________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯
ભાગ-૧ ] આદિનું આલંબન રહેતું નથી. ત્યારપછી “નમો સિદ્ધા'-સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે, ત્યાં પણ કોઈ આલંબન નથી. એ પ્રમાણે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપનો અભાવ જ છે. હવે એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે.
* કળશ-૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે એટલે કે પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન અને લીનતા કરી કહે છે કે “ક્સિન સર્વ ધાગ્નિ અનુમવત્ હયાતે' આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં “નયશ્રી: ૨ ૩યતિ' નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
શું કહે છે? શુદ્ધનય જે જ્ઞાનની પર્યાય છે એનો વિષય ત્રિકાળી વસ્તુ શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ છે. ભગવાન આત્મા ત્રણકાળ ત્રણલોકને જાણી શકે એવી શક્તિથી પરિપૂર્ણ ચૈતન્યચમત્કાર વસ્તુ પ્રકાશમાન જ્ઞાનજ્યોતિ સ્વરૂપ છે. શુદ્ધનય, સર્વ-ભેદોને-નવતત્ત્વના ભેદોને ગૌણ કરી એટલે અજીવ જે જડ છે તેનું લક્ષ છોડી, અંદર પુણ્ય-પાપ જે થાય છે તેનું લક્ષ છોડી, તથા સંવર, નિર્જરા, મોક્ષ જે (ધ્રુવની અપેક્ષા) બહિ:તત્ત્વ છે એનું પણ લક્ષ છોડી એક ત્રિકાળી શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ આત્માને દેખે છે. અજ્ઞાનીને દયા, દાનાદિ રાગના, નવતત્વના ભેદોના પ્રેમની આડમાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધન્ય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિસંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદન થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
તેનો અનુભવ થતાં-કોનો? શુદ્ધનયના વિષયભૂત, ધ્યાનના ધ્યેયભૂત જે ચૈતન્યચમત્કારમાત્ર વસ્તુ ધ્રુવ છે તેનો. અહાહા..! ધ્યાનનું ધ્યેય જે પૂર્ણાત્માઆનંદકંદ ચૈતન્ય ચમત્કાર તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, એટલે આ દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય છે અને પર્યાયાર્થિકનયે પર્યાય છે એવા નવિકલ્પો ઉત્પન્ન થતા નથી.
કોઈ કહે આવો ધર્મ તે કઈ જાતનો? આ તે શું જૈનધર્મ છે? શું સર્વજ્ઞ પરમેશ્વરે આવું કહ્યું હશે? અત્યારસુધી તો બ્રહ્મચર્ય પાળવું, લીલોતરી ન ખાવી, કંદમૂળ ન ખાવાં, દયા પાળવી ઇત્યાદિને ધર્મ માનતા હતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com