________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૨૩૯ તા કારન જગપંથ ઇત, ઉત સિવ મારગ જો૨;
પરમાદી જગક ધુકે, અપરમાદી સિવ ઓર.” ૪૦ અહાહા...! અંતરમાં જેને આનંદનો અનુભવ વર્તે છે, જેને પરદ્રવ્યનું કર્તાપણું તો દૂર રહો, રાગનું કર્તાપણું પણ છૂટી ગયું છે એવા નિગ્રંથ મુનિને પર્યાયમાં જે મહાવ્રતનો શુભરાગ આવે છે તે “જગપંથ' છે.
કુંદકુંદાચાર્યદેવ સ્વયં પુણ-પાપ અધિકારમાં ફરમાવે છે કે પુણ્ય છે એ સંસારમાં દાખલ કરે છે, એને ભલું કેમ કહેવાય ? જ્યાંસુધી પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી નથી ત્યાંસુધી અશુભથી બચવા શુભરાગ આવે, પરંતુ શ્રદ્ધામાં સાધકને એ હેય છે, કેમકે એ “જગપંથ' છે. મુનિને પણ જેટલો શુભરાગ આવે છે એ પ્રમાદ છે અને સંસારનું કારણ છે. ભાઈ એકાંત બોધસ્વરૂપ જે જ્ઞાયકભાવ તે એકના લક્ષ વિના જે કોઈ પરના લક્ષે રાગ ઉત્પન્ન થાય છે એ “જગપંથ' છે, પછી ભલે એ શુભરાગ ભગવાનની ભક્તિ કે સ્મરણનો હો કે મહાવ્રત સંબંધી હો. કાયરનાં તો કાળજાં કંપી ઊઠે એવી આ વાત છે. શ્રીમદે કહ્યું છે ને કે
વચનામૃત વીતરાગનાં પરમશાંત રસમૂળ;
ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.” અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષસ્વરૂપે બિરાજે છે. એવા નિજસ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા-નિર્મળ દશા ઉત્પન્ન થાય એ મોક્ષપંથ છે. અંતરસ્વભાવના આશ્રયમાં જે અપ્રમત્તભાવ ઉત્પન્ન થાય તે શિવમાર્ગમુક્તિમાર્ગ છે. તથા જે પંચપરમેષ્ઠીમાં ભળેલા છે, ‘નમો નો સવ્વસાહૂળ ' એમ જેમને ગણધરદેવના નમસ્કાર પહોંચે છે તેવા ભાવલિંગી મુનિ હોય એમને પણ જેટલા પર તરફના લક્ષ શુભરાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ-સંસારપંથ છે. આકરી વાત છે, ભાઈ ! લોકોએ ધર્મ શું છે એ કદી સાંભળ્યું નથી.
શાસ્ત્રમાં પાંચ પાંડવોનું દષ્ટાંત આવે છે. પાંચે પાંડવો શેત્રુંજા પર્વત ઉપર ધ્યાનમાં ઊભા છે. ત્યાં દુર્યોધનનો ભાણેજ આવીને તેમને લોઢાના ધગધગતા દાગીના શરીર પર પહેરાવે છે. પાંચે પાંડવો આત્મ-અનુભવી છÈ-સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી સંતો છે. એમાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તો સ્વરૂપમાં મગ્ન થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. પરંતુ નકુલ અને સહદેવને એવો શુભ વિકલ્પ આવ્યો કે મોટાભાઈને શું થતું હશે ? કેમકે તેઓ સહોદર અને સાધર્મી છે એટલે આવો વિકલ્પ બે ભાઈઓને આવ્યો. તો તેના ફળમાં સર્વાર્થસિદ્ધિના દેવનું ત્રેત્રીશ સાગરની સ્થિતિવાળું આયુષ્ય બંધાઈ ગયું. તેત્રીસ સાગર સુધી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com