________________
૧૦૦
[ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર
૧૩૨. પ્રત્યેક ક્ષણે સાવધાન રહી મનની તથા શરીરની ક્રિયાને જુઓ. અમુક વિચાર તથા અમુક ક્રિયા કર્યું ફળ આપશે, તે વિષે નિર્ણય કરે. તમારા વિચાર તથા ક્રિયા તમારા મનુષ્યત્વને ન છાજતાં જણાયે તત્કાળ તેથી નિવૃત્ત થાઓ. કામ, ક્રોધ, ચિંતા, ભય આદિ અયોગ્ય વિચારની તથા તે વડે થતી અયોગ્ય ક્રિયાએની જાળમાં મનને બાંધીને રાખો. ઈશ્વરચિંતન, તત્વવિચાર, શ્રદ્ધા, નિર્ભયતા, પ્રસન્નતા, શાસ્ત્રાભ્યાસ આદિ શુદ્ધ વિચારે તથા શુદ્ધ ક્રિયાના આકાશમાં મનને ઊડવા દો. પશુપણાને ઓળંગી તમે મનુષ્યપણુમાં આવ્યા છે, તે પશુપણામાં પાછી ન જાઓ, પણ મનુષ્યપણામાં રહીને તેથી પણ ઊંચું જે દેવપણું અથવા ઈશિપણું અથવા બ્રહ્મપણું તેમાં જવાનો પ્રયત્નશીલ થાઓ. શુદ્ધ વિચાર અને શુદ્ધ ક્રિયા એ દેવત્વ, ઈશિત્વ, અને બ્રહ્મત્વને અનુભવવાને રાજમાર્ગ છે.
૧૩૩. મનુષ્યોને મોટો ભાગ, વિવિધ ક્ષેશ તથા દુઃખથી પ્રજળ, તથા સુખ અને અભ્યદયને ઈચ્છતે છતાં પણ તે ઉભયથી રહિત રહે તે જોઈને મને આશ્ચર્ય થતું નથી. જેની જેવી યોગ્યતા હોય છે તેના પ્રમાણમાં જ તેને સુખ મળે છે. યોગ્યતાથી અધિક સુખ કઈને કદી પ્રાપ્ત થયેલું પૂર્વે કદી અનુભવમાં આવ્યું નથી, અને ભવિષ્યમાં અનુભવમાં આવશે નહિ.
૧૩૪. કર્મને અનુલ્લંધનીય નિયમ સર્વત્ર વ્યાપી રહ્યો છે. જે મનુષ્ય જે પ્રકારનું કર્મ કરે છે, તે પ્રકારનું જ ફળ તેને પ્રાપ્ત થાય છે. આકડો વાવનાર આમ્રફળને તે નથી, અને આંબે વાવનારને બાવળિયાની શૂળો વાગતી નથી. દુષ્કર્મ કરીને સુખાનુભવ કરવાની આશા રાખનારની આશા કપે પણ સફળ થતી નથી, અને સક્રિયા કરનારને દુઃખ અથવા દુઃખનું ભય કાળાંતરે પણ વ્યથિત કરતું નથી. કર્મ પિતાના યોગ્ય અથવા યોગ્ય પ્રકાર પ્રમાણે જ સુખ અથવા દુઃખરૂપ ફળ અવશ્ય પ્રકટાવે છે જ. આ નિયમમાં અપવાદના પ્રવેશનો ત્રિકાળ અસંભવ છે.
૧૩૫. મનુષ્ય ઉત્તમ કર્મને આશ્રય ગ્રહણ કરતા નથી, અર્થાત સદુદ્યોગને સેવતા નથી અને સુખની ઈચ્છા રાખે છે, તે શી રીતે સફળ થાય ?દીપક પ્રકટાવવાને પ્રયત્ન સેવ્યા વિના અંધકાર શી રીતે ટળે? પાકની સામગ્રી પ્રયત્નથી સંપાદન કર્યા વિના અને ચૂલો સળગાવી રસેઈ કર્યા વિના સુધાની નિવૃત્તિ શી રીતે થાય? ન જ થવી સંભવે, એમ સર્વ મનુષ્ય કહે છે, અને તે પણ તેના તે જ મનુષ્યો પિતાને ઈષ્ટ અર્થ જે સુખ તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવામાં આળસ અને પ્રમાદ સેવે છે.