SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારરત્નરાશિ ] ૮૬. વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ પ્રફ્લાદના ચરિત્રમાં આવંત વ્યાપી રહ્યું છે. જળમાં, સ્થળમાં, નભમાં, અનલમાં, અનિલમાં, કાષ્ઠમાં, પાષાણુમાં, દુર્જનમાં, સજજનમાં, પશુપક્ષીમાં, જંતુમાં આ મહાભક્તને, આ પ્રેમની વિશુદ્ધ મૂર્તિને, પ્રિયતમવિના અન્ય કંઈ જ જણાતું ન હતું. પ્રફ્લાદના ઇષ્ટ કઈ ધાતુની મૂર્તિમાં કે પાષાણની પ્રતિમામાં કે કાગળની છબીમાં, કે કોઈ એક વ્યક્તિમાં જ સ્થિત હતા, અને બહાર બધે અંધકાર હતું, એમ ન હતું. દેવળ અડકાવ્યું કે સેવાગ્રહ બંધ કર્યું કે પૂજાથી પરવાર્યા કે સ્નાનસ ધ્યાથી મુક્ત થયા, કે પ્રલાદના ઇષ્ટ લેપ થઈ જતા ન હતા. વ્યવહાર કરે કે સંયમમાં પ્રવેશે, ઊઠે, બેસે, ચાલે કે ઊધે, ગમે તે ક્રિયા કરે પણ પ્રહૂલાદની વૃત્તિ પિતાના પ્રિયતમના જ અનુસંધાનવાળી રહેતી. પ્રફ્લાદને સર્વ જ પ્રિયતમરૂપ જણાતું. આ વિશુદ્ધ પ્રેમનું સ્વરૂપ છે. ૮૭. દેવળમાં દેવને ન માનવાનું કે પ્રતિમાની સેવાપૂજા ન કરવાનું કે કઈ યોગ્ય મહાપુરુષમાં અવિરલ ભક્તિ ન ધરવાનું આ સ્થળે કહ્યું નથી. સર્વત્ર વિશુદ્ધ પ્રેમને ઉપદેશ, અમુકમાં પ્રેમ કરો અને અમુકમાં ન કરે, એ હોય જ નહિ. પરંતુ અત્રે જે કહ્યું છે તે એ કે પ્રતિમા, દેવ કે મહાપુરુષની ભક્તિ માત્ર કોઈ કરે, અને તે વિનાનાં સર્વ સ્થાનમાં રાગદ્વેષ પ્રવર્તાવે છે તેવી વ્યક્તિ એકદેશી છે. તે લાભકારક છે, પણ સર્વોત્તમ લાભને કરનારી નથી. તે હજાર અથવા લક્ષ રૂપિયાને આપનાર ક્રિયા જેવી છે, પણ અનર્ગળ દ્રવ્ય આપનાર ક્રિયા જેવી નથી. તે સાધનરૂપ છે, પણ સાધનની સમાપ્તિ ત્યાં જ થાય છે એમ નથી. તે એકડે કાઢવા જેવી છે, પણ એક કાઢતાં આવડે એ જ વિદ્યાનો પરાવધિ નથી. આવી એકદેશી ભક્તિવાળાએ ત્યાં જ દરીને અઠે દ્વારકા કરવાનું નથી, પણ આગળ વધવાનું છે. તેમણે સર્વત્ર ઈષ્ટદર્શન કરવાનું છે. સર્વત્ર ભક્તિને પ્રવાહ પ્રવર્તાવવાને છે. સર્વત્ર વિશુદ્ધ પ્રેમનાં કિરણે વિસ્તારવાનાં છે. સર્વત્ર વિસ્તરેલે પ્રેમ, અમર્યાદ અવસ્થાને પામેલો પ્રેમ જ બ્રહ્મીભૂત કરનાર છે. એ અમર્યાદ વિશુદ્ધ પ્રેમ બ્રહ્મરૂપ જ છે. એ જ બ્રહ્મ છે. ૮૮. જેમ બ્રહ્મના કકડા કરી શકાતા નથી, તેમ વિશુદ્ધ પ્રેમના કકડા કરી શકાતા નથી, અર્થાત તેના અંશ હોતા નથી. જેમ બ્રહ્મ એક દેશમાં હોય અને અન્ય દેશમાં ન હોય એમ બનતું નથી, તેમ વિશુદ્ધ પ્રેમ એક સ્થળે હોય અને અન્ય સ્થળે ન હેય એ બનતું જ નથી. એક સ્થળમાં હોવું અને ૧૧
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy