SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સુખનાં સરળ સાધને] મંદાગ્નિથી, જ્ઞાનતંતુના વ્યાધિઓથી, નબળાઈધી અને એવા જ બીજા સેંકડે રેગથી એ જ અયોગ્ય વિચારના સામર્થ્યથી પીડાય છે! પરીક્ષા સમયે પરીક્ષકના આગળ જતાં અને ઉત્તર આપતાં હજારો વિદ્યાર્થીઓનાં હૃદય બમણા વેગથી ધડકે છે, અને ઊછળીને જાણે હમણું મુખમાંથી બહાર નીકળી પડશે, એવું જે તેમને ભાન થાય છે, તે કયા કારણથી તે કોઈ કહેશે? કડક ઉપરીની પાસે જતાં, સાક્ષીના પાંજરામાં ઊભા રહેતાં, અને વકીલેથી ઊલટપાલટ પ્રશ્નો થતાં, શરીરે હષ્ટપુષ્ટ અને બળવાન ભલભલાના હોશકેશ ઊડી જાય છે અને પરસેવાના બેઝેબ છૂટી જાય છે, તે કયા કારણથી તેને કોઈ ઉત્તર આપશે? ભય અને ચિંતાના વિચારવિના આ સર્વ પરિણામ પ્રકટવામાં બીજું કયું કારણ છે? અશુભ વિચારનાં કેટલાં ખાટાં ફળ થાય છે, એ મનુષ્યો ન જાણતા હોવાથી જ મનની તેઓ અત્યંત બેકાળજી રાખે છે. તમારી આંખમાં એક કસ્તર પડ્યું હોય છે તે તે કઢાવ્યાવિના તમે બીજું કશું કામ કરતા નથી. તમે જ્યાં સુધી તે નથી નીકળતું ત્યાંસુધી સેંકડે ઉપાયો કરી વળે છે. તમારા પેટમાં જરા દુઃખતું હોય છે તે તમે ડોક્ટરને કે વૈદ્યને ઘેર તરત દોડે છે, અને તે દુ:ખ મટાડવાને હજાર તરફડિયાં મારે છો; પરંતુ અશુભ વિચાર એ સર્વ દુઃખનું કારણ છે, અને મનને થયેલે ટામાં મેટે રેગ છે, એવું સાસ્ત્રો અને પુરુષો મેઘનાદ કરીને તમને કહે છે, તે પણ અશુભ વિચારને તમારા મનમાંથી કાઢવાની તમને જરા મરજીસરખી પણ થતી નથી. તમે એ કામ નિરાંતે કરવાઉપર મુલતવી રાખો છો. આંખમાંથી કસ્તર કઢાવવાનું કામ બે દિવસ મુલતવી રાખવાની તમને કેાઈ સલાહ આપે છે તે તમે તેને બબૂચક કહે છે, અને લાંબું ગંભીર મુખ કરી દે છે કે આવા કામમાં ગફલત કરીને શું આંખમાં ફૂલું પાડવું છે કે શું આંધળાબાંધળા થવું છે? પણ મનમાંથી કસ્તર નહિ, પણ ગંધાતા કચરાને ઉકરડે કાઢવાની વાત તમને દશ વર્ષે વીશ વર્ષ કે ઘડપણમાં કરવી ઠીક લાગે છે! આંખમાં પડેલું કરતા નથી કાઢવામાં આવતું તે તે માત્ર નેત્રને જ બગડે છે, એટલું જ દુઃખ આપે છે, પણ આ મનમાં પડેલ કચરે નથી ટાળવામાં આવતે તે તે આ જન્મમાં અસંખ્ય દુઃખ આપે છે, એટલું જ નહિ, પણ અસંખ્ય જન્મમાં અનંત વર્ષો સુધી દુઃખ આપે છે. આમ હોવાથી વિચારેને
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy