________________
વિચારરત્નરાશિ ]
૧૦૧
૧૩૬. હજાર મનુષ્યોના સમૂહમાં વાત કરવામાં કુશળ એવા ૯૯૯ મનુષ્ય અથવા પૂરેપૂરા હજાર મનુષ્યો પણ મળી આવે છે, પરંતુ પ્રયત્ન કરનાર એક પણ મળવો બહુ દુર્લભ થઈ પડે છે. આમ કરવાથી અમુક ફળ થાય છે, અને અને તેમ કરવાથી ફલાણું સુખ મળે છે. એ પ્રમાણે છાતી ઠોકીને કહેનારા હજારે મનુષ્યોને તે નથી; પણ પ્રયત્ન કરીને તે વર્ણવવામાં આવતા ફળને અથવા સુખને પિતાનામાં પ્રકટાવ્યું હોય એવો એક પણ મનુષ્ય હજારોમાંથી પણ મળતો નથી. સાપ જાય અને લિસોટા રહે તેમ પ્રજામાંથી પ્રયત્ન–સાચે પ્રયત્ન જ રહ્યો છે, અને વાત રહી છે. સાચે સર્પ જે કરી શકે છે, તે લિસોટા જેમ કોઈ કાળે પણ કરી શકતા નથી તેમ શુદ્ધ પ્રયત્ન જ કરી શકે છે, તે વાતે કદી પણ કરવા સમર્થ થઈ શકતી નથી.
૧૩૭. મારા પ્રવાસમાં, એક પ્રસંગે મારે કેટલાક મનુષ્યોના સમુદાયમાં કેટલેક કાળ સ્થિતિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો. આ મનુષ્ય પ્રાતઃકાળથી ઊઠતા ત્યારથી તે રાત્રીએ શયામાં સૂતા ત્યાં સુધીમાં પિતાને અભ્યદય થાય એવો શુદ્ધ પ્રયત્ન કવચિત જ સેવતા જણાતા. તેઓ તેમણે રચેલા ઉપવનમાં આખો દિવસ બેસી રહેતા, અને સ્વભાવથી નીકળતી અત્યંત તુચ્છ વાતમાં પિતાના મનને જોડતા આખો દિવસ વ્યતીત કરતા. સ્વાદેન્દ્રિયને પ્રસન્ન કરવાની નવી નવી યુક્તિઓ તેઓ રચતા, અને તેની સિદ્ધિ થતી ત્યારે તેમને બત્રીસે કોઠે દીવા પ્રકટેલા જણાતા, અને તેમનો તે દિવસ સફળ થયો હોય તેમ તેઓ સમજતા. કોઈ દિવસ તેઓ લીંબુનું, નારંગીનું, દાડિમનું, ફાલસાનું કે બદામનું શરબત કાઢતા, તે કઈ દિવસ આઈસક્રીમ બનાવીને તેઓની અસંતુષ્ટ વૃત્તિને સંતુષ્ટ કરતા. કોઈ દિવસ બરફી, પેંડા, જલેબી, હલવો, ચેવડો વગેરે પદાર્થોના સેવનવડે પિતાના આનંદની કળાને ખીલવતા, તે કોઈ દિવસ, રસરોટલી કે બિરંજપૂરી, કે શિખંડપૂરી વગેરે ભજનવડે તેઓનાં સંકેચાતાં હૃદયકમળને વિકસિત કરવાને પ્રયત્ન સેવતા. કવચિત રાગતાનમાં મસ્ત રહેતા, તે કવચિત નાટકે જોવામાં જ અનેક રાત્રીએ વ્યતીત કરતા. આવી નિષ્ફળ અથવા યથાર્થ કહીએ તે ભવિષ્યમાં દુઃખને પ્રકટાવનારી ક્રિયાઓમાં તેઓ પોતાના જીવનને મુખ્ય ભાગ ગાળતા. અને આમ છતાં આ મનુષ્ય બુદ્ધિહીન હતા એમ ન હતું. તેમાંના કેટલાકે તે ઉચ્ચ શિક્ષણ લીધું હતું. કેટલાક ઉત્તમ ગ્રંથકાર હતા. કેટલાક ઉત્તમ કવિ હતા. કેટલાક સારા વક્તા હતા. તેમાંના એકેએક મનુષ્ય તેમણે સ્થાપેલી એક સભામાં અનુક્રમે વ્યાખ્યાન આપતો હતો. તેમનાં વ્યાખ્યાન શ્રવણ કરવાને