SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ભાગ-૧ ] ૮૯ પરિણમતો નથી (જ્ઞાયક ભાવથી જડ ભાવરૂપ થતો નથી, તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી; તે જ સમસ્ત અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો “શુદ્ધ' કહેવાય છે. વળી દાઢ્યના (- બળવાયોગ્ય પદાર્થના) આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે તોપણ દાહ્યકૃત અશુદ્ધતા તેને નથી, તેવી રીતે જ્ઞયાકાર થવાથી તે “ભાવ” ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી; કારણ કે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ-પ્રકાશનની (સ્વરૂપને જાણવાની ) અવસ્થામાં પણ, દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે-પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. (જેમ દીપક ઘટપટાદિને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને- પોતાની જ્યોતિરૂપ શિખાને-પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું સમજવું ) ભાવાર્થ - અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. દ્રવ્યદષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે અને પર્યાય (અવસ્થા)-દષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે તે પર્યાય છે. પર્યાયની દૃષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદૃષ્ટિને પ્રધાન કરી કહ્યું છે. જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. એ અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે, વ્યવહાર છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, ઉપચાર છે. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. માટે આત્મા જ્ઞાયક જ છે; તેમાં ભેદ નથી તેથી તે પ્રમત-અપ્રમત્ત નથી. “જ્ઞાયક” એવું નામ પણ તેને શયને જાણવાથી આપવામાં આવે છે; કારણ કે શયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તોપણ યકૃત અશુદ્ધતા તેને નથી કારણ કે જેવું ય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. “આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી”—એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. એવો એક જ્ઞાનકપણા માત્ર પોતે શુદ્ધ છે.-આ શુદ્ધનયનો વિષય છે. અન્ય પસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે એમ આશય જાણવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy