SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦. [ શ્રી વિશ્વવંદ્યવિચારરત્નાકર ગણાય છે. જ્યાં ચિંતા નથી ત્યાં શરીર ઉપર કરચલીઓ પડતી નથી. ચિંતા જ્ઞાનતંતુઓ ઉપર સાક્ષાત અસર કરીને તેમને નરમ કરી નાંખે છે, અને તેથી જ્ઞાનતંતુઓમાં પીડા થાય છે, એટલું જ નહિ પણ જરાજરામાં ચિડાઈ જવાય, એ સ્વભાવ થઈ જાય છે. વાતશુલનું ચિંતા વિના ભાગ્યે જ બીજું કઈ કારણ હોય છે, અને ચિંતા જ્ઞાનતંતુઓના જેટલા રોગ ઉત્પન્ન કરે છે, તેટલા રોગો ભાગ્યે જ બીજા કોઈ કારણથી થતા હશે. ખેદ, ગ્લાનિ, નિરાશા, ઉત્સાહભંગ, નાઉમેદી વગેરે એવી જ મનની બીજી સ્થિતિએ પણ ચિંતા જેવા જ પરિણામે ને પ્રકટાવે છે. જો કે કંઈક સ્વાર્થને અંશ તેમાં રહેલું હોય છે, તે પણ તે સર્વ, ચિંતાનાં જ જુદાં જુદાં રૂપ છે. તેઓને સ્વભાવ મનને ભેગા કરી નાંખવાને છે, એટલું જ નહિ, પણ શરીરની પણ તેવી જ સ્થિતિ કરવાનો છે. ચિંતા શરીરના અણુઓને પૂર્વે કહ્યું, તેમ સૂકવી નાખે છે, તેમને ચિમળાવી નાંખે છે, અને કઠણ કરી નાંખે છે. આથી શરીરમાં જડતા આવી જાય છે, અને આ જડતાને આપણે ભૂલથી ઘડપણું નામ આપીએ છીએ. ચિંતાને સમૂળ નાશ કરે, અને ઘણા લાંબા સમય સુધી યુવાન રહેવાનું કામ સહેલું જણાશે. ર૭૧. જે વસ્તુઓ આપણા સ્વામિત્વની નથી, તે વસ્તુઓની ઈછામાંથી ઈર્ષ્યા અને અસૂયા પ્રકટે છે. આ કારણથી ઈર્ષાવાળા મનુષ્યને જંતુઓના સંબંધથી થનારા વ્યાધિઓ, ચેપી રેગે, મહામારી વગેરે થવાને ઘણો જ સંભવ હોય છે. ઈર્ષ્યા જે વસ્તુની આપણને ઈચ્છા હોય છે, તે વસ્તુને આપણાથી દૂરની દૂર રાખે છે, પરંતુ જેની આપણને ઇચછા હોતી નથી, તે વસ્તુને આપણું પ્રતિ આકર્ષ આણે છે. ઈર્ષાવાળા મનુષ્ય પોતાના અપ્રિય સ્વભાવને લીધે બીજાને અણગમે ઉપજાવે છે; તેને અપ્રિય સ્વભાવ તેના શરીરને દુર્બળ કરે છે અને સઘળી સારી વસ્તુઓને તેની પાસેથી ભગાડી મૂકે છે અને આજુબાજુના પ્રદેશમાં ચાલતા રેગેને નબળા શરીરઉપર જ ઝટ હુમલે થાય છે. ૨૭૨. શેક શરીરના પુટને ક્ષય કરી નાંખે છે, અને તેમાં પણ મગજના પટને મુખ્યત્વે કરીને ક્ષય કરી નાંખે છે. શકનો વિચાર હાનિસ્વરૂપ છે, અને સજાતીય સજાતીયને ઉત્પન્ન કરે છે તેથી શેકને વિચાર જ્યાં જ્યાં પ્રવર્તે છે, ત્યાં ત્યાં હાનિને પ્રકટાવે છે, અર્થાત તે શરીરના સર્વ ધાતુઓને ક્ષીણ કરે છે. શકને સેવનારા મનુષ્યોને તેમના શરીરમાં આ પ્રકારની હાનિ થયાને અનુભવ થયા વિના રહેતું જ નથી, અને બીજા જેનારાઓ પણ તેમનાં નેત્રમાં તથા
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy