SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ [શ્રીવિવવધવિચારરત્નાકર પૂર્વક યોજવામાં આવે છે, જેમાં મનુષ્યની સર્વ શક્તિઓનો સર્વદા સદુપયોગ જ થાય છે, જે આયુષ્ય કોઈ ઉચ્ચ ઉદેશને સિદ્ધ કરવામાં જ નિરંતર વ્યતીત કરવામાં આવે છે, અને જેમાં પિતાનાથી કરવામાં આવતાં શુભ કર્મોનાં શુભ ફળ પ્રાપ્ત થવાની અવશ્ય ખાતરી હોય છે, તે જ આયુષ વાસ્તવિક આયુષ છે. ૨૬૨. મનને પ્રત્યેક વ્યાપાર શરીરઉપર અમુક પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. જ્યારે તે વ્યાપાર દુર્બળ અથવા ઉપરાંટિયો હોય છે ત્યારે તેની અસર શરીરઉપર એટલી ડી થાય છે કે આપણને તેની ખબર પડતી નથી. પરંતુ જ્યારે તે વ્યાપાર બળવાન અને અંતરના ઊંડા ભાગમાંથી થાય છે ત્યારે તેની અસર એટલી તે પ્રકટપણે થાય છે કે ગમે તેને પણ તે સ્પષ્ટપણે જણાયા વિના રહેતી નથી. પરંતુ આ અસર શરીરની ભીતરના વિવિધ અવયોના વ્યાપારઉપર અથવા જ્ઞાનતંતુઓના સમૂહઉપર જ માત્ર થાય છે, એવું કંઈ નથી. મનના બળવાન વ્યાપારની અસર શરીરના એકેએક અણુઉપર થાય છે, અને ભારેમાં ભારે જબરાં એસડે ખાવાથી જ માત્ર જે રાસાયનિક ફેરફારે શરીરમાં થાય છે, તેવા ફેરફારે ઘણી વાર મનના બળવાન વ્યાપારથી શરીરઉપર થાય છે. પરંતુ મનના વ્યાપારની શરીરઉપર જે અસર થાય છે તે હમેશાં ચોકસ નિયામાનુસાર થાય છે, અને તેથી પ્રત્યેક માનસિક વ્યાપારથી થતી શારીરિક અસરનું મનુષ્યને જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે પિતાના શરીરને સારું રાખવાને માટે મનના વ્યાપાર ઉપર સાવધાનતા રાખવાની કેટલી અગત્ય છે, તે તેને સ્પષ્ટ થાય છે. ૨૬૩. સ્વાર્થવૃત્તિ શરીરનાં સઘળાં પુટ (cells) ને સંકેચી નાખે છે, એ વાર્તા હવે સારી રીતે સિદ્ધ થઈ ચૂકી છે. મનને સ્વાર્થયુક્ત ભાવ આકુંચનને કરનાર છે. તેનામાં મનુષ્યને પિતાની અંદર આકર્ષવાન, તથા પિતાના એકલાને માટે જ જીવન ગાળવાની વૃત્તિ ઉત્પન્ન કરવાને રવભાવ છે. જ્યારે શરીરનાં પટો સંકોચાઈ જાય છે, ત્યારે શરીર ચીમળાઈ જાય છે, અને તેમ થતાં વૃદ્ધાવસ્થા આવે છે, તથા અપક્ષય થાય છે. પટોનું આકુંચન ઘણીવાર રોગને ઉત્પન્ન કરે છે, કારણ કે ચીમળાઈ ગયેલાં અથવા આકુચિત પુટો શરીરમાં નકામાં છે, અને સઘળાં નકામાં પુટ શરીરમાં કચરારૂપે ભરાઈ રહે છે. વળી ચીમળાઈ ગયેલાં પુટ શરીરના આરોગ્યવાળા તથા નિયમિત વ્યાપારમાં પ્રતિબંધ કરે છે, અને તેથી જે રેગ કદાચ નથી થતું, તે પણ શરીર દુર્બળ તે થાય જ છે; અને દુર્બળ પડી ગયેલું શરીર વધારે દિવસ પૂર્ણ આરોગ્યવાળું રહી શકતું નથી. સ્વાર્થવૃત્તિની
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy