________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
४७ જ્ઞાન-ચારિત્રમાં સ્થિત નથી. રાગ-દ્વેષ આદિ વિકારના જેટલા અંશો છે એ બધા પુદ્ગલકર્મના પ્રદેશો છે, આત્માનો ભાવ નથી. તેથી એને પરસમય-અનાત્મા જાણ.
* ટીકા ઉપરનું પ્રવચન * ‘સમય’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “'-ઉપસર્ગ છે તેનો અર્થ એકસાથે ” એવો છે; અને “મય' ગમનાર્થક ધાતુ છે એનો ગમન અર્થ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એકસાથે જાણવું અને પરિણમવું એવી બે ક્રિયાઓ જેમાં હોય તે સમય કહેવામાં આવે છે. આ જીવ નામનો પદાર્થ એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે તેથી તે સમય છે. જીવ જે સમ્યકદર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા તે વાત અહીં નથી. અહીં તો જીવની સત્તા-હોવાપણું સિદ્ધ કરે છે.
આ જીવ પદાર્થ કેવો છે? “સદાય પરિણમનસ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સતિ છે.' અહીં અનુભૂતિનો અર્થ અનુભવ એમ નથી. અનુભૂતિનો અર્થ રહેવું એમ થાય છે. ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહેવું એવો અનુભૂતિનો અર્થ છે. અનુભૂતિ એટલે સમ્યજ્ઞાન એ વાત અહીં નથી. જડ પણ ઉત્પાદ-વ્યય-ધ્રુવપણે રહે છે તેને જડની અનુભૂતિ કહે છે. જડ પણ એક સમયમાં ટકીને પરિણમે છે તેથી તે સત્ છે, સત્તા સહિત છે. પણ એક સમયમાં પરિણમે અને જાણે એવી વિશેષતા જડમાં નથી. અહીં તો જીવની સત્તાનું વર્ણન છે.
ઉત્પાવ્યાધ્રૌવ્ય યુ$ સત' સૂત્ર છે ને. (તત્ત્વાર્થસૂત્ર) આત્મા પણ ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય યુક્ત સત, એવી સત્તાથી સહિત છે. ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેયના એક સમયમાં હોવાપણારૂપ સત્તા છે. સમ્યકદર્શનનો વિષય શું છે તે વાત પછી કરશે. અહીં તો જીવની હયાતી કેવી રીતે છે તેની સિદ્ધિ કરી છે. ઉત્પાદ એટલે નવી પર્યાયનું થવું, વ્યય એટલે જૂની પર્યાયનું જવું અને ધ્રુવપણે કાયમ રહેવું એવી સત્તાની અહીં વાત છે. જીવ જે સમયે જાણે તે જ સમયે પરિણમે એવી ઉત્પાદ-વ્યયધૃવરૂપ સત્તા એ જીવનું સ્વરૂપ છે.
આ વિશેષણથી જીવની સત્તા નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો. તથા પુરુષને અપરિણામી માનનાર સાંખ્યોનો વ્યવચ્છેદ થયો. જીવ પરિણમતો નથી, કૂટસ્થ છે એમ માનનારનો પરિણમનસ્વભાવ કહેવાથી નિષેધ થયો. દ્રવ્યસ્વભાવ, ધ્રુવ અપરિણામી જે સમ્યકદર્શનનો વિષય છે તે વાત અહીં નથી. અહીં તો પરિણામ સહિતનું આખું દ્રવ્ય સિદ્ધ કરવું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com