________________
વિચારરત્નરાશિ ]
તથા મહાપુ “મને એ નામથી ઓળખે છે. “મન” એ નામનું બીજક મનુયોની વિવિધ સ્થિતિઓમાં હેતુ હોય છે. જેમ વનસ્પતિનાં અસંખ્ય બીજકે, જે મૂળ તનાં (પાણી, અગ્નિ, પૃથ્વી, વાયુ) બનેલાં છે તે તો સર્વ બીજકોમાં એક જ હોય છે, પણ તે તોનાં પ્રમાણમાં તથા સંયોગમાં ભેદ થવાથી અસંખ્ય પ્રકારના બીજકમાં ભેદ પડી જાય છે અને તેથી જુદાં જુદાં વૃક્ષો ઉગે છે, તેમ સર્વ મનુષ્યોનાં મન, જે તત્ત્વોમાંથી બને છે, તે તો એક જ પ્રકારનાં હોવા છતાં, મનુષ્યોએ પિતાની ભિન્ન ભિન્ન ક્રિયા વડે આ મનના અસંખ્ય ભેદ પાડી નાંખ્યા છે, અને તેથી તેઓની અસંખ્ય પ્રકારની ભેદવાળી સ્થિતિ જોવામાં આવે છે.
૧૧૯. ફળમાત્રને ઉત્પન્ન કરનાર કારણ ક્રિયા હોય છે અને ક્રિયાનું મૂળ કારણું મન હોવાથી, ફળને ઉત્પન્ન કરનાર મન જ છે, એ સિદ્ધ થાય છે. લાકડાંને એક મેટો ભારે ચીરવાની ક્રિયા કરનાર, લાકડાં ચીરનાર મનુષ્યના હાથ છે, પરંતુ તે હાથને, ચીરવાની ક્રિયા કરવા માટે પ્રેરનાર મન છે. મનને અભાવ હોય છે, ત્યાં હાથ કે કોઈ અવયવ ક્રિયા કરી શકતા નથી. મુડદામાં મનને અભાવ હોવાથી, તથા નિદ્રામાં પડેલા મનુષ્યનું મન અજ્ઞાનના પડદામાં વીંટળાયેલું હોવાથી શરીર ક્રિયા કરવા અસમર્થ હોય છે; અર્થાત ક્રિયાનું કારણ મન હોવાથી સુખ અથવા દુખારૂપ ફળને પ્રકટાવનાર મન જ છે, એ સિદ્ધ છે. સુખ અથવા દુઃખના મધુર અથવા કટ, અસંખ્ય પ્રકારનાં ફળે જે બીજક આપે છે, તે બીજક મનુષ્યનું મન છે.
૧૨૦. અને આમ છતાં સર્વોત્તમ સુખને ઇચ્છનાર મનુ પ્રાણીને મટે. ભાગ, આ મનની કેટલી થોડી કાળજી રાખે છે? પ્રાતઃકાળથી તે જાગ્રત થાય છે, ત્યારથી તે નિદ્રામાં અસાવધ થાય છે ત્યાં સુધી તે કેવી ક્રિયાઓમાં જોડાયેલું રહે છે, તે પ્રતિ મનુષ્યો કેટલું થોડું લક્ષ રાખે છે? સુખને પ્રાપ્ત કરવાના અને દુઃખને દૂર કરવાના અસંખ્ય બહારના ઉપાયો કરે છે, પણ મનને સુધારવાનો જે સાચો અને સફળ ઉપાય, તેને સેવવામાં તેઓ કેટલી અસાવધાનતા રાખે છે? વૃક્ષની શાખા અને પત્રને રમણીય કરવા તેઓ પ્રયત્ન સેવે છે, પણ જેમાં જળ સિંચવાથી તેઓ રમણીય અને પ્રફુલ્લ થાય છે, તે મૂળપ્રતિ તેઓ બેદરકારી રાખી, તેઓ તેને સડી જવા તથા ઉધઈ લાગવા દે છે.
૧૨૧. જેમ બીજકમાં જેવા પ્રકારના તને સંગ થયો હોય છે, તે સગપ્રમાણે તેનાં મૂળ જમીનમાં નંખાય છે, અને તે મૂળ પછી પૃથ્વીમાંથી