________________
૧૪
[ શ્રી વિશ્વવંદવિચારરત્નાકર
લૌકિક એવું એક પણ સુખ નથી, જે આ ત્રણમાંથી એકના પણ યથાર્થ સેવનથી ન પ્રાપ્ત થાય. પરંતુ એ તમારું જાણેલું શું પોથીમાંનાં રીંગણાં જેવું નથી જાણેલું આચારમાં મૂકી, તેથી પ્રાપ્ત થનારા લાભના તમે પોતે ભક્તા ન થયા, તે એ જાણવાથી અધિક શું? તમે જાણો છો કે ઇન્દ્રિયોને વૈરાચાર અર્થાત તેમનું સ્વછંદી વર્તન શારીરિક, માનસિક, તથા આધ્યાત્મિક બળને અત્યંત ક્ષય કરનાર છે, તથા સર્વોત્કૃષ્ટ કલ્યાણના માર્ગથી મનુષ્યને નિરંતર વિમુખ રાખનાર છે; પરંતુ ઈદ્રિના પ્રત્યેક વૈરાચાર સમયે તમે તેમને રોકવાને લેશ પણ પ્રયત્ન ન કરે, પણ ઊલટો તે વૈરાચાર પુષ્ટ થાય, એવા જ પ્રયત્નને સેવો તે તમારું જ્ઞાન, ઝાકળના મોતી જેવું, જોવામાં અત્યંત મનોહર, પણ ઉપયોગ કાળે ક્ષણમાં અળપાઈ જાય એવું અસ્થિર નથી શું? જ્ઞાનનું મૂલ્ય વાતેના ફડાકા મારવામાં નથી, પણ તેને આચારમાં મૂકી તેથી થતા લાભને પ્રકટાવવામાં જ છે, એ તમારા જેવા બુદ્ધિમાને એક ક્ષણ પણ વિસ્મરણ કરવાનું નથી.
૧૪૩. વાત કરીને મોટા સિદ્ધ અથવા જ્ઞાની મહાત્મા ગણાવાને મનુષ્યો જેટલે પ્રયત્ન સેવે છે, તેને અર્ધ અથવા ચતુર્થી પ્રયત્ન પણ જે તેઓ કૃતિ કરવામાં–પિતાના પ્રાપ્ત જ્ઞાનને આચારમાં મૂકવામાં–સેવતા હોય તે તેઓ કેટલા અલ્પ સમયમાં સર્વોત્કૃષ્ટ સ્થિતિ જે બ્રહ્મમયતા તેને પ્રાપ્ત થઈ રહે ? અને વાત કરવાનું જ્ઞાન સંપાદન કરવામાં જેટલો પરિશ્રમ પડે છે, તેથી અધિક પરિશ્રમ શું તે જ્ઞાનને આચારમાં મૂકવામાં પડે છે ? ઉપરથી જોતાં તેવું ભાસે છે ખરું, પરંતુ જેઓ જ્ઞાનને આચારમાં ઉતારવા પ્રયત્ન સેવે છે તેમને અલ્પ સમયમાં જ સ્પષ્ટ થાય છે કે શબ્દજ્ઞાન સંપાદન કરવાનું ભગીરથ પરિશ્રમ આગળ આચારમાં મૂકવાને પરિશ્રમ બહુ જ ન્યૂન છે. આરંભમાં દસ્તર ભાસે છે, પરંતુ જેમ જેમ માર્ગ કપાય છે, તેમ તેમ સુતર અને સુકર ભાસે છે.
૧૪૪. સુખને ઉપાય એક જ છે, અને તે વાત નથી, પણ જાણેલા જ્ઞાનને આચારમાં મૂકવું એ જ છે. જેમ ખરાં વડાં સુધાની નિવૃત્તિ કરે છે અને પુષ્ટિ આપે છે, પણ તેનાં વડાં કરતાં નથી અને આપતાં નથી તેમ શુદ્ધ આચાર જ દુઃખને ટાળે છે અને સુખને પ્રકટાવે છે, પણ તેથી કશું જ થતું નથી. વાતે શ્રોતાના હૃદયને ક્ષણવાર જ હરણ કરે છે, પરંતુ આચાર તેમનાં હદયનું જીવનપર્યત આકર્ષણ કરે છે. વાતે સેનાને ટેળ ચડાવેલા