SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર ત્યાં સારને જ જુએ છે, અસારગ્રાહી દૃષ્ટિ યાંત્યાં સર્વદા અસારને જ જુએ છે. અસાર પદાર્થો પણ સારગ્રાહી પુરુષોની દષ્ટિતળે આવતાં સારવાળા થઈ જાય છે, અને સારવાળા પદાર્થો છતાં પણ અસારગ્રાહી પુરુષોની દષ્ટિતળે આવતાં અસારવાળા થઈ જાય છે. અસાર સરખા જણાતા કોલસાના કચરા જેવા ઉકરડે ફેંકી દેવા જેવા પદાર્થો, સારદષ્ટિવાળા જર્મન વિદ્યાભિ પુ (Scientists)ને કરડે રૂપિયા ઉત્પન્ન કરનાર વિવિધ રંગોથી ભરેલા જણાય છે, રસ્તામાં અથડાતાં ચીંથરાં ખાંડથી ભરેલાં જણાય છે અને દુર્ગધમય મળ, ઉત્તમ સુગંધથી ભરેલું જણાય છે, અને અસારદષ્ટિવાળા અનભિજ્ઞ મનુષ્યોને સમગ્ર સુખને આપનાર આર્યતત્ત્વવિદ્યાના ગ્રંથે તથા શાસ્ત્રો સ્વાર્થી બ્રાહ્મણોએ પિટ ભરવા માટે રચેલાં કારસ્થાને જણાય છે. સારદૃષ્ટિવાળાને અસારજેવું કંઈ જ નથી. અસારદષ્ટિવાળાને સાજેવું કંઈ જ નથી. સમભાવનાવાળાને દેશવાળ કઈ જ પ્રાણી પદાર્થ જણાતું નથી. દેહભાવનાવાળાને સર્વ પ્રાણી પદાર્થ દોષથી પરિપૂર્ણ જણાય છે. સર્વાત્મદર્શી સર્વમાં પિતાના આત્માને જોઈને સર્વપ્રતિ પ્રેમ કરે છે, દેહદ સર્વને દેષ કરે છે. સર્વ ઉપર પ્રેમ કરવો, એ ચૈતન્યનું લક્ષણ છે. સર્વને દેવ કરે એ પિતાનામાં જડ ધર્મને સ્વીકારી બેઠેલા જડમતિ જીવનું લક્ષણ છે. ૩૭. વ્યવહારમાં વ્યવહાર કરતી વખતે દેશવાળા મનુષ્યોના દોષ જોવાના પ્રસંગ આવે છે તેવા પ્રસંગેએ દષન જેવા એમ કહેવાનું તાત્પર્ય નથી. ખાવાની થાળીમાં આહારના પદાર્થોજોડે કાંકરે આવ્યો હોય તે તેને કાઢી ન નાખતાં ચાવી જ છે, એવું કહેવાને આથી ભાવ ગ્રહણ કરવાનો નથી. જે ગ્રહણ કરવાનું અત્ર કહેવાનો પ્રયત્ન થયો છે તે એ જ છે કે દોષને જોઈ સવાભદપિટ કરવાનો પ્રયત્ન કરનારે અંતઃકરણમાં તપાયમાન થવાનું નથી. કાંકરો આવેલા આહારના પદાર્થની થાળીને, કાંકરે માત્ર જેવાથી, ક્રોધ કરી પછાડી ઊઠવાનું નથી. કાંકરા સાથે અન્ય ખાવા યોગ્ય આહારના પદાર્થો પર પણ ઠેષ કરી તેમને લાત મારી ઉડાડી દેવાના નથી. કાંકરાને કાઢવાને માત્ર પ્રયત્ન કરવાનો છે. અને તે પ્રયત્ન પણ ધમપછાડા કરીને કરવાનું નથી. ઘણાં ક્રોધી મનુ, ભોજનમાં કાંકરે આવવાથી, રસોઈ કરનારને ગાળો દઈને, તેને તિરસ્કાર કરીને, જેમ કાંકરે કાઢી નાંખવાનો પ્રયત્ન કરે છે, તેમ દોષવાળા મનુોને ભારે તિરસ્કાર કરીને, દેષ કાઢવાનો પ્રયત્ન કરવાને નથી. પણ જેમ સદ્વિવેકી ભજન કરનાર બોજનમાં કાંકરો આવ્યો હોય, છતાં રસોઈ કરનારને અપમાન ન પહોંચે, તેનું અંતઃકરણ દુખાય નહિ તેમ વિવેકથી કાઢી નાંખે છે, અને પરોક્ષ રીતે તેને તેની
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy