________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૪૭ ઉપદેશ શુદ્ધનયનું નિમિત્ત જાણી ઘણો કર્યો છે. ભાષા જુઓ! વ્યવહારનો ઉપદેશ ઘણો કર્યો છે પણ એનું ફળ સંસાર જ છે. જેમ દાદરો ચઢનાર કઠેડો પકડીને ઉપર ચઢે છે તેમ શુદ્ધનયને હસ્તાવલંબ જાણી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ઘણો છે, પણ વ્યવહારનું ફળ સંસાર જ છે. ત્રિકાળી જ્ઞાયકનો આશ્રય લેવાના કાળમાં વ્યવહાર નિમિત્ત હોય છે તેથી નિમિત્તનું જ્ઞાન કરાવવા શાસ્ત્રમાં વ્યવહારનાં ઘણાં કથનો હોય છે. જેમકે શાસ્ત્રમાં આવે છે કે પ્રચંડ કર્મકાંડથી જ્ઞાનકાંડ થાય છે. ત્યાં પ્રચંડકર્મકાંડ એ તો શુભરાગ છે અને એનું ફળ તો બંધ છે, સંસાર છે. પરંતુ જ્ઞાનકાંડ થવાના કાળમાં તે સહકારી નિમિત્ત છે એમ જાણી વ્યવહારથી એમ કથન કરવામાં આવ્યું છે.
એ પ્રમાણે પદ્મનંદી પંચવિંશતિકામાં આવે છે કે મુનિવરોને આહારદાન આપે તેણે મોક્ષમાર્ગ આપ્યો. આહાર આપવાનો ભાવ તો શુભરાગ છે, પરંતુ મોક્ષમાર્ગમાં સ્થિત મુનિઓને શરીરની સ્થિતિમાં આહાર નિમિત્ત દેખીને વ્યવહારથી આ કથન કર્યું છે. સાક્ષાત્ તીર્થંકરદેવ છદ્મસ્થ દશામાં હોય તેમને આહાર આપવાનો ભાવ આવે તેનાથી પુણ્ય બંધાય, ધર્મ ન થાય, મુક્તિ ન થાય.
શ્રાવકોએ દેવપૂજા, ગુરુપાસ્તિ ઇત્યાદિ પ્રતિદિન કરવાં જોઈએ તથા દયા દાન આદિ પુણ્યકાર્ય કરવાં જોઈએ એવું પદ્મનંદી પંચવિંશતિકામાં ખૂબ આવે છે. એ તો શ્રાવકને પોતાની ભૂમિકામાં સહકારી એવા પુણ્યના ભાવો અને આવતા હોય છે તથા એવા ભાવો દ્વારા તે અશુભનો નિષેધ કરતો હોય છે એમ જણાવવા એ પ્રમાણે વ્યવહારનો ઉપદેશ છે. બાકી પુણ્યનું પણ ફળ બંધ છે, સંસાર છે, મોક્ષ નથી.
શાસ્ત્રમાં એમ પણ આવે છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય છે. આ વ્યવહારનયનું વચન છે. વ્યવહાર એટલે રાગ સાધક અને નિશ્ચિય એટલે વસ્તુ ત્રિકાળ સાધ્ય-એમ કદી હોઈ શકે નહીં. પણ આ તો યથાર્થ સહકારી નિમિત્તનાં જ્ઞાન કરાવનારાં વ્યવહારનાં વચન છે, તે યથાર્થ સમજવાં જોઈએ. સમયસાર ગાથા સોળમાં કહ્યું છે કે સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સેવવા યોગ્ય છે.” ત્યાં પર્યાયને સેવવાની વાત કરી છે એ વ્યવહારથી ઉપદેશ છે. સેવન તો એક ધ્રુવ ભૂતાર્થ શાયકનું જ કરવાનું છે, પણ લોકો સમજે એટલા માટે ભેદથી વ્યવહાર દ્વારા સમજાવ્યું છે. પણ વ્યવહાર નયનો આશ્રય કરવા જાય તો તેનું ફળ તો સંસાર જ છે એમ યથાર્થ જાણવું.
હવે કહે છે–શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે-કયાંક કયાંક છે. હું એક અખંડ નિત્યાનંદ ધ્રુવસ્વરૂપ ભગવાન છું એવો અંતરમાં શુદ્ધનયનો પક્ષ કદીય આવ્યો નથી. અનંતકાળમાં અનંતવાર હજારો રાણીઓ અને રાજપાટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com