________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
[ સમયસાર પ્રવચન ચેતજવસ્તુનો અનુભવ થતાં કોઈ ભેદ જણાતો નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે. એકાંત થઈ ગયું ને? સમ્યક્રઅનુભવમાં એકાંત જ જણાય છે. એને સમ્યગ્દર્શન અને ધર્મ કહેવામાં આવે છે.
અહીં વિજ્ઞાનાતવાદી તથા વેદાંતી કહે છે કે અંતે તો પરમાર્થરૂપ અદ્વૈતનો જ અનુભવ થયો. અમે તો અદ્વૈત કહીએ જ છીએ. તમારામાં પણ અદ્વૈત આવ્યું. તમે કહ્યું ને કે-“અનુભવમાં વૈત જ ભાસતું નથી”-દ્વૈત કાંઈ છે જ નહીં. એ જ અમારો મત છે. વેદાંત કહે છે કે એક જ આત્મા સર્વવ્યાપક અભેદ છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી પણ એવું કહે છે. આ રીતે અજ્ઞાની પ્રશ્ન કરે છે કે નય, નિક્ષેપની બહુ લાંબી લાંબી વાત કરીને તમે વિશેષ શું કહ્યું? તેનો ઉત્તર
તમારા મતમાં સર્વથા અદ્વૈત-એટલે બે નહીં, એક જ માનવામાં આવે છે. અજ્ઞાનીના મત પ્રમાણે સર્વથા અદ્વૈત માનવામાં આવે તો પર એવી બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય. આત્મા રાગ, આદિ જે પરજ્ઞયને જાણે છે તે સર્વ ચીજનો અભાવ થઈ જાય. પણ એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે, અપેક્ષાથી કથન છે. તે બાહ્યવસ્તુનો લોપ કરતી નથી. બાહ્ય ચીજ બાહ્ય ચીજમાં તો છે, તે આત્મામાં નથી. રાગ રાગપણે છે, પર્યાય પણ પર્યાયપણે છે. કોઈ બાહ્ય વસ્તુ અભાવરૂપ નથી. અમારે ત્યાં તો નયવિવેક્ષા છે. નિશ્ચયનયના વિષયનો અનુભવ થતાં વૈત દેખાતું નથી એમ છે. એમ કહેવાથી બાહ્ય ચીજ, રાગ, પર્યાય નથી એમ નથી. શુદ્ધ દ્રવ્ય અનુભવમાં આવતાં વિકલ્પ મટી જાય છે એટલું જ પ્રયોજન છે. પૂર્ણાનંદનો નાથ જે શુદ્ધ જ્ઞાયકભાવ એના તરફના ઝૂકાવથી જ્યારે અનુભવ થાય છે ત્યારે ભેદનો વિકલ્પ મટી જાય છે. ભેદ વસ્તુ જગતમાં નથી એમ નથી.
વેદાંત એક જ સર્વવ્યાપક કહે છે, પણ એમ નથી. અનંત આત્મા (સંખ્યાએ) છે. એકેએક આત્મા (અસંખ્યાત પ્રદેશી) શરીર-પ્રમાણ છે. આત્મા (ક્ષેત્રથી) સર્વવ્યાપક નથી. એક આત્મામાં અનંત ગુણો છે અને તે અનંત ગુણોમાં એક સમયમાં અનંત પર્યાયો થાય છે. આ બધાની સત્તા (હોવાપણું) રાખીને અભેદના અનુભવમાં એનો ( પર સત્તા અને ભેદનો) વિકલ્પ મટી જાય છે એમ વાત છે. વસ્તુ મટી જાય છે એમ નહીં.
અરેરે ! જૈનદર્શન શું છે એને યથાર્થ સમજ્યા વિના જૈનમાં પણ કોઈ લોકોને વેદાંતની શ્રદ્ધા હોય છે. જૈનદર્શનમાં તો પરમાનંદસ્વરૂપ, અતીન્દ્રિયઆનંદનું ધામ, શુદ્ધ-ચેતનામાત્રવતુ જે છે તેમાં એકાગ્ર થતાં ભેદનો વિકલ્પ મટી જાય છે અને વ્યક્ત પરમા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com