સમયે તે અશુદ્ધ વિચારને બલના પ્રમાણમાં વાતાવરણમાં રહેલા અશુદ્ધ વિચારે આપણા પ્રતિ આકર્ષાઈઆવે છે. વિચાર કરવાની શક્તિના પ્રમાણમાં જ મનુષ્ય પિતાના તરફ વાતાવરણમાંથી વિચારોને આકર્ષે છે. જેમ નાનાં ફેફસાંવાળું બાળક પિતાનાં ફેફસાંના પ્રમાણમાં વાતાવરણમાંથી થડા વાયુને શ્વાસમાં ગ્રહણ કરી શકે છે, અને મોટાં ફેફસાંવાળો મેટો માણસ પિતાનાં મોટાં ફેફસાંના પ્રમાણમાં વધારે વાયુને પોતાના શ્વાસમાં ગ્રહણ કરી શકે છે, તેમ ન્યૂન વેગવાળા વિચારને કરી શકનાર મનુષ્ય, વાતાવરણમાંથી ન્યૂન બળવાળાં વિચારનાં આંદોલનને પિતાના તરફ આકર્ષી શકે છે, અને પ્રબળ વેગવાળા વિચારને કરી શકનાર મનુષ્ય, ઉગ્ર બળવાળાં વિચારનાં આંદોલનને પિતાના તરફ આકર્ષી શકે છે.
૫૪. જે પ્રકારના વિચાર મનુષ્ય સેવે છે, તેવા જ વિચાર તે પોતાના તરફ આકર્ષે છે. દુષ્ટ સ્વભાવવાળે તામસી મનુષ્ય ક્રોધના, ઈર્ષાના, અસૂયાના, અને એવા જ બીજા દુષ્ટ વિચારેને પિતાના પ્રતિ આકર્ષે છે. સુશીલ સ્વભાવને સાત્ત્વિક મનુષ્ય ક્ષમાના, નિર બુદ્ધિના, આત્મભાવનાના, પ્રસન્નતાના અને એવા જ બીજા સાત્વિક વિચારેને પિતાના પ્રતિ આકર્ષે છે.
૫૫. પ્રત્યેક મનુષ્યમાં વિચારધારા આ પ્રમાણે આકર્ષવાની શક્તિ રહેલી હોવાથી પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં શ્રીકૃષ્ણ વસી રહેલા છે, એ સિદ્ધ થાય છે. શ્રીકૃષ્ણ શબ્દમાં કૃષ ધાતુને અર્થ આકર્ષણ કરવું, એવો થાય છે. અને આ આકર્ષક ધર્મ પ્રત્યેક પ્રાણી પદાર્થમાં રહેલું હોવાથી પ્રત્યેક પ્રાણીપદાર્થમાં અંતર્યામી શ્રીકૃષ્ણ પરમાત્મા નિવસે છે, એ શાસ્ત્રપ્રતિપાદિત સિદ્ધાંત કેવળ સત્ય છે. શ્રીકૃષ્ણ પોતે પણ કહ્યું છે કે, સર્વ જંતુઓના હૃદય દેશમાં, હે અર્જુન! હું સ્થિત છું. શ્રુતિ પણ ઘ જેવઃ સર્વભૂતેષુ પૂઢ એક દેવ સર્વ ભૂતમાં નિગૂઢ છે, એ વચનથી એ જ વદે છે.
૫૬. જે વિચારશક્તિને મનુ હાલતાચાલતાં દુરુપયોગ કરે છે, તે આવી અભુત વસ્તુ છે. તુચ્છ દ્રવ્યને મનુષ્યો પેટીપટારામાં કે ભયરામાં બહુ સંભાળથી સાચવી મૂકે છે. તેમાંથી એક પાઈ ખરચવાને પ્રસંગ આવે છે ત્યારે તેમને જીવ કપાઈ જાય છે અથવા ખરચે છે તે અનેક વિચાર કરીને ખરચે છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮
[[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
જે તે રીતે તેના ઉપાર્જનમાં, રક્ષણમાં અને સંચયમાં ઉઘુક્ત રહે છે અને એમ છતાં પિતાની વિચારશક્તિ જે એક આશ્ચર્યકારક દ્રવ્યભંડાર છે, તેમાંથી લાખે અને કરડે રૂપિયા, વગરવિચાર્યું ખરચે છે. હીરામાણેકના કે મોતીના અલંકારને કઈ ધૂળમાં રગદોળતું નથી, પરંતુ આ વિચારશક્તિરૂપ અમૂલ્ય અલંકારને અસંખ્ય મનુષ્ય ક્ષણે ક્ષણે ધૂળમાં રગદોળે છે. એકલા પડ્યા કે હજાર જાતના અયોગ્ય વિચારનાં કકડાં ઉકેલે છે. મિત્રોમાં કે સંબંધીઓમાં બેઠા તે ત્યાં પરિયાના પરિયાની, માલવિનાની વાતે કાઢી જેમ કોઈ મૂઠીએ મૂકીએ ખરાં મોતી અને હીરા ઉછાળે તેમ આ વિચારબળનાં મોતી અને હીરાને ઉછાળે છે. આજ તે આમ થયું અને કાલ તે આમ થયું હતું, ફલાણુ ભાઈ આવા ને ઢીંકણું ભાઈ આવા, વગેરે કઈ પણ શુભ ફળને ન પ્રકટાવનાર વિચારેને સેવી આ મહાધનને દુરુપયોગ કરે છે.
પ૭. અવિચારવાનું મન ! તમારે ત્યાં વિચારરૂપ દ્રવ્યના ભંડારમાં છપ્પન ઉપર ભૂંગળ વાગતી નથી કે આમ ઉદાર દિલના થઈ બેઠા છો ! આવકનાં દ્વાર નથી હોતાં તે છપ્પન ઉપર ભૂંગળ વાગતા ભંડારે પણ ખાલી થઈ જાય છે. તમારું આવકનું એકે દ્વાર ઉઘાડું નથી, પણ જાવકનાં કરોડો દ્વાર ઉધાડાં છે, અને તમે જાતે તેમાંથી ધન ખાલી કરવા માંડ્યું છે, એટલું જ નહિ, પણ તેને ઝટ ખાલી કરવા, કરડે માણસને પાવડાટોપલા આપી વળગાડી દીધા છે. જે અયોગ્ય વિચાર તમે સેવ છે, અને કરે છે, તેથી અસંખ્ય અયોગ્ય વિચારનાં દેલને આ વાતાવરણમાંથી તમારી આજુબાજુ એકઠાં થયાં છે, અને પ્રત્યેક પ્રસંગે તેઓ તમને બળાત્કારથી અયોગ્ય વિચારમાં જડી તમારા સર્વધનને ક્ષય કરે છે. હજી તમે ચેતતા નથી. હજી તમારી આંખ ઊઘડતી નથી.
૫૮. ગેળને આખે શરીરે ચોપડી પછી માખીઓ તમારા કાનમાં, નાકમાં, અને આંખમાં પિસી જાય ત્યારે શા માટે માખીઓને ગાળો દો છે, અને તેમના ઉપર ચીડિયાં કરે છે? ગોળને પહેલે શરીરે પડ્યો ત્યારે માખીઓ આવી કે એમને એમ આવી ? અયોગ્ય વિચારને પ્રથમ તમે પ્રીતિથી સેવ અને પછી તમારા મનમાં હજારે અયોગ્ય વિચાર આવે ત્યારે, મારું મન બહુ ખરાબ છે, મારી વૃત્તિ બહુ દુષ્ટ છે, હું બહુ મથું છું, પણ તે વશ થતી નથી, એવા એવા બરાડા પાડી નકામાં ચીડિયાં શા માટે કરે છે? ગેળ પડેલા માણસને જેમ માખીઓને ટાળવાને સરળ ઉપાય એ જ છે કે જળમાં સારી પેઠે સ્નાન કરી શુદ્ધ થવું, તેમ તમારા અંતઃકરણમાં ઊઠતા હજારે અયોગ્ય વિચારને ટાળ
Page #78
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
વાને સરળ ઉપાય પણ એ જ છે કે નકામા શોક અને સંતાપ ત્યજી દેઈને, તથા સ્ત્રીની પેઠે આંખમાંથી આંસુ પાડવાં છોડી દઈને શુદ્ધ વિચારને સેવ. શુદ્ધ વિચાર સેવાતાં, વાતાવરણમાં રહેલા અસંખ્ય શુદ્ધ વિચારે તમારા પ્રતિ આકર્ષાઈ આવતાં, અશુદ્ધ વિચારે આપ આપ અળપાઈ જશે, અને તમે તમારા મૂળ વિશુદ્ધ સ્વરૂપે થઈ રહેશે.
૫૯ શુદ્ધ વિચાર સેવાતાં, એકલાં શુદ્ધ વિચારનાં દેલનો જ આપણું પ્રતિ આકર્ષાઈ આવે છે, એમ નથી, પણ જે જે વ્યકિતઓ તેવા વિચારને સેવતી હોય છે, તે વ્યક્તિઓ પણ આપણે પ્રતિ આકર્ષાઈ આવે છે. અને એમ થતાં તે તે વ્યક્તિઓ દ્વારા આપણને અનેક પ્રકારનું સાહા મળે છે. આરંભમાં શુદ્ધ વિચારને સેવનારપ્રતિ આ મનુષ્યલોકની વ્યક્તિઓ આકર્ષાઈ આવે છે, પણ જેમ જેમ તે મનુષ્ય અધિક અધિક શુદ્ધ વિચાર સેવતે જાય છે, તેમ તેમ ઉદ્ધ લેકેની દેવવ્યક્તિઓ પણ તેના પ્રતિ આકર્ષાઈ આવે છે, અને આ શુદ્ધ વિચારની પરાકાષ્ટામાં તે સબલ બ્રહ્મનું લીલાતનું પણ તે શુદ્ધ વિચારને સેવનારપ્રતિ આર્ષાઈ આવે છે. ધ્રુવનું ઉદાહરણ જ વિચારી જુઓ. ઈશ્વરની ઉપાસના કરવાને શુદ્ધ આગ્રહ ધ્રુવના હૃદયમાં ઉદય થતાં, આ મૃત્યુલોકમાં તેવી ઉપાસનામાં રત રહેનાર નારદમુનિ તેમના પ્રતિ આકર્ષાઈ આવ્યા, અને તેમનું તેમને સાહાપ્ય મળ્યું. અને નારદમુનિદ્વારા પ્રાપ્ત થયેલા ઉપાસનાના શુદ્ધ વિચારમાં, ટાઢ, તડકે, સુધા તુષા કશાને ન ગણકારી, દઢ આગ્રહથી અને પ્રબળ વેગથી ધ્રુવ મચા રહ્યા તે તેમના પ્રતિ કણ આકર્ષાઈ આવ્યું? સાક્ષાત વિષ્ણુ ભગવાન જે ભાગવતમાં સબલ બ્રહ્મના જ લીલાતનુરૂપે વર્ણવ્યા છે તે. આ કરતાં શુદ્ધ વિચારના સામર્થ્યનું બળવત્તર પ્રમાણુ બીજુ કયું જોઈએ? શુદ્ધ વિચારના આશ્ચર્યકારક સામર્થ્યનાં આવાં આવાં અસંખ્ય પ્રમાણે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે.
૬૦. ઉપાસના અથવા ભક્તિ અથવા જપ અથવા તત્ત્વવિચાર એ અન્ય કંઈ નથી પણ આ શુદ્ધ વિચારનાં જ બીજાં નામ છે. ઉપાસનામાં અથવા જપમાં ઉપાસક અથવા જપ કરનાર પિતાના ઉપાસ્ય દેવને શુદ્ધ વિચાર હૃદયમાં નિરંતર જાગ્રત રાખે છે. તત્ત્વવિચારમાં તત્વસાધક શુદ્ધ તત્વના વિચારને પિતાના અંતઃકરણમાં અખંડ આરૂઢ રાખવાનો પ્રયત્ન સેવે છે. સાધનમાત્રને ઉદ્દેશ શુદ્ધ વિચારરૂપ લક્ષ્યની જ સિદ્ધિમાં સાધકને જેવા હોય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦.
[ શ્રીવિવવધવિચારરત્નાકર ૬૧. શુદ્ધ વિચારને સેવતાં મહાપુરુષ, દેવ, સિદ્ધો, અને ઈશિકાટિઓનું જ્ઞાત અજ્ઞાત સાહાગ્ય મળતું જ રહે છે. તમને શુદ્ધ વિચાર સેવતાં છતાં પણ જે આવું સાહા ન મળ્યું હોય તે નિશ્ચય માનજે કે તમારા શુદ્ધ વિચારના સેવનમાં જ દેષ છે. કાં તે તમે એક પગ દૂધમાં અને એક દહીંમાં રાખો છો, અર્થાત તમે જેમ શુદ્ધ વિચારને સેવો છે, તેમ અશુદ્ધને પણ સે છે, અથવા તે તમારા શુદ્ધ વિચારને વેગ દુર્બળ છે. જેમ શુદ્ધ વિચાર તમારા પ્રતિ દેવાદિને આધ લાવે છે, તેમ અશુદ્ધ વિચાર મલિન સોને તમારા પ્રતિ આકર્ષ આણે છે, અને તેથી જેમ દશ રૂપિયા પ્રાપ્ત કરનાર અને દશ ખરચનારને એક પાઈને પણ ઉગારે પડતો નથી, તેમ તમારી અવસ્થા થાય છે. શુદ્ધ વિચારનું ખરું સામર્થ્ય અનુભવવાની જે તમારે ઇચ્છા હોય તે અશુદ્ધને નિઃશેષ ત્યાગ કરે. શુદ્ધ વિચારના સેવનમાં વચલે માર્ગ છે જ નહિ. એક પગ દૂધમાં અને એક પગ દહીંમાં જેવું ત્યાં નીભી શકતું જ નથી. સર્વ સમય સર્વ અવસ્થામાં શુદ્ધ વિચારનું સેવન એ જ સર્વ પ્રકારના સામર્થન અનુભવ કરાવે છે.
ક૨. શુદ્ધ વિચારનું સ્વરૂપ શું, એમ અનેક મનુષ્યો અનેક પ્રસંગે પૂછે છે. અસંખ્ય ગ્રંથ અસંખ્ય પ્રકારે શુદ્ધ વિચારનું સ્વરૂપ ગણે છે, પણ એ સર્વ પ્રતિપાદન તાત્પર્યમાં સમાન અર્થવાળાં હોય છે. શ્રી શંકર ભગવાન લોકના અર્ધ ચરણથી જ શુદ્ધ વિચારનું સ્વરૂપ વણે છે, અને તે એ કે વો દ્રવ ના: જીવ બ્રહ્મ જ છે, તે બ્રહ્મથી જુદો નથી. આટલા સૂત્રવાક્યમાં શ્રીશંકર ભગવાને જે ગંભીર અર્થને સમાવેશ કર્યો છે, તે સામાન્ય મતિના લક્ષમાં ઊતરતું નથી. અસંખ્ય મનુષ્યો અસંખ્ય પ્રસંગે આ વાક્ય વાંચે છે તથાપિ તે તે વાક્ય જેમ જળઉપર લખેલા અક્ષરે એક ક્ષણવાર પણ જળઉપર ટકતા નથી, તેમ તેમના હૃદયમાં એક ક્ષણવાર ટકતું નથી. હું જે જીવ કહેવાઉં છું, તે જીવ નથી પણ બ્રહ્મ જ છું, જીવના જે અજ્ઞાન, દુઃખ આદિ ધર્મો તે મારા નથી, પણ બ્રહ્મના જે સચ્ચિદાનંદ ધર્મો તે મારા છે, આ પ્રકારના જ વિચારને અંતઃકરણમાં અખંડ ટકાવી રાખે એનું નામ સર્વોત્તમ શુદ્ધ વિચાર છે.
૬૩. આ સર્વોત્તમ શુદ્ધ વિચાર જે અંતઃકરણમાં સ્થિર થાય છે, તે અંતઃકરણમાં કામ, ક્રોધ, લોભ આદિ કોઈ વિકારવાળે અશુદ્ધ વિચાર ક્ષણ પણ પ્રકટી શકતું નથી. કામ પ્રટો, ક્રોધ પ્રકટો, લોભ , એ સર્વ જીવના ધર્મો છે. બ્રહ્મ નિષ્કામ છે, ક્રોધરહિત છે, આતકામ હોવાથી નિર્લોભ
Page #80
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ] '
છે. હું બ્રહ્મ હોવાથી હું પણ નિષ્કામ કે ધરહિત તથા આતકામ છું. આ પ્રકારના વિચારો વડે સાધક અભ્યાસકાળે વિવિદ્ધ અશુદ્ધ વિચારેના વેગને ખાળે છે, અને શુદ્ધ વિચારના વેગને જાગ્રત રાખે છે, તે અભ્યાસને પરિપાક થતાં તે અવશ્ય પોતાના બ્રહ્મત્વને સ્યુટ અનુભવ કરે છે. બ્રહ્મને અનેક મનુષ્યને રૂટ અનુભવ ન થવામાં શુદ્ધ વિચારના અભ્યાસની ન્યૂનતા એ જ હેતુ હોય છે. તેઓ દિવસના વેવિશ કે સાડી વિશ કલાક પિતાના જીવના વિચારોને અભ્યાસ કરે છે, અને કલાક કે અર્ધો કલાક અસ્થિર વૃત્તિએ બ્રહ્મત્વનું ચિંતન કરે છે. પાંચ રૂપિયા કમાય છે, અને પાંચસે ગુમાવે છે. આ પ્રકારનો અભ્યાસ, બ્રહ્મત્વને સ્પષ્ટ અનુભવ થાય એવા ફળને શી રીતે પ્રકટાવે?
૬૪. જીવવાની ઈચ્છાવાળાએ જેમ સર્વ કાળ શ્વાસપ્રશ્વાસની ક્રિયા કરવાની અગત્ય છે, તેમ બ્રહ્મત્વને સ્પષ્ટ અનુભવ કરવાની ઇચ્છાવાળાએ પણ દિવસના ચોવીસે કલાક પિતાના બ્રહ્મત્વના શુદ્ધ વિચારમાં યોજાયેલા રહેવાની અગત્ય છે. પિતાના બ્રહ્મત્વને શુદ્ધ વિચાર એ ગંગાજળ છે. પિતાના જીવન અશુદ્ધ વિચાર એ દુર્ગધવાળું મલિન ખાળકૂડીનું પાણી છે. ગંગાજળમાં પા કલાક સ્નાન કરી આખો દિવસ ખાળકૂડીમાં કીડાની પેઠે ડૂબી રહેનાર, શુદ્ધિથી પ્રાપ્ત થતા સુખને શી રીતે અનુભવે ? પ્રત્યેક વ્યવહાર કરતાં અને પ્રત્યેક સ્થિતિમાં પિતાના બ્રહ્મત્વનું ભાન, મનુષ્ય જ્યારે જાગ્રત રાખે છે, ત્યારે જ તે જીવ ટળી શિવ થાય છે.
૬૫. સૂર્યને જોવાની ઈચ્છા રાખનાર મનુષ્ય જેમ ભેંયરામાં પેસવાથી સૂર્યનાં દર્શન કરી શકતા નથી, પરંતુ ખુલ્લા મેદાનમાં આવીને ઉભા રહેવાથી જ સૂર્યનાં દર્શન કરી શકે છે, તેમ બ્રહ્મને અનુભવ કરવાને ઇચછનાર મનુષ્ય પિતાના જીવત્વને જેવાથી, અને જીવવમાં સ્થિર રહેવાથી બ્રહ્મત્વને અનુભવ કરી શકતું નથી; પણ મિથ્યા પ્રતીત થતા છેવત્વનું અભાન કરી, તેનું વિસ્મરણ કરી, તેમાંથી બહાર નીકળી પિતાના સ્વતઃસિદ્ધ બ્રહ્મત્વમાં પ્રવેશે છે, અર્થાત બ્રહ્મત્વને જ વૃત્તિમાં આરૂઢ રાખે છે, બ્રહ્મત્વને જ સદાદિત ચિંતે છે, અને બ્રહ્મસ્વપ્રતિ જ પિતાના વિચારને અખંડ અભિમુખ રાખે છે, ત્યારે જ તે જીવને સ્થાને બ્રહ્મત્વની સ્પષ્ટ કલાને પ્રકટેલી અનુભવે છે. જેમ ઉત્તરમાં પ્રયાણ કરવાની ઈચ્છાવાળે, દક્ષિણમાં પ્રયાણ કર્યા કરે છે તે ઉત્તરના પ્રદેશમાં આવી શકતા નથી, તેમ જેઓ પ્રાતઃકાલથી જાગ્રત થતાં તે રાત્રીએ સૂતા પર્યંત મર્યાદાવાળા છવત્વના વિચારમાં જ તલ્લીન રહે છે, તેઓ કોઈ કાળે પણ સર્વ
Page #81
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
સુખના નિધાન પિતાના બ્રહ્મત્વને અનુભવી શકતા નથી. બ્રહ્મત્વને અનુભવવાને એક જ માર્ગ છે, અને તે એ કે પિતાના બ્રહ્મત્વને વિચાર વૃત્તિમાં અખંડ જાગ્રત રાખવો.
૬૬. બ્રહ્મ જેમ એક છે, તેમ બ્રહ્મત્વને વિચાર પણ એક છે. જેમ અગ્નિમાંથી તણખા ઉડ્યા કરે છે તેમ જે અંતઃકરણમાંથી એક પછી એક વિચારના તણખા નીકળ્યા કરે છે, તે યથાર્થ બ્રહ્મવિચાર નથી. બ્રહ્મ શાંત,
અક્રિય, અને નિસ્પદ કલાવાળું છે, તેમ બ્રહ્મવિચાર પણ શાંત, અક્રિય અને નિસ્પદ કલાવાળો છે. વિચારના પ્રવાહ અંતઃકરણમાં ચાલ્યા કરવા એ બ્રહ્મવિચારની પ્રવુતિ છે, અર્થાત યથાર્થ બ્રહ્મવિચારથી વેગળું જવું છે. યથાર્થ બ્રહ્મવિચારમાં વિચારને વેગ વિરમી જાય છે. વાયુવિનાના સ્થાનમાં જેમ દીપકની જતિ નિષ્કપ ઝગઝગ્યા કરે છે તેમ યથાર્થ બ્રહ્મવિચારમાં, વિચાર પ્રવાહરૂપે વહેતું નથી પણ બ્રહ્મમાં સુસ્થિર હોય છે
૬૭. બ્રહ્મવિદ્યાના અથવા વેદાંતશાસ્ત્રના 2 ની આવૃત્તિઓ ક્ય કરવી, એને ઘણુ મનુષ્ય બ્રહ્મવિચાર માને છે. ગીતાનાં, ઉપનિષદ્ધાં કે યોગવાસિષનાં પાનાં હાથમાં લઈ તેને એકાંતમાં કે સમુદાયમાં વાંચતાં કે શ્રવણ કરતાં બેસવું, અને તેમાં આવેલી પ્રક્રિયાઓને વિચારતા રહેવું, એને બ્રહ્મવિચાર માની અનેક મનુષ્ય નિત્ય શાસ્ત્રના અધ્યયનમાં કે શાસ્ત્રના શ્રવણમાં યોજાયેલા રહે છે. પણ શુદ્ધ બ્રહ્મવિચાર આ નથી. યથાર્થ બ્રહ્મવિચારનું શાસ્ત્રશ્રવણ સાધન છે. બ્રહ્મવિચારરૂપ મહાલયમાં પ્રવેશ કરાવનાર તે એક નિસરણી છે. પરંતુ જેમ સાધન, એ સિદ્ધ કરવાની વસ્તુ નથી, અને નિસરણી એ નિવાસ કરવાને મહાલય નથી, તેમ શાસ્ત્રનું અધ્યયન કે શાસ્ત્રનું શ્રવણ એ બ્રહ્મત્વને સાક્ષાત અનુભવ કરાવનાર બ્રહ્મવિચાર નથી. શાસ્ત્રશ્રવણ કે શાસ્ત્રાધ્યયન એ બ્રહ્મને અનુભવ કરાવનાર પરંપરા સાધન છે–પ્રથમ પગથિયું છે. પણ આ પ્રથમ પગથિયામાં જ અનેક મનુ આયુષને વિતાવે છે. તેઓ આગળ વધતા નથી. શુદ્ધ બ્રહ્મવિચારમાં પ્રવેશતા નથી. ગીતાની, આત્મપુરાણની કે ગવાસિષ્ઠની પંદર પંદર આવૃત્તિઓ કરવા છતાં, અને વિવિધ ઉપનિદેને સ્વામીએ કે અતીતે પાસે એક વાર શ્રવણ કર્યા છતાં, ધૂળઉપર જેમ લીંપણ ચુંટતું નથી, અને કાળી કામળી ઉપર બીજે રંગ લાગતું નથી તેમ તેમના અંતઃકરણમાંથી જીવના ધર્મો અળપાઈ જતા નથી અને બ્રહ્મત્વનાં લક્ષણોને તેમને સ્પષ્ટ અનુભવ થતો નથી. ‘હું બ્રહ્મ છું,’ ‘શિવસ્વરૂપ છું, “હું આનંદ
Page #82
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૯૩
સ્વરૂપ છું,’ એવુ લાખા વાર શ્રવણ કર્યાં છતાં, વ્યવહારમાં વિવિધ કષ્ટના પ્રસ ંગે પ્રાપ્ત થતાં તેના આનંદ સાતમે પાતાળે પેસી જાય છે; તેઓના મુખઉપર અને નેત્રમાં પોતાના આનદસ્વરૂપના પ્રકાશ ઝગઝગવાને સ્થાને શાક અને ઉર્દૂગનો અધકાર છવાઈ વળે છે, અને તેમનું અંતઃકરણ બ્રહ્માનં દરસાવમાં મહાન ગ્રંથી લાટવાને સ્થાને દશે દિશાએ પ્રકટેલી ત્રિવિધ તાપની હોળીમાં પ્રજળ્યા કરે છે. ધનનો ક્ષય થતાં તેના હાશકેાશ ઊડી જાય છે. શરીરને વ્યાધિ પ્રાપ્ત થતાં કે કોઈ પ્રિયજનનું મૃત્યુ થતાં તેની મુખમુદ્રા રાંક અને દુઃખીજેવી થઈ જાય છે. શરીરથી આત્મા જુદો છે, એવાં પંચીકરણનાં ગેાખેલાં વાકો તેમનુ વ્યાધિના દુઃખથી રક્ષણ કરી શકતાં નથી, અને તે કરુણા ઊપજે એવા, અન્ય અજ્ઞાનીના જેવા જ દુ:ખાદ્ગાર કાઢે છે. જ્ઞાતાના અને ઈંદ્રિયના સંબંધ તેમને છૂટેલા ન હાવાથી શરીરની સહજ પીડા પણ તેમના આનંદના દીપકને ઓલવી નાંખવા સમર્થ થાય છે.
૮. જે અવિચાર અજ્ઞાનની નિઃશેષ નિવૃત્તિ કરી પરમાનદની પ્રાપ્તિ કરે છે, તેનું સ્વરૂપ શું આ પ્રકારનું હાલું સંભવે છે ? વ્યવહારમાં જે દુઃખની સ્થિતિ મનાય છે, તે પ્રાપ્ત થતાં, તેલની કઢામાં જેમ ભજિયાં તળાય છે, તેમ ત્રિવિધ તાપવડે વૃત્તિએ ધીખ્યા કરે, એ શું બ્રહ્મવિચારનુ ફળ છે ? બ્રહ્મવિચારનું આવું ફળ કર્યે સ્થળે વર્ણાયું છે? અને આમ છતાં શાસ્ત્રાધ્યયન કરનાર અનેક મનુષ્યો પોતે ત્રિવિધ તાપથી પતિપ્ત રહેતા છતાં પોતાના અધ્યયનમાત્રને-વેદાંતની પ્રક્રિયાના મનનમાત્રને-બ્રહ્મવિચાર ગણી પોતાને બ્રહ્મવિચાર કરનાર બ્રહ્મજ્ઞાની માને છે, અને દુઃખના સબધથી અંતઃકરણમાં દુઃખ જણાતાં “ અંતઃકરણને અને મારે ત્રિકાળ સબંધ નથી,” “સુખદુઃખ અંતઃકરણના ધ હોવાથી તે તે તેમાં જણાય એ સ્વાભાવિક છે,” “ અંતઃકરણના ધર્મ અંતઃકરણમાં પ્રકટે તેમાં મારા જ્ઞાનને કાઈ પણ પ્રકારની હાનિ નથી, '' આવાં લૂલાં સમાધાનોવર્ડ પોતાના મનને મનાવે છે, તથા અન્યના આગળ પોતાના બ્રહ્મજ્ઞાનીપણાને સ્થાપે છે. પરંતુ આ સઘળું વાચક જ્ઞાન છે. કાચના કડકામાં અને ચિંતામણિમાં જેટલા ભેદ છે, ખાવળના વૃક્ષમાં અને સુરતરુમાં જેટલા ભેદ છે, તેટલા આ મિથ્યા જ્ઞાનમાં અને યથા બ્રહ્મજ્ઞાનમાં ભેદ છે. યથા બ્રહ્મવિચાર અતઃકરણમાં પ્રકટતાં અંતઃકરણના સહશાકાદિ ધર્માં, જેમ સૂર્યનો પ્રકાશ ઉદય થતાં અંધકાર અળપાઈ જાય છે, તેમ અળપાઈ જાય છે. જીવતવાળા અંતઃકરણમાં અને બ્રહ્મજ્ઞાન જેમાં પ્રકટે છે, તે અંતઃકરણમાં બહુ
૧૦
Page #83
--------------------------------------------------------------------------
________________
૯૪
| શ્રીવિશ્વવંદ્યવિચારિત્નાકર
ભેદ છે. જેમ બળેલી દેરડી, દેખવા માત્ર હોય છે, પણ તેથી ગાંસડી બાંધવાને વ્યવહાર થતું નથી, તેમ બ્રહ્મજ્ઞાનના ઉદયવાળું અંતઃકરણ, અંતઃકરણ એવી સંજ્ઞાને ધરતું છતાં તેમાં હર્ષશેકાદિ ધર્મોને વ્યવહાર થતું નથી. એ અંતઃકરણ અંતઃકરણ નથી, પણ બ્રહ્મસ્વરૂપ છે. જેમ બ્રહ્મ ત્રિવિધ તાપથી ત્રિકાળ અલિપ્ત છે, તેમ તે અંતઃકરણને ત્રિવિધ તાપ, જ્ઞાનનો ઉદય થયા પછી કોઈ કાળે સંભવ રહેતું નથી.
૬૯. ઘણું મનુષ્યો એવું માનતા હોય છે કે અંતઃકરણના ધર્મ અંતઃકરણમાં પ્રકટે, તેમાં જ્ઞાનને કશી હાનિ નથી. વૃત્તિથી મારું સ્વરૂપ ભિન્ન છે, એવું જ્ઞાન થયા પછી, વૃત્તિઓ ભલે પિતાના ધર્મથી ગમે તેમ વર્તે છે તેથી મારા મેક્ષને કઈ પણ પ્રકારે બાધ થવાનો સંભવ નથી. આવું માની, આ મનુષ્યો યથાર્થ બ્રહ્મવિચાર જે સર્વ સાધનોમાં શિરોમણિ સાધન છે, તેમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા નથી, અને અર્થની પ્રાપિત કર્યા વિના માત્ર શબ્દોચારમાં જ અટવાયા કરે છે, પરંતુ બ્રહ્મજ્ઞાન અથવા બ્રહ્મવિચારનું ફળ જ એ છે કે અંતઃકરણના ધર્મોને નિઃશેષ જય થ, એ તેઓ જાણતા નથી. સ્પર્શ મણિને અડવાથી લેહનું લેહપણું ન ગયું અને સુવર્ણ ન થયું તે લેહને, સ્પર્શ મણિનો સ્પર્શ થયો જ નથી, એ સુસિદ્ધ છે. બ્રહ્મવિચારથી અંતઃકરણના અવિદ્યાવાળા ધર્મોન છૂટ્યા તે એ બ્રહ્મવિચાર બ્રહ્મવિચાર નથી પણ બ્રમવિચાર છે. જ્ઞાન અજ્ઞાનને અર્થાત અવિદ્યાને લય કરે છે, અને હર્ષશેકાદિ ઠંધ ધર્મો અવિદ્યાનાં કાર્યો છે, અને તેથી બ્રહ્મવિચારથી અવિદ્યાનાં આ હર્ષશેકાદિ કાર્યો લય ન થયાં, તે પછી એ બ્રહ્મવિચારે અંતઃકરણમાં પ્રકટીને શું કર્યું તે સ્પષ્ટ થતું નથી.
૭૦. એક સમયે, સંધ્યાકાળે બણબણ નામનાં જીવડાંને અને પતંગિયાંને માર્ગમાં મેળાપ થયો. પતંગિયાંએ બણબણને પૂછ્યું કે તમે કોણ છે ? બણબણે ઉત્તર આપ્યું કે અમે પતંગિયાં છીએ. પતંગિયાએ કહ્યું કે તમે પતંગિયાં નથી. તમારે આકાર જ અમારા જેવો ક્યાં છે? એમ છતાં તમે પતંગિયાં છે, એવી તમારે અમારી ખાતરી કરવી હોય તે આ પાસેના ગામમાં જઈને જોઈ આવો. કે દીપકે પ્રકટ્યા છે? બહુ સારું, કહીને બણબણ ઊડીને પાસેના ગામમાં ગયાં, અને થોડી વારે આવીને કહ્યું કે દીપકે ક્યારના પ્રટી ચૂક્યા છે ! તેમનું આ ઉત્તર સાંભળી પતંગિયાં બોલ્યાં, તમે દીવા જેઈ આવ્યાં, તેથી જ સિદ્ધ થાય છે કે તમે પતંગિયાં નથી, પણ કોઈ બીજી જાતનાં જીવડાં છે. સાચાં પતંગિયાં
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૫
વિચારરત્નરાશિ ] દીપક જોઈને તે પ્રકટ્યા છે. એવું કહેવા આવતાં જ નથી. તે તે તેમાં ઝંપલાવે જ છે. દીપકને જોઈને પતંગિયાંએ તેમાં ઝંપાપાત કરી પિતાને પ્રાણને આપ્યો છે તે પતંગિયું નથી જ.
૭૧. યથાર્થ બ્રહ્મજ્ઞાનીમાં અને મિથ્થા બ્રહ્મજ્ઞાનીમાં આ બણબણ અને પતંગિયા જેટલું અંતર છે. યથાર્થ બ્રહ્મજ્ઞાન પ્રકટે અને શેકમોહાદિ ઊભા રહે, અંતઃકરણમાં અંતઃકરણના ધર્મો પ્રવર્યા કરે, ઇંદ્રિય ઈદ્રિયોના વ્યાપારમાં ઉઘુકત રહે, ત્રિવિધ તાપથી શરીર તથા અંતઃકરણ પ્રજળ્યા કરે તે એ યથાર્થ બ્રહ્મજ્ઞાન નથી. એ મિથ્યા જ્ઞાન છે. એ શબ્દોચ્ચાર માત્ર છે. એ “શંખની પેઠે “સવા લાખ રૂપૈયા” વાણીમાં જ માત્ર આપનાર છે. શંખલીની પેઠે સાચા દ્રવ્યનું દર્શન કરાવનાર એ નથી.
૭૨. જેમ પાકશાસ્ત્રને અભ્યાસ દૂધપાક અથવા લાડુ કેમ બનાવો, તેને વિધિ શીખવે છે, કંઈ દૂધપાક અથવા લાડુને સ્વાદ અપ સુધા ટાળ નથી, તેમ શાસ્ત્રાભ્યાસ અને સદ્ગદ્વારા મળેલી યુક્તિઓ બ્રહ્માત્મસાક્ષાત્કાર કેમ કરે તેને વિધિ શીખવે છે, કંઈ બ્રહ્માત્મસાક્ષાત્કાર કરાવી બ્રહ્માનંદનું સુખ અર્પતાં નથી. બ્રહ્માનંદના સુખને અનુભવ કરવા અર્થે તે બ્રહ્મવિચારને અભ્યાસ કરવો પડે છે. અને આ બ્રહ્મવિચારને અભ્યાસ કંઈ હસ્તમાં પાનાંપુસ્તક રાખી તેને વાંચવાથી કે કોઈ સ્વામી સંન્યાસી પાસે તેનું પઠન કરવાથી થતો નથી. બહુ બહુ તે આવો વ્યાપાર શ્રવણમાં ગણી શકાય. મનન અને નિદિધ્યાસન થયા વિના કેવળ શ્રવણ સ્વસ્વરૂપને સાક્ષાત્કાર કરાવતું નથી. પરંતુ આજે અનેક મનુષ્યો શ્રવણથી જ પિતાને કૃતકૃત્ય માને છે. મનન અને નિદિધ્યાસનને કડાકૂટ ગણી તેનાં પ્રવેશવાનું ઉચિત ધારતા નથી.
૭૩. દૂધપાક કેમ બનાવવો તેનો વિધિ એકવાર જાણી લીધા પછી પચીસપચાસ પુસ્તકે ભેગાં કરી પ્રત્યેકમાંથી તેના તે વિધિને, ભિન્ન ભિન્ન શિલિથી વણેલે વાંચ્યા કરનારને, અને દૂધપાક ખાવાની ઈચ્છા છતાં તેને બનાવવા પ્રયત્ન ન કરનારને જેમ મિથ્યા કાળક્ષેપ કરનાર બુદ્ધિમાન મનુષ્ય ગણે છે, તેમ બ્રહ્મવિચારનું સ્વરૂપ અનેક ગ્રંથોથી નિર્ણય કરી લીધા પછી પણ, તે વિચારને વૃત્તિમાં આરૂઢ કરવા માટે મનન અને નિદિધ્યાસનને ન સેવતાં, શાસ્ત્રના ગ્રંથોની જ પુનઃ પુનઃ આવૃત્તિ કરનારને સહુ મિથ્યા કાળક્ષેપ કરનાર ગણે છે. પરંતુ આજે અનેક મનુ આમ જ કરે છે. તેઓ એક
Page #85
--------------------------------------------------------------------------
________________
e}
[ શ્રી વિશ્વવવિચારરત્નાકર
પુસ્તક મૂકી ખીજું વાંચે છે, ખીજુ મૂકી ત્રીજું વાંચે છે, એમ વાંચવામાં જ વિશેષ કાળ ગાળે છે.
૭૪. ફળ ન જણાવામાં મનન અને નિદિધ્યાસનના અભાવ એ મુખ્ય કારણ છે. એક વિદ્વાનના એવા અભિપ્રાય છે કે શાસ્ત્રાભ્યાસ એક કલાક કર્યાં હાય તો દશ કલાક મનન કરવુ જોએ, અને મનન દશ કલાક કર્યુ હાય તા સા લાક નિદિધ્યાસન કરવું જોઈએ. જેમ ભજન કરનાર મનુષ્ય ભાજન તે માત્ર પા કે અર્ધા કલાકમાં કરી લે છે, પણ જારમાં તેના પરિપાક થવાને વચ્ચે સાતઆઠ કલાક જવા દે છે, તેમ શાસ્ત્રાભ્યાસના મનનને માટે અધિક કાળ ગાળવા જોઈએ. અને જેમ જારમાં પરિપાક થયેલા આહારની વીય પર્યંત ધાતુ થતાં ચાળીશ દિવસ લાગે છે, તેમ મનન કરેલા અને અંતઃકરણમાં આરૂઢ કરવા માટે મનનથી પણ અધિક કાળ ગાળવા જોઈએ. આમ નથી કરવામાં આવતું તે જેમ અન્નના પરિપાક થયા વિના, જારમાં અન્ન કલાકે કલાકે નાંખવામાં આવે તે તે ધાતુરૂપ કે પુષ્ટિરૂપ ન થતાં મળરૂપ અથવા વિષરૂપ થાય છે, તેમ મનન અને નિદિધ્યાસનવિના શાસ્ત્રાભ્યાસ મેાક્ષસાધક ન થતાં મિથ્યા ભારરૂપ થાય છે.
૭૫. શ્રવણકરતાં મનનમાં વિચારને વેગ શિથિલ થાય છે, અને મનન. કરતાં નિદ્દિષ્યાસનમાં તે અત્યંત શિથિલ થાય છે, જેમ ધ્યાનમાં ધ્યાન કરવાની વસ્તુમાત્રના જ વિચાર ધ્યાન કરનારની વૃત્તિમાં આરૂઢ હોય છે, સ્ત્રીપુત્ર, ઘર, ખાર, કે એવી સેંકડા અને હજારા વસ્તુઓની હારની હાર નૃત્તિમાં સ્ફુરતી નથી, તેમ નિદિધ્યાસનમાં પોતાના આત્મસ્વરૂપના એક જ વિચાર વૃત્તિમાં આરૂઢ હાય છે, આ દશ્યના સેકડા કે હજારા વિચારો કે પોતાના વવના વિચારો વૃત્તિમાં સ્ફુરતા નથી. આત્મસ્વરૂપના એક જ વિચાર વૃત્તિમાં આરૂઢ હાય છે, ત્યારે વિચારનું ચાંચલ્ય હેતુ નથી, પણ વાયુવિનાના સ્થળમાં જેમ દીપકની જ્યોતિ નિષ્ક`પ ઝગઝગે છે, તેમ વિચારની એક આત્મસ્વરૂપમાં જ અચલ સ્થિતિ હેાય છે. વિચારની આવી આત્માકારા અચલ સ્થિતિ જીવત્વને ટાળી, બ્રહ્મત્વના અખંડ અનુભવ કરાવે છે.
૭૬. પુસ્તકનું પાનું હાથમાં રાખી માત્ર વાંચ્યા કરવાથી શી રીતે આવી સ્થિતિ પ્રાપ્ત થાય ? આવી સ્થિતિ પ્રાપ્ત કરવા સ`યમ એ જ સમ ઉપાય છે, જેઓ અસખ્ય પદાનું ચિંતન કરતી વ્રુત્તિને પાછી વાળી એકલા પોતાના
Page #86
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નશિ]
c૭ આત્મસ્વરૂપને જ અંતઃકરણમાં પ્રવેશી ચિંતે છે, તેઓ ક્રમે ક્રમે સર્વ વિધી વૃત્તિઓના નિગ્રહને સાધી અખંડ આત્માકાર વૃત્તિ રાખવા સમર્થ થાય છે અંતરાત્મા અંતર હોવાથી સંયમવડે અંતર ઊતરનાર જ અંતરાત્માને અપક્ષ કરી શકે છે. અન્નમય કોશમાંથી જેઓ વૃત્તિઓના સમૂહને પ્રાણમય કેશમાં સ્થાપતા નથી, પ્રાણમય કોશમાંથી તેમને અંતર આકપ મને મયકેશમાં સ્થાપતા નથી, મનમય કેશમાંથી વિજ્ઞાનમયમાં, અને વિજ્ઞાનમયમાંથી આનંદમય કેશમાં સ્થાપતા નથી, તેઓ બ્રહ્માનંદરૂપી અમૃતનું પાન કરી મત્સ્ય દેહમાં અમરત્વ અનુભવતા નથી. પાંચ પથારવાળી વાવના પહેલા પથાર ઉપર ઊભે રહેનાર જેમ જળનું પાન કરી શકતા નથી, તેમ અન્નમય કેશમાં અર્થાત સ્કૂલ દેહના અને ઈદ્રિયોના વ્યાપારવાળા પહેલા પથાર ઉપર રમ્યા કરનાર બ્રહ્માનંદજળ પી શકતો નથી. અન્નમય કોશમાંથી ભીતર પ્રાણમય કેશમાં ઊતરતાં ઈદ્રિયોનું ચાંલ્ય શમે છે. પ્રાણમય કેશમાંથી ભીતર મને મય કેશમાં ઊતરતાં પ્રાણને વેગ શિથિલ થાય છે, મનમય કેશમાંથી ભીતર વિજ્ઞાનમયમાં ઊતરતાં મને સંકલ્પવિકલ્પ ધર્મને ત્યજે છે, અને વિજ્ઞાનમયમાંથી ભીતર આનંદમયમાં ઊતરતાં બુદ્ધિ આત્મસ્વરૂપમાં સુસ્થિર અને સુપ્રતિષ્ઠિત થાય છે.
૭૭. આત્મસ્વરૂપ સુસ્થિર અને નિર્વ્યાપાર છે. તેમાં સ્થિત થનાર સુસ્થિર અને નિવ્યપાર થાય છે. મન, વાણી, બુદ્ધિ, ઈદ્રિય ત્યાં અક્રિય થાય છે. ત્યાં ત્રિવિધ તાપને સ્પર્શ નથી.
૭૮. ગાયન ઉત્તમ પ્રકારની કળા છતાં તથા તે વિધિવડે સેવવાથી મોક્ષપર્યંતના સર્વોત્તમ સુખને અર્પનારી છતાં પણ ઘણે ભાગે હલકા પ્રકારના દુરાચરણી લેકેમાં તેને પ્રસાર થયેલ હોવાથી, જેમ આપણે લોકોમાં તે કળાને માટે હલકે વિચાર બેસી ગયો છે, અને તેથી અત્યંત હાનિ થવાને સંભવ મનાય છે, તેમ પ્રેમ એ ગુણ વસ્તુતઃ ઈશ્વરને અંશ અથવા ઈશ્વરસ્વરૂપ હોવાથી મનુષ્યનું સર્વોત્તમ હિત સાધનાર છતાં પણ વિવિધ દુરાચરણી મનુષ્યોએ વિષયનાં સુખ પ્રાપ્ત કરવામાં તેને ઉપયોગ કરેલ હોવાથી, ઘણા મનો પ્રેમ એ શબ્દથી ભડકે છે, અને તે કઈ અત્યંત હાનિ કરનારે ગુણ છે, એમ માને છે. પરંતુ યોગ્ય વિચારથી પ્રેમ આ વિશ્વમાં મોટામાં મેટે સર્વોત્તમ ગુણ છે. જીવનમાં મનુષ્યનું સર્વોત્તમ કલ્યાણ કરનારી પ્રેમ જેવી અન્ય એકે વસ્તુ નથી. યથાર્થ પ્રેમ જે અંતઃકરણમાં પ્રકટે છે, તેને શું શું
Page #87
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
ઉત્તમ હિત પ્રાપ્ત નથી થતું તે કહી શકાતું નથી, અર્થાત હિતમાત્રને અર્પનાર જે કેઈએક ગુણ આ વિશ્વમાં હોય તે તે પ્રેમ જ છે. વિશુદ્ધ પ્રેમ એ એક અપ્રતિમ સમર્થ લેહચુંબક છે, અને તે જેના અંતઃકરણમાં ઉદય પામ્યો હોય છે, તેના પ્રતિ ત્રિભુવન અને ત્રિભુવનની બહારના સમગ્ર શુભ પદાર્થ આકર્ષાઈ આવે છે. પ્રેમ એ વસ્તુમાત્ર આત્મા છે, અને તેથી વિશુદ્ધ પ્રેમ પ્રકટતાં વસ્તુમાત્ર ઉપર સ્વામિત્વ પ્રાપ્ત થાય છે.
૭૯. મનુષ્ય સ્પર્શ મણિને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવે છે, પરંતુ થોડા જ જાણે છે કે વિશુદ્ધ પ્રેમ હજારો અને લાખો સ્પર્શ મણિને પ્રકટાવવા સમર્થે છે. ચિંતામણિ કે સુરત જે કાર્ય નથી સાધી શકતાં તે વિશુદ્ધ પ્રેમ સાધે છે. વિવિધ સાધનો વડે પ્રસન્ન ન થનાર ઈશ્વર વિશુદ્ધ પ્રેમવડે વશ થાય છે. વિશુદ્ધ પ્રેમ જીવનનું જીવન છે. વ્યાધિ, વાર્ધક્ય તથા મૃત્યુનો નાશ કરનાર અમૃત છે. દરિડ્યાદિ દુઓને હણનાર અમોઘ નિધિ છે, અને આશ્ચર્યકારક એશ્વર્યને અર્પનાર સિદ્ધિ છે.
૮૦. વિશુદ્ધ પ્રેમ પ્રકટતાં દુરાચારી સદાચરણ થાય છે, અનુદાર ઉદાર થાય છે, કાયર શૂર બને છે; સ્વાથ પરેપકારી થાય છે; પશુ, દેવ બને છે. સ્વલ્પમાં પ્રેમ નિંધ મલિન પદાર્થોનું રૂપાંતર કરી તેમને સુંદર આશ્ચર્યકારક ગુણવાળા કરનાર ઈશ્વરી રાસાયણિક શક્તિ છે.
૮૧. વ્યાધિનો નાશ કરવા, આ ઔષધ અને પિલું ઓષધ, આ વૈદ્ય અને પેલા ડોકટરને શું કરવા સેવો છો ? વિશુદ્ધ પ્રેમને હૃદયમાં પ્રકટાવી તેને સે અને તમે અનુપમ આરોગ્ય અનુભવશો. કલ્યાણને સાધનાર જ્ઞાનને માટે આ ગ્રંથ અને પેલા ગ્રંથનાં પાનાં શા માટે ઉથલાવો છો, આ વિદ્વાન અને પેલા વિદ્વાનની સંગતિમાં શા માટે વ્યર્થ કાળ ગાળે છે, આ કથા અને પેલી કથા,
આ વ્યાખ્યાન અને પેલું વ્યાખ્યાન સાંભળવાને શા માટે ધક્કા ખાઓ છે ? વિશુદ્ધ પ્રેમને હૃદયમાં આવિર્ભાવ કરે, તમે જ્ઞાનવાન અને ધીમાન થશે; કે જે જ્ઞાન અથવા વિદ્વત્તા કિશોર કવિના કહેવા પ્રમાણે સખત પ્રકારના પરિતાપથી બાળનાર થતી નથી, પણ સર્વ પરિતાપનું શમન કરી અપૂર્વ કિશોર કવિ કહે છે કે
તીન તાપમેં જગ જલે, પંડિત સપ્ત કિર; હાર, છત, વિસ્મરન, પઠન, ચાર તાપ લગે ર.
Page #88
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
શાંતિને આપે છે, એટલું જ નહિ, પણ તે જ્ઞાનનાં અમૃતમય કિરણોના પ્રકાશવડે જ્યાંત્યાં સર્વને સુખી કરે છે. ધનવાન થવાને માટે આ વ્યાપાર અને પેલે વ્યાપાર કરવાને, આ ઉપરી અને પેલા ઉપરીની ખુશામત કરવાને, આનું મન રાખવા અને તેનું મન રાખવાને સંતાપકારક પરિશ્રમ શા માટે ? છે ? વિશુદ્ધ પ્રેમને આશ્રય લે, કારણ કે સંપત્તિ વિશુદ્ધ પ્રેમની પાછળ પાછળ દાસીની પેઠે અનુસરે છે.
૮૨. આ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ શું ? શું કોઈ અનુપમ લાવણ્યમયી સ્ત્રીના ઉપર અત્યંત પ્રીતિ કરવી, તેને માટે પ્રાણ અર્પી દે, તેને દુઃખી જોઈ બ્રહ્માંડ ગુટી પડતું હોય એવા દુઃખનો અનુભવ કરવો, અને સ્વલ્પમાં તેને પિતાનું સર્વસ્વ અર્પી દેવું, એ શું આ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે ? અથવા શું પિતાના કઈ પ્રિય મિત્ર કે પ્રિય પુત્ર કે પ્રિય સંબંધી માટે ઉપર કહેલું સર્વ કરવું એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે? અથવા શું કઈ અમુક વસ્તુમાટે અથવા પિતાના દેશમાટે, કે પિતાના જાતિભાઈઓ માટે આમ કરવું એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે? અથવા કોઈ દેવળમાં બેસાડેલી ઈશ્વરની પ્રતિમામાટે, અથવા મર્યાદાવાળા દેહમાં જણાતા કોઈ મહાપુરુષમાટે, અથવા સ્વર્ગમાં કે વિષ્ણુલેકમાં કે બ્રહ્મલમાં માની લીધેલા ઈશ્વરના કોઈ સ્વરૂપ માટે ઉપર કહેલું સર્વ કરવું, એ શું વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે?
૮૩. ઉપર વણેલા વિવિધ પ્રાણીપદાર્થ વગેરે પ્રતિને પ્રેમવાળે વ્યવહાર એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ નથી. એમાં પ્રેમના અંશો આવે છે, એ વાત સાચી છે, પરંતુ પ્રેમ પૂર્ણ કળાએ તેમાં પ્રકાશ નથી. એમાં પ્રેમના ઘેડા અંશે આવતા હોવાથી તે વડે સુખનું ભાન થાય છે, તથા વિવિધ લાભ થાય છે, પણ તે પૂર્ણ કળાવાળો પ્રેમ ન હોવાથી તેથી પૂર્ણ સુખનું, પૂર્ણ લાભનું ભાન થતું નથી. પૂર્ણ પ્રેમ અથવા વિશુદ્ધ પ્રેમમાં અમુકઉપર પ્રેમ અને તે વિનાના અન્ય સર્વઉપર પ્રેમને અભાવ હેત નથી. સૂર્ય જેમ જ્યાં પ્રકટે છે, ત્યાં એક સ્થળે એ છો અને એક સ્થળે વધારે એમ પ્રકાશ નાંખતે નથી, પણ સર્વત્ર સરખો પ્રકાશ નાખે છે, તેમ વિશુદ્ધ પ્રેમને એક વસ્તુ પ્રેમ કરવા યોગ્ય અને એક પ્રેમ ન કરવા યોગ્ય એમ હોતું નથી. વિશુદ્ધ પ્રેમમાં આ ગ્રહણ કરવા જેવું અને આ ટાળી નાંખવા જેવું, એવું કાંઈ જ હોતું નથી. વિશુદ્ધ પ્રેમમાં મર્યાદા નથી. વિશુદ્ધ પ્રેમ એક દેશમાં બંધાયેલે હોતો નથી. તે અમર્યાદ હોય છે, તે સર્વવ્યાપક હોય છે. તેને મારું તારું, સારું નઠારું, યોગ્ય અયોગ્ય
Page #89
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવંદવિચારરત્નાકર એ ભેદ નથી. એક દેશમાં, એક વસ્તુમાં, એક વ્યક્તિમાં, પ્રેમનું જે પુરાઈ રહેવું, તે વિશુદ્ધ પ્રેમ નથી. તે પ્રેમનું સંકુચિત સ્વરૂપ છે. એકના ઉપર પ્રેમ અને તે વિનાને અન્ય સર્વઉપર તેવા જ પ્રેમને અભાવ, એ દીપકને પ્રકાશ છે, જે એક ઘરને જ પ્રકાશિત કરે છે. અન્ય સ્થલના અધિકારને તે ટાળી શકતું નથી. તે સમગ્ર ભૂમંડળને પ્રકાશિત કરનાર સૂર્યના પ્રકાશતુલ્ય નથી. તે રાગદ્વેષનો જનક છે. એકના ઉપર પ્રેમકિરણે પ્રસારી તે અન્ય સ્થળે અંધકાર રાખે છે. આ પ્રેમ મર્યાદાવાળા સુખને, મર્યાદાવાળી સંપત્તિને, મર્યાદાવાળા આરોગ્યને, મર્યાદાવાળા એશ્વર્યને આપે છે. સર્વવ્યાપક પ્રેમ જ વિશુદ્ધ પ્રેમ છે, અને તે જ અમર્યાદ સુખસંપત્તિઐશ્વર્યાદિને અર્પે છે.
૮૪. સર્વત્ર બ્રહ્મભાવના, સર્વત્ર આત્મભાવના, સર્વને–જડને ચેતનને, ચરને અચરને–પિતાના આત્માસમાન પ્રિય ગણવા, સર્વના ઉપર પિતાના આત્માસમાન વિશુદ્ધ પ્રેમ રાખવો, એ યથાર્થ વિશુદ્ધ પ્રેમ છે. દેવળમાં દેવને જોઈને હર્ષાશ્રુ પાડવાં, અને અન્ય સ્થળે મનુષ્યોને જેઈને નાકનું પુગારવું ચઢાવવું કે મુખને બાથરે ચઢાવવો, કે અભાવ સૂચવવો, એ વિશુદ્ધ પ્રેમ નથી. પ્રિયતમાને જોઈને કે પ્રિય પુત્રને કે મિત્રને જોઈને હૃદય વિકસિત કરવું, અને અન્યને સંબંધ થતાં, પ્રેમને કાચબાના પગની પેઠે હૃદયમાં સંકોચાઈ ગયેલ અનુભવ, એવું વિશુદ્ધ પ્રેમનું એકદેશી સ્વરૂપ હોતું નથી. ૮૫. “મારું ને તારું એવી હદ નથી જેમાં રે, એવું હરિગુરુપદ જહાજે રે,
“અમર્યાદ આ પ્રેમ વધારી તે, મહામળહર જળમાં નહાજે રે.” પરમાત્મસ્વરૂપ શ્રીમસિંહાચાર્યજીરચિત ઉપરની પંક્તિઓમાં પ્રેમના સ્વરૂપની જે સર્વોત્તમ વ્યાખ્યા, થોડા પણ અત્યંત ગંભીર અર્થને વહન કરનાર શબ્દોમાં બંધાઈ છે, તેનું મનન કરી, તેનું રહસ્ય અંતરમાં ઉતારવા પ્રત્યેક સુખેચ્છક પુરુષે પ્રયત્ન કરવો યોગ્ય છે. વિશુદ્ધ પ્રેમમાં મારું અને તારું એવો ભેદ હોતા જ નથી. દેશ, કાળ અને વસ્તુપરિચ્છેદથી તે રહિત છે. વિશુદ્ધ પ્રેમને અભાવના કેઈ વિષય જ નથી. જ્યાં જ્યાં દૃષ્ટિ પડે, જ્યાં જયાં ઈદ્રિ તથા મન જાય, ત્યાં ત્યાં વિશુદ્ધ પ્રેમને પિતાના પ્રિયતમનું જ ભાન થાય છે. એક અણુ પણ પ્રિયતમવિનાનું તેને જણાતું નથી. સર્વત્ર, અંતર્બાહ્ય પિતાના પ્રિયતમની જ તેને પ્રતીતિ હોય છે. આવો અમર્યાદ વિશુદ્ધ પ્રેમ જ મહામળને હરનાર છે, દુઃખમાત્રથી તારનાર છે, અને અખંડ સુખમાં સ્થાપના૨ છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૮૬. વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ પ્રફ્લાદના ચરિત્રમાં આવંત વ્યાપી રહ્યું છે. જળમાં, સ્થળમાં, નભમાં, અનલમાં, અનિલમાં, કાષ્ઠમાં, પાષાણુમાં, દુર્જનમાં, સજજનમાં, પશુપક્ષીમાં, જંતુમાં આ મહાભક્તને, આ પ્રેમની વિશુદ્ધ મૂર્તિને, પ્રિયતમવિના અન્ય કંઈ જ જણાતું ન હતું. પ્રફ્લાદના ઇષ્ટ કઈ ધાતુની મૂર્તિમાં કે પાષાણની પ્રતિમામાં કે કાગળની છબીમાં, કે કોઈ એક વ્યક્તિમાં જ સ્થિત હતા, અને બહાર બધે અંધકાર હતું, એમ ન હતું. દેવળ અડકાવ્યું કે સેવાગ્રહ બંધ કર્યું કે પૂજાથી પરવાર્યા કે સ્નાનસ ધ્યાથી મુક્ત થયા, કે પ્રલાદના ઇષ્ટ લેપ થઈ જતા ન હતા. વ્યવહાર કરે કે સંયમમાં પ્રવેશે, ઊઠે, બેસે, ચાલે કે ઊધે, ગમે તે ક્રિયા કરે પણ પ્રહૂલાદની વૃત્તિ પિતાના પ્રિયતમના જ અનુસંધાનવાળી રહેતી. પ્રફ્લાદને સર્વ જ પ્રિયતમરૂપ જણાતું. આ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે.
૮૭. દેવળમાં દેવને ન માનવાનું કે પ્રતિમાની સેવાપૂજા ન કરવાનું કે કઈ યોગ્ય મહાપુરુષમાં અવિરલ ભક્તિ ન ધરવાનું આ સ્થળે કહ્યું નથી. સર્વત્ર વિશુદ્ધ પ્રેમને ઉપદેશ, અમુકમાં પ્રેમ કરો અને અમુકમાં ન કરે, એ હોય જ નહિ. પરંતુ અત્રે જે કહ્યું છે તે એ કે પ્રતિમા, દેવ કે મહાપુરુષની ભક્તિ માત્ર કોઈ કરે, અને તે વિનાનાં સર્વ સ્થાનમાં રાગદ્વેષ પ્રવર્તાવે છે તેવી વ્યક્તિ એકદેશી છે. તે લાભકારક છે, પણ સર્વોત્તમ લાભને કરનારી નથી. તે હજાર અથવા લક્ષ રૂપિયાને આપનાર ક્રિયા જેવી છે, પણ અનર્ગળ દ્રવ્ય આપનાર ક્રિયા જેવી નથી. તે સાધનરૂપ છે, પણ સાધનની સમાપ્તિ ત્યાં જ થાય છે એમ નથી. તે એકડે કાઢવા જેવી છે, પણ એક કાઢતાં આવડે એ જ વિદ્યાનો પરાવધિ નથી. આવી એકદેશી ભક્તિવાળાએ ત્યાં જ દરીને અઠે દ્વારકા કરવાનું નથી, પણ આગળ વધવાનું છે. તેમણે સર્વત્ર ઈષ્ટદર્શન કરવાનું છે. સર્વત્ર ભક્તિને પ્રવાહ પ્રવર્તાવવાને છે. સર્વત્ર વિશુદ્ધ પ્રેમનાં કિરણે વિસ્તારવાનાં છે. સર્વત્ર વિસ્તરેલે પ્રેમ, અમર્યાદ અવસ્થાને પામેલો પ્રેમ જ બ્રહ્મીભૂત કરનાર છે. એ અમર્યાદ વિશુદ્ધ પ્રેમ બ્રહ્મરૂપ જ છે. એ જ બ્રહ્મ છે.
૮૮. જેમ બ્રહ્મના કકડા કરી શકાતા નથી, તેમ વિશુદ્ધ પ્રેમના કકડા કરી શકાતા નથી, અર્થાત તેના અંશ હોતા નથી. જેમ બ્રહ્મ એક દેશમાં હોય અને અન્ય દેશમાં ન હોય એમ બનતું નથી, તેમ વિશુદ્ધ પ્રેમ એક સ્થળે હોય અને અન્ય સ્થળે ન હેય એ બનતું જ નથી. એક સ્થળમાં હોવું અને
૧૧
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨
[ શ્રીવિAવવંદ્યવિચારરત્નાકર
અન્ય સ્થળમાં ન હોવું, એ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ નથી; પણ તે કામનું, રાગનું, પ્રીતિનું એ આદિ વિકારનું સ્વરૂપ છે. વિશુદ્ધ પ્રેમ નિર્વિકાર છે. કામ, રાગ, પ્રીતિ એ આદિ વિકારે વધે છે, તથા ઘટે છે. વિશુદ્ધ પ્રેમમાં વધવાઘટવાપણું છે જ નહિ. તે એકરૂપ, એકરસ અમર્યાદપણે વિકસે છે.
૮૯. “વિશુદ્ધ પ્રેમની મેટી મોટી વાત સાંભળી, પણ તે હૃદયમાં પ્રકટાવ શી રીતે? તેને પ્રકટાવવાની કોઈ ઉપાય છે?” હા છે. ઉપાય હેવાથી જ આ લખવાને ઉપક્રમ કર્યો છે. પણ ઉપાયનું માહાભ્ય તેને આચારમાં મૂકવાથી જણાય છે. આહારને જેવાથી પુષ્ટિ મળતી નથી, પણ ખાવાથી મળે છે, તેમ ઉપાયને વાંચવાથી કે વખાણવાથી કશું વળે તેમ નથી પણ તેને આચારમાં મૂકવાથી જ લાભ છે. ઘણુ મનુષ્યો ઉપાય પૂછવામાં શરા હોય છે, પણ ઉપાય કહેતાં, આચારમાં મૂકવાની તેમણે બાધા લીધી હોય છે. કેટલાકને તે આચારમાં મૂકીને ઉપાયની સત્યતાને અનુભવ કરી જોયા વિના, “એમાં શું ? એમાં શે માલ છે? એથી શું વળે એમ છે?” એવું ઠોક્યા કરવાની ટેવ પડી ગઈ હોય છે. તેવા મનુષ્યોએ હવેનાં એકબે પૃષ્ઠ વાંચવા પરિશ્રમ ન લે. બુદ્ધિમાન વિવેકી મનુષ્ય જાણે છે કે સુખપ્રાપ્તિના ઉપાયે સર્વદા સરળ જ હેય છે. કાર્યને ઉત્પન્ન કરનાર કારણ સર્વદા સાદું હોય છે, પણ તેનાથી ઉત્પન્ન થતાં કાર્યો ચમત્કારિક અને અત્યંત સંદર્યવાળાં હોય છે. પૃથ્વી એ કે સાદો પદાર્થ છે! પણ તેમાંથી કરેડ જાતનાં કેવાં ચમત્કારિક અને મનોહર પુષ્પો થાય છે ! પુષ્પ પૃથ્વીમાં ઊગે છે, એવું કઈ ન જાણતું હોય, અને તેને વિવિધ મનહર રંગવાળું એક સુંદર પુષ્પ આપ્યું હોય અને તેને કહ્યું હોય કે આ માટીમાંથી આ ઉત્પન્ન થયું છે તે વાત માનતાં તેને કેટલો સંકોચ થાય? એમ છતાં સર્વને સુવિદિત છે કે જેમાં સુવાસ તથા સુંદર વર્ણ અપ્રકટ છે, એવી પૃથ્વીમાંથી પુષ્પ વગેરે ઉત્પન્ન થાય છે. અર્થાત્ સાદાં જણાતાં સાધન બુદ્ધિમાને અશ્રદ્ધા કરવા યોગ્ય નથી.
૯૦. તમારે વિશુદ્ધ પ્રેમ હૃદયમાં પ્રકટાવવા માટે આરંભમાં વિશુદ્ધ પ્રેમ તમારા હૃદયમાં છે જ, એમ દઢપણે માનવું જોઈએ. જે વસ્તુ જ્યાં નથી હોતી તે વસ્તુ ત્યાં કદી પ્રકટતી નથી. કેન્દ્રમાં અગ્નિ છે, માટે જ તે ત્યાં મંથનરૂપ ઉપાયવડે પ્રકટ થાય છે. કાષ્ઠમાં સેનું નથી, માટે ગમે તે ઉપાય કરીએ તે પણ તે તેમાં પ્રકટ થતું નથી. આપણામાં વિશુદ્ધ પ્રેમ છે, માટે જ તેનું આપણને ભાન થવું સંભવે છે. તેથી દઢપણે માને કે તમારામાં વિશુદ્ધ પ્રેમ
Page #92
--------------------------------------------------------------------------
________________
વિચારરત્ના]િ પૂર્ણ કલાથી પ્રવર્તી રહ્યો છે. જે જે ઊંચા ગુણો આપણામાં જણાતા ન હોય તે તે ગુણો આપણામાં છે, એવું આરંભમાં દઢપણે માનવું, એ તે તે ગુણેને આપણામાં પ્રકટ અનુભવવાનું પ્રથમ પગથિયું છે. તેથી તમારામાં વિશુદ્ધ પ્રેમનું તમને ભાન ન થતું હોય તે પણ માની લે-બળાત્કારથી માની લે-કે તમારામાં તે છે. પછી પુનઃ પુનઃ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે મારામાં વિશુદ્ધ પ્રેમ છે,’ ‘હું પ્રેમસ્વરૂપ છું, એવી ભાવના કર્યા કરે. દિવસમાં સો વાર કે હજાર વાર ધાર્યા કરે કે “હું વિશુદ્ધ પ્રેમસ્વરૂપ છું.” જે જે મનુષ્ય તમને મળે, જેના જેના સંબંધમાં તમે આ, તે તે મનુષ્ય પ્રત્યે મનથી બોલતા જાઓ કે “હું તમને પૂર્ણ પ્રેમથી ચાહું છું,' “તમે મને અત્યંત પ્રિય છે.” જે જે પદાર્થોને તમારે સંબંધ થાય તે તે પદાર્થોને મનથી કહે કે “હું તમને અત્યંત પ્રીતિના વિષય ગણું છું. જે જે ક્રિયા તમારે કરવાની આવે તે તે પ્રત્યેક ક્રિયા વખતે મનમાં એવા ભાવને જાગ્રત રાખો કે “આ ક્રિયા મારી અત્યંત પ્રીતિને વિષય છે. જ્યાં જ્યાં દૃષ્ટિ પડે, જે જે શ્રવણે પડે, જેને જેને સંબંધ થાય તે સર્વને મનથી કહ્યા કરે કે “તમે મને અત્યંત પ્રિય છે. પુનઃ પુનઃ બોલે, સો વાર બોલે, હજાર વાર બોલે, લાખ વાર બોલે. તમને તે પ્રાણીપદાર્થ કે ક્રિયા ખરી રીતે અંતરથી અપ્રિય જણાતાં હોય, તમને તેમને અણગમો હોય કે તિરસ્કાર હોય કે દ્વેષ હોય, તેની ચિંતા નહિ. તમારે અંતરને ભાવ ગમે તેવો હોય, તે ભાવને જોવાની જરૂર નથી. માત્ર આ નવા ભાવને જ મનોમય વાણીથી બોલ્યા કરે. આ નવા ભાવનું કલ્પનામાં સ્વરૂ૫ રચે. તેમના ઉપર તમે ખરે જ પ્રેમ રાખે છે, એવું ડોળ કરે. મનથી તે જ પ્રમાણે માને. તમારા જૂના ભાવનું વિસ્મરણ કરી આ નવા ભાવને જ ઉત્સાહથી સે. તમારાથી બને તે પ્રમાણે આ નવા ભાવ માટે ગાંડા ઘેલા થઈ જાઓ. આમ ને આમ ર્યા જ કરે. અભ્યાસ છોડે નહિ. ત્યાંસુધી કર્યા કરે કે જ્યાં સુધી તમે ખરા પ્રેમના અંકુરને તમારા હૃદયમાં ફૂટી નીકળતા અનુભવો. સમય જતાં, જે અપ્રકટ હતું, તે પ્રકટ થયેલું તમને જણાશે. તમારામાં પ્રેમ પ્રકટ થયેલો તમે જોશે. અને એમ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. એમ થવું જ જોઈએ. કારણ તમે પોતે વિશુદ્ધ પ્રેમસ્વરૂપ છે; અને આખું વિશ્વ તમારું સ્વરૂપ છે, તેથી આખા વિશ્વઉપર તમને પ્રેમ પ્રકટે છે. જડ અને અજડ સર્વપ્રતિ તમને વિશુદ્ધ પ્રેમભાવના પ્રકટે છે.
૯૧. તમારા ઘરમાં એક ખૂણામાં પંદર હાથ ઊંડે મહોરના ભરેલા
Page #93
--------------------------------------------------------------------------
________________
[[ શ્રી વિશ્વવઘવિચારરત્નાકર
પચાસ ચરુ છે, એવું કઈ વિશ્વાસપાત્ર મનુષ્ય તમને કહ્યું, તે તે જ ક્ષણે શું તમારા હાથમાં મહેરે આવી પડે છે? ના. તમે પ્રથમ તે વાત દઢપણે માને છે. પછી જમીન ખેદવાનાં સાધને એકઠાં કરે છે. પચાસ ચરુ જમીનમાં છે જ, એવું વિશ્વાસપૂર્વક માનતા તથા તેનું વારંવાર સ્મરણ કરતા એકલા કેઈન જાણે એમ તમે જમીનને કંટાળ્યા વિના ખોદ્યા કરે છે. એક હાથ, બે હાથ કે દશ હાથ ખેદી તમે અટકતા નથી. ચૌદ હાથ દતાં પણ કશું જ ન જણાતાં તમે નિરાશ થતા નથી. તમે પૂરા પંદર હાથ ખેદ છે, ત્યારે જ તમે ચને જુએ છે. ચોદ હાથ સુધી તમારા હાથમાં માટી ને કાંકરા વિના કશું જ આવ્યું ન હતું. પૂર્ણ ખોદી રહ્યું જ તમે ફળને અનુભવો છો. પ્રયત્નના પરિપાકમાં જ ફળનો અનુભવ હોય છે. તે પૂર્વે તે પરિશ્રમ જ હોય છે. વિશુદ્ધ પ્રેમને હૃદયમાં પ્રકટાવતાં પણ તમારે આમ જ કરવાનું છે. વિશુદ્ધ પ્રેમ પ્રકટ થતા પર્યત પુનઃપુનઃ ભાવનારૂપ કેદાળીથી ખોદ્યા જ કરવાનું છે. કશું ન જણાય, ફળને અનુભવ ન થાય તે પણ વિચારની શુદ્ધ કળાને સેવ્યા કરવાની છે. જેમ એકએક તસુ ખોદતાં ધનના ચની પાસે પહોંચાતું જાય છે, તેમ પ્રત્યેક ક્ષણે વિશુદ્ધ પ્રેમની ભાવનાને સેવતાં અંતઃકરણમાં વિશુદ્ધ પ્રેમના સંસ્કાર દઢ થતા તથા પિષાતા જાય છે, વૃત્તિઓને વિશુદ્ધ પ્રેમ સાથે પરિચય પડતું જાય છે, અને પરિણામમાં તેઓ વિશુદ્ધ પ્રેમમય જ થઈ જાય છે.
૯૨. વિશુદ્ધ પ્રેમમાં અને ઈશ્વરમાં કશે જ ભેદ નથી. તેથી કરીને વિશુદ્ધ પ્રેમમય થવું, અને ઈશ્વરસ્વરૂપ થવું એ ઉભય સરખાં છે. મનુષ્ય જેટલા અંશમાં વિશુદ્ધ પ્રેમની કળાને પિતાના હૃદયમાં વધારે જાય છે, તેટલા અંશમાં તે ઈશ્વરમય થતું જાય છે; અને ઈશ્વરમય થવું એટલે સર્વ સામર્થ્ય યુક્ત થવું એ જ છે. તેથી મનુષ્ય જેમ જેમ વિશુદ્ધ પ્રેમમય થતું જાય છે, તેમ તેમ તે અધિક સામર્થ્યયુક્ત થતું જાય છે. સર્વઉપર અત્યંત પ્રેમ ધરવોસર્વાત્મભાવના કરવી—એ સામર્થ્યમાત્રને ઉપાય છે.
૩. પ્રિયતમ! તેથી સર્વત્ર આત્મભાવના પ્રકા. જ્યાં ત્યાં પ્રેમને પ્રવર્તા. પ્રેમવિના બીજો કઈ ભાવ હૃદયમાં પ્રકટેલે જોશે નહિ. કીટથી તે બ્રહ્માપર્યત સર્વમાં વિશુદ્ધ પ્રેમ સે. જે જે ક્રિયા કરે, તે સર્વમાં વિશુદ્ધ પ્રેમને કરે. તમે પ્રેમસ્વરૂપ, બ્રહ્મસ્વરૂપ થઈ જશે.
૯૪. ભય એ નામને વિકાર મનુષ્યને અત્યંત હાનિ કરનાર છે. જે
Page #94
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ
અંતઃકરણમાં તે પ્રકટ થાય છે, ત્યાં પ્રથમ તે અંતઃકરણને ઉચ્ચ ગુણેને વિનાશ કરે છે, પછી શરીરની સાતે ધાતુઓનું શોષણ કરે છે, અને પરિણામે મનુષ્યની બાહ્ય સુખસંપત્તિને લય કરે છે. તે અગ્નિની પેઠે જ્યાં પ્રકટે છે, ત્યાં વિનાશને જ પ્રવર્તાવે છે.
૮૫. મનુષ્ય જન્મે છે ત્યારથી તે ભયમાં ઊછરે છે, ભયમાં મેટે થાય છે, અને ભયમાં જ ડૂબેલે મરે છે, એમ કહીએ તો ખોટું નથી. બાળકને દિવસમાં સેંકડો પ્રસંગ ભયથી કંપાયમાન થવાના આરે છે. જેમ જેમ તે મોટું થાય છે, તેમ તેમ અધિક અધિક ભયના પ્રસંગે ઊપજતા જાય છે. તે ખાતાં ભય પામે છે, પાણી પિતાં ભય પામે છે, બેસતાં ભય પામે છે, ઊઠતાં ભય પામે છે. પ્રત્યેક ક્રિયામાં ભય તેને ત્યજ નથી. આમ કરીશ તે આમ થશે, આમ જઈશ તો આવું દુઃખ આવી પડશે, આ ક્રિયામાં જોડાઈશ તે કોણ જાણે શુંનું શું થઈ જશે, એવા એવા અસંખ્ય વિચારોથી મનુષ્યને મોટે ભાગ ભયાકુલ અને ભયત્રસ્ત રહે છે. મનુષ્યના અંતરના ઊંડા ભાગમાં પ્રવેશ કરીને જોઈએ છીએ તે જાગ્રતમાં કે સ્વપ્નમાં તે કવચિત જ ભયથી મુક્ત જોવામાં આવે છે.
૯૬. અને આમ છતાં, વસ્તુવિચારથી, મનુષ્યોને ભય ધરવાનું કશું જ પ્રોજન હેતું નથી. ભયનું આ મોટું ગંજાવર મકાન રેતીના પાયા ઉપર ચણયેલું હોય છે. તે દોરડીમાં જણાતા સાપજેવું મિથ્યા છે. તે કાગળમાં ચીતરેલા વાઘની પેઠે વૃથા જ છળાવી મારનાર છે. તે લાકડાના ઠૂંઠામાં જણાતા ચોરની પેઠે મિથ્યા પ્રજાવનાર છે. અનાદિ કાળથી મનુષ્યોએ પોતાની કલ્પનાથી જ આ ભયના અસંખ્ય વિચારને રચેલા હોય છે. જેમ ચોરની અને ભૂતની વાતે સાંભળીને અજ્ઞાન મનુષ્યો ઘરમાં બિલાડીને પગરવ થતાં છળી મરે છે, પવનથી બારણું ખખડતાં કંપી ઊઠે છે, અને તેમને પરસેવાના બેઝેબ છૂટી જાય છે, તેમ મનુ મિથ્યા કલ્પનાવડે જ, ભયનાં સ્વરૂપ રચી છળી મરે છે, અને કંપી ઉઠે છે. તેમની મિથ્યા કલ્પના જ, તેમના મિથ્યા વિચારે જ, તેમને ભયના પ્રસંગે તેમના આગળ મૂર્તિમાન રચી દેખાડે છે.
૯૭. સર્વત્ર વ્યાપી રહેલી પરમ કલ્યાણકારક સત્તા જેને શાસ્ત્રો પર માત્મા, પરમેશ્વર, પરમતત્વ, એવાં એવાં અસંખ્ય નામથી ઓળખે છે, તેમાં અશ્રદ્ધા, અથવા અવિશ્વાસ, એ જ આ અસખ્ય પ્રકારના ભયનું મૂળ કારણ છે. પરમાત્મા સર્વત્ર વ્યાપી રહેલા છે, અને તે પ્રાણીમાત્રનું નિરંતર હિત કરે છે, એ વાર્તાનું અજ્ઞાન એ જ આ વિવિધ ભેજવાળા ભયને હેતુ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
૯૮. એક શુની( કૂતરી)ની પક્ષે ઊભેલું કુરકુરિયું પણ, મારી માતા મારું રક્ષણ કરવા સમીપ છે, એવા જ્ઞાનવડે ઊભી પૂંછડી રાખી, વિશ્વને તૃણવત લેખતું કઈ પણ પ્રાણી તેની પાસે આવે છે તે ઘુરકિયાં કરતું નિર્ભયપણે વિચરે છે, તથાપિ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ હે ઈશ્વર ! તમે મારાં માતા છો, તમે મારા પિતા છે, તમે મારા રક્ષક છે, એમ નિત્ય વદનાર અસંખ્ય બુદ્ધિમાન મનુષ્યો આ વિશ્વમાં નિરંતર ભયભીત રહે છે. શાસ્ત્રાભ્યાસ કરનારા, અને પરમેશ્વરવિના આ જગતમાં બીજું કંઈ જ નથી, સર્વ વિરું બ્રહ્મા આ સર્વ બ્રહ્મ છે, એવું દિવસમાં સેંકડો વાર બોલનાર અનેક પંડિતે અંતરમાં ભયવડે પૂજતા રહે છે. સ ને શરણે થયેલા, અને સદગુરુને શરણે થયેલાનું કઈ દિવસ કેઈ કાળે અહિત થતું જ નથી, એવું માનનારા અને કહેનારા અનેક સાધકે સામાન્ય સરખા જણાતા અનેક વ્યવહારના પ્રસંગે પ્રાપ્ત થતાં ભયવડે હૃદયને સંકેચાયેલું અનુભવે છે. આનું કારણ અન્ય કંઈ જ નથી, પરંતુ તેઓને ઈશ્વરમાં, તેઓના જ્ઞાનમાં, અને સદ્ગુના સામર્થ્યમાં અશ્રદ્ધા હોય છે.
૯૯. પરમેશ્વર આપણે માતાપિતા છે, આપણું રક્ષક છે, અને આપણે તેમનાં બાળક છીએ, તે પછી ભય ધરવાનું શું પ્રયોજન છે? પરમેશ્વર સર્વત્ર વ્યાપી રહેલા છે, અને પરમેશ્વરવિના જે જે જણાય છે, તે ઝાંઝવાના જળની પિઠે અથવા સ્વમમાં જણાતા પ્રસંગોની પેઠે મિથ્યા છે, તે પછી ભયને શા માટે ધરવો? સિંહનું બાળક સિંહની સેડમાં સૂતેલું છતાં શિયાળના પિકારથી છળી મરે તે શું તે સ્પષ્ટ નથી સૂચવતું કે તેને સિંહના સામર્થ્યનું ભાન નથી? પરમેશ્વરના સ્વરૂપનું તથા તેમની સાથે આપણું સંબંધનું અજ્ઞાન એ જ ભયને પ્રબળ હેતુ છે.
૧૦૦. આપણા ભયના વિચારો જ ભયના પ્રસંગે સજે છે. આપણે ભયના વિચારે જ માત્ર જે વસ્તુતઃ નથી, તેને આપણી દષ્ટિમાં સત્ય કરી દેખાડે છે જેમ ઘરમાં ચેર અથવા ભૂત હોતું નથી, પણ બાળકના ભયના વિચારે જ તેને ધરમાં ચેર અથવા ભૂત હેવાનું ભાન કરાવે છે, તેમ આપણા ભયના વિચારો જ, જગતમાં ભયજેવું કશું જ હોવા ને છતાં આપણને ભયનું ભાન કરાવે છે, કારણ સમગ્ર જગત કલ્પનામય છે. મનુષ્ય જેવી કલ્પના કરે છે, તેવું તે પિતાની દષ્ટિ. સમીપ રચાયેલું અનુભવે છે. અધ્યાત્મશાસ્ત્રના સુપ્રસિદ્ધ નિયમાનુસાર મનુષ્ય જેનું દૃઢપણે ચિંતન કરે છે, તેને તે પ્રાપ્ત થયેલું અનુભવે છે. જેનાથી મનુષ્ય
Page #96
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ
ભયભીત રહે છે, તેને તે પિતાની સમીપ સત્વર આકથી આણે છે, કારણ કે વિચારની અદભુત આકર્ષક સત્તા છે. ભયના વિચારમાં વારંવાર નિમગ્ન રહેનાર મનુષ્ય અલ્પ સમયમાં, જેનું તે ભય ધરે છે, તેને પોતાની દષ્ટિસમીપ મૂર્તિમાન થયેલું જુએ જ છે.
૧૦૧. વીજળી પડવી, ધરતીકંપથ, આગ લાગવી વગેરે અકસ્માત બનતા પ્રસંગોમાં મનુષ્યએ તે સંબંધના ભયના વિચારો સેવેલા જણાતા હોતા નથી, અને તેથી ભયના વિચારો સેવવાથી જ ભયના પ્રસંગો આવે છે, એ કહેવું યથાર્થ નથી, એવી કેટલાક મનુ શંકા કરે છે, પરંતુ તે શંકા યોગ્ય નથી. જેટલા જેટલા પ્રસંગે જગતમાં બને છે, તે સર્વ માનસિક વિચારો અને તે દ્વારા થતી મનુષ્યોની ક્રિયાના જ પરિણામો હોય છે. અને તેથી ઉપર કહેલા અકસ્માતમાં ભયના વિચારો, મનુએ તે અકસ્માતની પૂર્વેક્ષણમાં સેવેલા જે કે જણાતા નથી, તો પણ કોઈ સમયે કોઈ સ્થળે મનુષ્યોએ ભયના વિચારો સેવેલા હોવાથી જ તેવા અકસ્માત નીપજવા સંભવ આવે છે. ભયના વિચારે કઈ કાળે પણ સેવ્યા વિના ભયના પ્રસંગે પ્રકટવાને સંભવ આવતે જ નથી. જો મનુષ્યના અયોગ્ય વિચારવિના તથા તે વિચારવડે થતી અયોગ્ય ક્રિયાવિના ભયના પ્રસંગે ઉત્પન્ન થવાને સંભવ આવતો હોય તે તે યોગ્ય વિચારવિના અને યોગ્ય ક્રિયાવિના પણ ઉચ્ચ સુખના સંભો ઉત્પન્ન થવા જોઈએ. અકસ્માત જેમ વિજળી પડે છે, ધરતીકંપ થાય છે, અને આગ લાગે છે, તેમ અકસ્માત સેનાને વરસાદ વરસે જોઈએ, અને અકસ્માત નવા મહાલયો કોઈ કોઈ સ્થળે બંધાઈ જવા જોઈએ; પરંતુ અશુદ્ધ વિચારવિના આ વિશ્વમાં જેમ દુઃખના સંભ ઉત્પન્ન થતા નથી, તેમ શુદ્ધ વિચારવિના સુખના સંભવ પણ ઉત્પન્ન થતા નથી.
૧૦૨. પરમાત્માની કલ્યાણકારક સત્તા સર્વત્ર વિલસી રહી છે, અને તેથી દુઃખને આવવાને લેશ પણ સંભવ નથી, એવી અચલ શ્રદ્ધા જે મનુષ્ય સેવે છે, અને તેથી કરીને જે મનુષ્યો “આમ કરીશું તે રખેને આમ થશે, અને આમ કરીશું તે રખેને તેમ થશે,' એવા ભયવાળા વિચારેને સેવતા નથી, અને પિતાનું મિથ્યા અભિમાન પરમેશ્વરમાં સમર્પ, યથાપ્રાપ્ત વ્યવહાર શાંત અને સ્વસ્થપણે સેવ્યા કરે છે, તેઓ ભયમાત્રથી મુક્ત રહે છે, અને ઉત્તરોત્તર ઊંચા ઊંચા સુખના પ્રસંગેને પ્રકટેલા અનુભવે છે. પરમેશ્વર જે કરે છે, તે સારું જ કરે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
ખોટું કશું થતું જ નથી, એ વિચારવડે પરમેશ્વરને જ પિતાના નેતા તરનાર) સ્થાપી મનુષ્ય જ્યારે ભય અને શંકાના વિચારોથી રહિત થાય છે, ત્યારે શાંતિ અને સુખના પ્રસંગે આપ આપ તેના તરફ આકર્ષાઈ આવે છે, અને અન્ય મનુષ્યોને કંપાવી નાખનાર ભયના પ્રસંગેથી તેનું અનાયાસ રક્ષણ થાય છે.
૧૦૩. પરમાત્મામાં વ્યાકુળતાવિનાની શાંત અને સ્થિર શ્રદ્ધા, મનુષ્યને જે જે જોઈએ તે તે અલ્પ કાળમાં અને અલ્પ પરિશ્રમે આપે છે. પરમાત્મામાં શાંત અને સ્થિર શ્રદ્ધાથી સમગ્ર વિશ્વ મનુષ્યને અનુકૂળ થાય છે. પૂર્વે તેને વિરોધી જણાતાં તો અનુકૂળ થયેલાં ભાસે છે. જેમ પિતાની અનુકૂળ દષ્ટિ સંપાદન કરનાર પુત્રને, પિતાના સર્વ ન કરે અનુકૂળ થઈ જાય છે, તેમ વિશ્વની સમગ્ર સત્તાઓ પરમાત્મામાં શાંત અને દઢ શ્રદ્ધા સ્થાપનારને અનુકૂળ થઈ જાય છે.
૧૦૪. જેમ સમુદ્રમાં અગ્નિ પ્રવેશ કરી શકતા નથી, તેમ પરમાત્મા સર્વદા મારું હિત જ કરે છે, એવી અચલ શ્રદ્ધા ધરનાર વિવેકી પુરુષોના અંતઃકરણમાં ભય પ્રવેશી શકતા નથી. જેમ ભીનાશવાળી, અંધકારવાળી તથા ગંદી જગાઓમાં જ સાપવીંછી વગેરે રહે છે, તેમ પરમાત્માની નિરંતર કલ્યાણસાધક સત્તામાં અશ્રદ્ધાવાળા મનુષ્યના અંતઃકરણમાં જ ભર્યું સ્થાન કરીને રહે છે. પરમાત્મામાં શ્રદ્ધા અને ભક્તિરૂપ અગ્નિ, મનુષ્યના હૃદયમાં જામી ગયેલા ભયના મોટા બરફના ડુંગરને તત્કાળ ઓગાળી નાખે છે. પરમાત્માની હિસાધક સત્તામાં અચલ શ્રદ્ધા, એ સાચા ભક્ત થવાની સાચા સાધક થવાની, સાચા યોગી થવાની, અને સાચા તત્વજ્ઞાની થવાની કૂંચી છે. સર્વત્ર પરમાત્માની કલ્યાણકારક સત્તા પ્રવર્તી રહી છે, અને તેથી અહિતને લેશ પણ સંભવ નથી. એ નિશ્ચયને આચારમાં મૂકનાર મનુષ્ય જ સાચે ભકત, સાચે સાધક, સાચો યોગી અને સાચે તત્ત્વજ્ઞાની થાય છે.
૧૦૫. સાચા ભકતો, પરમેશ્વરમાં અવિશ્વાસવાળા અજ્ઞાની મનુષ્યની પેઠે, ભયના પ્રસંગે પ્રકટવાનાં અનુમાને થાય, એવાં નિમિત્તો જોઈને વ્યાકુળ થતા નથી. દાદ્રિયોથી જણાતા બાહ્ય પ્રસંગેને અવલોકી તેઓ ભયભીત થઈ વ્યગ્ર થતા નથી. બાહ્ય ગમે તેવા અપ્રિય જણાતા પ્રસંગે પ્રકટે તે પણ તેઓ પરમાત્માની કલ્યાણકારક સત્તામાં સ્થાપેલે પોતાને દઢ વિશ્વાસ ડગાવતા નથી. તેઓ અનુભવપૂર્વક જાણે છે કે “આ અપ્રિયસરખો ભાસ પ્રસંગ, જીવદૃષ્ટિથી અપ્રિય અથવા દુઃખમય જણાય છે, પરંતુ વસ્તુતઃ પરમાત્માની
Page #98
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
સર્વ દષ્ટિથી તે તે નથી. પરમાત્માની સર્વજ્ઞ દષ્ટિમાં આ પ્રસંગ કલ્યાણને જ સાધક છે. જેમ રાત્રીના અંધકારમાંથી પ્રાતઃકાળને પ્રકાશ પ્રકટે છે, તેમ આ અંધકાર જેવા ભાસતા દુઃખના પ્રસંગમાંથી સુખને પ્રકટવાને પૂર્ણ સંભવ છે. જેમ તાપના અંતમાં વૃષ્ટિ થાય છે, અને તાપ તે વૃષ્ટિ થવાને અર્થે જ છે, તેમ આ દુઃખદ જણાતા પ્રસંગના અંતમાં સુખ જ છે, અને આ પ્રસંગનું આવું દુઃખદ સ્વરૂપ થવું, એ તેને સુખમય પરિણામ આવવાને અર્થે જ છે, તેથી સુખને અર્થે પ્રકટનાર દુઃખમાં ભય ધરવા જેવું કે ક્લેશ કરવા સરખું કશું જ નથી.” આ પ્રકારના વિચારથી દુઃખદ ભાસતા પ્રસંગોમાં તેઓ ઈશ્વરી ઈચછાને અનુકૂળ વર્તે છે, અને આવું તેમનું અનુકૂળ વર્તન, તેમના પરમહિતનું સાધક થાય છે.
૧૦૬. પરમેશ્વરમાં અચલ વિશ્વાસવાળા આવા સાચા ભક્ત જાણે છે કે હું વસ્તુતઃ પરમેશ્વરને અંશ છું, અને તેથી કરીને પરમેશ્વરસ્વરૂપ છું. અને પરમેશ્વરના ચૈતન્યસ્વરૂપમાં ગમે તેવા ભયના પ્રસંગેથી જેમ કશી પણ વિક્રિયા કે હાનિ થવાનો સંભવ નથી, તેમ પરમેશ્વરને અંશ જે હું, તે મારામાં પણ ગમે તેવા ભયના પ્રસંગે પ્રાપ્ત થતાં પણ લેશ પણ વિક્રિયા કે હાનિ થવાને સંભવ નથી. અને જેમ સિનેમેટોગ્રાફના ખેલમાં કે મેજિકલેન્ટર્નના ખેલમાં ઘડાઓની પુષ્કળ દોડાદેડ થતાં છતાં પણ તે ઘેડા મને ચગદી નાંખવા સમર્થ નથી, કારણ હું તે સર્વથી પૃથક છું, અને પૃથક ન હોઉં તે પણ આ ઘોડાની દોડાદોડ આભાસ માત્ર છે, તેમ આ વિશ્વના સર્વ પ્રસંગો આભાસમાત્ર હોવાથી ગમે તેવા રૂપમાં દેખાય તેથી મને શી હાનિ થનાર છે? અને જ્યારે હાનિ થવાનો સંભવ નથી, તે પછી તેમના પ્રકટવાથી કે તેમના પ્રકટવાના અનુમાનથી મારે ભયભીત થવાનું શું પ્રયોજન છે? મીણને કે ચામડાને સાપ પોતાની ફણ ઊંચી કરીને મને કરડે તેથી શું મારે મરણનું ભય ધરવું, અને તેનું વિષ ઉતારવાને માટે દોડધામ કરી મૂકવી ? સર્વથા આ વિશ્વ જ્યારે દેખવા માત્ર છે, અને સાચું હોય તે પણ તેમાં જે જે બને છે, તે મારા જ હિતને માટે બને છે, તે પછી હિતના પ્રસંગેને પણ અહિત રૂપે કપી, મારે પિતે મારા જ પડછાયાવડે ભયને શા માટે પામવું જોઈએ?
૧૦૭. મનુઓ જે ભયના પ્રસંગેના અનુમાનથી ભયવડે છળી મરે છે, તેમાંથી એ પિણે પ્રસંગે તે ભવિષ્ય કાળમાં અદશ્ય રૂપે રહેલા હોય
૧૨
Page #99
--------------------------------------------------------------------------
________________
- [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
છે. વર્તમાન કાળમાં તેમને એક પ્રસંગ તેમની સમક્ષ પ્રકટ થયેલ હોતો. નથી. અને ભથના વિચારે નિરંતર સેવીને મનુએ તેવા પ્રસંગેને મૂર્તિમાન થવાનો સંભવ છેડે કાળે ન આણતા હોય છે તેવા પ્રસંગે કદી પણ જોવા તેમને સમય આવે એમ હતું નથી. ભયના વિચારે એ ભયને પ્રકટ થવાના પ્રસંગેનાં બીજક છે, અને તેથી સુખને ઇચ્છનાર મનુએ પિતાની હૃદયભૂમિમાં ભયના વિચારનાં બીજક કદી પણ રોપવાં જોઈએ નહિ. ભવિષ્ય કાલને વિચાર ત્યજી દે; અને ભવિષ્ય કાલને વિચાર કદી કરે, તે ભવિષ્ય કાળમાં સુખ જ મળનાર છે, એવા વિચારને જ સે. જેમ ઘરમાંથી આપણે કચરે વાળી કાઢીએ છીએ તેમ અંતઃકરણમાંથી ભયના વિચારોનો કચરે વાળી કાઢે.
૧૦૮. ભવિષ્યમાં દુઃખ પ્રાપ્ત થવાનો ભય શરીરને તથા મનને શિથિલ, દુર્બલ અને ઉત્સાહરહિત કરે છે. નિરંતર સુખ પ્રાપ્ત થવાની આશા અને શ્રદ્ધા શરીરને તથા મનને બળવાન, છૂર્તિવાળું, તથા ઉત્સાયુક્ત કરે છે. ભયના વિચારો શરીરને તથા મનને શિથિલ કરી નાખે એવાં અસંખ્ય વિચારોનાં આદેલને વિશ્વના વાતાવરણમાંથી આપણા પ્રતિ આકણી લાવે છે. સુખ પ્રાપ્ત થવાની આશા તથા શ્રદ્ધાના વિચારે શરીર તથા મનને ઉત્સાયુક્ત કરનાર અસંખ્ય વિચારનાં આદેલને વિશ્વના વાતાવરણમાંથી આપણે પ્રતિ આકષી લાવે છે. ભયના વિચારે મનુષ્યને દુઃખના અગાધ અંધકારમાં ભ્રમણ કરાવે છે. સુખને મળવાની આશાના તથા શ્રદ્ધાના વિચાર સુખના પ્રકાશમય તેજસ્વી પ્રદેશમાં મનુષ્યને સ્થાપે છે.
૧૯. પરમાત્મા આપણું નિરંતર હિત જ કરે છે, એ પ્રકારના શ્રદ્ધાના વિચારે અભ્યાસ વડે મનુષ્ય પિતાના અંતઃકરણમાં સર્વદા પ્રવર્તાવી શકે છે. પિતાના અંતઃકરણમાં પાછું વળીને જોવાને અભ્યાસ સેવવાથી અને ભયને વિચાર હૃદયમાં સ્પરતાં જ તેને વધવા ન દેવાની સાવધાનતા રાખવાથી ભયના વિચારે હૃદયમાંથી નિર્મૂળ કરી શકાય છે. એકાંતમાં નિત્ય અર્ધ કલાક અથવા કલાક હૃદયમાં પિતાના આત્મામાં વૃત્તિ સ્થાપવાથી, અથવા સર્વવ્યાપક પરમાત્મામાં પિતાની વૃત્તિઓને વિલીન કરવાથી ભયો જય થઈ શકે છે. પરમાત્માના સર્વત્રવ્યાપક હિતસ્વરૂપને જ જોયા કરવાથી, અને હૃદયમાં ઊઠતા અન્ય વિચારને અલક્ષ કરવાથી અર્થાત પરમાત્મામાં ઈદિય તથા
Page #100
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
મનનો નિષેધ કરવાથી સબળ શ્રદ્ધા આપોઆપ જ હૃદયમાં પ્રકટે છે. જેમ ટાઢના દિવસમાં મનુષ્ય તડકામાં બેસીને સૂર્યનાં કિરણને પિતાના શરીર પર આવવા દેઈ, ટાઢને ઉડાડે છે, અને સૂર્યનાં કિરણોમાંથી બળને આપનાર જીવનને પ્રાપ્ત કરે છે, તેમ મનુષ્ય ઈદ્રિયોના તથા મનના સર્વ વ્યાપાર છોડી દઈને અર્થાત કેવળ શાંત થઈને સર્વત્ર વ્યાપી રહેલા પરમાત્મારૂપ સૂર્યના સુખદ અને કલ્યાણકારક કિરણોને શરીર તથા મનમાં, નિત્ય અર્ધો કલાક કે કલાક શાંતપણે આવવા દેઈ, સંશય, ભય, આદિ વિકારેની ટાઢને ઉડાડવી જોઈએ. પરમાત્માનાં હિતકર આંદોલનના સમુદ્રમાં શરીર તથા મન ડૂબી ગયેલું છે, એવી સ્થિતિ મનવડે ધારીને તે સ્થિતિમાં અર્ધા કલાક અથવા કલાક નિત્ય વ્યતીત કરવાથી અંતઃકરણ નિર્ભય તથા પરમાત્મામાં અપૂર્વ શ્રદ્ધાવાળું થાય છે, એટલું જ નહિ, પરંતુ આવા સુખદ વિચારના સેવનથી ઉત્તરોત્તર મનુષ્યનું અધિક અધિક હિત જ સધાતું જાય છે.
૧૧૦. ભય અથવા દુઃખના પ્રસંગે પ્રકટ થનાર છે, એવો વિચાર કદી પણ સેવો નહિ. પ્રત્યેક પ્રસંગ અનુકૂળ જ થાય છે, એવો ભાવ હૃદયમાં જાગ્રત રાખે. અમુક મારે શત્રુ છે, અમુક મારું બગાડે છે, એવું કદી પણ માને નહિ. તમારા આત્મસ્વરૂપમાં, સર્વવ્યાપક પરમતત્વમાં શાંતપણે સ્થિર થાઓ. તમારું પિતાનું અભિમાન પરમાત્મામાં વિલાવી દો. તમારા શરીરતંત્રના તથા મનતંત્રના ચાલક (ચલાવનાર) પરમાત્માને જ થવા દે. તમારા જીવત્વવાળા મનને શાંત પાડે. તે શાંત પડતાં વિદ્યાત્મક મન પ્રકટેલું તમે જોશે. તમારા હૃદયમાં તમારા આત્મસ્વરૂપને, તમારા અંતર્યામી ઈશ્વરનો મધુર સ્વર તમે સાંભળશે. સશાસ્ત્રો અને મહાપુરુષે એને જ ઈશ્વરી પ્રેરણું કહે છે. એને જ દિવ્ય જ્ઞાન કહે છે. અન્ય પ્રજા એને inspiration અથવા revelation કહે છે.
૧૧૧. પિતાના વિચારો છોડી દેઈને જયારે મનુષ્ય પરમાત્મામાં સ્થિર થાય છે, અને જાગ્રત છતાં મનની સુષુપ્તિ જેવી અવસ્થા ભેગવે છે, ત્યારે પરમાત્મામાંથી તેને જે જોઈએ તે મળે છે. શ્રદ્ધા, સુખ, શાંતિ, જ્ઞાન, પ્રાણીમાત્રપ્રતિ પ્રેમ વગેરે સર્વ શુભ તેને પ્રાપ્ત થાય છે. જીવત્વના અથવા ભયના વિચારે શરીરના રસરુધિરાદિ ધાતુઓને વિષમય કરે છે; પરમાત્માના પૂર્વોક્ત વિચારો શરીરના રસરુધિરાદિ ધાતુઓને નિર્દોષ કરે છે, અને તેમની સમાન
Page #101
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવધવિચારરત્નાકર સ્થિતિ કરે છે. જીવના અથત ભયના વિચારો આપણું અંતરમાં રહેલા આત્મારૂપ તિના પ્રકાશને સર્વત્ર પ્રકાશ નાંખતાં પ્રતિબંધ કરનાર માટીનું આચ્છાદન છે. પરમાત્મામાં મનને વિલાવી પૂર્વોક્ત મનની શાંત સ્થિતિ કરવી, એ આપણું આત્મારૂપ જ્યોતિના પ્રકાશને પ્રતિબંધ કરનાર માટીના આચ્છાદનને ફેડી, તે પ્રકાશને સર્વત્ર પ્રસરવાની અનુકૂળતા કરી આપવા તુલ્ય છે. ભયને જીતવાને ઉપાય, ભયના વિચારો ન સેવતાં પરમાત્મામાં મનને વિલીન કરવું એ જ છે
૧૧૨. લીમડે, આબે, મહુડે, આંબલી વગેરે અનેક ક્ષે તમે સેંકડો પ્રસંગે જોયાં હશે. પરંતુ કેઈનાં ફળ કડવાં, કોઈનાં ખાટાં, કેઈન તૂરાં, કેઈનાં તીખાં, કોઈનાં મધુર, કેઈનાં ગળ્યાં, એમ વિવિધ ભેટવાળાં હોવાનું શું કારણ હશે, તેનો કોઈ દિવસ તમે વિચાર કર્યો છે? પેલા કારેલાના છેડને કડવાં ભીંગડાંવાળાં કારેલાં આવવાનું, પેલા વેંગણના છોડને સુંવાળી ઘેરા જાંબુડિયા રંગની છાલવાળાં લાંબાં અને સહજ મધુર સ્વાદવાળાં વેંગણ આવવાનું, પેલા મરચાંના છોડને લીલી મનહર છાલવાળું, મનુષ્યોની ટચલી આંગળી જેવડું અથવા તેથી પણ મેટું, જીભને ચમચમાવે એવું તીખું મરચું આવવાનું, પેલા ડુંગળીના છોડના મૂળમાં પચાસ પડવાળો, ગોળાકાર તથા વિલક્ષણ સ્વાદવાળે કંદ બાઝવામાં, અને એ જ પ્રમાણે અસંખ્ય વનસ્પતિઓને ભિન્નભિન્ન સ્વાદ, ભિન્નભિન્ન આકાર, ભિન્નભિન્ન ગુણ, ભિન્નભિન્ન પત્ર, ભિન્નભિન્ન પુષ્પ તથા ભિન્નભિન્ન ફળ આવામાં હેતુ હશે, તેનું કારણ ખોળી કાઢવા તમે તમારા મગજને કોઈ દિવસ પરિશ્રમ આપ્યો છે? આ સર્વ અઢાર ભાર વનસ્પતિને જન્મ આપનાર માતા જે પૃથ્વી તે એક જ છે, સર્વનું પિષણ જે જળવડે થાય છે, તે એક જ છે, સર્વને શ્વાસ લેવાની જે હવા તે એક જ છે, તથા સર્વની વૃદ્ધિમાં પ્રબળ હેતુ જે સૂર્ય, ચંદ્ર તથા વિવિધ રહે, તે પણ એક જ છે, છતાં કઈ વૃક્ષ સ હાથ ઊંચાં તે કઈ પચાસ હાથ ઊંચાં, કોઈ પાંચ હાથ ઊંચાં તે કઈ જમીનથી અર્ધ તસુ પણ ઊંચાં નહિ એવાં, કોઈ કાંટાવાળાં તે કોઈ કમળ, કેઈ સુગંધમય પુષ્પવાળાં તે કઈ વાસવિનાનાં અથવા દુર્ગધવાળાં, કેઈ નાનાં પાંદડાંવાળાં તે કઈમેટાં પાંદડાંવાળાં, કઈ પ્રાણીઓને પોષણ આપનાર તે કોઈ તેમને જીવ લેનાર, કેઈ ઉનાળામાં ઊગનાર તે કઈ શિયાળામાં ઊગનાર, કોઈ ચોમાસામાં ઊગનાર તે કઈ પાણી વિનાના રેતીના રણમાં ઊગનાર, કઈ પ્રકાશમાં ઊગનાર તે કોઈ પ્રકાશમાં
Page #102
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૯૩ મરી જનાર, કઈ અંધારામાં વૃદ્ધિને પામનાર તે કઈ અંધારામાં સુકાઈ જનાર શાથી હોય છે ? વૃક્ષોના ગુણધર્મ-આકાર વગેરેમાં આવો ભેદ ક્યા પ્રબળ હેતુથી થાય છે
૧૧૩. વૃક્ષોની ઉત્પત્તિનું, પિષણનું, તથા વૃદ્ધિનું મૂળ કારણ જે પૃથ્વી, જળ, વાયુ, પ્રકાશ, તથા ગ્રહો એ સર્વ એક જ છતાં તેમાં આટલે બધે ભારે ભેદ પડી જવાનું કારણ અન્ય કેઈ નથી, પણ તેઓનાં બીજક છે. બીજકના ભેદથી વૃક્ષોના અસંખ્ય ભેદ પડી ગયા છે. પિષકતત્ત્વ એક જ છતાં બીજકરૂપ કારણના ભેદથી અસંખ્ય પ્રકારના ભેદ પડી ગયા છે.
૧૧૪. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ આદિ તો અનેક ગુણધર્મોને મહેદધિ છે. પ્રત્યેક બીજક તેમાંથી જે જોઈએ તે પિતાને માટે આકર્ષી લે છે. આ તમાંથી લીમડાનું અને ઈકવારણાનું બીજ, કડવા અણુઓને આકર્ષી કડવા વિજેવા લીમડાને અને ઇકવારણાને રચે છે, આંબાને ગેટલે અને કેળનું બીજ મધુર અણુઓને આકર્ષી અમૃત જેવી મિષ્ટ કેરીઓ તથા કેળાં સજે છે, આંબલીને ચૂકે તથા લિંબુનું બીજક ખાટા અણુઓને ખેંચી દાંતને ખટવી નાખે એવી આંબલી તથા લિંબુને બનાવે છે, અને ગુલાબ તથા મેગરાનાં બીજકે સુગંધમય પરમાણુઓને આકર્ષી મગજને ભારે પ્રસન્નતા ઉપજાવનાર ગુલાબ તથા મેગરાનાં પુપની રચનાને કરે છે. પૃથ્વી આદિ તોમાં સર્વ ભર્યું છે; ખેંચનાર બીજક પિતાના સ્વભાવ પ્રમાણે જેવું ખેંચે છે, તેવું તેને મળે છે.
૧૧૫. કુદરત આખા વિશ્વમાં એક જ નિયમે પ્રવર્તે છે, અને તેથી કરીને વનસ્પતિના અસંખ્ય ભેદ હવામાં જે મહાનિયમનું સામ્રાજય જોવામાં આવે છે, તે જ નિયમ કુદરતની અન્ય સૃષ્ટિ જે પ્રાણીઓની છે, તેમાં પણ પ્રવર્તે છે. કા સુંદર આકૃતિવાળો છે અને કદરૂપે છે, ન ઊંચે છે અને ઘ ઠીંગણે છે, જ મૂર્ખ છે અને છે વિદ્વાન છે, = સદ્દગુણી છે અને દુર્ગણી છે, સ ધનવાન છે અને ૪ નિર્ધન છે, શુરવાળો છે અને ૪ બીકણબિલાડી છે, ત ઉદ્યોગી છે અને થ આળસુ પથરે છે, એવા મનુષ્યોમાં આકૃતિના, સ્વભાવના, ગુણના અને સ્થિતિ આદિના અસંખ્ય ભેદો હોવામાં પણ મનુષ્યના બીજકેને ભેદ એ જ કારણ છે. ફળને ભેદ બીજક ભેદ હેવા વિના હેઈ શકતો નથી.
૧૧. વૃક્ષ જેમ પોતાનું પેષણ, વૃદ્ધિ વગેરે પૃથ્વી, જળ, વાયુ, સૂર્ય આદિમાંથી મેળવે છે, તે જ પ્રમાણે મનુષ્યો પણ પિતાનું પિષણ, વૃદ્ધિ આદિ
Page #103
--------------------------------------------------------------------------
________________
[શ્રીવિધવંદવિચારરત્નાકર એ જ તોમાંથી મેળવે છે. પરંતુ વૃક્ષે અને મનુષ્યમાં ભેદ છે. વૃક્ષોને ભેદ કેવળ તેઓના સ્થલ શરીરના ભેદવડે મનુષ્ય જાણે છે; મનુષ્યોને ભેદ તેઓના સ્થલ શરીરમાં હોવા ઉપરાંત તેઓની વિવિધ ક્રિયાવડે હોય છે. વૃક્ષામાં જ્યારે એકલું સ્થલ શરીર જ પોષણ, તથા વૃદ્ધિ વગેરેને પામતું જણાય છે, ત્યારે મનુષ્યમાં સ્થળ શરીરની વૃદ્ધિ તથા પિષણ થવા ઉપરાંત માનસિક શરીરની તથા આધ્યાત્મિક શરીરની વૃદ્ધિ તથા પોષણ થતાં અનુભવમાં આવે છે. વૃક્ષોનું
જ્યારે એકલું સ્થલ શરીર ક્રિયા કરતું હોય છે, અને તેમનાં માનસિક તથા આધ્યાત્મિક શરીરે ગાઢ સુપ્તિમાં હોય છે, ત્યારે મનુષ્યોનાં તે ત્રણે શરીરમાં ક્રિયા વગેરેના ભેદે જણાય છે. મનુષ્યોનાં આ માનસિક તથા આધ્યાત્મિક શરીરને પોષણ આપનાર, વક્ષને પોષણ આપનારજે પૃથ્વીજળ વગેરે તો છે, તે ઉપરાંત એક ભિન્ન તત્વ છે, અને તે તત્વ તે પરમતત્વ અથવા પરમાત્મા છે.
૧૧૭. જેમ પૃથ્વી આદિ તરમાં અસંખ્ય ગુણધર્મો રહ્યા હોય છે, તેમ આ પરમતત્વ અથવા પરમાત્મામાં અસંખ્ય ગુણધર્મો રહ્યા છે, અને તેથી જ શાસ્ત્ર તથા સત્યુ પરમાત્માને અનંતશક્તિસંપન્ન કહે છે. જેમ પૃથ્વી આદિ તમાંથી બીજકે પોતાની જાતિના પ્રમાણમાં તેમાંથી ખાટા, ખારે, તીખો, વગેરે રસ ખેંચી તેવાતેવા ગુણધર્મોવાળાં ફળને પ્રકટાવે છે, તેમ આ અનંતશક્તિસંપન્ન પરમતવમાંથી મનુષ્યો પિતાને પ્રાપ્ત બીજકના પ્રમાણમાં સારાં અથવા કરતાં. ચોગ્ય અથવા અયોગ્ય ગુણધર્મવાળાં બળને આક્ય તેવાં તેવાં ગુણધર્મો વાળાં ફળનો અનુભવ કરે છે. વસ્તુતઃ પૃથ્વીને લીમડાને કડવો કરવાની અને આંબાને ગળે કરવાની પક્ષપાતબુદ્ધિ હોતી નથી; તે બીજક પિતે જ પિતાની મળે કડવો તથા ગળે રસ આકર્ષી કડવાં તથા ગળ્યાં ફળને ઉપજાવવામાં કારણ હોય છે, તેમ મનુષ્યોને કાળા કે ગોરા, ઊંચા કે નીચા, મૂર્ખ કે વિદ્વાન, દરિદ્ર કે ધનવાન–એમ વિવિધ ભેટવાળા કરવાની પક્ષપાતબુદ્ધિ પરમાત્મામાં છે નહિ, પણ મનુષ્યો પિતે જ પિતાની મેળે સર્વ ગુણધર્મના મહેદધિ પરમાત્મામાંથી તે તે ગુણધર્મ તથા સ્થિતિને પ્રાપ્ત કરી લે છે.
૧૧૮. જે બીજકડે મનુ પરમાત્મામાંથી નિર્ધન સ્થિતિરૂપી ધનવાન સ્થિતિરૂપી, વિદ્વાનની સ્થિતિરૂપી કે અવિદ્વાનની સ્થિતિરૂપી, અને એવી જ અસંખ્ય પ્રકારની ભિન્ન ભિન્ન સ્થિતિઓરૂપી રસને આકર્ષીને, નિર્ધન કે ધનવાન, વિદ્વાન કે અવિદ્વાન, રેગી કે નરેગ થાય છે, તે બીજકને સશાસ્ત્રો
Page #104
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
તથા મહાપુ “મને એ નામથી ઓળખે છે. “મન” એ નામનું બીજક મનુયોની વિવિધ સ્થિતિઓમાં હેતુ હોય છે. જેમ વનસ્પતિનાં અસંખ્ય બીજકે, જે મૂળ તનાં (પાણી, અગ્નિ, પૃથ્વી, વાયુ) બનેલાં છે તે તો સર્વ બીજકોમાં એક જ હોય છે, પણ તે તોનાં પ્રમાણમાં તથા સંયોગમાં ભેદ થવાથી અસંખ્ય પ્રકારના બીજકમાં ભેદ પડી જાય છે અને તેથી જુદાં જુદાં વૃક્ષો ઉગે છે, તેમ સર્વ મનુષ્યોનાં મન, જે તત્ત્વોમાંથી બને છે, તે તો એક જ પ્રકારનાં હોવા છતાં, મનુષ્યોએ પિતાની ભિન્ન ભિન્ન ક્રિયા વડે આ મનના અસંખ્ય ભેદ પાડી નાંખ્યા છે, અને તેથી તેઓની અસંખ્ય પ્રકારની ભેદવાળી સ્થિતિ જોવામાં આવે છે.
૧૧૯. ફળમાત્રને ઉત્પન્ન કરનાર કારણ ક્રિયા હોય છે અને ક્રિયાનું મૂળ કારણું મન હોવાથી, ફળને ઉત્પન્ન કરનાર મન જ છે, એ સિદ્ધ થાય છે. લાકડાંને એક મેટો ભારે ચીરવાની ક્રિયા કરનાર, લાકડાં ચીરનાર મનુષ્યના હાથ છે, પરંતુ તે હાથને, ચીરવાની ક્રિયા કરવા માટે પ્રેરનાર મન છે. મનને અભાવ હોય છે, ત્યાં હાથ કે કોઈ અવયવ ક્રિયા કરી શકતા નથી. મુડદામાં મનને અભાવ હોવાથી, તથા નિદ્રામાં પડેલા મનુષ્યનું મન અજ્ઞાનના પડદામાં વીંટળાયેલું હોવાથી શરીર ક્રિયા કરવા અસમર્થ હોય છે; અર્થાત ક્રિયાનું કારણ મન હોવાથી સુખ અથવા દુખારૂપ ફળને પ્રકટાવનાર મન જ છે, એ સિદ્ધ છે. સુખ અથવા દુઃખના મધુર અથવા કટ, અસંખ્ય પ્રકારનાં ફળે જે બીજક આપે છે, તે બીજક મનુષ્યનું મન છે.
૧૨૦. અને આમ છતાં સર્વોત્તમ સુખને ઇચ્છનાર મનુ પ્રાણીને મટે. ભાગ, આ મનની કેટલી થોડી કાળજી રાખે છે? પ્રાતઃકાળથી તે જાગ્રત થાય છે, ત્યારથી તે નિદ્રામાં અસાવધ થાય છે ત્યાં સુધી તે કેવી ક્રિયાઓમાં જોડાયેલું રહે છે, તે પ્રતિ મનુષ્યો કેટલું થોડું લક્ષ રાખે છે? સુખને પ્રાપ્ત કરવાના અને દુઃખને દૂર કરવાના અસંખ્ય બહારના ઉપાયો કરે છે, પણ મનને સુધારવાનો જે સાચો અને સફળ ઉપાય, તેને સેવવામાં તેઓ કેટલી અસાવધાનતા રાખે છે? વૃક્ષની શાખા અને પત્રને રમણીય કરવા તેઓ પ્રયત્ન સેવે છે, પણ જેમાં જળ સિંચવાથી તેઓ રમણીય અને પ્રફુલ્લ થાય છે, તે મૂળપ્રતિ તેઓ બેદરકારી રાખી, તેઓ તેને સડી જવા તથા ઉધઈ લાગવા દે છે.
૧૨૧. જેમ બીજકમાં જેવા પ્રકારના તને સંગ થયો હોય છે, તે સગપ્રમાણે તેનાં મૂળ જમીનમાં નંખાય છે, અને તે મૂળ પછી પૃથ્વીમાંથી
Page #105
--------------------------------------------------------------------------
________________
૬
[ શ્રીવિધવ‘વિચારરત્નાકર
પોતાના સ્વભાવ પ્રમાણેના રસ આકર્ષે છે, તેમ મનુષ્યાએ મનને જે પ્રકારનું કેળવ્યું" હાય છે, તે પ્રમાણેના વિચારાને તથા ક્રિયાને તે સેવે છે, અને તે વિચાર તથા ક્રિયાવડે પરમાત્મામાંથી ફળને પ્રાપ્ત કરી લે છે. જેમ બાવળનું ખીજક ખાવળ ઉપર કાંટા જ આણે છે, કેળની કામળતા આણતું નથી, તથા ફળમાં પરડા ઉપજાવે છે, પણ કેળાંને ઉત્પન્ન કરતું નથી, તેમ મનના અયાગ્ય વિચારા તથા તે વડે થતી વાણીની તથા શરીરની અયોગ્ય ક્રિયા તનનાં, ધનનાં, તથા માનસિક ઊંચાં સુખાને પ્રકટાવતી નથી, પરંતુ દુઃખાતે જ પ્રકટાવે છે.
૧૨૨. યોગ્ય ક્રિયાઓમાં મનને સદા જોડાયલુ રાખવું, એ જ આ જગમાં મનુષ્યાનું કવ્ય છે. નિશાળામાં અને પાઠશાળાઓમાં પ્રાથમિક અને ઊઁચી કેળવણી લેઈ ને, વિદ્યાના, કળાના અને તત્ત્વજ્ઞાનના ગ્રંથાના ભારે અભ્યાસ કરીને, અને તત્ત્વજ્ઞ મહાપુરુષોના સમાગમ કરીને અને તેમના ઉપદેશા શ્રવણુ કરીને, જે કરવાનું છે, તે એ જ છે કે મન નિરંતર શુદ્ધ વિચારમાં, તથા શુદ્ધ ક્રિયામાં જોડાયલુ રહે, એવુ બળ પ્રાપ્ત કરવું.
૧૨૩. ક્રિયા સુખ અથવા દુઃખ એ એમાંથી એક ફળને પ્રકટાવે છે. સુખના વ્યાવહારિક સુખ તથા પારમાર્થિક સુખ એવા એ ભેદ હોવાથી વ્યાવહારિક સુખને પ્રકટાવનારી ક્રિયા, શુદ્ધ ક્રિયા, ગણાય છે, અને પારમાર્થિક સુખને પ્રકટાવનારી ક્રિયા સર્વાંત્તમ શુદ્ધ ગણાય છે; અને દુઃખને પ્રકટાવનારી ક્રિયા અશુદ્ધ જ ગણાય છે.
૧૨૪. મનુષ્યના મોટા ભાગપ્રતિ દૃષ્ટિ નાંખી જોઈશું તો સ્પષ્ટ થશે કે તે દિવસના અષ્ટ પ્રહરમાં ધણા જ થોડા સમય સર્વાંત્તમ શુદ્ધ ક્રિયામાં ગાળતા હાય છે, ક'ઈક સમય શુદ્ધ ક્રિયામાં ગાળે છે, અને પુષ્કળ સમય અશુદ્ધ ક્રિયામાં ગાળે છે. તેઓ એકલા હાય છે ત્યારે તેઓનું મન ક્વચિત જ સદ્વિચારને સેવતું હાય છે. મિત્રોમાં બેસે છે ત્યારે તેઓ કાઈ પણ વ્યવહારનું કે પરમાનું ઉત્તમ ફળ ન પ્રકટે, એવી નિર્માલ્ય વાતો અને વિચારોમાં કલાકોના કલાકા ગાળી નાંખે છે. તેઓ પોતાના ઉપર સુગ ંધમય મનોહર ગુલાબનુ પુષ્પ આવે કે સ્વાદિષ્ટ આફૂસની કેરી આવે એવા રસ પૃથ્વીમાંથી આકતા નથી, પણ ઈંદ્રવારણાનાં કડવાં ફળ ઉત્પન્ન થાય એવા રસ આકર્ષે છે; અને આ પ્રમાણે વ્યવહારના ઉત્તમ સુખને કે પરમાર્થીના સત્સુખને અનુભવ્યા વિના કાળે કરીને મરણને વશ થાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશ ]
૧૨૫. વ્યવહારનાં કે પરમાર્થનાં સર્વોત્તમ સુખ મળે, એવાં સાધન પરમકૃપાળુ પરમાત્માએ તમને આપ્યા છતાં શા માટે તે સાધનોનો ઉપયોગ કરવામાં પ્રમાદને સેવો છો, અને “મારું દુઃખ ટળતું નથી” એવી બૂમો પાડ્યા કરે છે ? ઘડો, દોરડું અને વિો પ્રાપ્ત છતાં તથા બે હાથ, નેત્ર અને જળને કૂવામાંથી ખેંચવાનું સામર્થ્ય પ્રાત છતાં, તૃષાના દુઃખની બૂમો જેમ કઈ અજ્ઞાન મનુષ્ય પાડે, તેમ દુઃખના રાત્રિદિવસ પિકાર શા માટે પાડ્યા કરે છે, અને જ્યાં ત્યાં સુખના ઉપાય પૂછડ્યા કરે છે ? નિશ્ચયપૂર્વક માને કે દુઃખ પિતાના પ્રયત્નવિના અન્ય કોઈ ઉપાયે ટળતું નથી. બીજા મનુષ્યો દુઃખ ટાળવાની યુક્તિ માત્ર આપે છે; પરંતુ યુતિને સેવવાનું કામ તેમનું નથી. જેને દુઃખને ટાળવાની ઈચ્છા હોય છે, તે મનુષ્ય પોતે દુઃખને ટાળવાની યુક્તિને સેવવી જ પડે છે. ધ ટાળવાને માટે ભૂખ્યા મનુષ્ય પોતે અન્ન ખાવું જ જોઈએ. બીજા મનુષ્યના અન્નના ગ્રહણ કરવાથી ક્ષુધાતુરની સુધા ટળતી નથી. આવો સર્વસામાન્ય નિયમ વિશ્વમાં પ્રસિદ્ધ છતાં દુઃખ ટાળવાને માટે અન્યના ઉપર આધાર રાખવાની કુટેવ, જે બીજું કંઈ જ નથી પણ એક પ્રકારની આળસ જ છે, તેને શા માટે સેવ્યા કરે છે ? બ્રહ્માંડમાં કે બ્રહ્માંડની બહાર-ગમે ત્યાં-જોશે, તે પણ તમને સુખ કે દુઃખનું કારણ મનવિના અને તે દ્વારા થતી યોગાયોગ્ય ક્રિયાવિના અન્ય કશું જ જડવાનું નથી. પ્રારબ્ધથી સુખદુઃખ આવે છે કે પુરુષાર્થથી સુખદુઃખ આવે છે, ગમે તે કારણથી સુખદુઃખ આવે છે, એમ માને, પણ પ્રારબ્ધનું કે પુરુષાર્થનું સર્વનું મૂળ મન જ છે. મનવિના સુખદુ:ખનું કારણ અન્ય કઈ છે જ નહિ. આમ છે તે પછી શા માટે મનને જ અનુકૂળ કરવાનો એક જ ઉપાયને સેવતા નથી, અને નકામાં ફાંફાં માર્યા કરે છે ?
૧૨૬. ઘરમાં કે બહાર, જ્યાં જ્યાં દષ્ટિ નાંખી જોઈએ છીએ ત્યાં ત્યાં અસંખ્ય મનુજો મનના તરફ જે અસાધારણ બેદરકારી બતાવે છે, તે જોઈ તેઓની દુઃખી અવસ્થાથી આશ્ચર્ય થતું નથી. સુખ કે દુઃખના ઊપજવા સાથે આ મનને જાણે કશે જ સંબંધ ન હોય તેમ તેઓ વર્યા કરે છે. ગમે તેવા વિચારોને મનમાં પ્રવેશવા દેતાં તેઓને જરા પણ સંકેચ થતું નથી. જમવા બેઠા હોય ત્યાં એક કૂતરું આવે તે તેઓ લાકડી લઈને ઊભા થાય છે, ઢેડની કે ભગિયાની છાયા પડે તે ખાવાનું સઘળું ફેંકી દે છે, અને તત્કાળ સ્નાન કરે છે, પરંતુ શ્વાન, દે કે ભંગિયાના પર્શથી થતી હાનિકરતાં અનંતગુણ હાનિને
૧૩
Page #107
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવિશ્વવંદવિચારરત્નાકર
કરનાર અયોગ્ય વિચારેની મેટી ચાંડાલની સેનાને પિતાના પવિત્ર હૃદયમંદિરમાં પ્રવેશતી જોઈને તેમને લેશ પણ કમકમી આવતી નથી, પણ ઊલટા તેઓ આ ચાંડાલેને પિતાના હૃદયમાં પ્રવેશતાં પુષ્પવડે વધાવી લે છે. તેઓ બાહ્ય મળને હાથને સ્પર્શ થતાં સાત વાર માટીથી તેને ધુએ છે, અને દિવસમાં દશ વાર નદીમાં ડૂબકાં મારે છે, પરંતુ પિતાના હૃદયમંદિરમાં અયોગ્ય વિચારરૂપી મળના ટોપલાઓને પિતાની મેળે જ લાવી લાવીને નાંખે છે. અમુક સમયે મન કેવા વિચાર કરે છે, અને તે વિચારેને અનુસરીને ઈન્દ્રિયો કેવી ક્રિયા કરે છે, તેનું તેમને જરા પણ ભાન હોતું નથી. છાણના ઉકરડામાં આળોટતાં છતાં, જેમ દારૂના પીનારને તેના નઠારા વાસનું ભાન હેતું નથી, તેમ તેઓને પિતાના હૃદયમંદિરની ભ્રષ્ટતાનું ભાન હેતું નથી.
૧૨૭. આ અવિવેકી મનોનું મન જડ વિષયોમાં આખો દિવસ રમણ કર્યા કરે છે. ઘણા મનુઓ નવરા પડે છે ત્યારે ખાવાની વાતમાં જ કલાકના કલાક ગાળી નાંખે છે. ફલાણે દિવસે શિખંડ બહુ સારો થયો હતો, અને અમુક દિવસે પૂરણપોળી બહુ સારી થઈ હતી, સુરતની બરણીની બલિહારી છે, અને વડોદરાની જલેબી અને ચેવડા આગળ સઘળું રદ છે, અમારે ત્યાં બટાકાનું શાક સારું થાય છે, અને ફલાણાને ત્યાં કદી સારી થાય છે, આ અને આવી અસંખ્ય પ્રકારની ખાવાની વાતમાં જ તેઓ જીવનનું સાર્થક માને છે. આજે આઈસક્રીમ બનાવ્યું હોય તે શરીરમાં ઠીક ઠંડક થાય, અથવા ફાલસાનું કે લીંબુનું શરબત પીધું હોય તે આ ઉકળાટ કંઈક શમે, આ અને એવા જ બીજા વિચારોમાં તેઓને અત્યંત આનંદ ભાસે છે. ચાર જણ એકઠા મળ્યા હોય છે, તે આવી વાતેમાં તેઓ કલાકના કલાક ગાળી નાખે છે; અને આઇસક્રીમ બનાવવાના પૈસા હેય છે તે બાર વાગતાથી ચાર વાગતા સુધી તેના જ હલ્લામાં, કઈ મહાભારત કાર્ય આરંળ્યું હોય તેની પેઠે ઘૂમ્યા કરે છે. હમણાં આઇસક્રીમ થશે, અને તેને ખાઈને સ્વર્ગને અમૃતપાનથી પણ અધિક આનંદને ભોગવીશું, એવા વિચારમાં પ્રફુલ્લ વદને આમથી તેમ ઘૂમઘૂમ કરે છે. અહહ ! અજ્ઞાનનું સામ્રાજ્ય મનુષ્યોના હૃદયમાં કેવું પ્રબળપણે વ્યાપી ગયું છે !
૧૨૮. મનની અને શરીરની આ ચાર કલાકની ક્રિયા, જે ફળના ભાગને માટે મનુષ્યો આમ સ્થળે સ્થળે સેવે છે, તે ફળ, તેને પ્રાપ્ત કરવા માટે ગાળેલો સમય અને શ્રમના પ્રમાણમાં શું જોઈએ એટલું હોય છે? આ ચાર કલાકને આથી વધારે સારે ઉપયોગ શું મનુષ્ય પ્રાણી કરી શકે એમ નથી? પેટમાં ઠંડક
Page #108
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ] ઊપજવા જેવા ક્ષણિક સુખને માટે, સમયને આવો દુરુપયોગ, પશુથી પિતાને શ્રેષ્ઠ માનનાર મનુષ્યપ્રાણીને શું શોભા આપનાર ગણી શકાય એમ છે? અને આમ છતાં આવી અસંખ્ય ક્રિયાઓમાં મનુષ્યો, કટિ દ્રવ્ય આપતાં પણ ન મળે એવા મેધા આયુષને પથરાની પેઠે ખર્ચી નાખે છે. સર્વ સુખના મૂળ મનરૂપી હીરાને તેઓ ધૂળમાં રગદોળે છે. ખાવાપીવામાં, લગ્નને અને જ્ઞાતિભોજનના ઉત્સવોમાં દિવસના દિવસો કેડીના મૂલ્ય ખરચી નાખે છે. અને આ સર્વેનું પરિણમી ફળ કશું જ હોતું નથી, પણ માત્ર જીભને ક્ષણિક આનંદ હોય છે. ચિરસ્થાયી વાસ્તવિક સુખને તેમાં ગંધ પણ હોતા નથી.
૧૨૮. આવા વિચારોમાં અને આવી ક્રિયામાં નિરંતર જોડાતું રહેતું મન ઉચ્ચ સુખને શી રીતે અનુભવ કરે ? ખાળકૂડીના મલિન જળને ઉછાળી અત્તરના સુવાસને શી રીતે ગ્રહણ કરે? વિષ્ટાને શરીરે લેપ કરી ચંદનના લેપનું સુખ શી રીતે અનુભવે? રેતીને ચાવી સાકરને સ્વાદ શી રીતે ગ્રહણ કરે ? અને તે પણ અસંખ્ય મનુષ્ય આવી ક્રિયાઓ કરતા છતાં સુખને ઈચ્છે છે. બાવળને વાવે છે, અને આમ્ર ઉપર ઊગતી કેરીઓ વેડવા આશા રાખે છે, અને કરીને બદલે કટ આવેલા જોઈને, કેરી કેમ ન આવી, એવા શોકના ઉદ્દગારે કાર્યો કરે છે.
૧૩૦. મનને યોગ્ય વિચારમાં જોડે, અને ઈદ્રિયોને યોગ્ય ક્રિયામાં પ્રવર્તાવે. એ જ સુખને ખરે ઉપાય છે. પાંચ મિનિટ કે પા કલાક યોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયામાં ડે, એટલું જ પૂર્ણ નથી, પણ અષ્ટ પ્રહર ચોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયામાં ડે. સંતત દીર્ઘ કાળને પ્રયત્ન જ સુખને આપે છે.
૧૩૧. વિચાર અને ક્રિયા એ મનરૂપી વૃક્ષનાં મૂળ છે. જેમ વૃક્ષનાં મૂળ, ભૂમિમાંથી રસ ચૂસે છે, તેમ મનવૃક્ષનાં વિચાર અને ક્રિયારૂપી મૂળ, સુખ અથવા દુઃખરૂ૫ ફળને ઉત્પન્ન કરનાર રસને સર્વત્ર વ્યાપી રહેલા પરમતત્વમાંથી ચૂસે છે. યોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયારૂપી મૂળ સુખરૂપ ફળને પ્રકટાવનાર રસને આકર્ષે છે; અયોગ્ય ક્રિયા અને અયોગ્ય વિચાર, દુઃખરૂપ ફળને પ્રકટાવનાર રસને આકર્ષે છે. સુખ જોઈતું હોય તે યોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયાને સેવ, દુઃખ જોઈતું હોય તે અયોગ્ય વિચાર અને અયોગ્ય ક્રિયાને સે. તમે જ પિતે પિતાને તારનાર છો. તમે જ પિતે પિતાને મારનાર છો. તમારા શુદ્ધ વિચાર તથા ક્રિયા તમને તારે છે, તમારા અશુદ્ધ વિચાર તથા ક્રિયા તમને મારે છે. સુખદુઃખની કૂંચી તમારા હાથમાં છે, અને તે બીજી કોઈ નથી, પણ મન જ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
૧૩૨. પ્રત્યેક ક્ષણે સાવધાન રહી મનની તથા શરીરની ક્રિયાને જુઓ. અમુક વિચાર તથા અમુક ક્રિયા કર્યું ફળ આપશે, તે વિષે નિર્ણય કરે. તમારા વિચાર તથા ક્રિયા તમારા મનુષ્યત્વને ન છાજતાં જણાયે તત્કાળ તેથી નિવૃત્ત થાઓ. કામ, ક્રોધ, ચિંતા, ભય આદિ અયોગ્ય વિચારની તથા તે વડે થતી અયોગ્ય ક્રિયાએની જાળમાં મનને બાંધીને રાખો. ઈશ્વરચિંતન, તત્વવિચાર, શ્રદ્ધા, નિર્ભયતા, પ્રસન્નતા, શાસ્ત્રાભ્યાસ આદિ શુદ્ધ વિચારે તથા શુદ્ધ ક્રિયાના આકાશમાં મનને ઊડવા દો. પશુપણાને ઓળંગી તમે મનુષ્યપણુમાં આવ્યા છે, તે પશુપણામાં પાછી ન જાઓ, પણ મનુષ્યપણામાં રહીને તેથી પણ ઊંચું જે દેવપણું અથવા ઈશિપણું અથવા બ્રહ્મપણું તેમાં જવાનો પ્રયત્નશીલ થાઓ. શુદ્ધ વિચાર અને શુદ્ધ ક્રિયા એ દેવત્વ, ઈશિત્વ, અને બ્રહ્મત્વને અનુભવવાને રાજમાર્ગ છે.
૧૩૩. મનુષ્યોને મોટો ભાગ, વિવિધ ક્ષેશ તથા દુઃખથી પ્રજળ, તથા સુખ અને અભ્યદયને ઈચ્છતે છતાં પણ તે ઉભયથી રહિત રહે તે જોઈને મને આશ્ચર્ય થતું નથી. જેની જેવી યોગ્યતા હોય છે તેના પ્રમાણમાં જ તેને સુખ મળે છે. યોગ્યતાથી અધિક સુખ કઈને કદી પ્રાપ્ત થયેલું પૂર્વે કદી અનુભવમાં આવ્યું નથી, અને ભવિષ્યમાં અનુભવમાં આવશે નહિ.
૧૩૪. કર્મને અનુલ્લંધનીય નિયમ સર્વત્ર વ્યાપી રહ્યો છે. જે મનુષ્ય જે પ્રકારનું કર્મ કરે છે, તે પ્રકારનું જ ફળ તેને પ્રાપ્ત થાય છે. આકડો વાવનાર આમ્રફળને તે નથી, અને આંબે વાવનારને બાવળિયાની શૂળો વાગતી નથી. દુષ્કર્મ કરીને સુખાનુભવ કરવાની આશા રાખનારની આશા કપે પણ સફળ થતી નથી, અને સક્રિયા કરનારને દુઃખ અથવા દુઃખનું ભય કાળાંતરે પણ વ્યથિત કરતું નથી. કર્મ પિતાના યોગ્ય અથવા યોગ્ય પ્રકાર પ્રમાણે જ સુખ અથવા દુઃખરૂપ ફળ અવશ્ય પ્રકટાવે છે જ. આ નિયમમાં અપવાદના પ્રવેશનો ત્રિકાળ અસંભવ છે.
૧૩૫. મનુષ્ય ઉત્તમ કર્મને આશ્રય ગ્રહણ કરતા નથી, અર્થાત સદુદ્યોગને સેવતા નથી અને સુખની ઈચ્છા રાખે છે, તે શી રીતે સફળ થાય ?દીપક પ્રકટાવવાને પ્રયત્ન સેવ્યા વિના અંધકાર શી રીતે ટળે? પાકની સામગ્રી પ્રયત્નથી સંપાદન કર્યા વિના અને ચૂલો સળગાવી રસેઈ કર્યા વિના સુધાની નિવૃત્તિ શી રીતે થાય? ન જ થવી સંભવે, એમ સર્વ મનુષ્ય કહે છે, અને તે પણ તેના તે જ મનુષ્યો પિતાને ઈષ્ટ અર્થ જે સુખ તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવામાં આળસ અને પ્રમાદ સેવે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૦૧
૧૩૬. હજાર મનુષ્યોના સમૂહમાં વાત કરવામાં કુશળ એવા ૯૯૯ મનુષ્ય અથવા પૂરેપૂરા હજાર મનુષ્યો પણ મળી આવે છે, પરંતુ પ્રયત્ન કરનાર એક પણ મળવો બહુ દુર્લભ થઈ પડે છે. આમ કરવાથી અમુક ફળ થાય છે, અને અને તેમ કરવાથી ફલાણું સુખ મળે છે. એ પ્રમાણે છાતી ઠોકીને કહેનારા હજારે મનુષ્યોને તે નથી; પણ પ્રયત્ન કરીને તે વર્ણવવામાં આવતા ફળને અથવા સુખને પિતાનામાં પ્રકટાવ્યું હોય એવો એક પણ મનુષ્ય હજારોમાંથી પણ મળતો નથી. સાપ જાય અને લિસોટા રહે તેમ પ્રજામાંથી પ્રયત્ન–સાચે પ્રયત્ન જ રહ્યો છે, અને વાત રહી છે. સાચે સર્પ જે કરી શકે છે, તે લિસોટા જેમ કોઈ કાળે પણ કરી શકતા નથી તેમ શુદ્ધ પ્રયત્ન જ કરી શકે છે, તે વાતે કદી પણ કરવા સમર્થ થઈ શકતી નથી.
૧૩૭. મારા પ્રવાસમાં, એક પ્રસંગે મારે કેટલાક મનુષ્યોના સમુદાયમાં કેટલેક કાળ સ્થિતિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો. આ મનુષ્ય પ્રાતઃકાળથી ઊઠતા ત્યારથી તે રાત્રીએ શયામાં સૂતા ત્યાં સુધીમાં પિતાને અભ્યદય થાય એવો શુદ્ધ પ્રયત્ન કવચિત જ સેવતા જણાતા. તેઓ તેમણે રચેલા ઉપવનમાં આખો દિવસ બેસી રહેતા, અને સ્વભાવથી નીકળતી અત્યંત તુચ્છ વાતમાં પિતાના મનને જોડતા આખો દિવસ વ્યતીત કરતા. સ્વાદેન્દ્રિયને પ્રસન્ન કરવાની નવી નવી યુક્તિઓ તેઓ રચતા, અને તેની સિદ્ધિ થતી ત્યારે તેમને બત્રીસે કોઠે દીવા પ્રકટેલા જણાતા, અને તેમનો તે દિવસ સફળ થયો હોય તેમ તેઓ સમજતા. કોઈ દિવસ તેઓ લીંબુનું, નારંગીનું, દાડિમનું, ફાલસાનું કે બદામનું શરબત કાઢતા, તે કઈ દિવસ આઈસક્રીમ બનાવીને તેઓની અસંતુષ્ટ વૃત્તિને સંતુષ્ટ કરતા. કોઈ દિવસ બરફી, પેંડા, જલેબી, હલવો, ચેવડો વગેરે પદાર્થોના સેવનવડે પિતાના આનંદની કળાને ખીલવતા, તે કોઈ દિવસ, રસરોટલી કે બિરંજપૂરી, કે શિખંડપૂરી વગેરે ભજનવડે તેઓનાં સંકેચાતાં હૃદયકમળને વિકસિત કરવાને પ્રયત્ન સેવતા. કવચિત રાગતાનમાં મસ્ત રહેતા, તે કવચિત નાટકે જોવામાં જ અનેક રાત્રીએ વ્યતીત કરતા. આવી નિષ્ફળ અથવા યથાર્થ કહીએ તે ભવિષ્યમાં દુઃખને પ્રકટાવનારી ક્રિયાઓમાં તેઓ પોતાના જીવનને મુખ્ય ભાગ ગાળતા. અને આમ છતાં આ મનુષ્ય બુદ્ધિહીન હતા એમ ન હતું. તેમાંના કેટલાકે તે ઉચ્ચ શિક્ષણ લીધું હતું. કેટલાક ઉત્તમ ગ્રંથકાર હતા. કેટલાક ઉત્તમ કવિ હતા. કેટલાક સારા વક્તા હતા. તેમાંના એકેએક મનુષ્ય તેમણે સ્થાપેલી એક સભામાં અનુક્રમે વ્યાખ્યાન આપતો હતો. તેમનાં વ્યાખ્યાન શ્રવણ કરવાને
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર મારે પણ વેગ આવતું હતું. “આયુષનું સાર્થક્ય શી રીતે કરવું ?” “સમયને સદુપયોગ ન કરવાથી કેવી ભયંકર હાનિ થાય છે, “અભ્યદયના ઉપાયો, સુદઢ આરોગ્ય શી રીતે પ્રાપ્ત કરવું, “શુદ્ધ વિચાર સેવવાની પ્રત્યેક મનુષ્યને અનિવાર્ય અગત્ય છે.” “આળસ અને પ્રમાદથી થતા અલાભ તથા ઉદ્યોગના લાભ” વિષયલેલુપતા સર્વ મનુષ્યોએ ટાય છે,’ ‘બાહ્ય શૌચ તથા આંતર શૌચ,” ઈશ્વરભક્તિનું માહાતમ્ય, “સુખકે સંયમ જ સેવ્ય છે.' જીવન મુક્ત કેને કહેવા.” “નાટક જેવાથી થતાં નુકસાન, કર્તવ્ય, પ્રાપ્તવ્ય અને જ્ઞાતવ્યનું સ્વરૂપ, આ વગેરે અનેક ઉત્તમ વિષયો ઉપર જે ગાંભીર્યથી, વિદ્વત્તાથી, અને અંતઃકરણની લાગણીથી તેઓ વ્યાખ્યાન આપતા હતા, તે જોઈને તથા સાંભળીને કવચિત જ કોઈને શંકા થાય કે જનસમુદાયમાં જે બોધ તેઓ આપતા હતા તેથી કેવળ વિરુદ્ધ જ તેમનું ખાનગી જીવન હશે. તેઓના બોધને અને આચારને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હશે, એવું કવચિત જ કોઈને અનુમાન થાય. પરંતુ વસ્તુતઃ તેમ જ હતું. સમયના સદુપયોગનું વ્યાખ્યાન કરનાર, પ્રહરના પ્રહર માલવિનાના તડાક માર્યા કરતા અને મિતાહાર એ સુદઢ આરોગ્યને આપનાર છે, એમ લાંબા લાંબા હાથકરી શ્રોતાઓને દટાવવા પ્રયત્ન કરનાર ભેજનકાળ દૂધપાકના કે શિખંડના સાત સાત પડિયા ઉઠાવી જતા, અને ઉપર ઘીનું ભજન હોય ત્યારે બશેર સુધી વિષ્ણુ તેજ(ઘી)ની આહુતિ, પ્રાણાગ્નિહોત્રમાં એક સપાટે અપી દેતા. એ જ પ્રમાણે ભ્રાતૃભાવ રાખવાનું કે પ્રાણીમાત્રમાં સર્વાત્મભાવ રાખવાનું વ્યાખ્યાન કરનાર દિવસમાં સોવાર પિતાના સંબંધમાં આવનાર સાથે લડતા, તેમને કઠોર વચન સંભળાવતા અને ઘણે પ્રસંગે કેનિ દેના પુરાણની કથા, તેની અવિદ્યમાનતામાં સવારથી સાંજ સુધી ગાતા. સ્વલ્પમાં જે બેધ તેઓ અન્યને આપતા, તે બોધના મનહર રંગથી માત્ર તેમની વાણી જ રંગાયેલી જણાતી, પણ તેમનું અંતર કાળા કામળા જેવું જ તેમના વર્તનથી જયારે ત્યારે જોવામાં આવતું.
૧૩૮. પ્રિય વાચક ! આ ચિત્ર કેઈ અમુક વ્યક્તિઓનું છે, એમ જાણશે નહિ. એ મારું અને તમારું પિતાનું જ ચિત્ર છે. તમે અને હું આમ જ વતીએ છીએ. અન્યને બોધ આપતાં આપણે ગરુડ બની જઈ ગગનમાં ઉડીએ છીએ, પરંતુ તે બોધ પ્રમાણે વર્તન કરવાનું આપણને પિતાને પ્રાપ્ત થતાં આપણે કીડા થઈ છાણમાં અને માટીમાં આળોટીએ છીએ. બધ આપવામાં આપણે બહસ્પતિ બનીએ છીએ; બોધપ્રમાણે વર્તન કરવામાં આપણે વાણી અને વર્તનને ભેદ રાખનાર
Page #112
--------------------------------------------------------------------------
________________
વિચરત્ન રાશિ ]
૧૦૩ કઈ ધૂર્તનું પણ વિસ્મરણ કરાવીએ છીએ. આપણા ચાવવાના અને દેખાડવાના દાંત ભિન્ન ભિન્ન છે.
૧૩૯. મનુષ્યનું વાણીનું બળ વધ્યું છે; આચારમાં આમળા જેવડું મીઠું પડ્યું છે. વાણીમાં પ્રતાપનું કે પૃથુરાજનું શોર્ય વ્યાપી રહ્યું છે, માચારમાં પંથલીની કાયરતા છવાઈ રહી છે. વાણીમાં નાયાગરાના ધેધ જેવો પ્રબળ પ્રવાહ વહે છે; આચારમાં જળના બિંદુવિનાનું મારવાડનું કે કચછનું રેતીનું રણ દૃષ્ટિએ પડે છે. વાણીરૂપ મ્યાન, રત્ન તથા મૌક્તિકવડે અત્યંત સુશોભિત કર્યું છે; આચારરૂપ તરવાર, ખરા લેઢાની તીખી અસિ હોવાને બદલે મેરનું પીછું છે.
૧૪. મનુષ્યો જે જાણે છે તેને આચારમાં મૂકવામાં આળસ તથા પ્રમાદને સેવે છે, એ જ તેમની દુઃખી સ્થિતિને સ્થિર રહેવામાં હેતુ છે. જાણેલું આચારમાં મૂકવામાં આવતાં અભ્યદયનો રથ સ્ટીમ-એન્જિન સાથે જોડાય છે. જાણેલું આચારમાં મૂકવામાં ન આવતાં દુખના ખાડામાં ઊંધા વળી ગયેલા ગાડાને, સીધા થવાને તથા તે ખાડામાંથી બહાર નીકળવાને કદી પણ યોગ આવતું નથી. અભ્યદયનું રહસ્ય એક જ નાના વાકયમાં સમાયેલું છે, અને તે એ કે “ જાણેલું આચારમાં મકવું.”
૧૪૧. મનુષ્ય જ્યારે વ્યર્થ બોલવાનું છોડી દે છે, અને સુખના જાણેલા ઉપાયોને આચારમાં મૂકવા માંડે છે, ત્યારે તેના દુષ્ટ રહે તેને અનુકૂળ થવા માંડે છે, અને તેનું મંદ પ્રારબ્ધ પણ પલટાઈને ઉજજવળ પ્રારબ્ધ થઈ જાય છે. શુદ્ધ આચાર અથવા શુદ્ધ પ્રવૃત્તિ અથવા શુદ્ધ પુરુષાર્થ લેહનું સુવર્ણ કરે છે, પાષાણને સ્પર્શમણિ કરે છે, કીટને બ્રહ્મ કરે છે. શુદ્ધ આચારને અભાવ, એ જ દુઃખરૂપી હિમાલયના પાયામાં રેડેલ સીસાને રસ છે.
૧૪૨. હાલ જે સ્થિતિ તમને પ્રાપ્ત છે, તેથી ઊંચી સુખની સ્થિતિ પ્રાપ્ત કરવાને એક પણ ઉપાય શું તમારા જાણવામાં નથી ? એક તો શું પણ સેંકડે ઉપાય તમે જાણો છે. તમે જાણો છો કે સદ્ગણ સુખમાત્રનો હેતુ છે, અને દુર્ગણ દુઃખમાત્રનું કારણ છે. આ જાણેલું તમે આચારમાં મૂકવાને દૃઢ પ્રયત્ન કર્યો છે? તમે સદગુણોને શોધી શોધીને તમારા હૃદયમાં સ્થાપ્યા છે, અને દુર્ગાનાં મૂળ, સર્વ પ્રકારના પ્રયત્નથી, તમારા હૃદયમાંથી ઉખેડી નાંખ્યાં છે? તમે જાણો છો કે ભક્તિ, યોગ, અથવા તત્ત્વવિચાર મનુષ્યનાં દુઃખમાત્ર હણી તેને જીવતાં જ મોક્ષ આપે છે. તમે જાણે છે કે એહિક અથવા પાર
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૪
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
લૌકિક એવું એક પણ સુખ નથી, જે આ ત્રણમાંથી એકના પણ યથાર્થ સેવનથી ન પ્રાપ્ત થાય. પરંતુ એ તમારું જાણેલું શું પોથીમાંનાં રીંગણાં જેવું નથી જાણેલું આચારમાં મૂકી, તેથી પ્રાપ્ત થનારા લાભના તમે પોતે ભક્તા ન થયા, તે એ જાણવાથી અધિક શું? તમે જાણો છો કે ઇન્દ્રિયોને વૈરાચાર અર્થાત તેમનું સ્વછંદી વર્તન શારીરિક, માનસિક, તથા આધ્યાત્મિક બળને અત્યંત ક્ષય કરનાર છે, તથા સર્વોત્કૃષ્ટ કલ્યાણના માર્ગથી મનુષ્યને નિરંતર વિમુખ રાખનાર છે; પરંતુ ઈદ્રિના પ્રત્યેક વૈરાચાર સમયે તમે તેમને રોકવાને લેશ પણ પ્રયત્ન ન કરે, પણ ઊલટો તે વૈરાચાર પુષ્ટ થાય, એવા જ પ્રયત્નને સેવો તે તમારું જ્ઞાન, ઝાકળના મોતી જેવું, જોવામાં અત્યંત મનોહર, પણ ઉપયોગ કાળે ક્ષણમાં અળપાઈ જાય એવું અસ્થિર નથી શું? જ્ઞાનનું મૂલ્ય વાતેના ફડાકા મારવામાં નથી, પણ તેને આચારમાં મૂકી તેથી થતા લાભને પ્રકટાવવામાં જ છે, એ તમારા જેવા બુદ્ધિમાને એક ક્ષણ પણ વિસ્મરણ કરવાનું નથી.
૧૪૩. વાત કરીને મોટા સિદ્ધ અથવા જ્ઞાની મહાત્મા ગણાવાને મનુષ્યો જેટલે પ્રયત્ન સેવે છે, તેને અર્ધ અથવા ચતુર્થી પ્રયત્ન પણ જે તેઓ કૃતિ કરવામાં–પિતાના પ્રાપ્ત જ્ઞાનને આચારમાં મૂકવામાં–સેવતા હોય તે તેઓ કેટલા અલ્પ સમયમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિ જે બ્રહ્મમયતા તેને પ્રાપ્ત થઈ રહે ? અને વાત કરવાનું જ્ઞાન સંપાદન કરવામાં જેટલો પરિશ્રમ પડે છે, તેથી અધિક પરિશ્રમ શું તે જ્ઞાનને આચારમાં મૂકવામાં પડે છે ? ઉપરથી જોતાં તેવું ભાસે છે ખરું, પરંતુ જેઓ જ્ઞાનને આચારમાં ઉતારવા પ્રયત્ન સેવે છે તેમને અલ્પ સમયમાં જ સ્પષ્ટ થાય છે કે શબ્દજ્ઞાન સંપાદન કરવાનું ભગીરથ પરિશ્રમ આગળ આચારમાં મૂકવાને પરિશ્રમ બહુ જ ન્યૂન છે. આરંભમાં દસ્તર ભાસે છે, પરંતુ જેમ જેમ માર્ગ કપાય છે, તેમ તેમ સુતર અને સુકર ભાસે છે.
૧૪૪. સુખને ઉપાય એક જ છે, અને તે વાત નથી, પણ જાણેલા જ્ઞાનને આચારમાં મૂકવું એ જ છે. જેમ ખરાં વડાં સુધાની નિવૃત્તિ કરે છે અને પુષ્ટિ આપે છે, પણ તેનાં વડાં કરતાં નથી અને આપતાં નથી તેમ શુદ્ધ આચાર જ દુઃખને ટાળે છે અને સુખને પ્રકટાવે છે, પણ તેથી કશું જ થતું નથી. વાતે શ્રોતાના હૃદયને ક્ષણવાર જ હરણ કરે છે, પરંતુ આચાર તેમનાં હદયનું જીવનપર્યત આકર્ષણ કરે છે. વાતે સેનાને ટેળ ચડાવેલા
Page #114
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૦૫
પીતળના પાત્ર જેવી ઉપરથી જ ચળકાટવાળી છે, પરંતુ આચાર મૂલ્યવાન શુદ્ધ સુવર્ણના પાત્ર જે સ્થાયી સંદર્યવાળો છે.
૧૪પ. આજથી જ, આ ક્ષણથી જ, સુખના જે ઉપાય જાણતા હે તેને આચારમાં મૂકવા માંડે. તમે પ્રાપ્ત કરેલું જ્ઞાન અન્યને મોહ પમાડવા માટે નથી અથવા તમે મહા પંડિત છો, એવી જગતમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નથી, પણ તમારા પિતાના સુખ માટે છે. તમે પોતે દુઃખી રહ્યા, તમારા જ્ઞાનથી તમારું પિતાનું દુઃખ ન ટળ્યું, તે પછી જેમ વંધ્યા સ્ત્રીથી માંડેલે ગૃહસ્થાશ્રમ નિષ્ફળ છે, તેમ તમારું જ્ઞાન નિષ્ફળ છે. તમારા ભંડારમાં કરેડે સુવર્ણ મુદ્રિકાઓ હોય, પણ તેમાંથી એક કપર્દિકા સરખી પણ તમારા ભૂખે મરતા કુટુંબને માટે અન્ન લાવવામાં તમારાથી ન ખરચાય, અને તેમના ઉદરમાં એક એક હાથના ઊંડા ખાડા સર્વદા પડ્યા રહે, તે એ તમારે ભંડાર સામાન્ય જનક્તિપ્રમાણે શું પૂળો મૂકવા જેવો તમને નથી લાગતું? સાવધાન થાઓ, વાતને ત્યજે, અને આ ક્ષણથી જ તમારા પ્રાપ્ત જ્ઞાનને આચારમાં ઉતારે.
૧૪૬. સડેલા અથવા બગડેલા પદાર્થો કેઈ બુદ્ધિમાનને ખાવા આપ્યા હોય તે ભાગ્યે જ તે તેને ખાય છે. સર્વ બુદ્ધિમાન મનુષ્યો જાણે છે કે બગડેલે આહાર શરીરને નુકસાન કરે છે, અને તેથી શુદ્ધ આહારના પદાર્થો મેળવવાને માટે તેઓ સર્વદા અત્યંત કાળજી રાખે છે અને આમ છતાં મનને બહાર જે વિચારે, તેમની શુદ્ધિને માટે હજારમાંથી એકાદ મનુષ્ય પણ ભાગ્યે જ કાળજી રાખે છે.
૧૪૭. જેમ ખાવાના પદાર્થો શરીરને પિષે છે, તેમ વિચારે મનને પોષે છે, અને જેમ ખાવાના પદાર્થો બગડેલા હોય છે, તે શરીરને હાનિ થાય છે, તેમ વિચારે બગડેલા હોય છે, તે મનને હાનિ થાય છે. અને શરીરને થયેલી હાનિકરતાં મનને થયેલી હાનિ હજારગણી મોટી હોય છે. કારણ કે આપણું સુખદુઃખને ખરો આધાર આપણું મન જ છે. સુખક મનુષ્યોએ આ વાતનું એક ક્ષણ પણ વિસ્મરણ કરવું ઘટતું નથી.
૧૪૮. એવું કહેવાય છે કે “ઊંટ આકડાવિના અને બકરી કાંકરાવિના સઘળું જ ખાય છે. અને તે પણ તેઓ પોતાના શરીરને પોષનાર વનસ્પતિ જ ખાય છે. વનસ્પતિવિના ગમે તે કચરે તેઓ કદી જ ખાતાં નથી. વિચારના સંબંધમાં મનુને મેટે ભાગ ઊંટ અને બકરી કરતાં પણ ચઢી જાય છે. તેઓ વિચારેને
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬
[ શ્રીવિઝવવંદ્યવિચારરત્નાકર
ગ્રહણ કરવામાં કવચિત જ વિવેક વાપરે છે. તેઓ કાનવડે, વિશેષ કરીને સઘળા જ વિચારે સાંભળે છે, અને નેત્રવડે પુસ્તકોમાં અને વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયેલા સઘળા જ વિચારે વાંચે છે. મનને પુષ્ટ કરે અને તેનું આરોગ્ય વધારે એવો આહાર મનને વર્તમાન સમયમાં બહુ જ થોડા મનુષ્ય આપે છે.
૧૪૯. શરીરનું આરોગ્ય વધારનારા પથ્ય આહારનું જ્ઞાન જેમ મનુને ઉપયોગી છે, તેમ મનનું આરોગ્ય વધારનારા પથ્ય વિચારોનું જ્ઞાન પણ તેમને તેટલું જ અથવા તેથી પણ અધિક ઉપયોગી છે. પ્રસન્નતા, શ્રદ્ધા, મૈત્રી અર્થાત સર્વ સાથે અવિરોધનિર્ભયતા, વિવિધ વિપત્તિના પ્રસંગોમાં હિંમત, પ્રાણીમાત્ર ઉપર પ્રેમભાવ, એ વગેરે સદ્ગણે એ મનને પથ્ય આહાર છે. જે જે વિચારોવડે આ સગુણ દબાઈ જાય છે, તે સર્વ વિચારે કુપથ્ય છે, અને જે જે વિચારેવડે આ સર્વ સદ્દગુણો વિકાસને અને વૃદ્ધિ પામે છે તે સર્વ વિચારે પથ્ય છે.
૧૫. સર્વ પ્રકારના કુપચ્ચ વિચારેને બુદ્ધિમાને દઢતાથી અંતઃકરણમાં પ્રવેશ કરતાં અટકાવવા જોઈએ. અંતઃકરણને દાબી નાખે, નાહિંમત કરી નાખે, ભયાકુલ અથવા શોકાકુલ કરી નાખે, એવા વિચારે જે સ્થળમાં ચાલતા હોય ત્યાં એક ક્ષણ પણ ઊભા ન રહેવું, અને ઊભા રહેવાને પ્રસંગ આવે તે કાનને બંધ કરી નાંખવા. શ્રવણે પડેલા આવા વિચારોનું એકાંતમાં સ્મરણ કદી પણ ન કરવું. સર્વ પ્રયત્નથી તેમને ભૂલી જવા. સ્મરણમાં આવે તે પ્રયત્નપૂર્વક મનને બીજા કામમાં જોડવું. કુપથ્ય વિચારે એ અંધકાર છે, અને પથ્ય વિચારો - એ સૂર્યને પ્રકાશ છે. અંધકારમાં જીવનને નાશ થાય છે, અને પ્રકાશમાં જીવન પિપાય છે, અને આમ હોવાથી કુપચ્ચે વિચારે મરણ અને મરણના જેવાં દુઃખ પ્રકટાવે છે, અને પથ્ય વિચારે છવન અને જીવનજન્ય અનેક સુબ પ્રકટાવે છે. * ૧૫૧. જ્યાં જાઓ ત્યાં સુખનું જ સંકીર્તન કરશે. દુઃખસંબંધી વાતને પરિત્યાગ કરીને, જેને મળે તેની સાથે સુખની જ વાત કરે. વિપત્તિનું વાદળ તમારા અથવા અન્યના મસ્તક ઉપર ઝઝૂમી રહેલું જુઓ, તે પણ સુખની જ વાત કરે. વિપત્તિનું વાળ તમારા પર તૂટી પડ્યું હોય, અને લેકે જે સ્થિતિને દુઃખનાં માથે ઝાડ ઊગ્યા જેવી ગણતા હોય તે સમયે પણ સુખ સંબંધી જ વિચારો અને વાત કરે. સુખ પ્રાપ્ત હોય અથવા સુખ પ્રાપ્ત થવાનો સંભવ
Page #116
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૦૭
હોય ત્યારે અધિક સુખની વાત કરે. બીજાઓને જ્યારે શોકાતુર જુઓ ત્યારે તેમને પ્રસન્નતાને પ્રકટાવવાને અત્યાગ્રહ કરે. તેમના શોકના વિષયની તેમના આગળ વાત ન કાઢે, પણ સુખની જ વાત કાઢે. તેમને શોક સત્વરે ઓછો થશે.
૧૫ર. સ્થળે સ્થળે સુખસંબંધી જ વાત કરે. તે સર્વદા લાભને જ કરે છે. અંધકાર દર્શાવવાનું છોડી દઈને સર્વને સૂર્યને પ્રકાશ જ દર્શાવે; અને સર્વ તમને પણ સૂર્યને પ્રકાશ જ દર્શાવશે.
૧૫૩. સર્વ આગળ સુખની જ વાત કાઢે. એથી તમારું આરોગ્ય સુધરશે, તમારી માનસિક શક્તિઓ અધિક તેજસ્વી થશે, અને તમે જ્યાં જશે ત્યાં સર્વ તમારા પ્રતિ આકર્ષાશે. દુઃખની નિરંતર વાતે કરવાથી શરીર બેડોળ અને કદરૂપું થાય છે, અને સુખની નિરંતર વાતે કરવાથી શરીરનું સૌંદર્ય વધે છે. વળી સુખની નિરંતર વાતો કરવાથી જે શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક લાભ તમને થાય છે, તે જ લાભ, તમારી સુખસંબંધી વાતે જેઓ પ્રીતિપૂર્વક સાંભળે છે, તેમને પણ થાય છે.
૧૫૪. સુખની જ વાત કરે, અને તમારા મનને નિરંતર પ્રસન્ન રહેવાને અભ્યાસ પડી જશે. તમારા ઉદાહરણથી બીજા હજારે, સુખનું જ સંકીર્તન કરતાં શીખશે. એક દીપક કેટલા અસંખ્ય દીપકે પ્રકટાવે છે, એ શું તમે નથી જાણતા ? ઉત્તમ જીવન ગાળનાર એક જ મનુષ્ય તે જ પ્રમાણે, પિતાના સંબંધથી હજારોને ઉત્તમ જીવન ગાળનારા કરી મૂકે છે.
૧૫૫. બીજાઓને નાહિંમત અને નિરાશ થયેલા જોઈને તેમના આગળ તેમનામાં હિંમત અને આશા પૂર્ણ વેગથી પુનઃ પ્રકટે એવી સુખની જ વાત કરે. સર્વને માટે ભવિષ્યમાં અસાધારણ સુખ રહેલું હોય છે. તેને વર્તમાનમાં આણવાનો પ્રયત્ન નહિ કરવાથી જ ઘણુ મનુઓ દુઃખી રહે છે. તેમના આગળ સુખની વાત કરીને ભાવિમાં રહેલાં સુખોને તેઓ જુએ તેમ કરે. જયારે મન નિરાશ અને નાહિંમત થયેલું હોય છે, ત્યારે તે અંધ હોય છે. તે સ્થિતિમાં તે કેવળ અંધકાર જ જુએ છે. સુખની વાતે વડે મનમાં જ્યારે પ્રસન્નતાને પ્રકાશ પ્રવેશાવવામાં આવે છે, ત્યારે મનનું અંધત્વ નાશ થાય છે. તેને નેત્ર આવે છે. તે પિતાના ભાવિમાં રહેલાં સુખને જોઈ શકે છે. તેથી સર્વ પ્રસંગે, સર્વ સ્થળે, સર્વની સાથે સુખની જ વાત કરે.
૧૫૬. હજારે મનુષ્યોનાં અંતઃકરણને દુઃખમય અંધકાર ટાળવે, અને
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
[[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
સુખના માર્ગમાં તેમને મૂકી દેવા, એના જેવું સત્કર્મ બીજું કઈ તમને જણાય છે? આવું સત્કર્મ કેવા અનધિ ફળને ઉપજાવતું હોવું જોઈએ? આવું સત્કર્મ કરવામાં શું દ્રવ્યની કે એવા જ કઈ શ્રમથી મળનાર સાધનની અગત્ય છે? ના, એવા કેઈ સાધનની અગત્ય નથી. સુખની જ જયાં ત્યાં વાત કરો, અને તમને સ્પષ્ટ થશે કે આવું સત્કર્મ તમે નિત્ય જ કરે છે.
૧૫૭. કલેશ, કંકાસ, વિપત્તિ કે અવ્યવસ્થાના ભરસમુદ્રમાં તમે બેઠા છે તે પણ સુખની જ વાત કરે. કલેશ, કંકાસ વગેરે અલ્પ સમયમાં નિવૃત્ત થશે. દુઃખના વિષયની વાતે બદલીને સુખના વિષયની વાત કાઢવી, એ કામ ઘણું જ સહેલું છે. કેઈએ પ્રથમ આગેવાની કરવી જોઈએ. તરત જ દુઃખની વાત બંધ પડીને સુખની વાતે ચાલવા માંડશે. સારી વાત ચાલતી હોય છે, એટલામાં કઈ ભૂતની વાત કાઢે છે તે તરત જ સારી વાત બંધ પડી ભૂતની વાત ચાલવા માંડેલી શું તમે નથી અનુભવી ? દુઃખની વાત બંધ પાડીને સુખની
તેને પ્રસાર પણ એ જ રીતે કરી શકાય છે. જ્યાં જાઓ ત્યાં સુખની વાત કાઢવાની આગેવાની કરવાનું કદી પણ વીસરી જતા નહિ.
૧૫૮. કઠણ દહાડા આવ્યા છે, વરસ વરસને ખાતું આવે છે, ધંધારોજગારમાં રસકસ નથી, એ વગેરે વાત ન કરે, પણ અભ્યદયની અર્થાત ચઢતીના દિવસની જ વાત કરે. વરસ વરસને ખાતું આવતું હોય અને ધંધારોજગારમાં રસકસ ન રહ્યા હોય તે મનુષ્ય પિતે જ પિતાના પ્રયત્નથી તેવી સ્થિતિ ટાળવી જોઈએ. ભવિષ્યમાં સારા દિવસો આવશે એવી મનુષ્યમાં જો શ્રદ્ધા પ્રકટે છે, તે સારા દિવસો આવવાના તે વિચાર કરે છે, તથા તેવા દિવસે માટે પ્રયત્ન પણ કરે છે. શ્રદ્ધાથી જ તેના મનમાં આશાના અંકુર ફૂટે છે, અને તેના પ્રયત્નને વેગ મળે છે અને આવી શ્રદ્ધા સારા દિવસે આવવાની મનુ આગળ વાતે કરવાથી જ પ્રકટે છે.
૧૫૯. આ વર્ષે વૃષ્ટિ ઘણી જ સારી થશે, એવું ખેડૂતને કહેવાથી તે કેવો ઉત્સાહમાં આવી જાય છે, અને પ્રસન્નતાથી ખેતી કરવાનાં સર્વ સાધન એકઠાં કરે છે ! એથી ઊલટું વરસાદ નહિ આવવાની વાત તેના હાથપગ ભાગી નાંખે છે, અને તેના વિચારનું વાતાવરણ ચિંતાકુલ કરી મૂકે છે. દુઃખનાં કારણો એકત્ર થઈને જેટલાં દુઃખે ઉત્પન્ન કરે છે, તેના કરતાં દુઃખને યે વધારે દુઃખને ઉપજાવે છે; અને અભ્યદયની વાત કરવાથી દુઃખને ભય દૂર કરી શકાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૦૯
૧૬૦. આરોગ્યની જ જયાં ત્યાં વાત કરે. ગામની હવા બગડી છે, હવે તાવ ચાલશે, હવે ઢીંકણું થશે અને હવે રમકડું થશે, એવી એવી વાત ન કરતાં આરોગ્યની જ વાત કરે. આરોગ્યની વાત એ સૌથી ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. બીજાં કારણોથી જેટલા વ્યાધિઓ પ્રસરે છે, તેના કરતાં મંદવાની વાતોથી વધારે પ્રસરે છે. લેકે જયારે મંદવાડની વાત કરતા, અને મંદવાડનું ચિંતન કરતા બંધ પડી જશે, ત્યારે તેમને મંદવાડ આવતે પણ બંધ પડી જશે. આરોગ્યની જ વાતે કરે, અને આરોગ્યનું જ ચિંતન કરે, અને તમે સ્થિર આરોગ્યનો અનુભવ કરશો.
૧૬૧. માંદા માણસઆગળ આરોગ્યની વાત કાઢે, અને તેને આરોગ્યનું ચિંતન કરવાની તમે ફરજ પાડવાના; અને જે કઈ આરોગ્યનું ચિંતન કરે છે, તે આરેગ્યવાન મનુષ્યના જેવું જ જીવન ગાળવા માંડે છે, અને જે આરોગ્યવાન મનુષ્યના જેવું જ જીવન ગાળવા માંડે છે, તેને આરોગ્ય જ મળે છે.
૧૬૨. જ્યારે તમારા મિત્રો અને સંબંધીઓ પિતાના કે બીજાઓના મંદવાડની લાંબી લાંબી કથાઓ ભારે રસથી તમને કહેવા માંડે ત્યારે તત્કાળ આરગ્યની વાત કાઢીને, ડેહવાયેલા પાણીને સ્વચ્છ કરશે. આરોગ્યની જ વાતે કહેવા અને સાંભળવાનો આગ્રહ ધરે. મંદવાડકરતાં આરોગ્ય વધારે વ્યાપેલું તથા વધારે બળવાન છે, અને તેથી વાત કરવા માટે અત્યંત મહત્ત્વનો વિષય તે છે, એ સિદ્ધ કરો. જેનું પ્રમાણ અધિક હોય તેને જ પક્ષ બળવાન ગણાય છે. મંદવાડકરતાં આરોગ્યનું પ્રમાણ અધિક છે, માટે આરોગ્ય બળવાન છે. આરોગ્યની વાત વડે આરોગ્યના અધિક પ્રમાણને વિશેષ અધિક કરે. - ૧૬૩. જ્યારે જગતમાં દુર્ગુણ અને દુરાચાર અધિક પ્રમાણમાં જોવામાં આવે ત્યારે સદ્દગુણ અને સદાચારની જ વાત કરે. જ્યારે સગુણ અને સદાચાર અધિક પ્રમાણમાં જોવામાં આવે ત્યારે પણ તેથી અધિક પ્રમાણમાં સદ્દગુણ અને સદાચારની વાત કરે. સદ્દગુણની વાત કરવાથી લેકે સદ્દગુણસંબંધી વિચાર કરતા થશે. તેઓ સદ્દગુણના લાભનું ચિંતન કરતા થશે. વિચાર અને ચિંતન કરવા માંડતાં થોડા જ સમયમાં તેઓને સદ્દગુણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે, અને મનુષ્યોને સદ્દગુણ થવાની જ્યારે ઇચછા પ્રકટે છે ત્યારે તેઓ સદ્ગણી થવાને પ્રયત્ન કરે છે, અને સગુણી થાય જ છે.
૧૬૪. નિરંતર સદ્દગુણની વાત કરવાથી તમે હજારે મનુષ્યોનાં મન શુદ્ધ કરી શકશો; અને આ હજારો પાછા બીજા લાખોનાં મન તેવી જ રીતે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
|| શ્રીવિશ્વવંધવિચારરત્નાકર શુદ્ધ કરશે. આથી સદગુણની જ વાત કરવાથી તમે જગતનું જે કલ્યાણ કરે છે, તેની સીમા જ નથી.
૧૬૫. જ્યારે જગત અસત્ય અને છળપ્રપંચથી ભરેલું જણાય, અને ઘેર કળિકાળ પ્રસરી રહેલે ભાસે ત્યારે પણ સત્યનું જ અને સત્યના મહિમાનું જ ગાન કરે. અસત્ય વ્યાપવાથી સત્ય કંઈ નાશ પામતું નથી. સત્ય તે સર્વત્ર સર્વ સામર્થ્યયુક્ત વ્યાપી રહ્યું જ છે. તેને દૃષ્ટિએ આણવા માટે તેની જ વાત કરે. અસત્યનાં અને છળપ્રપંચનાં ચિત્રો લેકે આગળ ન ધરે, કારણ કે અસત્ય અને છળપ્રપંચનાં ચિત્રો નિરંતર તેમની આગળ ધરવાથી તેઓ અજાણપણે અસત્ય અને છળપ્રપંચના જ માર્ગમાં દોરાય છે. લેકોના વિચારના પ્રવાહની દિશા તમે બદલી શકે એમ છે. નિરંતર સદ્દગુણની વાત કર્યા કરવાથી સમગ્ર મનુષ્યપ્રજાને સદગુણમાં પ્રીતિવાળી તમે કરી શકશે અને તેમ થતાં કળિકાળમાં પણ તમે સત્યયુગને પ્રવર્તે .
૧૬. તમે જે પ્રકારે વાત કરે છે તે પ્રકારે તમે મનુષ્યના મનને દેરી શકે છે. તમારા શબ્દો જે દિશાને દર્શાવે છે, તે દિશામાં તેનું મન ગયા વિના રહેતું જ નથી. દેષની, દુરાચારની, વ્યાધિઓની, અને વિપત્તિની વાત કર્યા કરે, અને ઘણુ મનુષ્યો તે તરફ તણાયા જવાના. સગુણની, સદાચારની, આરોગ્યની, અને સંપત્તિની વાત કર્યા કરે, અને ઘણુ મનુષ્યો સદ્દગુણ, સદાચાર, આરોગ્ય અને સંપત્તિતરફ આકર્ષાઈ તે પ્રાપ્ત કરવા મથવાના.
૧૬૭. રાજા બહુ જુલમી છે, એવી વાતે નિરંતર કર્યા કરવાથી પ્રજા ઉપર અધિક જુલમ કરવા રાજા પ્રેરાય છે. પ્રજા રાજદ્રોહી છે, એ રાજા તરફથી વારંવાર પિકાર ઉઠાવવામાં આવતાં રાજભક્ત પ્રજા રાજદ્રોહ કરવા પ્રેરાય છે, અને પિકાર કાયમ રહે છે તે પ્રજા રાજદ્રોહી થયા વિના રહેતી નથી. વાતે રાજાપ્રજાની કેવી સ્થિતિ કરી મૂકે છે, તેનું તાજું ઉદાહરણ હાલની બ્રિટિશ રાજસત્તા અને હિંદુસ્તાનની હાલની પ્રજા છે.
૧૬૮. પ્રજા રાજા સામે કાવતરાં ન કરતી હોય તથાપિ પ્રજા કાવતરાં કરે છે, એ પ્રજા ઉપર વારંવાર આરોપ મૂક્વામાં આવે છે, તે પ્રજા કાવતરાખોર થઈ જાય છે. બંગાળામાં થોડા સમયથી ઊડતા પ્રાણધાતક ગેળાઓના જન્મનું તથા ત્યાંના સત્તાધીશોના જુલમનું કારણ આવી વાતેથી જન્મને પામ્યું છે, એ કોઈ પણ વિચારવાનને સ્પષ્ટ થયા વિના રહે તેમ નથી.
Page #120
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૧૧
૧૬૯. વર્તમાનપત્રકારો ઘણી વાર પિતાના શબ્દોથી પ્રજામાં અથવા આખી દુનિયામાં એવો અનર્થ પ્રસારી મૂકે છે કે જેવો અનર્થ પ્લેગ અને મરકી પણ ભાગ્યે પ્રસારતાં હોય. દુઃખ અને ત્રાસની વાતે નિરંતર કરીને ઘણાં વર્તમાનપત્રો આરંભનાં દુઃખ અને ત્રાસને સહસગુણ અથવા લક્ષગુણ વધારી મૂકે છે. વર્તમાનપત્રોમાં વણેલી દુઃખ અને ત્રાસની વાતે લેકે વાંચે છે, અને તે સંબંધી નિરંતર વાત કરે છે; અને જેની તેઓ વાત કરે છે, તેના જેવી જ તેમના મનની સ્થિતિ થતી હોવાથી ઠામ ઠામ દુઃખ અને ત્રાસ, ચેપી રેગની પેઠે પ્રસરી જાય છે.
૧૭૦. જ્યારે દુઃખ અને ત્રાસની લેકે બૂમ પાડે ત્યારે નિરંતર સમીપ રહેલાં સુખ અને શાંતિતરફ તેમનું ધ્યાન ખેંચવાનું કદી પણ વિસ્મરણ કરશો નહિ. અમર્યાદ સુખ અને શાંતિ સર્વત્ર વ્યાપી રહેલાં છે, પણ કાળાં ચશ્માં પહેરનારને જેમ સઘળું જ કાળું દેખાય છે, તેમ દુઃખ અને ત્રાસની બૂમે પાડનારને સઘળે દુઃખ અને ત્રાસ જ દેખાય છે. તેનું ધ્યાને દુઃખ અને ત્રાસ તરફ વળેલું હોવાથી તે સુખ અને શાંતિને જોઈ શકતું નથી. તેના સ્થાનને તે તરફ વાળે, અને તે સુખ અને શાંતિને જોશે એટલું જ નહિ, પણ અધિક અધિક સુખ અને શાંતિ શી રીતે પ્રાપ્ત કરવા તેને માર્ગ પણ તેને સ્પષ્ટ જણાશે. સુખને વિચાર કરે, અને સુખ પ્રતિદિન વૃદ્ધિ પામતું જણાશે. તેની જ વાત કરે, અને સઘળા જ તે સંબંધી ચિંતન કરવા માંડશે.
૧૭૧. શાંતિની વાત કરે. ઘરમાં કે દેશમાં અશાંતિ અને અવ્યવસ્થા પ્રસરી ગયાં હોય તેમને નિવારવાને કદી નિષ્ફળ ન જાય એવો એ એક જ ઉપાય છે. મનુષ્યોના ઘરસંસારમાં પ્રવેશેલા કલેશ અને કંકાસને ટાળવાને રામબાણ ઉપાય એના જેવો એકે નથી. પિતાના ઘરમાં સહજ ક્લેશ અથવા અશાંતિનું કારણ ઊપજતાં જેઓ તે સંબંધી જ્યાં ત્યાં ફરી ફરી વાતો કરવા લાગે છે, તેમને સ્વલ્પ સમયમાં સમજાય છે કે તે લેશ પ્રતિદિન ઊડાં અને ઊંડાં મૂળ નાંખતો જાય છે. જ્યારે મનુષ્ય ક્લેશનું ચિંતન કરે છે, ત્યારે તેના અંતઃકરણમાં ક્લેશ જ વ્યાપી રહે છે. જયારે તે ઘણે સમયે શાંતિના વિચાર કરે છે, ત્યારે તેના અંતઃકરણમાં શાંતિ જ વ્યાપી રહે છે, અને જે આગ્રહથી અને ખરી નિષ્ઠાથી તમે તેના આગળ શાંતિની વાત કરે છે, તે શાંતિના વિચારો કર્યા વિના તેનાથી રહેવાતું જ નથી.
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
૧૭૨. વિજયની જ જ્યાં ત્યાં વાત કરે, અને તમારા સંબંધમાં આવનાર સર્વના હૃદયમાં વિજય પ્રાપ્ત કરવાને આવેશ તમે પ્રકટાવશે. તમારી વાત સાંભળનાર સર્વ મનુષ્યના માનસિક અને શારીરિક બળને વિજયની સિદ્ધિ કરવા તરફ જ તમે ખેંચી જશે. કેઈન આગળ કદી પણ ન વદે કે આ કરવું અશક્ય છે. સર્વ જ શક્ય છે, એમ સર્વના આગળ વધે. જેઓ વિજયની વાત કરે છે, તેઓ વિજયને પ્રત્યક્ષ કરવામાં સર્વદા મદદ કરે છે.
૧૭૩. પ્રત્યેક મનુષ્યને વિજય મળ જ જોઈએ, કારણ કે તે મેળવવાની તેનામાં યોગ્યતા છે. વિજયને કેઈને અધિકાર નથી, એવું છે જ નહિ, બલટે વિજયઉપર સર્વ જન્મથી જ હક છે. આમ છતાં, નિષ્ફળતાનો ભય, એ સર્વને વિજ્યપ્રાપ્તિમાં મોટામાં મોટી આખીલી થઈ પડ્યો છે. વિજયની વાતે કરવાથી આ આડખીલીને તમે દૂર કરી શકશે.
૧૭૪. વિજયપ્રાપ્તિના નવા અને વધારે અનુકૂળ સંભ જ્યાં ત્યાં મળે એમ છે. ભૂતકાળમાં લીધેલાં ભૂલભરેલાં પગલાને ભૂલી જાઓ, અને આ નવા અને અનુકૂળ સંભોની જ વાત કરે. ભૂતકાળમાં બનેલા પ્રસંગેને જે આપણે ભૂલી જતા નથી તે ભૂતકાળમાં તે બનેલા છતાં વર્તમાન કાળમાં જ તે બનતા હોય એમ આપણને ભાસે છે, અને તેથી વીતી ગયેલા દુઃખનું વીતી જવું ન થતાં, તે વર્તમાનમાં ઊભું જ રહે છે. વિજયપ્રાપ્તિના નવા અને વધારે અનુકૂળ સંભવોની વાત, ભૂતકાળની નિષ્ફળતાને ભુલાવે છે, અને વિજય પ્રતિ આપણને પગલાં ભરતા કરે છે.
૧૭૫. વધારે સારાં કાર્ય કરવા માટે લેકે પ્રેરાય એવું કરવામાં જ વાણીને ઉપયોગ કરે. તેઓના આગળ કાળી બાજુ ન ધરે, પણ સર્વદા ઉજળી બાજુ જ ધરે. તેઓનાથી ન થઈ શકે એવાં કામો તરફ તેમનું લક્ષ ન ખેંચ, પણ તેમનાથી થઈ શકે, એવાં કામો તરફ ખેંચે. આમ કરતાં ક્રમે ક્રમે તેઓ વધારે કઠિન કામ કરી શકશે. થઈ શકે એવાં કાર્યો કરવામાં મનુષ્યને જોડી દેવાથી તેઓને સઘળા બડબડાટ અને ફડફડાટ બંધ પડી જાય છે. આ કઠણ છે, અને પેલું કઠણ છે, એ બડબડાટ કરવાની જેમને ટેવ પડી ગઈ હોય છે, તેઓ જયાં હોય છે ત્યાંથી એક ડગલું પણ આગળ વધી શકતા નથી. ઘણે પ્રસંગે તેઓ પાછા હઠતા જતા જોવામાં આવે છે. આથી થઈ શકે એવી વાત તરફ મનુષ્યનું લક્ષ ખેંચવું, એ તેમની ઉત્તરોત્તર અસાધારણ ઉન્નતિ કરે છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૧૩ ૧૭૬. એ એક સ્થાપિત વાર્તા છે કે જ્યારે સુખનું એક દ્વાર બંધ થઈ જાય છે ત્યારે બીજું ઊઘડે છે. કોઈ કઈ વખત એક નહિ પણ ઘણાં દ્વારા ઊઘડે છે. આ પ્રમાણે દ્વારે ઘડવાં, એ આ પ્રકૃતિમાં સ્થપાયલે નિયમ જ છે. પ્રાણી પદાર્થની ઉન્નતિને માટે એ નિયમ અણુઅણુમાં પ્રવર્તી રહ્યો છે. આખા વિશ્વમાં નિત્ય આગળ વધવાની ઈચ્છા થયા જ કરે છે, અને તેથી કરીને જ્યારે જ્યારે કેઈ મનુષ્યનું ઉન્નતિને પામવાનું એક દ્વાર બંધ થાય છે, ત્યારે ત્યારે તેને માટે બીજું દ્વાર ઉઘાડવાને માટે ઉપરને નિયમ ક્રિયાયુકત થાય છે. આથી સિદ્ધ થાય છે કે વિશ્વવ્યવસ્થામાં જે જે નિયમો છે, તે મનુષ્યનું અહિત કરનારા નથી, પણ એકેએક નિયમ તેનું હિત સાધનારે છે. આથી જે મનુષ્ય સુખની, શાંતિની, વિજયની, અભ્યદયની વૃદ્ધિની અને આરોગ્યની વાતે કરે છે, તે વિશ્વવ્યવસ્થામાં પ્રવર્તતા નિયમોને અનુકૂળ વર્તે છે, અને કુદરતને મહાન ઉદેશ સિદ્ધ કરવામાં તે મદદ કરે છે. અને વિશ્વવ્યવસ્થાપક સત્તાના મદદગાર થવાનું ઉચ્ચ માન સંપાદન કરવાનું કેને ન ગમે ?
૧૭૭. જ્યારે તમે દુઃખની, નિષ્ફળતાની, વ્યાધિની અથવા પાપની વાતે કરે છે ત્યારે તમે વિશ્વવ્યવસ્થાપક સત્તાના નિયમોની અને તેના મહાન ઉદ્દેશની વિરુદ્ધ વર્તે છે. આમ થતાં તમે વિશ્વની પ્રત્યેક વસ્તુની વિરુદ્ધ વર્તો છે, અને તેના પરિણામમાં તેઓ પણ તમારી વિરુદ્ધ વર્તન કરવાની. આથી જે કંઈ કર્યું તમે કરવા માંડવાના તેમાં અવશ્ય નિષ્ફળ થવાના. પરંતુ ઉપર વણે લે માર્ગ ગ્રહણ કરતાં કેવો ઉત્તમ પરિણામ આવે છે!
૧૭૮. બોલનાર અને સાંભળનાર બંને ઉપર શબ્દોની અત્યંત ભારે અસર થાય છે-પછી તે શબ્દ મુખથી બોલેલું હોય, કે મનમાં બોલેલું હોય કે લખેલ હોય. તમારા લક્ષને સારી અથવા નઠારી દિશાતરફ ખેંચવાનું કામ શબ્દ કરે છે, અને જે દિશાતરફ તમારું લક્ષ ખેંચાય છે, તે તરફ તમારું આખું જીવન ખેંચાય છે. આમ હોવાથી શબ્દો બોલતાં અને સાંભળતાં અત્યંત વિચારને કરજે. સુખની, શાંતિની, અને વિજયની જ વાત કરજે, અને તેવી જ વાત સાંભળજે.
૧૭૯. તમે જે વિચારે નિત્ય સેવો છે, તે વિચારેનું તમારી આજુબાજુ એક વાતાવરણ બંધાય છે. આ વિચારનું વાતાવરણએ એક ઘર જેવું હોય છે, અને ઈટમાટીના ઘરમાં જેમ મનુો રહે છે, તેમ આ વિચારના ઘરમાં,
૧૫
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
[શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
તમારા વિચારનાં સજાતીય તર આવીને રહે છે. વિચાર એ લેહચુંબકજેવો એક આકર્ષક પદાર્થ છે. તે પિતાના જેવા જ વિચારોને પોતાના પ્રતિ આકર્ષે છે, અને તે વડે બળ અને વૃદ્ધિને પામે છે. પ્રેમના વિચાર કરે, અને પ્રેમના મહાસમુદ્રનાં મોજાં તમારા તરફ વહેતાં ચાલ્યાં આવશે. જો તમે સુખી થવા ઈચ્છતા હો તે પ્રેમ વિરુદ્ધ એક પણ વિચારને કદી ન સે, કારણ કે દ્વેષ મનુષ્યને બંધનમાં રાખે છે, અને એક પ્રેમ જ તેને મુક્ત કરે છે.
૧૮. સધળે સમય પિતાને જ પૂર્ણ કરવામાં મનુષ્ય સર્વ સમય ગાળવાની સર્વથી પ્રથમ અગત્ય શાથી છે, તેનું કારણ આ છેઃ જાગતાં, ઊંધતાં, બેસતાં, ઊઠતાં, ખાતાં, પીતાં, એમ સર્વ સમય આ દેહમાં, તેમ જ હવે પછી અનંત કાળ સુધી મનુષ્યને સઘળે સમય પોતાની સાથે જ રહેવાનું છે. એવી એક પણ ક્ષણ નથી કે જેમાં તેને પિતાનાથી સહજ પણ દૂર રહેવાનો સમય આવે. આમ હવાથી બીજાઓને રાજી કરવાને માટે, અથવા આળસ અને પ્રમાદથી, મનુષ્ય પિતાની અને પિતાને રહેવાનું સ્થાન જે આ દેહ તેની અંતર્બાહ્ય ઉપેક્ષા કરવી, એ આત્મઘાત કરવા તુલ્ય છે; પિતાના પગ ઉપર પિતાને હાથે જ કુહાડે મારવા બરાબર છે.
૧૮૧. મલિન આત્મા સાથે રહેવું, એ નરકમાં રહેવા તુલ્ય છે. કામ, ક્રોધ, લેભ, ઠેષ વગેરે વિવિધ દેવાળા આત્મા સાથે નિવાસ કરે, એમાં અને નરકમાં નિવાસ કરવામાં કશે ફેર નથી. પિતાને પૂર્ણ અને શુદ્ધ કરવાથી આપણે આપણને નરકમાંથી સ્વર્ગમાં લઈ જઈએ છીએ; અને આ પ્રમાણે આપણને નરકમાંથી સ્વર્ગમાં લેઈ જનાર આ જગતમાં આપણા વિના બીજું કઈ જ નથી.
૧૮૨. જેમ મનુષ્ય વધારે બુદ્ધિમાન હોય છે, તેમ તેને સત્યપ્રતિ વધારે પૂજ્યભાવ હોય છે, તે જ પ્રમાણે જેમ મનુષ્ય વધારે અજ્ઞાન તેમ તેને બ્રમ અને ભ્રાંતિપ્રતિ વધારે પૂજ્યભાવ હોય છે.
૧૮૩. મનુષ્યને પિતાના આત્માજેવું અત્યંત મૂલ્યવાન જગતમાં બીજું કઈ જ નથી. આથી તેણે આત્માપ્રતિ પૂજ્યભાવ રાખવો જોઈએ. તેની અવનતિ અથવા દુર્દશા થાય, એવી એક પણ કૃતિ તેણે ન કરવી જોઈએ. જે જે જ્ઞાનથી પિતાને લાભ થશે એવું ભાસે છે તે જ્ઞાનને તેણે તત્કાલ આચારમાં
Page #124
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૧૫ ઉતારવું જોઈએ, અને આ પ્રમાણે તેણે અજ્ઞાન અને તેથી પ્રકટતાં દુઓને જય કરી પૂર્ણ થવું જોઈએ.
૧૮૪. તમે આ પરમેશ્વરે રચેલા જગતમાં રહેતા નથી, પણ જે જગત તમે પિતે રચ્યું છે, તેમાં જ નિરંતર રહે છે. તમારું રચેલું આ જગત તમારા વિચારપ્રમાણે જ રચાયું હોય છે. પરમેશ્વરે કેરીને કે દૂધને વાયુ કરનારાં રચાં નથી, પણ તમે તમારા વિચારવડે જ તેમને તેવાં રચી લે છે. મહાપુરુષને આ જગત સૌંદર્ય, સુખ, અને આનંદથી પૂર્ણ ભાસે છે, કારણ કે તેમણે પિતાના વિચારથી આ જગતને તેવું જ કરી લીધું હોય છે. તમને આ જગત દુઃખ,
વ્યાધિ, અને મૃત્યુથી ભરેલું ભાસે છે; કારણ તમે તમારા વિચારવડે તેને તેવું જ રચી લીધું છે. પૂર્ણ પુરુષે પિતાની ભૂમિકા પરથી જગતને પૂર્ણ જુએ છે; અપૂર્ણ મનુષ્ય પોતાની દોષવાળી ભૂમિકાઉપરથી જગતને અપૂર્ણ જુએ છે.
૧૮૫. દુષ્ટ દુર્જન મનુષ્ય સર્વોત્તમ સાધુ પુરુષમાં પણ એકે શુભ લક્ષણ જેત નથી. સર્વોત્તમ સાધુ પુરુષ, દુષ્ટ દુર્જનમાં લેશ પણ દુર્જનતા જેતે નથી, પણ તેના આત્મામાં રહેલી નિર્દોષતાપ્રતિ જ દષ્ટિ નાખે છે.
૧૮૬. પ્રત્યેક મનુષ્ય પોતે જે ભૂમિકામાં હોય છે, તે ઉપરથી જ જગતને સારું અથવા નઠારું જુએ છે, તમને જગતમાં જ્યાં ત્યાં દોષ જ દૃષ્ટિએ આવતા હોય તો તે એટલું જ સિદ્ધ કરે છે કે તમે જે ભૂમિકામાં છે તે ઘણી નિકૃષ્ટ છે. તમને જગતમાં જ્યાં ત્યાં ગુણનું જ ભાન થતું હોય તે તમે તમારી પિતાની જ ઉત્કૃષ્ટ ભૂમિકાનું ભાન કરાવે છે. યુધિષ્ઠિર અને દુર્યોધનનાં ઉદાહરણે આ વિષયમાં બળવાન પ્રમાણુરૂપ છે. યુધિષ્ઠિરને આખી સભામાંથી એક પણ દુર્જન દૃષ્ટિએ આવ્યો ન હતો; દુર્યોધનને આખી સભા દુર્જનથી ભરપૂર ભાસી હતી.
૧૮૭. આજે તમને એક મનુષ્ય સજજન અને વિવિધ સદ્દગુણોથી વિભૂષિત લાગે છે. કાલે તમને તેને તે મનુષ્ય દુર્જન અને વિવિધ દુર્ગુણેથી કલંકિત ભાસે છે. આજે તમને તમારું ઘર સ્વર્ગના જેવું સુખદ ભાસે છે; કાલે તમને તેથી પ્રજવલિત અગ્નિ જેવો સંતાપ થાય છે. આજે તમને એક વસ્તુ અત્યંત સુંદર જણાય છે; કાલે તેની તે વસ્તુ તમને અત્યંત કુરૂપ જણાય છે. શું આ મનુષ્ય, ઘર, અને વસ્તુ બદલાય છે ? નહિ, પ્રિય બધુ! નહિ. તમારું અંતઃ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
કરણ જ તમને જુદાં જુદાં વિદ્ધ ભાન કરાવે છે. અંતઃકરણને નીચી ભૂમિકાપરથી ઊંચી અને વધારે ઊંચી ભૂમિકામાં લઈ જાઓ; અને આજે જે તમને દુઃખદ અને દેવાળું જણાય છે, તે સુખદ અને નિર્દોષ જણાશે.
૧૮૮. પિતાને માટે જેમ બને તેમ ઊંચામાં ઊંચી કલ્પના કરવાથી અને તે કલ્પનામાં આરૂઢ રહેવાને અખંડ પ્રયત્ન કરવાથી જ મનુષ્ય ઉચ્ચ ભૂમિકામાં આવતો જાય છેઅને આમ હોવાથી જ પરમ કલ્યાણકારક વેદાંતશાસ્ત્ર મનુષ્યોને પિતાના બ્રહ્મસ્વરૂપને નિરંતર વિચાર કરવા પ્રબોધ આપે છે. પિતાને અનધિકાર માની પિતાના બ્રહ્મસ્વરૂપને વિચાર ન કરવો, એ નીચી ભૂમિકામાં સડ્યા કરવા તુલ્ય છે. જેઓ અધિકારની શંકાથી, વસ્તુતઃ પિતે બ્રહ્મસ્વરૂપ છતાં, તેને વિચાર કરવાથી વિમુખ રહે છે, તેઓને અધિકાર આવવાનો સમય, પાસે આવવાને બદલે વેગળા જ જાય છે.
૧૮૯ તમારાં નેત્ર એ ઈશ્વરનાં નેત્ર છે, એમ માન; તમારા કર્ણ એ ઈશ્વરના જ કર્યું છે, એમ માને; તમારા હેત એ ઈશ્વરના જ હસ્ત છે, એમ માને; તમારે સ્વર એ ઈશ્વરને જ સ્વર છે, એમ માને; અને આમ તમારામાં જે કંઈ છે, તે ઈશ્વરમય છે એમ માને. જે પ્રમાણમાં આ સત્યને તમે તમારા અણુઅણુમાં દ્રઢીભૂત કરશે, તે પ્રમાણમાં તમે તમારા પિતાનામાં ઈશ્વરને પ્રકટાવશે.
૧૯૦. જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં જે ભેદ છે, તે આ જ છે. જ્ઞાની જ્યારે પિતાને સર્વાગ બ્રહ્મમય જુએ છે, અને તેવું જ ભાન કરે છે, ત્યારે અજ્ઞાની પિતાને સર્વાગ એક તુચ્છ કડા જે જુએ છે, અને તેવું જ ભાન કરે છે. જ્ઞાનવાન પિતાનામાં બ્રહ્મત્વનું ભાન કરતા હોવાથી તેની પ્રત્યેક ક્રિયા, તેના પ્રત્યેક શબ્દ અને તેના પ્રત્યેક વિચાર તેના બ્રહ્મત્વને ભાવે એવા થાય છે; અજ્ઞાની પિતાનામાં તુચ્છ કીડાનું ભાન કરતા હોવાથી તે જે કરે છે, જે બેલે છે, અને જે વિચારે છે, તે એક તુચ્છ કીડાના જેવું જ હોય છે.
૧૯૧. નેત્રવડે સર્વ પ્રતિ અત્યંત પ્રેમની દૃષ્ટિથી જુઓ; પરમેશ્વરનાં નયન આના કરતાં અધિક શું જોઈ શકે એમ છે? વાણી વડે પ્રેમનાં મૃદુ વચને જેની તેની સાથે બેલ; પરમેશ્વરની વાણી આના કરતાં અધિક શું વદી શકે એમ છે? વિચારવડે આખા જગતનું હિત છે; પરમેશ્વરનું મન થી વધારે શું વિચારી શકે એમ છે?
Page #126
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૧e
૧૯૨. નિશાળો, નાટયૂહો, દેવાલયો, સભાઓ, કચેરીઓ, મિલે, આગગાડીઓ, ટ્રામ અને એવી જ સઘળી બંધ જગાઓમાં શરીરના તથા મનના વ્યાધિઓને ઉત્પન્ન કરનારું વાતાવરણ હોય છે. અનેક મનુષ્યો તે સ્થળે એકઠાં થવાથી તેઓના પ્રવાસથી ત્યાંનું વાતાવરણ વિકરી થવાથી શરીરના વ્યાધિઓ થાય છે, તથા તેઓના અવ્યવસ્થા વિચારોથી વિચારનું વાતાવરણ વિકારી થવાથી માનસ વ્યાધિઓ થાય છે. જ્યાં સદ્વિચારે અખંડપણે સેવાતા હોય એવાં સ્થળનું વાતાવરણ જ આરોગ્ય, સુખ, અને કલ્યાણને આપનારું છે. જે સ્થળમાં પ્રધાનપણે સદ્વિચારો જ સેવાયા કરતા હોય છે, તે સ્થળનું વાતાવરણ બ્રહ્મલોકના જેવું જ હોય છે. આવા વાતાવરણમાં પ્રવેશનારને કલ્યાણ જ પ્રાપ્ત થાય છે.
૧૩. ઉઘાડાં સ્થળામાં ભરવામાં આવતી સભાઓમાં ઓછા વિકારને કરનારું વાતાવરણ હોય છે, કારણ કે તે તરત જ વીખરી જાય છે. એથી ઊલટું ઘણું મનુષ્યોને એકઠા થવાનાં બાંધેલાં મકાને, તેમાં ઉત્પન્ન થતા વિચારેને સંચય થવાના પટારા છે, અને જેઓનું અધ્યાત્મબળ જોઈએ તેવું, વૃદ્ધિને પામેલું નથી હોતું, તેવા મનુષ્ય જે આવાં સ્થળોમાં કેટલીક વાર રહે છે, તે તેમને શરીરના કે મનના વ્યાધિઓ થયા વિના રહેતા જ નથી.
૧૯૪. બીજાઓએ જે આપણું અહિત કરેલું આપણે માનતા હોઈએ છીએ, તેનું ચિંતન કરવાને બદલે, તેમણે આપણું જે હિત કર્યું હોય તેનું જ જે આપણે ચિંતન કરીએ, અને જે લક્ષણે આપણું પાડોશીઓમાં આપણને ગમતાં નથી, તેમની વાત કરવાને બદલે, અર્થાત તેમના દેષનું કથન કરવાને બદલે જે આપણે તેમનામાં રહેલા ગુણોનું જ કથન કરીએ તે કેવો પરિણામ આવે ? જે જગતમાં પ્રત્યેક મનુષ્ય આમ કરે તે આ મૃત્યુલોક નરકમાંથી બદલાઈને આજે જ સ્વર્ગ થઈ રહે.
૧૫. આપણા વિચારે બીજાના અંતઃકરણમાં ઠસાવતી વખતે, તેમને તે ન સ્વીકારે માટે, તેના ઉપર ક્રોધ કરે, તેના કરતાં, આપણે હારવું એ વધારે સારું છે.
૧૯૬. દુર્ગુણ અને દુષ્ટાચરણેને જોઈને ક્રોધ કરે, એ યોગ્ય છે, એમ કેટલાક કહે છે, પણ તે ખરું નથી. કારણ કે ક્રોધ જાતે જ દુર્ગુણ હોવાથી ગમે તે કારણથી તેને સેવવામાં આવે તે પણ તે સદ્દગુણ થતું નથી. ક્રોધને વશ થનાર મનુષ્યને મનઉપર સંયમ નથી, એ સહેજ સ્પષ્ટ થાય છે. ક્રોધ પ્રકટતાં
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શ્રી વિશ્વવંધવિચારરત્નાકર વિચારશક્તિ શુન્ય થઈ જાય છે, ન્યાયબુદ્ધિ અળપાઈ જાય છે, અને મનુષ્ય શાંતિથી વિચાર કરવાને અસમર્થ થાય છે. ક્રોધી મનુષ્ય અવ્યવસ્થા વિચારને ગુલામ છે. જેમાં બીજાઓને નિયમમાં રાખવાના હોય છે, એવી જગાને માટે તે નાલાયક છે, કારણ કે જે પોતાને યોગ્ય નિયમમાં પ્રવર્તાવી શકતા નથી, તે અન્યને શું પ્રવર્તાવી શકે? પ્રધાનની જગામાં ક્રોધી મનુષ્યો હોવાથી ઘણું દેશની યુદ્ધમાં ઊતરવાથી ખુવારી થઈ છે. ક્રોધી સ્વભાવે હજારેનાં ગૃહની શાંતિને વિનાશ કર્યો છે. અંતઃકરણમાં જ્યાં સુધી ક્રોધ હોય છે ત્યાં સુધી તેમાં શાંતિનું સ્વર્ગ કદી પણ પ્રકટતું નથી. તે સુખ, સંપત્તિ, જ્ઞાન વગેરેને નાશ કરે છે, અને નિર્દોષને અપરાધી કરે છે. બુદ્ધિમાનમાં પણ જ્યારે ક્રોધ પ્રકટે છે ત્યારે તે મૂર્ખન જેવાં આચરણ કરે છે. સદાચરણી મનુષ્યમાં જ્યારે તે પ્રકટે છે ત્યારે તે તેની પાસે અનેક દુરાચાર સેવા છે. ભક્તમાં જ્યારે તે પ્રકટે છે ત્યારે તે તેને તેની ભક્તિથી ભ્રષ્ટ કરે છે. ક્રોધ દીર્ઘ કાલના પ્રેમને ક્ષણમાં તેડી નાંખે છે, અને નિરંતર સ્નેહથી સાથે રહેનાર મનુષ્યોને એકએકનાં મુખ પણ કદી ન જુએ, એવી સ્થિતિમાં આણી મૂકે છે. પિતાના મન ઉપર જેને અંકુશ નથી એવો ક્રોધી મનુષ્ય, સિંહ અને વ્યાઘકરતાં પણ વધારે ભયંકર છે. જે ક્રોધને પિતાના અંતરમાં સ્થાન આપે છે તે સઘળાં પ્રકારના વ્યાધિઓને, દેને, અને નિષ્ફળતાને પિતાનામાં પ્રવેશવાનાં દ્વાર ઉઘાડાં મૂકે છે. સ્વલ્પમાં ક્રોધને સેવનાર મનુષ્યના અધ્યાત્મબળની પેઢી દેવાળું કાઢે છે.
