SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ | શ્રીવિશ્વવંદ્યવિચારિત્નાકર ભેદ છે. જેમ બળેલી દેરડી, દેખવા માત્ર હોય છે, પણ તેથી ગાંસડી બાંધવાને વ્યવહાર થતું નથી, તેમ બ્રહ્મજ્ઞાનના ઉદયવાળું અંતઃકરણ, અંતઃકરણ એવી સંજ્ઞાને ધરતું છતાં તેમાં હર્ષશેકાદિ ધર્મોને વ્યવહાર થતું નથી. એ અંતઃકરણ અંતઃકરણ નથી, પણ બ્રહ્મસ્વરૂપ છે. જેમ બ્રહ્મ ત્રિવિધ તાપથી ત્રિકાળ અલિપ્ત છે, તેમ તે અંતઃકરણને ત્રિવિધ તાપ, જ્ઞાનનો ઉદય થયા પછી કોઈ કાળે સંભવ રહેતું નથી. ૬૯. ઘણું મનુષ્યો એવું માનતા હોય છે કે અંતઃકરણના ધર્મ અંતઃકરણમાં પ્રકટે, તેમાં જ્ઞાનને કશી હાનિ નથી. વૃત્તિથી મારું સ્વરૂપ ભિન્ન છે, એવું જ્ઞાન થયા પછી, વૃત્તિઓ ભલે પિતાના ધર્મથી ગમે તેમ વર્તે છે તેથી મારા મેક્ષને કઈ પણ પ્રકારે બાધ થવાનો સંભવ નથી. આવું માની, આ મનુષ્યો યથાર્થ બ્રહ્મવિચાર જે સર્વ સાધનોમાં શિરોમણિ સાધન છે, તેમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરતા નથી, અને અર્થની પ્રાપિત કર્યા વિના માત્ર શબ્દોચારમાં જ અટવાયા કરે છે, પરંતુ બ્રહ્મજ્ઞાન અથવા બ્રહ્મવિચારનું ફળ જ એ છે કે અંતઃકરણના ધર્મોને નિઃશેષ જય થ, એ તેઓ જાણતા નથી. સ્પર્શ મણિને અડવાથી લેહનું લેહપણું ન ગયું અને સુવર્ણ ન થયું તે લેહને, સ્પર્શ મણિનો સ્પર્શ થયો જ નથી, એ સુસિદ્ધ છે. બ્રહ્મવિચારથી અંતઃકરણના અવિદ્યાવાળા ધર્મોન છૂટ્યા તે એ બ્રહ્મવિચાર બ્રહ્મવિચાર નથી પણ બ્રમવિચાર છે. જ્ઞાન અજ્ઞાનને અર્થાત અવિદ્યાને લય કરે છે, અને હર્ષશેકાદિ ઠંધ ધર્મો અવિદ્યાનાં કાર્યો છે, અને તેથી બ્રહ્મવિચારથી અવિદ્યાનાં આ હર્ષશેકાદિ કાર્યો લય ન થયાં, તે પછી એ બ્રહ્મવિચારે અંતઃકરણમાં પ્રકટીને શું કર્યું તે સ્પષ્ટ થતું નથી. ૭૦. એક સમયે, સંધ્યાકાળે બણબણ નામનાં જીવડાંને અને પતંગિયાંને માર્ગમાં મેળાપ થયો. પતંગિયાંએ બણબણને પૂછ્યું કે તમે કોણ છે ? બણબણે ઉત્તર આપ્યું કે અમે પતંગિયાં છીએ. પતંગિયાએ કહ્યું કે તમે પતંગિયાં નથી. તમારે આકાર જ અમારા જેવો ક્યાં છે? એમ છતાં તમે પતંગિયાં છે, એવી તમારે અમારી ખાતરી કરવી હોય તે આ પાસેના ગામમાં જઈને જોઈ આવો. કે દીપકે પ્રકટ્યા છે? બહુ સારું, કહીને બણબણ ઊડીને પાસેના ગામમાં ગયાં, અને થોડી વારે આવીને કહ્યું કે દીપકે ક્યારના પ્રટી ચૂક્યા છે ! તેમનું આ ઉત્તર સાંભળી પતંગિયાં બોલ્યાં, તમે દીવા જેઈ આવ્યાં, તેથી જ સિદ્ધ થાય છે કે તમે પતંગિયાં નથી, પણ કોઈ બીજી જાતનાં જીવડાં છે. સાચાં પતંગિયાં
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy