________________
વિચારરત્નરાશિ ]
૧૬૫
વધે છે. વળી તેથી આપણું સામર્થ્યની પણ વૃદ્ધિ થાય છે, કારણ કે આંતર જીવનની પ્રશાંતિમાં પ્રવેશ કરવો, એનો અર્થ એ છે કે પરમાત્માને અગાધ સામર્થ્યને સ્પર્શ કરે.
૩૧૯. પ્રત્યેક મનુષ્યનામાં, તેના વર્તમાન વ્યવહારને તે બરાબર ચલાવે એ સીધે રસ્તો દર્શાવનાર જોઈએ તેટલી બુદ્ધિ હોય છે, અને આ બુદ્ધિને જે ગભરાવી નાંખવામાં ન આવે તે તે ભાગ્યે જ ભૂલ કરે છે. પરંતુ તે નિરંતર પિતાના મનના પ્રકાશને ડહોળી નાખે છે, અને તેથી તેનાથી થતી સઘળી ભૂલે દોષ તે આ પ્રકાશની અપૂર્ણતાના ઉપર નાંખે છે. આથી પ્રકાશના સામર્થ્યને વધારીને પ્રકાશની અપૂર્ણતાને સુધારવાને તે પ્રયત્ન કરે છે, પણ તેમ કરવાથી તે ઉલટી વધારે ભૂલ કરે છે; કારણ કે જ્યાં સુધી સામર્થ્ય આડે માર્ગે વહેતું હોય છે ત્યાં સુધી જેમ તેને વધારવામાં આવે છે, તેમ તે વધારે આડું જાય છે. આવા સમયમાં પ્રશાંત થઈ જવું, એ જ ઉપાય છે. મનમાં ઝગઝગતા જ્યોતિને શાંતિથી પ્રકાશવા દે, અને તેનાં કિરણો તમારા વર્તમાન જીવનના સર્વ પ્રસંગોને પ્રકાશિત કરશે. બુદ્ધિના સામર્થ્યને તમારે વધારવાની જરૂર નથી, પણ મનમાં ચાલતી ધમાધમને ઓછી કરવાની જરૂર છે. અંતરમાં ઊતરીને શાંત થતાં શીખે, અને તમને સમજાશે કે તમારું મન એક ચમત્કારિક વસ્તુ છે, અને તમારા વ્યવહારના ગમે તેવા ગૂંચવાડા ભરેલા પ્રનનો નિવેડો આણવાનું તેનામાં સામર્થ્ય છે.
૩૨૦. આપણા જીવનમાં પ્રસંગે એવી પણ ક્ષણો આવે છે કે જે સમયે આ જગતમાં આપણને કશું જ સારું લાગતું નથી, પરંતુ આમ લાગવામાં દોષ કેવળ આપણું દષ્ટિને છે. જયારે ઊંધી દષ્ટિથી આપણે જગતને જોઈએ છીએ ત્યારે દરેક વસ્તુ આપણને ઊંધી લાગે છે; જ્યારે આપણે અંધારામાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણને બધું અંધકારમય જ ભાસે છે. પરંતુ પ્રકાશમાં આપણે આવી શકીએ છીએ, એટલું જ નહિ પણ સર્વદા પ્રકાશમાં રહી શકીએ છીએ; અને જ્યારે આપણે નિરંતર પ્રકાશમાં રહીએ છીએ ત્યારે આપણને પ્રત્યેક વસ્તુ સારી લાગે છે.
૩૨૧. જ્યારે આપણી દૃષ્ટિ સર્વવ્યાપક ચૈતન્યપ્રતિ અથવા પરમાત્મા
* અંતરમાં ઊતરવાની ક્રિયાના વધારે સવિસ્તર વર્ણનને માટે વાંચો ‘અચાત્મબલપષક ગ્રંથમાલા—પ્રથમ અક્ષઃ મૂલ્ય રૂ. ૧-૮-૦.