SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ [[શ્રી વિશ્વવંદવિચારરત્નાકર આપણને અભ્યાસ પાડીએ છીએ ત્યારે નિદ્રા આવવા પૂર્વે આપણે આપણું શરીરને તથા મનને પૂર્ણ શાંત સ્થિતિમાં મૂકી દઈએ છીએ, અને તેથી આપણને જે નિદ્રા આવે છે તે ખરેખરી શાંતિથી ભરેલી અને પૂર્ણ બળ આપનારી હોય છે. આ કારણથી જે મનુષ્ય શરીરને તથા મનને પૂર્ણ શાંત કરીને નિત્ય નિદ્રાવશ થાય છે, તેને મજજાશયની દુર્બળતાના કેઈ વ્યાધિ કદી પણ થતા નથી. ૨૩૦. જ્યારે દિવસમાં બે વાર, પૂર્વોક્ત પ્રકારે, શરીરને તથા મનને અલ્પ સમય શાંત પાડી દઈને કુદરતને તેમાં બળને ભરવા દેવામાં આવે છે, ત્યારે શરીર તથા મન ઉભયનું કામ કરવાનું સામર્થ્ય ઘણું જ વૃદ્ધિને પામે છે. મનુબોને મેટે ભાગે પિતાના પૂર્ણ સામર્થ્યને લગભગ અર્ધો ભાગ જ માત્ર કામમાં જે છે, કારણ કે તેનું પુષ્કળ બળ આડુંઅવળું વહી જતું હોય છે, અને કામમાં યોજી શકાય એવી હાલતમાં હોતું નથી. આથી કરીને દિવસમાં બે વાર પ્રશાંત પડી રહેવાની ઉપર વણેલી ક્રિયા પિતાની ઉન્નતિને ઈચ્છનાર સાહસિક પુને સુવર્ણ તથા રનના ભંડાર કરતાં પણ વધારે મૂલ્યવાન છે, કારણ કે તેને આચારમાં મૂકનાર સર્વને તે ઉત્તમ આરોગ્ય તથા અધિક કામ કરવાનું સામર્થ્ય આપ્યા વિના રહેતી જ નથી. અને આરોગ્ય તથા કામ કરવાની યોગ્યતા જેનામાં હોય છે, તેને આ જગતમાં કશું જ દુર્લભ રહેતું નથી. આ ક્રિયા સેવીને તમે સહજ સાવધાન રહેશે તે જીવનબળથી પૂર્ણ થયેલા તમારા શરીરમાં કદી પણ વ્યાધિ થશે નહિ. જ્યારે શરીરમાં જીવન બળ ઓછું થાય છે, ત્યારે જ લેમ થાય છે, ખાધું પચતું નથી અને શરીરના ભિન્ન ભિન્ન અવયવોથી પિતાના વ્યાપાર બરાબર નહિ થઈ શકવાથી તેમનામાં રોગ ઉત્પન્ન થાય છે. પરંતુ જો તમે દિવસમાં કેટલીક વાર શરીરને તથા મનને શાંત, અક્રિય કરશે તે કુદરત તમારામાં નવું બળ ભરશે, અને ઉત્તમ પ્રકારે કામ કરવાને માટે, ઉત્તમ પ્રકારે જીવન ગાળવાને માટે, અને સંસારનાં સુખને સર્વદા અનુભવ કરવાને માટે તમને તમારામાં જોઈએ તેટલું સામર્થ્ય હંમેશાં જણાશે. ૨૩૧. કંઈપણ ઉંચે અભિલાષા, કંઈપણ ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાને ઉદ્દેશ, મનુષ્યના સુખને માટે અનિવાર્ય ઉપયોગને છે. જે મનુષ્ય નિત્ય થડે છેડે આગળ વધતું નથી, તે મનુષ્ય જીવતે છતાં પણ જીવતે નથી; અને જે મનુષ્ય પોતાને અપ્રાપ્ય એવી કોઈ પણ ઉચ્ચ વસ્તુને પ્રાપ્ત કરવાને ઉદ્દેશ ધરત નથી–મેળવવા યોગ્ય કેઈ ઉચ્ચ વસ્તુને મેળવવાની પ્રબળ અભિલાષા જે મનુષ્ય ધરતે નથી, તે મનુષ્ય કદી પણ થડ થેડે આગળ વધતું નથી.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy