________________
વિચારરત્નરાશિ ] ઊપજવા જેવા ક્ષણિક સુખને માટે, સમયને આવો દુરુપયોગ, પશુથી પિતાને શ્રેષ્ઠ માનનાર મનુષ્યપ્રાણીને શું શોભા આપનાર ગણી શકાય એમ છે? અને આમ છતાં આવી અસંખ્ય ક્રિયાઓમાં મનુષ્યો, કટિ દ્રવ્ય આપતાં પણ ન મળે એવા મેધા આયુષને પથરાની પેઠે ખર્ચી નાખે છે. સર્વ સુખના મૂળ મનરૂપી હીરાને તેઓ ધૂળમાં રગદોળે છે. ખાવાપીવામાં, લગ્નને અને જ્ઞાતિભોજનના ઉત્સવોમાં દિવસના દિવસો કેડીના મૂલ્ય ખરચી નાખે છે. અને આ સર્વેનું પરિણમી ફળ કશું જ હોતું નથી, પણ માત્ર જીભને ક્ષણિક આનંદ હોય છે. ચિરસ્થાયી વાસ્તવિક સુખને તેમાં ગંધ પણ હોતા નથી.
૧૨૮. આવા વિચારોમાં અને આવી ક્રિયામાં નિરંતર જોડાતું રહેતું મન ઉચ્ચ સુખને શી રીતે અનુભવ કરે ? ખાળકૂડીના મલિન જળને ઉછાળી અત્તરના સુવાસને શી રીતે ગ્રહણ કરે? વિષ્ટાને શરીરે લેપ કરી ચંદનના લેપનું સુખ શી રીતે અનુભવે? રેતીને ચાવી સાકરને સ્વાદ શી રીતે ગ્રહણ કરે ? અને તે પણ અસંખ્ય મનુષ્ય આવી ક્રિયાઓ કરતા છતાં સુખને ઈચ્છે છે. બાવળને વાવે છે, અને આમ્ર ઉપર ઊગતી કેરીઓ વેડવા આશા રાખે છે, અને કરીને બદલે કટ આવેલા જોઈને, કેરી કેમ ન આવી, એવા શોકના ઉદ્દગારે કાર્યો કરે છે.
૧૩૦. મનને યોગ્ય વિચારમાં જોડે, અને ઈદ્રિયોને યોગ્ય ક્રિયામાં પ્રવર્તાવે. એ જ સુખને ખરે ઉપાય છે. પાંચ મિનિટ કે પા કલાક યોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયામાં ડે, એટલું જ પૂર્ણ નથી, પણ અષ્ટ પ્રહર ચોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયામાં ડે. સંતત દીર્ઘ કાળને પ્રયત્ન જ સુખને આપે છે.
૧૩૧. વિચાર અને ક્રિયા એ મનરૂપી વૃક્ષનાં મૂળ છે. જેમ વૃક્ષનાં મૂળ, ભૂમિમાંથી રસ ચૂસે છે, તેમ મનવૃક્ષનાં વિચાર અને ક્રિયારૂપી મૂળ, સુખ અથવા દુઃખરૂ૫ ફળને ઉત્પન્ન કરનાર રસને સર્વત્ર વ્યાપી રહેલા પરમતત્વમાંથી ચૂસે છે. યોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયારૂપી મૂળ સુખરૂપ ફળને પ્રકટાવનાર રસને આકર્ષે છે; અયોગ્ય ક્રિયા અને અયોગ્ય વિચાર, દુઃખરૂપ ફળને પ્રકટાવનાર રસને આકર્ષે છે. સુખ જોઈતું હોય તે યોગ્ય વિચાર અને યોગ્ય ક્રિયાને સેવ, દુઃખ જોઈતું હોય તે અયોગ્ય વિચાર અને અયોગ્ય ક્રિયાને સે. તમે જ પિતે પિતાને તારનાર છો. તમે જ પિતે પિતાને મારનાર છો. તમારા શુદ્ધ વિચાર તથા ક્રિયા તમને તારે છે, તમારા અશુદ્ધ વિચાર તથા ક્રિયા તમને મારે છે. સુખદુઃખની કૂંચી તમારા હાથમાં છે, અને તે બીજી કોઈ નથી, પણ મન જ છે.