________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૧૩ નંદની પ્રાપ્તિ થાય છે, એનું નામ અંત કહ્યું છે. અદ્વૈત એટલે બધું એક છે એમ નહીં. આ રીતે અનુભવ કરાવવા માટે એમ કહ્યું કે “શુદ્ધ અનુભવમાં બૈત ભાસતું નથી.' પંડિતજી અહીં ખુલાસો કરે છે કે જો બાહ્ય વસ્તુઓનો લોપ કરવામાં આવે તો આત્માનો જ લોપ થઈ જશે. આત્મા વડું દર્શન-જ્ઞાનસ્વભાવ છે. તેની એક એક સમયની પર્યાય પ્રગટ થાય છે. આત્માની જ્ઞાનની પર્યાયમાં આખા લોકાલોકને જાણવાની તાકાત છે. હવે જો બાહ્યવસ્તુ-લોકાલોક ન હોય તો તેને જાણનારી જ્ઞાનની પર્યાય પણ ન હોય, અને જો પર્યાય ન હોય તો જેની એ પર્યાય છે એવી અનંત પર્યાયોનો પિંડ આત્મા જ ન હોય. તેથી જો લોકાલોકને ન માનવામાં આવે તો પોતાનો જ લોપ થઈ જાય, અને એ પ્રમાણે શૂન્યવાદનો પ્રસંગ આવે. આત્માની શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ પરોક્ષપણે લોકાલોકને જાણવાની તાકાત છે. જો લોકાલોકને ન માને તો તેને જાણનાર પોતાની પર્યાયને પણ ન માની, આવી અનંતી પર્યાયનો આધાર જે જ્ઞાનગુણ તે પણ ન માન્યો અને તો અનંત ગુણનો પિંડ જે આત્મા પોતે છે તેને પણ ન માન્યો. આમ સર્વ શૂન્યવાદનો પ્રસંગ આવી જાય. માટે તમો કહો છો તે પ્રમાણે વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી.
તમે અદ્વૈત જ કહો છો, બીજું કાંઈ છે જ નહીં એમ કહો છો. દ્રવ્ય એકલું છે અને પર્યાય પણ નથી તો દ્રવ્ય છે એનો નિર્ણય કરવાવાળું કોણ છે? જે અનિત્ય પર્યાય છે તે નિત્ય (વસ્તુ )નો નિર્ણય કરે છે. જો તમે એકલું નિત્યને માનશો તો તે માનનારી-નિર્ણય કરનારી પર્યાયનો નાશ થઈ જશે. તે પ્રસંગમાં નિત્યનો પણ અભાવ જ થઈ જશે.
આમ વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, તેમાં ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ દ્રવ્ય તેમાં દષ્ટિ કરતાં એકલો અભેદનો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવા અભેદ આત્માનો અનુભવ કાંઈ વિશેષ (ઝાઝું) જ્ઞાન હોય તો જ થાય એમ નથી. નરકમાં પડેલો નારકી જીવ, આઠ વર્ષની બાળકી તથા તિર્યંચ પણ અનુભવપૂર્વક સમકિત પામે છે. અઢીદ્વીપ જ્યાં મનુષ્યો છે ત્યાં પણ તિર્યંચો છે અને અઢીદ્વીપ બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો છે જે પાંચમા ગુણસ્થાનવાળાં છે. એમાં શું છે? આત્મા છે ને? એક ત્રિકાળ ધ્રુવ આત્માની દષ્ટિ થવી જોઈએ.
અનાદિથી જીવ એક સમયની પર્યાયમાં (ભેદમાં) રમે છે. (એને જ જુએ છે) પર્યાયની પાછળ આખું ધ્રુવ દ્રવ્ય પડયું છે એને જોતો નથી. જેમ સોનાની કુંડલ, કડું, વીંટી આદિ પર્યાયની પાછળ પૂરું સોનું પડ્યું છે કે નહીં? એમ એક સમયની પ્રગટ જ્ઞાનની જે પર્યાય છે એ પર્યાયની પાછળ એકરૂપ પરમાત્મતત્ત્વરૂપ પૂર્ણ જ્ઞાયકદળ પડ્યું છે. તે અનંતગુણ-મંડિત છે. પણ ગુણ-ગુણીના ભેદ પર નજર કરવાથી વિકલ્પ રાગ ઊઠે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com