________________
વિચારરત્નરાશિ ]
૧૧૫ ઉતારવું જોઈએ, અને આ પ્રમાણે તેણે અજ્ઞાન અને તેથી પ્રકટતાં દુઓને જય કરી પૂર્ણ થવું જોઈએ.
૧૮૪. તમે આ પરમેશ્વરે રચેલા જગતમાં રહેતા નથી, પણ જે જગત તમે પિતે રચ્યું છે, તેમાં જ નિરંતર રહે છે. તમારું રચેલું આ જગત તમારા વિચારપ્રમાણે જ રચાયું હોય છે. પરમેશ્વરે કેરીને કે દૂધને વાયુ કરનારાં રચાં નથી, પણ તમે તમારા વિચારવડે જ તેમને તેવાં રચી લે છે. મહાપુરુષને આ જગત સૌંદર્ય, સુખ, અને આનંદથી પૂર્ણ ભાસે છે, કારણ કે તેમણે પિતાના વિચારથી આ જગતને તેવું જ કરી લીધું હોય છે. તમને આ જગત દુઃખ,
વ્યાધિ, અને મૃત્યુથી ભરેલું ભાસે છે; કારણ તમે તમારા વિચારવડે તેને તેવું જ રચી લીધું છે. પૂર્ણ પુરુષે પિતાની ભૂમિકા પરથી જગતને પૂર્ણ જુએ છે; અપૂર્ણ મનુષ્ય પોતાની દોષવાળી ભૂમિકાઉપરથી જગતને અપૂર્ણ જુએ છે.
૧૮૫. દુષ્ટ દુર્જન મનુષ્ય સર્વોત્તમ સાધુ પુરુષમાં પણ એકે શુભ લક્ષણ જેત નથી. સર્વોત્તમ સાધુ પુરુષ, દુષ્ટ દુર્જનમાં લેશ પણ દુર્જનતા જેતે નથી, પણ તેના આત્મામાં રહેલી નિર્દોષતાપ્રતિ જ દષ્ટિ નાખે છે.
૧૮૬. પ્રત્યેક મનુષ્ય પોતે જે ભૂમિકામાં હોય છે, તે ઉપરથી જ જગતને સારું અથવા નઠારું જુએ છે, તમને જગતમાં જ્યાં ત્યાં દોષ જ દૃષ્ટિએ આવતા હોય તો તે એટલું જ સિદ્ધ કરે છે કે તમે જે ભૂમિકામાં છે તે ઘણી નિકૃષ્ટ છે. તમને જગતમાં જ્યાં ત્યાં ગુણનું જ ભાન થતું હોય તે તમે તમારી પિતાની જ ઉત્કૃષ્ટ ભૂમિકાનું ભાન કરાવે છે. યુધિષ્ઠિર અને દુર્યોધનનાં ઉદાહરણે આ વિષયમાં બળવાન પ્રમાણુરૂપ છે. યુધિષ્ઠિરને આખી સભામાંથી એક પણ દુર્જન દૃષ્ટિએ આવ્યો ન હતો; દુર્યોધનને આખી સભા દુર્જનથી ભરપૂર ભાસી હતી.
૧૮૭. આજે તમને એક મનુષ્ય સજજન અને વિવિધ સદ્દગુણોથી વિભૂષિત લાગે છે. કાલે તમને તેને તે મનુષ્ય દુર્જન અને વિવિધ દુર્ગુણેથી કલંકિત ભાસે છે. આજે તમને તમારું ઘર સ્વર્ગના જેવું સુખદ ભાસે છે; કાલે તમને તેથી પ્રજવલિત અગ્નિ જેવો સંતાપ થાય છે. આજે તમને એક વસ્તુ અત્યંત સુંદર જણાય છે; કાલે તેની તે વસ્તુ તમને અત્યંત કુરૂપ જણાય છે. શું આ મનુષ્ય, ઘર, અને વસ્તુ બદલાય છે ? નહિ, પ્રિય બધુ! નહિ. તમારું અંતઃ