SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૯૩ સ્વરૂપ છું,’ એવુ લાખા વાર શ્રવણ કર્યાં છતાં, વ્યવહારમાં વિવિધ કષ્ટના પ્રસ ંગે પ્રાપ્ત થતાં તેના આનંદ સાતમે પાતાળે પેસી જાય છે; તેઓના મુખઉપર અને નેત્રમાં પોતાના આનદસ્વરૂપના પ્રકાશ ઝગઝગવાને સ્થાને શાક અને ઉર્દૂગનો અધકાર છવાઈ વળે છે, અને તેમનું અંતઃકરણ બ્રહ્માનં દરસાવમાં મહાન ગ્રંથી લાટવાને સ્થાને દશે દિશાએ પ્રકટેલી ત્રિવિધ તાપની હોળીમાં પ્રજળ્યા કરે છે. ધનનો ક્ષય થતાં તેના હાશકેાશ ઊડી જાય છે. શરીરને વ્યાધિ પ્રાપ્ત થતાં કે કોઈ પ્રિયજનનું મૃત્યુ થતાં તેની મુખમુદ્રા રાંક અને દુઃખીજેવી થઈ જાય છે. શરીરથી આત્મા જુદો છે, એવાં પંચીકરણનાં ગેાખેલાં વાકો તેમનુ વ્યાધિના દુઃખથી રક્ષણ કરી શકતાં નથી, અને તે કરુણા ઊપજે એવા, અન્ય અજ્ઞાનીના જેવા જ દુ:ખાદ્ગાર કાઢે છે. જ્ઞાતાના અને ઈંદ્રિયના સંબંધ તેમને છૂટેલા ન હાવાથી શરીરની સહજ પીડા પણ તેમના આનંદના દીપકને ઓલવી નાંખવા સમર્થ થાય છે. ૮. જે અવિચાર અજ્ઞાનની નિઃશેષ નિવૃત્તિ કરી પરમાનદની પ્રાપ્તિ કરે છે, તેનું સ્વરૂપ શું આ પ્રકારનું હાલું સંભવે છે ? વ્યવહારમાં જે દુઃખની સ્થિતિ મનાય છે, તે પ્રાપ્ત થતાં, તેલની કઢામાં જેમ ભજિયાં તળાય છે, તેમ ત્રિવિધ તાપવડે વૃત્તિએ ધીખ્યા કરે, એ શું બ્રહ્મવિચારનુ ફળ છે ? બ્રહ્મવિચારનું આવું ફળ કર્યે સ્થળે વર્ણાયું છે? અને આમ છતાં શાસ્ત્રાધ્યયન કરનાર અનેક મનુષ્યો પોતે ત્રિવિધ તાપથી પતિપ્ત રહેતા છતાં પોતાના અધ્યયનમાત્રને-વેદાંતની પ્રક્રિયાના મનનમાત્રને-બ્રહ્મવિચાર ગણી પોતાને બ્રહ્મવિચાર કરનાર બ્રહ્મજ્ઞાની માને છે, અને દુઃખના સબધથી અંતઃકરણમાં દુઃખ જણાતાં “ અંતઃકરણને અને મારે ત્રિકાળ સબંધ નથી,” “સુખદુઃખ અંતઃકરણના ધ હોવાથી તે તે તેમાં જણાય એ સ્વાભાવિક છે,” “ અંતઃકરણના ધર્મ અંતઃકરણમાં પ્રકટે તેમાં મારા જ્ઞાનને કાઈ પણ પ્રકારની હાનિ નથી, '' આવાં લૂલાં સમાધાનોવર્ડ પોતાના મનને મનાવે છે, તથા અન્યના આગળ પોતાના બ્રહ્મજ્ઞાનીપણાને સ્થાપે છે. પરંતુ આ સઘળું વાચક જ્ઞાન છે. કાચના કડકામાં અને ચિંતામણિમાં જેટલા ભેદ છે, ખાવળના વૃક્ષમાં અને સુરતરુમાં જેટલા ભેદ છે, તેટલા આ મિથ્યા જ્ઞાનમાં અને યથા બ્રહ્મજ્ઞાનમાં ભેદ છે. યથા બ્રહ્મવિચાર અતઃકરણમાં પ્રકટતાં અંતઃકરણના સહશાકાદિ ધર્માં, જેમ સૂર્યનો પ્રકાશ ઉદય થતાં અંધકાર અળપાઈ જાય છે, તેમ અળપાઈ જાય છે. જીવતવાળા અંતઃકરણમાં અને બ્રહ્મજ્ઞાન જેમાં પ્રકટે છે, તે અંતઃકરણમાં બહુ ૧૦
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy