________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦
[ સમયસાર પ્રવચન
અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્દવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા ૫દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં તૈય કહ્યો છે કારણ કે અશુદ્ઘનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ઘનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ઘનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ઘનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ઘનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે- એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં, (જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત ’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ઘનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
.
શિષ્યનો પ્રશ્ન છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ ? શિષ્યને અંતરમાં જિજ્ઞાસા થઈ છે કે પરથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવો શુદ્ધાત્મા કોણ છે જેને જાણવાથી જન્મ-મરણ મટે અને ભવભ્રમણ નાશ થઈને મોક્ષ થાય. આવી અંતરની ચીજ જાણવાનો જેને પ્રશ્ન થયો છે તેને ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છે.
પ્રવચન નંબ૨, ૧૪-૧૭ તારીખ ૧૩-૧૨-૭૫ થી ૧૬-૧૨-૭૫ * ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન *
જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, –એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી.
જ્ઞાયકભાવ જે ત્રિકાળ એકરૂપ સ્વભાવભાવરૂપ છે તેને અહીં પરમ પારિણામિકભાવ ન કહેતાં શાયભાવ કહ્યો તેનું કારણ એ છે કે પારિણામિકભાવ તો સર્વ દ્રવ્યોમાં છે; જ્યારે જાણવું, જાણવું, જાણવું, એવો જે સામાન્ય જ્ઞાયકભાવ તે એક જીવદ્રવ્યમાં જ છે. તે જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી કે પ્રમત્ત પણ નથી. અર્થાત્ ચૌદેય ગુણસ્થાનની પર્યાયો એમાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com