Book Title: Pravachana Ratnakar 01
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust
Catalog link: https://jainqq.org/explore/008282/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન ૨નાકર [ ભાગ-૧] X પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનાં શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો * : પ્રકાશક : શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ મુંબઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & our Request This shastra has been kindly donated by Anuj Mohanlal Patani, London, UK who has paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of PravachanRatnaakar Bhag 1 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.Atma Dharma.com for updates Version Date Number 001,a 22 April 2002 Version History Changes Updated "Thanks & our Request" page to include link to donation page. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રાપ્તિસ્થાનઃ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ- ૩૬૪૨૫૦ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ૧૭૩/૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ- ૪OO OOR પ્રથમ આવૃત્તિ પ્રત: ૫OOO મુદ્રક: રજનીકાન્ત એમ. પટેલ રાધેશ્યામ પ્રિન્ટીંગ પ્રેસ જગાફોકના ડેલામાં, લોખંડબજાર, ભાવનગર-૩૬૪ ૦૦૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય નિવેદન मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुंदकुंदार्यो जैन धर्मोऽस्तु मंगलम्।। પ્રારંભિક પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવશ્રી વર્ધમાનસ્વામી, ગણધર દેવશ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવને અત્યંત ભક્તિ સહિત. નમસ્કાર. એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થકર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણિત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોના સભાગ્યે આજે પણ આ પરમાગમો શ્રી અમૃતચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. વળી વિશેષ મહાભાગ્યની વાત તો એ છે કે સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢરહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે. તેવા સમયમાં જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી પુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી–જેમને યુગપુરુષ કહી શકાય, તેવા સપુરુષનો યોગ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી આજે છેલ્લાં ૪૫ વર્ષોથી ઉપરોક્ત પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મના મૂળ સિદ્ધાંતોને અતિસ્પષ્ટ, શીતળ અને પરમ શાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા રેલાવી રહ્યા છે. આ પવિત્ર પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મના ગંભીર રહસ્યોને સમજતા થયા છે અને માર્ગાનુસારી બન્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક અનંત ઉપકાર છે. તેઓશ્રીના આ ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે. અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. પુણ્યપ્રસંગનું સૌભાગ્ય: સંવત ૨૦૩૪ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમીવાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે. પ્રકાશનનો હેતુ આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તદ્ ઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી આ ગ્રંથમાળામાં કમશઃ આદિથી અંત સુધીના પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતથી પ્રેરણા મળતી રહેશે. તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે. વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવા ઘણા જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો લેપબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાય પરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સુધી રહેશે. તદ્દ ઉપરાંત પૂજ્ય બેનશ્રીનાં વચનામૃત નં. ૨૭માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે. પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીનાં પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. કાર્યવાહી શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યા છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ તૂટી રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા તે લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી વજાભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. ઉપરોક્ત રીતે તૈયાર થયેલાં પ્રવચનો ઉપરથી મુદ્રણ માટે મોકલવાનું પ્રવચનસાહિત્ય પ્રસિદ્ધ તત્વચિંતક અને પ્રવક્તા ડો. હુકમચંદજી ભારિલ્લ સમક્ષ વાંચી સંભળાવવામાં આવેલ છે અને ત્યાર બાદ તેનું મુદ્રણ થયેલ છે. આભારઃ ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યો છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ઉત્સાહથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈ તથા બ. શ્રી વજાભાઈએ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી તથા તપાસી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિશેષ અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશઃ લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા અને આ કાર્ય શરૂ કરવામાં જરા પણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. શ્રીમાન ડો. હુકમચંદજી ભારિલ્લ અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં તેમણે આ પ્રવચનો સાંભળી જઈને યથાયોગ્ય સૂચનો અને માર્ગદર્શન આપેલ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ ઉદારતાથી આર્થિક સહ્યોગ આપેલ છે તે બદલ સમસ્ત દાતા ભાઈબહેનોનો આભાર માનવામાં આવે છે. આ પ્રવચન ગ્રંથની વેચાણ કિંમત-પડતર કિંમત માંથી ૨૫% ઘટાડીને નક્કી કરેલ, તેમાં બીજા ૨૦% નું વળતર શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી આપવામાં આવેલ છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે. આવકાર્ય: આ પ્રકાશન અમારો પ્રથમ પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટીઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. તા. ૯-૩–૧૯૮૦ ફાગણ વદ ૭, ૨૦૩૬ રવિવાર, મુંબઈ. ચીમનલાલ હિંમતલાલ શાહ પ્રમુખ શ્રી કુંદકુંદકહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates Corrections No. | Page No. | Line No. | Printed 1 | 17 ગટ 2 | 27 28. જોરથી 3 | 29 વિલ્કપ પ્રસંશા 5 | 31 14 નુભવ | 6 | 210 | 1 Corrected પ્રગટ જોરની વિકલ્પ પ્રશંસા અનુભવ ભાઈ, 29 11 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates - અનુક્રમણિકા: ક્રમ પુષ્ઠાંક ૨) ૨૫ ૩) ४3 પ૬ ૬૭ ७८ ૧) ગાથા/કળશ મંગળાચરણ, કળશ-૧ કળશ-૨ કળશ-૩ ગાથા-૧ ગાથા-૨ ગાથા-૩ ગાથા-૪ ગાથા-૫ ગાથા-૬ ગાથા-૭ ગાથા-૮ ગાથા-૯-૧૦ ગાથા-૧૧ ગાથા-૧૨ કળશ-૪થી ગાથા-૧૩ કળશ-૮ થી ૯ ગાથા-૧૪ કળશ-૧૧ થી ૧૩ ગાથા-૧૫ કળશ-૧૪-૧૫ ૧૧. ૧૨ ૧૩ ૧૪ ૧૫. પ્રવચનનગર ૧-૨ ૧-૨ ૩-૪ ૩–૪. ૫-૬ ૬ થી ૮ ૮ થી ૧૦ ૧૦ થી ૧૨ | ૧ર થી ૧૪ ૧૪ થી ૧૭ ૧૮ થી ૨૦ ૨૦ થી ૨૨ ૨૩ થી ૨૪ ૨૫ થી ૨૯ | ૨૯ થી ૩૬ ૨૯ થી ૩૬ ૩૬ થી ૪૨ ૩૬ થી ૪૨ ૪૨ થી ૫૦ ૪૨ થી ૫૦. ૫૧ થી ૫૪ ૫૧ થી ૫૪ ८८ ૧૦૭ ૧૧૭ ૧૨૫. ૧૩૨ ૧૫O ૧૫૨ ૧૬ ૧૭. ૧૮૫ ૧૮ ૧૯ ૨૦ ૧૮૭ ૨૧૯ ૨૨૨ ૨૫૬ ૨૨ ૨૫૮ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates SOUWESORT22292089 1999@reg૭ ૧૨eઈ© A પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates परमात्मने नमः। શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનો श्रीमदमृतचंद्रसूरिकृता आत्मख्यातिः। (અનુકુમ ) नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छेिद।।१।। મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો ગુજરાતી અનુવાદ શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય; સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ, મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ. નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દવે દુઃખકાર; લય લય પાર ગ્રહે ભવધાર, જય જય સમયસાર અવિકાર. ૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન (અનુકુમ ) अनन्तधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकान्तमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।।२।। શબ્દ, અર્થ ને જ્ઞાન-સમયત્રય આગમ ગાયા, કાળ, મત, સિદ્ધાંત-ભેદત્રય નામ બતાવ્યા; તે મહીં આદિ શુભ અર્થસમયકથની સુણીએ બહું, અર્થસમયમાં જીવ નામ છે સાર, સુણજો સહુ તે મહીં સાર વિણકર્મમળ શુદ્ધ જીવ શુદ્ધનય કહે, આ ગ્રંથમાં કથની સહુ, સમયસાર બુધજન ગ્રહે. ૪. નામાદિક ષટ ગ્રંથમુખ, તેમાં મંગળ સાર; વિઘ્નહરણ, નાસ્તિકહરણ, શિષ્ટાચાર ઉચ્ચાર. ૫. સમયસાર જિનરાજ છે, સ્વાવાદ જિનવેણ; મુદ્રા જિન નિર્ચથતા, નમું કહે સહુ એન. ૬. આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદ આચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ. પ્રથમ, સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્ય ગ્રંથના આદિમાં (પહેલા શ્લોક દ્વારા ) મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે: શ્લોકાર્થઃ- [ના: સમયસારીય] “સમય” અર્થાત્ જીવ નામનો પદાર્થ, તેમાં સાર-જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધ આત્મા, તેને મારા નમસ્કાર હો. તે કેવો છે? [ભાવીય] શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. આ વિશેષણપદથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. વળી તે કેવો છે? [ વિસ્વમાવાય] જેનો સ્વભાવ ચેતનાગુણરૂપ છે. આ વિશેષણથી ગુણ-ગુણીનો સર્વથા ભેદ માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. વળી તે કેવો છે? [સ્વાનુમૂલ્ય વસતે] પોતાની જ અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે, અર્થાત્ પોતાને પોતાથી જ જાણે છે- પ્રગટ કરે છે. આ વિશેષણથી, આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય-ભટ્ટ-પ્રભાકર ભેટવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો; તેમ જ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો પણ પ્રતિષેધ થયો. વળી તે કેવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] (માલિની) परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। છે? [સર્વમાવાન્તરઝિવે] પોતાથી અન્ય સર્વ જીવા જીવ, ચરાચર પદાર્થોને સર્વ ક્ષેત્રકાળ સંબંધી, સર્વ વિશેષણો સહિત, એક જ સમયે જાણનારો છે. આ વિશેષણથી, સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસક આદિનું નિરાકરણ થયું. આ પ્રકારનાં વિશેષણો (ગુણો) થી શુદ્ધ આત્માને જ ઈષ્ટદેવ સિદ્ધ કરી તેને નમસ્કાર કર્યો છે. ભાવાર્થ- અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? તેનું સમાધાનઃવાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ છે તેથી આ અધ્યાત્મગ્રંથમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. તથા એક જ નામ લેવામાં અન્યમતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ, સમયસારનાં વિશેષણો વર્ણવીને, કર્યું. વળી અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ વીતરાગ શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર, પરબ્રહ્મ, શિવ, નિરંજન, નિષ્કલંક, અક્ષય, અવ્યય, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અચ્છધ, અભેધ, પરમપુરુષ, નિરાબાધ, સિદ્ધ, સત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વીતરાગ, અર્હત, જિન, આમ, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામોથી કહો; તે સર્વ નામો કથંચિત સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે, સ્યાદ્વાદીને કાંઈ વિરોધ નથી. માટે અર્થ યથાર્થ સમજવો જોઈએ. પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ; સૌ જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ ભૂપ. -૧ હવે (બીજા શ્લોકમાં) સરસ્વતીને નમસ્કાર કરે છે: શ્લોકાર્થ- [ અનેકાન્તમયી મૂર્તિ ] જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન તે-મય મૂર્તિ [ નિત્યમ વ] સદાય [પ્રવેશતાન્] પ્રકાશરૂપ હો. કેવી છે તે મૂર્તિ ? [અનન્તવર્મા: પ્રત્યાત્મન: તત્ત્વ ] જે અનંત ધર્મવાળો છે અને જે પદ્રવ્યોથી ને પરદ્રવ્યના ગુણપર્યાયોથી ભિન્ન તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेर्भवतु समयसारव्याख्ययैवानुभूतेः ।।३।। વિકારોથી કથંચિત્ ભિન્ન એકાકાર છે એવા આત્માના તત્ત્વને, અર્થાત્ અસાધારણસજાતીય વિજાતીય દ્રવ્યોથી વિલક્ષણ-નિજસ્વરૂપને [પશ્યન્તી] તે મૂર્તિ અવલોકન કરે છે –દેખે છે. ભાવાર્થ- અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચનરૂપ નમસ્કાર કર્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિ પ્રસિદ્ધ છે તે યથાર્થ નથી, તેથી અહીં તેનું યથાર્થ વર્ણન કર્યું છે. જે સમ્યજ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષ ભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી તે સરસ્વતીની મૂર્તિ છે. તદનુસાર જે શ્રુતજ્ઞાન છે તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે તેથી તે પણ સરસ્વતીની મૂર્તિ છે. વળી દ્રવ્યશ્રુત વચનરૂપ છે તે પણ તેની મૂર્તિ છે, કારણ કે વચનો દ્વારા અનેક ધર્મવાળા આત્માને તે બતાવે છે આ રીતે સર્વ પદાર્થોના તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે; તેથી સરસ્વતીનાં નામ “વાણી, ભારતી, શારદા, વાગ્રેવી' ઇત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ અનંત ધર્મોને ચા” -પદથી એક ધર્મોમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી. કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? તેનો ઉત્તર:- વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું, ઈત્યાદિ (ધર્મ) તો ગુણ છે; અને તે ગુણોનું ત્રણે કાળે સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે- જે અનંત છે. વળી વસ્તુમાં એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું, આદિ અનેક ધર્મ છે. તે સામાન્યરૂપ ધર્મો તો વચનગોચર છે પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનનો વિષય નથી એવા પણ અનંત ધર્મો છે- જે જ્ઞાનગણ્ય છે. આત્મા પણ વસ્તુ છે તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે. આત્માના અનંત ધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે, બીજા અચેતન દ્રવ્યોમાં નથી. સજાતીય જીવદ્રવ્યો અનંત છે. તેમનામાંય જોક ચેતનપણું છે તોપણ સૌનું ચેતનપણું નિજ સ્વરૂપે જાદું જાદુ કહ્યું છે, કારણ કે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંત ધર્મોમાં વ્યાપક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] છે તેથી તેને આત્માનું તત્ત્વ કહ્યું છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે અને દેખાડે છે. એ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે સદા પ્રકાશરૂપ રહો” એવું આશીર્વાદરૂપ વચન તેને કહ્યું છે. ૨. હવે (ત્રીજા શ્લોકમાં) ટીકાકાર આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે: શ્લોકાર્થ- શ્રીમાન અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ- [ સમયસારવારથી વ આ સમયસાર (શુદ્ધાત્મા તથા ગ્રંથ) ની વ્યાખ્યા (કથની તથા ટીકા) થી જ [મમ અનુમૂતે.] મારી અનુભૂતિની અર્થાત્ અનુભવનરૂપ પરિણતિની [પરમવિશુદ્ધિ:] પરમ વિશુદ્ધિ (સમસ્ત રાગાદિ વિભાવપરિણતિ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા) [ મ વેત] થાઓ. કેવી છે તે પરિણતિ? [૫રપરિણતિદેતો: મોહનાન્સ: અનુમાવીત્] પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ તેના અનુભાવ (–ઉદયરૂપ વિપાક) ને લીધે [ વિરત અનુમાવ્ય-ભાણિ-ભાષિતાયા:] જે અનુભાવ્ય (રાગાદિ પરિણામો) ની વ્યાતિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. અને હું કેવો છું? [ શુદ્ધવિન્માત્રમૂર્તઃ] દ્રવ્યદૃષ્ટિથી શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. ભાવાર્થ:- આચાર્ય કહે છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું. પરંતુ મારી પરિણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે- રાગાદિસ્વરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્મા ની કથનીરૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાઓ, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાઓ. બીજું કાંઈ પણ – ખ્યાતિ, લાભ, પૂજાદિકચાતો નથી. આ પ્રકારે આચાર્ય ટીકા કરવાની પ્રતિજ્ઞાગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. ૩. પ્રવચન નંબર ૧-૨ તારીખ ૨૮-૧૧-૭૫, ૨૯-૧૧-૭૫ આ સમયસાર પરમ અધ્યાત્મશાસ્ત્ર છે. આ અઢારમી વખત સભામાં વંચાયા છે. આ સમયસારનો એક શબ્દ પણ સાંભળીને યથાર્થભાવ સમજે તો કલ્યાણ થઈ જાય એવી આ અદ્દભૂત ચીજ છે. આ ગ્રંથમાં શુદ્ધનયનો (શુદ્ધાત્માનો ) અધિકાર છે. સમયસાર, શુદ્ધ-જીવ-શુદ્ધ આત્માને બતાવે છે. આખાય સમયસારમાં શુદ્ધનય “ધ્રુવ ધ્રુવ ચૈતન્ય” ને બતાવે છે, જે માત્ર સારભૂત છે. “ૐ પરમાત્મને નમઃ” ત્યાંથી તો શરૂ કર્યું છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદવ પ્રણીત શ્રી સમયસારજી શાસ્ત્રના જીવ-અજીવ અધિકારનો પ્રારંભ થાય છે. ટીકાકાર શ્રી અમૃતચંદ્રા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates m [ સમયસાર પ્રવચન ચાર્યદેવ છે, જેમણે આ શાસ્ત્રની ટીકાનું નામ જ “આત્મ-ખ્યાતિ” આપ્યું છે; “આત્મખ્યાતિ” એટલે કે શુદ્ધચૈતન્યઘનની પ્રસિદ્ધિ. પ્રારંભમાં અનુવાદકર્તા (શ્રીમાન ૫. જયચંદ્રજી ) માંગળિક * કરે છે: શ્રી પરમાતમકો પ્રણમિ, શારદ સુગુરુ મનાય, સમયસાર શાસન કરું દેશવચનમય, ભાય!' શ્રી સર્વજ્ઞ પરમેશ્વર એવા પરમાત્મદેવ, શારદ કહેતાં સમ્યફ શાસ્ત્ર અને સુગુરુ- નિગ્રંથ ગુરુ-એ ત્રણેને નમીને સમયસારરૂપી શાસ્ત્રનો દેશમાં ચાલતી ભાષામાં અનુવાદ કરું છું. શબ્દબ્રહ્મ પરબ્રહ્મકે વાચકવાચ્ય નિયોગ; મંગલરૂપ પ્રસિદ્ધ હૈ નમો ધર્મધનભોગ.” જેમ સાકર શબ્દ વાચક છે અને સાકર પદાર્થ તે વાચ્ય છે, તેમ સમયસારરૂપ શબ્દબ્રહ્મ વાચક છે, તેનું વાચ્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન પરમબ્રહ્મ છે. તે બે વચ્ચે વાચક–વાચ્ય-નો સંબંધ છે. મંગળરૂપ પ્રસિદ્ધ એ'- શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. મંગળ એટલે પવિત્રતાને પ્રાપ્ત કરાવે અને અપવિત્રતાનો નાશ કરાવે. પંડિત બનારસીદાસે “સમયસાર નાટક 'માં કહ્યું છે કે આ શબ્દબ્રહ્મ અને તેનું વાચ્ય જે પરમબ્રહ્મ તેને જે જાણે છે તેનાં અંદરથી ફાટક ખૂલી જાય છે. “ ફાટક ખુલત હૈ” એમ લખ્યું છે. “નમુ ધર્મધનભોગ” એટલે કે મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમું છું. આનંદરૂપી લક્ષ્મી તે ખરેખર (આત્માનું) ધન છે. આનંદનો નાથ પ્રભુ આત્મા–તેની દષ્ટિ કરતાં પર્યાયમાં જે આનંદનો લાભ થાય તેનો ભોગ-અનુભવ કરું છું. અહાહા.! અજોડ શાસ્ત્ર છે. જગતનાં ભાગ્ય કે આવું શાસ્ત્ર રહી ગયું અને તે પણ શરૂઆતથી પૂર્ણ સુધી પુરું થઈ ગયું! ‘નય નય લહઈ સાર શુભવાર, પય પય દહઈ માર દુ:ખક; લુય લય ગહઈ પાર ભવધાર,-જય જય સમયસાર અવિકાર.' ૩. નય નય સાર- એકેક પદમાં યોના સારરૂપ શુદ્ધનયનો અધિકાર છે, તેને લહેપ્રાપ્ત કરે- સ્વકાળમાં (પોતાની પર્યાયમાં) ત્રિકાળી આનંદને પ્રાપ્ત થાયે પદ પદ -પુરુષાર્થ દ્વારા ચોરાશીના અવતાર જન્મમરણના દુઃખનો તથા કામાદિ વિકારનો નાશ થાય છે. * મંગલાચરણની પંક્તિઓ હિંદી સમયસાર પરથી લીધી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] લય લય પાર ગ્રહ ભવધાર એટલે કે જેમ જેમ શુદ્ધાત્મામાં લીનતા પામતો જાય છે તેમ તેમ ભવનો અંત આવતો જાય છે. આવા ભગવાન અવિકારી આત્માનો જય હો, જય હો એમ જયકાર કર્યો છે. શબ્દ, અર્થ અરુ જ્ઞાન સમય ત્રય આગમ ગાયે, મત, સિદ્ધાંત કાલ-ભેદત્રય નામ બતાવે; ઈનહિં આદિ શુભ અર્થસમયચકે સુનિયે બહુ, અર્થસમયમેં જીવ નામ હૈ સાર, સુનહુ સહુ; તાતેં જુ સાર બિન કર્મમલ શુદ્ધ જીવ શુધ નય કહે, ઈસ ગ્રંથ માંહિ કથની સબૈ, સમયસાર બુધજન ગહે. ૪ આગમમાં શબ્દસમય જે વાચક છે, અર્થસમય જે વાચ્ય પદાર્થ છે અને જ્ઞાનસમય જે પદાર્થનું જ્ઞાન છે -એ ત્રણેને સમય કહ્યા છે. વળી કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી કહેવામાં આવે છે. તે બધામાં પણ શુભ અર્થસમય-જીવ પદાર્થ (શુદ્ધાત્મા) તેથી કથની પ્રારંભમાં જ બધા જીવો સાંભળજી; કારણ કે કર્મમળ વિનાની ચીજ નિર્મળાનંદ પ્રભુ, ત્રિકાળ ધ્રુવ, શુદ્ધજીવ બધામાં સારભૂત છે. આ સારભૂત ચીજને શુદ્ધનય બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ –એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે. તેને ગ્રહવો એ જ આખા સમયસારનો સાર છે. નામાદિક છહ ગ્રંથમુખ, તામેં મંગલ સાર; વિઘનહરન નાસ્તિકહુરન, શિષ્ટાચાર ઉચાર. મંગળ, નામ, નિમિત્ત, પ્રયોજન, પરિમાણ અને કર્તા-એમ છ પ્રકાર ગ્રંથની શરૂઆતમાં આવે છે. તેમાં પ્રથમ માંગલિક છે. પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે તેને માંગલિક કહે છે. ગ્રંથનું નામ “સમયસાર” તે નામ છે; કોના નિમિત્તે બનાવ્યું? તો જીવ માટે બનાવેલ છે એ નિમિત્ત છે. વીતરાગદશા પ્રગટ કરવી એ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે. તેનું પરિમાણ એટલે સંખ્યા ૪૧૫ ગાથાઓ છે. અને તેના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદવ છે. દરેક ગ્રંથમાં માંગળિક તે મુખ્ય છે. વળી કેવું છે મંગળ? વિપ્નનો નાશ કરનારુ છે. જેણે સાધકભાવ શરૂ કર્યો તેને વિધ્ર આવતું નથી એમ કહે છે. વળી નાસ્તિકહરણ એટલે કે નાસ્તિકતાનો નાશ કરનારું છે. આ શિષ્ટાચાર–એટલે ઉત્તમ પુરુષોનાં આચરણ–તેનો ઉચ્ચાર છે એટલે કથન છે. (અર્થાત્ માંગળિક તે ગ્રંથની શરૂઆતનો શિષ્ટાચાર છે.) સમયસાર જિનરાજ હૈ, સ્યાદ્વાદ જિનચૈન, મુદ્રા જિન નિગ્રંથતા, નમું કરૈ સબ ચેન. ૬ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન સમયસાર કહેતાં ભગવાન આત્મા જિનરાજ છે. જિનરાજ પર્યાય જે થાય છે તે જિનરાજ-સ્વરૂપમાંથી થાય છે. અહીં તો કહે છે કે આત્માનું સ્વરૂપ જ જિનરાજ છે. વસ્તુના અનેકાંતસ્વરૂપને બતાવનાર (ધોતક) વીતરાગની વાણી તે સ્યાદ્વાદ છે. અને જેને અંતરમાં મિથ્યાત્વાદિ રાગની ગાંઠ છૂટી ગઈ છે અને બાહ્યમાં વસ્ત્રાદિ છૂટી ગયાં છે એવા નિગ્રંથ મુદ્રાધારી ભાવલિંગી સંત તે ગુરુ છે. આવા દેવ, શાસ્ત્ર, ગુરુને કે જે આનંદના આપનારા છે તેમને હું નમું છું. આ પ્રમાણે મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરીને શ્રી કુંદકુંદાચાર્યકૃત ગાથાબદ્ધ સમયપ્રાભૃત ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્યકૃત આત્મખ્યાતિ નામની જે સંસ્કૃત ટીકા છે તેની દેશભાષામાં વચનિકા લખીએ છીએ. પ્રથમ સંસ્કૃત ટીકાકાર શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ ગ્રંથના આરંભમાં મંગળ અર્થે ઈષ્ટદેવને નમસ્કાર કરે છે - કળશ नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे।।१।। કળશ ઉપરનું પ્રવચનઃ અહાહા....એકલું અસ્તિથી માંગલિક કર્યું છે! અતિ એટલે છે છે છે એવો ભાવ. ધ્રુવ ચિદાનંદ જે છે અર્થાત્ સમય નામનો પદાર્થ જે છે તેમાં સાર કહેતાં જે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી રહિત શુદ્ધાત્મા-પવિત્ર આત્મા તેને મારા નમસ્કાર હો. અહીં ઈષ્ટદેવને નમસ્કાર કર્યા છે. પોતાનો ત્રિકાળી ધ્રુવ આત્મા-ચૈતન્યમૂર્તિ તે પોતે જ ઈષ્ટદેવ છે. તેને નમ: એટલે તેને નમું છું, તેમાં ઢળું છું, તેનો સત્કાર કરું છું, ધ્રુવ આત્માની સન્મુખ થઈને તેમાં હું નમું છું ઢળું છું આ નમું છું તે (નમન કરવું) પર્યાય છે. (વસ્તુ ધ્રુવ છે.) કળશ ટીકામાં કહ્યું છે કે સમય શબ્દથી સામાન્યપણે જીવાદિ સકળ પદાર્થો જાણવા. તેમાં સાર કહેતાં ઉપાદેય ચીજ તે પોતે છે. સાર એટલે ઉપાદેય. ત્રિકાળી ધ્રુવ, શુદ્ધ આત્મા ઉપાદેય છે. આ પોતાની વાત છે. જીવ એ સાર એટલે ઉપાયત્રિકાળ ઉપાદેય છે. કોને ? તો કહે છે કે પર્યાયને. (પર્યાયમાં ધ્રુવ આત્મા એક જ ત્રિકાળ ઉપાદેય છે) આમ સ્વ આત્માનું ઈષ્ટપણે સિદ્ધ કરીને નમસ્કાર કર્યા. પર્યાયમાં તેનો સ્વીકાર કર્યો એ જ તેને નમસ્કાર છે. આ “નમઃ સમયસારાય” માંથી કાઢયું. પોતાની જે શુદ્ધ જીવ-વસ્તુ કે જે પ્રગટ છે તેને સારપણું ઘટે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] સાર એટલે હિતકારી અને અસાર એટલે અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થ-પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માતિ, આકાશ, કાળ અને સંસારી જીવને જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. અને તેમનું સ્વરૂપ જાણનાર જીવને પણ જ્ઞાન અને સુખ નથી. પરને જાણે તેને જ્ઞાન ક્ય સંથી હોય? તે આત્મ-સાધક જ્ઞાન ક્યાં છે? તે તો પરલક્ષી જ્ઞાન છે. પરને જાણતાં-એમાં સંસારી જીવને જાણતાં, એમ કહેતાં સિદ્ધને જાણતાં એમ પણ ગૌણપણે આવી જાય છે. (નિશ્ચયથી જીવ પોતાને જાણે ત્યારે તેણે સિદ્ધને જાણ્યા એમ (વ્યવહારે) કહેવાય. શબ્દો હોય તેનો ન્યાય લેવો જોઈએ ને? સિદ્ધ ને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન સ્વરૂપ પોતાનું છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને સુખ થાય. ઝીણી વાત છે, ભાઈ ! સિદ્ધ પણ આ આત્માની અપેક્ષાએ પર વસ્તુ છે. અહા ! પર વસ્તુને જાણતાં જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે ? અંતરઆત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય. આમ વાત છે. જે ત્રિકાળશુદ્ધ જીવ છે તેને જાણતાં પર્યાયમાં જ્ઞાન અને સુખ થાય-આનંદનો અનુભવ થાય; નિમિત્તને જાણતાં કાંઈ નહિ. (પરને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય નહિ ). પોતાને જાણતાં જ્ઞાન થાય; અરિહંતને જાણે માટે સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. “જે ખરેખર અરિહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયપણે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે', એવું જે પ્રવચનસારમાં (ગાથા ૮૦) લીધું છે એનો આશય એવો છે કે- પ્રથમ અરિહંતનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે એટલે મનથી કળે, મનથી કળે એટલે વિકલ્પપૂર્વક જાણે; પછી એનું લક્ષ છોડી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદથી જાણે, પછી એવા ભેદને સમાવી દે-સમાવી દે એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું લક્ષ છોડી અંતરમાં સ્થિત થાય. (ત્યારે તેને અતીન્દ્રિય સુખ પ્રગટે છે અને ત્યારે પોતાના આત્માને જાણ્યો એમ કહેવાય છે.) સ્વના આશ્રયે થાય તે સમ્યજ્ઞાન પર્યાય છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ-જીવનો માર્ગ કોઇ અલૌકિક છે! છ દ્રવ્યો એટલે સંસારી જીવો, અને બીજાં પાંચ દ્રવ્યો એનું ગમે તેટલું વિશાળ જ્ઞાન થાય તો પણ સુખ ન થાય. જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન કેવળીએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ | [ સમયસાર પ્રવચન જોયો અને જાણો તેને લક્ષમાં લેતાં-ઉપાદેય કરતાં પર્યાયમાં જ્ઞાન સમ્યક થાય અને સાથે આનંદ પ્રકટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવ તે ઉપાદેય છે. પરનો શુદ્ધ આત્મા ભલે હો, સિદ્ધાદિ ભલે હો, પણ તે પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી. અને અહીં તો નિશ્ચયથી સ્વાનુભૂતિની પર્યાય, સંવર-નિર્જરાની પર્યાય અને મોક્ષની પર્યાય પણ પર્યાય હોવાથી હેય છે. અહાહા-! આવી અંતરની વાત છે, ત્યાં એને (પર) ભગવાન ઉપાદેય કેમ હોય? માટે આમાંથી સાર કાઢવાનો કે પોતાનો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે. પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને-લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો એને ઉપાદેય કરવો એ એને નમસ્કાર છે. (પર) ભગવાનને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છેરાગ છે, એ કાંઈ ધર્મ નથી. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા ત્યાં પંચ પરમેષ્ઠી એ તો પદ્રવ્ય છે. આકરી વાત છે. ભાઈ ! “પરદબ્બાઓ દુગ્ગઈ.' પરદ્રવ્યને નમસ્કાર કરવા તે ચૈતન્યની ગતિ નહિ; તે શુભ પરિણામ છે, વિભાવ છે. અરે ! આવો વીતરાગનો માર્ગ લોકોએ સાંભળ્યો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે પહેલાં સ્વરૂપને મેળવવું પડે ને? એ પણ નહિ, એ પણ વિકલ્પ છે. વ્યવહારથી એ વાત આવે ખરી, પણ એ ખરી વસ્તુ નહિ. પર્યાય સીધો જ શુદ્ધ ચૈતન્યનો આધાર લે (પર્યાય દ્રવ્ય તરફ ઢળે) એ જ વસ્તુ છે. અહીં જે શુદ્ધદ્રવ્ય ઉપાદેય કહ્યું તે પર્યાય સહિત ન માનવું. શુદ્ધજીવ જે ઉપાય છે તેની સાથે શુદ્ધ પર્યાયને ભેળવીને જે ઉપાદેય માને તે અશુદ્ધનય થયો. પ્રવચનસારમાં ૪૬ માં નયમાં લીધું છે કે માટીને પર્યાય સહિત જાણવી. તે માટીની ઉપાધિ છે, વ્યવહાર છે, મેચકપણું છે, મલિનતા છે. અને માટીને માટીરૂપ એકલી જાણવી તે શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે. તેમ ભગવાન આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો તે ઉપાધિ છે, અશુદ્ધતા છે, મલિનતા છે; તે વ્યવહારનયનો વિષય છે અને આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધાત્મસ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે. સંસારી જીવ શુદ્ધ જીવનું (પરઅર્વતાદિનું) લક્ષ કરે છે માટે સમ્યજ્ઞાન છે એમ નથી. શુદ્ધ પોતે ત્રિકાળધ્રુવ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન અને સુખ થાય; ત્યારે તેને સમ્યફદર્શન, સમ્યજ્ઞાન અને શાંતિ થાય. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧ ભાગ-૧ ] પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ-એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશ છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્યગુણથી પ્રકાશતું નથી કારણકે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ ! ભગવાનનું આમ કહેવું છે. ત્રિલોકનાથ પરમાત્માનાં આ વચનો છે, એનાં આ કહેણ છે જેમ કોઈ કરોડપતિ અને મોટા ઘરની કન્યાનાં કહેણ આવે તો તરત પોતે સ્વીકારી લે છે, તેમ આ તો ત્રિલોકનાથનાં કહેણ છે, તેને ઝટ સ્વીકારી લે ના ન પાડ. ત્રિલોકનાથ તારી પર્યાયનાં લગ્ન ધ્રુવ સાથે કરાવે છે. તારે લગની લગાડવી હોય તો દ્રવ્ય સાથે લગાડ. આ સિવાય બીજે ક્યાંય સુખ કે શાંતિ છે નહિ. પૈસામાં રાગમાં, બૈરાં-છોકરામાં, મોટા હજીરા વગેરેમાં ક્યાંય સુખ નથી. તો કોઈ એમ કહે કે તે સુખનાં નિમિત્તો તો છે ને? શાનાં નિમિત્ત? એ તો બધાં દુઃખનાં નિમિત્ત છે. અહા! આ બધા જૈનકુળમાં જન્મ્યા તેમને પણ ખબર નથી કે જૈન શું કહેવાય? જૈન કોઈ સંપ્રદાય નથી. ગુણસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે. હવે (જેને નમસ્કાર કરું છું) તે કેવો છે? “ભાવાય' કહેતાં શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. ભગવાન આત્મામાં જે અનંત ગુણો વસ્યા છે તે શુદ્ધ છે. આ રીતે તેને શુદ્ધ હોવાપણું ઘટે છે. આ વિશેષણથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો. કથંચિત્ અભાવ કહેતા આત્મા સ્વસત્તાથી છે અને પરસત્તાથી નથી એ વાત તો સાચી છે. સ્વપણે ભાવરૂપ અને પરપણે અભાવરૂપ છે એમ સ્વથી અતિ અને પરથી નાસ્તિ એ તો બરાબર છે. સર્વથા અભાવની સામે “ભાવાય' કહીને ભગવાન આત્મા શુદ્ધ હોવાપણે બિરાજે છે એમ કહ્યું છે. વળી તે કેવો છે? “ચિસ્વભાવાય.' પોતે શુદ્ધાત્મા–તેનો સ્વભાવ ચેતના ગુણસ્વરૂપ-જાણવું દેખવું એવા ગુણસ્વરૂપ ભગવાન આત્મા છે. આ વિશેષણથી સર્વથા ગુણ-ગુણીનો ભેદ માનનાર નૈયાયિકોના મતનું ખંડન થયું. પ્રદેશભેદ ન હોવા છતાં નામભેદ, લક્ષણભેદ, સંખ્યાભદથી ગુણ-ગુણી વચ્ચે ભેદ છે. ગુણીને ગુણી કહેવો, ગુણને ગુણ કહેવો એમ નામભેદ છે. દ્રવ્યનું લક્ષણ કે ગુણને ધારી રાખે તે દ્રવ્ય. એમ દ્રવ્યનું લક્ષણ દ્રવ્યના આશ્રયે અને ગુણનું લક્ષણ ગુણના આશ્રયે એમ લક્ષણભેદ છે તથા ગુણી એક અને ગુણો અનેક એમ સંખ્યા-ભેદ છે. એમ હોવા છતાં પણ પ્રદેશથી અભેદ છે એમ ન માનનાર-સર્વથા ભેદ માનનારનો મત જૂઠો છે એમ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન વળી તે કેવો છે? “સ્વાનુભૂલ્યા ચકાસતે” –ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવનરૂપ ક્રિયાથી –સ્વને અનુસરીને થતી પરિણતિથી- શુદ્ધચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભવનરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ-તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? (નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય?)પર્યાયને દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. આવી સુંદર વાત માંગળિકમાં પ્રથમ કહી છે. અહાહા..! શૈલી તો જુઓ! વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી. વ્યવહાર સમકિત એ તો રાગની પર્યાય છે. નિશ્ચય સમ્યફસ્વરૂપના અનુભવ સહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી. ભાઈ ! ઝીણી વાત છે. નિયમસારની બીજી ગાથામાં (ટકામાં) કહ્યું છે કે ભગવાન આત્માની સમ્યકદર્શનની પર્યાય સ્વ-દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યક્દર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે; નહીંતર એ સમ્યક્રદર્શનની પર્યાયના પકારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક સમયની વિકારી પર્યાય પણ પોતાના પટ્ટારકથી પરિણમીને વિકારપણે થાય છે. તેને પણ દ્રવ્ય કે ગુણના કારણની અપેક્ષા નથી, કારણ કે દ્રવ્ય-ગુણમાં વિકાર છે જે નહિ. વિકારી પર્યાયને પર કારકોની પણ અપેક્ષા નથી. તે એક સમયની સ્વતંત્ર પર્યાય પોતાના કર્તા-કર્મઆદિથી થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય પોતે, કરણ પોતે વગેરે છયે કારકો પોતે છે. લોકોને લાગે છે કે આ શું? નવું નથી, ભાઈ ? અનાદિથી સત્ વસ્તુ જ આવી છે. ભગવાન! માનવું કઠણ પડ પણ માનવું પડશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. (સમયસારના) બંધ અધિકારમાં આવે છે કે દ્રવ્ય અહેતુક, ગુણ અહેતુક, પર્યાય અહેતુક. પર્યાય જે સસ્વભાવ છે તે સ્વતંત્ર અને નિરપેક્ષ છે. અપેક્ષાથી કથન કરવામાં આવે છે કે પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. ફક્ત પર્યાય દ્રવ્ય બાજુ ઢળી એટલે આશ્રય લીધો, અભેદ થઈ એમ કહેવામાં આવે છે. આવું સ્વતંત્ર સ્વરૂપ છે, ભગવાન! એને ઓછું, અધિક કે વિપરીત કરવા જશે તો મિથ્યાત્વનું શલ્ય થશે. જગતને બેસે, ન બેસે એમાં જગત સ્વતંત્ર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩ ભાગ-૧ ] અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. ( અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે). પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ ! આ તો બધા મંત્રો છે. ભાવાય” એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ, અને “ ચિસ્વભાવાય ” કહેતાં ગુણ એટલે જ્ઞાન જેનો સ્વભાવ છે તે, અને “સ્વાનુભૂલ્યા ચકાસત” એટલે અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે સિદ્ધ થયાં. અહીં અનુભૂતિથી પ્રકાશે છે એમાં રાગથી નહિ, પુણ્યથી નહિ, નિમિત્તથી નહિ એમ સિદ્ધ થયું. પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે અર્થાત્ પોતાને પોતાથી જાણે છે, એટલે જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ જ્ઞાન (જ્ઞાયક ) જણાય છે, જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ ધ્રુવ જણાય છે. પોતાને પોતાથી પ્રગટ કરે છે એટલે અનુભૂતિ જ્ઞાયકને પ્રગટ કરે છે. સંવર અધિકારમાં આવે છે કે –“ઉપયોગમાં ઉપયોગ છે–ત્યાં “ઉપયોગમાં” કહેતાં જાણ નક્રિયામાં, “ઉપયોગ છે” કહેતાં ધ્રુવ ત્રિકાળી આત્મા છે. જાણનક્રિયા તે આધાર અને ધ્રુવ વસ્તુ તે આધેય કહી છે. ઉપયોગરૂપ જાણનક્રિયામાં ત્રિકાળી આત્મા જણાયો તેથી અહીં જાણનક્રિયાને આધાર કહી અને તેમાં જે ધ્રુવ આત્મા જણાયો તે વસ્તુને આધેય કહી છે. ખરેખર ધ્રુવ તો અક્રિય છે. તેમાં જાણવાની ક્રિયા ક્યાં છે? ધ્રુવને પર્યાય જાણે છે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. દ્રવ્ય, દ્રવ્યનો તો આશ્રય લઈ શકે નહીં, દ્રવ્ય પર્યાયનો પણ આશ્રય લેતું નથી; પણ પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને જાણે છે તેથી પોતે પોતાને જાણે છે-સ્વાનુભૂતિથી પ્રકાશે છે એમ કહે છે. સ્વાનુભૂલ્યા ચકાસતે” એમ કહેતાં આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનારા જૈમિનીય પ્રભાકર ભેજવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો. જેઓ આત્માને અને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માને છે, પ્રત્યક્ષ થઈ શકે જ નહીં એમ માને છે તેઓનો અભિપ્રાય જૂઠો છે. સ્વાનુભૂતિથી પ્રત્યક્ષ થઈ શકે છે એમ કહે છે. વસ્તુ જે છે તે જ્ઞાનમાં પ્રત્યક્ષ જ છે. શાસ્ત્રમાં આત્માને સ્વરૂપ-પ્રત્યક્ષ કહ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે તેથી જ તે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ જ જ્ઞાનમાં છે તેથી પ્રત્યક્ષ પર્યાયથી જણાય છે. સમયસારમાં ૪૭ શક્તિઓ કહી છે, ત્યાં આત્મામાં એક “પ્રકાશ” નામની શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ [ સમયસાર પ્રવચન પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સમ્યકદર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. (પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે) સમ્યકદર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે (વેદનની અપેક્ષાએ વાત છે). પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય એવી ચીજ છે. વળી જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે અને પોતાથી પોતાને ન જાણે એ વાત ખોટી છે. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે. આ રીતે જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. જ્ઞાન પોતે પોતાને ન જાણે અને પરને જાણે એમ કેમ બની શકે? કદી ય ન બની શકે. ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વ તરફ ઢળી એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. તે સ્વાનુભૂતિની દશામાં જે જ્ઞાન થયું તે જ્ઞાનજ્ઞાનને ( જ્ઞાયકને ) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં સ્વ-પરને જાણવાની શક્તિ છે, તે જાણવાનું કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે. ક્રિયાકાંડવાળાઓને આ આકરું લાગે છે. બાહ્યત્યાગરૂપ સંયમ એ આત્મા પ્રાપ્ત કરવાનું સાધન છે એમ તેઓ માને છે. અહીં તો સ્પષ્ટ કહે છે કે “સ્વાનુભૂલ્યા ચકાસતે” એટલે કે અનુભૂતિ એ એક જ ઉપાય-સાધન છે. કળશમાં ત્રણ અસ્તિથી વાત લીધી છે. “ભાવાય” કહેતાં સત્ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પ્રભુ તે દ્રવ્ય અસ્તિ, ‘ચિસ્વભાવાય” કહેતાં તેનો જ્ઞાન સ્વભાવ તે ગુણ અસ્તિ અને સ્વાનુભૂલ્યા ચકાસતે” કહેતાં ત્રિકાળી જ્ઞાયકભાવ-તેનો જે ચિસ્વભાવ ભાવ તેને સ્વાનુભૂતિથી પ્રકાશે છે તે સ્વાનુભૂતિ, તે પર્યાય અતિ. કેવી અભૂત શૈલી ! આમાં બાર અંગનો સાર છે. અમૃતચંદ્રાચાર્યે ગજબનું કામ કર્યું છે. એકલાં અમૃત રેડયાં છે. કહે છે કે ચૈતન્ય જેનો સ્વભાવ છે એવી સ્વભાવવાન ભાવ-સ્વરૂપ વસ્તુ-આત્મા, તે સ્વાનુભૂતિથી જણાય છે. અહીં અસ્તિથી વાત કરી છે. અસ્તિ એટલે એકલું સત્ સત્ સત્ તેમાં બધું આવી જાય છે. જ્યારે વિસ્તારથી સમજાવે ત્યારે કહે કે અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ તેમાં નથી. જ્યાં અસ્તિથી જાણ્યું ત્યાં ભેગું નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. આસ્રવ હેય છે, સંવર ઉપાદેય છે તે બધું આમાં આવી જાય છે. વસ્તુ શુદ્ધ છે ત્રિકાળ, તેનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ, તેની પરિણતિ શુદ્ધ નિર્મળ, ત્રણેય નિર્મળ. તે નિર્મળમાં મલિનતા નથી. શું નથી તે કહેવાની જરૂર નથી. તે ત્રણે જાણતાં તેમાં શું નથી તેનું જ્ઞાન આવી ગયું. આવો ગંભીર અર્થ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫ ભાગ-૧ ] હવે મોક્ષરૂપ અસ્તિની વાત કરે છે, પૂર્ણતાની વાત કરે છે. “સર્વભાવાન્તરચ્છેિદ'- પોતાના ભાવથી અનેરા સર્વ જીવ-અજીવ (ચરાચર), ગતિ કરનાર અને ગતિસ્થ (સ્થિત રહેનાર) સર્વ પદાર્થોને સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વ વિશેષો સહિત એક જ સમયમાં જાણનારો છે. આ પર્યાયના પૂર્ણ સામર્થ્યની વાત છે. પોતાના ભાવને તો સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તર કહેતાં બીજાના ભાવોને પણ સંપૂર્ણ જાણનાર છે. પોતાથી અનેરા બધા ભાવો એટલે કે સર્વક્ષેત્રસંબંધી અને સર્વકાળસંબંધી બધા જીવ-અજીવ પદાર્થોને સર્વ વિશેષો સહિત-એટલે કે એકેક દ્રવ્યના બધા ગુણો અને પર્યાયો સહિત-એક જ સમયે જાણનાર છે. આમ, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ સિદ્ધ કર્યું. સર્વજ્ઞ એક જ સમયે બધું જાણનાર-દેખનાર છે. સર્વજ્ઞ પહેલા સમયે જાણે અને બીજા સમયે દેખે એમ માનનારા સાદિ-અનંત કેવળજ્ઞાન-કેવળદર્શનમાં અને સાદિ-અનંત કાળમાં બે ભાગલા પાડી નાખે છે. આ આખી દષ્ટિ તત્ત્વવિરુદ્ધ છે, કલ્પનામય છે. (પરમાત્મા એક જ સમયે બધું દેખે અને જાણે છે- માટે સર્વજ્ઞ અને સર્વદર્શી એક જ સમયે છે ) અ હા હા...! આત્માની જ્ઞાનપર્યાયની એક સમયમાં જાણવાની તાકાત કેટલી ! પોતાના બધા ભાવ અને પરના બધા ભાવને એક સમયમાં જાણે તેવી તેની યોગ્યતા છે. આને મોક્ષતત્ત્વ અથવા કેવળજ્ઞાનતત્ત્વ કહીએ. એ પર્યાયનું સામર્થ્ય પણ અભૂત છે; તો પછી દ્રવ્યના સામર્થ્યનું તો શું કહેવું? આમ એક સમયની કેવળજ્ઞાન પર્યાયનું અલૌકિક સામર્થ્ય બતાવી સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસકોનું નિરાકરણ કર્યું. આ તો દિગંબર સંતો-મુનિઓના સિદ્ધાંત એનું શું કહેવું? શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને કે તેમના એકેક શબ્દમાં, એકેક વાક્યમાં આગમ ભર્યા છે. આ પ્રથમ માંગળિકના શ્લોકમાં ચાર બોલ કહીને અતિ સિદ્ધ કરી છે. ભગવાન આત્મા વસ્તુ છે, તેનો ગુણ છે ચિસ્વભાવ. ચિસ્વભાવ તે ગુણ છે કેમકે અહીં ભેદ પાડીને સમજાવવું છે. એટલે ચિસ્વભાવ સ્વભાવવાનો છે એમ સમજાવ્યું. ચિસ્વભાવ જે છે તે અભેદથી જઈએ તો દ્રવ્ય છે, ભેદથી જોઈએ તો ગુણ છે. “ચિસ્વભાવાય ભાવાય” અહીં ભાવ છે તે ચિસ્વભાવ છે એમ અભેદથી લીધું. ચિસ્વભાવ ગુણ છે તે ભેદથી કહ્યું. આનંદઘનજીમાં લીધું છે ને? કે અનેકાંત એટલે શું? સત્તા જે ગુણ છે તેને અભદપણે કવું તે દ્રવ્ય-સત્તા, અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય, તે જ સત્તા ભેદ અપેક્ષાએ ગુણરૂપ કહેવાય. સત્તાને વસ્તુરૂપ કહેવી, અભેદરૂપ કહેવી એ દ્રવ્યરૂપ છે, તેને ભેદથી કહેવી તે ગુણરૂપ છે. ભદાભદ તે અનેવંત છે. આ ભગવાન આત્મા-જીવદ્રવ્ય સુખસ્વરૂપ છે એમ અભેદથી લીધું. ભેદથી કહેવું હેય તો સુખગુણવાળો તે આત્મા એ ભેદનું કથન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ [ સમયસાર પ્રવચન પ્રવચનસાર ગાથા ૧૦૬માં આવે છે કે સત્તા અને દ્રવ્યને એટલે કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશત્વનો અભાવ છે. બન્નેના પ્રદેશો એક છે એમ હોવા છતાં સત્તા અને દ્રવ્યને અન્યત્વ છે, એટલે અતભાવ છે. અહીં એક-બીજામાં અભાવરૂપ છે માટે અન્યત્વ છે એમ નથી. દ્રવ્ય, ગુણ કે પર્યાય વચ્ચે અતદ્ભાવરૂપ અન્યત્વ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે તે દ્રવ્ય કે પર્યાય નથી અને પર્યાય છે તે દ્રવ્ય કે ગુણ નથી. આ પ્રમાણે અતભાવરૂપ અન્યત્વ છે. અરેરે ! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુ:ખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ ? હા, ભાઈ ! ભગવાન્ પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ પર્યાય પ્રગટે છે. હવે ભાવાર્થ કહે છે. ભાવાર્થ:- અહીં મંગળ અર્થે શુદ્ધાત્માને નમસ્કાર કર્યા છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ બીજા ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યા છે? તેનું સમાધાનઃ- વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધઆત્મા જ છે. પ્રગટેલાની આ વાત છે. તેથી અધ્યાત્મ શાસ્ત્રમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. એક જ નામ લેવાથી મતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે. તે સર્વનું નિરાકરણ સમયસારનાં વિશેષણો વર્ણવીને કર્યું છે. અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે, તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદવાદી જૈનોને તો સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. તે બધાં નામો એને લાગુ પડે છે, પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, ૫૨મજ્યોતિ કહો, ૫૨મેશ્વર કહો, ૫૨મ બ્રહ્મ કહો, ૫૨મ શિવ કહો. આ શિવ જે અન્યમતીઓ કહે છે તે નહિ. સર્વજ્ઞ વીતરાગ કેવળજ્ઞાની ૫રમાત્માઓને શિવ પણ કહેવામાં આવે છે. તેમને નિરુપદ્રવ દશા પ્રગટી માટે શિવ કહેવાય છે. ૫૨મ આનંદનો નાથ પર્યાયમાં પ્રગટયો તેને ‘૫૨ બ્રહ્મ’ કહેવાય છે. આત્મા વસ્તુપણે ‘૫૨ બ્રહ્મ ’ છે; સર્વજ્ઞ અરિહંત એ પર્યાયમાં ‘પરમાત્મા છે, આત્મા પર્યાય વિનાનો એકલો ‘પરમાત્મા સ્વરૂપ’ જ છે. સર્વજ્ઞ પરમેશ્વર પ્રગટ ‘૫૨મ જ્યોતિ' છે, આત્મા ત્રિકાળ ‘૫૨મચૈતન્યજ્યોતિ ’ છે. શ્રીમદે કહ્યું છે ને કેઃ “ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. પર્યાયમાં એનો આદર, વિચાર–જ્ઞાન કરે તો પામે એવી આ આત્માની વાત છે. ,, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ ભાગ-૧ ] આ પ્રગટ થયેલા શુદ્ધાત્માનાં નામ છે. આ શુદ્ધ ચૈતન્ય ભગવાન નિત્ય નિરંજન” છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં “નિરંજન” છે. અંજન કહેતાં મેલ જેમાં નથી તે “નિરંજન' કહેવાય છે. સર્વજ્ઞ વીતરાગ પર્યાયમાં “નિષ્કલંક' છે, એમ ભગવાન આત્મા વસ્તુપણે “નિષ્કલંક છે. સર્વજ્ઞ ભગવાન પર્યાયપણે ક્ષય ન પામે એવી અક્ષય” ચીજ છે, તો આત્મા પોતે સ્વરૂપથી “અક્ષય” છે. કુંદકુંદાચાર્યદવે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટેલો સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષનો માર્ગ, એને ચારિત્ર પાહુડમાં “અક્ષય અમેય' કહ્યો છે. ક્ષય રહિત, મર્યાદા વિનાની ચીજ છે. સર્વજ્ઞપણું પ્રગટ થયું પછી કદીય એનો અભાવ થવાનો નથી એ અપેક્ષાએ તેઓ “અવ્યય' છે. પર્યાય બીજે સમયે વ્યય થાય એ જુદી વાત છે. પણ એક વખત સર્વશપણું પ્રગટ થયું પછી અલ્પજ્ઞ થઈ જાય એમ કદીય બનતું નથી. સર્વજ્ઞદશા એ વ્યય વિનાનો ઉત્પાદ છે-એમ પ્રવચનસારમાં આવે છે. ભગવાન આત્મા વસ્તુપણે ‘અભય” છે. | સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ “શુદ્ધ' છે, એ ઈષ્ટદેવ છે. ભગવાન આત્મા પરમાર્થ “શુદ્ધ' છે, અને એ જ આત્માને ઈષ્ટ છે. પ્રવચનસારમાં કહ્યું છે કે ભગવાનને (અરિહંતને) પુણ્ય-પાપરૂપી અનિષ્ટનો નાશ થઈ ઈષ્ટપણું પ્રગટયું છે. ઈષ્ટ જે વસ્તુ-ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એના આશ્રયે પર્યાયમાં ઈષ્ટપણું પ્રગટયું છે; અને અનિષ્ટ જે અજ્ઞાન અને રાગદ્વેષ-તેનો નાશ થયો છે. સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં “બુદ્ધ' છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને “બુદ્ધ' કહે છે. આ ભગવાન આત્મા દ્રવ્ય “બુદ્ધ' છે, જ્ઞાનસ્વરૂપ બુદ્ધની મૂર્તિ છે. સર્વજ્ઞ પરમેશ્વર અવિનાશી” છે, એમ આ આત્મા પણ “અવિનાશી” છે. એક સમયમાં સર્વજ્ઞદશા જેમને પ્રગટ થઈ છે એવા ભગવાન “અનુપમ” કહેતાં કોઈની સાથે ઉપમા ન આપી શકાય તેવા છે. ભગવાનને ઉપમાં કોની ? એમ ઈષ્ટસ્વરૂપ શુદ્ધ આનંદનો નાથ ભગવાન આત્મા જે દષ્ટિનો વિષય છે તે ત્રિકાળ અનુપમ’ છે. સર્વજ્ઞ વીતરાગ કોઈથી છેદાય નહિ એવા “અચ્છધ” છેએમ ભગવાન આત્મા પણ “અચ્છે છે, છેદ-ખંડ થાય નહીં એવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞ પર્યાયમાં અભેદ્ય છે, એટલે કોઈથી ભૂદાતા નથી. એમ ભગવાન આત્મા પણ “અભેદ્ય” છે. જે પર્યાયથી ભેદાતો નથી એવો આત્મા અભેધ છે. ગીતામાં પણ ‘અધ” અને અભેધ” એવા શબ્દો આવે છે એ વાત અહીં નથી. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ [ સમયસાર પ્રવચન છરીથી ટુકડા થાય તેને દાવું કહે છે, અને સાકરનો ગાંગડો હોય તેનો ભુકો થાય તેને ભેદાવું કહે છે. સર્વજ્ઞને “પરમ-પુરુષ' કહેવામાં આવે છે, એમ આત્મા વસ્તુપણે “પરમ પુરુષ” છે. અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ-સ્વરૂપ એ “પરમ પુરુષ” છે. સર્વજ્ઞ પરમાત્મા બાધા રહિત “નિરાબાધ' છે. સર્વજ્ઞને બાધા કેવી ? ભગવાનનો સર્વજ્ઞ ઉપયોગ-તેનો કદી નાશ થતો નથી. અલિંગ-ગ્રહણના નવમા બોલમાં આવે છે કે ઉપયોગનું કદીય પરથી હરણ થઈ શકતું નથી. એમ આત્મા વસ્તુપણે “નિરાબાધ” છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ અરિહંતદેવ “સિદ્ધ' છે, એમ ભગવાન આત્મા “સિદ્ધ' સ્વરૂપ છે; “તું છો સિદ્ધસ્વરૂપ”. સર્વજ્ઞ પરમેશ્વર એ સાચા “સત્યાત્મા” છે, કેમકે પર્યાયમાં સત્યાર્થપણું પ્રગટ થઈ ગયું છે. એમ દ્રવ્ય પોતે “સત્યાત્મા', સત્યાર્થ-બૃતાર્થ ત્રિકાળ છે. આ વાત સમયસાર ગાથા અગિયારમાં આવે છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાય “ચિદાનંદ” છે, એમ ભગવાન આત્મા શક્તિએ ચિદાનંદ” છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. ઈષ્ટદેવ સર્વજ્ઞ” છે. આ આત્મા પણ સ્વભાવે “સર્વજ્ઞ છે. સર્વજ્ઞ પરમેશ્વર “વીતરાગ” છે, આ આત્મા પણ “વીતરાગ' સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપથી જ વીતરાગ-સ્વરૂપ છે જેમાંથી વીતરાગ પર્યાય પ્રગટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા “અહુર્તી” એટલે સર્વને પૂજનીય છે, પર્યાયમાં બધાને પૂજવા લાયક છે. એમ ભગવાન આત્મા પણ પૂજનીયઅર્હત્ ” છે. પૂજનાર પર્યાય છે, પૂજવા યોગ્ય ભગવાન આત્મા છે. સર્વજ્ઞ પરમેશ્વર “જિન” છે, આ આત્મા પણ “જિન સ્વરૂપ” છે. જિન સ્વરૂપ જ પોતે છે. સર્વજ્ઞ પરમેશ્વર “આત” છે, એમ આત્મા પણ નિશ્ચયથી “આમ” છે. વીતરાગ પૂર્ણ હિતને માટે માનવા લાયક છે એમ આ આત્મા પણ હિતને માટે માનવા લાયક છે. સર્વજ્ઞદેવ “ભગવાન” છે. પરમેશ્વર સાક્ષાત્ કેવળજ્ઞાની બિરાજે છે એવો જ આ આત્મા શક્તિએ “ભગવાન” છે. સર્વજ્ઞ ભગવાન “કાર્ય સમયસાર” છે, તો આત્મા પોતે “કારણ સમયસાર” છે. ઈત્યાદિ હજારો નામો કહી શકાય છે. ભગવાન કેવળજ્ઞાન પામે ત્યાં સમોસરણમાં ઈદ્રો આવીને એક હજાર આઠ નામોથી ભગવાનની સ્તુતિ કરે છે બનારસીદાસે તથા જિનસેનસ્વામીએ પણ આદિપુરાણમાં ૧૦૦૮ નામોથી ભગવાનની સ્તુતિ કરી છે. જેટલા નામ સર્વજ્ઞ વીતરાગને કહેવામાં આવે છે એટલાં જ નામ પર્યાયથી વ્યતિરિક્ત ભગવાન દ્રવ્યસ્વભાવને કહેવામાં આવે છે. જે નામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯ ભાગ-૧ ] સર્વજ્ઞ પરમાત્માને લાગુ પડે છે તે જ નામ અનંત અનંત સ્વભાવોથી સંયુક્ત ત્રિકાળી, ધ્રુવ, ભગવાન આત્માને લાગુ પડે છે. કળશ ટીકાકારે તો આત્માને ઉપાદેય ગણીને ત્યાં નિશ્ચયથી આત્માને લીધો છે. અંતરમાં નિશ્ચયનું લક્ષ છે તેથી વ્યવહારની સાથે નિશ્ચયની વાત કરી છે. પરને ઉપાદેય કરે, પર્યાયને ઉપાય કરવા જાય, કે ભેદને ઉપાદેયને કરવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. શુદ્ધ, પૂર્ણાનંદ ભગવાનને ઉપાદેય કરતાં નિર્વિકલ્પતા થાય છે. અહીં (સમયસારમાં) સર્વજ્ઞ વીતરાગ પર્યાયપણે પ્રગટ તેમને લેવામાં આવ્યા છે. બેય વાત (અપેક્ષાએ ) બરાબર છે. તે સર્વનામો કથંચિત્ –તે તે અપેક્ષાએ –સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે. અજ્ઞાનીઓને એકને જુદાં જુદાં નામ આપવામાં વિરોધ આવે છે. પણ સ્યાદ્વાદીઓને વિરોધ નથી. માટે જેવી વસ્તુ છે તેમ તેને સમજવી જોઈએ. પ્રગટે નિજ અનુભવ કરે, સત્તા ચેતનરૂપ; સૌ-શાતા લખીને નમું, સમયસાર સહુ-ભૂપ. જે નિજ અનુભવથી પ્રગટ થાય છે, ચૈતન્ય જેનું સ્વરૂપ છે, બધાને જાણવાનો જેનો સ્વભાવ છે, સૌનો જે રાજા છે એવા સમયસારને હું જાણીને નમું છું આમાં નમઃ સમયસારાય” નો આખો પ્રથમ કળશ ટૂંકામાં આવી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates * સમયસાર કળશ બીજો * : કળશ : अनंतधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः। अनेकांतमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ।। २।। : કળશ ઉ૫૨નું પ્રવચન : પ્રવચન નંબ૨ ૩-૪ તારીખ ૩૦-૧૧-૭૫, ૧-૧૨-૭૫ જુઓ, દેવ, શાસ્ત્ર, અને ગુરુ એમ ત્રણ છે ને? એમાં પ્રથમ કળશમાં ઈષ્ટદેવની સ્તુતિ કરીને માંગળિક કર્યું. અહીં બીજા કળશમાં સરસ્વતીને નમસ્કાર કરે છે. આમાં અર્થકાર શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન અને વાણી ત્રણેયને નમસ્કાર કરે છે, જ્યારે કળશ ટીકાકારે (રાજમલ્લજીએ ) આ કળશમાં એકલી વાણીને સરસ્વતીની મૂર્તિ કહીને નમસ્કાર કર્યો છે. આવી વાત છે, ભાઈ! આ તો વીતરાગનો અનેકાંત માર્ગ છે. જે અપેક્ષાએ કહેવું હોય એ પ્રમાણે લાગુ પડી જાય. શ્લોકાર્થ:- ‘અનેકાંતમયી મૂર્તિ કહેતાં જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન-તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો. અહીં સમયસારમાં ‘અનેકાંતમયી મૂર્તિ’ માં જ્ઞાન અને વચન બે લઈને જ્ઞાનના બે ભેદ-શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એમ લીધા છે; જ્યારે કળશટીકાકારે ‘અનેકાંતમયી મૂર્તિ' એટલે અનેકાંતધર્મને બતાવનારી વીતરાગની વાણી અર્થાત્ અનેકાંત કહેતાં અનેક જેમાં ધર્મ છે એવો ભગવાન આત્મા-ચૈતન્યતત્ત્વ-તેને બતાવનારી વાણીને –અનેકાંતધર્મવાળી ગણી એકલી વાણીને લીધી છે. આચાર્ય કહે છે કે જેણે આત્માને પ્રત્યક્ષપણે પૂર્ણ જોયો એવું કેવળજ્ઞાન જગતમાં નિત્ય પ્રકાશરૂપ હો, તથા આત્માને પરોક્ષપણે પૂર્ણ જોયો એવું શ્રુતજ્ઞાન નિત્ય પ્રકાશરૂપ હો. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ફેર છે. વળી આત્માના સ્વરૂપને દેખાડનાર એવી સર્વજ્ઞ વીતરાગની દિવ્યધ્વનિ-વાણી તે પણ સદા પ્રકાશરૂપ હો; કેમકે જગતને સત્ આત્મા-તેનું સ્વરૂપ સમજવામાં ( વાણી ) નિમિત્ત છે. નિયમસારમાં આવે છે કે ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે, ( એટલે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સભ્યજ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે અને સુશાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનની દિવ્યધ્વનિથી થાય છે. માટે તેમના પ્રસાદને લીધે ‘આસ પુરુષ’ બુધજનો વડે પૂજવા યોગ્ય છે. અર્થાત્ મુક્તિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૧ સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે; કેમકે કરેલા ઉપકારને સાધુ પુરુષો ભૂલતા નથી. શું કહ્યું? અહીં કેવળજ્ઞાન જે મોક્ષ, શ્રુતજ્ઞાન-જે મોક્ષનો ઉપાય અને સુશાસ્ત્ર-જે ઉપાય બતાવે છે -એ ત્રણેયને વંદનીય અને પરોપકાર માનવા લાયક કહ્યાં છે. વળી કેવી છે તે મૂર્તિ? “પ્રત્યગાત્મનઃ”– જે આત્મતત્ત્વ અનંતધર્મવાળું છે, જે પદ્રવ્યોથી અને પારદ્રવ્યોના ગુણપર્યાયોથી ભિન્ન, તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન છે એવા એકાકાર તત્ત્વને-આત્માના નિત્ય સ્વરૂપને –અર્થાત્ અસાધારણ-સજાતીય કહેતાં પોતાથી ભિન્ન બીજા આત્માઓ અને વિજાતીય કહેતાં પોતાથી ભિન્ન પુદ્ગલાદિ દ્રવ્યો-એનાથી વિલક્ષણ એટલે વિપરીતલક્ષણવાળું પોતાનું જે નિજસ્વરૂપ તેને સરસ્વતીની મૂર્તિ દેખે છે-અવલોકન કરે છે. અહીં નિર્મળ પર્યાયથી ભિન્નની વાત નથી કરી, કારણ કે નિર્મળ પર્યાય તો ત્રિકાળીનું લક્ષ કરે છે –એનો આશ્રય કરે છે. પરથી અને રાગથી ભિન્ન આત્મતત્ત્વ એમ લીધું છે. ત્રિકાળી ભગવાન નિત્યાનંદ ધ્રુવ તે આત્મતત્ત્વ છે–આત્માનું સ્વરૂપ છે. દેહ, કર્મ અને રાગથી ભિન્ન એવા આત્મતત્ત્વને શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન જાણે છે અને વાણી એને બતાવે છે. હવે કળશ-ટીકા સાથે આ કથનને મેળવીએ અનેકાંતમયી મૂર્તિ’ - સત્ય વસ્તુને નિત્ય પ્રકાશનાર વાણી –તે કેવી છે? “અનંતધર્મણઃ પ્રત્યગાત્મનઃ તત્ત્વ પશ્યન્તી” અનંતધર્માત્મક, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન, એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકને જાણનાર સર્વજ્ઞ વીતરાગના સ્વરૂપની “પશ્યન્તી” એટલે “અનુભવનશીલ છે. અનુભવનશીલ કહેતાં વાણી સર્વજ્ઞ અનુસારિણી છે. સર્વજ્ઞને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે, “પશ્યન્તી” ની વ્યાખ્યા આમ કરી છે. ગજબની વાત છે ને! સર્વજ્ઞ વીતરાગનો એકરાર કરનારી વાણી –એને અનુભવનશીલ કહી છે. સમયસારમાં જયચંદજીએ “પશ્યન્તી” નો અર્થ- ભાવશ્રુતજ્ઞાન આત્માને પરોક્ષ દેખે છે કેવળજ્ઞાન આત્માને પ્રત્યક્ષ દેખે અને દિવ્યધ્વનિ આત્માને દેખાડે છે એમ લીધું છે. સર્વજ્ઞસ્વભાવને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે એ વાણીને સરસ્વતી કહેવામાં આવી છે. એને શાસ્ત્ર પણ કહીએ. શાસ્ત્રનો અર્થ કળશટીકામાં એકલો વાણી કર્યો, જ્યારે સમયસારમાં ત્રણ લીધા-શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન અને દ્રવ્યશ્રુત એટલે જિનવાણી. કેવળજ્ઞાન એ પણ શાસ્ત્ર છે ને? ભાવશ્રુતજ્ઞાનનું ફળ કેવળજ્ઞાન આવ્યું, એટલે એને પણ શાસ્ત્ર કહી દીધું. આ ત્રણેય સાચી સરસ્વતી છે, માટે ત્રણેયને નમસ્કાર કર્યો છે. વાણી પૂર્ણ આત્માને બતાવે છે માટે વાણીને પણ અમારા નમસ્કાર હો. અહીં કોઈ વિતર્ક કરે કે વાણી તો અચેતન છે, એને નમસ્કાર કેમ કર્યા? તેનો ઉત્તર કળશટીકાકારે એમ આપ્યો છે કે વાણી સર્વજ્ઞ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ [ સમયસાર પ્રવચન અનુસારિણી છે, વળી જીવાદિ પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન જે પ્રકારે થાય છે તેમાં વાણી નિમિત્ત છે; માટે વાણીનું પૂજ્યપણું પણ છે. કળશટીકાકારે સ્વતંત્ર ટીકા કરી છે, પરંતુ અજબ મેળવાળી છે. ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર એટલે શું–એની લોકોને ખબર નથી. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વરૂપી જ છે. અહા ! શ્રીમદે કહ્યું છે ને કે સમ્યક્દર્શન થતાં (શ્રદ્ધા અપેક્ષાએ ) કેવળજ્ઞાન પ્રગટયું. અનાદિથી પોતે શક્તિએ સર્વજ્ઞ હોવા છતાં હું અલ્પજ્ઞ છું એમ માનતો હતો. તે સમ્યક્દર્શન પ્રગટ થતાં હું પૂર્ણાનંદ સર્વજ્ઞસ્વભાવી છું એમ શ્રદ્ધામાં આવ્યું. માટે શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, એમ શ્રીમદ્દે લીધું છે. જે શ્રદ્ધામાં સર્વજ્ઞની માન્યતા ન હતી એ શ્રદ્ધાએ સર્વજ્ઞતત્ત્વને પ્રતીતિમાં લીધું–એ અપેક્ષાએ સર્વજ્ઞપણું પ્રગટયું એમ કહેવાય. નિજસ્વરૂપને સરસ્વતીની મૂર્તિ અવલોકન કરે છે –એટલે ભગવાન આત્માનું જે પૂર્ણસ્વરૂપ એનું શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન અવલોકન કરે છે અને વાણી અને બતાવે છે. આમ શાસ્ત્રને વંદન કરતાં ત્રણ લીધાં છે. ભાવશ્રુતજ્ઞાનની પર્યાય ત્રિકાળીનું લક્ષ કરે છે ને? એમ કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળીને જાણે છે. ૫૨ને જાણે છે એ વાત અહીં ન લીધી. ત્રિકાળીને જાણતાં બધું જણાઇ જાય છે. (પોતાની જ્ઞાનપર્યાય પૂર્ણ પ્રગટ થઈ જાય છે). ત્યાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનો ભેદ રહેતો નથી. કળશટીકામાં આવે છે ને કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને પોતે જ જ્ઞેય; ત્રણેય અભેદ છે. એને અમારા નમસ્કાર છે એમ કહે છે. ભાવાર્થ:- અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન રૂપ નમસ્કાર કર્યો છે. આશીર્વાદ કહો કૈ આશીર્વચન. વાદ એટલે વચન. લોકમાં આશીર્વાદ આપું છું એમ કહે છે ને ? સરસ્વતીની મૂર્તિ નિત્ય પ્રકાશો એમ આશીર્વાદ કહ્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિને મોર ઉપર બેસાડી તેની પૂજા કરે છે તે યથાર્થ સ્વરૂપ નથી તેથી અહીં તેના યથાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે. જે સમ્યજ્ઞાન છે એ જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. દ્રવ્યને અડીને જે જ્ઞાનપર્યાય થાય તે સમ્યજ્ઞાન, તે સરસ્વતીની સાચી મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષભાસે છે. તે અનંતધર્મો સહિત આત્મતત્ત્વનેચૈતન્યતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે. આત્માનું ચૈતન્યતત્ત્વ-ચૈતન્યપણું સર્વધર્મોમાં વ્યાપક છે. સર્વ ધર્મોમાં અને ગુણોમાં વ્યાપેલું એવું મહા ચૈતન્યસ્વરૂપ એ આત્મતત્ત્વનો અસાધારણ સ્વભાવ છે. શ્રુતજ્ઞાન તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે. (વેદનની અપેક્ષાએ જો કે શ્રુતજ્ઞાન આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે) કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે આટલો ફેર છે. તદ્દઅનુસાર શબ્દ પડયો છે ને? પોતામાં જે શ્રુતજ્ઞાન થાય છે તે ભગવાનના જ્ઞાન અનુસાર અને યથાર્થ તત્ત્વને અનુસરીને છે. તેથી તે પણ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ ભાગ-૧ ] દ્રવ્યશ્રત વચનરૂપ છે, તે પણ સરસ્વતીની સાચી મૂર્તિ છે. નિમિત્ત છે ને? વચનો દ્વારા અનંત ધર્મોવાળા આત્માને બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે. તેથી સરસ્વતીનાં નામ વાણી, ભારતી, શારદા, વાઝેવી ઈત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ નિત્ય, અનિત્ય વગેરે અનંતધર્મોને સ્યાત્ પદથી એટલે કે કથંચિ-કોઈ અપેક્ષાએ એક ધર્મોમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી; માટે ઉપરોક્ત સત્યાર્થ બતાવનારી જ્ઞાન-વચનરૂપ સરસ્વતી જ યથાર્થ છે એમ જાણવું. હવે કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંતધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? ઉત્તરમાં પહેલાં સામાન્ય વસ્તુની (છયે દ્રવ્યોની) વાત કરી છે અને છેલ્લે આત્માની વાત લીધી છે. વસ્તુમાં સપણું એટલે હોવાપણું છે, વસ્તુપણું છે, પ્રમેયપણું છે, પ્રદેશપણું છે. ચેતનપણું છે, અચેતનપણું, મૂર્તિકપણું છે. જડની અપેક્ષાએ અચેતનપણું અને મૂર્તિકપણું કહ્યું છે. વળી અમૂર્તિકપણું છે, -એ ચેતન અચેતન બન્નેમાં છે, ઈત્યાદિ ધર્મ તો ગુણ છે. ભાષામાં ધર્મ એમ કહ્યું છે પણ આ ધર્મ એટલે ગુણની વાત છે. ગુણોમાં સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે. દરેક ગુણમાં ક્ષણે ક્ષણે પર્યાય થાય છે. એમ ગુણની સમયવર્તી ત્રણેકાળ પર્યાયો હોય છે, જે અનંત છે. હવે ધર્મની વાત કરે છે. ધર્મ એટલે ધારી રાખેલી યોગ્યતા ગુણ નહીં. (ગુણને ધર્મ કહેવાય, પરંતુ ધર્મને ગુણ ન કહેવાય.) ગુણ હોય તેને પર્યાય હોય. વસ્તુમાં એકપણું એ ગુણ નથી, પરંતુ ધર્મરૂપ લાયકાત છે એવી રીતે અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્ય ધર્મો તો વચનગોચર-વચનગમ્ય છે. પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનના વિષય નથી એવા પણ અનંત ધર્મો છે- જે જ્ઞાનગમ્ય છે, એટલે જ્ઞાનમાં જણાય એવા છે પણ વચન દ્વારા કથનમાં આવી શકે નહીં. અહીં સુધી સામાન્ય વાત કરી. શિષ્યનો પ્રશ્ન તો આત્માનો હતો. આત્મામાં અનંત ધર્મો કહ્યા છે તો તે કયા કયા છે? અહીં સુધી તો વસ્તુની (દરેક પદાર્થની) સામાન્ય સ્થિતિ બતાવી. હવે આત્મા પણ એક વસ્તુ છે, તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે. આત્માના અનંતધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે; કેમકે બીજા અચેતન દ્રવ્યોમાં તે ગુણ નથી, અને આત્મામાં પણ સ્વપરને જાણવાની તાકાતવાળો બીજો એકેય ગુણ નથી. વળી સજાતીય જીવ દ્રવ્યો અનંત છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ [ સમયસાર પ્રવચન તેમનામાં જો કે ચેતનપણું છે, તો પણ સૌનું ચેતનપણું નિજ નિજ સ્વરૂપે જુદું જુદું છે; કેમકે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી દરેક દ્રવ્યના પ્રદેશો-ક્ષેત્ર ભિન્ન છે; કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંતધર્મોમાં વ્યાપક છે. જોયું? તત્ત્વ કહ્યું હતું ને? અનંત ધર્મો છે, તેમાં ચૈતન્યને મૂળતત્ત્વ કહ્યું છે. કેમકે અનંતધર્મોમાં ચેતનપણું વ્યાપક છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે. શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન દેખે છે અને વાણી દેખાડે છે. આ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે “સદા પ્રકાશરૂપ રહો” એવું આશીર્વાદરૂપ વચન કહ્યું છે. પ્રથમ કળશમાં માંગલિક કરતાં સર્વજ્ઞપણું સિદ્ધ કર્યું. ખરેખર તો જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે. એ તેનું સ્વરૂપ છે. સર્વજ્ઞપણું પોતાની અનુભૂતિની ક્રિયાથી પ્રગટ થાય છે. ચૈતન્યતત્ત્વ-જ્ઞાયકભાવ પોતાના બધા ધર્મોમાં વ્યાપક છે. પ્રથમ કળશમાં સર્વજ્ઞસ્વરૂપ અને પ્રગટ સર્વજ્ઞપણું સિદ્ધ કર્યું. આત્મા સર્વજ્ઞસ્વભાવ કહેતાં પોતે જાણનાર-દેખનાર સ્વભાવ છે, એટલે અકર્તાપણું છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય અકર્તાપણાના નિર્ણયમાં થાય છે. દ્રવ્યની પર્યાય ક્રમસર થાય છે. એમાં આત્માનું કર્તુત્વ નથી. ક્રમસર થાય એમાં કર્તૃત્વ શું? ક્રમબદ્ધપર્યાયમાં અકર્તાપણું અથવા અસ્તિથી જ્ઞાતાપણું જ સિદ્ધ કર્યું છે. જ્યાં પર વસ્તુની કે પોતાની રાગાદિ પર્યાયનું પણ કરવું નથી ત્યાં અકર્તાપણું અર્થાત્ જ્ઞાતાપણું છે. જ્ઞાતાપણાનો અનુભવ થવો એ સમ્યકદર્શન છે. બીજા કળશમાં સર્વજ્ઞની વાણીને નમસ્કાર કર્યો છે. સર્વજ્ઞની વાણી પણ સર્વજ્ઞપણું સિદ્ધ કરે છે, પરનું અકર્તાપણું બતાવી જ્ઞાતાપણું સિદ્ધ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર કળશ ત્રીજો હવે કળશ ત્રીજામાં પણ “ચિન્માત્ર મૂર્તિ' કહીને આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ સિદ્ધ કર્યું છે. આ કળશમાં ટીકાકાર આચાર્ય (અમૃતચંદ્રાચાર્યદેવ) આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છે – : કળશ : परपरिणतिहेतोर्मोहनाम्नोऽनुभावादविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः। मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेर्भवतु समयसारव्याख्यायैवानुभूतेः।।३।। : કળશ ઉપરનું પ્રવચન : શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સમયસાર એટલે શુદ્ધાત્મા અને તેનો વાચક સમયસાર ગ્રંથ-શબ્દો તેની વ્યાખ્યા એટલે ટીકાથી જ —“ વ્યાખ્યવ” શબ્દ છે! ને મારી અનુભૂતિ એટલે અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. જુઓ “એવ” શબ્દ પડ્યો છે. એટલે કથની વા ટીકાથી જ મારી અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. એક બાજુ એમ કહેવું કે ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે, કારણ કે ટીકા એ શબ્દો છે તેથી તે પરદ્રવ્ય છે. પણ એમ કહીને આચાર્ય એમ કહેવા માગે છે કે- હું મુનિ છું, ત્રણ કષાયોનો તો અભાવ છે, પરંતુ પૂર્ણ વીતરાગતા પ્રગટ નથી. એટલે વિકલ્પ છે એમ સિદ્ધ કરે છે. હવે કહે છે કે – “ટીકાથી જ' એનો અર્થ એમ છે કે – ટીકાના કાળમાં ટીકા કરવામાં મારું વલણ તો સર્વજ્ઞ સ્વભાવને પર્યાયમાં સિદ્ધ-પ્રગટ કરવાનું છે, અને મારું ધ્યેય ધ્રુવ છે; ધ્રુવ સર્વજ્ઞ સ્વરૂપી છે. પ્રગટ કરવા યોગ્ય પર્યાય સર્વજ્ઞતા છે તેથી ટીકાના કાળમાં ભલે ટીકા થઈ ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું નથી, પણ નિર્મળતા થઈ છે અને નિર્મળતા થઈ છે અને નિર્મળતા વિશેષ થશે, કેમકે મારું ધ્યેય દ્રવ્ય છે. ત્રીજું પદ છે ને? “હું તો ચિત્માત્ર મૂર્તિ છું.' એટલે શુદ્ધ ચિત્માત્ર, સર્વજ્ઞસ્વભાવ-માત્ર મારું સ્વરૂપ છે. દ્રવ્યદષ્ટિએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન તો હું આવો છું. અહો! પ્રત્યેક ગાથા અને કળશદીઠ જ્ઞાનની પૂર્ણતાને વર્ણવી છે. ચિન્માત્ર મૂર્તિ છું.” પોતાને અને જગતના અન્ય દ્રવ્યો, તેમના ગુણ-પર્યાયોને જાણનાર માત્ર દ્રવ્ય છું. શક્તિઓના વર્ણનમાં જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ વગેરે દરેકમાં જ્ઞાન આવે છે. જ્ઞાન વિના બીજી ચીજને અને પોતાના અનંતગુણોને જાણે કોણ? બીજા ગુણો કાંઈ જાણતા નથી, જાણનાર તો જ્ઞાન છે. આવા જ્ઞાનમાત્ર દ્રવ્યસ્વભાવનું જ ટીકાના કાળમાં ઘોલન છે, એવો અર્થ છે. હવે “અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાઓ” એમ કહે છે. કળશટીકાકારે (રાજમલ્લજીએ) “અનુભૂતિ” નો અર્થ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છું એમ દ્રવ્યદૃષ્ટિનોસમ્યકદર્શનનો જે વિષય છે તે અર્થમાં લીધો છે. “ચિન્માત્ર મૂર્તિ' કહેતાં જેમ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ લીધો તેમ. અહાહા...!! “અનુભૂતિ' કહેતાં અનંત અનંત અતીન્દ્રિય સહુજ સુખસ્વરૂપ જ હું છું એમ લીધું છે. સમયસારની ૭૩ મી ગાથામાં આવે છે ને કેજે પર્યાયમાં પકારકોના સમૂહુરૂપ પરિણમન-ભલે સમ્યદર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયરૂપ હો તેથી પાર-ભિન્ન અનુભૂતિમાત્ર શુદ્ધ- એવો અહીં દ્રવ્યદૃષ્ટિના વિષયરૂપ “અનુભૂતિ” નો અર્થ લીધો છે. આવી જ વાત પ્રવચનસાર-ચરણાનુયોગ ચૂલિકા (ગાથા ૨૦૨, ટીકા) માં લીધી છે. ત્યાં સમ્યક દૃષ્ટિ પુરુષ જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે તે મુનિપણું- અંતરસ્થિરતા કરવા માગે છે. તે સ્ત્રી પાસે રજા માગે છે. કહે છે-આ શરીરને રમાડનારી હે સ્ત્રી! તું મને છોડ, કેમકે હું મારી અનુભૂતિ ( રમણી) જે અનાદિની છે એની પાસે જવા માગું છું– અહીં “અનુભૂતિ” એ પર્યાય નહીં, પણ વસ્તુ-મારો નાથ જે ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે તે-એની પાસે જવા માગું છું. કળશટીકાકારે પણ અનુભૂતિ' એટલે ત્રિકાળ અનંત સહજ-સુખસ્વરૂપઆત્મા એમ લીધું છે. મુનિને આવા ચિન્માત્ર, અનુભૂતિસ્વરૂપ શુદ્ધાત્માનું જ ટીકાના કાળમાં ઘોલન છે તેથી જ વિશેષ વિશેષ નિર્મળતા થશે એમ ભાવના છે. મારી પર્યાયમાં અનુભૂતિ-સ્વભાવને અનુસરીને નિર્મળ પરિણતિ છે એમ સિદ્ધ કરી તે અનુભૂતિની પરિણતિની પરમ વિશુદ્ધિ કહેતાં સમસ્ત રાગાદિ વિભાવ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ એમ ભાવે છે. ભલે ટીકાના કાળમાં નિર્મળતા પૂર્ણ થઈ નથી, પરંતુ ટીકાના કાળમાં મારું ધ્યેય તો ધ્રુવધામ સર્વજ્ઞશક્તિ-સ્વભાવ જ છે. એટલે ધ્યેયને કારણે મારી શુદ્ધિ વધતી જાય છે, કેમકે ધ્યેયમાંથી મારી દષ્ટિ ખસતી નથી. ટીકા કરતાં મારી પરમ વિશુદ્ધિ થાઓ એનો અર્થ એ કે ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ થાઓ. ત્યાં મારું ધ્યેય તો દ્રવ્યસ્વભાવ છે, પણ આ શાસ્ત્રના ભાવો વિશેષ સ્પષ્ટ થાય એવો વિકલ્પ આવ્યા કરે છે. છતાં ટીકા લખતી વેળા પણ મારું જોર તો અંદરમાં શુદ્ધ દ્રવ્ય ઉપર વર્તે છે, તેથી મારી પરમ વિશુદ્ધિ થશે એમ નિશ્ચય છે. મને વિશુદ્ધિ નથી એમ નથી, પણ પરમ વિશુદ્ધિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૭ થાઓ એમ કહે છે. એટલે ટીકાના કાળમાં મારો સાધક સ્વભાવ વધશે-નિશ્ચયથી વધશે. ભગવાનને પૂછયું નથી કે ટીકા કરતી વખતે મને પરમ વિશુદ્ધિ થશે કે નહીં? પણ હું “શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું' ને? અહાહા...!! આચાર્યદવ કહે છે-આત્માનો જે જ્ઞ” સ્વભાવ-તેની મને દૃષ્ટિ અને આશ્રય છે તેથી પર્યાયમાં જે વિશુદ્ધિ –નિર્મળતા છે તે વધીને પરમ વિશુદ્ધ થશે એમ નિશ્ચય થયો છે. અહાહા...! શું અપ્રતિહત દષ્ટિ ! શું ચૈતન્યના અનુભવની બલિહારી !! અને શું ચૈતન્યના પૂર્ણસ્વભાવના સામર્થ્યની ચમત્કારી રમત !!! પ્રભુ! તું સાંભળ. તું સર્વજ્ઞસ્વરૂપી છો કે નહીં? નાથ! તું કોણ છો અને કેવડો છો? તું જેવો છો તેવો જો ખ્યાલમાં આવી જાય તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય. આમાં નિયતવાદ છે પણ પાંચેય સમવાય એકીસાથે છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, કર્મના ઉપશમાદિ –બધા એકસાથે છે. મારી શુદ્ધિ થઈ છે અને વિશેષ આશ્રય થતાં શુદ્ધિ વધશે, એ બધી મને ખબર છે. હું આ ભાવે જ સમ્યકદર્શન અને સમ્યકજ્ઞાનના ભાવે જ પૂર્ણ કેવલજ્ઞાન લેવાનો છું. વિશુદ્ધિ થાઓ એમ કહ્યું એમાં જ એ આવ્યું કે પ્રગટ વિશુદ્ધિ સાથે અશુદ્ધિ પણ છે; નહીં તો પરમ વિશુદ્ધિ થાઓ એ કેવી રીતે કહેત? અશુદ્ધતાનો અંશ અનાદિનો છે. મારી પર્યાયમાં જે અશુદ્ધતાનો અંશ છે, એ પરિણતિનો હેતુ મોટુ નામનું કર્મ છે. પરિણતિ વિકારી છે માટે પર પરિણતિ કહી, કેમકે આ પરિણતિ સ્વભાવભૂત નથી. નિયમસારના કળશમાં (કળશ ૨૫૩) આવે છે કે –મુનિની દશા અને કેવળજ્ઞાનીની દશામાં ફેર માને તે જડ છે. અહીં મુનિ એમ કહે છે કે મારી દશામાં જરા રાગ છે. નિયમસારમાં, આ જે જરી રાગાંશ છે તેને ગૌણ કરી નાખ્યો છે, કેમકે એ નીકળી જવાનો છે. તેથી એમ કહ્યું કે મુનિમાં અને કેવળીમાં ફેર નથી; ફેર માને તે જડ છે. પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓ –પંચરત્ન-એમાં એમ કહ્યું છે કે –જેણે મોક્ષમાર્ગ સાધ્યો છે તેને અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. પરંતુ અહીં જરા અશુદ્ધિ છે એમ ખ્યાલમાં લીધું છે. આ અશુદ્ધ પરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેના ઉદયના વિપાકને લીધે વિકાર છે એમ નથી. પણ મારું વિપાકમાં જોડાણ થયું એને લીધે છે. મારી પરિણતિ નબળી-કમજોર છે એટલે જોડાઈ જાય છે. ત્યાં નિમિત્ત કાંઈ કરતું નથી. એક બાજુ એમ કહે કે “સમકિતીને આસ્રવ અને બંધ હોય નહિં” એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ છે. એક બાજુ એક કહે કે “જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે,” એ દષ્ટિના જોરની અપેક્ષાએ વાત કરી છે. અહીં મુનિ કહે છે કે મારે અશુદ્ધતાનો પણ અંશ છે, તેમાં નિમિત્ત મોહકર્મ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮ [ સમયસાર પ્રવચન રાગાદિ પરિણામોની વ્યાપ્તિ મારામાં મારાથી છે. પર્યાયમાં વિકારની વ્યાતિ મારી કમજોરીને લઈને અનાદિની છે. કેટલીક પરિણતિ નિર્મળ હોવા છતાં પૂર્ણ નિર્મળ નહીં હોવાથી, મારે નિરંતર કલુષિત પરિણામ છે; એનાથી હું વ્યાપ્ત છું. કર્મ તો નિમિત્ત માત્ર છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે –સમકિતી વસ્તુ તરીકે પોતાને પ્રભુ માને છે, પણ પર્યાયમાં પોતાને તૃણ-તુલ્ય પામર માને છે. ક્યાં કેવલજ્ઞાનની દશા અને ક્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વકની ચારિત્ર દશા? દ્રવ્ય તરીકે હું પૂર્ણ પ્રભુ છું, એ મારું લક્ષ્ય છે. પર્યાયમાં પામરતા છે, તૃણ-તુલ્ય છું. એ ટાળવા માટે મારો પ્રયત્ન ટીકા કરવા કાળે છે. અંતર સ્વભાવસન્મુખ થવામાં જ મારા પ્રયત્નની દશા છે. મુનિરાજ કહે છે કે મારી પર્યાયમાં મલિનતા છે, સંજ્વલન કષાય છે, છતાં દ્રવ્ય શુદ્ધ છે. એ શુદ્ધ સ્વભાવની એકાગ્રતાના બળે સર્વ કષાયનો નાશ થઈ મને પરમ વિશુદ્ધિ થશે એ નિશ્ચિત છે. ભાવાર્થ- અમૃતચંદ્રાચાર્ય કહે છે કે મારી પરિણતિમાં થોડી અશુદ્ધતા છે એ મારા લક્ષ બહાર નથી. હું શુદ્ધ જ થઈ ગયો અને અશુદ્ધતા આવે છે એ બધી નિર્જરી જાય છે એમ નથી. અશુદ્ધતા આવે છે એટલી મલિન દશા છે, એટલો કર્મનો બંધ થાય છે. તેમાં મોહકર્મ નિમિત્ત છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ મારાથી મારામાં વ્યાપ્ત છે. માટે એમ ગર્વમાં ન ચઢી જઈશ કે સમકિત થઈ ગયું એટલે બસ સર્વ થઈ ગયું. કર્મનો થોડો બંધ થાય છે, એમાં અશદ્ધતા નિમિત્ત પણ છે. જુઓ, દષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે, અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે. શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એટલે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂર્ણ દ્રવ્ય-સ્વભાવ-જ્ઞાયક વીતરાગસ્વભાવ ધ્રુવ એકરૂપ સ્વભાવનું જ પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની દષ્ટિએ હું “શુદ્ધ ચિત્માત્રમૂર્તિ” છું. બધા સમ્યક્દષ્ટિ પોતાને દ્રવ્યદૃષ્ટિએ શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ માને છે. ચોથ, પાંચમે, છટ્ટ ગુણસ્થાને પર્યાયમાં ફેર છે એ વાત જુદી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) આવે છે કે જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું, દ્રવ્યદૃષ્ટિએ ચિત્માત્ર મૂર્તિ છું, પણ પરિણતિમાં મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મલિનતા મારાથી છે. મોક્ષમાર્ગ પ્રકાશક પ્રથમ અધિકારમાં આવે છે કે – મુનિને અશુભ ભાવ તો છે જ નહીં, ફક્ત કોઈ ધર્મલોભી જીવને દેખીને ઉપદેશ દેવાનો શુભ ભાવ આવે છે; એ શુભ ભાવ પણ પોતાના પુરુષાર્થની કમજારી છે. છેકે ગુણસ્થાને, ધ્યાનના ચાર ભાગ પડતાં આર્તધ્યાન હજુ છઠે છે એમ આવે છે. છ લશ્યામાં છટ્ટ ગુણસ્થાને કૃષ્ણ, નીલ અને કાપીત નથી, જ્યારે પીત, પદ્મ અને શુકલ કહી છે. છટ્ટ ગુણસ્થાને કષાયનો અંશ છે ને? એટલે આર્તધ્યાન છે. એટલો આત્મા પીડાય છે. માટે ક્યાં ક્યાં કઈ અપેક્ષાએ કથન છે એ બરાબર સમજવું જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ ભાગ-૧ ] આચાર્યદેવ કહે છે કે આ સમયસાર ગ્રંથની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કેમારી પરિણતિ રાગાદિ રહિત શુદ્ધ થાઓ. ટીકા કરવામાં પરદ્રવ્ય ઉપર લક્ષ છે. એક તરફ એમ કહે કે પરદ્રવ્ય ઉપર લક્ષ કરે તો રાગ થયા વિના રહે નહીં. મોક્ષપાહુડમાં ૧૬મી ગાથામાં કહ્યું છે કે “પરબ્બાઓ દુગ્ગઈ'. (એટલે પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો રાગ થશે અને તેથી આત્માની દુર્ગતિ થશે એટલે ચાર ગતિમાં ભ્રમણ થશે.) ટીકાના શબ્દો છે તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પર લક્ષ જાય તો રાગ તો છે; પરતું જોર વિકલ્પ ઉપર નથી, જોર ધ્રુવસ્વભાવ ઉપર છે માટે આ ટીકાથી મારી પરિણતિ રાગ રહિત શુદ્ધ થાઓ એમ અપેક્ષાથી કહ્યું છે. ઉપદેશનો વિકલ્પ ઊઠે છે એ રાગ છે; રાગ છે એટલું બંધન છે. રાગની દિશા પર તરફ છે, રાગની દશા મેલી છે; પણ મારું જોર દ્રવ્યસ્વભાવ ઉપર હોવાથી મને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થશે એમ કહ્યું છે. પરિણતિમાં પરમ વિશુદ્ધિ થાઓ, બીજી કોઈ ચાના નથી. ટીકા કરવાથી મારી ખ્યાતિ વધે કે પ્રશંસા થાય કે લોક અભિનંદન આપે એ ચાહના નથી. હું ટીકાના ફળમાં લાભ, ખ્યાતિ, પૂજાદિ ચાહતો નથી. આ પ્રકારે આચાર્યદવે ટીકા કરવાની પ્રતિજ્ઞા લીધી અને ગર્ભિતપણે એના ફળની પ્રાર્થના કરી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૧ अथ सूत्रावतार: वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं ।।१।। હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે: ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળી-ભાષિત સમયપ્રાભૃત અહો ! ૧. ગાથાર્થ:- આચાર્ય કહે છે: હું [ ધ્રુવમ] ધ્રુવ, [ અવનીન્] અચળ અને [અનૌપચાં ] અનુપમ-એ ત્રણ વિશેષણોથી યુક્ત [ સિં] ગતિને [પ્રાણાન] પ્રાપ્ત થયેલ એવા [ સર્વસિદ્ધીન] સર્વ સિદ્ધોને [ વંત્વિા ] નમસ્કાર કરી, [ષદો] અહો ! [મૃતવનિમણિતમ્] શ્રુતકેવળીઓએ કહેલા [ રૂવં] આ [સમયUામૃતમ્] સમયસાર નામના પ્રાભૃતને [ વક્ષ્યામિ ] કહીશ. ટીકા:- અહીં (સંસ્કૃત ટીકામાં) “કથ' શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ- એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે, - જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; “ધ્રુવ” વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૩૧ કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચાર ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અભૂત માહાભ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ- એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી.- આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્વપ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્વપ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણિતાને પામ્યો છે. અન્યવાદીઓના આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય. ભાવાર્થ:- ગાથાસૂત્રમાં આચાર્ય “વક્ષ્યામિ' કહ્યું છે તેનો અર્થ ટીકાકારે “વવું પરિમાણને ' ધાતુથી “પરિભાષણ” કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે: ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વમાં બાર વસ્તુ' અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત” અધિકાર છે. તેમાં દશમાં વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૂતનું પરિભાષણ કર્યું પરિભાષાસૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક “પરિભાષા” જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. આચાર્ય મંગળ અર્થ સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે. અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને “સર્વ' એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ [ સમયસાર પ્રવચન બતાવ્યો અને “શુદ્ધ આત્મા એક જ છે” એવું કહેનાર અન્યમતીઓના વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા, તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો અન્યવાદી છબી (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું. આ ગ્રંથના અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે. પ્રવચન નંબર પ-૬ તારીખ ૩-૧૨-૭૫, ૪-૧૨-૭૫ * ગાથાર્થ ઉપરનું પ્રવચન * આચાર્ય કહે છે કે હું ધ્રુવ, (અહીં ધ્રુવ પર્યાયની-સિદ્ધ ગતિની વાત છે ) અચલ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ સર્વ સિદ્ધોને – બધા સિદ્ધોને નમસ્કાર કરીને “શ્રુતકેવલી ભણિતમ્” કહેતાં ભગવાન શ્રુતકેવળી અને કેવળી બન્નેના કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ. * ટીકા ઉપરનું પ્રવચન * અહીં સંસ્કૃત ટીકામાં ‘મથ' શબ્દ મંગળના અર્થને સૂચવે છે. અનાદિનો જે અજ્ઞાનભાવ તેનો દ્રવ્યના આશ્રયે નાશ કરી સમ્યક્રદર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ કર્યું ત્યાં સાધકભાવની શરૂઆત થઈ ત્યાંથી માંગળિક અને ધર્મની શરૂઆત થાય છે. અનંત કાળથી દ્રવ્યના આશ્રયે જે સાધકભાવની શરૂઆત થઈ ન હતી તે થઈ એનું નામ માંગલિક છે. નથ પ્રથમત: આ બે શબ્દોથી શાસ્ત્રની શરૂઆત કરી છે. અમૃતચંદ્રાચાર્ય મહામુનિ હતા. સમયસારની જે આ ટીકા છે એવી ટીકા ભરતક્ષેત્રમાં દિગંબર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. અન્ય મતમાં તો હોય જ શાની? મુનિ કોને કહેવા એની લોકોને ખબર નથી. મુનિ તો પરમેશ્વર છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે; બાપુ, એ શું ચીજ છે! સમ્યકદર્શન પણ એક અલૌકિક ચીજ છે. તો પણ ચારિત્ર તો એથી ય વિશેષ અલૌકિક છે. આવા ચારિત્રવંત સંતની આ ટીકા છે. અમૃતચંદ્રનાં આ અમૃત વચનો છે, એકલાં અમૃત વરસાવ્યાં છે. સંતો તો તીર્થંકર પરમેશ્વરના કેડાયતો છે. એમની ટીકામાં શું કહેવાનું હોય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૩૩ ગ્રંથની આદિમાં આચાર્ય સર્વ સિદ્ધોને એટલે અનંત સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર કરે છે. જોયું? અંદર ભાવથી એટલે જ્ઞાયકની સન્મુખ થઈને એમાં એકાકાર થઈને સ્તુતિ કરે છે; તથા દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરે છે. ‘ વંદિત્તું ' છે ને ? એટલે ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર. અંદરમાં પોતામાં શુદ્ધચૈતન્યઘન તરફનું પરિણમન થયું એ ભાવ નમસ્કાર છે અને સિદ્ધ ભગવાન આવા છે એવો (તેમના સ્વરૂપનો વિચાર ) વિકલ્પ ઊઠવો એ દ્રવ્યનમસ્કાર છે. સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના અને પરના આત્મામાં સ્થાપીનેએટલે કે મારા આત્મામાં અને સાંભળનાર શ્રોતાઓના આત્મામાં, બન્નેમાં હું સિદ્ધોને સ્થાપું છું. અહાહા..! જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં અનંત અનંત સિદ્ધોનો સત્કાર કરે છે. અનંતજ્ઞાનને પ્રાપ્ત પરમાત્માને એક સમયમાં (પર્યાયમાં) સ્થાપન કરે છે. આ જ એનું વંદન છે. અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપે તે ‘વંદિત્તુ’ છે. વંદિત્તુનો અર્થ સ્થાપે. સ્થાપે એટલે જ્ઞાનની પર્યાયમાં રાખે. રાખે એટલે ? આત્માનું સાધ્ય સિદ્ધદશા છે ને? એટલે સાધ્યને પર્યાયમાં સ્થાપે છે.-રાખે છે. આમ સાંભળનાર અને કહેનાર બન્નેમાં સિદ્ધ પર્યાયનું સ્થાપન કરી સંભળાવવાની વાત કરે છે. અહાહા...! અહીં કહે છે કે અમે અનંત સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. જેણે અનંત સિદ્ધો અને કેવળીઓને મતિજ્ઞાનની પર્યાયમાં સ્વીકાર્યા એની પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળી જશે. પર્યાયમાં આટલું જોર આવે-અનંત સિદ્ધ અને કેવળીઓને સ્થાપે–ત્યાં લક્ષ દ્રવ્ય તરફ જતું રહે છે. આ એનો લાભ છે. આચાર્ય કહે છે કે આગળ મારે પણ સિદ્ધ થવું છે અને શ્રોતાઓને પણ સિદ્ધ થવું છે એટલે પોતાના આત્મામાં તથા શ્રોતાઓના આત્મામાં અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. કારણ કે સિદ્ધ થવાનો કાળ મારે હજુ નથી અને શ્રોતાને પણ નથી, માટે સિદ્ધનું પર્યાયમાં પસ્તાનું (પ્રસ્થાનું) મૂકું છું. લૌકિકમાં પણ પસ્તાનું કરે છે ને ? જેમ વા૨કવાર હોય અને કોઈ પ્રસંગે બહાર જવાનું થાય તો શેરીમાં બીજાને ત્યાં પસ્તાનું મૂકી આવે, પછી બીજે દિવસે ત્યાંથી લઈને નીકળે. તેમ અહીં પર્યાયમાં અનંત સિદ્ધોને પસ્તાનામાં મૂકે છે (સ્થાપના કરે છે). હવે હું સિદ્ધમાં જવાનો છું, તેનું આ મંગળ પ્રસ્થાન છે. અહા ! શ્રોતાને પણ એમ કહે છે. પાંચમી ગાથામાં આવ્યું ને ? ‘ જો હું (શુદ્ધાત્માનું સ્વરૂપ ) દેખાડું તો પ્રમાણ કરજે ' દ્રવ્યનો આશ્રય-કરીને અનુભવ કરીને પ્રમાણ કરજે. હા પાડવાના વિકલ્પથી -એમ નહી; પર્યાયને દ્રવ્ય તરફ વાળીને અનુભવથી પ્રમાણ કરજે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ [ સમયસાર પ્રવચન અહો ! સમયસારની ટીકાના પ્રારંભમાં જ ઉપરથી સાક્ષાત્ કેવળી ઉતાર્યા છે. પરમેષ્ઠીપદમાં સ્થિત મુનિરાજની વાણી પરમાંથી સુખબુદ્ધિની કલ્પનાનું વિવેચન કરાવનાર ઔષધ છે. શ્રીમદે કહ્યું છે ને કે વચનામૃત વીતરાગનાં પરમ શાંત-રસ મૂળ, ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.” અહાહા...! જિનવચન એ તો સ્વપરનું ભેદ-વિજ્ઞાન કરાવી પરમ શાંતિ પમાડનારાં ઔષધ છે. મિથ્યાવાસનાઓથી ઉત્પન્ન થતા ભવરોગને મટાડનારાં છે. પણ અરેરે ! તે કાયર કહેતાં વિષયવાસનાના કલ્પિત સુખમાં રાચતા એવા નપુંસકોને સુહાતાં નથી- અનુકૂળ લાગતાં નથી. આ રીતે પર્યાયમાં સિદ્ધોને સ્થાપીને “સમય” નામના પ્રાભૂતનું ભાવવચન એટલે નિર્મળ દશા અને દ્રવ્યવચન એટલે વિકલ્પથી પરિભાષણ શરૂ કરીએ છીએ. અમ કુંદકુંદાચાર્યદેવ કહે છે. અહીં જે કહ્યું કે અમે સિદ્ધને નમસ્કાર કરીએ છીએ એ વ્યવહારથી વાત ઉપાડી છે. સિદ્ધ, સાધ્ય છે ને? એટલે પર્યાયમાં જે સિદ્ધ સ્થાપ્યા એ જાણવા માટે છે, આશ્રય માટે નહીં. આશ્રય યોગ્ય ધ્યેય તો ત્રિકાળ, ધ્રુવ, સ્વભાવે સિદ્ધ એવો નિજ શુદ્ધાત્મા છે. આગળ ૧૬ મી ગાથામાં આવશે કે “સાધુ પુરુષે દર્શન, જ્ઞાન અને ચારિત્રને સદા સેવવાં ” લોકો પર્યાયના ભેદથી જાણે છે માટે પર્યાયથી કથન છે. સેવવો છે તો એક આત્મા, ત્રણ ભેદ નહીં. ત્રણ ભેદ તો પર્યાય છે, તેથી તે વ્યવહાર છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન જે એક સ્વરૂપ છે અને એકને જ સેવવો છે, પણ લોકો પર્યાયથી-વ્યવહારથી સમજે છે માટે ભેદથી કથન કર્યું છે; આદરવા માટે નહીં. તેમ અહીં અનંત સિદ્ધોને પર્યાયમાં તેનું જ્ઞાન કરાવવા માટે સ્થાપ્યા છે; કે સાધ્ય જે સિદ્ધપદ એનું આવું પૂર્ણ સ્વરૂપ છે. ધ્યેય (ધ્યાન કરવા યોગ્ય) તો દ્રવ્ય છે. ભેદ પાડવો તે વસ્તુનું જ્ઞાન કરાવવા માટે બરાબર છે, પણ ધ્યેય તો “એક” દ્રવ્ય જ છે. મોક્ષમાર્ગપ્રકાશકની પાછળ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્યાં સવિકલ્પથી નિર્વિકલ્પનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે “ચિન્મય આત્મા એકસ્વરૂપે છે, એમાં સર્વ પરિણામ એકાગ્ર થાય છે. માટે દ્રવ્ય અને પરિણામ એક થઈ ગયા એમ નહીં. (અને દ્રવ્ય અને પરિણામ બે થઈને દષ્ટિનો વિષય બને છે એમ પણ નહીં.) ચિન્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિકનયનો-નિશ્ચયનયનો અને સમ્યકદર્શનનો વિષય છે તે તો એકસ્વરૂપે જ છે, ત્રણ રૂપે નહીં. ત્રણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫ ભાગ-૧ ] રૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નથી કહેવામાં આવે છે. સમ્યકદર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાની પર્યાય જ ઢળે છે એમ નહીં. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતામાં એકના સેવનની જ' (ધ્રુવ આત્માની જ ) મુખ્યતા હોય છે. તે કાળે ત્રણે રૂપે પરિણમવું એને ગૌણ કરીને-વ્યવહાર કહીને અસત્યાર્થ કહે છે. ગાથા ૧૬ (સમયસાર) ના કળશ ૧૭ માં આવે છે કે –“આત્મા એક છે તો પણ વ્યવહારદષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ (મેચક) છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર -એ ત્રણ ભાવે પરિણમે છે. જોયું? દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેપણે પરિણમે છે એ વ્યવહારકથન છે. આ જ કળશના ભાવાર્થમાં ખુલાસો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા એક છે. આ નયને પ્રધાન કરી કહે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો, તેથી એકને ત્રણરૂપે (દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણરૂપે) પરિણમવો કહેવો તે સદ્દભૂત વ્યવહાર છે; રાગ છે તે અસદ્દભૂત વ્યવહાર છે. (આત્મા રાગરૂપે પરિણમે છે એમ કહેવું તે અસદ્દભૂત વ્યવહાર છે.) અહા! પરિણમનની ત્રણ નિર્મળ દશાને વ્યવહાર કહી, અસત્યાર્થ કહી તો દ્રવ્યને નિર્મળ પર્યાય સાથે લઈને દષ્ટિનો વિષય બનાવે એ તો ઘણું સ્થૂળ થઇ ગયું (એવી માન્યતા) વિપરીત અને ઊંધી દષ્ટિ છે. નિશ્ચયનયનો વિષય એક અંશ છે, પ્રમાણ નથી. જે “એકરૂપ” છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. એક વસ્તુને દ્રવ્યાર્થિકન-નિશ્ચયનયથી જ્યારે “એક” કહી ત્યારે બીજો નય હજુ બાકી રહી ગયો; કેમકે વસ્તુનો બીજો અંશ છે ને? તેને વિષય કરનાર વ્યવહારનય બાકી રહી ગયો, અન્યથા નય જ કહેવાય નહીં. ત્રણપણે પરિણમે છે એ પર્યાયઅંશ વ્યવહારનયનો વિષય છે. આ વ્યવહારનયના વિષયને ગૌણ કરી, તે નથી, એમ અસત્યાર્થ કહેલ છે. વળી દ્રવ્યથી સાથે પર્યાય લેવી એ પણ વ્યવહાર છે. બે થયા માટે વ્યવહાર છે. બીજી રીતે કહીએ તો પર્યાય સભૂત વ્યવહાર છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય નિશ્ચય છે; બે મળીને પ્રમાણનો વિષય થઈ ગયો અને પ્રમાણ પોતે વ્યવહારનયનો વિષય છે, એમ પંચાધ્યાયીમાં લીધું છે. હવે અહીં કહે છે કે એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે-એટલે સિદ્ધ-પૂર્ણદશા પ્રાપ્ત થઈ ગઈ છે એને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. પ્રતિછંદ એટલે પડઘો. રાણપુરમાં રાજાનો નદીના કાંઠે પથ્થરનો ઊંચો મહેલ છે. તેમાં (એક જગાથી) અવાજ કરે અને ત્યાંથી અવાજ ઊઠે. અવાજ પાછો પડે. આને પડઘો કહેવાય. તેમ અહીં “હે સિદ્ધ ?” એમ બોલે ત્યાં અંદર સામો પડઘો પણ એવો પડે કે હે સિદ્ધ!” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ [ સમયસાર પ્રવચન અથવા અહીં કહે કે “હે ભગવાન! તમે તારજો.' ત્યાં અંદરમાં સામો પ્રતિઘોષ થાય કે “હે ભગવાન! તમે તારજો.' આ રીતે સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે પ્રતિછંદના સ્થાને છે. સિદ્ધ ભગવાન નમૂનો છે. (સાધ્યનો નમૂનો છે). લોગસ્સમાં આવે છે ને? સિદ્ધા સિદ્ધ મમ દિસતું.” એટલે કે હું સિદ્ધ ભગવાન ! મને સિદ્ધપદ દો. આમ તેમના સિદ્ધોના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાનું સ્વરૂપ ધ્યાવીને-એટલે કે “સિદ્ધ સમાન સદા પદ મેરો, ' એમ પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યવન, આનંદકંદ એનું ધ્યાન કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. અહીં પર્યાયનું ધ્યાન કરવાની વાત નથી. અહીં તો મારું દ્રવ્ય જ સિદ્ધ સ્વરૂપ છે, સ્વભાવથી શક્તિરૂપે હું સિદ્ધ જ છું. નિયમસારમાં આવે છે ને? બધા સંસારી જીવો (નિશ્ચયનયના બળે) સિદ્ધ સમાન જ છે, અષ્ટગુણથી પુષ્ટ છે. આ સ્વભાવની વાત છે. દ્રવ્ય પોતાનું સિદ્ધસ્વરૂપ છે એને ધ્યાવીને, પોતાના ત્રિકાળી સ્વરૂપનું ધ્યાન કરીને તેના જેવો થઈ જાય છે. અહા! નિર્મળ પર્યાયમાં ધ્યાન કોનું છે? દ્રવ્યનું, કે જે સ્વરૂપે પૂર્ણ, આનંદસ્વરૂપ એકરૂપ છે, એને પર્યાય વિષય બનાવીને ધ્યાન કરે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ત્રણ ઠેકાણે આવે છે કે “ધ્યાન વિષય કુરુ' –પર્યાયમાં દ્રવ્યને વિષય બનાવ. એનો અર્થ એ નથી કે આ પર્યાય છે તે દ્રવ્યમાં વાળું છું, પણ પર્યાય દ્રવ્ય તરફ વળી એ દ્રવ્યનું ધ્યાન છે. સિદ્ધનું ધ્યાન-એટલે જેવો પોતે સિદ્ધ સમાન સ્વભાવથી છે-તેનું ધ્યાન કરતાં સિદ્ધ સમાન થઈ જાય છે; ન થાય એ પ્રશ્ન જ નથી. તેથી ચારેય ગતિથી વિલક્ષણ એવી પંચમગતિ- મોક્ષને પામે છે. બીજી ગતિઓ તો વિકારવાળી છે, ત્યાંથી તો પાછું આવવું પડે છે. પણ આ મોક્ષગતિ તો થઈ એ થઈ, “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં.' સાદિ-અનંતકાળ સિદ્ધમાં જ રહેશે. અહો ! અમૃતચંદ્ર અમૃતના નાથને અમૃત ગતિ પ્રાપ્ત કરાવવાની અદ્દભૂત વાત કરી છે. અમૃત રેલાવ્યાં છે! “રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યાં રે પંચમ કાળમાં! કેવી છે તે પંચમગતિ? “ધુવમચલમણોવમ”. ધ્રુવતાથી પ્રથમ ઉપાડ્યું છે. પર્યાય અંદર ધ્રુવ સ્વભાવમાંથી આવી છે ને? ધ્રુવમાંથી ધ્રુવ પર્યાય-સિદ્ધ પર્યાય થઈ છે. સિદ્ધ પર્યાયને વંદન કરવું છે ને? એ પંચમગતિ-સિદ્ધ ગતિ સ્વભાવરૂપ છે. જે આત્માનો સ્વભાવભાવ છે એમાંથી સ્વભાવભાવપર્યાય આવેલી છે. સિદ્ધ ભગવાનની નિર્મળ પર્યાય સ્વભાવભાવરૂપ છે માટે ધ્રુવપણાને અવલંબે છે-ધ્રુવપણાને રાખે છે. ચાર ગતિઓ પર નિમિત્તથી-કર્મના નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે. ચાર ગતિ વિભાવભાવરૂપ વિકારી અવસ્થા છે. આમ ધ્રુવ વિશેષણથી પંચમગતિમાં વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. જો કે મોક્ષની પર્યાય (સિદ્ધ પર્યાય) પણ નાશવાન (ઉત્પાદ-વ્યયરૂપ) છે, છતાં અહીં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૩૭ મોક્ષની પર્યાય એવી ને એવી રહેવાની છે, એ અપેક્ષાએ વિનાશિક નથી એમ કહ્યું છે. સિદ્ધગતિનું પરિણમન ભલે હો, પણ એવું ને એવું રહે છે માટે તેને વિનાશિકતા રહિત (ધ્રુવ ) કહેવાય છે. વળી તે કેવી છે? અચળ છે. સિદ્ધગતિ અચળ છે. અચળ સ્વભાવમાંથી આવી છે માટે અચળ છે. સિદ્ધદશા એક વખત થઈ પછી તેમાં ફેરફાર થતો નથી. અનાદિકાળથી પર ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિવશ અચળપણાને પામી છે. આ વિશેષણથી ચારેય ગતિઓને પરના નિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. જેવો સ્વભાવ અચળ છે તેવી જ સિદ્ધગતિ અચળ થઈ છે, એટલે ફરતી નથી. વળી તે કેવી છે? અનુપમ છે. અહાહા..! સિદ્ધગતિ, એની શી વાત! સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો તેમનાથી વિલક્ષણ, અદભુત માહામ્યવાળી હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. સિદ્ધને ઉપમા સિદ્ધની. સિદ્ધની, બીજાની સાથે ઉપમા થઈ શકતી નથી અહાહા...! એક સમયમાં જેને અનંત અતીન્દ્રિય આનંદ, અનંત કેવળજ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા... એને કોની ઉપમા આપવી? આ વિશેષણથી ચારેય ગતિઓમાં જે પરસ્પર સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. મોટા ચક્રવર્તીને સ્વર્ગ જેવું સુખ છે એમ ઉપમાથી કહેવાય, પણ પંચમગતિને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. સિદ્ધગતિનું નામ અપવર્ગ છે. ધર્મ, અર્થ, અને કામથી ભિન્ન છે. એ ત્રિવર્ગમાં એ આવતી નથી તેથી અપવર્ગ છે. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે લક્ષ્મી, અને કામ એટલે વિષયની વાસના –આ ત્રિવર્ગ છે. મોક્ષગતિ આ વર્ગમાં નથી. લ્યો, આ સિદ્ધ ભગવાનને વંદન કરીને માંગલિક કર્યું. આવા સિદ્ધ ભગવાન છે એમ જ્ઞાન કરીને તેમને વંદન કર્યું, તેમનો આદર કર્યો. ઓવે ઓથે “ણમો સિદ્ધાણં ” કહે એમ નહીં એમ અહીં કહે છે. આખા સંસારનો-ચોરાશીના અવતારનો અભાવ થઈને સિદ્ધ ગતિ ઉત્પન્ન થઈ છે, ભાઈ. એ વ્યય વિનાનો ઉત્પાદ થયો છે. પ્રવચનસારમાં આવે છે કે સિદ્ધ ભગવાનને સંસારનો જે વ્યય થયો છે તે ઉત્પાદ વિનાનો વ્યય છે. સંસારનો જે નાશ થયો તે હવે ઉત્પન્ન નહીં થાય. અહા! સિદ્ધગતિ જે ઉત્પન્ન થઇ છે તે વ્યય વિનાની ઉત્પન્ન થઇ છે. આવા સિદ્ધની વંદના કરી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ [ સમયસાર પ્રવચન આમ સિદ્ધોને પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવ પદાર્થનો) પ્રકાશક પ્રાભૃત નામનો અહ-પ્રવચનનો અવયવ-અંશ, તેનું હું પરિભાષણ કરું છું આ સમય પ્રાભૃત એ સર્વ પદાર્થોનો વા જીવ પદાર્થનો પ્રકાશક છે અને તે અહંત પ્રવચનનો અંશ કહેતાં ભગવાન શ્રી અરિહંતના શ્રીમુખેથી નીકળેલી દિવ્યધ્વનિ –વાણી-પ્રવચન એનો એક અંશ છે. તેનું, અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું. અહીં આચાર્યશ્રી-મારામાં (પોતામાં) પણ ચારિત્રમોહની જે અલ્પ અસ્થિરતા છે તેનો તથા પર જીવોમાં જે મિથ્યાત્વ-રાગાદિ છે તેનો નાશ કરવાની વાત કરે છે મારે પણ હજી અલ્પ મોહ છે એમ કહે છે. અમૃતચંદ્રાચાર્યે ત્રીજા કળશમાં કહ્યું હતું ને કે આ ટીકા કરતાં મારા મોહનો નાશ થશે. તેઓશ્રીની જ આ ટીકા છે ને?! કહે છે કે મારા અને પરના મોહના નાશ માટે પરિભાષણ કરું છું, એટલે કે વ્યાખ્યા કરું છું. આ સમયસાર છે એ અહંત-પ્રવચનનો અવયવ એટલે અંશ છે. કેવો છે તે અવયવ ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત છે, સર્વ પદાર્થોના સમૂહુને સાક્ષાત કરનાર કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત છે. આમ કહીને આ સમયસારની પ્રામાણિકતા સિદ્ધ કરે છે. સમયસાર બન્યું છે કેમ? અનાદિ પરમાગમ છે એમાંથી બન્યું છે, અને સર્વજ્ઞ ભગવાને તે કહ્યું છે–પ્રણીત કર્યું છે, અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ (સીધા) સાંભળનાર, તેમ જ પોતે અનુભવ કરનાર-એટલે કે સાંભળીને આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલું હોવાથી પ્રમાણતાને પામેલ છે. અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર નથી. અન્યવાદીઓએ એટલે જૈન પરમેશ્વર સિવાય બીજાઓએ આગમ બનાવ્યાં છે એમ આ નથી. આ તો અનાદિ અનંત શબ્દબ્રહ્મ, સર્વજ્ઞકથિત અને શ્રુતકેવળીઓ તથા સાક્ષાત્ સાંભળનાર અને અનુભવ કરનાર એમણે કહેલું છે તેથી પ્રમાણ છે. બીજાઓના આગમ તો કલ્પિત છે. શ્વેતાંબરોએ પણ કલ્પિત આગમ બનાવ્યાં છે છદ્મસ્થ અલ્પજ્ઞાનીની કલ્પનામાત્ર હોય એવા આ આગમ નથી અલ્પજ્ઞાનીઓનાં કલ્પનામાત્ર આગમો છે તે બધાં અપ્રમાણ છે. *ભાવાર્થ ઉપરનું પ્રવચન* ગાથાસૂત્રમાં આચાર્ય “વક્ષ્યામિ' કહ્યું છે. તેનો અર્થ ટીકાકારે “વચ પરિભાષણે ' ધાતુથી પરિભાષણ કર્યો છે. સંસ્કૃત ટીકામાં છેલ્લા શબ્દો છે: “માવવીવી દ્રવ્યવાવા પરિભાષણમુપજ્યતે'– એનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે. ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પૂર્વમાં બાર વસ્તુ અધિકાર છે, તેમાં પણ એક એકના વીશ વીશ પ્રાભૃત” Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૩૯ અધિકાર છે. તેમાં દશમા વસ્તુમાં સમય નામનું જે પ્રામૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું, અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૂતનું પરિભાષણ કર્યુંપરિભાષા સૂત્ર બાંધ્યું. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે, તેમાં એક પરિભાષા જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તે પરિભાષા છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાકૃતનું પરિભાષણ કરે છે એટલે સમયપ્રાકૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે. એટલે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે પ્રમાણે શાસ્ત્રની રચના કરે છે. અહાહા! શ્રુતકેવળીઓએ જે કહેલું તેના અર્થનું જ્ઞાન શ્રી કુંદકુંદાચાર્યને હતું. આચાર્યે મંગળ અર્થે સિદ્ધને નમસ્કાર કર્યા છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે. જે જ્ઞાયકભાવ છે તે એકલો જ આશ્રય કરવા લાયક છે-ધ્યેયમાં લેવા લાયક છે. પણ અહીં તો સિદ્ધ ભગવાન લીધા છે. સિદ્ધ ભગવાનને પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ છે. વસ્તુ તરીકે આત્મદ્રવ્ય સ્વભાવે શુદ્ધ, શુદ્ધ છે. અહીં શુદ્ધ આત્માનું સ્વરૂપ કહેવાનું પ્રયોજન છે, ધ્રુવ સ્વરૂપ, શુદ્ધચૈતન્ય કહેવાનું પ્રયોજન છે. તેથી તેને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પ૨ (પ્રથમ કળશમાં) કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને સર્વ એવું વિશેષણ આપ્યું તેથી તે અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો. એ રીતે ‘શુદ્ધ આત્મા એક જ છે' એમ કહેનાર અન્યમતીઓનો વ્યવચ્છેદ કર્યો. વેદાન્ત એક સર્વવ્યાપક આત્મા માને છે, પણ એમ છે નહીં. અનંત અનંત આત્માઓ છે એમ કહી વેદાન્તીઓનો વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દનો અર્થઃ શ્રુતને અનાદિનિધન પ્રવાહરૂપ આગમ -શબ્દબ્રહ્મ કહ્યું અને કેવળી શબ્દના બે અર્થ કર્યા (૧) સર્વજ્ઞ (૨) ૫૨માગમને જાણનાર શ્રુતકેવળી. શ્રીમદ્ કુંદકુંદાચાર્યદેવ એમ કહે છે કે અમે તો સર્વજ્ઞ પરમેશ્વર અને શ્રુતકેવળીઓએ કહેલું, જે અનાદિનિધન પરમાગમ-તેનું પરભાષણ કરીએ છીએ; અમે અમારા ઘરનું કલ્પિત કાંઈ કહેતા નથી. તેથી આ ગ્રંથ પ્રમાણ છે. હવે આ ગ્રંથનું અભિધેય શું? ધ્યેય શું છે? શબ્દોનો સંબંધ એની સાથે શું છે? ધ્યેય આત્મા વાચ્ય, વાચક એના શબ્દો અને પ્રયોજન શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી એ તો પ્રગટ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. અખંડ આનંદ, ચૈતન્ય, ધ્રુવ, પ્રભુ પરમાત્મસ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. જાણે છે પર્યાય ધ્યેય ત્રિકાળી શુદ્ધ આત્મા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪) [ સમયસાર પ્રવચન ત્રિકાળશુદ્ધ, ધ્રુવસ્વરૂપ, એકરૂપ ત્રિકાળ જેમ પર્યાયનો ભેદ પણ નથી એવા શુદ્ધાત્માનું સ્વરૂપ અભિધેય છે. છઠ્ઠી ગાથામાં કહેશે કે જ્ઞાયકભાવ પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. એ રીતે એને શુદ્ધ કહીએ છીએ. તેના વાચક આ ગ્રંથના (સમયસાર શાસ્ત્રના) શબ્દો છે, અને વાચ્ય શુદ્ધ આત્મા છે. ધ્યેય એટલે પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક-જે ધ્રુવ છે તે. આમ અનંત કેવળીઓએ કહ્યું છે. તેના વાચક ગ્રંથના શબ્દો છે. છે ને? શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા ધ્રુવ છે. તે સમ્યક્દર્શનનો વિષય છે. સમ્યકદર્શનની પર્યાયનો વિષય આ છે. બીજી રીતે કહીએ તો પર્યાય વ્યવહાર છે, તેનો વિષય નિશ્ચય છે. શું કહ્યું? પર્યાય છે એ વ્યવહાર છે, એનો વિષય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ચિવિલાસમાં આવે છે ને, કે “નિત્યને અનિત્ય જાણે છે.” એટલે કે ક્ષણિક પર્યાય તે ધ્રુવને જાણે છે. વસ્તુ અનાદિથી આવી છે. દ્રવ્ય અને નિર્મળ પર્યાય બે થતાં નિશ્ચયનયનો વિષય ન રહ્યો, વ્યવહારનયનો વિષય થઈ ગયો. ખરેખર વ્યવહારનો (પર્યાયનો) વિષય નિશ્ચય (દ્રવ્ય) જોઈએ. પર્યાય છે એ વ્યવહાર છે, ભેદ છે. એનો વિષય ત્રિકાળી ધ્રુવ એ નિશ્ચય છે. આ અભિધેયને જ્યારે પર્યાય જાણે છે ત્યારે અભિધેય થાય છે. (ત્યારે આ ધ્રુવ આત્મા છે એમ જાણું અને માન્યું.). ધ્રુવ દ્રવ્ય જે ધ્યેય તેને જ્ઞાનની પર્યાય જાણે છે, શ્રદ્ધાની પર્યાય ધ્રુવને ધ્યેય બનાવીને શ્રદ્ધા છે. ત્યારે કહે છે કે પર્યાય જે ભેદ અને વ્યવહાર છે તે અભેદને જાણે છે. વાણી બધું બતાવે છે. વાણી બતાવે છે કે જ્ઞાનની પર્યાય છે તે જાણે છે. આ તો અનાદિ સનાતન સત્ય છે. ધ્યેય તો ધ્યેય છે, પણ જ્યારે પર્યાય ધેયને જાણે છે, તેને ધ્યેય બનાવે છે, ત્યારે ધ્યેય ખરેખર થયું કહેવાય. અભિધેય એટલે શું? કે શુદ્ધ આત્મા. શાસ્ત્ર કહ્યું કે અભિધેય શુદ્ધ આત્મા ધ્રુવ છે. પણ કોને? જે જાણે એને. આત્મા તો નિશ્ચયથી પરમાત્મસ્વરૂપે બિરાજમાન નિત્ય ધ્રુવ પોતે છે. તેને આચાર્ય ભગવાને છઠ્ઠી ગાથામાં જ્ઞાયક કહ્યો અને ૧૧ મી ગાથામાં ભૂતાર્થ કહ્યો છે. ભૂતાર્થ ને જાણે છે પર્યાય, પણ એ પર્યાય દ્રવ્યમાં નથી. અહા ! પર્યાય પર્યાયની છે. પર્યાયને દ્રવ્યની કહેવી એ તો પરથી ભિન્ન પાડવા માટે છે. ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે. પર્યાય કોની છે એમ ભેદ પાડીને સમજાવવું હોય ત્યારે દ્રવ્યની કહેવાય. નિરપેક્ષથી કહેવું હોય તો પર્યાય પર્યાયની છે, અને દ્રવ્ય દ્રવ્યનું છે. આ ગ્રંથમાં અભિધેય, સંબંધ, પ્રયોજન પ્રગટ જ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે એ પ્રગટ છે, ગુપ્ત નથી. ભગવાન નિત્યાનંદ પ્રભુ વાચ્ય છે અને શબ્દો વાચક છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૪૧ સમયસાર (શાસ્ત્ર) વાચક છે અને એનું વાચ્ય જે શુદ્ધાત્મા તેને શબ્દો બતાવે છે. જેમ સાકર પદાર્થ વાચ્ય છે અને સાકર શબ્દ વાચક છે. વાચક-વાચ્યનો અર્થ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. ભગવાન આત્મા ધ્રુવ વાચ્ય છે-કહેવા લાયક છે અને સમયસારના શબ્દો વાચક છે. બીજી રીતે કહીએ તો વાચક શબ્દો વડે કહેલો જે આત્મા તેનું જ્ઞાન જેને થાય તે જ્ઞાનની પર્યાય અભિધેયને જાણે છે. શ્રુત જેમ અભેદ ધ્યેયને બતાવે છે. એમ જ્ઞાનની પર્યાય છે એ અભેદ અભિધેયને જાણે છે. આ તો ભગવાનનો અલૌકિક માર્ગ છે, ભાઈ. સમયસાર કળશ ર00 માં આવે છે કે પરદ્રવ્ય અને આત્માને કોઈપણ સંબંધ નથી; તો કર્તા-કર્મ સંબંધ કઈ રીતે હોય? હવે અહીં કહે છે કે વાચક–વાચ્યનો સંબંધ છે. એ વ્યવહારથી છે. એટલે કે ગ્રંથના શબ્દો અને શુદ્ધાત્માને વાચક-વાચ્ય સંબંધ કહ્યો તે નિમિત્ત –નૈમિત્તિક સંબંધ છે અને તે વ્યવહાર છે, નિશ્ચયથી કોઈ સંબંધ નથી. આ તો અનાદિ પરમાગમ-શબ્દબ્રહ્મથી અને ભગવાન કેવળીની વાણીથી પ્રમાણિત વાત છે. ભાઈ, આગમ અનાદિ છે, હાં. એ કાંઈ નવું નથી. એ પરમાગમના શબ્દોની શૈલી અનાદિ છે. કહ્યું છે ને, કે “સિદ્ધો વર્ણસમાપ્નાયઃ” આ વાણીની કોઈ રચના કરે છે એમ નથી. વાણીમાં પુગલની પર્યાયની રચના અનાદિ છે. ભગવાન સર્વશ પરમેશ્વરની વાણી જે છે એ વાણીની રચના તો વાણીના કારણે છે, કેવળીએ વાણીની રચના નથી કરી. દિવ્યધ્વનિની રચના થઈ એમાં કેવળી નિમિત્ત છે, તેથી નિમિત્તથી એમ કહ્યું કે કેવળીનું કહેવું છે. આવો નિમિત્તમૈમિત્તિક સંબંધ એ વ્યવહાર છે. તીર્થંકરો શ્રતથી ઉપદેશ આપે છે-એવો ધવલમાં પાઠ છે. ભગવાન શ્રુતજ્ઞાનથી કહે છે. ભગવાનની વાણી (દિવ્ય ધ્વનિ) છે તે શ્રુતજ્ઞાનથી કહે છે. કેમકે સાંભળનારને (તેના નિમિત્તે) શ્રુતજ્ઞાન થાય છે, તેથી શ્રુતજ્ઞાનથી કહે છે એમ કહેવામાં આવ્યું છે. ભગવાનને શ્રુતજ્ઞાન છે એમ નથી, ભગવાનને તો કેવળજ્ઞાન છે. આશય એવો છે કે સાંભળનારને ભાવશ્રુતજ્ઞાન થાય છે-ભલે થાય છે પોતાથી, પણ વાણી નિમિત્ત છે એથી એ પણ શ્રુત કહેવામાં આવી છે. અનાદિ પરમાગમ છે તેને દ્રવ્યશ્રુત કહે છે. ગણધરો સૂત્રની રચના કરે છે, તથા ભવ્ય જીવોને શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે તેમાં કેવળીની વાણી-દિવ્યધ્વનિ નિમિત્ત છે તેથી તે વાણીને પણ શ્રત કહેવામાં આવી છે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થવી એ પ્રયોજન છે. એટલે જે શુદ્ધ, ધ્રુવ આત્મા છે તેનો પર્યાયમાં અનુભવ થાય એ પ્રયોજન છે. વસ્તુ પોતે જે છે-જીવતી જ્યોત તેને જ્ઞાનમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ [ સમયસાર પ્રવચન કબૂલવી એ પ્રયોજન છે. જેવો આત્મા છે એવો કબૂલ્યો, ત્યારે જીવતી જ્યોતને જીવતી રાખી–કે આવો હું શુદ્ધ, ધ્રુવ, ચૈતન્યજ્યોતિ છું. આત્માના સ્વરૂપને આ સિવાય બીજી રીતે માને એણે શુદ્ધ આત્માનું (માન્યતામાં) મૃત્યુ કર્યું છે. તેથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું અને અનુભવવું એ વાસ્તવિક પ્રયોજન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૨ तत्र तावत्समय एवामिघीयते जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण। पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ।।२।। પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે: જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મયુગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. ૨ ગાથાર્થ - હે ભવ્ય ! [ નીવ] જે જીવ [ ચરિત્રનજ્ઞાનથિત:] દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિત થઇ રહ્યો છે [ā] તેને [ દિ] નિશ્ચયથી [સ્વસમાં] સ્વસમય [નાનીદિ] જાણ; [૨] અને જે જીવ [પુનર્મપ્રવેશસ્થિત] પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે [ત ] તેને [૫૨સમય] પરસમય [ નાનીદિ ] જાણ. ટીકાઃ- “સમય” શબ્દનો અર્થ આ પ્રમાણે છે: “સમ' તો ઉપસર્ગ છે, તેનો અર્થ “એકપણુંએવો છે; અને “કર્યું તો' ધાતુ છે એનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે; તેથી એકસાથે જ (યુગપદ) જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે તે સમય છે. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. આ જીવ-પદાર્થ કેવો છે? સદાય પરિણામસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિતછે. આ વિશેષણથી, જીવની સત્તા નહિ માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો તથા પુરુષને (જીવન) અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ, પરિણમનસ્વભાવ કહેવાથી, થયો. નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ४४ [ સમયસાર પ્રવચન છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે, તેમનું નિરાકરણ, સત્તાને ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ કહેવાથી થયું. વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી નિત્યઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન-જ્ઞાન-જ્યોતિ સ્વરૂપ છે (કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે). આ વિશેષણથી, ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? અનંત ધર્મોમાં રહેલું જે એકધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે (કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે). આ વિશેષણથી, વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતીનો નિષેધ થયો. વળી તે કેવો છે? ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અને ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે. (પર્યાય ક્રમવર્તી હોય છે અને ગુણ સહવર્તી હોય છે; સહવર્તીને અક્રમવર્તી પણ કહે છે.) આ વિશેષણથી, પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતીઓનો નિરાસ થયો. વળી તે કેવો છે? પોતાના અને પારદ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે (અર્થાત્ જેમાં અનેક વસ્તુઓના આકાર પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકારરૂપ તે છે). આ વિશેષણથી, જ્ઞાન પોતાને જ જાણે છે પરને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો, તથા પોતાને નથી જાણતું પણ પરને જાણે છે એમ અનેકાકાર જ માનનારનો, વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશિષ્ટ ગુણો- અવગાહન-ગતિ-સ્થિતિ-વર્તનાહેતુપણું અને રૂપીપણું–તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદગલ-એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. આ વિશેષણથી, એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો. –આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે આ (જીવ), સર્વ પદાર્થોમાં સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (અસ્તિત્વરૂપ) આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શનજ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી યુગપદ્ સ્વને એકત્વપૂર્વક જાણતો તથા સ્વ-રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “સ્વસમય’ એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે; પણ જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે (પુષ્ટ થયેલો ) મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ્ પરને એકત્વપૂર્વક જાણતો તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૪૫ પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “પરસમય” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય- એવું દ્વિવિધપણું પ્રગટ થાય છે. ભાવાર્થ- જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. “જીવ” એવો અક્ષરોનો સમૂહુ તે “પદ” છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકશાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. પ્રથમ ગાથામાં સમયનું પ્રાત કહેવાની પ્રતિજ્ઞા કરી, એટલે કે સમયનો સાર કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં એ આકાંક્ષા થાય કે સમય એટલે શું? તેથી હવે પહેલાં સમયને જ કહે છે. દરેક પદાર્થનું સ્વરૂપ જ સમય છે, અર્થાત્ દરેક પદાર્થ પોતાના ગુણ-પર્યાયોને પ્રાપ્ત થઈ પરિણમન કરે છે તેથી તેને “સમય” કહેવામાં આવે છે. સમય” શબ્દનો બીજો અર્થ: એકી સાથે જાણવું અને પરિણમન કરવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તેને સમય કહે છે. આ રીતે બધા આત્માઓ સમય છે. આ બીજી ગાથામાં જે શુદ્ધ આત્માને જાણે અને એ રૂપે પરિણમે તેને સ્વસમય જાણવો એમ વિશેષપણે કહે છે. પ્રવચન નંબર ૬-૮, તારીખ ૪-૧૨-૭પ થી ૬-૧ર-૭પ *ગાથાર્થ ઉપરનું પ્રવચન છેલ્લો શબ્દ “જાણ” છે ને? આચાર્ય કહે છે કે “જાણ” આજ્ઞાવાચક શબ્દ છે. એટલે આચાર્ય ભગવાન આજ્ઞા કરે છે કે હે ભવ્ય! જે જીવ દર્શન -જ્ઞાન-ચારિત્રમાં સ્થિત છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. ભાષા તો જુઓ! ખરેખર તો દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ પર્યાયો આત્મામાં સ્થિર-એકાગ્ર થાય છે એને ઠેકાણે અહીં તો દર્શનજ્ઞાન-ચારિત્રમાં જે આત્મા સ્થિત છે તેને સ્વસમય જાણ એમ કહ્યું. એટલે કે આત્મા અનાદિથી જે રાગમાં અને નિમિત્તમાં સ્થિત હતો તે જ આત્મા અંદર દ્રવ્યના લક્ષ એના જેવી જે (જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ) પર્યાય પ્રગટ થઇ એમાં સ્થિત થયો તેને સ્વસમય જાણે એમ કહ્યું. રાગમાં નહીં, પણ ધ્યેયના લક્ષે જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર પ્રગટ થયાં એમાં રહે તે સ્વસમય છે. છહુઢાળામાં આવે છે ને ? કે- “પર દ્રવ્યનૌ ભિન્ન આપમેં રુચિ સમ્યકત્વ ભલા હૈ” આત્મરુચિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ [ સમયસાર પ્રવચન કહી છે ને ? એ રુચિમાં આત્મા જણાયો એટલે આત્મા રુચિ અને જ્ઞાનમાં સ્થિત થયો એવી શૈલીથી વાત કરી છે. જીવ એટલે ભગવાન આત્મા જે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે એને સ્વસમય કહેવામાં આવે છે. આચાર્ય ભગવાન પોતે મુનિ છે ને? એટલે ‘ચારિત્ર-દર્શન-જ્ઞાનસ્થિત ' એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્રિકાળી જે છે તે સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની પર્યાયમાં ખ્યાલમાં આવ્યો એટલે એમાં એ સ્થિત છે એમ કહી એવા જીવને સ્વસમય કહ્યો. એનો અર્થ કે જે અનાદિથી રાગમાં સ્થિત હતો તે આત્મામાં સ્થિત થયો. અહો! સમયસારની એક કડી તેના ભાવ સહિત યથાર્થ સમજે તો કલ્યાણ થાય એવું છે. ‘ જીવ' શબ્દ કેમ વાપર્યો? કેટલાક કહે છે કે આત્મા તો તદ્દન શુદ્ધ છે અને જીવ અશુદ્ધ છે, પણ એમ નથી એવું સિદ્ધ કરવા જીવ શબ્દ વાપર્યો છે. જીવ કહો કે આત્મા, બન્ને એક જ ચીજ છે. અહીં બીજી ગાથામાં ‘નીવો ચરિત્તવંસળબાળનિવો' ત્યાંથી ઉપાડયું છે, અને છેલ્લે જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન છે ત્યાં જીવત્વ શક્તિથી શરૂઆત કરી છે. આત્મામાં એક જીવત્વ શક્તિ છે જેને લઈને આત્મા જ્ઞાન, દર્શન, આનંદ અને સત્તા એવા ભાવ-પ્રાણને ધારણ કરે છે-એનાથી ટકે છે. જીવ કહેતાં જીવતું દ્રવ્ય જીવત્વ સ્વભાવથી જીવે છે. અહીં એમ કહે છે કે-હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે, એટલે જે (જીવ) જ્ઞાનમાં જણાય છે, શ્રદ્ધામાં નિર્ણીત થાય છે, સ્થિરતામાં આવે છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ. કુંદકુંદાચાર્ય પોકારીને કહે છે કે હૈ ભાઈ ! જે આત્મા પોતાની શ્રદ્ધામાં શ્રદ્ધાયો, જ્ઞાનમાં જણાયો અને ચારિત્રમાં ઠર્યો એને તું સ્વસમય જાણ. જીવને ધ્યેય (દૃષ્ટિમાં લેવા યોગ્ય) તો દ્રવ્ય છે એ વાત અહીં નથી. અહીં તો જે આત્મા પોતાના સ્વરૂપે પરિણમે છે એને સ્વસમય કહ્યો છે. જે આત્મા પોતાની શુદ્ધ પરિણતિમાં આવે છે એને સ્વસમય કહ્યો છે. આત્મા જે વિકારરૂપે હતો તે જ્યારે શુદ્ધ પરિણતિએ પરિણમે ત્યારે તે સ્વસમય છે, ત્યારે આત્મા આત્મારૂપે થયો એમ કહેવાય. અલબત, આવા આત્માને ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય જ છે. નિયમસારમાં આવે છે કે–સર્વકર્મના ક્ષયનો હેતુ એવો જે મોક્ષમાર્ગ–સમ્યક્દર્શનજ્ઞાન-ચારિત્ર-જેને અહીં સ્વસમય પરિણતિ કહી એનો હેતુ ત્રિકાળ પરમાત્મા છે. ‘અને જે જીવ પુદ્દગલકર્મના પ્રદેશમાં સ્થિત થયેલ છે તેને ૫૨ સમય જાણ. જે જીવ રાગમાં સ્થિત છે એ પુદ્દગલકર્મના પ્રદેશોમાં સ્થિત છે, તે ભગવાન આત્માના શ્રદ્ધા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ४७ જ્ઞાન-ચારિત્રમાં સ્થિત નથી. રાગ-દ્વેષ આદિ વિકારના જેટલા અંશો છે એ બધા પુદ્ગલકર્મના પ્રદેશો છે, આત્માનો ભાવ નથી. તેથી એને પરસમય-અનાત્મા જાણ. * ટીકા ઉપરનું પ્રવચન * ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “'-ઉપસર્ગ છે તેનો અર્થ એકસાથે ” એવો છે; અને “મય' ગમનાર્થક ધાતુ છે એનો ગમન અર્થ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એકસાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તે સમય કહેવામાં આવે છે. આ જીવ નામનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. જીવ જે સમ્યકદર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા તે વાત અહીં નથી. અહીં તો જીવની સત્તા-હોવાપણું સિદ્ધ કરે છે. આ જીવ પદાર્થ કેવો છે? “સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સતિ છે.' અહીં અનુભૂતિનો અર્થ અનુભવ એમ નથી. અનુભૂતિનો અર્થ રહેવું એમ થાય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહેવું એવો અનુભૂતિનો અર્થ છે. અનુભૂતિ એટલે સમ્યજ્ઞાન એ વાત અહીં નથી. જડ પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહે છે તેને જડની અનુભૂતિ કહે છે. જડ પણ એક સમયમાં ટકીને પરિણમે છે તેથી તે સત્ છે, સત્તા સહિત છે. પણ એક સમયમાં પરિણમે અને જાણે એવી વિશેષતા જડમાં નથી. અહીં તો જીવની સત્તાનું વર્ણન છે. ઉત્પાવ્યાધ્રૌવ્ય યુ$ સત' સૂત્ર છે ને. (તત્ત્વાર્થસૂત્ર) આત્મા પણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય યુક્ત સત, એવી સત્તાથી સહિત છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેયના એક સમયમાં હોવાપણારૂપ સત્તા છે. સમ્યકદર્શનનો વિષય શું છે તે વાત પછી કરશે. અહીં તો જીવની હયાતી કેવી રીતે છે તેની સિદ્ધિ કરી છે. ઉત્પાદ એટલે નવી પર્યાયનું થવું, વ્યય એટલે જૂની પર્યાયનું જવું અને ધ્રુવપણે કાયમ રહેવું એવી સત્તાની અહીં વાત છે. જીવ જે સમયે જાણે તે જ સમયે પરિણમે એવી ઉત્પાદ-વ્યયધૃવરૂપ સત્તા એ જીવનું સ્વરૂપ છે. આ વિશેષણથી જીવની સત્તા નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો. તથા પુરુષને અપરિણામી માનનાર સાંખ્યોનો વ્યવચ્છેદ થયો. જીવ પરિણમતો નથી, કૂટસ્થ છે એમ માનનારનો પરિણમનસ્વભાવ કહેવાથી નિષેધ થયો. દ્રવ્યસ્વભાવ, ધ્રુવ અપરિણામી જે સમ્યકદર્શનનો વિષય છે તે વાત અહીં નથી. અહીં તો પરિણામ સહિતનું આખું દ્રવ્ય સિદ્ધ કરવું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ४८ [ સમયસાર પ્રવચન નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે. બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે. એ બધાનું અહીં નિરાકરણ થયું. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તા કહેવાથી ઉત્પાદવ્યયરૂપ પરિણમન ન માને એનો નિષેધ થયો અને એકલું ક્ષણિક જ માને એનો ધ્રુવ” કહેવાથી નિષેધ થયો. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તાની અહીં સિદ્ધિ કરી છે. કઈ અપેક્ષાથી કહેવાય છે તે ધ્યાનમાં રાખે તો આ સમજાય એવું છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્તાનું હોવાપણું તેને અહીં અનુભૂતિ કહેવામાં આવી છે. વળી જીવ કેવો છે? “ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય-ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન-જ્યોતિસ્વરૂપ છે.' અહીં પણ પરિણમનની વાત છે, ત્રિકાળી ધ્રુવની વાત નથી. અહીં ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે એમ કહ્યું છે. જડનું પરિણમન જડપણે છે અને ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનપણે છે એમ સિદ્ધ કર્યું છે. આ દર્શન એટલે સામાન્ય ઉપયોગ અને જ્ઞાન એટલે વિશેષ ઉપયોગની વાત છે. દર્શન એટલે સમ્યક્દર્શન નહીં, ચૈતન્યસ્વરૂપપણાથી પોતે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે તે નિત્યઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન જ્યોતિમય પરિણમન સ્વરૂપ છે. ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે. આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકાર-જ્ઞાનસ્વરૂપ નહીં માનનાર સાંખ્યમતનું નિરાકરણ થયું. વળી તે કેવો છે? “અનંત ધર્મોમાં રહેલું જે એકધર્મીપણે તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે. અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. અહીં તો બધા ધર્મોની વાત છે, એકલો ધ્રુવ એમ નહીં, પણ ઉત્પાદ, વ્યય, ધ્રુવ આદિ અનંત ધર્મોથી તેને એકધર્મીપણું પ્રગટ છે. સમ્યકદર્શનનો વિષય જે ધ્રુવ દ્રવ્ય તેની અહીં વાત નથી. આ તો દ્રવ્યના અનંત ધર્મોમાં રહેલું જે એકપણે તેને લીધે દ્રવ્યપણે જેને પ્રગટ છે એ દ્રવ્યની વાત છે. આ વિશેષણથી વસ્તુને ધર્મોથી રહિત માનનાર બૌદ્ધમતનો નિષેધ થયો. અહા ! ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે આખો સમય છે તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. સમ્યક્દર્શનનો વિષય જે દ્રવ્ય તે જુદી વસ્તુ છે. અહીં તો હુજુ આખી વસ્તુ સિદ્ધ કરે છે. વળી તે કેવો છે? “ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતા અનેક ભાવો જેનો સ્વભાવ હોવાથી જેણે ગુણપર્યાયો અંગીકાર કર્યા છે.” ક્રમે પ્રવર્તે તે પર્યાય અને અક્રમ પ્રવર્તે તે ગુણ છે. અહીં તો વસ્તુને સિદ્ધ કરવી છે. આખી ચીજ ગુણો અને પર્યાયો સહિત છે. ગુણો તે અક્રમવર્તી છે, એટલે સહવર્તી છે; પર્યાયો ઉત્પાદ-વ્યયરૂપ ક્રમવર્તી છે; આવો જ સ્વભાવ છે. સમ્યક્દર્શનનો વિષય જે દ્રવ્ય એની આ વાત નથી. આ તો જીવ દ્રવ્ય આખી ચીજ છે તે ગુણપર્યાયો સહિત છે એમ નક્કી કરે છે. તેમાંથી સમ્યક્દર્શનનો વિષય જે ધ્રુવસામાન્ય તે પછી સિદ્ધ કરશે. આ વિશેષણથી પુરુષને નિર્ગુણ માનનાર સાંખ્યમતનો નિરાસ થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૪૯ વળી તે કેવો છે? ‘પોતાના અને ૫૨ દ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને ઝળકાવનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. અહા...! પોતાનું જ્ઞાન કરે અને પરદ્રવ્યના આકારનું એટલે પરના સ્વરૂપનું જ્ઞાન કરે એવું સ્વ-પરને પ્રકાશવાનું એનું સામર્થ્ય છે. ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય એક સમયની પર્યાયનું છે, છતાં એકરૂપપણે રહે છે; ખંડ ખંડ નથી થતું એમ કહે છે. અહા ! આચાર્યોએ કેટલી કરુણા કરીને સ્પષ્ટ કર્યું છે. સાધારણ જીવોને ખ્યાલમાં આવે એવી શૈલીથી સ્પષ્ટ કર્યું છે. ઉત્પાદ-વ્યયરૂપ બધી પર્યાયો ક્રમસર થાય છે. અહીં તો વસ્તુને સિદ્ધ કરે છે એટલે બધી પર્યાયોની વાત છે. સમ્યક્દર્શન કઈ રીતે થાય એ વાત અત્યારે નથી. અહીં તો વસ્તુની સિદ્ધિ કરે છે કે સર્વજ્ઞપરમાત્માએ જોયેલું તત્ત્વ આવું છે. એ સિવાય અન્યમતીઓ ગમે તે પ્રકારે કહે તેનો અહીં નિષેધ કરે છે. અન્યમતવાળા કહે એવું વસ્તુસ્વરૂપ છે જ નહીં. પોતાના અને પરદ્રવ્યોના આકાર-સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી સમસ્ત રૂપને પ્રકાશનારું એકપણું જેણે પ્રાપ્ત કર્યું છે એવો જીવ પદાર્થ તે સમય છે. ત્રણકાળ, ત્રણલોકને જ્ઞાનની પર્યાય જાણે છતાં જ્ઞાન એક આકારરૂપ છે એમ કહે છે. આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, ૫૨ને નથી જાણતું એમ એકાકાર જ માનનારનો તથા પોતાને નથી જાણતું પણ ૫૨ને જાણે એમ અનેકાકાર જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અન્ય દ્રવ્યોના જે વિશેષ ગુણો-ખાસ ગુણો, જેમકે આકાશનો અવગાહન હેતુત્વ, ધર્માસ્તિકાયનો ગતિàતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિòતુત્વ, કાળનો વર્તનાદ્વૈતુત્વ અને પુદ્દગલનો રૂપીપણું–તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-સ્વભાવના સદ્દભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે. અન્ય દ્રવ્યના જે ખાસ ગુણો એનો આત્મામાં અભાવ હોવાને લીધે અને અસાધારણ ચૈતન્યસ્વભાવના સદ્દભાવને લીધે આકાશ આદિ પાંચ દ્રવ્યોથી જીવ ભિન્ન છે. આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો. વળી તે કેવો છે? અનંત અન્ય દ્રવ્યોના ક્ષેત્રથી ભિન્ન છે. ‘અનંત અન્ય દ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ હોવા છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવરૂપ છે.' જ્યાં આત્મા છે ત્યાં અનંત પરમાણુ, આકાશ, કાળ, ધર્મ, અધર્મ બધું છે. આવો અત્યંત એક્ષેત્રાવગાહ હોવા છતાં જીવ પોતાના સ્વરૂપથી છૂટતો નથી, ચૈતન્યસ્વરૂપ જ પોતે રહે છે. ગુણ અને પર્યાયપણે ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વભાવ જ રહે છે. આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો. જીવ અન્ય દ્રવ્યો સાથે એક જ ક્ષેત્રમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫O [ સમયસાર પ્રવચન મળીને રહેવા છતાં પોતાના ક્ષેત્રથી ભિન્નપણે રહી પોતાના ચૈતન્યસ્વભાવરૂપ જ રહે છે, સ્વરૂપથી કદીય છૂટતો નથી. આવો જ વસ્તુસ્વભાવ છે. આમ સાત બોલથી જે કહેવામાં આવ્યો એવો જીવ નામનો પદાર્થ તે સમય છે. સાત બોલથી સમય સિદ્ધ કર્યો છે. -ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. -દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. -અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. -અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે. -સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્ત રૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. -અસાધારણ ચૈતન્ય ગુણના સદ્દભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પર દ્રવ્યોથી ભિન્ન છે. -અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાતું હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો એક ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. અહા ! જ્ઞાન એને કહીએ જે પૂર્વાપર વિરોધ રહિત વસ્તુને સિદ્ધ કરે. આગળપાછળ વિરોધ આવે તેને જ્ઞાન ન કહેવાય. હવે અહીં સ્વસમય પરસમય કઈ રીતે છે તે સમજાવે છે. “ જ્યારે આ જીવ, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાન-જ્યોતિનો ઉદય થવાથી, સર્વ પરદ્રવ્યોથી છૂટી દર્શનશાસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વરૂપે લીન થઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે દર્શનજ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી પોતાના સ્વરૂપને એકતારૂપે એક જ વખતે જાણતો તથા પરિણમતો એવો તે “સ્વ-સમય” એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે.” સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશે તે કેવળજ્ઞાન છે. એવા કેવળજ્ઞાનને ભેદજ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થતાં સર્વ પરદ્રવ્યોથી છૂટી, દર્શનજ્ઞાનસ્વભાવમાં, પર્યાયરહિત અભેદ ત્રિકાળ ધ્રુવ, ચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં દષ્ટિ કરી તેની સાથે એકત્વગતપણે વર્તે છે ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો એમ કહેવામાં આવે છે. યુગપદ્ અને એકત્વપૂર્વક જાણતો અને સ્વમાં એકત્વપણે પરિણમતો તે “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે–એટલે કે જાણવામાં આવે છે. અહીં ટીકામાં જાણવાના અર્થમાં પ્રતીત શબ્દનો પ્રયોગ કર્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧ ભાગ-૧ ] પહેલાં (બીજા બોલમાં) જે દર્શન-શાન આવ્યું હતું તે દેખવા-જાણવાની વાત હતી. અહીં “દર્શન-જ્ઞાન-ચારિત્રમાં દર્શન કહેતાં સમ્યકદર્શનની વાત છે. શુદ્ધ, અભેદ ચૈતન્ય પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનની રુચિ તે સમ્યકદર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન અને તેમાં રમણતા-સ્થિરતા તે ચારિત્ર. તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થવાથી યુગપદ્ સ્વને એકત્વપણે જાણતો અને પરિણમતો-તે સ્વસમય જાણ એમ કહે છે. સાત બોલથી જીવના સ્વરૂપને કહી ચરિત્ત-દર્શન-જ્ઞાનેસ્થિતની વ્યાખ્યા કરતાં કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિની વાત કરી છે. સર્વ પરદ્રવ્યોથી ભિન્ન પડી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયતવૃત્તિ-એટલે ત્રિકાળ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વપણે વર્તવાપણું છે તે ભેદજ્ઞાન છે. આવું ભેદજ્ઞાન કેવળજ્ઞાનની ઉત્પત્તિનું કારણ છે. એક સમયમાં કેવલજ્ઞાન-કેવલદર્શનજ્યોતિથી બિરાજમાન ચૈતન્યસૂર્ય ભગવાન અરિહંતદેવ પરમાત્મા જેમનું નામ-સ્મરણ કરવું પણ ભલું છે-કેમકે ગુણવાળું નામ છે ને? –એવા ભગવાને સ્વસમયના સ્વરૂપનું વર્ણન કરતાં એમ કહ્યું છે કે જે આત્મા પરથી ભિન્ન પડી પોતાના દર્શનશાસ્વભાવમાં એકત્વ પામે છે તેને તું સમય જાણ, એમ સર્વજ્ઞની કહેલી વાત અહીં આચાર્યદેવ કહે છે. અહા! કેવી સ્પષ્ટ વ્યાખ્યા કરી છે? સનો ઢંઢેરો પીટયો છે. પાઠમાં “નીવો વરિત્તવંસTIMડિવો'- સ્વસમયની વાત પ્રથમ કરી છે. હવે પરસમયની વાત કરે છે. “જ્યારે તે, અનાદિ અવિદ્યારૂપી જે કેળ તેના મૂળની ગાંઠ જેવો જે મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિતપ્રવૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ–રાગ-દ્વેષાદિ ભાવોમાં એકતારૂપે લીન થઈ પ્રવર્તે છે ત્યારે પુદગલકર્મના કાર્મણસ્કંધરૂપ પ્રદેશોમાં સ્થિત થવાથી પરદ્રવ્યને પોતાની સાથે એકપણે એકકાળમાં જાણતો અને રાગાદિરૂપ પરિણમતો એવો તે “પરસમય” એમ પ્રતીત કરવામાં આવે છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલ આત્માની વાત છે. અજ્ઞાનીઓ, જેઓ આત્માને જોયા અને જાણ્યા વિના કહે એમની વાત નથી. દર્શનજ્ઞાનસ્વભાવી આત્મા અનાદિ અજ્ઞાનથી મોહમાં પડી, પોતાના સ્વભાવથી છૂટી રાગદ્વેષને એકત્વપણે જાણતો અને એકત્વપણે પરિણમતો વર્તે છે ત્યારે તે પુદગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી એને “પરસમય' એમ પ્રતીત કરવામાં આવે છે એટલે કે તે પરસમય છે એમ જાણવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એમ દ્વિવિધપણું પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પર [ સમયસાર પ્રવચન સ્વસમય અને પરસમયનું ફરીથી થોડું વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ ગાથામાં જીવ નામનો પદાર્થ સમય છે એ વાત સાત બોલથી પ્રથમ સિદ્ધ કરી છે. હવે તેમાં સ્વસમય અને પરસમયના પરિણમનની વાત કરે છે. ત્રણકાળ અને ત્રણલોકના દ્રવ્યગુણ-પર્યાયની સ્થિતિને –સ્વરૂપને કેવળજ્ઞાન એક સમયમાં પ્રકાશવાને સમર્થ છે. સર્વ પદાર્થોના ગુણો, પર્યાયો-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું એક સમયમાં કેવળજ્ઞાન પ્રકાશે છે. આવું કેવળજ્ઞાન પ્રગટ કરવાની અપેક્ષાએ સાધ્ય છે. તેને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય રાગથી ભિન્ન પડી સ્વભાવની દષ્ટિ કરતાં થાય છે. આવા ભેદજ્ઞાનના બળ વડે જ્યારે આ જીવ દર્શનશાસ્વભાવમાં નિયતવૃત્તિરૂપ-નિશ્ચયરમણતારૂપ–ટકવારૂપ વર્તે છે, અથવા ત્રિકાળ ધ્રુવ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે-નિશ્ચય રત્નત્રયરૂપ પરિણતિથી વર્તે છે ત્યારે તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય એમ જાણવામાં આવે છે. પહેલાં જે સમય કહ્યો તે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત આત્મા સમજવો. અનાદિ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળું જીવનું જ સ્વરૂપ છે તેનું સાત બોલથી વર્ણન કર્યું. એમાંથી ધ્યેયરૂપ આત્માની વાત અહીં કહે છે. દર્શનજ્ઞાન સ્વભાવે હોવારૂપ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે તે સમય છે. ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મા તેની રુચિ તે સમ્યકદર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન, તેમાં સ્થિરતા તે ચારિત્ર. આવા રત્નત્રયપણે પરિણમવું તેને એકત્વગત થયો એમ કહેવામાં આવે છે. અહાહા ! રાગ વિનાનો એકલો થઈ ગયો. દયા, દાનના, રાગવિકલ્પની એકતાપણે પરિણમે અને જાણે તે પરસમય છે. આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે એટલે એકપણાની શ્રદ્ધા, એકપણાનું જ્ઞાન અને એકપણામાં રમણતારૂપે વર્તે છે, ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય છે. પર્યાય સ્થિત થઇ છે દ્રવ્યમાં, પણ દ્રવ્ય પોતે પર્યાયમાં સ્થિત છે એમ કહ્યું છે. અહીં તો પરિણમનને સિદ્ધ કરવું છે ને? સ્વસમયના પરિણમનનું ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય છે, પણ અહીં પરિણમન બતાવીને તેને આત્મા કહેવામાં આવ્યો છે. રાગરૂપે પરિણમે તે અનાત્મા છે એમ સિદ્ધ કરવું છે. લોકો બહારમાં રોકાઈ ગયા છે. એકેન્દ્રિયની દયા પાળવી, છ કાયના જીવોની રક્ષા કરવી, વગેરે. અરે ! આ તો તારી પોતાની દયા પાળવાની વાત ચાલે છે, બાપુ! તું જ્ઞાનદર્શનસ્વભાવનો પિંડ પરમાત્મા છો. એવું તારું ચૈતન્ય જીવન છે. નિશ્ચયથી ત્રિકાળ, એકરૂપ, શુદ્ધ, બુદ્ધ સ્વભાવ જે છે એવા પ્રાણથી જીવે તે જીવ છે. પ્રથમ નીવો' શબ્દ છે ને? એ જીવની વ્યાખ્યા ચાલે છે. એવા શુદ્ધ જીવને અહીં ધ્યેય બનાવીને પરિણમના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૩ ભાગ-૧ ] કરવાની વાત છે. આ ત્રિકાળી નિશ્ચયપ્રાણની વાત કરી. અશુદ્ધનિશ્ચયથી અશુદ્ધભાવ ક્ષાયોપથમિક ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવામાં આવે છે. અશુદ્ધપ્રાણથી જીવે છે તે અજ્ઞાની છે. વળી જડ શરીર, ઈદ્રિય, મન-વચન-કાયા આદિથી જીવે એ જીવ છે એમ કહેવું તે અસદ્દભૂતવ્યવહાર નયનું કથન છે, કેમકે પોતે જડસ્વભાવ નથી છતાં જડથી જીવે એમ કહેવું એ અસદ્દભૂત વ્યવહાર છે, તે અસત્યાર્થ છે. અમૃતચંદ્રાચાર્ય પરિશિષ્ટમાં પ્રથમ “જીવત્વશક્તિ” કહી છે. આ જીવત્વશક્તિ દર્શનજ્ઞાનસ્વભાવરૂપ શુદ્ધચૈતન્યભાવપ્રાણરૂપ છે. તે જીવનું વાસ્તવિક જીવતર છે. શુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવરૂપ જે જીવતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા થયાં તે સ્વસમય છે. અનાદિનો પર ઘરમાં ભમતો હતો તે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વઘરમાં આવ્યો તે સ્વસમય છે. એનાથી ઊલટું રાગ-દ્વેષ, દયા, દાન, પુણ્ય-પાપ આદિ પરઘરમાં ભમે તે પરસમય છે. આ બધું સમજવું પડશે, ભાઈ ! આબરૂમાં, પૈસામાં-ધૂળમાં કાંઈ નથી. હવે પરસમય કોને કહેવાય તે સ્પષ્ટ કરે છે. આત્માને અનાદિ અવિધા કહેતાં અજ્ઞાનથી મોહ પુષ્ટ છે. મોહકર્મ તેમાં નિમિત્ત છે. મોહકર્મ જેનું નિમિત્ત છે એવા મોહના ઉદય અનુસાર અનાદિથી પ્રવૃત્તિ કરે છે- રાગદ્વેષ, પુણ્ય-પાપ દયા, દાન, આદિ વિકારરૂપ પરિણમે છે. આ વિકારી પરિણમનને આધીન થયેલો તે દર્શનજ્ઞાનસ્વભાવરૂપ આત્મતત્ત્વથી છૂટી ગયો છે. સ્વસમય પરિણમનમાં દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ જે એકતા હોય છે તે અહીં વિકારી પરિણમનને આધીન થયેલો જીવ દર્શન-જ્ઞાનસ્વભાવથી -નિજ શુદ્ધાત્મતત્ત્વથી છૂટી જાય છે એમ કહ્યું છે. તેથી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન એવા મોહ-રાગ-દ્વેષાદિ ભાવો સાથે એકીસાથે એકપણાને પામતો અને જાણતો તે પુગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવાથી પરસમય છે એમ જાણવામાં આવે છે. પુણ્ય-પાપના વિકારીભાવો સાથે એકપણું માનીને વર્તે છે તે મિથ્યાદષ્ટિ પરસમય છે. આમ જીવ નામના પદાર્થને દ્વિવિધપણું પ્રગટ થાય છે જે શોભાસ્પદ નથી. એકપણું જ શોભાસ્પદ છે એમ આગળ સિદ્ધ કરશે. દ્વિવિધપણામાં વિસંવાદ ઊભો થાય છે માટે તે સુંદર નથી એમ આગળ ગાથા ૩ માં કહેશે. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. “જીવ' એવો અક્ષરોનો સમૂહું તે “પદ' છે. અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ [ સમયસાર પ્રવચન અહીં આ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રની વાત નથી. આ તો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આખો જીવ પદાર્થ કેવો છે તે સિદ્ધ કર્યું છે. પછી જીવનું સ્વસમય-પરસમયરૂપ પરિણમન સ્પષ્ટ કર્યું છે. જીવ નામના પદાર્થનું પ્રથમ સાત બોલથી વર્ણન કર્યું છે. (૧) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે. ટીકામાં ઉત્પાદ-વ્યય ધ્રુવની એકતારૂપ અનુભૂતિને સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા થાય છે. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે. (૨) દર્શન-જ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે. દર્શન-જ્ઞાનના પરિણમનની વાત લીધી છે. (૩) અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (૪) ગુણપર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણપર્યાયવાળી છે. (૫) તેનું સ્વ-પરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે. જોયું? જ્ઞાનમાં અનંતને જાણે –લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. (૬) વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણસ્વરૂપ છે. (૭) અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તોપણ પોતામાં જ રહે છે, પરમાં જતો નથી–પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. હવે સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તથા મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જે શુદ્ધચૈતન્યપ્રાણથી ત્રિકાળ જીવે તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમભાવરૂપ અશુદ્ધભાવપ્રાણ અને પરદ્રવ્યરૂપ ઈન્દ્રિયાદિ પ્રાણોને દૃષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દષ્ટિ-ચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી એ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એ આત્માનો સદભૂતવ્યવહારપ્રાણ છે. એ સમય છે. એને ધર્મરૂપ પરિણમન કહે છે. આ ધર્મકથા છે, ભાઈ ! આ સિવાય બધી વિકથા છે. આકરી વાત લાગે પણ વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ છે. આત્મા આત્માપણે પરિણમ્યો, સ્વભાવપણે પરિણમ્યો તે સ્વસમય છે. આ સ્વસમય એ પરિણમનરૂપ છે, સદભૂત વ્યવહાર છે. દર્શનજ્ઞાનસ્વભાવ એ ત્રિકાળ ઉપયોગ છે. ઉપયોગ તે આત્મા છે ને? આવો ત્રિકાળ ઉપયોગરૂપ જે સ્વભાવ એની ક્યાતીરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ તેની રુચિ, જ્ઞાન અને રમણતા એ સમ્યકરત્નત્રયરૂપ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પપ ભાગ-૧ ] અને પરસ્વભાવરૂપ-મોહરાગદ્વેષરૂપ થઈને રહે તે પરસમય છે. અર્થાત પોતાના શુદ્ધ ત્રિકાળી સ્વરૂપથી શ્રુત થઈને પુણ્ય-પાપ વા રાગદ્વેષને એકપણે એકકાળે જાણતો અને પરિણમતો જે આત્મા તે અનાત્મા, અધર્મી તથા પરસમય છે એમ જાણવામાં આવે છે. એકપણે સ્વસ્વરૂપે પરિણમે તે સ્વસમય અને અન્યપણે-રાગાદિપણે પરિણમે તે પરસમય છે. એક જીવને આ પ્રમાણે દ્વિવિધપણું છે, તે અશોભારૂપ છે. * * * * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates * જીવ-અજીવ અધિકા૨ * ગાથા-૩ अथैतद्बाध्यते एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयते तेण विसंवादिणी होदि।।३।। હવે, સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે: એકત્વનિશ્ચિય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. ગાથાર્થઃ- [વરુત્વનિશ્ચયીતઃ] એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે [ સમય:] સમય છે તે [ સો] લોકમાં [સર્વત્ર] બધેય [સુન્દર:] સુંદર છે [ તેન] તેથી [gછત્વે] એકત્વમાં [વંથથા ] બીજાના સાથે બંધની કથા [ વિસંવાદ્રિની] વિસંવાદ-વિરોધ કરનારી [ભવતિ] છે. ટીકા:- અહીં “સમય” શબ્દથી” સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે. કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે' એટલે એકીભાવે (એકત્વપૂર્વક) પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મ-અધર્મ–આકાશકાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી (નક્કી) એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે, કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને (સમૂહને) ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે- ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] પ૭ આપત્તિ આવે છે, તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પરસમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (પરસમય-સ્વસમયરૂપ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને) ક્યાંથી હોય? માટે સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે. ભાવાર્થ- નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યું જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે. હવે સમયના દ્વિવિધપણામાં આચાર્યદવ બાધા બતાવે છે. આ ગાથાનું મથાળું છે. (પર્યાયમાં) એકપણું (સ્વસમયપણું) ન થતાં વિવિધપણું થવું તે વિસંવાદઅસત્યપણું છે એમ કહે છે. એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. જયસેન આચાર્યદવે એકેન્દ્રિયથી માંડી બધા જીવો એક દ્રવ્યપણે (દ્રવ્ય એકપણે ) હોવાથી સુંદર છે એમ સામાન્યપણે કહ્યું છે. અહીં કહે છે કે એકત્વનિશ્ચયને પ્રાસ-અર્થાત્ ભગવાન શુદ્ધસ્વભાવી ચૈતન્યઘન પ્રભુ જે નિજ શુદ્ધાત્મા એના એકત્વમાં પરિણમે એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયપણે પરિણમે તે સમય છે અને તે બધે સુંદર છે. તેથી એકત્વમાં બીજાની સાથે બંધની કથા, નિમિત્તના સંબંધની કથા કહેવી તે વિસંવાદ છે, અસત્ય છે. વિસંવાદ એટલે અસત્ય એમ જયસેનાચાર્ય અર્થ કર્યો છે. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, એની સાથે એત્વ પરિણમન તે સુંદર છે- શોભાસ્પદ છે. વસ્તુ સુંદર છે, અને તેનું પરિણમન પણ સુંદર છે; કેમકે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનમાં વસ્તુ જેવી સુંદર છે તેવી ખ્યાલમાં આવે છે. એકલો આત્મા જે ત્રિકાળદ્રવ્ય છે તે ત્રણે કાળ સુંદર છે, ભલે એકેન્દ્રિયમાંનિગોદમાં હોય તો પણ સુંદર છે. અહીં તો એથી વિશેષ કહે છે કે જે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણામમાં આત્માના સુંદરપણાના સ્વરૂપની હયાતીનું ભાન થયું તે પણ સુંદર છે, સત્ય છે. વસ્તુ શ્રદ્ધા-જ્ઞાનમાં આવતાં સુંદરતાની પરિણતિ થઈ ત્યારે તેને સુંદર કહેવામાં આવે છે, એને જ સત્યાર્થ કહેવામાં આવે છે. ત્રિકાળ, ધ્રુવ આત્મા સત્યાર્થ તો છે જ, પણ એ સત્યાર્થ પ્રતીતિ અને જ્ઞાનમાં લીધાં ત્યારે તેને સત્યાર્થ કહેવામાં આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ [ સમયસાર પ્રવચન આ વસ્તુના એકત્વમાં બીજાની સાથે અર્થાત્ કર્મના નિમિત્તથી થતા વિકારોદયા દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ શુભ કે હિંસા, જૂઠ આદિ અશુભભાવ-સાથે એકત્વપણાની બંધકથાબંધ ભાવ વિસંવાદ ઊભો કરે છે, તેથી તે અસત્ય છે. અબંધસ્વભાવી ભગવાન આત્માની સાથે બંધભાવનું એકત્વ તે અસત્ય છે, દુઃખ ઉત્પન્ન કરનારું છે તેથી અસુંદર છે એમ કહે છે. દ્રવ્યના એકપણામાં જે સ્વગુણપર્યાયરૂપ સ્વભાવપરિણમન કહ્યું છે એમાં કર્મના નિમિત્તથી જે અશુદ્ધ પરિણમન થાય તે પરસમયપણું છે, તે અસત્ય છે અને બાધા-આપત્તિ ઉત્પન્ન કરનારું છે. આત્મા પોતાના સ્વભાવગુણપર્યાયપણે પરિણમે છે સ્વસમય અર્થાત એકનિશ્ચયગત તે સમય છે. અને વિભાવપણે પરિણમે અર્થાત્ કર્મયુગલના પ્રદેશોમાં (સ્થિત થઈ ) પરિણમે તે પરસમય છે. પરસમયપણું એ દ્વિવિધપણું ઉત્પન્ન કરે છે. સ્વસમય અને પરસમય એ બેમાં પરસ્પર વિરોધ છે. સ્વસમયનું પરિણમના છે તેમાં વિભાવનું પરિણમન થવું તે વિરોધ છે, કેમકે તેમાં સ્વનિશ્ચયગત રહ્યો નહીં. ધ્રુવપણે ( સુંદર) રહ્યો, પણ પરિણમનમાં સ્વગુણપર્યાયપણે (સુંદર) રહ્યો નહીં, અને વિકારરૂપ ( વિરોધરૂપ) પરિણમન થઈ ગયું. પુદ્ગલકર્મના નિમિત્તે થતા વિકારી પરિણમનમાં દ્વિવિધપણું –બાધાપણું બતાવ્યું, પોતાના સ્વભાવમાં સ્થિતિ થતાં સ્વસમયપણું -સુંદરપણું કહ્યું. પ્રવચન નંબર ૮-૧૦, તારીખ ૬-૧૨-૭૫ થી ૮-૧૨-૭૫ *ગાથાર્થ ઉપરનું પ્રવચન * એકત્વનિશ્ચિયને પ્રાપ્ત જે સમય નામનો પદાર્થ છે તે પોતાના ગુણપર્યાયપણે પરિણમે–અભેદ-રત્નત્રયપણે પરિણમે તે લોકમાં બધે સુંદર છે. દ્રવ્યાર્થિકનયનો વિષય એવો જે ધ્રુવ આત્મા તેના લક્ષે જે પરિણમન થયું તે પર્યાય છે, તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે. અહીં સ્વપર્યાયરૂપ પરિણમનને આત્મા કહ્યો છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી, ધ્રુવ આત્મા એની અહીં વાત નથી. એકત્વનિશ્ચયગત કહેતાં દ્રવ્ય જે પોતે ધ્રુવ તેમાં એક પણે પરિણમે અર્થાત્ પોતાના સ્વગુણપર્યાયપણે પરિણમે તેને સમય કહેવામાં આવ્યો છે અને તે લોકમાં સર્વત્ર સુંદર છે. પરના સંબંધથી પરિણમન થાય તે બાધારૂપ છે. તે સત્ય નથી. જયસેનાચાર્યદેવે તેને અસત્યાર્થ કહ્યું છે. એકત્વમાં બીજા સાથેના સંબંધની કથા વિસંવાદિની છે, વિરોધ ઉત્પન્ન કરનારી છે. વસ્તુ પોતે ધ્રુવ આત્મા છે. તેના આશ્રયે શુદ્ધ ગુણપર્યાયપણે પરિણમે તે સ્વસમય છે. આવું સ્વસમયનું પરિણમન છોડીને નિમિત્તાધીન થઈ પરિણમે તે દ્વિવિધવિરોધપણું ઉત્પન્ન કરનારું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૫૯ આ ગાથા ગંભીર છે, ભાઈ ? જયસેન આચાર્યદેવની ટીકામાં ‘ એકત્વનિશ્ચયગત ’ના ત્રણ અર્થ કર્યા છે. (૧) એકેન્દ્રિયાદિ બધા પદાર્થોમાં (જીવ) દ્રવ્ય છે તે સુંદર છે. (૨) એકત્વનિશ્ચયગત એટલે પોતાના સ્વગુણની પર્યાયપણે પરિણમે તે સુંદર છે. (અહીં બીજા બોલમાં વિકારી અને અવિકારી બધી પર્યાયોપણે પરિણમે તેની વાત છે ). (૩) એકત્વનિશ્ચયગત કહેતાં અભેદરત્નત્રયપણે શુદ્ધ પરિણમે તે સુંદર છે, સત્ય છે. એકેન્દ્રિયાદિમાં દ્રવ્ય છે તે સુંદર જ છે, પણ તે બેસે કોને? કહે છે કે જેને અભેદરત્નત્રયનું પરિણમન થયું છે એવા જ્ઞાનીને બધા સુંદર છે એમ બેસે છે. અજ્ઞાનીને ક્યાં ખબર છે? અહીં ‘સમય ’માં ભેદ પાડવા નથી, પણ ‘સ્વસમય’ અને ‘૫૨સમય ’ એમ પરિણિતના બે ભેદ પડે છે. ‘સમય ’ તો સમય જ છે. પોતાના ધ્રુવ આત્માની સાથે એકત્વપણે પરિણમન થાય તે ‘ સ્વસમય ' છે, અને ધ્રુવ સાથે એકત્વપણું છોડી રાગ સાથે એકત્વપણે પરિણમે તે ‘પરસમય' છે. આ બેપણું જ અસત્ય છે. (યથાર્થ દષ્ટિથી) એમાં બેપણું કેમ હોઈ શકે? ઘણી ઊંડી ચીજ છે, ભાઈ ! ધ્યેય તો જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એ જ છે, તેમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એ ધ્રુવ સાથે એકત્વ થઈને શુદ્ધ પરિણમે તે ‘સ્વસમય ’ અને ધ્રુવને છોડી દઈ રાગ-વિકારને આધીન થઈ મિથ્યા પરિણમે તે ‘પરસમય’ છે. તે દ્વિવિધપણું છે, તે વિરોધ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય અને તેના લક્ષે જે શુદ્ધ પરિણમન થયું વ્યવહાર–સદ્ભૂત વ્યવહાર. આ સદ્દભૂત પરિણમન જે છે તે સમયઆત્મા એમ અહીં કહ્યું છે. કર્તા-કર્મ અધિકાર, ગાથા ૭૧ (ટીકા) માં આ વાત લીધી છે. ત્યાં કહ્યું છે-“આ જગતમાં વસ્તુ છે તે (પોતાના) સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ-ભાવ છે; માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોઘાદિનું થવું-પરિણમવું તે ક્રોધાદિ છે.” જુઓ, વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, પરંતુ ૫૨ના કર્તાપણાથી–વિભાવથી જુદું બતાવી જે વસ્તુનું સ્વભાવરૂપ પરિણમન તેને અહીં આત્મા કહ્યો છે. કર્મના નિમિત્તથી રાગાદિનું પરિણમન થાય તે આત્મા નહીં એમ સિદ્ધ કર્યું છે. દયા, દાન, વ્રત, આદિના વિકલ્પપણે પરિણમવું તે જીવનું પરિણમન નથી. ધ્રુવને ધ્યેય બનાવી, નિર્મળપણે પરિણમે તે ‘સ્વ-આત્મા' અને કર્મસંબંધે વિકા૨પણે પરિણમે તે ‘પર-આત્મા ’. સ્વભાવપણે પરિણમવું તે જીવનું કર્મ છે, વિભાવપણે પરિણમવું તે જીવનું કર્મ નહીં, તે બાધા છે, આપત્તિ છે. નિયમસાર ગાથા ૫૦ માં એમ ક્યું છે કે નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય છે. મૂળ ગાથામાં આચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવે સ્વયં આમ કહ્યું છે. વિકારી પર્યાય તો પરદ્રવ્ય છે, પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬) [ સમયસાર પ્રવચન નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહેવામાં આવી છે. મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે ને? તેથી તે પરદ્રવ્ય કહી છે. ત્યાં દષ્ટિનું ધ્યેય એકમાત્ર ધ્રુવ દ્રવ્ય બતાવવું છે એટલે નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી છે; તે સ્વદ્રવ્ય નહીં, કારણ કે નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. સમ્યગ્દર્શનનો વિષય તો એકલો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળી છે. તેમાં નિર્મલ પર્યાયને પણ સાથે ભેળવે તો દષ્ટિ એકદમ વિપરીત થઈ જાય. મોક્ષમાર્ગની પર્યાયને પરદ્રવ્ય કહી, કેમકે તેમાંથી નવી પર્યાય આવતી નથી. જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, એમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી પણ બીજી નવી પર્યાય આવતી નથી. આ અપેક્ષાએ નિર્મળ પર્યાયને પદ્રવ્ય કહી છે. છતાં અહીં તો પરિણમનની અપેક્ષા છે એટલે નિર્મળ પર્યાયને સ્વઆત્મા, સ્વસમય કહેલ છે. અહા! શ્રી કુંદકુંદાચાર્યદવ કહે છે કે મેં જિનેશ્વરદેવના ઉપદેશને બરાબર જાણીને પૂર્વાપર વિરોધ રહિત જે છે તે વાત અહીં મૂકી છે. અહીં એક વાત અને બીજે બીજી એમ વિરોધ નથી. અપેક્ષાથી સમજે તો સમજાય અને વિરોધ રહે નહીં એવી વાત છે. નિયમસારના ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવે ત્યાં એમ કહ્યું છે કે જે આ ટીકા થઈ એનો કરનારો હું નથી. ગણધરોથી રચાયેલી ટીકા એના કરનારા અને તે મંદબુદ્ધિ કોણ? તેથી ખરેખર આ ટીકા તો ગણધરદેવથી ચાલી આવે છે. એમાં કહ્યું છે કે કારણ પરમાત્મા-જે ધ્રુવ વસ્તુ છે તે એક જ મોક્ષમાર્ગનો હેતુ છે. તેની જે મોક્ષમાર્ગરૂપ નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે માટે પરદ્રવ્ય છે. દષ્ટિના વિષયમાં પર્યાયને નાખે તે તો મહા વિપરીત દષ્ટિ થઈ જાય છે. અહાહા...! શું શાસ્ત્રો છે! સમયસાર, નિયમસારમાં ગજબ વાતો કરી છે. ભાઈ, ભગવાનની ગાદીએ બેસીને જે વાત ચાલે ત્યારે તો ભગવાન કહે છે એમ અંદરથી આવે છે. નિયમસારમાં દષ્ટિનો વિષય જે ધ્રુવદ્રવ્ય તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી, અને અહીં સમયસારમાં પરિણમન અપેક્ષાએ નિર્મળ પર્યાયને સ્વ-આત્મા કહ્યો. *ટીકા ઉપરનું પ્રવચન * અહીં “સમય” શબ્દથી સામાન્યપણે સર્વ પદાર્થ કહેવામાં આવે છે, કારણ કે વ્યુત્પત્તિ પ્રમાણે “સમયતે' એટલે એકીભાવે પોતાના ગુણપર્યાયોને પ્રાપ્ત થઈ જે પરિણમન કરે તે સમય છે. તેથી ધર્મઅધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવદ્રવ્યસ્વરૂપ લોકમાં સર્વત્ર જે કોઈ જેટલા પદાર્થો છે તે બધાય નિશ્ચયથી એકનિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ સુંદરતા પામે છે કારણ કે અન્ય પ્રકારે તેમાં સંકર, વ્યતિકર આદિ સર્વ દોષો આવી પડે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧ લોકમાં રહેલા સઘળાં પદાર્થો એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી એટલે કે પોતામાં રહેલા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થતા હોવાથી સુંદરતા શુદ્ધતા પામે છે. તે કોઈ દ્રવ્યોમાં ૫૨ની અપેક્ષા નથી. જીવ અને પુદ્ગલ બન્ને વિભાવપણે પરિણમે છે છતાં તેમના વિભાવ પરિણમનમાં પરની અપેક્ષા નથી, સ્વયં વિભાવપણે પરિણમે છે. બીજા ચાર દ્રવ્યોમાં વિભાવ નથી, સ્વભાવ પરિણમન છે. આ રીતે સર્વ દ્રવ્યોનું સમયપણું સિદ્ધ કર્યું. અન્ય પ્રકારે માને તો એમાં સર્વ સંકર આદિ દોષો આવી પડે છે. ‘સર્વેષામ્ યુગપત્ પ્રાપ્તિ સ સંર:।' બધા જડ, ચેતન દ્રવ્યો મળીને એક થઈ જાય એ સંકર દોષ છે. તથા ‘પરસ્પર વિષયામાં' તે વ્યતિકર દોષ છે. ચેતન જડમાં અને જડ ચેતનમાં આવે તે વ્યતિકર દોષ છે. ‘આલાપ પદ્ધતિ' માં આઠ દોષોનું વર્ણન આવે છે. આ ન્યાયનો વિષય છે. અહીં કહે છે કે લોકમાં છ દ્રવ્યો એકત્વનિશ્ચયગત હોવાથી તેમને આ દોષો લાગુ પડતા નથી. અન્યથા માનવા જતાં દોષોની આપત્તિ આવે છે. વસ્તુમાં દોષ નથી. વિપરીત માન્યતામાં દોષ છે. વીતરાગ માર્ગ અને તેનું સ્વરૂપ શું છે તેની વાત ચાલે છે. કેવળી પરમાત્મા જિનેશ્વરદેવ એ જ એક સાચા દેવ છે. જગતમાં દેવ હોય તો આ એક જ છે. તેઓ પોતાની દિવ્યશક્તિ કેવળજ્ઞાન દ્વારા બધું જાણે છે. લોકાલોક જાણે છે. તેમનું કહેલું આ તત્ત્વ છે. તેને આચાર્ય ભગવંતો આતિયા થઈને બતાવે છે. બધાં દ્રવ્યો એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. અન્ય પ્રકારે એમાં સંકાદિ દોષ આવી પડે છે, એટલે કે ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પોતે સ્વાધીન એકરૂપ ન રહેતાં બીજામાં ભળી જાય અર્થાત્ બે થઈને એક થઈ જાય ઈત્યાદિ દોષ આવી પડે છે. દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયપણે સ્વતંત્ર ન રહે, ૫૨૫ણે થઈ જાય, પરમાં ભળી જાય ઈત્યાદિ આપત્તિ આવી પડે છે. અરે ! પોતે આત્મા છે એની એને ક્યાં કિંમત છે? એને તો ધૂળની (પૈસાની ), પુણ્યની, ભણતરની અને કાંતો ક્ષયોપશમરૂપ જ્ઞાનની (વિદ્વતાની ) કિંમત ભાસે છે. પણ એ બધું તો પ૨ છે. હવે કહે છે કેવા છે તે પદાર્થો? ‘પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંતધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી ’. ૫૨માણુ હો કે આત્મા હો, આકાશ હો કે કાળ હો, દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણસમૂહને ચુંબે છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયોને અડે છે, પણ ૫૨ને અડતું નથી. પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬ર [ સમયસાર પ્રવચન દ્રવ્યમાં અંતર્મગ્ર અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણો –ધર્મો અને તેમની અવસ્થાઓને સ્પર્શે છે, પણ પરના ગુણ-પર્યાયોને સ્પર્શતું નથી. પ્રવચનસાર ગાથા ૧૭ર (ટીકા) માં અલિંગ-ગ્રહણના બોલમાં તો એમ આવે છે કે દ્રવ્ય પોતાના ગુણોના ભેદને સ્પર્શતું નથી. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો એકલા અભેદને સિદ્ધ કરવો છે. ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ જે દૃષ્ટિનો વિષય છે તે ગુણભેદને સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી એમ ત્યાં કહ્યું છે. ત્યાં દ્રવ્યના અંદર અંદર બે અંશ વચ્ચેની વાત છે. જ્યારે અહીં તો દ્રવ્ય પરને સ્પર્શતું નથી એવી છ દ્રવ્યોની મર્યાદા સિદ્ધ કરવાની વાત છે. આ તો અલૌકિક માર્ગ છે, ભાઈ ! પહેલાં કહ્યું કે સમયમાં સ્વસમય અને પરસમય એમ જે દ્વિવિધપણું આવે છે તે વિસંવાદ ઉપજાવે છે. માટે તેનો (બે-પણાનો) નિષેધ છે. (ત્યાં રાગ આત્માનું સ્વરૂપ નથી એમ બતાવવું હતું ) નયચક્રમાં કહ્યું છે કે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી માટે પ્રમાણ પૂજ્ય નથી. એકલો સ્વભાવ ધ્રુવ અખંડાનંદ પ્રભુ દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય છે. (તેમાં પર્યાય નિષિદ્ધ છે ) માટે નિશ્ચયનય તે પૂજ્ય છે. ત્યારે અહીં તો કહે છે કે સ્વપણે પોતાનું પરિણમન કરે તે સ્વસમય છે –તે આત્મા છે. જે અપેક્ષાથી વાત કરી હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ. સર્વ પદાર્થો પોતાના અંતર્મગ્ર અનંત ધર્મોના સમૂહને ચુંબે છે, સ્પર્શે છે, અડે છે, આલિંગન કરે છે તો પણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહાહા...! એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરતું નથી. આત્મા કર્મને સ્પર્શતો નથી, કર્મ આત્માને સ્પર્શતું નથી. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શતો નથી. એકપ્રદેશી પરમાણુમાં આકાશ જે અનંત પ્રદેશી સર્વવ્યાપી છે તેમાં જેટલા (અનંત) ગુણોની સંખ્યા છે એટલા જ ગુણોની સંખ્યા છે. તે પરમાણુ દ્રવ્ય પોતાના અનંતધર્મોના ચક્રને ચુંબે છે તોપણ તે બીજા પરમાણુને સ્પર્શ કરતો નથી. રૂપી રૂપીને સ્પર્શતું નથી; કારણ કે એકબીજાનો એકબીજામાં અભાવ છે. અભાવમાં ભાવનું સ્પર્શવું કેમ બને? તેઓ (દ્રવ્યો) પરસ્પર સ્પર્શતા નથી એટલે કે એક પરમાણુ બીજા પરમાણુને, પરમાણુ આકાશને, આકાશ પરમાણુને, પરમાણુ આત્માને, આત્મા પરમાણુને, આત્મા આકાશને, આકાશ આત્માને પરસ્પર અડતા નથી. આકાશ નામનો પદાર્થ છે. તેમાં અનંત પરમાણુ રહ્યા છે, ત્યાં જ નિગોદના અનંત જીવો પડયા છે, પણ કહે છે કે કોઈ કોઈને અડતા નથી. એક નિગોદનો જીવ બીજા જીવને સ્પર્શતો નથી. આ તો ગજબ વાત છે, ભાઈ ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૬૩ તેથી કર્મ જીવને હેરાન કરે છે એ વાત ઊડી જાય છે. “અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા.” જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે એમ કથન શાસ્ત્રમાં આવે તેને પકડી પાડે. પણ અહીં કહે છે કે જ્ઞાનાવરણીય કર્મ અને આત્મા એકબીજાને સ્પર્શ કરતા નથી. માટે કોઈ કહેતું હોય કે કર્મથી જ્ઞાન રોકાય તો એ વાત ત્રણકાળમાં સત્ય નથી. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે પરસ્પર વિરુદ્ધ કથન આવે તો ત્યાં વિધવિધ પ્રયોજન સિદ્ધ કરવા વિવક્ષાભેદ હોય છે, વિરુદ્ધ તો કાંઈ હોતું નથી. એક આચાર્યનો મત તે જ અનંત આચાર્યોનો મત છે. મુનિ હો કે સમકિતી–બધા દિગંબર સંતોનો એક પ્રવાહમાં એક જ મત હોય છે. અહા! પોતે જ્ઞાનનો સમુદ્ર છે. સમજવું, સમજવું, સમજવું, એ એના જ્ઞાનનો સ્વભાવ છે. કઈ અપેક્ષાનું કથન છે તે બરાબર સમજાતાં ગમે તેટલાં પડખાંથી કહેવામાં આવે છતાં એમાં એને વિરોધ ન આવે. એક નિગોદના શરીરમાં અનંત જીવ છે. એક એક જીવને તેજસ અને કાર્માણ એમ બબ્બે શરીર હોય છે. પરંતુ તે એક જીવ બીજા જીવને અડતો નથી. તથા જીવ શરીરને પણ અડતો નથી. જુઓ, પરથી પૃથકતા. (આવી દરેક દ્રવ્યની સ્વતંત્રતા જિનેશ્વરના માર્ગમાં બતાવવામાં આવી છે) વસ્તુનું સ્વરૂપ જ આવે છે. પરિચય ન હોય એટલે ઝીણું પડે, પણ બરાબર સમજવા જેવું છે. એક સિદ્ધ પરમાત્મા છે તેના પેટમાં (ક્ષેત્રમાં) અનંતા બીજા સિદ્ધ છે. છતાં એક સિદ્ધ બીજા અનંતા સિદ્ધોને અડતા નથી પરસ્પર સ્પર્શ કરતા નથી. એકદમ ભેદ કરીને સમજાવ્યું છે. દરેક દ્રવ્ય સ્વયંસિદ્ધ પોતે પોતામાં પરિણમી રહ્યું છે. પરને અને એને કોઈ સંબંધ નથી. જુઓ, આ આંગળીમાં અનંત પરમાણુઓ છે. તેઓ એકબીજાને સ્પર્શતા નથી, કેમકે એકબીજા વચ્ચે તદ્દન અભાવ છે, અન્યત્વ છે. એકદ્રવ્યમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણ વચ્ચે પરસ્પર અન્યત્વની વાત શાસ્ત્રમાં ( પ્રવચનસારમાં) આવે છે. ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો અતભાવરૂપ અન્યત્વે કહ્યું છે. દ્રવ્ય, ગુણ, પર્યાયમાં ત્યાં ક્ષેત્રભિન્નતા નથી, અતભાવ છે, એક છે તે અન્ય નથી એવો ભાવ છે. પણ અહીં તો દ્રવ્ય-દ્રવ્ય વચ્ચે અભાવરૂપ અન્યત્વ છે એની વાત છે. તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે સ્પર્ધાદિ ઈન્દ્રિયો વસ્તુને સ્પર્શીને તેનું જ્ઞાન કરે છે. પણ અહીં કહે છે કે એમ છે નહીં. ઈન્દ્રિય છે તે સ્પર્શ વિના જ જાણે છે. ઈન્દ્રિય અને વસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ [ સમયસાર પ્રવચન પરસ્પર સ્પર્શતાં જ નથી, પણ પરસ્પર સન્નિકટ છે, નજીક છે એટલે સ્પર્શે છે એમ કહેવામાં આવે છે. હવે ક્ષેત્રથી વાત કરે છે. ‘અત્યંત’ નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, જ્યાં આકાશનો એક પ્રદેશ છે ત્યાં અનંત આત્મા છે. (એક આત્માના અસંખ્યાતમા ભાગના પ્રદેશો એવા અનંત આત્માના અસંખ્યાતમા ભાગના પ્રદેશો આકાશના એક પ્રદેશ છે). અત્યંત નિકટ એકક્ષેત્રે આત્મા રહ્યો હોવા છતાં આકાશને આત્મા અડતો નથી. જ્યાં આકાશ છે ત્યાં આત્મા છે, આત્મા છે ત્યાં આકાશ છે, તોપણ આત્મા પોતાનું ક્ષેત્ર છોડીને આકાશના ક્ષેત્રમાં જતો નથી, અને આકાશ પોતાનું ક્ષેત્ર છોડી આત્મામાં આવતું નથી. આકાશના એક પ્રદેશે અનંત જીવ, અનંત પરમાણુ, ધર્મ, અધર્મ, કાળાણુ, બધાં અત્યંત નિકટ રહેલા છે. તોપણ તેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. એક જ ક્ષેત્રમાં ભેગા હોવા છતાં ભિન્ન રહે છે. પરરૂપે નહીં પરિણમવાના કારણે અનંત વ્યક્તિઓ નાશ પામતી નથી. જેટલી ચીજ સંખ્યામાં છે તેટલી સંખ્યામાં કાયમ રહે છે. અનંત પ્રગટતા નાશ પામતી નથી એટલે અનંત વસ્તુ અનંતપણે પોતાની રહે છે. જેટલાં દ્રવ્યો છે તેમાં એક પણ દ્રવ્યનો નાશ થતો નથી. બધાં દ્રવ્યો ટંકોત્કીર્ણ જેવાં છે તેવાં સ્થિત રહે છે, ટાંકણાથી કોતરીને બનાવ્યાં હોય તેવાં શાશ્વતરૂપે રહે છે. પ્રવચનસાર (ગાથા ૬૭) માં આવે છે કે વિષયો શું કરે? શરીર, વાણી, મન, સારો આહાર ઈત્યાદિ તને શું કરે? એ કાંઈ જીવને વિકાર ઉપજાવે છે? વિષયો તો અકિંચિત્કર છે. એ તને અડતા નથી, તું એને અડતો નથી. વિષયો જીવને રાગ ઉપજાવે છે એમ છે જ નહીં. રાગ તો જીવ પોતે કરે છે તો થાય છે. સુંવાળા માખણ જેવા કોમળ બાળકના શરીરને શું આત્મા ચુંબન કરે છે? અહીં ના પાડે છે. અહીં તો કહે છે કે હોઠ એને અડતોય નથી, અને એથી તને રાગ થાય છે એમેય નથી. રાગ તો તું સ્વયં કરે તો થાય છે. આવી વાત છે, ભાઈ ! વળી ‘સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે.' સમસ્ત વિરુદ્ધ કાર્ય એટલે કે દ્રવ્યની પર્યાયમાં જે ઉત્પાદ, વ્યય છે તે પરસ્પર વિરુદ્ધ છે. ધવલમાં આવે છે કે એક સમયની પર્યાયમાં ઉત્પાદ–વ્યય, ઉપજવું અને વિણસવું એમ બે થાય છે તે વિરુદ્ધ છે જે સમયે દ્રવ્યની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય તે જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ તે ભાવરૂપ છે અને વ્યય તે અભાવરૂપ છે. તેથી ઉત્પાદ વ્યયને વિરુદ્ધ કહેવામાં આવે છે. એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૬૫ હોવા છતાં ગુણ ગુણપણે ત્રિકાળ કાયમ રહે છે તેથી તે અવિરુદ્ધ છે. આવું વિરુદ્ધઅવિરુદ્ધ વસ્તુનું સ્વરૂપ જ છે. આત્મામાં વિરુદ્ધધર્મત નામની એક શક્તિ છે. આ ત્રિકાળ શક્તિની વાત છે જે વડે આત્મામાં તરૂપમયપણું અને અતરૂપમયપણું હોય છે. એટલે કે આત્મા સ્વપણાને છોડે નહીં અને પરપણાને ગ્રહે નહીં એવી શક્તિ છે. પણ અહીં તે વાત નથી. અહીં તો એક સમયમાં પર્યાયમાં જે ઉત્પાદ-વ્યય છે તે પરસ્પર વિરુદ્ધભાવ છે એમ કહ્યું છે. અને ગુણ કાયમ રહે તે અવિરુદ્ધભાવ છે. આમ વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્ય એટલે અનંત દ્રવ્યોના ઉત્પાદ-વ્યયરૂપ વિરુદ્ધભાવ અને ગુણરૂપ અવિરુદ્ધભાવ; એ બન્નેના હેતુપણાથી તેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે. એટલે કે દ્રવ્યના ગુણપર્યાયરૂપ સ્વરૂપવડે વિશ્વના સમસ્ત પદાર્થો જેમ છે તેમ ટકી રહે છે. અહા ! વિશ્વમાં અનાદિથી દરેક વસ્તુ એમ ને એમ ટકી રહી છે. “ઉત્પાદવ્યયધુવયુક્ત સત્” તે સત્ અનાદિથી એમ ને એમ ટકી રહ્યું છે. (ઉત્પાદવ્યયરૂપ પર્યાયથી સમયે સમયે બદલતા સમસ્ત પદાર્થો પોતાના સ્વરૂપે ટકી રહ્યા છે ). આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધની કથાથી વિસંવાદની આપત્તિ આવે છે. હવે અહીં જીવની વિશેષ વાત કરે છે. જીવ નામના સમયને કર્મના નિમિત્તથી વિભાવભાવરૂપ બંધભાવથી વિસંવાદ ખડો થાય છે, આપત્તિ આવી પડે છે. એકડે એક અને બગડે છે. બે થયા એટલે બગડયું. બે થયા ત્યાં બંધ થયો. એક સ્વભાવભાવ અને એક વિભાવભાવ એમ બે થયા એ બંધકથાથી–બંધભાવથી વિસંવાદની આપત્તિ આવે છે. બંધ જેનું મૂળ છે એવું જે પુગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું એટલે કે વિભાવ-રાગદ્વેષ-તેમાં સ્થિત થવું તે પરસમયપણું છે. એક સમયમાં આત્મામાં વિભાવનું ઉત્પન્ન થવું તે પરસમયપણું છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને સ્વભાવથી વિરુદ્ધ રાગનું ઉત્પન્ન થવું તે દ્વિવિધપણું છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા વિભાવમાં આવી પડે તે દુઃખરૂપ છે, તેથી તે સુંદર નથી. શોભાસ્પદ નથી. ભગવાને આ જગતમાં છ દ્રવ્યો જોયાં છે. તે છયે દ્રવ્યો પોતપોતામાં છે; પણ જીવ નામના સમયને બંધકથાથી જ એટલે કે કર્મના –નિમિત્તના સંબંધના ભાવથી જ અર્થાત્ દુઃખરૂપ ભાવથી હોવાથી વિસંવાદ આવે છે, એટલે કે અસત્યપણું ઊભું થાય છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સમય છે. તેને કર્મના નિમિત્તના સંબંધની અપેક્ષા આવતાં પરિણમનમાં વિકાર ઉત્પન્ન થાય છે- એ જ વિસંવાદ છે અને દુઃખ ઉત્પન્ન કરનાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬ [ સમયસાર પ્રવચન સમયનું (આત્માનું) એકપણું ઊભું છે, છતાં તે એકપણામાં ઊભા ન રહેતાં (તેમાં સન્મુખ ન થતાં) કર્મના પ્રદેશમાં સ્થિત થાય છે એટલે કે રાગદ્વેષમાં એકપણું કરે છે તે પરસમયપણું છે, અને તે જ વિસંવાદ છે, દુઃખ છે, અનંત સંસારનું મૂળ છે. ભાઈ ! એ દુઃખના ઘેરાવામાં ઘેરાવાનું છે. ભલે એમ માને કે અમે સુખી છીએ, પણ એ તો તેનો મૂઢભાવ છે. સ્વસમયપણે પરિણમે એ તો સુંદર છે. પણ એના ઠેકાણે પરસમયપણે પરિણમન થયું ત્યાં જ એકમાં બીજી વાત ઊભી થઈ. એક જીવ નામનો સમય, તેને સ્વસમરૂપ-પરસમયરૂપ ત્રિવિધપણું કેમ હોય? ન જ હોય. બેપણું અનાદિથી પોતે ઊભું કર્યું છે. પોતાના આત્માને છોડીને, શુભરાગ કે અશુભરાગ સાથે એત્વપણું કર્યું એ બેપણું છે. એ પરસમય છે અને પોતાના શુદ્ધ આત્મા સાથે એકત્વપણે નિર્મળ પરિણમે તે સ્વસમય છે, તે સુંદર છે. જગતમાં બધા પદાર્થો ભિન્ન ભિન્નપણે પોતાના સ્વરૂપે રહ્યા છે. ત્યારે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે તેને વળી આ બંધપણું શું? માટે (ખરેખર તો) સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે. રાગપણે પરિણમવું અને એમાં ટકવું એવું જે પરસમયપણું એ વિસંવાદ છે, ઝઘડો છે. તેમાં જીવની શોભા, સુંદરતા નથી. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * નિશ્ચયથી સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યું જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે. બીજી ચીજ સાથે નિમિત્તરૂપે અવસ્થા થવી તે બંધઅવસ્થા છે. તે બંધઅવસ્થાથી જીવમાં વિસંવાદ ખડો થાય છે, અસત્યાર્થપણું ઉત્પન્ન થાય છે. આત્માને રાગ સાથે એકત્ર થતાં, આત્માનું એકપણું કે સુખપણું ઉત્પન્ન થતું નથી; પણ દુઃખપણું ઉત્પન્ન થાય છે. તેથી તે શોભા પામતું નથી. માટે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે, એકમાં એકત્ર થવું એ જ સુંદર છે. ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મા–એમાં પર્યાયને વાળતાં આનંદની દશા ઉત્પન્ન થાય છે તે આત્માની શોભા છે. એથી ઊલટું રાગમાં એકત્ર થવું તે આત્માની અશોભા અને દુઃખરૂપ દશા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા -૪ अथैतदसुलभत्वेन विभाव्यते सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगधकहा। एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स।।४।। હવે તે એકત્વની અસુલભતા બતાવે છે: શ્રુત, પરિચિત, અનુભૂત સર્વને કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. ગાથાર્થ - [ સર્વફ્ટ ]િ સર્વ લોકને [ નમો |વશ્વવથા] કામભોગસંબંધી બંધની કથા તો [મૃતપરિચિતાનુમૂતા ] સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે તેથી સુલભ છે; પણ [ વિમસ્ય] ભિન્ન આત્માનું [gછત્વચ ઉપન: ] એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી તેથી [વોવનં] એક તે [૨ સુનમ:] સુલભ નથી. ટીકાઃ- આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે (આત્માનું અત્યંત બૂરું કરનારી છે ) તોપણ, પૂર્વે અનંત વાર પરિચયમાં આવી છે અને અનંત વાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તાને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઈન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે (અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે). તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન કામભોગનીકથા તો સૌને સુલભ (સુખે પ્રાસ) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે ત–ઢંકાઈ રહ્યું છે) તે – પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી તે પોતે આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. ભાવાર્થ- આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) –એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહી, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ જે ભગવાન આત્મા તેમાં એકત્ર થવું એ સુલભ નથી, કેમ કે અનંતકાળથી કર્યું નથી; માટે અસુલભ છે એટલે કે દુર્લભ છે એમ હવે ગાથામાં કહે છે. અરે ! માણસને ન સમજાય એ મનમાંથી કાઢી નાખવું જોઈએ, કારણકે આત્મા-એકલો સમજણનો પિંડ છે. ન સમજાય એવી લાયકાતવાળો નથી, સમજે એવી લાયકાતવાળો છે. માટે બુદ્ધિ થોડી, અને અમે ન સમજી શકીએ એ વાત કાઢી નાખવી આમાં બુદ્ધિનું કામ ઝાઝું નથી, પરંતુ યથાર્થ સચિનું કામ છે. પ્રવચન નંબર ૧૦-૧૨, તારીખ ૮-૧૨-૭૫ થી ૧૦-૧૨-૭૫ *ગાથાર્થ ઉપરનું પ્રવચન * સર્વ લોકને કામભોગસંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે. જયસેન આચાર્યદવે કામ, ભોગ અને બંધ એમ ત્રણેની કથા સાંભળવામાં આવી ગઈ છે એમ લીધું છે. કામ એટલે ઈચ્છા અને ભોગ એટલે ઈચ્છાનું ભોગવવું તે; એવા કામભોગની કથા એટલે કે એવા ભાવ સંબંધી બંધની કથા તો અનંતવાર સાંભળવામાં આવી ગઈ છે. અહા ! અનંતવાર સાંભળી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ]. ૬૯ જયસેન આચાર્યદવે સ્પર્શન્દ્રિય અને રસના-ઈન્દ્રિય એ એના વિષયસેવનને “કામ” માં ગયા છે અને ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિંદ્રિય અને કર્મેન્દ્રિય એ ત્રણના વિષયોને ભોગમાં લીધા છે. (આ પાંચમાં અંદરના ભાવની વાત છે). આવી કામભોગની કથા જીવને વારંવાર સાંભળવામાં અને પરિચયમાં આવી ગઈ છે. રાગની -વિકલ્પની જીવને આદત પડી ગઈ છે, અર્થાત રાગનો અનુભવ, રાગનું વેદવું અનંતવાર કર્યું છે તેથી તે એને સુલભ છે. અરેરે! મનુષ્યપણું એને અનંતવાર મળ્યું છે, એ કાંઈ પહેલવહેલું નથી. જીવ તો અનાદિ અનંત છે ને? એટલે અનંતકાળમાં મનુષ્યપણું તો અનંતવાર મળ્યું છે. એમાં કોઈકવાર તો દયા, દાન, પૂજા આદિના શુભરાગની અને કોઈકવાર હિંસા, જૂઠ, ચોરી આદિના અશુભરાગની એમ પુણ્ય-પાપના ભાવોની એને આદત પડી ગઈ છે. એટલે કહે છે કે રાગભાવનું થવું અને રાગભાવનું ભોગવવું એ તો અનંતવાર શ્રવણમાં, પરિચયમાં અને અનુભવમાં આવી ચૂકયું છે, તેથી તે સુલભ છે. પરંતુ, અરે ! રાગથી ભિન્ન ભગવાન આત્માનું એકત્વપણું એણે કદી સાંભળ્યું નથી. એટલે કે રાગથી ભિન્ન પડી નિર્મળ પર્યાયથી અંદર શાયકની દષ્ટિ કરવી એવું કદીય સાંભળ્યું નથી. આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ રાગથી ભિન્ન છે, તે રાગના લક્ષ જણાય નહીં. પણ રાગની ભિન્ન પડેલી નિર્મળ દશામાં શુદ્ધ આત્મા જણાય છે એવી વાત કદીય સાંભળી નથી, પછી પરિચયમાં અને અનુભવમાં તો ક્યાંથી આવી હોય ! ભગવાન કુંદકુંદાચાર્યદવ નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતા. આત્માના અતીન્દ્રિય આનંદનું પ્રચુર વસંવેદન કરતા હતા. તે મહાવિદેહમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. સીમંધર એટલે સ્વરૂપની પૂર્ણતાની સીમા ધરનારા “સીમંધર નાથ'. તેમની પાસે તે સાક્ષાત સદેહે ગયા હતા. ત્યાં કેવળી અને શ્રુતકેવળીની વાણી સાંભળી, તેમણે આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે કે- ભિન્ન આત્માનું એકપણું એટલે કે પરથી ભિન્ન રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવું એકપણું એણે અનંતકાળમાં કદીય સાંભળ્યું નથી. મુનિરાજ પદ્મનંદીએ કહ્યું છે ને કે तत्प्रपि प्रीतिचितेन येन वार्ताऽपि हि श्रुता। निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।। અધ્યાત્મની (રાગથી ભિન્ન આત્માની) વાર્તા પણ જે જીવે પ્રસન્ન ચિત્તથી – રુચિ લાવીને સાંભળી છે તે ભવિષ્યમાં મોક્ષનું ભાજન થાય છે. અહીં કહે છે કે ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મામાં એકપણું માની એકાગ્ર થવું એ એણે કદી સાંભળ્યું નથી. રાગનું અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ [ સમયસાર પ્રવચન પરનું લક્ષ છોડી ધ્રુવસ્વભાવમાં લક્ષ કરવું, શુદ્ધાત્મામાં એકપણારૂપ પરિણમન કરવું એવી વાત કદી સાંભળી નથી તેથી પરિચયમાં અને અનુભવમાં પણ આવી નથી, તેથી તે એકની પ્રાપ્તિ સુલભ નથી. આવા એક ધ્રુવસ્વભાવને દષ્ટિનો વિષય ન માનતાં દ્રવ્ય-પર્યાય બેને દૃષ્ટિનો વિષય માને છે તે ભૂલ છે. (દષ્ટિનો વિષય તો એક ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે) નિયમસારમાં કહ્યું છે કે અંત:તત્ત્વસ્વરૂપ ભગવાન આત્મા અને બહિતત્ત્વ એવી નિર્મળ પર્યાય એ બેની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે એ રાગ છે. (તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય) વ્યવહાર સમકિત એ રાગરૂપ પરિણામ છે. બેપણું જેનો વિષય છે તે રાગ છે અને એકપણું (નિજ ધ્રુવસ્વભાવ) તે સમ્યદર્શનનો વિષય છે. અહીં કહે છે કે આવી એકપણારૂપ પરિણમનની વાત અનંતકાળમાં સાંભળી જ નથી તેથી તે સુલભ નથી. * ટીકા ઉપરનું પ્રવચન * આ સમસ્ત જીવલોકને, કામભોગસંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે તોપણ, પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. અહીં સમસ્ત જીવલોક લીધો છે. એમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં બધાં જ સંસારી પ્રાણીઓ આવી ગયાં. એ બધા જીવોએ, કામ કહેતાં શુભાશુભ ઈચ્છાનું થયું અને ભોગ કહેતાં એનું ભોગવવું-એ સંબંધી વાત-જે એકપણાથી વિરુદ્ધ છે અને આત્માનું અત્યંત બૂરું કરનારી છે તોપણ અનંતવાર સાંભળી છે. અહીં સર્વ જીવલોકમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિકાય એમ સઘળા એકેન્દ્રિય જીવો પણ એમાં આવી ગયા. બટાટાની એક રાઈ જેટલી કટકીમાં નિગોદના જીવોનાં અસંખ્ય ઔદારિક શરીર છે, એકેક શરીરમાં અનંત નિગોદના જીવ છે. કહે છે કે આ નિગોદના જીવોએ પણ રાગની એકતાની વાત (કામભોગની વાત) અનંત વાર સાંભળી છે. પણ એમને તો કાનેય નથી તો કેમ કરી સાંભળી છે? ભાઈ, એ વિકલ્પને અનુભવે છે ને? એકેન્દ્રિયાદિ જીવો કર્મેન્દ્રિય ન હોવા છતાં અનંતકાળથી રાગ વેદે છે. રાગ સાથે એકતા અનુભવે છે તેથી બંધકથા સાંભળી છે એમ કહેવામાં આવે છે. અનાદિથી કેટલાક જીવો એવા છે કે જે નિગોદમાં પડયા છે અને કદી બહાર નીકળ્યા નથી અને નીકળશે નહીં; એવા જીવોએ પણ રાગના એત્વની વાત સાંભળી છે એટલે કે રાગનો અનુભવ એકત્વપણે કરી રહ્યા છે અને તેનો જ પરિચય છે. અહા! આ રાગના એકત્વની બંધકથા વિસંવાદી છે, જીવનું અત્યંત બૂરું કરનારી છે, અકથ્ય દુઃખો આપનારી છે. રાગ વિકલ્પ છે-પુણ્યનો કે પાપનો. એને કરવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૭૧ અને ભોગવવો એ જીવને અત્યંત દુઃખદાયક છે, કેમકે એકપણાથી વિરુદ્ધ છે. અરેરે ! તો પણ અનાદિકાળથી જીવને તેની જ વાત અનંતવાર સાંભળવામાં આવી છે. ભગવાન આત્મા ધ્રુવ ચૈતન્ય અને આનંદસ્વરૂપ છે, અને ઈન્દ્રિયો તરફના વલણનો ભાવ એ કામભોગસંબંધી કથા છે, –માત્ર દુ:ખની કથા છે. એ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવી ગઈ છે. પરંતુ રાગથી ભિન્ન ભગવાન ધ્રુવ ત્રિકાળ છે એનું લક્ષ કરીને વેદન થવું જોઈએ તે વેદન એને કદી આવ્યું નથી. હવે વિશેષ કહે છે કે કેવો છે આ જીવલોક? “સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે.” જેમ ઘંટીના બે પડની વચ્ચે જે દાણો હોય તે પીસાઈ જાય છે તેમ આ સમસ્ત જીવલોક અનાદિથી સંસારરૂપી ચક્ર કહેતાં પુણ્ય અને પાપ એમ બે ભાવરૂપ ચક્રની મધ્યમાં પીસાઈ રહ્યો છે, દુઃખી દુઃખી થઈ રહ્યો છે. વળી તેને “નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત ભ્રમણ પ્રાપ્ત થયું છે.” નિરંતરપણે વિકારમાં સ્થિત હોવાથી તેને પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ અનાદિથી છે. દ્રવ્યપરાવર્તન કહેતાં આ જગતમાં જે અનંત અનંત પુદગલ પરમાણુઓ છે તેનો સંબંધ અને અનંતવાર થઈ ચૂક્યો છે. આ શરીરનાં રજકણો માટી (મુગલ) છે, અને આ પૈસા, ધન, ભવન ઈત્યાદિ (કર્મ નોકર્મ) પણ ધૂળ (પુદ્ગલ) નાં રજકણો છે, કહે છે કે એ બધા પુદગલો અનંતવાર સંબંધમાં આવી ગયા છે. આ ધનસંપત્તિ, રૂપાળું શરીર, ભવન ઈત્યાદિનો સંબંધ એ કાંઈ નવું નથી, અપૂર્વ નથી; એકમાત્ર શુદ્ધ આત્માની અનુભૂતિ એ જ અપૂર્વ છે. એવાય અનંત પુદ્ગલો છે જે જીવના સંબંધમાં આવ્યા નથી, છતાં તેનું લક્ષ રાગ ઉપર છે તેથી અનંત પરાવર્તનમાં બધાય પુદ્ગલથી સંબંધની લાયકાતવાળો જીવ છે એમ કહ્યું છે. વળી જીવ નિરંતરપણે અનંત ક્ષેત્રપરાવર્તન કરી ચૂક્યો છે. ચૌદ બ્રહ્માંડનું ક્ષેત્ર છે. તેમાં દરેક પ્રદેશમાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અનાદિની ચીજ છે ને? તેથી દરેક ક્ષેત્રે અનંત વાર પરિભ્રમણ કરી ચૂક્યો છે. ભાવપાહુડમાં આવે છે કે હજારો રાણીઓ છોડી, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો, પરંતુ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જે આત્મા તેની દષ્ટિ અને અનુભવ કરવાં જોઈએ તે ન કર્યા. એવાં દ્રવ્યલિંગ ધારણ કરી મુનિપણાં લઈને પણ દરેક પ્રદેશ અનંતવાર જન્મમરણ કરી ચૂક્યો છે. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ અનંતવાર જન્મ્યો, મર્યો છે; કોઈ ક્ષેત્ર બાકી નથી. આમ જીવે અનંત ક્ષેત્રપરાવર્તન કર્યા છે. વળી જીવે નિરંતરપણે અનંત કાળપરાવર્તન કર્યા છે. કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભાગ છે. તે દરેક દશ કોડાકોડી સાગરોપમ છે. એક સાગર અસંખ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭ર | [ સમયસાર પ્રવચન અબજ વર્ષોનો થાય છે. આ ઉત્સર્પિણી, અવસર્પિણીકાળના દરેકના પ્રથમ સમયથી માંડી ક્રમશઃ દરેક સમયમાં જીવે જન્મ, મરણ કર્યા છે. આમ એક એક સમયે જન્મમરણ કરતાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અહીં! પણ આત્મજ્ઞાન અને આત્મદર્શન શું છે તેની વાત કદી સાંભળી નથી. પૈસા, સંપત્તિ વગેરે અનંતવાર આવ્યા અને ગયા. આ મોટા શરાફ, વકીલ અને ડોકટરના ધંધાની વાત એ તો દુઃખની, પીડાની કથા છે. ભાઈ ! તેં તારી વાત સાંભળી નથી. સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્મા કહે છે તેની વાત કદી સાંભળી નથી, એ પરમ આનંદનો નાથ છે; પ્રભુ! અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે. જેમ સમરકંદ છે, એની લાલ છાલનું લક્ષ છોડી દો તો એ એકલી મીઠાશનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા છે. પુણ્ય અને પાપ એ લાલ છાલ જેવા છે. એ પુણ્ય-પાપ વિનાનો આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. આ સાંભળ્યું નથી કોઈ દિવસ. જે સાંભળવાનું છે તે ન સાંભળ્યું અને જે સાંભળવાનું નથી તે સાંભળ્યું. અહા ! રૂપિયા ક્યાં એના છે, છતાં રૂપિયા મારા છે એ માન્યતા મૂઢની છે. જડ છે તે જીવના ક્યાંથી થાય? જડ છે એને આપે કોણ? રાખે કોણ? અને એની રક્ષા કરે કોણ? એનું આવવું, જવું એ આપમેળે એનાથી છે. એ જડની રક્ષા જડથી થાય છે. એમાં આત્મા શું કરે? આવી વાત કદીય સાંભળી નહીં. તેથી પ્રતિસમય જન્મ-મરણ સહિત અનંત કાળમાં દુઃખથી જ રખડી રહ્યો છે. વળી જીવ નિરંતરપણે અનંત ભવપરાવર્તન કરી ચૂક્યો છે. મનુષ્ય, નારકી, દેવ અને તિર્યંચના ભવો અનંતવાર થઈ ચૂકયા છે. રાજા, મહારાજા, શેઠ અને કરોડપતિના ભવ અનંતવાર મળ્યા છે, ભાઈ ! પણ એ બધા ભિખારાની જેમ હમણાં પણ દુઃખી છે, કેમકે એમને આત્માના આનંદની ખબર નથી. ભગવાન સર્વજ્ઞદેવે અનંત અનંત આનંદ અને શાંતિથી ભરેલો ભગવાન આત્મા અનંત જ્ઞાનલક્ષ્મીનો ભંડાર કહ્યો છે. પણ પ્રભુ! તને તારી લક્ષ્મીની ખબર નથી અને બહાર દોડાદોડી કરી દુઃખી થઈ રહ્યો છે. અહા ! દુનિયા મૂર્ખ છે, આત્માને સમજ્યા વિના મૂર્ખ છે. રાગ અને પુણ્યની ક્રિયા મારી એમ માનનારા સૌ મૂર્ખ છે. અરે! અનંત અનંત અનાકુળ આનંદની મૂર્તિ ભગવાન આત્મા છે એની ખબર ન મળે, અને આ કરો ને તે કરો, એમ પુણ્ય-પાપ કરવાની વાત અનાદિથી સાંભળી સાંભળી, અનંત ભવનાં કષ્ટ સહ્યાં છે, ભાઈ ! નિગોદનાં દુઃખોની કથા તો કોણ કહી શકે? આ રાગકથા, બંધકથા આત્માનું અત્યંત બૂરું કરનારી છે. વળી જીવને અનંત ભાવપરાવર્તન થયાં છે. શુભ અને અશુભ ભાવરૂપી ભાવપરાવર્તન અનંતવાર થઈ ગયાં છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ આદિ શુભભાવ જીવે અનંતવાર કર્યા છે. એકેન્દ્રિયને પણ શુભભાવ હોય છે. આમ દયા, અહિંસા આદિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૭૩ શુભભાવ અને રળવું, કમાવું, પરિગ્રહ રાખવો, અને વિષયવાસના આદિ પાપભાવોનું પરાવર્તન જીવે અનંત વાર કર્યું છે. આવા પંચપરાવર્તનરૂપ અનંત પરાવર્તાને લીધે જીવને ચાર ગતિમાં પરિભ્રમણ થયું છે. તેથી સંસારચક્રના ચક્રાવામાં પીસાઈ રહ્યો છે, દુ:ખી થઈ રહ્યો છે. હવે કહે છે કે સમસ્ત વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત તેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. જેનું રાજ્ય હોય તેનો સિક્કો (ચલણ) તે રાજ્યમાં ચાલે છે. અહીં પરમાત્મા કહે છે કે અકેન્દ્રિયથી માંડીને બધા સંસારી અજ્ઞાની જીવોમાં મિથ્યાત્વરૂપી વિપરીત માન્યતાનો સિક્કો ચાલે છે. મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય વિશ્વમાં ચાલી રહ્યું છે. હજારો રાણી છોડીને નગ્ન દિગંબર સાધુ થયો, પણ અંતરમાં શુદ્ધ જ્ઞાનને ગ્રહ્યું નહીં. મિથ્યા અભિમાન કરીને ભ્રમણાને વશ થયો. એકછત્ર રાજ્યથી વશ કરનાર વિપરીત શ્રદ્ધા અર્થાત્ પરમાં સાવધાનીરૂપ મોટા મોહના ભૂતને આધીન થયો. આ મોહનું ભૂત તેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. નવો આખલો હોય તે ગાડાની ધૂંસરી નીચે જલદી આવે નહીં, એને પલોટવો પડે; પણ અભ્યાસ થઈ ગયા પછી બળદ હોય તે ઝટ દઈને ધૂંસરી નીચે દાખલ થઈ જાય છે. તેમ જીવને અનાદિનો અભ્યાસ-આદત થઈ ગયેલ છે. અમારે બૈરાંછોકરાં પાળવાં જોઈએ, અમારે વ્યવહાર પાળવો જોઈએ, ધંધામાં ધ્યાન રાખવું જોઈએ એમ નિરંતર પરસમ્મુખ થઈ રાગદ્વેષ કર્યા કરે છે. આનંદસ્વરૂપ ભગવાન આત્મા પ્રત્યે રુચિ કરવાને બદલે અનેક પ્રકારના પુણ્ય-પાપના ભાવોમાં રોકાઈ બળદની જેમ ભાર ઉપાડ છે, રાગ-દ્વેષનો બોજો ઉપાડે છે. વીતરાગી સંતો તેને કરુણા કરી માર્ગ બતાવે છે. પુણ્ય-પાપના વિકલ્પોની એકતામાં બળદની જેમ મજૂરી કરે છે. પાંચપચીસ લાખ રૂપિયા (ધૂળ) હોય, તેને મેળવવાની, સાચવવાની, અને આપવા-લેવાની એ બધી મજબૂરી છે. મોહરૂપી ભૂત આ બધી મજૂરી કરાવે છે. પાપ કરીને સ્ત્રી-પુત્રને પોષે, છોકરા-છોકરી પરણાવે ઈત્યાદિ. ભાઇ ! આ તો વીતરાગી સંતોની વાત. તે જગતને જાહેર કરે છે કે આ મોહરૂપી ભૂત જગત પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. વળી તેને જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, તેથી આકળો બનીને મૃગજળ જેવા વિષયગ્રામને ઘેરો ઘાલે છે. મોહવશ, વસ્તુના સ્વરૂપની ભ્રમણાને લીધે, આ જોઈએ અને તે જોઈએ એમ તૃષ્ણારૂપી રોગ તેને થયો છે. આ તૃષ્ણારૂપી રોગથી તે અત્યંત પીડિત છે. આ પીડાનો દાહ તેને બાળે છે. બળતરાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ [ સમયસાર પ્રવચન ઉપાય કરવા તે ઈન્દ્રિયોના વિષયો તરફ ઝુકાવ કરે છે. તૃષ્ણારૂપી રોગની પીડા સહન નહીં થવાથી તે આકળવિકળ બની સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને શબ્દ એવા વિષયો તરફ ઝૂકે છે, વિષયોમાં જ ઝંપલાવે છે. પરંતુ અરેરે ! આ વિષયો તો મૃગજળ જેવા છે. જેમ ખારી જમીનમાં સૂર્યનાં કિરણો પડે તો તે પાણી જેવું દેખાય પાણી છે નહીં, માત્ર દેખાય છે. તેમ પંચેન્દ્રિયના વિષયો રમ્ય છે નહીં, માત્ર દેખાય છે. તેથી આ વિષયો તો મૃગજળ જેવા છે, દેખાવમાત્ર રમ્ય છે. આ જાણી લઉં, આ ખાઈ લઉં, આ સાંભળી લઉં, આ ભોગવી લઉં, સ્ત્રી, મકાન ઈત્યાદિ ભોગવી લઉં એમ એકસાથે વિષયોના સમૂહમાં કૂદી પડે છે. અહીં ! સિત્તેર, સિત્તેર વર્ષના આયુષ્ય વીતી ગયાં તેમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપના વિકલ્પોની મજૂરી જ એણે કરી છે. કરોડપતિ અને અબજોપતિ મોટા તૃષ્ણારૂપી રોગના દાહને શમાવવા મૃગજળ જેવા વિષયોને સેવે છે, પણ તેમાં ક્યાંય સુખ મળે એમ નથી. મફતનો મિથ્યા ફાંફાં જ મારે છે. વળી તે જીવો પરસ્પર આચાર્યપણું પણ કરે છે. એટલે કે બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે. આચાર્યપણું કરે છે એટલે એકબીજાને સમજાવે છે, શિખામણ આપે છે કે આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, છોકરાને ભણાવવાં જોઈએ, મોટાં કરવા જોઈએ, પરણાવવાં જોઈએ. વ્યવહારમાં તો બધું કરવું જોઈએ ને? ધર્મ તો વૃદ્ધાવસ્થામાં કરશું હમણાં તો આપણી ફરજ બજાવવી જોઈએ, ઈત્યાદિ પરસ્પર આચાર્યપણું કરે છે. આવા જીવલોકને મિથ્યાત્વરૂપી ભ્રમણા થઈ રહી છે. જેમ વંટોળિયામાં તણખલું ઊડીને ક્યાં જઈ પડશે તેની ખબર નથી તેમ આ સંસારમાં રખડતા જીવો મરીને કાગડ, કૂતરે. . ક્યાં ચાલ્યા જશે? અરે! ચોરાશીના અવતાર કરી-કરીને જીવો દુ:ખી દુ:ખી થઈ રહ્યા છે, દુ:ખમાં પીલાઈ રહ્યા છે. અંદર આનંદનો નાથ પોતે છલોછલ સુખથી ભરેલો છે તેની સામે નજર કોઈ દિવસ કરી નહીં. આનંદના નિધાન પ્રભુ પરમાત્માની સામે નજર ન કરતાં ઈચ્છા અને ઈચ્છાનું ભોગવવું એમ કામભોગની કથા અનંતવાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવમાં પણ લીધી. તેથી આ કામભોગ બંધની કથા સૌને સુલભ છે એટલે કે સૌને સહેલાઈથી પ્રાપ્ત થાય તેવી છે. કામભોગની કથા કહેતાં વિષયો સંબંધી રાગની અને રાગના ભોગવવાની કથા અનંતવાર સાંભળી છે. વિષયભોગ લેવો તે એકલો કામભોગ નથી. જીવ સ્ત્રીના શરીરને ભોગવતો નથી. શરીર તો હાડ, માંસ, ચામડાં છે. એ તો અજીવ છે, જડ છે. એને તે ઈષ્ટ ગણીને રાગ કરે છે. તે રાગને અનુભવે છે, ભોગવે છે, શરીરને નહીં. એમ મેસુબ, પાક વગેરે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૭પ જીવ ખાતો (ભોગવતો) નથી, એ કિયા તો જડની છે. એ ઉપર લક્ષ જાય એટલે રાગને ભોગવે છે. જડને શું ભોગવે? આત્મા તો અરૂપી છે, રૂપીને તે કઈ રીતે ભોગવે? અરે! કોઈ દિવસ સાંભળ્યું નથી. જેમ કૂતરો સૂકું હાડકું ચાટે ને દાઢમાં લોહી નીકળે. ત્યાં એને એમ થાય કે હાડકામાંથી લોહી આવે છે. તેમ અજ્ઞાની દેહ, વાણી, લાડું, દાળ, ભાત ખાય ત્યાં એના રાગનો સ્વાદ જણાય છે, પણ તે એમ માને કે દેહ, વાણી આદિમાંથી સ્વાદ આવે છે. એને ખબર નથી કે શું ભોગવાય છે. આંધળે આંધળો હાલ્યો જાય છે. એણે કદી આત્માની વાત સાંભળી જ નથી. અરે ! આ સાંભળવાની જે ઈચ્છા છે એ પણ વિષય છે. ત્યાં એની પ્રીતિમાં રોકાઈ જાય છે એ પણ વિષય છે. ભાઈ ! ઊંડી વાત છે. આ તો અધ્યાત્મની કથા છે. બાપુ! જીવની ભૂલ શું છે અને એ કેમ થાય છે એ બતાવે છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો-દેવો, શેઠિયા, કરોડપતિઓ, જે બધા ધૂળના (સંપત્તિના) ધણી કહેવાય છે તે બધાએ રાગની વાતો સાંભળી છે અને રાગને ભોગવી રહ્યા છે. તેથી તે તો એ સૌને સુલભ છે. પરંતુ રાગથી ભિન્ન સહજ શુદ્ધ આત્માનું એકપણું સુલભ નથી. નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું આ ભિન્ન આત્માનું એકપણું જ સુલભ નથી. જુઓ, રાગથી ભિન્ન અને પરલક્ષી જ્ઞાનથી પણ ભિન્ન અને પોતાથી અભિન્ન એવા આત્માનું એકપણું, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે. જીવે પરલક્ષી જ્ઞાન પણ અનંત વાર કર્યું છે. અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન છે એ પણ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માનું એકપણું ભિન્ન દેખાતું નથી. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાનપ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાનપ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ ! બાકી દયા પાળો, ભક્તિ કરો, વ્રત કરો ઈત્યાદિ બધાં થોથાં છે. અહો! માત્ર આ ભિન્ન આત્માનું એકપણું સ્વભાવથી જ સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તે ભેદજ્ઞાનપ્રકાશથી દેખાય છે. આનંદનો નાથ ચૈતન્યચમત્કાર પ્રભુ અંદરમાં પ્રકાશમાન છે તેને ભેદજ્ઞાનપ્રકાશથી જોવા કદી દરકાર કરી નથી. આવું અંદરમાં ચકચકાટ કરતી આત્મવસ્તુનું એકપણું કપાયચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ ગયું છે. દયા. દાન, ભક્તિ આદિ શુભ વિકલ્પો અને હિંસાદિ અશુભ વિકલ્પોમાં એકરૂપ થતાં (માનતાં ) ભગવાન આત્માનું એકપણું ઢંકાઈ ગયું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ [ સમયસાર પ્રવચન અહાહા ! ભેદજ્ઞાનપ્રકાશથી સ્પષ્ટ દેખવામાં આવે છે એવી અંતરંગમાં ચકચકાટ કરતી જ્ઞાનરૂપી પ્રકાશની મૂર્તિ અસંખ્ય પ્રકારના શુભાશુભ વિકલ્પો સાથે એકરૂપ જેવી માનવામાં આવતાં ઢંકાઈ ગઈ છે, રાગની એકત્વબુદ્ધિ આડે એ નજરમાં આવતી નથી. રાગના વિકલ્પો અને પરલક્ષી જ્ઞાન એ જ જાણે મારી ચીજ છે એવી માન્યતાને આડે જ્ઞાયક પ્રકાશમાન ચૈતન્યજ્યોતિ ઢંકાઈ ગઈ છે. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અર્થાત્ પોતાને આત્માના જ્ઞાનનો અભાવ હોવાથી અંદર પ્રકાશમાન ચૈતન્યચમત્કાર વસ્તુ પડી છે તેને કદીય જાણી કે અનુભવી નથી. પોતે આત્માનું એકપણું નહીં જાણતો હોવાથી તથા આત્માને જાણનારા સંતો-જ્ઞાનીઓની સંગતિ-સેવા નહીં કરી હોવાથી ભિન્ન આત્માનું એકપણું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને તેથી અનુભવમાં પણ આવ્યું નથી. આત્મજ્ઞ સંતોએ રાગથી અને પરલક્ષી જ્ઞાનથી ભિન્ન આત્માનું એકપણું કહ્યું, પણ તે એણે માન્યું નહીં તેથી તેમની સંગતિ-સેવા કરી નહીં એમ કહ્યું છે. ગુરુએ જેવો આત્મા કહ્યો તેવો માન્યો નહીં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિમાં જીવ રોકાઈ ગયો. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઈત્યાદિના શુભરાગમાં ધર્મ માનીને રોકાઈ ગયો. ભાઈ ! લોકો માને છે તેનાથી માર્ગ તદ્દન જુદો છે. સમ્યગ્દર્શન અને તેનો વિષય જેનાથી જન્મ-મરણનો અંત આવે એ વાત તદ્દન જુદી છે. દિગંબર સંતોએ અને કેવળીઓએ તે કહી છે, તેણે સાંભળી પણ છે, પરંતુ માની નથી તેથી સંગતિસેવા કર્યા નહીં એમ કહે છે. સાંભળવા તો મળ્યું છે કેમકે સમોસરણમાં અનંત વાર ગયો છે. સમોસરણમાં એટલે ત્રણલોકના નાથ દેવાધિદેવ અરિહંત પરમાત્માની ધર્મસભામાં, જ્યાં ઈન્દ્રો અને એકાવતારી પુરુષો, વાઘ અને સિંહ આદિ બેઠા હોય છે ત્યાં અનંત વાર ગયો છે. પણ કેવળી આગળ રહી ગયો કોરો, કેમકે કેવળી ભગવાને જેવો શુદ્ધાત્મા ભિન્ન બતાવ્યો તેવો માન્યો નહીં. ભગવાનની દિવ્યધ્વનિનો સાર જે શુદ્ધાત્મા તે અભિપ્રાયમાં લીધો નહીં. માત્ર દ્રવ્યક્રિયાનો અભિપ્રાય પકડી દ્રવ્યસંયમ પાળવામાં મગ્ન થયો. એવો દ્રવ્યસંયમ પાળી અનંતવાર નવમી રૈવેયકનો દેવ થયો. છ–ઢાળામાં આવે છે ને કે: મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાય, પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયૌ. દ્રવ્યસંયમ પાળવાનો ભાવ તો શુભભાવ હતો, તેથી સ્વર્ગનો ઋદ્ધિધારી દેવ થયો પણ ત્યાંથી પાછો પટકાયો. બાહ્ય સંયમ ભલે પાળ્યો, પણ આત્મજ્ઞાન વિના જરાપણ સુખ પામ્યો નહીં, ભવભ્રમણથી છૂટયો નહીં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] * ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ લોકમાં સર્વ મિથ્યાદષ્ટિ જીવો-એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોસંસારરૂપી ચક્ર પર ચઢી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. અનાદિથી પુણ્યપાપરૂપી ભાવકર્મમાં ભીંસાઈ રહ્યા છે. અનંત પરાવર્તનમાં આ શરીરાદિના પુદ્ગલો અનેકવાર સંયોગમાં આવી ગયા છે. દરેક ક્ષેત્રે અનંતવાર જન્મીને મરી ચૂક્યો છે. દરેક કાળમાં અનંત જન્મ-મરણ કર્યા છે. એવી રીતે દરેક ભવમાં અનંતવાર પરિભ્રમણ કર્યું છે. એવી રીતે શુભાશુભ ભાવ પણ અનંતવાર જીવ કરી ચૂક્યો છે. આ પાંચ પરાવર્તનરૂપ ભ્રમણમાં તેને મોહકર્મના ઉદયરૂપ પિશાચ-ભૂતડું ધોંસરે જોડે છે. ઊલટી માન્યતારૂપ ભૂતડાએ તેને રાગની એકતારૂપ સંસારના ધોસરે જોડી દીધો છે. બાયડીનું કરવું, છોકરાનું કરવું, દેશનું કરવું, શરીરનું કરવું એમ મિથ્યાત્વ વડે, પોતાનો છતો સ્વભાવ નહીં જાણવાથી, રાગના એકત્વરૂપ ધોંસરે જોડાયો છે. તેથી તે વિષયોની તૃષ્ણાના દાહથી પીડિત થઈ રહ્યો છે. તૃષ્ણાના દાહની બળતરાથી બળી રહ્યો છે. આ સાંભળવું, જોવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું એવા પંચેન્દ્રિયોના વિષયોની તૃષ્ણારૂપ અગ્નિથી અંદર બળી રહ્યો છે. તે દાહનો ઈલાજ ઈન્દ્રિયોના વિષયો-રૂપ આદિ વિષયો- છે એમ જાણી પોતાના ઉપયોગને તે તરફ જોડે છે. તે પંચેન્દ્રિયોના વિષયોને ઘેરો ઘાલે છે. તે વિષયોને જાણવા અને ભોગવવામાં મગ્ન બને છે. તથા પરસ્પર ઉપદેશ પણ વિષયોનો જ કરે છે. આપણે આ કરવું જોઈએ, આમ કર્યા વિના કાંઈ ચાલે? આપણે હજુ સંસારી છીએ. એમ એકબીજા પરસ્પર રાગનો જ ઉપદેશ કરે છે. પરંતુ કોઈ અંતર સ્વભાવમાં જવાની વાત કરતું નથી. વિષયભોગની અને રાગની કથા માંહોમાંહે અજ્ઞાની જીવો કરે છે. એક જીવ કહે અને બીજા સાંભળી કહે કે –“હા બરાબર છે.' આમ વિષયોની ઈચ્છા અને વિષયોને ભોગવવું એવી કામ અને ભોગની કથા તો જીવોએ અનંતવાર સાંભળી છે, પરિચયમાં લીધી છે અને અનુભવી છે તેથી સુલભ છે. પણ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માનું જ્ઞાન કદી થયું નથી. ચૈતન્યચમત્કાર વસ્તુ પોતે આત્મા છે એનું જ્ઞાન પોતે અનંતકાળમાં કર્યું નથી; અને જેમને એ જ્ઞાન થયું હતું એવા પુરુષોની સેવા કદી કરી નથી. એટલે કે સંતોએ કહ્યું તે સાંભળ્યું પણ અંદરમાં માન્યું નથી. માન્યું નહીં તેથી ખરેખર સાંભળ્યું જ નથી. આ રીતે નિજ પરમાત્મસ્વરૂપ આત્માની કથા ન કદી સાંભળી, ન પરિચય કર્યો કે ન તેનો અનુભવ કર્યો. તેથી ચૈતન્યચમત્કારસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ સુલભ નથી. રાજપાટ અને દેવપદ એવું તો અનંતવાર મળ્યું, પરંતુ નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ થવી સુલભ નથી અર્થાત્ દુર્લભ છે. * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૫ अत एवैतदुपदर्श्यते तं एयतविहत्तं दाएहं अप्पणो सविहवेण। जदि दाएज्ज पमाणं चुक्केज्ज छंल ण घेत्तव्वं ।।५।। तमेकत्वविभक्तं दर्शयेऽहमात्मनः स्वविभवेन। यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम्।।५।। હવે આચાર્ય કહે છે કે, તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ: દર્શાવું એક વિભક્ત એ, આત્મા તણા નિજ વિભવથી; દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહ સ્કૂલના યદિ. ૫. ગાથાર્થ:- [ તમ] તે [ wwત્વવિમ] એકત્વવિભક્ત આત્માને [૧૬] હું [માત્મનઃ] આત્માના [સ્વવિમવેન] નિજ વૈભવ વડે [] દેખાડું છું; []િ જો હું [ર્શયમં ] દેખાડું તો [પ્રમાણ ] પ્રમાણ (સ્વીકાર) કરવું અને [શ્વનેચં] જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો [ નં] છળ [7] ન [મૃદતવ્યમ્ ] ગ્રહણ કરવું. ટીકાઃ- આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વ-વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં વ્યવસાય (ઉધમ, નિર્ણય) કર્યો છે. કેવો છે મારા આત્માનો નિજવિભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને “ચાત્' પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અહંતના પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. (“ચાત્' નો અર્થ “કથંચિત્' છે એટલે કે “કોઈ પ્રકારથી કહેવું”. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અહંતના પરમાગમમાં સામાન્ય ધર્મોવચનગોચર સર્વ ધર્મો-નાં નામ આવે છે, અને વચનથી અગોચર જે કોઈ વિશેષ ધર્મો છે તેમનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૭૯ ભાગ-૧ ] અનુમાન કરાવવામાં આવે છે; એ રીતે તે સર્વ વસ્તુઓના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી તેમને શબ્દબ્રહ્મ કહે છે.) વળી તે નિજવિભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષતેમના નિરાકરણમાં સમર્થ જે અતિનિરૂષ નિબંધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિર્મળવિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુસર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. વળી તે કેવો છે? નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ (પોતે જ) પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું જો ક્યાંય અક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમુદ્રના પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી. ભાવાર્થ:- આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા છે શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન-પ્રત્યક્ષથી પ્રમાણ કરો; ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો એટલો દોષ ગ્રહણ ન કરવો એમ કહ્યું છે. અહીં પોતાનો અનુભવ પ્રધાન છે, તેનાથી શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય કરો-એમ કહેવાનો આશય છે. હવે આચાર્ય કહે છે કે તેથી જ જીવોને તે ભિન્ન આત્માનું એકત્વ અમે દર્શાવીએ છીએ. પ્રવચન નંબર ૧૨-૧૪, તારીખ ૧૧-૧૨-૭૫ થી ૧૩-૧૨-૭૫ * ગાથાર્થ ઉપરનું પ્રવચન * તે એકત્વવિભક્ત આત્માને હું આત્માના નિજવૈભવ વડે દેખાડું છું જો હું દેખાડું તો પ્રમાણ કરવું અને જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. ભગવાન કુંદકુંદાચાર્યદેવ કહે છે કે પરથી ભિન્ન અને સ્વથી એકત્વરૂપ એવા આનંદમૂર્તિ ભગવાન આત્માને નિજવૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું અર્થાત્ દેખાડવામાં આવે તો સ્વાનુભવથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું. માત્ર ઉપર-ઉપરથી હા પાડજે એમ કહ્યું નથી, પણ સ્વસંવેદનજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ અનુભવ કરી પ્રમાણ કરજે એમ કહ્યું છે. આ આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ८० [ સમયસાર પ્રવચન પૂર્ણાનંદનો નાથ સ્વભાવથી એકત્વપણે છે, રાગથી વિભક્ત છે. તેને તું સ્વસંવેદનજ્ઞાનની પર્યાય દ્વારા જાણ. ‘સ્વસંવેવનજ્ઞાનેન પીક્ષ્ય' એમ કહ્યું એનો અર્થ એ છે કે જે દ્રવ્યસ્વભાવ છે તેને સ્વસંવેદનજ્ઞાનથી અનુભવ કરી પરીક્ષા વડે પ્રમાણ કરજે, અમે કહીએ છીએ એટલામાત્રથી નહીં. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞદેવનો પંથ છે. સો દ્રોના પૂજ્કીય વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં આ એકત્વવિભક્ત આત્માનું સ્વરૂપ આવ્યું હતું. એ અમે પ્રત્યક્ષ અનુભવીને કહીએ છીએ. અમારા આત્મામાં (પર્યાયમાં ) એનો સાક્ષાત્કાર થયો છે. આત્મા આવો જ છે એમ અમે જાણ્યું છે. ભગવાને કહ્યું છે માટે કહીએ છીએ એમ નહીં, પણ સ્વસંવેદન-અનુભવથી આત્માને અમે જાણ્યો છે. એ અમે તને બતાવીએ છીએ, માટે તું અનુભવ કરીને પ્રમાણ કરજે, સ્વીકાર કરજે. પૂર્ણાનંદનો નાથ અભેદ વસ્તુ છે. એનો સ્વીકાર તે પર્યાય છે. પર્યાય તેનો સ્વીકાર કરે છે કે આ નિજ પરમાત્મા છે. સમયસાર ગાથા ૩૨૦માં ( આચાર્ય જયસેનની ટીકામાં) આવે છે કે પર્યાય એમ જાણે છે કે- ‘સકનિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિકપરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.' આમ વસ્તુનો યથાર્થ સ્વીકાર તેના સ્વસંવેદનજ્ઞાન વડે જ થાય છે. વળી કહે છે કે જો કોઈ ઠેકાણે ચૂકી જાઉં તો છળ ન ગ્રહણ કરવું. અનુભવમાં તો ચૂક નથી. પણ ભાષામાં, છંદમાં કે વ્યાકરણમાં ક્યાંક ઓછું-વત્તું આવી જાય તો છાં ન ઘેત્તવં- છળ ગ્રહણ ન કરીશ. અમે જે કહેવા માગીએ છીએ તે ભાવને ધ્યાનમાં રાખી બરાબર પકડજે, શબ્દને ન પકડીશ. વસ્તુનો નિર્ણય કરવામાં સ્વસંવેદન પ્રધાન છે, તેથી ભગવાન પૂર્ણાનંદનો નાથ સ્વસંવેદનમાં આવે એ રીતે તું પ્રમાણ કરજે. * ટીકા ઉ૫૨નું પ્રવચન * આચાર્ય કહે છે કે જે કાંઈ મારા આત્માનો નિજવૈભવ છે તે સર્વથી હું આ એકત્વવિભક્ત આત્માને દર્શાવીશ. આ બૈરાં-છોકરાં, પૈસા-મકાન, ધન-દોલત એ આત્માનો વૈભવ નથી. અંદર પુણ્ય-પાપના વિકારી ભાવ થાય એ પણ આત્માનો વૈભવ નથી. ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકના અવલંબને મારી નિર્મળ પર્યાયમાં મને જે વીતરાગતા પ્રગટ થઈ છે એ મારો નિજવૈભવ છે. તે મારા અનુભવના સર્વ વૈભવથી હું આ સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત એવો ભગવાન આત્મા દર્શાવીશ એવો મેં વ્યવસાય કર્યો છે, ઉદ્યમ કર્યો છે, નિશ્ચય કર્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમો ગણી, મંગલ કુંદકુંદાર્યો, જૈન ધર્મોડસ્તુ મંગલ. અહીં મંગલાચરણમાં પ્રથમ તીર્થંકરદેવ, બીજા ગણધરદેવ અને તરત જ ત્રીજા સ્થાને શ્રી કુંદકુંદાચાર્યદવ છે. તેઓ કહે છે કે મને મારા આત્માનો નિજવૈભવ પ્રગટયો છે. એ સર્વ વૈભવ વડે મેં સ્વથી એકત્વ અને પરથી ભિન્ન આત્માને બતાવવાનો નિશ્ચય કર્યો છે. કવો છે મારા આત્માનો નિજવૈભવ? આ લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર અને “ચાત્' પદની મુદ્રાવાળો જે શબ્દબ્રહ્મ-અર્વતનાં પરમાગમ-તેની ઉપાસનાથી જેનો જન્મ છે. શરૂઆત કરતાં પોતાને જે નિજવૈભવ પ્રગટયો તેમાં નિમિત્ત કોણ હતું એ કહે છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ અહંત પરમાત્માએ ધ્વનિદિવ્યધ્વનિ દ્વારા જે ઉપદેશ કર્યો તે અનુસાર પરમાગમની રચના થઈ. તે પરમાગમની ઉપાસનાથી-સેવા કરવાથી મને આત્મ-વૈભવ પ્રગટ થયો છે. ભગવાનની વાણીને શબ્દબ્રહ્મ કહે છે કેમકે બ્રહ્મસ્વરૂપ જે પૂર્ણાનંદનો નાથ આત્મા તેને બતાવનારો છે. વળી તે “ચાત્' પદની મુદ્રાવાળો છે અને લોકમાં પ્રગટ સમસ્ત વસ્તુઓનો પ્રકાશ કરનાર છે. પરમાગમને શબ્દબ્રહ્મ કહ્યાં તેનું કારણઃ અર્વતના પરમાગમમાં સામાન્ય ધર્મો-વચનગોચર સર્વ ધર્મોનાં નામ આવે છે. અસ્તિત્વ, વસ્તુત્વ, જ્ઞાન, દર્શન, આનંદ ઈત્યાદિ ધર્મોનાં નામ આવે છે. અને વચનથી અગોચર જે કોઈ વિશેષધર્મો છે. તેમનું અનુમાન કરાવવામાં આવે છે. એ રીતે તે સર્વ વસ્તુઓના સ્વરૂપના પ્રકાશક છે માટે સર્વવ્યાપી કહેવામાં આવે છે, અને તેથી ભગવાનનાં પરમાગમને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. સ્યાત્ પદની મુદ્રાવાળો શબ્દબ્રહ્મ છે. સાત્ એટલે કથંચિત્ એટલે કે કોઈ અપેક્ષાથી કહેવું છે. ભગવાનની વાણી અનેકાંત વસ્તુનું કોઈ અપેક્ષાથી કથન કરે છે. તેને સ્યાત્-પદની મુદ્રા કહેવાય છે. ભગવાન સર્વને જાણે માટે તે સર્વવ્યાપી કહેવાય છે. અને વાણી સર્વ તત્ત્વને કહેનારી છે તેથી તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. આચાર્ય કહે છે મને જે નિજવૈભવ પ્રગટ થયો એમાં આ શબ્દબ્રહ્મરૂપી પરમાગમ નિમિત્ત છે. એટલે કે અજ્ઞાની અન્યવાદીઓની વાણી એમાં નિમિત્ત હોઈ શકે નહી. વળી તે નિજભવ કેવો છે? સમસ્ત જે વિપક્ષ-અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નયપક્ષ-તેમના નિરાકરણમાં સમર્થ જે અતિ નિહુષ નિર્બાધ યુક્તિ તેના અવલંબનથી જેનો જન્મ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates /૨ [ સમયસાર પ્રવચન સર્વથા એકાંતરૂપ જે નયપક્ષ તેના નિરાકરણમાં સમર્થ જે અતિ નિખુષ નિબંધ યુક્તિ-એટલે કે ફોતરાં વિનાની માલવાળી જે પુષ્ટ અને સફળ યુક્તિ તેના અવલંબનથી મને નિજવૈભવ પ્રગટ થયો છે. સમ્યક યુક્તિ વડે એકાંતપક્ષનું ખંડન કરી તેનું નિરાકરણ કરી નાખ્યું છે. તથા સર્વજ્ઞદેવની વાણીમાં જે વીતરાગમાર્ગ કહ્યો છે તે અમે ગ્રહણ કરી લીધો છે. કુંદકુંદાચાર્યના સમયથી સો વર્ષ પહેલાં શ્વેતાંબરમત નીકળી ચૂકેલો. દિગંબર સનાતન મતમાંથી જુદા પડી નવો શ્વેતાંબરમત શરૂ કરેલો. હુમણાં કેટલાક સમન્વયની વાતો કરે છે, પણ સમન્વય કોની સાથે કરવો ? ભાઈ ! અમારે કોઈ સાથે વેર-વિરોધ નથી. સૌ ભગવાન આત્મા છે. અમને તો સન્વેષ મૈત્રી છે, પણ પર્યાયમાં જે ભૂલ છે તે બરાબર જાણવી જોઈએ. નિબંધ યુક્તિના અવલંબનથી અમે એકાંતવાદી અન્યમતનું નિરાકરણ કરી નાખ્યું છે. એટલે કે એકાંતવાદ તે સત્યમાર્ગ નથી, કલ્પિત છે એમ નક્કી કરી અને યથાર્થ અનેકાંતરૂપ વીતરાગમાર્ગને ધારણ કર્યો છે. આ રીતે અમને નિજવૈભવ પ્રગટ થયો છે. વળી તે કેવો છે? નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ સર્વશદેવ અને અપરગુરુ-ગણધરાદિકથી માંડી અમારા ગુરુ પર્યત, –તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તથા પૂર્વાચાર્યો અનુસાર જે ઉપદેશ, તેનાથી જેનો જન્મ છે. સર્વજ્ઞદેવ વિજ્ઞાનઘન ધ્રુવ જે આત્મા તેમાં અંતર્નિમગ્ન છે. ભગવાન ગણધરદેવ તથા અમારા ગુરુ પણ પોતાના વિજ્ઞાનઘન ધ્રુવ આત્મામાં અંતર્નિમગ્ન હતા. ચૈતન્યપ્રકાશના નૂરનું પૂર એવો જે ભગવાન આત્મા તેમાં અંતર્નિમગ્ર એવા દેવ અને ગુરુએ પ્રસાદરૂપે શુદ્ધાત્મતત્વનો અનુગ્રહપૂર્વક જે ઉપદેશ આપ્યો એનાથી આ અમારા નિજવૈભવનો જન્મ થયો છે. અહાહા...શું ટીકા છે! સર્વજ્ઞથી માંડી અમારા ગુરુ પર્યત સઘળા શુદ્ધ વિજ્ઞાનઘન સ્વરૂપ આત્મામાં અંતર્નિમગ્ન એટલે વિશેષ નિમગ્ન હતા. અમને એનું જ્ઞાન થયું છે, અને એનું ભાન વર્તે છે. બીજાને સમ્યગ્દર્શન થાય તેની ખબર ન પડે એમ કોઈ કહે છે એ વાત બરાબર નથી. વિજ્ઞાનઘન આત્મામાં અમારા ગુરુ અંતર્નિમગ્ન હતા એમ કુંદકુંદાચાર્યદવ અહીં જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે. અમને યથાર્થ નિમિત્તનું બરાબર જ્ઞાન થયું છે. તે આત્મજ્ઞાની ગુરુના પ્રસાદરૂપ ઉપદેશના નિમિત્તે અમારા નિવૈભવનો જન્મ થયો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૮૩ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ પૂર્વ થઈ ગયા. તેઓ સદેહે મહાવિદેહમાં સીમંધર ભગવાનના સમોસરણમાં ગયા હતા. મહાવિદેહમાં સીમંધરનાથ અરિહંતપદે વિરાજે છે. તેમનો પાંચસો ધનુષ્યનો દેહ અને ક્રોડપૂર્વનું આયુષ્ય છે. ત્યાં ભગવાનની વાણી હંમેશા છૂટે છે. ત્યાં સં. ૪૯માં કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા. ત્યાં ભગવાનની વાણી સાંભળીને ભરતમાં પધાર્યા. અહીં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં. તેમાં સમયસારની રચના કરતાં તેઓ કહે છે કે હું એકત્વવિભક્ત આત્મા બતાવીશ. પરથી પૃથક્ અને સ્વથી એકત્વ એવો ભગવાન આત્મા મારા નિજવૈભવથી બતાવીશ. અંદર આત્મા સત્ ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન બિરાજે છે. સમયસાર નાટકમાં આવે છેઃ ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો, મોહ મહાતમ આતમઅંગ, કિયો ૫૨સંગ મહાતમ ઘેૌ. આત્મા ચૈતન્યરૂપ આનંદઘન છે. આત્મા શરીર, મન, વાણીથી તો ભિન્ન છે, પણ પર્યાયમાં દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે છે એનાથી પણ ભિન્ન છે અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. એવા આત્મામાં અંતર્નિમગ્ન થતાં જે અનુભવ પ્રગટ થાય તે સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. આચાર્યદેવ કહે છે કે ૫૨થી ભિન્ન આત્માનો મને અનુભવ થયો છે. આનંદનો મને સ્વાદ આવ્યો છે. આત્મા અનાકુળ શાંત આનંદરસનો પિંડ તેમાં નિમગ્ન થતાં મને અતીન્દ્રિય આનંદનું સંવેદન થયું છે. આવા મારા નિજવૈભવથી હું એકત્વવિભક્ત આત્મા બતાવું છું. તે તું રાગથી પૃથક્ થઈ પોતાના આનંદઘનસ્વરૂપનો અનુભવ કરીને પ્રમાણ કરજે. તો ધર્મ થશે. સમજાણું કાંઈ ? અરે! અનંતકાળથી ચોરાસીના અવતાર કરતાં કરતાં નવમી ત્રૈવેયકના ભવ પણ અનંત કર્યા. અનંતવા૨ નગ્ન દિગંબર મુનિ થયો. બાર બાર મહિનાના ઉપવાસ આદિ ક્રિયાકાંડ કરીને નવમી ત્રૈવેયક ગયો. પરંતુ અંતર અનુભવપૂર્વક વસ્તુતત્ત્વને પ્રમાણ કર્યું નહીં. રાગની ક્રિયાથી મારી ચીજ ભિન્ન છે એવું ભાન કર્યું નહીં. તેથી આનંદનો સ્વાદ આવ્યો નહીં. ભવચક્ર ઊભું જ રહ્યું. સવારમાં પ્રશ્ન ઊઠયો હતો કે બારમા ગુણસ્થાન સુધી અશુદ્ઘનય છે. તો અશુદ્ઘનયના સ્થાનમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ ક્યાંથી આવ્યો ? શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં થાય છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારમાંની ગાથા ૧૮ ની જયસેન આચાર્યની ટીકામાં ત્રણ બોલથી ખુલાસો આવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪ [ સમયસાર પ્રવચન ૧. “શુદ્ધાત્મ ગવર્નવન–ાતા' ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જે ધ્રુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. ૨. “શુદ્ધ ધ્યેયત્વીત્' અશુદ્ધનય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હુજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ શુદ્ધને ધ્યેય બનાવી પર્યાય પ્રગટી ત્યાં શુદ્ધોપયોગરૂપ ધર્મ હોય છે. ૩. “શુદ્ધ સાધવરુત્વાન્ા' શુદ્ધ ઉપયોગ જે ત્રિકાળ છે- તેને સાધના કરતાં પર્યાયમાં શુદ્ધોપયોગરૂપ ધર્મ પ્રગટ થાય છે. બારમા ગુણસ્થાનથી નીચે અશુદ્ધનયનું સ્થાન છે તો પણ શુદ્ધ નું આલંબન, શુદ્ધનું ધ્યેય, અને શુદ્ધનું સાધકપણું હોવાથી શુદ્ધોપયોગરૂપ વીતરાગી પર્યાય પ્રગટ થાય છે-અર્થાત્ ત્યાં હોય છે. સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર એ વીતરાગી પર્યાય છે અને એ જ ધર્મ છે. વીતરાગી પર્યાયનું નામ જૈનધર્મ છે ધર્મ કોઈ વાડો કે સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ જ આવે છે. અરે ! અનંતકાળમાં સમ્યગ્દર્શન અને એનું ધ્યેય શું તે લક્ષમાં લીધું નથી. આચાર્ય દેવ કહે છે. શુદ્ધ ચૈતન્યઘન આ માને દૃષ્ટિમાં લઈ તેને ધ્યેય અને સાધન બનાવતાં અમને શુદ્ધોપયોગરૂપ ધર્મ થયો છે. પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદ જે પ્રગટયાં છે તે અમારો નિજવૈભવ છે. એવા મારા નિજવૈભવથી હું આત્મા બતાવું છું તે તું અનુભવ કરીને પ્રમાણ કરજે. વળી તે કેવો છે? તો કહે છે-નિરંતર-ઝરતો- આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુરસંવેદનસ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે. આચાર્ય કહે છે–અહા! આત્મા અનાકુળ આનંદરસથી ભરેલો છે. તેમાં એકાગ્ર થતાં સુંદર આનંદનો સ્વાદ આવે છે. જેમ ડુંગરમાંથી પાણી ઝરે તેમ આત્મામાં એકાગ્ર થતાં અતીન્દ્રિય આનંદ ઝરે છે. આબાલ-ગોપાળ સર્વમાં અંદર પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા બિરાજે છે. તેની દષ્ટિ કરતાં પર્યાયમાં આનંદ ઝરે છે. તેનું નામ ધર્મ છે. અજ્ઞાની જીવો મોસંબી વગેરેનો સ્વાદ લઈએ છીએ એમ કહે છે ને? એ સ્વાદ તો જડ છે. જડનો સ્વાદ તો આત્મામાં આવતો જ નથી, પણ તેના ઉપર લક્ષ કરીને રાગનો સ્વાદ લે છે. એ અધર્મનો સ્વાદ છે. અજ્ઞાની શબ્દ, રસ, ગંધ, વર્ણ, સ્પર્શનું લક્ષ કરીને વિષયને હું ભોગવું છું એમ માને છે, પણ એ પરને ભોગવતો જ નથી. તે કાળે રાગને ઉત્પન્ન કરે છે અને રાગને ભોગવે છે. વિષયોનો આનંદ તો રાગરૂપ છે અને રાગનો અનુભવ તે ઝેરનો અનુભવ છે કુંદકુંદાચાર્ય મોક્ષ અધિકારમાં (ગાથા ૩૦૬) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૫ ભાગ-૧ ] શુભરાગને વિષકુંભ એટલે કે ઝેરનો ઘડો કહ્યો છે. અશુભથી બચવા શુભરાગ આવે ખરો, પણ એ સર્વ હેય છે. અહો ! દેવાધિદેવ જિનેન્દ્રદેવની વાણી ઝીલીને ભગવાનના આડતિયા થઈને કુંદકુંદાચાર્ય જાહેર કરે છે કે ભગવાનનો માલ આ છે. અમને જે ધર્મ કે ચારિત્ર પ્રગટયું તે શું ચીજ છે? કહે છે કે નિરંતર ઝરતો-આસ્વાદમાં આવતો એવો સુંદર જે આનંદ તેની છાપવાળું પ્રચુરસંવેદનસ્વરૂપ જે સંવેદન તે અમારો નિજવૈભવ એટલે કે ચારિત્ર છે. અહો! ધર્મની મુદ્રા શું? તો જેમ ચલણી નોટ પર મુદ્રા મુખ્ય છે તેમ સુંદર આનંદ-અતીન્દ્રિય આનંદ એ ધર્મની મુદ્રા છે અને એ મુખ્ય છે. અહો ! અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં દિગંબર સંતોએ કહેલો વીતરાગમાર્ગ અપૂર્વ છે. તેમનાં રચેલાં આ શાસ્ત્રો તે પરમાગમ છે. સમ્યગ્દર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માની દષ્ટિ હોય છે. ત્યાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ અલ્પ પ્રમાણમાં હોય છે. ચોથા ગુણસ્થાનમાં સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે તો પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને તે વિશેષ આવે છે. તેના કરતાં મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે. આચાર્ય કહે છે આવા પ્રચુર આનંદની મુદ્રાવાળું જે ચારિત્ર-ધર્મ તે વડે અમારા નિજવૈભવનો જન્મ છે. એમ જે જે પ્રકારે મારા જ્ઞાનને વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયમેવ પોતાના અનુભવ-પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. આચાર્યદેવ જિજ્ઞાસુ શ્રોતાને કહે છે કે પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન અને પોતાના સ્વરૂપચૈતન્યથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માને હું સર્વ વૈભવથી બતાવું છું તે તું પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રમાણ કરજે. અમે કહીએ છીએ માટે નહીં, પણ અંતરમાં જે “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ” એવો આત્મા બિરાજે છે તેનો સ્વાનુભવ પ્રત્યક્ષથી નિશ્ચય કરજે, તેથી તને સુખ થશે, મોક્ષ થશે. સમયસાર નાટકમાં કહ્યું કે અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસ્વરૂપ. અમારો વૈભવ તો અમારી પાસે રહ્યો. તેથી તું રાગાદિથી ભિન્ન પડી સ્વયં પોતે જ શાંતિ અને આનંદનું પ્રત્યક્ષ વેદન કરી પ્રમાણ કરજે. તેથી તને ધર્મ થશે. આઠ વર્ષની બાલિકા પણ અંતરમાં ભાન કરી આવો અનુભવ કરી શકે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ [ સમયસાર પ્રવચન ધર્મ એ તો આત્મ-અનુભવની ચીજ છે, ભાઈ ! કોઈ જીવ પ્રભાવનામાં કરોડો રૂપિયા ખર્ચે, લાખોનાં મંદિરો બંધાવે માટે તેને ધર્મ થઈ જાય એમ નથી. તે કાળે રાગ મંદ કરે તો શુભભાવ થતાં પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. મંદિર બનવાની ક્રિયા તો પરમાણુથી બને છે, તે આત્મા કરી શકતો નથી. હા, આત્મા આ કરી શકે કે -પુણ્ય-પાપથી ભિન્ન પડી અંતર અનુભવ વડે અનાકુળ શાંતિ અને આનંદ ઉત્પન્ન કરી શકે, અને એ જ નિશ્ચયધર્મ છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત પણ જૂહી છે. અરે ! આવું સાંભળવા પણ ન મળે તે અંદર અનુભવ ક્યારે કરે? ધર્મ બહુ દુર્લભ ચીજ છે, ભાઈ ! ક્રિયાકાંડ તો અનંતવાર કર્યા તેથી એ તો સુલભ છે, પણ રાગથી ભિન્ન પડી ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપમાં આરૂઢ થવું મા દુર્લભ છે. હવે કહે છે- જો ક્યાંયઅક્ષર, માત્રા, અલંકાર, યુક્તિ આદિ પ્રકરણોમાં ચૂકી જાઉં તો છલ (દોષ) ગ્રહણ કરવામાં સાવધાન ન થવું. શાસ્ત્રસમૂદ્રનાં પ્રકરણ બહુ છે માટે અહીં સ્વસંવેદનરૂપ અર્થ પ્રધાન છે; તેથી અર્થની પરીક્ષા કરવી. અમે તો સ્વાનુભવની વાત બતાવીએ છીએ. તેમાં કોઈ વ્યાકરણના શબ્દાદિમાં ભૂલ થઈ જાય અને તું વ્યાકરણનો નિષ્ણાત હો, અને તારા લક્ષમાં આવી જાય કે આ ભૂલ છે તો તું ત્યાં રોકાઈશ નહીં. શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાન અને પંડિતાઈ સાથે અનુભવને કાંઈ સંબંધ નથી. શાસ્ત્રની પંડિતાઈ જુદી ચીજ છે અને સ્વસંવેદનજ્ઞાન જુદી ચીજ છે. આ ભૂલ છે, ભૂલ છે એમ પંડિતાઈના ગર્વથી અટકી જઈશ તો તારું બૂરું થશે. અહીં તો ભગવાન આત્મા અનાદિકાળથી જે પુણ્ય-પાપનું જ વેદન કરે છે તે મિથ્યાત્વભાવ છે તેના સ્થાને સ્વસંવેદન કરી સ્વરૂપનો અનુભવ કરવો તેની મુખ્યતા અને પ્રધાનતા છે. બનારસીદાસે સમયસાર નાટકમાં કહ્યું છે વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ; રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ તાકો નામ. અહા! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કર્યું છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી. અહો ! આચાર્ય અમૃતચંદ્ર ટીકામાં અમૃત રેલાવ્યાં છે. આવી અનુભવ-અમૃતની અદ્ભુત વાત સાંભળે નહીં, સ્વાધ્યાય કરે નહીં, અને ધર્મ થશે એમ માની બાહ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ક્રિયાકાંડનો વ્યવહાર કરે, પણ તેથી ભવભ્રમણ મટે નહીં. ભાઈ ! ધર્મનો પંથઅનુભવનો પંથ જગતથી કાંઈ જુદો છે. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * આચાર્યદવ કહે છે કે અમે આગમનું સેવન કર્યું છે. ભગવાન સર્વજ્ઞદેવથી પરંપરાએ ચાલી આવેલી જે જિનવાણી તેની સેવા કરવાથી અમને જ્ઞાનવિભવ પ્રગટ થયો છે. બીજી રીતે કહીએ તો અમને સમ્યગ્દર્શનાદિ પામવામાં પરંપરા સર્વજ્ઞદેવની વાણીનું નિમિત્ત છે. અજ્ઞાનીની વાણીના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય એમ કદીય બનતું નથી. અન્ય સંપ્રદાયના આગમ એ વીતરાગની વાણી નથી. આવી વાતથી કોઈને દુઃખ થાય પણ સત્ય વસ્તુ આ છે. સર્વજ્ઞથી પરંપરા સનાતન સત્ય દિગંબર પંથ ચાલ્યો આવે છે તે જ સત્ય છે. સમ્યગ્દર્શનમાં નિગ્રંથ દિગંબર ગુરુની જ વાણી નિમિત્ત બને છે. કોઈ પ્રત્યે વેર-વિરોધની આ વાત નથી પરંતુ જે દષ્ટિ વિપરીત હોય તેનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. હવે કહે છે અમે યુક્તિનું અવલંબન લીધું છે. તેથી વીતરાગદેવ શું કહે છે અને વિરોધી અન્યવાદીઓ શું કહે છે તેનો યુક્તિના અવલંબનથી નિર્ધાર કર્યો છે. સત્ય શું છે તેનો યુક્તિ દ્વારા અમે સાચો નિર્ણય કર્યો છે. ત્રીજી વાત પરંપરા ગુરુનો ઉપદેશ અમને મળ્યો છે. સર્વજ્ઞદેવ પરમગુરુ અને ગણધરાદિક અપરગુરુ-તેમના પ્રસાદરૂપ ઉપદેશના નિમિત્તે અમારો આત્મવૈભવ અમને પ્રગટ થયો છે. ચોથી વાતઃ અમને અતીન્દ્રિય આનંદની છાપવાળું પ્રચુર સ્વસંવેદન થવાથી, જ્ઞાયક જે ધ્રુવસ્વરૂપ તેના પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાનવિભવ પ્રગટ થયો છે. એમ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વૈભવથી હું એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડું છું; તેને હું શ્રોતાઓ! પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરજો. ક્યાંય કોઈ પ્રકરણમાં ભૂલું તો દોષ ગ્રહણ ન કરશો. અહીં અનુભવની પ્રધાનતા છે. તેના વડે શુદ્ધસ્વરૂપનો નિશ્ચય કરો એમ આશય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૬ कोऽसौ शुद्ध आत्मेति चित्ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो भावो। एवं भणंति सुद्धं णादो जा सो दु सो चेव।।६।। नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः। एवं भणन्ति शुद्धं ज्ञातो यः स तु स चैव।।६।। હવે પ્રશ્ન ઊપજે છે કે એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત “શુદ્ધ” કથાય, ને જે જ્ઞાત તે તો તે જ છે. ૬ ગાથાર્થ:- [: ] જે [ જ્ઞા : ભાવ:] જ્ઞાયક ભાવ છે તે [ 31પ્રમત્ત: ]િ અપ્રમત્ત પણ [ન ભવતિ] નથી અને [ન પ્રમત્ત:] પ્રમત્ત પણ નથી, - [gā] એ રીતે [ શુદ્ધ] એને શુદ્ધ [ભાન્તિ] કહે છે: [ 7 :] વળી જે [ જ્ઞાત:] જ્ઞાયક પણે જણાયો [ સ: તુ] તે તો [: gવ ] તે જ છે, બીજો કોઈ નથી. ટીકાઃ- જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી (કોઈથી ઉત્પન્ન થયો નહિ હોવાથી) અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહિ હોવાથી અનંત છે, નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક “ભાવ” છે, તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણતાથી (અપેક્ષાથી) ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ હોવા છતાં, દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની (-કષાયસમૂહના અપાર ઉદયોની) વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૮૯ પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ' કહેવાય છે. વળી દાઢ્યના (- બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞયાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની ) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે-પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને- પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું ) ભાવાર્થ - અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્યદષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા)-દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત-અપ્રમત્ત નથી. “જ્ઞાયક” એવું નામ પણ તેને શયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ યકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી”—એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાનકપણા માત્ર પોતે શુદ્ધ છે.-આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ [ સમયસાર પ્રવચન અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્દવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા ૫દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં તૈય કહ્યો છે કારણ કે અશુદ્ઘનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ઘનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ઘનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ઘનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ઘનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે- એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં, (જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત ’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ઘનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. . શિષ્યનો પ્રશ્ન છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? શિષ્યને અંતરમાં જિજ્ઞાસા થઈ છે કે પરથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવો શુદ્ધાત્મા કોણ છે જેને જાણવાથી જન્મ-મરણ મટે અને ભવભ્રમણ નાશ થઈને મોક્ષ થાય. આવી અંતરની ચીજ જાણવાનો જેને પ્રશ્ન થયો છે તેને ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છે. પ્રવચન નંબ૨, ૧૪-૧૭ તારીખ ૧૩-૧૨-૭૫ થી ૧૬-૧૨-૭૫ * ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન * જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, –એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. જ્ઞાયકભાવ જે ત્રિકાળ એકરૂપ સ્વભાવભાવરૂપ છે તેને અહીં પરમ પારિણામિકભાવ ન કહેતાં શાયભાવ કહ્યો તેનું કારણ એ છે કે પારિણામિકભાવ તો સર્વ દ્રવ્યોમાં છે; જ્યારે જાણવું, જાણવું, જાણવું, એવો જે સામાન્ય જ્ઞાયકભાવ તે એક જીવદ્રવ્યમાં જ છે. તે જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી કે પ્રમત્ત પણ નથી. અર્થાત્ ચૌદેય ગુણસ્થાનની પર્યાયો એમાં નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૯૧ પ્રમત્ત અને અપ્રમત્ત એ તો પર્યાયના ભેદો છે અને તે અશુદ્ઘનયનો વિષય છે. પહેલેથી છ ગુણસ્થાન પર્યંતની પર્યાયો પ્રમત્ત છે અને સાતમેથી ચૌદ ગુણસ્થાન પર્યંતની પર્યાયો તે અપ્રમત્ત છે. આમાં હવે કઈ પર્યાયો બાકી રહી ગઈ? ભગવાન આત્મા આ સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધનયસ્વરૂપ એક જ્ઞાયકભાવ છે. આગળ અગિયારમી ગાથામાં એને જ ભૂતાર્થ કહેલો છે. અહો! જે દૃષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે. વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. અહીં જ્ઞાયકને જાણનાર પર્યાયની વાત કરી. શાયકને જાણનારી પર્યાય જ્ઞાયકની પોતાની જ છે, એ પર્યાયનો કર્તા પોતે જ છે. જ્ઞાનની પર્યાય તે અન્ય શેયનું કાર્ય છે વા નિમિત્તનું કાર્ય છે એમ નથી. પોતે શાયકભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે-જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન શેયનું કાર્ય નથી, પોતાનું કાર્ય છે. અહાહા...!! ભગવાન, તું અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છું જેમાં પર્યાયનો ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે-એમ કહેવાય છે. એટલે ૫દ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પિરણિત શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. દોલતરામજીએ કહ્યું છે ને કેઃ લાખ બાતકી બાત યહૈ, નિશ્ચય ઉગ્ન લાવો; તોડી સકલ જગ-છંદ-ચંદ, નિજ આતમ ધ્યાવો. અરે! ભગવાન, તેં તારી જાતને જાણી નહીં! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો આ સંદેશ છે કે ભગવાન આત્મા નિત્યધ્રુવ, ત્રિકાળ એકરૂપ, ૫૨મ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતરસન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ ૫૨મશુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકભાવની દૃષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમનરૂપ થયું. એ જ્ઞાન પરનું-નિમિત્તનું કે જ્ઞેયનું કાર્ય છે એમ નથી. પોતાના જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એનું પોતાનું કાર્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ [ સમયસાર પ્રવચન અહો! આ છઠ્ઠી ગાથા અલૌકિક છે. આ તો છઠ્ઠીના અફર લેખ. લૌકિકમાં છઠ્ઠીના લેખ કહેવાય છે. કહે છે બાળક જન્મ્યા પછી છà દિવસે વિધાતા ભાગ્ય-લેખ લખવા આવે છે. ત્યાં કાગળ વગેરે મૂકે છે. પરંતુ ત્યાં તો કાગળ એવો ને એવો કોરો રહે છે, કેમકે ત્યાં કોઈ વિધાતા નથી. પણ આ ભગવાન ચિદાનંદનો નાથ પોતે જે પર્યાયમાં જણાયો તે નિશ્ચય વિધાતા છે. તેણે આ લેખ લખ્યો કે હવે આ આત્માને અલ્પકાળમાં મુક્તિ છે. શાયકની સન્મુખ થતાં જ્યાં જ્ઞાયક શુદ્ધ જણાયો ત્યાં મુક્તિલેખ નિશ્ચિત લખાઈ જાય છે એવી અલૌકિક વાત આ ગાથામાં છે. * ટીકા ઉ૫૨નું પ્રવચન * જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે. જ્ઞાયકભાવ ધ્રુવ પોતે પોતાથી જ હોવાપણે છે. કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નથી. તેથી અનાદિ સત્તારૂપ છે. એટલે એને અનાદિથી હોવાપણું છે, એનું હોવાપણું કાંઈ નવું નથી. પ્રભુ સતરૂપ અનાદિ સત્તાવાળો છે એ ભૂતકાળની અપેક્ષાથી વાત કરી. વળી, કદી વિનાશ પામતો નથી માટે અનંત છે. એ ભવિષ્યકાળની અપેક્ષાથી વાત કરી. ભવિષ્યમાં પણ નિરંતર ધ્રુવસ્વરૂપે રહેશે. એનો ભવિષ્યમાં નાશ થશે એમ ીય બનવું સંભવિત નથી તેથી અનંત છે. આમ આદિ-અંત રહિત ધ્રુવ જ્ઞાયકભાવ અનાદિ-અનંત સત્તારૂપ છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે હીં; પર્યાય તો વિનાશિક છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય હોય તોપણ તે એક સમયની પર્યાય છે તેથી વિનાશિક છે. આ તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે ચૈતન્યપ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે તે અનાદિ અનંત અવિનાશી ચીજ છે. હવે વર્તમાનની વાત કરે છે-કે ‘નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી.' એટલે વર્તમાનમાં છે એવો ને એવો ત્રિકાળ છે. વર્તમાન-વર્તમાનપણે પોતે કાયમ રહેનારો ત્રિકાળ છે. ‘અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે.' અહાહા...! પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજ્યોતિ પોતે છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકામાં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવ વડે જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. સર્વત્ર આ શૈલીથી જ વાત છે. ભગવાન આત્મા મતિ-શ્રુત-જ્ઞાનમાં પોતાથી પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજ્યોતિ છે, પરોક્ષ રહે કે ઢંકાએલો રહે એવો આત્મા છે જ નહીં. અહા! શાયદેવ જેને જ્ઞાનમાં બેઠો એની અહીં વાત છે. ‘એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે.’ જુઓ ભાષા ! જ્ઞાયક એક ભાવ છે કહેતાં એકસ્વરૂપ છે. ઉપશમભાવ, ક્ષાયિકભાવ આદિ પર્યાયભાવો તો અનેક છે. આ તો ત્રિકાળ એકરૂપ, સદેશ-સદશ, સામાન્ય જ્ઞાયક તે પોતે એક ભાવ છે. ગંજીફાની રમતમાં જેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] હુકમનો એક્કો હોય છે ને? તેમ આ જ્ઞાયક હુકમનો એક્કો સર્વોપરિ છે, સદાય એની જીત છે. અહા! શું આચાર્યદેવની કથની! શું એનું વાચ્ય! ભગવાન આત્મા જ્ઞાયક એક ભાવ છે. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ છે. આ પર્યાયની વાત છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી કર્મપુદગલો સાથે દૂધ અને પાણીની જેમ એકક્ષેત્રાવગાહુ સંબંધ છે. ખરેખર દૂધ દૂધપણે અને પાણી પાણીપણે છે. તેમ જ્ઞાયક તે જ્ઞાયકપણે અને કર્મયુગલો પુદ્ગલપણે છે. પણ બન્ને વચ્ચે એક સમયની પર્યાય પૂરતો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. આ રીતે કર્મયુગલો સાથે એકરૂપ છે છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જવામાં આવે તો દુર કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વિશે પ્રવર્તતા જે પુણ્યપાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. કષાયચક્રનું મટવું બહું કઠણ છે. તે કષાયસમૂહના ઉદયની વિચિત્રતાને આ જીવ વશ થાય છે. કર્મનો ઉદય એને વશ કરે છે એમ નથી, પોતે ઉદયને વશ થાય છે. તેથી પ્રવર્તતા જે પુણ્ય અને પાપના જડ રજકણોના બંધને ઉત્પન્ન કરનાર અનેક શુભ-અશુભભાવો તે રૂપે આત્મા પરિણમતો નથી. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોઈએ તો જ્ઞાયક જે એક ભાવ છે તે પુણ્ય-પાપના કારણરૂપ જે અનેક શુભાશુભભાવો છે તેના સ્વભાવે પરિણમતો જ નથી, કેમકે શુભાશુભભાવમાં જ્ઞાયકપણું નથી. શુભ-અશુભ ભાવ એ રાગાદિરૂપ અચેતન છે, તેમાં જ્ઞાનનો અંશ નથી. રાગાદિ પોતાને જાણતા નથી અને પરને પણ જાણતા નથી. જુઓ, કેટલો ખુલાસો કર્યો છે? સમસ્ત અનેકરૂપ જે શુભ-અશુભભાવો તે રૂપે જ્ઞાયક કદી થતો નથી. શુભ-અશુભભાવો તો એકેન્દ્રિય જીવમાં, નિગોદના જીવમાં પણ થાય છે. પણ જ્ઞાયકમૂર્તિ આત્મા ચૈતન્યના નૂરનું પૂર તે અચેતન શુભ-અશુભભાવરૂપ કેમ થાય? ભાઈ ! તારી ધ્રુવ વસ્તુ અનાદિઅનંત એવી ને એવી પડી છે, એકરૂપ છે. શુભ-અશુભભાવો તો અનેકરૂપ છે. પંચમહાવ્રતના પરિણામ, દયા, દાનના પરિણામ, વિષય-કષાયના પરિણામ ઈત્યાદિ અનેક શુભ-અશુભભાવોના સ્વરૂપે જ્ઞાયક શુદ્ધદ્રવ્ય કદી થતું નથી. ' અરે! આ તો અંતરની નિજઘરની વાત લોકોએ સાંભળવાની દરકાર કરી નથી. અંદરમાં જ્ઞાયક જે ચૈતન્યના નૂરનું પૂર ભર્યું છે તે કદીય શુભાશુભભાવરૂપ થતું નથી અને તેથી કહે છે કે આત્મા પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે આત્મા શરીર, મન, વાણી અને જડ કર્મપણે તો થતો નથી, પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભ-અશુભભાવપણે પણ થતો નથી એવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ [ સમયસાર પ્રવચન જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર-સન્મુખ થઈ જેણે શાયકને જાણ્યો-અનુભવ્યો તેને મુક્તિનાં કહેણ મળી ગયાં એવો આ છઠ્ઠીનો લેખ છે. નિયમસારમાં શુદ્ધભાવ-અધિકારમાં એમ કહ્યું છે કે ઔદયિક આદિ ચાર ભાવો ત્રિકાળી સ્વરૂપમાં નથી. શુભ-અશુભભાવ જે ઔદયિક ભાવ છે તેરૂપ જ્ઞાયક પરિણમતો નથી કેમકે તે અચેતન છે એ વાત તો ઠીક, પણ ક્ષયોપશમ, ક્ષાયિકભાવ તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાયો છે, છતાં તે ભાવ વસ્તુમાં નથી. આવી સૂક્ષ્મ વાત છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારી જે જ્ઞાનની પર્યાય તે જ્ઞાયકમાં નથી. ગજબ વાત છે ને! અહા ! ઈન્દ્રો અને ગણધરોની ઉપસ્થિતિમાં દેવાધિદેવ ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવની દિવ્યધ્વનિમાં આ અલૌકિક વાત આવતી હશે ત્યારે સાંભળનારા કેવા નાચી ઊઠતા હશે ! નિયમસારમાં જે ઔપશમિકાદિ ભાવોને અગોચર આત્મા કહ્યો તે ચાર ભાવો પર્યાયસ્વરૂપ છે અને તેથી તેમના આશ્રયે આત્મા જણાય એવો નથી. ધ્રુવ, નિત્યાનંદસ્વરૂપ આત્મા પોતાના આશ્રયે જ જણાય એવો છે. આવો ત્રિકાળ શુદ્ધ આત્મા જ દષ્ટિનો-નજરનો વિષય છે. તે સમ્યગ્દષ્ટિને જ ગમ્ય છે, ગોચર છે. એક તરફ ગોચર કહે; ને વળી અગોચર પણ કહે બન્ને વાત યથાર્થ છે. જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજાવી જોઈએ. અહાહા...! દ્રવ્યસ્વભાવ, પદાર્થસ્વભાવ, તત્ત્વસ્વભાવ કે વસ્તુસ્વભાવ જે ચૈતન્યભાવ તેને તેના નિજ સ્વરૂપથી જોઈએ તો પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર જે સમસ્ત અનેક શુભ-અશુભભાવ તેરૂપ કદીય પરિણમતો નથી. અહિંસા, સત્ય, દયાદાન, વ્રત, તપ, ભક્તિ-પૂજા ઈત્યાદિ શુભરાગ તે શુભભાવ છે. હિંસા, જૂઠ ચોરી, વિષય-વાસના ઈત્યાદિ અશુભરાગ તે અશુભ ભાવ છે. આ બન્ને ભાવ જડ અને મલિન છે. અહીં કહે છે કે નિર્મળાનંદ ચૈતન્ય પ્રભુ આત્મા કદીય શુભ-અશુભભાવપણે જડરૂપ કે મલિનતારૂપ થયો નથી, તેથી પ્રમત્ત પણ નથી કે અપ્રમત્ત પણ નથી. ટીકામાં પ્રમત્ત શબ્દ પહેલો લીધો છે. ગાથામાં અપ્રમત્ત-પ્રમત્ત એમ લીધું છે. એ તો શબ્દયોજના છે. ગાથા તો પધરૂપ છે ને? એટલે પધરચનામાં અપ્રમત્ત-પ્રમત્ત લીધું છે. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. જૈનશાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈન એટલે અંદર જે આ ધ્રુવ જ્ઞાયકભાવ બિરાજે છે જે કદીય રાગરૂપ-જડરૂપ મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકની સન્મુખ થઈને એને જ્ઞાન અને દૃષ્ટિમાં લે તેને જૈન કહે છે. જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. ધર્મના બહાને બહારમાં હો-હા કરે, પુણ્યની ક્રિયાઓ કરે, રથ-વરઘોડા કાઢે, પણ એ બધો તો રાગ છે, અને રાગ તે આત્મા નથી તથા આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૯૫ કદીય રાગરૂપ નથી. જ્ઞાયકમાં રાગનો અભાવ છે અને રાગમાં જ્ઞાયકનો અભાવ છે. આમ હોવા છતાં અજ્ઞાનીઓ કહે છે કે શુભભાવ કરતાં કરતાં ધર્મ થાય એ મોટી અચરજની વાત છે. અચેતનભાવ કરતાં કરતાં ચેતન કેમ પ્રગટે? રાગ કરતાં કરતાં વીતરાગતા કેમ થાય? એમ કદીય બને નહીં. તેથી આત્મા જે એક જ્ઞાયકભાવ છે તે પ્રમત્ત-અપ્રમત્તના ભેદરૂપ નથી એમ ન્યાય કહ્યો. હવે એને ‘શુદ્ધ’ કેમ કહેવો એની વાત કરે છે. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘ શુદ્ધ’ કહેવાય છે. અહીં અન્યદ્રવ્યો એટલે કર્મનો ઉદય અને એનો ભાવ એમ લેવું. અહીં રાગની વાત નથી. જીવને કર્મનો ઉદય અને એના ભાવ ઉપર અનાદિથી લક્ષ છે. કર્મના ઉદયને વશ થઈ પોતે અટકે છે, માટે પુદ્ગલકર્મ અને એના ભાવનું લક્ષ છોડી એક જ્ઞાયકભાવનું લક્ષ કરવાની વાત છે. પરભાવના ત્રણ પ્રકાર છે. એક કર્મનો ભાવ તે પરભાવ છે. રાગાદિ જે વિકાર થાય તે પરભાવ છે અને જે નિર્મળ પર્યાય થાય તે પણ સ્વભાવની અપેક્ષાએ પરભાવ છે. અહીં તો જડકર્મ અને એનો ભાવ એને પરદ્રવ્યનો ભાવ કહ્યો છે. ચૈતન્યદેવ જ્ઞાયક તેને પરભાવથી ભિન્નપણે સેવતાં-ઉપાસતાં તે ‘શુદ્ધ’ છે એમ કહ્યું છે. એટલે નિમિત્તનું લક્ષ છોડી જ્ઞાયક ઉપર લક્ષ કર્યું ત્યારે એણે જ્ઞાયકની ઉપાસના કરી, ત્યારે એને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાયો. એને તે ‘શુદ્ધ’ છે એમ કહેવામાં આવે છે. જેને જણાયો નથી એને ‘શુદ્ધ' છે એ ક્યાંથી આવ્યું? અહા! નિત્ય જે ધ્રુવસ્વભાવ છે ત્યાં અંદર લક્ષ જતાં શુદ્ધતા ઉત્પન્ન થાય ત્યારે એણે દ્રવ્યની સેવા કરી અને તેને જ્ઞાયક ‘શુદ્ધ’ છે એમ જણાયું. અંદર લક્ષ ગયા વિના ‘શુદ્ધ’ છે એમ કહે પણ તેનો કાંઈ અર્થ નથી. અણુ ! ભગવાન આત્મા ચૈતન્યરસકંદ છે. એવો આત્મા દી જોયો-જાણ્યો નહીં અને તેની વાત સાંભળવાની પરવા કરી નહીં. દુનિયાના ડહાપણ ડોળ્યાં, બહારમાં કારખાનાં ધંધા-વેપાર આદિની ધમાલમાં રોકાઈ ગયો. પણ ભાઈ! એ તો પાગલપણું છે. આ તો દેવાધિદેવ તીર્થંકરદેવનાં કહેણ આવ્યાં કે જાણક સ્વભાવ એવો જ્ઞાયક અજાણ (જડ) સ્વભાવ એવા કર્મપુદ્દગલરૂપ અને એના ભાવરૂપ કેમ થાય? અહા ! ચૈતન્યસૂર્યનો પ્રકાશએ કર્મ અને રાગના અંધારારૂપ કેમ થાય? અહો! આત્મા એવો ને એવો ચૈતન્યરસના તત્ત્વથી ભરેલો છે. તેને પરથી -કર્મથી નિમિત્તથી ભિન્ન પડી ઉપાસવામાં આવતાં એટલે જ્ઞાયકનો પર્યાયમાં સ્વીકાર કરતાં એ ‘શુદ્ધ' છે એમ જાણવામાં આવે છે, અને તેને સમ્યગ્દર્શન અર્થાત્ ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવે છે. વળી શુદ્ઘનયના વિષયભૂત તે એકનો જ ઉગ્ર આશ્રય-સેવન કરતાં વિશેષ-વિશેષ શુદ્ધતારૂપ રત્નત્રયધર્મ પ્રગટ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ [ સમયસાર પ્રવચન આગળ અગિયારમી ગાથામાં તો જ્ઞાયકને શુદ્ધનય કહ્યો છે, અને એ એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે તેથી શુદ્ધનય એ જ એક આદરણીય છે. આત્માનો આશ્રય લઈને જે શુદ્ધ પરિણમન થયું એને શુદ્ધનય થયો એમ પણ કહેવામાં આવે છે. એટલે કે શુદ્ધનયનો આશ્રય લઈને જે પર્યાય થઈ તે પર્યાયમાં “શુદ્ધ' નું ભાન થયું માટે તેને શુદ્ધનય કહ્યો છે. પરિણમન તે શુદ્ધનય, પરિણમનમાં જે ધ્રુવ લક્ષમાં આવ્યો તેને પણ શુદ્ધનય કહે છે. સમયસાર આસ્રવ અધિકાર કળશ ૧૨૦ માં આવે છે કે શુદ્ધનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રતાનો અભ્યાસ કરે છે તેઓ બંધરહિત એવા સમયના સારને દેખે છે-અનુભવે છે. હું કેવળજ્ઞાનસ્વરૂપ શુદ્ધ છું એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. એનો અર્થ એમ છે કે ત્રિકાળી વસ્તુ જે છે તે જે જ્ઞાનમાં ખ્યાલમાં આવી તેને શુદ્ધનયા કહ્યો. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. કેવળજ્ઞાન થતાં ચૈતન્યનો આશ્રય સંપૂર્ણ પૂરો થઈ ગયો એ અપેક્ષાએ કેવળજ્ઞાનને સાક્ષાત શુદ્ધનય કહેલો છે. વળી શુદ્ધ સ્વરૂપ દ્રવ્યસ્વભાવમાં કેવળજ્ઞાનની પર્યાયનો અભાવ છે. તથા પર્યાય હોવાથી કેવળજ્ઞાનને સદ્ભુત વ્યવહારનયનો વિષય કહ્યો છે. તેથી જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે બરાબર સમજવી જોઈએ. જીવ અનાદિથી કર્મના ઉદયને વશ થઈ પરિણમતાં રાગાદિનું સેવન કરતો હતો. તેથી સંસાર હતો. અહીં શાયકને લક્ષમાં લઈ તે એકને જ ઉપાસવામાં આવતાં, તેને રાગાદિ સંસાર છૂટી જતાં, શુદ્ધ કહેવામાં આવે છે. ઉત્પાદ-વ્યય, રહિત જે એકરૂપ જ્ઞાયકભાવ તેના લક્ષે જે નિર્મળ પરિણમન થયું તેમાં આત્મા શુદ્ધ પ્રતિભાસ્યો તેને શુદ્ધ” કહેવામાં આવે છે. આ પ્રમાણે ત્રણ પદોની વ્યાખ્યા થઈ. હવે ચોથું પદ છે વો નો સો ટુ સો જેવા દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. છાણાં, લાકડાં વગેરેને દાહ્ય કહેવાય છે. અગ્નિ તેના આકારે થાય છે તેથી અગ્નિને દહન કહેવાય છે. તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી. બળવા યોગ્ય પદાર્થના આકારે અગ્નિ થયો એ પોતે પોતાના પરિણમનની લાયકાતથી થયો છે. તેના આકારે પરિણમ્યો માટે અગ્નિ પરાધીન છે એમ નથી. છાણાના આકારે અગ્નિ પરિણમ્યો તેથી તેને અશુદ્ધતા નથી. સ્વયં અગ્નિ તેવા આકારરૂપે પરિણમ્યો છે. દાહ્યના આકારે પરિણમતો અગ્નિ દાર્શ્વના કારણે નહીં, પણ સ્વયં પોતાના કારણે તેવા આકારે પરિણમે છે. આતો દષ્ટાંત થયું, હવે સિદ્ધાંત કહે છે. યાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્યપાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે, શરીર, મન, વાણી, રાગ, આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન શેયાકારે પરિણમે છે, છતાં શેયના જ્ઞયાકાર થાય છે એવી પરાધીનતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] નથી. જાણનાર શેયાકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તોપણ શેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. શેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન શૈયાકારરૂપ થાય છે એમ નથી, પરંતુ પોતાની પરિણમનયોગ્યતાથી પોતાનો જ્ઞાનઆકાર પોતાથી થયો છે. 6) આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહીં અને સામાયિક કરે, પ્રૌષધ કરે, પ્રતિક્રમણ કરે, ઉપવાસાદિ કરે, પણ તેથી શું? અહીં તો કહે છે કે જ્ઞાયક, જે શૈયો ૫૨ છે તેનો જાણનાર છે, પરશેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે; તો ૫૨ની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહીં? તો કહે છે ના, કેમકે રાગાદિ શેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ શેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાના કારણે થયું છે. જે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ શેયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. અહાહા...! વસ્તુ તો સત, સહજ અને સરળ છે, પણ એનો અભ્યાસ નહીં એટલે કઠણ પડે છે, શું થાય ? દૃષ્ટાંત: જેમ દીપક ઘટ-પટને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને –પોતાની જ્યોતિરૂપ શિખાને -પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. દીવો ઘટ-પટાદિને પ્રકાશે ત્યારે પણ દીવારૂપ છે, ઘટ-પટાદિરૂપ થતો નથી; અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશે ત્યારે પણ દીવો દીવો જ છે, અન્ય કાંઈ નથી; તેમ શાયકનું પણ સમજવું. જ્ઞાયક ઘટપટાદિ કે રાગાદિ જ્ઞેયાકારોને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે અને પોતાને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે ઘટ-પટાદિ કે રાગાદિને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, ઘટ-પટાદિ અન્યરૂપ નથી. તથા પોતાની પર્યાયને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, અન્યરૂપ નથી. માર્ગ ઘણો સૂક્ષ્મ છે. ભાઈ! અનાદિના શલ્ય પડયા છે તેથી આવી વાત સમજવી કઠણ પડે. પરંતુ આ સમજ્યા વિના જન્મ-મરણનો અંત આવે એમ નથી. ભાઈ ! પ્રયત્ન કરીને પણ આ સમજવું પડશે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ [ સમયસાર પ્રવચન જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે શેયાકારે પરિણમે છે એમ છે જ નહીં. આ જ્ઞાયક રૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઈત્યાદિ પરિણામ જે શેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, અન્ય જ્ઞયરૂપ થતો નથી. શયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, જ્ઞયની નથી. જ્ઞાનની પર્યાય જ્ઞયના જાણનપણે થઈ માટે તેને શેયકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે શેયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહીં? તો કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનું પરિણમન-શાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહીં. આ શાસ્ત્રના શબ્દો જે ય છે એ શેયના આકારે જ્ઞાન થાય છે પણ તે જ્ઞય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણકાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ શયનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે. જ્ઞાન જ્ઞયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, શૈય છે માટે પરિણમે છે એમ નથી. હવે સુગમ ભાષામાં ભાવાર્થ કહે છે. | * ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મામાં પુણ્ય-પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ વિકલ્પો એ રાગ છે, મલિનતા છે અને એ પરદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે. પણ તેથી મૂળદ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે રાગાદિરૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપે રહે છે. દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાયદષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. પંડિત જયચંદ્રજીએ બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે કે પર્યાયદષ્ટિથી જુઓ તો તે મલિન જ દેખાય છે. અને દ્રવ્યદષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઇ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદષ્ટિને પ્રધાન કરી કહ્યું છે, પર્યાયમાં જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અહીં મલિન પર્યાય જે પ્રમાદના ભાવ એ તો પદ્રવ્યસંયોગજનિત છે પણ એના અભાવથી જે અપ્રમત્તદશા થાય તેને પણ પદ્રવ્યના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૯૯ સંયોગજનિત કહી છે. પર નિમિત્તના સદભાવ અને અભાવની અપેક્ષા આવે છે એટલે પ્રમત્ત-અપ્રમત્ત બધી પર્યાયોને સંયોગજનિત કહીને એ જ્ઞાયકભાવ-સ્વભાવભાવમાં નથી એમ કહ્યું છે. નિયમસારમાં ઔદયિકાદિ ચાર ભાવને આવરણસંયુક્ત કહ્યા છે. ત્યાં ઔદયિકભાવમાં કર્મના ઉદયના નિમિત્તની અપેક્ષા આવે છે માટે તે આવરણવાળો છે એ તો ઠીક પણ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ તો નિરાવરણ છે છતાં નિમિત્તના અભાવની અપેક્ષા આવતી હોવાથી ચારેય ભાવોને આવરણસંયુક્ત કહી દીધા છે. પંડિતજીએ બહુ સરસ સ્પષ્ટ કર્યું છે કે નિમિત્તના સભાવવાળી પ્રમત્ત દશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમત્ત દશા એ બન્ને સંયોગજનિત છે અને તેથી નિત્યાનંદ, ધ્રુવ, પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય-ભેદો નથી. ભાઈ ! આ સમજ્યા વિના જન્મ-મરણના ફેરા મટે એમ નથી. પ્રમત્ત-અપ્રમત્તની અવસ્થાઓ આત્મામાં નથી. અશુદ્ધતા, દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે. અહીં પ્રમત્ત-અપ્રમત્ત બન્ને અવસ્થાઓને અશુદ્ધતામાં નાખી દીધી, કેમકે બન્ને સંયોગજનિત છે. આ ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધનયનો વિષય છે. અહીં દ્રવ્યદૃષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. ચૌદેય ગુણસ્થાનો અભાવરૂપ છે તેથી અસત્યાર્થ છે એમ નથી, પણ દ્રવ્યદષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી અને ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ-અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહીં, પર્યાયમાં છે તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે. આ છઠ્ઠી ગાથા બહુ સૂક્ષ્મ છે. સમયસારનો સાર જે જ્ઞાયક તેની શરૂઆત ત્યાંથી થાય છે. ન્યાલભાઈએ દ્રવ્યદૃષ્ટિપ્રકાશમાં લીધું છે કે –આખા સમયસારમાં છઠ્ઠી ગાથામાં સમ્યગ્દર્શનનો ખાસ વિષય જે ધ્રુવ તે આવી ગયો છે. છઠ્ઠી ગાથામાં સર્વોત્કૃષ્ટ વાત આવી છે. હું પ્રમત્ત નહીં, અપ્રમત્ત પણ નહીં; કઈ પર્યાય બાકી રહી? અહાહા..! દષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહીં. વસ્તુસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર : એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO [ સમયસાર પ્રવચન વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ દ્રવ્યદૃષ્ટિમાં પણ અશુદ્ધતા નથી. પર્યાય ઉપરથી નજર ખસેડી લઈ જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ કરે નહીં અને લોકો બહારની ધમાલમાં રોકાઈ જાય, વ્રત કરે, જાત્રા કરે, ભક્તિ આદિ કરે પણ તેથી શું વળે? અહીં તો કહે છે કે તું જ્ઞાયક મહાપ્રભુ છો તેમાં દષ્ટિ એકાગ્ર કરવી એ ભક્તિ છે અને એ મોક્ષમાર્ગ છે. વર્તમાન પર્યાયમાં અશુદ્ધતા છે, વસ્તુ પોતે અશુદ્ધપણે થઈ નથી. વસ્તુ અશુદ્ધ ત્રણ કાળમાં થાય પણ નહીં, કેમકે વસ્તુમાં વિકાર થાય એવો કોઈ ગુણ નથી. વસ્તુ જે આત્મા છે તેમાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ ઈત્યાદિ અનંત અનંત ગુણો છે, પણ કોઈ ગુણ એવા નથી કે વસ્તુમાં વિકાર કરે. વિકાર તો પર્યાયમાં પર નિમિત્તથી ઉત્પન્ન થાય છે. ગુણમાં વિકાર થાય એવો ભાવ નથી, પણ પરના લક્ષ પર્યાય વિકારી થાય છે. દ્રવ્યદષ્ટિમાં આ અશુદ્ધતાને ગૌણ કરીને વ્યવહાર, અસત્યાર્થ, અભૂતાર્થ, ઉપચાર કહી છે. તેમાં આશય એમ છે કે પર્યાયની અશુદ્ધતાનું લક્ષ છોડાવી વસ્તુ જે આત્મા તેની દષ્ટિ કરાવવી છે. વસ્તુસ્વભાવની મુખ્યતામાં પર્યાય ગૌણઅમુખ્ય છે તેથી તેને વ્યવહાર કહીને જૂઠી છે, અસત્યાર્થ છે એમ કહેલ છે. અસત્યાર્થ કહીને ઉપચાર છે એમ કહ્યું ત્યાં પર્યાયને ગૌણ કરીને ઉપચાર કહી છે. છે તો ખરી, પણ તેનું લક્ષ કરવા યોગ્ય નથી તેથી દ્રષ્ટિમાં તેને ગૌણ કરી ઉપચાર કહેલ છે. અહાહા...! સુખનિધાન પ્રભુ આત્મા દુ:ખરૂપ કેમ પરિણમે? દુઃખપણે તો પર્યાય પરિણમી છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ છે. ગુણ કદીય વિકારી થયો નથી. ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવનું આ કથન છે. જૈનદર્શન સિવાય બીજે ક્યાંય આવી વાત નથી. પર્યાય જે અશુદ્ધ થઇ છે તે દ્રવ્યમાં નથી. કોઈ એમ કહે કે પર્યાય જે શુદ્ધ થઈ તે તો દ્રવ્યમાં છે ને? તો તે શુદ્ધ પર્યાય પણ દ્રવ્યમાં નથી, પણ એની વાત અહીં નથી કેમકે શુદ્ધ પર્યાય તો દ્રવ્યનો આશ્રય કરે છે. અને જે અશુદ્ધતા છે તેને દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ કરીને અસત્યાર્થ કહેલ છે. દ્રવ્યદષ્ટિ એટલે જે પર્યાય નિર્મળ થઈ એ પર્યાયનો વિષય જે દ્રવ્ય ત્રિકાળી છે, તે તરફ એ વળી છે. તેમાં અશુદ્ધતા નથી એમ કહેવા માગે છે. વળી પર્યાય દ્રવ્ય તરફ વળી એમાં અશુદ્ધતા ગૌણ છે. ઘણા પ્રકારે કથન આવે ત્યાં અપેક્ષા બરાબર સમજવી જોઈએ. હવે કહે છે-દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે. દ્રવ્યદષ્ટિ એટલે વસ્તુસ્વભાવથી જોતાં દ્રવ્ય શુદ્ધ છે અને એની દૃષ્ટિ કરતાં જે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ તે પોતે પણ શુદ્ધ છે, અને શુદ્ધ દ્રવ્ય તે એનું ધ્યેય છે. બાપુ! આ તો આત્મકથા છે. જૈનમાં જન્મ્યા છતાં ખબર ન મળે કે દ્રવ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧/૧ કોને કહેવું? એનો સ્વભાવ શું? અને ક્યા વિષયનું લક્ષ છોડી કોનું લક્ષ કરવું? આ બધું જાણ્યા વિના ધર્મ ન થાય ભાઈ ! દષ્ટિનો વિષય શુદ્ધ છે, અને દષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં “શુદ્ધ' જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! આત્મા પરમાત્મસ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ એ કે દષ્ટિ જ્યારે “શુદ્ધ'ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય. અહો! ધર્મસભામાં એકાવતારી ઇન્દ્રો જે સાંભળવા આવે છે તે આ અલૌકિક વાત છે. દયા પાળો, વ્રત પાળો એવી સાધારણ વાત તો કુંભાર પણ કરતો હોય છે. પણ પરની દયા કોઈ પાળી શકતું નથી. દયાનો ભાવ આવે તે રાગ છે, અશુદ્ધતા છે. પર્યાયમાં અશુદ્ધતાનો વ્યય થઈ અને શુદ્ધતા પ્રગટ થાય એ ધર્મ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિ કરતાં અશુદ્ધતા ગૌણ થાય છે અને તેનો અભાવ થઈને શુદ્ધિ પ્રગટ થતાં મુક્તિ થાય છે. વળી કહે છે દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. દ્રવ્યનો સ્વભાવ અભેદ છે. તે ઉપર દષ્ટિ જતાં દષ્ટિ પણ અભેદ છે. ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, માટે તેના આશ્રયે પ્રગટેલી જે દષ્ટિ તે પણ અભેદ છે એમ કહે છે. અહીં વ્યવહાર (અશુદ્ધ પર્યાય) સામે દૃષ્ટિ (શુદ્ધ પર્યાય)ને નિશ્ચય કહી છે. ત્રિકાળી સ્વભાવની દષ્ટિથી જોઈએ તો દ્રવ્ય નિશ્ચય સત્ છે, અને એના આશ્રયે પ્રગટેલી દષ્ટિ પણ નિશ્ચય છે. વસ્તુ આત્મા ત્રિકાળ છે એ ભૂતાર્થ છે. આવા ભૂતાર્થ સ્વભાવની દૃષ્ટિ થતાં દ્રવ્યદષ્ટિ પણ ભૂતાર્થ છે. પર્યાયદષ્ટિ અભૂતાર્થ છે, દ્રવ્યદષ્ટિ ભૂતાર્થછે. - ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ સત્ય છે. આવા સચ્ચિદાનંદસ્વરૂપ આત્માની દષ્ટિ કરનારી દ્રવ્યદષ્ટિ પણ સત્યાર્થ છે. અગાઉ પર્યાયની અશુદ્ધતાને ગૌણ કરી ઉપચાર કહી હતી. અહીં આ છેલ્લા બોલમાં ઉપચાર સામે દ્રવ્યદૃષ્ટિ પરમાર્થ છે એમ કહ્યું છે. વસ્તુ-દ્રવ્ય પોતે પરમાર્થ છે. ત્રિકાળી ધ્રુવ આત્મા સ્વયં પરમ પદાર્થ છે. એની દષ્ટિ કરી એ દષ્ટિ પણ પરમાર્થ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ [ સમયસાર પ્રવચન માટે કહે છે-આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. જુઓ સ્પષ્ટ કરે છે કે ચૈતન્યરસનો કંદ પ્રભુ આત્મા એક જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક જ છે, તેમાં પર્યાય નથી, પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થાઓ નથી. અહાહા.! સમ્યગ્દર્શનની પર્યાય જ્ઞાયકને વિષય કરે, પણ એ પર્યાય જ્ઞાયકમાં નથી. જ્ઞાયક પર્યાયના ભેદરૂપ થતો નથી. જાણનાર, જાણનાર, જાણનાર, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવા જ્ઞાયકમાં કોઈ ભેદ નથી. કોઈ કહે કે અનેકાંત કરો ને? કે આત્મા જ્ઞાયક પણ છે અને વિકારી પણ છે. તો અહીં કહે છે કે આત્મા વસ્તુ એકાંત જ્ઞાયક જ છે, અભેદ છે તેથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. અહો ! કુંદકુંદાચાર્યદવે જગત સમક્ષ પરમ સત્ય જાહેર કર્યું છે. હવે ચોથા પદનો અર્થ કરે છે. “જ્ઞાયક' એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે, કારણ કે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. રાગાદિ, વિકારાદિ જેવા શેય છે તેવું જ અહીં જ્ઞાનમાં જણાય છે. તોપણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. રાગને જાણે માટે રાગના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. રાગ છે માટે અહીં તેનું જ્ઞાન થયું એમ તેને અશુદ્ધતા નથી. જ્ઞાનની પર્યાય પોતે જ એ રીતે જાણવારૂપ પરિણમી છે. જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ, વગેરે હોય તેવી ચીજ ત્યાં જણાય. એરૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થા છે. અંદર દેખાય એ કોલસા કે શ્રીફળ નથી. એ તો અરીસાની અવસ્થા દેખાય છે. તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ શેયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પરને લઈને થઈ છે એમ નથી; કેમકે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, શેયપણે થયો જ નથી. જ્ઞય પદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી છે, શયથી નથી. આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી.' શેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છું, શય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ ભેગું જાણ્યું. એ શેયને નહીં પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ “શુદ્ધ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું? આ શુદ્ધનયનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય જે જ્ઞાયકપણામાત્ર છે તે શુદ્ધનયનો વિષય છે. અન્ય પસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૩ ભાગ-૧ ] શુદ્ઘનયનો વિષય તો પોતાનો ધ્રુવસ્વભાવ જ્ઞાયક છે, પણ એનું પરિણમન નિર્મળ થયું તેને શુદ્ધનય કહ્યો છે. પરિણમને ધ્રુવને જાણ્યો, જાણવાનું કાર્ય આવ્યું તેને શુદ્ઘનય કહ્યો. વિષય તો ધ્રુવ છે, પણ એને ધ્રુવ જણાયો કયારે? શુદ્ધ પરિણમન થયું ત્યારે જ ધ્રુવ છે એમ જણાયું. એટલે એને શુદ્ઘનય કહ્યો. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે તો પ૨સંયોગનિત ભેદ છે, અને જે નિર્મળ પર્યાય થઈ તેને અભેદમાં ગણી લીધી. અશુદ્ધતાને ભેદમાં ગણીને તે અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે એમ કહ્યું. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે અને દ્રવ્યની પર્યાય વિકા૨પણે થઈ છે તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહ્યો. આ અશુદ્ધદ્રવ્યાર્થિક નય પણ શુદ્ધદ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ જાણવું. પર્યાય એમ ભેદ પડે તે અશુદ્ધ છે, વ્યવહાર છે. શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિમાં પર્યાયાર્થિકનય છે તે વ્યવહારનય જ છે. અહીં આત્મા જે ધ્રુવવસ્તુ છે તેને સત્યાર્થ, ભૂતાર્થ અને પરમાર્થ કહી અને અશુદ્ઘનયનો વિષય જે રાગાદિ એને અસત્યાર્થ, અભૂતાર્થ અને ઉપચાર કહ્યા. દ્રવ્યના સ્વભાવનું પ્રયોજન સિદ્ધ કરવા આમ કહ્યું છે. ધ્રુવને ધ્યેય બનાવીને તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે. માટે દ્રવ્યની મુખ્યતામાં પર્યાયને ગૌણ કરી તેનું લક્ષ છોડાવવા તેને અસત્યાર્થ કહ્યા છે. અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે, તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો. પર્યાયમાં વિકાર છે જ નહીં, મલિનતા છે જ નહીં એમ ન માનવું. પર્યાયમાં વિકાર છે તે અપેક્ષાએ તેને સત્યાર્થ જાણવું. વિકાર છે, પર્યાય છે એ અપેક્ષાથી સત્યાર્થ માનવું. પરંતુ સમ્યગ્દર્શનના ધ્યેયમાં દ્રવ્ય અને પર્યાય બન્ને આવી જાય છે એમ ન સમજવું. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયે ધર્મની પ્રાપ્તિ થાય છે. પર્યાયનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ ઉત્પન્ન થાય છે. તેથી તેને અસત્યાર્થ કહી ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકનું અવલંબન લેવા કહ્યું છે. પણ એમ ન માનવું કે પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતા કાંઈ ચીજ જ નથી. કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે, અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે. અશુદ્ધતા એ પણ આત્માની પર્યાયનું સત્ત્વ છે. સર્વથા અસત્ય છે, જૂઠું છે એમ નથી. માર્ગ સૂક્ષ્મ અને ગંભીર છે, ભાઈ! એને અપેક્ષાથી ન સમજે તો ગોટા ઊઠે એવું છે. વિકારી અવસ્થાને પણ જીવે ધારી રાખી છે. જેમ દ્રવ્ય-ગુણને ધારી રાખ્યા છે તેમ અશુદ્ધતાને પણ પર્યાયમાં જીવે ધારી રાખી છે. અશુદ્ધતા છે જ નહીં એમ કહે તો પર્યાય ઊડી જાય છે અને અશુદ્ધતાનો આશ્રય લેવા જાય તો ધર્મ થતો નથી. માટે પર્યાયમાં અશુદ્ધતા છે તે સત્યાર્થ છે પણ તે આશ્રય યોગ્ય નથી તેથી અસત્યાર્થ છે એમ અપેક્ષા યથાર્થ સમજવી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧/૪ | [ સમયસાર પ્રવચન અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. વિકારી ભાવ કર્મના સંયોગથી થાય છે. તે સ્વભાવ નથી એ અપેક્ષાથી સંયોગથી થાય એમ કહ્યું, પણ એ ભાવ પોતામાં પોતાથી થાય છે. વિકારીભાવ છે તો જીવનું પર્યાયસત્ત્વ અને તે પોતાના પકારકથી સ્વતંત્રપણે પર્યાયમાં થાય છે. વિકારનો કર્તા વિકારી પર્યાય, વિકાર તે પોતાનું કર્મ, વિકાર પોતે સાધન, પોતે સંપ્રદાન, પોતે અપાદાન અને પોતે આધાર. એમ વિકાર એક સમયની પર્યાયમાં પોતાના પારકોથી ઉત્પન્ન થાય છે. પરના સંયોગથી વિકાર થાય છે એમ કહેવું એ તો નિમિત્તની પ્રધાનતાથી કથન છે, ખરેખર પરને લઈને વિકાર થતો નથી. અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે, કારણકે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે. અશુદ્ધનયનો વિષય જે સંસાર છે તેને જીવ અનાદિથી પોતાનો માની ચારગતિમાં રખડે છે અને સંસારમાં ક્લેશ-દુઃખ ભોગવે છે. ત્યારે કોઈ એમ કહે કે અહીં અશુદ્ધ પર્યાયને હેય કહી છે પણ જે શુદ્ધ પર્યાય છે તેનું શું? તો તેનો ઉત્તર એમ છે કે નિયમસારમાં નિર્મળ પર્યાયને પણ હેય કહી છે. અહીં તો દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ છે તેની દષ્ટિ કરાવવા અને પર્યાયમાં જે અશુદ્ધતા છે તેનું લક્ષ છોડાવવા અશુદ્ધતાને અસત્યાર્થ કહી હેય કહેવામાં આવી છે. જીવને અનાદિથી પર્યાયદષ્ટિ છે અને અશુદ્ધતા અને પર્યાયના ભેદોનું લક્ષ પણ અનાદિનું છે તે અહીં છોડાવવાનું પ્રયોજન છે. અહાહા ! ધ્રુવ જ્ઞાયકભાવ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, નિશ્ચય છે, પરમાર્થ છે; અને જે પર્યાયની અશુદ્ધતા છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, વ્યવહાર છે, ઉપચાર છે. તેથી અશુદ્ધનય હેય છે કેમકે તેનો વિષય સંસાર છે અને સંસારમાં જીવ ક્લેશ ભોગવે છે. ચારેય ગતિમાં મિથ્યા શ્રદ્ધાન અને રાગઢષના દાવાનળમાં સંતૃપ્ત થઈ જીવ દુઃખીદુ:ખી થઈ રહ્યો છે. પૈસાવાળા મોટા શેઠીઓ હોય કે રાજ્યના માલિક મોટા રાજામહારાજા હોય તે સૌ અજ્ઞાનવશ સંસારમાં મહાદુઃખી છે. લોકો એમને અજ્ઞાનથી સુખી કહે, પણ ખરેખર તે બધા અતિશય દુઃખી છે. જીવ સ્વર્ગમાં જાય તો ત્યાં પણ તૃષ્ણાવશ ભારે દુઃખી છે. નરક-નિગોદનાં દુઃખ તો અપરંપાર છે, અકથ્ય છે. હવે કહે છે જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર માટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. પરદ્રવ્ય અને અશુદ્ધતાનું લક્ષ છોડી, ભગવાન આત્મા જે આનંદનો નાથ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક પ્રભુ છે તેનો આશ્રય લેતાં સંસાર કહેતાં વિકાર મટે અને ત્યારે ક્લેશ મટી સુખ થાય. નરકના ક્ષેત્રમાં અનાજનો કણ નથી, પાણીનું ટીપું નથી છતાં ત્યાં સમકિતી સુખી છે. સાતમી રૌરવ નરકના સ્થાનમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૦૫ કોઈ જીવ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લઈ સમ્યગ્દષ્ટિ થાય છે તેથી પર્યાયમાં તેને સુખ પ્રગટ થાય છે. ત્રિકાળી દ્રવ્ય આત્મા પોતે સુખનિધાન છે. પર્યાયની દષ્ટિ છોડી જ્યાં દ્રવ્યની દૃષ્ટિ કરી કે સુખ પ્રગટ થાય છે. આ રીતે દુ:ખ મટે છે તેથી શુદ્ઘનયનો ઉપદેશ પ્રધાન છે. સમ્યગ્દર્શન પામ્યા પછી શુદ્ધનયનો આશ્રય પામી વિશેષ-વિશેષ અંતરમાં લીન થતાં ચારિત્ર પ્રગટે છે ત્યાં વિશેષ-વિશેષ સુખ થાય છે. શુદ્ઘનયનો આશ્રય સંપૂર્ણ થતાં સંપૂર્ણ વીતરાગતા, કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રગટ થાય છે. સુખી થવાનો આ એક જ માર્ગ છે. અશુદ્ઘનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફુલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. જેમ આકાશમાં ફૂલ નથી તેમ જીવની અવસ્થામાં અશુદ્ધતા છે જ નહીં એમ નથી. મુખ્યગૌણ કરીને સત્યાર્થ-અસત્યાર્થની વ્યાખ્યા કરી છે. મુખ્યને સત્ય કહી ગૌણને અસત્ય કહેલ છે. પણ પર્યાયમાં અશુદ્ધતા નથી એવું નથી. અશુદ્ધતા પર્યાયધર્મનું સત્ત્વ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય સત્ છે, માટે અશુદ્ધતા સર્વથા અસત્યાર્થ ન સમજવી. એમ સર્વથા એકાંત સમજતાં મિથ્યાત્વ રહે છે. સ્વભાવદષ્ટિની મુખ્યતામાં વિકારને અસત્યાર્થ કહ્યો, તે પર્યાયને જોતાં સત્યાર્થ છે. પર્યાયમાં જો વિકાર નથી તો દુ:ખ નથી, સંસાર નથી. તો પછી તે ટાળવાનો ઉપાય પણ કેમ હોય ? માટે પર્યાયમાં અશુદ્ધતા છે એમ જાણવું, સર્વથા એકાંત ન માનવું. માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ઘનયનું આલંબન કરવું જોઈએ. પર્યાયમાં અશુદ્ધતા છે તેનું યથાર્થ જ્ઞાન કરી તેનું લક્ષ છોડવું, અને એકમાત્ર ધ્રુવ જ્ઞાયકને સત્યાર્થ સ્વીકારી તેનો આશ્રય કરવો. તેથી રત્નત્રયધર્મ પ્રગટ થાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે પોતાની જ ભૂલથી છે. રાગપણે પરિણમે તે પોતાનો પર્યાયધર્મ છે. ધર્મ એટલે મોક્ષમાર્ગરૂપ ધર્મ એની અહીં વાત નથી, અશુદ્ધતા પોતાની પર્યાયે ધારી રાખેલ છે તેથી તે પર્યાયધર્મ છે એમ કહ્યું છે. આમ સ્યાદ્વાદનું શરણ લઈ એટલે જ્યાં જેવી અપેક્ષા છે તેનું યથાર્થ જ્ઞાન કરી શુદ્ઘનયનું આલંબન કરવું. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ઘનયનું પણ આલંબન નથી રહેતું. એટલે જ્યાં પર્યાયમાં પૂર્ણસ્વરૂપ પ્રગટ થઈ ગયું, પૂર્ણ વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રગટ થઈ ગયાં ત્યાં શુદ્ઘનયનું આલંબન પૂરું થઈ ગયું. પછી આલંબન કરવાનું પ્રયોજન રહ્યું નહીં, આલંબન પણ રહ્યું નહીં. જે વસ્તુસ્વરૂપ છે તે છે-એ પ્રમાણદૃષ્ટિ છે. દ્રવ્યનો સંપૂર્ણ આશ્રય લઈને કેવળજ્ઞાન થયું ત્યાં આત્માનું પ્રમાણજ્ઞાન થઈ ગયું. પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ ગઈ. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં (જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત ’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ [ સમયસાર પ્રવચન સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ઘનયની કથમાંની છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે. આત્મા જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ છે તે એકાંત સત્ય છે. તે કોઈ અપેક્ષાએ અસત્ય ન થાય. સત્ય-અસત્યની અપેક્ષા પર્યાયમાં લાગુ પડે. પર્યાય પોતાના હોવાપણાની અપેક્ષાએ સત્ય છે અને ત્રિકાળી ધ્રુવની દષ્ટિ કરતાં ગૌણ-અસત્ય છે. સર્વ ગુણસ્થાનો અશુદ્ઘનયનો વિષય છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. કેમકે તેનો આશ્રય લે તો સંસાર ઊભો થાય અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લે તો દુ:ખ મટી જાય અને મોક્ષ થાય. શુદ્ઘનયથી આત્મા જ્ઞાયક જ છે. એટલે આત્મા જે એક ચૈતન્ય-ચૈતન્ય સામાન્ય એકરૂપ અભેદ ધ્રુવસ્વરૂપ છે તે જ્ઞાયક જ છે. તેમાં ચૌદેય ગુણસ્થાનોના ભેદો નથી. દ્રવ્ય અને પર્યાય એ બન્ને વસ્તુમાં હોવા છતાં આ એકરૂપ જ્ઞાયકભાવમાં પર્યાયો નથી. મલિન, વિકારી પર્યાયો તો નથી પણ સંવર, નિર્જરા અને મોક્ષની શુદ્ધ પર્યાયો પણ નથી. આવો એકરૂપ અભેદ જે જ્ઞાયકભાવ એ જ ધ્યેયરૂપ છે. અહીં અશુદ્ઘનું લક્ષ છોડાવ્યું તેનો અર્થ એ છે કે જે નિર્મળ પર્યાય છે તે તો દ્રવ્યનો જ આશ્રય લે છે. અશુદ્ધતા છે તે પર્યાયમાં છે, દ્રવ્ય-ગુણમાં નથી. તેથી અશુદ્ધતાને ગૌણ કરી, નિર્મળાનંદ, ધ્રુવ જ્ઞાયકનું લક્ષ કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. ભાઈ! આ (જ્ઞાયક) તો વીતરાગ થવાનું કારખાનું છે. કોઈ કહે છે કે સોનગઢમાં સિદ્ધ થવાની ફેક્ટરી છે. વાત સાચી છે. આ તત્ત્વ સમજીને કોઈ દ્રવ્યનોધ્રુવનો આશ્રય લે તો જરૂર સિદ્ધપદ પામે એવી અફર આ વાત છે. શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે છે તે માર્ગ છે. પર્યાય ધ્રુવનું ધ્યાન કરે છે. આગળ ગાથા ૩૨૦ની આચાર્ય જયસેનની ટીકામાં આવે છે કે–ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષપ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું.' પર્યાય એમ જાણે-અનુભવે છે કે ત્રિકાળી દ્રવ્ય તે હું છું. ન્યાલભાઈએ કહ્યું છે કે પર્યાય મારું ધ્યાન કરે તો કરો, હું કોનું ધ્યાન કરું?' માટે એકલો જે જ્ઞાયક ધ્રુવ ભગવાન છે તે એક જ દૃષ્ટિનો વિષય આશ્રય કરવા યોગ્ય છે, નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી એમ નિશ્ચય કરવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૭ दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत् ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं। ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो।।७।। व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम्। नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायक: शुद्धः।।७।। હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહિ, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથાર્થ - [જ્ઞાનિ:] જ્ઞાનીને [ચરિત્રે રને જ્ઞાનમ] ચારિત્ર, દર્શન, જ્ઞાનએ ત્રણ ભાવ [ વ્યવહારેT] વ્યવહારથી [૩પરિશ્યતે] કહેવામાં આવે છે; નિશ્ચયથી [જ્ઞાન પિ ન] જ્ઞાન પણ નથી, [વરિત્ર ન] ચારિત્ર પણ નથી અને [વર્શન ન] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ જ્ઞાય: શુદ્ધ:] શુદ્ધ જ્ઞાયક જ છે. ટીકા- આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિધમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮ [ સમયસાર પ્રવચન નામથી ભેદ ઉપજાવી-વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી જે એક છે એવું કાંઈક-મળી ગયેલા આસ્વાદવાળું, અભેદ, એકસ્વભાવી (તત્ત્વ )–અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. ભાવાર્થ:- આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એકધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા, તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદરૂપ વસ્તુમાં પણ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી એવો ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે. ૫રમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી. અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? તેનું સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે ત્યાં નયનું આલંબન જ રહેતું નથી. હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ પ્રવચન નંબ૨, ૧૮-૨૦ તારીખ ૧૭-૧૨-૭૫ થી ૨૦-૧૨-૭૫ * ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન * જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન-એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી; જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર ભાગ-૧ ] ૧/૯ આ દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણ ભાવ જ્ઞાનીને નથી. શું કહેવા માગે છે? કે ત્રિકાળી જ્ઞાયકમાં આ દર્શન, આ જ્ઞાન, આ ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાયક તો અખંડ, અભેદરૂપ છે. એવા જ્ઞાયકમાં ત્રણ ભેદ પાડે ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ થાય છે. ત્રિકાળી જ્ઞાયક પરમાત્મામાં નિર્મળ પર્યાયને પણ ભેગી ગણે તો વ્યવહાર થઈ જાય છે; અશુદ્ધનય થઈ જાય છે. અશુદ્ધનય કહો, અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહો, પર્યાયાર્થિકનય કહો કે વ્યવહારનય કહો, –તે એકાર્યવાચક છે. આચાર્ય ભગવાને જે અપેક્ષાએ જે વાત કરી હોય તે બરાબર સમજવી જોઈએ તેમાં કાંઈપણ આઘુંપાછું કરવા જાય તો વિપરીત થઈ જશે. અહીં કહે છે કે જ્ઞાનીને ચારિત્ર, દર્શન, જ્ઞાન એમ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે, એટલે કે તે અસત્યાર્થ કહેવામાં આવે છે. નિશ્ચયદષ્ટિમાં આ ગુણ અને આ ગુણી એવા ભેદ છે જ નહીં. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. અહાહા...! વસ્તુ-આત્મા શુદ્ધ જ્ઞાયક જ છે, અભેદ છે. અભેદમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ગુણો છે એમ કહેવું તે વ્યવહાર છે. ગુણો છે ખરા, પણ ગુણ-ભેદ નથી. અભેદદષ્ટિથી જોનારને ભેદ દેખાતો જ નથી. પ્રવચનસારમાં અલિંગગ્રહણના અઢારમા બોલમાં કહ્યું છે કે “આત્મા ગુણવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.” કહે છે કે ગુણી એવો આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી. અહાહા....! એકલો અભેદ, અભેદ છે. અભેદમાં ભેદ ઉપજાવતાં-આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે એમ ભેદ ઉપજાવતાં પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે, સમ્યગ્દર્શનાદિ થતાં નથી. અહીં છઠ્ઠી ગાથાથી પણ હવે આગળ વાત લઈ જાય છે. છઠ્ઠી ગાથામાં વ્યવહારના ત્રણ પ્રકારનો નિષેધ કરીને હવે અહીં ચોથા અનુપચરિત સભૂત વ્યવહારનયનો નિષેધ કરે છે. ૧૧ મી ગાથામાં વ્યવહારનયના ચારેય ભેદનો નિષેધ કર્યો છે. બધીય વ્યવહાર અભૂતાર્થ છે એમ કહીને જૈનદર્શનનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે. અસભૂત વ્યવહારના બે પ્રકાર-એક ઉપચરિત અસભૂત અને બીજો અનુપચરિત અસભૂત. તથા સદભૂત વ્યવહારના બે ભેદ-એક ઉપચરિત સબૂત અને બીજો અનુપચરિત સભૂત. તેમાં ત્રણ ભેદોનો છઠ્ઠી ગાથામાં નિષેધ કર્યો છે. અને અનુપચરિત સભૂતવ્યવહારનો આ સાતમી ગાથામાં નિષેધ કરે છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા-આવા ભેદ જ્ઞાયકમાં નથી. આવા ભેદ તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે. જ્ઞાયક તો જ્ઞાયક અભેદમાત્ર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦ [ સમયસાર પ્રવચન આઠમી ગાથામાં એમ કહ્યું કે-‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે.’ આમ ભેદ પાડીને સમજાવ્યું છે. નવમી-દશમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાન છે તે આત્મા છે. આમ ભેદ પાડીને કથન કર્યું તે સદ્ભૂત વ્યવહારનય છે. તેનો અહીં નિષેધ કરીને કહે છે કે આત્મા તો એક શુદ્ધ જ્ઞાયક જ છે, તેમાં કોઈ ભેદ નથી. * ટીકા ઉ૫૨નું પ્રવચન * આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિધમાન નથી. ત્રિકાળી વસ્તુ અભેદ છે. એમાં ભેદ કાં છે? આચાર્ય જયસેનની ટીકામાં અગ્નિનો દાખલો આપ્યો છે. અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહક એમ ત્રણ ગુણ છે. એમ આત્મામાં દર્શનગુણ પાચક છે, જ્ઞાનગુણ પ્રકાશક છે, ચારિત્રગુણ દાહક છે. આ ત્રણ ભેદ પાડવા એ વ્યવહાર છે. નિશ્ચયથી એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિધમાન નથી. અભેદની હયાતીમાં ભેદની હયાતી રહેતી નથી. અહા ! ત્રિકાળ એક જ્ઞાયકભાવની દૃષ્ટિ કરતાં પર્યાયભેદ દેખાતો નથી એ તો ઠીક, પણ અંદર ગુણો છે છતાં ગુણભેદ પણ દેખાતો નથી. આ મૂળ ચીજને જાણ્યા વિના જન્મ-મરણ મટે એમ નથી. એકલો અભેદ જ્ઞાયક તે મૂળચીજ છે. એને પર્યાયમાં અનાદિથી કર્મબંધ છે. તે બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું આવે એ તો દૂર રહો, પણ એમાં શુદ્ધતાના ભેદો પણ નથી. અશુદ્ધતા તો નથી જ, પણ ભગવાન જ્ઞાયક એકરૂપ વસ્તુમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર જે મોક્ષનો માર્ગ છે, શુદ્ધ છે એ પણ વિદ્યમાન નથી. સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. અહાહા...! એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયના ભેદનો પણ અવકાશ નથી. કહ્યું ને કે જ્ઞાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિધમાન નથી. વિદ્યમાન નથી એટલે અભેદ દૃષ્ટિમાં આ ભેદો જણાતા નથી. તે અભેદષ્ટિના વિષય નથી. ભેદનું લક્ષ કરવા જાય ત્યાં વિકલ્પ થાય છે, રાગ થાય છે. ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે. તે કેમ પ્રગટ થાય એની આ અદ્દભુત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધ પર્યાય ભેળવો તો નિર્વિકલ્પ સમકિત નહીં થાય. અશુદ્ધપણાની વાત તો છોડી દો, દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયકની દૃષ્ટિથી બહાર રહી જાય છે. અભેદષ્ટિમાં પર્યાયભેદ નજરમાં આવતો જ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૧૧ હવે કહે છે-અનંત ધર્મોવાળા એક ધર્મમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, જો કે ધર્મ અને ધર્મનો સ્વભાવથી અભેદ છે તોપણ નામથી ભેદ ઉપજાવી-વ્યવહારમાત્રથી જ એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. આત્મા એક જ્ઞાયક વસ્તુ છે. એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ધર્મો છે. આવા અનંતધર્મોવાળા એક ધર્મમાં જે નિષ્ણાત નથી, એટલે કે અનંતધર્મો હોવા છતાં અભેદ એકત્વરૂપ ધર્માનું જેને જ્ઞાન નથી, અનુભવ નથી એવા નિકટવર્તી શિષ્યને ભેદ પાડી સમજાવવામાં આવે છે. અહીં નિકટવર્તી શિષ્ય લીધો છે. શિષ્ય બે પ્રકારે નિકટ છે-ક્ષેત્રથી અને ભાવથી. એટલે કે પાત્ર થઈને મુમુક્ષુતા પ્રગટ કરીને જિજ્ઞાસાથી તત્ત્વ સમજવા સમીપમાં આવ્યો છે. એવા શિષ્યને ભેદ પાડી વ્યવહારથી સમજાવવામાં આવે છે. અનંતધર્મોવાળો ધર્મી આત્મા એક છે, સ્વભાવથી અભેદરૂપ છે, તો પણ તેને ઓળખાવવા માટે શિષ્યને ભેદ પાડી સમજાવવું પડે છે, કેમકે બીજો કોઈ ઉપાય નથી. તેથી અનંત ધર્મોમાંથી ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે શિષ્યને ઉપદેશ આપવામાં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. નામમાત્રથી જ ભેદ ઉપજાવી આચાર્યોએ વ્યવહારથી જ આવો ઉપદેશ આપ્યો છે. જેમકે સુખડના લાકડામાં સુગંધ છે. સુંવાળપ છે, વજન છે ઇત્યાદિ નામમાત્ર ભેદ પાડી (સુખડ) સમજાવવામાં આવે છે. ખરેખર તેમાં એવા ભેદ નથી. તેમ આ ભગવાન આત્મામાં ભેદ નથી. તે તો અભેદ એક વસ્તુ છે. પરંતુ જેને તે અભેદ એક શુદ્ધ દ્રવ્યનું જ્ઞાન નથી એવા પાત્ર શિષ્યને ઉપદેશ કરનાર આચાર્યો કથનમાત્ર ભેદ પાડી વસ્તુતત્ત્વ સમજાવે છે-કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. સંસારમાં બધા ભણે છે. કોઈ મેટ્રિક, બી. એ., એલ એલ.બી., એમ. ડી. વગેરે. થાય છે ને? એ તો બધી પાપની વિદ્યા છે. એવી વિદ્યા તો અનંતવાર પ્રાપ્ત કરી છે, પણ આ વિદ્યા એકવાર પણ પ્રાપ્ત કરી નથી. ભગવાન આત્મા જે અખંડ એકરૂપ જ્ઞાયક છે તેને જાણવા-અનુભવવાની વિદ્યા અનંતકાળમાં એકવાર પણ પ્રાપ્ત કરી નથી. (એક વાર પણ જ્ઞાયકમાં ડોકિયું કરે તો ભવોભવનાં દુ:ખ મટી જાય ). અહાહા ! આચાર્યોએ નામથી ભેદ ઉપજાવી વ્યવહારથી શિષ્યને ઉપદેશ આપ્યો કે આત્મા દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ, કિંચિત્ એકમેક મળી ગયેલા આસ્વાદરૂપ, અભેદ એકસ્વભાવ વસ્તુનો અનુભવ કરનાર પંડિત પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી, તે તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ [ સમયસાર પ્રવચન ૫૨માર્થથી એટલે વસ્તુદષ્ટિથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી એકરૂપ છે. અહીં પર્યાય શબ્દનો અર્થ ગુણ ક૨વો, કેમકે ગુણને સહવર્તી પર્યાય કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૨૯૪ની ટીકામાં આત્માનું સ્વલક્ષણ બતાવ્યું છે ત્યાં ગુણને સહવર્તી પર્યાય કહી છે, અને બદલાતી દશાને ક્રમવર્તી પર્યાય કહી છે. ગુણો બધા દ્રવ્યમાં એકસાથે રહે છે તેથી ગુણને સહવર્તી પર્યાય કહેલ છે. આ સઘળા અનંત ગુણોને એક દ્રવ્ય પીને બેઠું છે એટલે તે અનંતગુણો દ્રવ્યમાં અભેદપણે છે, કદી ભેદરૂપ થતા નથી. માટે દ્રવ્ય એકરૂપ છે. વળી તે અનંતગુણોના સ્વાદો એકમેક મળી ગયેલા અભેદ છે. જ્ઞાનનો સ્વાદ, આનંદનો સ્વાદ, એમ બધા સ્વાદ મળી ગયેલા અભેદ છે. જેમ ઉનાળામાં દૂધિયું કરે છે ને? તેમાં બદામ, ચારોળી, પિસ્તા ઇત્યાદિ ભિન્ન-ભિન્ન છે, છતાં બધાતો સ્વાદ એકરૂપ છે. એમ અનંતગુણોનો સ્વાદ મળી ગયેલો અભેદ એક છે. અહા! અશુદ્ધતાનું લક્ષ છોડી, ભેદનું પણ લક્ષ છોડી એકલા જ્ઞાયક ઉપર દષ્ટિ પડતાં અભેદ એક મળી ગયેલા આસ્વાદવાળું એકસ્વભાવી તત્ત્વ અનુભવમાં આવે છે. જેને આત્મકલ્યાણ ક૨વું હોય, સુખી થવું હોય, જન્મ-મરણથી છૂટવું હોય તેણે શું કરવું? તો કહે છે કે જે એક જ્ઞાયકભાવ અભેદ વસ્તુ છે તેને અનુભવમાં લેવો. આવા એકસ્વભાવી અભેદ આત્મતત્ત્વ અનુભવનાર જ્ઞાની પુરુષને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી. તો શું છે? તો કહે છે કે એક શુદ્ધ જ્ઞાયક જ છે. જુઓ એકાંત કીધું કે એક શુદ્ધ જ્ઞાયક જ છે, એકલો અભેદ છે. અહાહા ! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદસ્વભાવ, એકભાવ, સામાન્યસ્વભાવ, નિત્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સદશએકરૂપસ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે. આ તો સર્વજ્ઞ વીતરાગ ૫૨મેશ્વરે કહેલું અલૌકિક વીતરાગ દર્શન છે. * ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર રહો એટલે કે તેમાં અશુદ્ધપણું તો નથી પણ તેમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદ પણ નથી, કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. વસ્તુ તો અભેદ એક છે. વ્યવહારીજન ધર્મોને જ સમજે છે. ધર્મીને નથી જાણતો. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા એમ વ્યવહા૨ી જન ધર્મોને સમજે છે પણ અખંડ એકરૂપ ધર્મી જે જ્ઞાયક તેને નથી જાણતો. તેથી વસ્તુના કોઈ અસાધારણ ધર્મોને ઉપદેશમાં લઈ અભેદ વસ્તુમાં પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૧૩ ધર્મોના નામરૂપ ભેદને ઉત્પન્ન કરી ઉપદેશ કરવામાં આવે છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચરિત્ર છે. વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુતત્વ, દ્રવ્યત્વ, ઇત્યાદિ સાધારણ ધર્મો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, આદિ આત્માના અસાધારણ ધર્મો છે. અભેદ વસ્તુમાં પરમાર્થે ભેદ ન હોવા છતાં, આ અસાધારણ ધર્મો દ્વારા કથનમાત્ર ભેદ ઉત્પન્ન કરી આચાર્યો ઉપદેશ આપે છે કે આત્માને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. જે જ્ઞાની નથી અને સંતો નામમાત્રથી ભેદ પાડી સમજાવે છે. આમ અભેદમાં ભેદ કરવામાં આવે છે તેથી તે વ્યવહાર છે, વ્યવહાર છે તેથી અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આગળ આઠમી ગાથામાં કહેશે કે વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી. એટલે કે વ્યવહાર છે ખરો, ભેદથી સમજાવવાની શૈલી છે ખરી, પણ ભેદ અનુસરવા લાયક નથી. ભેદના લક્ષે અશુદ્ધતા આવે છે, નિર્વિકલ્પતા થતી નથી. પરમાર્થથી વિચારવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય અભેદરૂપે પીને બેઠું છે તેથી તેમાં ભેદ નથી. દ્રવ્ય બધા ભેદોને પીને બેઠું છે. વસ્તુ અંદર એકાકાર અભેદરૂપે સ્થિત છે, તેથી તેમાં ભેદ નથી. ભેદથી સમજાવવામાં આવે છે તે કથનમાત્ર છે. આવો ધર્મ ઝીણો છે ભાઈ! લોકો બિચારા આ સમજે નહીં અને સામાયિક, પ્રૌષધ, જાત્રા, ભક્તિ આદિ બાહ્ય ક્રિયા કરે. પણ સત્ય હાથ આવ્યા વિના ચોરાશીના અવતારમાં રખડવાનું છે. જ્યારે અભેદદષ્ટિથી આત્માને જુએ ત્યારે સત્ય હાથ આવે તેમ છે. ત્યારે અહીં શિષ્યને પ્રશ્ન થાય છે કે-પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પ્રથમ શિષ્યનો પ્રશ્ન બરાબર સમજવો જોઈએ. ભેદ જે પર્યાય છે તે દ્રવ્યનો જ પોતાનો અંશ છે, અવસુ એટલે કે પરવસ્તુ તો નથી. જેમ શરીર પર છે, કર્મ પર છે એમ પર્યાય પર છે એમ નથી. પર્યાય તો સ્વદ્રવ્યનો અંશ છે તેથી સ્વવસ્તુ છે, પોતાની છે, પોતામાં છે, નિશ્ચય છે. તો તેને વ્યવહાર કેમ કહેવાય? ભાષા તો સાદી છે, પણ ભાવ ઘણો ઊંડો છે, ભાઈ ! અહો ! પંડિત જયચંદ્રજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે! તેનું સમાધાન - એ તો ખરું છે. પર્યાય વસ્તુનો જ ભેદ છે પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે ! દ્રવ્ય અને પર્યાય બન્ને આત્માની ચીજ છે. પર્યાય છે તે પણ વસ્તુ છે, અવસ્તુ નથી. પરંતુ અહીં પર્યાયદષ્ટિ છોડાવી દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી અભેદને મુખ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ [ સમયસાર પ્રવચન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં ભેદને ગૌણ કરીને એટલે અભાવ કરીને એમ નહીં, પણ ભેદને અમુખ્ય રાખીને એટલે કે ભેદનું લક્ષ છોડીને તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર કહો કે અસત્યાર્થ કહો; પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે, અભાવ કરીને નહીં. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. અનંત ગુણોનો ધ૨ના૨ ધર્મી એવો જે અભેદ આત્મા તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રભુતા, સ્વચ્છતા એવા અનંત ગુણોના ભેદ જો લક્ષમાં લેવા જશે તો રાગ ઉત્પન્ન થશે, સમ્યગ્દર્શન નહીં થાય. નવ તત્ત્વના ભેદ પાડવા એ વાત તો દૂર રહી પણ ગુણ અને ગુણીનો ભેદ પાડવા જાય ત્યાં પણ નિર્વિકલ્પ દશા થતી નથી. વસ્તુ અને એની શક્તિઓ એવો જ ભેદ તે દૃષ્ટિનો વિષય નથી. દૃષ્ટિનો વિષય તો અભેદ, અખંડ, એક શાયક છે. દૃષ્ટિ પોતે પર્યાય છે પણ પર્યાય તે દૃષ્ટિનું ધ્યેય નથી. પ્રશ્ન:- વર્તમાન પર્યાય તેમાં (દષ્ટિના વિષયમાં) ભેળવવી કે નહીં? ઉત્તર:- વર્તમાન પર્યાય ભિન્ન રહીને દ્રવ્યની પ્રતીતિ કરે છે. તે એમાં ભળે કયાંથી ? પર્યાય ભિન્ન રહે છે, તે દ્રવ્યમાં ભળતી નથી, એક થતી નથી. અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. ભેદને જાણવું એ કાંઈ રાગનું કારણ નથી. કેવળી ભગવાન ભેદ-અભેદ સર્વને જાણે છે. અરિહંત પરમાત્મા દ્રવ્ય-ગુણ-પર્યાય, ભેદ–અભેદ, લોક–અલોક સર્વને જાણે છે. માટે ભેદને જાણવો એ રાગનું કારણ નથી. પણ સરાગીને ભેદ જાણતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે. રાગી જીવને ભેદ જાણતાં રાગ ઉત્પન્ન થાય છે. તેથી અનંત ગુણોનો અભેદ પિંડ ભગવાન આત્મા અને અનંતગુણ એમ ભેદ પાડી દષ્ટિ કરતાં રાગ થાય તેથી પુણ્યબંધ થાય પણ સમ્યગ્દર્શનની અબંધ પર્યાય ન થાય. સરાગીને ભેદનું લક્ષ કરતાં વિકલ્પ થાય પણ નિર્વિકલ્પ દશા ન થાય. કેવળી ભગવાન તો ભેદાભેદરૂપ સમગ્ર લોકાલોકને જાણે પણ તેમને રાગ થતો નથી, કેમકે તેઓ વીતરાગ છે. પરંતુ રાગી પ્રાણીને ભેદની દૃષ્ટિ થતાં રાગ થયા વિના રહેતો નથી. આત્મા વસ્તુ અરૂપી ચિદ્દન છે, તેમાં આ ભાવ અને આ ભાવવાન એમ બે ભાગ પાડીને વસ્તુને જોવા જાય તો રાગી જીવ છે તેથી તેને રાગ થશે. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. ગુણીમાં ગુણ નથી એમ નથી, પણ ભેદને ગૌણ કરી અભેદનું લક્ષ કરવાનું પ્રયોજન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૧૫ રાગીને ભેદના લક્ષે રાગ થાય અને એમાં ધર્મ માને તો તે મિથ્યાદષ્ટિ છે. અહીં કહે છે કે રાગ મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને એટલે ભેદનું લક્ષ છોડી દઈને અભેદ એકરૂપ જ્ઞાયકનું લક્ષ કરવું. તેથી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ થાય છે, અને તે ધર્મ છે. જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ એમ કહે કે ગુણીમાં પર્યાય છે અર્થાત્ દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરી તો તે બરાબર નથી. પર્યાયમાં પર્યાયને ગૌણ કરી છે. પર્યાય તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય પણ છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે. પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ. જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે એવી આ વાત છે. રાગ મટે નહીં ત્યાંસુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદાભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. વીતરાગ થયા પછી સર્વજ્ઞ ભગવાન ભેદ-અભેદ સર્વને જાણે છે ત્યાં વિકલ્પ નથી. સર્વજ્ઞ વીતરાગ દશા થઈ પછી ભેદને ગૌણ કરીને અભેદને જાણવું એવું રહેતું નથી. કેવળી ભગવાન તો ભેદ-અભેદ બન્નેને એકસાથે જાણે છે. ત્યાં પછી નયનું આલંબન નથી. એટલે કે ભેદને ગૌણ કરી દ્રવ્ય જે અભેદપૂર્ણ તે તરફ ઢળવું એમ ત્યાં રહેતું નથી. જ્યાં સુધી રાગ રહે, દ્રવ્યનું પૂર્ણ આલંબન ન હોય ત્યાંસુધી નયનું આલંબન છે. પરંતુ રાગ છૂટી જતાં પૂર્ણ વીતરાગ થયા બાદ એને અભેદ તરફ ઢળવું એમ નયનું આલંબન રહેતું નથી. આ તો સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગનો અપૂર્વ માર્ગ છે. સાધારણ માણસો જે માનીને બેઠા છે કે છ કાયની દયા પાળવી એ ધર્મ તો એવી આ વાત નથી. પરની દયા તો કોઈ પાળી શકતું નથી. અહીં તો સર્વજ્ઞદેવનું ફરમાન છે કે તારી દયા તું પાળ. એટલે કે જેવડો તું છે, જેવો તું છે, તેવડો અને તેવો તું તને માન. ત્યારે તે તારી દયા પાળી કહેવાય. અને જેવડો જેમ છે તેમ પોતાને ન માનતાં બીજી રીતે માનીશ તો તારી તે હિંસા જ કરી છે. નિર્મળ પર્યાય બહિર્તત્વ છે, એ અંત:તત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દષ્ટિ કરે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ [ સમયસાર પ્રવચન અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. (નિર્મળ પર્યાય, પર્યાય ઉપર લક્ષ કરતી જ નથી.) પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. અભેદમાં પર્યાય કયાં છે? પર્યાય તો ભિન્ન રહી અભેદની દૃષ્ટિ કરે છે. તે નિશ્ચયદષ્ટિ છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદદષ્ટિ થઈ જાય. પર્યાય તો પર્યાયમાં રહે છે માટે અપેક્ષા સમજવી જોઈએ. દષ્ટિફેરે અજ્ઞાનીને ફેર લાગે પણ આ સત્ય કહેવાય છે. વીતરાગ થયા પછી નયનું આલંબન રહેતું નથી. ત્યારે સમયસારના આસવ અધિકારમાં બે જગ્યાએ એમ આવે છે કે કેવળજ્ઞાન થતાં સાક્ષાત શુદ્ધનય છે તે કેવી રીતે છે? એ તો દ્રવ્યનો આશ્રય પૂર્ણ થઈ ગયો એ અપેક્ષાએ છે. શુદ્ધનયનો વિષય તો ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય એક જ છે પણ હવે કેવળજ્ઞાન થતાં દ્રવ્યનો આશ્રય લેવાનો રહ્યો નહીં તે અપેક્ષાએ કહ્યું છે. ખરેખર તો કેવળજ્ઞાન કાંઈ શુદ્ધનયનો વિષય નથી, એ તો સદભૂત વ્યવહારનયનો વિષય છે. કેવળજ્ઞાનીને તો નય જ કયાં છે? છતાં કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે એમ જે કહ્યું છે એ તો શુદ્ધાત્માનું આલંબન પૂર્ણ થતાં હવે આલંબન લેવાનું રહેતું નથી તે અપેક્ષાએ કથન છે. તેથી અહીં કહે છે કે વીતરાગ થયા બાદ નયનું આલંબન જ રહેતું નથી. * * * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૮ तर्हि परमार्थ एवैका वक्तव्य इति चेत् जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदूं। तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।८।। यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्। तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।८।। હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮. ગાથાર્થ- [ યથા] જેમ [શનાર્થ:] અનાર્ય (સ્વેચ્છ) જનને [ સનાર્યમાષi વિના તુ] અનાર્યભાષા વિના [ પ્રાદયિતુન] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [ન પિ શ":] કોઈ સમર્થ નથી [ તથા] તેમ [ વ્યવહાર વિના વ્યવહાર વિના [ પરમાર્થોપવેશનમ્ ] પરમાર્થનો ઉપદેશ કરવા [શવમ્ ] કોઈ સમર્થ નથી. ટીકાઃ- જેમ કોઈ સ્વેચ્છને કોઈ બ્રાહ્મણ “સ્વસ્તિ” એવો શબ્દ કહે છે ત્યારે તે પ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને સ્વેચ્છની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ સ્વેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે “સ્વસ્તિ” શબ્દનો અર્થ “તારું અવિનાશી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ [ સમયસાર પ્રવચન કલ્યાણ થાઓ” એવો છે. ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ “સ્વસ્તિ” શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ “આત્મા' એવો શબ્દ કહેવામાં આવતાં જેવો આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે વ્યવહાર-પરમાર્થ માર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથ ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો “આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધતરંગો ( જ્ઞાનતરંગો) ઊછળે છે એવો તે વ્યવહારીજન તે “આત્મા” શબ્દનો અર્થ સુંદર રીતે સમજી જાય છે એ રીતે જગત મ્લેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ સ્વેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક (કહેનાર) હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું-એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી. ભાવાર્થ- લોકો શુદ્ધનયને જાણતા નથી કારણ કે શુદ્ધજ્યનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે; તેઓ અશુદ્ધનયને જ જાણે છે કેમ કે તેનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે; તેથી તેઓ વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે પણ અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું. ગાથા ૭માં એમ કહ્યું કે આત્મા ચિઘન વસ્તુ છે. એમાં શરીર, મન, વાણી, કર્મ તો છે જ નહિ, પણ કર્મના સંગે જે શુભ-અશુભ ભાવો થાય એ મલિનતા, અશુદ્ધતા પણ એના સ્વરૂપમાં નથી. એ તો ઠીક, પણ જ્ઞાનઘન આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા એવી અનંત શક્તિઓ છે, છતાં આ શક્તિઓના ભેદ અભેદ આત્મામાં નથી. ગુણ અને ગુણી પરમાર્થે અભેદ છે, ભેદરૂપે નથી. આમ હોવા છતાં શિષ્યને સમજાવવા માટે અભેદમાં નામમાત્ર ભેદ પાડીને જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એમ ઉપદેશ કરવામાં આવે છે. તોપણ ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થતું નથી. માટે ભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો એમ ઉપદેશ કરવામાં આવ્યો છે. ત્યારે શિષ્યને પ્રશ્ન થાય છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૧૯ પ્રવચન નંબર ૨૦-૨૨, તારીખ ૨૦-૧૨-૭૫ થી ૨૨-૧૨-૭૫ * ગાથાર્થ ઉપરનું પ્રવચન * જેમ અનાર્ય (સ્વેચ્છ) જનને અનાર્યભાષા વિના કોઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ કરવા કોઈ સમર્થ નથી. અનાર્યને સમજાવવું હોય ત્યારે એની ભાષામાં સમજાવાય. અનાર્યભાષા વિના એને વસ્તુનું સ્વરૂપ ન સમજાવી શકાય. તેમ અજ્ઞાનીને સમજાવવો હોય ત્યારે ભેદ પાડ્યા વિના પરમાર્થ વસ્તુને સમજાવી શકાય નહીં. આત્મા, આત્મા, આત્મા એમ કહીએ, પણ ભેદ પાડીને વ્યવહારથી સમજાવીએ નહીં કે “દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા’ ત્યાં લગી અજ્ઞાની કાંઈ સમજી શકે નહીં. તેથી ભેદ પાડીને પરમાર્થ વસ્તુ સમજાવવામાં વ્યવહાર આવે ખરો, પણ તે આદરણીય નથી. * ટીકા ઉપરનું પ્રવચન * જેમ કોઈ સ્વેચ્છને કોઈ બ્રાહ્મણ “સ્વસ્તિ” એવો શબ્દ કહે છે ત્યારે તે સ્વેચ્છ એ શબ્દના વાચ્ય-વાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કોઈપણ સમજતો નથી. વાચ્ય પદાર્થ અને તેના વાચક શબ્દો એ બન્નેના સંબંધનું જ્ઞાન ન હોવાથી સ્વેચ્છ કોઈપણ સમજતો નથી. જેમ “સાકર' પદાર્થ વાચ્ય છે અને સાકર' શબ્દ તેનો વાચક છે. તેમ “સ્વસ્તિ” એટલે “તારું અવિનાશી કલ્યાણ થાઓ” એ વાચ્ય છે અને “સ્વસ્તિ” શબ્દ એનું વાચક છે. પણ આ વાચ્ય-વાચક સંબંધનું જ્ઞાન ન હોવાથી કાંઈપણ ન સમજતાં આ શું કહે છે?-એમ તે પ્લેચ્છ બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને સ્વેચ્છની ભાષા બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ સ્વેચ્છભાષા બોલી તેને સમજાવે છે કે સ્વસ્તિ' શબ્દનો અર્થ “તારું અવિનાશી કલ્યાણ થાઓ”—એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતાં અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે પ્લેચ્છ એ “સ્વસ્તિ' શબ્દનો અર્થ સમજી જાય છે. અહા ! આવો આ બ્રાહ્મણનો આશીર્વાદ છે એમ “સ્વસ્તિ” શબ્દનો અર્થ બરાબર સમજવાથી તેની આંખો હર્ષનાં આંસુઓથી ભરાઈ જાય છે. આ દષ્ટાંત થયું, હવે સિદ્ધાંત કહે છે. એવી રીતે વ્યવહારીજન પણ “આત્મા” એવો શબ્દ કહેવામાં આવતાં જેવો આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈપણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. અહીં પ્લેચ્છના સ્થાને વ્યવહારીજન લીધો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ [ સમયસાર પ્રવચન વ્યવહારીજન “આત્મા” એવો શબ્દ સાંભળતાં કાંઈપણ સમજતો નથી. કેમકે “આત્મા” શું પદાર્થ છે એનું એને જ્ઞાન નથી. તેથી આ શું કહે છે-શું બકે છે એમ અનાદરથી નહીં, પણ શું કહે છે–એવી સમજવાની જિજ્ઞાસાથી મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. “આત્મા' સત્ય શું છે? ભગવાનનું કહેલું તત્ત્વ શું છે? એ સાંભળવાની લાયકાતથી કહેનારની સામે આંખો ફાડીને ટગટગ જુએ છે. પણ જ્યારે વ્યવહાર-પરમાર્થમાર્ગ પર સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન અન્ય કોઈ આચાર્ય અથવા “આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે” એવો “આત્મા’ શબ્દનો અર્થ સમજાવે છે, ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી જેના હૃદયમાં સુંદર બોધ-તરંગો (જ્ઞાનતરંગો) ઊછળે છે; એવો તે વ્યવહારીજન તે “આત્મા’ શબ્દનો અર્થ સુંદર સમજી જાય છે. જુઓ, અહીં સમ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથિ સમાન આચાર્ય વ્યવહાર-પરમાર્થમાર્ગમાં સ્થિત છે. નિશ્ચય વસ્તુ આત્મા સ્વરૂપથી જે છે તે છે તે પરમાર્થ છે અને તેને ભેદ કરીને સમજાવવી તે વ્યવહાર છે. અહીં અન્ય આચાર્ય કે આત્મા’ શબ્દ કહેનાર પોતે જ વ્યવહારમાર્ગમાં રહીને એટલે વિકલ્પથી ભેદ પાડીને શિષ્યને સમજાવે છે. વસ્તુ તો અભેદ એકરૂપ છે પણ શિષ્યને સમજાવવું હોય ત્યારે ભેદ પાડીને સમજાવવું પડે છે, કેમકે બીજો તો કોઈ ઉપાય નથી. તેથી અખંડ, અભેદ આત્મામાં નામમાત્ર ભેદ ઉપજાવી શિષ્યને સમજાવે છે કે “દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા.' અહીં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા આત્માના ત્રણ અસાધારણ મુખ્ય ધર્મોનું લક્ષ કરી ભેદ પાડીને સમજાવ્યું છે. શરીર કે પુણ્ય-પાપના ભાવને પ્રાપ્ત હોય તે આત્મા એમ લીધું નથી, પણ દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા એમ વ્યવહારથી ભેદ પાડીને સમજાવે છે. અહાહા...! મુનિરાજ આચાર્ય દિગંબર સંત છે. એમણે શિષ્યને કહ્યુંઆત્મા.' પણ શિષ્ય કાંઈ સમજ્યો નહીં. એટલે વસ્તુ આત્મા છે તો અંદરમાં અનંતગુણને પ્રાપ્ત અભેદ, પરંતુ એના મુખ્ય ધર્મોને લક્ષ કરી “દર્શન-જ્ઞાન-ચારિત્રને હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા” એમ ભેદ કરીને શિષ્યને સમજાવે છે. રાગને પ્રાપ્ત થાય તે આત્મા કે શરીરને પ્રાપ્ત થાય તે આત્મા એમ છે નહીં. આટલો ભેદ પાડવો પડે એ કોઈ ઉપાય તો નથી; પણ થાય શું? ભેદ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થ વસ્તુ અભેદ આત્મા જ છે. “મતિ ઋતિ રતિ માત્મા” એમ દ્રવ્યસંગ્રહમાં આવે છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા” એમ ભેદ પાડીને આચાર્ય પરમાર્થ સમજાવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૨૧ ત્યારે તરત જ શિષ્યને પરમાર્થ વસ્તુ આત્મા ઉપર દષ્ટિ જતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. એના હૃદયમાં સુંદર બોધતરંગો ઊછળે છે. આત્મા જ્ઞાનાનંદનો દરિયો છે. તેમાં દષ્ટિ થતાં અંતરમાં આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. જુઓ, ધર્મ રોકડિયો છે. જ્યાં સમ્યગ્દર્શન થાય કે તરત જ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ત્યારે તે “ આત્મા’ શબ્દનો અર્થ બરાબર સમજી જાય છે. અહા! વિદેહક્ષેત્રમાં ભગવાન સીમંધરનાથ બિરાજે છે. તેમની વાણી અત્યારે પણ નીકળે છે. ત્યાં શ્રી કુંદકુંદાચાર્ય સદેહે ગયા હતા. ત્યાં જઈને આવ્યા અને ભગવાનનો દિવ્ય સંદેશો પાત્ર જીવો માટે લાવ્યા. કહે છે કે ગુણના ભેદ વસ્તુમાં નથી. છતાં પરમાર્થને સમજાવવા માટે ભેદ પાડીને કહ્યું કે-દખે તે આત્મા, જાણે તે આત્મા, અંતરમાં સ્થિર થાય તે આત્મા. આમ સાંભળતાં જ પાત્ર જીવને એકરૂપ વસ્તુ જે અભેદ ચૈતન્ય તેના ઉપર દષ્ટિ જતાં સમ્યગ્દર્શન થાય છે. સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અનાદિનો પુણ્ય-પાપના વિકારીભાવનો આકુળતારૂપ સ્વાદ હતો, તે હવે સમ્યગ્દર્શન થતાં અતીન્દ્રિય આનંદનું વદન થાય છે. કર્મચેતનાનો સ્વાદ મટી, જ્ઞાનચેતનાનો નિરાકુળ સુખનો સ્વાદ આવે છે. અહાહા...! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ વસ્તુ છે. એક સેકંડ આવું સમ્યગ્દર્શન થાય ત્યાં દષ્ટિ અપેક્ષાએ મોક્ષ થઈ ગયો. આત્મા પોતે મોક્ષસ્વરૂપ પરમાત્મસ્વરૂપ બિરાજે છે. એની દષ્ટિ અને અનુભવ થતાં પર્યાયમાં પરમાત્મપદ પ્રગટ થાય છે. દેવ-ગુરુશાસ્ત્રને માને, નવ તત્ત્વના ભેદ જાણે એ કાંઈ સમ્યગ્દર્શન નથી. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. પહેલું સમ્યગ્દર્શન થાય, પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્ર થઈ સ્થિર થાય તે સમ્યક્રચારિત્ર છે. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત, તપ, ચારિત્ર એ બધાં એકડા વિનાનાં મીંડાં છે. સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર-છાપ શું? તો કહે છે આનંદનો સ્વાદ આવે તે સમ્યગ્દર્શનની મહોર-છાપ છે. પરથી લક્ષ હઠાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હઠાવી, દર્શન-ગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદસ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન થતાં સુંદર આનંદ સહિત જ્ઞાનતરંગો ઊછળે છે. ત્યારે “આત્મા’ એનો યથાર્થ અર્થ સુંદર રીતે સમજાય છે. ભાઈ ! આ ઇન્દ્રિયોના વિષયોનાં સુખ એ તો ઝેરના સ્વાદ છે. અમે કરોડપતિ, અબજોપતિ અને પૈસા અમારા છે એમ જે મમતા કરે છે તે ઝેરના પ્યાલા પીએ છે. સ્ત્રીના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ [ સમયસાર પ્રવચન ભોગમાં-હાડ-ચામડાના ભોગમાં સુખ માને પણ એ તો રાગના સ્વાદ છે, ઝેરના સ્વાદ છે. અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્મા એમ ભેદ પાડી પરમાર્થ વસ્તુ સમજાવતાં જ્યાં અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત સુંદર બોધતરંગો ઊછળે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે. અહો ! અમૃતચંદ્રાચાર્યદવે અદ્દભુત ટીકા કરી છે. આવી ટીકા ભરતક્ષેત્રમાં બીજે ક્યાંય નથી. હવે કહે છે-એ રીતે જગત સ્વેચ્છના સ્થાને હોવાથી, અને વ્યવહારનય પણ સ્વેચ્છભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહારનય સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે સ્વેચ્છ ન થવું-એ વચનથી તે અનુસરવા યોગ્ય નથી. જેમ પ્લેચ્છભાષા દ્વારા સ્વેચ્છને સમજાવવું એ તો યોગ્ય છે પણ તેથી બ્રાહ્મણે સ્વેચ્છ ન થવું જોઈએ, તેમ વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે, પણ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. અનુસરણ કરવા યોગ્ય તો એકમાત્ર ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જ છે. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન કેમ થાય એની વાત ચાલે છે. લોકો શુદ્ધનયને જાણતા નથી. અરે ! અન્ય સંપ્રદાયમાં તો શુદ્ધનય એવો શબ્દ પણ નથી. શુદ્ધનય કોને કહેવાય? શુદ્ધનય એટલે ત્રિકાળી જ્ઞાયકને જાણનાર સમ્યજ્ઞાનનો અંશ. અભેદ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યવહુ, છતો પદાર્થ, શાશ્વત પદાર્થ જે આત્મા તે શુદ્ધનયનો વિષય છે. અર્થાત્ આ આત્મા જે અનંત અનંત બેહદ શક્તિઓનો પિંડ અભેદ એકરૂપ વસ્તુ છે તેનું જે લક્ષ કરે-જ્ઞાન કરે તેને શુદ્ધનય કહે છે. એવા શુદ્ધનયને લોકો જાણતા નથી, કેમકે શુદ્ધનયનો વિષય જે અભેદ એકરૂપ વસ્તુ આત્મા તેનો તેમને પ્રત્યક્ષરૂપ અનુભવ નથી. જેમ લાખ મીંડાં લખો પણ આગળ એકડો ન હોય તો કેટલી સંખ્યા બને? કોઈ સંખ્યા ન બને. એકડા વિનાનાં લાખ મીંડાની કાંઈ કિંમત નથી, તેમ સમ્યગ્દર્શન વિના વ્રત કરે, તપ કરે, સામાયિક કરે, પણ એ બધું થોથેથોથાં છે. એ ક્રિયાઓમાં રાગ મંદ હોય તો પુણ્ય બંધાય, ધર્મ ન થાય. આ તો ભગવાનના કહેલા મંત્રો છે. અજ્ઞાનમાં સૂતેલાને જગાડવા માટે છે. જીવે વ્રત, તપ, ભક્તિ, પૂજા, દાન, ઇત્યાદિ અનંતવાર કર્યા છે, કેમકે તે અનંતવાર સ્વર્ગમાં ગયો છે. એ સ્વર્ગમાં કાંઈ પાપ કરીને ન જાય. એણે મનુષ્યના ભવ કર્યા સૌથી ઓછા, પણ તેય અનંત. એનાથી નરકના ભવ અસંખ્યાતગુણા અનંત કર્યા. એક મનુષ્યના ભવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૨૩ સામે અસંખ્યાત નરકના ભવ. ભાઈ ! ભૂલી ગયો તું, પણ અહીં તો ભગવાનના જ્ઞાનમાં આવેલી, શાસ્ત્રમાં કહેલી વાત કહેવાય છે. નરકના ભાવથી અસંખ્યાતગુણા અનંત દેવના ભવ કર્યા. અહીં કહેવાનો આશય એમ છે કે અનંતકાળમાં આવા જે અનંત દેવના ભવ કર્યા તે કાંઈ પાપથી થોડા કર્યા છે? વ્રત, તપ, આદિ પુણ્ય અનંતવાર કર્યો, પણ શુદ્ધનય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ, ધ્રુવ આત્મા તેને જાણ્યો નહીં તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહીં. તેથી આવું ભવભ્રમણનું દુઃખ ઊભું રહ્યું છે. ભવભ્રમણમાં દેવના ભવ કરતાં અનંતગુણા નિગોદતિ તિર્યંચના ભવ થયા છે. એક સમ્યગ્દર્શન વિના જીવને સંસારમાં અનંત ભવ-પરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે. અહો ! આ તો સર્વજ્ઞ પરમાત્માએ એક સમયમાં જે આત્મા જોયો અને કહ્યો તે કેવો છે અને તેનો અનુભવ કેમ થાય એની વાત ચાલે છે. અજ્ઞાનીઓ સમજ્યા વિના જે આત્મા, આત્મા કહે છે તેની વાત નથી. વેદાંતવાળા સર્વવ્યાપી જે આત્મા માને છે તેની પણ વાત નથી. અહીં તો અભેદ એકરૂપસત્ વસ્તુ જે અનંતગુણોનો પિંડ, નિત્ય ધ્રુવ સામાન્ય વસ્તુ છે તે આત્મા છે. તેને લોકો જાણતા નથી. આવા અભેદ આત્મામાં ભેદ નહીં હોવા છતાં “આ જાણે તે આત્મા, આ દેખે તે આત્મા” એવો ભેદ પાડી આત્માનું પરમાર્થસ્વરૂપ સમજાવવું તે અશુદ્ધનય છે, વ્યવહારનય છે. અનાદિથી લોકો અશુદ્ધનયને જ જાણે છે, ભેદરૂપ વસ્તુને જ જાણે છે. તેથી અભેદ એકરૂપ વસ્તુમાં ભેદ ઉપજાવીને એને સમજાવવામાં આવે ત્યારે જ પરમાર્થને સમજી શકે છે. શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ વસ્તુ છે, જ્યારે અશુદ્ધનયનો વિષય ભેદરૂપ અનેક પ્રકાર છે. અભેદ એકરૂપ વસ્તુમાં વ્યવહાર દ્વારા ભેદ પાડીને સમજાવવાથી તેઓ પરમાર્થને સમજી શકે છે. આ કારણે વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. વ્યવહાર દ્વારા ભેદનું કથન એ નિશ્ચયવસ્તુને જાણવા માટે છે. આ જાણે-દેખે તે આત્મા” એમ ભેદ દ્વારા પરમાર્થવસ્તુ અભેદનો અનુભવ કરાવવાનું જ પ્રયોજન છે. અહીં એમ ન સમજવું કે વ્યવહારનું આલંબન કરાવે છે. ભેદ પાડીને અભેદ સમજાવ્યું છે. પણ ભેદનું આલંબન ન લેવું. “આ જ્ઞાન તે આત્મા” એમ ભેદ પાડીને અભેદની દષ્ટિ કરાવી છે. ત્યાં ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહારનો આશ્રય ન કરવો. આત્મામાં પરવસ્તુ નથી, દયા, દાનનો રાગ નથી, પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા અનંતગુણો તેમાં અભેદપણે છે. ત્યાં પરમાર્થવસ્તુ સમજાવવા માટે ભેદ પાડીને ઉપદેશ છે. અભેદમાં ભેદ કહેવો તે વ્યવહારનય છે. માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. તેનું આલંબન ન લેવું. ભેદ છોડીને દ્રવ્યસ્વભાવ એક ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ [ સમયસાર પ્રવચન જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદ જાણીને અભેદની દૃષ્ટિ કરવી તે ધર્મ છે. ભેદ અભેદને બતાવે છે, પણ ભેદ દષ્ટિનો વિષય નથી. તેથી અહીં વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થે પહોંચાડે છે એમ સમજવું. અભેદને બતાવવા વ્યવહાર કહ્યો, પણ વ્યવહાર આશ્રય લેવા માટે નથી. અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થનો આશ્રય કરાવ્યો છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું આલંબન કરાવવા માટે ભેદથી ઉપદેશ છે. તેથી ભેદનું લક્ષ છોડી અખંડ આનંદકંદ અભેદ ચૈતન્ય સામાન્ય વસ્તુ જે આત્મા છે તેનો એકનો જ આશ્રય કરવો તે ધર્મ છે એમ જાણી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો, પણ ભેદમાં અટકવું નહીં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર uथा-८-१० कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत्जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोयप्पदीवयरा।।९।। जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा। णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हो।।१०।।जुम्मं ।। यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम्। तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः।।९।। यः श्रुतज्ञानं सर्वं जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः। ज्ञानमात्मा सर्व यस्माच्छ्रुतकेवली तस्मात्।।१०।। युग्मम्। શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને, લોકપ્રદીપકરા ઋષિ શ્રુતકેવળી તેને કહે. ૯ શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે; સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦. હવે, એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે छ ? तेन। उत्त२३५ ॥थासूत्र हे छ: Puथार्थ:- [यः ] ४ ७५. [ हि] निश्चयथा [ श्रुतेन तु] श्रुतशान43 [इमं] सा अनुभवाय२ [ केवलं शुद्धम् ] Bण मे शुद्ध [ आत्मानम् ] मामाने [ अभि Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ [ સમયસાર પ્રવચન Tઋતિ] સન્મુખ થઈ જાણે છે [ā] તેને [નોપ્રવીપર: ] લોકને પ્રગટ જાણનારા [8ષય:] ઋષીશ્વરો [મૃતવનિન] શ્રુતકેવળી [ ભત્તિ ] કહે છે; [:] જે જીવ [ સર્વ ] સર્વ [ શ્રુતજ્ઞાન] શ્રુતજ્ઞાનને [નાનાતિ] જાણે છે [ત] તેને [ fજના: ] જિનદેવો [ શ્રુતકેવતિનં] શ્રુતકેવળી [ :] કહે છે, [ સ્માત ] કારણ કે [જ્ઞાનમ્ સર્વ ] જ્ઞાન બધું [ ભા] આત્મા જ છે [ તસ્નાત્] તેથી [મૃતવતી] (તે જીવ ) શ્રુતકેવળી છે. ટીકા- પ્રથમ, “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે; અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ –ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા ? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાનસિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય હોવાથી, “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દઢપણે સ્થાપિત કરે છે. ભાવાર્થ- જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાયો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કોઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કર્યું છે એમ જાણવું. હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહારનય પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એટલે કે અખંડ અભેદ જે આત્મા તેમાં નામમાત્રથી ભેદ પાડીને કહેવું કે આ શ્રદ્ધે તે આત્મા, દેખે તે આત્મા, જાણે તે આત્મા, એકાગ્ર થાય તે આત્મા–તેમાં વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? વસ્તુ અભેદ છે, તેમાં ભેદ પાડીને કથન કરવું તે વ્યવહાર છે; એવો વ્યવહાર નિશ્ચયને બતાવે છે તે કેવી રીતે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૨૭ પ્રવચન નંબર ૨૩-૨૪, તારીખ ૨૩-૧૨-૭૫ થી ૨૪-૧૨-૭૫ * ગાથાર્થ ઉપરનું પ્રવચન * જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાનવડે આ અનુભવગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઊીશ્વરો શ્રુતકેવળી કહે છે. જુઓ, કહે છે-અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકને જાણનાર ક્ષીશ્વરો શ્રુતકેવળી કહે છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવની વાણીમાં જે આવ્યું તે સંતોએ અનુભવીને કહ્યું છે. ભાઈ ! એકવાર તું સાંભળ. ભાવશ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તથી અપેક્ષા નથી એવું જે સ્વને વેદનારું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે, જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે. અહાહા...આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદનશાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે-અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુતકેવળી કહે છે. આ મુદ્દાની રકમની વાત છે. અરે ! જિનેશ્વરદેવનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે. પરંતુ ભગવાનની વાણી અનુસાર બાર અંગની રચના થઈ. તે અનુસાર દિગંબર સંતોએ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં જ્ઞાનપ્રવાદ નામનું એક શાસ્ત્ર છે. તેનો આ એક ભાગ છે. તેમાં કહે છે કે અંદર આખું જ્ઞાયકનું દળ જે અનંત અનંત બેહંદ જ્ઞાન, આનંદ, ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાનપર્યાયને કરીને જે અનુભવગમ્ય નિજસ્વરૂપને જાણે-અનુભવે છે તે ભાવશ્રુતકેવળી છે. ભાઈ ! આ તો અધ્યાત્મની વાત છે, ધર્મકથા છે. તેને ફરીફરીને કહેવાથી પુનરુક્તિદોષ ન જાણવો. કેમકે વારંવાર કહેવામાં આવે ત્યારે વાસ્તવિક તત્ત્વ જ્ઞાનમાં આવે એવી વાત છે. હવે બીજી રીતે કહે છે કે જે જીવ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેને જિનદેવો શ્રુતકેવળી કહે છે. જે જીવ જ્ઞાનની પર્યાયમાં બધા જ્ઞયોને જાણે છે, –છ દ્રવ્યો તેના ગુણો, પર્યાયો એમ બધા શયોને જાણે છે તેને વ્યવહાર શ્રુતકેવળી કહે છે. આત્માને જાણે એ વાત અહીં નથી લીધી, એ તો પહેલાં નિશ્ચય શ્રુતકેવળીમાં આવી ગઈ. અહીં તો એક સમયની જ્ઞાનની પર્યાય જેમાં સર્વશ્રુતજ્ઞાન એટલે બાર અંગ અને ચૌદ પૂર્વનું જે જ્ઞાન-તે જાણવામાં આવે તેને જિનદેવો વ્યવહાર શ્રુતકેવળી કહે છે. એને શ્રુતકેવળી કેમ કહ્યો? કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે. એ જ્ઞાન યોનું નથી, પણ એ જ્ઞાન આત્માનું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ [ સમયસાર પ્રવચન ભાવશ્રુત દ્વારા અંતર આત્માને જાણે એ તો ૫૨માર્થ શ્રુતકેવળી છે. પરંતુ જ્ઞાનની પર્યાય બીજું બધું જાણે, સર્વ શ્રુત જાણે, બાર અંગ જાણે, છ દ્રવ્ય અને તેમના ગુણપર્યાયોને જાણે એમ સમસ્ત ૫૨ને જાણે તેથી વ્યવહાર શ્રુતકેવળી કહે છે. જ્ઞાનની પર્યાયમાં સર્વ શૈયો જણાય એ જ્ઞાનની પર્યાય જ્ઞેયની નથી, પરંતુ આત્માની જ છે. એ જાણનારી જ્ઞાનપર્યાય તે આત્મા-એમ ભેદ પડયો તે વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયમાં ૫૨ શેયો જણાય ભલે, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું? તો કહે છે કે સર્વશ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મય છે. તે જ્ઞાન આત્માને બતાવે છે–તેથી તે ભેદરૂપ વ્યવહા૨ છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે. તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે. * ટીકા ઉ૫૨નું પ્રવચન * પ્રથમ “જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” તે તો પરમાર્થ છે. ટીકામાં કહ્યું છે કે પ્રથમ શ્રુતથી એટલે ભાવશ્રુતથી-કે જે ભાવશ્રુત રાગ વિનાનું, નિમિત્ત વિનાનું, મનના પણ સંબંધ વિનાનું છે તેનાથી કેવળ અખંડ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી છે એ તો ૫રમાર્થ છે, નિશ્ચય છે, યથાર્થ છે. અને “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે”—તે વ્યવહાર છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે એટલે ૫૨ પદાર્થનું બધું જ્ઞાન પોતાની પર્યાયમાં જાણે તે શ્રુતકેવળી છે-એ વ્યવહાર છે. ભાવશ્રુતથી જે પ્રત્યક્ષ એક શુદ્ધાત્માને જાણે તે શ્રુતકેવળી એ નિશ્ચય અને જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી એ વ્યવહાર. આ તો જન્મ-મરણ મટાડવાની, ભવના અંતની વાત છે. જે જ્ઞાનની પર્યાયમાં બીજું બધું જણાયું એ જ્ઞાનપર્યાય જ્ઞેયની છે કે આત્માની? એ જ્ઞાન જ્ઞેયનું નથી પણ એ જ્ઞાન આત્મા સાથે સંબંધ ધરાવે છે. એટલે સર્વને જાણનારું એ જ્ઞાન આત્મા જ છે. આ જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પડતો હોવાથી વ્યવહાર છે. " અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએ:-ઉ૫૨ કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા ? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી. આકાશાદિ પાંચ દ્રવ્યો જડ છે. તેમની સાથે જ્ઞાનની પર્યાયનો તાદાત્મ્ય સંબંધ નથી. એ જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મ્ય છે. જ્ઞાનની પર્યાય દેવ-ગુરુ-શાસ્ત્રને જાણે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૨૯ અરિહંતની વાણીને જાણે, પણ એ જ્ઞાનની પર્યાય દેવ-ગુરુ-શાસ્ત્રની કે અરિહંતની વાણીની નથી. એ જ્ઞાનની પર્યાય તો આત્માથી તાદાભ્ય સંબંધે છે તેથી આત્માની છે. જ્ઞાનની પર્યાય સર્વ પરને જાણે છતાં તે સર્વ પરની છે જ નહીં કેમકે પર સાથે તેને તાદાભ્ય સંબંધ નથી. સર્વજ્ઞયને જાણે છતાં જ્ઞાન શયનું નથી, જ્ઞાન આત્માનું જ છે. દિગંબર મુનિવરો અંતરમાં નિર્લેપ હતા, તેઓ તો મુખ્યપણે અતીન્દ્રિય આનંદના વેદનમાં લીન રહેતા હતા. તેમની આ ટીકા અને ઉપદેશ છે. કોઈ કહે આવો ઉપદેશ! દયા પાળો, જીવોને બચાવો, અભયદાન દો, એમ કહો ને! બાપુ દાન કોણ દે, કોને દે? તને ખબર નથી. આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એમ પદ્ગારક ગુણ છે. એમાં એક સંપ્રદાન નામનો ગુણ છે. એ સંપ્રદાન ગુણનું કાર્ય શું? નિર્મળ વીતરાગી પર્યાય પોતે પોતાને દે અને પોતે જ લે. આને નિશ્ચયદાન કહેવામાં આવે છે. પૂર્ણાનંદનો નાથ જે અખંડ અભેદ એક આત્મા તેને સ્વસંવેદનજ્ઞાન વડે જાણતાં અને તેમાં એકાગ્ર થતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટે તે આનંદનું દાન દેનાર પોતે અને લેનાર પણ પોતે એને નિશ્ચયદાન કહે છે, તે ધર્મ છે. બાકી દયા પાળવાનો ભાવ કે મુનિરાજને આહારદાન દેવાનો ભાવ કે અભયદાનનો વિકલ્પ એ શુભરાગ છે, ધર્મ નથી. અને હું દયા પાળી શકું, દાન દઈ શકું એવી માન્યતા એ મિથ્યાત્વ છે. અહીં બે વાત કરી છે. એક તો ભાવશ્રુત એટલે સ્વસંવેદનજ્ઞાન વડે જે પ્રત્યક્ષ સીધો આત્માને જાણે તે શ્રુતકેવળી છે તે પરમાર્થ છે, નિશ્ચય છે. બીજી વાત એમ કરી કે જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે તે વ્યવહાર છે. અરીસામાં સામે કોલસા, નાળિયેર વગેરે જે ચીજ હોય તે બરાબર દેખાય. જે દેખાય છે તે કોલસા વગેરે નથી પણ એ તો અરીસાની અવસ્થા છે. એમ આત્માના જ્ઞાનની અવસ્થામાં પર શેયપદાર્થો જણાય, પણ જે જણાય છે તે પર શેયો નથી પણ એ તો આત્માના જ્ઞાનની અવસ્થા છે. તેથી જે જ્ઞયોને જાણતી જ્ઞાનની પર્યાય તે mયોની નથી પણ આત્માની છે. તે પર્યાય એમ જણાવે છે કે “આ જ્ઞાન તે આત્મા છે,” આ જાણે છે તે આત્મા છે. આવો જે ભેદ પડયો તે વ્યવહાર છે અને પરમાર્થનો પ્રતિપાદક છે એટલે કે તે વ્યવહાર નિશ્ચયને બતાવે છે. નાની ઉંમરમાં વાંચવામાં એમ આવતું કે “કેવળી આગળ રહી ગયો કોરો.” એટલે કે આ આત્મા કેવળી ભગવાન પાસે સમોસરણમાં અનંતવાર ગયો, પણ એવો ને એવો કોરો રહી ગયો. પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે અનંતકાળમાં પણ જાણું નહીં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) [ સમયસાર પ્રવચન તેને અહીં સમજાવે છે કે ભાઈ, આ માર્ગ જુદો છે. જેને આવો માર્ગ દૃષ્ટિમાં બેસી જાય તેનું કલ્યાણ થઈ જાય એવી વાત છે. અહીં કહે છે કે જે જ્ઞાનની પર્યાયમાં બાર અંગ જણાય, દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય, બધા પર જણાય, એ જ્ઞાન યરૂપ નથી પણ આત્મરૂપ છે. એ જ્ઞાન અનાત્મરૂપ જ્ઞયનું નથી પણ આત્માનું જ છે. તેથી અન્યપક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ વાત સિદ્ધ થાય છે. જ્ઞાનની પર્યાય તે આત્મા’ એ વ્યવહાર છે અને તે વ્યવહાર પરમાર્થ આત્માને બતાવે છે. દયા, દાન આદિ કષાયમંદતાના પરિણામને જ્ઞાન જાણે છે, ત્યાં કષાયમંદતા છે માટે જ્ઞાન તેને જાણે છે એમ નથી. કષાયમંદતાનું જ્ઞાન થયું ત્યાં જ્ઞાનની પર્યાયને એની સાથે સંબંધ નથી. કષાય તો અચેતન છે અને જ્ઞાન ચેતન છે. માટે જ્ઞાનની પર્યાયને કષાયમંદતા સાથે સંબંધ નથી. કષાયમંદતા કર્તા અને જ્ઞાન તેનું કર્મ, એમ નથી. જ્ઞાનની પર્યાય એ આત્માનું કર્મ છે અને તે આત્માને બતાવે છે. તેથી આ જ્ઞાન તે આત્મા’ એટલો જ વ્યવહાર કરવામાં આવે છે તે પરમાર્થને જ બતાવે છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી “જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. જ્ઞાન તે આત્મા છે” આમ ભેદથી કહેનારો વ્યવહાર પરમાર્થમાત્ર આત્મા જ બતાવે છે, તેનાથી ભિન્ન અધિક કાંઈ બતાવતો નથી. હવે કહે છે-વળી “જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે” એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશકય છે. અનંતશક્તિનો પિંડ જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા અખંડ એકરૂપ પરમાર્થ વસ્તુ છે. તે અનુભવગમ્ય છે. તેનું કથન કરવું શી રીતે? તેને ભાવશ્રુતજ્ઞાનથી પકડી અનુભવે એ પણ પરમાર્થ છે, સત્ય છે. એ તો નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે. પરંતુ એ પરમાર્થ અનુભવનું કથન કરવું કેવી રીતે? એવા પરમાર્થનું કથન કરવું અશકય છે તેથી “જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે” એવો ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને તે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે માટે પોતાને દઢપણે સ્થાપિત કરે છે. જે જ્ઞાનની પર્યાય સર્વશ્રુતને જાણે તે આત્મા છે. તે જ્ઞાન ત્રિકાળી જ્ઞાયકને જણાવે છે. પરમાર્થનું કથન કરવું અશકય છે તેથી દ્રવ્યશ્રતનું જ્ઞાન જ છે-તે જ્ઞાન દ્વારા આત્માને જાણે તે શ્રુતકેવળી છે એમ ભેદ પાડી સમજાવવામાં આવે એ વ્યવહાર છે. આમ પરમાર્થને કહેનારો વ્યવહાર છે ખરો, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. ત્રિકાળી જ્ઞાયક એકનું જ અનુસરણ કરવું તે પરમાર્થ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૩૧ , દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પરિણામ તે શુભરાગ છે, તે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. વળી આ દયા પાળે તે આત્મા, ભક્તિ કરે તે આત્મા એમ પણ નથી. એ તો રાગની ક્રિયા છે, તે આત્મા નહીં, અહીં કહે છે કે ‘જ્ઞાન તે આત્મા એમ જાણવું એ વ્યવહાર છે. તે વ્યવહારનું લક્ષ છોડી દઈ ત્રિકાળી અખંડની દૃષ્ટિ કરવી તે ૫૨માર્થ છે, સત્ય છે. સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે શ્રુતકેવળી છે એવો વ્યવહાર ૫રમાર્થના પ્રતિપાદકપણાને લીધે દઢપણે સ્થાપિત છે. એ રીતે વ્યવહા૨ છે ખરો, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. વ્યવહા૨ જે ૫૨માર્થ વસ્તુને બતાવે તે ૫૨માર્થ એક જ આદરણીય છે એમ જાણી, વ્યવહારનો આશ્રય છોડી એક ૫૨માર્થનો જ અનુભવ કરવો. * ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * જે શાસ્ત્રજ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો ૫રમાર્થ છે, નિશ્ચય છે. અહીં શાસ્ત્રજ્ઞાનથી કહ્યું ત્યાં ભાવશ્રુતજ્ઞાન જાણવું. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કેમકે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહા૨ તેણે પણ ૫૨માર્થ જ કહ્યો, અન્ય કાંઇ ન કહ્યું. આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ છે. વ્યવહારે પણ તે જ્ઞાયકને જ જાણવાનું કહ્યું, ૫૨માર્થને જાણવાનું કહ્યું. ત્રિકાળીને પર્યાયથી જાણવો. જાણનાર પોતે પર્યાય છે, કેમકે કાર્ય તો પર્યાયમાં થાય છે. આ રીતે વ્યવહારે પણ એક ધ્રુવસ્વભાવને જાણવાનું કહ્યું છે, બીજું કાંઈ કહ્યું નથી. અહા ! વીતરાગ જૈન ૫૨મેશ્વરે કહેલા માર્ગની કથનશૈલી તો જુઓ ! જગત પાસે આ ધર્મની વાત બીજી રીતે મૂકાઈ છે. અન્ય માર્ગ જૈનમાર્ગ તરીકે મૂકાયો છે. પણ એ જૈનમાર્ગ નથી. દિગંબર સંતોએ જે બતાવ્યો તે જ સાચો જૈન વીતરાગ માર્ગ છે. અહો ! દિગંબર સંતોએ માર્ગને ન્યાય અને યુક્તિથી અતિ સ્પષ્ટ સમજાવ્યો છે. ૫૨માર્થનો વિષય તો કચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. પૂર્ણાનંદનો નાથ, અખંડ, એક, અભેદ વસ્તુ તે અનુભવની ચીજ છે, તેને વચન દ્વારા કેવી રીતે કહેવી? તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે સ્પષ્ટ કહે છે. ‘જ્ઞાન તે આત્મા' એવો ભેદ પાડી વ્યવહારનય જ આત્માને જણાવે છે. આવો માર્ગ યથાર્થ જાણે નહીં તેનું મનુષ્યપણું એકડા વિનાનાં મીંડાંની જેમ નિરર્થક છે, નિષ્ફળ છે. માટે આવું વસ્તુસ્વરૂપ યથાર્થ સમજી ૫૨માર્થનો વિષય જે અભેદ, એક, શુદ્ધ આત્મા તેને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન છે, મોક્ષમહેલનું પ્રથમ પગથિયું છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૧૧ कुतो व्यवहारनयो नानुसर्तव्य इति चेत् ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो।।११।। व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः। भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति जीवः ।।११।। વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧ હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે: ગાથાર્થઃ- [વ્યવહાર:] વ્યવહારનય [ અમૃતાર્થ:] અભૂતાર્થ છે [1] અને [ શુદ્ધનય:] શુદ્ધનય [ ભૂતાર્થ:] ભૂતાર્થ છે એમ [ર્શિત:] ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; [નીવડ] જે જીવ [ ભૂતાર્થ ] ભૂતાર્થનો [ શ્રત:] આશ્રય કરે છે તે જીવ [ar] નિશ્ચયથી [સભ્યfe:] સમ્યગ્દષ્ટિ [ મવતિ] છે. ટીકાઃ- વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ-( નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઊપજેલા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૩૩ જળ–કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાને લીધે, તેને (જળને ) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક શાયભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને ( આત્માને ) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું ( અનેકરૂપપણું ) પ્રગટ છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્દીઓ શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ઘનય અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ઘનય કતકળના સ્થાને છે તેથી જેઓ શુદ્ઘનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરતા (હોવાથી ) સમ્યગ્દષ્ટિ છે પણ બીજા ( જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ ) સમ્યગ્દષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. ભાવાર્થ:- અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ઘનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુક્રનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દૃષ્ટિમાં અવિધમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાંત-મતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ઘનયના પક્ષરૂપ મિથ્યાદષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહા૨નો ઉપદેશ શુદ્ઘનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ઘનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી ) દીધો છે કે-‘શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યક્ત્વ થઈ શકતું નથી.” એમ આશય જાણવો. ( Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ [ સમયસાર પ્રવચન પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો. પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? જ્ઞાન તે આત્મા એવો ભેદ કરનાર વ્યવહાર પરમાર્થરૂપ આત્માનું પ્રતિપાદન કરે છે તો પછી તેને કેમ અંગીકાર ન કરવો? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:પ્રવચન નંબર ૨૪-૨૯, તારીખ ૨૪-૧૨-૭૫ થી ૨૯-૧૨-૭૫ * ગાથાર્થ ઉપરનું પ્રવચન * આ ગાથા બહુ ઊંચી છે. માલ, માલ ભર્યો છે. વીતરાગ પરમેશ્વરનો માર્ગ જે જૈન દર્શન તેનો આ અગિયારમી ગાથા પ્રાણ છે. બહુ શાંતિ અને ધીરજથી સમજવા જેવી આ ગાથા છે. અનંતકાળમાં સત્ય શું છે તે સાંભળવા મળ્યું નથી અને કદાચ સાંભળવા મળ્યું તો તે સમજવાનો પ્રયત્ન કર્યો નહીં તેથી તેની શ્રદ્ધા થઈ નથી. આ સત્યનું સ્વરૂપ અહીં બતાવ્યું છે. ભગવાનની વાણીમાં જે વાત આવી તેનો સાર આ ગાથામાં ભર્યો છે. વ્યવહારનય અભૂતાર્થ છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. ત્રિલોકીનાથ તીર્થંકરદેવ અને સાધુઓના અગ્રેસર ગૌતમ આદિ ગણધરોએ એમ કહ્યું છે કે વ્યવહારનય અભૂતાર્થ એટલે અસત્ય છે, જૂઠો છે અને નિશ્ચયનય ભૂતાર્થ એટલે સત્ય, સાચો છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમકે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ-અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ-જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી.-એવા અભેદની દૃષ્ટિ કરવી, આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. આ તો પ્રથમ દરજ્જાનો ધર્મ, જે સમ્યગ્દર્શન તે કોને કહેવાય તેની વાત ચાલે છે. અંદર આત્મા ત્રિકાળી એકરૂપ અભેદ જ્ઞાયક છે તેનો દૃષ્ટિમાં જ્યાં સુધી સ્વીકાર આવે નહીં ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. જૈન કુળમાં જન્મ્યો માટે જૈન એવી અહીં વાત નથી. અનંતગુણોનો અભેદ પિંડ એક ધ્રુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કરે તે સમ્યગ્દર્શન છે. તે જૈનધર્મ છે. જૈનધર્મ કોઈ વાડાની ચીજ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. આત્માને તેની સન્મુખ થઈને જાણવો તેનું નામ સમ્યગ્દર્શન છે. અજ્ઞાનીઓએ જેવો આત્મા કપ્યો હોય તેની અહીં વાત નથી. વેદાંતીઓએ જેવો સર્વવ્યાપક માન્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૫ ભાગ-૧ ] તે આત્માની વાત પણ નથી. અહીં તો સર્વજ્ઞ પરમેશ્વરે જે પ્રત્યક્ષ જોયો, જાણો અને દિવ્યધ્વનિમાં કહ્યો એ ત્રિકાળી સત્ ચૈતન્યસ્વરૂપ પરમબ્રહ્મસ્વરૂપ આનંદકંદ આત્મા ભૂતાર્થ છે. અને તેનો આશ્રય કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મનું પહેલું પગથિયું સમ્યગ્દર્શન છે. કોઈને એમ લાગે કે પર્યાય સ્વતંત્ર છે અને વળી જ્ઞાયકનો આશ્રય કરે તે શું છે? તો કહે છે કે વર્તમાન પર્યાય સ્વતંત્રપણે કર્તા થઈને રાગનું લક્ષ છોડી અંતરમાં સ્વભાવ-સન્મુખ થઈને, જ્ઞાયક પૂર્ણાનંદ તરફ વળે, ઢળે તેને આશ્રય કરે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે, એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાતિ છે, તે સમ્યગ્દર્શન છે. અહા! જિનેશ્વરદેવનો માર્ગ એ જ દિગંબર જૈનધર્મ છે. એમાં આવી સત્ય ન્યાયયુક્ત વાત છે, અન્યત્ર ક્યાંય નથી. ભાઈ, કોઈને રુચે ન રુચે એ જુદી વાત છે. ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વરના મુખથી જે દિવ્યધ્વનિ છૂટી એમાં એમ આવ્યું કે-અખંડ એક અભેદ સામાન્ય ધ્રુવ જે વસ્તુ, વર્તમાન પર્યાયને બાદ કરતાં જે રહે તે અભેદ વસ્તુ-તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તે જ દષ્ટિનો વિષય છે. અને એનો આશ્રય કરવાથી એટલે એની સન્મુખ ઢળવાથી જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ભૂતાર્થનો આશ્રય પર્યાય લે છે એટલે પર્યાય ભૂતાર્થ તરફ ઢળે છે એમ અર્થ છે. આશ્રય કહો, આલંબન કહો બધું એકાર્થ છે. કેટલાકને એમ થાય કે જૈન ધર્મનો માર્ગ આવો હશે? દયા પાળવી, ભક્તિ કરવી, વ્રત કરવાં એ બધું શું ધર્મ નહીં? ભાઈ, પરની દયા કોણ પાળી શકે છે? પર દ્રવ્ય તો સ્વતંત્ર છે. પર દ્રવ્યની અવસ્થા તેના પોતાના કારણે જે થવાની હોય છે તે થાય છે. તે શું તું કરી દે છે? પરની અવસ્થા તું કરે એમ છે જ નહીં. ‘દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન-' એમ આવે છે ને? પણ કોની દયા? ભાઈ ! ભગવાને કહેલી વીતરાગી દયાનું સ્વરૂપ જુદું છે. પરનું લક્ષ છોડી વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ સત્ નિજ જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. તે સાચી દયા છે. ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. લોકોને સત્ય વાત સાંભળવા જ મળી નથી. ધ્રુવ ત્રિકાળી સત્ સામાન્ય જ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે. તેનો અનાદર કરીને વર્તમાન પર્યાયનો કે રાગનો આદર કરવો એ જ જીવની હિંસા છે. પોતે ક્યાત છે તેનો નકાર કરવો એ જ હિંસા છે, અને તેનો અંતરમાં સ્વીકાર કરવો તેનું નામ અહિંસા છે, દયા છે, ધર્મ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ [ સમયસાર પ્રવચન અનાદિથી તેં તારી હિંસા જ કરી છે. તો હવે વસ્તુ, ધ્રુવ, અભેદ, સામાન્ય જ્ઞાયકભાવરૂપ છે તેનો આશ્રય કરી, અંતરમાં સ્વીકાર કરી, સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરવો જોઈએ. આ સિવાય જેટલા બાહ્ય ક્રિયાકાંડ છે તે સઘળા ચારગતિમાં રખડવાના માર્ગછે. આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એમ અનંત અનંત ભાવસ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિમાં કહે છે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશ છે. સર્વજ્ઞ સિવાય બીજે કયાંય, આત્મા અસંખ્યપ્રદેશી છે એવી વાત નથી. આત્મા સ્વયંજ્યોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ પામે એવી ચીજ નથી. તે સુખધામ છે, એટલે આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાર્થ વસ્તુ છે. તેને “કર વિચાર તો પામ_એટલે કે જ્ઞાનની પર્યાયમાં સંવેદન વડે આવા જ્ઞાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઇ મળે તેમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવતત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં-રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યાદષ્ટિ છે. * ટીકા ઉપરનું પ્રવચન * વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિધમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને વ્યવહારનય પ્રગટ કરે છે માટે તે અભૂતાર્થ છે. અભેદ વસ્તુમાં ભેદ નથી છતાં એવા અવિદ્યમાન અર્થને વ્યવહારનય પ્રગટ કરે છે. જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ-એવા રાગના બન્ને પ્રકાર વસ્તુમાં નથી. તેમ જ રાગને જાણનારું જ્ઞાન તે વસ્તુમાં નથી. અને જ્ઞાન તે આત્મા–એવો ભેદ પણ અભેદ વસ્તુમાં નથી. આમ વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, તેથી તે અભૂતાર્થ છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અભેદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૩૭ અખંડ વસ્તુ છે, તેમાં ભેદ કે રાગ નથી. તેને વ્યવહારનય પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહ્યો છે. અભૂત અર્થને પ્રગટ કરે છે એવો વ્યવહારનય ચાર પ્રકારે છે. (૧) ઉપચરિત અસભૂત વ્યવહારનય (૨) અનુપચરિત અસભૂત વ્યવહારનય (૩) ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય (૪) અનુપચરિત સભૂત વ્યવહારનય. આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સરૂપ વસ્તુમાં નથી તેથી અસદ્દભૂત છે. ભેદ પાડયો તેથી વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી તે અનુપચરિત અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે. આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમાં આત્માનું જ્ઞાન રાગને જાણે, પરને જાણે એમ કહેતા-તે જ્ઞાન પોતાનું હોવાથી સભૂત, ત્રિકાળીમાં ભેદ પાડયો માટે વ્યવહાર અને જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આ રીતે રાગનું જ્ઞાન એમ કહેવું ( અર્થાત્ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું ) તે ઉપચરિત સદ્દભૂત વ્યવહારનય છે. જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત સભૂત વ્યવહાર છે. “જ્ઞાન તે આત્મા” એમ કહેતાં ભેદ પડ્યો તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે માટે તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનય છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે. તે ભૂતાર્થ છે. વ્યવહારના ઉપરોક્ત ચારેય પ્રકાર ત્રિકાળી જ્ઞાયકમાં નહીં હોવાથી અસત્યાર્થ છે, જૂઠા છે. વળી ધ્રુવ આત્મા અને વર્તમાન પર્યાય બન્નેને સાથે લઈએ તો તે પણ વ્યવહારનય-અશુદ્ધનયનો વિષય થઈ જાય છે. તેથી તે પણ અભૂતાર્થ-અસત્યાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરની વાણીમાં જે આવ્યું તે કુંદકુંદાચાર્યદવ અહીં જાહેર કરે છે. કહે છે-ત્રિકાળી ચીજ જ્ઞાયક જે છે તે મુખ્ય છે, સત્ય છે, ભૂતાર્થ છે. તેમાં “જ્ઞાન તે આત્મા' એવો જે ભેદ પડ્યો તે ગૌણ છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. અરે! આ ભરતક્ષેત્રમાં ભગવાનના વિરહ પડ્યા. ધર્મના સ્વરૂપમાં પાછળથી અજ્ઞાનીઓએ અનેક પ્રકારે ફેરફાર કરી નાખ્યો. કોઈ કહે છે કે મૂર્તિ માને તો ધર્મ થાય, તો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ [ સમયસાર પ્રવચન કોઈ કહે છે મૂર્તિ ન માને તો ધર્મ થાય. અહીં કહે છે કે ભગવાનની મૂર્તિ છે. તેને માને તે શુભરાગ છે, ધર્મ નથી. આ શુભરાગ છે તે અસત્યાર્થ છે એમ કહ્યું છે. દયા પાળે, લાખોનું દાન કરે, ભગવાનની ભક્તિ કરે, એ તો શુભભાવ છે, તેથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય ધર્મ જુદી ચીજ છે, ભાઈ ! જિનેન્દ્રનો માર્ગ લૌકિક માર્ગ સાથે મેળ ખાય તેવો નથી. આ અગિયારમી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. પ્રાણ વડે જીવ જીવે છે. જેમ પ્રાણ વિનાનાં મડદાં કહેવાય તેમ આ ગાથાના રહસ્યને ન સમજે તેને સમ્યગ્દર્શન ન થાય. તે જીવો પણ પ્રાણ વિનાનાં મડદાં જેવા છે. અખંડ વસ્તુમાં ભેદ પાડીને જાણવું કે “આ જ્ઞાન તે આત્મા’ એ વ્યવહાર અસત્યાર્થ છે. વ્યવહારનય સઘળો (ચારેય પ્રકારનો) અસત્યાર્થ છે. આ તો જન્મ-મરણના અંત આવે એવી અલૌકિક ધર્મકથા છે. તેને ધીરજથી, શાંતિથી, ધ્યાન દઈને સાંભળવી જોઈએ. આ સઘળો વ્યવહાર અસત્યાર્થ કહીને નિષેધ્યો છે, છોડાવ્યો છે, કેમકે તેના આશ્રયથી સમ્યગ્દર્શન થતું નથી. ભગવાન આત્મા અમૃત-સાગરથી ભરેલો છે. તે અભેદ, એકરૂપ પૂર્ણાનંદ વસ્તુ ભૂતાર્થ છે. તેને વ્યવહારનય અન્ય રીતે પ્રગટ કરે છે. પર્યાયમાં જે રાગાદિ છે તે આત્માના છે, રાગને જાણે તે આત્મા છે, અને આ “જ્ઞાન તે આત્મા” એમ અનેક પ્રકારે અભૂત અર્થને પ્રગટ કરે છે. આ ચારેય પ્રકારનો વ્યવહાર અભૂતાર્થ હોવાથી એટલે કે તેનો વિષય સત્ય નહિ હોવાથી અર્થાત્ એનો વિષય અસત્ય હોવાથી અર્થાત જે નથી તેવા અવિદ્યમાન અર્થને પ્રગટ કરતો હોવાથી જૂઠો કહી, તેનું લક્ષ કરવાનું છોડાવ્યું છે. તેથી વ્યવહાર છે એમ જાણવા માટે છે, પણ આદરવા યોગ્ય નથી, આશ્રય કરવા લાયક નથી. અહો ! અરિહંતદેવની 3ૐધ્વનિ જે નીકળી તેનો સાર-સાર લઈ શ્રીકુંદકુંદાચાર્યદવે પરમાગમની આ ગાથામાં ભરી દીધો છે. એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાતિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે. તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ભાઇ ! જૈનધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે. કહ્યું છે ને કે જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; યહે વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ. જુઓ, આ જિનપ્રવચન એટલે ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિનો મર્મ કહેતાં સાર આટલો છે કે-જિનસ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૩૯ છે-તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે, તે વ્યવહાર છે, અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યનું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. હવે શુદ્ઘનયની વાત કરે છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિધમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ઘનય એટલે ત્રિકાળી ચીજ પોતે શુદ્ધનય છે. તેમાં જ્ઞાન તે આત્મા, પર્યાય તે આત્મા, એ બધા ભેદ અભૂતાર્થ છે, અવિધમાન છે. ભાષા જુઓ. શુદ્ઘનય એક જ ભૂતાર્થ એટલે સાચો છે. શુદ્ઘનય એ એક વાત, અને એક જ ભૂતાર્થ છે એ બીજી વાત. આશય એમ છે કે શુદ્ઘનય એક જ છે, તેના બે ભેદ નથી. નિશ્ચયનયના બે ભેદ છે એમ જયસેનાચાર્યની ટીકામાં આવે છે. એ તો ૫૨થી ભિન્નનું જ્ઞાન કરાવવા માટે રાગ જીવની પર્યાયમાં થાય છે તેને નિશ્ચયનયનો વિષય કહ્યો છે. એ તો જાણવા માટે વાત કરી છે. અપેક્ષા સમજવી જોઈએ. ખરેખર તો (આશ્રય કરવાની અપેક્ષાએ તો ) શુદ્ઘનય એક જ છે. તેના બે ભેદ છે જ નહીં. પંચાધ્યાયી જે ન્યાયનો ગ્રંથ છે એમાં તો એમ કહ્યું છે કે જે નિશ્ચયના બે ભેદ પાડે તે સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે તે જ વાત અહીં કહે છે કે ત્રિકાળી ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ, અખંડ, એકરૂપ, ભૃતાર્થ, છતી વસ્તુ, તે પોતે શુદ્ઘનય અથવા તેને જાણનાર જે શુદ્ધનય, તે એક જ છે. તેના બે ભેદ નથી. પર્યાય સહિત કે રાગ સહિત આત્માને જાણવો તે નિશ્ચય, તે વાત અહીં નથી. (એ અશુદ્ધ-નિશ્ચય તો વ્યવહાર છે) અહીં તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ જ્ઞાયકભાવ, ચૈતન્યઘન દ્રવ્ય જે અનાકુળ સમાધિ અને આનંદનું ધામ ભગવાન પૂર્ણ છે, એ જ એક સત્યાર્થ છે. રાગ વિનાનો તો ખરો પણ જે એક સમયની પર્યાય વિનાનો, ત્રિકાળી, ધ્રુવ જ્ઞાયકભાવ છે તે એક જ સત્યાર્થ છે અને તેને જાણનારો શુદ્ઘનય તે પણ એક જ છે, તેના બે ભેદ નથી. ગાથામાં બીજું પદ છે– “ ભૂયો વૈસિવો હૈં સુદ્ધળો.” તેમાં કહે છે કે જે ત્રિકાળી ચીજ છે ભૂતાર્થ એ જ શુદ્ધનય છે. મૂળ ગાથામાં એમ કહ્યું છે કે ત્રિકાળી સત્યાર્થ પ્રભુ પૂર્ણાનંદ ધ્રુવ ચીજ છે તે શુદ્ધનય છે. શુદ્ધનયનો વિષય છે એમ ભેદ પાડીને ન કહ્યું; ત્રિકાળી શુદ્ધ ધ્રુવ સામાન્ય છે તો શુદ્ધનયનો વિષય, પણ શુદ્ઘનયનો વિષય અને તેને વિષય કરનાર એવો ભેદ કાઢી નાખીને ત્રિકાળી ચીજ, અભેદ, અખંડ, સામાન્ય વસ્તુ તે શુદ્ઘનય છે એમ કહ્યું છે. વસ્તુની દૃષ્ટિ અને એનો વિષય જે શુદ્ધ વસ્તુ-એ શું છે તે જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થાય. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધપણે પર્યાયમાં પરિણમે. તે પર્યાય પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) [ સમયસાર પ્રવચન અશુદ્ધનયનો વિષય છે. એ અશુદ્ધન્ય વ્યવહારમાં જાય છે. અશુદ્ધનય અને શુદ્ધનય એવા બે ભેદ વસ્તુમાં નથી. અશુદ્ધનય કહો, વ્યવહાર કહો કે ઉપચાર કહો, એ બધું એકાર્થ છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. અહીં વસ્તુ ત્રિકાળ સિદ્ધ કરવી છે. જ્ઞાન તે આત્મા એવા ભેદને વ્યવહાર એટલે જૂઠો કહી ત્રિકાળી વસ્તુમાંથી કાઢી નાખ્યો. પર્યાય છે તે એક સમયનું સત્ છે, એ ત્રિકાળી ધ્રુવ સત્ નથી. એનો આશ્રય લેવાથી ધર્મ પ્રગટ થતો નથી. માટે એક ત્રિકાળી ભાવને જ વિધમાન, ભૂતાર્થ, સત્યાર્થ કહેલો છે. આત્મામાં બે પ્રકાર-એક પર્યાય અને બીજો ધ્રુવ. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે ને કે ઉત્પાવ્યયધ્રૌવ્યયુમ સ- એમાં પર્યાય ઉત્પાદ-વ્યયરૂપ છે. એક સમયમાં ઉત્પન્ન થઈ, બીજે સમયે વ્યય થાય, તે પર્યાય છે. અને ત્રિકાળ એકરૂપ રહે તે ધ્રુવ છે. અહીં એક સમયની ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયનું લક્ષ છોડાવવા તેને વ્યવહાર કહી, અસત્યાર્થ-જૂઠી કહી. અને ત્રિકાળી ધ્રુવ એક જ વિદ્યમાન છતો પદાર્થ છે એમ કહી, તેની દષ્ટિ કરાવી છે. અહો! સમયસાર એ અદભુત શાસ્ત્ર છે. આ બે લીટીમાં ઘણું ઘણું રહસ્ય ભર્યું છે. શુદ્ધનય એક જ સાચા અર્થને પ્રગટ કરે છે. ત્રિકાળ વિધમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી, અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધનય પ્રગટ કરે છે. દષ્ટિનો વિષય આ એકમાત્ર વિદ્યમાન જ્ઞાયક તત્ત્વ છે. ગાથામાં કહ્યું છે ને “મૂવાલ્વમસ્સિવો ઉજુ સમ્માફિક્કી હવ નીવો” ભૂતાર્થના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. “વસુ' નો અર્થ નિશ્ચય કર્યો છે. જયસેન આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. અહા ! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈનધર્મ છે. અરે! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈનધર્મનું મૂળતત્ત્વ આખું પીંખી નાખ્યું છે. હવે, આ વાત દષ્ટાંતથી બતાવે છે. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે. જુઓ, પાણીનો તો સહજ એકરૂપ નિર્મળ સ્વભાવ છે. પરંતુ પ્રબળ કાદવના મળવાથી તે ઢંકાઈ ગયો છે. ત્યાં પાણી અને કાદવની જુદાઈનો વિવેક નહીં કરનારા ઘણા લોકો તો પાણીને મલિન જ અનુભવે છે એટલે કે તેઓ મલિન (મેલ-સંયુક્ત) પાણીને જ પીએ છે. પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કાકફળ-(નિર્મળી ઔષધિ)ના પડવા માત્રથી ઉપજેલા જળ-કાદવના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાનેલીધે તેને (જળને) નિર્મળ જ અનુભવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૪૧ કતકફળ એ નિર્મળી” નામની ઔષધિ છે. મલિન પાણીમાં પોતાના હાથથી એટલે પોતે જ કતકફળ નાખી થોડા લોકો શુદ્ધ પાણીને અનુભવે છે. કતકફળ નાખતાં વંત જ–પડવા માત્રથી જળ-કાદવનો વિવેક પ્રગટ થાય છે. એટલે કે કાદવ નીચે બેસી જાય છે અને પાણી નિર્મળ થઈ જાય છે. આ રીતે પોતાના પુરુષાર્થ વડે પાણીનો સહજ એકરૂપ નિર્મળભાવ આવિર્ભત કરવામાં આવે છે. કાદવના કારણે પાણીનું નિર્મળપણું ઢંકાઈ ગયું હતું તે “નિર્મળી'ના પડવા માત્રથી પ્રગટ થાય છે. આમ કેટલાક એટલે કોઈ થોડા લોકો કાદવને જળથી ભિન્ન કરી નિર્મળ જળને પીએ છે. અહા ! આચાર્યદેવે કરુણા કરી કેવું સરળ કરીને સમજાવ્યું છે! પાણીને નિર્મળ કરે છે તેથી તે ઔષધિને “નિર્મળી' કહે છે. આ તો દષ્ટાંત થયું. હવે સિદ્ધાંત કહે છે. એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જેનો સહજ એક ગ્લાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળા તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. અહીં કર્મ એટલે જડ પુદ્ગલકર્મની વાત નથી. પણ તે કર્મના નિમિત્તે જીવની અવસ્થામાં થતા જે મિથ્યાત્વ-રાગ-દ્વેષના મલિનભાવ તેને અજ્ઞાની જીવ અનુભવે છે એની વાત છે. જડકર્મ તો અજીવ છે, તેનો અનુભવ હોઈ શકે નહીં પ્રબળ કર્મના મળવાથી એટલે પુણ્ય-પાપના જે વિકલ્પો તેને અનુભવવાથી સહજ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. જે શુભાશુભ રાગ થાય તે હું એવા મિથ્યાત્વ અને રાગદ્વષના અનુભવની આડમાં આખો નિર્મળાનંદ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, નજરમાં આવતો નથી. દયા, દાન તથા કામ-ક્રોધાદિ મલિન વૃત્તિઓના અનુભવમાં એકરૂપ જ્ઞાયક દૃષ્ટિમાં આવતો નથી, જણાતો નથી એમ કહ્યું છે. બાકી તો સચ્ચિદાનંદસ્વરૂપ જ્ઞાયકભાવ તો જે છે તે છે, પ્રગટ જ છે. તિરોભૂત થઈ જાય અને આવિર્ભત થાય એવું જ્ઞાયકભાવમાં છે જ નહીં. રાગાદિના અનુભવમાં જ્ઞાયક નજરમાં આવતો નથી તેથી ઢંકાઈ ગયો એમ કહેવાય છે. અને જ્ઞાયકના આશ્રયમાં તેનો અનુભવ થાય છે ત્યારે તે પ્રગટ થયો એમ કહેવાય છે. હવે આવા રાગાદિસંયુક્ત આત્માનો અનુભવ કરનારા, રાગાદિ કર્મ અને આત્માની જાદાઈ-ભિન્નતાનો વિવેક નહીં કરવાથી વ્યવહારમાં વિમોહિત રહે છે. શુભાશુભભાવો તે હું એમ મૂચ્છિત થયેલા છે તેથી તેઓ જેમાં ભાવોનું અનેકરૂપપણું પ્રગટ છે અર્થાત પર્યાયમાં જે અનેક પ્રકારના મલિન વિકારી ભાવો ઉત્પન્ન થાય છે તેને પોતાપણે અનુભવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ [ સમયસાર પ્રવચન પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવા માત્રથી ઉપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને ( આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. ત્રિકાળી એક અભેદ જ્ઞાયક વસ્તુને દેખનારા ભૂતાર્થદર્શીઓને પોતાની જ્ઞાનપર્યાયને જ્ઞાયક સન્મુખ કરતાવેંત જ બોધ એટલે સમ્યજ્ઞાન થવાથી આત્મા અને કર્મ જે રાગાદિ તેમની જુદાઈ -ભિન્નતાનો વિવેક ઉત્પન્ન થાય છે. આમ આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થવાથી તેઓ રાગથી ભિન્ન પડી પોતાના પુરુષાર્થ દ્વારા અખંડ એકરૂપ નિર્મળ જ્ઞાયકભાવનો આશ્રય કરી જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવ છે. પહેલાં કહ્યું હતું કે વ્યવહારમાં વિમોહિત પર્યાયબુદ્ધિ જીવોને રાગાદિની મૂચ્છમાં એકરૂપ જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, તેથી પર્યાયમાં અનેકરૂપ મલિનતા અનુભવે છે. હવે કહે છે-રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદસ્વરૂપ પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય કરનાર ભૂતાર્થદર્શીઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભત થાય છે, પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે. અહીં ચારેય પ્રકારના વ્યવહારને ગૌણ કરી, અસત્ય કહી તેની દષ્ટિ છોડાવી છે. અને એકરૂપ જ્ઞાયકને મુખ્ય કરી તેને સત્યાર્થ કહી તેની દષ્ટિ કરાવી છે. આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. પુરુષાર્થ વિના મળી જાય એવી આ ચીજ નથી. ભૂતાર્થદર્શીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે અને ચૈતન્યદળ, અનંતગુણોનું અભેદદળ, જે જ્ઞાયક આત્મા તે એનું ધ્યેય છે. શરીરનો, રાગનો અને એક સમયની પર્યાયનો જેને પ્રેમ છે તે મિથ્યાદષ્ટિ છે. તેને રાગ અને આત્માની જુદાઈનો વિવેક નથી. તે વ્યવહારમાં વિમોહિત છે. જેને શરીરનો મોહ છે તે હાડ-ચામડામાં મોહિત છે, જેને બાહ્ય સંપત્તિ અને પુણ્યના ઠાઠનો મોહ છે તે જડમાં મોહિત છે અને જેઓ રાગદ્વેષાદિનો જ અનુભવ કરે છે તે પણ પર્યાયમૂઢ છે. રાગાદિ તો અંધકાર છે, કેમકે તે જડ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ નથી. તેથી જે રાગાદિને અનુભવે છે તે માત્ર અંધકારને અનુભવે છે. તેને નિર્મળાનંદ જ્ઞાયક તિરોભૂત થાય છે. અરે ! આમ જીવ પોતાના એકરૂપ સ્વભાવને ભૂલી અનેકરૂપ મો-રાગ-દ્વેષના અનુભવથી ચારગતિરૂપ સંસારમાં અનંતકાળથી રખડી રહ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૪૩ અહીં શુદ્ધનય કતકફળના સ્થાને છે. પાણી અને કાદવને જેમ કતકફળ જુદાં કરે છે. તેમ શુદ્ધનય અનુસાર વસ્તુ જે ત્રિકાળી અખંડ એકરૂપ જ્ઞાયકભાવ છે તેમાં દષ્ટિ કરતાં, તેનો અનુભવ કરતાં પર્યાયમાંથી મલિન પુણ્ય-પાપના ભાવ જાદા પડી જાય છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાંતિ દાઝતાં થાય છે. પદ્મનંદી પંચવિંશતિકામાં દાન અધિકારમાં દષ્ટાંત આવે છે કે તારી શાંતિ દાઝીને કષાયમંદતાના પરિણામ થયા. એના ફળરૂપે આ બાહ્ય સામગ્રી મળી. તેને જો તું એકલો ભોગવીશ અને ધર્મપ્રભાવના અર્થે તેનો ઉપયોગ નહીં કરે તો તું કાગડાથી પણ જાય તેવો છે. કેમકે પથ્થરની મૂંડીમાં દાઝેલા ઉકડી નાખ્યા હોય તે કાગડો “કા, કા, કા” એમ પુકારીને બીજા કાગડાઓને પણ બોલાવીને ખાય છે, એકલો ખાતો નથી. અહીં તો એમ કહેવું છે કે આવા પુણ્ય-પાપના ભાવોનો અનુભવ તે મિથ્યાદર્શન છે અને શુદ્ધનય વડ તે પુણ્ય-પાપની મલિનતા જુદી પડી જાય છે. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે, પણ બીજા સમ્યગ્દષ્ટિ નથી. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દષ્ટિ છે. પરંતુ બીજા જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી એટલે મિથ્યાદષ્ટિ જ છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી. રાગથી તથા પર્યાયથી પણ ભિન્ન એવો પોતાનો જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન છે એમ જેમને દૃષ્ટિ થઈ છે તેમણે વ્યવહારનય અનુસરવા યોગ્ય એટલે આશ્રય કરવા યોગ્ય નથી. રાગનું, ભેદનું કે પર્યાયનું યથાસ્થિત જ્ઞાન ભલે હો, પણ તેનો અનુભવ કે આશ્રય કરવા યોગ્ય નથી. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દષ્ટિમાં ભેદ અવિધમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. જુઓ, શુદ્ધનયને અહીં ભૂતાર્થ કહ્યો છે. અતીન્દ્રિય આનંદનો પિંડ એવો જે જ્ઞાયકભાવ એને જ સત્ય કહ્યો છે. પર દ્રવ્યની તો અહીં વાત નથી. શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર, ઇત્યાદિ પર તો પરમાં રહ્યા. અહીં તો એક ત્રિકાળી દ્રવ્યસ્વભાવ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ [ સમયસાર પ્રવચન બીજો વર્તમાન પર્યાયભાવ એમ આત્મામાં બે પ્રકાર છે; તેમાં ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સત્ય છે અને પર્યાયભાવ અસત્ય છે એમ કહ્યું છે. જેનો વિષય હયાતી ધરાવતો ન હોય તે અસત્ય છે. વ્યવહારનયનો વિષય વિદ્યમાન નથી માટે તે અસત્ય છે, અભૂતાર્થ છે. અનાદિથી આ જીવ દુ:ખના પંથે એટલે કે રાગના અને પર્યાયના પંથે દોરાઈ રહ્યો છે. અનંતકાળમાં તે મોટો શેઠ થયો હોય, કે રાજા થયો હોય કે સ્વર્ગના દેવ થયો હોય કે દિગંબર દ્રવ્યલિંગી સાધુ થયો હોય, તેણે ત્રિકાળી ચીજ સત્યાર્થ દ્રવ્યસ્વભાવનો કદીય સ્વીકાર કર્યો નથી, અને પર્યાય છે, રાગ છે, ભેદ છે એમ માન્યું છે અર્થાત્ એનો સ્વીકાર કર્યો છે. તેને સુખના પંથે ચઢાવવા અહીં કહે છે કે ત્રિકાળી વસ્તુ જ્ઞાયક તે સત્ય છે અને પર્યાય છે તે અસત્ય છે. આમ કહીને ભૂતાર્થ દ્રવ્યસ્વભાવનો આશ્રય કરાવવા માગે છે, કેમકે ભૂતાર્થ સ્વભાવની દષ્ટિ થતાં સંસાર રહેતો નથી. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય શું? તો કહે છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપે નિત્ય દ્રવ્ય છે, તેની દષ્ટિમાં ભેદ દેખાતો નથી. અહાહા-! પંડિત જયચંદ્રજીએ શું સ્પષ્ટીકરણ કર્યું છે! શુદ્ધનનું ધ્યેય અભેદ એકાકાર છે. તેની દષ્ટિમાં આ જ્ઞાન, આનંદ ઇત્યાદિ ગુણો અને આ આત્મા ગુણી એવા ભેદ દેખાતા નથી. દયા, દાન, વ્રત, તપ, પૂજા, ભક્તિ ઇત્યાદિ પર્યાયના વિકલ્પો અભેદની દષ્ટિમાં જણાતા નથી, બહાર જ રહી જાય છે. આવો સ્વભાવ અને સ્વભાવવાન અભેદ એકાકાર છે, તેનો સ્વીકાર કરી આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે અને તે ધર્મ છે. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. ભાઈ ! વ્રત-તપ આદિના વિકલ્પમાં રોકાઈ અને તે વિકલ્પનો કર્તા થઈ તે અનાદિથી મિથ્યાત્વનું જ સેવન કર્યું છે. તથા સમોસરણમાં બિરાજમાન અરિહંતદેવની મણિ-રત્નથી આરતી ઉતારી, કલ્પવૃક્ષના ફૂલથી અનંતવાર પૂજા કરી છે, પણ સત્યાર્થ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કર્યો નહીં તેથી તને અદ્યાપિ સમ્યગ્દર્શનાદિ લેશ પણ ધર્મ થયો નથી. લોકોએ મૂળ વાત સાંભળી નથી તેથી અભૂતાર્થ એવા વ્યવહારમાં રોકાઈ ગયા છે. અહીં કહે છે ત્રિકાળી અભેદની દૃષ્ટિમાં ભેદ જણાતો નથી, તેથી તેની દષ્ટિમાં ભેદ અવિધમાન અસત્યાર્થ જ કહેવો જોઈએ. હવે કહે છે-એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. દ્રવ્યમાં ગુણ છે જ નહિ, પર્યાય છે જ નહિ, ભેદ છે જ નહિ–એમ નથી. આત્મામાં અનંત ગુણો છે, તે બધા નિર્મળ છે. વળી કોઈ એમ માને કે એકાકાર દ્રવ્ય જ છે અને પર્યાય નથી તો એમ નથી. દષ્ટિના વિષયમાં ગુણોનો ભેદ નથી; પણ અંદર વસ્તુમાં અનંતગુણો છે. ભેદ સર્વથા કાંઈ વસ્તુ નથી એમ માનવામાં આવે તો તો જેમ વેદાંતમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૪૫ અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો જ પ્રસંગ આવે. વેદાંતવાળા જેમ એક જ આત્મા સર્વવ્યાપી માને છે-એમ આ વાત નથી. કેટલાકને આ નિશ્ચયની વ્યાખ્યા વેદાંત જેવી લાગે છે, પણ વેદાંત પર્યાયને કયાં માને છે? અનેક ગુણો કયાં માને છે? અનેક આત્મા કયાં માને છે? એની તો તર્કથી કલ્પીને માની લીધેલી વાત છે. આ વાતને અને વેદાંતને કોઈ મેળ નથી. આ તો સર્વજ્ઞકથિત સૂક્ષ્મ ન્યાયયુક્ત વાત છે. ભગવાન જિનેશ્વરદેવે કેવળજ્ઞાનથી આત્મા જેવો પ્રત્યક્ષ જોયો તેવો કહ્યો છે. જેના મતમાં સર્વજ્ઞનો સ્વીકાર નથી તેમાં સત્યાર્થ વસ્તુ હોઈ શકે નહીં. સર્વજ્ઞના સ્વીકાર વિના આત્મા સર્વજ્ઞસ્વભાવ છે એવી દષ્ટિ હોતી નથી. વસ્તુતઃ આત્મા સર્વજ્ઞસ્વભાવ છે તો પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થાય છે. આ જૈનની મૂળવાત નિશ્ચયની જ્યાં બહાર આવી ત્યાં લોકોને વેદાંત જેવું લાગે છે. ક્રિયાકાંડની વાત આવે તો કહે છે કે આ જૈનની વાત છે. આવું કહેનારા અને માનનારા જૈનધર્મના મૂળ રહસ્યને જાણતા જ નથી. અનંત તીર્થંકર પરમેશ્વરો થઈ ગયા. તેઓ આ સત્યાર્થ વસ્તુને અનુભવીને મુક્તિ પામ્યા છે. અને જગત સમક્ષ એ જ વાત જાહેર કરી છે. પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી, પરંતુ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકને વિષય કરનાર પર્યાય છે. તેને ન માને તે સાંખ્યમતી છે. આત્મા શરીર પ્રમાણ છે, તેને વેદાંતમતવાળા (ક્ષેત્રથી) સર્વવ્યાપક માને છે. તેઓ બધું મળીને વસ્તુ એક કહે છે, એક શુદ્ધ બ્રહ્મને જ વસ્તુ કહે છે, પણ વસ્તુ અનેક છે. વળી વસ્તુમાં ગુણો છે એમ માનતા નથી. વસ્તુ સર્વથા નિત્ય કહે છે, અનિત્ય પર્યાયને માનતા નથી. આમ સર્વથા પર્યાય આદિને માયાસ્વરૂપ અસત્ય કહેતાં વેદાંતમત થઈ જાય. તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે સર્વથા એકાંત ન માનવું. કથંચિત અશુદ્ધતા છે, ભેદો છે, પર્યાય છે એમ અપેક્ષાથી બરાબર સમજવું. હવે કહે છે માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. જુઓ, શુદ્ધનયને સત્ય કહ્યો અને પર્યાયને અસત્ય, અવિધમાન કહી તે શા માટે એનો ખુલાસો કરે છે. કહે છે કે જિનવાણી સ્યાદ્વાદરૂપએટલે અપેક્ષાથી કથન કરનારી છે. જેથી જ્યાં જે અપેક્ષા હોય, ત્યાં તે સમજવી જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ [ સમયસાર પ્રવચન પ્રયોજનવશ શુદ્ધનયને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે અને વ્યવહારને ગૌણ કરી અસત્ય કહ્યો છે. ત્રિકાળી અભેદ શુદ્ધ દ્રવ્યની દષ્ટિ કરતાં જીવને સમ્યગ્દર્શન થાય છે. આવા પ્રયોજનને સિદ્ધ કરવા ત્રિકાળી દ્રવ્યને અભેદ કહીને ભૂતાર્થ કહ્યું છે. અને પર્યાયનું લક્ષ છોડાવવા તેને ગૌણ કરી અસત્યાર્થ કહી છે. આત્મા અભેદ ત્રિકાળી ધ્રુવ છે. તેની દૃષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી. અને ભેદદષ્ટિમાં નિર્વિકલ્પતા થતી નથી. માટે પ્રયોજનવશ ભેદને ગૌણ કરી અસત્યાર્થ કહેલો છે. અનંતકાળમાં જન્મ-મરણનો અંત કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન જીવને થયું નથી. એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું અહીં પ્રયોજન સિદ્ધ કરવું છે. તેથી શુદ્ધ જ્ઞાયકને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે. અને પર્યાય તથા ભેદને ગૌણ કરી વ્યવહાર કહી તેને અસત્યાર્થ કહ્યો છે. હવે નયને મુખ્ય-ગૌણ કરી કથન કરવાનું કારણ શું તે વિસ્તારથી કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. જીવને અનાદિથી પર્યાયબુદ્ધિ ચાલી આવે છે. અંદર આનંદનો નાથ ત્રિકાળી ભગવાન પોતે બિરાજે છે તેને દૃષ્ટિમાં કદીય લીધો નથી. અને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પુણ્યનો પક્ષ, રાગનો પક્ષ, પર્યાયનો પક્ષ તથા વર્તમાન મતિ-શ્રુતજ્ઞાનની પર્યાયનો પક્ષ પ્રાણીઓને અનાદિકાળથી છે. વળી વ્યવહારનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. “આપણે સંસારી છીએ, કાંઈ વીતરાગ તો નથી; વળી વ્રત, તપ, પૂજા, ભક્તિ, દાન ઇત્યાદિ વ્યવહાર ધર્મ છે, ધર્મનાં અંગ છે. એટલે આપણે તે વ્યવહારધર્મનું પાલન કરવું જોઈએ. વ્યવહાર કાંઈ છોડી દેવાય? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચયધર્મ પ્રગટે.’ આમ પરસ્પર મોટા ભાગના સંસારી પ્રાણીઓ રાગના પક્ષનો ઉપદેશ આપતા હોય છે. વળી કોઈ એમ પણ કહેતા હોય છે-“પર્યાય છે, તેનું જ્ઞાન કરવું જોઈએ ને ? પર્યાય જાણવી જોઈએ, પર્યાયને વિષય બનાવવો જોઈએ, અન્યથા એકાંત થઈ જાય. પર્યાય પણ વસ્તુ છે, અવસ્તુ નથી એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કાંઈ કાર્ય થાય ? આમ પર્યાયનો પક્ષ કરી પરસ્પર વ્યવહારના પક્ષ રૂપ ઉપદેશ કરીને મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યા હોય છે. અહીં બે વાત કરી. એક તો ભેદનો પક્ષ, વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાલીન છે. અને બીજું વ્યવહારનો ઉપદેશ પણ પ્રાણીઓ બહુધા પરસ્પર કરે છે. હવે ત્રીજી વાત કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક ) જાણી બહુ કર્યો છેપણ એનું ફળ સંસાર જ છે. ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં વ્યવહારનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૪૭ ઉપદેશ શુદ્ધનયનું નિમિત્ત જાણી ઘણો કર્યો છે. ભાષા જુઓ! વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. જેમ દાદરો ચઢનાર કઠેડો પકડીને ઉપર ચઢે છે તેમ શુદ્ધનયને હસ્તાવલંબ જાણી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો છે, પણ વ્યવહારનું ફળ સંસાર જ છે. ત્રિકાળી જ્ઞાયકનો આશ્રય લેવાના કાળમાં વ્યવહાર નિમિત્ત હોય છે તેથી નિમિત્તનું જ્ઞાન કરાવવા શાસ્ત્રમાં વ્યવહારનાં ઘણાં કથનો હોય છે. જેમકે શાસ્ત્રમાં આવે છે કે પ્રચંડ કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય છે. ત્યાં પ્રચંડકર્મકાંડ એ તો શુભરાગ છે અને એનું ફળ તો બંધ છે, સંસાર છે. પરંતુ જ્ઞાનકાંડ થવાના કાળમાં તે સહકારી નિમિત્ત છે એમ જાણી વ્યવહારથી એમ કથન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે પદ્મનંદી પંચવિંશતિકામાં આવે છે કે મુનિવરોને આહારદાન આપે તેણે મોક્ષમાર્ગ આપ્યો. આહાર આપવાનો ભાવ તો શુભરાગ છે, પરંતુ મોક્ષમાર્ગમાં સ્થિત મુનિઓને શરીરની સ્થિતિમાં આહાર નિમિત્ત દેખીને વ્યવહારથી આ કથન કર્યું છે. સાક્ષાત્ તીર્થંકરદેવ છદ્મસ્થ દશામાં હોય તેમને આહાર આપવાનો ભાવ આવે તેનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય, મુક્તિ ન થાય. શ્રાવકોએ દેવપૂજા, ગુરુપાસ્તિ ઇત્યાદિ પ્રતિદિન કરવાં જોઈએ તથા દયા દાન આદિ પુણ્યકાર્ય કરવાં જોઈએ એવું પદ્મનંદી પંચવિંશતિકામાં ખૂબ આવે છે. એ તો શ્રાવકને પોતાની ભૂમિકામાં સહકારી એવા પુણ્યના ભાવો અને આવતા હોય છે તથા એવા ભાવો દ્વારા તે અશુભનો નિષેધ કરતો હોય છે એમ જણાવવા એ પ્રમાણે વ્યવહારનો ઉપદેશ છે. બાકી પુણ્યનું પણ ફળ બંધ છે, સંસાર છે, મોક્ષ નથી. શાસ્ત્રમાં એમ પણ આવે છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય છે. આ વ્યવહારનયનું વચન છે. વ્યવહાર એટલે રાગ સાધક અને નિશ્ચિય એટલે વસ્તુ ત્રિકાળ સાધ્ય-એમ કદી હોઈ શકે નહીં. પણ આ તો યથાર્થ સહકારી નિમિત્તનાં જ્ઞાન કરાવનારાં વ્યવહારનાં વચન છે, તે યથાર્થ સમજવાં જોઈએ. સમયસાર ગાથા સોળમાં કહ્યું છે કે સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સેવવા યોગ્ય છે.” ત્યાં પર્યાયને સેવવાની વાત કરી છે એ વ્યવહારથી ઉપદેશ છે. સેવન તો એક ધ્રુવ ભૂતાર્થ શાયકનું જ કરવાનું છે, પણ લોકો સમજે એટલા માટે ભેદથી વ્યવહાર દ્વારા સમજાવ્યું છે. પણ વ્યવહાર નયનો આશ્રય કરવા જાય તો તેનું ફળ તો સંસાર જ છે એમ યથાર્થ જાણવું. હવે કહે છે–શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. હું એક અખંડ નિત્યાનંદ ધ્રુવસ્વરૂપ ભગવાન છું એવો અંતરમાં શુદ્ધનયનો પક્ષ કદીય આવ્યો નથી. અનંતકાળમાં અનંતવાર હજારો રાણીઓ અને રાજપાટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ [ સમયસાર પ્રવચન છોડી નગ્ન દિગંબર મુનિ થયો, પણ અંતરમાં ચિદાનંદ ચૈતન્યમૂર્તિ ભગવાન જે પોતે બિરાજે છે તેનો પક્ષ ન લીધો, તેનું લક્ષ કરી આશ્રય ન કર્યો. મહાવ્રતાદિ ક્રિયાકાંડના ફળમાં અનંતવાર સ્વર્ગમાં ગયો પણ આત્મદષ્ટિ વિના ત્યાંથી પાછો નરક, તિર્યંચ આદિ નીચી ગતિમાં ગયો. આમ અનાદિથી જન્મ-મરણ કર્યા પણ તેનો અંત આવે એવું કાંઈ કર્યું નહીં. ધંધો કરવો, વેપાર કરવો, કમાવું, પરિવારનું પાલન કરવું, છોકરાં પરણાવવાં ઇત્યાદિ અનેકરૂપ પાપના-હિંસાના ભાવ સેવી એના ફળમાં દુઃખી થઈને રખડ્યો એ તો ઠીક, પણ શુદ્ધનયના આશ્રય વિના અનંતવાર શુભભાવ કરી પુણ્યબંધન કરી ચાર ગતિમાં રખડયો છે. અરે ! નરક, નિગોદની વેદનાની શી વાત? પણ તે ભૂલી ગયો છે, ભાઈ ! ભાઈ, અનંત અનંત ચોરાસીના અવતારમાં તું અનેકવાર અબજોપતિ શેઠ થયો, સ્વર્ગનો દેવ થયો અને સાતમી નરકનો નારકી પણ થયો બ્રહ્મદત્ત ચક્રવર્તીની શાસ્ત્રમાં વાત આવે છે. તે છ ખંડનો સ્વામી હતો, છ— હજાર રાણીઓ હતી. સોળ હજાર દેવો એની સેવામાં રહેતા. રત્ન-મણિ અને હીરાના પલંગમાં એ પોઢતો. એના વેભવની શી વાત! તે બ્રહ્મદત્ત ચક્રવર્તી આયુસ્થિતિ પૂરી થતાં સાતમી રૌરવ નરકે ઉપજ્યો. અહીં સાતસો વર્ષનું આયુષ્ય હતું. અહીંથી મરીને ત્યાં નરકમાં ૩૩ સાગરોપમ આયુષ્યની સ્થિતિમાં ઉપજ્યો. એક શ્વાસના મિથ્યાત્વની પ્રધાનતાપૂર્વકના અશુભના ફળમાં અગિયાર લાખ છપ્પન હજાર પલ્યોપમનું નરકનું દુ:ખ ત્યાં પ્રાપ્ત થયું. અહા ! નરકની અકથ્ય વેદનાનું કથન કેમ કરવું? આમ શુદ્ધનયનો પક્ષ નહીં થવાથી જીવ અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે. શુદ્ધનયનો ઉપદેશ પણ દેનાર કોઈ નથી. વ્રત કરો, દયા પાળો-એમ વ્યવહારનો ઉપદેશ તો ઠામઠામ દેનારા છે, પણ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય એકમાત્રના આલંબનથી ધર્મ થાય છે એમ ઉપદેશ કરનાર કયાંક છે, કદાચિત્ કોઈ યથાર્થ ઉપદેશદાતા મળ્યા પણ ખરા તો તેમની વાત અંતરમાં ગ્રહણ કરી નહીં અને તેથી ભવભ્રમણ મટયું નહીં. આવા ભવભ્રમણના દુઃખથી મુક્ત થવા ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે કે-“શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે.” જાઓ, વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ અરિહંત પરમાત્મા બિરાજે છે. ત્યાં ૐધ્વનિના ધોધ વરસે છે. એ દિવ્યવાણી સાંભળવા સ્વર્ગના ઇન્દ્રો આવે છે. પહેલા દેવલોકને સૌધર્મ દેવલોક કહેવાય છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. એકેક વિમાનમાં અસંખ્ય દેવો છે. તે બત્રીસ લાખ વિમાનોનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર છે. તે સમ્યગ્દષ્ટિ છે. તેની ઇન્દ્રાણી શચી છે. તે પણ સમકિતી છે. બન્ને એક ભવ કરી મોક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૯ ભાગ-૧ ] જવાના છે. તેઓ જે દિવ્યધ્વનિ સાંભળવામાં આવે છે તેનો સાર-સાર લઈ ભગવાન કુંદકુંદાચાર્યે હૃદયમાં પરમ કરુણા ધરી અહીં ઉપદેશ કર્યો છે કે શુદ્ધનય ભૂતાર્થ છે, તેના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય શુદ્ધનયનું ફળ જે મોક્ષમાર્ગ તે જાણતા-અનુભવતા હતા તેથી ભવ્ય જીવોના ઉપકાર હેતુથી શુદ્ધનયનો ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. અહાહા...! આચાર્યદેવ કહે છે કે એકવાર તું દષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર, અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવ-ભ્રમણના દુ:ખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. અહો ! આવો વિરલ ઉપદેશ આપી આચાર્યદવે જગતનો મહાન ઉપકાર કર્યો છે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક, ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે, મોક્ષના ભણકારા વાગે છે. શુદ્ધનયને એટલે ત્રિકાળી ધ્રુવને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે એટલે કે શુભરાગના કર્મકાંડમાં મગ્ન છે, ભેદમાં મગ્ન છે કે પર્યાયમાં મગ્ન છે ત્યાંસુધી આત્માના શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ત્રિકાળી શુદ્ધ આત્મતત્ત્વને ઓળખી તેમાં મગ્ન થવું એ જ મુખ્ય કર્તવ્ય છે. * * | * * * * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા-૧૨ सुद्धो सुद्धादेसो णादव्वो परमभावदरिसीहिं। ववहारदेसिदा पुण जे दु अपरमे ट्ठिदा भावे।।१२।। शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः। व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिता भावे।।१२।। દેખે પરમ જે ભાવ તેને શુદ્ધનય જ્ઞાતવ્ય છે; અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. ૧૨. હવે, “એ વ્યવહારનય પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવાયોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે” એમ કહે છે: ગાથાર્થ- [ પરમાવમિ :] જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો [ શુદ્ધાદ્દેશ:] શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આશા) કરનાર [ શુદ્ધઃ] શુદ્ધનય [ જ્ઞાતવ્ય: ] જાણવાયોગ્ય છે; [ પુન:] વળી [૨ 1] જે જીવો [ પરમે ભાવે] અપરમભાવ-અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ-[સ્થિતી:] સ્થિત છે તેઓ [વ્યવહારવેશિતા:] વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયોગ્ય છે. ટીકાઃ- જે પુરુષો છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન (વસ્તુના) ઉત્કૃષ્ટ ભાવને અનુભવે છે તેમને પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન (પકાવવામાં આવતા) અશુદ્ધ સુવર્ણ સમાન જે અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેનો અનુભવ નથી હોતો; તેથી, શુદ્ધદ્રવ્યને કહેનાર હોવાથી જેણે અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે એવો શુદ્ધનય જ, સૌથી ઉપરની એક પ્રતિવર્ણિકા (સુવર્ણના વર્ણ) સમાન હોવાથી, જાણેલો પ્રયોજનવાન છે. પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૫૧ પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન જે (વસ્તુનો) અનુત્કૃષ્ટ (મધ્યમ) ભાવ તેને અનુભવે છે તેમને છેલ્લા પાકથી ઊતરેલા શુદ્ધ સુવર્ણ સમાન ઉત્કૃષ્ટ ભાવનો અનુભવ નથી હોતો; તેથી, અશુદ્ધ દ્રવ્યને કહેનાર હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એવો વ્યવહારનય, વિચિત્ર (અનેક) વર્ણમાળા સમાન હોવાથી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એ રીતે પોતપોતાના સમયમાં બન્ને નો કાર્યકારી છે; કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. (જેનાથી તરાય તે તીર્થ છે; એવો વ્યવહારધર્મ છે. પાર થવું તે વ્યવહારધર્મનું ફળ છે; અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થફળ છે.) બીજી જગ્યાએ પણ કહ્યું છે કે “जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह। एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च।।” [ અર્થ:- આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ-વ્યવહારમાર્ગનો નાથ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ ) નો નાશ થઈ જશે. ] ભાવાર્થ- લોકમાં સોનાના સોળ વાલ પ્રસિદ્ધ છે. પંદર-વલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલિમાં રહે છે તેથી અશુદ્ધ કહેવાય છે; અને તાપ દેતાં દેતાં છેલ્લા તાપથી ઊતરે ત્યારે સોળ-વલું શુદ્ધ સુવર્ણ કહેવાય છે. જે જીવોને સોળ-વલા સોનાનું જ્ઞાન, શ્રદ્ધાન તથા પ્રાપ્તિ થઈ તેમને પંદર-વલા સુધીનું કાંઈ પ્રયોજનવાન નથી અને જેમને સોળ-વલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ નથી થઈ તેમને ત્યાં સુધી પંદરવલા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે આ જીવ નામનો પદાર્થ છે તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ-એ ત્રણે જેમને થઈ ગયાં તેમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનવાના (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઇ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિન-ગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે; અને જેમને શ્રદ્ધાન-શાન તો થયાં છે પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨ [ સમયસાર પ્રવચન (માતિની) उभयनयविरोधध्वंसिनि स्यात्पदाङ्के जिनवचसि रमन्ते ये स्वयं वान्तमोहाः। सपदि समयसारं ते परं ज्योतिरुच्चैरनवमनयपक्षाक्षुण्णमीक्षन्त एव।।४।। સાક્ષાત પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રતમહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. * વ્યવહારનયને કથંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડ અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઉલટો અશુભોપયોગમાં જ આવી, ભ્રષ્ટ થઈ, ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદિ ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુદ્ધનયનો વિષય જે સાક્ષાત્ શુદ્ધ આત્મા તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે-એવો સ્યાદ્વાદમતમાં શ્રી ગુરુઓનો ઉપદેશ છે. એ અર્થનું કલશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે: શ્લોકાર્ધ - [૩મય ન–વિરોધ– ધ્વસિનિ] નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે; એ વિરોધને નાશ કરનારું [ચા–પર્વ i] “સ્યા” પદથી ચિલિત [ વિનવવસિ] જે જિન ભગવાનનું વચન (વાણી) તેમાં [ રે રમન્ત ] જે પુરુષો રમે છે (-પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે ) [ તેવું તે પુરુષો [સ્વયં] પોતાની મેળે (અન્ય કારણ વિના) [વાન્તમોદ:] મિથ્યાત્વકર્મના ઉદયનું વમન કરીને [૩ષ્ય: પરં જ્યોત્તિ: સમયસરં] આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને [સા]િ તુરંત [ક્ષત્તે ઈવ] દેખે જ છે. કેવો છે સમયસારરૂપ શુદ્ધ આત્મા? [ નવમૂ] નવીન * વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહાર કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, પરંતુ એમ સમજવું કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૫૩ (માનિની) व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थ चिचमत्कारमात्रं । परविरहितमन्तः पश्यतां नैष किञ्चित।।५।। ઉત્પન્ન થયો નથી, પહેલાં કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? [૩નય—પક્ષ-1@[+] સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિબંધ છે. ભાવાર્થ - જિનવચન (વાણી) સ્યાદ્વાદરૂપ છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે જેમ કે : જે સરૂપ હોય તે અસરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે–ત્યાં જિનવચન કથંચિત વિવેક્ષાથી સ-અસરૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધઅશુદ્ધરૂપ જે રીતે વિધમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જુઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-એ બે નયોમાં, પ્રયોજનવશ શુદ્ધદ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને તેને નિશ્ચય કર્યો છે અને અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિકનયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે.-આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે; અન્ય સર્વથા –એકાંતી સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી તોપણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યાદષ્ટિ છે. ૪. આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે. હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે, તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન (શાર્દૂનવિદ્રીડિત) एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णंज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ।।६।। શ્લોકાર્થ:- [ વ્યવદરન—નય: ] જે વ્યવહારનય છે તે [યદ્યપિ] જો કે [ F પ્રા—પવવ્યાં] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ) [ નિહિત–પવાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [હન્ત ] અરેરે! [દસ્તાવનમ્ન: ચાત્] હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [ત ્—અપિ] તોપણ [વિત્–ચમત્હાર-માત્ર પર-વિરતિ પરમં અર્થ અન્ત: પશ્યતાં] જે પુરુષો ચૈતન્યચમત્કારમાત્ર ૫૨દ્રવ્યભાવોથી રક્તિ (શુદ્ધનયના વિષયભૂત) ૫૨મ ‘અર્થ’ ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્દરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે. તેમને [[: ] એ વ્યવહા૨નય [બિગ્નિત્ ન] કાંઈપણ પ્રયોજનવાન નથી. ભાવાર્થ:- શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ઘનય કાંઈપણ પ્રયોજનકારી નથી.પ હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છેઃ શ્લોકાર્થ:- [અસ્ય આત્મન: ] આ આત્માને [યક્ જ્ઞજ્ઞ દ્રવ્યાન્તરેમ્ય: પૃથળ વર્શનમ્ ] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો ( શ્રદ્ધવો ) [yતત્ વ નિયમાત્સમ્ય વર્શનમ્ ] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા ? [ વ્યાપુ: ] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [ શુદ્ઘનયત: yત્વે નિયતસ્ય] શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [ પૂર્ણજ્ઞાન-ઘનĀ] પૂર્ણજ્ઞાનઘન છે. [7] વળી [તાવાન્ અયં આત્મા] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [તંત્] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[મામ્ નવ-તત્ત્વ-સન્તતિ મુત્ત્વા] આ નવતત્ત્વની પરિપાટીને છોડી, [ઝયમ્ આત્મા : અસ્તુ નઃ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.” ભાવાર્થ:- સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૫ ભાગ-૧ ] --શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે –સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જાદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયોમાં વ્યાસ, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાનો નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે –આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ? તેનું સમાધાનઃ-ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યકત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકત્વ થાય છે એમ સમજવું. ૬. હવે, ‘ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે' એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે: શ્લોકાર્ધ - [ મતઃ] ત્યાર બાદ [ શુદ્ધનય ગાયતં] શુદ્ધનયને આધીન [ પ્રત્યTળ્યોતિ:] જે ભિન્ન આત્મજ્યોતિ છે [તત ] તે [વાસ્તિ] પ્રગટ થાય છે [ ] કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ [ સમયસાર પ્રવચન (નુકુમ ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्। नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७।। જે [ નવ-તત્ત્વ-તત્વે-સ]િ નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [gā] પોતાના એકપણાને [ન મુખ્યતિ] છોડતી નથી. ભાવાર્થ- નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નંબર: પ્રવચન નંબર: ૨૯ ૩) ૩૧ ૩ર દિનાંક: ૨૯-૧૨-૭૫ ૩૦-૧૨-૭૫ ૩૧-૧૨-૭૫ ૧-૧-૭૬ ૩૩ ૩૪ ૩૫ - દિનાંક: ૨-૧૨-૭૬ ૩-૧૨-૭૬ ૪-૧૨-૭૬ અને ૫-૧-૭૬ ૩૬ : સમયસાર ગાથા ૧૨ નો ઉપોદ્ધાત : ગાથા ૧૧ માં એમ કહ્યું કે વ્યવહારનય અસત્યાર્થ છે અને નિશ્ચયનય સત્યાર્થ છે. આ આત્મા જે વસ્તુ છે તે દ્રવ્ય, ગુણ, પર્યાય એમ ત્રણે મળીને આખું સત્ છે. તેમાં અનંતગુણનો પિંડ તે દ્રવ્ય, ગુણ એટલે શક્તિ અને પર્યાય કહેતાં અવસ્થા. આ ત્રણે થઈને સનું પૂર્ણરૂપ છે એ ત્રણ થઈને એક સત્તાની અપેક્ષાએ બીજા પર પદાર્થોને અસત્ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્” તેમાં ઉત્પાદ-વ્યય તે પર્યાય છે, દ્રવ્ય (અને ગુણ) ત્રિકાળ છે. આ ત્રણ થઈને એક સત્ છે. તેની અપેક્ષાએ બીજા પર પદાર્થો અસત્ છે. આત્મા બીજામાં નહીં અને બીજા પદાર્થો આત્મામાં નહીં એ અપેક્ષાએ બીજા પદાર્થોને અસત્ કહી વ્યવહાર કહ્યો છે. હવે અહીં એમ કહે છે કે- દ્રવ્યઅનંતગુણોથી અભેદ એક વસ્તુ છે, એવું પર્યાય વિનાનું ત્રિકાળી ધ્રુવ અખંડ એક અભેદ પૂર્ણ દ્રવ્ય જે વસ્તુ તે સત્ છે અને તેની અપેક્ષાએ એક સમયની પર્યાય તે અસત્ છે. ત્યારે પ્રશ્ન એમ થાય છે કે પર્યાય જે છે તેને અસત્ કેમ કહી? તેનો ખુલાસો એમ છે કે પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરીને આમ કહેવામાં આવ્યું છે. પર્યાય પર્યાયપણે તો છે; એક દ્રવ્યમાં જેમ બીજી ચીજ સર્વથા નથી તેમ આ પર્યાય સર્વથા નથી એમ નથી. જેમ બીજી ચીજ આત્મામાં છે જ નહીં તેમ પર્યાયના સ્વરૂપનું ન સમજવું. પર્યાય પર્યાયપણે તો સત્ છે. પરંતુ ભગવાન પૂર્ણાનંદ-સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જે અખંડ એક જ્ઞાયકભાવમાત્ર પરમપરિણામિકસ્વભાવભાવરૂપ છે તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થાય છે. ધર્મ પ્રગટ કરવાનું આ પ્રયોજન સિદ્ધ કરવા ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને મુખ્ય કરીને તેને નિશ્ચય કહી સત્યાર્થ કહેલ છે. જ્યારે વર્તમાન પર્યાયના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ થતો નથી, પણ રાગાદિ વિકલ્પ થાય છે તેથી પર્યાયનો આશ્રય છોડાવવા તેને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહેલ છે. પર્યાયને ગૌણ કરીને એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮ [ સમયસાર પ્રવચન કે તેને પેટામાં રાખીને, દ્રવ્યમાં ભેળવીને નહીં; પર્યાય પર્યાયમાં છે એમ રાખીને એની મુખ્યતા ન કરતાં, તળેટીમાં રાખીને તેને અસત્યાર્થ કહેવામાં આવેલ છે. ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યકદર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે સમ્યકદર્શન પ્રગટ થતું નથી. આવા ભૂતાર્થ, અભેદ એકરૂપ દ્રવ્યમાં દષ્ટિ જાય-દષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યક્દર્શન થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આ તો હજુ સમ્યક્દર્શનની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે, ચારિત્ર તો ક્યાંય રહ્યું. આ કોઈ અલૌકિક અને અપૂર્વ ચીજ છે ભાઈ ! આ રીતે પર્યાયને ગૌણ કરીને ગાથા ૧૧માં કથંચિત અસત્ય કહી તો પર્યાય છે કે નહીં, એનું અસ્તિત્વ છે કે નહીં એનું ગાથા ૧૨ માં જ્ઞાન કરાવે છે. અનાદિકાળથી જીવને મિથ્યાત્વભાવના કારણે રાગનું વેદના અને રાગનો સ્વાદ હતો. તેને કોઈ પ્રકારે દષ્ટિનો વિષય જે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા એનું ભાન થતાં, એનો પ્રત્યક્ષ અનુભવ થતાં સમ્યગ્દર્શન સહિત અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ તો નિશ્ચય થયો. ત્યારે તે ધર્મની શરૂઆત થતાં સાધક બન્યો. આવા સાધક આત્માને પૂર્ણશુદ્ધતારૂપ પરમાત્મદશા પ્રાપ્ત ન થાય-સ્વનો પૂર્ણ આશ્રય ન થાય ત્યાં સુધી પર્યાયમાં ક્રમશઃ શુદ્ધિ વધે છે, અશુદ્ધિ ઘટે છે-એવું કાંઈ રહે છે કે નહીં? આમ વ્યવહારનું ૧૧ મી ગાથા પછી આ ૧૨ મી ગાથામાં સ્પષ્ટ જ્ઞાન કરાવે છે. પૂર્ણદશાને પ્રાપ્ત પરમાત્માને કાંઈક શુદ્ધતા અને કાંઈક અશુદ્ધતા એવું હોતું નથી. એને તો સંપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે એટલે વ્યવહાર હોતો નથી. પરંતુ નીચલી દશામાં એટલે કે જઘન્યદશાથી-સમ્યગ્દર્શનથી જે આગળ ચાલ્યો છે, એટલે કે શ્રદ્ધાથી આગળ જેને આત્મ-એકાગ્રતા ક્રમશઃ વધતી ચાલી છે, પણ પૂર્ણદશા-ઉત્કૃષ્ટદશા થઈ નથી એવા મધ્યમભાવને અનુભવતા સાધકને શુદ્ધતાની સાથે મહાવ્રત આદિના વિકલ્પો પણ છે તે જાણેલા પ્રયોજનવાન છે એમ હવે કહે છે. ગાથા ૧૨ની ઉત્થાનિકા: (પ્રવચન ) હવે “એ વ્યવહારનય પણ કોઈ કોઈને, કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી; તેથી તેનો ઉપદેશ છે.” ૧૧ મી ગાથામાં નિશ્ચયનય આશ્રય કરવાની અપેક્ષાએ આદરેલો પ્રયોજનવાન કહ્યો. હવે વ્યવહારનય પણ કોઈ કોઈને એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૫૯ કે જે જઘન્યપૂર્વક મધ્યમદશામાં વર્તે છે તેને સાધકદશાના કાળમાં પ્રયોજનવાન છે; અર્થાત્ સાધક-અવસ્થામાં શુદ્ધતાના અંશો પૂર્ણ નથી અને કાંઈક અશુદ્ધતા છે એને જાણેલી પ્રયોજનવાન છે. પર્યાયગત શુદ્ધતા-અશુદ્ધતા છે એ વ્યવહાર છે, એને જાણવું કે આટલું છે એનું નામ વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન છે; આદરેલો પ્રયોજનવાન છે એમ નથી. આદરેલો પ્રયોજનવાન તો એકમાત્ર ત્રિકાળી શુદ્ધ નિશ્ચય જ છે. ત્રિકાળી શુદ્ધ નિશ્ચયનો આશ્રય લઈને સમ્યગ્દર્શન, જ્ઞાન અને સ્વરૂપની સ્થિરતાના અંશરૂપ સ્વરૂપાચરણ થયું. પરંતુ સંપૂર્ણ નિર્વિકલ્પ વીતરાગદશા પ્રગટ ન થઈ હોય ત્યાંલગી સાધકદશામાં સાધકને મહાવ્રતાદિના વિકલ્પો છે, તે વ્યવહાર છે. તે સાધકઅવસ્થામાં જાણેલો પ્રયોજનવાન છે; આ એનો સાર છે. ‘વ્યવહારનય પણ પ્રયોજનવાન છે' તેની વ્યાખ્યા આ એક જ છે કે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. કથનશૈલી ગમે તે આવે પણ અર્થ તો આ જ છે કે ત્રિકાળી નિશ્ચય આદરેલો પ્રયોજનવાન છે અને આ રાગ જે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. ૧૧મી ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. તેની સાથે આ ૧૨મી ગાથામાં વ્યવહાર જોડયો છે. સાધકની પર્યાયમાં શુદ્ધતા સાથે મહાવ્રતના, અણુવ્રતના, ભક્તિ આદિના વિકલ્પો હોય છે, એ નથી એમ નહીં. ‘નથી' એમ કહ્યું હતું એ તો ગૌણ કરીને કહ્યું હતું. સાધકદશામાં જીવને કાંઈક શુદ્ધતા અને કાંઈક અશુદ્ધતા પર્યાયમાં છે. વ્રત, ભક્તિ આદિનો શુભરાગ છે. પણ એ શુભરાગ નિશ્ચયનું કારણ નથી, તેમ પર્યાયમાં રાગ નથી એમ પણ નહીં તે શુભરાગ આદિ જાણવા યોગ્ય છે એટલું જ; માટે તો કહે છે કે સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. જીઓ, જેમ પરદ્રવ્ય જીવમાં નથી, એમ રાગ પર્યાયમાં સર્વથા નથી એમ તો નથી. કચિત્ નથી અને કચિત્ છે; ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં નથી તે અપેક્ષાએ ‘નથી ’ અને એને જ વર્તમાનની અપેક્ષાએ ‘છે’ એમ કહે છે. એ ‘ છે’ તે જાણેલો પ્રયોજનવાન છે એમ કહે છે. ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન : ગાથા ૧૨ , ‘પરમનાવવશિમિ:' જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા છે તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા ) નો ઉપદેશ ( આજ્ઞા ) કરનાર શુદ્ઘનય જાણવા યોગ્ય છે. ' જીઓ, શુદ્ઘનયનો આશ્રય ( શુદ્ઘનયના વિષયનો આશ્રય )તો સમકિતીને હોય છે અહીં તો શુદ્ઘનય (કેવળજ્ઞાન થતાં) પૂર્ણ થઇ ગયો છે, તેનો આશ્રય કરવાનો હવે રહ્યો નથી એ અપેક્ષાએ અહીં વાત કરી છે. જે શુદ્ધનય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા એટલે કે જે સમકિતી થયા તથા પૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત થયા તથા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O [ સમયસાર પ્રવચન ચારિત્રની સંપૂર્ણ સ્થિરતાને પામ્યા તેમને તો શુદ્ધનયનો વિષય જે શુદ્ધ આત્મા તેનો આશ્રય કરવાનો રહ્યો નહીં. તેમને તો શુદ્ધનય જાણવા યોગ્ય છે એટલે કે એનું ફળ જે કૃતકૃત્યપણું આવ્યું તેનું કેવળજ્ઞાનમાં જાણપણું થયું. પૂર્ણ નિર્વિકલ્પદશા જેને થઈ ગઈ, તે તેને માત્ર જાણે છે, અધૂરી દશાનો રાગ તેને નથી તેથી વ્યવહાર પણ રહેતો નથી. એમ તો નિર્વિકલ્પ ધ્યાનમાં બે મોક્ષમાર્ગ કહ્યા છે. દ્રવ્યસંગ્રહ ગાથા ૪૭માં આવે છે- “વિટ્ટ મોવરવહેવું લાગે પરાદ્રિ નં મુળી મિયા” ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય એ નિશ્ચય મોક્ષમાર્ગ અને અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં બુદ્ધિપૂર્વક રાગ તો નથી પણ જે અબુદ્ધિપૂર્વક રાગ કહ્યો છે. એને આરોપિત કરી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો. આમ નિર્વિકલ્પ ધ્યાનમાં મુનિરાજને એકલો નિશ્ચય છે અને વ્યવહાર નથી એમ તો નથી. ત્યાં વ્યવહાર પણ કહ્યો છે અહીં તો ધ્યાનનું ફળ જે સંપૂર્ણ નિર્વિકલ્પતા થઈ છે એવા કેવળજ્ઞાનીને વ્યવહાર રહેતો નથી; કેમકે પૂર્ણ દશામાં કોઈ રાગ રહેતો નથી પણ સંપૂર્ણ વીતરાગતા છે. જે પૂર્ણ દશા થઈ એને માત્ર જાણે છે. વળી જે જીવો અપરમભાવે સ્થિત છે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.” સમ્યગ્દર્શન થયું છે, પણ સમ્યજ્ઞાન-ચારિત્ર પૂર્ણ થયાં નથી, સર્વજ્ઞતાની પ્રતીતિ થઈ છે પણ સર્વજ્ઞપદ પ્રગટ થયું નથી એવી સાધકદશામાં જે સ્થિત છે તેઓ વ્યવહાર શિતા: એટલે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. શબ્દ તો છે વ્યવહાશિત:, પણ એનો વાચ્યાર્થ તો એમ છે કે તે કાળે જેટલો કાંઈ વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે. પ્રતિસમય સાધકને શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છે. જે જે સમયની, જેટલી શુદ્ધતા-અશુદ્ધતા છે તેને જેમ છે તેમ તે તે સમયે જાણવી તે પ્રયોજનવાન છે. આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ છે, ભાઈ ! આ કાંઈ કથા-વાર્તા નથી. દિગંબર સંતો તો કેવળીના કેડાયો છે. કેવળીના પેટ ખોલીને વાત કરી છે. જુઓ, આ મુનિઓ આનંદમાં મસ્ત છે. તે દશામાં વિકલ્પ ઊઠે છે અને શાસ્ત્ર શાસ્ત્રના કારણે લખાઈ જાય છે. ત્યારે કહે છે કે શાસ્ત્ર લખવાનો વિકલ્પ તો છે કે નહીં ? પૂર્ણતા તો આ કાળે નથી, તેથી વિકલ્પ છે. અનેક પ્રકારના વિકલ્પના અંશો આવે છે. તે (વિકલ્પો) પાઠમાં તો એમ છે કે વ્યવદારસિદ્દા એટલે કે ઉપદેશ કરવા યોગ્ય છે. પણ એનો આશય એમ નથી. આ તો કથનશૈલી છે. એનો અર્થ તો પર્યાયમાં શુદ્ધતા સાથે જે કાંઈક અશુદ્ધતા પણ છે તેને જાણવી તે પ્રયોજનવાન છે. શું કહ્યું? જાણવું તે પ્રયોજનવાન છે. જાણીને શું કરવું? અશુદ્ધતા છોડવા યોગ્ય હેય છે એમ જાણી ત્રિકાળી ધ્રુવને ઉપાય કરી હય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૬૧ (રાગ) ને છોડવું. વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય છે, તે જે તે કાળે સાધકદશામાં જાણે તો પ્રયોજનવાન છે; ઉપાદેય તો માત્ર શુદ્ધ નિશ્ચય જ છે. વસ્તુ જે અખંડ એક જ્ઞાયકભાવ છે તે પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. એને કરવાનું કાંઈ છે નહીં. પણ એની દષ્ટિ કરનાર સાધકને જ્યાં સુધી પર્યાયમાં કૃતકૃત્ય પૂર્ણદશા પ્રગટ ન થાય ત્યાંસુધી સ્થિરતા કરવાની છે અને અસ્થિરતા છોડવાની છે. આ એને કરવાનું છે માટે તેને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે–એમ કહેવા માગે છે. જ્ઞાયકની દષ્ટિપૂર્વક પર્યાયમાં પરિપૂર્ણ કૃતકૃત્ય થઈ ગયેલ પરમાત્માને સ્થિરતા વધારવાનું અને અસ્થિરતા મટાડવાનું એવું કાંઈ રહેતું નથી માટે તેમને વ્યવહાર હોતો નથી. * ટીકા ઉપરનું પ્રવચન * લોકમાં સોળ-વલું સોનું પ્રસિદ્ધ છે. સોનું જ્યાંસુધી ચૌદ-વલું કે પંદર-વલું હોય છે ત્યાં સુધી તેમાં ચુરી આદિ મલિનતા અર્થાત્ અશુદ્ધતા હોય છે. તેવા અશુદ્ધ સોનાને અગ્નિની આંચ આપતાં આપતાં ક્રમે ક્રમે શુદ્ધ થઈ સંપૂર્ણ સોળ-વલું શુદ્ધ થઈ જાય છે. જેમને છેલ્લા પાકથી ઊતરેલું સોળ-વલું સોનું પ્રાપ્ત થઈ ગયું છે એમને તો ચૌદ-વલું, પંદર-વલું આદિ અશુદ્ધ દશાઓ જાણવા જેવી રહી નથી; પણ જેમને સોળ-વલા સોનાનું પ્રયોજન છે, પણ હજુ પ્રાપ્ત થયું નથી તેમને સોનાની ચૌદ-વલા અને પંદરવલાની દશાઓ જાણવી પ્રયોજનભૂત છે. સોળવલું સોનું પ્રાપ્ત થઈ ગયા પછી તેનાથી નીચેની દશાઓ જાણવાની રહેતી નથી. એ પ્રમાણે જે જીવને કેવળજ્ઞાનની પૂર્ણ દશા પ્રાપ્ત થઈ ગઈ છે એને તો ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરવાનો રહ્યો નથી, કારણ કે તેને શુદ્ધનય પૂર્ણ થઈ ગયો છે. આસ્રવ અધિકારમાં આવે છે કે કેવળજ્ઞાન પ્રગટ થતાં શુદ્ધનય પૂર્ણ થઈ જાય છે. તેથી જેણે પર્યાયમાં ઉત્કૃષ્ટ અચલિત અખંડ એકસ્વભાવરૂપ એક ભાવ પ્રગટ કર્યો છે અર્થાત્ પર્યાયમાં જેણે પૂર્ણદશા પ્રગટ કરી છે તેને તો શુદ્ધનય જ સૌથી ઉપરની એક ભૂમિકા સમાન હોવાથી પૂર્ણ છે; અને તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં જાણેલો પ્રયોજનવાન છે એટલે જે પૂર્ણદશા પ્રગટ થઈ ગઈ તેને બસ જાણે છે. એક બાજુ એમ કહે છે કે કેવળજ્ઞાનની પર્યાય પણ સદભૂત વ્યવહાર છે, અને અહીં એમ કહ્યું કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થઈ ગયો? એ તો કેવળજ્ઞાન થતાં શુદ્ધનયનો આશ્રય લેવાનો બાકી રહ્યો નહીં એ અપેક્ષાએ કથન છે. જ્યાં જે અપેક્ષાથી કથન કર્યું હોય તે અપેક્ષા બરાબર સમજવી જોઈએ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨ [ સમયસાર પ્રવચન હવે કહે છે... પરંતુ જે પુરુષો પ્રથમ, દ્વિતીય આદિ અનેક પાકોની પરંપરાથી પથ્યમાન અશુદ્ધ સુવર્ણ સમાન અનુત્કૃષ્ટ મધ્યમભાવને અનુભવે છે-એટલે કે જેઓને નિજ શુદ્ધાત્માની દષ્ટિપૂર્વક સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, કાંઈક ચારિત્ર પણ પ્રગટ થયું છે, પણ પૂર્ણ ચારિત્ર તથા કેવળજ્ઞાન નથી તેથી મધ્યમભાવ વર્તે છે-એવા પુરુષોને અશુદ્ધ દ્રવ્યને કહેનારો હોવાથી જેણે જુદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાયા છે એવો વ્યવહારનય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. અહીં દ્રવ્યને અશુદ્ધ કહ્યું એનો આશય એમ છે કે (૧) પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા નથી તેથી રાગાદિ અશુદ્ધતા પણ છે અને (૨) પર્યાયગત અશુદ્ધતા સ્વયં દ્રવ્યની છે, પરને લઈને અશુદ્ધતા કે શુદ્ધતા થઈ છે એમ નથી. જાદા જુદા એક એક ભાવસ્વરૂપ અનેક ભાવો દેખાડયા છે એટલે પહેલા સમયે જે શુદ્ધિ પ્રગટી તે કરતાં બીજા સમયે વિશેષ, ત્રીજા સમયે એનાથીય વિશેષ એમ વધતી જાય છે અને સાથે સાથે અશુદ્ધિ પ્રતિસમય ક્રમશ: ઘટતી જાય છે. આ પ્રમાણે શુદ્ધતા-અશુદ્ધતાના અંશો અનેક પ્રકારના છે એ દેખાડનાર વ્યવહાર તે તે કાળે સાધકદશામાં જાણેલો પ્રયોજનવાન છે. દષ્ટિનો વિષય જે આત્મા ત્રિકાળ ધ્રુવ એકરૂપ શુદ્ધ છે તે નિશ્ચય છે, સત્યાર્થ છે. તેની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહીને ગાથા ૧૧માં અસત્યાર્થ કહી છે. પરંતુ અહીં તેનું અસ્તિપણું સ્થાપે છે. વ્યવહારનયથી દષ્ટિએ વ્યવહારનય અને એનો વિષય છે. એટલે શું? જેમ અશુદ્ધ સોનાને અગ્નિની આંચ આપતાં સોનું સંપૂર્ણ સોળવલું શુદ્ધ ન થાય ત્યાં સુધી અનેક રંગભેદ ઉત્પન્ન થાય છે, તેમ આત્મામાં પૂર્ણ વીતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી તેની અવસ્થાઓ જે ભિન્ન ભિન્ન શુદ્ધતાઅશુદ્ધતાના અંશો સહિત હોય છે-તે વ્યવહાર છે તે જાણવા યોગ્ય છે, આદરવા યોગ્ય નહીં. ત્રિકાળી શુદ્ધ નિશ્ચય એ એક જ આદરણીય છે. બન્ને આદરણીય હોય તો બે નય ન થાય. તેથી ત્રિકાળી ધ્રુવ સસ્વરૂપ એ આદરણીય છે એમ જાણવું અને વ્યવહારનય હેય છે એમ જાણવું એ પ્રયોજનવાન છે. ભાઈ ! આ તો અંતરનો માર્ગ ઊંડા રહસ્યથી ભરેલો છે. એને સમજવા માટે ઘણી પાત્રતા અને હોંશ કેળવવી જોઈએ. નિયમસારમાં કહ્યું છે કે સંવર, નિર્જરા, મોક્ષની પર્યાય એક સમયની છે, નાશવાન છે, તેથી હેય છે. પણ અહીં તો એમ કહ્યું કે પર્યાય ભલે નાશવાન અને ય છે, પણ એ જાણવા લાયક છે. એ વ્યવહારનયનો વિષય છે. નય છે તો એનો વિષય પણ છે. નિશ્ચયના કાળમાં નિશ્ચયને ઉપાદેય જાણવો એટલે કે દ્રવ્યને અભેદ અનુભવવું તે કાર્યકારી છે. તેમ વ્યવહારના કાળમાં વ્યવહારને હેયપણે જાણવો એ પ્રયોજનભૂત છે. આ પ્રમાણે બન્ને નયો કાર્યકારી સમજવા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૬૩ હવે એનું કારણ આપે છે-કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. જેનાથી તરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષમાર્ગની પર્યાય છે તે તીર્થ છે કેમકે એનાથી તરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતાસ્વરૂપ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે. એનાથી સંસાર તરાય છે. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. એ પર્યાય છે ને ? તેથી તેને વ્યવહારધર્મ કહ્યો છે. શુભરાગ એ વ્યવહા૨ધર્મ એ વાત અહીં નથી. ત્રિકાળી દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે નિશ્ચય. તેની અપેક્ષાએ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે. કહે છે કે જો વ્યવહારનય ન હોય તો તેના વિષયભૂત તીર્થ અને તીર્થનું ફળ ક્યાં ગયું? પર્યાય ક્યાં ગઈ ? તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, પાર થવું તે તીર્થનું ફળ છે. પૂર્ણ કેવળજ્ઞાન પામવું એ મોક્ષમાર્ગનું ફળ છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે ને? પર્યાયને ન માનો તો મોક્ષમાર્ગ રહેતો નથી, અને મોક્ષમાર્ગનું ફળ જે કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતાં નથી, કેમકે એ પર્યાય છે. પર્યાય છે તે વ્યવહાર છે. માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી. વ્યવહારધર્મ તે તરવાનો ઉપાય છે તેથી કોઈ અહીં એમ કહે કે પુણ્યભાવ જે શુભરાગ તે વડે તરાય છે તો તેની વાત જૂઠી છે. શુભરાગ એ તો બંધનું કારણ છે, એ તો અસદ્ભૂત વ્યવહાર છે. અહીં તો સદ્ભૂત વ્યવહારની વાત છે. ત્રિકાળી જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટે તે સદ્દભૂતવ્યવહાર છે, તે મોક્ષમાર્ગ છે, અને તેનું ફળ જે કેવળજ્ઞાન એ સદ્દભૂત પૂર્ણદશા થઈ તે છે. બીજી જગ્યાએ કહ્યું કેઃ 66 जइ जिणमयं एवज्जह ता मा ववहारणिच्छए मुयह । एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्चं ।। આચાર્ય કહે છે કે હે ભવ્ય જીવો! જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહા૨ અને નિશ્ચય- એ બન્ને નયોને ન છોડો; કારણ કે વ્યવહારનય વિના તો તીર્થં–વ્યવહા૨માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વ (વસ્તુ) નો નાશ થઈ જશે. જિનમતને એટલે કે વીતરાગ અભિપ્રાયને પ્રવર્તાવવા ઈચ્છતા હો તો વ્યવહાર અને નિશ્ચય બન્ને નયોને ન છોડો. વ્યવહાર નથી એમ ન કહો. વ્યવહાર છે. પણ ત્યાં ( ગાથા ૧૧માં) અસત્ય કહ્યો હતો ને? એ તો ત્રિકાળ ધ્રુવ નિશ્ચયની વિવક્ષામાં ગૌણ કરીને અસત્ય કહ્યો હતો. બાકી વ્યવહાર છે, મોક્ષનો માર્ગ છે. વ્યવહારનય ન માનો તો તીર્થનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ [ સમયસાર પ્રવચન નાશ થઈ જશે. ચોથું, પાંચમું, છઠ્ઠ આદિ ચૌદ ગુણસ્થાનો જે વ્યવહારનયના વિષય છે, તે છે મોક્ષનો ઉપાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તે (વ્યવહાર) છે. ચૌદ ગુણસ્થાન દ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં નથી એમ જ કહો તો તીર્થનો નાશ થઈ જશે. અને તેથી તીર્થનું ફળ જે મોક્ષ અને સિદ્ધપદ તેનો પણ અભાવ થઈ જશે. એમ થતાં જીવના સંસારી અને સિદ્ધ એવા જે બે ભાગ પડે છે એ વ્યવહાર પણ રહેશે નહી. બહુ ગંભીર અર્થ છે, ભાઈ ! ભાષા તો જાઓ. અહીં મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહ્યું અને વસ્તુ જે છે તેને તત્ત્વ કહ્યું છે. ત્રિકાળી ધ્રુવ ચૈતન્યઘન જે વસ્તુ તે નિશ્ચય છે. તે વસ્તુને જો ન માનો તો તત્ત્વનો નાશ થઈ જશે. અને તત્ત્વના અભાવમાં, તત્ત્વના આશ્રયે ઉત્પન્ન થતું જે મોક્ષમાર્ગરૂપ તીર્થ તે પણ રહેશે નહી. આમ નિશ્ચય વસ્તુને ન માનતાં તત્ત્વનો અને તીર્થનો બન્નેનો નાશ થઈ જશે માટે વસ્તુસ્વરૂપ જેવું છે તેવું યથાર્થ માનવું. જ્યાંસુધી પૂર્ણતા થઈ નથી ત્યાંસુધી નિશ્ચય અને વ્યવહાર બન્ને હોય છે. પૂર્ણતા થઈ ગઈ એટલે પોતે પોતમાં પૂર્ણ સ્થિર થઈ ગયો ત્યાં સઘળું પ્રયોજન સિદ્ધ થઈ ગયું પ્રમાણ થઈ ગયું, તીર્થફળ આવી ગયું. ભાઈ ! અશુભથી બચાવ શુભરાગ આવે ખરો, પણ એ કાંઈ મૂળમાર્ગ એટલે કે મોક્ષમાર્ગ નથી. ત્યારે કોઈ શુભરાગ અને તેનાં નિમિત્ત અરહંતાદિને મૂળથી ઉડાડ તો એમ પણ નથી. પ્રતિમા, મંદિર, વગેરે છે પણ એ શુભરાગનાં નિમિત્ત છે, એનો આશ્રય કરતાં ધર્મ નથી. ધર્મ તો એકમાત્ર ત્રિકાળી ચૈતન્યભગવાન પૂર્ણાનંદના આશ્રય વિના બીજી કોઈ રીતે ન થાય. વસ્તુ તો અખંડ પૂર્ણ કૃતકૃત્ય છે. કરવું એ પર્યાયમાં આવ્યું. મોક્ષમાર્ગ કરવો છે, થાય છે, એ વ્યવહાર થયો. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * લોકમાં સોળવલું સોનું પ્રસિદ્ધ છે; પંદરવા સુધી સોનામાં ચુરી, તાંબાનો ભાગ વગેરે રહે છે. એ સોનાને તાપ આપતાં પૂર્ણ શુદ્ધ થઈ જાય એને સોળવલું સોનું કહે છે. પંદરવલા સુધી સોનું અશુદ્ધ છે. જે જીવોને સોનાનાં પૂર્ણ જ્ઞાન, શ્રદ્ધાન અને પ્રાપ્તિ થઈ ગયાં તેમને પંદરવલાનું કાંઈ પ્રયોજન નથી. પૂર્ણ શુદ્ધ થઈ ગયું ને? અને જેમને સોળવલા શુદ્ધ સોનાની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી તેમને પંદરવલા સુધીનું સોનું જાણવા જેવું છે. એ જાણવું પ્રયોજનભૂત છે. એવી રીતે જીવ નામનો પદાર્થ છે તે પુદ્ગલના સંયોગથી પર્યાયમાં અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. ત્યાં જેમને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન જ્ઞાયકભાવમાત્ર જે ચૈતન્યસૂર્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૬૫ પૂર્ણસ્વરૂપ છે તેનાં શ્રદ્ધા, જ્ઞાન અને આચરણરૂપ પ્રાપ્તિ થઈને પૂર્ણદશા પ્રાપ્ત થઈ ગઈ છે એમને તો પુદ્ગલસંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધનય કાંઈ પ્રયોજનનો કે મતલબનો નથી, કેમકે અશુદ્ધતા છે જ નહી. પણ જ્યાં સુધી પૂર્ણ શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી જેટલું અશુદ્ધનયનું કથન છે તેટલું યથાપદવી જાણવા માટે પ્રયોજનવાન છે. કેટલાક લોકો આમાંથી એમ અર્થ કાઢે છે કે ૧૨મી ગાથામાં વ્યવહાર કરવો એમ કહ્યું છે. પણ ખરેખર એમ છે જ નહીં. અહીં તો જણાવ્યું છે કે એ કાળે આવો વ્યવહાર હોય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ છે, પણ પૂર્ણદશા થઈ નથી એને આવો વ્યવહાર વચ્ચે આવ્યા વિના રહેતો નથી. જ્યાંસુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાસિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાંસુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનો સાંભળવાં. આવો ભાવ સમ્યગ્દર્શન થવા પહેલાં હોય છે એની વાત છે. અહીં “યથાર્થ ઉપદેશ એના પર વજન છે. આમ જ્યાં ત્યાંથી કહે છે કે દાન કરો, વ્રત કરો, તો સમકિત થશે અને ધર્મ થશે તો એ જિનવચન નથી, યથાર્થ ઉપદેશ નથી. આ ઉપદેશ સાંભળવા લાયક નથી. જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે એમ કહ્યું છે. તથા આત્માવલોકન શાસ્ત્રમાં આવે છે કે- મુનિઓ વારંવાર (મુહુર્મુઠ્ઠ:) વીતરાગભાવનો ઉપદેશ આપે છે. એટલે નિમિત્ત, રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી શાકભાવનું લક્ષ કરો જેથી સમ્યગ્દર્શનાદિ વીતરાગતારૂપ ધર્મ થાય. આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમકે વીતરાગભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે. વળી જેમનાથી ઉપદેશ મળે એમ ન કહેતાં જેમનાથી યથાર્થ ઉપદેશ મળે એમ ભાષા વાપરી છે. એમાં પણ ભાવ છે. અહીં ઉપદેશ સંભળાવનાર ગુરુ પણ વીતરાગી સપુરુષ જ હોવા જોઈએ. જ્યાં ત્યાં માથાં ફોડે તો મિથ્યાત્વની જ પુષ્ટિ થાય છે. તેથી યથાર્થ ઉપદેશદાતાનો પણ નિર્ણય કરવાની જવાબદારી છે. જે પુરુષના વચનો વીતરાગતાની પુષ્ટિ કરે તેમનાં જ વચનો સાંભળવા યોગ્ય છે. એવા સપુરુષ પણ શોધી કાઢવા પડશે. શ્રીમદે કહ્યું છે ને કે “સપુરુષને શોધ”. ઉપદેશ અને ઉપદેશક બન્ને વીતરાગતાનાં પોષક હોવાં જોઈએ. જુઓ, નિમિત્ત પણ યથાયોગ્ય હોય છે. વીતરાગનાં વચનો તો એવાં હોય છે કે તે એકદમ આત્માનો આશ્રય કરાવી પરનો આશ્રય છોડાવે છે. જિનવચનો સાંભળવાં, ગુરુનાં વચનો સાંભળવા એ છે તો શુભ વિકલ્પ. પણ જે તે કાળે આવો વિકલ્પ હોય છે. અહીં સમ્યગ્દર્શન પામવા માટે જિનવચન સાંભળવું એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬ [ સમયસાર પ્રવચન કહ્યું, પણ તે સાંભળવામાત્રથી જ સમ્યગ્દર્શન થાય છે એમ નથી. ૧૧ મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થના આશ્રયે એટલે ત્રિકાળી ધ્રુવ નિજ જ્ઞાયકભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે, સાંભળવાથી નહીં, નિમિત્તથી નહીં. અરેરે! ક્ષણે ક્ષણે નિમિત્તના અને રાગના પ્રેમમાં આ અનાકુળસ્વભાવી આત્માનો આનંદ લૂંટાઈ જાય છે! મોક્ષમાર્ગપ્રકાશકના આઠમા અધિકારમાં આવે છે કે – હવે મિથ્યાદષ્ટિ જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમનો ઉપકાર કરવો એ જ ઉત્તમ ઉપકાર છે શ્રી તીર્થંકરગણધરાદિ પણ એવો જ ઉપકાર કરે છે, માટે આ શાસ્ત્રમાં પણ તેમના જ ઉપદેશાનુસાર ઉપદેશ આપીએ છીએ.' એક બાજુ એમ કહે કે કોઈ, કોઈ અન્યનો ઉપકાર કરી શકતું નથી અને અહીં મોક્ષમાર્ગનો ઉપદેશ આપી ઉપકાર કરવાનું કહ્યું છે તે કેવી રીતે છે? અરે ભાઈ! આ તો નિમિત્તની અપેક્ષાથી કથન છે. જ્યારે યથાયોગ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવું હોય ત્યારે આવા કથનો આવે છે. જેમ હરણની નાભિમાં કસ્તુરી છે એની એને કિંમત નથી. એમ ભગવાન આત્મા આનંદનું દળ છે. પોતાના અનંત સામર્થ્યની અજ્ઞાનીને કિંમત નથી. એની શક્તિઓ એટલે ગુણો-જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા વગે૨ે છે. આ શક્તિઓનું માપ નથી. જે સ્વભાવ હોય એનું માપ શું? અમાપ જ્ઞાન, અમાપ દર્શન, અમાપ સ્વચ્છતા એમ અનંત શક્તિઓ ભરેલી છે. પોતે પૂર્ણ ઈશ્વર છે. આવો ભગવાન પૂર્ણ આનંદસ્વરૂપ છે. એમાં જાને! એમાં પ્રવેશી ઊંડો ઊતરી જાને ! સમ્યગ્દર્શન પામતા પહેલાં આવો એનો વ્યવહાર (ભાવ) હોય છે. નિશ્ચય પ્રગટે તેને એ વ્યવહાર કહેવાય છે, અન્યથા નહીં. ત્રિકાળી, ધ્રુવ દ્રવ્યના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે એવાં જિનવચન તે સાંભળે છે. સાંભળવાથી સમકિત થાય એમ નહીં પણ સમકિતસન્મુખ જીવને આવા જ જિનવચનના ઉપદેશનું નિમિત્ત હોય છે. અહા ! જીવ પોતે મિથ્યાશ્રદ્ધાન વડે અનંત અનંત જન્મ મરણ કરી અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી કહ્યો છે. કષાયની મંદતાથી ધર્મ થાય, નિમિત્ત સારું હોય તો પોતાનું કાર્ય થાય, જ્ઞાનનો ક્ષયોપશમ વિશેષ હોય તો આત્મદર્શન થાય વગેરે અનેક શલ્યો સંસાર વધવાના કારણ છે. એ સઘળા મિથ્યાશ્રદ્ધાનને દૂર કરી જન્મ-મરણનો અંત કરાવનારાં જિનવચનો તે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે તેમની પાસે બરાબર સાંભળે છે. આગળ કળશ ૪ માં આવે છે કે ‘બિનવસિ મન્ડે,' આવો અર્થ કળશ ટીકાકારે કર્યો છે કે- ભાઈ! વાણી તો જડ પુદ્દગલ છે. તે જડમાં રમવું તે શું? તો જિનવચનમાં તો ભગવાન પૂર્ણાનંદનો નાથ ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તેને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૬૭ પકડીને ૨મે એટલે તેમાં એકાગ્રતા કરે એમ વાત કહી છે. પર્યાય, રાગ કે નિમિત્ત તે ઉપાદેય નથી. વળી જિનવચનો તો નિશ્ચય અને વ્યવહાર બન્ને છે. બન્ને માં રમવું તે શું? તો કહે છે બંને ઉપાદેય હોઈ શકે જ નહી. પણ દિવ્યધ્વનિ એ જે શુદ્ધ જીવ વસ્તુને ઉપાદેય કહી છે તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે-પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે. વળી કેવું છે જિનવચન ? તો નિશ્ચય અને વ્યવહાર બંનેના વિરોધને મટાડનારું છે. નિશ્ચય અને વ્યવહાર બન્ને જિનવચનો છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારને પરસ્પર વિષયનો વિરોધ છે. તથા નિશ્ચયનું ફળ મોક્ષ અને વ્યવહારનું ફળ સંસાર છે. હસ્તાવલંબ જાણી જિનવચનમાં વ્યવહારનો ઘણો ઉપદેશ છે, પણ તેનું ફળ સંસાર કહ્યું છે. તો બંનેમાં રમેશી રીતે? જિનવચનમાં પ્રયોજનવશ વ્યવહારને ગૌણ કરી તથા નિશ્ચયને મુખ્ય કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે. તે એકમાં જ એકાગ્ર થવું એને ૨મવું એમ કહ્યું છે અને તે જ યથાર્થ ઉપદેશ છે. હવે કહે છે–એ જિનવચનો સાંભળીને ધારણ કરવાં, ધારી રાખવાં, એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખવાં એમ નહીં. ૧૪મી ગાથામાં આવે છે કે આત્મા અબદ્ધ, અસ્પૃષ્ટ, આદિ પાંચ ભાવવાળો છે; ત્યાં શિષ્ય પૂછે છે કે –‘આ અબદ્ધ, અસ્પૃષ્ટ આદિ ભાવવાળા આત્માનો અનુભવ કેમ થઈ શકે? આનો અર્થ એમ કે શિષ્યે પ્રથમ ધારી રાખ્યું હતું કે આત્મા અબદ્ધ અપૃષ્ટ આદિ સ્વભાવવાળો છે તથા એને ઓળખી અનુભવ કરતાં જિનશાસન છે. તેથી તો એને પ્રશ્ન થયો કે આવા આત્માનો અનુભવ કેમ થઈ શકે? ત્યાં આચાર્યેખુલાસો કર્યો છે કે ભાઈ! રાગ છે, પુણ્ય છે, પર્યાય છે. પણ એ બદ્ધ–પૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ છે, કાયમ રહે એવી ચીજ નથી તેથી અનુભવ થઈ શકે છે. આમ જિજ્ઞાસુ પાત્ર જીવ સમકિત થતા પહેલાં ઉપદેશ બરાબર ધારી રાખતો હોય છે તેની અહીં વાત કરી છે. આગળ કહે છે- તથા જિનવચનોને કહેનારા શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબનાં દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. અહીં જિનવચનોને કહેનાર જિનગુરુની ભક્તિ વગેરેનો ભાવ સમકિત થયા પહેલાં આવે છે એની વાત કરી છે. પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિના ફળમાં સમ્યગ્દર્શન થાય કે નહીં? ના. સમવસરણમાં ત્રણલોકના નાથ બિરાજમાન હોય છે, તેમની ભક્તિ અનંતવા૨ કરી. અરે! એની ભક્તિના ભાવથી સમ્યક્ત્વ ન પમાય એ તો ઠીક, એની ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો આખો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮ [ સમયસાર પ્રવચન સંસારી ઉખાડી નાખે, ભવના અંત આવે અને મોક્ષની તૈયારી થાય એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે. વળી જિનબિંબના દર્શનનો પણ ભાવ હોય છે. સમોસરણમાં વીતરાગ અરિહંત પરમાત્મા હોય છે. એવી જ વીતરાગી મૂર્તિ હોય એને જિનબિંબ કહીએ. અન્ય આભૂષણાદિયુક્ત મૂર્તિ તે જિનબિંબ નથી. ભગવાન તો નગ્ન-દિગંબર વીતરાગસ્વરૂપ હોય છે. તેવી જ નગ્ન-દિગંબર વીતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. આવા જિનબિંબના દર્શન, ભક્તિ, પૂજા ઈત્યાદિ બાહ્ય વ્યવહાર પ્રવર્તનનો ભાવ સમકિત થયા પહેલાં હોય છે પણ એનાથી નિશ્ચય સમકિત થાય નહીં. નિશ્ચય સમ્યકત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે. વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભભાવોની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે એમ આશય નથી પણ સમ્યગ્દર્શન થતાં પહેલાં આવા શુભભાવો હોય છે એમ સિદ્ધ કર્યું છે. હવે જેમને શ્રદ્ધા-જ્ઞાન તો થયાં છે, પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી એવા જીવને પૂર્વકથિત ભાવો જેવા કે જિનવચનો સાંભળવા, ધારવા, ગુરુભક્તિ, જિનબિંબદર્શન ઈત્યાદિ હોય છે. ખરેખર તો સમ્યગ્દર્શન થયા પછી જ ઉક્ત ભાવો વ્યવહાર નામને પામે છે. સમ્યગ્દષ્ટિને જ સાચા નય-નિક્ષેપ હોય છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિને નય-નિક્ષેપ હોતા નથી. અજ્ઞાનીના શુભભાવો તો વ્યવહારાભાસ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન થયા પછી જ્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી આવા ભાવો હોય છે, પણ આવા ભાવોથી નિશ્ચય પામ-એમ નથી. આ તો આવા શુભ વિકલ્પો હોય છે તેમ દર્શાવવું છે. વળી પારદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુતિ, પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, અને એ રીતે પ્રવર્તનારાઓની સંગતિ કરવી ઈત્યાદિ ભાવો હોય છે. અહીં આલંબન છોડવા માટે એમ કહ્યું છે. પરદ્રવ્ય તો છૂટા પડયા છે, છોડવાના ક્યાં છે? પરદ્રવ્યનું આલંબન છોડવા માટે એટલે તેના તરફનું લક્ષ છોડવા માટે એમ સમજવું. તીવ્ર કષાયના ભાવની નિવૃત્તિ અર્થે આવા અણુવ્રત-મહાવ્રતાદિના શુભ વિકલ્પ હોય છે. પરદ્રવ્યનું ગ્રહવું અને છોડવું એ તો આત્માને છે જ નહીં. ખરેખર તો આત્માએ રાગનો નાશ કર્યો એક કહેવું એ પણ કથનના માત્ર છે. રાગનો નાશ કરવો એ એના સ્વરૂપમાં છે જ નહીં. એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે ત્યારે રાગ ઉત્પન્ન થતો નથી. એને રાગનો નાશ ર્યો એમ વ્યવહારથી કહેવાય છે. જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો ઈત્યાદિ શુભ વિકલ્પનો ભાષાએષણા આદિ સમિતિના પાલનનો વ્યવહાર હોય છે. અશુભથી બચવા મન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૬૯ વચન-કાયાના શુભયોગરૂપ પ્રવૃત્તિ હોય છે. અરહંતાદિ પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન તથા એ રીતે પ્રવર્તનારાઓની સંગતિનો શુભભાવ હોય છે. તથા વિશેષ જાણવા માટે શાસ્ત્રોના અભ્યાસ કરવાનો પણ ભાવ હોય છે. કળશટીકામાં ૧૩ મા કળશમાં કહ્યું છે કે –“કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન ) નથી.” સાંભળવાનો, વાંચવાનો, શાસ્ત્રના અભ્યાસનો, ઉપદેશ આદિનો વિકલ્પ આવે, પણ તે વડે શુદ્ધતા વધે છે એમ નથી. આ શુભભાવો આવે છે એમ પ્રવર્તવું એનો અર્થ એ કે એને યથાસ્થિત જાણવા. આઠમી ગાથામાં આવે છે કે -જ્યારે વ્યવહા૨-૫રમાર્થના માર્ગ પર સભ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો ‘ આત્મા' શબ્દ કહેનાર પોતે જ વ્યવહા૨માર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે” એમ ભેદ પાડીને સમજાવે છે. વ્યવહારમાં આવીને સમજાવે છે કે દર્શન-જ્ઞાનચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. આવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. પણ વ્યવહારનયના ઉપદેશમાં એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. વળી એમ પણ ન સમજવું કે શુભભાવ કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે. પરંતુ એમ સમજવું કે સાધકની અવસ્થામાં ભૂમિકાનુસાર આવા શુભભાવો આવ્યા વિના રહેતા નથી. વ્યવહારનયને કંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. ૧૧ મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે ને? એ તો ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. શું શુભભાવ આદિ નથી? છે. અહીં અસદ્દભૂત વ્યવહારની વાત છે. તેને અસત્યાર્થ કહ્યો છે તેથી કોઈ તેને સર્વથા અસત્યાર્થ માનીને છોડી દે, શુભોપયોગરૂપ વ્યવહા૨ને જૂઠો જાણીને છોડી દે, અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી તો પોતે અશુભોપયોગમાં આવી જશે, નીચે ઊતરી જશે. હિંસા, જૂઠ આદિ તથા ભોગ આદિ અશુભમાં ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વચ્છંદે પ્રવર્તશે તો નરકાદિ ગતિને અને પરંપરાએ નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ પરિભ્રમણ કરશે. શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય અને વ્યવહારને છોડે એ તો બરાબર છે. ખરેખર તો શુદ્ધોપયોગરૂપ વીતરાગદશા થઈ જાય ત્યાં વ્યવહાર સ્વયં છૂટી જાય છે, છોડવો પડતો નથી. જ્યાં સુધી શુદ્ઘનયનો આશ્રય રહે છે ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ નથી એટલે કે કેવળજ્ઞાન નથી. ત્યાં સુધી વ્યવહાર આવે તે જાણેલો પ્રયોજનવાન છે. નીચલી દશામાં આવો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭) [ સમયસાર પ્રવચન વ્યવહાર હોય છે એવો સ્યાદ્વાદમતમાં ગુરુઓનો ઉપદેશ છે. વ્યવહારને કથંચિત અસત્યાર્થ કહ્યો પણ તે માર્ગમાં આવ્યા વિના રહેતો નથી; તેમ વ્યવહારથી નિશ્ચય થાય એમ પણ નથી. આવો ગુરુઓનો ઉપદેશ છે તે યથાર્થ અવધારવો. હવે એ અર્થનું (ચોથા) કળશરૂપ કાવ્ય ટીકાકાર કહે છે: * કળશ -૪ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સમયનયવિરોધધ્વસિનિ'- નિશ્ચય અને વ્યવહાર એ બે નયને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. નિશ્ચયનયનો