૧૯૭. નોકરીમાં તમારે પગાર શા માટે નથી વધતે, તેનું કારણ તમે જાણવા ઇચ્છે છે ? સાંભળે, તેનું કારણ આ છે - તમારા ઉપરીપ્રત્યે તમે પ્રેમરહિત કઠોર લાગણી ધરાવો છો. તમે તેના પ્રતિ પ્રતિકૂળ ભાવને ધરાવો છો, એ વાતની તમારા ઉપરીને ખબર નથી, એવું ક્ષણવાર પણું અનુમાન કરશે નહિ. તમે ઉપરથી “જી હા, જી હા” કરે છે, અને ડાહ્યું ડાહ્યું બેલે છે, પણ તમારા આંતરભાવને તે બરાબર જાણે છે અને અંતઃકરણમાં પ્રતિકૂળ ભાવવાળો માણસ પિતાનું કે પારકાનું કામ સર્વોત્તમ પ્રકારે કરી શકવા અસમર્થ છે, એવી તેને ખાતરી હોય છે. આથી જ તમારો પગાર વધારવાની ભલામણ કરવાની તેને ઇચ્છા થતી નથી. ઉપરથી તે તમારા પ્રત્યે જેવો કડક સ્વભાવવાળો અને જુલમગાર જણાય છે, તેવો જ જે તે તેના હૃદયના ઊંડા ભાગમાં હોત તે તે તેણે ક્યારનું તમને કહી દીધું હોત કે મારા પ્રત્યે અને તમારા કામ પ્રત્યે પ્રેમભાવ દર્શાવતે રહે, નહિ તે બીજે કોઈ સ્થળે
Page #128
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ]
૧૧૯ કરી ખળી લે. પણ તેમ તે નથી કરતો, તેનું કારણ એ છે કે તે હૃદયમાં માયાળુ સ્વભાવને છે. તમારા ઉપરીના દે જોવાનું તમારું કામ નથી. તેટલા માટે તે તમને પગાર આપતું નથી. નેકરીમાં રહીને તેના દો જેવા તેના કરતાં નોકરી છોડી દેવી, એ હજાર દરજજે સારું છે. તમારું કર્તવ્ય તમને મળેલું કામ સર્વોત્તમ રીતે કરવાનું છે. તેને બદલો કેવી રીતે આપ, તેને નિર્ણય કરવાનું કામ તમારા ઉપરીનું છે. તમને મળેલું કામ સર્વોત્તમ રીતે પ્રસન્નતાથી તમે ન કરી શક્તા હો તે તરત તમારે રાજીનામું આપવું સારું છે. ઉપરી અને કામ બંને પ્રતિ પ્રતિકૂલ ભાવ રાખીને વધારે પગાર અને વધારે માનની જો તમે આશા રાખતા હો તે તમારા જેવું મૂર્ખ અન્ય કેઈ નથી. વધારે પગાર મેળવવાનું, અથવા ઉદયને પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું, તમારા પિતાના અંતઃકરણને પલટી નાખવું, એ છે. અને જે કંઈ આપણને પ્રાપ્ત થાય તેને પ્રસન્નતાપૂર્વક વધાવી લેવાથી જ અંતઃકરણની સ્થિતિ પલટાય છે. પ્રતિકૂલ ભાવ, એ એક વિષ છે, અને તેને ધરનારને જ તે ચઢીને, તેના ઉદયના સર્વે સંભનું મૃત્યુ કરે છે. પગાર વધવામાં અથવા વ્યવહારમાં ઉદય થવામાં અંતઃકરણના મનભાવ કશું જ કરતા નથી, એવા ગાંડાઈભરેલા વિચારને વશ વર્તશે નહિ. ઉદયને સઘળે આધાર તમારા અંતઃકરણની સ્થિતિ ઉપર જ છે.
૧૯૮. પ્રાણી પદાર્થની સાથે તમે પિતે વિરેને ધરતા બંધ પડે, અને તેઓ તમારી સાથે વિરોધને ધરતાં બંધ પડશે.
વિરોધ અથવા ટૅપને ધરવાને લીધે જ આપણી ઉન્નતિનાં દ્વાર ઊઘડતાં નથી. આપણને ખરાબ ઘર, ખરાબ સ્ત્રી, ખરાબ શરીર, ખરાબ વસ્તુઓ વગેરે જે કંઈ ખરાબ મળ્યું હોય છે, તે પ્રતિ આપણે નિરંતર અણગમો દર્શાવીએ છીએ. આપણને મળેલી આ ખરાબ વસ્તુઓ માટે આપણે નિરંતર અસંતુષ્ટ રહીએ છીએ, અને જેના તેના આગળ અસંતોષના ઉદ્દગાર કાઢીએ છીએ. આપણને પ્રાપ્ત પ્રાણીપદાર્થપ્રતિ આ પ્રકારને વિરોધ અથવા ઠેષ દર્શાવીને આપણે ગર્ભિત રીતે એવું સૂચવીએ છીએ કે વધારે ઉત્તમ વસ્તુઓને માટે આપણે લાયક છતાં કેઈએ બળાત્કારથી આ ખરાબ પ્રાણી પદાર્થો આપણને પધરાવી દીધા છે. હવે વસ્તુતઃ સર્વોત્તમ પ્રાણી પદાર્થો માટે આપણે લાયક છીએ, એમાં કશો જ સંશય નથી, પરંતુ આપણી યોગ્યતા જ્યાં સુધી આપણે બહાર દર્શાવીએ નહિ ત્યાં સુધી આપણને સર્વોત્તમ પદાર્થો ન મળે એ સ્પષ્ટ જ છે. હાલ આપણને જે પદાર્થો મળેલા છે, તે જેટલી યોગ્યતા આપણે બહાર દર્શા
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦
[શ્રી વિનવવધવિચારરત્નાકર વેલી છે, તે પોતાના પ્રમાણુના જ મળેલા છે. જે આપણે સર્વોત્તમ પદાર્થો જોઈતા હોય તે આપણામાં રહેલી સર્વોત્તમ યોગ્યતાને આપણે બહાર દર્શાવવી જ જોઈએ; અને પ્રત્યેક વિચારવાનને એ સ્પષ્ટ ભાસ્યા વિના રહે તેમ નથી કે અસંતોષને ઉગારે કાઢવાથી કંઈ યોગ્યતા પ્રકટાવી શકાતી નથી; સંતિષ અને પ્રસન્નતાના ઉગારે જ યોગ્યતા દર્શાવે છે.
૧૯. તમને હાલ જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તે તમારી યોગ્યતા પ્રમાણેની જ થઈ છે. આથી ઉત્તમ સ્થિતિ જે તમારે જોઈતી હોય તે હાલની સ્થિતિને પરમપ્રસન્નતાપૂર્વક વધાવી લઈને તેમાં તમારાં જે કર્તવ્યો હોય તેને ખરા પ્રેમથી સાધો. પાંચમા ધોરણમાં બેસવાને યોગ્યતાવાળા વિદ્યાર્થીને તે ધોરણમાં બેસાડ્યા પછી તેનું કર્તવ્ય તે ધરણનાં પુસ્તકને પરમપ્રેમપૂર્વક અભ્યાસ કરવાનું છે. તે ધેરણનાં પુસ્તકોને અભ્યાસ જેમ અધિક પ્રેમ અને પ્રસન્નતાપૂર્વક તે કરે છે, તેમ છઠ્ઠા ધોરણમાં ચઢવાને તે સત્વર લાયક થાય છે. આમ ન કરતાં જે તે પાંચમા ધોરણનાં પુસ્તકો, શિક્ષકો, અને નિશાળની ઓરડીને દેષ કાવ્યા કરે છે, અને પાંચમા ધરણપ્રતિ વિષેધ અથવા અણગમો દર્શાવ્યા કરે છે, તે છઠ્ઠા ધોરણમાં ચઢવાની તેનામાં કદી પણ યોગ્યતા આવતી નથી એટલું જ નહિ પણ તેને પાંચમા ધોરણમાં જ સડ્યા કરવું પડે છે. તે જ પ્રમાણે આ સંસારરૂપી શાળામાં પણ આપણને જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય છે તે સ્થિતિનાં કર્તવ્યો જે આપણે ઉત્તમ પ્રકારે કરીએ છીએ તે જ તેનાથી ચઢિયાતી સ્થિતિ આપણને પ્રાપ્ત થાય છે, અન્યથા આપણને પ્રાપ્ત હલકી સ્થિતિમાં આપણે સર્વદા સવ્ય કરવું પડે છે.
૨૦૦. મનોને માટે ભાગ ફળપ્રતિ જ નિરંતર દૃષ્ટિ રાખનાર હોય છે, પરંતુ જે કર્તવ્ય મને પ્રાપ્ત છે, તેને હું સર્વોત્તમ પ્રકારે કરું છું કે કેમ, તે પ્રતિ કઈ વિરલની જ દૃષ્ટિ હોય છે. આથી ઘણા જ ઓછા મનુષ્યોને જગતમાં સર્વોત્તમ અભ્યદય જોવામાં આવે છે. ફળને માટે પ્રયત્ન કરનારા મનુષ્યોમાં પણ સારો પ્રયત્ન કરવાની દાનત ઘણું જ છેડાની હોય છે; મોટે ભાગે તે ઉપરચેટિયા પ્રયત્નથી આખે લાડવો રવાહી કરી જવાને તકાવનારે હોય છે. આવા મનુષ્યો તન દઈને અભ્યાસ ન કરનાર અને કોપી કરીને પરીક્ષામાં પાસ થઈ જવાને ઇચ્છનાર વિદ્યાર્થી જેવા છે. આવી રીતે પ્રસંગે પાસ થવાય છે, પરંતુ અભ્યાસ કરીને પાસ થનાર વિદ્યાર્થીની યોગ્યતામાં અને કોપી કરીને પાસ થનારની યોગ્યતામાં બહુ જ અંતર રહે છે. યોગ્યતા પ્રાપ્ત કરવાને અર્થે જ
Page #130
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૨૧
આ જગમાં જીવાનો પુનઃ પુનઃ અવતાર હોય છે, અને સાચી યોગ્યતા ફળને પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થતી નથી, પરંતુ સાચો પ્રયત્ન કરવાથી જ થાય છે, એ સદ્િવેષ્ટીએ નિરંતર સ્મરણમાં રાખવું અગત્યનું છે. પ્રયત્ન જ ચાગ્યતા અપનાર હાવાથી મનુષ્યે પ્રયત્ન કરવાનું પ્રાપ્ત થતાં કટાળવું નહિ જોઈએ, પણ પ્રહ સેવવા જોઈએ, પ્રહપૂર્વક પ્રયત્નને સેવતાં મનુષ્તી યાગ્યતા પ્રતિક્ષણ વૃદ્ધિને પામે છે, અને યોગ્યતા વધતાં આપણી જે હલકી સ્થિતિ હોય છે, તે એની મેળે જ, જેમ સના શરીર ઉપરથી કાંચળી ઊતરી જાય છે, તેમ આપણાથી અળગી થાય છે.
૨૦૧. ‘હું મહેનત કરી કરીને મરી જાઉં છું, પણ મારી કાઈ કદર કરતું નથી,’ એવું વચન માલનાર મનુષ્ય સાચી મહેનત કરતા નથી, તેની નજર પોતાની ‘કુદર’ કરાવવા ઉપર હોય છે. મહેનત કરવાના સમયમાં ‘કદર’ ઉપર સેંકડા વાર તેનુ ં ચિત્ત જઈ જઈ ને ઠંક્યા કરે છે. કાણુ કહી શકશે કે આમ દ્વિધા ચિત્તથી કરેલા પ્રયત્ન તે સાચા પ્રયત્ન છે ? સાચા પ્રયત્નમાં ફળપ્રતિ દૃષ્ટિ હોતી જ નથી. પ્રયત્નમાં રહેલી રમણીયતાઅથે જ જે પ્રયત્ન સેવાય છે, તે સાચા પ્રયત્ન છે. કમ માં અર્થાત્ પ્રયત્નમાં જ મનુષ્યના અધિકાર છે, ફળમાં નથી, એ
શાસ્ત્રવચન અત્યંત સત્ય છે.
૨૦૨. જે કલ્યાણકારક સત્તા વિશ્વમાં વ્યાપી રહી છે, તે સત્તાએ તમારી યોગ્યતા જોઈ ને જ આ સ્થિતિમાં તમને મૂક્યા છે, જો તમારી આથી વધારે યોગ્યતા હોત તો તમારા કાઈ ચક્રવતી નૃપતિને ત્યાં કે કાઈ કાટીપતિ શ્રીમાને ત્યાં જન્મ કરત. ઉભયમાંથી એકે સ્થળે અથવા તમારા ઈચ્છેલે સ્થળે નથી કર્યાં, એ જ સિદ્ધ કરે છે કે તમે આ સ્થિતિને જ યોગ્ય છે, અને આ સ્થિતિનાં કબ્યા તનમનથી કરવાથી જ તમારી ઉન્નતિ છે, એમ તે સન સત્તાનો નિશ્ચય છે. આમ છે તેા હવે ખડખડવું છેાડી દે, અસંતોષના ઉદ્ગારા કાઢવા બંધ કરો, અને તમારી યોગ્યતાનું જ તમને મળ્યું છે, એમ જાણીને તે સ્થિતિનાં કબ્યા સાધવા કિટ કસે. વિશ્વવ્યવસ્થાપક સત્તાની જે ચ્છા છે, તેને જ તમારી પણ Ùચ્છા કરો, અને પ્રસન્નતાપૂર્વક તે ઈચ્છાને અનુસરો. આ અને આ રીતે જ તમે તમારી પ્રાપ્ત સ્થિતિને બદલી શકશે. એ વિના અન્ય કાઈ માર્ગ નથી.
૨૦૩, અને આ માગે અનુસરતાં વર્ષે, દશે વર્ષે કે વીસે વર્ષે પણ તમારી સ્થિતિ ન બદલાય, તમારું ધારેલું ઉત્તમ ફળ સમીપ આવેલું ન જણાય, અથવા
૧૬
Page #131
--------------------------------------------------------------------------
________________
૧રર
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
મરણપર્યત પણ સમીપ આવવાનું કોઈ ચિહ્ન ન જણાય તે પણ તમારા ધેર્યને અને શાંતિનો ત્યાગ કરશે નહિ. ભગીરથનું દષ્ટાંત સ્મરણ કરી પુનઃ પ્રયત્ન વેગ વધારશે. પ્રયત્નને છોડી દેવામાં વિજયના સર્વ સંભવો એકદમ બંધ પડી જાય છે, ત્યારે પ્રયત્નને ચાલું રાખવામાં તે મેડાવહેલા પણ ફળે જ છે.
૨૦૪. મુક્તિ, સ્વતંત્રતા, અખંડ સુખ, આ સર્વ એક જ સ્થિતિને દર્શાવનારા શબ્દ છે. આ કલ્યાણકારક સ્થિતિને પ્રાપ્ત કરવી, એ જ જીવમાત્રને મુખ્ય ઉદ્દેશ છે. આ સ્થિતિને પ્રાપ્ત કરનાર જે અવિચલ શાંતિનો અનુભવ કરે છે, તે શાંતિ વાણીવડે અવાએ છે, તથા મન અને બુદ્ધિવડે અગમ્ય છે. આ અવિચલ શાંતિના ઉચ્ચ પ્રદેશમાં આ સંસારની ભારે ધમાચકડીને અભાવ છે. તે રજસ્ અને તમસ ઉભયથી રહિત છે. ચિન્મય શાંત પ્રકાશ ત્યાં વ્યાપી રહ્યો છે.
૨૦૫. શાંતિના આ ઉચ્ચ પ્રદેશે પહોંચવા માટે આપણે પ્રત્યેકે એક નહિ પણ અસંખ્ય પગથિયાં ચઢવાનાં છે. જે સ્થિતિમાં હાલ આપણે છીએ તે સ્થિતિનાં કર્તવ્ય, તે આ અસંખ્ય પગથિયાંમાંનાં થોડાં પગથિયાં છે. આ પ્રત્યેક પગથિયાંઉપર આપણે શાંતિથી અને વૈર્યથી ચઢવાનું છે. દશવિશ પગથિયાં સામટાં કૂદી ઝટ હું આખી નિસરણ ચઢી જાઉં, એવી તાલાવેલી કરનાર ઊંચે ન જતાં હોય છે તે પગથિયાંઉપરથી પણ હેઠે પડે છે, અને વળી પછડાય છે. આથી તાલાવેલી કરશે નહિ, તેમ જ દેશો નહિ તેમ જ કૂદકો મારશે નહિ. કાળ અનંત છે, એમ જાણીને ધેર્યથી એકેક પગલું ચઢજો. મેટાં કામે ધર્યથી જ સધાય છે, તાલાવેલીથી નહિ. પ્રાપ્ત સ્થિતિનાં નાનાં નાનાં કર્તવ્ય સર્વોત્તમ પ્રકારે કરવાં, એનું નામ વૈર્યથી એક પગથિયું ચઢવું એ છે. પ્રાપ્ત સ્થિતિમાં અપ્રસન્નતા, અસંતોષ, અણગમે, દ્વેષ ત્યજવાં એનું નામ બીજું પગથિયું ચઢવું એ છે. બીજાઓનાં ખેતરણ કાઢવાં છોડી દઈને, બીજાનાં હૃદયને દંશ કરે એવાં વચન વદવાનાં ત્યજી દઈને, પ્રાપ્ત કર્તવ્યપ્રતિ જ એકાગ્ર દૃષ્ટિ રાખવી, એનું નામ ત્રીજું પગથિયું ચઢવું એ છે. ફળ ન જણાય તો પણ વ્યાકુલ ન થવું, વિપત્તિનાં વાવાઝોડાં થાય તે પણ મનને વ્યગ્ર ન થવા દેવું, એનું નામ શું પગથિયું ચઢવું, એ છે. ન ગમતાં કામે પણ આપણે કરવામાં આવી પડવાથી પ્રેમથી તેમને કરવા, ન ગમતા પ્રાણી પદાર્થોસાથે આપણે સંબંધ થઈ જવાથી તેમની સાથે પ્રેમથી વર્તવું, એનું નામ પાંચમું પગથિયું ચઢવું એ છે. આવાં આવાં કર્તવ્યની નિસ
Page #132
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૨૩
રણીનાં અનેક પગથિયાં છે. શાંતિથી એકએક પગથિયાઉપર ચઢજે. નિસરણી ઘણી ઊંચી દેખાય છે, અને તેને અસંખ્ય પગથિયાં હોય એવું દેખાય છે, તે પણ કેટલાંક પગથિયાં સાવધાનતાથી ચઢતાં તમને સમજાશે કે કાં તે નિસરણી ટૂંકી થઈ છે, અથવા તમે હજાર પગથિયાં ઉપર ચઢી આવ્યા છે. શિખર જણાય છે. અલ્પ સમયમાં અવિચલ શાંતિ પ્રદેશ દૃષ્ટિએ પડે છે.
૨૦૬. નિરંતર અધિક ઊંચાં ઊંચાં સુખની વાટ જોયા કરે. જેમ અધિક અધિક શુભને પ્રાપ્ત થવાની તમે આશા રાખે છે, તેમ તમને અધિક અધિક શુભ પ્રાપ્ત થયાં જાય છે. આ માનસશાસ્ત્રને, કદી નિષ્ફળ ન જાય એવો નિયમ છે. આમ હોવાથી જે જે શુભ વસ્તુઓની આપણે કલ્પના કરી શકતા હોઈએ, તથા જેમને ઉપભોગ કરવાનું આપણામાં સામર્થ્ય હોય તે સર્વ વસ્તુઓ આપણને પ્રાપ્ત થનાર જ છે, એવો નિશ્ચય રાખી તેમને પ્રાપ્ત થવાની આપણે વાટ જોયા જ કરવી જોઈએ. આમ છતાં આપણે અંતઃકરણને એવું બળવાન કરી રાખવું જોઈએ કે જેટલું આપણે ધાર્યું હોય તેના કરતાં આપણને ઘણું ઓછું મળે તે પણ આપણને નિરાશા ન થાય. અમુક વ્યાપારમાં આપણે એક હજાર રૂપિયા નફે મળવાની આશા રાખી હોય, અને તે પણ તેમાં આપણને માત્ર સો રૂપૈયા અથવા પચાસ રૂપિયા જ નફો મળે તે આપણે નાહિંમત થઈ જવું ન જોઈએ. જો આપણે તે વ્યાપારમાં જરા પણ નફાની આશા ન રાખી હતી તે આપણને હાલ જે સે અથવા પચાસ મળ્યા છે, તે પણ ન મળત. જેની જેની તમારે જરૂર હોય તે સર્વને પ્રાપ્ત થવાની આશા રાખે; ધાર્યા પ્રમાણે પદાર્થો મળે, અથવા જેટલી આશા રાખી હોય તેના કરતાં ઘણા જ ઓછા મળે, તે ઉપર જરા પણ ધ્યાન આપ્યા વિના જેની તમારે જરૂર હોય તેની નિરંતર વાટ જોયા જ કરે; અને તમને અનુભવ થશે કે જે તમને પ્રાપ્ત થાય છે, તેનું પ્રમાણ પ્રતિવર્ષ અધિક અને અધિક થતું જાય છે.
૨૦૭. જયારે માથા ઉપર કાળું વાદળું ઝઝૂમી રહેલું જણાય, અને સંપત્તિને બદલે વિપત્તિ તમારા સામે દાંતિયાં કરતી જણાય ત્યારે ચિંતાવડે વ્યાકુળ ના થાઓ, વ્યગ્રતાને વશ થઈને હાંફલાફાંફલા ન બની જાઓ, અને આ આવનાર વિપત્તિના ભારથી તમે છુંદાઈ જશે, એવા વિચારને એક ક્ષણ વાર પણ તમારા અંતઃકરણમાં પ્રવેશવા ન દે. આ પ્રસંગે પૂર્વના કરતાં પણ વધારે દઢ નિશ્ચયવાળા થાઓ, છાતી અને માથું ટટાર રાખો, તમારા પિતાનામાં
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
[ શ્રી વિશ્વવંધવિચારરત્નાકર
અપૂર્વ શ્રદ્ધાને ધરે, અને કોઈ દિવસ પણ નહિ દર્શાવ્યું હોય એવું તનનું તથા મનનું બળ દર્શા. આ પ્રસંગે ઢગલા જેવા થઈ જવું, અર્થાત મનની દુર્બળ સ્થિતિ કરવી, એ અત્યંત હાનિને કરનાર છે. એમ કરવાથી આપણે આપણે હાથે જ વિપત્તિના મુખમાં જઈને પડીએ છીએ. જેઓ આ પ્રસંગે નાહિંમત થઈ જાય છે, અને વિપત્તિના ભયથી ઢગલા જેવા થઈ જાય છે, તેઓ પિતાના મનની અત્યંત દુર્બળ સ્થિત કરી નાંખે છે; અને આ દુર્બલ સ્થિતિ તેમને અલ્પ સમયમાં વિપત્તિના હાથમાં રમવાના દડા જેવા કરી મૂકે છે. એથી ઊલટું આવા પ્રસંગમાં જે મનની દઢ નિશ્ચયવાળી બળવાન સ્થિતિ આગ્રહથી રાખી રહેવામાં આવે છે તો તે વિપત્તિને સમીપ આવતી અવશ્ય અટકાવે છે, અને વિપત્તિ આવતી અટકે છે તથા સંપત્તિ મળે છે, એટલું જ નહિ પણ સંપત્તિની સાથે આપણું મનનું બળ પણ ઘણું જ વધેલું આપણને જણાય છે.
૨૦૮. શબ્દથી અથવા હાવભાવથી સામા માણસના અંતઃકરણમાં જે અર્થ આપણે દઢપણે ઠસાવીએ છીએ તેનું નામ ઘોતન છે. ઘોતનનો યોગ્ય ઉપયોગ કરતાં આવડવો એ એક મોટી કળા છે; અને નિયમિત રીતે વિધિપૂર્વક જે આ કળાને ઉપયોગ કરવામાં આવે છે તે તેથી અત્યંત સંતોષકારક પરિણામ પ્રકટ છે. ગયેલું આરોગ્ય પાછું મેળવવામાં, મનને વિકાસ કરવામાં તથા સદાચરણી થવામાં ઘોતને અત્યંત ઉપયોગી થઈ પડે છે, એટલું જ નહિ પરંતુ પ્રેમનું તથા મિત્રતાનું સંરક્ષણ કરવામાં તથા તેમને પ્રાપ્ત કરવામાં પણ તે તેવું જ ઉપયોગી હોય છે. એક પક્ષથી દ્યોતનનો સદુપયોગ જેમ આશ્ચર્યકારક લાભને પ્રણાવે છે, તેમ અન્ય પક્ષે તેને દુરુપયોગ નહિ ધારેલી હાનિને ઉપજાવે છે. ઘણી સ્ત્રીઓ પિતાના પતિને નિત્ય કહે છે, “તમને તે મારું મોટું જ હવે ગમતું નથી. પહેલાં તે તમે મારી સાથે હસતા, બોલતા, તથા બે ઘડી નિરાંતે વાત કરતા, પણ હમણાં બે મહિનાથી હું જોઉં છું કે તમારે મારા ઉપરથી પ્રેમ દિવસે દિવસે ઓછો થતો જાય છે.”
૨૦૯ આ પ્રકારનાં સ્ત્રીનાં પિતાના પતિપ્રતિનાં વચને, એ પ્રતિકૂળ વતન છે. જ્યારે કઈ સ્ત્રી પિતાના પતિને આવા ભાવનાં વચને કહે છે, ત્યારે તે તેના અંતઃકરણમાં તેને પ્રેમ ઓછો કરનાર વિચારનાં આંદેલનેને પ્રકટાવે છે. પતિના મનમાં પૂર્વે કંઈ જ હોતું નથી. કેઈ કામમાં ગૂંથાયાથી તેને પિતાની પત્ની સાથે હાસ્યવિદ કરવાને સમય મળે તે નથી. તેને પ્રેમ
Page #134
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૨૫
તેના ઉપર પૂર્વના જેવા જ હોય છે; પરંતુ ‘તમને હવે મારું માં ગમતું નથી’ એવા પ્રતિકૂળ દ્યોતનનું વિષ નિત્ય જો તેના કાનમાં રેડ્યા કરવામાં આવે છે તે તેના પ્રેમઉપર તેની અસર થાય છે. તે ધીરે ધીરે ઓછે થવા માંડે છે. તે પુરુષની પોતાની પત્નીઉપર પ્રેમ કરવાની ઈચ્છા છતાં પણ તેના ઉપર તેને અભાવ ઊપજતા જાય છે, અને તેનું માં તેને ગમતું નથી. પતિને પણ સમજાતું નથી કે મારા પ્રેમ મારી પત્નીઉપરથી શાથી આછે. થઈ ગયા.
૨૧૦. પતિના સ્ત્રીસાથેના વનમાં, અથવા સ્ત્રીના પતિસાથેના વનમાં કાઈ તુચ્છ કારણને લીધે સહજ ફેર પડવાથી, આ પ્રકારનું પ્રતિકૂળ દ્યોતન કરવાથી ઘણાં સ્ત્રીપુરુષોના શુદ્ધ પ્રેમમાં વિચ્છેદ પડવાનાં અસંખ્ય દષ્ટાંતો વ્યવહારમાં મળી આવ્યા વિના રહેતાં નથી. ‘તારું ચિત્ત હમણાંનુ કાણુ જાણે કાનામાં ભમે છે' એવા પ્રતિકૂળ દ્યોતનથી ધણા પુષોએ પોતાની નિર્દોષ સદાચરણી સ્ત્રીને દુરાચારના માર્ગોના માહ લગાડ્યો હોય છે, તથા તે જ પ્રમાણે ‘હમણાંના તમે ધેર થાડું શાથી રહા છે, તેનુ કારણ હું જાણુ છુ...' એવાં માર્મિક વચને વદીને ઘણી સ્ત્રીઓએ પોતાના નિષ્કલંક સદ્ગુણી પતિને દુગુ ણુના પંથમાં પ્રેર્યાં હાય છે.
૨૧૧. જ્યારે મનુષ્યનું મન આડી દિશામાં વહેતું આપણને જણાય ત્યારે તે તરફ આપણે તેનુ ધ્યાન ખેંચવુ ન જોઈ એ. એમ કરવાર્થી તે આડી દિશામાં તેનું મન વધારે આગળ વહેવા માંડવાનુ; અને આપણા ધટીટ કારો નિત્ય ચાલ્યા કરે છે, તો જે ખાડામાંથી તે મનુ'યને ઉગારવાના આપણે પ્રયત્ન હાય છે, તે ખાડાના મધ્યમાં જ તે મનુષ્યને પડેલા આપણે જોઈએ છીએ. દ્યોતનના નિયમે નહિ જાણનાર મનુષ્યા આમ બને છે ત્યારે ધૂંવાપૂવા થઈ જાય છે. તેઓ તે આડે માગે જનારઉપર કઠોર વચનાના પ્રહાર કરે છે. તેઓને આશ્ચય થાય છે કે આટલી અ ટલી ચેતવણી આપવા છતાં પણ આ મનુષ્ય કેટલા દુષ્ટ છે કે જરા પણ સુધરતા નથી, પરંતુ તેને ભાન નથી કે તેનામાં પ્રકટેલી દુષ્ટતાનું કારણ તેઓ પોતે જ છે—તેઓનું પ્રતિકૂળ દ્યોતન છે.
૨૧૨. જે આડે માગે જતા હોય તેને ધક્કો મારવાની જરૂર નથી, પણ પાછા ખેલાવવાની—સન્માર્ગીમાં પાછા આણવાની—જરૂર છે. પ્રતિકૂળ દ્યોતન તેને ધક્કો મારીને આડા માર્ગોમાં વધારે દૂર કાઢે છે. અનુકૂળ દ્યોતન જ તેને સન્માગ માં પાછે સ્થાપે છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬
[ શ્રી વિનવવંધવિચારરત્નાકર
૨૧૩. તમારી સ્ત્રીને અથવા તમારા પતિને તમારા ઉપર ઓછો પ્રેમ થતું જાય છે, એવું તમને ભાન થાય કે તરત તે વાતને વીસરી જાઓ. તમારી સ્ત્રીને અથવા તમારા પતિને આ સંબંધમાં એક અક્ષર પણ ન કહો. પૂર્વના કરતાં પણ તેની સાથે વધારે પ્રેમવાળું વર્તન કરે. ‘તમને મારું ગમતું નથી.” એવું કઠેર વચન કહેવાને બદલે કહો કે “તમે મારા ઉપર હમણને બહુ જ પ્રેમ રાખો છે, નહિ વાર ? તમારા સાચા પ્રેમની મારું મન સાક્ષી પૂરે છે, અને તેથી મને બહુ જ સંતોષ થાય છે. તમારા આવાં વચનાથી તમે તેના મનમાં તમારા ઉપર તેને અધિક પ્રેમ થાય એવા વિચારના વેગને ગતિ આપે છે, અને તેથી તેને તમારા ઉપર પ્રેમ વધતો જાય છે. તમારા ઉપરના તેના પ્રેમને તમે ધકકો મારીને વેગળો કાઢી મૂકતા નથી, પણ અનુકૂળ દ્યોતનથી પાછો બોલાવો છો, અને તે નિરંતર વૃદ્ધિને પામે એવા ઉપાયને યોજે છે.
૨૧૪. પતિ, પત્ની, માતા, પિતા, ગુરુ, શિષ, મિત્ર વગેરે વિવિધ સંબંધોમાં અનુકૂળ ઘોતને વાપરવાની કળાને સિદ્ધ કરે. પરંતુ ઘોતનને, સમજયા વિના, હદઉપરાંત વાપરતા નહિ. નિયમિત પ્રમાણમાં અને યોગ્ય સમયે વાપરેલું દ્યોતન જ સફળ થાય છે.
૨૧૫. હડહડતી જૂઠી વાતને પણ વેતનવડે બીજાઓને સાચી મનાવી શકાય છે. કોઈ મનુષ્ય અત્યંત પ્રમાણિક હોય પરંતુ તે બળ છે, ધુતારો છે, એવું ઘતન જો નિત્ય કઈ આપણને કર્યા કરે તે કેટલેક દિવસે તેના પ્રમાણિકપણમાં આપણને સંશય ઉત્પન્ન થાય છે. કેઈ સ્ત્રી પતિવ્રતા હોય પરંતુ તે દુરાચારી છે, એવાં વચને નિત્ય આપણા કાનમાં કેઈ નાંખ્યા કરે તે અલ્પ સમયમાં તે સ્ત્રીના પવિત્રાચારમાં આપણને શંકા પ્રકટે છે. ઘોતનવડે અનેક દુર્જનેએ આ પ્રમાણે મિત્રોમિત્રોમાં વેરેને પ્રકટાવ્યાં છે, શુદ્ધ હવાળાં દંપતીમાં કલહ પ્રકટાવ્યો છે, રાજા તથા તેના પ્રધાન વચ્ચે કુસંપ કરાવ્યો છે, ગુરુમાં શિષ્યની અશ્રદ્ધાને ઉત્પન્ન કરી છે; રવલ્પમાં અનેક અનર્થોને ઉભા કર્યા છે.
૨૧૬. બીજાઓને હાનિ કરે, એવું ઘતન કરતાં જેમ આપણે સાવધ રહેવાની જરૂર છે, તે જ પ્રમાણે બીજાઓ તરફથી કરવામાં આવતાં પ્રતિકૂળ ઘોતન ગ્રહણ કરતાં પણ આપણે તેટલી જ સાવધાનતા સેવવાની જરૂર છે. આપણા મિત્રઉપર શુદ્ધ રહ રાખવાનું આપણું કર્તવ્ય જે આપણે સમજતા હોઈએ, તે પછી તેનું કૂંડું આપણે આગળ જે કઈ બેલે તે આપણે
Page #136
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૨૭
તે પ્રતિ જરા પણ કાન ન માંડવો જોઈએ. આપણા માતાપિતાપ્રતિ શુદ્ધ ભક્તિ જે આપણે રાખવી હોય તે પછી તેમના અવગુણ ગાનાર આપણી પ્રતિકૂળ સ્ત્રી અથવા સંબંધીનું એક પણ વચન આપણે આપણું કાનમાં ન પ્રવેશવા દેવું જોઈએ, આપણું ગુમાં ઈશ્વરબુદ્ધિ જે આપણે સ્થાપી હોય અને તેમાં જ આપણું હિત આપણે નિશ્ચય કર્યું હોય તે પછી તેમની નિંદાના એક પણ વચનને આપણે આપણું કાનમાં આવવા દેવું નહિ જોઈએ અસાવધાનતાથી જે આપણે આમ થવા દઈએ છીએ તે પરિણામે ઘોતનના પૂર્વોક્ત નિયમપ્રમાણે આપણને આપણા સાચા મિત્રમાં, આપણાં પૂજય માતાપિતામાં તથા આપણા ઇષ્ટ સદ્ગમાં દેષનું ભાન થાય છે, અને તેમ થતાં આપણું અહિત થવાને સંભવ આવે છે. આથી જ શાસ્ત્રમાં ગુની આપણે આગળ જો કોઈ નિંદા કરે તે તેને તાડન કરવાની, તથા તેવું સામર્થ્ય ન હોય તે ત્યાં એક ક્ષણ પણ ઉભા ન રહેવાની આજ્ઞા કરી છે.
૨૧૭. કેટલાક અજ્ઞાન મનુ બીજાનાં ગમે તેવાં દ્યોતને કેટલાં અનર્થ કરનારાં હોય છે, તે જાણ્યા વિના રાજી થતા થતા તેને સાંભળ્યા કરે છે. પરિણામે તે જ ઘોતને તેમના અંતઃકરણમાં ઊંડાં મૂળ નાંખે છે, અને તેમ છતાં જે વાત પ્રથમ તેઓ ખોટી માનતા હતા, તેને સાચી માને છે, અને આ પ્રમાણે પિતાને હાથે જ પિતાનું અહિત સાધે છે.
૨૧૮. ઘોતને ભેટે ઉપયોગ કરવાથી ઘણી વાર ભારે કલહનાં મૂળ રોપાય છે. પુત્રને માતા ઉપર સ્નેહ છતાં પણ, પિતાની પત્ની પ્રતિ તેનું પ્રેમયુક્ત વર્તન જોઈ માતા, વારંવાર પુત્રના આગળ તથા અન્ય સંબંધીઓ આગળ કહ્યા કરે છે કે છોકરાને અને વહુને મા વચમાં એક આડખીલી જેવી થઈ પડી છે. મારી સાથે પાઘડી પણ હસી ખુશીને વાત કરતું નથી, અને વહુને દેખી કે બત્રીસે કઠે દીવા થઈ જાય છે વગેરે.” આવાં આવાં અનેક અયોગ્ય ઘોતનથી પુત્રના અંતઃકરણમાં વિરોધને જાગ્રત કરી તેને નિરંતર પોષણ આપ્યા જ કરે છે. ઘતન સદુપયોગ કરતાં માતાને જે આવડતો હોય તે પુત્રને પિતાના પ્રતિ બાળપણમાં જેવો પ્રેમ હોય છે તે જ પ્રેમ તે અંતપર્યત રક્ષી શકે છે, એટલું જ નહિ પણ વિરોધ થવાના પ્રસંગે આવતાં છતાં પણ તે પ્રસંગને તે તત્કાળ સુખરૂપ કરી શકે છે.
૧૯. તમારા મિત્રનું, સ્ત્રીનું, પતિનું કે ગમે તે સંબંધીનું વર્તન તમને પ્રતિકુળ જણાય તો તે સંબંધમાં મૌનને જ સેવ, અથવા જે બોલવું જ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
હોય તે તે પ્રસંગમાં જે શુભ અંશ રહેલો હોય તેને શોધી કાઢી તે પ્રતિ તેનું લક્ષ ખેંચજે. વધારે પ્રેમ દર્શાવનારા, વધારે મમતા દર્શાવનારા અને વધારે સમભાવને દર્શાવનારા થજો, અને ખોટો ડોળ કરશો નહિ, પણ અંતઃકરણમાંથી જ પ્રેમ, મમતા તથા સમભાવને પ્રકટાવજે. શાંત થજે, અને અંતકરણમાં પ્રસન્નતાને પ્રકટાવજે, અને જાણે કશું જ બન્યું ન હોય તેમ તમારું નિત્યનું કામ કર્યા કરજે. જે કંઈ બોલે તે બહુ વિચારપૂર્વક બોલજે, અને અન્યના અંતઃકરણને પ્રસન્નતા ઉપજાવનાર શબ્દવિના એક પણ શબ્દને મુખમાંથી બહાર કાઢશે નહિ. અલ્પ સમયમાં ઘેરાયેલું વાદળ વીખરાઈ જશે; પણ કદાચ ન વીખરાય તે પૈર્ય ધરજે. ઘેડ સમય હૈયે ધરવાથી તમને કંઈ હાનિ થવાની નથી. પરિણામે તમારે જ વિજય થવાને છે.
૨૨૦. વ્યવહારમાં અંતઃકરણમાં ગ્લાનિ થવાના અનેક પ્રસંગે આવે છે. આ પ્રસંગે બીજાનું એલવું જેમ આપણને ચતું નથી, તેમ આપણને પિતાને પણ કોઈની સાથે બોલવું ચતું નથી. આવી ગ્લાનિને અંત:કરણમાં કદી પણ પ્રકટવા દેશો નહિ. કદાચ તે પ્રકટવાનો સંભવ આવે તે તત્કાળ પ્રસન્નતાના વિચાર કરજે, અને અન્યને પ્રસન્નતા થાય એવા શબ્દો સાવધાનતા રાખીને બોલજો. આવી સાવધાનતા ન રાખવાથી ઘણુ મનુ દીર્ઘ કાળના સ્નેહને એક ક્ષણમાં તેડી નાંખે છે. અંતઃકરણની વ્યગ્રતાને લીધે તેઓ ન બોલવાનાં વચન બોલી બેસે છે. પતિ સ્ત્રીને કહે છે, “જા અહીંથી તારું કાળું કર; તાસમાં મને ન બતાવીશ.” સ્ત્રી પતિને કહે છે, “તમે હમણાં મારું નામ ન દેશે.” અહીં દુઃખથી બળી જઈએ છીએ તેમાં દાઝયા ઉપર ડામ દેવાને તમારે આ શો સ્વભાવ પડ્યો છે ! જાઓ, તમે તમારું કામ કરો, અને મને મારે પડી રહેવા દો. આવાં કઠેર વચને પ્રતિકૂળ ઘટનને પ્રકટાવ્યા વિના રહેતાં નથી. સ્ત્રીએ પતિઉપર તેમ પતિએ સ્ત્રી ઉપર અંતઃકરણમાં એક ક્ષણ પણ અભાવને ન ઊપજવા દેવો જોઈએ. આવો અભાવ કઈ દિવસ ન ઊપજે માટે તેમણે આત્મદ્યોતનવડે પિતાના પ્રેમને નિરંતર બળવાન કર્યા કરવો જોઈએ. સ્ત્રીઓ દિવસમાં અનેક વાર પિતાના મન સાથે બોલવું જોઈએ કે “મારા પતિ અને પ્રતિક્ષણ પ્રાણ કરતાં પણ અધિક પ્રિય થતા જાય છે. તે દિવસે દિવસે અધિક સુસ્વભાવને ધારણ કરતા જાય છે.” પતિએ પણ દિવસમાં અનેક વાર આત્મઘતન કરવું જોઈએ કે મારી પત્ની મને પ્રતિદિન અધિક અને અધિક પ્રિય થતી જાય છે. તેનામાં સગુણે પ્રતિક્ષણ વૃદ્ધિને પામતા જાય છે. આવા અભ્યાસનાં ઉત્તમ ફળ ઉત્પન્ન થયા વિના રહેતાં જ નથી.
Page #138
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૨૯
૨૨૧. વિચારના અને વનના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં દ્યોતનના સદુપયોગ કરવાની ઉપર જે સૂચના કરવામાં આવી છે તેથી એવા ભાવ - ગ્રહણ કરવાને નથી કે વ્યાખા દિવસ અમુક ગાઢવી રાખેલાં વાક્યો આપણે મનમાં તથા મુખથી ખેલ્યા કરવાં. વસ્તુતઃ પ્રત્યેક ક્ષણે જે કઈ ક્રિયા આપણે કરીએ છીએ, જે કંઈ રાબ્દ આપણે એલીએ છીએ, અને જે કંઈ વિચાર આપણે કરીએ છીએ, તે દ્યોતન છે. જે કાંઈ આપણે કરીએ છીએ, ખોલીએ છીએ અથવા વિચારીએ છીએ તે પ્રત્યેક ક્રિયા, શબ્દ, અને વિચાર આપણા પોતાના મનમાં, અથવા જેમના સંબંધમાં આપણુ આવીએ છીએ તેમના મનમાં તેજ જાતના ગુણને ઉત્પન્ન કરે છે. હવે પ્રશ્ન એ છે કે શુ' ઉત્પન્ન કરવાની આપણી ઇચ્છા છે ? સ’સારમાં જે દુઃખા અને લહેા નિત્ય આપણે જોઈએ છીએ તેમની વૃદ્ધિ કરવાની અને તેમને સ્થિર રાખવાની જો આપણી ચ્છા હોય તે મન, વાણી તથા શરીરના આપણે એવા વ્યાપારા કરવા જોઈએ કે જેથી તે દુઃખાની વૃદ્ધિ થાય, એથી ઊલટુ સંસારમાંથી દુઃખાને ઓછાં કરી સુખને ઉત્પન્ન કરવાની, તેને સ્થિર રાખવાની, તથા તેની વૃદ્ધિ કરવાની જે આપણી ઈચ્છા હોય તેા મન, વાણી, તથા શરીરથી આપણે એવા વ્યાપાર કરવા જોઈએ કે જેથી દુ:ખો ઓછાં થાય, અને સુખની વૃદ્ધિ થાય. જેવા આપણે વિચાર કરીએ છીએ, જેવી આપણે વાણી વદીએ છીએ અને જેવી આપણે ક્રિયા કરીએ છીએ, તે દિશામાં જ આપણી ગતિ થાય છે. અને પ્રત્યેક સદ્વિવેકી મનુષ્યની ા સુખપ્રતિ જ ગમન કરવાની હાવાથી આપણે મનમાં, વાણીમાં તથા વનમાં સુખનું જ દ્યોતન કરવુ જોઈ એ.
૨૨૨. હું સત્સ્વરૂપ છુ, ચિત્સ્વરૂપ છુ, અને આનંદસ્વરૂપ છું, એવા વિચારા ઘણાં વર્ષ સુધી તમે અખંડ સેવ્યા કરો તો તમે શું ધારો છે કે કેવા પરિણામ પાવશે? શુ તમે એમ ધારા છે કે તમે દિવસે દિવસે અસત્, અન્ન, અને દુઃખી થતા જશે ? શું તમે એમ ધારા છે કે આવું ચિંતન કરવાથી દિવસે દિવસે તમે અધિક અને અધિક ભ્રષ્ટ થતા જશો? ઉલટુ શાસ્ત્રથી અને અનુભવથી પણ તમને નિશ્ચય થયા છે કે આવા અખંડ આત્મદ્યોતનથી મનુષ્ય ક્રમે ક્રમે જીવત્વથી છૂટીને બ્રહ્મત્વને પ્રાપ્ત થતા જાય છે. જેવા વિચારા કરવાની આપણને ટેવ પડી જાય છે, તે વિચારાના સ્વરૂપપ્રમાણે જ કાં તે આપણે ઊંચે ચઢીએ છીએ અથવા કાં તેા નીચે પછડાઈએ છીએ. સામાન્ય પ્રકારના વિચાર। કર્યાં કરેા, અને તમે સામાન્ય છે, એવુ તમારા પોતાને માટે ભાન કર્યાં કરો,
૧૭
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
અને તમે તમને તેવા થયેલા અલ્પ સમયમાં જોશે; તમારી મુખમુદ્રા હલકા પ્રકારની થવા માંડશે, તમારાં કૃમાં ધીરે ધીરે લઘુતા આવતી જશે, તમારાં નેત્રમાંથી, વાણીમાંથી, વર્તનમાંથી સર્વમાંથી પ્રતાપ અને પ્રૌઢતા ઓછાં થવા માંડશે, અને તમે એક સામાન્ય પ્રકારના મનુષ્ય થઈને રહેશે. એથી ઉલટું તમારી મહત્તાના વિચાર કરવા માંડે, અને તમારી મહત્તાનું તમારા અંતરમાં ભાન કરો, અને અલ્પ સમયમાં જગતમાં તમે ગુણવાળા, પ્રતાપવાળા, અને મહત્તાવાળા પુષતરીકે પ્રસિદ્ધ થશે. તમારા મનનાં સઘળાં વલણે ઉચ્ચતાપ્રતિ વહેવા માંડશે; તમે અધિક અને અધિક સામર્થ્યયુક્ત મહત્તાને અને શ્રેષ્ઠતાને ઈચ્છવા માંડશે અને તમારા આખા શરીરમાં તમને મહત્તાનું દર્શન થવા માંડશે.
૨૨૩. જે મનુષ્ય ઉચ્ચ વિચારેને નિરંતર કરે છે, અને ઉચ્ચ જીવનનું ભાન કરવાને નિરંતર પ્રયત્ન સેવે છે, તેની આકૃતિ અથવા બાહ્ય સ્વરૂપે સામાન્ય મનુષ્યના જેવું હોતું નથી. કદાચ તેની મુખમુદ્રા મેહ ઉપજાવે એવી ન પણ હોય તથાપિ તેના મુખઉપર પ્રૌઢતા રમી રહી હોય છે, તેના શરીરના હલનચલન વગેરે વ્યાપારમાં જેનારને ઉચ્ચતાનું ભાન થાય છે, અને તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ઉચ્ચ પુરુષતરીકે નિરાળ પડે છે. તે નિરંતર અધિક અને અધિક મહત્તાને અને સામર્થ્યને પ્રાપ્ત કરતે રહે છે. તેનામાં અમુક ગુણો સ્વભાવસિદ્ધ છે તેથી આમ થાય છે, એમ કંઈ નથી, પરંતુ ઉચ્ચ અને અધિક ઉચ્ચ વિચારે કરવાને તેણે પિતાના મનને અભ્યાસ પાડ્યો છે, તેથી આમ થાય છે. વિચારની ઉચ્ચ સ્થિતિમાં પિતાના મનને રમાડ્યા કરવાનો પ્રયત્ન કરવાથી, પિતાનામાં જે અત્યંત ઉચ્ચ અને સર્વોત્કૃષ્ટ છે, તેને તે બહાર આણીને ક્રિયાશીલ કરે છે, અને તેથી કરીને તેનું શરીર, મન તથા વર્તન વધારે પૌઢ અને વધારે પ્રતાપવાળું થતું જાય છે. તેનામાં ઉત્કૃષ્ટતા દિવસે દિવસે અધિક પ્રમાણમાં આવતી જાય છે, કારણ કે ઉત્કૃષ્ટતાને તેણે પિતાના ધ્યેયરૂપે લીધેલી છે, અને ધ્યાતા ધ્યેયરૂપે થાય છે, અર્થાત જેનું મનુષ્ય ધ્યાન કરે છે, તેના જેવો જ તે થાય છે. એ સિદ્ધાંત હેવાથી તે અંતર્બહિર ઉત્કૃષ્ટ થઈ રહે છે.
૨૨૪. અંતરમાં જે પ્રકારનું મનુષ્ય ભાન કરે છે, તે પ્રકારના વિચારે તેને આવ્યા કરે છે. અમુક પ્રકારના વિચાર કરવાને માટે આપણે તે પ્રકારનું અંતરમાં ભાન કરવું જોઈએ. જે સ્થિતિઓનું આપણે અંતરમાં વારંવાર અને ઊંડું ભાન કરીએ છીએ, તે સ્થિતિ પ્રમાણેના જ વિચારો કરવાની આપણને ટેવ
Page #140
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૩૧
પડી જાય છે. આમ હાવાથી જો આપણે આપણા મનને ઉચ્ચ ગુણવાળુ અને મહાન કરવુ હોય તે આપણામાં ઉચ્ચ ગુણા અને મહત્તા છે, એવું આપણે અખંડ અંતરમાં ઊંડું ભાન કરવું જોઇએ. અને આ ઉચ્ચ ગુણ અને મહત્તા આપણામાં વસ્તુતઃ નથી, એમ કઈ નથી. આપણામાં તે છે જ. આપણામાં
વસ્તુતઃ નથી, તે આપણામાં છે, એવી કઈ આપણે ખોટી કલ્પના કરવાની નથી. શું આપણામાં આત્મા નથી ? અને આત્માથી વધારે ઉત્કૃષ્ટ અને વધારે મહાન આ જગમાં બીજું શું છે? આત્મા જ સ` ઉચ્ચ ગુણાના અને મહત્તાના મહાસાગર છે. જે કાંઈ ઉત્કૃષ્ટ છે, જે કંઈ અસાધારણ છે, અને જે કઈ ચમત્કારિક છે, તે સર્વ આત્મામાં છે, અને આત્મા આપણામાં હોવાથી અથવા આપણે જ આત્મા હૈાવાથી જે કાંઈ ઉત્કૃષ્ટ, અસાધારણ, અને ચમત્કારિક છે, તે સર્વ આપણામાં છે. આથી આપણામાં ઉત્કૃષ્ટતાનું, મહત્તાનું અથવા અસામાન્યતાનું ભાન કરવુ, એમાં અસત્ય જેવુ' અથવા ખોટી કલ્પના કરવા જેવું કંઈ જ નથી. એમાં મિથ્યા અભિમાન ધરવા જેવું કે ખોટો દંભ કરવા જેવું કંઈ જ નથી. આયી જ સત્થાઓ જીવને પોતાનામાં બ્રહ્મત્વનું ભાન કરવાના નિરંતર ઉપદેશ આપે છે; અને જ્યારે મનુષ્ય પોતાના અંતરમાં પોતાની ઉચ્ચતાનું અને મહત્તાનુ ભાન કરે છે, ત્યારે તે પોતાના બ્રહ્મત્વનું જ અલ્પ અંશમાં ભાન કરતો હાવાથી તેનુ તે વર્તન કેવળ સશાસ્ત્રાનુસાર જ છે. આમ હોવાથી જે પોતાનમાં પોતાની નિકૃષ્ટતા અથવા અધમતાને જોયા કરે છે, તેઓ પોતાના પ્રતિ પોતાના કર્તવ્યધમનું લેશ પણ પાલન કરતા નથી, પરંતુ જેઓ પોતાનામાં પોતાની ઉત્કૃષ્ટતાને જુએ છે, તે જ પોતાના પ્રતિ પોતાના કવ્યધમ'નું સર્વાંશે પાલન કરે છે.
