________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
[ સમયસાર પ્રવચન શરીર, મન, વાણી એ તો માટી-જડ-ધૂળ છે. એ કોઈ આત્મા નથી. અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ કર્મ છે એ પણ જડ-ધૂળ છે. વળી દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે જે શુભભાવ થાય છે તે પુણ્ય-રાગ છે, તથા હિંસા, જૂઠ, ચોરી, ભોગ, વિષય-વાસના એ પાપ-રાગ છે. આ પુણ્ય-પાપના રાગથી ભિન્ન અંદર જે ત્રિકાળ ધ્રુવ આત્મવસ્તુ ચૈતન્યરૂપ છે અને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં લક્ષમાં લેવી એને જ્ઞાન (સમ્યજ્ઞાન) કહેવામાં આવે છે.
નિયમસારમાં ગાથા ત્રણમાં આવે છે કે “પદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન તે જ્ઞાન છે.” પરિજ્ઞાન કહેતાં સમસ્ત પ્રકારે જ્ઞાન થવું-જેવો આત્મા પૂર્ણ પરિપૂર્ણ છે એવું જ્ઞાન થવું એનું નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રનું ભણતર-જ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી.
- જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે પ્રમાણાદિની કોઈ આવશ્યકતા નથી. પછી પ્રમાણ, નય, નિક્ષેપથી વસ્તુ સ્વરૂપ સિદ્ધ કરવાનું રહેતું નથી. અનુભવમાં આવી ગયું કે આત્મા પૂર્ણાનંદસ્વરૂપ છે એટલે એનાં સમ્યજ્ઞાન અને પ્રતીતિ થઈ ગયાં. હવે એ પૂર્ણસ્વરૂપમાં સ્થિરતા કરવાનું જ બાકી છે.
પરંતુ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબનથી વિશેષજ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. એટલે કે જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી જ્યાં સુધી પૂર્ણ ચારિત્ર પ્રગટ ન થાય ત્યાંસુધી નયનિક્ષેપથી જાણવું હોય છે. નય-નિક્ષેપથી ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન થવું (વિકલ્પ ઊઠે તે) એ વ્યવહાર ચારિત્ર છે. અને અંદર જ્ઞાનસ્વરૂપમાં અતીન્દ્રિય આનંદરૂપ સ્થિરતા થવી એ નિશ્ચયચારિત્ર છે. દેહની ક્રિયા એ તો જડ-પુદ્ગલની ક્રિયા છે, એ કાંઈ ચારિત્ર નથી. અંદર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠવા એ પણ રાગભાવ છે. એનાથી રહિત પરિપૂર્ણ આનંદમૂર્તિ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ સ્થિરતા થવી એ ચારિત્ર છે. આમ નવ-નિક્ષેપથી ચારિત્રનું સ્વરૂપ જાણી આનંદનો નાથ પરિપૂર્ણ ભગવાન આત્મા જે જ્ઞાન-શ્રદ્ધાનમાં લીધો છે તેમાં ચરવું, રમવું, સ્થિર થવું એ નિશ્ચયચારિત્ર છે. ત્રિકાળીમાં લીન થવું, પણ જ્ઞાન-શ્રદ્ધાનમાં લીન થવું એમ કહ્યું નથી; કેમકે એ તો પર્યાય છે.
(ક્રમશ:) ત્રિકાળી ભગવાન આત્મામાં પરિપૂર્ણ લીનતા કરવાથી રાગ-દ્વેષમોહનો સર્વથા અભાવ થાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. જેવી સ્વરૂપસ્થિતિ છે તેવી પર્યાયમાં પ્રગટ થાય છે; તેથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com