SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિશ્વવંદ્યવિચારરત્નાકર ઉત્તમ હિત પ્રાપ્ત નથી થતું તે કહી શકાતું નથી, અર્થાત હિતમાત્રને અર્પનાર જે કેઈએક ગુણ આ વિશ્વમાં હોય તે તે પ્રેમ જ છે. વિશુદ્ધ પ્રેમ એ એક અપ્રતિમ સમર્થ લેહચુંબક છે, અને તે જેના અંતઃકરણમાં ઉદય પામ્યો હોય છે, તેના પ્રતિ ત્રિભુવન અને ત્રિભુવનની બહારના સમગ્ર શુભ પદાર્થ આકર્ષાઈ આવે છે. પ્રેમ એ વસ્તુમાત્ર આત્મા છે, અને તેથી વિશુદ્ધ પ્રેમ પ્રકટતાં વસ્તુમાત્ર ઉપર સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. ૭૯. મનુષ્ય સ્પર્શ મણિને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવે છે, પરંતુ થોડા જ જાણે છે કે વિશુદ્ધ પ્રેમ હજારો અને લાખો સ્પર્શ મણિને પ્રકટાવવા સમર્થે છે. ચિંતામણિ કે સુરત જે કાર્ય નથી સાધી શકતાં તે વિશુદ્ધ પ્રેમ સાધે છે. વિવિધ સાધનો વડે પ્રસન્ન ન થનાર ઈશ્વર વિશુદ્ધ પ્રેમવડે વશ થાય છે. વિશુદ્ધ પ્રેમ જીવનનું જીવન છે. વ્યાધિ, વાર્ધક્ય તથા મૃત્યુનો નાશ કરનાર અમૃત છે. દરિડ્યાદિ દુઓને હણનાર અમોઘ નિધિ છે, અને આશ્ચર્યકારક એશ્વર્યને અર્પનાર સિદ્ધિ છે. ૮૦. વિશુદ્ધ પ્રેમ પ્રકટતાં દુરાચારી સદાચરણ થાય છે, અનુદાર ઉદાર થાય છે, કાયર શૂર બને છે; સ્વાથ પરેપકારી થાય છે; પશુ, દેવ બને છે. સ્વલ્પમાં પ્રેમ નિંધ મલિન પદાર્થોનું રૂપાંતર કરી તેમને સુંદર આશ્ચર્યકારક ગુણવાળા કરનાર ઈશ્વરી રાસાયણિક શક્તિ છે. ૮૧. વ્યાધિનો નાશ કરવા, આ ઔષધ અને પિલું ઓષધ, આ વૈદ્ય અને પેલા ડોકટરને શું કરવા સેવો છો ? વિશુદ્ધ પ્રેમને હૃદયમાં પ્રકટાવી તેને સે અને તમે અનુપમ આરોગ્ય અનુભવશો. કલ્યાણને સાધનાર જ્ઞાનને માટે આ ગ્રંથ અને પેલા ગ્રંથનાં પાનાં શા માટે ઉથલાવો છો, આ વિદ્વાન અને પેલા વિદ્વાનની સંગતિમાં શા માટે વ્યર્થ કાળ ગાળે છે, આ કથા અને પેલી કથા, આ વ્યાખ્યાન અને પેલું વ્યાખ્યાન સાંભળવાને શા માટે ધક્કા ખાઓ છે ? વિશુદ્ધ પ્રેમને હૃદયમાં આવિર્ભાવ કરે, તમે જ્ઞાનવાન અને ધીમાન થશે; કે જે જ્ઞાન અથવા વિદ્વત્તા કિશોર કવિના કહેવા પ્રમાણે સખત પ્રકારના પરિતાપથી બાળનાર થતી નથી, પણ સર્વ પરિતાપનું શમન કરી અપૂર્વ કિશોર કવિ કહે છે કે તીન તાપમેં જગ જલે, પંડિત સપ્ત કિર; હાર, છત, વિસ્મરન, પઠન, ચાર તાપ લગે ર.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy