________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦
[ સમયસાર પ્રવચન સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ-છે અસત્યાર્થ છે; એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધસ્પષ્ટપણે ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધસ્કૃષ્ટપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
વળી, જેમ માટીનો, કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્યપણે ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અસ્મલિત (–સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, નારક આદિ પર્યાયોથી અનુભવ કરતાં (પર્યાયોના બીજા-બીજાપણારૂપ ) અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ સર્વતઃ અખ્ખલિત (સર્વ પર્યાયભેદોથી જરાય ભેદરૂપ નહિ થતા એવા) એક ચૈતન્યાકાર આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ સમુદ્રનો, વૃદ્ધિહાનિરૂપ અવસ્થાથી અનુભવ કરતાં અનિયતપણું (અનિશ્ચિતપણું ) ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ નિત્ય-સ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, વૃદ્ધિહાનિરૂપ પર્યાયભેદોથી અનુભવ કરતાં અનિયતપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તો પણ નિત્ય-સ્થિર (નિશ્ચલ) એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.
જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવથી સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છેઅસત્યાર્થ છે.
જેમ જળનો, અગ્નિ જેનું નિમિત્ત છે એવી ઉષ્ણતા સાથે સંયુક્તપણારૂપતાપણારૂપ-અવસ્થાથી અનુભવ કરતાં (જળને) ઉષ્ણપણારૂપ સંયુક્તપણે ભૂતાર્થ છેસત્યાર્થ છે, તોપણ એકાંત શીતળતારૂપ જળસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં (ઉષ્ણતા સાથે) સંયુક્તપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે; એવી રીતે આત્માનો, કર્મ જેનું નિમિત્ત છે એવા મોર્ડ સાથે સંયુક્તપણારૂપ અવસ્થાથી અનુભવ કરતાં સંયુક્તપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com