________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૯૧
પ્રમત્ત અને અપ્રમત્ત એ તો પર્યાયના ભેદો છે અને તે અશુદ્ઘનયનો વિષય છે. પહેલેથી છ ગુણસ્થાન પર્યંતની પર્યાયો પ્રમત્ત છે અને સાતમેથી ચૌદ ગુણસ્થાન પર્યંતની પર્યાયો તે અપ્રમત્ત છે. આમાં હવે કઈ પર્યાયો બાકી રહી ગઈ? ભગવાન આત્મા આ સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધનયસ્વરૂપ એક જ્ઞાયકભાવ છે. આગળ અગિયારમી ગાથામાં એને જ ભૂતાર્થ કહેલો છે. અહો! જે દૃષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે.
વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. અહીં જ્ઞાયકને જાણનાર પર્યાયની વાત કરી. શાયકને જાણનારી પર્યાય જ્ઞાયકની પોતાની જ છે, એ પર્યાયનો કર્તા પોતે જ છે. જ્ઞાનની પર્યાય તે અન્ય શેયનું કાર્ય છે વા નિમિત્તનું કાર્ય છે એમ નથી. પોતે શાયકભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે-જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન શેયનું કાર્ય નથી, પોતાનું કાર્ય છે.
અહાહા...!! ભગવાન, તું અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છું જેમાં પર્યાયનો ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે-એમ કહેવાય છે. એટલે ૫દ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પિરણિત શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. દોલતરામજીએ કહ્યું છે ને કેઃ
લાખ બાતકી બાત યહૈ, નિશ્ચય ઉગ્ન લાવો; તોડી સકલ જગ-છંદ-ચંદ, નિજ આતમ ધ્યાવો.
અરે! ભગવાન, તેં તારી જાતને જાણી નહીં! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો આ સંદેશ છે કે ભગવાન આત્મા નિત્યધ્રુવ, ત્રિકાળ એકરૂપ, ૫૨મ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતરસન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ ૫૨મશુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકભાવની દૃષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમનરૂપ થયું. એ જ્ઞાન પરનું-નિમિત્તનું કે જ્ઞેયનું કાર્ય છે એમ નથી. પોતાના જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એનું પોતાનું કાર્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com