વિષય અભેદ છે, વ્યવહારનયનો વિષય ભેદ છે. બે વિરુદ્ધ થયા ને? નિશ્ચયનય પૂર્ણાનંદસ્વરૂપ એક અખંડ અભેદ આત્માને વિષય બનાવે છે, અને વ્યવહારનય વર્તમાન પર્યાય, રાગ આદિ ભેદને વિષય બનાવે છે. આમ બન્નેના વિષયમાં ફેર છે. નિશ્ચયનો વિષય દ્રવ્ય છે, વ્યવહારનો વિષય પર્યાય છે. એટલે બે નયોને પરસ્પર વિરોધ છે. આ નયોના વિરોધને નાશ કરનાર ચાત્પા' –એટલે સ્યાપદથી ચિહ્નિત જિનવચન છે. “સ્યાત્' એટલે કથંચિત અર્થાત્ કોઈ એક અપેક્ષાએ. જિનવચનમાં પ્રયોજનવશ દ્રવ્યાર્થિકનયને મુખ્ય કરીને એને નિશ્ચય કર્યું છે. અને પર્યાયાર્થિક વા અશુદ્ધદ્રવ્યાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. પર્યાય જે અશુદ્ધતા છે તે દ્રવ્યની જ અશુદ્ધતા છે તેથી પર્યાયાર્થિકનયને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યો છે. જુઓ, ત્રિકાળ, ધ્રુવ અખંડ એક જ્ઞાયકભાવને મુખ્ય કરી નિશ્ચય કહીને સત્યાર્થ કહે છે અને પર્યાયને ગૌણ કરીને વ્યવહાર કહી અસત્યાર્થ કહે છે. આમ, જિનવચન સ્યાપદ વડે બન્ને નયોના વિરોધ મટાડે છે. કળશટીકાકારે અર્થ કર્યો છે કે – જિનવાણીમાં –દિવ્યધ્વનિમાં ત્રિકાળ શુદ્ધ જીવવસ્તુ ચૈતન્યમૂર્તિ ઉપાદેય કહી છે. એમાં સ્યાસ્પદ આવી જાય છે. આવા સ્યાદ્વાદમુદ્રિત જિનવચનમાં જે પુરુષો રમે છેઃ “વિનવવસિ રમન્ત શે' અહીં જિનવચનમાં રમવું એનો અર્થ એમ છે કે જિનવાણીમાં જે શુદ્ધ જીવવસ્તુ જ્ઞાયકભાવ ઉપાદેય કહ્યો છે તેમાં સાવધાનપણે એકાગ્ર થવું, તે જ્ઞાયકભાવનું પ્રત્યક્ષ વેદન કરવું. જીવને રાગનું અને વિકારનું વદન તો અનાદિથી છે અને તે વડ એ દુઃખી છે. હવે એ દુઃખથી છોડાવવા વિકારની -રાગની પર્યાયને ગૌણકરી એટલે એના પરથી લક્ષ હઠાવી લઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક, અખંડ, જે જ્ઞાયકભાવ તેમાં દષ્ટિ કરી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો, તેમાં એકાગ્રતા અને સ્થિરતા કરવી. આ જ સુખનો માર્ગ છે. એટલે જે પુરુષો જિનવચનમાં રમે છે અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયકભાવને ઉપાદેય કરી પ્રચુર પ્રીતિ સહિત તેમાં એકાગ્રતાનો વારંવાર અભ્યાસ કરે છે, તે સ્વયં વાંતમોદ:' અહાહા ! તે પુરુષો પોતાની મેળે, અન્ય કારણ વિના મિથ્યાત્વકર્મનું વમન કરે છે. તેમને મિથ્યાત્વભાવ રહેતો નથી, ઊડી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૭૧ શું ભાષા વાપરી છે! “વાન્તમોદી:' એટલે મિથ્યાત્વનું વમન થઈ જાય છે એટલે હવે તે ફરીને આવશે નહીં. આવો જ ભાવ ગાથા ૩૮ની ટીકાના અંતમાં આવે છે. કે –“નિજ રસથી જ મોહને ઉખાડીને, ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.' પ્રવચનસારની ગાથા ૯૨ ની ટીકામાં પણ કહ્યું છે કે- “અને તે (બહિર્મોહદષ્ટિ) તો આગમકૌશલ્ય તથા આત્મજ્ઞાન વડે હણાઈ ગઈ હોવાથી હવે મને ફરીથી ઉત્પન્ન થવાની નથી. એટલે કે આત્માના અંતર અભ્યાસ વડે જે મિથ્યાત્વનો નાશ થયો છે તે ફરીથી થવાનો નથી. | નિયમસારમાં આવે છે કે બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જિનવાણીમાં પદ્ધતિ છે. તેમાં સ્વાદ સમજીને જે નિશ્ચયમાં રમે છે એટલે કે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દષ્ટિ કરી તેમાં રમણતા કરે છે તે મિથ્યાત્વનું વમન કરીને સર્વે: પરમ ળ્યોતિઃ સમયસર' આ અતિશયરૂપ પરમજ્યોતિ પ્રકાશમાન સમયસાર એટલે શુદ્ધાત્માને સાદ્રિ ક્ષત્તે પવ' તરત દેખે જ છે, એટલે તેનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. જેમાં એકાગ્ર થતાં પ્રત્યક્ષપણે વેદાય છે-જણાય છે એ શુદ્ધાત્મા કેવો છે? અનાદિ વસ્તુ છે, નવી નથી. પર્યાયમાં તો વેદના થતાં ભાન થયું પણ વસ્તુ તો અનાદિની છે. ‘નવમ્' એટલે (જ્ઞાયકભાવ) નવો ઉત્પન્ન થયો નથી, અનાદિ છે. પહેલાં કર્મથી આચ્છાદિત હતો એટલે કે પર્યાયબુદ્ધિથી રાગાદિની રુચિની આડમાં જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો હતો એ પ્રગટ વ્યક્તરૂપ થઈ ગયો. શક્તિરૂપે-સ્વભાવરૂપે તો હતો જ, પણ પર્યાય અને રાગાદિના પ્રેમમાં એ જણાતો ન હતો તે શુદ્ધ ચૈતન્યન સ્વભાવની રુચિ અને એકાગ્રતા થતાં વ્યક્તરૂપ પ્રગટ થઈ ગયો, જ્ઞાનમાં જણાઈ ગયો. વળી કેવો છે? “ઝનય–પક્ષકક્ષ ' એટલે સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી. વેદાંતાદિ કહે છે કે દ્રવ્ય એકાંત કૂટસ્થ છે, પરિણમનશીલ નથી. તો કેટલાક એકલી પર્યાયને જ માને છે. એટલે જે એમ માને છે કે એકાંત દ્રવ્ય જ છે, પર્યાય નથી તથા પર્યાય છે, દ્રવ્ય નથી તે બધા કુનયને માનનારા છે. તેમના કુનયોથી વસ્તુ ખંડિત થતી નથી, તે તો જેવી છે તેવી અક્ષુણ્ણ રહે છે. કોઈ આત્માને સર્વવ્યાપી કહે, કોઈ શરીરવ્યાપી કહે, ઈત્યાદિ એકાંત કુનયો છે. પરંતુ તે સઘળા કુનયોથી તે ખંડિત થતો નથી, એ તો નિબંધ છે. * કળશ ૪ ના ભાવાર્થ ઉપરનું પ્રવચન * જિનવચન એટલે વીતરાગદેવની વાણી સ્યાદ્વાદરૂપ છે. સ્યાત્ કહેતાં કોઈ એક અપેક્ષાએ, વાદ કહેતાં કથન, જિનવચન જે અપેક્ષાએ હોય તે અપેક્ષા બરાબર સમજવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ર [ સમયસાર પ્રવચન જોઈએ. હવે બે નયોમાં પરસ્પર વિષયનો વિરોધ છે. નિશ્ચયથી વ્યવહારને વિરોધ છે અને વ્યવહારથી નિશ્ચયને. તેથી બન્ને નય આદરણીય કેમ થઈ શકે? જેમકે દ્રવ્ય સત્ એ અસરૂપ ન હોય એમ લોકોને લાગે છે, પણ એમ નથી. સ્યાદ્વાદ તેનું સમાધાન કરી નાખે છે કે જે સ્વથી સત્ છે તે પરથી અસત્ છે. દ્રવ્યથી સત્ છે, પર્યાયથી અસત્ છે. વળી એક હોય તે અનેક કેમ હોય? તો કહે છે હોય. વસ્તુ તરીકે એક છે, પર્યાય તરીકે, ગુણભેદ તરીકે અનંત છે. નિત્ય હોય તે અનિત્ય કેમ હોય? તો કહે છે વસ્તુ કાયમ ટકનારી છે તે અપેક્ષાએ નિત્ય છે, અને બદલતી પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તેમ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ અભેદ છે, અને પર્યાય અને રાગની અપેક્ષાએ ભેદ છે. તથા શુદ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય? તો ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ શુદ્ધ છે, પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ છે. આ સ્યાદ્વાદ છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્ય શુદ્ધ છે તો પર્યાયમાં અશુદ્ધતા આવી કયાંથી? સમાધાન એમ છે કે પર્યાયમાં અશુદ્ધતાનો ધર્મ છે, એવી યોગ્યતા છે. અશુદ્ધતા કર્મને લઈને આવી નથી, અશુદ્ધતા પર્યાયનો ધર્મ છે. ઈત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે, જેમ સત્ હોય તે અસત્ ન હોય, એકમાં અનેક ન હોય, ઈત્યાદિ ત્યાં ભગવાન સર્વજ્ઞદેવની વાણી કથંચિત્ વિવક્ષાથી એટલે કોઈ અપેક્ષાએ કહેવાની શૈલીથી કથન કરીને બે નયો સિદ્ધ કરે છે તથા વસ્તુ સત્-અસરૂપ, એક-અનેકરૂપ, નિત્ય-અનિત્યરૂપ, ભેદ-અભેદરૂપ, શુદ્ધ-અશુદ્ધરૂપ જે રીતે વિધમાન-હ્યાત છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે આમ જિનવચન સ્યાદ્વાદ વડ વસ્તુને જેમ છે તેમ સિદ્ધ કરે છે, જાઠી કલ્પના કરતું નથી. વસ્તુમાં જે હોય એની વાત કરે છે, જે નથી એની વાત કરતું નથી. પહેલાં (અજ્ઞાન દશામાં) એમ નિર્ણય હતો કે હું રાગાદિસ્વરૂપજ (અશુદ્ધ ) છું. પછી સ્વભાવનું ભાન થતાં એમ નિર્ણય થયો કે “હું શુદ્ધ છું'. એ પર્યાયમાં “શુદ્ધ” નો અનુભવ થાય છે, નિર્ણય થાય છે. આમ સ્યાદ્વાદ વસ્તુ જે રીતે શુદ્ધ અશુદ્ધ આદિ છે તે રીતે અવિરોધપણે સાધે છે. હવે આત્માને સમ્યગ્દર્શન થાય એ પ્રયોજન છે. આ પ્રયોજન સાધવા માટે શુદ્ધ દ્રવ્યાર્થિકનયને એટલે શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરીને નિશ્ચય કહે છે. તથા અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપે પર્યાયાર્થિકનયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. દ્રવ્ય પર્યાયમાં અશુદ્ધપણે પરિણમેલું છે તેથી અશુદ્ધદ્રવ્ય કહ્યું છે. એટલે પ્રમાણનું જે દ્રવ્ય છે તે અશુદ્ધ છે. તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો એટલે પર્યાયાર્થિક નયનો વિષય છે. તેને ગૌણ કરી વ્યવહાર કહે છે. (નિશ્ચયની દષ્ટિમાં ) વ્યવહારનું સ્વરૂપ જ અભાવરૂપ છે, અને નિશ્ચયનું સ્વરૂપ ભાવ છે. એટલે અશુદ્ધદ્રવ્યાર્થિકનયને ગૌણ કરી, પેટામાં રાખી વ્યવહાર કહ્યો છે. હવે વ્યવહાર ઉપરથી દષ્ટિ હઠાવી લઈ, જે પુરુષ પોતાની દષ્ટિ, જિનવાણીમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૭૩ ઉપાદેય કહી છે જે શુદ્ધ જીવવસ્તુ ત્રિકાળી જ્ઞાયકભાવ તેમાં સ્થાપીને અભ્યાસ કરી રમે છે (એટલે તેમાં એકાગ્ર થઈ ક્રિડા કરે છે, તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. તેને શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. વસ્તુ તો શુદ્ધ છે, પણ તેની દષ્ટિ કરતાં “શુદ્ધ છે” એવો અનુભવ યથાર્થ થાય છે. અહો ! ભારતના લોકોનાં મહાભાગ્ય છે કે કેવળીના વિરહ ભુલાવે એવું આ સમયસાર શાસ્ત્ર રચાઈ ગયું છે. વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે, ભાઈ ! એના યથાર્થ જ્ઞાન વિના શ્રદ્ધા થાય નહીં. અને યથાર્થ શ્રદ્ધા વિના સમ્યગ્દર્શનાદિ અનુભવ થાય નહી. લોકો બહારથી હો-હી કરે, પ્રભાવના કરે અને એમાં ધર્મ માને પણ પ્રભાવના તે બહાર થતી હશે કે અંદર પર્યાયમાં? પ્રભાવના પોતાનું લક્ષ કરતાં પોતાની પર્યાયમાં થાય છે. પુરુષ શબ્દનો અર્થ આત્મા સમજવો. રમણ શબ્દના બે અર્થ છે. રમણ કરે છે એટલે આક્રમે છે. પરમ અધ્યાત્મતરંગિણીમાં ‘રમન્ત' એટલે ક્રિીડા કરે છે, વસ્તુમાં એકાગ્ર થઈને ક્રીડા કરે છે એમ લીધું છે. જ્ઞાની બહાર ક્રિીડા કરવા જતા નથી. આમ તો આત્મા, આત્મા કહેનારા ઘણા છે. વેદાંતાદિવાળા બહુ કહે છે કે અમને આત્માનો અનુભવ છે, સાક્ષાત્કાર છે. પણ એ બધી ઠેકાણા વગરની વાતો છે. જિનવચનમાં વસ્તુને મુખ્ય-ગૌણ કરીને સિદ્ધ કરી છે. વસ્તુ વિદ્યમાન છે, તેમાં, જિનવાણીમાં કહેલાં ત્રિકાળ સ્વભાવમાં દષ્ટિ કરતાં જે શુદ્ધ છે તે (યથાર્થપણે) શુદ્ધને પામે છે. પરંતુ સર્વથા એકાંત કહેનારા સાંખ્ય, બૌદ્ધ, વેદાંતાદિ વસ્તુની સ્થિતિને નહીં જાણનાર આત્માને પ્રાપ્ત કરતા નથી, એટલે કે તેમને શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી. કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. વેદાંત એક જ ધર્મને ગ્રહણ કરી સર્વથા નિત્ય છે એમ કહે છે, ને બૌદ્ધ અનેક કહે છે. એમ વસ્તુની અસત્ય કલ્પના કરે છે, તેથી અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યા દષ્ટિ છે. પરંતુ વસ્તુ જેવી છે તેવી મર્યાદા જાણનારી દષ્ટિ જ સમ્યક છે. આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા ) કહી. હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી, શુદ્ધનયને મુખ્ય કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધનયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના ભેદવાળી શ્રદ્ધાને સમ્યકત્વ કહ્યું છે. અહીં જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમકિત થાય છે એમ કહે છે. હવે ૧૩ મી ગાથાની શરૂઆત કરતા પહેલાં એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે ત્યાં પહેલા શ્લોકમાં એમ કહેશે કે –વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યોએટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ [ સમયસાર પ્રવચન જાણેલો પ્રયોજનવાન કહ્યો, તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી. એટલે કે વ્યવહારનય કાંઈ કાર્યકારી નથી. જાણવાની અપેક્ષાએ પ્રયોજનવાન કહ્યો પણ ત્યાં લક્ષ રાખવું એમ નથી. અંતરમાં ચૈતન્યમાં જવું, ત્યાં વ્યવહાર કાંઈ રહેતો નથી. * કળશ ૫ - શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વ્યવદરનિય:' જે વ્યવહારનય છે તે “યદ્યતિ' જો કે “ફર પ્રાવ–પદ્રવ્યો' જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાંસુધી પહેલી પદવીમાં નિહિત– પવાના' જેમણે પગ માંડલો છે એવા પુરુષોને ‘દુન્ત' અરેરે! “દસ્તાવનંવ ચાત્ ' હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. શું કહ્યું? પહેલી પદવીમાં એટલે જે ત્રિકાળ શુદ્ધ અખંડ એક ચૈતન્યભાવ તેની દષ્ટિ થતાં સમ્યગ્દર્શન થયું, તેનો અનુભવ થયો પણ પૂર્ણ ચારિત્ર અને પૂર્ણજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી એવી દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાના અંશોરૂપ વ્યવહાર હોય છે. ગુણસ્થાન આદિ વ્યવહારનય (નિશ્ચય દષ્ટિમાં) અભૂતાર્થ એટલે આશ્રય કરવા લાયક નહીં હોવા છતાં આત્માનો અનુભવ થયા પછી પણ એ વ્યવહાર હોય છે. તેને હસ્તાવલંબ તુલ્ય કહી જાણેલો પ્રયોજનવાન છે. બસ, આટલી વાત છે. હસ્તાવલંબન તુલ્ય કહ્યો ને? એટલે જેમ માણસ નિસરણી ઉપર ચઢે છે ત્યારે નિસરણીના કઠેડા ઉપર હાથનો ટેકો લઈ ચઢે છે. ત્યાં હસ્તાવલંબન માત્ર નિમિત્ત છે. (ચઢે છે તો પોતે), તેમ અહીં જીવ પણ આત્માનો જે શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવ તેના આશ્રયે ચઢે છે, પણ પૂર્ણતા ન થાય ત્યાં લગી અપૂર્ણતા છે. તે પર્યાયગત અપૂર્ણતાના ભેદોને યથાસ્થિત જાણવા તે હસ્તાવલંબ સમાન છે. તે નિમિત્ત છે. (પૂર્ણતા તો શુદ્ધ' નો પૂર્ણ આશ્રય થતાં થશે.). બનારસીદાસે હસ્તાવલંબનો અર્થ એમ કર્યો છે કે જેમ કોઈ પહાડ ઉપરથી પડતો હોય તેનો હાથ મજબુત પકડી પડતો રોકી રાખે. આ નિમિત્તનું કથન છે. પરમઅધ્યાત્મતરંગિણીમાં એવો ભાવ પ્રગટ કર્યો છે કે – “ખેદ છે કે આવો ભાવ આવે છે. અમારું ચાલે તો વ્યવહારનો આશ્રય ન લઈએ, પણ શું થાય? અપૂર્ણતા છે એટલે આવ્યા વગર રહેતો નથી.' કળશ-ટીકાકારે એમ અર્થ કર્યો છે કે “જો કે વ્યવહારનય હસ્તાવલંબ છે, તોપણ કાંઈ નથી, “નોંધ( જ્ઞાન, સમજ ) કરતાં જૂઠો છે. સમ્યગ્દર્શન થયા પહેલાં જે વ્યવહારની વાત ૧૨મી ગાથાના ભાવાર્થમાં હતી એ વ્યવહાર યથાર્થ નથી. નિમિત્ત, રાગ અને પર્યાયની અપેક્ષા વિના સીધા દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ સમ્યગ્દષ્ટિને પૂર્ણતા થઈ ન હોવાથી રાગાંશ આવ્યા વિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૭૫ રહેતો નથી. આત્મા (ગુરુની સહાય વિના) સીધો પોતાને જાણે છે. અનુભવે છે, ગુરુના આશ્રયે તો નહીં, પણ ગુરુએ જે દેશના કરી અને તેથી જે પરલક્ષી જ્ઞાન થયું તે (પરલક્ષી) જ્ઞાનના આશ્રયે પણ સમ્યગ્દર્શન થતું નથી. શુદ્ધ જ્ઞાયકભાવ-જે છઠ્ઠી ગાથામાં પ્રમત્ત-અપ્રમત્તદશા રહિત કહ્યો છે અને ૧૧મી ગાથામાં જે એકને ભૂતાર્થ કહ્યો છે તે જ્ઞાયકભાવનો આશ્રય એ એક જ ઉપાય છે. એ ભૂતાર્થના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. શ્રીમદે કહ્યું છે ને કે- “એ દિવ્ય શક્તિમાન જેથી જંજિરેથી નીકળે.” ભગવાન દિવ્ય શક્તિમાન-અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત સ્વચ્છતા, ઈત્યાદિ શક્તિઓથી ભરેલો ભગવાન આત્મા જંદિરમાં એટલે કેદમાં છે તેમાંથી મુક્ત થાય. રાગની એકતા અને પરનું અવલંબન એ બધું કેદ છે. શું એના અવલંબને આત્માનું જ્ઞાન થાય? કદી ન થાય. ભગવાન આત્મા ચૈતન્યના તેજથી દિવ્યપણે બિરાજે છે. એને સીધો જ આશ્રય કરી વિશ્વાસમાં-પ્રતીતિમાં લેતાં જ્ઞાન થાય, ત્યારે તે દિવ્ય શક્તિમાન છે એમ જણાય. એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે-તમે ત્રિકાળી આત્માને કારણ-પરમાત્મા કેમ કહો છો? કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને? સમાધાનઃ- ત્રિકાળી આત્મા, કારણ-પરમાત્મા, કારણભગવાન, સ્વભાવભાવ, ભૂતાર્થભાવ, જ્ઞાયકભાવ એ બધું એકાર્યવાચક છે. એ કારણ તો કાર્ય આપે જ, પણ કોને? કે જેણે કારણ-પરમાત્માને માન્યો તેને. કારણ વસ્તુ તો છે જ, ચૈતન્યના તેજથી ભરપૂર અને અનંત અનંત શક્તિઓના સામર્થ્ય થી પરિપૂર્ણ ભરેલો ચૈતન્યસૂર્ય ભગવાન આત્મા પ્રકાશમાન તો છે જ, પણ કોને? કે જેને જ્ઞાનની પર્યાયમાં જણાયો તેને. પર્યાય જ્ઞાયકમાં ભળ્યા વિના, પર્યાય પર્યાયપણે રહીને જ્ઞાયકની પ્રતીતિ કરે છે. છઠ્ઠી ગાથામાં આવે છે ને કે “તે જ ( શાકભાવ) સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ” કહેવાય છે. જ્ઞાયકભાવ તો શુદ્ધ જ છે, પણ સ્વસમ્મુખ થઈને જે “શુદ્ધ' ની જ્ઞાન અને પ્રતીતિ કરે છે તેને તે “શુદ્ધ' છે એમ જણાય છે. અરે ખેદ છે કે જે છતી ચીજ છે એને નથી એમ કહે છે અને રાગ અને અલ્પજ્ઞ પર્યાય તે હું એમ જાણતો પોતાને કેદમાં નાખી દીધો છે! કળશટીકામાં (આ શ્લોકના અર્થમાં) અજ્ઞાનીને ભેદથી સમજાવવાની વાત લીધી છે. અજ્ઞાનીને ગુણ-ગુણીના ભેદરૂપ કથન દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવે છે. જેમકે જીવનું લક્ષણ ચેતના એમ કહીને આત્મા સમજાવે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ [ સમયસાર પ્રવચન વ્યવહારનય હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે તોપણ “મિત્કારમાત્ર પરવિરહિત પરમ્ અર્થ અન્ત: પશ્યતાન' જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર, પરદ્રવ્યોના ભાવોથી રહિત શુદ્ધનયના વિષયભૂત પરમ “અર્થ ને એટલે જ્ઞાયક પરમાત્માને અંતરંગમાં અવલોકે છે, પ્રત્યક્ષ તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રુપ લીન થઈને ચારિત્રભાવને પ્રાપ્ત કરે છે તેમને ‘UN:' એ વ્યવહારનય “વિચિત્ ' કાંઈ પણ પ્રયોજનવાન નથી, એટલે પછી તેમને વ્યવહાર હોતો નથી. આગળ ૪૧૫ ગાથાની ટીકામાં આવે છે કે- “અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમ બ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે,... .' તત્ત્વથી અને અર્થથી જાણીને એટલે તત્ત્વને જાણે ભલે, પણ અર્થ નામ પદાર્થ છે જે ત્રિકાળી ધ્રુવ એમાં ઠરે છે કે, તે મોક્ષને પ્રાપ્ત કરશે, તે પરમસુખરૂપ પરિણમશે, સુખરૂપ થઈ જશે. તત્ત્વ એટલે પદાર્થનો ભાવ, અર્થ એટલે પદાર્થ ભાવવાન. ભાવવાનને એના ભાવથી જાણીને તેના અર્થભૂત પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે તે આત્મા સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ હોવાને લીધે અનાકુળતાલક્ષણ એવા સૌખ્યરૂપે પોતે જ થઈ જશે. અહીં કળશમાં પરવિરહિત એટલે રાગાદિ પરભાવોથી ભિન્ન જે પરમ “અર્થ,” ચૈતન્યચમત્કારમાત્ર ધ્રુવ સ્વભાવભાવ-જ્ઞાયકભાવ પદાર્થ તેને અન્ત: પશ્યતા' –જેઓ અંતરંગમાં અવલોકે છે, તદ્રુપ લીન થઈને પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત થાય છે, પરમ સૌખ્યરૂપે પરિણમે છે તેમને કોઈ વ્યવહાર રહેતો નહીં હોવાથી વ્યવહાર પ્રયોજનવાન નથી એમ કહ્યું છે. કેટલાક લોકો વ્યવહાર કાર્યકારી છે” એનો અર્થ એમ કરે છે કે વ્યવહાર કામનો છે અને આદરવા જેવો છે. તેમનો એ અર્થ (સમજ) બરાબર નથી. વ્યવહાર કાર્યકારી છે એટલે જે તે કાળે વ્યવહાર હોય છે અને તે જાણવા લાયક છે. સાધકને (શુદ્ધનયનો) પૂર્ણ આશ્રય નથી, પણ આશ્રય શરૂ થઈ ગયો છે તે કાળમાં પર્યાયમાં આવો વ્યવહાર હોય છે, તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. કળશ ૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન: શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈપણ પ્રયોજનકારી નથી. જોયું? વ્યવહારનયને અશુદ્ધ કહ્યો, અશુદ્ધ શબ્દ વાપર્યો છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પોતે છે એ તો શુદ્ધનયનો વિષય છે. અને એનાં શ્રદ્ધા-જ્ઞાન થવા છતાં પૂર્ણતા નથી એને વચમાં વ્યવહાર આવે છે એને અશુદ્ધનયા કહ્યો છે. ૧૬મી ગાથામાં આવે છે કે દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય ઉપર લક્ષ જવું તે મેચક છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૭૭ મલિનતા છે, વ્યવહાર છે. અભેદમાંથી ભેદના લક્ષે જવું એ પણ મલિનતા છે. સાતમી ગાથામાં આવે છે કે આત્મામાં દર્શન, જ્ઞાનના ભેદ પડે છે એ અશુદ્ધનય છે. ત્રિકાળીની અપેક્ષાએ ભેદને અશુદ્ધ કહ્યો છે. અર્થકારે વિશેષ સ્પષ્ટ કરવા “અશુદ્ધ' શબ્દ વાપરીને વ્યવહારને અશુદ્ધનય કહ્યો અને ત્રિકાળીને શુદ્ધ કહ્યો છે. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે: * કળશ-૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ભાઈ ! આત્મા તો અનાદિ-અનંત સચ્ચિદાનંદસ્વરૂપ છે. તેનો નિર્ણય કર્યા વિના જીવ અનંતકાળથી ચોરાસી લાખ યોનિમાં જન્મ-મરણરૂપ પરિભ્રમણ વડે મહાદુઃખી છે. રાજા, રંક, દેવ વગેરે બધા દુઃખી છે. રાજા હો કે દેવ હો, હજુ પણ વસ્તુનું ભાન (જ્ઞાન-શ્રદ્ધાન) નહીં કરે તો કાગડા, કૂતરા, વગેરે અવતાર કરી દુઃખી થશે. મિથ્યાત્વનું સેવન કરનારા પ્રાયઃ તિર્યંચમાં જન્મવાના છે. મિથ્યાત્વ છે તે આડોડાઈ છે, વાસ્તવિક તત્ત્વથી વિપરીત શ્રદ્ધા છે. જુઓ, મનુષ્ય છે તે (સીધા) ઊભા છે, ત્યારે ગાય, ભેંસનાં શરીર આડાં છે. આડોડાઈ કરી તેથી આડા શરીરનો સંયોગ છે. શાસ્ત્રમાં મિથ્યાત્વીને પશુ કહ્યા છે. આ (છઠ્ઠા) કળશમાં દુઃખ ટળી સુખ કેમ પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શન કેમ પ્રાપ્ત થાય, એની વાત કરી છે. સમ્યગ્દર્શન એટલે સાચી પ્રતીતિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. શું કહે છે? “ મીત્મ:' આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને ‘યદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથવ દર્શનમ્' અન્ય દ્રવ્યોથી જાદો દેખવો (શ્રદ્ધવો), “તત gવ નિયમત સચદ્રર્શન' એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા (૧) સ્વદ્રવ્ય છે (૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે. અને (૩) રાગાદિ છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરા દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથક થઈને-ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગમાં ભેળવીને દેખવો એમ નહીં, એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યાત્વ છે. અહીં તો કહે છે કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સભ્યપ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. હવે કહે છે કેવો છે તે આત્મા? તો “વ્યાકુ:' એટલે પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. અહીં આત્મા છે તે પોતાના ગુણો જે જ્ઞાન, દર્શન, આનંદ વગેરે છે તે અનંત ગુણોમાં, તથા તે અનંત ગુણોની વર્તમાન અવસ્થાઓ –વિકારી કે અવિકારી – એમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ [ સમયસાર પ્રવચન વ્યાપનારો છે; આત્મા ૫૨માં વ્યાપેલો નથી એમ કહેવું છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપીને પોતાનું અસ્તિત્વ છે, ૫૨માં નહીં. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયથી વ્યાસ છે જે આત્મા, તે સમ્યગ્દર્શનનો વિષય નથી. અહીં તો આત્મા પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપે છે એટલું અસ્તિત્વ સિદ્ધ કરવું છે. વળી તે કેવો છે? ‘શુદ્ઘનયત: ત્વે નિયતત્ત્વ' શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્મા પોતાના જ્ઞાન, દર્શન, આદિ ગુણો અને પર્યાયોમાં વ્યાપનારો હોવા છતાં શુદ્ઘનયથી તેને એકપણામાં નિયત કરવામાં આવ્યો છે. જેમાં ગુણ–ગુણીના કે પર્યાયના ભેદો નથી એવો અભેદ એકરૂપ ત્રિકાળી આત્મા શુદ્ઘનય વડે બતાવવામાં આવ્યો છે. વળી તે કેવો છે? ‘ પૂર્ણ-જ્ઞાન-ધનસ્ય’ પૂર્ણજ્ઞાનઘન છે. જેમાં પર્યાય કે ભેદનો પ્રવેશ નથી એવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. અહીં જ્ઞાનગુણની પ્રધાનતાથી કથન છે. શુદ્ઘનય આત્મવસ્તુને ત્રિકાળ એકરૂપ અભેદ જ્ઞાયકમાત્ર ચૈતન્યઘનસ્વરૂપ દેખાડે છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે. ‘7' વળી ‘તાવાન્ અયં આત્મા' જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. પૂર્ણજ્ઞાનયન એકરૂપ જે આત્મા તેના આશ્રયે જે પ્રતીતિ-શ્રદ્ધા થઈ, સમ્યગ્દર્શન થયું તે આત્માનું પરિણામ છે તેથી જેટલું સમ્યગ્દર્શન છે તેટલો આત્મા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શનનું પરિણામ આત્માથી ભિન્ન નથી. હવે આચાર્ય પ્રાર્થના કરતાં કહે છે.- ‘મામ્ નવતત્ત્વ-સન્નતિ મુત્ત્વા' આ નવતત્ત્વની પરિપાટીને છોડીને ‘અયમ્ આત્મા : અસ્તુ ન:' આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. અહીં નવ તત્ત્વ કહ્યાં. તેમાં જીવ-અજીવ દ્રવ્યો છે. દયા દાનના પરિણામ પુણ્ય છે, તથા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપ છે. પુણ્ય અને પાપ બંને આસ્રવ છે. એ નવા કર્મ આવવાનું કારણ છે. તેને રોકનાર સંવર છે. વિશેષ શુદ્ધિ થાય તે નિર્જરા છે. તથા બંધ છે તે કર્મ બંધાવામાં નિમિત્ત છે. પરિપૂર્ણ શુદ્ધદશા થાય તે મોક્ષ છે. અહીં આચાર્ય કહે છે કે આ નવતત્ત્વની પરિપાટીને છોડીને શુદ્ઘનયનો વિષય જે ધ્રુવ આત્મા તે અમોને પ્રાપ્ત થાઓ, બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગી અવસ્થાની પ્રાર્થના છે. કોઈ નયપક્ષ નથી. નિશ્ચયનયનો એકનો પક્ષ છે અને બીજો પક્ષ છે જ નહીં એમ નથી. (એકલો નિશ્ચયનય જ છે અને વ્યવહારનય નથી એમ નથી) નિશ્ચયનો પક્ષ એકાંત કર્યા કરે તો મિથ્યાત્વ થશે. (વ્યવહા૨નય વિષયને જાણવામાં થી પણ કાઢી નાખે તો મિથ્યાત્વ થશે) અહીં તો રાગ અને ભેદ ૫૨ લક્ષ જતાં રાગ થાય છે માટે એક અભેદના અનુભવની, વીતરાગતાની પ્રાર્થના કરી છે. આ એક જ પ્રાપ્ત થાઓ એટલે રાગ અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૭૯ પર્યાયને ગૌણ કરી આ એકનો જ અનુભવ અમને હો, અમને પૂર્ણ વીતરાગતા થાઓ એમ પ્રાર્થના છે. * કળશ-૬ ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * ભગવાન આત્મામાં જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણો છે-શક્તિઓ છે. તેની વર્તમાન સ્વાભાવિક અવસ્થાઓ તથા કર્મના નિમિત્તથી થતા દયા, દાન આદિ વા હિંસા જૂઠ, આદિના ભાવો તે વિકારી અવસ્થાઓ છે. એ બધા પોતાના ગુણપર્યાયોરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો છે, પ્રસરેલો છે. આવો આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે શુદ્ઘનયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરાં દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતા જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા-પ્રતીતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ્યવહારનય, વસ્તુને ભેદરૂપ જોનારું જ્ઞાન, આત્માને અનેકરૂપ બતાવે છે. એ આત્માને ગુણભેદવાળો, પર્યાયવાળો, રાગવાળો, નવતત્ત્વવાળો એમ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે. પણ એ સાચું સમ્યગ્દર્શન નથી, કેમકે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે. ભગવાન આત્મા એકરૂપ ચૈતન્યસ્વરૂપ છે. એમાં નવતત્ત્વની શુદ્ધ-અશુદ્ધ પર્યાય ભેળવીને શ્રદ્ધા કરે તો તે વ્યવહાર સમિતિ છે, તે રાગ છે. તે યથાર્થ સમ્યગ્દર્શન નથી કેમકે ત્યાં વ્યભિચારનો દોષ આવે છે. એમાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. વ્યવહારથી નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં નિશ્ચય સમ્યગ્દર્શન હોવાનો નિયમ નથી. શુદ્ધનયની દે પહોંચતાં રાગ અને ભેદ દેખાતા નથી, પણ નિર્વિકલ્પ અનુભવ થાય છે, એકલો જ્ઞાયક ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા, જણાય છે. ત્યાં વ્યભિચાર નથી તેથી નિયમથી તે સમ્યગ્દર્શન છે. નવતત્ત્વની શ્રદ્ધા, જ્ઞાયદ્રવ્ય અને તેની વર્તમાન પર્યાય સહિત વસ્તુની શ્રદ્ધા એ બધું વ્યવહાર સમકિત છે એમ વ્યવહારનય સમતિના અનેક ભેદ પાડે છે. ત્યાં વ્યભિચાર છે તેથી તે યથાર્થ સમ્યગ્દર્શન નથી. ( શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે.) ક્વો છે શુદ્ઘનયનો વિષયભૂત તે આત્મા? પૂર્ણજ્ઞાનવન છે. જ્ઞાનનો પિંડ છે જેમાં શરીર, મન, વચન, કર્મનો તો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પરાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ઘનયની હદે પહોંચતાં આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞસ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. એ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮) [ સમયસાર પ્રવચન સમ્યગ્દર્શન પ્રગટયું તે આત્માનું જ પરિણામ છે, આત્માથી ભિન્ન નથી તેથી આત્મા જ છે, અન્ય કાંઈ નથી. હવે ઝીણો ન્યાય આવે છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ જ્ઞાનને દોરી જવું તે જાય છે. આ તો સર્વજ્ઞભગવાને કહેલા ન્યાય છે. અહીં એટલું વિશેષ જાણવું કે-નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ એટલે? જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય-ગુણ-પર્યાય બધાને જાણે તે શ્રુતજ્ઞાનપ્રમાણ કહેવાય. એ પ્રમાણનો એક ભાગ શુદ્ધનય છે. તે ત્રિકાળી શુદ્ધ ધ્રુવ આત્માને જાએ છે. તેનો બીજો ભાગ વ્યવહારનય છે. તે વર્તમાન પર્યાય, રાગાદિને જાણે છે. જે ધ્રુવ, નિત્યાનંદ જ્ઞાયકભાવ તેને જોનાર શ્રુતજ્ઞાનના અંશને શુદ્ધનય કહે છે. એ નય એકલા શુદ્ધ ત્રિકાળીને જુએ છે તેથી શુદ્ધનય કહેવાય છે. હવે શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. એમાં આત્મા પ્રત્યક્ષ ન દેખાય. જેમ કેવળજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય એમ શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ ન જણાય. શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે કારણ કે ત્યાં વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. વસ્તુ જે છે ભગવાન આત્મા એ તો અરૂપી છે, તેમાં રૂપ, રસ, ગંધ, વર્ણ નથી. તે તો અનંત ગુણોનો પિંડ ચૈતન્યઘન અરૂપી છે. એ વસ્તુને સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. પાંચમી ગાથામાં આવ્યું હતું ને કે આગમની ઉપાસનાથી નિજવિભવ પ્રગટયો છે. એટલે આગમના વચનોથી આત્મા પૂર્ણ શુદ્ધ વસ્તુ જાણી છે. ત્યાં આગમ કોને કહેવું? કે જે ત્રિકાળી આત્મા આનંદનો નાથ પ્રભુ પ્રગટ સર્વજ્ઞદશાને પ્રાપ્ત છે એની જે ૩ૐકાર દિવ્યધ્વનિ નીકળી તેને આગમ કહે છે. અજ્ઞાનીએ કહેલાં હોય તે આગમ નહીં. સર્વજ્ઞની વાણીને શાસ્ત્ર અથવા પરમાગમ કહેવાય છે. વસ્તુ પ્રત્યક્ષ જોઈને જાણેલી નથી પરંતુ સર્વજ્ઞના આગમથી જાણી છે કે આ જ્ઞાયક પૂર્ણ છે તે આ છે. શ્રુતજ્ઞાન પરોક્ષ કેમ છે તે સિદ્ધ કરે છે. સર્વજ્ઞના આગમથી લક્ષમાં આવ્યું કે વસ્તુ અખંડ આનંદરૂપ પૂર્ણ ચૈતન્યરૂપ છે. શ્રીમદે કહ્યું છે ને? “લક્ષ થવાને તેહનું, કહ્યાં શાસ્ત્ર સુખદાયી' ગુરુ પણ સર્વજ્ઞની વાણી અનુસાર શાસ્ત્ર કહે છે. નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે. તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો અંશ થયો. શ્રુતપ્રમાણ તે પરોક્ષ પ્રમાણ છે. તેથી આ શુદ્ધનય, સર્વ દ્રવ્યોથી જુદા, આત્માની સર્વ પર્યાયોમાં વ્યાસ, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. અહીં કેવળજ્ઞાન એટલે વ્યક્ત પર્યાય નહીં પણ એકલું જ્ઞાન, જ્ઞાન, ત્રિકાળ ધ્રુવ જ્ઞાન સમજવું. જેમ આત્મા ત્રિકાળધ્રુવ છે એમ એનો જ્ઞાનગુણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૮૧ ત્રિકાળધ્રુવ કેવળજ્ઞાનરૂપ છે. એ ગુણ મતિ, શ્રુત, અવધિ આદિ સર્વ પર્યાયોમાં વ્યાસ હોય છે. પૂરા દ્રવ્યમાં અને તેની બધી પર્યાયોમાં વ્યાસ હોય એવું જ ગુણનું સ્વરૂપ છે. જેમ સાકરનો મીઠાશ ગુણ સાકરના પૂરા ભાગમાં વ્યાપ્ત છે તેમ જ્ઞાનગુણ આત્માના પૂરા દ્રવ્યમાં અને તેની સર્વ પર્યાયોમાં વ્યાસ છે, અને તે લોકાલોકને જાણવાના સ્વભાવરૂપ છે. આ તો જ્ઞાનગુણ કેવડો છે તેના અનંત મહિમાની વાત છે. અહીં કહે છે- શુદ્વનય, સર્વ દ્રવ્યોથી જુદા, આત્માની સર્વ પર્યાયોમાં વ્યાસ, લોકાલોકને જાણવાનો જેનો સ્વભાવ છે એવા પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ અસાધારણ (અન્ય દ્રવ્યોમાં ન હોય તેવા ) ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. એટલે શુદ્ઘનયની દષ્ટિ વડે જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યપૂર્ણ ને દેખે છે, શ્રદ્ધે છે તેને સાચું સમ્યગ્દર્શન છે. વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળ ધ્રુવ જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. બાકી બધા દુ:ખના પંથે ચઢેલા છે. શાસ્ત્રોને જાણનારા જ્યાંસુધી જ્ઞાયકની દૃષ્ટિ ન કરે ત્યાંસુધી દુઃખના પંથમાં છે માર્ગ તો આ છે, ભાઈ ! જ્યાંસુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિ ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે, ત્યાંસુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવતત્ત્વોની પરિપાટીને છોડી, નયના ભેદો તથા પર્યાયના ભેદોનું લક્ષ છોડી, શુદ્ઘનયના વિષયભૂત એક અખંડ જ્ઞાયક આત્મા જ અમને પ્રાપ્ત થાઓ; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે. પર્યાયો નથી એમ નથી, પણ તે ગૌણ કરી તેમનું લક્ષ છોડવાની વાત છે. જો પર્યાય નથી એમ માનવા જશે તો મિથ્યાત્વ થશે. આ કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે- આત્મા ચૈતન્ય છે, જાણન, જાણનસ્વભાવી છે. આટલું ચૈતન્યરૂપ જ જ્ઞાનમાં અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહીં? આવી શ્રદ્ધાવાળાને આખો આત્મા હાથ લાગ્યો એમ કહેવાય કે નહી? સમાધાનઃ- આત્માને ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ માને છે. એમ ચાર્વાક મત ચૈતન્યને માનતો નથી. બીજા બધા આત્મા ચૈતન્યરૂપ છે એમ તો માને છે. જો આટલી શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો ઉપર કહેલા બધાને સમ્યગ્દર્શન સિદ્ધ થઈ જશે. જાણનાર, જાણનાર એમ નાસ્તિક સિવાય તો ઘણા આત્માને માને છે, તો તે બધાને સમ્યક્ત્વ સિદ્ધ થશે. પણ એમ નથી. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સ્વભાવ એટલે પોતાના અનંતગુણો, તેની અનંત પર્યાયો, અને બધા પ૨ને (લોકાલોકને ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨ [ સમયસાર પ્રવચન જાણે એવી એની શક્તિ છે. એવી સર્વજ્ઞશક્તિ જેમને પ્રગટ થઈ છે એવા સર્વજ્ઞ ભગવાને જેવો પૂર્ણ આત્મા જોયો તેવા પૂર્ણ આત્માનું સ્વરૂપ તેમની ઢંકાર દિવ્યધ્વનિમાં આવ્યું. તે આત્મા કેવો છે? તો પૂર્ણજ્ઞાનઘન છે. અહીં પૂર્ણ શબ્દ સૂચક છે. પૂર્ણ એટલે ત્રણકાળ ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણજ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. આવું સમ્યગ્દર્શન જીવે અનાદિથી અનંતકાળમાં પ્રગટ કર્યું નથી તેથી તેને ચાર–ગતિમાં માત્ર રખડવાનુ જ થયું છે. એથી અહીં કહે છે કે ભગવાન આત્માનું કોઈ અદભૂત સ્વરૂપ છે. તેનું પૂર્ણજ્ઞાન, પૂર્ણઆનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ આદિ અનેક (અનંત) પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. એની શાંતિની પર્યાયને કરે એવા કર્તા ગુણથી પૂર્ણ છે, એનું જે કાર્ય આનંદ આદિ થાય એવી કર્મશક્તિથી પૂર્ણ છે, જે સાધન થઈને નિર્મળદશા પ્રગટ થાય એવા સાધનગુણથી પૂર્ણ છે, જે નિર્મળતા આદિ પ્રગટે તે પોતે રાખે એવી સંપ્રદાનશક્તિથી પૂર્ણ છે, ઈત્યાદિ. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે. હવે (૭માં કળશમાં) શુદ્ધનયને આધીન એટલે આત્માના પૂર્ણસ્વરૂપને જોનારી જે દષ્ટિ તેને આધીન ભગવાન આત્મા પ્રગટ થાય છે. કેવો છે તે આત્મા? સમસ્ત પદ્રવ્યોથી ભિન્ન, ઝળહળ આત્મજ્યોતિ સ્વરૂપ છે, તે પ્રગટ થાય છે. * કળશ ૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અત:' ત્યારબાદ “શુદ્ધન–ગાયત્ત' શુદ્ધનયને આધીન, પવિત્ર દષ્ટિને આધીન ‘પ્રત્ય—ળ્યોતિ:' જે ભિન્ન આત્મજ્યોતિ છે તદ્' તે વાસ્તિ' પ્રગટ થાય છે. શુદ્ધનયને આધીન ભિન્ન આત્મજ્યોતિ અનુભવમાં આવે છે. કેવી છે તે આત્મજ્યોતિ? “નવ-તત્ત્વ-તત્વે પિ' કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં-જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ નવતત્ત્વમાં વ્યાપ્ત હોવા છતાં- “છત્વે' પોતાના એકપણાને ‘ન મુષ્યતિ' છોડતી નથી. નવમાં રહેલી દેખાતી હોવા છતાં પોતાના શુદ્ધજ્ઞાયકભાવપણે એકપણે જ રહે છે. જેમ કાશીઘાટનો લોટો હોય અને તેમાં પાણી ભર્યું હોય તો લોટા જેવો પાણીનો આકાર દેખાય છે, છતાં લોટાના અને પાણીના પોતપોતાના આકારો તદ્દન ભિન્ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૮૩ છે. તેમ ચિદાનંદજ્યોતિ, જ્ઞાનજળ ભગવાન આત્મા, જ્ઞાન જેનો આકાર છે એવો આત્મા દેહદેવળમાં રહેલો છે. તે દેહાકાર હોવા છતાં દેહના આકારથી તદ્દન જુદો છે. શરીર તો પુદ્ગલાકાર છે, ભગવાન આત્મા ચૈતન્ય-આકાર છે. બંને જુદ-જુદા છે. આત્માની એકે-એક શક્તિ પરિપૂર્ણ છે. એવી અનંત શક્તિઓનો પિંડ આત્મવસ્તુ પરિપૂર્ણ એકસ્વરૂપ છે. તે નવતત્ત્વોમાં રહેલો દેખાતો હોવા છતાં પોતાનું એકપણું છોડતો નથી. જ્ઞાયક છે તે રાગમાં છે, ષમાં છે એમ દેખાય, શુદ્ધતાના અંશમાં દેખાય, શુદ્ધતાની વૃદ્ધિ થાય એમાં દેખાય છતાં જ્ઞાનક ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. જેમ અગ્નિ લાકડું; છાણું ઈત્યાદિ આકારે ભેદપણે પરિણમેલો દેખાય છતાં અગ્નિ પોતાનું અગ્નિપણું-ઉષ્ણપણું છોડતો નથી, તે ઉષ્ણપણે જ કાયમ રહે છે. તેમ ભગવાન આત્મા નવતત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાય છતાં તે જ્ઞાયકપણાને છોડતો નથી, જ્ઞાયક, જ્ઞાયક જ્ઞાયક એક જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે. ભાઈ ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તે જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. સાકર અને સેકેરીન બન્નેમાં મીઠાશ છે. પણ સાકરના બહુ મોટા ગાંગડા કરતાં પણ બહુ અલ્પપ્રમાણ સેકેરીનમાં અનેકગણી મીઠાશ છે. તેથી વસ્તુનું કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા શરીરપ્રમાણ (શરીરપણે નહીં) હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાસ તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની-સામાન્યસ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. * કળશ ૭ ભાવાર્થ ઉપરનું પ્રવચન * નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. જેમ અગ્નિને છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ એમ કહેવાય, પણ અગ્નિ તો અગ્નિપણે છે. ભિન્ન ભિન્ન ઈધનના આકારે અગ્નિ થયેલો હોય એમ ભલે દેખાય પણ એ અગ્નિનો જ આકાર છે, લાકડા કે છાણા વગેરે ઈધનનો નથી. તેમ આત્મા જ્ઞાયકસ્વરૂપ પરને જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે જે પરિણમે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપ કાયમ રહીને પરિણમે છે. પરપણેઅજીવપણે, રાગપણે, દ્વેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઇને પરિણમે છે એમ નથી, જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪ [ સમયસાર પ્રવચન જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર-યાકારે જ્ઞાન થયું એમ કહેવાય, પણ તે જ્ઞાનપણું છોડીને જ્ઞયાકાર થઈ ગયું છે એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ તેનું જ્ઞાન જ્ઞય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરશયપણે થતું નથી એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્યસ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. હવે સૂત્રકાર ગાથામાં કહે છે કે ત્રિકાળી જ્ઞાયકભાવને, જ્ઞાયક, જ્ઞાયક... જ્ઞાયકસામાન્યને શુદ્ધનયથી જાણવો એ સમ્યગ્દર્શન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates જીવ-અજીવ અધિકાર ગાથા -૧૩ भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च। आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।। भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च। आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यकत्वम्।।१३।। એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છેઃ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યકત્વ છે. ૧૩. ગાથાર્થઃ- [ ભૂતાર્થેન માતા: ] ભૂતાર્થ નયથી જાણેલ [ નીવાનીવો] જીવ, અજીવ [૨] વળી [પુષ્પપાપં] પુષ્ય, પાપ [૨] તથા [સાભ્રવસંવરનિર્નર:] આસ્રવ, સંવર, નિર્જરા, [વશ્વ:] બંધ [૨] અને [ મોક્ષ: ] મોક્ષ [+]વર્તમ્] -એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. ટીકાઃ- આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનથી જાણે સમ્યગ્દર્શન જ છે. (-એ નિયમ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર)નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો- જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે- તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ [ સમયસાર પ્રવચન કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવરરૂપ થયા યોગ્ય (સવાર્ય) અને સંવર કરનાર( સંવારક)-એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે; કારણકે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજાં અજીવ છે). બાહ્ય (સ્થૂલ) દષ્ટિથી જોઈએ તો -જીવ-પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનાથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો – જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધારહિત છે. ભાવાર્થ- આ નવ તત્ત્વોમાં, શુદ્ધનય જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધપર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે; પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૮૭ (માલિની) चिरमिति नवतत्त्वच्छन्नमुन्नोयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरुपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે. અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ- [ તિ] આ રીતે [ વિરમ્ નવ-તત્ત્વછન્નમ્ રૂદ્રમ્ માત્મળ્યોતિ:] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [વમીનીનાપે નિમ નમ્ રૂવ] જેમ વર્ષોના સમૂહમાં છૂપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [ સન્નીયમાન ] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [૪થ ] માટે હવે હું ભવ્ય જીવો! [ સતતવિવિ$] હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [gv] એકરૂપ [ દશ્યતાન] દેખો. [પ્રતિપમ ઉદ્યોતમાનમ્] આ (જ્યોતિ), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાય એકરૂપ ચિચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે. ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો- એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮. ટીકા:- હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે ય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણે બે પ્રકારે છે–પરોક્ષ અને પ્રત્યક્ષ. 'ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. ( પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ ૧. ઉપાત્ત મેળવેલા. (ઈદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૨. અનુપાત્ત=અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ [ સમયસાર પ્રવચન પ્રકારનું છે- મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ્પ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, કમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નિક્ષેપ ચાર પ્રકારે છે- નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. “આ તે છે” એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું (-પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી ( વિલક્ષણરૂપે જુદા જુદા રૂપે) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ -નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે. ભાવાર્થ- આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષ છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે. પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૮૯ (માલિની) उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वङ्कषेऽस्मिन्ननुभवमुपयाते भाति न द्वैतमेव।।९।। થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે. એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ શ્લોકાર્થ- આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે –[ સ્મિન સર્વષે થાન્નિ અનુમવત્ ૩યાd] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ નિયશ્રી: ૨ ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [પ્રમાણે શસ્તમ્ તિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [કપિ ચ] અને [નિક્ષેપવમ્ સ્વતિ યાતિ, ન વિI:] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ શિન્ મારમ્ મિશ્ન:] આથી અધિક શું કહીએ? [āતમ્ વ ન માતિ] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. ભાવાર્થ- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે –પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી ? શુદ્ધ અનુભવ થતાં વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે. અહીં વિજ્ઞાનદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે- છેવટ પરમાર્થરૂપ તો અતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર:- તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં વૈત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯O [ સમયસાર પ્રવચન (૩૫નાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम्। विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोडभ्युदेति।।१०।। કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯. આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે: શ્લોકાર્ધ - [શુદ્ધનય: માત્મસ્વમવં પ્રાશયન ગમ્યુતિ] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [ પરમાવમિન્નમ ] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો–એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [માપૂર્ણ ] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે–સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી, તે [મારિ –મન્ત– વિમુp૫] આત્મસ્વભાવને આદિ-અંતથી રહિત પ્રગટ કરે છે. (અર્થાત્ કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને કયારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પરિણામિક ભાવને તે પ્રગટ કરે છે). વળી તે, [ ૧] આત્મસ્વભાવને એક-સર્વ ભેદભાવોથી (દ્વૈતભાવોથી) રહિત એકાકાર-પ્રગટ કરે છે, અને [ વિતીન – સકૃત્વ—વિરુત્વ–નાનં] જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને જ્ઞયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.) આવો શુદ્ધનય પ્રકાશરૂપ થાય છે. ૧૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નંબર: ૩૬ ૩૭ ૩૮ ૩૯ દિનાંક: ૫-૧-૭૬ ૬-૧-૭૬ ૭-૧-૭૬ ૮-૧-૭૬ પ્રવચન નંબર: ૪૦ ૪૧ ૪૨ દિનાંકઃ . ૯-૧-૭૬ ૧૦–૧-૭૬ અને ૧૧-૧-૭૬ સમયસાર શાસ્ત્ર, ગાથા ૧૩: મથાળું:- એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યક્ત્વ છે. એટલે કે ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક, જ્ઞાયક...જ્ઞાયકસામાન્યપણે જાણવો એનું નામ સમ્યગ્દર્શન છે એમ સૂત્રકાર ગાથા (૧૩) માં કહે છે. ગાથા-૧૩ * ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘મૂતાર્થન સમિાતા:’ ભૃતાર્થનયથી જાણેલ-એટલે કે છતી-વિધમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ ‘નીવા–નીવો' જીવ, અજીવ ‘~' વળી ‘મુખ્યપાવં’ પુણ્ય અને પાપ ‘7' તથા ‘આવસંવનિર્ઝરા:' આસવ, સંવર, નિર્જરા, ‘વન્ધ:’ બંધ ‘’ અને ‘ મોક્ષ: ' મોક્ષ ‘ સયવત્ત્વમ્'—એ નવતત્ત્વ સમ્યક્ત્વ છે. એટલે એ નવતત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર, જાણનાર જાણનારમાત્ર એકને જ દૃષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય. ભાઈ! આ તો અભ્યાસ હોય તો સમજાય એવું છે. મેટ્રિક, બી. એ., એલ. એલ. બી. વગેરે અભ્યાસમાં કેટલોય વખત ગાળે. સંસ્કૃતના અભ્યાસમાં વરસો ગાળે પણ એ કાંઈ કામ આવે નહીં. અહીં તો આત્મા જ્ઞાયકપણે જે ત્રિકાળ છે તેના સંસ્કાર નાખવા, અનુભવ કરવો એ અભ્યાસ સાર્થક છે. ગાથા-૧૩: ટીકા ઉ૫૨નું પ્રવચન આ જીવાદિ નવતત્ત્વો-જીવ, અજીવ, પુણ્ય, પાપ આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ છે. તેમાં જીવ અને અજીવ બે પદાર્થ છે. જીવ છે, શરીર, કર્મ આદિ અજીવ છે, કર્મના નિમિત્તના સંબંધમાં પુણ્ય-પાપ અને આસ્રવ અને બંધ થાય છે તથા સંવર, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ [ સમયસાર પ્રવચન નિર્જરા અને મોક્ષ નિમિત્તના (કર્મના) અભાવમાં થાય છે. પણ આ નવે તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયક, શાકભાવ જે પૂર્ણજ્ઞાનઘન છે એની દષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુને માનવા કે નવતત્ત્વને ભેદથી માનવા તે કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક અનેકાંત છે. અને ચારિત્ર? આત્મા અતીન્દ્રિય આનંદમૂર્તિ છે. એનું ભાન થઈને એમાં વિશેષ વિશેષ લીનતા-રમણતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે ચારિત્રદશા છે. પ્રથમ જેને સમ્યગ્દર્શન હોય તેને વિશેષ સ્થિરતા થાય તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન ન હોય અને પાધરા (સીધા) વ્રત લઈને બેસી જાય એ તો બધાં એકડા વિનાનાં મીંડાં છે. એ બધું મિથ્યાત્વની ભૂમિકા છે. આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યગ્દર્શન જ છે –એ નિયમ છે. જે નવતત્ત્વો છે તેમાં ત્રણલોકના નાથ ભગવાન આત્મા ચૈતન્યહીરલો બિરાજમાન છે. જેમ હીરાને અનેક પાસા છે તેમ આ ચૈતન્યહીરલાને ગુણરૂપ અનંત પાસા છે. એ અનંત પાસા (ગુણ) સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલા છે. આવી અનંતગુણમંડિત અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્યઘનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થનય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. અહીં શુદ્ધનયને ભૂતાર્થનય કહ્યો છે. અથવા ત્રિકાળી વસ્તુ એ જ શુદ્ધનય છે. આ વાત ૧૧મી ગાથામાં આવી ગઈ છે. અહાહા...! જેને જાણે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતીન્દ્રિય-આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય છે કારણ કેવું હોય? બાપુ! (એ સાધારણ ન હોય.) એ તો પૂર્ણ સ્વરૂપ છે જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદાની મૂળ રકમની વાત છે. ઘરાકનો હિસાબ કરે ત્યારે કહે–રકમનું વ્યાજ તો આપ્યું, પણ મૂળ રકમ? મૂળ રકમ તો લાવ. એમ અનાદિની પુણ્યની ક્રિયા કરીકરીને મરી ગયો, પણ મૂળ રકમ શું છે એ તો જો. મૂળ મુદ્દાની રકમ તો ચૈતન્યજ્યોત પૂર્ણજ્ઞાનઘન નવતત્ત્વમાં પર્યાયપણે પરિણમેલી દેખાવા છતાં જે જ્ઞાયકપણે એકરૂપ છે તે છે. એને જાણે, માન્ય સમ્યક કહેતાં સત્યદર્શન છે. જેવું એનું પૂર્ણ સત્ સ્વરૂપ છે તેવી જ તેની પ્રતીતિ થવી તેને સત્યદર્શન કહે છે.ભાઈ! ધર્મની શરૂઆત અહીંથી થાય છે. એના વિના લાખોકરોડોનાં દાન કરે, મંદિરો બનાવે કે ઉપવાસ કરીને મરી જાય તોપણ એ બધું થોથેથોથાં છે. તો શું એ બધું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૯૩ ન કરવું? કોણ કરે? મંદિરાદિ બધું એના કારણે થાય છે. (શુભભાવને કારણે નહીં) પણ એ શુભભાવ આવે છે, એ હોય છે, બસ એટલું જ. તથાપિ એ શુભભાવ તે ધર્મ નથી; એ તો સંસાર છે, રખડવાનો ભાવ છે. પુણ્ય પોતે રખડાઉ છે, એનાથી રખડવું કેમ મટે ? એ પુણ્યભાવ-શુભભાવ સંસાર છે. જેનું સ્વરૂપ કેવળી પણ પૂરું કહી શક્યા નહીં એવો તું કોણ અને કેવડો છું? ભાઈ, આ વાણી તો જડ છે એ ચૈતન્યનું સ્વરૂપ કેટલું કહે? એ અરૂપી ચૈતન્યઘન ભગવાન વાણીમાં કેટલો આવે? ઈશારા આવે, ભાઈ ! અહીં પૂર્ણજ્ઞાનઘન શબ્દ વાપરીને આચાર્ય એક ગુણ પૂર્ણ છે અને એવા અનંતગુણનો એકરૂપ પૂર્ણજ્ઞાનઘન પ્રભુ આત્મા છે એમ દર્શાવ્યું છે. એને જ્ઞાનમાં લઈને-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું મૂળ છે. જેમ મૂળ વિના, ડાળી ને પાંદડાં, ફળ આદિ હોતાં નથી તેમ સમ્યગ્દર્શનરૂપ મૂળ વિના ચારિત્ર કે વ્રત, તપ હોતા નથી. અહાહા..! જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે-તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવતત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણે જીવ-એક સમયની જીવની પર્યાય તે અહીં જીવ કહે છે; અજીવ-અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે; પુણ્ય-દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્યભાવ છે; પાપ-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ રળવા-કમાવાનો, દુકાન ચલાવવાનો, દવા-ઈન્જકશન દેવાનો ભાવ, તે પાપભાવ છે; એ પુણ્ય અને પાપ બન્ને ભાવ તે આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સૂવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસ્રવ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવાં (કર્મનાં) આવરણ આવે તે આસ્રવ છે; સંવર-આત્મા શુદ્ધસ્વરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે; નિર્જરા –સંવરપૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે; બંધ-દયા દાન આદિ જે વિકલ્પ ઊઠે તેમાં અટકવું તે બંધ છે; મોક્ષ વસ્તુ જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. કોઈને એમ થાય કે આ બધું શું છે? નવું નથી, બાપુ ! તને નવું લાગે છે. કેમકે તારી ચીજ એકરૂપ શું અને એ ચીજની આ દશાઓ શું એ કોઈ દિવસ તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૪ [ સમયસાર પ્રવચન સાંભળ્યું નથી. આ છે તો ઘરની વાત, પણ એણે પરઘરની જ આજસુધી માંડી છે. સંસારની વાતોમાં જાણે ડાહ્યાનો (ચતુરનો) દીકરો ! પણ અરેરે! ખેદ છે કે તું કોણ છું અને કેવડો છું એની ખબર નથી. હવે કહે છે- આ નવતત્ત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. લ્યો, જુઓ. નવતત્ત્વરૂપ ભેદોના વિકલ્પમાં રાગની આડમાં જે ત્રિકાળી એકરૂપ આત્મજ્યોતિ ઢંકાએલી છે તેને ભૂતાર્થનય વડે એકપણે પ્રગટ કરવામાં આવતાં, તેમાં એકમાં દષ્ટિ કરીને આત્મપ્રસિદ્ધિ જેનું લક્ષણ છે તે આત્માનુભૂતિ પ્રગટ થઈ જાય છે. નવતત્ત્વમાં આત્મા પ્રસિદ્ધ ના હતો, દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્યમૂર્તિ છે અને પર્યાય સહિત જતાં પ્રસિદ્ધ નહોતો થતો તે એકરૂપ ચૈતન્યને જોતાં ચૈતન્યનો પ્રકાશ આત્મખ્યાતિ પ્રસિદ્ધ થાય છે; પ્રાપ્ત થાય છે. નવના ભેદને જોતાં નવ ભેદ છે ખરા. (પહેલાં કહેવાઈ ગયું કે તીર્થની પ્રવૃત્તિ અર્થે તે ભેદો વ્યવહારથી કહેલા છે) પણ એ આશ્રય કરવા લાયક નથી, કેમકે નવતત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે, અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થન) એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે, આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. (તેથી ભૂતાર્થનયથી નવતત્ત્વને જાણવાથી સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો છે. ) હવે નવતત્ત્વ ઉપસ્થિત કેમ થયાં તે કહે છે. ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર–એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે. વિકારી થવા યોગ્ય એટલે જીવની પર્યાયમાં વિકાર થવા યોગ્ય છે. પર્યાયમાં વિકાર થવા યોગ્ય જીવની દશા છે. અને વિકાર કરનાર એટલે અહીં કર્મ જે નિમિત્ત છે અને વિકાર કરનાર છે એમ કહ્યું છે. વિકાર થવા યોગ્ય પર્યાય તો પોતાના ઉપાદાનથી થઈ છે, ઉપાદાનપણે કરનાર પોતે છે; એમાં કર્મનું નિમિત્ત છે. વિકારી થવા યોગ્ય એમ કહીને જીવની પર્યાયની લાયકાત બતાવી છે, દ્રવ્યસ્વભાવ તો એવો નથી વર્તમાન પર્યાય તે વિકાર થવા યોગ્ય અને એમાં કર્મ નિમિત્ત તે વિકાર કરનાર એ બન્ને પુણ્ય છે. વિકારી થવા યોગ્ય છે તે ભાવપુર્ણ અને કર્મનું જે નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય-એમ બન્ને પુણ્ય છે. એ જ પ્રમાણે વિકારી થવા યોગ્ય જે જીવની પર્યાય તે ભાવપાપ અને કર્મનું જે નિમિત્ત તે દ્રવ્યપાપ-એમ બન્ને પાપ છે. દ્રવ્યપાપએ, ભાવપાપ થવામાં નિમિત્ત છે. વસ્તુસ્વભાવ પોતે પુણ્ય-પાપને કરનાર નથી. શુભભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૧૯૫ થવા લાયક જીવ ( પર્યાય ) અને એનો કરનાર કર્મનો ઉદય તે અજીવ છે તેને દ્રવ્યપુણ્ય કહીએ. એવી રીતે હિંસા જૂઠ, ચોરી આદિ ભાવપાપ થવા લાયક તો જીવ છે, પર્યાયમાં એવી લાયકાત છે અને કર્મનું જે નિમિત્ત છે તેને દ્રવ્યપાપ કહીએ. મોહકર્મનો જે ઉદય છે એ તો પાપ જ છે. ઘાતીકર્મનો ઉદય જે છે એતો એકલો પાપરૂપ જ છે. છતાં અહીં પુણ્યભાવપણે પરિણમ્યો તેને ભાવપુણ્ય જીવ કહ્યો અને કર્મનો ઉદય (ઘાતીકર્મનો) જે અજીવ છે તેને દ્રવ્ય-પુણ્ય કહ્યો. શાતાનો ઉદય છે એ પુણ્યભાવમાં નિમિત્ત ન થાય. એ તો અઘાતી છે. એનો ઉદય તો સંયોગ આપે. અઘાતી કર્મ સંયોગમાં નિમિત્ત થાય, પુણ્ય-પાપમાં નિમિત્ત ન થાય) પણ ઘાતીકર્મનો ઉદય જે છે એને અહીં ભાવપુણ્યની અપેક્ષાએ દ્રવ્યપુણ્ય કહ્યો છે. ઘાતીકર્મનો ઉદય મંદ હોય કે તીવ્ર, એ છે તો પાપ જ. કર્મનો ઉદય ભલે તીવ્ર હોય, અહીં રાગની મંદતારૂપ પુણ્યભાવ કરે તો કર્મના ઉદયને દ્રવ્ય-પુણ્ય ( મંદ ઉદય ) કહેવાય છે. કર્મનો ઉદય મંદ છે માટે અહીં શુભભાવ થયો એમ નથી. અહીં એમ નથી લીધું કે શુભભાવનો ઉદય હોય તો દ્રવ્ય-પુણ્ય. જીવના પુણ્યભાવને જે નિમિત્ત છે એને દ્રવ્ય-પુણ્ય કહ્યું છે. જીવ પોતાના શુભભાવને લાયક છે તે જીવ-પુણ્ય-ભાવપુણ્ય અને એમાં જે કર્મ નિમિત્ત છે તે દ્રવ્ય-પુણ્ય, અજીવ-પુણ્ય કહ્યું છે. (અજીવ પુણ્ય જીવના પુણ્યભાવમાં નિમિત્ત છે, તે પુણ્યભાવ કરાવતું નથી. ) ચાહે એકેન્દ્રિયમાં હો કે પંચેન્દ્રિયની પર્યાયમાં ભગવાન આત્મા જે દ્રવ્યસ્વભાવ છે એ તો એકલો શુદ્ધ ત્રિકાળ છે. અને એ જ્ઞાયક જ ઉપાદેય છે. હવે અહીં કહે છે કે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ એવો બે ભાગ ઊભા કેમ થાય છે? વસ્તુ એક અને નવ ભેદ જે હૈય છે તે ઊભા કેમ થાય છે? આત્મવસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદઘન છે. તે એકને નવ ન હોઈ શકે. પણ જેને એ દૃષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી એને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ-સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ ( ગુણ ) નથી જે વિકાર કરે. જો ગુણ એવો હોય તો વિકાર ટળે નહીં. ત્યારે કોઈ કહે કે પર્યાયમાં વિકાર થાય છે ને? સમાધાન એમ છે કે પર્યાયબુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્યબુદ્ધિવાળાને નહીં. દ્રવ્યબુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એતો જ્ઞાતા થઈ ગયો છે. બાપુ! જરા ધીરજથી સમજવું જોઈએ; આ તો સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરનો અલૌકિક માર્ગ છે. એનો વ્યવહાર પણ અલૌકિક રીતે છે. અત્યારે આ વ્યવહાર સિદ્ધ કર્યો છે. વ્યવહારનયથી એ (નવતત્ત્વો) ભૃતાર્થ છે, પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમકે એના આશ્રયે સમક્તિ થતું નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ [ સમયસાર પ્રવચન હવે કહે છે-આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે. પુણ્ય-પાપના ભાવપણે થવા લાયક જીવની પર્યાય એ ભાવ-આસ્રવ અને તેમાં કર્મનું જે નિમિત્ત તે દ્રવ્ય-આસ્રવ. એ દ્રવ્ય-આસ્રવને અહીં કરનાર કહ્યો છે. નવાં કર્મ આવે તે દ્રવ્ય-આસ્રવ એ વાત અહીં નથી. આ તો પૂર્વનાં નાનાં કર્મ જે નિમિત્ત થાય તેને દ્રવ્ય-આસ્રવ કહ્યો છે. એ બન્ને આસ્રવ છે-એક ભાવ-આસ્રવ અને બીજો દ્રવ્યઆસ્રવ. સંવર થવા યોગ્ય સંવાર્ય એ જીવની પર્યાય છે. તે ભાવ-સંવર છે. સંવર કરનાર સંવારક એ નિમિત્ત છે. સંવરની સામે જેટલો કર્મનો ઉદય નથી (અભાવરૂપ છે) એને દ્રવ્ય-સંવર કહે છે. એ બન્ને સંવર છે–એક ભાવ-સંવર અને બીજો દ્રવ્યસંવર. નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર–બન્ને નિર્જરા છે. નિર્જરવા યોગ્ય અશુદ્ધતા અને થવા યોગ્ય શુદ્ધતા એ જીવની પર્યાય છે. એ ભાવ-નિર્જરા છે. નિર્જરા કરનાર( દ્રવ્ય-કર્મનું ખરી જવું) એ નિમિત્ત છે-એ દ્રવ્ય-નિર્જરા છે. એ બન્ને નિર્જરા છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. બંધાવા યોગ્ય જીવ (પર્યાય) છે. રાગદ્વેષ, મિથ્યાત્વ, વિષયવાસના-એમાં અટકવા યોગ્ય, બંધાવા યોગ્ય લાયકાત જીવની પર્યાયની છે, તે ભાવબંધ છે. સામે પૂર્વકર્મનું નિમિત્ત છે એ બંધન કરનાર છે. નવો બંધ થાય એની વાત અહીં નથી. આ તો પૂર્વ કર્મ જે નિમિત્ત થાય છે એને અહીં દ્રવ્યબંધ કહ્યો છે. ભગવાન આત્મા તો અબદ્ધ-સ્પષ્ટ છે, પણ એની પર્યાયમાં બંધયોગ્ય લાયકાત છે તે (જીવ) ભાવબંધ છે અને બંધન કરનાર કર્મનિમિત્ત છે તે દ્રવ્યબંધ છે. આમ એ બન્ને બંધ છે. મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે. જીવની પર્યાયમાં મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તે ભાવમોક્ષ છે. અને સર્વ કર્મના અભાવરૂપ નિમિત્ત તે મોક્ષ કરનાર દ્રવ્ય-મોક્ષ છે. આમ એ બન્ને મોક્ષ છે. હવે કહે છે- એકને જ પોતાની મેળે એટલે કે પોતાની એકપણાની અપેક્ષાએ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની ઉત્પત્તિ બનતી નથી. નિમિત્તનૈમિત્તિક સંબંધની અપેક્ષા વિના એકને નવ સાબિત થતા નથી. એકને પર્યાયમાં બીજાનું નિમિત્ત છે. એનાથી આ નવ ભેદો ઊભા થાય છે. તે બન્નેમાં એક જીવ અને બીજું અજીવ છે. હવે બાહ્ય (સ્થૂલ) દષ્ટિથી જોઈએ તો - જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એટલે કે પર્યાયદષ્ટિ કરીને આ યોગ્યતા અને આ નિમિત્ત એ બેને એકપણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૯૭ અનુભવ કરતાં આ નવતત્ત્વો સાચાં છે. પર્યાયબુદ્ધિથી જોતાં ભૂતાર્થ છે. વ્યવહારનયે નવતત્ત્વો છે; પણ એ સમ્યગ્દર્શનનો વિષય નથી. વેદાંત કહે છે. પર્યાય નથી, તો એમ નથી. નવના ભેદની પર્યાય છે. વ્યવહારનયે, પર્યાયબુદ્ધિ કરીને એની સન્મુખ જોઈ એકપણે અનુભવ કરતાં નવતત્ત્વો ભૂતાર્થ છે, રાગની પર્યાય અને નિમિત્તની પર્યાય બન્નેને એકપણે અનુભવતાં નવતત્ત્વના ભેદો સત્યાર્થ છે. અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં એ નવતત્ત્વો નથી. એકરૂપ અભેદ જ્ઞાયકભાવ, એકાકાર સચ્ચિદાનંદસ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. અહો ! આ તો શબ્દ શબ્દ મંત્ર છે. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. આ વ્યવહારનયે નવ છે એનું તાત્પર્ય શું? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું એ તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય. ભગવાન આત્મા, એકલો ચૈતન્ય જે પર્યાયની આડમાં, નવતત્ત્વની આડમાં દૂર હતો તે એકજ્ઞાયક ભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવભેદો જણાતા નથી તેથી તે નવ અભૂતાર્થ છે. તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે, એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતર્દષ્ટિથી જોઈએ તો – જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય- જીવની પર્યાય. અહીં વિકાર એટલે દોષ એમ અર્થ નથી, પણ વિશેષ કાર્ય એમ સમજવું. વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ –એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે, જીવની પર્યાયો છે. અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવા આ નવતત્ત્વો એટલે જીવના વિકારો જેના અજીવ-હેતુઓ, છે એ નવતત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે-પોતે ઉપાદાન કારણ અને પર નિમિત્ત કારણ છે-એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાયઅપેક્ષાએ છે. વ્યવહારનય છે. વ્યવહારનયનો વિષય પર્યાયો છે. એ જાણવા લાયક છે, પણ આશ્રય કરવા યોગ્ય નથી. જીવદ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્મલિત છે. પર્યાય છે એ તો બદલતો - પલટતો પ્રવાહ છે. ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય છે એ તો ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ અખ્ખલિત જેમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ [સમયસાર પ્રવચન વધઘટ નથી, ઓછું-અધિક નથી એવો એકરૂપ છે. પર્યાય છે એ તો ભિન્નભિન્ન યોગ્યતાથી થાય છે, સ્વભાવ એકસદશ, નિત્ય, ધ્રુવ રહે છે. આવા ચિત્સામાન્ય અભેદ એકરૂપ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે, જૂઠા છે. વ્યવહારનયે નવ સાચા છે, પણ સ્વભાવના અનુભવની દૃષ્ટિમાં નવે અસત્યાર્થ છે. આવો સમ્યક્ અનેકાંતમાર્ગ છે, ભાઈ. એક અપેક્ષાએ વ્યવહારનયથી નવતત્ત્વો સાચાં કહ્યાં, તો એક અપેક્ષાએ ત્રિકાળ ધ્રુવ દ્રવ્યની દૃષ્ટિમાં તે જણાતાં નથી, અનુભવાતાં નથી તેથી અસત્યાર્થ જૂઠાં કહ્યાં. જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષા બરાબર જાણવી જોઈએ. તેથી આ નવતત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. નવતત્ત્વોમાં સદ્દષ્ટિથી-દ્રવ્યષ્ટિથી જોતાં જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક, એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે એકપણે પ્રકાશતો શુદ્ધનયપણે અનુભવાય છે. એ એકપણાનો અનુભવ થતાં આત્મા ત્રિકાળ ‘શુદ્ધ ’ આવો છે એમ આત્મ-પ્રસિદ્ધિ થાય છે. ત્યારે જે આ અનુભૂતિ થઈ તે આત્મખ્યાતિ જ છે અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ જ છે, બાધા રહિત છે. અહાહા! આ એકરૂપ ચૈતન્યઘનસ્વભાવની અનુભૂતિ તે આત્મખ્યાતિ આત્માની ઓળખાણ, અને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. * ગાથા -૧૩ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * આ નવતત્ત્વોમાં, શુદ્ઘનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય-ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. અહાહા! પર્યાયમાં નવતત્ત્વોના ભેદરૂપ પરિણમન હોવા છતાં, જેમાં વસ્તુની સ્થિતિ પ્રકાશમાન છે એવા શુદ્ઘનયથી જોતાં એકલો શાયક, શાયક, જ્ઞાયક, શુદ્ધ પ્રત્યક્ષ છે, નવતત્ત્વો કાંઈ જુદાં જુદાં દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે એટલે શુદ્ઘનયની દૃષ્ટિ વડે જીવતત્ત્વનું જાણપણું નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે. માત્ર પર્યાયને, ભેદને જ માને એ ભેદષ્ટિ-વ્યવહારદષ્ટિ છે. તે આ જીવ છે, પર્યાય છે, આસ્રવ છે, પુણ્ય છે ઈત્યાદિ જુદાં જુદાં નવતત્ત્વને જ માને છે તેથી મિથ્યાદષ્ટિ છે. જીવ-પુદ્ગલના બંધરૂપ અવસ્થાદષ્ટિથી જોતાં આ પદાર્થો જુદા જુદા દેખાય છે. અર્થાત્ પર્યાયદષ્ટિથી જોતાં આ જીવ છે, પુણ્ય છે, પાપ છે એમ ભિન્ન ભિન્ન દેખાય છે. પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્દગલનું નિજસ્વરૂપ-એટલે કે એક જ્ઞાયક આત્માનું શુદ્ધ સ્વરૂપ અને એકલા પુદ્દગલનું ભિન્ન સ્વરૂપ-એમ નિજસ્વરૂપ ભિન્ન ભિન્ન જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ નવતત્ત્વ કાંઈ વસ્તુ નથી; કેમકે એકલો શાયકભાવ ભિન્ન અને પુદ્દગલ પણ ભિન્ન એમ જોતાં એ નવ ત્યાં દેખાતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૧૯૯ જ્ઞાયકભાવ દૃષ્ટિમાં આવતાં નિમિત્તનું લક્ષ છૂટી ગયું, અને નિમિત્તથી થતા ભાવોનું પણ લક્ષ છૂટી ગયું. એટલે એકલો જ્ઞાયકભાવ નજરમાં આવતાં નવભેદ બધા જૂઠા છે. અંતરમાં ભગવાન જ્ઞાયકભાવ ધ્રુવ ચૈતન્યઘનને જોતાં નિમિત્ત-નૈમિત્તિકભાવ રહેતા નથી, કારણ કે આ બાજા અંતરમાં જતાં નિમિત્ત રહેતું નથી. (નિમિત્તનું લક્ષ છૂટી જાય છે ) અને નિમિત્તની અપેક્ષાવાળા ભાવ પણ થતા નથી. વસ્તુ વસ્તુમાં રહી જાય છે. પુણ્ય, પાપ, આસ્રવ, બંધ એ જીવની પર્યાયમાં થતા નૈમિત્તિક ભાવ છે, એમાં નિમિત્ત-કર્મના સદભાવની અપેક્ષા આવે છે. અને સંવર, નિર્જરા અને મોક્ષ એ નૈમિત્તિકભાવમાં નિમિત્તકર્મના અભાવની અપેક્ષા આવે છે. હવે સહજ આત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ જે ભગવાન આત્મા એને જોતાં આ નવભેદ દેખાતા નથી, રહેતા નથી, એટલે નિમિત્ત-નૈમિત્તિકભાવ મટી જાય છે. ત્યારે જીવ-પુગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. પુદ્ગલ પુદ્ગલરૂપે અને જ્ઞાયક જ્ઞાયકરૂપે ભિન્ન ભિન્ન થઈ જાય છે. નવને જોનારી ભેદદષ્ટિ એતો અનાદિની મિથ્યાષ્ટિ છે. પર્યાયના ભેદની રુચિમાં તો આખું દ્રવ્ય ઢંકાઈ ગયું છે. હવે ભેદ પરથી નજર હુઠાવી, એક ત્રિકાળી જ્ઞાયકભાવને જોતાં જીવ-પુદ્ગલના સંબંધે જે ભેદવાળી પર્યાય હતી એ રહેતી નથી, કેમકે જ્ઞાયક ધ્રુવ ચૈતન્યપ્રકાશની દષ્ટિ કરતાં નિમિત્ત-નૈમિત્તિકભાવનો અભાવ થઈ જાય છે. એકલા જ્ઞાયકને જતાં ચૈતન્યસ્વરૂપ જે રાગની રુચિમાં ઢંકાઈ ગયું હતું તે પ્રગટ થાય છે. એનું નામ સમ્યગ્દર્શન છે. નવમાંથી એકલો જાણક, જાણક, જાણકએવા ધ્રુવ સ્વભાવને ભિન્ન તારવી અનુભવવો એ સમ્યગ્દર્શન છે. આ સિવાય લાખો કરોડો રૂપિયા ખર્ચ અને મંદિરો બનાવે, દેવશાસ્ત્રગુરુને બહારથી માને કે નવતત્ત્વને ભેદરૂપ માને-એ બધું થોથેથોથાં છે, સમ્યગ્દર્શન નથી. કળશટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે “નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે.” નવતત્ત્વરૂપે તો આત્મા અનાદિથી પરિણમ્યો છે. અનાદિથી મિથ્યાષ્ટિ જીવને સંવર, નિર્જરા, મોક્ષ સાચાં નથી. અપેક્ષિત સંવર, નિર્જરા, મોક્ષ કહ્યા છે. મિથ્યાત્વમાં પણ અમુક પ્રકૃતિઓ બંધાતી નથી એ અપેક્ષાએ અબંધ ગયો છે. તથા જેટલે અંશે આસ્રવ આદિની બીજી પ્રકૃતિઓ આવતી નથી એ અપેક્ષાએ સંવર ગણ્યો છે. સંવર એટલે સાચો સંવર એમ નહીં. આવા નવતત્ત્વરૂપ વસ્તુને અનુભવતાં મિથ્યાત્વ છે; માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે. લ્યો, આ એકાંત કહ્યું. એ સમ્યક એકાંત છે, સમ્યક એકાંત. અંતરમાં ઢળે છે ત્યારે એને અનેકાંતનું સાચું જ્ઞાન થાય છે. નવતત્ત્વોમાંથી એક જ્ઞાયક Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO [ સમયસાર પ્રવચન તત્ત્વને ભિન્ન તારવી અનુભવે ત્યારે નવનું જ્ઞાન યથાર્થ થયું કહેવાય. પર્યાયથી ભેદરૂપ વસ્તુને જાણે તો અનેકાંત થાય એમ નથી. પર્યાય છે, નવના ભેદ છે-એ વાત તો બરાબર છે, પરંતુ એનો આશ્રય લેવો, એને જાણવા, માનવા એતો મિથ્યાદર્શન છે. શ્રીમદે કહ્યું છે કે –“અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાતિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.' એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીની બધી પર્યાયોમાં પણ વસ્તુ-દ્રવ્ય તો જ્ઞાયકપણે જ છે. શું એ દ્રવ્ય કાંઈ એકેન્દ્રિયની પર્યાયપણે થયું છે? એમ એ દ્રવ્ય શું આસ્રવની પર્યાયપણે થયું છે? એમ બંધભાવપણે દ્રવ્ય થયું છે? અહાહા....! એ તો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકરૂપે જ અનાદિ એકરૂપ રહ્યું છે. એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, પંચેન્દ્રિય એ કાંઈ વાસ્તવિક જીવ નથી; અંદર જે જ્ઞાયકભાવ છે તે જીવ છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે,આ પુણ્ય, આ પાપ, આ સંવર, આ નિર્જરા, એમ વસ્તુને ભેદરૂપ જાણે; પણ શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે, દ્રવ્યબુદ્ધિ નથી. એક શુદ્ધનયથી આત્મવસ્તુને જાણ્યા વિના કદી સમ્યગ્દર્શન થાય નહીં. શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમકિત છે, અન્યથા નહીં. પર્યાયથી વસ્તુને જાએ તો સમ્યગ્દર્શન થાય નહીં. દ્રવ્ય સાથે પર્યાયને ભેળવીને જુએ તો પણ સમકિત થઈ શકે નહીં. દ્રવ્યદૃષ્ટિથી જ્યાં સુધી આત્માને દેખે નહીં ત્યાંસુધી પર્યાયબુદ્ધિ છે. નિયમસારની ગાથા ૫ ની ટીકામાં આવે છે કે -અંત:તત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ અને બહિ:તત્ત્વનો કોઈ અંશ ભેળવીને શ્રદ્ધા કરવી એ વ્યવહાર સમકિત છે. અંત:તત્ત્વ એટલે પૂર્ણસ્વરૂપ શુદ્ધ જીવ વસ્તુ અને બહિતત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બે ભેદોવાળા તત્ત્વો-એની શ્રદ્ધા એ વ્યવહાર સમકિત છે. વ્યવહાર સમકિત એટલે જ રાગ, વિકલ્પ. વ્યવહાર સમકિત એ રાગની પર્યાય છે, શુદ્ધ સમકિત છે જ નહીં. એ તો આરોપથી (સમકિત) છે નિશ્ચય વીતરાગી પર્યાય તે નિશ્ચય સમકિત, અને શ્રદ્ધાનો વિકલ્પ-રાગ તે વ્યવહાર સમકિત છે. * કળશ ૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તિ' આ રીતે વિરમ્ નવતત્ત્વછન્નમ્ રૂમ માત્મળ્યોતિઃ' અનાદિકાળથી નવતત્ત્વમાં છુપાયેલી આ આત્મજ્યોતિ –જોયું? નવના ભેદની રુચિમાં આખો જ્ઞાયકભાવ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ અનંતકાળથી ઢંકાઈ ગયો છે. પર્યાયબુદ્ધિ વડે જેને પર્યાયની જ ક્યાતીનો સ્વીકાર છે એને નિજ ત્રિકાળી શુદ્ધાત્માનો નકાર છે, તેને શુદ્ધાત્મા અનાદિથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨O૧ ભાગ-૧ ] ઢંકાએલો છે. ત્યાં કંચન, કામિની અને કુટુંબ તો કયાંય બહાર રહી ગયાં-અજીવમાં રહી ગયાં. ફક્ત નવતત્વરૂપ ભેદોના પ્રેમની આડમાં આખો અભેદ આત્મા ઢંકાઈ ગયો છે એમ કહે છે. ભેદની બુદ્ધિ કે રાગની બુદ્ધિ એ જ પર્યાયબુદ્ધિ છે. મિથ્યાદષ્ટિને મુખ્ય ગુણોની નિર્મળ પર્યાય તો છે જ નહીં. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ ગુણની પર્યાયો નિર્મળ છે; પણ (સામાન્યપણે ) અંશ જે પર્યાય એની પ્રીતિમાં આખો અંશી જે આત્મા ત્રિકાળી શુદ્ધ લુપ્ત થઈ ગયો છે. અરે ! અનાદિથી નવતત્ત્વના ભેદરૂપ વસ્તુના અનુભવથી જીવ મિથ્યાદષ્ટિ થઈ રહ્યો છે. એ નવતત્ત્વોમાં સંવર, નિર્જરા, મોક્ષ એ સાચાં નથી. (અપેક્ષિત છે). જ્ઞાયકભાવની દષ્ટિ થતાં એ સાચા સંવરાદિ પ્રગટ થાય છે અને ત્યારે પર્યાયબુદ્ધિ રહેતી જ નથી, હોતી જ નથી. ( જ્ઞાયકભાવની દષ્ટિ પર્યાયબુદ્ધિના અભાવપૂર્વક હોય છે) બાપુ! તું જેની રુચિમાં હોઈશ ત્યાં રહીશ. અનંતકાળ રહેવું તો છે ને? જો પર્યાયબુદ્ધિની રુચિમાં હોઈશ તો મિથ્યાત્વમાં રહીને ચાર ગતિમાં રખડીશ. તથા જો દ્રવ્ય-દષ્ટિ-જ્ઞાયકની દષ્ટિમાં હોઈશ તો નિર્મળ પરિણમન થતાં સંસારથી મુક્ત થઈ નિર્મળતામાં રહીશ. ભાઈ ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એમ નથી, આ તો સહજનો ધંધો છે. હવે કહે છે-“વમાની-નાપે નિમનું નવ રૂવ' જેમ વર્ષોના સમૂહમાં છુપાયેલ એકાકાર સુવર્ણને બહાર કાઢે એટલે જુદા જુદા રંગભેદમાં એકાકાર સોનું તો પડ્યું જ છે તેને અગ્નિની આંચ આપી બહાર કાઢે છે. આંચ આપતાં તેર-વલું, ચૌદવલું. પંદર-વલું એમ વર્ણભેદ પડે એમાં એકરૂપ એકાકાર સુવર્ણ પડયું છે એને બહાર કાઢે તેમ ‘ઉન્નીયમાનમ્' નવતત્ત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. અહાહા..! “જ્ઞાન તે આત્મા” એ જે અનુમાન થાય એ પણ વિકલ્પ છે, ભેદ છે. પણ એ વિકલ્પથી રહિત એકલો જ્ઞાયકભાવ શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવ્યો છે. ‘મથ' માટે હે ભવ્યજીવો! ‘સતતવિવ$' નિરંતર આ ચૈતન્યજ્યોતિને અન્યદ્રવ્યોથી તથા તેમનાથી થતા પુણ્ય, પાપ આદિ નૈમિત્તિક ભાવોથી ભિન્ન ‘છાં' એકરૂપ ‘દશ્યતામ્' દેખો. સર્વ પ્રકારે એકરૂપને અનુભવો. નવતત્ત્વમાં આ એકરૂપ જ્ઞાયક જ સર્વસ્વ છે, એ એક જ સમ્યગ્દર્શનનો વિષય છે. તે એકરૂપ જ્ઞાયકને છે, ચારિત્ર તો પછી હોય. તેથી કહે છે આ એકરૂપ આત્માને જ દેખો-અનુભવો. ‘પ્રતિપમ્ ઉદ્યોતમાનમ્' આ જ્યોતિ પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિચમત્કારમાત્ર પ્રકાશમાન છે. અરેરે ! આવી વાત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨ [ સમયસાર પ્રવચન સાંભળવા પણ ન મળે એ શું કરે? ક્યાં જાય ? નિરાધાર, અશરણ થઈને ચારગતિમાં રખડયા કરે. અહીં શરણની ચીજ શું છે એ દર્શાવતાં કહે છે-પ્રતિક્ષણ પર્યાય પર્યાયે આ ચૈતન્ય તો ભિન્ન પ્રકાશમાન-ઉધોતમાન છે. * કળશ ૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિવિધ રૂપે દેખાતો હતો, ભિન્ન ભિન્ન પર્યાયમાં ભિન્ન ભિન્ન દેખાતો હતો; તેને શુદ્ઘનયે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડયો છે. એ વસ્તુએ સમ્યક્દર્શનનો વિષય, આ એકરૂપ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે; દેવ-ગુરુ-શાસ્ત્રના આશ્રયે કે શુભાગના આશ્રયે કે ઉઘાડરૂપ ક્ષયોપશમના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. તેથી હવે સદા એકાકાર જ્ઞાયકભાવનો જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો. પર્યાયનો એકાંત અનુભવ મિથ્યાત્વ છે. તેથી પર્યાયબુદ્ધિ છોડો. એમ બહારમાં અને અંતરમાં નગ્ન એવા દિગંબર સંતોકુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય આદિ ગુરુઓનો ઉપદેશ છે. ગાથા-૧૩ : ( ચાલુ ) આગળની ટીકા ૫૨નું પ્રવચન નવતત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો. નવતત્ત્વોમાં જેટલા ભેદો છે તે સર્વ દૂર કરી અભેદ એક જ્ઞાયકભાવને જ ભૃતાર્થ કહ્યો; કેમકે એક ભૂતાર્થના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. આવી વસ્તુસ્થિતિ છે. જેમ નવતત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે જ્ઞાયકભાવપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૃતાર્થ છે. એકપણે પ્રકાશમાન આત્માના અધિગમનો એટલે જાણવાનો વાસ્તવિક ઉપાય તો જ્ઞાનની પર્યાયમાં (ભાવશ્રુત જ્ઞાનમાં) એક અખંડ ધ્રુવ જ્ઞાયકભાવને જાણવો-અનુભવવો એ છે. પણ ભગવાન સર્વજ્ઞદેવે કહેલી તત્ત્વવસ્તુને, ૫૨મતમાં કહેલા તત્ત્વથી ભિન્ન જાણવા, નિશ્ચિત કરવા (સવિકલ્પ દશામાં) જે પ્રમાણ, નય અને નિક્ષેપ છે તે અધિગમના ઉપાયો કહ્યા છે. છતાં એ બધા વિકલ્પો છે. એના આશ્રયે વસ્તુતત્ત્વનો અનુભવ પ્રાપ્ત થતો નથી. તેથી અંતરંગ પ્રકાશમાન સ્વરૂપના અનુભવની અપેક્ષા એ સર્વ નિશ્ચયથી અમૃતાર્થ છે, જાઠા છે. પ્રમાણ, નય, નિક્ષેપના ભેદો જે પ્રથમ વિકલ્પકાળમાં હોય છે તે વ્યવહારથી સત્ય છે, પણ અંતર અનુભવષ્ટિમાં એ બધા અભૃતાર્થ છે; કેમકે આવા વિકલ્પોથી આત્મા જણાય એવો નથી પણ નિર્વિકલ્પ અનુભવથી જ જણાય એમ છે. સહજ આત્મસ્વરૂપ એ સ્વાભાવિક સહજ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૦૩ દષ્ટિથી જ જણાય એવું છે. પ્રમાણાદિના વિકલ્પથી નહીં. તેથી પ્રમાણાદિ વિકલ્પોમાં પણ આત્મા એક જ પ્રકાશમાન છે. હવે કહે છે- શેય અને વચનોના ભેદથી પ્રમાણ આદિ અનેક ભેદરૂપ થાય છે. જ્ઞયના પ્રકાર : નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ વગેરે. જ્ઞાનના પણ અનેક પ્રકાર છેનિશ્ચય, વ્યવહાર આદિ. તેમાં પહેલાં પ્રમાણ બે પ્રકારે છે : એક પરોક્ષ અને બીજું પ્રત્યક્ષ. ઉપાત્ત અને અનુપાત્ત બે પરદ્વારો વડે પ્રવર્તે તે પરોક્ષ છે. ઉપાત્ત એટલે ઇન્દ્રિય, મન વગેરે પર પદાર્થો જે મેળવેલા છે, અનુપાત્ત એટલે પ્રકાશ, ઉપદેશ વગેરે અણમેળવેલા પર પદાર્થો. તે બન્ને પરદ્વારોથી જણાય તે પરોક્ષ છે. જાઓ, સર્વજ્ઞની વાણી, આગમપ્રમાણ એ પરોક્ષ છે. અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે, જેમાં મન, ઇન્દ્રિય આદિ કે ઉપદેશ આદિનો સંબંધ નથી એવા આત્માના આશ્રયે જ સીધું પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. પ્રમાણજ્ઞાન પાંચ પ્રકારે છે : મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યય અને કેવળજ્ઞાન. તેમાં મતિ અને શ્રુતજ્ઞાન બે પરોક્ષ છે, અવધિ અને મન:પર્યયજ્ઞાન એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ છે. તે બને, પ્રમાતા-જાણનાર, પ્રમાણ-જ્ઞાન, પ્રમેય-જાણવા લાયક વસ્તુ-એ ભેદોને અનુભવતાં ભૂતાર્થ છે. વ્યવહારથી એ વિકલ્પો છે એ અપેક્ષાએ સત્યાર્થ છે, પણ એ કાંઈ સમ્યગ્દર્શનનો વિષય નથી. અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે, જેમાં પ્રમાણાદિના ભેદોનું લક્ષ અસ્ત થઈ ગયું છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. અનંત અનંત આનંદ, જ્ઞાન, શાંતિ, પ્રભુતા, ઇશ્વરતા આદિ જેનું એક સ્વરૂપ છે એવા એકરૂપ ચૈતન્યનો અનુભવ કરતાં તે પ્રમાણના ભેદો અસત્યાર્થ છે. લોકો કહે છે-રાગની મંદતા કરતાં કરતાં અનુભવ થાય. વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય-એટલે કે કષાયની મંદતા એ વ્યવહાર સાધન હોય તો નિશ્ચય આવે. પણ આ તન જૂઠી વાત છે. અહીં તો કહે છે કે પ્રમાણના ભેદો ઉપર જ્યાંસુધી લક્ષ છે ત્યાંસુધી સમ્યગ્દર્શનનો વિષય જે એકરૂપ આત્મા તે અનુભવમાં આવતો નથી. જીવને ક્રોધ, માન, માયા, લોભવાળો જાણવો એ તો પર્યાયબુદ્ધિ છે જ, પણ તેને મતિ, શ્રુત આદિ પર્યાયના (પ્રત્યક્ષ, પરોક્ષ પ્રમાણના) ભેજવાળો જાણવો એ પણ પર્યાયબુદ્ધિ છે, મિથ્યાદષ્ટિ છે. ભગવાને કહેલો જે આત્મા એને જાણવા માટે આ ઉપાયો કહ્યા તે ( પ્રથમ અવસ્થામાં) સાચા છે, કેમકે બીજા અન્યમતીઓ આત્માને અનેક પ્રકારે કલ્પના કરીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ [ સમયસાર પ્રવચન કહે છે. અન્યમતીઓ કહે છે તેનાથી ભિન્ન આત્માનો યથાર્થ નિર્ણય કરવા આ ઉપાયો કહ્યા છે તે બરાબર છે. પરંતુ એ દ્વારા આત્મા જણાય એમ નથી. વિકલ્પ દ્વારા જાણતાં કેવળજ્ઞાનનું પ્રત્યક્ષપણું ખ્યાલમાં આવે, કેવળજ્ઞાન એક સમયમાં ત્રણ-કાળ ત્રણ લોકને પ્રત્યક્ષ જાણે એવો નિર્ણય આવે, તથા અવધિ, મન:પર્યય દેશ પ્રત્યક્ષ છે એમ વિકલ્પથી નક્કી થાય, પરંતુ એ તો બધો ભેદનો પક્ષ છે. ભગવાન આત્મા અખંડ એકરૂપ ચિદાનંદઘનના એકપણાના અનુભવમાં આ ભેદનું આલંબન નથી. આવી વાત છે, બહુ ઝીણી, ભાઈ. આ તો વીતરાગનો માર્ગ વીતરાગી પર્યાયરૂપ ઉત્પન્ન થતો ભાવ છે, અને તે પૂર્ણવીતરાગ ચૈતન્ય સ્વભાવના આશ્રયે ઉત્પન્ન થાય છે. તેથી તો કહે છે કે અખંડ એક વીતરાગમૂર્તિ પૂર્ણ ચૈતન્યભગવાનનો અનુભવ કરતાં આ પ્રમાણના ભેદો અભૂતાર્થ છે. અહાહા...! આ તો અંતરની લક્ષ્મી (ચૈતન્યલક્ષ્મી ) પ્રાપ્ત કરવાના ઉપાયની વાત છે, બહારની ધૂળથી શું પ્રયોજન? હવે નય સંબંધી કહે છે. નય બે પ્રકારે છે : દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. જે નય દ્રવ્યનું લક્ષ કરે એને દ્રવ્યાર્થિક નય કહીએ અને જે નય પર્યાયનું લક્ષ કરે એને પર્યાયાર્થિક નય કહીએ. દ્રવ્ય જેનું પ્રયોજન છે એ દ્રવ્યાર્થિક અને પર્યાય જેનું પ્રયોજન છે એ પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાય વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે દ્રવ્યને મુખ્યપણે જણાવે તે દ્રવ્યાર્થિકાય છે. અહીં અનુભવ એટલે સમ્યગ્દર્શન એ વાત નથી. ( વિકલ્પપૂર્વક જાણવાના અર્થમાં અનુભવ શબ્દ છે) અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે પર્યાયનું મુખ્યપણે જ્ઞાન કરાવે તે પર્યાયાર્થિક નય છે. ભૂતાર્થનો અનુભવ તે સમ્યગ્દર્શન છે. ત્યાં જે ભૂતાર્થને મુખ્ય કહ્યો તે કોઈ રીતે ક્યારેય ગૌણ ન થાય. ભૂતાર્થ જે ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ જેના આશ્રયે સમ્યગ્દર્શન થાય તે તો મુખ્ય જ છે, હંમેશાં મુખ્ય છે. અહીં જાણવામાં મુખ્ય, ગૌણ થાય એ બીજી વાત છે. આમાં વળી પર્યાય પણ મુખ્યપણે આવે છે. પરંતુ અનુભવમાં (અનુભવના વિષયમાં) પર્યાય કદી મુખ્ય હોઈ શકે નહીં. શું કીધું? જે ભૂતાર્થ ત્રિકાળી ચીજ છે, પુણ્ય-પાપના વિકલ્પ વિનાની, એક સમયની પર્યાય વિનાની, તે નિત્ય સત્ય છે, અને જે પર્યાય છે એને ગૌણ કરીને અસત્ય કહી છે. પર્યાય કદીય મુખ્ય થાય એમ બને નહીં. પણ અહીં જે બન્નેને મુખ્ય કહ્યાં છે તે જાણવા માટે કહ્યાં છે. (જાણવાની અપેક્ષાએ છે.) તે બને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં એટલે કે દ્રવ્ય અને પર્યાયના ભેદથી-ક્રમથી જાણવામાં આવે તો એ ભૂતાર્થ છે. પર્યાયલક્ષે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૦૫ એ બન્ને ભૂતાર્થ છે. આગળ કહ્યું કે ભૂતાર્થ એક છે. અહીં કહે છે બન્ને ભૂતાર્થ છે. દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી અનુભવ કરતાં બંને ભૂતાર્થ છે. બે છે એ રીતે બેનું જ્ઞાન કરાવે છે. તે બેની અપેક્ષાએ બપણાનું જ્ઞાન અને બેપણું સત્ છે એટલું. એ આશ્રય કરવા લાયક છે એમ નહીં. ૧૧ મી ગાથામાં એમ કહ્યું કે ભૂતાર્થ છે તે શુદ્ધનય છે અને પર્યાય છે તે અભૂતાર્થ છે. પર્યાય જે અસત્ય છે તે કોઈ કાળે સત્ય થાય નહીં. પણ પર્યાય પર્યાય તરીકે સત્ય છે, ત્રિકાળની અપેક્ષાથી અસત્ય છે. એક અપેક્ષાથી ત્રિકાળ આત્માને ભૂતાર્થ કહે અને વળી એક અપેક્ષાથી દ્રવ્ય અને પર્યાય બેયને ભેદથી, ક્રમથી જાણવું એ ભૂતાર્થ છે એમ કહે, ત્યાં અપેક્ષા બરાબર સમજવી જોઇએ દ્રવ્યને મુખ્ય કરી દ્રવ્યને જાણવામાં આવે ત્યાં પર્યાય ગૌણ છે, અને પર્યાયને મુખ્ય કરી પર્યાયનું જ્ઞાન કરવામાં આવે ત્યારે દ્રવ્ય ગૌણ છે. આ તો બે નયપક્ષ છે, ભેદરૂપ વિકલ્પો છે. એ છે એ અપેક્ષાએ બન્ને ભૂતાર્થ છે. આશ્રય કરવા લાયક ભૂતાર્થ એ વાત અહીં નથી. અહીં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો છે, એ છે' એ અપેક્ષાએ બન્નેને ભૂતાર્થ કહ્યા. જેના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ ભૂતાર્થ તે આ નહીં. અહો! