________________
સુખનાં સરળ સાધને ] પ્રકારે રૂડી રીતે અભ્યાસ કર્યા વિના ઉપલક ઉપલક તેને આ છેડેથી તે પેલે છેડે જોઈ નાંખે છે. તેમાં જે કરવાનું કહ્યું હોય છે તે કરતા નથી, અને કરે છે તે જેવી રીતે અને જેટલે કાળ કરવાનું કહ્યું હોય છે તે રીતે કરતા નથી. અને પછી આવા લપલપાટથી અને ચપચપાટથી સેવેલી ક્રિયાઉપર, હાઈ કોર્ટના વડા ન્યાયાધીશની પેઠે સાફ (Judgment) આપવા બેસી જાય છે!
પ્રિય વાચક! તમે સવિવેકી છે, સુખ મેળવવું હોય તે તેને માટે ઘટત પરિશ્રમ કરવો જ જોઈએ, એવા વિચારવાન પુરુષોએ સેવેલા નિશ્ચયવાળા છે, ધર્મ અને ધૈર્યવાળા છો, સુખનાં સાધનો સાધવામાં આગ્રહવાળા તથા ઉત્સાહવાળા છે, ન્યાયથી મળનારાં સુખોને જ સેવનારા છો, સદ્દગુણને જ્યાંત્યાંથી સંગ્રહીને તમારા હૃદયરૂપી ભંડારમાં ભરવાને પ્રીતિવાળા છો, પરમેશ્વરને માનનારા, તથા પરમેશ્વરમાં સર્વોત્કટ ભક્તિ પ્રકટાવવાની અભિલાષાવાળા છો, તથા સરળ અંતઃકરણના છે, એમ જાણી તમારે માટે આ ગ્રંથ પરમાત્માના બળથી લખવાનો આરંભ કર્યો છે. પરમાત્મા તેનું રહસ્ય તમારા હૃદયમાં યથાર્થ દઢ કરે, તથા તે પ્રમાણે તમને વર્તવા શક્તિમાન કરી, તમને પ્રવૃત્તિનાં તથા નિવૃત્તિનાં સર્વોત્કૃષ્ટ શુદ્ધ સુખો આપે.
પુનઃ બુદ્ધિમાં સત્વનો અલેકિક પ્રકાશનાંખનાર પરમાત્માનું મરણચિંતનયજન કરી આ ગ્રંથ લખવાના કર્તવ્યમાં જોડાઈએ છીએ.
પ્રકરણ ૧
પરમેશ્વરનું સ્વરૂપ મનુષ્યનું સ્વરૂપ
[ોગ્યતાવાળું અનુકૂળ મન હોય છે, તે મનુષ્યને સુખનું ભાન થાય છે, અને અયોગ્યતાવાળું પ્રતિકૂળ મન હોય છે, તે મનુષ્યને દુઃખનું ભાન થાય છે, એવો સર્વને અનુભવ હોવાથી સુખદુઃખને ખરે હેતુ મનુષ્યનું મન જ છે, એ સિદ્ધ થાય છે. પ્રિય વાંચનાર ! તમને જે દુઃખનું અર્થાત ઓછા સુખનું ભાન થતું હોય તો તેનું કારણ એ જ છે કે સુખને અનુભવવા માટે તમારા મનની જેવી સ્થિતિ હોવી જોઈએ તેવી નથી. અને મનના અમુક પ્રકારના નિશ્ચય