________________
૮૮
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
ખોટું કશું થતું જ નથી, એ વિચારવડે પરમેશ્વરને જ પિતાના નેતા તરનાર) સ્થાપી મનુષ્ય જ્યારે ભય અને શંકાના વિચારોથી રહિત થાય છે, ત્યારે શાંતિ અને સુખના પ્રસંગે આપ આપ તેના તરફ આકર્ષાઈ આવે છે, અને અન્ય મનુષ્યોને કંપાવી નાખનાર ભયના પ્રસંગેથી તેનું અનાયાસ રક્ષણ થાય છે.
૧૦૩. પરમાત્મામાં વ્યાકુળતાવિનાની શાંત અને સ્થિર શ્રદ્ધા, મનુષ્યને જે જે જોઈએ તે તે અલ્પ કાળમાં અને અલ્પ પરિશ્રમે આપે છે. પરમાત્મામાં શાંત અને સ્થિર શ્રદ્ધાથી સમગ્ર વિશ્વ મનુષ્યને અનુકૂળ થાય છે. પૂર્વે તેને વિરોધી જણાતાં તો અનુકૂળ થયેલાં ભાસે છે. જેમ પિતાની અનુકૂળ દષ્ટિ સંપાદન કરનાર પુત્રને, પિતાના સર્વ ન કરે અનુકૂળ થઈ જાય છે, તેમ વિશ્વની સમગ્ર સત્તાઓ પરમાત્મામાં શાંત અને દઢ શ્રદ્ધા સ્થાપનારને અનુકૂળ થઈ જાય છે.
૧૦૪. જેમ સમુદ્રમાં અગ્નિ પ્રવેશ કરી શકતા નથી, તેમ પરમાત્મા સર્વદા મારું હિત જ કરે છે, એવી અચલ શ્રદ્ધા ધરનાર વિવેકી પુરુષોના અંતઃકરણમાં ભય પ્રવેશી શકતા નથી. જેમ ભીનાશવાળી, અંધકારવાળી તથા ગંદી જગાઓમાં જ સાપવીંછી વગેરે રહે છે, તેમ પરમાત્માની નિરંતર કલ્યાણસાધક સત્તામાં અશ્રદ્ધાવાળા મનુષ્યના અંતઃકરણમાં જ ભર્યું સ્થાન કરીને રહે છે. પરમાત્મામાં શ્રદ્ધા અને ભક્તિરૂપ અગ્નિ, મનુષ્યના હૃદયમાં જામી ગયેલા ભયના મોટા બરફના ડુંગરને તત્કાળ ઓગાળી નાખે છે. પરમાત્માની હિસાધક સત્તામાં અચલ શ્રદ્ધા, એ સાચા ભક્ત થવાની સાચા સાધક થવાની, સાચા યોગી થવાની, અને સાચા તત્વજ્ઞાની થવાની કૂંચી છે. સર્વત્ર પરમાત્માની કલ્યાણકારક સત્તા પ્રવર્તી રહી છે, અને તેથી અહિતને લેશ પણ સંભવ નથી. એ નિશ્ચયને આચારમાં મૂકનાર મનુષ્ય જ સાચે ભકત, સાચે સાધક, સાચો યોગી અને સાચે તત્ત્વજ્ઞાની થાય છે.
૧૦૫. સાચા ભકતો, પરમેશ્વરમાં અવિશ્વાસવાળા અજ્ઞાની મનુષ્યની પેઠે, ભયના પ્રસંગે પ્રકટવાનાં અનુમાને થાય, એવાં નિમિત્તો જોઈને વ્યાકુળ થતા નથી. દાદ્રિયોથી જણાતા બાહ્ય પ્રસંગેને અવલોકી તેઓ ભયભીત થઈ વ્યગ્ર થતા નથી. બાહ્ય ગમે તેવા અપ્રિય જણાતા પ્રસંગે પ્રકટે તે પણ તેઓ પરમાત્માની કલ્યાણકારક સત્તામાં સ્થાપેલે પોતાને દઢ વિશ્વાસ ડગાવતા નથી. તેઓ અનુભવપૂર્વક જાણે છે કે “આ અપ્રિયસરખો ભાસ પ્રસંગ, જીવદૃષ્ટિથી અપ્રિય અથવા દુઃખમય જણાય છે, પરંતુ વસ્તુતઃ પરમાત્માની