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે. હવે કહે છે-દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા-એટલે કે દ્રવ્યાર્થિકનયે દ્રવ્યને મુખ્ય કરી જાણવું તથા પર્યાયાર્થિકનયે પર્યાયને મુખ્ય કરી જાણવુંએવા બન્ને ભેદપક્ષથી નહિ સ્પર્શાયેલા અથવા બન્ને પ્રકારના વિકલ્પોથી રહિત એવા શુદ્ધવસ્તુમાત્ર ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચૈતન્યભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, તે બન્ને નયના ભેદો અસત્યાર્થ છે, જૂઠા છે. ઘડીકમાં સાચા અને ઘડીકમાં ખોટા? ભાઈ જે અપેક્ષા હોય તે બરાબર સમજવી જોઈએ. વ્યવહાર વ્યવહારની અપેક્ષાએ નથી ? પર્યાય પર્યાયપણે નથી? પર્યાય નથી તો દ્રવ્ય એકલું રહી જાય. તો એકાંત થઈ જાય. પર્યાય પર્યાયપણે છે. તે શુદ્ધજીવવસ્તુમાં નથી. એવા શુદ્ધજીવવસ્તુનો અનુભવ થાય છે તો પર્યાયમાં. પર્યાય વસ્તુથી ભિન્ન રહી આખી વસ્તુને જાણી લે છે. પર્યાય દ્રવ્યમાં-શુદ્ધજીવવસ્તુમાં નથી, પણ પર્યાયમાં આખું દ્રવ્ય જણાઈ જાય છે. દ્રવ્ય જે વસ્તુમાત્ર અખંડ છે એ ત્રિકાળી સત્ છે. પણ એ સને જાણનારી પર્યાય છે ને? વેદાંત એમ કહે છે આત્મા “કૂટસ્થ' છે. તો એ કૂટસ્થને જાણ્યું કોણે? કૂટસ્થ કૂટસ્થને જાણે? અહીં આત્મા છે ધ્રુવ કૂટસ્થ. ધ્રુવ એ કૂટસ્થ છે. પણ જાણું કોણે ? તો પર્યાયે. અનિત્ય પર્યાય તે નિત્યને જાણે છે, અને તે પર્યાય દ્રવ્યને અડયા વિના નિત્યને જાણે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨/૬ [ સમયસાર પ્રવચન છે. આવી વાત છે. એક વાત કરે તો આખી વાત ફરી જાય છે. વેદાંત એક જ કહે છે. પણ એક છે એનો નિર્ણય કોણે કર્યો? પર્યાયે. તો પર્યાય છે કે નહીં? પર્યાય છે, પણ તે આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરનાર તો પર્યાય છે. અહીં કહે છે ચૈતન્યમાત્ર એકરૂપ સ્વભાવનો અનુભવ કરતાં એટલે ચૈતન્યમાત્ર-વસ્તુનું પર્યાયમાં વેદન કરતાં અર્થાત્ આનંદનું વેદન પર્યાયમાં આવતાં એ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ અને નયના વિકલ્પો-એ બધું જૂઠું છે. [ આગળ (નયોના ભેદોની ચર્ચામાં ) જે “અનુભવ” શબ્દ હતો એમાં તો જાણવાની અપેક્ષા હતી.] ભેદથી જોતાં એ સાચા છે, પણ અભેદમાં ભેદ દેખાતા નથી તેથી તે અસત્યાર્થ છે. અભેદમાં ભેદ દેખાય તો અભેદ રહે નહીં. ભેદના લક્ષે જ ભેદ દેખાય. પહેલાં પ્રમાણની વાત કરી, પછી નયની કરી હવે નિક્ષેપ સંબંધી કહે છે. નિક્ષેપના ચાર ભેદ છે : નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વ્યવહાર સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. જેમકે કોઈનું નામ મહાવીર રાખવામાં આવે એ નામ નિક્ષેપ છે. “આ તે છે” એમ અન્ય વસ્તુનું અન્ય વસ્તુમાં પ્રતિનિધિત્વ સ્થાપિત કરવું-પ્રતિમારૂપ સ્થાપના કરવું તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. ભવિષ્યમાં તીર્થકર થવાના હોય તેને વર્તમાનમાં તીર્થકર કહેવા તે દ્રવ્ય નિક્ષેપ છે. ચોવીસ ભગવાન થઈ ગયા. એ તો હમણાં સિદ્ધપણે છે. છતાં “લોગસ્સ” માં ચોવીસ તીર્થંકરની સ્તુતિ જે કહેવામાં આવે છે તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. જેમકે વર્તમાનમાં કોઈ જીવને કેવલજ્ઞાન અને પરમાત્મદશા છે અને એ રીતે વર્તમાનમાં જાણવું એ ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી અનુભવ (જ્ઞાન) કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે. જ્ઞાનની અપેક્ષાએ એ ચારેય પ્રકારનું જ્ઞાન કરવું એ બરાબર છે; પણ વસ્તુસ્થિતિએ નહીં; ભિન્ન એટલે કે જે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર લક્ષણોથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, જૂઠા છે. નામ, સ્થાપનાદિ એ તો શેયના ભેદો છે. જ્ઞાનની પર્યાયમાં યનો ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે, રાગ છે. પર્યાયમાં એ ચાર નિક્ષેપોને જાણવા એ અપેક્ષાએ એ ચાર છે, પણ ચૈતન્યલક્ષણરૂપ નિજ એકરૂપ જ્ઞાયકભાવનો અનુભવ કરતાં ચારેય જૂઠા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૨૦૭ આ રીતે ભૃતાર્થ-સત્યાર્થ દષ્ટિથી જોઈએ તો પ્રમાણ-નય-નિક્ષેપોમાં એક જીવ જ પ્રકાશમાન છે. ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ જ આત્મા છે. એવા આત્માની દષ્ટિ અને અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. * ગાથા-૧૩ : ( ચાલુ ) ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન * આ પ્રમાણ-પ્રત્યક્ષ અને પરોક્ષ, નય-વ્યાર્થિક અને પર્યાયાર્થિક, તથા નિક્ષેપનામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ત્રણેનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું. તેમનાથી દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. શું કહે છે? દ્રવ્ય નામ વસ્તુ અને પર્યાય નામ અવસ્થા-હાલત. આદિ-અંત વિનાની ત્રિકાળ ધ્રુવ અવિનાશી ચીજ આત્મવસ્તુ એને દ્રવ્ય કહે છે. એની બદલતી દશા-મતિ, શ્રુત આદિને પર્યાય કહે છે. આવી દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુ છે. વેદાંત એકલા દ્રવ્યને-કૂટસ્થને જ માને છે, બૌદ્ધ એકલી પર્યાયને જ માને છે. ભગવાન સર્વશે દ્રવ્ય પર્યાયસ્વરૂપ વસ્તુને જાણી છે અને એવી જ કહી છે. આવી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુને પ્રથમ અવસ્થામાં સિદ્ધ કરવા માટે એ પ્રમાણ, નય, નિક્ષેપ બરાબર છે. (હોય છે) એનાથી વસ્તુની સિદ્ધિ થાય છે. આ સમ્યજ્ઞાનની વાત નથી. (આમ જાણવાથી સમ્યજ્ઞાન થાય એમ ( કહેવું નથી.) જ્ઞાનના વિશેષ ભેદ છે એટલું. સાધક અવસ્થામાં તેઓ સત્યાર્થ જ છે. ત્રિકાળી જ્ઞાયકભાવ એ દ્રવ્ય છે, એક સમયની પર્યાય એ ભેદ છે એમ સાધવું એ વ્યવહા૨થી સત્યાર્થ છે, કેમકે જ્ઞાનના એ વિશેષો છે, એના વિના વસ્તુને સાધવામાં આવે તો વિપરીતતા થઈ જાય. એનાથી વસ્તુની યથાર્થ સિદ્ધિ થાય છે, અન્યથા વિપરીતતા થઈ જાય છે. હવે કહે અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની પણ રીત છે:- પ્રથમ અવસ્થામાં પ્રમાણ, નય, નિક્ષેપથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન-શ્રદ્ધાનની સિદ્ધિ કરવી. શું કહે છે? પ્રથમ પ્રમાણ-નય-નિક્ષેપ દ્વારા વસ્તુને સાધીને યથાર્થ નિર્ણય કરવો કે વસ્તુ-આત્મા ત્રિકાળ એકરૂપ અખંડ ચૈતન્યઘનસ્વરૂપ છે. એનાં જ્ઞાન-શ્રદ્ધાન (વિકલ્પરૂપ ) કરવાં વ્યવહારની વાત છે. જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકદેવ-જે ચૈતન્યના નૂરના તેજનું પૂર એવા આત્માનું જ્ઞાન કરવું. અહીં જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ શુદ્ધજીવવસ્તુનું જ્ઞાન થવું એને જ્ઞાન કરવું એમ કહ્યું છે. પર્યાયમાં ત્રિકાળી આત્માનું જ્ઞાન થવું એને આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન કહે છે. પહેલાં પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુને યથાર્થ જાણી જ્ઞાન–શ્રદ્ધાન કરવું એમ કહ્યું હતું એ તો વ્યવહારથી મન વડે વિકલ્પમાં નિર્ણય કરવાની વાત હતી. અહીં તો વસ્તુતત્ત્વના અંતર અનુભવપૂર્વક સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનની વાત કરી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮ [ સમયસાર પ્રવચન શરીર, મન, વાણી એ તો માટી-જડ-ધૂળ છે. એ કોઈ આત્મા નથી. અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ કર્મ છે એ પણ જડ-ધૂળ છે. વળી દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે જે શુભભાવ થાય છે તે પુણ્ય-રાગ છે, તથા હિંસા, જૂઠ, ચોરી, ભોગ, વિષય-વાસના એ પાપ-રાગ છે. આ પુણ્ય-પાપના રાગથી ભિન્ન અંદર જે ત્રિકાળ ધ્રુવ આત્મવસ્તુ ચૈતન્યરૂપ છે અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લક્ષમાં લેવી એને જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવામાં આવે છે. નિયમસારમાં ગાથા ત્રણમાં આવે છે કે “પદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે.” પરિજ્ઞાન કહેતાં સમસ્ત પ્રકારે જ્ઞાન થવું-જેવો આત્મા પૂર્ણ પરિપૂર્ણ છે એવું જ્ઞાન થવું એનું નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રનું ભણતર-જ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી. - જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે પ્રમાણાદિની કોઈ આવશ્યકતા નથી. પછી પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુ સ્વરૂપ સિદ્ધ કરવાનું રહેતું નથી. અનુભવમાં આવી ગયું કે આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એટલે એનાં સમ્યજ્ઞાન અને પ્રતીતિ થઈ ગયાં. હવે એ પૂર્ણસ્વરૂપમાં સ્થિરતા કરવાનું જ બાકી છે. પરંતુ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબનથી વિશેષજ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. એટલે કે જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી જ્યાં સુધી પૂર્ણ ચારિત્ર પ્રગટ ન થાય ત્યાંસુધી નયનિક્ષેપથી જાણવું હોય છે. નય-નિક્ષેપથી ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન થવું (વિકલ્પ ઊઠે તે) એ વ્યવહાર ચારિત્ર છે. અને અંદર જ્ઞાનસ્વરૂપમાં અતીન્દ્રિય આનંદરૂપ સ્થિરતા થવી એ નિશ્ચયચારિત્ર છે. દેહની ક્રિયા એ તો જડ-પુદ્ગલની ક્રિયા છે, એ કાંઈ ચારિત્ર નથી. અંદર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠવા એ પણ રાગભાવ છે. એનાથી રહિત પરિપૂર્ણ આનંદમૂર્તિ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ સ્થિરતા થવી એ ચારિત્ર છે. આમ નવ-નિક્ષેપથી ચારિત્રનું સ્વરૂપ જાણી આનંદનો નાથ પરિપૂર્ણ ભગવાન આત્મા જે જ્ઞાન-શ્રદ્ધાનમાં લીધો છે તેમાં ચરવું, રમવું, સ્થિર થવું એ નિશ્ચયચારિત્ર છે. ત્રિકાળીમાં લીન થવું, પણ જ્ઞાન-શ્રદ્ધાનમાં લીન થવું એમ કહ્યું નથી; કેમકે એ તો પર્યાય છે. (ક્રમશ:) ત્રિકાળી ભગવાન આત્મામાં પરિપૂર્ણ લીનતા કરવાથી રાગ-દ્વેષમોહનો સર્વથા અભાવ થાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જેવી સ્વરૂપસ્થિતિ છે તેવી પર્યાયમાં પ્રગટ થાય છે; તેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ ભાગ-૧ ] આદિનું આલંબન રહેતું નથી. ત્યારપછી “નમો સિદ્ધા'-સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે, ત્યાં પણ કોઈ આલંબન નથી. એ પ્રમાણે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપનો અભાવ જ છે. હવે એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે. * કળશ-૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે એટલે કે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન અને લીનતા કરી કહે છે કે “ક્સિન સર્વ ધાગ્નિ અનુમવત્ હયાતે' આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં “નયશ્રી: ૨ ૩યતિ' નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. શું કહે છે? શુદ્ધનય જે જ્ઞાનની પર્યાય છે એનો વિષય ત્રિકાળી વસ્તુ શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ છે. ભગવાન આત્મા ત્રણકાળ ત્રણલોકને જાણી શકે એવી શક્તિથી પરિપૂર્ણ ચૈતન્યચમત્કાર વસ્તુ પ્રકાશમાન જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે. શુદ્ધનય, સર્વ-ભેદોને-નવતત્ત્વના ભેદોને ગૌણ કરી એટલે અજીવ જે જડ છે તેનું લક્ષ છોડી, અંદર પુણ્ય-પાપ જે થાય છે તેનું લક્ષ છોડી, તથા સંવર, નિર્જરા, મોક્ષ જે (ધ્રુવની અપેક્ષા) બહિ:તત્ત્વ છે એનું પણ લક્ષ છોડી એક ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ આત્માને દેખે છે. અજ્ઞાનીને દયા, દાનાદિ રાગના, નવતત્વના ભેદોના પ્રેમની આડમાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધન્ય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિસંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદન થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. તેનો અનુભવ થતાં-કોનો? શુદ્ધનયના વિષયભૂત, ધ્યાનના ધ્યેયભૂત જે ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ ધ્રુવ છે તેનો. અહાહા..! ધ્યાનનું ધ્યેય જે પૂર્ણાત્માઆનંદકંદ ચૈતન્ય ચમત્કાર તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એટલે આ દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયે પર્યાય છે એવા નવિકલ્પો ઉત્પન્ન થતા નથી. કોઈ કહે આવો ધર્મ તે કઈ જાતનો? આ તે શું જૈનધર્મ છે? શું સર્વજ્ઞ પરમેશ્વરે આવું કહ્યું હશે? અત્યારસુધી તો બ્રહ્મચર્ય પાળવું, લીલોતરી ન ખાવી, કંદમૂળ ન ખાવાં, દયા પાળવી ઇત્યાદિને ધર્મ માનતા હતા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦ [ સમયસાર પ્રવચન ભાઈ, પરના ગ્રહણ-ત્યાગ આત્મામાં છે નહીં. ૫૨નો ત્યાગ કર્યો એમ માનવું એ મિથ્યાત્વ છે મેં બધું છોડી દીધું એવું અભિમાન (માન્યતા ) એ પણ મિથ્યાત્વ છે. અને એવા લોકોને ત્યાગી માને એ બધા મિથ્યાદષ્ટિ છે. કેમકે ૫૨વસ્તુને આત્માએ ગ્રહી નથી તો છોડે કયાંથી? ૫૨ ચીજ-શરીર, મન, વાણી, સ્ત્રી, પુત્ર, સંપત્તિ, દેશ ઇત્યાદિનું ગ્રહણ કર્યું હોય તો ત્યાગ હોય. પણ એનું ગ્રહણ કર્યું જ નથી ને. હા, પર્યાયમાં વિકારને અજ્ઞાનભાવ વડે ગ્રહણ કીધો છે. એનો ત્યાગ એ પણ થનમાત્ર છે. રાગના ત્યાગનો કર્તા માનવો એ વ્યવહાર કથનમાત્ર છે. પરમાર્થે રાગનો કર્તા આત્મા નથી. સમયસાર ગાથા ૩૪ માં આવે છે કે-પરમાર્થે પરભાવના ત્યાગનો કર્તા આત્મા નથી. આત્મા તો ચૈતન્યચમત્કાર-માત્ર તેજ:પુંજ છે. તેમાં રાગ છે અને એને છોડવો એવું છે નહીં. રાગ પરવસ્તુ છે, તેથી રાગને છોડવો એ પણ નથી. બહુ ઝીણું પડે એટલે કહે આ તો નિશ્ચયની વાતો છે, પણ આ તો વસ્તુસ્વરૂપનો ભગવાનનો કહેલો માર્ગ છે. ભગવાનની વાણી સાંભળવા એકાવતારી ઇન્દ્રો આવે છે. સૌધર્મ-દેવલોક છે ને ? તેનાં ૩૨ લાખ વિમાન હોય છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. એનો સ્વામી શક્રેન્દ્ર એકાવતારી હોય છે. તે એક ભવ કરી મોક્ષ જશે. અને એની હજારો ઇંદ્રાણી પૈકી જે મુખ્ય પટરાણી છે તે પણ એકાવતારી હોય છે. તે પણ ત્યાંથી નીકળી મનુષ્ય થઈને મોક્ષ જશે. અહાહા...! તે જ્યારે સમોસરણમાં દિવ્યધ્વનિ સાંભળતા હશે, ગણધરો, મુનિવરો સાંભળતા હશે તે દિવ્યધ્વનિ-જિનવાણી કેવી હશે ? દયા પાળો એવી વાત તો કુંભારે ય કહે છે. અહીં તો પરમેશ્વરની વાણી અનુસાર કહે છે કે પરની દયા તો આત્મા પાળી શકતો નથી, પરંતુ પરની દયાનો જે વિકલ્પ ઊઠે છે તે રાગ છે, એ આત્માની હિંસા છે. તથા પરની દયા પાળી શકું છું એ માન્યતા મિથ્યાત્વ છે. આવો માર્ગ છે, ભગવાન! બધા આત્મા સ્વભાવે ભગવાન છે. એવા ભગવાન આત્માનો અનુભવ થતાં અનેક પ્રકારના નયવિકલ્પો ઉત્પન્ન થતા નથી, તથા ‘પ્રમાળં અસ્તું ત્તિ' પ્રમાણ અસ્ત થઈ જાય છે. કેવળજ્ઞાન પ્રત્યક્ષ અને મતિ-શ્રુતજ્ઞાન પરોક્ષ છે એવા વિકલ્પ અસ્ત પામી જાય છે. ‘અપિ =’ અને ‘નિક્ષેપવમ્ વવિત્ યાતિ, ન વિદ્ય:' નિક્ષેપોનો સમૂહ કયાં જતો રહે છે એ અમે જાણતા નથી. આત્માનુભવમાં નામ, સ્થાપનાદિ નિક્ષેપોના વિકલ્પો નાશ પામી જાય છે. ‘મ્િ અપરમ્ અમિષ્મ:' આથી અધિક શું કહીએ ? ‘દ્વૈતત્ વ ત્ત માતિ' દ્વૈત જ ભાસતું નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘન પરમ સામાન્યસ્વભાવ જીવવસ્તુનો અનુભવ થતાં બેપણું જ ભાસતું નથી. ગુણ–ગુણીનો ભેદ તો દૂર રહો, પણ આ અનુભવની પર્યાય અને જેને અનુભવે–જાણે તે આ ત્રિકાળી શુદ્ધ ' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૧૧ આત્મા-એમ બેપણું જ ભાસતું નથી. અનુભવમાં એકપણે જે ચીજનો અનુભવ છે તે જ ભાસે છે. ઘણું સૂક્ષ્મ, ભાઈ. (ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એમ છે.) * કળશ-૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ-નયાદિ ભેદની તો વાત જ શી ? ભેદને ગૌણ કરવો એટલે આ પર્યાય છે, આ દ્રવ્ય છે-એમ ભેદનું લક્ષ છોડી દેવું. પર્યાય નથી એમ પર્યાયનો અભાવ કરીને લક્ષ છોડી દેવું એમ નહીં, પણ પર્યાયને ગૌણ કરીને–પેટામાં રાખીને એનું લક્ષ છોડી દેવાની વાત છે. ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની, પરમપરિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધચૈતન્યઘન શાશ્વત એક જ્ઞાયકભાવની દષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે, પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દષ્ટિ કરી ઝૂકે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે. ભાઈ ! તારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તો પર્યાયમાત્રને ગૌણ કરી અસત્યાર્થ કર. નિયમસાર ગાથા ૫૦માં નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે, ગૌણ કરીને અસત્યાર્થ કહી છે; કેમકે જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી એવી રીતે પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. અહીં કહે છે-શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી જે આત્મા એનો અનુભવ થતાં વૈત જ પ્રતિભાસતું નથી, પ્રમાણ, નય, નિક્ષેપની તો વાત જ શું? એકાકાર ચિન્માત્ર જ દેખાય છે. આ સમજ્યા વિના વ્રત, તપ અને ભક્તિ આદિ બધું વર વિનાની જાન જેવું છે. આત્મા “વર” જે મુખ્ય ચીજ છે તેને છોડી લોકો ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. એ ક્રિયાકાંડમાં બહારથી બીજા કરતાં વિશેષ દેખાય તો ઓ હો હો એમ એને મહિમા થઈ જાય છે. પણ પ્રભુ! એકવાર સત્ય શું છે એ સાંભળ તો ખરો. આ વીતરાગનો માર્ગ તો લોકો માને છે એનાથી જાદો અલૌકિક છે. કોઈની સાથે એની મેળવણી થઈ શકે તેમ નથી. ભગવાન સર્વજ્ઞ એમ ફરમાવે છે કે આ અખંડ આનંદસ્વરૂપ ચૈતન્યઘન જે વસ્તુ એમાં દ્રવ્યકર્મ અને રાગ તો નથી પણ જે વર્તમાન પર્યાય વસ્તુનો અનુભવ કરે છે તે પર્યાય પણ વસ્તુ-દ્રવ્યમાં નથી. પર્યાયમાં ત્રિકાળીનો અનુભવ થાય તોપણ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ (ત્રિકાળી) દ્રવ્યનું જ્ઞાન આવે છે. આવી અપૂર્વ વાત છે, ભાઈ ! આવી એકરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨ [ સમયસાર પ્રવચન ચેતજવસ્તુનો અનુભવ થતાં કોઈ ભેદ જણાતો નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે. એકાંત થઈ ગયું ને? સમ્યક્રઅનુભવમાં એકાંત જ જણાય છે. એને સમ્યગ્દર્શન અને ધર્મ કહેવામાં આવે છે. અહીં વિજ્ઞાનાતવાદી તથા વેદાંતી કહે છે કે અંતે તો પરમાર્થરૂપ અદ્વૈતનો જ અનુભવ થયો. અમે તો અદ્વૈત કહીએ જ છીએ. તમારામાં પણ અદ્વૈત આવ્યું. તમે કહ્યું ને કે-“અનુભવમાં વૈત જ ભાસતું નથી”-દ્વૈત કાંઈ છે જ નહીં. એ જ અમારો મત છે. વેદાંત કહે છે કે એક જ આત્મા સર્વવ્યાપક અભેદ છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી પણ એવું કહે છે. આ રીતે અજ્ઞાની પ્રશ્ન કરે છે કે નય, નિક્ષેપની બહુ લાંબી લાંબી વાત કરીને તમે વિશેષ શું કહ્યું? તેનો ઉત્તર તમારા મતમાં સર્વથા અદ્વૈત-એટલે બે નહીં, એક જ માનવામાં આવે છે. અજ્ઞાનીના મત પ્રમાણે સર્વથા અદ્વૈત માનવામાં આવે તો પર એવી બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય. આત્મા રાગ, આદિ જે પરજ્ઞયને જાણે છે તે સર્વ ચીજનો અભાવ થઈ જાય. પણ એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે, અપેક્ષાથી કથન છે. તે બાહ્યવસ્તુનો લોપ કરતી નથી. બાહ્ય ચીજ બાહ્ય ચીજમાં તો છે, તે આત્મામાં નથી. રાગ રાગપણે છે, પર્યાય પણ પર્યાયપણે છે. કોઈ બાહ્ય વસ્તુ અભાવરૂપ નથી. અમારે ત્યાં તો નયવિવેક્ષા છે. નિશ્ચયનયના વિષયનો અનુભવ થતાં વૈત દેખાતું નથી એમ છે. એમ કહેવાથી બાહ્ય ચીજ, રાગ, પર્યાય નથી એમ નથી. શુદ્ધ દ્રવ્ય અનુભવમાં આવતાં વિકલ્પ મટી જાય છે એટલું જ પ્રયોજન છે. પૂર્ણાનંદનો નાથ જે શુદ્ધ જ્ઞાયકભાવ એના તરફના ઝૂકાવથી જ્યારે અનુભવ થાય છે ત્યારે ભેદનો વિકલ્પ મટી જાય છે. ભેદ વસ્તુ જગતમાં નથી એમ નથી. વેદાંત એક જ સર્વવ્યાપક કહે છે, પણ એમ નથી. અનંત આત્મા (સંખ્યાએ) છે. એકેએક આત્મા (અસંખ્યાત પ્રદેશી) શરીર-પ્રમાણ છે. આત્મા (ક્ષેત્રથી) સર્વવ્યાપક નથી. એક આત્મામાં અનંત ગુણો છે અને તે અનંત ગુણોમાં એક સમયમાં અનંત પર્યાયો થાય છે. આ બધાની સત્તા (હોવાપણું) રાખીને અભેદના અનુભવમાં એનો ( પર સત્તા અને ભેદનો) વિકલ્પ મટી જાય છે એમ વાત છે. વસ્તુ મટી જાય છે એમ નહીં. અરેરે ! જૈનદર્શન શું છે એને યથાર્થ સમજ્યા વિના જૈનમાં પણ કોઈ લોકોને વેદાંતની શ્રદ્ધા હોય છે. જૈનદર્શનમાં તો પરમાનંદસ્વરૂપ, અતીન્દ્રિયઆનંદનું ધામ, શુદ્ધ-ચેતનામાત્રવતુ જે છે તેમાં એકાગ્ર થતાં ભેદનો વિકલ્પ મટી જાય છે અને વ્યક્ત પરમા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૧૩ નંદની પ્રાપ્તિ થાય છે, એનું નામ અંત કહ્યું છે. અદ્વૈત એટલે બધું એક છે એમ નહીં. આ રીતે અનુભવ કરાવવા માટે એમ કહ્યું કે “શુદ્ધ અનુભવમાં બૈત ભાસતું નથી.' પંડિતજી અહીં ખુલાસો કરે છે કે જો બાહ્ય વસ્તુઓનો લોપ કરવામાં આવે તો આત્માનો જ લોપ થઈ જશે. આત્મા વડું દર્શન-જ્ઞાનસ્વભાવ છે. તેની એક એક સમયની પર્યાય પ્રગટ થાય છે. આત્માની જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકને જાણવાની તાકાત છે. હવે જો બાહ્યવસ્તુ-લોકાલોક ન હોય તો તેને જાણનારી જ્ઞાનની પર્યાય પણ ન હોય, અને જો પર્યાય ન હોય તો જેની એ પર્યાય છે એવી અનંત પર્યાયોનો પિંડ આત્મા જ ન હોય. તેથી જો લોકાલોકને ન માનવામાં આવે તો પોતાનો જ લોપ થઈ જાય, અને એ પ્રમાણે શૂન્યવાદનો પ્રસંગ આવે. આત્માની શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણવાની તાકાત છે. જો લોકાલોકને ન માને તો તેને જાણનાર પોતાની પર્યાયને પણ ન માની, આવી અનંતી પર્યાયનો આધાર જે જ્ઞાનગુણ તે પણ ન માન્યો અને તો અનંત ગુણનો પિંડ જે આત્મા પોતે છે તેને પણ ન માન્યો. આમ સર્વ શૂન્યવાદનો પ્રસંગ આવી જાય. માટે તમો કહો છો તે પ્રમાણે વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. તમે અદ્વૈત જ કહો છો, બીજું કાંઈ છે જ નહીં એમ કહો છો. દ્રવ્ય એકલું છે અને પર્યાય પણ નથી તો દ્રવ્ય છે એનો નિર્ણય કરવાવાળું કોણ છે? જે અનિત્ય પર્યાય છે તે નિત્ય (વસ્તુ )નો નિર્ણય કરે છે. જો તમે એકલું નિત્યને માનશો તો તે માનનારી-નિર્ણય કરનારી પર્યાયનો નાશ થઈ જશે. તે પ્રસંગમાં નિત્યનો પણ અભાવ જ થઈ જશે. આમ વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, તેમાં ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ દ્રવ્ય તેમાં દષ્ટિ કરતાં એકલો અભેદનો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવા અભેદ આત્માનો અનુભવ કાંઈ વિશેષ (ઝાઝું) જ્ઞાન હોય તો જ થાય એમ નથી. નરકમાં પડેલો નારકી જીવ, આઠ વર્ષની બાળકી તથા તિર્યંચ પણ અનુભવપૂર્વક સમકિત પામે છે. અઢીદ્વીપ જ્યાં મનુષ્યો છે ત્યાં પણ તિર્યંચો છે અને અઢીદ્વીપ બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો છે જે પાંચમા ગુણસ્થાનવાળાં છે. એમાં શું છે? આત્મા છે ને? એક ત્રિકાળ ધ્રુવ આત્માની દષ્ટિ થવી જોઈએ. અનાદિથી જીવ એક સમયની પર્યાયમાં (ભેદમાં) રમે છે. (એને જ જુએ છે) પર્યાયની પાછળ આખું ધ્રુવ દ્રવ્ય પડયું છે એને જોતો નથી. જેમ સોનાની કુંડલ, કડું, વીંટી આદિ પર્યાયની પાછળ પૂરું સોનું પડ્યું છે કે નહીં? એમ એક સમયની પ્રગટ જ્ઞાનની જે પર્યાય છે એ પર્યાયની પાછળ એકરૂપ પરમાત્મતત્ત્વરૂપ પૂર્ણ જ્ઞાયકદળ પડ્યું છે. તે અનંતગુણ-મંડિત છે. પણ ગુણ-ગુણીના ભેદ પર નજર કરવાથી વિકલ્પ રાગ ઊઠે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪ [ સમયસાર પ્રવચન છે. જે રાગ ઉત્પન્ન થાય છે એ દુઃખનું કારણ છે, દુ:ખ જ છે. તેથી ભેદને ગૌણ કરી ભગવાન સર્વજ્ઞદવે જેવો આત્મા જોયો છે તે શુદ્ધ ચૈતન્યઘન આનંદદળમાં દષ્ટિ કરવી જોઈએ. તેથી સમ્યગ્દર્શનરૂપ ધર્મ થાય છે. વસ્તુ જેવી અનંતગુણરૂપ અને એક સમયની પર્યાયરૂપ કે જેમાં લોકાલોક જાણવાની શક્તિ છે એવી વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના અનુભવ કરવામાં આવે તે મિથ્યાત્વ છે. વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના ઘણા વેદાંતી એમ કહે છે કે અમે શુદ્ધ અદ્યતનો અનુભવ કરીએ છીએ પણ એ અનુભવ જ નથી. ભગવાને અનંત આત્મા, એનાથી અનંતગુણા પરમાણુ, અસંખ્ય કાલાણ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ અને એક આકાશ એવાં છ દ્રવ્યો જોયાં છે. અને એ બધાં દ્રવ્યોને જાણવાવાળી પર્યાય પણ છે. એ પર્યાયથી ભિન્ન આખું આત્મદળ પડ્યું છે. પર્યાયથી આવા ચૈતન્યદળની દષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે, રાગ રહેતો નથી. ત્યારે નિર્વિકલ્પદશામાં શુદ્ધ અદ્વૈતનો અનુભવ થાય છે, અને ત્યારે પ્રગટ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એમ કહ્યા કરે પણ શુદ્ધ ચીજ શું છે અને કઈ રીતે છે એ જાણ્યા વિના શુદ્ધ અનુભવ સાચો નથી, એ તો મિથ્યાત્વ છે. સર્વથા અદ્વૈતવાદીને શૂન્યનો પ્રસંગ હોવાથી ઉલટી શ્રદ્ધામાં જે રાગનો અનુભવ થયો એ તો આકાશના ફૂલના અનુભવ જેવો અનુભવ થયો. આકાશમાં જેમ ફૂલ નથી તેમ એને વસ્તુનો અનુભવ નથી. જ્ઞાનમાં પ્રથમ એવો નિર્ણય કરે કે હું તો અનંતગુણનો પિંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. આ નિર્ણય કરનારી તો પર્યાય છે, પણ તે પર્યાય એમ જાણે છે કે-હું તો ત્રિકાળી ધ્રુવ છું. સમયસાર ગાથા ૩૨૦ની જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે : પર્યાય એવો નિર્ણય કરે છે કે-સંકળ નિરાવરણ, અખંડ-ખંડ નહીં, એક-ભેદ નહીં, પ્રત્યક્ષ-પરોક્ષ નહીં પ્રતિભાસમય જાણવામાં આવે છે એવો, અવિનશ્વર, નિત્ય ધ્રુવ શુદ્ધપારિણામિકપરમભાવલક્ષણ, નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. પર્યાય એમ જાણે છે કે હું આ છું, હું પર્યાય છું એમ જાણતી નથી. નિર્ણય-કાર્ય પર્યાયમાં થાય છે, ધ્રુવમાં નહીં. ધ્રુવ તો ત્રિકાળ-નિરાવરણ કારણરૂપ છે, તેને કારણપરમાત્મા કહે છે. ભાઈ ! પરમાત્મસ્વરૂપ ભગવાન આત્માનો માર્ગ તો કોઈ અલૌકિક છે. તે વસ્તુદષ્ટિ વિના અનંતકાળમાં પણ પ્રાપ્ત થયો નહીં. અગિયાર અંગનું જ્ઞાન કર્યું, નવ પૂર્વની લબ્ધિ પ્રગટી, અને શુકલ લેશ્યા-ચામડી ઉતારીને ખાર છાંટે તોપણ આંખનો ખૂણો લાલ થાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૧૫ નહીં-એવા શુકલ લેશ્યાના મંદકષાયના પરિણામ થયા, તથા તેના ફળમાં સ્વર્ગ ગયો. પણ એમાં શું થયું? જન્મ-મરણ મટયાં નહીં. સ્વર્ગનો ભવ હો કે નરકનો-ચારેય ગતિ દુર્ગતિ છે, એક સિદ્ધપદ સુગતિ છે. ભગવાન આત્માની યથાર્થ દષ્ટિ કરી સિદ્ધપદની સાધના પ્રગટ કરવી જોઈએ. હવે શુદ્ધનયનો ઉદય થાય છે, એની સૂચનારૂપ શ્લોક કહે છે: * કળશ-૧૦ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘શુદ્ધનય: કાત્મસ્વમાવત્ પ્રાશયન ગમ્યુવેતિ' શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. જ્ઞાનની જે પર્યાય ત્રિકાળી ધ્રુવને વિષય કરે તેને શુદ્ધનય કહે છે. વિષય અને વિષયી એવો ભેદ કાઢી નાખીને ગાથા ૧૧માં ત્રિકાળી ધ્રુવ વસ્તુને જ શુદ્ધનય કહ્યો છે. ‘મૂલ્યો સિવો ૬ સુદ્ધનો.' એક સમયની પર્યાય સિવાયની આખી ચીજ જે સત્યાર્થ અનાદિ-અનંત શુદ્ધ અખંડ દ્રવ્ય છે તે શુદ્ધનય છેએમ કુંદકુંદાચાર્ય દેવ કહે છે. અધ્યાત્મમાં નય-વિષયી અને એનો વિષય-દ્રવ્ય એટલો ભેદ પણ કાઢી નાખવામાં આવે છે. ત્રિકાળીને સત્યાર્થ કહીને પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી. પર્યાય અને પરનું લક્ષ છોડાવવા માટે પર્યાય હોવા છતાં એને ગૌણ કરીને વ્યવહાર કહી. પરવસ્તુ જે વ્યવહાર છે એ સ્વની અપેક્ષાએ અસત્ છે. સ્વદ્રવ્યની અપેક્ષાએ પરવસ્તુ અદ્રવ્ય છે. એવી રીતે ત્રિકાળીની અપેક્ષાએ પર્યાયને ગૌણ કરીને અસત્-અસત્યા કહેવામાં આવી છે. ભાઈ ! આ તો કેવળી પરમાત્માની કહેલી વાત છે. નિયમસાર ગાથા ૮ ની ટીકામાં કહ્યું છે કે “પરમાગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે.” આ તો અમૃતના પ્યાલા છે; જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે. વર્તમાનમાં બહુ જ ગરબડ છે. સત્ય વાતને નિશ્ચયાભાસ કહે છે. કહે છે કે વ્યવહારને માનતા નથી. પરંતુ કોણ કહે છે કે વ્યવહાર નથી ? વ્યવહાર છે, પરદ્રવ્ય છે, રાગ છે, પર્યાય છે. પરંતુ સમ્યગ્દર્શન અને જ્ઞાનની પ્રાપ્તિ કરાવવાના પ્રયોજનની સિદ્ધિ અર્થે ત્રિકાળી દ્રવ્યને સત્ય કહ્યું અને પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી અસત્ય કહી છે. વેદાંતમાં આ દ્રવ્ય અને આ પર્યાય એવું કયાં છે? આ ગૌણ કરવું એવું કયાં છે? બધી જૂઠી વાત છે. વેદાંતમાં નિશ્ચયની વાતો બહુ કરે પણ પર્યાય અનિત્ય છે એમ વાત આવે ત્યાં ભડકે. જૈનમાં પણ વ્રત કરવાં, તપ કરવું, ઉપવાસ કરવા એમ વાત આવે તો સમજે, પણ અધ્યાત્મની વાત આવે તો ચમકે કે હું! ભગવાન! એકવાર સાંભળ તો ખરો. જે પર્યાયને સ્પર્શતી નથી એવી તારી ચીજ અંદર પરમાત્મસ્વરૂપે પડી છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ ના અલિંગગ્રહણના ૧૯ મા બોલમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ [ સમયસાર પ્રવચન આ વાત લીધી છે કે આત્મા પર્યાયવિશેષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે.” ઉપરાંત સમયસાર ગાથા ૪૯ ના અવ્યક્તના પાંચમા બોલમાં પણ આવે છે કે“વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે.' અહીં કહે છે કે આવો જે આત્મા શુદ્ધ જ્ઞાયકભાવ પરમ-પારિણામિકસ્વભાવ તેને પ્રગટ કરતો શુદ્ધનય ઉદયરૂપ થાય છે. તે (શુદ્ધનય) આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે?—“પરમાવમિત્ર' પરદ્રવ્ય, પદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. જોયું? “પોતાના વિભાવો” એમ શબ્દ લીધો છે. પરદ્રવ્યના નિમિત્તથી થતાં નૈમિત્તિક વિભાવભાવો એ કોઈ નિમિત્તથી થયા નથી નિમિત્ત તો નિમિત્તમાં છે અને પોતાની પર્યાય પોતામાં થાય છે પંચાસ્તિકાય ગાથા ૬ર માં આવે છે કે-વિકાર થવામાં પરકારકની અપેક્ષા નથી. નિશ્ચયથી વિકાર પરની અપેક્ષા વિના થાય છે. અહીં જે કહ્યું કે “પદ્રવ્યના નિમિત્તથી થવાવાળા” એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. બાકી નિશ્ચયથી વિકાર થાય છે પોતામાં પોતાની અપેક્ષાથી, પરકારકની એમાં અપેક્ષા છે જ નહિ. પરદ્રવ્યના નિમિત્તના સંબંધે પોતામાં યોગ્યતાથી પર્યાય થાય છે. પર્યાય થાય છે પોતાથી, પરથી નહીં. એ વિકારી પર્યાયથી પણ આત્મા ભિન્ન છે. અહીં ત્રણ વાત કહી પદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ, પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવભાવો જે વિકારાદિ-તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધનય પ્રગટ કરે છે. કોઈ પ્રશ્ન કરે કે “એવા પરભાવોથી” એમ કહ્યું એમાં પર્યાય (વર્તમાન) આવે કે નહીં? સમાધાન એમ છે કે-પર્યાય છે તો દ્રવ્યથી ભિન્ન, પણ એ વાત અહીં નથી. ત્રિકાળીને વિષય કરનારી પર્યાય, કર્મ, કર્મનો ભાવ અને વિભાવથી ભિન્ન પડીને અંતરમાં દ્રવ્ય તરફ ઝુકે છે–ત્યારે એ પર્યાય આત્મસ્વભાવને પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, “બાપૂન' આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ, કર્મથી પૂર્ણ ઇત્યાદિ સમસ્ત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે. ત્રણ લોકમાં (સંખ્યાએ) અનંત જીવ છે. એનાથી અનંતગુણા પરમાણુ છે. એનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે. એનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૧૭ એનાથી અનંતગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણ-શક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધનય આવા પૂર્ણશક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. જ્ઞાનમાં જે ભેદ પડે છે એ તો કર્મસંયોગથી છે. શું કહ્યું? આ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળજ્ઞાનએ જે પર્યાયના ભેદો છે એ તો કર્મના નિમિત્તની અપેક્ષાથી છે. વસ્તુમાં ( જ્ઞાન-સ્વભાવમાં ) ભેદ નથી. શુદ્ધનયમાં કર્મ અને કર્મની અપેક્ષા ગૌણ છે. શુદ્ધનય તો એકમાત્ર પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે છે. ભાઈ ! આ ચીજને સમજવી એ કોઈ અલૌકિક પુરુષાર્થ છે. વળી તે. ‘મારિ–અન્ત–વિમુp' આત્મસ્વભાવને આદિઅંતથી રહિત પ્રગટ કરે છે. વસ્તુ ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્મા છે. એ આદિ-અંતવિમુક્ત છે. જેવો આત્મા આદિ-અંત રહિત છે તેવો સ્વભાવ પણ આદિ-અંત રહિત છે. “છે” એની આદિ શું? “છે” એનો અંત શું? “છે' એમાં અપૂર્ણતા શું? “છે' એમાં વિકાર શું? ચીજ છે તે જ્યારે નજર નાખે ત્યારે ચીજ છે. શુદ્ધનય, કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પારિણામિકભાવને પ્રગટ કરે છે. પરિણામિક એટલે જેમાં નિમિત્તના સદ્દભાવ કે અભાવની અપેક્ષા નથી એવો સહજસ્વભાવ. એકલો પરમ પરિણામિકસ્વભાવભાવરસ જ્ઞાનરસ, આનંદરસ, શાંતરસ, વીતરાગરસ એવા અનંતરસનું જે અનાદિઅનંત એકરૂપ તેને પ્રગટ કરે છે. પરમાણુ જે પર્યાયવિનાનું (દ્રવ્ય) છે તેને પણ પારિણામિકભાવ કહે છે. અહીં તો જીવના જ્ઞાયક-ભાવરૂપ પરિણામિકની વાત છે. પર્યાય રહિત દ્રવ્ય એ પરમપારિણામિકભાવ છે. તેને શુદ્ધનય પ્રગટ કરે છે. વળી તે, “ઘ' આત્મસ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે. આત્મા અને પર્યાય એવા દ્વૈતભાવથી રહિત અભેદ એકાકાર પ્રગટ કરે છે. કોઈને લાગે કે વેદાંત જેવું તો નથી થઈ જતું ને? ભાઈ, વેદાંતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય છે જ કયાં? અહીં તો શુદ્ધનય એકરૂપ ચૈતન્યપ્રકાશનો પૂંજ જે પરમસ્વભાવભાવ તેને પ્રગટ કરે છે એમ વાત છે. અને “વિનીન સર્ક્યુત્પ–વિ –નાનં' જેમાં સમસ્ત સંકલ્પ-વિકલ્પના સમૂહો વિલય થઈ ગયા છે એવો પ્રગટ કરે છે. દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી એને સંકલ્પ કહે છે, એ મિથ્યાત્વ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮ [ સમયસાર પ્રવચન શુભરાગના વિકલ્પને પણ પોતાનો માનવો એ મિથ્યાત્વ છે. પુણ્ય-પાપના ભાવને શાસ્ત્રમાં પુદ્ગલના કહ્યા છે, કારણ કે એમાં ચેતનનો-જ્ઞાનનો અંશ નથી. રાગ ચૈતન્યના અભાવરૂપ છે, તેમાં ચૈતન્યના નૂરનો અંશ પણ નથી. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિકલ્પમાં ભગવાન ચૈતન્યની જાતિ નથી, તેથી પુદ્ગલના કહ્યા છે. અને યોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ પડવો તેને વિકલ્પ કહે છે. શેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડે છે એ અનંતાનુબંધીનો વિકલ્પ છે. અનેકને જાણવારૂપ પર્યાય તો થઈ છે પોતાથી અને ખરેખર તો જ્ઞાન એકરૂપે રહીને પોતાને જાણે છે. એકપણામાં અનંતપણું-ખંડપણું થઈ જાય છે એમ નથી; છતાં શેયના ભેદથી જ્ઞાનમાં ખંડ-ભેદ માલૂમ પડવો એ વિકલ્પ છે. આવા સંકલ્પવિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણસ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધનય ઉદય પામે છે. ન કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૪ जो पस्सदि अप्पाणं अबद्धपुढे अणण्णयं णियदं। अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि।।१४।। यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यकं नियतम्। अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि।।१४।। એ શુદ્ધનયને ગાથાસૂત્રથી કહે છે: અબદ્ધસ્પષ્ટ, અનન્ય ને જે નિયત દેખે આત્મને, અવિશેષ, અણસંયુક્ત, તેને શુદ્ધનય તું જાણજે. ૧૪. ગાથાર્થ- [ :] જે નય [ માત્માનમ] આત્માને [ ગવદ્ધસ્કૃષ્ટમ] બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, [ગનન્ય$] અન્યપણા રહિત, [ નિયતમ્] ચળાચળતા રહિત, [વિશેષ{] વિશેષ રહિત, [મસંયુ$] અન્યના સંયોગ રહિત એવા પાંચ ભાવરૂપ [પશ્યતિ ] દેખે છે [તં] તેને, હે શિષ્ય! તું [ શુદ્ધનયં] શુદ્ધનય [ વિનાનીદિ] જાણ. ટીકા:- નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્તએવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે; એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. (શુદ્ધનય કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો-એક જ છે, જાદાં નથી.) અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? તેનું સમાધાનઃ-બદ્ધસ્પષ્ટત્વ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ અનુભૂતિ થઈ શકે છે. આ વાતને દાંતથી પ્રગટ કરવામાં આવે છે: જેમ કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જળથી જરાય નહિ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦ [ સમયસાર પ્રવચન સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ-છે અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણે ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્કૃષ્ટપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્યપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્મલિત (–સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં (પર્યાયોના બીજા-બીજાપણારૂપ ) અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અખ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું ) ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તો પણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવથી સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે. જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપતાપણારૂપ-અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણે ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોર્ડ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૨૧ તોપણ જે પોતે એકાંત બોધરૂપ ( જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. ભાવાર્થ:- આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે: (૧) અનાદિ કાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મયુગલના સ્પર્શવાળો દેખાય છે, (૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે, (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે-એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી, (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે અને (૫) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુ:ખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. એ દષ્ટિ (અપેક્ષા)થી જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ નથી થતો, અને એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને–તેના પ્રતિપક્ષી શુદ્ધદ્રવ્યાર્થિક નયને-ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ, તેને શુદ્ધનયની દષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ (પાંચ) ભાવોથી જે અનેકપ્રકારપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે, તે સ્યાદવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા પણ અનંત ધર્મવાળો છે. તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક પુદ્ગલના સંયોગથી થાય છે. જે કર્મના સંયોગથી થાય છે, તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે અને તે સંબંધી સુખદુઃખ આદિ થાય છે તેમને ભોગવે છે. એ, આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે; અનાદિઅનંત એક આત્માનું જ્ઞાન તેને નથી, તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિક નયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. તેને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવરૂપ પરિણમતો નથી; તેથી કર્મ બંધાતાં નથી. અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારનયને ગૌણ કરી અભૂતાર્થ (અસત્યાર્થ) કહ્યો છે અને શુદ્ધનિશ્ચયનયને સત્યાર્થ કહી તેનું આલંબન દીધું છે. વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. આ કથનથી એમ ન સમજી લેવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે. એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ ( [ સમયસાર પ્રવચન (માનિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે અને તેથી મિથ્યાત્વ આવી જશે, એ રીતે એ શુદ્ધનયનું આલંબન પણ વેદાંતીઓની જેમ મિથ્યાષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું, મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્ય પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દષ્ટિમાં જે બદ્ધસ્પષ્ટ આદિ રૂપે દેખાય છે તે એ દષ્ટિમાં તો સત્યાર્થ જ છે પરંતુ શુદ્ધનયની દષ્ટિમાં બદ્ધસ્કૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. આ કથનમાં ટીકાકાર આચાર્ય સ્યાદ્વાદ બતાવ્યો છે એમ જાણવું. વળી, અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાન-પ્રમાણનો અંશ છે; શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે; તેથી આ નય પણ પરોક્ષ જ જણાવે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત, બદ્ધસ્કૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત આત્મા ચૈતન્યશક્તિમાત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. વળી તેની વ્યક્તિ કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે તે કંથચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે, અને સંપૂર્ણજ્ઞાન જે કેવળજ્ઞાન તે જોકે છમસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહિ ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બદ્ધસ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર-દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ-બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે. આ શુદ્ધનયની દૃષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું, કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. અહીં, આ શુદ્ધનયને મુખ્ય કરી કલસરૂપ કાવ્ય કહે છે – શ્લોકાર્થ:- [ નત તમ્ gવ સચસ્વભાવનું અનુમવતુ] જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો કે [2] જ્યાં [ ગમી વર્બસ્કૃષ્ટમાવી:] આ બદ્ધસ્પષ્ટ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૩ ભાગ-૧ ] अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।११।। (શાત્મવિશ્રીડિત) भूतं भान्तमभूतमेव रभसान्निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देव: स्वयं शाश्वतः।।१२।। આદિ ભાવો [– રમ્ ૩૫રિ તરન્ત: ]િ સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે તોપણ [પ્રતિતી ન દિ વિદ્રથતિ] (તેમાં) પ્રતિષ્ઠા પામતા નથી, કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય છે, અનેકરૂપ છે; પર્યાયો દ્રવ્યસ્વભાવમાં પ્રવેશ કરતા નથી, ઉપર જ રહે છે. [સમન્તાત્ દોતમાન] આ શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થામાં પ્રકાશમાન છે. [સાતમોદીમૂય] એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાંસુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી. ભાવાર્થ- શુદ્ધનયના વિષયરૂપ આત્માનો અનુભવ કરો એમ ઉપદેશ છે. ૧૧. હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છે: શ્લોકાર્થ- [ ]િ જો [ વ: કપિ સુધી] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દષ્ટિ) [ ભૂત માન્તમ્ નમૂતમ્ વ વધું] ભૂત, વર્તમાન અને ભાવિ એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી [ રમાતુ] તત્કાળ-શીધ્ર [ નિર્મિ] ભિન્ન કરીને તથા [ મોહં] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન)ને [] પોતાના બળથી (પુરુષાર્થથી) [ વ્યદિત્ય] રોકીને અથવા નાશ કરીને [ સન્તઃ] અંતરંગમાં [ નિ મદો વનતિ] અભ્યાસ કરે–દેખે તો [ નયમ્ માત્મા] આ આત્મા [માત્મ– અનુભવ–– –મદિમાં] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [એp:] વ્યક્ત (અનુભવગોચર), [ ધ્રુવં] નિશ્ચલ, [ શાશ્વત:] શાશ્વત, [ નિત્ય – $–પટ્ટ–વિવેકન:] નિત્ય કર્મકલંક-કમથી રહિત-[ સ્વયં દેવ:] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [ સાતે] વિરાજમાન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ [ સમયસાર પ્રવચન (વસંતતિ71) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्वा। आत्मानमात्मनि निवेश्य सुनिष्पकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३।। ભાવાર્થ- શુદ્ધનયની દષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી-પર્યાયબુદ્ધિ બહિરાત્મા–તેને બહાર ટૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨. હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ તિ] એ રીતે [યા શુદ્ધત્તયાત્મિા ગાત્મ–અનુભૂતિઃ] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [ફ ઇવ વિના જ્ઞાન–અનુભૂતિઃ] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [તિ વૃધ્ધા ] એમ જાણીને તથા [ માત્માને માત્માનમ્ સુનિઝમ્પમ્ નિવેશ્ય] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [ નિત્યમ્ સમન્વીત : નવવધ–ઘન: મસ્તિ] “સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે' એમ દેખવું. ભાવાર્થ- પહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. ૧૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૨૫ | ૪૨ પ્રવચન નંબર: | દિનાંક : ૧૧-૧-૭૬ ૪૩ ૧૨-૧-૭૬ ४४ ૧૩–૧-૭૬ ૪૫ ૧૪-૧-૭૬ ૪૬ ૧૫-૧-૭૬ | પ્રવચન નંબર : | દિનાંક : ४७ ૧૬-૧-૭૬ ४८ ૧૭–૧-૭૬ ૪૯ ૧૮-૧-૭૬ અને ૫) ૧૯-૧-૭૬ * સમયસાર ગાથા-૧૪ * હવે શુદ્ધનયને ગાથાસુત્રથી કહે છે: કેવો જીવ જાણવાથી જીવ જાણ્યો કહેવાય એ વાત કરે છે. ખરેખર ભગવાન આત્મા અબદ્ધ છે, રાગ અને કર્મના સંબંધ વિનાની ચીજ છે. (જ્ઞાનની) પર્યાયમાં રાગની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ તો વ્યવહાર છે, પરંતુ રાગનો કર્મની સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એ પણ અસદભૂત વ્યવહાર છે. આત્મા અબદ્ધ કહેતાં રાગ અને કર્મના સંબંધ વિનાની ત્રિકાળી ચીજ છે એની અંતર્દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. એવા આત્માને જાણે ત્યારે આત્માને જાણ્યો એમ ખરેખર કહેવામાં આવે છે. * ગાથા-૧૪: ગાથાર્થ ઉપરનું પ્રવચન * : જે નવ માત્માન આત્માને ગવદ્ધપૃષ્ઠમ્ બંધરહિત અને પરના સ્પર્શરહિત, અનન્ય અન્યપણા રહિત, નિયતમ્ ચળાચળતા રહિત, વિશેષમ્ વિશેષ રહિત, સંયુpમ અન્યના સંયોગ રહિત-એવા પાંચભાવરૂપ પુણ્યતિ દેખે છે તે તેને, હું શિષ્ય ! તું શુદ્ધાં શુદ્ધનય વિનાનિહિ જાણ. જુઓ, નિશ્ચયનય-શુદ્ધનય આત્માને અબદ્ધસ્કૃષ્ટ જુએ છે, બંધરહિત અને પરના સ્પર્શરહિત જુએ છે. અબદ્ધપૃષ્ટને અબદ્ધસ્પષ્ટ સ્વભાવ દેખતો નથી. અબદ્ધસ્કૃષ્ટ એ તો ત્રિકાળી વસ્તુ છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે અબદ્ધસ્પષ્ટનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનું જિનશાસન એ શુદ્ધોપયોગ છે. એ શુદ્ધોપયોગ આત્માને અબદ્ધસ્કૃષ્ટ એટલે બંધરહિત અને પરના સ્પર્શરહિત, અન્યપણા રહિત નામ અનેરી નરનારકાદિ ગતિ રહિત, ચળાચળતા રહિત કહેતાં વૃદ્ધિ-હાનિ રહિત, વિશેષ રહિત એટલે ગુણ-ગુણીના ભેદ રહિત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬ [ સમયસાર પ્રવચન અને અન્યના સંયોગ રહિત એટલે કર્મ અને કર્મના નિમિત્તે જે વિકાર, દુ:ખ થાય છે એનાથી રહિત એમ પાંચ ભાવોથી રહિત દેખે છે. પાંચ ભાવોથી રહિત એમ કહ્યું ને? એનો અર્થ જ એમ થયો કે એવા પાંચ ભાવો છે. પણ એનાથી રહિત જે આત્માને દેખે છે એને હે શિષ્ય! તું શુદ્ધન, જાણ. કુંદકુંદાચાર્ય શિષ્યને આદેશ કરી કહે છે કે આ અબદ્ધસ્પષ્ટ આદિ જે પાંચ ભાવો સહિત જે એકરૂપ શુદ્ધવસ્તુ તે શુદ્ધના અનુભવને તું શુદ્ધનય જાણ. આ પાંચ ભાવો સમજાવવામાં ક્રમ પડે છે, અનુભવમાં ક્રમ નથી. વસ્તુનું સ્વરૂપ અર્થાત જિનશાસનનો આત્મા આવો કહેવામાં આવે છે. * ગાથા-૧૪ ટીકા ઉપરનું પ્રવચન * નિશ્ચયથી આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા અબદ્ધસ્પષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે. તથા અસ્પષ્ટ કહેતાં જે વિસસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે) તેના સ્પર્શથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નારકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીનાધિકપણું થાય છે એ અનિયત છે. એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે. આવા અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે. જોયું? આત્માની અનુભૂતિ તે શુદ્ધનય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધનય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. આત્માનું પરિણામ હોવાથી અનુભૂતિ એ આત્મા જ છે. આત્માના આનંદનું વેદન આવ્યું એ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે, જુદાં નથી. અભેદથી અનુભૂતિ અને અનુભૂતિનો વિષય આત્મા એક કહ્યાં છે. આ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે, રાગાદિ અનાત્મા પ્રકાશમાન થતા નથી. એક બાજા ગાથા ૩૮ માં એમ કહ્યું કે ખરેખર તો પર્યાય વિનાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ તેને આત્મા કહીએ. આત્મા એક ત્રિકાળી જ્ઞાયકભાવ છે એમ અનેક સ્થળે આવે છે. પણ એની અનુભૂતિ જ્ઞાનમાં થઈ ત્યારે ખ્યાલમાં આવ્યું કે આત્મા ત્રિકાળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૨૨૭ જ્ઞાયક છે; આ અનુભૂતિને શુદ્ઘનય કહ્યો છે. ગાથા ૬ માં એમ કહ્યું કે-જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવના સ્વભાવરૂપે થતો નથી. શુભાશુભભાવ અચેતન છે, અને શાયક છે તે ચેતન-જ્ઞાનરસરૂપ છે, તે કદીય અચેતનરૂપ થતો નથી તેથી તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. પ્રમત્ત-અપ્રમત્ત જે સંયોગજનિત પર્યાયો છે તેથી જ્ઞાયક ભિન્ન છે. પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત્ત અને સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી અપ્રમત્ત ગુણસ્થાનો છે. બન્નેમાંથી કોઈ જ્ઞાયકમાં નથી. આ દ્રવ્યદૃષ્ટિનો વિષય છે. પણ અહીં તો જે જ્ઞાનની પર્યાયમાં આત્માની-જ્ઞાયકની અનુભૂતિ થઈ કે આત્મા આવો અબદ્વત્કૃષ્ટ છે તેને શુદ્ઘનય કહ્યો છે. આ અનુભૂતિ આત્મા જ છે. રાગાદિ તે આત્મા નથી. વળી ગાથા ૬ માં આવે છે કે-તે જ (જ્ઞાયક) અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ' કહેવાય છે. એટલે પરદ્રવ્યોનું લક્ષછોડી એક નિજ જ્ઞાયકનું લક્ષ કરતાં જે શુદ્ધતા પ્રગટ થાય તે શુદ્ધતામાં આ ‘શુદ્ધ’ છે એવું ભાન થાય છે. એવું ભાન થયા વિના, જાણ્યા વિના ‘શુદ્ધ’ છે એમ કેવી રીતે કહેવાય ? ત્રિકાળી શુદ્ધ છે એને જાણ્યા વિના ત્રિકાળી શુદ્ધ કયાંથી આવ્યો ? આ ત્રિકાળી શુદ્ધને જાણનારી જે પર્યાય (જ્ઞાનની ) તેને શુદ્ઘનય કહે છે. આસ્રવ અધિકારમાં આવે છે કે શુદ્ઘનયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં થાય છે. એટલે કે પૂર્ણ કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે શુદ્ધનયનો આશ્રય કરવાનો રહેતો નથી તે અપેક્ષાએ શુદ્ધનયની પૂર્ણતા થઈ ગઈ એમ કહેવામાં આવ્યું છે. ત્યારે અહીં તો જ્ઞાયકને વિષય કરનારી પર્યાયને અનુભૂતિ અથવા શુદ્ઘનય કહે અને તે આત્માના જ પરિણામ છે તેથી અનુભૂતિ આત્મા જ છે એમ કહ્યું છે. એક બાજુ કહે કે અનુભૂતિના પરિણામ આત્માથી ભિન્ન નથી અને વળી બીજે ઠેકાણે એમ કહે કે કેવળજ્ઞાનની પર્યાય પણ આત્માથી ભિન્ન છે, બહિ:તત્ત્વ છે. અંતઃતત્ત્વ એક આત્મા જ્ઞાયક છે. અપેક્ષા શું છે તે બરાબર જાણવું જોઈએ. કેવળજ્ઞાનને બહિ:તત્ત્વ કહ્યું ત્યાં તો કેવળજ્ઞાન પર્યાય છે અને તેના આશ્રયે ધર્મ થતો નથી–પર્યાયમાંથી નવી પર્યાય ન આવે પણ એક જ્ઞાયકભાવના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે એ વાત બતાવી છે. અહાહા...! શુદ્ધનયનો વિષય તો દ્રવ્ય એકલું જ છે. પણ દ્રવ્યનું લક્ષ કરવાથી પરિણતિ શુદ્ધ પ્રગટ થઈ જાય છે ત્યારે પ્રમાણજ્ઞાન થઈ જાય છે. ત્યાં કોઈ પ્રશ્ન કરે કે નિશ્ચયનય તો એકલા ત્રિકાળીને જાણે છે અને પ્રમાણ તો ત્રિકાળી અને પર્યાય બન્નેને એક કાળમાં જાણે છે તો શુદ્ધ કોણ? ( પૂજ્ય કોણ ?) નિશ્ચયનય કે પ્રમાણ ? ઉત્તર : Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ [ સમયસાર પ્રવચન નિશ્ચયનય. કેમકે પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી. નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ આવે છે. તેથી નિશ્ચયનય શુદ્ધ છે. (પૂજ્ય છે). (નિશ્ચયનય એકને જ વિષય કરે છે અને એક છે તે જ શુદ્ધ છે ). ૧૧ મી ગાથામાં “મૂલ્યો સિવો ટુ સુદ્ધનો ' એમ કહ્યું ત્યાં જે ત્રિકાળી જ્ઞાનાનંદ એકરૂપ વસ્તુ આત્મા તેને સત્યાર્થ કહી શુદ્ધનય કહ્યો. નય અને નયના વિષયનો ભેદ ત્યાં કાઢી નાખીને ત્રિકાળીને શુદ્ધનય કહ્યો છે. અહીં કહે છે કે એવી સત્યાર્થ અબદ્ધસ્કૃષ્ટ ત્રિકાળી જે ચીજ તેની અનુભૂતિ તે શુદ્ધનય છે. ત્રિકાળી સત્યાર્થ વસ્તુમાં ઝૂકીને એકાગ્ર થતાં જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિમાં ત્રિકાળીનો યથાર્થ નિર્ણય થાય છે અને તે શુદ્ધનય છે. સવિકલ્પ નિર્ણય પ્રથમ હોય છે. ૧૩ મી ગાથામાં આવ્યું ને કે અજ્ઞાનીના (વેદાંતાદિના) અભિપ્રાયથી ભિન્ન ભગવાને જેવું વસ્તુતત્વ કહ્યું છે તેવું સિદ્ધ કરવા પ્રથમ નય, નિક્ષેપ, પ્રમાણથી વિકલ્પપૂર્વક નિર્ણય કરે છે પણ એ કોઈ વાસ્તવિક નિર્ણય નથી. વસ્તુતત્ત્વનો અનુભવ કરીને નિર્ણય કરવો અને એ નિર્વિકલ્પ અનુભૂતિમાં વસ્તુ આ જ્ઞાયક શુદ્ધ છે એવો ભાસ થઈ જવો એને યથાર્થ નિર્ણય અને શુદ્ધનય કહે છે. વેદાંત કહે છે એવો શુદ્ધ આત્મા છે નહીં. આ તો શુદ્ધ છે એવો પર્યાયમાં અનુભવ થવો એને શુદ્ધ કહે છે. વેદાંત તો પર્યાયને માનતો જ નથી. વેદાંત સાથે જૈનધર્મને કોઈ મેળ નથી. વળી કોઈ એમ કહે છે કે કુંદકુંદાચાર્યદેવે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. એવા લોકોને કાંઈ ખબર જ નથી. વેદાંત એ કોઈ ચીજ છે? વેદાંતમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ક્યાં છે? ભાઈ ! આ તો સર્વજ્ઞદેવ વીતરાગની વાણી છે. આવી વાત બીજે છે જ કયાં? અહાહા...! આત્મા અનંત ગુણનો પિંડ ત્રિકાળી ધ્રુવ શુદ્ધ છે અને એવા શુદ્ધ એની અનુભૂતિ થવી એ શુદ્ધનયછે. આ અનુભૂતિ એ આત્મા જ છે. આવી વાત બીજે ક્યાંય નથી. એ અનુભૂતિ આત્મા જ છે. એને શુદ્ધનય કહો, આત્મા કહો એ બધું એક જ છે, અલગ નથી. અહીં અલગ નથી એ આખી ચીજની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી અનુભૂતિ એ તો દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ભિન્ન છે. પરંતુ જેવું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તેવી શુદ્ધની જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માની જાતની જ છે તેથી આત્મા જ છે એમ કહ્યું છે. જેમ રાગ ભિન્ન ચીજ છે તેમ અનુભૂતિ ભિન્ન નથી તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૨૨૯ આત્મા જ છે. ભાઈ! આ તો જિનેન્દ્રનો માર્ગ એટલે આત્માનો માર્ગ. આત્મા જિનસ્વરૂપ જ છે. કહ્યું છે ને કે ‘જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ; એ હી વચન સે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.’ શિષ્ય એટલું તો લક્ષમાં લીધું કે અબદ્ધ-સ્પષ્ટ એવા ભૂતાર્થને આત્મા કહે છે. તથા એવા આત્માની અનુભૂતિને ધર્મ કહે છે. હવે શિષ્ય પૂછે કે એવા આત્માની અનુભૂતિ કેમ થાય ? એવો આત્મા તો અમારા દેખવામાં આવતો નથી તો અનુભવ કેમ થાય? અમારી નજરમાં તો બદ્ધસૃષ્ટાદિ ભાવો આવે છે તો એનો અનુભવ કેમ થાય? એનું સમાધાનઃ- શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે કે બહ્વસૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બદ્ધસૃષ્ટાદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કા૨ણે એનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ અને રાગાદિનો સંબંધ જે છે એ કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે. પ્રશ્ન:- જે છે એને અભૂતાર્થ-અસત્યાર્થ કેમ કહ્યા? વર્તમાન પર્યાય તરીકે સત્ય છે, પણ ત્રિકાળ ધ્રુવમાં એ નથી. તથા બદલી જાય છે તેથી કાયમ રહેવાવાળા નથી માટે ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યા છે. ભૂતાર્થ ત્રિકાળી ચીજ ભગવાન આત્માનો આશ્રય કરતાં એ અભૂતાર્થ છે એટલે એનો નાશ થઈ જાય છે. વ્યવહા૨ે વ્યવહાર છે, પરંતુ ભૃતાર્થનું લક્ષ થતાં એ છૂટી જાય છે એ અપેક્ષાથી અભૂતાર્થ કહેવામાં આવે છે. બદ્રસૃષ્ટાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે એ વાતને હવે દષ્ટાંતથી પ્રગટ કરે છે: જેવી રીતે કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. અવસ્થાદષ્ટિથી જોઈએ તો પાણીમાં ડૂબેલું કમલિનીનું પત્ર પાણી સાથે વ્યવહારથી સંબંધમાં છે એ સત્ય છે. પાણીના સંબંધમાં કમલિનીનું પત્ર જ નહીં એમ નથી. જળમાં ડૂબેલું છે એવી અવસ્થાથી જોતાં જળ અને કમલિની-પત્રનો સંબંધ ભૃતાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અમૃતાર્થ છે-અસત્યાર્થ છે. કમલિનીના પત્રની રૂંવાટી જ એવી સુંવાળી હોય છે કે પાણી તેને અડતું-સ્પર્શતું જ નથી. કમલિની-પત્રના સ્વભાવની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) [ સમયસાર પ્રવચન સમીપ જઈને એટલે કે એના સ્વભાવનું લક્ષ કરીને જોવામાં આવે તો જળથી સ્પર્શાવાપણું જૂઠું છે. કમલિનીપત્રને જળ સાથે બિલકુલ સ્પર્શ નથી. પાણીમાં ડૂબેલું ભલે હોય, છતાં તે કાળે પણ સ્વભાવથી જ કમલિનીપત્ર પાણીને સ્પર્શતું નથી. તેથી જળના સંબંધનું લક્ષ છોડી કમલિનીપત્રના સ્વભાવનું લક્ષ કરવામાં આવે તો તેનું જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે, જૂઠું છે. આવો વીતરાગનો માર્ગ છે. દર્શનશુદ્ધિ વિના ગમે તેટલાં વ્રત, તપ, નિયમ પાળે, નગ્નદશા ધારણ કરે તો પણ આત્માના ધર્મનો કિંચિત્ લાભ થાય નહીં. સૌ પ્રથમ દર્શન-શુદ્ધિ પ્રગટ કરવી એ મુખ્ય છે. એ દર્શનશુદ્ધિ કેમ થાય એ કમલિનીના દષ્ટાંતથી સમજાવે છે. અવસ્થાદષ્ટિથી જુઓ તો કમલિની-પત્ર જળમાં ડૂબેલું છે જળને સ્પર્શ્વ છે. જળમાં ડૂબેલું છે તે કાળે પણ સ્વભાવને જોતાં એટલું (એટલો સંબંધો પણ નથી. આ દષ્ટાંત થયું. હવે સિદ્ધાંતઃ-એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધ-સ્પષ્ટપણે ભૂતાર્થ છે, સત્યાર્થ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધરૂપ અવસ્થાથી જ્ઞાન કરવામાં આવે તો બદ્ધસ્પષ્ટપણું સત્ય છે, પર્યાયથી નથી એમ નહીં. આત્માની વર્તમાન પર્યાયમાં રાગનો અને કર્મનો સંબંધ વ્યવહારથી છે. ભગવાન આત્માને અનાદિ કર્મરૂપ અવસ્થાથી જુઓ તો ભિન્ન-ભિન્ન અવસ્થાઓ એમાં છે. તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધ-સ્પષ્ટપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. દ્રવ્ય-સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો આત્મા પુદ્ગલથી કિંચિત્માત્ર સ્પર્શાયેલો નથી. અવસ્થાદષ્ટિ છોડીને આત્માના એક ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરતાં, પર્યાયની રુચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થયો. એ સ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં બદ્ધ-સ્પષ્ટપણે જાણ્યું છે. આમાં ધર્મ શું આવ્યો? તો અવસ્થાદષ્ટિ છોડીને ત્રિકાળી સ્વભાવની દષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં ભૂતાર્થનો અનુભવ થાય છે અને તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આ ધર્મ છે, ભાઈ ! બાકી દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો ઇત્યાદિ ધૂળેય નથી. એ તો બધો રાગ છે. પ્રશ્ન:- ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય છે ને? પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડ થાય છે એવું જે શાસ્ત્રમાં (પ્રવચનસારમાં) આવે છે એ તો નિમિત્તનું વ્યવહારનયનું કથન છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૩૧ અવસ્થાદષ્ટિથી જાઓ તો કર્મનો સંબંધ છે અને તે જાણવા લાયક છે. સર્વથા બંધ છે એ માન્યતા દૃષ્ટિની વિપરીતતા છે. પર્યાયમાં સંબંધ છે, પરંતુ પર્યાયથી અધિક એવા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર દષ્ટિ દેતાં પર્યાયદષ્ટિનો સંબંધ અસત્યાર્થ થઈ જાય છે. (એક ચોકડીનો અનંતાનુબંધીનો અભાવ થઈ જાય છે) થોડો સંબંધ છે એનો પણ ત્રિકાળીમાં તો અભાવ જ છે. દષ્ટિમાં તો એકસાથે અભાવ થયો છે, થોડો સંબંધ પર્યાયમાં છે એ પછી વ્યવહારથી ગૌણપણે જાણવામાં આવે છે. સમ્યગ્દર્શન થતાં અનંતાનુબંધી કર્મનો અભાવ થઈ જાય છે. બીજા જે કર્મનો સંબંધ પર્યાયમાં છે તે વસ્તુના સ્વભાવની દૃષ્ટિથી જોતાં જૂઠો છે. વસ્તુ જે ત્રિકાળ નિરાવરણ નિર્લેપ, જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનનો પુંજ પડી છે એની દષ્ટિ કરતાં પર્યાયભાવ ગૌણ થઈ અસત્યાર્થ થઈ જાય છે. દ્રવ્યસ્વભાવ સાથે કર્મનો સંબંધ કેવો? ભાઈ ! રત્નકરંડશ્રાવકાચારમાં સ્વામી સમતભદ્રાચાર્ય એમ કહ્યું છે કે વસ્તુનું જ્ઞાન ન્યૂનતા, અધિકતા અને વિપરીતતા રહિત યથાર્થ હોય તે સત્ય છે, તે સમ્યજ્ઞાન છે અને તે સમ્યગ્દર્શન સહિત હોય છે. ખાલી શાસ્ત્રનું ભણતર તે સમ્યજ્ઞાન નથી. ભગવાન આત્મા પૂર્ણ, પૂર્ણસ્વરૂપે અંદરમાં છે. અત્યારે જ છે, હમણાં અહીં અંદર પડયો છે. જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી-૬૪ પૈસા-૧૬ આના એટલે પૂર્ણ રૂપિયો-પૂર્ણ તીખાશ શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે પૂર્ણ પ્રગટ થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. એવી રીતે ભગવાન આત્મા પૂર્ણસ્વરૂપ, મોક્ષસ્વરૂપ છે. શાસ્ત્રમાં આવે છે ને કે તું છો મોક્ષસ્વરૂપ.” એવા ત્રિકાળ સ્વભાવ ઉપર લક્ષ દેતાં વર્તમાન અવસ્થા ગૌણ થઈ જાય છે-અસત્યાર્થ થઈ જાય છે. ભલે થોડી અશુદ્ધતા હોય, પણ તે વસ્તુમાં નથી. બીજો બોલઃ- વળી જેમ માટીને કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્ય-અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. માટીને અવસ્થાદષ્ટિથી જુઓ તો ભિન્ન ભિન્ન આકારો જેમકે પ્યાલા, વાટકા, આદિ સત્ય છે. માટીને ભિન્ન ભિન્ન પર્યાયથી જોવી એ અશુદ્ધનય, વ્યવહારનય છે. એ મલિનપણું છે. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે માટીને પર્યાયથી જોવી એ અશુદ્ધનય છે. પરંતુ સર્વતઃ અસ્મલિત એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે. એકલી માટી, માટી, માટી જોતાં ભિન્ન ભિન્ન અવસ્થાઓ એમાં નથી, અભૂતાર્થ છે–એટલે એમાં દેખાતી નથી. આ દષ્ટાંત છે. સિદ્ધાંત-એવી રીતે નર-નારકાદિ પર્યાયથી અનુભવતાં-આ નારકી છે, આ મનુષ્ય છે, આ દેવ છે, આ એકેન્દ્રિય છે, આ પંચેન્દ્રિય છે, ઇત્યાદિ અવસ્થાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ર [ સમયસાર પ્રવચન વર્તમાનમાં જોતાં અન્ય-અન્ય ગતિરૂપ અવસ્થાઓ છે. અંદરમાં આત્માની મનુષ્યપણાની, નારકીપણાની આદિ યોગ્યતારૂપ પર્યાય છે. બહારમાં મનુષ્ય કે નારકીનો દેહ દેખાય છે એની વાત નથી. એ તો જડ માટી છે, એ કાંઈ મનુષ્યાદિ પર્યાય નથી. વર્તમાન અવસ્થાથી જોવામાં આવે તો ગતિ આદિના ભિન્ન-ભિન્નઅન્ય-અન્ય ભાવ સત્યાર્થ છે પણ એમાં અખંડ આત્મા ન આવ્યો. ખંડ-અંશ-પર્યાય આવી. તેથી તે વ્યવહારનય છે. વ્યવહારનયથી નરક, મનુષ્ય, દેવ, તિર્યચપણું ઇત્યાદિ પર્યાયમાં છે, તોપણ સર્વતઃ અસ્મલિત એટલે સર્વ પર્યાયભેદોમાં જરાય ભેદપણે નહિ થવારૂપ એવા ચૈતન્યાકાર આત્મસ્વભાવને જોતાં નરક, મનુષ્ય કે પંચેન્દ્રિયાદિની જે યોગ્યતાઓ પર્યાયમાં છે તે સર્વ યોગ્યતાઓ અભૂતાર્થ છે. તે અન્ય-અન્ય પર્યાયોથી જ્ઞાયકભાવ ભેદરૂપ થતો નથી. પર્યાયમાં ત્રિકાળી આવતો જ નથી. માટીનાં વાસણ કહેવાં એ વ્યવહાર છે. માટી માટીરૂપ છે એ નિશ્ચય છે. એકરૂપ માટી, માટીને જાઓ તો એ ભેદરૂપ અવસ્થાને સ્પર્શતી નથી. ભગવાન આત્માને કર્મના સંબંધમાં નારકી, પશુ, એકેન્દ્રિયાદિ ભિન્ન-ભિન્ન ગતિ છે એ વ્યવહાર છે. અવસ્થાની દષ્ટિથી જોતાં એ સત્ય છે, તોપણ ચૈતન્યાકાર એક ધ્રુવ જ્ઞાયકભાવની દિષ્ટિ કરતાં એ પર્યાયભેદો કાંઈ નથી. ત્રિકાળીભાવ ભેદોને સ્પર્શતો નથી. એકરૂપ સ્વભાવમાં ભેદો કાંઈ નથી. ભાઈ ! આ તો વીતરાગ માર્ગ! અનંતકાળમાં અનંતવાર દ્રવ્યલિંગી નગ્ન દિગંબર મુનિ થઈને નવમી રૈવેયક ગયો પણ આત્મજ્ઞાન વિના લેશપણ સુખ પામ્યો નહીં. અહીં કહે છે ભગવાન આત્મા-જ્ઞાયકભાવ-એક ચૈતન્યરસસ્વભાવ કદીય ભેદરૂપ થયો જ નથી. જેમ સૂર્યનો પ્રકાશ અંધકારરૂપે થતો નથી તેમ ભગવાન જ્ઞાનપ્રકાશપુંજ કદીય પુણ્ય-પાપ જે અંધકાર અને અચેતનરૂપ છે તે રૂપે થતો નથી. એથી વિશેષ વાત અહીં કહે છે કે જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક એક ચૈતન્યાકાર સ્વરૂપ આત્મા ગતિ આદિ કોઈ પર્યાયોથી કિંચિત્માત્ર ભેદરૂપ થતો નથી. અહીં એમ કહે છે કે ત્રિલોકીનાથ ભગવાન સત્ વસ્તુ એ માઝા (મર્યાદા-દ) ન મૂકે. એ ભેદમાં કે પર્યાયમાં આવે નહીં. અનાદિની એક સમયની પર્યાય ઉપર દષ્ટિ છે ત્યાં સુધી આત્મભગવાન દૂર છે. પર્યાયદષ્ટિ છોડી ત્રિકાળીમાં જુએ તો આત્મસ્વભાવ સમીપ થઈ જાય અને ત્યારે પર્યાયભેદ અસત્યાર્થ થઈ જાય છે. અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી એનું નામ સમ્યગ્દર્શન છે. અહો ! આ પંચમ આરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે તીર્થકર જેવાં અને અમૃતચંદ્રાચાર્યદવે ગણધર જેવાં કામ કર્યા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૩૩ જેવી રીતે સ્વચેતનની અપેક્ષાએ બીજા ચેતન અને જડ અસત્ છે. ભલે એ પોત-પોતાની અપેક્ષાએ સત્ હોય. આ આત્માની અપેક્ષાએ અરિહંત અને સિદ્ધ પરમાત્મા પણ અનાત્મા (આ આત્મા નહિ) છે. એવી રીતે અંદરમાં ત્રિકાળીની અપેક્ષાએ પર્યાય અસત્ છે. પર્યાયની અપેક્ષાએ પર્યાય સત્ છે. અહીં કોઈ એમ કહે કે-તો પછી પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અસત્-એમ ખરું કે નહીં? પર્યાયની અપેક્ષાએ દ્રવ્ય અભૂતાર્થ અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય અભૂતાર્થ એ તો જાણવાની અપેક્ષાએ વાત છે. આશ્રય કરવાની અપેક્ષાએ તો દ્રવ્ય જ એક ત્રિકાળ સત્ રહે છે અને એ જ ભૂતાર્થ છે. આશ્રય કરવા માટે કદીય પર્યાય સત્ અને ભૂતાર્થ હોય નહીં. અહીં “પર્યાયથી અનુભવ કરતાં” એમ જ્યાં આવે ત્યાં “અનુભવ કરતાં એટલે “ જ્ઞાન કરતાં’ અને ‘દ્રવ્યનો અનુભવ કરતાં’ એમ આવે ત્યાં ‘દ્રવ્યનો આશ્રય કરીને' એમ અર્થ છે. દ્રવ્યસ્વભાવ સર્વતઃ અસ્મલિત છે. ત્રિકાળી જ્ઞાયકભાવ અભેદ એકરૂપ વસ્તુ કદીય અનેકરૂપમાં જતો નથી, પર્યાયને સ્પર્શતો નથી. દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. પ્રવચનસાર ૧૭ર ગાથાની ટીકામાં અલિંગગ્રહણના ૧૯મા બોલમાં આવે છે કે લિંગ નામ પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી; કેમકે સ્પર્શ કરે તો એક થઈ જાય. ત્રિકાળીની અપેક્ષા અનેરી અનેરી ગતિ અભૂતાર્થ છે, એની હયાતી જ નથી. પ્રશ્ન- એકાંત થઈ જાય છે ને? ઉત્તર:- ત્રિકાળીનું જ્ઞાન સમ્યક એકાંત છે. પ્રશ્ન- શું એકાંત પણ સમ્યક હોય? ઉત્તર:- હા, ‘એક’ ચૈતન્યસ્વભાવ સમ્યક એકાંત છે. સમ્યફ એકાંત વિના અનેકાંતનું સાચું જ્ઞાન થતું નથી. ભાઈ ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં કહેલો માર્ગ છે. લોકોને સાંભળવા ન મળે એટલે શું થાય? બિચારા ક્રિયાકાંડમાં રચ્યાપચ્યા રહે અને એમ ને એમ કાળ પૂરો થઈ જાય. વળી મહિમા પણ એનો કરે કે આને આ ત્યાગ છે અને આને તે ત્યાગ છે. પણ અરે ! દૃષ્ટિમાં આખા આત્માનો ત્યાગ થઈ જાય છે એની ખબર ન મળે. - ત્રીજો બોલઃ- જેમ સમુદ્રનો, વૃદ્ધિ-હાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું) ભૂતાર્થ છે, સત્યાર્થ છે. પર્યાયથી જોવામાં આવે તો ભરતી અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪ [ સમયસાર પ્રવચન ઓટ એમ વૃદ્ધિ અને હાનિના પ્રકારો સમુદ્રમાં થાય છે એ સત્ય છે. પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે છે. સમુદ્ર અને ચંદ્રને એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આમવર્તમાન ભેદદષ્ટિથી જોતાં વૃદ્ધિ-હાનિ સત્યાર્થ છે, તોપણ નિત્યસ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. વૃદ્ધિહાનિને ગૌણ કરીને નિત્ય-સ્થિર સમુદ્રસ્વભાવને જોતાં અનિયતપણું જૂઠું છે. સમુદ્રનું મધ્યબિંદુ ક્યાં છે ત્યાં એકરૂપ સ્થિર સ્વભાવે સમુદ્ર છે. એ નિત્ય-સ્થિર સ્વભાવમાં વૃદ્ધિ-હાનિ છે નહીં. આ દષ્ટાંત થયું. સિદ્ધાંત - એવી રીતે આત્માને, વૃદ્ધિ-હાનિરૂપ પર્યાયભેદોથી જોવામાં આવે તો અનિયતપણું-ઓછું-અધિકપણું છે. જ્ઞાનની પર્યાયમાં ઓછું, અધિક જ્ઞાન થાય છે. કોઈવાર નવપૂર્વની લબ્ધિ પ્રગટે એવી જ્ઞાનની પર્યાય થાય છે તો વળી કોઈવાર અક્ષરના અનંતમા ભાગે પર્યાયમાં ઉઘાડ દેખાય છે. ડુંગળી, લસણ, મૂળા આદિ કંદમૂળમાં નિગોદના જીવો છે. એક રાઈ જેટલી કટકીમાં અસંખ્યાત શરીર છે. એક એક શરીરમાં આજ સુધી જેટલા સિદ્ધ થયા એના કરતાં અનંતગુણા જીવ છે. છ માસ અને આઠ સમયમાં ૬O૮ જીવ મોક્ષે જાય છે. એમ આજસુધી અનંતકાળમાં અનંત જીવો સિદ્ધ થયા છે. એ અનંત સિદ્ધોથી અનંતગુણા નિગોદ જીવ છે. નિગોદના જીવોની પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગનો વિકાસ છે. તેમાંથી કોઈ જીવ બહાર નીકળી મનુષ્ય થઈ દ્રવ્યલિંગી સાધુ થાય અને પર્યાયમાં નવપૂર્વની લબ્ધિ પ્રગટ પણ કરે. આમ આત્માને વૃદ્ધિ-હાનિરૂપ પર્યાયભેદોથી જોતાં અનિયતપણું સત્યાર્થ છે. વ્યવહારનયથી પર્યાયમાં વૃદ્ધિ-હાનિ છે એ સત્ય છે. તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ ), ઉત્પાદ-વ્યયરહિત ધ્રુવ આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે. આત્મસ્વભાવમાં વૃદ્ધિ-હાનિ નથી, ઉત્પાદ-વ્યયમાં વૃદ્ધિ-હાનિ ભલે હો. પર્યાયમાં કેવલજ્ઞાન થાય તો પણ ધ્રુવસ્વભાવમાં કાંઈ ઓછપ ન આવે અને નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ થઈ જાય એટલે નિત્ય-સ્વભાવ, ધ્રુવસ્વભાવમાં કાંઈ વધી જાય એમ નથી. પર્યાયમાં હીનાધિકતા હો, વસ્તુ તો જેવી છે તેવી ધ્રુવ ધ્રુવ ધ્રુવસ્વભાવ જ રહે છે. અહાહા..! વિષય તો એ ચાલે છે કે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિની પર્યાયમાં એકપણું નથી, વૃદ્ધિ-નિ થાય છે. પર્યાયના લક્ષે જોતાં એ વૃદ્ધિ-હાનિ સત્યાર્થ છે. સત્યાર્થનો અર્થ “છે.” હવે પર્યાયના લક્ષે ત્રિકાળી આત્મા અનુભવમાં આવતો નથી, દૂર રહે છે. તથા આત્માનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો અનુભવ કરતાં થાય છે. તેથી ધ્રુવ, નિશ્ચલ નિત્યાનંદસ્વભાવ ભગવાન આત્માની સમીપ જઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૩૫ એટલે પર્યાયગત હીનાધિકપણાનું લક્ષ છોડીને અને ધ્રુવ જ્ઞાયકભાવ એકનું લક્ષ કરીને-અનુભવ કરતાં અનિયતપણું જૂઠું છે, હીનાધિકપણું કાંઈ નથી; માત્ર ધ્રુવ, ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો કહો, મુખ્યનો અનુભવ કરવો કહો કે અધિક સ્વભાવનો અનુભવ કરવો કહોએ બધું એકાર્યવાચક છે. સમયસાર ગાથા ૩૧ માં ઇન્દ્રિયોથી અધિક ( ભિન્ન) આત્મસ્વભાવનો અનુભવ કરવાનું કહ્યું, ગાથા ૧૧ માં ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને એનો અનુભવ કરવાનું કહ્યું અને અહીં સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવાનું કહ્યું. એ ત્રણેય એકાÁવાચી છે. ત્રિકાળી જ્ઞાયકભાવ પર્યાયથી અધિક છે. એટલે પર્યાયથી ભિન્ન છે. એવા જ્ઞાયકભાવની સમીપ જઈને તેમાં જ દષ્ટિ કરતાં પર્યાય લક્ષમાં રહી નહીં અર્થાત્ અનુભવમાં આવી નહીં માટે અનિયતપણું અસત્યાર્થ થઈ ગયું. પર્યાયમાં હીનાધિકતા થાય છે એ અપેક્ષાએ અવસ્થાવિશેષ આત્માની અંદર છે, બીજા પદાર્થમાં-જડમાં નથી. પણ તે અંતર્મુખ વસ્તુમાં દષ્ટિ કરવાથી હીનાધિકપણું અસત્યાર્થ થઈ જાય છે. આમ મુખ્ય-ગૌણની વાત છે. ભાઈ ! લક્ષ્મી-પૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઈ જાય છે, એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જ્યારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ. ચોથો બોલઃ- જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. સોનામાં પીળાશ, ચીકાશ, વજન આદિ છે ને? ભેદદષ્ટિથી જોતાં સુવર્ણમાં એ પીળાશ, ચીકાશ, વજન આદિ છે એ સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. સુવર્ણ, સુવર્ણ, સુવર્ણ એમ એકલા સુવર્ણની જ દષ્ટિ કરતાં શું ચીકાશ, પીળાશ, આદિ દેખાય છે? એકરૂપ સામાન્ય સુવર્ણની દૃષ્ટિમાં ચીકાશાદિ સર્વ વિશેષો વિલય થઈ જાય છે. દષ્ટિમાં એકલું સામાન્ય સુવર્ણ આવ્યું ત્યાં પીળાશાદિ ભેદો અસ્ત થઈ જાય છે, એ ભેદો દષ્ટિમાંથી છૂટી જાય છે. આ દષ્ટાંત થયું. સિદ્ધાંત - એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે.-સત્યાર્થ છે. શું કહે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભેદોથી જોતાં આવું વિશેષપણું આત્મામાં છે. પુદ્ગલાદિ બીજા કોઈ દ્રવ્યમાં એવા ભેદો નથી એ અપેક્ષાએ સત્યાર્થ છે. (પરમાણુ આદિમાં જ્ઞાન, દર્શન નથી) તોપણ જેમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ [ સમયસાર પ્રવચન સર્વ વિશેષો વિલય થઈ ગયા છે. એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે પ્રવચનસાર ગાથા ૧૭ ના અલિંગગ્રહણના અઢારમાં બોલમાં આવે છે કે આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. “લિંગ એટલે કે ગુણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ (પદાર્થજ્ઞાન) તે જેને નથી તે અલિંગગ્રહણ છે.” અહીં જ્ઞાનગુણની મુખ્યતાથી વાત કરી છે, પરંતુ બધા ગુણભેદ એમાં લઈ લેવા. ત્રિકાળીમાં કોઈ ગુણભેદ છે નહીં. એક સામાન્ય જ્ઞાયકભાવચૈતન્યસ્વભાવ ઉપર દૃષ્ટિ પડતાં ગુણભેદ અસ્ત થઈ જાય છે, અસત્યાર્થ થઈ જાય છે. આત્મસ્વભાવની સમીપ જઈને એટલે કે ભૂતાર્થ સ્વભાવને મુખ્ય કરીને એનો આશ્રય કરવામાં આવે અને ગુણભેદને ગૌણ કરવામાં આવે તો જ્ઞાન, દર્શન આદિ ભેદો અભૂતાર્થ છે. સોનામાં ભેદ અપેક્ષાએ ચીકાશ, વજન આદિ ભેદો છે. પણ ભેદને જોતાં જ્ઞાનમાં અંશ જણાય છે, આખી સુવર્ણ-વસ્તુ દષ્ટિમાં આવતી નથી. અને આખી વસ્તુ દષ્ટિમાં આવ્યા વિના સુવર્ણનું યથાર્થ જ્ઞાન થતું નથી. સોનીને ત્યાં કોઈ સોનાનો દાગીનો વેચવા લઈ જાય તો સોની ઘાટની કિંમત ચૂકવતો નથી, કેમકે ઘાટ એને મન કાંઈ નથી. એના જ્ઞાનમાં તો સોનાની કિંમત છે. એવી રીતે જ્ઞાનીના જ્ઞાનમાં પર્યાયવિશેષ કે ગુણવિશેષ કાંઈ નથી. ગાથા ૭ માં આવે છે કે જ્ઞાનીને જ્ઞાન, દર્શન આદિ ભેદો નથી. તો પ્રશ્ન ઊઠે કે તે ભેદ શું જડમાં છે? ના, જડમાં નથી. જ્ઞાન, દર્શન આદિ છે તો આત્મામાં, પણ જ્ઞાનીને ભેદ ઉપર લક્ષ નથી; કેમકે ગુણભેદની દષ્ટિ કરતાં સામાન્ય ત્રિકાળ ધ્રુવ આખી આત્મવસ્તુ અનુભવમાં આવતી નથી, આખી વસ્તુનું યથાર્થ જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાનીને એક જ્ઞાયકભાવ જ મુખ્ય છે, એને એની જ કિંમત છે. તેથી દ્રવ્યદૃષ્ટિ થતાં ગુણભેદ કાંઈ નથી, અસત્યાર્થ છે. જ્ઞાનપર્યાય જ્યાંસુધી પર અને રાગ તરફ ઝૂકે છે ત્યાંસુધી દ્રવ્યનું જ્ઞાન નથી, ત્યાંસુધી પરનું અને રાગનું જ્ઞાન છે. પરંતુ તે પર તરફનો ઝુકાવ છોડીને દ્રવ્ય સન્મુખ થઈ તેના આશ્રયે પર્યાય ઉત્પન્ન થાય છે તેમાં આખા દ્રવ્યનું-પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. આત્મા જેવો પૂર્ણ છે તેવું પર્યાયમાં એનું જ્ઞાનથવું તે પરિજ્ઞાન-પરિપૂર્ણ આત્માનું જ્ઞાન છે. એને આત્મજ્ઞાન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે. એકલા શાસ્ત્રનું, રાગનું, પર્યાયનું, કે ગુણભેદનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. (એ તો અજ્ઞાન છે ). પરિપૂર્ણની પ્રતીતિ તે સમ્યગ્દર્શન અને પરિપૂર્ણમાં સ્થિરતા તે ચારિત્ર છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં સ્થિરતા એ ચારિત્ર એમ નહીં, એ તો પર્યાયો છે. પરિજ્ઞાન એ પર્યાય છે. એ પર્યાયમાં આત્મા જેવો પરિપૂર્ણ છે એને ય બનાવીને તેનું જ્ઞાન આવે, પરંતુ આખો આત્મા પર્યાયમાં આવતો નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧] ૨૩૭ ભાઈ! આ તો કેવળજ્ઞાનીના કેડાયતીની વાણી છે. કેવળીના વિરહ ભૂલાવે એવી વાત છે. જગતનાં ભાગ્ય કે સમયસાર જેવું શાસ્ત્ર રહી ગયું, આવી વાણી ભરતક્ષેત્રમાં રહી ગઈ. અહો ! જૈનદર્શન કોઈ અદ્દભુત અલૌકિક છે. તેમાં મૂળસ્વરૂપ-નિશ્ચયસ્વરૂપ તો યથાર્થ છે જ કે જે બીજે કયાંય નથી, પણ પર્યાય કે જે વ્યવહાર છે એનું સ્વરૂપ પણ જૈનદર્શનમાં જેવું બતાવ્યું છે એવું બીજે કયાંય નથી, એકેક ભેદોનું જ્ઞાન કરાવી પછી એનો નિષેધ કરે છે. સમયસાર ગાથા ૫૦ થી ૫૫ માં “ભિન્નભિન્ન શુભભાવ છે, ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો છે, પણ એ અનુભૂતિથી ભિન્ન છે”-એમ કેવળજ્ઞાનમાં જે વ્યવહા૨ જણાયો એ વ્યવહારનું જ્ઞાન કરાવી ત્રિકાળીની દૃષ્ટિમાં એનો નિષેધ કરે છે. આમ છે, ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે. એનો પત્તો લાગી ગયો તો ખલાસ. એના સંસારનો અંત આવી જશે, પછી ભલે વર્તમાનમાં ચારિત્ર ન હોય. દર્શન પાહુડમાં આવે છે કે-સિતિ ય રિયમટ્ટા વંસમટ્ટા ન સિદ્ધૃતિચારિત્રથી ભ્રષ્ટ તો મુક્તિને પામે છે, પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ જીવ મુક્તિ પામતો નથી. સમ્યગ્દર્શન છે પણ જેને ચારિત્ર નથી તે શ્રદ્ધાનના બળે તે સ્વરૂપમાં રમણતા કરી મોક્ષને પામશે. પરંતુ જેને શ્રદ્ધા જ નથી એ સ્થિરતા શામાં કરશે ? એને આત્માની સ્થિરતા બની શકતી નથી. અહાહા...! આત્માનો એકરૂપ સ્વભાવ-જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એવો જે અનાદિ-અનંત ધ્રુવ, ધ્રુવ ચૈતન્યભાવનો એકસદશ પ્રવાહ (પર્યાયરૂપ નહીં) છે તે વ્યવહારનયના આલંબનથી (ભેદના લક્ષે) પ્રાપ્ત થતો નથી. સ્વામી-કાર્તિકેયાનુપ્રેક્ષામાં પણ પંડિત શ્રીજયચંદજીએ જ્યાં અર્થ કર્યો છે ત્યાં (ગાથા ૩૧૧-૩૧૨માં) આ વાત લીધી છે કે આત્માને દયા, દાન, ભક્તિ આદિના રાગથી તથા મતિ, શ્રુત આદિ પર્યાયથી તો અનાદિથી જાણ્યો છે. પણ રાગ અને પર્યાયને જાણતાં એકરૂપ સ્વભાવ જાણવામાં આવતો નથી. તેથી એ પર્યાયોમાં (ભેદોમાં ) ભેદને ગૌણ કરીને અભેદરૂપ અનંત એકભાવરૂપ ચૈતન્યને ગ્રહણ કરી વસ્તુનું-દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું છે. ભાઈ! આત્માની આવી યથાર્થ સમજણ વિના જે કાંઈ ક્રિયાકાંડ કરે તે વ્યર્થ છે, એકડા વિનાનાં મીંડાં છે. પાંચમો બોલઃ- જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપ-તપ્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં ( જળને ) ઉષ્ણપણારૂપ સંયુક્તપણું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ | [ સમયસાર પ્રવચન ભૂતાર્થ છે-સત્યાર્થ છે. શું કહે છે? જળ તો સ્વભાવથી ઠંડું છે, પણ પોતાની યોગ્યતા અને અગ્નિના નિમિત્તથી પર્યાયમાં ઉષ્ણ થાય છે. ઉષ્ણતા પોતાની પર્યાયમાં પોતાથી છે, અગ્નિ તો નિમિત્ત માત્ર છે. પાણીની ઉષ્ણ અવસ્થા અગ્નિથી થઈ છે એમ નથી. ઉષ્ણ અવસ્થા થવાની તે સમયે જન્મક્ષણ છે તો થઈ છે. પ્રવચનસાર ગાથા ૧૦ર ટીકામાં આવો પાઠ છે. હવે પર્યાયદષ્ટિથી જોતાં જળમાં ઉષ્ણપણું છે તે સત્ય છે. અવસ્થાથી જોતાં જળને ઉષ્ણતા સાથે સંયુક્તપણું છે તે ભૂતાર્થ છે, તોપણ એકાંતશીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે–અસત્યાર્થ છે. પાણીનો સ્વભાવ તો એકાંત શીતળ છે. અવસ્થામાં ઉષ્ણપણું છે તે કાળે પણ પાણીનો સ્વભાવ શીતળ જ છે. એવા જળના ત્રિકાળ સ્વભાવની સન્મુખ થઈને જોવામાં આવે તો ઉષ્ણપણે અસત્યાર્થ છે-અભૂતાર્થ છે. સિદ્ધાંત - એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોહ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે. શું કહે છે? ભગવાન આત્માની પર્યાયમાં જેટલો કર્મનો સંબંધ પામીને વિકાર ઉત્પન્ન થાય છે એ વર્તમાન પર્યાયની દૃષ્ટિથી જોતાં સત્યાર્થ છે. વેદાંતની જેમ રાગ અને પર્યાય નથી એમ નહીં. તોપણ જે પોતે એકાંત બોધરૂપ ( જ્ઞાનરૂપ) છે એવા જીવસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે કે જીવસ્વભાવમાં અંદર ઊંડા ઊતરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે. અહાહા! ભગવાન તારી ચીજ એકાંત બોધરૂપ છે. ભાષા જુઓ. પોતે એકાંત જ્ઞાનસ્વરૂપ છે. કોઈ ઈશ્વરે આત્માને જ્ઞાનસ્વરૂપ બનાવ્યો છે એમ નથી. જ્ઞાનસ્વભાવ એ આત્માનું સહજ રૂપ છે. અગ્નિના નિમિત્તે પાણી પર્યાયમાં ઉષ્ણ થયું છે ત્યારે પણ પાણીનો શીતળતારૂપ સ્વભાવ તો અંદર પડેલો જ છે. તેમ ભગવાન આત્માને વર્તમાન પર્યાયમાં કર્મના સંબંધથી વિકારી દુઃખરૂપ દશા છે, ત્યારે પણ આત્માનો સહજ આનંદ, બોધરૂપ સ્વભાવ અંદર પડેલો જ છે. એવા સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં એટલે વર્તમાન વિકારી દશાને ગૌણ કરી એક જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરતાં આનંદનો અનુભવ થાય છે એ અપેક્ષાએ દુ:ખરૂપસંયુક્તપણારૂપ દશા અસત્યાર્થ છે, જૂઠી છે. બહુ ઝીણી વાત, ભાઈ ! મૂળ વાત જ અત્યારે તો આખી ગુલાંટ ખાઈ ગઈ છે, ભૂલાઈ ગઈ છે. પૂજા કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિર બંધાવો એટલે કલ્યાણ થઈ જશે એવું બધું સંપ્રદાયમાં ચાલે છે. મંદિર બંધાવવામાં મંદકષાય હોય તોપણ તે શુભભાવ છે, બંધન છે. બનારસીદાસે સિદ્ધાંતમાંથી કાઢી સમયસાર નાટક મોક્ષદ્વારમાં કહ્યું છે કે છઠું-સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંતને કે જેને ત્રણ કષાયનો અભાવ છે અને પ્રચુર આનંદનું સ્વસંવેદન પર્યાયમાં વર્તે છે તેને પણ જે શુભભાવરૂપ મહાવ્રતનો વિકલ્પ ઊઠે છે એ “જગપંથ' છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૩૯ તા કારન જગપંથ ઇત, ઉત સિવ મારગ જો૨; પરમાદી જગક ધુકે, અપરમાદી સિવ ઓર.” ૪૦ અહાહા...! અંતરમાં જેને આનંદનો અનુભવ વર્તે છે, જેને પરદ્રવ્યનું કર્તાપણું તો દૂર રહો, રાગનું કર્તાપણું પણ છૂટી ગયું છે એવા નિગ્રંથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભરાગ આવે છે તે “જગપંથ' છે. કુંદકુંદાચાર્યદેવ સ્વયં પુણ-પાપ અધિકારમાં ફરમાવે છે કે પુણ્ય છે એ સંસારમાં દાખલ કરે છે, એને ભલું કેમ કહેવાય ? જ્યાંસુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી નથી ત્યાંસુધી અશુભથી બચવા શુભરાગ આવે, પરંતુ શ્રદ્ધામાં સાધકને એ હેય છે, કેમકે એ “જગપંથ' છે. મુનિને પણ જેટલો શુભરાગ આવે છે એ પ્રમાદ છે અને સંસારનું કારણ છે. ભાઈ એકાંત બોધસ્વરૂપ જે જ્ઞાયકભાવ તે એકના લક્ષ વિના જે કોઈ પરના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે એ “જગપંથ' છે, પછી ભલે એ શુભરાગ ભગવાનની ભક્તિ કે સ્મરણનો હો કે મહાવ્રત સંબંધી હો. કાયરનાં તો કાળજાં કંપી ઊઠે એવી આ વાત છે. શ્રીમદે કહ્યું છે ને કે વચનામૃત વીતરાગનાં પરમશાંત રસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષસ્વરૂપે બિરાજે છે. એવા નિજસ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા-નિર્મળ દશા ઉત્પન્ન થાય એ મોક્ષપંથ છે. અંતરસ્વભાવના આશ્રયમાં જે અપ્રમત્તભાવ ઉત્પન્ન થાય તે શિવમાર્ગમુક્તિમાર્ગ છે. તથા જે પંચપરમેષ્ઠીમાં ભળેલા છે, ‘નમો નો સવ્વસાહૂળ ' એમ જેમને ગણધરદેવના નમસ્કાર પહોંચે છે તેવા ભાવલિંગી મુનિ હોય એમને પણ જેટલા પર તરફના લક્ષ શુભરાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ-સંસારપંથ છે. આકરી વાત છે, ભાઈ ! લોકોએ ધર્મ શું છે એ કદી સાંભળ્યું નથી. શાસ્ત્રમાં પાંચ પાંડવોનું દષ્ટાંત આવે છે. પાંચે પાંડવો શેત્રુંજા પર્વત ઉપર ધ્યાનમાં ઊભા છે. ત્યાં દુર્યોધનનો ભાણેજ આવીને તેમને લોઢાના ધગધગતા દાગીના શરીર પર પહેરાવે છે. પાંચે પાંડવો આત્મ-અનુભવી છÈ-સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંતો છે. એમાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તો સ્વરૂપમાં મગ્ન થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પરંતુ નકુલ અને સહદેવને એવો શુભ વિકલ્પ આવ્યો કે મોટાભાઈને શું થતું હશે ? કેમકે તેઓ સહોદર અને સાધર્મી છે એટલે આવો વિકલ્પ બે ભાઈઓને આવ્યો. તો તેના ફળમાં સર્વાર્થસિદ્ધિના દેવનું ત્રેત્રીશ સાગરની સ્થિતિવાળું આયુષ્ય બંધાઈ ગયું. તેત્રીસ સાગર સુધી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ [ સમયસાર પ્રવચન કેવળજ્ઞાનથી દૂર થઈ ગયા, અને ત્યારપછી પણ મનુષ્ય થઈને મોક્ષે જશે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ કોઈ જુદી ચીજ છે. નિથ મુનિરાજને બીજા ધર્માત્મા ઉપર લક્ષ ગયું એના ફળમાં કેવળજ્ઞાનથી દૂર થઈ, તેત્રીસ સાગરોપમનું સર્વાર્થસિદ્ધિના આયુષ્યનું બંધન થયું. એક સાગરમાં દશ ક્રોડાકોડી પલ્યોપમ જાય, અને એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજવર્ષ થાય. પ્રશ્ન:- આ શું બહુ મોટો દંડ નથી ? કાકડીના ચોરને શું ફાંસીની સજા નથી.? ઉત્તર:- ના. એ શુભભાવનું ફળ જ સંસાર છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવ સર્વજ્ઞ પરમાત્મા ભાવલિંગી સંતને એમ કહે છે કે તારી દશા અંતર અવલંબનથી જેટલી નિર્મળ થઈ એ મોક્ષપંથ છે, અને દશામાં જેટલો પરલક્ષી પાંચ મહાવ્રતનો, ૨૮ મૂળગુણના પાલનનો રાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ છે, સંસાર છે. લોકો સ્ત્રી, કુટુંબ-પરિવારને સંસાર માને છે, પણ ખરેખર એ સંસાર નથી. એ તો બધી પર ચીજ છે આત્માનો સંસાર બહારમાં નહીં, પણ અંદર એની દશામાં જે મિથ્યા શ્રદ્ધા, રાગ અને દ્વેષ છે, તે છે. જો સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ સંસાર હોય તો મરણ થતાં એ સઘળાં તો છૂટી જાય છે તો શું એ સંસારથી છૂટી ગયો ? ના. એ બધાં સંસાર નથી. ‘સંસરળમ્ તિ સંસાર:' ભગવાન એમ કહે છે કે તારી ચીજ જે ચિદાનંદઘન છે એમાંથી ખસી તું જેટલો મિથ્યાત્વ, રાગ અને દ્વેષમાં આવ્યો એ સંસાર છે. અતીન્દ્રિય આનંદરૂપ અનુભવથી છૂટી ભાલિંગી સંત છઠ્ઠ ગુણસ્થાને આવે છે એ પ્રમાદ છે. વિકલ્પ જે ઊઠે છે તે આળસ છે. ભાઈ ! તું સ્વરૂપની સાચી શ્રદ્ધા તો કર. શ્રદ્ધામાં ગોટાળા હશે તો તારા આવા નહીં આવે, સંસારમાં રખડવાનું જ થશે. પાગલ-મોહ–ધેલી દુનિયા ગમે તે કહે, એનાં સર્ટિફિકેટ કામમાં નહીં આવે. ભગવાન ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ આનંદસ્વરૂપ, વીતરાગ-સ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતાં જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષે જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે. મૃગની નાભિમાં કસ્તુરી છે એની એને ખબર નથી. તેની સુવાસ બહારથી આવે છે એમ જાણી એ જ્યાં છે ત્યાં જોતો નથી. પણ બહાર શોધે છે. એમ અજ્ઞાની જીવ જાણે જ્ઞાન અને આનંદ ૫૨માંથી આવે છે એમ બહાર શોધે છે, પરંતુ જ્યાં છે, ત્યાં અંદર Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૪૧ પોતામાં જતો નથી તેથી ચતુર્ગતિભ્રમણરૂપ સંસાર છે. અહીં કહે છે કે આત્મા પોતે એકાંત જ્ઞાનરૂપ, આનંદરૂપ, સહજ સ્વભાવ છે. એ સ્વભાવને મુખ્ય કરી તેનો આશ્રય કરવાથી રાગાદિ સાથે સંયુક્તપણે અભૂતાર્થ-અસત્યાર્થ થઈ જાય છે અને તે ધર્મ છે, મુક્તિમાર્ગ છે. * ગાથા-૧૪ : ભાવાર્થ ઉપરનું પ્રવચન : * આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. (૧) અનાદિકાળથી કર્મપુદ્ગલના સંબંધથી બંધાયેલો કર્મપુદગલના સ્પર્શવાળો દેખાય છે. (૨) કર્મના નિમિત્તથી થતા નર-નારકાદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન ગતિરૂપે દેખાય છે. ઘડીકમાં મનુષ્ય તો ઘડીકમાં દેવ ઇત્યાદિ ભિન્ન ભિન્ન ગતિપણે દેખાય છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી હતા. એને ૯૬ હજાર રાણીઓ, ૯૬ કોડ પાયદળ, ૯૬ ક્રોડ ગામ, ૭ર હજાર નગર, અને હીરાના તો ઘરે પલંગ હતા; પણ આયુષ્ય પૂરું થયું અને બીજી ક્ષણે સાતમી રૌરવ નરકમાં ગયો. અત્યારે સાતમી નરકમાં છે. ભગવાન કહે છે કે મિથ્યાશ્રદ્ધાનું ઘૂંટણ અને અનંતાનુબંધી કષાયને ૭૦૦ વર્ષ સેવીને તેત્રીસ સાગરોપમના આયુષ્ય સાતમી નરકે છે. સાતસો વર્ષના જેટલા શ્વાસ થાય તેમાં એક વ્યાસના કલ્પિત સુખના ફળમાં ૧૧ લાખ ૯૬ હજાર નવસો પંચોતેર પલ્યોપમનું દુ:ખ ત્યાં ભોગવશે. ભાઈ ! આ તો ભગવાનના માર્ગની ગણતરી પણ જુદી જાતની છે. આ રીતે કર્મના નિમિત્તમાં થવાવાળી નર, નારકાદિ ભિન્ન ભિન્ન પર્યાયોમાં આત્મા દેખાય છે. વર્તમાનમાં સમર્થ રાજા હોય અને બીજી જ ક્ષણે નરકમાં જન્મ. આવું અનંતવાર થઈ ગયું છે. (૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ (અંશ) ઘટે પણ છે, વધે પણ છે. જ્ઞાનાદિ પર્યાયોમાં હીનાધિકતા થાય છે. પર્યાયમાં હીનાધિકતા થવી એ પર્યાયનો સ્વભાવ છે, તેથી નિત્ય-નિયત એકરૂપ દેખાતો નથી. (૪) વળી તે દર્શન, જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. બીજા દ્રવ્યોમાં નથી એવા દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણભેદ વિશેષ અપેક્ષાએ આત્મામાં છે. એકરૂપ સામાન્ય સ્વભાવમાં એ નથી. (૫) કર્મના નિમિત્તથી થતા મોહ-રાગ-દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ સૌ અશુદ્ધદ્રવ્યાર્થિકરૂપ વ્યવહારનયનો વિષય છે. ભાષા જાઓ. અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ કહ્યું? પર્યાયમાં અશુદ્ધતા થઈ છે એ અપેક્ષાએ અશુદ્ધ અને પોતામાં પોતાથી થઈ છે. અને પરથી નહિ એ અપેક્ષાએ દ્રવ્યાર્થિક કહ્યું છે. ત્રિકાળ આનંદરૂપ જે પોતે એની પર્યાયમાં જે અશુદ્ધતા છે એ દ્રવ્યનું પોતાનું પર્યાયરૂપ પરિણમન છે. એ પોતામાં છે, બીજા દ્રવ્યમાં નથી અને બીજા દ્રવ્યથી પણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ [ સમયસાર પ્રવચન અશુદ્ધ દ્રવ્ય-દ્રવ્ય તો અશુદ્ધ કદી હોતું જ નથી. પણ પર્યાયમાં આ દ્રવ્ય અશુદ્ધ એ અપેક્ષાએ અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહ્યું. પરમાં નહિ અને પરથી નહિ એ બતાવવા અશુદ્ધદ્રવ્યાર્થિક નય કહ્યું છે. તારી સત્તામાં પર્યાયમાં આ પાંચે ભાવો છે એ અપેક્ષાએ દ્રવ્યને અશુદ્ધદ્રવ્યાર્થિક કહીને વ્યવહારનયનો વિષય કહ્યો. વ્યવહારનયનો વિષય એટલે પર્યાયનો વિષય. અશુદ્ધદ્રવ્યાર્થિકનય કહો, વ્યવહારનય કહો કે પર્યાયાર્થિકનય કહો-એ બધું એકાર્યવાચક છે. અશુદ્ધતા તો પર્યાયમાં છે પણ અહીં અશુદ્ધદ્રવ્યાર્થિક કેમ લીધું? દ્રવ્ય પોતે તો ત્રિકાળ શુદ્ધ જ છે. પણ દ્રવ્યની પર્યાય પોતાથી પોતામાં અશુદ્ધ થઈ છે, કર્મથી કે કર્મમાં અશુદ્ધ પર્યાય થઈ નથી એમ સિદ્ધ કરવા દ્રવ્યને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું છે. પર્યાયમાં દ્રવ્ય અશુદ્ધ થયું છે એ પર્યાયદષ્ટિથી સત્યાર્થ છે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નયથી ગ્રહણ થતો નથી. અને ત્રિકાળી એકરૂપ સ્વભાવ દષ્ટિમાં આવ્યા વિના આત્મજ્ઞાન થતું નથી. અશુદ્ધ દ્રવ્યાર્થિકન, પર્યાયની સત્તાને બતાવે છે, પણ એનાથી એકરૂપ સ્વભાવભાવ ચિદાનંદમૂર્તિ જ્ઞાયકભાવ નજરમાં આવતો નથી. અને શાયકને જાણ્યા વિના અખંડ એક આત્માનું જ્ઞાન કેમ થાય? પાંચ પ્રકારમાં તો આત્મા અનેકરૂપે દેખાય છે. પણ વસ્તુ તો અંદર અખંડ એકરૂપ ત્રિકાળ છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદસ્વભાવથી ભરપૂર ભરેલી ગોદામ છે. એવા આત્માનું ભેદદષ્ટિ-અંશદષ્ટિ-પર્યાયદષ્ટિથી જ્ઞાન થતું નથી. માટે વ્યવહારનયથી પ્રતિપક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય અર્થાત્ નિશ્ચયનયને મુખ્ય કરી આત્માના એકસ્વભાવને જ્ઞાનમાં ગ્રહણ કરી, એક અસાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ માત્ર જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો પિંડ, ઝળહળ જ્યોતિ, એકરૂપ આખું ચૈતન્યબિંબ તેને શુદ્ધનયની દષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિવૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિકભાવોથી રહિત જોવામાં આવે તો પાંચે ભાવોથી જે અનેકરૂપપણું છે તે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. અંદર જે પૂર્ણાનંદસ્વરૂપ, જ્ઞાનઘન, ધ્રુવ જ્ઞાયકભાવ છે એમાં દષ્ટિ કરી આશ્રય કરતાં આ પાંચ પર્યાયરૂપ ભાવો જૂઠા થઈ જાય છે. બાપુ! આ તો જન્મ-મરણ જેનાથી મટે એની વાત છે. ભગવાન કુંદકુંદાચાર્યદવે મોક્ષપાહુડ ગાથા ૧૬માં એમ કહ્યું છે કે “પરબ્બાવો દુરૂં સદ્વ્વીવો હુ સારૂં હો” –જેટલું લક્ષ પરદ્રવ્ય ઉપર જશે એટલો રાગ ઉત્પન્ન થશે, અને એના ફળમાં ચાર ગતિ મળશે. સિદ્ધગતિ નહીં મળે. ભાઈ, ત્રણલોકના નાથ પણ તારી અપેક્ષાએ પરદ્રવ્ય છે. એના લક્ષથી રાગ જ ઉત્પન્ન થશે, એનાથી પુણ્યબંધ થશે અને એથી સ્વર્ગાદિ મળશે. પણ એ બધી દુર્ગતિ છે. મનુષ્યમાં પૈસાવાળા થાય એ પણ દુર્ગતિ છે. અને સ્વદ્રવ્યના આલંબનથી સુગતિ-સિદ્ધદશા પ્રાપ્ત થાય છે. બે શબ્દોમાં તો આખો સિદ્ધાંત મૂકી દીધો છે. આ તો અજર-અમર પ્યાલા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૪૩ અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંતધર્માત્મક છે, તે સ્યાદ્વાદથી યથાર્થ સિદ્ધ થાય છે. આત્મા અનંતધર્મસ્વરૂપ છે. આત્મામાં ગુણો અને પર્યાયો એ બધા આત્માએ ધારી રાખેલા ભાવ હોવાથી એ આત્માના ધર્મ છે. પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા છે તે પર્યાયે ધારી રાખેલ છે તેથી ધર્મ છે. એમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ધર્મો તો સ્વાભાવિક છે. અને પર્યાયમાં જે પુણ્ય-પાપ આદિ છે તે કર્મના સંયોગથી થાય છે અને એનાથી આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે. રાગ-દ્વેષાદિ તીવ્ર હોય તો નરક કે તિર્યંચાદિમાં જાય છે અને મંદ હોય તો દેવ કે મનુષ્ય થાય છે. એ બધી સંસારની પ્રવૃત્તિ છે. તે સંબંધી જે સુખદુઃખ આદિ થાય છે તેને આત્મા ભોગવે છે. ખરેખર તો નરક કે સ્વર્ગમાં કયાંય સુખ નથી પણ તેની કલ્પના કરીને આત્મા સુખદુ:ખ ભોગવે છે. મનુષ્ય કરતાં સ્વર્ગમાં ઘણી અનુકૂળ સામગ્રી છે. પણ એના પર લક્ષ જતાં પાપભાવ થાય છે અને એ દુઃખરૂપ જ છે. સ્વર્ગના જીવો પણ દુઃખી જ છે. વર્તમાન પર્યાયમાત્રને જ જોવી, રાગાદિને જોવા એ આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિ છે. તેને અનાદિ-અનંત એક આત્માનું જ્ઞાન નથી. ભગવાન આત્મા છે, છે, છે-એમ ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ-એકસદેશ પ્રવાહ અનાદિ-અનંત છે. આવા એકરૂપ આત્માનું જ્ઞાન પર્યાયબુદ્ધિવાળા અજ્ઞાની જીવોને હોતું નથી. તે બતાવનાર સર્વજ્ઞનું આગમ છે. જૈનમત સિવાયના અન્યમતમાં સર્વજ્ઞ જ નથી. તેથી એમાં આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ બતાવનાર પણ કોઈ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે અંતરમાં જે પૂર્ણ “જ્ઞ” સ્વભાવ-સર્વજ્ઞસ્વભાવ પડ્યો છે એના પૂર્ણ અવલંબનથી સર્વજ્ઞ પર્યાય પ્રગટ કરી. અને એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી એ આગમ છે. તેમાં શુદ્ધદ્રવ્યાર્થિકનયથી એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ (બીજામાં નથી એવો) ચૈતન્યભાવ છે તે અખંડ છે, નિત્ય છે, અનાદિનિધન છે. એને જાણવાથી પર્યાયબુદ્ધિનો પક્ષપાત મટી જાય છે. પર્યાય છે ખરી, પણ હું પર્યાય જેટલો જ છું એવો પક્ષપાત છૂટી જાય છે. પર્યાયનો નાશ થઈ જાય છે એમ નહીં, પણ હું અખંડ એક જ્ઞાયકભાવ છું એમ દષ્ટિ થતાં પોતાને વર્તમાન રાગાદિ પર્યાય જેટલો માન્યો છે એ પક્ષપાત મટી જાય છે. શરીર, કર્મ આદિ પદ્રવ્યોથી, તેમના ભાવોથી અને નિમિત્તથી થતા પોતાના વિભાવોથી પોતાના આત્માને ભિન્ન જાણી એકરૂપ જ્ઞાયકભાવનો જીવ અનુભવ કરે ત્યારે પરદ્રવ્યના ભાવરૂપ પરિણમતો નથી. આત્મામાં બે ભાગ પડે છે. એક ધ્રુવ, ધ્રુવ એક જ્ઞાયકભાવ તે દ્રવ્ય અને બીજી વર્તમાન પર્યાય. જેમાં રાગદ્વેષાદિ ભાવો થાય છે. એમાં પર્યાયદષ્ટિ એ વ્યવહારદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. એ પર્યાયની દષ્ટિ છોડીને એનાથી પ્રતિપક્ષ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪ [ સમયસાર પ્રવચન શુદ્ધનયનો જે વિષય એકરૂપ ચૈતન્યમાત્ર અનંત અનંત ગુણોનો પિંડ આનંદકંદ ભગવાન આત્મા છે એ એકની દષ્ટિ થતાં પર્યાયમાં પરના સંબંધથી જે રાગાદિ ઉત્પન્ન થાય છે એ રૂપે તે પરિણમતો નથી. અરાગી જ્ઞાયકભાવની દષ્ટિ થતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. અને અશુદ્ધતા નાશ પામે છે. અને તેથી કર્મ બંધાતાં નથી અને સંસારની નિવૃત્તિ થઈ જાય છે. સ્વભાવમાં પ્રવૃત્તિ પુર્ણ થતાં વિકારી પરિણમનથી નિવૃત્તિ થઈ જાય છે અને આત્મા એકલો સિદ્ધ ભગવાન થઈ જાય છે. અહા! બહારથી ક્રિયા કરતા હોય એને એમ લાગે કે આ તો કોઈ એલ.એલ.બી. ની ઊંચી વાતો છે, પણ એમ નથી. આ તો પહેલા એકડાની વાત છે. જૈનધર્મ એણે સાંભળ્યો નથી. જૈનધર્મ એ કોઈ ક્રિયાકાંડ કે સંપ્રદાય નથી. વસ્તુના સ્વભાવની દૃષ્ટિ કરીને અજ્ઞાન અને રાગદ્વેષને જીતવાં એનું નામ જૈનધર્મ છે. માટે પર્યાયાર્થિકરૂપ વ્યવહારને ગૌણ કરી અસત્યાર્થ કહ્યો છે, જાઓ, ભાષા કેવી લીધી છે? વ્યવહારને ગૌણ કરીને, અભાવ કરીને એમ લીધું નથી. પર્યાય નથી એમ નથી, પણ એ દષ્ટિનો વિષય નથી. તથા શુદ્ધ નિશ્ચયનયને સત્યાર્થી કહી તેનું આલંબન કરાવ્યું છે. શુદ્ધનનો વિષય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તેનું જ આલંબન લેવાનું કહ્યું છે. ભગવાનની મૂર્તિનું આલંબન એ તો પરનું આલંબન છે. અહીં તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવના આલંબનની વાત છે. પરવસ્તુ અને આત્માને તો કાંઈ સંબંધ જ નથી. ભાઈ ! તારી પર્યાયનું પણ લક્ષ કરવા જેવું નથી તો પરદ્રવ્યનું લક્ષ કરવાનું તો કયાં રહ્યું? પ્રવચનસાર ચરણાનુયોગ અધિકારમાં આચાર્યદવે લીધું છે કે જ્યારે કોઈ જીવ આત્મજ્ઞાનપૂર્વક વૈરાગ્ય પ્રગટ થવાથી દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તે કુટુંબીજનો પાસે રજા લેવા જાય છે. પિતા પાસે જઈને એમ કહે છે કે આ પુરુષના શરીરના જનકના આત્મા ! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી. હવે હું મારી નિર્મળ પર્યાયનો જનક જે અનાદિ-અનંત ત્રિકાળી દ્રવ્ય તેની પાસે જવા માગું છું, મને રજા આપો.” એવી જ રીતે સ્ત્રી પાસે જઈને એમ કહે છે કે “આ પુરુષના શરીરની રમણીના આત્મા ! આ પુરુષના આત્માને તું રમાડતી નથી. હવે હું અનાદિ-અનંત ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જે મારી સ્ત્રી એની પાસે જવા માગું છું. હે માતા-પિતા! મારી ચીજ જે મારી પાસે છે. એની પાસે હું જવા માગું છું. બહારમાં જે વિકલ્પો ઊઠે છે તે પણ મારી ચીજ નથી, તો પર દ્રવ્યોની સાથે તો મારે સંબંધ જ કેવો ?' આત્માને પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ છે જ નહીં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૪૫ હવે આગળ કહે છે કે-વસ્તુસ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું શુદ્ધનયનું) પણ આલંબન રહેતું નથી. પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણતા પ્રગટે નહીં ત્યાંસુધી દ્રવ્ય તરફ ઝુકાવ કરવાનો રહે છે. દ્રવ્ય પ્રતિ ઝુકાવથી જ્યાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટી જાય પછી દ્રવ્યનું આલંબન કરવાનું રહેતું નથી. પર્યાયાર્થિક નયને ગૌણ કરી અસત્યાર્થ કહ્યો છે અને શુદ્ધનયને સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. પૂર્ણ પ્રાપ્તિ થઈ ગયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. પૂર્ણ દશામાં તો ભેદભેદનું જ્ઞાન થયા કરે છે. આ કથનથી એમ ન સમજવું કે શુદ્ધનયને સત્યાર્થ કહ્યો તેથી અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ છે. પર્યાયમાં રાગ અને દુઃખ છે એ જૂઠું છે એમ નથી. એ તો દષ્ટિના વિષયને મુખ્ય કરીને, પર્યાયને ગૌણ કરીને જૂઠી કહી છે. અશુદ્ધનય સર્વથા અસત્યાર્થ જ છે એમ માનવાથી વેદાંતમતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે, અને તેથી મિથ્યાત્વ આવી જશે. વેદાંત આત્માને સર્વવ્યાપક માને છે અને પર્યાયમાં ભેદ અને અનેકતાને સ્વીકારતો જ નથી. એ મતવાળા સંસારને અવસ્તુ માને છે. એવી માન્યતાપૂર્વક શુદ્ધનયનું આલંબન પણ વેદાંતીઓની જેમ મિથ્યાદષ્ટિપણું લાવશે. માટે સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાના શ્રદ્ધાનથી જ સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે. પર્યાયનયથી આત્માને જે કર્મનો સંબંધ, રાગ, અનેકતા તથા ગુણભેદ છે તે સત્ય છે, તે અવસ્તુ નથી, પરંતુ તેના લક્ષે સમ્યગ્દર્શનાદિ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. સમ્યગ્દર્શનના પ્રયોજનની સિદ્ધિ તો એકમાત્ર અભેદ, અખંડ, એકરૂપ ત્રિકાળી જ્ઞાયકનું લક્ષ કરી આશ્રય કરવાથી થાય છે. તેથી જ દિગંબર સંતોએ પ્રયોજનનીસમ્યગ્દર્શન આદિની સિદ્ધિ હેતુ ત્રિકાળીને મુખ્ય કરી, નિશ્ચય કહી સત્યાર્થ કહી તેનું આલંબન કરાવ્યું છે. તથા પર્યાયને ગૌણ કરી, વ્યવહાર કહી અસત્યાર્થ કહી તેનું લક્ષ છોડાવ્યું છે. ત્રિકાળી શુદ્ધ આત્મા જ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યેય છે. આમ છતાં પર્યાય છે જ નહીં એમ માનીને દ્રવ્યનો આશ્રય કરવા જાય તો તે બનતો નથી, કેમકે દ્રવ્યનો આશ્રય તો પર્યાય કરે છે. માટે પર્યાય નથી એમ માનતાં આશ્રય કરવાવાળું કોઈ રહેતું નથી. અને તો પછી જેનો આશ્રય કરવો છે એ દ્રવ્યવસ્તુ પણ દષ્ટિમાં આવતી નથી. આનંદઘનજી એક ઠેકાણે લખે છે કે: ગગનમંડલમેં અધબીચ કૂઆ, વહાં હૈ અમીકા વાસ; સુગુરા હોય સો ભરભર પીવૈ, નગુરા જાવે પ્યાસા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ [ સમયસાર પ્રવચન ગગનમંડળમાં આત્મા શરીરથી, કર્મથી અને વર્તમાન પર્યાયથી ભિન્ન અધબીચ-અદ્ધર રહેલો છે. એ આખા આત્મામાં અમૃત ભર્યું છે. અંદરમાં અતીન્દ્રિય આનંદથી ભરેલો અમૃતનો સાગર છે. જેને માથે સુગુરુ છે, જેને સુગુરુની દેશના પ્રાપ્ત થઈ છે કે-સત્યાર્થ ચીજવસ્તુ આત્મા અનાકુળ અતીન્દ્રિય સુખથી ભરચક ભરેલો છે, તે એમાં અંતર્મુખ દષ્ટિ કરી સુખામૃતનું પાન ભરીભરીને કરે છે. પરંતુ જે અજ્ઞાની છે તે બહારમાં-ધન, પૈસા, સ્ત્રી, આબરૂમાં સુખ શોધે છે તેની પ્યાસ બુઝાતી નથી. તે દુઃખી જ રહે છે. ભાઈ ! આત્મા વીતરાગસ્વરૂપ જ છે. ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વરૂપ, આનંદની અપેક્ષાએ પૂર્ણઆનંદસ્વરૂપ, જ્ઞાનની અપેક્ષાએ પૂર્ણજ્ઞાનસ્વરૂપ, શ્રદ્ધાની અપેક્ષાએ પૂર્ણશ્રદ્ધાસ્વરૂપ, પ્રભુતાની અપેક્ષાએ પૂર્ણઈશ્વરસ્વરૂપ આત્મા છે. આવા ભેદો ભેદ અપેક્ષાએ સત્ય છે. છતાં એ ભેદોનું લક્ષ કરવાથી રાગ ઉત્પન્ન થાય છે. એ બધી પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ જ્યાંસુધી છે ત્યાંસુધી પૂર્ણ આત્માનો અનુભવ થતો નથી. માટે પર્યાય પરથી દષ્ટિ ઉઠાવી લઈ પૂર્ણાનંદની સત્તાનું-એક અખંડ અભેદ વસ્તુનું અવલંબન લઈ અતીન્દ્રિય આનંદ પ્રગટ કર. આ સમ્યગ્દર્શનની રીત છે. આ રીતે સ્યાદ્વાદને સમજી જિનમતનું સેવન કરવું. મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પકડવો. પર્યાયને અસત્યાર્થ કહી તો એ છે જ નહીં એમ ન માનવું. સ્યાદ્વાદને સમજી એટલે પર્યાયને ગૌણ કરીને અસત્ય અને દ્રવ્યને મુખ્ય કરીને તેને સત્ય કહ્યું છે એમ સમજી જિનમતમાં કહેલા એક વીતરાગસ્વરૂપ ત્રિકાળી આત્માનું સેવન કરવું. પર્યાય છે જ નહીં એવી માન્યતા એ જિનમત નથી, તથા પર્યાયનો આશ્રય કરવો એ પણ જિનમત નથી. એ તો મિથ્યાત્વ છે. આ ગાથાસૂત્રનું વ્યાખ્યાન કરતાં ટીકાકાર આચાર્યું પણ કહ્યું છે કે આત્મા વ્યવહારનયની દષ્ટિમાં જે બદ્ધસ્કૂટાદિરૂપ દેખાય છે તે એ દષ્ટિમાં તો સત્યાર્થ જ છે, પરંતુ શુદ્ધનયની દષ્ટિમાં બદ્ધસ્કૃષ્ટાદિપણું અસત્યાર્થ છે. કેમકે અભેદમાં પર્યાયનો ભેદ નથી તથા અભેદની દષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી. તેથી અભેદનો અનુભવ કરાવવા માટે પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે. વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શ્રુતજ્ઞાનપ્રમાણનો અંશ છે. શુદ્ધનય હો કે વ્યવહારનય, એ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. ત્રિકાળ જ્ઞાનગુણ જેનું લક્ષણ છે એવા દ્રવ્યનો અનુભવ કરીને જે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું એ પ્રમાણજ્ઞાન છે. એ અવયવી છે અને નય તેના અવયવ છે. ભાવકૃતપ્રમાણજ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૪૭ એક ભાગ તે નય છે. શ્રુતજ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. શાસ્ત્રોમાં બે અપેક્ષાએ શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. (૧) અનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એ રીતે સ્વાદના વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન વડે જ્ઞાયકને જાણતાં એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી એ અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. (ભાવશ્રુતજ્ઞાન સીધું રાગ કે નિમિત્તની અપેક્ષા વિના અને જાણે છે ). શુદ્ધનયનો વિષય જે પૂર્ણ આત્મા એને શ્રુતજ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પૂર્ણ જાણે છે. શ્રુતજ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. આમ શ્રુતજ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે. તેમ નય પણ વસ્તુને પરોક્ષ જ જણાવે છે. શ્રુતજ્ઞાન પરોક્ષ છે, તો નય પણ પરોક્ષ જ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષયભૂત આત્મા બદ્ધ-સ્કૃષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે. એ શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ. આત્મામાં જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન એવા સામર્થ્યરૂપ ચૈતન્યસ્વભાવ પરોક્ષ છે. વળી તેની વ્યક્તિ (શક્તિમાંથી પ્રગટ થવારૂપ વ્યક્તતા) કર્મસંયોગથી મતિ-શ્રુતાદિ જ્ઞાનરૂપ છે. (મતિ-શ્રુતાદિ જ્ઞાનમાં કર્મનું નિમિત્ત છે) તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે. આત્મા વસ્તુ, જ્ઞાન શક્તિમાન ગુણ, એની મતિ-શ્રુત આદિ પ્રગટ વ્યક્તતા ત્રણે આવી ગયાં. એમાં સનું સત્ત્વ ભગવાન આત્મા, ચૈતન્યશક્તિમાત્ર સ્વભાવ ( ગુણ) પરોક્ષ છે. અને એવા દ્રવ્યનું આલંબન લેવાથી શક્તિમાંથી મતિ-શ્રુતાદિ પર્યાય પ્રગટ થઈ એ વ્યક્તિ છે. પહેલાં કહ્યું કે શુદ્ધનયનો વિષય પરોક્ષ છે, એ તો ત્રિકાળીની વાત કરી. હવે એ ત્રિકાળી ધ્યેયમાં એકાગ્ર થઈને જે મતિ, શ્રત પર્યાય પ્રગટી એ કથંચિત્ જ્ઞાન-ગમ્ય-જ્ઞાન જ્ઞાનને સીધું પરની મદદ વિના જાણે છે એ અપેક્ષાએ પ્રત્યક્ષરૂપ પણ કહેવાય છે. અને સંપૂર્ણ જે કેવળજ્ઞાન તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ આ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. શું કહ્યું? કેવળજ્ઞાન પર્યાય પ્રગટ નથી, પણ આ શુદ્ધનય બતાવે છે કે આ સમ્યજ્ઞાન પ્રગટ થયું છે તે વધીને કેવળજ્ઞાન થશે. ધવલમાં એ પાઠ છે કે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. પરોક્ષજ્ઞાનમાં એ પ્રતીતિમાં આવી ગયું છે કે આ મતિ-શ્રુતાદિ પર્યાય વધીને કેવળજ્ઞાન થશે જ. જયધવલમાં પણ લીધું છે કે-કેવળજ્ઞાન અવયવી છે અને મતિ, શ્રુત એના અવયવો છે. અવયવથી અવયવી જાણવામાં આવે છે. થાંભલાની એક હાંસ જોતાં જેમ આખા થાંભલાનો નિર્ણય થઈ જાય છે તેમ આત્મામાં મતિ-શ્રત અવયવ પ્રગટ થતાં એમાં કેવળજ્ઞાનરૂપ અવયવીની પ્રતીતિ થઈ જાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ [ સમયસાર પ્રવચન છે. છદ્મસ્થને કેવળજ્ઞાન નથી, પણ શુદ્ધનય પરોક્ષપણે એમ બતાવે છે કે આ વર્તમાન વર્તતું જ્ઞાન પૂર્ણ થશે એ કેવળજ્ઞાન છે. શ્રીમદે પણ લીધું છે ને કે-શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. ઇચ્છા–ભાવના એની જ છે એ અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું. ઉપરોક્ત ન્યાયે તે પરોક્ષ છે. આવો સર્વજ્ઞનો (સ્યાદ્વાદ) માર્ગ છે. મતિ-શ્રુતજ્ઞાન એ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે. મતિ-શ્રત એ સાધક છે અને કેવળજ્ઞાન સાધ્ય છે. અષ્ટપાહુડમાં ચારિત્રપ્રાભૃતની ચોથી ગાથામાં તો મોક્ષમાર્ગની-જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાયને “અક્ષય-અમેય' કહી છે. સમયસારમાં મતિ-શ્રુતજ્ઞાન એ “ઉપાય છે અને કેવળજ્ઞાન-મોક્ષ એ “ઉપય' છે. એમ કહ્યું છે. ઉપાયના” જ્ઞાનમાં “ઉપય” ની પ્રતીતિ આવી જાય છે. નવતત્ત્વની પ્રતીતિમાં મોક્ષની પ્રતીતિ આવે છે કે નહીં ? નવતત્ત્વની અભેદ શ્રદ્ધામાં મોક્ષની શ્રદ્ધા આવી જાય છે. તત્ત્વાર્થસૂત્રમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-એકવચનમાં લીધું છે. જેવું શક્તિમાં જ્ઞાન પૂર્ણ છે એવી આ મતિ-શ્રુત પર્યાય પૂર્ણ થઈ જશે એવી પરોક્ષ પ્રતીતિ શ્રુતજ્ઞાનમાં આવે છે. હવે કહે છે જ્યાં સુધી આ નયને (શુદ્ધનયને) જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. શુદ્ધનયનો વિષય અખંડ, એક પૂર્ણ શ્રદ્ધા-જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા આત્મામાં ઝૂકીને પર્યાય જ્યાંસુધી તેને જાણે નહીં ત્યાંસુધી તેનાં શ્રદ્ધા જ્ઞાન થતાં નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધ-સ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘન આત્માને જાણી (અંતર્મુખ થઈને જાણી) શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. સંતો પ્રસિદ્ધ કરીને કહે છે કે પૂર્ણજ્ઞાન-ઘનસ્વરૂપ આત્માની દષ્ટિ-શ્રદ્ધા કરો. આ શુદ્ધનય અખંડ, એક, ત્રિકાળી, ધ્રુવ, પરમસ્વભાવ જ્ઞાયકભાવને દેખાડે છે. તેની અંતર્મુખ થઈ શ્રદ્ધા કરો. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં-સર્વજ્ઞના શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે, પ્રમાણથી અનુમાન-જ્ઞાનમાં પરિપૂર્ણ ધ્રુવ આત્માને જાણી શુદ્ધનયની દષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું. ભાવશ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે એમાં આત્માના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ પ્રત્યક્ષ જણાતા નથી. આ રીતે જ્ઞાનની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૪૯ પર્યાયમાં અખંડ, અભેદ, પૂર્ણ આત્મા જે ય છે એનું જ્ઞાન કરીને શ્રદ્ધાન કરવું. કેવળ વ્યવહાર-પ્રત્યક્ષનો જ એકાંત ન કરવો. અમને પ્રત્યક્ષ દેખાય તો જ માનીએ એમ એકાંત ન કરવો. હવે શુદ્ધનયને મુખ્ય કરી કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ-૧૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અમૃતચંદ્રાચાર્યદવ જગતના જીવોને ઉદ્દેશીને કહે છે:- “નીત તમ્ વ સચવવમાવ અનુભવતુ' જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરોએટલે પર્યાયમાં એનો સાક્ષાત્કાર કરો, એનું વેદન કરો. સમ્યક એમ એક શબ્દમાં તો બાર અંગનો સાર મૂકી દીધો છે. એક ઠેકાણે સ્તુતિકાર ભગવાનની સ્તુતિ કરતાં કહે છેઃ “પ્રભુ તુમ જાનન રીતિ સહુ જગ દેખતા હો લાલ; નિજસત્તાએ શુદ્ધ, સહુને પેખતા હો લાલ. નાથ! આપ આખા જગતને નિજસત્તાએ-પોતાના હોવાપણે શુદ્ધ દેખી રહ્યા છો. પ્રત્યેક આત્મા શુદ્ધ પરિપૂર્ણ ભગવાનમયી છે એમ આપના જ્ઞાનમાં દેખી રહ્યા છો. અહાહા..! ભાઈ, ભગવાને જોયું છે કે તું અંદર પરિપૂર્ણ શુદ્ધ છો ને! તને અપૂર્ણ અને વિપરીત માનતો એ તારું અપમાન છે. ( અનાદર છે, જેમ કોઈ અબજપતિને નિર્ધન કહેવો એ એનું અપમાન છે તેમ ભગવાન પૂર્ણાનંદના નાથને દરિદ્રી માનવો એ એનું અપમાન છે. અહીં કહે છે કે અંદર ત્રિકાળ ધ્રુવ જ્ઞાનાનંદસ્વભાવી અખંડ એકસ્વભાવ આત્મા છે તેનો અનુભવ કરો, એની સન્મુખ જ્ઞાન અને દૃષ્ટિ કરીને વેદન કરો. આવા સત્યસ્વભાવની પ્રતીતિને સમ્યગ્દર્શન કહે છે. એ સમ્યગ્દર્શનમાં અતીન્દ્રિય આનંદનો અંશે સ્વાદ આવે છે એને અનુભવ કહે છે. આનંદનું વેદન એ અનુભવની મહોર-છાપ-મુદ્રા-ટ્રેડમાર્ક છે. સમયસાર ગાથા ૫ ની ટીકામાં આવે છે કે-જેમ ડુંગરમાંથી પાણી ઝરે એમ મારો આનંદકંદ ડુંગર આત્મા છે એમાં દષ્ટિ પડતાં મને નિરંતર આનંદ ઝરે છે. એવા આનંદ ઝરતા પ્રચુર સ્વસંવેદનથી મારા નિજવિભવનો જન્મ છે. અનુભવ આનંદના વદન સહિત જ હોય છે. ભગવાન આત્મા જ્ઞાન, આનંદ એમ અનંત ગુણોથી પરિપૂર્ણ છે. આચાર્ય કહે છે કે-એવા આત્માનો સાક્ષાત્કાર કરો, તેથી અતીન્દ્રિય આનંદ થશે. આત્માને છોડીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ [સમયસાર પ્રવચન બહારમાં–સ્ત્રી, પુત્ર કે આબરૂમાં-કયાંય સુખ નથી. એ બધાં તો દુઃખનાં બાહ્ય નિમિત્તો છે. બનારસીદાસે સમયસારનાટકમાં કહ્યું છેઃ 66 અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મા૨ગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ. 99 આનંદનો નાથ ચૈતન્યપ્રભુ જે આત્મા તેની સન્મુખ થતાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે રત્નચિંતામણિ છે, એ આનંદરસનો કૂવો છે, મોક્ષનો ઉપાય અને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ મોક્ષ છે. અહાહા...! અનુભવ મોક્ષસ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો અંશ જે પર્યાયમાં દ્રવ્યના આલંબનથી પ્રગટે એ પણ મુક્તસ્વરૂપ છે. વળી પર્યાયમાં દ્રવ્યની જે દષ્ટિ થાય છે દષ્ટિમાં પણ દ્રવ્ય મુક્તસ્વરૂપ જ ભાસે છે. હવે કહે છે કે આ સમ્યસ્વભાવનો જગત અનુભવ કરો કે ‘યત્ર’ જ્યાં ‘અમી વન્દ્વધૃષ્ટમાવાય:' આ બદ્ધસૃષ્ટાદિ ભાવો ‘yત્ય રુટ ઉપર તરન્ત: અપિ' સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે. આ બદ્ધસૃષ્ટાદિ પાંચે ભાવો સ્પષ્ટપણે ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ પૂર્ણજ્ઞાયકભાવની ઉ૫૨ ઉપ૨ તરે છે તોપણ ‘પ્રતિષ્ઠાન્ ન હિ વિવધતિ' તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, અંદર પ્રવેશ પામતા નથી. કર્મના સંબંધરૂપ બંધભાવ, અનેરી અનેરી ગતિરૂપ ભાવ, જ્ઞાનની હીનાધિક દશા કે રાગાદિ ભાવો-એ પર્યાયભાવો જ્ઞાયકભાવની ઉપ૨ ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતા નથી. જેમ પાણીના દળની ઉપર તેલ નાખવામાં આવે તો તેલ ઉપર ઉપર જ રહે છે, અંદર પ્રવેશ પામતું નથી, તેલની ચીકાશ અંદર જતી નથી તેવી રીતે અનાદિ-અનંત સહજ વિજ્ઞાનઘનસ્વભાવમાં દયાદાન-પૂજા-ભક્તિનો રાગ તો પ્રવેશ પામતો નથી પણ એ રાગને જાણનારી જ્ઞાનની ક્ષયોપશમરૂપ અનિયત અવસ્થા પણ અંદરમાં પ્રવેશ પામતી નથી. કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય અને અનેકરૂપ છે. આત્મતત્ત્વ નિત્ય, ધ્રુવ, ચિદાનંદઘનસ્વભાવી, ચૈતન્યદળ છે. એમાં અગિયાર અંગનો ક્ષયોપશમ હો કે અનુભવની પર્યાય હો, એ સર્વ ઉપ૨ ઉપ૨ રહે છે, અંદર પ્રવેશ પામતી નથી. ભાઈ! આ દ્રવ્યસ્વભાવમાં પર્યાયની હીનાધિકતા પ્રવેશ ન પામે તો સ્ત્રી, પુત્રાદિ કેમ પામે ? દષ્ટિમાં આવા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. પોતાનો મહિમા આવ્યા વિના પર્યાયમાં જે રાગનો મહિમા આવે છે તે આત્મજીવનનો ઘાત કરે છે. એ જ મિથ્યાત્વ છે. અહીં પ્રશ્ન થાય છે કે-રાગની પર્યાય વ્યય પામીને અંદર ધ્રુવમાં ભળી જાય છે ને ? સમાધાનઃ- ના, બિલકુલ ભળતી નથી. રાગનો નાશ થાય છે ત્યારે તે અંદર પારિણામિભાવરૂપ થઈ જાય છે. આત્મામાં જે વર્તમાન રાગ થાય તે બીજા સમયે નાશ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૫૧ પામી જાય છે. તે યોગ્યતારૂપે પરિણામિકભાવરૂપ થઈ જાય છે. પણ એમ નથી કે તે અશુદ્ધતારૂપે દ્રવ્યમાં ભળીને રહે છે. પર્યાયની અશુદ્ધતા દ્રવ્યમાં જતી નથી. તેવી જ રીતે ક્ષાયોપથમિકભાવ હો કે ક્ષાયિકભાવની પર્યાય હો, તેની સ્થિતિ પણ એક સમય છે. બીજે સમયે તેનો વ્યય થતાં તે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. આ દ્રવ્યસ્વભાવ “સમન્નાત ઘોતમાનમ્' સર્વ અવસ્થાઓમાં પ્રકાશમાન છે. ઔદયિક ભાવ હો, ઉપશમ હો, ક્ષયોપશમભાવ હો કે ક્ષાયિકભાવ હો-એ બધી પર્યાયોમાં સામાન્ય એક ધ્રુવસ્વભાવ, જ્ઞાયકભાવ, કાયમ, ત્રિકાળ પ્રકાશમાન છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ એની દરેક પર્યાયમાં ધ્રુવ, ધ્રુવ, ધ્રુવપણે પ્રકાશમાન રહે છે. એવા શુદ્ધસ્વભાવનો “પતિમોદીમૂય' મોહરહિત થઈને જગત અનુભવ કરો. હે જગતના જીવો, મિથ્યાત્વરૂપી મોહને છોડીને એક જ્ઞાયકભાવનો અનુભવ કરો; બાર અંગનો આ સાર છે. ભગવાન! તારી પાસે આખો આત્મા પડ્યો છે ને? પાસે ક્યાં? તું જ એ છે. પર્યાય પાસે કહેવામાં આવે છે. પર્યાય એ તું નથી. પર્યાયબુદ્ધિ-અંશબુદ્ધિ-વ્યવહારબુદ્ધિ એ તો અજ્ઞાન છે. પ્રવચનસાર ગાથા ૯૩ માં “પન્નયમૂતા પરમયા' એમ કહ્યું છે. એક સમયની પર્યાયમાં મૂઢ છે એ મિથ્યાષ્ટિ છે. સ્વરૂપ જે પૂર્ણ છે એનો આદર છોડી એક સમયની પર્યાયમાં દયા, દાન, વ્રત આદિના વિકલ્પોનો આદર એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વરૂપ અજ્ઞાન છે તો જીવની પર્યાય, પણ એમાં મોહકર્મનો ઉદય નિમિત્ત છે. (મોહકર્મ કરાવી નથી) પર્યાયમાં ગમે તેટલો જ્ઞાનનો ઉઘાડ કે રાગની મંદતા હોય, પણ એની ચિ-પ્રેમ જે છે એ મિથ્યાત્વ છે. આચાર્ય કહે છે કે મોહકર્મના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ મોહનો ત્યાગ કરીને, પર્યાયની રુચિ મટાડીને, પર્યાયની પાછળ જે અખંડ એક પૂર્ણ ધ્રુવ ચૈતન્યસ્વભાવ આત્મા પ્રકાશમાન રહેલો છે, તેનું લક્ષ કરી તેનો અનુભવ કરો. એમ કરતાં સમ્યગ્દર્શન છે. અહાહા...! અતીન્દ્રિયના આનંદસ્વરૂપ આત્માની સચિ થતાં ઈન્દ્રના ઈન્દ્રાસનના ભોગ સડેલા કૂતરા અને બિલાડા જેવા (અરુચિકર) લાગે છે. જ્ઞાનીને પણ જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા પર્યાયમાં પ્રગટે નહિં ત્યાંસુધી શુભ-અશુભ બન્ને રાગ આવે છે. ગૃહસ્થાશ્રમમાં સ્ત્રી વગેરે અનેક ભોગો તેને હોય છે; પણ તે કાળા નાગ જેવા, ઉપસર્ગ સમાન લાગે છે. એને એમાં હોંશ, ઉત્સાહ નથી. શાંતિનાથ, કુંથુનાથ અરનાથ તીર્થકર હતા, સાથે ચક્રવર્તી પણ હતા. ૯૬ હજાર રાણીઓ હતી. પણ તે પ્રત્યેના ભોગને (રાગને) ઝેર સમજતા હતા. સમયસાર મોક્ષ-અધિકારમાં પુણ્યભાવને ઝેરનો ઘડો કહ્યો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨ [ સમયસાર પ્રવચન ભગવાન આત્મા અમૃતકુંભ છે. આ તો માખણ-માખણની વાતો છે. કહ્યું છે કે “ગગનમંડલમેં ગૌઆ વિાની, વસુધા દૂધ જમાયા, માખન થા સો વિરલા રે પાયા, યે જગત છાસ ભરમાયા... સંતો અબધુ સો જોગી રે મિલા, હીનપદકા રે કરે નિવેડા, ઐસો જોગી ગુરુ મેરા !” ભાઈ ! આ તો સમોસરણમાં જગદ્ગુરુ ભગવાનના મુખેથી નીકળેલી સારી વાત છે. જેના ભાગ્ય હોય તેને સાંભળવા મળે. બાકી લોકોને તો પુણ્યભાવ-શુભભાવની રુચિ, પૈસા, સ્ત્રી આદિનો પ્રેમ હોવાથી આ વાત કઠણ પડે છે. પણ શું થાય? જ્યાં પરમસ્વભાવ ધ્રુવ ચૈતન્યભાવની આગળ ક્ષાયિકભાવ એ પણ અપરમભાવ છે. (અપ્રતિષ્ઠિત છે) ત્યાં પછી રાગની તો વાત જ શી ? ( રાગની-શુભરાગની કોઈ પ્રતિષ્ઠા નથી). * કળશ ૧૧: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં એમ ઉપદેશ છે કે શુદ્ધનયના વિષયરૂપ ત્રિકાળી આત્મા-પર્યાયરહિત શુદ્ધાત્માનો અનુભવ કરો. આનંદકંદમાં ઝૂલનારા, વનવાસી, નગ્ન દિગંબર મુનિઓ અને આચાર્યોનો આ ઉપદેશ છે. અને એ જ ભગવાનનો ઉપદેશ છે. મુનિઓ તો જંગલમાં રહેતા હોય છે. ક્યારેક ભોજન માટે ગામમાં આવે છે. એ મુનિઓ ક્યારેક વિકલ્પ ઊઠે તો વનમાં તાડપત્ર ઉપર શાસ્ત્ર લખે છે. ત્યાં ને ત્યાં તાડપત્ર મૂકીને પોતે તો બીજે ચાલ્યા જાય છે. કોઈ ગૃહસ્થને ખ્યાલ હોય કે મુનિ શાસ્ત્ર લખી ગયા છે તો તે લઈ લે છે. આખું સમયસાર આ રીતે બન્યું છે. અહાહા....! લખવાનું પણ જેને અભિમાન નથી અને લખવાના વિકલ્પના પણ જે સ્વામી થતા નથી એવા મુનિ ભગવંતોનો આ ઉપદેશ છે કે એક શુદ્ધાત્માનો અનુભવ કરો. હવે એ જ અર્થનું કળશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યો આત્મદેવ પ્રગટ પ્રતિભાશમાન થાય છે: * કળશ -૧૨ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘યરિ' જો “વ: પિ સુધી.' કોઈ સુબુદ્ધિ કહેતાં સમ્યગ્દષ્ટિ જીવ “ભૂતમ્ માન્તમ્ નમૂતમ્ વ વધું' ભૂતકાળમાં વીતી ગયેલા, વર્તમાનમાં વર્તતા અને ભવિષ્યમાં પ્રગટ થવા યોગ્ય –એમ ત્રણે કાળના પુણ્ય અને પાપના ભાવોને પોતાના આત્માથી “માતુ' Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૩ ભાગ-૧ ] તત્કાળ-શીધ્ર “નિર્મિ' ભિન્ન કરીને (જાણીને) –જુઓ, અહીં શું કહે છે? રાગથી કે પૈસા ખર્ચવાથી ધર્મ થાય એવી માન્યતાવાળાનું ધર્મમાં કોઈ સ્થાન નથી એમ કહે છે. થેલામાં કડવું કરિયાતું ભર્યું હોય અને ઉપર નામ લખે સાકર તેથી કાંઈ કરિયાતું સાકર ન થઇ જાય. એમ પરની ક્રિયા અને રાગની ક્રિયા કરે અને નામ ધર્મનું આપે તો એ કાંઈ ધર્મ ન થઈ જાય. એ તો મિથ્યાશ્રદ્ધાન છે. સમ્યગ્દષ્ટિ શુભાશુભ બન્ને ભાવને પોતાનાથી ભિન્ન જાણે છે. એ બન્ને પ્રકારના વિકલ્પોને તત્કાળ આત્માથી ભિન્ન જાણીને તથા ‘મો' તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને ‘દવા' પોતાના બળથી (પુરુષાર્થથી) “વ્યાહત્ય' રોકીને-એટલે શુભભાવથી ધર્મ થશે એવી મિથ્યા માન્યતાને પોતાના સ્વભાવના પુરુષાર્થ વડ રોકીને -નાશ કરીને ‘મન્ત:' અંતરંગમાં પૂર્ણાનંદનો નાથ છે એનો ‘વિરુન મો વનયતિ' અભ્યાસ કરેદેખે-અનુભવ કરે, સાક્ષાત્કાર કરે તો ‘મયમ્ માત્મા’ આ આત્મા ‘માત્માનુભવ– ચં–મહિમા' પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો – દેવ-ગુરુ-શાસ્ત્રથી કે તેમની ભક્તિના રાગથી નહીં, પણ પોતાના અંતરઅનુભવથી જ જણાવાયોગ્ય છે એવો- ‘વ્ય:' વ્યક્ત છે. વ્યક્તિ એટલે પ્રગટ છે. એક સમયની પર્યાયથી રહિત ત્રિકાળી વસ્તુ આત્મા પોતાની અપેક્ષાએ અનુભવગમ્ય છે તેથી વ્યક્ત છે. એક સમયની જ્ઞાન–વીર્ય આદિની પ્રગટ-વ્યક્ત પર્યાયની અપેક્ષાએ ત્રિકાળી વસ્તુ આત્મા અવ્યક્ત કહી છે. વળી ‘ધ્રુવ' ભગવાન આત્મા કોઈથી ચળે નહીં તેવો નિશ્ચલ છે, “શાશ્વત:' શાશ્વત કહેતાં ઉત્પત્તિ-વિનાશરહિત છે. શરીર, કર્મ તથા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન આત્માનો અંતરંગમાં અનુભવ કરે તો આત્મા પ્રગટરૂપ, નિશ્ચલ અને શાશ્વતરૂપે રહેલો છે. વળી ‘નિત્ય ન$–પટ્ટ–વિઝન' નિત્ય કર્મ-કલંક-કર્દમથી રહિત છે. દ્રવ્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ તો અનાદિ-અનંત કર્મકલંકથી રહિત અંદરમાં પોતે ‘સ્વયં દેવ:' સ્તુતિ કરવા યોગ્ય દેવ ‘ગારસ્તે' બિરાજમાન છે. આ જે ભગવાન થઈ ગયા તેમની કે સ્વર્ગના દેવની વાત નથી. આ તો પોતે સ્વયં દેવ છે એની વાત છે. દેહદેવળમાં દેહથી ભિન્ન પવિત્ર મહાચૈતન્યસત્તા અંદર પરમાત્મસ્વરૂપે નિત્ય બિરાજમાન છે. પરમાત્મસ્વરૂપે ન હોય તો પ્રગટ થાય કયાંથી? આત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ દેવ છે. પણ અરે ! “નજરની આળસે રે, નયણે ન નીરખ્યા હરિ.” –નજરની આળસમાં અંદર આખો ભગવાન છે તે દેખાતો નથી, અંદરનું નિધાન દેખાતું નથી. નજરને (પર્યાય ઉપરથી ખસેડી) અંતરમાં વાળીને અનુભવ કરે તો આત્મદેવનાં દર્શન થયા વિના રહે નહીં. ચોથા ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને આવો આત્મા અનુભવમાં આવે છે. પાંચમે શ્રાવક અને છઠ્ઠ-સાતમે ઝૂલનારા સંતની (મુનિરાજની) વાત તો અલૌકિક છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ ( [ સમયસાર પ્રવચન * કળશ ૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન * શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત, અવિનાશી ચૈતન્યમાત્ર દેવ અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. જ્ઞાનીઓ કહે છે અત્યારે હમણાં જ શુદ્ધનયથી આત્માને જોવામાં આવે તો જ્ઞાનસ્વભાવમાત્ર આત્મા-જ્ઞાન, શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા એવી અનંત શક્તિઓની દિવ્યતાને ધારણ કરનાર દેવ અંતરંગમાં વિરાજી રહ્યો છે. આ તીર્થંકરદેવની વાત નથી. આ તો તીર્થકરગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ પણ જેમાં નથી એવા ત્રિકાળી શુદ્ધ આત્મદેવની વાત છે. તીર્થકરગોત્ર જે ભાવથી બંધાય એ ભાવ ધર્મ નથી, એ બંધભાવ છે. જે ભાવથી બંધન પડે તે ધર્મ નહીં. સીધી સ્વતંત્ર છે. ત્રણે કડક ભાષામાં કહીએ તો એ અધર્મ છે. જગતથી જુદી વાત છે. માને ન માને, જગત કાળ પરમાર્થનો માર્ગ તો એક જ છે. ચૈતન્યનો પુંજ ચિદાનંદઘન અનંતશક્તિનો સાગર આત્મા સ્તુતિ કરવા લાયક સ્વયં દેવ છે. વર્તમાન અવસ્થાની જેને દષ્ટિ છે એવો અજ્ઞાની પર્યાયબુદ્ધિ બહિરાત્મા જીવ એને બહાર ટૂંઢે છે એ મોટું અજ્ઞાન છે. પંડિત બનારસીદાસજી ગૃહસ્થ હતા, મહા જ્ઞાની હતા, વસ્તુસ્થિતિના જાણકાર હતા. એમણે સમયસાર નાટકના બંધદ્વારમાં આ અંગે સુંદર વાત લખી છે. કહે છે - કેઈ ઉદાસ રહેં પ્રભુ કારન, કઈ કહું ઉઠી જાંહિ કહીં કે, કઈ પ્રનામ કરૈ ગઢિ મૂરતિ, કઈ પાર ચ ચઢિ છકે, કેઈ કહે અસમાનકે ઊપરિ, કેઈ કહૈ પ્રભુ હેઠિ જમીકે, મેરો ધની નહિ દૂર દિસન્તર, મોહિમેં હૈ મોહિ સૂઝત નીÁ. ૪૮ આત્માને જાણવા માટે અર્થાત્ ઈશ્વરની ખોજ કરવા માટે કોઈ તો ત્યાગી બની ગયા છે, કોઈ બીજા ક્ષેત્રમાં યાત્રા આદિ માટે જાય છે, કોઈ પ્રતિમા બનાવીને નમસ્કાર, પૂજન કરે છે, કોઈ ડોળીમાં બેસીને પર્વત ઉપર ચઢે છે, કોઈ કહે છે ઈશ્વર આકાશમાં છે, અને કોઈ કહે છે કે પાતાળમાં છે. પરંતુ પંડિતજી કહે છે કે મારો પ્રભુ મારાથી દૂર નથી, મારામાં જ છે, અને મને સારી પેઠે અનુભવમાં આવે છે. ચૈતન્યચમત્કાર અવિનાશી આત્મદેવ અંતરંગમાં વિરાજમાન છે. એને અજ્ઞાની શત્રુંજય, ગિરનાર અને સમ્મદશિખરમાં મળી જશે એમ બહાર શોધે છે. જાણે પ્રતિમાના પૂજનથી મળી જશે એમ માની પૂજા આદિ કરે છે. પણ એ તો બહારના (પર) ભગવાન છે. એ ક્યાં તારો ભગવાન છે? તારો ભગવાન તો સચ્ચિદાનંદ પ્રભુ અંતરંગમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ]. ૨૫૫. વિરાજે છે. ત્યાં જ. બહારના ભગવાન ઉપરનું લક્ષ એ તો શુભરાગ છે. અશુભની નિવૃત્તિ માટે તે આવે છે. પણ એ કાંઈ ધર્મ નથી. માર્ગ આવો છે, ભાઈ ! હવે શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ ૧૫મી ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે: * કળશ- ૧૩: શ્લોકા ઉપરનું પ્રવચન * ‘રૂતિ' એ રીતે “યા શુદ્ધ યાત્મિા ગાત્મ–અનુભૂતિ:' જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે. 'યમ્ વ નિ જ્ઞાન–અનુભૂતિ:' તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. જુઓ, શુદ્ધનયસ્વરૂપ આત્મા એમ કહ્યું છે. નય અને નયના વિષયને અભેદ કરીને વાત કરી છે. શુદ્ધનયના વિષયરૂપ આત્મા એમ ભેદથી કહ્યું નથી. અહાહા...! ત્રિકાળ શુદ્ધચૈતન્યઘન અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા એ જ શુદ્ધનય છે. એવા શુદ્ધનયસ્વરૂપ આત્માનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. આત્માનો અનુભવ કે જ્ઞાનનો અનુભવ એ બે જુદી ચીજ નથી. સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ્ઞાનનો અનુભવ એ જ આત્મ-દ્રવ્યનો અનુભવ છે અને આત્મદ્રવ્યનો અનુભવ એ જ જ્ઞાનનો અનુભવ છે. ગાથા ૧૪ માં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન કર્યું છે. ગાથા ૧૫ માં સમ્યજ્ઞાનની પ્રધાનતાથી કથન છે. આત્માનો-ગુણીનો અનુભવ, જ્ઞાનનો અનુભવ, સમ્યગ્દર્શન અને જૈનશાસન બધું એક જ છે. ‘તિ યુધ્ધા' એમ જાણીને, ગાત્મનિ ગાત્માનમ્ સુઝિકંપન્ નિવેશ્ય ' આત્માને આત્મામાંપોતાના સ્વરૂપમાં નિશ્ચલ સ્થાપીને નિત્યમ્ સમત્તાત્ : નવવધાન: મસ્તિ' સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે એમ દેખવું, અનુભવવું એનું નામ જૈનધર્મ અને મોક્ષમાર્ગ છે. ભાવાર્થ- ૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું. હવે જ્ઞાનને મુખ્ય કરીને કહે છે કે શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એ જ સમ્યજ્ઞાન છે. હવે, આ અર્થરૂપ ગાથા કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૧૫ जो पस्सदि अप्पाणं अबद्धपुठं अणण्णमविसेसं। *अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।१५।। यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्। अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ।।१५।। હવે, આ અર્થરૂપ ગાથા કહે છે: અબદ્ધષ્ટઅનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫. ગાથાર્થઃ- [ :] જે પુરુષ [માત્માન+] આત્માને [૧દ્ધપૃષ્ટમ] અબદ્ધસ્કૃષ્ટ, [ગનન્યમ્ ] અનન્ય, [વિશેષ{] અવિશેષ ( તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત [પશ્યતિ] દેખે છે તે [ સર્વ નિનશાસન] સર્વ જિનશાસનને [પશ્યતિ] દેખે છે-કે જિનશાસન [ 'માવેશસાન્તમä] બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. ટીકાઃ- જે આ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ ( પ્રગટપણું ) અને વિશેષ (જ્ઞયાકાર) જ્ઞાનના તિરોભાવ (આચ્છાદન) થી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તોપણ જેઓ અજ્ઞાની છે, યોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દષ્ટાંતથી બતાવીએ છીએ: * પાઠાન્તર: અપડેસસુત્તમર્ફી ૧. અપશક દ્રવ્યશ્રત; સાન્તજ્ઞાનરૂપી ભાવૠત. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૨૫૭ જેમ-અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઊપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (સામાન્યના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદભેદે ભેદરૂપ-વિશેષરૂપ) લવણ તેનો સ્વાદ અજ્ઞાની, શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી; વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારરસરૂપ) લવણ છે. એવી રીતે-અનેક પ્રકારના યોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઊપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષભાવરૂપ, ભેદરૂપ, અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની, જ્ઞય-લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞયાકારના સંયોગરહિતપણાથી ઊપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી; વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. અલુબ્ધ જ્ઞાનીઓને તો, જેમ સેંધવની ગાંગડી, અન્ય દ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સેંધવનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વત: એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. ભાવાર્થ- અહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન શયોમાં જ –ઇંદ્રિયજ્ઞાનના વિષયોમાં જ-લુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઈદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ શેયમાત્ર આસ્વાદે છે પરંતુ જ્ઞયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞયોમાં આસક્ત નથી તેઓ યોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે, –જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જાદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ Version 001.a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ સમયસાર પ્રવચન ( પૃથ્વી ) अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहिर्महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्।।१४।। ( અનુટુમ્ ) एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।। १५ ।। શ્લોકાર્થ:- આચાર્ય કહે છે કે [પરમમ્ મદ: ન: અસ્તુ] તે ઉત્કૃષ્ટ તેજ- પ્રકાશ અમને ો [ યત્ સત્તાનમ્ વિદ્-ઉત્ખનન—નિર્ભર ] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [ ઉર્જાસત્—ાવળ-વિજ્ય—લીનાયિતત્] જેમ મીઠાની કાંકરી એક ક્ષારસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [y–રસન્ નતે] એક જ્ઞાનરસ સ્વરૂપને અવલંબે છે, [ગણ્ડિતમ્] જે તેજ અખંડિત છે -જ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [ બનાવ્યુi] જે અનાકુળ છે–જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [અનન્તમ્ અન્ત: વૃત્તિ: જ્વલલ્] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે-જાણવામાં આવે છે, [સહનમ્] જે સ્વભાવથી થયું છે –કોઈએ રચ્યું નથી અને [ સવા ૩દ્વિત્તાસં] હંમેશા જેનો વિલાસ ઉદયરૂપ છે-જે એકરૂપ પ્રતિભાસમાન છે. ભાવાર્થ:- આચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪. હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ શ્લોકાર્થ:- [[: જ્ઞાનઘન: આત્મા] આ (પૂર્વકથિત ) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે [ સિદ્ધિમ્ અમીષ્ણુમિ: ] સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક પુરુષોએ [સાધ્યસાયમાવેન ] સાધ્યસાધકભાવના ભેદથી [ દ્વિધા ] બે પ્રકારે, [yō: ] એક જ [ નિત્યક્ સમુપાયતામ્ ] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો. ભાવાર્થ:- આત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્ય ભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નંબર: પ્રવચન નંબર: ૫૧. દિનાંક: ૨૦–૧-૭૬ ૨૨-૧-૭૬ ૫૨ ૫૪ | દિનાંક: ૨૧-૧-૭૬ ૨૩–૧-૭૬ ૫૩ * સમયસાર ગાથા -૧૫ * સમસ્ત જૈનશાસનના રહસ્યની આ ગાથા છે સર્વજ્ઞ પરમેશ્વરનો જે માર્ગ છે. એ જ જૈનશાસનનો મોક્ષમાર્ગ છે. * ગાથા -૧૫: ગાથાર્થ ઉપરનું પ્રવચન * ‘ય:' જે પુરુષ ‘ગાત્માનમ્' શુદ્ધઆનંદઘન ચૈતન્યસ્વરૂપ આત્માને ‘ગવદ્ધસ્કૃણમ્' અબદ્ધસ્કૃષ્ટ અર્થાત કર્મની સાથે બંધ અને સ્પર્શ રહિત, ‘મનન્યમ્' અનન્ય અર્થાત્ મનુષ્ય, નરક આદિ અન્ય અન્ય ગતિથી રહિત, ‘વિશેષ' અવિશેષ અર્થાત્ જ્ઞાન, દર્શન આદિ ગુણભેદ રતિ સામાન્ય એકરૂપ તથા ઉપલક્ષણથી (બે બોલ આ ગાથામાં નથી પણ ૧૪મી ગાથામાં આવી ગયા છે ) નિયત એટલે વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી રહિત અને અસંયુક્ત અર્થાત્ પુણ્ય અને પાપ, સુખ-દુ:ખરૂપ કલ્પનાઓથી રહિત “પુણ્યતિ' દેખે છે એટલે કે અંતરમાં અનુભવે છે તે “સર્વમ નિનશાસનમ્” સર્વ જિનશાસનને “પશ્યતિ' દેખે છે. સમસ્ત જૈનશાસનનું રહસ્ય તે આત્માએ જાણી લીધું. ભગવાન આત્મા નિત્ય મુક્તસ્વરૂપ શુભાશુભભાવરહિત ત્રિકાળ શુદ્ધ ચૈતન્યવસ્તુ છે. એવા આત્માનો અભ્યતર જ્ઞાનથી (ભાવશ્રુત જ્ઞાનથી) અનુભવ કરવો એ (અનુભવ) શુદ્ધોપયોગ છે. એ વીતરાગી પર્યાય છે અને એ જ જૈનધર્મ છે. રાગ વિનાની વીતરાગી દશા તે જૈનશાસન છે અને એ જ જૈનધર્મનું રહસ્ય છે. આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એ જિનસ્વરૂપ જ છે. જિનવરમાં અને આત્મામાં કાંઈ ફેર નથી. કહ્યું છે : “જિન સોહી હૈ આતમા, અન્ય સોહી હૈ કર્મ, યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ,” પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૦ [ સમયસાર પ્રવચન વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો –અનુભવવો એને ભગવાને જૈનશાસન કહ્યું છે. આ જૈનશાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહીં. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈનશાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. જેણે આવા આત્માને જાણ્યો નથી એણે કાંઈ પણ જાણ્યું નથી. પર્યાયદષ્ટિમાં આત્માને બદ્ધસૃષ્ટ, અન્ય અન્ય અવસ્થારૂપ, અનિયત, ભેદરૂપ અને રાગરૂપે દેખે છે એ જૈનશાસન નથી, એ તો અજૈનશાસન છે. આ શેઠિયાઓ કરોડોનાં દાન કરે, કોઈ ભક્તિ, પૂજા કરે, દયા, વ્રત પાળે એ કાંઈ જિનશાસન નથી, કે જૈનધર્મ નથી વીતરાગની વાણી સ્યાદ્વાદરૂપ છે એટલે કોઈ ઠેકાણે રાગને પણ ધર્મ કહ્યો છે એમ નથી. (વીતરાગતાથી ધર્મ અને રાગથી પણ ધર્મ એવો સ્યાદ્વાદ નથી.) ધર્મધુરંધર, ધર્મના સ્તંભ એવા કુંદકુંદાચાર્યદેવ જેમનું મંગલાચરણમાં ત્રીજું નામ આવે છે તે જે કહે છે તે એકવાર પૂર્વનો આગ્રહ છોડીને સાંભળ, કે અંતરમાં એકરૂપ ૫રમાત્મતત્ત્વ સામાન્યસ્વભાવ નિર્લેપ ભગવાન છે એને જાણવો, એની પ્રતીતિ અને રમણતા કરવી –એવો જે શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. આ જૈનશાસન અપવેશસાન્તમધ્યું બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અત્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે બાહ્યદ્રવ્યશ્રુતમાં એમ જ કહ્યું છે કે અબદ્ધસૃષ્ટ આત્માનો અનુભવ કરવો એ જ જૈનશાસન છે. બારઅંગરૂપ વીતરાગની વાણીનો આ જ સાર છે –કે શુદ્ધાત્માનો અનુભવ કર.' દ્રવ્યશ્રુત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન તેનું વાચ્ય છે. દ્રવ્યશ્રુત અબĀસ્પષ્ટ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવશ્રુત અબદ્વત્કૃષ્ટ આત્માનો અનુભવ કરે છે. પંડિત રાજમલજીએ કળશ ૧૩ માં આનો ખુલાસો બહુ સારો કર્યો છે. શિષ્ય પૂછ્યું- ‘આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે.’ તેનું સમાધાનઃ- દ્વાદશાંગજ્ઞાન વિકલ્પ છે. તેમાંપણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. વીતરાગી શુદ્ધાત્માને અનુસરીને જે અનુભવ થાય એ અનુભૂતિ મોક્ષમાર્ગ છે. એણે વસ્તુને જાણી લીધી પછી વિકલ્પ આવે તો શાસ્ત્રો વાંચે, પણ એવા જીવને શાસ્ત્ર ભણવાની કોઈ અટક નથી. આવો માર્ગ છે, ભાઈ ! સંપ્રદાયમાં લોકોએ અરે! ભગવાનના માર્ગને પીંખી નાખ્યો છે. અરે! ભગવાનના વિરહ પડયા, અને લોકો બધા ઝઘડામાં પડી ગયા. કોઈ કહે કે શુભરાગથી ધર્મ થાય, તો વળી કોઈ કહે શુભરાગ કરતાં કરતાં ધર્મ થાય ભારે વિપરીતતા. પણ શું થાય ! સર્વજ્ઞતા તો પ્રગટ થઈ નથી, અને સર્વજ્ઞસ્વભાવનો અનુભવ નથી. અહીં કહે છે કે સર્વજ્ઞસ્વભાવનો અનુભવ જે શુદ્ધોપયોગ એ જૈનશાસન છે, જૈનધર્મ છે. જૈનધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ર૬૧ પ્રવચનસારમાં ૪૭ નયોમાં અશુદ્ધનય અને શુદ્ધનયની વાત આવે છે. તેમાં માટીને વાસણ-ઘટાદિથી જુએ તે અશુદ્ધનય છે અને માટીને એકલી માટી-માટીમાટી સામાન્ય જુએ તે શુદ્ધનય છે. તેમ ભગવાન આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્રની પર્યાયથી જોવો તે અશુદ્ધનય છે અને ત્રિકાળ એકરૂપ ચૈતન્યસામાન્યપણે જોવો તે શુદ્ધનય છે. આવા શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યસામાન્ય ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કરવો તેને અહીં જૈનશાસન કહે છે. * ગાથા -૧૫: ટીકા ઉપરનું પ્રવચન * જે આ અબદ્ધસ્કૃષ્ટ આદિ પાંચભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે એટલે કે પાંચભાવસ્વરૂપ આત્માને શુદ્ધોપયોગવડ દેખે છે, જાણે છે, અનુભવે છે એ ખરેખર સમસ્ત જિનશાસનનો અનુભવ છે. આ જૈનમાર્ગ છે, મોક્ષમાર્ગ છે. આમાં કોઈ રાગ કે વ્યવહાર તો આવ્યો નહીં? ભાઈ, વ્યવહાર કે રાગ એ જૈનશાસન જ નથી. પૂર્ણ વીતરાગતા નથી ત્યાં સુધી સાધકને રાગ આવે છે ખરો, પણ એ જૈનધર્મ નથી. જૈનશાસન એતો શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય પરિણતિ એ શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. એ જૈનધર્મ, જૈનશાસન છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં લીધું છે કે –આત્મપદાર્થનું વેદન–અનુભવ –પરિણતિ એ જૈનશાસન-જૈનમત છે. હવે કહે છે કે આ જૈનશાસન અર્થાત્ અનુભૂતિ તે શું છે? શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે. ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધોપયોગથી જે આત્માનો અનુભવ થયો એ આત્મા જ છે. સ્વરૂપની વીતરાગ વસંવેદનદશા-પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ જે પ્રગટ થઈ એ આત્મા જ છે. રાગાદિ જે છે તે આત્મા નથી, અનાત્મા છે. ધર્મીને પણ અનુભૂતિ પછી જે રાગ આવે છે તે અનાત્મા છે. દ્રવ્યશ્રુતમાં આ કહ્યું છે અને એ જ અનુભવમાં આવ્યું. માટે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે; કેમકે ભાવશ્રુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગસ્વરૂપ છે અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો પર્યાયમાં અનુભવ થયો એ ભાવશ્રુતજ્ઞાન છે, શુદ્ધોપયોગ છે. એ આત્માની જ જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો-એક જ ચીજ છે. “જ” શબ્દ લીધો છે ને ? એકાંત લીધું. સમ્યફ એકાંત છે. કથંચિત્ રાગની અનુભૂતિ એ આત્મા એમ છે નહીં. સર્વજ્ઞ-સ્વભાવી “જ્ઞ” સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. અહાહા! શું ભગવાનની વાણી ! ચૈતન્યચમત્કાર જાગે એવી ચમત્કારિક વાણી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨ [ સમયસાર પ્રવચન પરંતુ હવે ત્યાં, સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવવામાં આવે છે. જુઓ રાગમિશ્રિત જ્ઞયાકાર જ્ઞાન જે (પૂર્વે) હતું એની રુચિ છોડી દઈને (પર્યાયબુદ્ધિ છોડીને) અને જ્ઞાયકની રુચિનું પરિણમન કરીને સામાન્ય જ્ઞાનનો પર્યાયમાં અનુભવ કરવો અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહે છે. આ પર્યાયની વાત છે જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ યાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતાં જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં “સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ” એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. જ્ઞયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે. ભાઈ ! આ તો અધ્યાત્મ કથની છે. એક-એક શબ્દમાં ગંભીરતા ભરી છે. આ તો સમયસાર અને તેમાં પંદરમી ગાથા ! કુંદકુંદાચાર્યની વાણી સમજવા માટે પણ ખૂબ પાત્રતા જોઈએ. તોપણ જેઓ અજ્ઞાની છે, શયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની જેમને રુચિ નથી એવા અજ્ઞાની જીવો રાગ કે જે પરજ્ઞય છે (રાગ તે જ્ઞાન નથી) તેમાં આસક્ત છે. વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ એવા જે વ્યવહાર રત્નત્રયના પરિણામ છે તેમાં જેઓ આસક્ત છે, શુભાશુભ વિકલ્પોને જાણવામાં જેઓ રોકાયેલા છે એવા શયલુબ્ધ જીવોને આત્માના અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ આવતો નથી. શુભરાગની –પુણ્યભાવની જેમને રુચિ છે તેમને આત્માના આનંદનો સ્વાદ આવતો નથી. આત્માનો વળી સ્વાદ કેવો હશે? દાળ, ભાત, લાડુ, મોસંબી વગેરેનો સ્વાદ તો હોય છે! એ તો બધી જડ વસ્તુ છે. જડનો સ્વાદ તો અજ્ઞાનીને પણ હોતો નથી. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની સત્તા છોડીને પદાર્થ શું બીજી સત્તામાં મળી જાય છે? જડ તો ભિન્ન ચીજ છે. અજ્ઞાનીને વસ્તુ પ્રત્યે જે રાગ છે તેનો સ્વાદ આવે છે, વસ્તુનો નહીં. સ્ત્રીના વિષયમાં સ્ત્રીના શરીરને ભોગવતો નથી, પણ તેના પ્રત્યેના રાગનું વેદન–અનુભવ કરે છે. પૈસા કે આબરૂમાં કાંઈ પૈસાનો કે આબરૂનો અનુભવ આવતો નથી. તીખું મરચું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૩ ભાગ-૧ ] મોઢામાં મૂકતાં તીખાશનો સ્વાદ આવતો નથી. પરંતુ તીખાશ જાણતાં આ ઠીક છે એવી માન્યતાનો જે રાગ ઉત્પન્ન થાય છે એ રાગનો અજ્ઞાની સ્વાદ લે છે. એવી રીતે શરીરમાં તાવ આવે છે એ તાવનો અનુભવ આત્માને નથી, માત્ર એ અઠીક છે એવી અરુચિ થતાં દુ:ખનો અનુભવ છે. વસ્તુ પ્રત્યે રાગમાં આસક્ત અજ્ઞાની જીવને રાગનો સ્વાદ આવે છે, અને તે આકુળતામય છે, અધર્મ છે. આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય છે. બનારસીદાસે લખ્યું છે વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવૈ વિશ્રામ. ૨સ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ. વસ્તુ જે જ્ઞાયકસ્વરૂપ તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો-રાગ વિશ્રામ પામે છે, હઠી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. શયમાં આસક્ત છે તે ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત છે. જે પદાર્થો ઈન્દ્રિયો વડે જાણવામાં આવે છે તે ઇન્દ્રિયના વિષયો છે. દેવ, ગુરુ, શાસ્ત્ર, સાક્ષાત્ ભગવાન અને ભગવાનની વાણી એ પણ ઈન્દ્રિયના વિષયો છે. સમયસાર ગાથા ૩૧ માં લીધું છે કે- “જીતી ઈન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને'- પાંચ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-ત્રણને ઈન્દ્રિય ગણવામાં આવી છે. એ ત્રણેયને જીતીને એટલે કે તેમના તરફનો ઝુકાવ-રુચિને છોડીને એનાથી અધિક અર્થાત્ ભિન્ન પોતાના જ્ઞાનસ્વભાવને -અતીન્દ્રિય ભગવાનને અનુભવે છે તે જૈનશાસન છે. પોતાના સ્વજ્ઞયમાં લીન છે એવી આ અનુભૂતિ- શુદ્ધોપયોગરૂપ પરિણતિ તે જૈનશાસન છે. આથી વિરુદ્ધ અજ્ઞાનીને પરિપૂર્ણ જે સ્વય છે એની અરચિ છે અને ઈન્દ્રિયાદિનું ખંડખંડ જે જ્ઞયાકાર જ્ઞાન છે એની રુચિ અને પ્રીતિ છે. તે પરયોમાં આસક્ત છે અને તેથી તેને જ્ઞાનનો સ્વાદ ન આવતાં રાગનો-આકુળતાનો સ્વાદ આવે છે. રાગનો સ્વાદરાગનું વેદના અનુભવમાં આવવું એ જૈનશાસનથી વિરુદ્ધ છે તેથી અધર્મ છે. શુભક્રિયા કરવી અને એ કરતાં કરતાં ધર્મ થઈ જશે એવી માન્યતા મિથ્યાભાવ છે તથા શુભાશુભ રાગથી ભિન્ન અંતર આનંદકંદ ભગવાન આત્માને જ્ઞય બનાવી જ્ઞાયકના જ્ઞાનનું વેતન કરવું એ જિનશાસન છે, ધર્મ છે. આ વાત દષ્ટાંતથી સમજાવવામાં આવે છે - “જેમ અનેક તરેહનાં શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે લવણ તેનો સ્વાદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૪ [ સમયસાર પ્રવચન અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે પણ અન્યના સંબંધરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી. શું કહે છે? દૂધી, તુરિયાં, કારેલાં આદિ શાકમાં તથા ખીચડી, રોટલા આદિ પદાર્થોમાં મીઠું નાખવામાં આવે છે. તો તે તે પદાર્થોના સંબંધથી મીઠાનો લવણનો સ્વાદ લેવામાં આવતાં સામાન્ય લવણનો સ્વાદ તિરોભૂત એટલે ઢંકાઈ જાય છે, અને શાક ખારું છે એવી અનુભૂતિ થાય છે. ખરેખર ખારું તો લવણ છે, શાક નહીં. તથા શાક આદિ દ્વારા ભેદરૂપ લવણનો સ્વાદ આવવો (જેમકે શાક ખારું છે) એ વિશેષનો આવિર્ભાવ છે. શાકના લોલુપી–ગૃદ્ધિવાળા મનુષ્યોને લવણ દ્વારા લવણનો સ્વાદ એકાકાર અભેદરૂપ લવણનો સ્વાદ (મીઠું ખારું છે એવો) આવતો નથી. “વળી પરમાર્થથી જોવામાં આવે તો તો, જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ( ક્ષારરસરૂપ) લવણ છે તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું (ક્ષારસરૂપ) લવણ છે.' પરમાર્થથી જોવામાં આવે તો શાકના લોલુપી જીવોને વિશેષનો આવિર્ભાવ એટલે કે શાક દ્વારા જે લવણનો સ્વાદ આવે છે (સ્વાદ તો તે તરફના લક્ષવાળા રાગનો છે પણ આ તો સમજાવવા માટેનું દષ્ટાંત છે) એ ખરેખર સામાન્ય લવણનું જ વિશેષ છે, એનો જ ભાવ છે, શાકનું ખારાપણું (વિશેષ) નથી; અને એ વિશેષપણું શાક દ્વારા આવ્યું છે એમ પણ નથી. સામાન્ય લવણનો જ વિશેષ સ્વાદ છે. અજ્ઞાનીને શાકના સંયોગથી લવણનો ખ્યાલ આવે છે એ વિપરીત છે, કેમકે તેને મીઠાના સ્વભાવનો ખ્યાલ નથી આવતો આ દષ્ટાંત થયું. સિદ્ધાંત - “એવી રીતે અનેક પ્રકારના શયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષભાવરૂપ, ભેદરૂપ અનેકાકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની શયલુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય જ્ઞયાકારના સંયોગરહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી.” શું કહે છે? સ્ત્રી, દીકરા, દીકરી, ભગવાન, ભગવાનની વાણી, પુણ્ય, પાપ, રાગ, ઈત્યાદિ અનેક પ્રકારના શેયો છે. આ જ્ઞયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉત્પન્ન સામાન્યનો તિરોભાવ-એટલે એકલા જ્ઞાનના અનુભવનું ઢંકાઈ જવું તથા વિશેષનો આવિર્ભાવ એટલે શેયતા સંબંધથી જ્ઞાનનું પ્રગટ થવું –આ વડે રાગ આદિ દ્વારા જે મિશ્રિત જ્ઞાનનો અનુભવ થાય તે અજ્ઞાન છે, તેમાં આત્માનો સ્વાદ આવતો નથી. રાગ દ્વારા જ્ઞાનનો યાકાર વિશેષ એ ખરેખર તો સામાન્ય જ્ઞાનની અવસ્થા છે, પણ માને છે (ભ્રમથી ) કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ર૬પ રાગની અવસ્થાને લઈને જ્ઞાન થયું. આ માન્યતા એ મિથ્યાત્વ છે અને દુ:ખનું વેદન છે. પુણ્ય અને પાપના વિકલ્પ જે શેય છે એ ઉપર જેની દૃષ્ટિ છે, એમાં જેને આસક્તિ છે અને જે જ્ઞય દ્વારા જ્ઞાનનો સ્વાદ આવે છે એ દુ:ખનો –આકુળતાનો સ્વાદ છે. જેમ અજ્ઞાની શાકના લોલુપીને શાકદ્વારા લવણનો સ્વાદ આવે છે તે મિથ્યા છે તેમ આ યલુબ્ધ જીવોને દયા, દાન, આદિ પુણ્ય અને ક્રોધ, માન આદિ પાપના વિકલ્પો જે પરજ્ઞય છે, આત્માથી ભિન્ન છે, એ દ્વારા રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાયનો મિશ્રિત અનુભવ થતાં જે સ્વાદ આવે છે એ દુઃખનો સ્વાદ છે, વિપરીત છે, ઝેરનો સ્વાદ છે, કેમકે એમાં આત્માના સામાન્યજ્ઞાનનો અનુભવ ઢંકાઈ ગયો છે. રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. આ ધર્મ અને અધર્મની વ્યાખ્યા છે. જ્ઞયાકાર જ્ઞાનનો અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. આ શાસ્ત્ર-સ્વાધ્યાય થાય છે ને, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થયો એ અધર્મ છે. અજ્ઞાની જીવને રાગમિશ્રિત જ્ઞાનનું ઢંકાઈ જવું અને જ્ઞાનભાવથી જ્ઞાન અનુભવમાં આવવું એવા એકાકાર જ્ઞાનના સ્વાદનો અનુભવ આવતો નથી. અહાહા! આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે, વીતરાગસ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો –અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે. વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે.' જ્ઞાયક ઉપર જેની દૃષ્ટિ છે એ તો જાણે છે કે આ જ્ઞાનનું વિશેષ જ્ઞાન સામાન્યમાંથી આવે છે. જ્ઞાયક ઉપર દૃષ્ટિ પડતાં જ્ઞાનની પર્યાયનું વેદન આવે છે. (રાગનું નહીં, રાગથી નહીં) રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દષ્ટિનો ફેર છે. સમયસાર ગાથા ૧૭, ૧૮ માં આવે છે કે – આબાલગોપાળ સર્વને રાગ, શરીર, વાણી, જે કાળે દેખાય છે. તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ શેય દ્વારા જ્ઞાન થતાં (જ્ઞયાકાર જ્ઞાન થતાં ) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ યનું વિશેષ છે, શયનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન-વિશેષ છે, પરૉયનું જ્ઞાન નથી, પરશેયથી પણ નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ [ સમયસાર પ્રવચન · અલુબ્ધ જ્ઞાનીઓને તો જેમ સૈંધવની ગાંગડી, અન્યદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ સૈંધવ નો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એકક્ષા૨૨સપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.' જેમ લવણના ગાંગડાનો, અન્યદ્રવ્યના સંયોગનો નિષેધ કરીને કેવળ લવણના ગાંગડાનો અનુભવ કરવામાં આવે તો સર્વત્ર ક્ષાર૨સપણાને લીધે તે ક્ષારપણે સ્વાદમાં આવે છે. લવણનો ગાંગડો સીધો લવણ દ્વારા સ્વાદમાં આવે છે એ યથાર્થ છે. એવી રીતે અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઈન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરજ્ઞેયો છે એમની આસક્તિ-રુચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર ચિહ્નનસ્વરૂપનો અનુભવ કરતાં, સર્વતઃ એકવિજ્ઞાનઘનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે એ આનંદનું વેદન છે. એ જૈનશાસન છે. એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. એક બાજુ સ્વદ્રવ્ય છે અને બીજી બાજુ સમસ્ત પરદ્રવ્ય છે. એક બાજુ રામ અને બીજી બાજુ ગામ. ગામ એટલે (૫૨દ્રવ્યનો) સમૂહ. પોતાના સિવાય જેટલાં ૫રદ્રવ્યો છે તે ગામમાં જાય છે. પજ્ઞેયો-પંચેન્દ્રિયના વિષયો –પછી તે સાક્ષાત્ ભગવાન, ભગવાનની વાણી, દેવ, ગુરુ શાસ્ત્ર, અને શુભાશુભ રાગ એ સઘળું ગામમાં એટલે પરદ્રવ્યના સમૂહમાં આવી જાય છે. એના તરફ લક્ષ જતાં રાગ જ ઉત્પન્ન થાય છે. સમોસરણમાં સાક્ષાત્ ભગવાન બિરાજમાન હોય. તેમનું લક્ષ કરતાં રાગ જ ઉત્પન્ન થાય. એ અધર્મ છે. એ કાંઈ ચૈતન્યની ગતિ નથી. એ તો વિપરીત ગતિ છે. મોક્ષપાહુડમાં કહ્યું છે કે પરવળાવો દુશરૂ ' તેથી પરદ્રવ્યથી ઉદાસીન થઈ એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વતઃ જ્ઞાનવન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્બળ ) જ્ઞાનનો સ્વાદ આવે છે. એ જૈનદર્શન છે. ઈન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વારા જે જ્ઞાનનો અનુભવ ( જ્ઞેયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ-અનુભવ નથી, એ જૈનશાસન નથી. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્વારા જ્ઞાનનું વેદન એ જ સમ્યક્ છે, યથાર્થ છે. અહો ! સમયસાર વિશ્વનું એક અજોડ ચક્ષુ છે. આ વાણી તો જુઓ. સીધી એને આત્મા તરફ લઈ જાય છે. સમયસાર શાસ્ત્ર-વાણી એ વાચક છે અને પોતાનામાં રાગાદિરહિત જે સમયસાર છે એ વાચ્ય છે. અત્યારે તો લોકો બહારમાં પડયા છે. આ કરો ને તે કરો. કોઈ કહે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૭ ભાગ-૧ ] અમે પુસ્તક બનાવીએ છીએ. પણ પુસ્તક બનાવવાનો જે વિકલ્પ છે એ તો રાગ છે અને અમે પુસ્તક બનાવી શકીએ છીએ એવો ભાવ એ મિથ્યાત્વભાવ છે. જડને કોણ બનાવે? “ક” એવો એક અક્ષર અનંત પરમાણુઓનો બનેલો છે. આત્મા એને કરી કે લખી શકે એ ત્રણકાળમાં બનતું નથી. અનંત દ્રવ્ય અનંતપણે રહીને-એક એક પરમાણુ અને અન્ય દ્રવ્ય પોતાની અવસ્થાને સ્વકાળે પૃથપણે કરે છે. “ણમો અરિહંતાણ” એ તો શબ્દ છે. અંદર નમન કરવાનો જે વિકલ્પ ઉત્પન્ન થાય તે રાગ છે. તે રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ એ આત્માનો સ્વાદ નથી. પરમાત્મા પ્રકાશમાં લીધું છે કે આ જીવ અનંતવાર મહાવિદેહક્ષેત્રમાં જન્મ્યો છે. ત્યાં તીર્થંકરદેવ નિત્ય બિરાજે છે, તીર્થંકરનો વિરહ્યું નથી. તો ત્યાં સમોસરણમાં પણ અનંતવાર ગયો છે. સમ્યજ્ઞાનદીપિકામાં લખ્યું છે કે જીવે પૂર્વે અનંતવાર પ્રત્યક્ષ સમોસરણમાં કેવલી ભગવાનની હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષના પુષ્પાદિકથી પૂજા કરી છે તથા દિવ્યધ્વનિ સાંભળી છે. પરમાત્મપ્રકાશમાં પણ “ભવે ભવે પૂજિયો” એવો પાઠ છે. પણ આ તો બધો શુભરાગ છે. એથી ધર્મ માની અનંતકાળથી રખડે છે. જગતને આ બેસવું આકરું છે. પણ ભાઈ ! આત્માના ભાન વિના હજારો સ્ત્રીઓ, અને રાજપાટ છોડી નગ્ન દિગંબર સાધુ થયો હોય તોપણ દુઃખી જ છે; પંચમહાવ્રતના પરિણામ એ સુખ નથી, દુઃખ જ છે. સમયસાર નાટકમાં મોક્ષઅધિકારમાં ૪૦ મા છંદમાં ત્યાંસુધી લીધું છે કે ભાવલિંગી મુનિરાજને છટ્ટ ગુણસ્થાને જે પંચમહાવ્રતાદિના વિકલ્પ ઉત્પન્ન થાય છે એ “જગપંથ' છે. મિથ્યાષ્ટિની તો વાત જ શી કરવી ? ત્યાં તો ત્યાંસુધી લીધું છે કે સાચા મુનિરાજને પણ જે વારંવાર વિકલ્પ ઉત્પન્ન થાય છે એ અંતર-અનુભવમાં શિથિલતા છે, ઢીલાશ છે. અહીં કહે છે રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયક સ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિનશાસન છે, આત્માનુભૂતિ છે. * ગાથા -૧૫: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં આત્માની અનુભૂતિને જ જ્ઞાનની અનુભૂતિ કહી છે. અજ્ઞાનીજન સ્વશયને છોડીને અનંત પરશયોમાં જ અર્થાત્ આત્માના અતીન્દ્રિય જ્ઞાનને છોડીને ઈન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. નિજ ચૈતન્યઘનસ્વરૂપ આત્માનો અનુભવ નથી એવો અજ્ઞાની પરવસ્તુ-પરજ્ઞયોમાં લુબ્ધ છે. તેની દષ્ટિ અને રુચિ રાગાદિ પર છે. તે ઈન્દ્રિયજ્ઞાનના વિષયોથી અને રાગાદિથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ પોતાપણે આસ્વાદે છે; એ મિથ્યાત્વ છે. દેવ-ગુરુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૮ [ સમયસાર પ્રવચન શાસ્ત્ર પરદ્રવ્ય છે. એની શ્રદ્ધાનો વિકલ્પ રાગ છે. એ રાગ મિથ્યાત્વ નથી, પરંતુ એ રાગથી અનેકાકાર-પરયાકાર થયેલું જે જ્ઞાન તેને પોતાપણે માનવું એ મિથ્યાત્વ છે. રાગ મિથ્યાત્વ નથી પણ એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. અજ્ઞાની દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના જ્ઞાનને જ શેયમાત્ર આસ્વાદે છે. જેને જ્ઞયાકાર જ્ઞાનની દ્રષ્ટિ અને રુચિ છે એને શયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ હોતો નથી. તેને અંતર્મુખદષ્ટિના અભાવે રાગનો-આકુળતાનો જ સ્વાદ આવે છે. તથા જેઓ જ્ઞાની છે, જેમને મહાવ્રતાદિના રાગના પરિણામમાં લીનતા અને રુચિ નથી તેઓ શેયોથી ભિન્ન એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે. તે નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ છે. જ્ઞાની જ્ઞયોમાં આસક્ત નથી. રાગ કે નિમિત્ત કોઈમાં એકાકાર નથી. સાક્ષાત્ ભગવાન બિરાજમાન હોય તો પણ તેમાં ધર્મીને આસક્તિ કે એકતાબુદ્ધિ નથી. ધર્મીને વ્યવહારરત્નત્રયનો રાગ, મહાવ્રતાદિ પાલનનો રાગ હોય પરંતુ તે એનાથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપ જે આત્મા એને શેય બનાવીને તે જ્ઞાનમાત્ર એકાકાર જ્ઞાનનો આસ્વાદ કરે છે. એ અનાકુળ આનંદનો સ્વાદ છે, એ ધર્મ છે. જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેમ જ્ઞાનીને પરયો અને શુભાશુભભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રના જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એને નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે. જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન તે ગુણ અને આત્મા ગુણી એવા બેની અભેદદષ્ટિમાં આવતું સર્વ પરદ્રવ્યોથી રહિત અબદ્ધસ્કૃષ્ટ, પોતાની પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ અર્થાત્ વૃદ્ધિહાનિથી રહિત, પોતાના ગુણોમાં એકરૂપ અભેદ તથા પરનિમિત્તના લક્ષે ઉત્પન્ન થયેલ પુણ્ય-પાપ, સુખ-દુઃખની કલ્પનાથી રહિત જે નિજ સ્વરૂપ તેનો અનુભવ એ જ્ઞાનનો અનુભવ છે અને એ સમ્યજ્ઞાન છે, જૈનધર્મ છે. જૈનશાસ્ત્રો વાંચે, સાંભળે અને એની ધારણા કરી રાખે એ કાંઈ સમ્યજ્ઞાન નથી. જિનવાણી તો બાજા પર રહી, અહીં તો જિનવાણી સાંભળતાં જે જ્ઞાન (વિકલ્પ) અંદર થાય છે એ સમ્યજ્ઞાન છે એમ નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ તો વિકલ્પ છે. પરંતુ અંદર ભગવાન ચિદાનંદ રસકંદ છે એને દષ્ટિમાં લઈ એક એનું જ્ઞાનમાત્રનું અનુભવન કરવું એ ભાવશ્રુતજ્ઞાન છે, એ સમ્યજ્ઞાન છે, જૈનશાસન છે. નિજ સ્વરૂપનું અનુભવન તે આત્મજ્ઞાન છે. શુદ્ધજ્ઞાનરૂપ સ્વસંવેદન, જ્ઞાનનું (ત્રિકાળીનું) સ્વસંવેદન અનુભવન એ ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી. અહીં ત્રણ વાત આવી. એક તો પરદ્રવ્ય અને પર્યાયથી પણ ભિન્ન જે અખંડ એક શુદ્ધ ત્રિકાળી જ્ઞાનસ્વભાવ એનું અનુભવન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ર૬૯ ભાવશ્રુતજ્ઞાન એ જ શુદ્ધનય છે. શુદ્ધનયનો વિષય જે દ્રવ્યસામાન્ય છે એનો અનુભવ એને જ શુદ્ધનય કહે છે. અને એજ જૈનશાસન છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્રનો વર્તમાનમાં ભાવશ્રુતજ્ઞાનરૂપ અનુભવ એ જૈનશાસન છે કેમકે ભાવશ્રુતજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે, વીતરાગી પર્યાય છે. આત્માના અનુભવ વિના જીવ અનંતકાળથી જન્મમરણ કરીને-નરક-નિગોદનાં અનંતાનંત દુ:ખોને પ્રાપ્ત થયો છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કે નવતત્ત્વોની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યકત્વ નથી. કળશ ટીકાના છઠ્ઠી કળશમાં આવે છે કેસંસાર દશામાં જીવદ્રવ્ય નવતત્ત્વરૂપે પરિણમ્યો છે તે તો વિભાવપરિણતિ છે, માટે નવતત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. એ ભેદોમાંથી એકરૂપ જ્ઞાયકભાવનેઅબદ્ધસ્પષ્ટ આત્માને ગ્રહણ કરી અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્ત્વમાંથી એકલો સામાન્ય જ્ઞાન-જ્ઞાન-શાન એવો આત્મા બહાર કાઢી લેવો અને તે એકને અનુભવવો તે સમ્યગ્દર્શન મૂળ ચીજ છે. જેમ આંબલીના ઝાડનાં પાન ઉપરઉપરથી તોડી લે પણ મૂળ સાબૂત રહે તો તે ઝાડ થોડા દિવસોમાં ફરીથી પાંગરે; તેમ ઉપરઉપરથી રાગ મંદ કરે પણ મૂળ મિથ્યાત્વ-પર્યાયબુદ્ધિ સાબૂત રહે તો ફરીથી રાગ પાંગરે જ. તેથી તો પ્રવચનસાર ગાથા ૯૩માં કહ્યું છે કે જેને પરથી ભિન્ન એકરૂપ જ્ઞાયકભાવની દૃષ્ટિ નથી અને એક સમયની પર્યાયમાં રાગને જ પોતાનો માની રોકાઈ ગયો છે એ પર્યાયદષ્ટિ મૂઢ છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આચાર્ય કહે છે કે- ‘પરમન્ મg: : કસ્તુ' જ્ઞાન- પ્રકાશનો પૂંજ ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને પ્રાપ્ત થાઓ. બીજી કોઈ ચીજ અમારે જોઈતી નથી. વ્યવહારરત્નત્રયનો રાગ અમારે જોઈતો નથી. એ રાગ તો અંધકારમય છે. અમને તો એ અંધકારથી ભિન્ન ચૈતન્યપ્રકાશ પ્રાપ્ત હો. ‘યત્ સવ નેવીનમ્ વિ–897ન–નિર્મર' જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે. સૂર્ય જેમ જડ પ્રકાશનો પૂંજ છે તેમ આત્મા ચૈતન્યપ્રકાશનો પૂંજ છે, ચૈતન્ય પ્રકાશમય તેજથી ભરેલો છે. બહારનું આચાર્યપદ કે બીજી કે કોઈ ચીજની માગણી કરી નથી, પણ અંદરમાં જે ચૈતન્યસૂર્ય પ્રકાશપુંજ છે તે પર્યાયમાં પ્રાપ્ત હો એવી જ એક ભાવના પ્રગટ કરી છે. ચક્રવર્તી છ ખંડ સાધવા જાય છે ત્યાં વચમાં વૈતાઢય પર્વત આવે છે. એમાં ગુફા આવે છે જેમાં ખૂબ જ અંધારું હોય છે. તથા મંગલા અને અમંગલા નામની બે નદી આવે છે. અમંગલાનો પ્રવાહ એવો કે કોઈ ચીજ પડે તો નીચે લઈ જાય અને મંગલાનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭) [ સમયસાર પ્રવચન પ્રવાહ એવો છે કે કોઈ ચીજ પડે તો બહાર કાઢે. ગુફામાં બહુ જ અંધારું હોય છે. ચક્રવર્તી પાસે એક મણિરત્ન હોય છે. એને ઘસવાથી સૂર્ય જેવો પ્રકાશ થાય છે. આ પ્રકાશમાં આખું લશ્કર ત્યાંથી પસાર થઈ જાય છે. એમ અહીં કહે છે કે અમોને જે ચૈતન્યમણિરત્ન છે તેમાં એકાગ્રતારૂપ ઘસારો કરવાથી પર્યાયે પર્યાયે જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય છે. એ પ્રકાશમાં અમે મોક્ષમાર્ગમાં ચાલ્યા જઈએ છીએ. આચાર્યદેવ નિજ ચૈતન્યચિંતામણિરત્નમાં એકાગ્રતાથી પ્રાપ્ત જ્ઞાનપ્રકાશની જ ભાવના કરે છે, બીજું કાંઈ ઈચ્છતા નથી. હવે કહે છે કે જેવી રીતે “ સત્ નૈવવિન્ય તિનાયિતમ' મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે અર્થાત્ એકલા ક્ષારરસના સ્વભાવથી ભરેલી છે, તેવી રીતે “યવેરરસન્ મનસ્વતે' અમારો આ આત્મા એકલા જ્ઞાનરસથી પૂર્ણ ભરેલો છે. વળી ‘મરવટુતમ્' તે તેજ અખંડિત છે એટલે રાગાદિ જ્ઞયોના આકારે ખંડિત થતું નથી તથા “અનાવૃતમ્' અનાકુળ છે. એમાં કર્મોના નિમિત્તથી ઉત્પન્ન થતા રાગાદિજનિત આકુળતા નથી. એ ત્રિકાળ, અખંડ, જ્ઞાનરૂપ અને અનાકુળ આનંદસ્વરૂપ છે. ‘ગ્વનન્ત” અંતર્વહિ. વળી તે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે. અંતરંગ શક્તિમાં જ્ઞાનનું ચૈતન્યનું–તેજ પરિપૂર્ણ ભરેલું છે અને તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પણ જ્ઞાનતેજ પ્રગટ થાય છે. તે સ્વભાવથી થયું છે. આત્માના જ્ઞાનસ્વરૂપને કોઈએ ઉપજાવ્યું, રચ્યું કે બનાવ્યું છે એમ નથી, સહજ જ છે. કિનારસન્ સેવા અને હુમેશાં એનો વિલાસ ઉદયરૂપ છે. જ્ઞાનપ્રકાશ સદાય ઉદયરૂપ રહે છે. વસ્તુ સદાય ઉદયરૂપ છે અને જે જ્ઞાનપ્રકાશનો પર્યાયમાં ઉદય થાય તે પણ સદાય રહે છે. ત્રિકાળી ચીજ એકરૂપ પ્રતિભાસમાન છે. તેના આશ્રયે પર્યાયમાં અનેકતાનો નાશ થઈ એકરૂપનો અનુભવ થાય છે. * કળશ ૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આચાર્ય ભગવાને પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકારસ્વરૂપ જ્યોતિ અમોને સદા પ્રાપ્ત રહો. ભગવાન આત્મા સ્વરૂપથી જ જ્ઞાનાનંદમય છે, અભેદ એકાકારસ્વરૂપ છે. અખંડ અનાકુળસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લઈને જે અનુભવની દશા પ્રગટ થાય એ-જેમ વસ્તુ અવિનાશી છે તેમ-અવિનાશી છે. એનો પણ (એક અપેક્ષાએ) નાશ થતો નથી. અષ્ટપાહુડના ચારિત્રપાહુડની ચોથી ગાથામાં સમ્યગ્દર્શન -જ્ઞાનચારિત્રના પરિણામને પણ “અક્ષય-અમેય' કહ્યા છે. વસ્તુ જેવી અક્ષય-અમેય છે તેવી આ પર્યાય પણ અક્ષય-અમેય છે. ભાઈ ! અધ્યાત્મ સૂક્ષ્મ છે. એનો એકેક શબ્દ મંત્ર છે. જેમ કોઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] 271 સર્પનું ઝેર ચડ્યું હોય તો કલમને મંતરીને નાખે એટલે સર્પ એના દરમાંથી બહાર નીકળીને આવે અને ઝેર ચૂસી લે છે, તેમ ભગવાન જ્ઞાનસ્વરૂપ પરમાત્મામાં એકાકાર થઈ અનુભવ કરતાં અંદરમાં જ્ઞાનપર્યાય પ્રગટ થાય છે તે કલમ (મંત્ર ) છે તે કલમ મોહ–રાગ-દ્વેષરૂપી ઝેરનો નાશ કરી અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ બહાર કાઢે છે. * સમયસાર પ્રવચન ભાગ-૧ સમાસ * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com