________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
[ સમયસાર પ્રવચન જાણેલો પ્રયોજનવાન કહ્યો, તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી. એટલે કે વ્યવહારનય કાંઈ કાર્યકારી નથી. જાણવાની અપેક્ષાએ પ્રયોજનવાન કહ્યો પણ ત્યાં લક્ષ રાખવું એમ નથી. અંતરમાં ચૈતન્યમાં જવું, ત્યાં વ્યવહાર કાંઈ રહેતો નથી.
* કળશ ૫ - શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * વ્યવદરનિય:' જે વ્યવહારનય છે તે “યદ્યતિ' જો કે “ફર પ્રાવ–પદ્રવ્યો' જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાંસુધી પહેલી પદવીમાં નિહિત– પવાના' જેમણે પગ માંડલો છે એવા પુરુષોને ‘દુન્ત' અરેરે! “દસ્તાવનંવ ચાત્ ' હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. શું કહ્યું? પહેલી પદવીમાં એટલે જે ત્રિકાળ શુદ્ધ અખંડ એક ચૈતન્યભાવ તેની દષ્ટિ થતાં સમ્યગ્દર્શન થયું, તેનો અનુભવ થયો પણ પૂર્ણ ચારિત્ર અને પૂર્ણજ્ઞાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી એવી દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાના અંશોરૂપ વ્યવહાર હોય છે. ગુણસ્થાન આદિ વ્યવહારનય (નિશ્ચય દષ્ટિમાં) અભૂતાર્થ એટલે આશ્રય કરવા લાયક નહીં હોવા છતાં આત્માનો અનુભવ થયા પછી પણ એ વ્યવહાર હોય છે. તેને હસ્તાવલંબ તુલ્ય કહી જાણેલો પ્રયોજનવાન છે. બસ, આટલી વાત છે.
હસ્તાવલંબન તુલ્ય કહ્યો ને? એટલે જેમ માણસ નિસરણી ઉપર ચઢે છે ત્યારે નિસરણીના કઠેડા ઉપર હાથનો ટેકો લઈ ચઢે છે. ત્યાં હસ્તાવલંબન માત્ર નિમિત્ત છે. (ચઢે છે તો પોતે), તેમ અહીં જીવ પણ આત્માનો જે શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવ તેના આશ્રયે ચઢે છે, પણ પૂર્ણતા ન થાય ત્યાં લગી અપૂર્ણતા છે. તે પર્યાયગત અપૂર્ણતાના ભેદોને યથાસ્થિત જાણવા તે હસ્તાવલંબ સમાન છે. તે નિમિત્ત છે. (પૂર્ણતા તો શુદ્ધ' નો પૂર્ણ આશ્રય થતાં થશે.).
બનારસીદાસે હસ્તાવલંબનો અર્થ એમ કર્યો છે કે જેમ કોઈ પહાડ ઉપરથી પડતો હોય તેનો હાથ મજબુત પકડી પડતો રોકી રાખે. આ નિમિત્તનું કથન છે. પરમઅધ્યાત્મતરંગિણીમાં એવો ભાવ પ્રગટ કર્યો છે કે – “ખેદ છે કે આવો ભાવ આવે છે. અમારું ચાલે તો વ્યવહારનો આશ્રય ન લઈએ, પણ શું થાય? અપૂર્ણતા છે એટલે આવ્યા વગર રહેતો નથી.' કળશ-ટીકાકારે એમ અર્થ કર્યો છે કે “જો કે વ્યવહારનય હસ્તાવલંબ છે, તોપણ કાંઈ નથી, “નોંધ( જ્ઞાન, સમજ ) કરતાં જૂઠો છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં જે વ્યવહારની વાત ૧૨મી ગાથાના ભાવાર્થમાં હતી એ વ્યવહાર યથાર્થ નથી. નિમિત્ત, રાગ અને પર્યાયની અપેક્ષા વિના સીધા દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ સમ્યગ્દષ્ટિને પૂર્ણતા થઈ ન હોવાથી રાગાંશ આવ્યા વિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com