مع
૨૨૫. આ પ્રકારે પોતાના કર્તવ્યનું પાલન કરનારને અર્થાત્ સન્માર્ગ ચાલનારને આરંભમાં ઘણી વાર કષ્ટ પડતું જોવામાં આવે છે, તેનું શું કારણ ? આમ પ્રસંગાપાત્ત બનતું જોવામાં આવે છે, એ ખરું છે પણ તેનુ કારણ સ્પષ્ટ છે. જ્યારે મનુષ્ય જૂનું ધર તોડીને નવું બાંધવા માંડે છે ત્યારે ઠેકાણે ઠેકાણે માટી, ઈંટા, તથા લાકડાના ઢગલા જ જોવામાં આવે છે. સવ સ્થળે પારવિનાની અવ્યવસ્થા હોય છે ઠરીને દામ ખેસવાની એક તસુ જગા પણ હોતી નથી. અવિચારની જૂની ઇમારત તોડીને સદ્િચારની નવી ઇમારત બાંધનારને પણ આવેા જ અનુભવ થાય છે. આ અનુભવથી સદ્ભિવેકીએ ગભરાવાનુ નથી, અને તે અવ્યવસ્થાને જ જોજો કરવાનું નથી. આ અવ્યવસ્થા ભણી દૃષ્ટિ રાખનારને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨
[ શ્રીવિશ્વવધવિચારરનાકર પિતાનું આખું જીવન દુઃખથી પૂર્ણ થઈ ગયેલું જ જણાવાનું. આથી અવ્યવસ્થાને ન જોતાં, નવી ઈમારત બાંધનાર જેમ તે બાંધવા ભણી જ દષ્ટિ રાખે છે, અને નિત્ય થેડી ડી બંધાતી જતી જોઈ પ્રસન્નતાને સેવે છે, તેમ પોતે આરંભેલા ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવા તરફ જ સકિકીએ દૃષ્ટિ રાખવી જોઈએ, અને તે ઉદ્દેશને નિત્ય ઘેડ ડે સિદ્ધ થતે જેઈ પ્રસન્નતાને સેવવી જોઈએ. પડેલી ઇમારતનાં રેડાં તથા માટીના ઢગલા ન જોતાં, નવી ઈટે, નવાં લાકડાં વગેરે સામાનને જે જોઈએ, અને નવી ઈમારત ચણવાનું કામ ધમધોકાર ચલાવવું જોઈએ. અલ્પ સમયમાં રેડાં તથા માટીના ઢગલા જતા રહી સુંદર ભવ્ય ભવન તૈયાર થયેલું દષ્ટિએ આવશે.
૨૨૬. જેઓ સક્રિચાર તથા સન્ક્રિયાને સેવવારૂપ નો માર્ગ ગ્રહણ કરે છે, તેઓને વિપત્તિ આવવી જ જોઈએ, એ કંઈ નિયમ નથી. પરંતુ મનુષ્ય જયારે ન માર્ગ ગ્રહણ કરે છે, ત્યારે સઘળું જ તેને નવું હોય છે, અને તેથી અનુભવરહિત મનુષ્યોથી થવી સંભવે, એવી તેનાથી ભૂલ થઈ જાય છે. સનમાર્ગમાં પ્રવેશતાં તત્કાળ તેમાં કુશળતા આવી જતી નથી. દીર્ધ કાળથી ડે માર્ગે વહેવાને પ્રબળ અભ્યાસ એકદમ છૂટ નથી, અને તેથી જીવનમાં અવ્યવસ્થા અથવા દુઃખનું ભાન થાય, એ સ્વાભાવિક છે. આમ છતાં સન્માર્ગમાં જે આપણે દૃઢ આગ્રહવાળા છીએ અને પરિણામે વિજયને પ્રાપ્ત કરવાના આપણા સામર્થ્યમાં અમર્યાદ શ્રદ્ધાને ધરીએ છીએ તે ક્રમે ક્રમે આપણું આખું જીવન વ્યવસ્થાવાળું અને સુખરૂપ થતું જાય છે. મુખ્ય આપણે જે સાવધાનતા રાખવાની છે તે એ છે કે વિપત્તિને આવેલી જોઈને ગભરાઈ જવું નહિ, અને સન્માર્ગને ત્યજવો નહિ. એકવાર સન્માર્ગને ગ્રહણ કર્યા પછી અને તેમાં પ્રતિક્ષણ આગળ વધવાને નિશ્ચય કર્યા પછી ગમે તેમ થાય તે પણ તે નિશ્ચયથી ચલિત ન થવું. આવી રીતે વર્તતાં અવ્યવસ્થા, દુઃખ અને વિઘો અળાઈ ગયા વિના રહેશે જ નહિ. જે ઉચ્ચ ઉદેશ સિદ્ધ કરવા ધાર્યો તેને નહિ ત્યજે, તે તે ઉદેશની સિદ્ધિથી પ્રાપ્ત થનારું ફળ પણ તમને નહિ ત્યજે. ઉચ્ચતાને પ્રાપ્ત કરવાને તમે ઊંચે ચઢવા માંડે, અને ઉચ્ચતા તમને ભેટવાને નીચે ઊતરવા માંડશે, અને તમારે ઉભયને જ્યારે સંયોગ થશે ત્યારે વિપત્તિઉપર તમને સામ્રાજ્ય પ્રાપ્ત થશે. તે સમયે પ્રારબ્ધરૂપી પવનથી ગમે તે દિશામાં ઉડાડવામાં આવતા સૂકા પાંદડા જેવા તમે નહિ રહે, પરંતુ પ્રારબ્ધના પણ પતિ થઈ તમારી ઈચ્છાનુસાર તમે તેને પ્રેરશે.
Page #142
--------------------------------------------------------------------------
________________
વિચારરાશિ ]
૧૩૩
૨૨૭. જ્યારે આ સંસાર તમને દુઃખથી ભરેલો લાગે અને જીવવા કરતાં કરવામાં વધારે સુખ રહેલું છે, એમ ભાન થાય, ત્યારે નકક્કી માનજો કે તમારા જ્ઞાનતંતુઓ દુર્બળ પડી ગયા છે, અને તેમને બળવાન કરવાની જ તમારે જરૂર છે. તમને સંસાર દુઃખરૂપ જણાવામાં અને મરણ સુખરૂપ ભાસવામાં આ વિના બીજું કશું જ કારણ નથી. જ્યારે તમારે મજજાશય (જ્ઞાનતંતુઓને સમૂહ nervous system) બળવાન સ્થિતિમાં હોય છે, અને તમારામાં જીવનતત્વ સંપૂર્ણ રીતે ભરેલું હોય છે, ત્યારે જીવવામાં આનંદ જ ભાસે છે, પ્રત્યેક વસ્તુ સુંદર જણાય છે, અને ગમે તેવો પ્રતિકૂળ પ્રસંગ પણ મનમાં વિકળતાને પ્રકટાવતા નથી. તમને જીવવું ગમે છે, અને ઘણાં વર્ષ જીવવું ગમે છે, એટલું જ નહિ પણ તમારામાં રહેલા શ્રેષ્ઠ બળની પરીક્ષા થાય એટલા માટે ભારે દુઃખના પ્રસંગે તમારા ઉપર આવે એવી પણ તમને ઈચ્છા થાય છે.
૨૨૮. મજજાશયને અથવા જ્ઞાનતંતુઓના સમૂહને નીરોગ, બળવાન અને સારી સ્થિતિમાં રાખવાને માટે દિવસમાં બે વાર, દશ કે પંદર મિનિટ મનને તથા શરીરને કેવળ શાંત રાખવાને અભ્યાસ સે. આખા શરીરને સંપૂર્ણ રીતે શિથિલ કરી નાંખે, અને સહજ સ્વભાવથી પૂર્ણ શાંતિ અને વિશ્રાંતિવાળી સ્થિતિમાં પ્રવેશ કરેશાંત થવાને કશે પણ પ્રયત્ન ન કરે; માત્ર શાંતિનું ભાન કરે, અને અંતરમાં શાંતિ અને સ્વસ્થ થવાનો ઉદ્દેશ રાખો. પૂર્ણ શાંતિની કલ્પના કરવાથી, જાણે તેવી સ્થિતિમાં હું છું, એવું ધારવાથી, શાંતિનું ભાન થશે. આ પ્રકારનો અભ્યાસ કરવાથી કુદરતને શરીરના તથા મનના સઘળા ભાગમાં પૂર્ણ સ્વાસ્થને પ્રકટાવવાને અનુકૂળ રોગ પ્રાપ્ત થશે, અને મજજાશયની અશક્તિ, દુર્બળતા કે વ્યાધિને ઉત્પન્ન કરનાર કારણને મૂળમાંથી નાશ થશે. જ્યારે શરીરને અંતર તથા બહિર પૂર્ણ વિશ્રાંતિવાળું કરવામાં આવે છે ત્યારે કુદરતની આરોગ્યને તથા બળને ઉત્પન્ન કરનારી ક્રિયા પૂર્ણપણે ચાલે છે, અને આવી સ્થિતિમાં કુદરત જે લાભ કરે છે, તે જોઈને આણને આશ્ચર્ય થાય છે.
૨૨૯ નિદ્રાકાળે આપણું શરીર તથા મન પૂર્ણ વિશ્રાંતિ લેતી સ્થિતિમાં હોવાં જોઈએ, પરંતુ તેવું હોતું નથી. અને તેનું કારણ એ કે મનની વિકળ સ્થિતિમાં જ ઘણી વાર આપણે નિદ્રાવશ થઈએ છીએ. આથી પ્રાતઃકાળે જયારે આપણે ઊઠીએ છીએ ત્યારે આપણે થાકેલા જ હોઈએ છીએ, અને નિદ્રા પૂર્વે આપણું જ્ઞાનતંતુઓની જેવી શ્રમિત અવસ્થા હતી તેવી જ પ્રાતઃકાળે જાગ્રત થયા પછી પણ હોય છે. પરંતુ જ્યારે પૂર્ણ શાંત થવાને આપણે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪
[[શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
આપણને અભ્યાસ પાડીએ છીએ ત્યારે નિદ્રા આવવા પૂર્વે આપણે આપણું શરીરને તથા મનને પૂર્ણ શાંત સ્થિતિમાં મૂકી દઈએ છીએ, અને તેથી આપણને જે નિદ્રા આવે છે તે ખરેખરી શાંતિથી ભરેલી અને પૂર્ણ બળ આપનારી હોય છે. આ કારણથી જે મનુષ્ય શરીરને તથા મનને પૂર્ણ શાંત કરીને નિત્ય નિદ્રાવશ થાય છે, તેને મજજાશયની દુર્બળતાના કેઈ વ્યાધિ કદી પણ થતા નથી.
૨૩૦. જ્યારે દિવસમાં બે વાર, પૂર્વોક્ત પ્રકારે, શરીરને તથા મનને અલ્પ સમય શાંત પાડી દઈને કુદરતને તેમાં બળને ભરવા દેવામાં આવે છે, ત્યારે શરીર તથા મન ઉભયનું કામ કરવાનું સામર્થ્ય ઘણું જ વૃદ્ધિને પામે છે. મનુબોને મેટે ભાગે પિતાના પૂર્ણ સામર્થ્યને લગભગ અર્ધો ભાગ જ માત્ર કામમાં
જે છે, કારણ કે તેનું પુષ્કળ બળ આડુંઅવળું વહી જતું હોય છે, અને કામમાં યોજી શકાય એવી હાલતમાં હોતું નથી. આથી કરીને દિવસમાં બે વાર પ્રશાંત પડી રહેવાની ઉપર વણેલી ક્રિયા પિતાની ઉન્નતિને ઈચ્છનાર સાહસિક પુને સુવર્ણ તથા રનના ભંડાર કરતાં પણ વધારે મૂલ્યવાન છે, કારણ કે તેને આચારમાં મૂકનાર સર્વને તે ઉત્તમ આરોગ્ય તથા અધિક કામ કરવાનું સામર્થ્ય આપ્યા વિના રહેતી જ નથી. અને આરોગ્ય તથા કામ કરવાની યોગ્યતા જેનામાં હોય છે, તેને આ જગતમાં કશું જ દુર્લભ રહેતું નથી. આ ક્રિયા સેવીને તમે સહજ સાવધાન રહેશે તે જીવનબળથી પૂર્ણ થયેલા તમારા શરીરમાં કદી પણ વ્યાધિ થશે નહિ. જ્યારે શરીરમાં જીવન બળ ઓછું થાય છે, ત્યારે જ લેમ થાય છે, ખાધું પચતું નથી અને શરીરના ભિન્ન ભિન્ન અવયવોથી પિતાના વ્યાપાર બરાબર નહિ થઈ શકવાથી તેમનામાં રોગ ઉત્પન્ન થાય છે. પરંતુ જો તમે દિવસમાં કેટલીક વાર શરીરને તથા મનને શાંત, અક્રિય કરશે તે કુદરત તમારામાં નવું બળ ભરશે, અને ઉત્તમ પ્રકારે કામ કરવાને માટે, ઉત્તમ પ્રકારે જીવન ગાળવાને માટે, અને સંસારનાં સુખને સર્વદા અનુભવ કરવાને માટે તમને તમારામાં જોઈએ તેટલું સામર્થ્ય હંમેશાં જણાશે.
૨૩૧. કંઈપણ ઉંચે અભિલાષા, કંઈપણ ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાને ઉદ્દેશ, મનુષ્યના સુખને માટે અનિવાર્ય ઉપયોગને છે. જે મનુષ્ય નિત્ય થડે છેડે આગળ વધતું નથી, તે મનુષ્ય જીવતે છતાં પણ જીવતે નથી; અને જે મનુષ્ય પોતાને અપ્રાપ્ય એવી કોઈ પણ ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાને ઉદ્દેશ ધરત નથી–મેળવવા યોગ્ય કેઈ ઉચ્ચ વસ્તુને મેળવવાની પ્રબળ અભિલાષા જે મનુષ્ય ધરતે નથી, તે મનુષ્ય કદી પણ થડ થેડે આગળ વધતું નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૩૫
પિતાના જીવનને નિત્ય અધિક અધિક ઉચ્ચ કરનાર મનુષ્ય જ જીવે છે, બીજા સર્વ જીવતા છતાં મરેલા છે, નકામા છે, જગતને ભારરૂપ છે. જો તમે નિત્ય ચેડા થોડા આગળ વધતા નહિ હો તે તમે માર્ગમાં જ અટકી રહ્યા છે, એમ નક્કી જાણજે, અને જ્યાંસુધી કઈ ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવા તમારામાં અભિલાષા નહિ પ્રકટે ત્યાં સુધી તમે એક ડગલું પણ આગળ વધી શકવાના નહિ. અને જે મનુષ્ય કેઈ ઉચ્ચ ઉદ્દેશને સિદ્ધ કરવાને માટે એકનિષ્ઠાથી અખંડ કામ કર્યા જ કરે છે, તે ગમે તે સ્થિતિમાં હોય અથવા ગમે તે કામ કરતા હોય તે પણ જગતના સુખ અને કલ્યાણમાં નિરંતર વૃદ્ધિને કર્યા જ કરે છે. આમ હોવાથી, જીવનને ઊંચામાં ઊંચો હેતુ, કેઈ અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાને અખંડ પ્રયત્ન સેવ્યા કરે, એ જ છે, એવું કઈ વિદ્વાને જે કહ્યું છે, તે કેવળ સત્ય છે.
૨૩૨. મેળવવાની વસ્તુ જેમ વધારે ઉચ્ચ હોય છે, તેમ આપણો ઉદ્દેશ વધારે ઉચ્ચ ગણાય છે. જેમ આપણે ઉદ્દેશ વધારે ઉચ્ચ હોય છે, તેમ તેને સિદ્ધ કરવાને આપણે વધારે પ્રયત્ન કરવાનો હોય છે; અને જેમ આપણે અધિક પ્રયત્ન કરીએ છીએ તેમ આપણે અધિક સંપાદન કરીએ છીએ. ઉચ્ચ અભિલાષા ધરવાથી શરીર, મન તથા આત્માનાં સર્વ સામ ઉચ્ચ વસ્તુને અર્થે જ પ્રયત્નશીલ થાય છે, અને જયારે મનુષ્યનું સર્વસ્વ ઉચ્ચને અર્થે પ્રયત્નશીલ થાય છે ત્યારે ઉચ્ચ અને અધિક ઉચ્ચ ફળ અવશ્ય ઉત્પન્ન થાય જ છે. ઉચ્ચ મનોરાજયવિનાને મનુષ્ય સંસારસાગરની છોળમાં આમતેમ તણાયા કરે છે, પણ જે મનુષ્ય ઉચ્ચ મને રાજ્ય બાંધ્યું હોય છે, અને તે મનોરાજયમાં જોયેલી ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો જેણે દૃઢ નિશ્ચય તથા શ્રદ્ધા ધર્યા હોય છે, તે મનુષ્ય પરિણામે તે ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરે જ છે. ગઈ કાલ ભલે તેને નિષ્ફળતા મળી હોય, આજે ભલે તેને નિષ્ફળતા મળતી હોય; આવતી કાલ ભલે તે નિષ્ફળ જાય; સેકડો વાર કે હજાર વાર ભલે તે નિષ્ફળ થાય, તે પણ પરિણામે તેને વિજય પ્રાપ્ત થવાને જ. કોઈ મહાન અને ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવાને શ્રદ્ધા તથા દૃઢ નિશ્ચય કમર બાંધીને એકવાર આગળ પડ્યાં કે પછી નિષ્ફળતા લાબે વખત ટકી શકતી જ નથી. જેમ પ્રાતઃકાળે સૂર્ય ઉદય થયા વિના રહેતે નથી, તેમ આ નિયમ કદી પણ ખેટે પડતું નથી. આથી મારાં મનરાજે એકાદ દિવસે સફળ થવાનાં જ, એવું જાણીને જેની મરજી થાય તેણે આ નિયમને આચારમાં ઉતારો.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬
[ શ્રી વિશ્વવિચારરત્નાકર ૨૩૩. બીજાઓની ઉન્નતિ જોઈને વર્ષોનાં વર્ષ સુધી તેમની ઈર્ષ્યા કરતા, અને નિરાશાના નિઃશ્વાસ નાંખતા આપણે બેસી રહીએ, તે પણ તેથી આપણને કશે જ લાભ થતું નથી. ઊલટું આવી ક્રિયામાં આપણું આયુષ્યને તથા બળને આપણે વ્યર્થ ક્ષય કરી નાંખીએ છીએ. બીજાઓને ઉદય જોઈને નિસાસા નાંખવામાં વ્યર્થ સમય ગાળવાને બદલે તમારે સઘળે સમય અને મન તમારી કામ કરવાની યોગ્યતા વધારવામાં જે.
૨૩૪. બીજાઓને તમારાથી આગળ જતા રોકવાનો પ્રયત્ન કરવાથી તમે તમારે કશે સ્વાર્થ કે હિત સાધી શકવાના નહિ. બીજાઓ તમારાથી વધારે વેગથી આગળ જતા હોય અને તમારી સઉથી આગળ રહેવાની ઈચ્છા હોય તે તમારું કર્તવ્ય એ જ છે કે બીજાઓ જેટલા વેગથી ચાલે છે, તેના કરતાં વધારે વેગથી આગળ ચાલવું. બીજા પિતાનાથી આગળ નીકળી ન જાય માટે આખી જનશ્રેણી(સવારી procession)ની ગતિ અટકાવવાને જે મનુષ્ય પ્રયત્ન કરે છે, તે ખરેખર, મૂર્ખ છે.
૨૩૫. બીજાનું હિત કરવા જે મનુષ્ય પિતાના હિતને ભેગ આપે છે, તે કોઈનું પણ કશું જ હિત કરતે નથી; અને તેનું કારણ સ્પષ્ટ છે. સ્વાભાપણને અર્થ, ઘણું ધારે છે, તેમ આપણી અત્યંત ઇચછાના વિષયને બીજાને આપી દેવો, એ નથી. પરંતુ જેની આપણે ખાસ જરૂર નથી, તે બીજાને આપવું, એ છે. આપણું જીવનની અથવા આપણી આર્થિક સંપત્તિ છલકાઈ જતી હોય તેમાંથી અન્યને આપવું, એમાં આપણે કશે ભોગ આપતા નથી. એ તે માત્ર આપણે આવિષ્કાર(expression આપણામાં રહેલા ઉત્તમ ગુણ વગેરેને બહાર પ્રકાશમાં આણવાં તે) છે, અથવા જેને “સધ્ધર ઠેકાણે નાણાં જમે મૂકેલાં ગણીએ તેવું છે; અને પરિણામે તેનું ઉત્તમ ફળ સર્વદા આપણને મળે જ છે. પરંતુ તમારા પિતાના શરીરને તથા વ્યવહારને ઉત્તમ પ્રકારની વ્યવસ્થામાં રાખવાને માટે જેની તમને અનિવાર્ય અગત્ય છે, તેવી વસ્તુઓ જયારે તમે અન્યને આપી દે છે ત્યારે તમે સ્વાત્મસુખને ભોગ આપે છે. પણ આવો ભગ કોઈએ પણ આપવો યોગ્ય નથી. તમારા પિતાના બળને ઓછું કરો, અને તમે તમારી ઉપયોગિતાને ઓછી કરે છે.
૨૩૬. જયારે સામાન્ય મનુષ્ય અંધકારવાળી દુખદ સ્થિતિમાં આવે છે, ત્યારે તે પિતાના માનસ દીપકની વાટને નીચે ઉતારી નાંખી અંધકારમાં અંધકાર
Page #146
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નાશિ ]
૧૩૭
વધારી મૂકે છે; અથાત તે નિરાશ થઈ જાય છે, ચિંતા કરવા માંડે છે, અને હવે આથી પણ ભારે વિપત્તિ આવશે, એવી વાટ જેતે બેસે છે. પણ આવે પ્રસંગે જ આપણા માનસદીપકના પૂર્ણ પ્રકાશની આપણે જરૂર હોય છે. આથી વિપત્તિનાં અંધકારમાં જ્યારે આપણે આવી પડીએ ત્યારે આ દીપકની વાટને જેટલી ઊંચી ચઢે, એટલી ઊંચી આપણે ચઢાવવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે તમારી આજુબાજુ જ્યારે સર્વત્ર અંધકાર ભાસે ત્યારે તમારી માનસ
સુષ્ટિને તમારાથી બને તેટલી પ્રકાશિત કરજે. આનંદથી, શ્રદ્ધાથી, આત્મવિશ્વાસથી, શુભાશાથી, અને દઢ નિશ્ચયથી તમારા મનને સભર ભરી નાંખે. આમ કરવાથી અંધકારમાં ગોથાં ખાવાને બદલે તમે પ્રકાશમાં આવશે, અને તમારા માર્ગને તમે સ્પષ્ટ જોઈ શકશો.
૨૩૭. સાચા સામર્થ્યવાળા અને સાચી ઉત્કૃષ્ટતાવાળા મનુષ્યોને જગતમાં સર્વદા સ્વીકાર થાય છે. તેઓની કદી ઈર્ષ્યા કે ઉપેક્ષા કરવામાં આવતી નથી. યોગ્યતાવાળા, બુદ્ધિવાળા અને સામર્થ્યવાળા પુષે પિતાને માટે સર્વોત્કૃષ્ટ પદ શોધવા પ્રયત્ન કરવાની કશી જ અગત્ય નથી; કારણ કે સત્કૃષ્ટ પદ તેને શોધતું તેને ઘેર આવે છે, અને જ્યાં સુધી તે તેને સ્વીકાર કરતા નથી, ત્યાં સુધી તેને પીછો મૂકતું નથી. જે મનુષ્ય પોતે આગળ નીકળવાને, અને જે ઉચ્ચ પદને માટે તે અયોગ્ય છે, તે ઉચ્ચ પદને બળાત્કારથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે, તે મનુષ્યને સંસારમાં ઘણી નિરાશા પ્રાપ્ત થાય છે, અને ઘણી ઠેક વાગે છે; અને ઉન્નતિની ઇચ્છાવાળા મનુને મટેભાગ ન્યૂનાધિક અંશમાં આ પ્રકારના હોય છે. પરંતુ જે મનુષ્ય પિતાનું સામર્થ્ય વધારવા ઉપર પ્રથમ ધ્યાન આપે છે, તે મનુષ્ય નિરંતર વૃદ્ધિને પામતા તેના બળને લીધે, સર્વદા આગળ નીકળી આવ્યા જ કરે છે. પિતાને સ્વીકાર કરવાની તેને જગતને ફરજ પાક્વી પડતી નથી. જગતને તેને ઉપયોગી હોય છે, અને તે અરણ્યમાં રહેતો હોય છે, તે પણ જગત્ તેનું મૂલ્ય જાણે છે.
૨૩૮. તમારી આજુબાજુનાં મનુષ્યોના ક્ષદ્ર વ્યવહારે બારીકીથી અવલોકવાની શું તમને ટેવ છે? કોઈ મનુષ્ય પોતાના ગજવામાંથી પિતાને રૂમાલ કાઢે છે, અને પિતાને કપાળે થયેલે પરસે લેહી નાંખે છે, તે વખતે આદિથી તે અંત સુધી તેની ક્રિયા શું તમારાં નેત્રો જુએ છે? કઈ મનુષ્ય ગજવામાંથી બીડી કાઢી, દીવાસળીવડે તેને સળગાવી, પીએ છે, અથવા એવી જ કેઈ માલવિનાની ક્રિયા, જે તમારા કશા જ ઉપયોગની નથી, તેવી ક્રિયા તમારા સમક્ષ
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮
[શ્રીવિશ્વવંધવિચારરત્નાકર કરે છે ત્યારે ધ્યાન આપીને તેની પ્રત્યેક ક્રિયા શું તમે અલેક છે? મનુષ્યોના મોટા ભાગને ચેડા કે ઘણું પ્રમાણમાં આવી ટેવ પડી ગઈ હોય છે, અને તેઓ નાના મનવાળા હોય છે, તેનું આ એક કારણ છે. અવલોકન કરવાની ટેવ, એ બહુ લાભકારક ટેવ છે, પણ શું અવલેકવું અને શું ન અવેલેકવું, તેને મનુષ્યનામાં વિક હોવો જોઈએ. તે વિવેક નથી હોતો ત્યારે મનુ જે કંઈ નજરે પડે તેના ઉપર પોતાની દષ્ટિ નાંખે છે, અને નિર્માલ્ય વસ્તુઓ તથા ક્રિયાઓના સંસ્કારને પિતાના અંતઃકરણમાં દઢાવે છે. જે વસ્તુ આપણું ઉપયોગની હોય તેનું જ આપણે અવલોકન કરવું જોઈએ. પોતાના મનને વિકાસ કરવાને ઈચછનાર મનુએ જે તે વસ્તુઉપર અને જે તે ક્રિયા ઉપર પિતાની વૃત્તિને સ્થાપવી નહિ જોઈએ. પિતાના મનને મહાન કરવાની ઈચ્છાવાળા મનુએ ખોટી જિજ્ઞાસાને સંતોષવાને ખાતર જ પિતાના સમયને અને વિચારને ક્ષય ન કરવો જોઈએ. જે નજરે ચડ્યું અથવા જે સંબંધમાં આવ્યું તેને જાણવાની ખોટી જિજ્ઞાસાવાળું મહત મન હેતું નથી. બીજા મનુષ્યોના દેહવ્યવહાર ઉપર મહત મન કદી ધ્યાન આપતું નથી. હાલ કદાચ કેવળ તુચ્છ જણાતી હોય તો પણ જે ઉચ્ચ થવાના ક્રમમાં હોય તેવી બાબતોની સાથે જ મહત મન સંબંધવાળું થાય છે. આ પ્રકારનો નિયમ હોવાથી તે વસ્તુઓ અને ક્રિયાઓ ઉપર ચોંટતાં આપણાં નેત્રોને તથા વૃત્તિને આપણે અંકુશમાં રાખવા જોઈએ.
૨૩૯. અને બાહ્ય વસ્તુઓ ઉપર ચેટતાં તમારાં નેત્રને તથા તમારી વૃત્તિને જેમ તમારે અંકુશમાં રાખવાનાં છે, તેમ તમારા અંતઃકરણમાં ઉઠતા વિવિધ પ્રસંગોનાં ચિત્રોઉપર તમારી માનસ દષ્ટિને તથા તમારી વૃત્તિને સ્થાપતાં તમારે સાવધાનતા સેવવાની છે. ગમે તેવા નિપયોગી અને તે પ્રસંગને વારંવાર સ્મર્યા કરવાથી તમારું મન તુચ્છ અને નિર્માલ્ય જ રહે છે. મનને મહત્ કરવાને માટે તેને અંતરમાં પણ મહદ્ વસ્તુઉપર જ સ્થાપવું જોઈએ. આથી જ સશાસ્ત્રોનું શ્રવણ, મનન તથા નિદિધ્યાસન, ઈશ્વરચિંતન, તવાભ્યાસ વગેરે સ&િયાઓ સુકે સંતત સેવવા યોગ્ય છે, એમ મહાપુરુષો આગ્રહપૂર્વક પ્રબોધે છે.
૨૪૦. પ્રેમ અને માયાથી ભરેલું હૃદય, વાણી અને ક્રિયા મનુષ્યના જીવનને સર્વદા અધિક ઉચ્ચ કરે છે. મહત મનની સાથે હું જયારે મોટું અર્થાત પ્રેમવાળું હોય છે ત્યારે મહત મન મહત્તર એટલે અધિક મોટું થાય છે, પણ જગતનાં પુષ્કળ મનુષ્ય માયાનો અને પ્રેમને અતિ પ્રસંગમાં ઉપયોગ
Page #148
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નશિ]
૧૩૯
કરનારા હોય છે. આથી પ્રેમ શુભના બળને અને સૌંદર્યને વધારવાને બદલે અશુભના અગ્નિમાં કાને સીંચે છે. ચોમાસાના ચાર માસ વૃક્ષોને વરસાદની ઝડીમાં ઉઘાડા રહેવું પડવાથી વૃક્ષો ઉપર પ્રેમવાળી એક સ્ત્રીને જેમ અત્યંત પરિતાપ થયો હે તે માટે પરિતાપ કરાવનારે પ્રેમ ઘણું મનુષ્યમાં હોય છે. દણ માબાપ આવા ખોટા પ્રેમને વશ થઈને પિતાના બાળકનું પેટ ભરાયું છતાં તેને પાંચસાત ગ્રાસ વધારે ખવડાવે છે; જમી ઉઠ્યાને અર્ધા કલાક પણ વીત્યો ન હોય તો પણ બરફી કે લાડુ કે એ જ કઈ પદાર્થ બાળક માગતાં તે તેને આપે છે, અને બાળકને હાનિ કરનાર અનેક ક્રિયાઓ પ્રેમને વશ થઈ કરે છે. ચા હાનિને કરનાર છે, એવું દઢ રીતે જાણનાર એક પિતાને પિતાના પુત્રને પ્રેમથી ચા પાતાં અનેક વાર આ લેખકે જોયા છે; પુત્રે એક વાર કોઈ સ્થળે ચા પીવાથી તે તેને ગળી લાગવાથી વારંવાર તે સ્થળે તે ચા પીવા જત, અને ચાનાં નુકસાન જાણનાર પ્રેમવશ પિતા, પુત્રના સ્વચ્છંદાચરણને જાણતાં છતાં પણ તેને રોકવા પ્રવૃત્ત થતા નહિ, એટલું જ નહિ પણ પુત્રને ચા મળે એવાં સ્થળમાં અછાથી પણ તે તેને તેડી જ. પ્રેમી પિતાને પુત્રને પ્રસન્ન રાખવા વિના આમ કરવામાં બે જે કશે જ હેતુ ન હતું, પણ આ પ્રેમ પુત્રના સુખ સાધી આપનાર છે કે દુઃખને તે પ્રતિ પિતાનું અલક્ષ જ રહેતું.
૨૪૧. વ્યવહારમાં કે પરમાર્થમાં ઉન્નતિ પ્રાપ્ત કરવાને માટે એકાગ્રતા, એ એક સઉથી અગત્યનું સાધન છે; અને ઉભયમાં મનુષ્યની આગળ વૃદ્ધિ ન થવામાં, બીજા કોઈ કારણના કરતાં, એકાગ્રતાની ખામી એ જ એક પ્રબળ કારણ છે, એમ કહેવામાં કશે જ સંકેચ થતો નથી. આ સાથે વળી એમ પણ નિઃશંકપણે કહી શકાય એમ છે કે વ્યવહારમાં તથા પરમાર્થમાં મનુ જે કાંઈ સિદ્ધ કરી શકે છે, તેના કરતાં સેંકડે દશગણું અથવા ત્રણસેંગણું, જે તેઓ એકાગ્રતાને કેળવવા ઉપર ખાસ ધ્યાન આપે તે સિદ્ધ કરી શકે.
૨૪ર. એકાગ્રતાના સંબંધમાં વિવિધ લેખકોએ વિવિધ લખ્યા છે, પરંતુ તે સર્વથી વસ્તુતઃ શેડો જ લાભ થાય છેકારણ કે તે સર્વ લેખો મનને એકાગ્ર કરવાને બોધ કરે છે. પરંતુ જે કારણ એકાગ્રતાને ઉત્પન્ન કરે છે, તે કારણને કેવી રીતે પ્રકટાવવું, તે તેઓ શીખવતા નથી. મનની એકાગ્રતા અથવા એકાગ્રતાવાળી માનસિક સ્થિતિ એ એક કાર્ય છે, અને અનન્યાસક્ત (એક જ વસ્તુમાં પ્રેમપૂર્વક જોડાયલા) ચિત્તવડે તે ઉત્પન્ન થાય છે. આથી ચિત્તને અર્થાત ધ્યાનને (Attention) કેઈએક વસ્તુમાં સંપૂર્ણ પ્રકારે જોડી રાખવા માટે કઈ પણ કર્યા
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪
[ શ્રીવિઝવવંદ્યવિચારરત્નાકર વિના, એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરવાથી માત્ર એટલે જ પરિણામ આવે છે કે આપણે આપણા સંકલ્પબળથી આપણી વૃત્તિઓને બળાત્કારથી આપણા વાધીનમાં રાખી શકીએ છીએ. જો કે આ રીતે ક્ષણિક અને નહિ જેવી એકાગ્રતા સિદ્ધ થાય છે તે પણ તેથી મનને પિતાને તે હાનિ જ થાય છે.
જ્યારે સંકલ્પશક્તિ મન ઉપર પિતાનું બળ વાપરે છે ત્યારે સામાન્ય રીતે મનનું તેમ જ તેની જુદી જુદી શક્તિઓનું બળ તથા તેજસ્વીપણું ઘટે છે.
૨૪૩. આપણા શરીરના કોઈ પણ ભાગઉપર આપણે બળાત્કાર વાપરો ન જોઈએ, પરંતુ જે વસ્તુની આપણને ઈચ્છા હોય તેના આવશ્યક કારણની નિયમિત પ્રકારે ઉત્પત્તિ કરીને તે વસ્તુ આપણે સંપાદન કરવી જોઈએ. એકાગ્રતા કરવા પ્રયત્ન કરે, એ કારણને ઉત્પન્ન કર્યા વિના બળાત્કારથી કાર્યને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરવા તુલ્ય છે, અને તેથી તેમ કરવાથી લાભ ન થતાં ઘણી હાનિ થાય છે.
૨૪૪. એકાગ્રતા કરવાની જે વિવિધ પ્રચલિત રીતિઓ છે, તે સર્વ કઈ પણ વાતમાં મન ધ્યાન દઈને જેડાય, તેટલા માટે જે જોઈએ, તે કરવાનું ન સૂસવતાં માત્ર મનને ધ્યાનપૂર્વક જેવા પ્રયત્ન કરવાનું જ સૂચવે છે. આવી રીતે પ્રબોધ કરનારાઓને આચારમાં મૂકી શકાય એવા માનસ શાસ્ત્રનું અથવા અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન હોતું નથી, અને તેથી તેઓ જાણતા હોતા નથી કે બળથી કોઈ વિષયમાં મનને જોડી રાખવાથી શૂન્યમનસ્કતા (absentmindedness ક્યા વિષયમાં મનને જોડી રાખ્યું છે તેનું અભાન) અને એકાગ્રતાને કેવળ અભાવ ઉત્પન્ન થાય છે.
૨૪૫. જ્યારે જયારે કોઈ પદાર્થઉપર તમે તમારું ધ્યાન ચોંટેલું રાખો છો (કેઈ વિષય ઉપર ધ્યાનને જોડેલું તમે રાખી શકવાના નહિ) ત્યારે ત્યારે તમારું મને ગમે તેવા માલવિનાના વિચારમાં ચઢી જાય છે, વિચારની સ્પષ્ટ શ્રેણી બંધ પડી જાય છે, અને ઉપયોગી કાર્યો ઉપરથી વિજ્ઞાનને અંકુશ ખસી જાય છે. કેઈ નિર્ણય કરેલા વિષય ઉપર તમારા મનને ક્યાં સુધી જોડી રાખવાનું તમારામાં સામર્થ્ય છે, તેની અજમાયશ કદી પણ કરતા ના; તેમ જ જે વિષયોમાં તમને જરા પણ રસ ન હોય તે સંબંધી વિચાર કરવાની તમારા મનને કદી પણ ફરજ પાડતા ના. આ વિષયો ઉપર ધ્યાન આપવાથી તમને લાભ થાય એમ હોય તે તેમાં સ્વાભાવિક અને પ્રબળ રસને પ્રથમ પ્રકટાવો; અને આ રસ એક ઘણું સાદી ક્રિયાના અભ્યાસવડે તમે તમારામાં પ્રકટાવી શકશે.
Page #150
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૪૧
૨૪૬. સર્વોત્તમ પરિણામ પ્રકટાવવાને માટે જે કામ આપણે કરતા હોઈએ તે કામ આપણે અનન્યાસક્ત ચિત્તવ ( undivided attention) કરવું જોઈએ, અર્થાત્ બીજા કશામાં ધ્યાન ન જાય, એવી રીતે કરવું જોઈએ. પણ આપણા કામમાં આપણું આવું ધ્યાન એની મેળે લાગવું જોઈએ. બળથી આપણા ધ્યાનને આપણું કામમાં જોડવાને જે આપણે પ્રયત્ન કરીએ છીએ તો આપણે આપણું મનને ડહોળી નાખીએ છીએ, અને તેમ થતાં આપણે સર્વ પ્રકારની ભૂલ કરીએ છીએ. કઈ પણ વિષયમાં અથવા વસ્તુમાં સ્વાભાવિક રીતે સરળપણે અને ઉત્સાહપૂર્વક સંપૂર્ણ રીતે આપણું ધ્યાન આપણું મન લગાડે, એટલા માટે તે વિષયમાં અથવા વસ્તુમાં પ્રબળ રસને આપણે પ્રકટાવવો જોઈએ. કારણ કે કઈ વિષયમાં જ્યારે આપણે સંપૂર્ણ રસને ધરતા થઈએ છીએ ત્યારે અનન્યાત ચિત્તવડે ધ્યાન આપવાને પ્રયત્ન કર્યા વિના સ્વભાવથી જ આપણું ધ્યાન તે વિષયમાં સર્જાશે જોડાઈ જાય છે. અતઃ પ્રક્ટનાર ધ્યાન આવું હોય છે, અને આવું જ ધ્યાન એકાગ્રતાને પ્રકટાવે છે.
૨૪૭. કેટલાક મનુષ્યો એવું કહેતા સાંભળવામાં આવે છે કે અમારી મનને એકાગ્ર કરવાની શક્તિ ઉત્તમ પ્રકારની છે, પણ તેઓ જે કહે છે તેવો તેમનાં વચનનો અર્થ નથી, તેમણે એમ કહેવું જોઈએ કે જે કાંઈ કામ કરવાનું અમને પ્રાપ્ત થાય છે તેમાં સંપૂર્ણ રસપૂર્વક જોડાવાની અમારામાં શક્તિ છે; કારણ કે એકાગ્રતાની કૂંચી એ છે. કેઈ પણ વિષયમાં પ્રબળ રસ ચિત્તને તે વિષયમાં સર્જાશે જોડે છે; અને ચિત્ત જ્યારે આ પ્રકારે જોડાય છે, ત્યારે એકાગ્રતા પ્રકટે છે.
૨૪૮. જ્યારે મનની એકાગ્રતાવાળી સ્થિતિ હોય છે ત્યારે મનનાં સઘળાં સામ એક જ વિધ્ય અથવા વસ્તુ ઉપર એકાગ્ર થાય છે, અને તે સમયે હાથમાં લીધેલા એક જ કામઉપર મન પિતાનું સઘળું બળ વાપરે છે. હાથમાં લીધેલા ગમે તે કામને સિદ્ધ કરવા ઇચછનાર પુરુષનું, “હાલ મારે આ એક જ કામ કરવાનું છે. એ જ વર્તનસૂત્ર હોવું જોઈએ અને આ સૂત્રથી તે કદી જરા સરખો પણ ચસકતા નથી તે કોઈ પણ કામની સિદ્ધિ કરવામાં તે કદી પણ નિષ્ફળ જ નથી. પણ પૂર્વે કહ્યા પ્રમાણે સંકલ્પનું બળ વાપરીને કઈ પણ એક કામમાં મનનાં સામને જેવાં ન જોઈએ; રસથી પ્રકટેલા ધ્યાનવડે આ એકાગ્રતા ઉત્પન્ન થવી જોઈએ.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ૨૪. હાથમાં લીધેલા એક જ કામમાં સંપૂર્ણ રસવાળા થવું, એ એકગ્રતાની કૂંચી છે; અને હાથમાં લીધેલા કામમાં અત્યંત રસ ઉત્પન્ન કરે, એ અંશ કયો છે, તે શેધી કાઢવાથી આ રસવૃત્તિ જાગ્રત કરી શકાય છે. એવો આ જગતમાં એક પણ વિય અથવા વસ્તુ નથી કે જે અમુક દષ્ટિબિંદુથી જોતાં આપણને રસવાળે ન ભાસે. આથી તે વિષયમાં રહેલા રસવાળા ભાગો શોધી કાઢવા પ્રયત્ન કરે; અને તે શેધવા માંડતાં, પ્રયત્ન કર્યા વિના જ તમને તે વિષયમાં સંપૂર્ણ રસ પ્રકટશે. આમ આ અત્યંત સરળમાં સરળ ઉપાયથી આપણું ચિત્ત આપણે હાથમાં લીધેલા વિષયમાં અનન્યાસક્ત થાય છે, અને જરા પણ વિશેષ પ્રયત્ન કર્યા વિના, આપણું સઘળું માનસ બળ જે એક કામ કરવાને આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ તેમાં એકાગ્ર થાય છે.
૨૫૦. વ્યવહારમાં તથા પરમાર્થમાં આપણે સર્વોત્તમ ઉદય કરવા માટે બીજું જે કરવાની આપણે અગત્ય છે તે એ કે વસ્તુઓની આપણે એવા પ્રકારની વ્યવસ્થા કરવી કે તેઓ સર્વ આપણું હિત જ કરવાને માટે એકત્ર થઈને પ્રવૃત્તિ કરે. કશાને પણ આપણું વિરુદ્ધ આપણે પ્રવૃત્તિ કરવા દેવી ન જોઈએ, પરંતુ સઘળી વસ્તુઓને આપણે અનુકૂળ પ્રવૃત્તિ કરવાને પ્રેરવી જોઈએ; અને સઘળી વસ્તુઓ આપણી સેવા કરવાને સર્વદા તત્પર છે, તેથી આપણે અનુકૂળ, સઘળી વસ્તુઓની એકત્ર પ્રવૃત્તિ કરાવવી સંભવિત છે. તત્ત્વજ્ઞ પુરુષ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય કેવળ શુભ જ ઈચ્છે છે, તેનું હિત કરવાની જ સઘળી વસ્તુઓ એકત્ર થઈને પ્રવૃત્તિ કરે છેઅને શુભની તેની ઇચ્છા બળવાન, દહ, કશાથી પણ ન ડગે એવી, અને ખરા અંતઃકરણની હોવી જોઈએ, એટલા શબ્દ જે આપણે ઉપરના કથનમાં ઉમેરીએ તે તે કથન કેવળ સત્ય છે.
૨૫. કેવળ શુભને જ ઈચછનારા ઘણા મનુ મળી આવે છે, પરંતુ તેમની ઇચ્છા એટલી દુર્બળ, એટલી નિવયે અને એટલી અસ્થિર હોય છે કે તે વસ્તુઓના તથા આજુબાજુના સંજોગોના ઉપર કશી જ સત્તા ચલાવી શકતી નથી.
પરંતુ જ્યારે કોઈ મનુષ્ય કેવળ શુભને જ ચડે છે, અને તે ઈચ્છામાં પિતાનું સમગ્ર જીવન નાંખે છે ત્યારે તેના જીવનની સાથે સંબંધ ધરાવતી પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ તેને અનુસરે છે, અને શુભને ઉત્પન્ન કરવાના તેના પ્રયત્નને સર્વ રીતે મદદ કરે છે. જ્યારે એક જ દિશામાં સમગ્ર જીવનને વાળવામાં આવે છે ત્યારે તે જીવનના સંબંધની સઘળી વસ્તુઓ તે દિશામાં ગતિ કરવા માંડે છે અને જેને
Page #152
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ 2
૧૪૩
માટે આખું જીવન પ્રવૃત્ત થાય છે, તેને માટે જીવનનો પ્રત્યેક ભાગ પણ પ્રવૃત્ત થાય છે. આ સમજવું સહેલું હૈં; તેથી જે મનુષ્ય કેવળ શુભની જ ઈચ્છા કરે છે, અને તેની સિદ્ધિમાં પોતાનું સમગ્ર જીવન અર્પે છે, તેનું શુભ કરવા સમગ્ર વસ્તુઓ એકત્ર થઈને પ્રવૃત્ત થાય છે, એ કથનમાં નિગૂઢ વિષયજેવું કંઈ જ નથી. પણ આપણને વધારે લાભકારક વાર્તા તો એ છે કે આ કથનને આચારમાં મૂકતાં આપણને તેને તરત લાભ જણાવા માંડે છે.
૨પર. જ્યારે જ્યારે મને સામાન્ય ખાદ્ય સ્થિતિની મર્યાદાનુ અતિક્રમણ કરે છે, ત્યારે ત્યારે તેને એ વાર્તા સ્પષ્ટ થાય છે કે આપણી ભીતર અને આપણી આજુબાજુ સત્ર કઈ વધારે ઉત્કૃષ્ટ સત્તા અથવા સામર્થ્ય છે, અને જે આપણી ઇચ્છા થાય તે આ સામર્થ્યના આપણે ઉપયોગ કરી શકીએ એમ છે.
આ સામર્થ્ય'માંથી કેટલું. આપણે આપણા ઉપયોગમાં લેઈ શકીએ એમ છે, તેના આધાર તે સામર્થ્યની સાથે જેટલા નિકટના સબંધ આપણે ખાંધીએ, અને તેના અસ્તિત્વનું જેટલું પૂર્ણ પણે ભાન કરીએ તેના ઉપર છે.
૨૫૩. પોતાપણાના સામાન્ય રીતે વ્યવહારમાં જેટલા અથ થાય છે, તે અ પ્રમાણે જે મનુષ્ય પોતાના ઉપર આધાર રાખે છે, તે મનુષ્ય પોતાના સામર્થ્ય ના ઘણા જ થોડા અંશ ઉપયોગમાં લે છે, અને તેથી જેટલું સિદ્ધ તેણે કરવું જોઈએ તેટલું તે કરતા નથી. પોતાનામાં રહેલા ઉચ્ચતર સામની ઉપેક્ષા કરવાથી મર્યાદાવાળા ખાદ્ય શરીરના વ્યાપારા જેટલાં સામાઁ ઉત્પન્ન કરવાને શક્તિમાન છે, તેટલાં જ સામર્થ્ય ના તે માત્ર ઉપયોગ કરી શકે છે; અને આ કારણથી જેમાં જેમાં તે પ્રવૃત્તિ કરે છે, તે સમાં પોતાની મર્યાદાવાળી શક્તિની હેડમાં પોતાને સપડાઈ ગયેલા તે જુએ છે. મહાન કાર્યાં કરવાને બદલે, તુચ્છકાર્યાં કરતા તે ટાંટિયા ધસડતા ચાલે છે; અને તેના ભીતર જુએ તે અત્યંત મેટાં સામર્થ્ય બહાર નીકળવાની વાટ જોતાં પડ્યાં હોય છે; અને તે સામથ્યાં તે કેવાં? તેને અસાધારણ પ્રતિભાસ ંપન્ન કરી મૂકે એવાં; તેને દુનિયામાં થઈ ગયેલા અનેક મહાપુરુષોના જેવા મહાપુરુષ કરી મૂકે એવાં; તેને ઈશ્વરના જેવા સન અને સર્વ શક્તિમાન કરી મૂકે એવાં,
૨૫૪. આપણા ભીતર એક ઉચ્ચતર સામર્થ્ય છે; અને આ ઉચ્ચતર સામર્થ્ય આપણા પ્રત્યેક કાર્યમાં આપણને મદદ કરી શકે એમ છે. ખરું કહીએ તે આપણા ભીતર રહેલા આ વિશાળ મહાન સામર્થ્યની સાથે આપણે એવા તા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
નિકટના સંબંધમાં આવી શકીએ એમ છે કે તે સામર્થ્યને આપણે હંમેશના સ્વામી થઈએ છીએ. જો કે આરંભમાં જયારે જયારે વિશેષ બળની આપણને જરૂર પડે છે ત્યારે ત્યારે જ અધિક બળ આપણામાં આવેલું આપણને જણાય છે, પરંતુ ઘેડો સમય વીતતાં આ ઉચ્ચતર બળના મૂળની સમીપમાં રહેવાને આપણને એવો તે અભ્યાસ પડી જાય છે કે જ્યારે જ્યારે આપણે તેના પ્રતિ દષ્ટિ નાંખીએ છીએ ત્યારે ત્યારે આપણે તે સામર્થ્યથી ભરાઈ જઈએ છીએ. - ૨૫૫. જયારે જયારે જરૂર પડે ત્યારે આ ઉચ્ચતર સામર્થની મદદ મેળવવાને માટે પ્રથમ તે આપણે તે સામર્થ્યમાં શ્રદ્ધા ધરવાની અગત્ય છે. શ્રદ્ધા આપણા મનને ઊંચે ચઢાવીને તે ઉચ્ચતર સામર્થના છેક જીવનપર્યત લઈ જાય છે, અને આમ કરીને આ સામર્થ્યના અસ્તિત્વનું આપણને ભાન કરાવે છે. બીજું જે કરવાની આપણે અગત્ય છે તે એ કે જયારે જયારે તે સામર્થ્યનું આપણને ભાન થાય ત્યારે ત્યારે તે સામર્થ્ય આ છે, એમ જાણવું, અને વધારે ઉત્કૃષ્ટ સામર્થ્ય તરીકે યશ તેને આપ. આમ કરવાની અત્યંત અગત્ય છે, કારણ કે જ્યારે જ્યારે આપણે ઉચ્ચતરને ઉચ્ચતરરૂપે ઓળખીએ છીએ ત્યારે ત્યારે જે વસ્તુતઃ ઉચ્ચતર છે, તેની સાથે આપણે આપણા મનને પૂર્ણપણે સંબંધ બાંધીએ છીએ. ત્રીજું જે કરવાની આપણે અગત્ય છે તે એ કે જ્યારે જ્યારે આ સામર્થ્યની આપણને ઈચ્છા થાય ત્યારે ત્યારે તે સામર્થ્યને પ્રક્ટવાની આશા રાખવી-વાટ જેવી આશા રાખવાથી અથવા વાટ જોયા કરવાથી આપણી વૃત્તિ ઉચ્ચતર સામર્થના પ્રદેશમાં પ્રવેશે છે, અને એ રીતે ઉચ્ચતર સામર્થ્યને પ્રાપ્ત કરે છે. પરિણામ એ આવે છે કે આપણે એવા સામર્થ્યથી પૂર્ણ થઈએ છીએ કે જેથી આપણામાં રહેલી પ્રત્યેક માનસિક શક્તિનું તેમ જ વિવિધ કામ કરવાની આપણું યોગ્યતાનું બળ અત્યંત આશ્ચર્યકારક રીતે વૃદ્ધિને પામે છે.
