SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિશ્વવંદવિચારરત્નાકર એ ભેદ નથી. એક દેશમાં, એક વસ્તુમાં, એક વ્યક્તિમાં, પ્રેમનું જે પુરાઈ રહેવું, તે વિશુદ્ધ પ્રેમ નથી. તે પ્રેમનું સંકુચિત સ્વરૂપ છે. એકના ઉપર પ્રેમ અને તે વિનાને અન્ય સર્વઉપર તેવા જ પ્રેમને અભાવ, એ દીપકને પ્રકાશ છે, જે એક ઘરને જ પ્રકાશિત કરે છે. અન્ય સ્થલના અધિકારને તે ટાળી શકતું નથી. તે સમગ્ર ભૂમંડળને પ્રકાશિત કરનાર સૂર્યના પ્રકાશતુલ્ય નથી. તે રાગદ્વેષનો જનક છે. એકના ઉપર પ્રેમકિરણે પ્રસારી તે અન્ય સ્થળે અંધકાર રાખે છે. આ પ્રેમ મર્યાદાવાળા સુખને, મર્યાદાવાળી સંપત્તિને, મર્યાદાવાળા આરોગ્યને, મર્યાદાવાળા એશ્વર્યને આપે છે. સર્વવ્યાપક પ્રેમ જ વિશુદ્ધ પ્રેમ છે, અને તે જ અમર્યાદ સુખસંપત્તિઐશ્વર્યાદિને અર્પે છે. ૮૪. સર્વત્ર બ્રહ્મભાવના, સર્વત્ર આત્મભાવના, સર્વને–જડને ચેતનને, ચરને અચરને–પિતાના આત્માસમાન પ્રિય ગણવા, સર્વના ઉપર પિતાના આત્માસમાન વિશુદ્ધ પ્રેમ રાખવો, એ યથાર્થ વિશુદ્ધ પ્રેમ છે. દેવળમાં દેવને જોઈને હર્ષાશ્રુ પાડવાં, અને અન્ય સ્થળે મનુષ્યોને જેઈને નાકનું પુગારવું ચઢાવવું કે મુખને બાથરે ચઢાવવો, કે અભાવ સૂચવવો, એ વિશુદ્ધ પ્રેમ નથી. પ્રિયતમાને જોઈને કે પ્રિય પુત્રને કે મિત્રને જોઈને હૃદય વિકસિત કરવું, અને અન્યને સંબંધ થતાં, પ્રેમને કાચબાના પગની પેઠે હૃદયમાં સંકોચાઈ ગયેલ અનુભવ, એવું વિશુદ્ધ પ્રેમનું એકદેશી સ્વરૂપ હોતું નથી. ૮૫. “મારું ને તારું એવી હદ નથી જેમાં રે, એવું હરિગુરુપદ જહાજે રે, “અમર્યાદ આ પ્રેમ વધારી તે, મહામળહર જળમાં નહાજે રે.” પરમાત્મસ્વરૂપ શ્રીમસિંહાચાર્યજીરચિત ઉપરની પંક્તિઓમાં પ્રેમના સ્વરૂપની જે સર્વોત્તમ વ્યાખ્યા, થોડા પણ અત્યંત ગંભીર અર્થને વહન કરનાર શબ્દોમાં બંધાઈ છે, તેનું મનન કરી, તેનું રહસ્ય અંતરમાં ઉતારવા પ્રત્યેક સુખેચ્છક પુરુષે પ્રયત્ન કરવો યોગ્ય છે. વિશુદ્ધ પ્રેમમાં મારું અને તારું એવો ભેદ હોતા જ નથી. દેશ, કાળ અને વસ્તુપરિચ્છેદથી તે રહિત છે. વિશુદ્ધ પ્રેમને અભાવના કેઈ વિષય જ નથી. જ્યાં જ્યાં દૃષ્ટિ પડે, જ્યાં જયાં ઈદ્રિ તથા મન જાય, ત્યાં ત્યાં વિશુદ્ધ પ્રેમને પિતાના પ્રિયતમનું જ ભાન થાય છે. એક અણુ પણ પ્રિયતમવિનાનું તેને જણાતું નથી. સર્વત્ર, અંતર્બાહ્ય પિતાના પ્રિયતમની જ તેને પ્રતીતિ હોય છે. આવો અમર્યાદ વિશુદ્ધ પ્રેમ જ મહામળને હરનાર છે, દુઃખમાત્રથી તારનાર છે, અને અખંડ સુખમાં સ્થાપના૨ છે.
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy