________________
વિચરત્ન રાશિ ]
૧૦૩ કઈ ધૂર્તનું પણ વિસ્મરણ કરાવીએ છીએ. આપણા ચાવવાના અને દેખાડવાના દાંત ભિન્ન ભિન્ન છે.
૧૩૯. મનુષ્યનું વાણીનું બળ વધ્યું છે; આચારમાં આમળા જેવડું મીઠું પડ્યું છે. વાણીમાં પ્રતાપનું કે પૃથુરાજનું શોર્ય વ્યાપી રહ્યું છે, માચારમાં પંથલીની કાયરતા છવાઈ રહી છે. વાણીમાં નાયાગરાના ધેધ જેવો પ્રબળ પ્રવાહ વહે છે; આચારમાં જળના બિંદુવિનાનું મારવાડનું કે કચછનું રેતીનું રણ દૃષ્ટિએ પડે છે. વાણીરૂપ મ્યાન, રત્ન તથા મૌક્તિકવડે અત્યંત સુશોભિત કર્યું છે; આચારરૂપ તરવાર, ખરા લેઢાની તીખી અસિ હોવાને બદલે મેરનું પીછું છે.
૧૪. મનુષ્યો જે જાણે છે તેને આચારમાં મૂકવામાં આળસ તથા પ્રમાદને સેવે છે, એ જ તેમની દુઃખી સ્થિતિને સ્થિર રહેવામાં હેતુ છે. જાણેલું આચારમાં મૂકવામાં આવતાં અભ્યદયનો રથ સ્ટીમ-એન્જિન સાથે જોડાય છે. જાણેલું આચારમાં મૂકવામાં ન આવતાં દુખના ખાડામાં ઊંધા વળી ગયેલા ગાડાને, સીધા થવાને તથા તે ખાડામાંથી બહાર નીકળવાને કદી પણ યોગ આવતું નથી. અભ્યદયનું રહસ્ય એક જ નાના વાકયમાં સમાયેલું છે, અને તે એ કે “ જાણેલું આચારમાં મકવું.”
૧૪૧. મનુષ્ય જ્યારે વ્યર્થ બોલવાનું છોડી દે છે, અને સુખના જાણેલા ઉપાયોને આચારમાં મૂકવા માંડે છે, ત્યારે તેના દુષ્ટ રહે તેને અનુકૂળ થવા માંડે છે, અને તેનું મંદ પ્રારબ્ધ પણ પલટાઈને ઉજજવળ પ્રારબ્ધ થઈ જાય છે. શુદ્ધ આચાર અથવા શુદ્ધ પ્રવૃત્તિ અથવા શુદ્ધ પુરુષાર્થ લેહનું સુવર્ણ કરે છે, પાષાણને સ્પર્શમણિ કરે છે, કીટને બ્રહ્મ કરે છે. શુદ્ધ આચારને અભાવ, એ જ દુઃખરૂપી હિમાલયના પાયામાં રેડેલ સીસાને રસ છે.
૧૪૨. હાલ જે સ્થિતિ તમને પ્રાપ્ત છે, તેથી ઊંચી સુખની સ્થિતિ પ્રાપ્ત કરવાને એક પણ ઉપાય શું તમારા જાણવામાં નથી ? એક તો શું પણ સેંકડે ઉપાય તમે જાણો છે. તમે જાણો છો કે સદ્ગણ સુખમાત્રનો હેતુ છે, અને દુર્ગણ દુઃખમાત્રનું કારણ છે. આ જાણેલું તમે આચારમાં મૂકવાને દૃઢ પ્રયત્ન કર્યો છે? તમે સદગુણોને શોધી શોધીને તમારા હૃદયમાં સ્થાપ્યા છે, અને દુર્ગાનાં મૂળ, સર્વ પ્રકારના પ્રયત્નથી, તમારા હૃદયમાંથી ઉખેડી નાંખ્યાં છે? તમે જાણો છો કે ભક્તિ, યોગ, અથવા તત્ત્વવિચાર મનુષ્યનાં દુઃખમાત્ર હણી તેને જીવતાં જ મોક્ષ આપે છે. તમે જાણે છે કે એહિક અથવા પાર