૨૫૬. કોઈ પણ મહત્વનું કામ કરવા માંડતાં પહેલાં આપણા ભીતરરહેલા આ ઉચ્ચતર સામર્થ્યની સાથે આપણે એકતાવાળું થવું જોઈએ. તેને પ્રાપ્ત થવાની વાટ જોયા કરવી જોઈએ, તેના ઉપર આધાર રાખવો જોઈએ, અને પૂર્ણ શ્રદ્ધાથી તેને ગ્રહણ કરવું જોઈએ. પરિણામતિ જો આપણે દૃષ્ટિ નાખશું તે આપણને ઘણે જ ફેરફાર જણાશે. આપણને જણાશે કે આ ઉચ્ચતર સામર્થના વાતાવરણમાં કામ કરવાથી આપણે પૂર્વ કરતાં વધારે કામ કર્યું છે, અને વધારે સારું કામ કર્યું છે.
Page #154
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૪૫
૨૫૭. જેઓને આ વાતમાં સંશય હેય તેમણે અજમાયશ કરી જેવી. તેઓને ખાતરી થશે અને એટલે તે લાભ થયેલે જણાશે કે પછીથી ભીતરમાં રહેલા આ ચમત્કારિક સામર્થ્યમાંથી પિતાનાથી બને તેટલું અધિકમાં અધિક સામર્થ્ય લીધા વિના તેઓ કોઈ કામ કરવાને ફરીને કદી પણ પ્રયત્ન નહિ કરે.
૨૫૮. વધારે ઉચ્ચ અને વધારે શુભ પ્રાપ્ત કરવામાં ભય એ એક મોટામાં મોટું વિઘ છે. કારણ કે તે પિતે ઘણાં દુઃખોને સાક્ષાત ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ, પરંતુ મનમાં જેવા થવાનું સામર્થ્ય છે, તેવા થતાં પણ તેને અટકાવે છે. સંસારમાં સર્વોત્તમ સ્થિતિને પ્રાપ્ત કરવાના સંભવવાળા ઘણા મનુષ્યોને ભય તુ સામાન્ય મનુષ્ય રાખ્યા છે અને હજારમાં એવો એક પણ મનુષ્ય ભાગ્યે જ મળી આવશે કે જેની ઉન્નતિમાં ભયે થોડો અથવા ઘણો પ્રતિબંધ નહિ કર્યો હોય. આથી ભયને જીત, એ ઉત્કૃષ્ટ પ્રકારનું જીવન કરવા ઈચ્છનાર મનુષ્યનું એક મોટામાં મોટું કર્તવ્ય છે.
૨૫૯. ભયનું કારણ અનિશ્ચિતપણું અથવા સંશય છે. મારું હિત જ થવાનું, એવી જે આપણને સંપૂર્ણ ખાતરી હોય છે, તે આપણને કેઈ જાતને કશે પણ ભય થતું નથી, પણ કાલ કોણ જાણે શું થશે, તે આપણે જાણતા હતા નથી તેથી, અને પુષ્કળ પ્રતિકૂળ પ્રસંગે નિત્ય બન્યા જ કરે છે તેથી, આપણું ઉપર પણ તેવું કંઈક આવી પડે, એવો આપણને નિરંતર ભય રહે છે; પણ આવા સંશયનું અથવા અનિશ્ચિતપણાનું કારણ શું? આપણી ઇચ્છા પ્રમાણે જ જગતમાં સઘળું કેમ ન બને? આપણે જગતની વસ્તુઓને અધીન છીએ અને તેમની સેવા કરવાને સજાયા છીએ, કે જગતની વસ્તુઓ આપણે અધીન છે, અને આપણી સેવા કરવાને સજાઈ છે?
૨૬. વિજયને કેમ ઉત્પન્ન કરે, એ જ્યારે આપણે જાણીએ છીએ, અને વિજયને ઉત્પન્ન કરવાને અખંડ પ્રયત્નશીલ થઈએ છીએ ત્યારે આપણને નિષ્ફળતાને જરા પણ ભય રહેતું નથી. કારણ કે, નિષ્ફળતાને સંભવ જ નથી, એવું આપણે જાણીએ છીએ. દુઃખો અને પ્રતિકૂળતાઓના સંબંધમાં પણ એમ જ છે. જયાં સુધી તમે કંઈ વધારે સારું ઉત્પન્ન કર્યા કરશે ત્યાં સુધી તેઓ નહિ આવે; અને તમારા જીવનની પ્રત્યેક ક્ષણે વધારે સારું કરવાનું તમારામાં સામર્થ્ય છે.
૨૬૧. જે આયુષની પ્રત્યેક ક્ષણ સલ્ફળને ઉત્પન્ન કરનાર કૃતિમાં બુદ્ધિ૧૯
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬
[શ્રીવિવવધવિચારરત્નાકર
પૂર્વક યોજવામાં આવે છે, જેમાં મનુષ્યની સર્વ શક્તિઓનો સર્વદા સદુપયોગ જ થાય છે, જે આયુષ્ય કોઈ ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવામાં જ નિરંતર વ્યતીત કરવામાં આવે છે, અને જેમાં પિતાનાથી કરવામાં આવતાં શુભ કર્મોનાં શુભ ફળ પ્રાપ્ત થવાની અવશ્ય ખાતરી હોય છે, તે જ આયુષ વાસ્તવિક આયુષ છે.
૨૬૨. મનને પ્રત્યેક વ્યાપાર શરીરઉપર અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. જ્યારે તે વ્યાપાર દુર્બળ અથવા ઉપરાંટિયો હોય છે ત્યારે તેની અસર શરીરઉપર એટલી ડી થાય છે કે આપણને તેની ખબર પડતી નથી. પરંતુ જ્યારે તે વ્યાપાર બળવાન અને અંતરના ઊંડા ભાગમાંથી થાય છે ત્યારે તેની અસર એટલી તે પ્રકટપણે થાય છે કે ગમે તેને પણ તે સ્પષ્ટપણે જણાયા વિના રહેતી નથી. પરંતુ આ અસર શરીરની ભીતરના વિવિધ અવયોના વ્યાપારઉપર અથવા જ્ઞાનતંતુઓના સમૂહઉપર જ માત્ર થાય છે, એવું કંઈ નથી. મનના બળવાન વ્યાપારની અસર શરીરના એકેએક અણુઉપર થાય છે, અને ભારેમાં ભારે જબરાં એસડે ખાવાથી જ માત્ર જે રાસાયનિક ફેરફારે શરીરમાં થાય છે, તેવા ફેરફારે ઘણી વાર મનના બળવાન વ્યાપારથી શરીરઉપર થાય છે. પરંતુ મનના વ્યાપારની શરીરઉપર જે અસર થાય છે તે હમેશાં ચોકસ નિયામાનુસાર થાય છે, અને તેથી પ્રત્યેક માનસિક વ્યાપારથી થતી શારીરિક અસરનું મનુષ્યને જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે પિતાના શરીરને સારું રાખવાને માટે મનના વ્યાપાર ઉપર સાવધાનતા રાખવાની કેટલી અગત્ય છે, તે તેને સ્પષ્ટ થાય છે.
૨૬૩. સ્વાર્થવૃત્તિ શરીરનાં સઘળાં પુટ (cells) ને સંકેચી નાખે છે, એ વાર્તા હવે સારી રીતે સિદ્ધ થઈ ચૂકી છે. મનને સ્વાર્થયુક્ત ભાવ આકુંચનને કરનાર છે. તેનામાં મનુષ્યને પિતાની અંદર આકર્ષવાન, તથા પિતાના એકલાને માટે જ જીવન ગાળવાની વૃત્તિ ઉત્પન્ન કરવાને રવભાવ છે. જ્યારે શરીરનાં પટો સંકોચાઈ જાય છે, ત્યારે શરીર ચીમળાઈ જાય છે, અને તેમ થતાં વૃદ્ધાવસ્થા આવે છે, તથા અપક્ષય થાય છે. પટોનું આકુંચન ઘણીવાર રોગને ઉત્પન્ન કરે છે, કારણ કે ચીમળાઈ ગયેલાં અથવા આકુચિત પુટો શરીરમાં નકામાં છે, અને સઘળાં નકામાં પુટ શરીરમાં કચરારૂપે ભરાઈ રહે છે. વળી ચીમળાઈ ગયેલાં પુટ શરીરના આરોગ્યવાળા તથા નિયમિત વ્યાપારમાં પ્રતિબંધ કરે છે, અને તેથી જે રેગ કદાચ નથી થતું, તે પણ શરીર દુર્બળ તે થાય જ છે; અને દુર્બળ પડી ગયેલું શરીર વધારે દિવસ પૂર્ણ આરોગ્યવાળું રહી શકતું નથી. સ્વાર્થવૃત્તિની
Page #156
--------------------------------------------------------------------------
________________
વિચારનરાશિ ]
૧૭
મગજના પટો ઉપર પણ તેવી જ અસર થાય છે. વાર્થવાળું મને હમેશાં સંકોચવાનું રહે છે. અને આવું મન મહત્તાને પ્રાપ્ત કરી શકતું નથી, કારણ કે વિશાળ મને થયા વિના મહત્તા કદી આવતી નથી. મહત્તાને પ્રાપ્ત કરવાને માટે મગજ અને મગજની સઘળી શક્તિઓને વિકાસ કરવો પડે છે, અને તેમને વિકાસ કરવાને માટે મગજનાં પુટને નિરંતર વિસ્તાર કરવો પડે છે; પરંતુ સ્વાર્થવૃત્તિ મગજનાં પુટને સર્વદા સંકેચતી હોવાથી સ્વાર્થી મનુષ્ય કદી મહાન થઈ રાક નથી.
ર ૬૪. કોધથી અથવા સંતાપથી પાચનક્રિયા બગડે છે, એ સિદ્ધ કરવાની હવે કશી જ જરૂર નથી, કારણ કે આ માસિકનાં પૃષ્ઠોમાં અનેક પ્રસંગે તે નિર્વિવાદ રીતે સિદ્ધ કરવામાં આવ્યું છે. કેટલીક જાતના આહારના પદાર્થો સર્વદા આપણને અનુકૂળ આવતા નથી, એ વાર્તા સાચી છે, પણ તેમાં દોષ તે પદાર્થોને હંમેશાં હેત નથી. કોઈ કોઈ પ્રસંગે આહારના પદાર્થોને દોષ હોય છે, પરંતુ સમાં નવ્વાણું પ્રસંગોમાં દેવ આપણું મનની સ્થિતિને હોય છે. હદયને ધકકો લાગે એવી ખબર ઓચિંતી સાંભળવામાં આવતાં ભૂખ કેવળ શાથી મરી જાય છે, તથા અત્યંત સ્વાદવાળા ખાવાના પદાર્થોનું આબેહૂબ વર્ણન સાંભળવાથી, પેટ ભરીને ખાઈ લેવાને એક જ કલાક થયો હોય છે, તો પણ મન.
ને શાથી ભૂખ લાગે છે, તેનું કારણ જેઓ મનની જઠર ઉપર અસર થતી નથી એવું માને છે, તેમને આપવાની જરૂર છે. સ્વાદિષ્ટ પદાર્થોને આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે મુખમાં શાથી પાણી આવે છે, તેનું કારણુ ઘણાને ખબર નહિ હોય, પરંતુ તે નિર્વિવાદ રીતે સિદ્ધ કરે છે કે મનના વ્યાપાર શરીરના વિવિધ રસને વધારવાને અથવા ઘટાડવાને સમર્થ છે. અવલોકન કરનાર સર્વને સ્પષ્ટ થયું છે કે નિત્યનાં ચીડિયાં મનુષ્યની પચનશક્તિ સારી હોતી નથી, અને તેથી જ ઘણું દુર્બળ મનુષ્યોના સંબંધમાં આપણે એવું વચન બોલાતું સાંભળીએ છીએ કે “એના બળેલા સ્વભાવને લીધે ખાતાં પીતાં છતાં પણ એ શરીરે લેહી લેતો નથી.’ આવા બળેલા સ્વભાવમાં મનુષ્યોને આહાર બરાબર પચીને તેનું રાધિર થતું નથી, કારણ કે મનના સંતાપથી, જઠરમાંથી પાચક રસ ઓછો કરે છે, એટલું જ નહિ, પરંતુ તે રસમાં તે જ કારણથી રાસાયનિક ફેરફાર થઈ જાય છે. સંતાપથી ઊલટી સ્થિતિ જે પ્રસન્નતા અથવા આનંદ, તે પાચનક્રિયામાં શાથી મદદ કરે છે, તે આથી સ્પષ્ટ થયા વિના નહિ રહે.
Page #157
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
૨૫૬, સુસ્ત મનવાળા મનુષ્યાનુ યકૃત્ સુસ્ત થઈ જાય છે. તે જ પ્રમાણે જડતાવાળું અચંચળ મન બધકાશને ઉત્પન્ન કરે છે. આનુ કારણ એ છે કે જ્યારે મન સુસ્ત, જડ, અથવા અચંચળ રહે છે ત્યારે જુદાં જુદાં જ્ઞાનતંતુઓનાં ચક્રે લગભગ જડ જેવાં થઈ જાય છે, અને આ જ્ઞાનતંતુનાં ચક્રાની શરીરના ભિન્ન ભિન્ન અવયવ ઉપર અને તેમના વ્યાપારઉપર સત્તા ચાલતી હોવાથી, તેઓ જડ થતાં શરીરના ઘણા ભાગેા જડ થાય છે. આથી મગજનાં તેમ જ જ્ઞાનતંતુનાં ચક્રોનાં સઘળાં ચુસ્ત પુટને જાગ્રત કરવાં,−તેમનામાં ચંચળતા આણવી–એ સારી પચનક્રિયા થવામાં અત્યંત મદદ કરનાર છે.
૧૪૯
૨૬૬. ક્રાધ રુધિરમાં ‘યુરિક ઍસિડ’ (Uric acid, એક જાતનું મૂત્રમાં જણાતું ઝેર) ને ઉત્પન્ન કરે છે અને યુરિક ઍસિડ સંધિવાને ઉત્પન્ન કરે છે. આમ છતાં સર્વ પ્રકારના સંધિવા કઈ ક્રાધથી થતા નથી, પરંતુ ક્રોધ પરોક્ષ રીતે સંધિવાને ઉત્પન્ન કરે છે, તેથી કદી ક્રોધ ન કરવા, એ ડહાપણુભરેલું છે. ક્રાધના અત્યંત પ્રાળ આવેગા શરીરનાં વદ સામથ્થામાં અવ્યવસ્થા અને ક્ષેાભને ઉત્પન્ન કરે છે. આ સામથ્યા પછી ઉન્મત્ત થઈને શરીરનાં લાખ્ખો દુળ પુટાના ક્ષય કરી નાખે છે. આ સઘળાં નાશ પામેલાં પુટા કચરારૂપે લાહીમાં ભળે છે, વધારે નાની રક્તવાહિનીઓના માર્ગોને પૂરી દે છે, અને વેદનાને તથા સાજાને ઉત્પન્ન કરે છે. ક્રોધ વળી રુધિરને હદઉપરાંત ઉષ્ણ કરે છે, હૃદયના વ્યાપારને વધારે છે, અને શરીરના કેટલાક ભાગમાં લોહીની ગતિને અત્યંત વધારી મૂકે છે, અને કેટલાક ભાગમાં છેક જ મંદ પાડી નાંખે છે. પણ આટલું જ કરીને તે અટકતા નથી, તે શરીરનાં છવંદ સામર્થ્યને ખરેખર બાળી નાંખે છે, અને તેથી જ પુષ્કળ ક્રોધના અંતમાં મનુષ્યને પોતાના શરીરમાં દુ ળતાનુ ભાન થાય છે.
૨૬૭. દુરાગ્રહને અથવા હને અથવા જકને ધરનારા મનુષ્ય અજાણતાં કુદરતનાં સામથ્યાઁના સામે થાય છે, અને આ રીતે તે સામાને તેના નિયમિત વ્યાપાર કરવામાં પ્રતિબધ કરે છે. જ્યારે મન કાઈ પણ પ્રકારની હઠને અથવા આડાઈ ને ધરે છે, ત્યારે તેના શરીરમાં ચાલતા પ્રત્યેક વ્યાપાર થાડા અથવા ધણા મંદ પડી જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે હઠીલુ` મન મહત્તાવાળું થઈ શકતું નથી, એટલું જ નહિ પરંતુ જ્યાંસુધી મનુષ્ય ને સેવે છે ત્યાંસુધી તેના શરીરના પણ ઉત્તમ પ્રકારે વિકાસ થઈ શકતા નથી.
૨૬૮. ગની અથવા અભિમાનની વૃત્તિ શરીરમાં કૃત્રિમ સ્થિતિને
Page #158
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૪૯
ઉત્પન્ન કરે છે, અને આ કૃત્રિમ સ્થિતિ વિસ્ફોટક, ત્રણ, માંસાષુદ વગેરેને પ્રસંગે ઉત્પન્ન કરે છે. અભિમાનથી ભરેલા મનુષ્ય જાતે સુધરીને પોતાના શરીર. ના સુંદર કરવાનો પ્રયત્ન કરતો નથી, પરંતુ પોતાના શરીરઉપર કેાઈ કૃત્રિમતા ઉમેરીને સુંદર દેખાવાના પ્રયત્ન કરે છે. શરીરઉપર કૃત્રિમતાની વૃદ્ધિ કરવાની આ ઈચ્છા ઘણી વાર એટલી તે પ્રબળ અને ઊંડી થાય છે કે તેનાં શરીરમાં ઘણાં જ ઊંડાં મૂળ ન`ખાય છે. તેમ થતાં કુદરત પોતે પણ મનની નકલ કરે છે, અને શરીરપર રસોળી, ત્રણ વગેરે કૃત્રિમ વધારાને પ્રકટાવવાને પ્રયત્ન કરે છે. ધણે પ્રસંગે, આ પ્રયત્નમાં તે સફળ થાય છે. આમ છતાં અત્ર એવું કહેવાનો આશય નથી કે જેના જેના શરીરઉપર આવા વ્યાધિ થયા હોય છે તેને તેને તે સર્વ વ્યાધિ અભિમાનને ધરવાથી થયા હેાય છે. આવા વ્યાધિ થવાનાં અનેક કારણે હાય છે; પરંતુ અભિમાનની વૃત્તિ, હાલ શરીરનો ઘાટ જે પ્રકારના છે, તેમાં ‘કિ ઉમેરવાનો’ વેગ શરીરમાં ઉત્પન્ન કરે છે; અને આ વેગ જ્યારે ઘણા બળવાન થાય છે ત્યારે જે કરવા તરફ તેનું વલણ થયુ હાય છે, તેને તે ઉત્પન્ન કર્યા વિના રહેતા નથી. આ કારણથી આપણે સઘળા પ્રકારના ગવ અને મિથ્યાભિમાનથી નિરંતર દૂર રહેવુ' જોઈ એ. ૨૬૯. દ્વેષની વૃત્તિમાં છૂટા કરવાનું સામર્થ્ય રહેલું હાય છે, અને જ્યારે આ વૃત્તિ અત્યંત પ્રખળ થાય છે ત્યારે શરીરના પ્રત્યેક ભાગમાં તે ન્યૂનાધિક અશમાં સ્પષ્ટ થાય છે. શરીરમાં પોતાનામાં વિરોધ પ્રકટે છે; સામ્ય ટળી જાય છે; જે સામર્થ્યર્થાએ સંપસ પીને કામ કરવું જોઈએ, તે પરસ્પરથી છૂટાં પડી જાય છે, અને આરાગ્યને, પૂર્ણતાને, અને શાંતિને જે પૂર્ણ ઐક્યની જરૂર છે, તેવા પૂણ્ અયપૂર્ણાંક શરીરના કાઈ પણ એ વ્યાપાર કામ કરી શકતા નથી. સત્તમ પરિણામને પ્રકટાવવાને માટે શરીરની અને મનની સધળી વસ્તુઓએ ઐયપૂર્ણાંક કામ કરવું જોઈએ, પણ દ્વેષવૃત્તિ સને વિખૂટાં પાડી નાંખે છે, અને તેથી તે રાગને તથા નિષ્ફળતાને ખનેને કરે છે. જેતે ન્યાયયુક્ત ક્રોધ કહેવામાં આવે છે, તે ક્રોધ પણ, તેના હેતુ ગમે તે હોય, તાપણુ, તેવા જ પરિણામ ઉત્પન્ન કરે છે. આથી ક્રાધ કદી ન્યાયયુક્ત હાઈ શકતા જ નથી.
૨૭૦, પરિતાપ અથવા ચિંતા પુટાને ચિમળાવી નાંખે છે, તેમને કાણુ કરી નાંખે છે, અને તેમને હાડકાના જેવા એક જાતના પદાર્થના રૂપમાં પલટી નાંખે છે. આ કારણને લીધે જ ચિંતા એ વૃદ્ધાવસ્થાને આણુનાર એક મુખ્ય કારણ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦.
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ગણાય છે. જ્યાં ચિંતા નથી ત્યાં શરીર ઉપર કરચલીઓ પડતી નથી. ચિંતા જ્ઞાનતંતુઓ ઉપર સાક્ષાત અસર કરીને તેમને નરમ કરી નાંખે છે, અને તેથી જ્ઞાનતંતુઓમાં પીડા થાય છે, એટલું જ નહિ પણ જરાજરામાં ચિડાઈ જવાય, એ સ્વભાવ થઈ જાય છે. વાતશુલનું ચિંતા વિના ભાગ્યે જ બીજું કઈ કારણ હોય છે, અને ચિંતા જ્ઞાનતંતુઓના જેટલા રોગ ઉત્પન્ન કરે છે, તેટલા રોગો ભાગ્યે જ બીજા કોઈ કારણથી થતા હશે. ખેદ, ગ્લાનિ, નિરાશા, ઉત્સાહભંગ, નાઉમેદી વગેરે એવી જ મનની બીજી સ્થિતિએ પણ ચિંતા જેવા જ પરિણામે ને પ્રકટાવે છે. જો કે કંઈક સ્વાર્થને અંશ તેમાં રહેલું હોય છે, તે પણ તે સર્વ, ચિંતાનાં જ જુદાં જુદાં રૂપ છે. તેઓને સ્વભાવ મનને ભેગા કરી નાંખવાને છે, એટલું જ નહિ, પણ શરીરની પણ તેવી જ સ્થિતિ કરવાનો છે. ચિંતા શરીરના અણુઓને પૂર્વે કહ્યું, તેમ સૂકવી નાખે છે, તેમને ચિમળાવી નાંખે છે, અને કઠણ કરી નાંખે છે. આથી શરીરમાં જડતા આવી જાય છે, અને આ જડતાને આપણે ભૂલથી ઘડપણું નામ આપીએ છીએ. ચિંતાને સમૂળ નાશ કરે, અને ઘણા લાંબા સમય સુધી યુવાન રહેવાનું કામ સહેલું જણાશે.
ર૭૧. જે વસ્તુઓ આપણા સ્વામિત્વની નથી, તે વસ્તુઓની ઈછામાંથી ઈર્ષ્યા અને અસૂયા પ્રકટે છે. આ કારણથી ઈર્ષાવાળા મનુષ્યને જંતુઓના સંબંધથી થનારા વ્યાધિઓ, ચેપી રેગે, મહામારી વગેરે થવાને ઘણો જ સંભવ હોય છે. ઈર્ષ્યા જે વસ્તુની આપણને ઈચ્છા હોય છે, તે વસ્તુને આપણાથી દૂરની દૂર રાખે છે, પરંતુ જેની આપણને ઇચછા હોતી નથી, તે વસ્તુને આપણું પ્રતિ આકર્ષ આણે છે. ઈર્ષાવાળા મનુષ્ય પોતાના અપ્રિય સ્વભાવને લીધે બીજાને અણગમે ઉપજાવે છે; તેને અપ્રિય સ્વભાવ તેના શરીરને દુર્બળ કરે છે અને સઘળી સારી વસ્તુઓને તેની પાસેથી ભગાડી મૂકે છે અને આજુબાજુના પ્રદેશમાં ચાલતા રેગેને નબળા શરીરઉપર જ ઝટ હુમલે થાય છે.
૨૭૨. શેક શરીરના પુટને ક્ષય કરી નાંખે છે, અને તેમાં પણ મગજના પટને મુખ્યત્વે કરીને ક્ષય કરી નાંખે છે. શકનો વિચાર હાનિસ્વરૂપ છે, અને સજાતીય સજાતીયને ઉત્પન્ન કરે છે તેથી શેકને વિચાર જ્યાં જ્યાં પ્રવર્તે છે, ત્યાં ત્યાં હાનિને પ્રકટાવે છે, અર્થાત તે શરીરના સર્વ ધાતુઓને ક્ષીણ કરે છે. શકને સેવનારા મનુષ્યોને તેમના શરીરમાં આ પ્રકારની હાનિ થયાને અનુભવ થયા વિના રહેતું જ નથી, અને બીજા જેનારાઓ પણ તેમનાં નેત્રમાં તથા
Page #160
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નશિ ]
૧૫૧
મુખમાં પડેલા ખાડાથી તેમના અંતઃકરણની શોકનિમગ્ન સ્થિતિને તત્કાળ કળી જાય છે. શાકથી કશો જ લાભ થતા નથી, પણ ઊલટી સર્વ પ્રકારે હાનિ જ થાય છે. આથી શાકાશ્રુને લોહી નાખવાં એ જ સર્વાંત્કૃષ્ટ યુદ્ધિનું ચિહ્ન છે; અને શોકનો કેવી રીતે જય કરવા, તેનું ગમે તે મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકે એમ છે.
૨૭૩. ભયની વૃત્તિને સેવવી એ મનને અયોગ્યતાની કૃત્રિમ સ્થિતિમાં મૂકવા બરાબર છે. જે મનુષ્ય ભયને સેવે છે તે અચલપણે પોતાના સ્થાનમાં ટકી શકતો નથી, પણ શત્રુને આવતા દેખીને નાસવા માંડે છે, અથવા તો તેને શરણે જાય છે. પ્રતિકૂળ સ્થિતિના ભય ધરવા, એ પ્રતિકૂળ સ્થિતિને પોતાના માથાઉપર સંપૂર્ણ રીતે ચઢી બેસવા દેવા તુલ્ય છે. પ્રતિકૂળ સ્થિતિ ખરી ન હોય પણ આપણા મને કલ્પી કાઢી હોય તાપણ તેના ભય ધરવાથી તેવા જ પરિણામ આવે છે. જેના આપણે ભય ધરીએ છીએ, તેના આપણા મનમાં ઊંડા સસ્કાર પડે છે અને મનમાં જેના સંસ્કાર અથવા બીજક પડે છે, તે પછી મનમાં ઊગી નીકળે છે, અને આપણા બાહ્ય શરીરમાં વૃક્ષરૂપે પ્રકટે છે. આ પ્રકારના નિયમ હોવાથી જેને આપણે ભય ધરીએ છીએ, તે આપણા ઉપર આવી પડે છે. લોકેામાં પણ આ જ ભાવને સૂચવનારી કહેવત ચાલે છે કે ‘ જે ભૂતથી ખીએ છે, તેને તે સથી પહેલુ વળગે છે, ' અર્થાત્ વિપત્તિથી ભય પામનાર મનુષ્ય વિપત્તિને પોતાના ઉપર સત્વર આકષી આણે છે. ભયવાળી સ્થિતિમાં થતી ક્રિયા સંદા દુળ હોય છે, અને જ્યારે ભયનું પ્રમાણ ઘણુ વધારે હાય છે ત્યારે તો તે શરીરને શિથિલ અને છેક જ ખળવિનાનું કરી મૂકે છે. જેમને આ સબધમાં સંશય રહેતા હોય તેમણે અત્યંત ભયાકુલ મનુષ્યની પચન ક્રિયા કેવી થાય છે, તેનુ નિરીક્ષણ કરવું. તેને ખાતરી થશે કે પચનેન્દ્રિયના સધળા રસોમાં ભય કૅવા ભારે રાસાયનિક ફેરફાર કરી મૂકે છે. મનની સધળી પ્રતિકૂળ સ્થિતિઓમાં ભય સઉથી વધારેમાં વધારે હાનિ કરનાર છે, અને તેનું કારણ એ છે કે તેની અંતઃકરણમાં ઘણી જ ઊંડી અસર થાય છે. અને જેની ઘણી ઊંડી અસર થાય છે, તેના આપણા આંતર મનેઉપર સદા ઘણા દૃઢ સંસ્કાર પડે છે. આમ છતાં, સર્વ કાળ, સર્વાંમાં પૂર્ણ શ્રદ્ધા ધરવાથી ભયને આપણા મનમાંથી સમૂળ નાશ કરી શકાય છે.
૨૭૪. પ્રતિકૂળ માનસિક સ્થિતિની અસર નિવારવાને માટે, આંતર મનઉપર તે સ્થિતિની વિરોધી સ્થિતિના સંસ્કાર પાડવા જોઈએ. આ પ્રકારના અભ્યાસ સેવવાથી અયેાગ્ય વિચાર કરવાના સ્વભાવ પણ થાડા વખતમાં છૂટી જશે, અને વળી અનુકૂળ માનસિક સ્થિતિનુ બળ વધશે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫ર
[ શ્રીવિશ્વવંધવિચારરત્નાકર
૨૭૫. યોગ્ય પ્રકારની અનુકૂળ માનસ સ્થિતિઓ પ્રથમ તે શરીરની અવ્યવસ્થા ટાળીને તેને વ્યવસ્થામાં મૂકે છે, અને પછી શરીરમાં એવા પ્રકારના રાસાયનિક ફેરફાર કરે છે કે જેથી પછી ધીરે ધીરે સધળી ઈદ્રિયો અને માનસિક શકિતઓ પિતાપિતાના વ્યાપાર સંપૂર્ણ યથાર્થ પ્રકારે કરે છે. સ્વલ્પમાં, તેઓ મનના અને શરીરના પ્રત્યેક ભાગને વિશુદ્ધ કરીને અને તેમનો વિકાસ કરીને, ઊંચા પ્રકારના મનને તથા શરીરને ઉત્પન્ન કરે છે.
૨૭૬. યથાર્થ પ્રકારના માનસ વ્યાપાર કરવાથી શરીર વિશુદ્ધ કરી શકાય છે; અને આમ નિત્ય ચાલતાં જીવવાને આનંદ વધતો જત જણાય છે. વ્યાધિ, દુર્બળતા, અને શરીરમાં બેચેની થવાને સ્વભાવ ઘટી જાય છે, અને આત્માને પિતાનાં અમર્યાદ સામને બહાર જણાવવાનાં સાધન જે આ શરીર તથા મન છે, તે વધારે ને વધારે પૂર્ણતાવાળાં થતાં જાય છે.
૨૭૭. ઘણી વાર જેને આપણે ભૂલે કહીએ છીએ, તે ભૂલ હતી નથી; માત્ર આપણી તે સમયની દૃષ્ટિને જ તે ભૂલરૂપ જણાવાથી આપણે તેની ભૂલમાં ગણના કરીએ છીએ. એકને જે ભૂલરૂપ જણાય છે, તે બીજાને સાચું જણાય છે, અને એકને જે સાચું જણાય છે, તે બીજાને ભૂલરૂપ જણાય છે.
૨૭૮. કોઈપણ ક્રિયાને પરિણામ જ્યાંસુધી હાનિકારક નથી આવ્યો, ત્યાંસુધી તે ક્રિયા કરવામાં તે મનુષ્ય ભૂલ કરી છે, એમ કહેવું, એ ડહાપણુ ભરેલું નથી. આરંભમાં જે ભૂલવું જણાય છે, તે ઘણી વાર પરિણામ આવતાં, અત્યંત ખરામાં ખરું કાર્ય જણાય છે. આથી બહારનું સ્વરૂપ જોઈને કઈ વાતને નિર્ણય બાંધી દેવો, એ ભુલાવામાં નાંખનાર છે.
૨૭૮. એક શતકની પ્રજાએ કરેલી ભૂલે કઈ કઈ વાર બીજા શતકની પ્રજાને ગુણકારક થઈ પડે છે, અને તે જ પ્રમાણે કેઈ શતકની પ્રજાએ વિચારપૂર્વક કરેલાં ઉત્તમ કામ, બીજા શતકની પ્રજાને મહાહાનિકારક થઈ પડે છે. આથી બીજાઓમાં તથા આપણામાં જે આપણને ભૂલજેવું જણાતું હોય તે પ્રતિ ક્ષમા બુદ્ધિ રાખવી, અને તેનું વિસ્મરણ કરવું, એ લાભકારક છે. આ સાથે આપણુથી બનતું સર્વોત્તમ કરવું એ અધિક લાભકારક છે.
૨૮. આપણું પિતાના વિવિધ દૃષ્ટિબિંદુથી બેટી જણાતી પ્રત્યેક વાત ખોટી હોતી નથી, માત્ર પ્રતિકૂળ પરિણામને પ્રકટાવનાર બાબત જ ખોટી હોઈ શકે છે, પરંતુ આપણે સ્મરણમાં રાખવું જોઈએ કે પ્રતિકૂળ પરિણામને પ્રકટાવ
Page #162
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૫૩
નાર કંઈ ક્રિયા જ હંમેશાં હોતી નથી; અનેક ઉદાહરણોમાં, ક્રિયા જ બેટી હોય છે, માટે દુ:ખ જણાય છે, એમ કંઈ હોતું નથી, પણ ક્રિયાના સંબંધમાં આપણે ખોટો વિચાર કર્યો હોય છે, તેથી દુઃખ જણાયું હોય છે કે મનુષ્ય યોગ્ય ક્રિયા કરતા હોય અને તે પણ જે તે ધારે કે હું અયોગ્ય ક્રિયા કરું છું તે તે ખોટા વિચારને કેટલાક પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, અને તેના પરિણામમાં તેને દુઃખ આવે છે. ખરી ક્રિયા કરવા છતાં પણ તે વાત આપણે જાણતા નથી, અને આપણે ખોટું જ કર્યું છે એવું દૃઢપણે માન્યા કરવાથી આપણા જીવનમાં પૂરેપૂરાં પચીસ ટકા જેટલાં દુઃખો આપણે આપણું ઉપર આણીએ છીએ.
૨૮૧. પરંતુ આ ઉપરથી આપણે એવું અનુમાન ખેંચી કાઢવાનું નથી કે ખોટી ક્રિયાને ખરી ક્રિયા આપણે માનીશું તે તેનું ખોટું ફળ આપણને નહિ મળે. કોઈ પણ ક્રિયાના ફળમાં આપણે વિચારથી તિલમાત્ર જેટલો પણ ફરક પડતું નથીપણ આપણા વિચારો નવી ક્રિયાઓને પ્રકટાવે છે, અને આ ક્રિયાઓ તેઓ જે પ્રકારની હોય છે, તે પ્રકારનાં ફળને ઉત્પન્ન કરે છે. આથી કોઈ ક્રિયા ખરી છતાં પણ જ્યારે તે ખોટી છે, એવો આપણે વિચાર કરીએ છીએ, ત્યારે આપણે એક નવી ખોટી ક્રિયા ઉપજાવીએ છીએ; અને જે આપણને દુઃખ આવે છે, તે આ પાછળથી ઉપજાવેલી ખાટી ક્રિયાથી જ આવે છે. અને આ પાછલી માનસ ક્રિયા કેઈ કોઈ વાર એટલી તે બળવાન હોય છે કે સારી ક્રિયાથી પ્રકટનારા સારા ફળને તે સર્વ પ્રકારે તોડી નાંખે છે.
૨૮૨. કેવળ શુદ્ધ નિયમનો ભંગ થયો છે, એવી તમારી ખાતરી ન થાય ત્યાં સુધી કોઈ ભૂલને, તે ભૂલ છે, એ તમારા મનને કદી પણ વિચાર કરવા ન દે; ભૂવાનું સંપૂર્ણ વિસ્મરણ કરી દેવું, અને આપણા મનને સુધારવામાં અને તેને નિર્દેપ કરવામાં વૃત્તિને સંપૂર્ણ અંશે જોડી દેવી, એ જ યોગ્ય છે. દુઃખમાંથી બહાર નીકળવાને ટૂંકામાં ટુંકે રસ્તો એ છે કે ભૂલને ભૂલી જવી, અને ખરું કામ કરવામાં આપણા સધળા બળને વાપરવું.
૨૮૩. ભૂલોના સંબંધમાં જયાંત્યાં પારવિનાને ઠપક અને ઉપદેશ આપવામાં આવે છે, અને લગભગ સઘળા મનુષ્ય પોતાના જાણવા પ્રમાણે અને માનવા પ્રમાણે જે સઉથી સારું તેમને લાગે છે, તે જ કરે છે. તે ઉપર ઘણું જ થોડું ધ્યાન આપવામાં આવે છે. સઘળી બાબતમાં એકમત થવાને માટે, આપણે સઘળી બાબતોને એક જ દષ્ટિબિંદુથી જોવી જોઈએ; પરંતુ પ્રજાના હાલના વિકાસમાં આમ થવું સંભવિત નથી. પણ આટલું તે દરેક
२०
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
મનુય જાણી શકે એમ છે જ કે પિતાના દષ્ટિબિંદુથી પિતે જે કંઈ કરે છે, તે કરવાના જેમ તેને કારણે હોય છે, તેવાં જ બીજાઓ પણ પિતાના દષ્ટિબિંદુથી જે કામ કરે છે, તે કરવામાં તેમને પણ કારણ હોય છે. આથી સ્પષ્ટ થાય છે કે વિચારની કોઈ પણ ખરી શ્રેણીમાં તે બીજાઓનાં કામે ઉપર કોઈ પણ પ્રકારની ટીકાને વાસ્તવિક સ્થાન મળી શકે તેમ નથી.
૨૮૪. ભૂલો સંબધી વાત કરવાથી મનમાં ખોટા વિચારોના સંસ્કાર પડે છે. આ સંસ્કારને પરિપાક થતાં તેઓ ભૂલે પ્રકટાવે છે. ભૂલેને ભય ધરવાથી આપણે ભૂલ થવાના માર્ગમાં જ એકદમ ધસીએ છીએ, અને ભૂલે કરીએ છીએ; અને ખરી ભૂલ હોય, છતાં પણ જે ગંભીરપણે આપણે તેમને વિચાર કરીએ છીએ, તે જે કારણથી ભૂલ થઈ હોય છે, તે કારણને આપણે સ્થિર કરીએ છીએ, એટલું જ નહિ પણ સુધારો કરવાના કુદરતના પ્રત્યેક પ્રયત્નને પાછો પાડીએ છીએ.
૨૮૫. ક્ષમા આપવી, એ આવેશથી પ્રકટ મનોભાવ નથી. એ યથાર્થ શાસ્ત્રાનુકૂલ વિચાર છે–સાધન છે. ખરી અથવા ખટી, પ્રત્યેક ભૂલને માટે પિતાને તેમ જ બીજા પ્રત્યેક મનુષ્યને તત્કાળ ક્ષમા આપવાને અભ્યાસ, એના જેવાં વિશેષ લાભકારક આ જગતમાં બીજાં ડાં જ સાધનો હશે. જે મનુષ્ય તત્કાળ ક્ષમા આપે છે, તે પ્રત્યેક પ્રતિકૂળ સ્થિતિમાંથી તત્કાળ મુક્ત થાય છે, કારણ કે બેટા કામની ક્ષમા આપવી, એનો અર્થ જ એ છે કે મનમાંથી ખેટાનું સંપૂર્ણ અભાન કરવું. ક્ષમાના વ્રતનું સેવન એ શુદ્ધિ કરનાર ક્રિયા છે, અને તેની શરીર તથા મન ઉભયઉપર ઉત્તમ અસર થાય છે.
૨૮૬. તમારાથી બને તેટલું સર્વોત્તમ શુદ્ધ વર્તન કરો, અને જ્યારે તમને સમજાય કે કોઈ કાર્યમાં તમારી ભૂલ થઈ છે, ત્યારે વધારે સારું વર્તન કરવાને પૂર્વના કરતાં પણ વધારે દઢ નિશ્ચય કરે. તમારાથી થોડી ભૂલે થશે, અને જ્યારે થશે ત્યારે તેઓ હાનિકારક ફળ ઉપજાવશે તે પહેલાં તેઓમાં સુધારો થશે. જેની આપણને ઇચ્છા હોય છે, તેના તરફ જયારે આપણે સંપૂર્ણ તનમનથી આગળ વધીએ છીએ ત્યારે જેની આપણને ઇચ્છા નથી, તેને આપણે સર્વદા આપણા જીવનમાંથી નાશ કરીએ છીએ.
૨૮૭. કશું પણ નકામું ગયું, એમ માનશે નહિ. જે દિવસે કઈ પણ ઉપયોગી કાર્ય થયેલું આપણને જણાતું નથી, તે દિવસ પણ પ્રસંગે બીજા
Page #164
--------------------------------------------------------------------------
________________
વચારરત્નરાશિ ]
૧૫૫
દવસે પ્રાપ્ત થયેલી કાઈ મોટી કાર્યસિદ્ધિના હેતુભૂત હોય છે. આગલે દિવસે શું જ કરવામાં ન આવેલું હાવાથી બીજે દિવસે મેટાં પરાક્રમે ધડવાનાં અનેક ઉદાહરણા છે.
૨૮૮. ઉપરથી પ્રવૃત્તિરહિત દેખાતી સ્થિતિના મોટા ભાગ, પ્રવ્રુત્તિરહિત હોતા નથી. જીવનની સપાટી શાંત જણાતી હોય, પણ અંદરના ઊંડાણના ભાગેા કંઈ અસાધારણની તૈયારી કરતા હોય છે. જેણે જીવનનો સદુપયોગ કરવાનો નિશ્ચય કર્યાં હોય છે, અને તનુસાર જે વતા હોય છે, તેના જીવનમાં આ પ્રકારનું સદા ખન્યા કરતું જ હાય છે.
૨૮૯. વિકાસને પામતા મનવાળા પુરુષને ઘણી વાર એવી ક્ષા આવતી જણાય છે કે જેમાં તેને પોતાનામાં રહેલા સામર્થ્યનું તથા પોતે પ્રાપ્ત કરેલા ગુણાનું ભાન જતું રહ્યુ હોય એમ લાગે છે; આખા શરીરમાં શૂન્યતા ભાસે છે, અને હું જાણે કંઈ જ ન હાઉં, અને આ જગમાં મારા કા જ ઉપયોગ ન હાય, એવું તેને ભાન થાય છે. પરંતુ આ ભાન કેવળ ઉપરટપકેતુ, અને ભ્રાંતિકારક હોય છે; અને બુદ્ધિમાને તેના ઉપર બિલકુલ ધ્યાન ન આપ્યું જોઈએ. આવી ક્ષા સૂચવે છે કે કુદરતને સપાટીઉપરના જીવનને શાંત રાખવાની જરૂર પડી છે; અતરની ઊંડાણના અગાધ પ્રદેશમાં કંઈક થતુ હાય છે. અને જીવનના સધળાં સામર્થ્યાઁ, તે મહાન કાર્યમાં મદદ કરવાને ઊંડાં પ્રવેશી ગયાં હોય છે. આવા સમયમાં જો ખાદ્ય મનને શાંત રાખવામાં આવે છે તે! અંદરના ભાગમાં ચાલતા મહાન કામમાં ડખળ થતુ નથી; અને જ્યારે તે કાર્ય સમાપ્ત થાય છે, ત્યારે પૂર્વના કરતાં પણ વધારે સામર્થ્ય બહાર પ્રકટ થયાનું ભાન થાય છે.
૨૯૦. આવી વિલક્ષણ ક્ષણા આવે છે ત્યારે ઘણા મનુષ્યો ખળાત્કારથી કાર્ય કરવાના પ્રયત્ન કરે છે, પણ આમ કરવું એ જે સામથ્થાની હાલ અંતરના પ્રદેશમાં અગત્ય છે, તેમને સપાટીઉપર આણવું એ છે. વૃદ્ધિના નિયમાથી જે સામાઁ જ્યાં આકર્ષાઈ ને ગયાં છે, ત્યાં જ તેમને રહેવા દો, અને ઘેાડા કલાકમાં પા પ્રત્યાધાત થશે. નવા જીવનનું ભાન થશે, મન પૂના કરતાં વધારે ખળવાન અને વધારે તેજસ્વી થશે, અને જે કામ થાડા સમય ઉપર આપણે કરી શક્યા ન હતા, તે કામ બળાત્કારથી તે સમયે કયુ હોત અને જેવું થાત, તેના કરતાં અનેકગુણ વધારે સારું થશે, એટલુ જ નહિ, પણ પોતાની મેળે અનાયાસ થઈ જશે. આથી, હાનિ થતી નથી, પણ સર્વ લાભ જ થાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
૨૯૧. કઈ જાણવા જેવી ઉત્તમ વાત આપણું જાણવામાં આવે છે ત્યારે આપણને એમ થાય છે કે આ વાત થોડાં વર્ષ પૂર્વે જણાઈ હોત તે કેવું સારું ! જે હલકું હતું, તેને આટલા દિવસ સુધી વ્યર્થ વળગી રહ્યા, અને આટલાં વર્ષ નકામાં પાણીમાં ગાળ્યાં! પણ શું એ વર્ષો આપણે પાણીમાં ગાળ્યાં છે? કદાચ એ વર્ષોમાં આપણે વધારે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા હોત; આપણામાં વધારે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સર્વદા સામર્થ્ય છે, પરંતુ ભૂતકાળમાં આપણે જે અનુભવ કર્યો હોય છે, તે નકામે હોતે નથી. આપણા વિકાસમાં એ અનુભવની આપણને જરૂર જ હતી, અને તેથી એ વર્ષો પાણીમાં ગયાં નથી. ભૂતકાળમાં આપણને એ અનુભવ ન થયો હોત, ભૂતકાળમાં જે હલકા પ્રકારનું આપણે જાણ્યું હતું, તે જે આપણે જાણવામાં ન આવ્યું હોત, તે આજે જે ઉત્તમ વાત આપણા જાણવામાં આવી છે, તે સમજવા જેટલું તથા તેની કદર કરવા જેટલું પણ આજે આપણામાં સામર્થ્ય ન હતા. આથી કરીને પશ્ચાત્તાપની કશી જ જરૂર નથી; પહેલાં આમ જોયું હોત તો કેવું સારું થાત, એવો ઉદ્વેગ કરવાનું પ્રયોજન નથી. પશ્ચાત્તાપ અને ઉગ કરવાને બદલે આપણે પ્રત્યેક પ્રાપ્ત પ્રસંગને માટે પરમેશ્વરને અખંડ ઉપકાર માનવો જોઈએ. પ્રત્યેક પ્રસંગમાં આપણું હિત કરવાનું સામર્થ્ય રહેલું છે; પ્રત્યેક પ્રસંગ આપણને ઉપયોગી થઈ પડવાને સજજ હોય છે, અને તેથી પ્રત્યેક પ્રસંગને માટે આભારી થવું એ જ આપણને ઉચિત છે.
ર૯ર. આપણે આપણાં વર્ષો પાણીમાં ગાળ્યાં, એ પ્રકારનો નિશ્ચય સેવ્યા કરવાથી આપણાં વર્ષો પાણીમાં ગાળવાની આપણને ટેવ પડે છે. જે આપણે કર્યું હોય છે, તેનો નિરંતર વિચાર કર્યા કરવાથી તેનું તે જ ફરીને કરવાનો મનમાં સ્વભાવ બંધાય છે. એથી ઉલટું, હાલની ઊંચી સ્થિતિએ જે પ્રસંગોએ આપણને પહોંચાડ્યા છે, તે પ્રસંગને માટે ઈશ્વરનો આભાર માનવાથી હાલ કરતાં પણ આપણને વધારે ઊંચી સ્થિતિમાં લઈ જનાર પ્રસંગેનું આપણે દ્વાર ઉઘાડીએ છીએ.
ર૯૩. પ્રત્યેક વસ્તુને માટે આભાર માનવાથી, પ્રત્યેક વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય છે, તે મૂળની આપણે વધારે સમીપ આવીએ છીએ; અને પ્રત્યેક વસ્તુના મૂળની વધારે સમીપ આવવાથી પ્રત્યેક વસ્તુ આપણને અધિકને અધિક પ્રમાણમાં મળવા માંડે છે.
૨૯૪. જગતના વિચારમાં અખંડ થતા ફેરફારથી જેઓ વધારે બીકણ
Page #166
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ].
૧૫૭
છે, તેઓને નિરંતર ભય રહે છે કે રખેને આપણે આડે માર્ગે ચઢી જઈશું. તેઓને કેદના પણ નવા વિચારોને વાંચતાં શંકા થાય છે કે રખેને આ વાંચીશું તે આપણું આજ સુધીના સેવેલા કલ્યાણકારક નિશ્ચય બદલાઈ જશે, અને આપણે ઉધે રસ્તે દેરવાઈ જઈશું. આથી તેઓ પોતે નિશ્ચય કરેલા વિચારે વિના બીજું કશું જોતા કે વિચારતા નથી. વિશાળ જગતમાં કેવી કેવી નવી વિચારશ્રેણીઓ નીકળે છે, થોડાં વર્ષ ટકે છે, વળી બદલાય છે, વળી નવી નીકળે છે, તેના જ્ઞાનથી તેઓ કમનસીબ રહે છે. પણ આપણે જે માનીએ છીએ તેમાં આપણા આડા માર્ગે વહેવાનો ભય રહ્યો નથી; પણ જે આપણે માનીએ છીએ તે પ્રમાણે આપણે જે વર્તન કરીએ છીએ, તેમાં તથા આપણા વિચારો બદલવાને જ્યારે આપણે નિશ્ચય કરીએ છીએ ત્યારે તેમ કરવામાં આપણે શો હેતુ છે, તેમાં આપણું આડે માર્ગે વહેવાનો ભય રહ્યો છે. જ્યાં સુધી જીવન, પ્રેમ, અને સત્યને શોધવાને આપણો ઉદ્દેશ છે ત્યાં સુધી કઈ પણ વિચારના ક્ષેત્રમાં પ્રવેશતાં આપણને કશી ચિંતા નથી; બીજાઓને મોહ પમાડે એવા વિચારોના વિશાળ પ્રદેશમાં ગમે તેટલા દૂર આપણે પ્રવાસ કરી આવીશુંપણ આપણે ખરા માર્ગમાં જ રહ્યા કરીશું.
૨૯૫. આત્મસંયમની અર્થાત્ મનને વશ રાખવાની ખૂબી એ છે કે તે બે ધારવાળા ખડૂગની પેઠે બને રીતે ઉપયોગમાં આવે છે. મનને વ્યાપાર ન કરવો હોય ત્યારે વૃત્તિને ક્રિયારહિત રાખવાનું તેનામાં સામર્થ્ય છે, એટલું જ નહિ પરંતુ જ્યારે મનને કઈ વ્યાપારમાં જેવું હોય ત્યારે તેની સઘળી શક્તિઓને તેમાં જોડવાનું તથા જેટલે સમય જોવું હોય તેટલો સમય જોડવાનું તેનામાં સામર્થ્ય છે.
ર૯૬. જેણે પિતાના મનઉપર અંકુશ પ્રાપ્ત કર્યો છે, એવો પુરુષ જે સમયે, જે કામ, જેટલે સમય કરવું હોય તે સમયે, તે કામ, તેટલે સમય કરી શકે છે, પરંતુ જે કામ તેને કરવાની મરજી હોતી નથી, તે કામ તેને કરવું પડતું નથી, કારણ કે જે કામ તેને જે સમયે કરવું હોય છે, તે કામ કરવાને તે સમયે તે આરંભ કરી શકે છે અથવા તે તે કામને તે સમયે તે અટકાવી શકે છે.
ર૯૭. આત્મસંયમ સિદ્ધ કરનાર પુરુષના મનમાં કંઈ પણ મૃતવત અથવા જડવત હેતું નથી; પ્રવૃત્તિ કરવાની જ્યારે જરૂર પડે છે ત્યારે પ્રવૃત્તિ કરવાને સઘળું જ તત્પર હોય છે; પરંતુ મનની કઈ શક્તિના વ્યાપારની જ્યાંસુધી જરૂર નથી હોતી ત્યાં સુધી તે શક્તિ શાંતપણે તેને અધીન રહે છે, અને
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર ક્વિારહિત પડી રહે છે. આમ છતાં, સંયમી પુરુષને પિતાના મનને વશમાં રાખવાને બળ વાપરવું પડતું નથી. તેને જે કરવું હોય છે, અથવા નથી કરવું હતું તેને તે સરળપણે કરે છે અથવા નથી કરતો.
૨૮૮. બીજાઓના ખોટા જણાતા વિચારો અથવા નિશ્ચયનો તિરસ્કાર ન કરે. તિરસ્કારવૃત્તિ મનને હાનિને કરનારી છે, અને તેથી કઈ પણ વસ્તુનો તિરસ્કાર કરવાથી આપણે આપણું પિતાનું જ અહિત કરીએ છીએ.
૨૯૯, બીજા મનુષ્યની મિત્રતા અથવા પ્રેમ આપણા ઉપર કાયમ રહે, એવી જે આપણી ઈચ્છા હોય તે આપણે ઇર્ષ્યાન ધરનારા ન થવું જોઈએ. ઈમાં સામા મનુષ્યને આપણી પાસેથી ધકકો મારીને વેગળા કરવાનું બળ રહેલું છે, અને તેથી જો આપણે તેને સેવીએ છે એ તે જે મનુષ્યને આપણે અત્યંત પ્રિય સમજીને નિરંતર આપણી પાસે રાખવાને ઇચછીએ છીએ તેને પણ તે ધક્કો મારીને આપણાથી દૂર કાઢી મૂકે છે. ઈષ્ય આપણું અંતઃકરણમાં અશાંતિ ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ, પરંતુ આપણી આજુબાજુ પ્રબળ વિરોધી વાતાવરણ ઉત્પન્ન કરે છે, અને આવા વાતાવરણમાં રહેનાર કોઈ પણ મનુષ્યને મિત્રો લાંબો વખત, તેના મિત્ર રહી શકતા નથી. મને આકર્ષવાની તેમ જ ધક્કો મારીને વેગળા ખસેડવાની એમ બે પ્રકારની ક્રિયા એકી વખતે કરી શકતું નથી. ઈર્ષાની અને અદેખાઈની ખટાશથી જયાંસુધી આપણું મન તથા શરીર ભરેલાં હોય છે, ત્યાં સુધી આપણે કોઈને પ્રેમ સંપાદન કરી શકતા નથી તથા આપણા મનમાં માધુર્ય આવતું નથી.
૩૦૦. હાલ તમે છો તેના કરતાં વધારે મોટા થાઓ, અને જે તમારે જોઈતું હશે તે તમને મળશે તમારો ઉદ્દેશ સફળ થશે; તમારા લક્ષ્યસ્થાને તમે પહોંચશે. તમારી ધારણાઓને સિદ્ધ કરવામાં જો તમે નિફળ થયા છે તે તેનું એક જ કારણ છે અને તે એ કે તમે બહુ જ નાના રહ્યા છે, પરંતુ તમે ઈચ્છો તેવા મોટા થઈ શકે એમ છે, એ જાણીને તમે પ્રસન્ન થશે. - ૩૦૧. તમારામાં મહત્તાને પ્રકટાવો, અને તમારી લઘુતા જતી રહેશે. તમારામાં ગુપ્ત રહેલી મહત્તાને જેમ જેમ તમે બહાર કાઢતા જશે, અને તેને અનુભવ કરતા જશે, અર્થાત જેમ જેમ તમે આધિક મોટા થતા જશે તેમ તેમ સર્વ પ્રકારનાં બંધને, સર્વ પ્રકારની વિપત્તિઓ, સર્વ પ્રકારના રોગો, સર્વ પ્રકારની વ્યથાઓ, સર્વ પ્રકારની નિષ્ફળતાઓ રવલ્પમાં જે જે તમને નથી ગમતું તે તે સર્વ તમારા જીવનમાંથી નાશ પામશે. આમાં ન સમજાય એવું
Page #168
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૫૯
કશું જ નથી. જેમ જેમ પ્રકાશનું બળ વધે તેમ તેમ અંધકાર ઓછો થવો જ જોઈએ.
૩૦૨. પૂર્વ શતકકરતાં આ શતકમાં અનેક મનુષ્યનાં મન જાગ્રત થવા માંડ્યાં છે, અને જે કૂંચી મેળવવાથી હાલ જે તેઓ જાણતા નથી, પણ જેને જાણવાની હાલ તેઓનામાં પ્રબળ ઇચ્છા પ્રષ્ટી છે, તે જાણવાને તેઓ શક્તિમાન થાય એમ છે, તે ચીને પ્રાપ્ત કરવાને તેઓ સર્વ પ્રયત્ન કરી રહ્યા છે; અને જેમ હંમેશ બને છે તેમ આ કૂંચીને માટે તેઓ ગગનને ખૂંદી વળ્યા છે, પરંતુ ફેંચી તે તેઓના પગ આગળ જ સર્વદા પડી રહેલી હોય છે.
૩૦૩. તે કૂંચી આ છે; વધારે મહાનને જાણવાની જે આપણી ઇચ્છા હોય તો આપણે આપણી માનસિક એગ્યતાને વધારે મોટી કરવી જોઈએ. નાના મને અર્થાત્ ઓછી શક્તિવાળા મને જીવનનાં રહસ્ય સમજવાનો પ્રયત્ન કરે, એ નકામો છે; અને તે પણ આપણામાંના ઘણા આ જ પ્રયત્ન કર્યા કરે છે, અને તેને પરિણામ એ આવે છે કે આપણે વાતે ઘણી કરીએ છીએ, પણ આપણને અનુભવજ્ઞાન ઘણું જ ઓછું છે.
૩૦૪. જે વિષય જાણવાની હાલ આપણને ઈચ્છા છે, તે વિષય જે આપણને ન સમજાતે હોય તે આપણે નિશ્ચય કરવો જોઈએ કે તે વિષય સમજવા જેટલું આપણું મન મોટું નથી; તે ઘણું જ નાનું છે. જે દોષ છે તે આ સ્થળે જ રહેલો છે. આથી જ્ઞાન માટે, અનુભવને માટે, સત્યને માટે આપણા લઘુ મનને હદઉપરાંત મહેનત આપવાને બદલે આપણે આપણાં મનને મોટાં કરવાનો અને તેમને વિકાસ કરવાને તત્કાળ પ્રયત્ન કરવા માંડ જોઈએ. જ્યારે મન વધારે વિસ્તારવાળું થાય છે, ત્યારે તે વધારે જ્ઞાનને સંપાદન કરી શકે છે; પણ જ્યાં સુધી તે નાનું રહ્યા કરે છે ત્યાં સુધી તે વધારે જ્ઞાનને સંપાદન કરી શકતું નથી.
૩૦૫. જ્ઞાનને શોધવાની આપણે જરૂર નથી; અનુભવજ્ઞાનને માટે આંખો તાણવાની આપણે અગત્ય નથી. વિસ્તાર પામતા-વૃદ્ધિને પામતા મનમાં
અધિક અને અધિક સત્ય પોતાની મેળે પ્રકાશને પામતું જાય છે; અને જેમ કાચની હવેલી ગમે તેટલી મોટી હોય તે પણ સૂર્યને તેમાં પિતાને પ્રકાશ ભરવાનું સહજ છે, તેમ મનુએ પિતાનું મને ગમે તેટલું મોટું કર્યું હોય તો પણ તેમાં સત્યને પિતાને પ્રકાશ ભરવાનું સહજ છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦
[ શ્રી વિશ્વવધવિચારરત્નાકર ૩૦૬. જે કાંઈ આપણે જાણવું હોય તે સર્વ આપણા અંતઃકરણમાં પ્રકાશવાને આ જગતમાં તૈયાર છે, પરંતુ જયાં સુધી તે જાણવાના સામર્થ્યને વિકાસ કરવામાં આપણે પ્રમાદ સેવીશું ત્યાં સુધી આપણે અજ્ઞાનમાં જ ગોથાં ખાધા કરીશું. આમ હોવાથી આ સર્વ, માનસિક યોગ્યતાઉપર, સમજશક્તિઉપર, બુદ્ધિઉપર, આંતર દષ્ટિઉપર અવલંબીને રહેલું છે. સત્યને માર્ગ કાઈ એવો ગુપ્ત અને અગમ્ય માર્ગ નથી કે પરમેશ્વરના અનુગ્રહપાત્ર માત્ર થોડા જ મનુ તેને જાણી શકે. આ મહાન માર્ગ તે બીજું કંઈ જ નથી, પણ મનની વૃદ્ધિ કરવાને, મનને વિકાસ કરવાને, મનને કેળવવાને માર્ગ છે. જેનું મન વિકાસને પામ્યા કરે છે, તે મનુષ્ય તેને હમણાં જ જે જાણવું હોય છે, તે જાણે છે, કારણ કે જાણવાની તેની ઈચ્છા જેટલા વેગથી વૃદ્ધિને પામે છે, તેટલા જ વેગથી તેની જાણવાની યોગ્યતા પણ વૃદ્ધિને પામે છે.
૩૦૭. પ્રત્યેક મનુષ્ય પોતાના મનને વિકાસ કરી શકે એમ છે; અને તેમ કરવાના ઘણાં માર્ગ અને રીતે છે; પરંતુ રાઉથી સહેલામાં સહેલો માર્ગ એ છે કે જે થોડી વારે આપણને સાચી જણાઈ હોય તેમને આપણે નિત્યના જીવનમાં આચારમાં મૂકવી. આ માર્ગ જેમ સહેલામાં સહેલું છે, તેમ સર્વોત્તમ પણ છે, કારણ કે કોઈ વાતને આચારમાં ઉતારવાને માટે જે બળને આપણે ઉપયોગ કરીએ છીએ તે બળ આપણામાં નિરંતર પૂર્ણ રીતે વૃદ્ધિ પામે છે. જે આપણે જાણતા હોઈએ, તેને આચારમાં મૂકવું, એ જ વધારે જાણવાના સામર્થ્યની વૃદ્ધિ કરવા માગે છે. આ જ મનનો વિકાસ કરવાની, મનની યોગ્યતા વધારવાની, મનની વૃદ્ધિ કરવાની કૂંચી છે. જ્ઞાનને માટે અથવા હાલ જે તમે જાણતા નથી તે જાણવાને માટે હાયવરાળ કરવામાં નકામે સમય ન ગાળે. હમણું તમે કંઈક જાણો છે, તે કંઈક, ભલે ગમે તેટલું નિર્માલ્ય હોય તે પણ તેને આચારમાં મૂકે. આમ આચારમાં મૂકવાથી, તમે જાણેલી વાતથી વધારે ઊંચી વાત જાણવાનું તમારા મનમાં સામર્થ્ય આવશે; પછી તે વધારે ઊંચી વાતને પાછી આચારમાં મૂકે. આમ થતાં તમારા મનનું, તેથી પણ વધારે ઊંચી વાત જાણવાનું સામર્થ થશે. પાછી આ “તેથી પણ વધારે ઊંચી વાતને આચારમાં મૂકે, એટલે વળી તમારું મન અધિક વિકાસને પામશે, આમ તે નિત્ય વિકાસ પામતું જશે, તે એટલે સુધી કે જે વાત તેને જાણવી હશે તેને તે સમજી શકશે; તેને કશું જ અગમ્ય નહિ રહે.
૩૦૮. જ્યારે તમારું મન તમારા ઉચ્ચ ઉદ્દેશને ત્યજીને આડું અવળું ભટકતું
Page #170
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૬૧
તમને જણાય, અને ઊંચી બાબતમાં પ્રેમ કરવાને બદલે હલકા વિષયોમાં રમવા માંડે ત્યારે તમારી વૃત્તિ આંતર મન ઉપર નાંખજે, અને ત્યાં જે મહાન સત્તા રહેલી છે, તેને જાગ્રત કરવા પ્રયત્ન કરજે. તમારા આત્મસ્વરૂપનું ભાન કરવાના પ્રયત્ન કરજે, અને તમારા સઘળા વિચારને નીચેના પ્રદેશમાંથી લાવી લાવીને આત્માના ઉચ્ચપ્રદેશમાં સ્થાપજો. જેને તમે અનુભવ કરવા ઇચ્છતા હો, તેનું પુનઃ પુનઃ દઢતાથી રટણ કરશે. અને જે સ્થિતિમાં તમારી ઈચ્છેલી વસ્તુને તમને અનુભવ થાય, તે ઉચ્ચ સ્થિતિમાં તમારું મન અલ્પ સમયમાં આવશે. આ પ્રકારને નિયમ છે, અને આ નિયમનું આગ્રહથી પાલન કરનાર ગમે તે મનુષ્ય નીચા પ્રદેશોમાં ભટકતા પિતાના મનને રેકીને ઊંચા પ્રદેશમાં સ્થાપવા સમર્થ થશે.
૩૦૯. પ્રત્યેક વિચારમાં તેનું પિતાનું વાસ્તવિક બળ હોય છે, પણ તે બળને વસ્તુઓ ઉપર, સ્થિતિ ઉપર અને આજુબાજુના પ્રસંગે ઉપર કદી પણ ન વાપરવું જોઈએ. વિચારના બળને આપણા પિતાના બળની વૃદ્ધિ કરવામાં આપણે પિતાને વિકાસ કરવામાં જ-ઉપયોગ કરવો જોઈએ. આપણે પિતાના બળની વૃદ્ધિ કરવાની ઈચ્છાથી આપણું વિચારનાં સઘળાં સામને આપણા પિતાના પ્રતિ જ વાળવાં જોઈએ; અને આમ કરવું, એ તમારા વિચારના બળને સદુપયોગ કર્યો ગણાય છે. બહારની સ્થિતિઓને અથવા વસ્તુઓને પિતાને વશ વર્તાવવાને માટે વિચારના બળનો ઉપયોગ કરે, એ તેને દુ૫યોગ છે, અને ક્ષય છે. પરંતુ મનુષ્યોને માટે ભાગ આમ કરવાને જ પ્રયત્ન કરે છે, અને તે કારણથી તે ઘણું જ ડું સિદ્ધ કરે છે.
૩૧. પ્રતિકૂળ પ્રસંગોને જોઈને ઉગ ધરવામાં, નિરાશ થવામાં, અથવા હિંમત હારી જવામાં કઈને કશે જ લાભ નથી. હિંમત હારી જનાર મનુષ્ય પતે દુર્બળ મનને છે, એવું સિદ્ધ કરે છે, અને દુર્બળ મન પ્રાપ્ત સંકટોની સામે કદી પણ બાથ ભીડી શકતું નથી. પિતાની હિંમતને, પિતાના નિશ્ચયને, પિતાની પ્રસન્નતાને, અને પિતાની શ્રદ્ધાને ટકાવી રાખનાર મન જ પ્રત્યેક વિપત્તિને જય કરી શકે છે, કારણ કે આવું મન જ સર્વદા બળવાન રહ્યા કરે છે. નિષ્ફળતા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ, દુઃખનાં વાદળાં ઝઝૂમી રહ્યાં હોય છે તે સમયે હિંમત હારી જવી, એ છે, પરંતુ આ પ્રમાણે હિંમત હારી જવાથી મને એવું તે દુબળ થઈ જાય છે અને ગભરાઈ જાય છે કે તેનામાંથી તેનું સામર્થ્ય અને વિવેકશક્તિ જતાં રહે છે. આમ છતાં આ બંનેની દુઃખના સમયમાં જ આપણને ખરી
૨૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર જરૂર તે હોય છે. આ કારણથી ગમે તેમ થાય તો પણ આપણે વિપત્તિના અનુમાનથી કદી પણ હિંમત હારી જવી ન જોઈએ, અથવા ઢગલા જેવા થઈ જવું ન જોઈએ.
૩૧૧. દુઃખના વખતમાં હિંમત હારી ન જવાય, પણ હિંમત રાખી શકાય એટલા માટે આપણે જાણવું જોઈએ કે જે આપણે મનઉપર લેઈશું તે ગમે તેવી વિપત્તિની સામે બાથ ભીડવાનું આપણમાં પૂર્ણ સામર્થ્ય છે. વળી આપણે
સ્મરણમાં રાખવું જોઈએ કે નિષ્ફળતા એ શું છે, એવા શબ્દો જે કદી પણ ઉચ્ચાર કરતા નથી, તેને પ્રત્યેક વસ્તુ સાહાય આપે છે. દુઃખનાં ચઢી આવેલાં કાળાં વાદળાંમાં તમને પ્રકાશનું કિરણ ને જણાય તે વાદળાંની અંદર થઈને પેલી પાર દષ્ટિ નાંખજે. ત્યાં તમને અત્યંત તેજસ્વી પ્રકાશ દૃષ્ટિએ આવશે. વળી બહાર તમને તેજસ્વી કિરણે ન જણાય તે તમારા પિતાના મનમાં તમે અત્યંત તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન કરી શકે એમ છે. કલ્પનાવડે આ પ્રકાશ ઉત્પન્ન કરે, અને તેમાં તમારા મનને એકાગ્ર કરવાથી અલ્પ સમયમાં તમારા મનને અંધકાર નષ્ટ થઈ તમારી સમગ્ર વૃત્તિઓ પ્રકાશિત થઈ જશે અને તમારે અંધકારમાં બાથેડિયાં મારવાં છૂટી જશે એટલું જ નહિ પણ તમારે ભવિષ્યને માર્ગ પણ તમને અત્યંત સ્પષ્ટ થશે.
૩૧ર. જ્યારે તમને વિપત્તિ સમીપ આવેલી જણાય ત્યારે તમે પોતે સર્વ પ્રકારે સર્વોત્તમ થાઓ. જો તમે સર્વોત્તમ થશે તે તમારો વાંકે દિવસ ફરવા માંડશે; પણ જે તમે બગડતા ચાલશે, અને નીચી અને વધારે નીચી ભૂમિમાં ઊતરતા જશે તે તમારે કેવળ વિનાશ થતા પર્યત તમારા દિવસો વધારે અને વધારે બગડતા ચાલશે. સ્મરણમાં રાખો કે તમારા જીવનમાં જે કંઈ બને છે અથવા નથી બનતું, તે તમારા વર્તન પ્રમાણે જ બને છે, અથવા નથી બનતું; આથી તમારે નિરંતર વધારે ઊંચી અને ઊંચી ભૂમિકામાં ચઢવું જોઈએ અને પ્રતિદિન વધારે શ્રદ્ધા, વધારે નિશ્ચય, વધારે પ્રસન્નતા, વધારે હિંમત, વધારે ઉત્સાહ, વધારે વીર્ય અને વધારે વિશુદ્ધિ ધર્યા કરવાં જોઈએ. જ્યારે શ્રદ્ધા ડગુમગુ થતી જણાય ત્યારે પૂર્વ કરતાં પણ વધારે શ્રદ્ધાને ધરો; ઊંચે ચઢે, અને વધારે ઊંચા અને વધારે બળવાન વિચારોના પ્રદેશમાં નિવાસ કરે, અને મનની તથા આત્માની વધારે ઉચ્ચ શક્તિઓ પ્રતિ મનને વધારે પૂર્ણ રીતે અભિમુખ રાખો. અને આ સઘળું કરવા સાથે પરમેશ્વરના ઉપર આધાર રાખો. પરમાત્મામાં પૂર્ણ અભેદના ભાનપૂર્વક જીવન ગાળ્યા વિના કોઇપણ મનુષ્ય સર્વોત્તમ થઈ
Page #172
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૬૩
શકતા નથી. આ કઈ કલ્પના નથી, અથવા અધશ્રદ્ધાથી ટોકી બેસાડેલા સિદ્ધાંત નથી, પરંતુ યથા શાસ્ત્રીય નિશ્ચય છે.
૩૧૩. તમારો ઇચ્છેલા વિષય તમને ન મળે ત્યારે ખેદને ધરતા મનને તત્કાળ તેમ કરતાં રોકો. વાણીઉપર એવા અંકુશ મૂકી દો કે કાઈ કાળે પણુ તે ગાયના ઉદ્ગાર ન કાઢે; કારણ કે સવ પ્રસંગેામાં અને સર્વ સમયેામાં સર્વાંત્તમ રહ્યા કરવાથી જ તમને વધારે સારાની અવશ્ય પ્રાપ્તિ થાય છે. ખેદને ઘરવાથી પદાર્થાંઉપરના આપણા અંકુશ આપણે ખેાઈ બેસીએ છીએ, અને તે અંકુશને પાછા પ્રાપ્ત કરવામાં ઘણા સમય જાય છે, અને ઘણા નવા પ્રયત્ન કરવા પડે છે. પરંતુ પૂના જેવા જ દૃઢ નિશ્ચયવાળા અને શ્રદ્ધાવાળા રહ્યા કરવાથી પૂર્વ ના કરતાં વસ્તુઓઉપર આપણને વધારે બળવાન અંકુશ પ્રાપ્ત થાય છે, અને આમ થતાં આપણે સિકંદર ફરવામાં માત્ર થોડો સમય જ વીતવાની પછી અગત્ય રહે છે.
૩૧૪, આ જગમાં વ્યવહારમાં આપણને જે જે વસ્તુ મળે છે, તે સ માટે આપણે મનુષ્યજાતિઉપર થોડા અથવા ઘણા આધાર રાખવો પડે છે. આથી જેના જેના સબંધમાં આપણે આવવાનું થાય તે સની સાથે યોગ્ય પ્રકારે સબધવાળા થવાની આપણને અત્યંત અગત્ય છે. જ્યારે લોકાસાથે આપણા સબંધ થાય ત્યારે આપણાથી બને તેટલું સર્વાંત્તમ વન આપણે તેમની સાથે ચલાવવુ જોઈએ, નહિ તે તેઓ આપણી સાથે સર્વાંત્તમ વન અવશ્ય નહિ જ લાવવાના. બીજાના આપણામાં વિશ્વાસ બેસે એવું વત'ન આપણે રાખવુ ોઇએ, અને આપણે આપણા સબંધમાં આવનાર પ્રત્યેક મનુષ્યને આપણી યાગ્યતા બતાવી આપવી જોઈએ; પરંતુ ઉદાસ, ઉગ્નિ અને દુઃખી ચહેરાથી ફરનાર મનુષ્યમાં કાઈ ના વિશ્વાસ બેસતા નથી, તે જ પ્રમાણે ‘આ કરતાં તે મને મેાત આવ્યું હોત તો સારું થાત ' એવા ભાવનાં વના મેલીને તથા વન કરીને સના ઉપર પોતાના ક’ટાળેા દર્શાવનાર મનુષ્ય બીજાને પોતાની યોગ્યતા દર્શાવી શકતા નથી. જગત્ શ્રદ્ધાવાળા, વિપત્તિથી દુખી ન જનારા, ઠેલા વિષય ન મળતાં લાંખું મુખ કરી ન રડનારા, અને જેમ પરાભવ મળે તેમ વધારે આગ્રહથી, ઉત્સાહથી અને દૃઢ નિશ્ચયથી પ્રયત્ન કરનારા મનુષ્યા જોઈએ છે; અને આવા જ મનુષ્યને તે પોતાની ઉત્તમ અને વહાલામાં વહાલી વસ્તુઓ પણ આપે છે.
૩૧૫. જે મનુષ્ય ખીજાના સમભાવથી અથવા ધ્યાથી અથવા કરુણાથી
Page #173
--------------------------------------------------------------------------
________________
[ શ્રાવિનવવધવિચારરત્નાકર વિજયને પ્રાપ્ત કરવાની આશા રાખે છે, તે મનુષ્ય નિષ્ફળ જાય છે. દુઃખમાં બીજાની દયાની તમારે જરૂર છે, એવું જગતને જણાતાં તેઓ તમને નાલાયક ગણે છે, અને નાલાયકને જે પદ ઉચિત હોય છે, તે પદમાં જ તેઓ તમને મૂકે છે. યોગ્યતા જ આપણને વધારે ઊંચું પદ આપે છે, કંઈ દયાળુ મનુષ્યની દયા પ્રકટાવનારા શબ્દો દીન મુખ કરી બોલવાથી, તે શબ્દો વધારે ઊંચું પદ આપતા નથી. યોગ્યતા જ ઉદયને અથવા સુખને આપનાર છે, કંઈ ઉદાર મનુષ્યોને કરેલી દીનતાથી ભરેલી અરજીઓ નહિ. સ્વલ્પમાં જે તે સર્વોત્તમ થાય છે, અને સર્વોત્તમ થઈને બીજાઓ સાથે સર્વોત્તમ વર્તન ચલાવે છે, તેને જ સામું સર્વોત્તમ સુખ મળે છે.
૩૧૬. મારા ઉપર દયા કરે, મારા ઉપર કસણું કરે, મારા પાપીને સામું જુઓ, એમ રાત્રિદિવસ ઘંટીટંકારે ચલાવનાર અને સામાના અનુગ્રહને ઈચ્છનાર મનુષ્યને અનુગ્રહની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જે નિરંતર માયાળુ વર્તન રાખે છે, તેના પ્રતિ જ સર્વ, અધિકમાં અધિક માયા દર્શાવે છે. કકડા રોટલાને માટે મહેલાઓમાં કરુણ સ્વરથી પિકાર મારતા ફરતા ભિખારીઓને જુઓ અને ખાતરી કરો કે દયાને માટે દયાની યાચના કરવાથી દયાની પ્રાપ્તિ થાય છે ? યોગ્યતા પ્રાપ્ત કરવાથી જ બીજાઓ આપણા ઉપર પ્રેમ, દયા, કરણ, જે કહો તે, કરે છે. બીજાઓના ઉપર સમભાવ દર્શાવવામાં કદી પણ પાછી પાની ન કરવાથી જ, બીજાઓ આપણા પ્રતિ વાસ્તવિક સમભાવ દર્શાવે છે.
૩૧૭. ક્યાં જવું અને શું કરવું, તેને કશે પણ ઉપાય તમને ન સૂઝે ત્યારે નિશ્ચય કરજો કે તમારું અંતઃકરણ વિકળ થયું છે. આ પ્રસંગે શાંત થાઓ. નેત્ર મીચી અંતઃકરણમાં ઊંડા ઊતરે, અને મનનાં બાહ્ય તફાને સઘળાં ભૂલી જઈને ત્યાં પ્રવર્તતી અપૂર્વ શાંતિમાં વિલીન થાઓ. ક્યાં જવું અને શું કરવું, તે તમારા અંતરના ઊંડા ભાગમાં સ્પષ્ટ છે, પણ તેફાની પવનમાં પુષ્કળ હિલેળે ચઢેલું મન તેને જેવાને અસમર્થ થઈ ગયું છે.
૩૧૮. દરરોજ સવારે થોડો સમય, અથવા વધારે સારું તે એ છે કે સવારે, બપોરે, સાંજે તથા રાત્રે સૂતી વખતે એમ ચાર વાર થોડે થોડે સમય, અંતરમાં ઊતરી પ્રશાંત પડી રહેવાને અભ્યાસ કેઈએ કદી પણ છોડી દેવો ન જોઈએ. દિવસમાં પ્રસંગોપાત્ત અંતરે આંતરે વિચારના વેગને સંપૂર્ણ શમાવી દઈને મનને અક્રિય રાખવાથી મન શુદ્ધ થાય છે, તથા વિચારનું બળ
Page #174
--------------------------------------------------------------------------
________________
વિચારરત્નરાશિ ]
૧૬૫
વધે છે. વળી તેથી આપણું સામર્થ્યની પણ વૃદ્ધિ થાય છે, કારણ કે આંતર જીવનની પ્રશાંતિમાં પ્રવેશ કરવો, એનો અર્થ એ છે કે પરમાત્માને અગાધ સામર્થ્યને સ્પર્શ કરે.
૩૧૯. પ્રત્યેક મનુષ્યનામાં, તેના વર્તમાન વ્યવહારને તે બરાબર ચલાવે એ સીધે રસ્તો દર્શાવનાર જોઈએ તેટલી બુદ્ધિ હોય છે, અને આ બુદ્ધિને જે ગભરાવી નાંખવામાં ન આવે તે તે ભાગ્યે જ ભૂલ કરે છે. પરંતુ તે નિરંતર પિતાના મનના પ્રકાશને ડહોળી નાખે છે, અને તેથી તેનાથી થતી સઘળી ભૂલે દોષ તે આ પ્રકાશની અપૂર્ણતાના ઉપર નાંખે છે. આથી પ્રકાશના સામર્થ્યને વધારીને પ્રકાશની અપૂર્ણતાને સુધારવાને તે પ્રયત્ન કરે છે, પણ તેમ કરવાથી તે ઉલટી વધારે ભૂલ કરે છે; કારણ કે જ્યાં સુધી સામર્થ્ય આડે માર્ગે વહેતું હોય છે ત્યાં સુધી જેમ તેને વધારવામાં આવે છે, તેમ તે વધારે આડું જાય છે. આવા સમયમાં પ્રશાંત થઈ જવું, એ જ ઉપાય છે. મનમાં ઝગઝગતા જ્યોતિને શાંતિથી પ્રકાશવા દે, અને તેનાં કિરણો તમારા વર્તમાન જીવનના સર્વ પ્રસંગોને પ્રકાશિત કરશે. બુદ્ધિના સામર્થ્યને તમારે વધારવાની જરૂર નથી, પણ મનમાં ચાલતી ધમાધમને ઓછી કરવાની જરૂર છે. અંતરમાં ઊતરીને શાંત થતાં શીખે, અને તમને સમજાશે કે તમારું મન એક ચમત્કારિક વસ્તુ છે, અને તમારા વ્યવહારના ગમે તેવા ગૂંચવાડા ભરેલા પ્રનનો નિવેડો આણવાનું તેનામાં સામર્થ્ય છે.
૩૨૦. આપણા જીવનમાં પ્રસંગે એવી પણ ક્ષણો આવે છે કે જે સમયે આ જગતમાં આપણને કશું જ સારું લાગતું નથી, પરંતુ આમ લાગવામાં દોષ કેવળ આપણું દષ્ટિને છે. જયારે ઊંધી દષ્ટિથી આપણે જગતને જોઈએ છીએ ત્યારે દરેક વસ્તુ આપણને ઊંધી લાગે છે; જ્યારે આપણે અંધારામાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણને બધું અંધકારમય જ ભાસે છે. પરંતુ પ્રકાશમાં આપણે આવી શકીએ છીએ, એટલું જ નહિ પણ સર્વદા પ્રકાશમાં રહી શકીએ છીએ; અને જ્યારે આપણે નિરંતર પ્રકાશમાં રહીએ છીએ ત્યારે આપણને પ્રત્યેક વસ્તુ સારી લાગે છે.
૩૨૧. જ્યારે આપણી દૃષ્ટિ સર્વવ્યાપક ચૈતન્યપ્રતિ અથવા પરમાત્મા
* અંતરમાં ઊતરવાની ક્રિયાના વધારે સવિસ્તર વર્ણનને માટે વાંચો ‘અચાત્મબલપષક ગ્રંથમાલા—પ્રથમ અક્ષઃ મૂલ્ય રૂ. ૧-૮-૦.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
પ્રતિ રહે છે ત્યારે પ્રત્યેક વિચાર, પ્રત્યેક ક્રિયા અને પ્રત્યેક અનુભવ આપણા જીવનને ઉન્નત કરે છે. આવી દૃષ્ટિને કશું જ ખાટું જણાતુ નથી, પણ ઊલટુ સર્વ આનદરૂપ જ જણાય છે. મનુષ્યની આ પ્રકારની દૃષ્ટિ તેના શરીરની, મનની અને આત્માની નિર ંતર ઉન્નતિ સાધ્યા જ કરે છે. આ દૃષ્ટિ સમાંથી શુભને જ શેાધી લે છે, અને તેમાં આનદમગ્ન રહે છે.
૩૨૨. જો કે સુખને માટે પ્રાણીઓઉપર કે પદાર્થોંઉપર આધાર રાખવાની આપણે કશી જ જરૂર નથી તેાપણ આપણું મન જ્યારે અનુકૂળ દૃષ્ટિવાળું અથવા સુખમય સ્થિતિમાં હાય છે ત્યારે પ્રાણીમાત્રના અને પદાર્થ માત્રના સબધથી આપણને સુખઊપજે છે. આથી એ સિદ્ધ થાય છે કે આપણા મનમાં જે હાય છે, તેને જ આપણે ખાદ્ય જગમાંથી હંમેશાં ગ્રહણ કરીએ છીએ. આપણા મનમાં જો દુઃખ હોય છે તે। આખા જગમાં જ્યાંત્યાં આપણને દુઃખ જ જાય છે, અને તે જ પ્રમાણે આપણા મનમાં જે સુખ હોય છે તે આપણને સ`ત્ર સુખ જ જણાય છે.
૩૨૩. સુખને માટે વિષયાઉપર જે મનુષ્ય આધાર રાખે છે, તેને સુખને આપનાર વિષયા ક્યાંહિ પણ જડતા નથી; પર ંતુ જ્યારે તે પોતાના અંતરમાં સુખને સજે છે, ત્યારે તેને સુખ આપનાર વસ્તુને જ તે પોતાના પ્રતિ આક્ષે છે, અને તે જ વસ્તુઓ તેને પ્રાપ્ત થાય છે. તમારા અંતરમાં જે પ્રકારનું મનોરાજ્ય તમે અખંડ અનુભવા છે, તેને જ ખાઘુ જગમાં તમે સ્થૂલ રૂપે પ્રત્યક્ષ કરી છે.
૩૨૪. ખાર્થે જગમાં કંઈ ફેરફાર કરવાની તમારી ઇચ્છા થાય તે પ્રથમ તે ફેરફાર કરવાના આરંભ તમારા આંતર મનમાં કરો. અખંડ વૃદ્ધિના અને ઉન્નતિના આ મુખ્ય અને પ્રથમ નિયમ છે. જેવા તમે બહાર દેખાવા ઈચ્છતા હ। તેવા પ્રથમ તમે અંતરમાં ચા, અને ખાદ્ય જગતને જેવું કરવા તમે ચ્છતા હશે તેવું કરવાનું તમારામાં બળ, બુદ્ધિ અને યોગ્યતા આવશે.
Page #176
--------------------------------------------------------------------------
________________
સદ્ધિ ચારરત્ન આપણુ કરતાં વધારે ચઢિયાતી વ્યક્તિ ઉપર આધાર રાખવો, અથવા તેને આશ્રય ઈચ્છ, એ આપણને પિતાને દુર્બળ કરનાર છે, પરંતુ આપણા કરતાં વધારે ચઢિયાતી વ્યક્તિમાં અમેદ થઈને રહેવું, અર્થાત તે ચઢિયાતી વ્યકિતમાં આપણું મર્યાદાવાળું પિતાપણું ગાળી નાખી, તેમાં એકાકાર થઈને રહેવું, એ આપણને અધિક બલવાન કરનાર છે. આ વ્યક્તિ આપણા કરતાં મબળ અથવા અધ્યાત્મબળમાં ચઢિયાતે મનુષ્ય હોય, દેવ હોય, ઈશ્વર હોય કે પરમાત્મા હોય તે પણ તે સર્વના સંબંધમાં આ જ નિયમ લાગુ પડે છે, અને તે એ કે કઈને આધારે રહેવું, એ આપણને દુર્બળ કરનાર છે, અને તે કઈમાં અભિન્ન થઈને તે રૂપે જ વર્તવું, એ આપણને સબળ કરનાર છે. ગુસ્તા ઉપર આધાર રાખવો, એ લઘુતા આણનાર છે; ગુરુતામાં તન્મય થઈ રહેવું, અને તેવા ભાનપૂર્વક ક્રિયા કરવી, એ પિતાની ઉન્નતિ કરનાર અને અંતમાં પિતાનામાં ગુતા આણનાર છે.
પરમાત્મામાં જ્યારે એકાકાર થઈને આપણે રહીએ છીએ, અને હું જ પરમતત્વ છું, એવું ભાન કરીએ છીએ ત્યારે પરમાત્માના સર્વોત્કૃષ્ટ ગુણધર્મો સાથે આપણા મનને સંબંધ થવાથી તે ધર્મો આપણું મનમાં આવે છે; અને આપણા મનમાં આવેલા આ ધર્મોને જયારે આપણે વિવિધ વ્યવહાર સેવતાં આચારમાં મૂકીએ છીએ ત્યારે તે ધર્મો પછી આપણે પોતાના જ સ્વભાવધર્મરૂપ થઈ જાય છે. આ પ્રમાણે આપણું જીવત્વ હઠતું જાય છે, અને આપણામાં બ્રહ્મત્વ પ્રકટ થતું જાય છે.
અસાધારણ વિજ્ય અથવા લાભની પ્રાપ્તિ માટે બે વસ્તુની અગત્ય છેઃપ્રયત્ન કરવાનું અગાધ સામર્થ્ય, અને તે સામર્થ્યને ક્રિયા વડે ઉપયોગ. અગાધ સામર્થ્ય પરમેશ્વરમાં પોતાના અભેદ ભાવનું ભાન કરવાથી આવે છે, અને તે ભાનપ્રમાણે વર્તન કરવા માંડવાથી તે સામર્થ્યને ઉપયોગ થતો અનુભવમાં આવે છે.
જેઓ પિતાના છવભાવનું જ નિરંતર ભાન સેવ્યા કરે છે, અને તેથી આગળ એક તસુ પણ વધતા નથી, તેઓ પિતાના જીવત્વની પાછળ રહેલા અનંત શિવત્વમાં પિતાને અભેદ કરવાથી કેવા અસાધારણ લાભ થાય છે, તેને જાણતા નથી. તેઓની શક્તિઓ જન્મથી તે મરણપયંત મર્યાદાવાળી જ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮
[ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર
રહે છે. અમર્યાદમાં એકાકાર ન થવાથી અમર્યાદના ધર્મો તેમનામાં પ્રતા નથી. એથી ઊલટું જેઓ પિતાને મર્યાદાવાળા જીવને મિથ્યા માને છે, અને અમર્યાદ શિવત્વને જ સાચું માને છે, અને તેમ માનીને તેમાં વારંવાર પિતાના હુંપણાને એકાકાર કરવા પ્રયત્ન સેવ્યા કરે છે, તેઓ દિવસે દિવસે અમર્યાદના ધર્મોને પિતાનામાં પ્રકટાવ્યા વિના રહેતા નથી.
મનુષ્ય ગમે તે બુદ્ધિમાન અથવા સત્તા સંપન્ન હોય તો પણ અમર્યાદઆગળ તેની બુદ્ધિ અને સત્તા સમુદ્રના બિન્દુજેટલી છે; અને આથી અમર્યાદની પિતાના એક પણ વ્યવહારમાં ઉપેક્ષા કરવી એ તેને પિતાને જ હાનિ કરનાર છે. પિતાના મર્યાદાવાળા સામર્થ્ય ઉપર આધાર રાખવો, અને તે આધાર પણ
જ્યારે આ મર્યાદાવાળું સામર્થ્ય અમર્યાદમાં એકાકાર થવાથી પ્રતિવર્ષ વધતું જવાના સર્વ સંભવો છતાં પણ રાખી રહે, એના જેવી મૂર્ખતા બીજી એકે નથી. સ્થલ શરીરનું અભિમાન ત્યજી સૂક્ષ્મ અને કારણ શરીરમાં સ્થિર થતાં પણ જ્યારે આપણને આપણામાં આશ્ચર્યકારક શક્તિઓ પ્રકટેલી ભાસે છે, તે પછી મહાકારણ શરીરમાં અને તેનાથી પણ પાર અમર્યાદમાં આપણું હુંપણને સ્થિર રાખવાથી આપણામાં શું શું ઐશ્વર્ય પ્રકટવાં અસંભવ છે, તેનું ઉત્તર જડતું નથી.
અનન્ય ભક્તિ સાધવાનું, અથવા પિતાનું હુંપણું વિલાવીને પરમાત્મામાં અભેદ થવાનું સન્શાસ્ત્રો જે નિરંતર પ્રબોધે છે, તેનું કારણ આ જ છે. પરમાત્મામાં અભેદ એ પરમાત્માકાર જ કરે છે. ભક્તિ, યોગ અને તત્વવિચારનો પરિણામ આ અભેદમાં જ આવે છે. આધાર રાખવો, એ ભક્તિને એક પ્રકાર છે, પણ સર્વોત્તમ નહિ જ. અમેદ સ્થિતિમાં આવવાનું એ પગથિયું છે. શ્રી કણ કહે છે કે ભક્તો મને પ્રિય છે, પણ તત્વજ્ઞ અર્થાત મને પિતાના રૂ૫ જેનાર તે મારું સ્વરૂપ જ છે. હું અને તે એક જ છીએ.
મર્યાદાવાળા હુંપણામાં રહીને કઈ ક્રિયા ન કરે, પણ અમર્યાદમાં હુને વિલાવી, તેવા ભાનથી ક્રિયા કરે. અવકાશના સમયમાં વારંવાર અમર્યાદમાં એકાકાર થઈને ત્યાંથી સામર્થ્યને સંપાદન કરી વ્યવહાર કરે. પિતાને કુક કદી પણ ન ધારે, પણ શુદ્રની પાછળ મહાનને જોઈને તથા જાણીને તે ક્ષુદ્રને મહાનરૂપ કરી મૂકે. આવી રીતે જ ઉન્નતિ પામી શકાય છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
છપાય છે !!
છપાય છે !!
નવલકથાથી વિશેષ રસિક અદ્ભુત ચરિત-ગ્રૂ'થ શ્રી શ્રેયસ્સાધકઅધિકારિવના સંસ્થાપક
શ્રીમન્નસિંહાચાર્ય જી
જ
જેમના જ્ઞાનના મહાતેજસ્વી પ્રકાશ સાહસિત્તેર વર્ષથી માત્ર શ્રેયસાધક વર્ષોંનાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની સારી જનતાનાં અ ંતઃકરણ પ્રકાશિત કરી રહ્યો છે એ અદ્ભુત મહાપુરુષનું-એ શ્વરાવતારી પુરુષશ્રેષ્ઠનુ આ જીવનચરિત છે. તેમના જન્મકાલથી આર'ભી આજીવન જે ચમત્કારિક અને રસભરી ધટનાએ બનતી રહી છે, તેનું સુમધુર પ્રભાવશાલી ભાષામાં આ ગ્રંથમાં જે આલેખન થયું છે, તે વાંચી, તમે અપૂર્વ રસાનંદને અનુભવશો એટલું જ નહિ, અલ્પકાલ પણ તમે કાઈ દિવ્ય શિખરઉપર વિહરણ કરી બ્રહ્માનંદને અનુભવશે.
આજપયંત અપ્રકટ રહેલી તેમના જીવનની રસભરી કથા વાંચતાં તમે આશ્રર્યાંની પર’પરામાં તલ્લીન બની રહેશે. એમનુ અદ્ભુત ખાલ્યજીવન, એમને અલૌકિક વિદ્યાભ્યાસ, નિવિકલ્પ સમાધિનો અનુભવ, એમના ચમત્કારિક માંત્રિક પ્રયોગો, એમનું લાક્ષણિક વાદ-કૌશલ વગેરે એટલાં તા સુંદર છે કે પુસ્તક હાથમાં લઈ વાંચવાના આરંભ કર્યાં પછી તેના રસ-પ્રવાહમાં ધસડાઈ તે પરિપૂર્ણ થતાં સુધી તમે આતુરતાપૂર્ણાંક આગળ ને આગળ ગતિ કર્યાં જ કરશેા.
શબ્દો આથી વધારે સ્પષ્ટ કરી શકે નહિ. પુસ્તક વાંચતાં જ ઉપરનું કથન કેવળ સત્ય સમજાશે.
શ્રીમતી જયંતીદેવીએ આ ચરિત-ગ્રંથનું લખાણ વાંચી અત્યંત સ ંતોષાનંદ પ્રકટ કર્યાં છે અને પ્રસંગે ઉદ્ગાર કાઢો છે
kk
આાપશ્રીના સંવાદોમાં તો જાણે ખાપજી જ મેાલી રહ્યા છે એમ લાગે છે! ' (શ્રીમન્નસિંહાચાર્યજીને કુટુબી અને વર્ગનાં સર્વ માપજી કહીને જ સોધતાં.)
,
આ એક જ ઉદ્ગાર ગ્રંથમાટે તમારી જિજ્ઞાસાને તીવ્ર-તીવ્રતર બનાવવા
પૂર્ણ છે.
પુસ્તક ડેમી આઠપેજી (આ પુસ્તકપ્રમાણે) પૃષ્ઠ આશરે ૪૦૦ થશે. પા પૂરું, સુંદર ચિત્રોથી અલંકૃત થશે. ફેધરવેટ (જાડા છતાં વજનમાં હલકા) કાગળો. ૨૦૦ ઉપરાંત પૃષ્ટ છપાઇ ચૂક્યાં છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
|| $ &ft ||
શ્રી શ્રેયસ્સાધઅધિકારિવના સદ્ગુરુ
શ્રીમદ્ ઉપેન્દ્રાચાય ના રચેલા આકર્ષક ગ્રંથા
श्री उपेन्द्रगिरामृत - प्रथम परिवाह
श्री उपेन्द्रगिरामृत - द्वितीय परिवाह
श्री दिव्यमूर्ति
श्री सुदामाख्यान
श्री शुकजनकाख्यान
श्री सद्बोधमन्दार - प्रथम गुच्छ
श्री सद्बोधमन्दार - द्वितीय गुच्छ नित्यसंदेश
विद्युत् ख
जीवनव्रत
साधन श्रेणी
साधकोनो सूर्योदय
प्राणीमात्रप्रति विशुद्ध प्रेम धरवो अ सत्सुखनो सरल
उपाय छे.
नवीन कर्तव्य
साधनोनी सिद्धि शाथी नथी थती !
मातृहृदयवेदन
गुरुभक्तिमाहात्म्य
मूल्य पोस्टेज
9-6-0 ०-२-०
9-6-0 ०-२-०
१-०-०
०-१-०
१-०-०
जवाबी श्रद्धा
बालनी फाल
महदाश्रय
०-2 - 0
०- ३-०
२- ०-०
२- ०-०
१- ४-०
०-३-६
०-३-६
०-२-०
१-०-० ०-२-०
०- २-०
०-०-६
०-१-६
०-०-६
०-१२-०
०- २-०
०- २-०
०- २-०
०- २-०
10 ८-०
०-४-०
रसदर्शन. हरेअनु ́ भूल्य १थी १२ खाना, हरेऽनु पोस्टेन
संवाद :
! ! !
८-०
019-0
४-०
८-०
०-०-६
०–०–६
०–०–६
०-२-०
०-०-६
०-१-०
०-१-०
-
31
11
Page #180
--------------------------------------------------------------------------
________________
iiiiii
अधमोद्धरण मंत्रब्रह्मत्व सेवनासिद्धि भक्तिबल
•- ४-० , जीवनपतनो
•- ४-० ॥ संध्याबल चिरंजीवन कीर्तनादि साहित्य. १२नुभूदय ४५ १० साना, पाटन : रसाञ्जलि
१-०-० ०-१-० चिन्तन गीता
४-० ०-०-६ विश्ववंद्यविभूतिवैभव । उपेन्द्राचार्यजी
२-.-. .-४-. प्रथम अविष्कार । जयन्तीदेवी
શ્રીમતી જયન્તવીરચિત છે श्रीजयन्तीपद्यपीयूष
१-०-० ०-२-० श्रीउपेन्द्र भगवत् स्तोत्र
०-८-० ०-२-० कीर्तनमञ्जरी १२ छूटा लागनु भूदय 3था ८ माना, पाटेर ogg श्रीउपेन्द्रभगवत् स्तोत्रम्
___०-१-६ ०-१-. श्रीउपेन्द्रलीलामृत
०-६-० ०-१-० શ્રી પ્રેયસ્સાધકવર્ગના લેખક શ્રીમાન છોટાલાલ જીવનલાલના
રચેલા રસપૂર્ણ ગ્રંથો श्री योगिनीकुमारी-प्रथम विभाग
२- ८-० ०-४-६ श्री योगिनीकुमारी-द्वितीय विभाग
३- ४-० ०-५-६ श्री सुधास्रोतस्विनी-प्रथमकलोल
०- ५-० ०-०-६ श्री सुधास्त्रोतस्विनी-द्वितीयकल्लोल
१-८-. .-३-. विज्ञाननी रसिक वार्ताओ
०-१२-० ०-२-. मंगलप्रेरित सन्देशा अथवा दूरदर्शकतख्खं अद्भुत प्रकाशन १- ०-० अध्यात्मबलपोषक ग्रंथमाला-प्रथम अक्ष १- ८-० ०-२-० विद्यार्थीनो साचो मित्र
०-१-६ बंधकोशनो उपाय
Page #181
--------------------------------------------------------------------------
________________
०-०-६ ०-०-६ ०-०-६ ०-०-६ ०-०-६ ०-०-६
०-०-६
बालकोने केवी रीते केळववां ?
०- ५-० ब्रह्मचर्य
०-१-६ रोग टाळवाना उपायो
०-१-६ प्लेगथी बचवानो कोई उपाय नथी शु ?
०-१-६ ईश्वरभक्ति मनुष्योए शा माटे करवी ?
०-२-० श्रेयस्साधकअधिकारिवग ए शु छे ?
०-१-६ मूर्तिपूजानुं खंडन करनार। मूर्तिपूजाना रहस्यथी केटला अज्ञान छे ?
०-१-६ दुग्धोपचार अथवा दूधना सेवनवडे सघळा रोगो टाळवानो उपाय
०- २-६ धनवान थवानी अमोघ कला
१-०-० श्री भारती प्रतिभा ( श्री भारतीदेवी)
०- ८-० શ્રી શ્રેયસ્સાધક અધિકારિવર્ગના લેખકના ગ્રંથ श्री भारती अर्चन-अञ्जलि
०- ८-० हृदयनिवेदन
०- ४-० पुरुष अने स्त्री
१- ०-० श्री सद्बोधस्रवन्ती
०- ४-० श्री सदुपदेशश्रेणी १२था ७६ सुधाना २४ भागनु
મૂલ્ય ૮થી ૧૨ આના, દરેકનું
०-०-६ ०-१-० ०-२-०
०-२-० ०-०-६ ०-२-० ०-1-.
पोटे. ०-२-०
સૂચીપત્રમાં જણાવેલાં પુસ્તકો મળવાનું સરનામું:વ્યવસ્થાપક શ્રી ઉપેન્દ્ર ભગવત્-સ્મારક ટ્રસ્ટ,
શ્રી વિશ્વવંદ્ય-ઉદ્યાન, કારેલીબાગ, વડોદરા
Page #182
--------------------------------------------------------------------------
_