SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રીવિશ્વવંધવિચારરત્નાકર વત્વ ધર્મનું પિતાનામાં ભાન કરનાર અભિમાનીને જ પોતાના પૂર્ણત્વની ભાવના કરવાની હોય છે. જીવધર્મને ઓળંગનારને “હું પૂર્ણ બ્રહ્મસ્વરૂપ છું, એમ બેસવાનું રહેતું જ નથી. આથી છેવત્વ ધર્મવાળા સર્વને પિતાના છવધર્મની ઉપેક્ષા કરવા અને પૂર્ણ સ્વરૂપનું ચિંતન કરવાને પૂર્ણ અધિકાર છે. પૂર્ણ સ્વરૂપની ભાવના કરવાને અનધિકાર કોઈને છે એમ નથી. ૪૮. તમે સાધનસંપન્ન થયા નથી, તમારા મળવિક્ષેપ નિવૃત્ત થયા નથી, એમ કહી કેઈ તમને તમારા પૂર્ણ સ્વરૂપની ભાવના કરતા કે તે તેથી ભય પામી રકાતા નહિ. પૂર્ણ સ્વરૂપથી ભડકીને વેગળા નાસવાથી અધિકાર આવતે નથી; પણ પૂર્ણ સ્વરૂપ પ્રતિ ડગલાં ભરવાથી અધિકાર આવે છે. સાધનમાત્રનું મૂળ જે સ્વરૂપચિંતન તેને ર્યા વિના અધિકાર શી રીતે આવે ? હજારે પાપ કરનાર મનુષ્ય સત્સમાગમ ન કરે, તે તેની મતિ શુદ્ધ થવાને શી રીતે સંભવ આવે ? “તે હજારો પાપ કર્યા છે, માટે તેને સત્યરુષપાસે આવવાને અધિકાર નથી,' એમ કહી પાપી મનુષ્યને સત્વરપાસે આવત જેઓ ખાળે છે, તેઓ તે પાપી મનુષ્યની મતિને નિર્મળ થવાના સર્વ સંભવ નષ્ટ કરી નાખે છે. સ્વસ્વરૂપના પ્રતિ વળવું, સ્વસ્વરૂપનું ચિંતન કરવું, એ મેટામાં મેટ સત્સમાગમ છે. એ સત્સમાગમમાં જવાને ઇચ્છનાર મનુષ્યની વચમાં જે અનધિકારના ભયની મોટી ભીંતે ચણી દે છે, તેઓ તે મનને અધિકારી થવાના સંભો પર જ ચોધારું ખડ્ઝ વાપરે છે, ૪૯. મળ અને વિક્ષેપની અધિકતાએ કરીને અનધિકારીમાં ગણાઈ ગયેલા મનને મળ અને વિક્ષેપને ટાળનાર સર્વોત્તમ કર્મ તથા સર્વોત્તમ ભક્તિ, પિતાના પૂર્ણ સ્વરૂપનું ચિંતન, એ વિના અન્ય કોઈ નથી. શાસ્ત્રપ્રતિપાદિત નિત્ય કર્મો પણ જે સ્વસ્વરૂપની લક્ષણ કરાવનાર નથી હોતાં, અને તે તે કર્મ કરનારની વૃત્તિ કર્મ કરતાં સ્વસ્વરૂપસાથે અલ્પ અંશે પણ સંબંધવાળી નથી થતી તે તે કર્મો, જેમ આધુનિક બ્રાહ્મણના મોટા ભાગને સંધ્યાદિ કર્મો જળ ઉછાળવા તથા નાક પકડવારૂપ થઈ રહ્યાં છે, તેવાં થઈ રહે છે. તે જ પ્રમાણે વિક્ષેપને ટાળનારી ભક્તિ પણ, ભક્તિના રહસ્યપૂર્વક અંતર્યામી ઈશ્વરતત્વના સંબંધવાળી નથી હોતી, તે હાલ જેમ કેર વગેરે તીર્થોમાં એકઠાં થતાં ભગતનાં મેટાં ઝુંડમાં માળા વગેરે બાહ્ય વેષ ધારણ કરવામાં તથા ભજનને નામે નકામા બરાડા પાડવામાં જ આવીને અટકી છે, તે પ્રમાણે મિથ્યા
SR No.006016
Book TitleVishva Vandya Vichar Ratnakar
Original Sutra AuthorN/A
AuthorChotalal Jivanlal
PublisherUpendra Bhagwat Smarak Pravrtutti Pravartak Shreyas Sadhako
Publication Year1948
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy